________________
પ્રકરણ ૧૪ મું
૧૧૩
ભાવાર્થ-ડું એકલે અને સહાય વગરનો છું તેમજ દુર્બલ અને પરિવાર વગરને છું, એવી ચિંતા વધામાં પણ મૃગેંદ્રને થતી નથી.
માતાની રજા લઈને હાથમાં એકાકી ખડગને મિત્ર બતાવી પ્રતિષ્ઠાનપુરથી ગુપચુપ નીકળેલે દેવકુમાર મનમાં અનેક વિચાર કરતો અવંતીની સમીપમાં આવી પહોંચે. “જે પિતા મારી નિર્દોષ માતાને ત્યાગ કરી રાજ્યમાં પ્રીતિવાળા બની તેને ભૂલી ગયા છે તેવા પિતાને મારું પરકમ બતાવ્યા સિવાય શી રીતે માં બતાવું? સિંહના બચ્ચાં સિંહ જેવાજ પરાક્રમી હોય છે. એવી પિતાને ખાતરી કરાવી આપવી જોઈએ. પોતાના કરતાં સવાયા પુત્રને જોઈને વીર પિતા ખુશી થાય છે. પૂર્વે શ્રીકૃષ્ણને પ્રદ્યુનકુમારે પોતાના પરાક્રમને ચમત્કાર બતાવી આશ્ચર્યચકિત કર્યા હતા. ગર્ભવંતી નંદાને મુકીને જતા રહેલા શ્રેણિક નરપતિને પણ તેમના પુત્ર અભયકુમારે પિતાની બુદ્ધિને ચમત્કાર બતાવ્યું હતું. આજે હું પણ પિતાને આશ્ચર્યચકિત કર્યા વગર, એમની આગળ શું મો લઈને જાઉં ? તેમણે મારી ગરીબ માતાને છેતરીને દગો દીધો, તે આજે હું આખીય અવંતીને છેતરે એમાં ખોટું શું ? )
દેવકુમાર વિચાર કરી નગરની મુખ્ય વેશ્યા-નાયિકાના મકાન આગળ આવ્યો. કારણકે અનેક પુરૂષને સમાગમ કરનારી, નગરની દરેક ગુહ્ય વાત જાણનાર વેશ્યાના ઘર વગર કાર્ય સિદ્ધ થતું નથી. રાજકુમાર પાસે વિનય, પંડિતજનો પાસેથી બોલવાની ચતુરાઈ, જુગારીઓ પાસેથી અસત્ય અને સ્ત્રીઓ પાસેથી છળપ્રપંચનું શિક્ષણ મેળવી શકાય છે; જેથી દેવકુમાર વેશ્યાને ઘેર પહોંચી ગયો. તેને જતાંજ વેશ્યાએ-નગરનાયિકાને પૂછ્યું, કયાંથી આવે છે?