________________
૧૦૪
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય શું જાણે કે પરવશ થઈને, આંશુ છે પાડવાનાં ? શું જાણે કે હૃદય ધરતાં, ઘાજ છે લાગવાના ? શું જાણે કે પ્રીતિ કરતાં, દુઃખ છે હેરવાનાં ? શું જાણે કે અમૃત પીતાં, ઝેર છે એકવાનાં ?
વ્યાકુળ છતાંય એ રાજબાળા પતિને સંભાળતી ધર્મ ધ્યાનમાં પોતાને સમય વ્યતીત કરવા લાગ્યા. પતિને ગયાને અધિક સમય થઈ ગયો છતાં પતિ તરફથી કોઈપણ સંદેશાસમાચાર આવ્યા નહિ. નિરાશ થતી બાળા મનમાં પતિને ઓળભા દેતી આશામાં દીવસે ગાળવા લાગી આ તરફ બાળ સુકુમારીનો ગર્ભ દિન પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગે. ગર્ભના પ્રભાવથી અનેક સારા સારા અભિલાષ થવા લાગ્યા; તે સર રાજાએ પુ કર્યા.
સારા પ્રહને વેગ મળે છતે અને શુભ દિવસે બાળા સુકુમારીએ એક મનહર દેવકુમાર સરખા કાનિવાળા બાળકને જન્મ આપે. બાળકના જન્મથી રાજકુટુંબમાં આનંદનું વાતાવરણ છવાઈ રહ્યું. રાજા પણ બાળકને જોઈ મનમાં રાજી થયો. બાળક સ્વરૂપે જે અદ્દભુત હતું, તેવું તેનું ભાગ્ય પણ તિષીઓએ અદ્દભુત જ ભાખ્યું હતું. રાજકુટુંબને તેવી એક શુભ દિવસે શાલિવાહન રાજાએ એ બાળકનું નામ દેવકુમાર રાખ્યું. પંચધાત્રીઓથી લાલનપાલન કરાતે દેવકુમાર સમો દેવકુમાર દેવની માફક વૃદ્ધિ પામતે ગયે. પોતાની દુઃખીણું માતાની આંખેના આધારભૂત થયા. પતિના જેવી કાતિવાળા પોતાના નાનકડા કેળના ગર્ભ સમા બાળકને જોઈ માતા દુઃખી છતાં મનમાં રાજી થતી દિવસે વ્યતીત કરવા લાગી; પતિના વિયેગે પુત્રને નીરખી પતિને ભૂલવા લાગી.
યોગ્ય ઉમરને થતાં રાજાએ શાસ્ત્રકળા શીખવાને માટે