________________
૧૧૪
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય કેમ આવ્યા છો ? શું લાવ્યા છો ? ” - વેશ્યાના પ્રશ્નના જવાબમાં રાજકુમાર સ્મિત કરતે બોલે, “હે સહર નામે ચેર તમારા મકાનમાં નિવાસ કરી અન્ય નગરજનેની સાથે રાજાની લક્ષ્મી લુંટી તમારું ઘર ભરવાને આવ્યો છું, ” આ રીતની સર્વહરની વાણી સાંભળી નગર નાયિકા ચમકી.
“ તમારી વાત તે મજાની છે, પણ કિંપાકના ફલની માફક પરિણામે અનર્થ કરનારી છે, રાજાને જો તમારા જેવાની જરાપણ ગંધ આવે તો મારા ઘરબાર લુટીને મને પાયમાલ તે જરૂર કરી નાખે ! સમજ્યા ભાઈ સાહેબ? સીધે સીધા આગળ પધારો મહેરબાની કરીને ! )
અરે, પણ હું પકડાઇશ તે રાજા ભલે મને શિક્ષા કરે; તમે નાહક આટલાં બધાં શાને ગભરાવ છો ? ”
“તારી ચેરીના પાપે અમારાં ઘરબાર પણ લુંટાઈ જાય; કારણકે ચોર, ચેરને સહાય કરનાર, ચારને આશ્રય આપનાર, ચારની સાથે લે-વેચ કરનાર, તેને અન્ન દેનાર, તેને ભેદ જાણનાર, એની સાથે ગુપ્ત સંબંધ રાખનાર પણ ચરજ કહેવાય છે. તેમજ વણિક, વેશ્યા, ચોરી, વ્યભિચારી, અને જીગારી એ બધાને તેમની સાથે સંબંધ રાખનાર પણ અસત્યના મંદિર કહેવાય છે !
બુદ્ધિનિધાન સવહર (દેવકુમાર) નકામો એની સાથે વિતંડાવાદ ન કરતાં ત્યાંથી આગળ ચાલ્યા, બીજી વેશ્યાની પાસે જઈને પોતાને રહેવા માટે માગણી કરી. તેણુએ પણ ના પાડી; કારણકે રાજાની સાથે વિરોધ કરીને એને સ્થાનક કેણ આપે ? જગતમાં ભયંકર પુરૂષો સાથેની મિત્રતા, અગર વાતચીત પણ દુ:ખ કરનારી નીવડે છે. અકાલે ગમન, અગર અકાલે પઠન પાઠન, વિષમ ગેષ્ટિની જેમ દુર્જનની સેવા