________________
વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય શું મારા પિતા નથી, એમ તું કહેવા માગે છે? બેલ, ઝa બેલ? ”
દેવકુમારનાં વચન સાંભળી પેલે બહાદુર છોકરો ધીર જથી બોલ્યા “ભાઈ ! દેવકુમાર! જે સાંભળ. મહારાજ શાલિવાહન તારા પિતા તો ખરા એની કેઈ ના પાડી શકતું નથી, પણ એ જેમ તારા પિતા છે તેવી રીતે તારી માતાના પણ એ પિતા છે, સમજ્યો ?” - એ છોકરાની વાણી સાંભળી દેવકુમાર ચમક,
આહ ! હું આવે બુદ્ધિશાળી છતાં આ પરમ અર્થ સમજી શકયો નહિ; તેમ તેને ખ્યાલ પણ કરી શકશે નહિ.”
તારું કથન સત્ય જણાય છે. એ ગૂઠાથની હવે મને સમજ પડી.” પ્લાન વદનવાળે દેવકુમાર તરતજ પોતાને આવાસે આવ્ય, પિતાની માતા પાસે આવી માતાની સામે દૃષ્ટિ સ્થાપન કરીને ઉભે રહ્યો. સિંહના બચ્ચાની માફક તેને સ્થિર ઉભેલ જોઈ માતા એની ગંભીરતાથી ચમકી, “શું છે, બેટા?”
માતા ! સત્ય કહે! મારે પિતા નથી છતાં આવા મનહર વસ્ત્રાભૂષણ તું શા માટે ધારણ કરે છે?” અચાનક દેવકુમારના મુખમાંથી આ શબ્દો સાંભળી બાળા સુકુમારીની પૂર્વ સ્મૃતિ તાજી થઈ. પૂર્વના સુખનું સ્મરણ થતાં એનું ચંદ્રવદન તેજ રહિત થઈ ગયું. વ્યાકુળ ચિત્તવાળી પુત્રના પ્રશ્નને શું જવાબ આપવો, તેનો વિચાર કરવા લાગી.
માતા, કેમ બોલતી નથી? બોલ, મારા બાપુ કયાં છે ?
મહારાજ શાલિવાહન તારા પિતા છે; એટલુંય સમસ્તો નથી કે એ તારા પિતા છે!