________________
૧૦૮
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય માતાની વાત સાંભળી દેવકુમાર વિચારમાં પડે, “કેવી અસંભવિત વાત બની છે?” પિતાની દુઃખી માતાને વધારે દુ:ખી ન કરતાં તે પોતાના મકાનમાં બધે ભમવા લાગ્ય–કાંઈક શોધ કરવા લાગ્યો સુકુમારીનાં માતાપિતા વિગેરે પણ આવી પહોંચ્યાં દેવકુમારને ઘણું સમજાવ્યું પણ પિતાની હકીકત જાણવાની ધુનમાં એણે કેઈની વાન સાંભળી નહિ. આ વિશાળ મહાલયના ખુણે ખુણ ધી વો, કાંઈ પણ ભાળ નહિ મળવાથી દેવકુમાર વધારે નિરાશ થયો. ચારે ખુણે ઊંચે નીચે બધેય તપાસ કરી, પણ કાંઈ સમજ નહિ પડવાથી એને પોતાની માતા ઉપર તિરસ્કાર આવ્યે એનાં દાદા દાદી ઉપર પણ એ બાળક ગુસ્સે થયો. “કેવી ગંભીર ભૂલ કરી નાખી છે? આવા દગાર માણસને પિતાની કન્ય આપી, એ રાજાની ઓછી ભૂલ છે? જેનું સ્થાન કે નામ પણ જાણતા ન હેઇએ એવાને કન્યા આપવાથી પાછળથી કેવાં ગંભીર પરિણામ આવે છે એનું હું જ પ્રત્યક્ષ દૃષ્ટાંત છું! મારે લેકેનાં અને દુર્જનનાં મર્મ વચને કેવાં સાંભળવાં પડે છે અત્યારે ?”
દીકરા ! જમી લે! એ રોજ નવીન કીડામાં આસક્ત દેવતાઓ કાંઈ એક સ્થાને રહેતા નથી. આપણે માનવી એમના સ્થાનને શી રીતે જાણું? પુત્રને શોધતી એની પાસે આવેલી દીન અને દુ:ખીયારી માતાના શબ્દ સાંભળી બાળક દેવકુમાર અત્યંત નિરાશ થતો માતા તરફ દષ્ટિ સ્થાપન કરતા બોલે. “માતા ! પિતાનું સ્થાન જાણ્યા વગર હું રહેવાને નથી. બાપ વગરના થઈને દુનિયામાં જીવવું એ કેટલું મુશ્કેલ છે, તેની તને ઘરમાં રહી શી ખબર પડે, માતા ! ”