________________
પ્રકરણ ૯ મું | ભાવાર્થ-આ જગતમાં પિતપોતાના કર્મથી પ્રેરાયેલા બુદ્ધિમાન પુરૂષે પણ શું કરી શકે છે? કારણ કે પ્રાયઃ કરીને મનુષ્યને બુદ્ધિ કર્મને અનુસાર જ હોય છે.
પ્રકરણ ૯ મું.
કૌટિલ્ય ? “પ્રિયા ન એવી નિરખી અરે ? મેં પ્રિયા ન એવી રીઝવી અરે ? મેં પ્રિયા ન એવી લીધી ઉર રે ? મેં
વસંત કેલિ ન કીધી ખરે? મેં ) બહાર ઉદ્યાનમાં આવી ત્રણે જણે ગુટિકાના પ્રભાવથી પિતાનું મૂળ સ્વરૂપ ધારણ કર્યું અને પછી વિકમે અગ્નિવૈતાળને કહ્યું. “આ પાંચ ઘોડા અને બે વૈશ્યાઓને અવંતીમાં મુકીને કમળાદેવી પાસેથી ત્રણ દિવ્ય શણગારને લાવ. કારણ કે જગતમાં તો આડંબર પૂજાય છે. ને મેટા આડંબર વગર રાજકુમારીને મેળવવાનું આપણું કાર્ય પાર શી રીતે પડે! ” | વિક્રમનું વચન સાંભળીને વૈતાળ પાંચ ઘડા અને બે વેશ્યાની સાથે આકાશ માર્ગો ઉડે. દિવ્યશકિતને શી વાર લાગે? અવંતીમાં આવી પાંચ ઘોડા અને વેશ્યાઓને પિતપોતાના સ્થાનકે મુકી કમળાદેવી પાસેથી ત્રણ દિવ્ય શણગાર લઈને વિક્રમ પાસે હાજર છે. વેતાળના ઝટ આવાગમનથી વિક્રમ રાજી થયે
કેટલાંક કાર્ય એવાં હોય છે કે જે બહાદુરીથી થાય છે. ત્યારે કેટલાંક કોટિલ્ય વગર થતાં નથી, આપણું કાય મ યા વગર થશે નહિ. અત્યારે હવે પુરેપુરી કૌટિલ્યકળા ભજવ્યા વગર આપણું કાર્ય સિદ્ધ થશે નહિ. “વિક્રમ