________________
વિક્રમચરિત્ર અને કૌટિલ્યવિજય કે દેવ હશે, જે આપને કન્યા આપવા ઈચ્છતેહશે. આપણે એ દિશા તરફ તપાસ તે કરીએ, કે જેથી સ્વપ્નની પ્રતીતિ સત્ય સાબિત થાય.
ભટ્ટમાત્રના કહેવાથી રાજા આપ્તજનેને લઈને એ દિશા તરફ ચા, જગલમાં જરી આગળ ચાલતાં એક ક જણ ને સ્વમાની હકીકત પ્રમાણે સર્પના મુખમાંથી તેણે કન્યા ગ્રહણ કરી. રાજાની સાહસિક વૃત્તિ જોઈ પ્રસન્ન થયેલા સર્વે પિતાનું મૂળ વિદ્યાધરનું રૂપ પ્રગટ કર્યું, અને પિતાની વાત કહી સંભળાવી “વૈતાઢય પર્વત ઉપર રહેલા શ્રીપુરનગરમાં ધીર નામે હું વિદ્યાધર ને મારી સુરૂપા, મનેહર પુત્રી આ કલાવતી! તેને યોગ્ય વર નહિ મળવાથી તારી પરીક્ષા કરી, હે સાહસિક! આ દિવ્ય કન્યા હું તને આપું છું.”
રાજાએ તે પછી પિતાની નગરીમાં આવી મહોત્સવ પૂર્વક તે કન્યાનું પાણિગ્રહણ કરી વિદ્યાધરનું સન્માન વધાર્યું. પુત્રીને પરણાવીને વિદ્યાધર પિતાને સ્થાનકે ગયો.
પરભવનાં પુણ્ય જાગૃત હય, ત્યારે પ્રાણીઓને સંપત્તિઓ, ઠકુરાઈ અને વૈભવ અણચિંતવ્યા મળે છે. પૂર્વના મહાન પુણ્યથી વિક્રમને એકથી એક વધે તેવી અ૬ભુત રૂ૫લાવણ્યવાળી કન્યાઓ પ્રાપ્ત થવા લાગી. નરષિણી બાળ સુકુમારીના રૂપગુણથી મોહિત થયેલા રાજાએ એને પ્રાપ્ત કરવા માટે શું શું ઉપાય નથી કર્યા? ઉપાય, ચાતુર્ય અને બુદ્ધિ પણ પુણ્ય હોય તે જ સફળ થાય; બાકી તે બકરીને ગળામાં રહેલા આંચળની જેમ નિભંગીના મનોરથે વ્યર્થ થાય છે, અને તેના પ્રયત્નોના પરિ. ણામમાં ઉપરથી જુતાં પડે છે. એ સંસારના નિયમને યાદ કરી સુખ મેળવવા ખાતર પણ માણસે પુણ્યરૂપી