________________
૫૪
વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય થવું ?” રાજાએ ટુંકાણમાં મુદ્દાની વાત કહી સંભળાવી.
“તમારા હુકમને માન આપી અમે પણ તમારી સાથે આવીશું. મહારાજ ? ”
રાજાએ તેમને તરતજ વિદાય કરીને તૈયાર થવાની સૂચના આપી. તેમના ગયા પછી વિક્રમાદિત્યે અગ્નિવંતાબનું સ્મરણ કર્યું, તે પણ રાજા સમક્ષ હાજર થ. - બુદ્ધિસાગર મંત્રીને રાજ્ય વ્યવસ્થા તેમજ રક્ષણ કરવાનું કામ ભળાવી વિક્રમ, અગ્નિતાલ, ભટ્ટ માત્ર, મદના અને કામકળા એ પાંચ ઘોડા ઉપર સવાર થઈને અવંતીથી ગુપચુપ રવાના થઈ ગયાં.
માર્ગમાં અનેક ગામ, નગર વન, જંગલ નદી તળાવ, પર્વત વિગેરે જતાં કેટલેક દિવસે એ પાંચે ઘોડેસ્વારે પ્રતિષ્ઠાનપુરની સમીપે આવી પહોંચ્યાં. તેઓ પેલા ઉદ્યાન સમીપ આવ્યાં કે ઉદ્યાનની રક્ષિકા માજારીએ ત્રણ વખત કુત્કાર શબ્દ કર્યો. એ કુત્કાર શબ્દ સાંભળી રાજાએ ભટ્ટ માત્રને પૂછયું. “મિત્ર ? આ મારી શું કહે છે? આપણને કાંઈ સૂચવે છે કે શું ? | - “રાજન ? માજરી આપણને કહે છે કે પુરૂષને દ્વેષ કરનારી રાજપુત્રી હમણું આવીને તમને મારી નાખશે.
ભટ્ટમાત્રની વાણું સાંભળીને રાજા વિચારમાં પડે. “ઓહો? શું આપણે અહીં મરવા આવ્યા છીએ? નહિ! નહિ ! એક સ્ત્રીના હાથથી મરવું એના જેવું નીચ બીજું શું ? મિત્ર? કાંઈ ઉપાય? "
जीवन भदाण्यवाप्नोति जीवन् धर्म करोतिच । जीवनुपकृति, कुर्थात् जीवनः किं न जाय ते ॥
ભાવાર્થ-જીવતે મનુષ્ય કેઈ વખતે કલ્યાણને મેળવી શકે છે, જીવતા હોય તે તે ધર્મ કરી શકે છે, તેમજ ઉપકારનાં