________________
૭૦
વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય * દેવની આ પ્રમાણે વાણી સાંભળી અને તેને જમીન સાથે પગને સ્પર્શ થયેલ જોઈ રાજા વિચારમાં પડયે અને આ જોઈ ચમક, “શું આ દેવ છે? દેવ હોય તે તેના પગ જમીનને ન અડકે! ત્યારે શું આ કોઈ મનુષ્ય છે કે વિદ્યાધર? અથવા તો કોઈ વિદ્યાસિદ્ધિ કે મંત્રતંત્રને જાણનારે પુરુષ છે? પણ નેત્રના મિલોન્ચીલનથી દેવ તે ન જ હોય! ” એ પ્રમાણે વિચાર કરીને રાજાએ મહામહેત્સવ પૂર્વક આગ્રહથી પોતાની પુત્રી એ કહેવાતા દેવ સાથે પરણાવી. સાત ભૂમિકાવાળે રમણીય મહેલ તેમને રહેવાને માટે આપે જે મહેલમાં દરેક પ્રકારની સામી ભરેલી હતી. સુખ, સગવડ, વૈભવથી શોભતા રાજમહેલ સમા એ પ્રાસાદમાં આ દેવ પોતાના મિત્ર અને મહાપ્રયાસે પ્રાપ્ત થયેલી સુકુમારી પત્ની સાથે વિવિધ પ્રકારે ક્રિડા કરવા લાગે. -
अचिंतितानि दुःखानि, यथैव आयान्ति देहीनाम् । सुखान्यपि तथा मन्ये, दैवमत्रातिरिच्यते ॥
ભાવાર્થ–જગતમાં પ્રાણીઓને અકસ્માત જેવી રીતે દુખ આવી પડે છે. તેવી રીતે સુખે પણ હું માનું છું કે અકસ્માત આવે છે. એમાં જે ખરૂં કારણ હોય તે તે દેવ જ છે. ભાગ્ય એ જ મોટું કારણ છે,
બીજે દિવસે વિકમે ખાનગીમાં અગ્નિવતાલ અને ભણ્યમાત્રને કહ્યું કે, “આપણને અહીં આવે અધિક સમય થયે હેવાથી નગરી ઉપર કેાઈ દુમન આવે તો રક્ષણ કરનાર ત્યાં કેણ છે? માટે ભમાત્ર ! તમારે સત્વર ઉજજયિની જવું અને અગ્નિવૈતાલ ! તારે અદશ્યપણે હંમેશાં મારી સાથે રહેવું. રોજ મને દેવતાઈ ભેજન આપવું કે જેથી પ્રિયા વિગેરે કઈ આપણે ભેદ જાણી શકે નહિ. ” .