________________
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ ૧૦. આહ ધર્મસૂરિ—તેમનું બીજું નામ આ૦ ધર્મઘોષ પણ મળે છે.
૧૧. આ૦ મુનિચંદ્રસૂરિ. ૧૨. આ૦ રત્નાકરસૂરિ–તેમણે સં. ૧૩૪૩ના પિષ વદિ ને બુધવારે આહિલવંશના પલ્લીવાલ ઠ૦ દેદાન પુત્ર સાધુ પિથડે ભરાવેલી ભ૦ અભિનંદન સ્વામીની પ્રતિમાની અંજનશલાકા કરી હતી; જે પ્રતિમા આજે શત્રુંજય મહાતીર્થમાં નવા આદીશ્વર ભગવાનના દેરાસરના રંગમંડપમાં ડાબી તરફ ખગ્રાસને વિરાજમાન છે.
૧૨. રાજગ૭ પટ્ટાવલી (ભરતશાખા) ૯ આશીલભદ્રસૂરિ–તેમની પાટે પાંચ આચાર્યો થયા હતા. ૧૦. આહ ભરતેશ્વરસૂરિ—તેઓ પ્રામાણિક પુરુષોમાં અગ્રણી હતા.
૧૧. આર વેરસ્વામી સૂરિ–તેઓ આ શીલભદ્રના શિષ્ય હતા, પરંતુ આ૦ ભરતેશ્વરની પાટે આવ્યા હતા. તેમણે સં. ૧૨૧૨ ના મહા શુદિ ૧૦ ને બુધવારે આબૂતીર્થમાં મોટી પ્રતિષ્ઠા કરી હતી. (જૂઓ, “અબુંદ પ્રાચીન જૈન લેખસદેહે લેખાંકઃ ૧૫૯, ૧૬૦, ૧૬૧) ૧૨. આ નેમિચંદ્રસૂરિ–તેમણે કણદમતનું ખંડન કર્યું હતું.
( જૂઓ, માણિક્યચંદ્રકૃત પાર્શ્વનાથચરિત્ર
પ્રશસ્તિ; કાવ્યપ્રકાશસંકેત-ટીકા-પ્રશસ્તિ) ૧૩. આ૦ સાગરચંદ્રસૂરિ તેમના અમીસમા ઉપદેશથી નાડેલને રાજા કેહણદેવ (સં. ૧૨૨૧ થી ૧૨૪૯) તથા બીજા બ્રાહ્મણે જૈન બન્યા હતા. (પ્ર. ૪૩) તેમણે ગુજરેશ્વર સિદ્ધરાજ જયસિંહ વિશે વર્ણનાત્મક કાવ્યો રચ્યાં છે. નિવૃતિ કુલના કામ્યગચ્છના આ ગેવિંદસૂરિના પટ્ટધર આઠ વર્ધમાનસૂરિએ સં. ૧૧૭માં રચેલા “ગણરત્નમહોદધિ” (મુદ્રિત પૃ૦ ૧૪૪)માં તેમનું એક પદ્ય આ પ્રકારે આપ્યું છે. (વિવિધગચ્છીય પટ્ટાવલીસંગ્રહ, પૃ. ૬૯,લેકઃ ૯૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org