________________
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય
પ્રકરણ ૧૯ મું
સુવર્ણ પુરૂષ “ કાજળ તજે ન શ્યામતા, મેતી તજે ન વેત, દુર્જન તજે ન કુટિલતા, સર્જન તજે ન હેત.”
આ સંસારના સુખમાં મશગુલ થયેલા રાજાએ એક દિવસ કે વિદ્યાસિદ્ધ શિલ્પી-કારીગરોને સન્માનપૂર્વક બેલાવી અપૂર્વ અને અદ્દભુત કાષ્ટનું સિહાસન કરાવ્યું. ઉંચી જાતિના કાષ્ઠમાંથી રાજાએ સંહાસન બનાવ્યું હોવાથી કારીગરોએ એમાં હીરા, માણેક, રત્ન, સુવર્ણ વિગેરે જોડીને અદ્દભુત બનાવી પિતાની વિદ્યા સફલ કરી. એ સિંહાસનને બત્રીશ પુતળીઓ મુકેલી હતી, દેવબાળાસમી મનહર એ બત્રીશ પુતળીઓ-શાલિભંજિકાઓ કાલે કરીને દેવતાઓથી અધિષિત થવાથી સિંહાસન ઉપર આરૂઢ થયેલે રાજા વિક્રમાદિત્ય દેવતાઓને પણ દુય થયે હતો. જગતમાં તે અદ્દભુતથીય અદ્દભુત કાર્ય કરતો હતો. એ બત્રીશે પુતળીઓ રાજાના અનેક કાર્યમાં સહાય કરવા લાગી. આ અદ્દભુત સિંહાસનથી તુષ્ટમાન થયેલા રાજાએ કારીગરોને ખુબ સંતુષ્ટ કરી રવાને કર્યા. દિનપ્રતિદિન અદ્દભુત સિંહાસનથી રાજાની ખ્યાતિ જગતમાં વધવા લાગી, “શું સ્વર્ગના રાજા ઈન્દ્ર પ્રસન્ન થઈને આ દેવાધિષ્ઠિત સિંહાસન રાજાને ભેટ આપ્યું કે વિદ્યાધર કિન્નર વા ગંધ ભેટ આપ્યું !
રાજાની આગળ દરરોજ પ્રાત:કાળના કેઈક ગી એક સુંદર ફળ ભેટ મુકીને ચાલ્યો જતો હતો. રાજાએ ફળ બહારમાં ભેગાં કરવા માંડયાં. વરસ દિવસ થવા આવ્યા છતાં એ ક્રમ ચાલુ રહ્યો હોવાથી એક દિવસે રાજા