________________
વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય થઈને બોલ્યા, “હે રાજન ! શા માટે તે મારું સ્મરણ કર્યું ? જે કામ હેય તે મને સુખેથી કહે.
હે દેવી! તમારી કૃપાથી મારે જે કાંઈ છે. કથી ન્યુનતા પૂર્ણ કરવાની તમારી પાસે યાચના કરૂં? હા ! છતાંય મને એક વાત તે કહે ! મારી પ્રાણપ્રિયાને હરી જનાર એ ચારનું સ્વરૂપ મને કહે ! ” દુખિત થયેલા રાજાએ ચારને ઇતિહાસ જાણવાને તેનું સ્વરૂપ દેવીને પૂછ્યું. ' રાજાના પ્રશ્નના જવાબમાં તેવી બેલી. “રાજન ! એ ચારને દેવતાઓ પણ શંકાની નજરથી જુએ એવા એ ચારને મારવાને કેઈ સમર્થ નથી. આજે જેમ એ તારી પ્રિયા હરી ગયો, તેવી રીતે તારે મહાન રાજ્યની અભિલાષાવાળે એ ચેર તારાથી પણ દુ સાધ્ય છે. ”
રાજાએ કહયું, “છતાંય એનું સ્વરૂપ, એની સ્થિતિ શષ્ટ રીતે મને કહે હે દેવી! ”
પ્રથમ એ ચારની ઉત્પત્તિ હે રાજા ! તું સાંભળ! આ નગરમાં પહેલાં ધનેશ્વર નામે શેઠને પ્રતિમતિ નામે પ્રિયા થકી ગુણસાર નામે એક પુત્ર થયા, યુવાવસ્થા છતાં રૂપિગુખ કરીને યુક્ત રૂપવતી નામે કન્યા ગુણસારને પરણાવી. એકા પરદેશ જવાની ઈચ્છાવાળે ગુણસાર પિતાને રજા મેળવીને કરીયાણાની ગુણે ભરીને પરદેશ ગયે.
ગુણસાર ગયા પછી, ધનેશ્વર શેઠના મકાન આગળ એક મોટુ પીપળાનું વૃક્ષ હતું. એ વૃક્ષની અંદર નિવાસ કરીને રહેલે કોઈ અધમ વ્યંતરદેવ ગુણસારની પ્રિયા રૂપવતીનું સુંદર રૂપ જોઈને મોહ પામે, એ બાળા રૂપવતીના રૂપમાં દિવાને બનેલો એ અધમ વ્યંતર ગુણસારને પરદેશ જવાથી છળ પામીને ગુણસારનું રૂપ ધારણ કરી, ગુણસાર