________________
પ્રકરણ ૭ મું
૫૩ એ બધી વાત છોડીને એને મેળવવાને ઉપાય શોધી કાઢે. નહીતર આ રાજ્ય, સમૃદ્ધિ, વૈભવ બધું તમે સંભાળે!”
અને તમે?” “હું ? હું તે પ્રિયા માટે ફકીરી લઈશ, વનવન ભમીશ, પણ એને મેળવીશ તે જ રાજધાનીમાં પાછા ફરીશ.” રાજા તે છેલ્લે પાટલે બેઠા અને મંત્રીને પરખાવી દીધું.
રાજાને નિશ્ચય સાંભળી ભટ્ટમાત્ર વિચારમાં પડયો. “રાજહઠ હંમેશાં બળવાન હોય છે રખેને પ્રેમને પરવશ થયેલે રાજા ઉતાવળ કરી નાખે. વિચાર કરી મંત્રી બો૯. “રાજન ! ધીરજ ધરો? એને મેળવવા જતાં તે
તને ભેટવા જેવું છે છતાં માત્ર એક ઉપાય તે આપણે જરૂર અજમાવીયે. 23
અને તે ઉપાય ? ” રાજાએ ઉત્સુકતાથી પૂછયું.
મદના અને કામકળા નામની બે વેશ્યાઓ આપણા નગરમાં રહે છે, તેમની સાથે મસલત કરીને આપણે પ્રતિપઠાનપુર જઈએ તો કદાચ કાર્ય બને? અન્યથા બીજે કઈ ઉપાય જણાતું નથી. મંત્રીના કહેવાથી રાજાએ મદના અને કમકળાને તરતજ ત્યાં બોલાવી અને પૂછયું. “પ્રતિઠાનપુરમાં રાજાની માનિતી અને મુખ્ય નાયિકા-વેશ્યા કેણ છે તે તમે જાણે છે ?
રૂપશ્રી નામે અમારી બેન રૂપના અવતાર સમી રાજાને પ્રાણથી પણ વલભ છે. દરરોજ સુકુમારી આગળ તે અદ્ભુત નૃત્ય કરી તેને આનંદ પમાડી તેને સમય સુખમાં પસાર કરાવે છે. એના સહવાસથી રાજકુમારી જતા સમયને પણ જાણતી નથી.” મદના અને કામકળાએ રાજાને કહી સંભળાવ્યું.
“અમારે જલદીથી પ્રતિષ્ઠાનપુર જવાનો વિચાર છે તે અમારી સાથે આવવાને તમારે બનેએ પણ તૈયાર