________________
પ્રકરણ ૯ મું
વિક્રમનાં વચન સાંભળીને ભરમાવ ત્યાંથી અવંતી તરફ રવાના થઇ ગયે, અને વૈતાલ અદશ્યપણે રાજાની સાથે રહેવા લાગ્યો.
શાલિવાહન રાજાએ વિકમદેવને પૂછયું, તમારા મિત્રો કેમ કાંઈ દેખાતા નથી. “શું તમે તમારા મિત્રોને લઈને અમારે ત્યાં જમવા ન આવે ?
“હે રાજન! એ દેવતાઓ કીડા કરવાને કયાંય ગયા હશે. મનુષ્યના હાથના અને આહારે અમે કરતા નથી. અમે તે પુષ્પ, ફળ, અત્તર વિગેરે બલિથી પ્રસન્ન થઈએ છીએ, વિક્રમદેવનાં વચન સાંભળી રાજા વિચારમાં પડશે. નક્કી આ કેઇ ઉત્તમ ફળને નર કે વિદ્યાધર છે, પણ કારણવશાત પોતાના કુળજાતિને પ્રગટ કરતું નથી. ગમે તેમ પણ મારી પુત્રીનું નસીબ મેટું છે, એમાં તો શકે નહિ. આ વર તો મોટા ભાગ્યને જ મળે !”
બાળા સુકમારી પણ પૂછતી ત્યારે તે દેવ, રાજાને કહ્યું હતું તેની માફક જ જવાબ આપતે; જેથી સુકુમારી પિતાને આવા વરની પ્રાપ્તિ માટે ધન્ય માનતી, સુકુમારીની માતા પણ વરને જોઈ પુત્રીના ભાગ્યનાં વખાણ કરતી હતી. એ નવલ વધુવરને સંસારસુખ ભોગવતાં કેટલાક સમય વ્યતીત થયે, ને ભેગના ફલ તરીકે બાળ સુકુમારી ગર્ભવતી થઈ. બાળ સુકમારીને ગર્ભ રહેલા જાણી વિકમ હવે પોતાના વતન જવાને તૈયાર થયે; વૈતાલને એક દિવસે ખાનગીમાં બોલાવી કહ્યું, “મારી પ્રિયા હવે ગર્ભવતી હેવાથી સુખે સુખે તે પોતાને સમય પસાર કરશે. આપણા વગર બધી નગરી દુઃખી થતી હશે, માટે આપણે હવે જલદી આપણા નગર તરફ જઈએ, ” મંત્રણા કરીને રાજાએ મહેલના એક ભારવટ્ટ ઉપર ચાખા અક્ષરે લખ્યું;