________________
૧૫૬
વિક્રમચરિત્ર અને કૌટિલ્યવિજય ભટ્ટમાત્રે રસ્તો બતાવો.
એ કેમ બને? એ નીચ હલકી વેશ્યા સાથે મારાથી પાણિગ્રહણ શી રીતે થાય ? મારી ઈજત આબરૂ સર્વેનું તે તો સારી રીતે લિલામ થાય.”
“હીનજાતિ સાથે પણ રાજાએ લગ્ન કરી શકે છે. એવું થતું આવ્યું છે ને થાય છે. રાજાને એમાં કોઈ દોષ નથી. પ્રસંગને અનુસરી કરવું એ તો રાજનીતિ છે. શાસ્ત્ર પણ કહે છે કે
विपादप्यमृतं ग्राह्यममेध्यादपि कांचनम ! अधमादुत्तमां विद्या स्त्रीरत्नं दुष्कुलादपि ।।
ભાવાર્થ_વિષમાંથી પણ અમૃત ગ્રહણ કરવું, માટીમાંથી સુવર્ણ પડયું હોય તો તે પણ ગ્રહણ કરવું, નીચ જન પાસેથી ઉત્તમ વિદ્યા લેવી, તેવીજ રીતે નીચ કુલમાંથી સ્ત્રીરત્ન પણ લેવું.
તમને રૂચે તેમ કરે!” રાજા વિક્રમાદિત્યે મંત્રીએની વાતને અનુમતિ આપી. મંત્રીઓએ રાજસેવકેને કાલી વેશ્યાને હાજર કરવા માટે રવાને કર્યા. ગુણિકાને ઘેર સવારમાં કેટલાક દિવસ ચડયે છતે રાજસેવક હાજર થઈ કહેવા લાગ્યા, “ચાલ, કાલી! તને રાજા બેલાવે છે. રાજાની આગળ ચારને હાજર કર! પહેલાં તારા દેહને તો રજી કર !”
પોતાને બોલાવવા આવેલા રાજસેવકે જેઈ વેશ્યા ચમકી; “ અરે ! મેં વળી ક્યાં આ આફત વહેરી? મારા કયા ભેગ લાગ્યા કે પેલા ધૂર્તના કહેવાથી પેટને સ્પર્શ કર્યો? અરે ભગવન! છેલ્લી મારી વારી પણ આવી શું ? મારૂ હવે શું થશે?” - મનમાં કલ્પાંત કરતી વેશ્યા નિશ્ચિત પહેલા સર્વર