________________
૫૯
પ્રકરણ ૮ મું
મધ્યરાત્રી થતાં સુકુમારી (સુકેમલતા) ને પરિવાર તે નિદ્રાને વશ થઈ ગયે, પણ બાળ સુકુમારી જાતપણે વિકમનું ગીત સાંભળવા લાગી. વિમે હવે પુરૂષ અને સ્ત્રીનું મિશ્રગાયન આરંભ્ય. મહામાયા પાર્વતી સાથે મહેશ્વર અદ્દભુત શેભાને પામો! વિષ્ણુ લક્ષ્મીની સાથે શોભા પામો, ઇંદ્ર રાચીની સાથે શોભે, ચંદ્ર રહિણિની સાથે રમો. કામદેવ રતિ અને પ્રીતિની સાથે પ્રેમ કરે, સૂર્ય રત્નાદેવીની સાથેની રમત શોભાને પામે?
એક લોચન જેનું ધ્યાનમાં મગ્ન રહેલું છે. બીજું વિપુલ એવા પાર્વતીના સ્તન પ્રદેશ ઉપર ચાંટી આળસુ બની ગયું છે. ત્રીજું પેલા ધનુર્ધારી કામદેવને દહન કરવાને ક્રોધથી અતિ ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલું છે એવાં ભિન્ન ભિન્ન રસવાળાં શંભુનાં ને તમારું રક્ષણ કરો !.” વિકમે દેવતાઓની સ્તુતિને બહાને લલકારવા માંડયું.
પુષની સ્તુતિ સાંભળી તેમજ ગાયનમાં પુરૂષનું નામ આવતું જાણું રાજતનયા ચંકી. “આ શું ? વિક્રમ? બસ કર? બસ કર ? મને દુઃખકારી આ પુરૂષનાં નામ તું વારવાર કેમ બોલે છે? ” ફોધથી રકા વદન કરતી બાળા બેલી.
“રાજબાળા? આ તો દેવતાઓનાં નામ છે. મનુષ્યનાં નહિ શું દેવતાઓના નામનું ગીત ગાવામાં પણ તમને ગભરામણ થાય છે કે ? ”
“હા! જરૂર ! તારે દેવોનાં પણ નામ ન લેવાં પુરૂષમાં દેવ કે મનુષ્ય કેઈનું પણ નામ મને અપ્રિય થયું છે, મારા હૃદયને એ બધું અસહ્ય થયું છે.” માટે નામ પણ લઈશ નહિ.
“જરી એનું કારણ તો કહે ભલા? રાજ બાળા! એ બધું શા કારણથી થયું છે! પુરૂષ ઉપર દ્વેષ કરવાનું તમને કાંઈ ખાસ કારણ મળ્યું છે કે શું ? ”