________________
પ્રકરણ ૧૦ મુ
૭૫ સઘળી મહેનત વ્યર્થ ગઈ એની દિવ્યશક્તિ આગળ અલ્પા માનવીનું તે શું ગજું, બાપુ! ”
અરે! ગમે તેવો શક્તિસંપન્ન હોય તેથી શું થઈ ગયું! એને પકડીને એના ગુનાની શિક્ષા કરવી જ જોઈએ. નહિતર રાજ્યમાં અરાજકતા ફેલાઈ જાય અને પ્રજાના જાનમાલ અને ઈજજતઆબરૂની પાયમાલી થાય.”
પાયમાલી થવામાં હવે બાકી પણ શું રહ્યું છે, સ્વામી ! આપણું નગરમાંથી મોટા ચાર ધનાઢયાની કન્યાએને તે ઉપાડી ગયે છે! આખા નગરમાં કાળો કેર વરતાવી રહ્યો છે અને હવે કોને માલુમ કે તે કયે વખતે શું કરશે?”
પ્રજાની ઈજજતની વાત સાંભળી એ મહાપુરૂષ આંખમાંથી આગ વરસાવતે, ચરણના આઘાતથી પૃથ્વીને કંપાવતે ; “ઓહ ! શું તે આ જુલમ કરી રહ્યો છે? ત્યારે તે જરૂર તેના પાપને ઘડો ભરાઈ રહ્યો છે! ભટ્ટજી જરૂર હું તેને પકડીશ! અને પ્રજાને એના ત્રાસમાંથી જરૂર મુક્ત કરીશ! * “ જુલમગારે જગતમાં કદિ ફાવતા નથી.
પાપીઓને, સુખના દિવસે આવતા નથી. '' ક્રોધથી રક્ત થયેલા રાજાના વદનમાંથી નીકળેલા શબ્દો સાંભળી અમાત્ય મનમાં ખુશી થતે બોલ્યો; ““બાપુ! એ શક આપને જ ગ્રાહ્ય છે. કઈ પણ ઉપાયે એ પકડાય, તે જ અવંતીની પ્રજાને ત્રાસ દૂર થાય !”
જરૂર એ ચાર પોતાને ભલે દુર્ભય માનતા હોય, વીરેમાં વીર પિોતે ભલે કહેવડાવતે હેાય, પણ એ દિવ્યશક્તિવાળા ચેરને પકડી જરૂર પ્રજાને નિર્ભય કરીશજેમ પેલી કાગડીએ સર્પના ભયથી પિતાના બચ્ચાનું રક્ષણ કર્યું હતું તેમ હું મારી પ્રજાનું રક્ષણ કરીશ.”