________________
આત્માઓએ આરાધેલે છે. અતિ પામર, અતિ અજ્ઞાન, અને અતિ પાપી આત્માએને પણ આ નમસ્કારમહામંત્રના આરાધનથી તત્કાળ મહાનલની પ્રાપ્તિ થઈ છે, આ મંત્રાધિરાજના આરાધનથી પશુઓને પણ મનુષ્યત્વ અને દેવત્વ પ્રાપ્ત થયું છે માટે જ આ પાંચ પરમેષ્ઠિમહામંત્ર આવા કલિકાલમાં પણ પ્રત્યક્ષ સિદ્ધમત્ર છે.
આ નમસ્કારમહામંત્ર ફ્ક્ત શ્રદ્ધાગમ્ય જ નથી પરંતુ ઇતિહાસથી અને યુક્તિએથી પણ સમજી શકાય તેમ છે. આ મંત્રાધિરાજનેા પ્રભાવ જેમ ઇતિહાસથી સમજાય તેવા છે તેમ યુક્તિથી પણ સમજી શકાય તેમ છે. માટે શ્રીનમસ્કારમહામંત્રની ઇતિહાસ અને યુક્તિથી સંગતિ જાણવા ઇચ્છતા તટસ્થ બુદ્ધિમાન પુરુષોએ આ ગ્રન્થ સપૂર્ણ પણે જરૂર વાંચવા અને વિચારવા જોઈ એ
.
શ્રીનમસ્કારમહામત્ર
नमो अरिहंताणं || नमो सिद्धाणं || नमो आयरियाणं ॥ नमो उवज्झायाणं || नमो लोए सव्वसाहूणं ॥ एसो पंचनमुक्कारो ॥ सव्वपावप्पणासणो ॥ मंगलाणं च सव्वेसिं ॥ पढमं हवइ मंगलं ॥
ઇતિ–નવપદ. આઠ સંપદા. અડસઠે અક્ષર. તેમાં ગુરુઅક્ષર સાત. લઘુઅક્ષર એકસઠ ॥
નવેપદાના અર્થ
નમો દિંતાળ = ( સર્વક્ષેત્રના, સર્વકાલના ) અરિહંત ભગવંતાને (મારા) નમસ્કાર થાએ.
(