________________
૧૨૩
પ્રકરણ ૧૪ મું બીડું પાછું આવ્યું તેથી અતિસાર મંત્રી બે, “અરે, શું આ રાજસભામાં કે વીર નથી? ચારને પકડવાની કોઈનામાં શક્તિ નથી શું ? તમે બધા શૂરવીર થઈને રાજાની આવીજ સેવા કરો છો ? રજાના ચિત્તને જાણી સમયને અનુસરનાર સેવકે પોતાના માલિક માટે શું શું નથી કરતા? સેવક ઉપર પ્રસન્ન થયેલે સજા પણ પિતાના સેવકોને શું શું નથી આપતો ?” - અતિસાર મંત્રીના ઉત્સાહપૂર્વક વચન સાંળળી સિંહ નામે કોટવાળ મંદ મંદ ડગલાં ભરતો રાજા પાસે આવી નખે, ને સુવણથાળમાંથી બીડું ઉપાડી લીધું “સ્વામિન! રણ દિવસમાં ચારને હાજર ન કરે તે ચેરની શિક્ષા મને કરજે.” સિંહ, પ્રતિજ્ઞા કરી રાજસભામાંથી ચાલ્યા ગયે.
બજાર, ચેક, ચૌટા, ગલી, કંચી, પિળે વિગેરેમાં ચાકીપહેરે ગોઠવતે સિંહ કેટવાળ સૈનિકે સાથે ચારની શોધ કરવા લાગે. આજુબાજુ જંગલમાં; ગુફાઓમાં શોધ કરવા માટે સૈનિકે રવાના થઇ ગયા. સિંહને પણ શોધ કરતાં ત્રીજા દિવસને સાયંકાળ થયો,
સર્વહરે નગરીના નવીન સમાચાર જાણવા માટે કાલીને પૂછ્યું; “કેમ, શહેરમાં નવીન શા સમાચાર છે ? ”
કાલીએ સવ વૃત્તાંત કહેતાં સિંહ તલા રક્ષકનું વૃત્તાંત કહી સંભળાવ્યું; “ચેરની શોધ માટે તે ભારે જહેમત ઉઠાવી રહ્યો છે. અહીં આવી આપણે મકાનની જડતી લે તો મારી શી વલે થાય! તું પણ આજને દિવસ કયાંક છુપાઇ જા »
“ગભરાઇશ નહિ, કાલી ! એ બિચારા સિંહ નામે કરીને ભલે સિંહ હય, પણ જેજે કાલે સવારે તે બકરા જે થઈ જાય છે કે નહિ?