________________
૧૩૪
વિક્રમચરિત્ર અને ટિલ્યવિજય
પ્રકરણ ૧૬ મું.
બુદ્ધિ છે કેઈના બાપની? कालः समविषमकरः कालः सन्मानकारको लोके कालः करोति पुरुषं, दातारं याचितारं वा ॥
ભાવાર્થ–સમય શું નથી કરતે ? કાલની ગતિ ન્યારી છે. કાલે કરીને સારૂં અગર નઠારૂં થયા કરે છે. કાલે કરીને રોજને સન્માનિત પુરૂષ અપમાન પામે છે. એક સમયે જે પુરૂષ દાતાર હોય છે તે અન્ય સમયે યાચક ભિક્ષુક બની જાય છે. સમયની એ બલિહારી છે.
ભદ્દમાત્ર જેવા બુદ્ધિનિધાનની બુદ્ધિ વ્યર્થ જવાથી રાજા સહિત સકલ રાજસભા ક્ષેભ પામી ગઈ. લેકે અનેક પ્રકારે ઊહાપોહ કરવા લાગ્યા. જ્યાં જાઓ ત્યાં ચેરના પરાક્રમની જ વાત, ઘરમાં કે બહાર. બજારમાં કે રાજમહેલમાં ચેરના પાકમથી લોકો ત્રાસી ગયા હતા; નગરીને ત્યાગ કરી જતા રહેવાની તૈયારી કરવા લાગ્યા હતા. ચોરને પકડવાની એની કળા વ્યર્થ જતી હતી. જે બીડું ઝડપતા હતા તેમની તે બુરી વલે થતી જોવાતી હતી, કયા દિવસે એ ચોરે શું કરશે તે કેણ જાણી શકે તેમ હતું?
રાજાએ ભમાત્રને આશ્વાસન આપી તેને સંતોષ પમાડયે “મંત્રી ! તેમાં તમારે કંઈ દોષ નથી. સર્વ પ્રકારે પ્રયત્ન કરવા છતાં કાર્ય સિદ્ધ ન થાય એમાં મનુષ્ય. નો શું દોષ? જેણે મને, કેટવાલને હેરાન કર્યો તે તમને પણ સપડાવે એમાં તમારે શું દોષ? તમારે જરા પણ ખેદ કરે નહિ.” રાજાએ મંત્રીના મનને કંઈક શાંત કર્યું.
રાજસભામાં રાજાએ ચારને પકડવાનો ઉપાય પૂછયે;