________________
પર
વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય પૂછશે કે કેમ અસુરૂ થયું? તો તમે કહેજે કે અવંતીથી રાજાની પાંચ નતંકીઓ આવી છે, તેમની સાર સંભાળ કરવાથી જરા ઢીલ થઈ છે માટે ક્ષમા કરશે! - વિક્રમની વાણું અંગીકાર કરીને રૂ૫શ્રી ઝટ રાજકુમારિ પાસે હાજર થઈ તેને જોઈને રોજના સમય કરતાં આજે અસુરૂ થઈ ગયું તે માટે પૂછ્યું. તેના જવાબમાં રૂપશ્રીએ કહ્યું “ગીતગાનમાં તેમજ નૃત્યકળામાં પ્રવિણ એવી પાંચ નદીઓ અવંતીથી આવેલી હોવાથી તેમની આગતાસ્વાગતા કરતાં મને વાર લાગી. ”
નવી નતંકીઓની વાત સાંભળી ભુપાળકુંવરીનું મન તેમનાં ગીતગાન સાંભળવાને ઉત્સુક બન્યું. રૂપશ્રીને નાચ તે દરરોજ થો હતો, જેથી એ નર્તકીઓને બેલાવવાને વિચાર થતાં રાજકુમારીએ રૂપશ્રીને એ પાચેને પોતાની આગળ હાજર કરવા ફરમાન કર્યું. પ્રાય કરીને પ્રાણીઓને જગતમાં નવીન નવીન જેવાની ને સાંભળવાની અતિ ઉસુક્તા રહે છે એવો નિયમ છે, રૂપશ્રી પણ તૃપકુમારીનો વાત અંગીકાર કરીને ઝટ ઘેર આવી એ પચેને નૃપકુમારીની હકીકત કહી સંભળાવી અને તેમને ઝટ સુમારીની પાસે તેડી લાવી. - નવીન યૌવનવાળી અને દિવ્ય અલંકાર અને વચ્ચેથી શોભાયમાન સૌંદર્યશાળી એ પાંચ લલનાઓને જે સુકુમારી તાજીબ થઈ. “જે રાજા આગળ આવી નતિકાઓ હંમેશ નૃત્ય કરતી તેના દિલને રંજન કરે છે તેવા અવંતિપતિને ધન્ય છે? ખચિત આ તે સ્વર્ગલોકમાંથી દેવાંગનાઓ નૃત્ય કરવા આવી છે કે શું?
વિકમ પણ ભૂપબાળ સુકુમારીને જોઈને લોભાયમાન થઈ ગયો. “શું આ તે પાતાલકન્યા! યા કે વિદ્યાધરબાળા