________________
પ્રકરણ ૭ યું કાર્ય પણ કરે છે. જીવતે હશે તો તે ભવિષ્યમાં સર્વે કાંઈ કરી શકાશે પણ મુવા પછી કઈ બની શકતું નથી.
કામકળા! મદના ! અત્યારે જીવનને ઉપાય કાંઈ પણ તું બતાવી શકે છે?” રાજાની વાણી સાંભળી મદના બોલી.
“મહારાજ ! એક ઉપાય છે, તમે ત્રણે જણ સ્ત્રીરૂપ ધારણ કરીને મારી બેનને ત્યાં આવો! વિલંબ ન કરતાં ઝટ પ્રાણ બચાવે! એ રાજકુમારી હમણાં આવે તે પહેલાં આ દાવ અજમાવો ! )
તરતજ ત્રણ જણાએ સ્ત્રી સ્વરૂપ ધારણ કર્યું અને એ પાંચે સ્ત્રીઓ નગરનાયિકાના મકાનમાં આવી. રૂપશ્રીએ બંને બેનેને ઘણે દિવસે જઈ તેમને આદર સત્કાર કર્યો. મને ગમતાં ભોજન કરી બધાં આનંદ મગ્ન થયાં.
રે સમજ એ માનવી, પુરૂષ નહી બળવાન રાઇને પર્વત કરે, જગમાં એહ બળવાન ?
- પ્રકરણ ૮ મું ફાટયું' હીરાગલ હેય, તાંતણ લઈને તણીયે, કાળ જ ફાટયું હોય, સાંધો ન લાગે સુરને! ”
પિતાની બહેન મદના અને કામકળાની તેમજ તેમની સાથે આવેલી સ્ત્રીઓ-નર્તકીઓની આગતા સ્વાગતા કરતાં જરા વાર લાગી ને રૂપશ્રીને રાજકુંવરી પાસે જવાને સમય વહી ગયો હોવાથી, તેણીએ પોતાની બહેનને સમજાવી મેમાની રજા લઈને રાજકુંવરી પાસે જવાને ઉતાવળ કરી. નૃત્ય કરવા રૂપશ્રીને રાજકુંવરી પાસે જતી જોઈને વિક્રમે કહ્યું.
“તમને વાર લાગી હેવાથી ભુપકુમારી જરૂર તમને