________________
૧૧૮
વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય પમાં થતું અદ્ભુત નૃત્ય નીરખવાને શીધ્ર અદશ્ય થઈ ગયે; અદશ્ય થતાંની સાથે જ દેવદ્વીપમાં હાજર થઈ ગયે - નગરચર્ચા જોવા નીકળેલે સર્વહર નગરીમાં ભ્રમણ કરતે, નગરી બહાર ઉદ્યાનમાં પહેચી ગયે, ક્ષીપ્રાના તટ ઉપર ફરતે, તેની રમય લીલાને નીહાળતો નજીક આવેલા ચંડિકાના મંદિરમાં તે આવ્યો. મનને શુદ્ધ કરી દેવી ચંડિકાનું ધ્યાન કરતે દેવીના સન્મુખ પદ્માસન લગાવીને બે અમે રવીની સ્તુતિ કરવા લાગ્યા“હે દેવિ ! તમે જગત માત્રને મનવાંછિત આપનાર છે. ભક્ત ઉપર પ્રસન્ન થઈ તમે તેને શું નથી આપતાં? આપ મારી ઉપર પ્રસન્ન થઈને મને અદશ્યકારી અને રૂપપરાવર્તની એ બે વિદ્યા આપે ! અને મારાં કષ્ટ કાપો!
સર્વહરની સ્તુતિ સાંભળવાની રવીને કાંઇ અત્યારે ફુરસદ નહોતી; જેથી સાહસિક એવા સવહરે પિતાના મસ્તકથી દેવીની કમળપૂજા કરવાને પિતાની તલવાર પોતાની ગરદન ઉપર ત્રાટકી,
રહરની આવી સાહસિક વૃત્તિ જોઈને અચાનક નિદ્રામાંથી માણસ ઝબકીને જાગે તેમ દેવી ચંડિકાએ પ્રગટ થઈને તેને હાથ પકડી લીધો; “ હાં ! હાં ! શું કરે છે આ ? શા માટે કરે છે ? - ચંડિકાને સાક્ષાત પ્રગટ થયેલાં જોઈ સર્વહર બેલે;
માતાજીઆટલી બધી વિનવણું કરવા છતાં પ્રગટ થતાં નથી, માગણી કરવા છતાં કોઈ આપતાં નથી, ત્યારે શું કરું?"
' “ અરે સાહસિક ! તારી ઉપર પ્રસન્ન થઈ તને બને વિદ્યાઓ આપું છું, મારી કૃપાથી તું તારા દરેક કાર્યમાં વિજ્ય પામીસ માટે હે વીર ! હવે તારી હઠ છાડ અને