________________
૩૪
જેન પરંપરાને ઇતિહાસભાગ રજે [ પ્રકરણ ગુરુચકમંડલ” છે, જેમાં વચ્ચે ૧ અને બન્ને બાજુના પરિકરમાં ચાર-ચાર એમ આઠ એ રીતે કુલ નવ ગુરુમૂર્તિઓ છે; જેમાં આ પ્રકારે શિલાલેખ છે –
(१) सं० १३२२ ज्येष्ठ शुदि १३ बुधे श्रीभद्रेश्वरसूरि, श्रीजयसिंघ(ह)सूरि-श्रीहेमहर्षसूरि-(२) श्रीभुवनचंद्रसूरि-श्रीदेवचंद्रसूरि-श्रीजिनेश्वरसूरि-श्रीजिनदेवसूरि-(३) श्रीजिनचंद्रसूरि-श्रीशांतिप्रभसूरि ॥ अमीषां मूर्तिः पं० नरचंद्रगणिना (४) कारापिता प्रतिष्ठिता श्रीवर्द्धमानसूरिभिः ॥ शुभं भवतु ॥
(જુએ, જૈનસત્યપ્રકાશ, ક્રમાંકઃ ૨૧૮, ૨૧૯, પૃ. ૩૧) આ શિલાલેખના આ૦ ભદ્રેશ્વરસૂરિ વગેરે આચાર્યો કયા ગચ્છના હતા અને ક્યારે ક્યારે વિદ્યમાન હતા તેને નિર્ણય કરવાનું કઈ સ્પષ્ટ પ્રમાણ મળતું નથી, પણ અનુમાનથી કંઈક તારવીએ છીએ.
વિક્રમની બારમી શતાબ્દીમાં (૧) રાજગચ્છના આ ચંદ્રસૂરિના પટ્ટધર સં૦ ૧૧૮૫, (૨) સંવેગિ વડગછના આ૦ પદ્મસૂરિના પટ્ટધર સં. ૧૧૮૭ અને (૩) વડગચ્છના આચાર્ય વાદિ દેવસૂરિના પટ્ટધર સં૦ ૧૨૨૬ એમ ત્રણ ભદ્રેશ્વરસૂરિઓ થયા.
જે આ શિલાલેખ રાજગચ્છના આ ભદ્રેશ્વરસૂરિને હોય તે અનુક્રમે (૧૧) આ. ભદ્રેશ્વર, (૧૨) આ૦ જયસિંહ, (૧૩) આ૦ હેમહર્ષ, (૧૪) આ૦ ભુવનચંદ્ર, (૧૫) આ દેવચંદ્ર, (૧૬) આ. જિનેશ્વર, (૧૭) આ જિનદેવ, (૧૮) આ જિનચંદ્ર, (૧૯) આ૦ શાંતિપ્રભ અને (૨૦) આ૦ વર્ધમાન–એ રીતે પટ્ટપરંપરા બને.
બીજી રીતે તપાસીએ તે નક્કી છે કે, આમાંના ઘણા આચાર્યો તેરમી શતાબ્દીના સમકાલીન આચાર્યો છે.
આ ગુરુચકમંડલ પં૦ નરચંદ્રગણિએ કરાવ્યું છે અને આ વર્ધમાને તેની પ્રતિષ્ઠા કરી છે.
૧. હમીરગઢ તીર્થના શિલાલેખમાં આ ચંદ્રસિંહરિ સં. ૧૨૧૯, આ પૂર્ણચંદ્રસૂરિશિષ્ય આ૦ વર્ધમાનસૂરિ સં. ૧૩૪૬ માં નામો મળે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org