________________
૧૧૦
વિક્રમચરિત્ર યાને કાટિલ્યવિજય એમને કેઈ દેવ સહાયકારક તો હશે જ!) દેવકુમારે પિતાનો પરિચય કરાવતાં કહ્યું. પુત્રની અદ્દભુત શોધથી માતા આશ્ચર્ય પામવા લાગી.
ત્યારે એમનું સ્થાન ક્યાં છે તે તે જાણી શકે છે વારૂ? ” માતાએ પૂછયું.
“હા! જે આ ભાવ ઉપર લખેલું છે તે! મારા પિતા દેવ તો નથી પણ નરદેવ તો જરૂર છે.– અને તે અવંતી નગરીના રાજા છે ?
તે ત્યાં ગયા પછી એમણે આપણને કાં તેડાવ્યાં નહિ, અરે ! યાદ પણ કર્યા નહિ, કેવા એ !”
“કેવા તે કપટી! પ્રપંચી! યાદ કર્યા પણ નહિ ને કરશે પણ નહિ, માતા! આપણને તેડાવ્યા પણ નહિ ને તેડાવશે પણ નહિ, સમજી? ” દેવકુમાર હસ્ય.
“એનું કારણ? ”
કારણ એ જ કે એ પિતાને વીરેમાં વીર, સાહસિક માને છે !!!
તો વીરપુરૂષે શું પોતાની પત્ની અને બાળકને ભૂલી જતા હશે વારૂ?
રાજકાર્યમાં કદાચ ભૂલીએ જાય, અથવા તો પોતાના કરતાં પોતાના પુત્રને સવા જવાની અભિલાષાવાળા તો તે જરૂર હોય !
અરેરે! ત્યારે આપણું શી દશા? તારા પિતાને આપણે નહિ જોઈ શકીએ કે શું? ” માતા ઉદાસ થઈ ગઈ. અને નિરાસ વદને બેલી “અરે ભગવાન !”
માતા, શાક ન કર! તું મને અવંતી જવાની રજા આપ. એ પિતાએ તને છેતરી ને ઠગી છે તે હું તેને બદલો લઈશ અને મારા બાપુને છતરીશ!”