________________
૧૫ર
વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય પામતે વિચાર કરવા લાગી, “અરે, આ તે કઈ દવ છે કે વિદ્યાધર ! ખર્પરક જેવાને હણુ નાખનાર વિક્રમાદિત્યને પણ છેતરીને તેમનાં વસ્ત્રાભૂષણ પડાવી લા ! નથી સમજાતું કે આ કેણ છે? 9
“કેમ મહાકાલી ! શું વિચાર કરે છે? નગરીમાં નવી નવાઈ છે કઈ?” સર્વહરે તેના વિચારમાં ભંગાણ પાડયું. - “હું તારે જ વિચાર કરું છું. તું તે દેવ છે કે વિદ્યાધર તારી પાસે તો અદ્દભુત વિદ્યાઓ રહેલી છે કે જેનાથી તે બધી નગરીને લુંટે છે ! ”
“ શક્તિ વગર તે આવાં કઠીન કામો થતાં હશે વળી ?”
“તારી વાત ખરી છે, સર્વહર! તારું નામ તારી ફોઈએ બરાબર રાખ્યું છે. તે સર્વનું અને રાજાનું પણ હરણ કરનારો છે!
કાલીની વાત સાંભળી સર્વહર હ. કાલીને ક્યાં ખબર હતી કે પોતે કેણુ છે. “હશે જવા દે એ વાત ! નગરમાં હાલમાં નવીન શું છે તે મને કહે ! ”
હવેની વાત કઠીન છે. તારી શક્તિ હવે ત્યાં ચાલવાની નથી, હવે ખબર પડશે કે તારી શક્તિ કેટલી છે ! ) - “કેમ એટલું બધું શું છે?''
સાંભળ જરા! રાજાએ વશ કરેલે અગ્નિવેતાલ દેવ કાલે દેવદ્વિીપથી આવી ગયું છે, આજસુધી તે જાતે ન હતું તેથી જ તું ફાવી ગયો છે. તેણે ત્રણ દિવસમાં ચોરને પકડવાની પ્રતિજ્ઞા કરી છે, અને પકડીને રાજાની સામે ખડો કરવાની શરત કરી છે, ”
એથી શું ? એ શું મને પકડશે? જેવા માગશે તેવા દેવાશે ”
અરે ] એ દેવશક્તિથી પણ તું ભય પામતો નથી?