________________
૧૦૭
પ્રકરણ ૧૩ મું
બાળા સુકમારીના જવાબમાં દેવકુમાર છે, અરે માતા ! એ તે તારા પિતા છે, પણ મારા પિતા ક્યાં છે? કોણ છે? બોલ, ઝટ બોલ,
પિતા સંબંધી હકીકત જાણવાની પુત્રની આટલી બધી આતુરતા જાણું એની માતા #ભ પામી, એ પોતે પણ કઈ જાણતી નહોતી. પતિના સ્થાનકની વાત પણ એણે સાંભળી નથી, તો પછી એ બિચારી શું બતાવી શકે?
“માતાનહિ કહે ? નહિ કહે તો હું આત્મહત્યા કરીશ. લોકોનાં નબાપા એવાં મહેણાં કે મર્મવચન સાંભળી હું જીવીશ નહિ. બાપ વગરના એવા મારે હવે જીવિતનું કાંઈ કામ નથી. ) હદયની ગભરામણ બહાર કાઢ શોકથી આકુળવ્યાકુળ થયેલે દેવકુમાર .
માતા પુત્રની રકઝકથી આપ્ત વર્ગ બધા ભેગા થઈ બ, છતાં કેણ શું કહે ? એના પિતાની હકીકત કેણ જાણતું હતું તે કહે? બધાંય દેવકુમારને સમજાવવા લાગ્યાં.
પુત્ર! એવું બોલી તારી અભાગી માતાને વધારે દુ:ખી કરીશ નહિ, એને બળતીને બાળીશ નહિ. તારે પિતા એક દેવ હતા એટલું જ માત્ર હું અને આ બધાં જાણે છે, એક દિવસ તેઓ આકાશમાર્ગે કીડા કરવાને ગયા તે ગયા. નિર્દોષ એવી મને તજીને તે જતા રહ્યા. રોજ તેઓ આકાશમાં કીડા કરવાને જતા ને પાછા આવતા. પણ તું ગર્ભમાં આવ્યા પછી મને નિરાધાર મુકી હંમેશને માટે તેઓ ગયા ! આંખમાંથી આંસુ પાડતી સુકુમારી બોલી. પૂર્વની સ્મૃતિને તાજી કરતી ધ્રુસકાં ખાવા લાગી. પતિ વગરની નિરાધાર બાળા સુકમારીને આજે કેણ બેલી હd? પુત્ર પણ અત્યારે એની સામે ઉભો હતો. જગતમાં એનું કેઈ નહતું. જરા પણ મુશકેલીમાં અબળાનું અંતઃકરણ દ્રવી જાય છે, અબળા તે અબળા જ !