Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાકથા ભાણ : ૧ ભવ : ૧ ૨ ૩
ક
.
.
શ્રી પ્રિયદર્શન
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાદિત્ય મહાકથા
નવી : ૧-૨-3
માણ- ૧
લેખક
શ્રી પ્રિયદર્શન [આચાર્ય શ્રી વિજયભદ્રગુપ્તસૂરીશ્વરજી મ.]
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુનઃ સંપાદન જ્ઞાનતીર્થ - કોબા
તૃતીય આવૃત્તિ અષાઢ, વિ.સં. ૨૦૭૩, ઓગસ્ટ ૨૦૦૭
મૂલ્ય ત્રણ ભાગના રૂ. ૪૦૦/
આર્થિક સૌજન્ય શેઠ શ્રી નિરંજન નરોત્તમભાઈના સ્મરણાર્થે હ. શેઠ શ્રી નરોત્તમભાઈ લાલભાઈ પરિવાર
પ્રકાશક શ્રી મહાવીર જૈન આરાઘના કેન્દ્ર આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર
કોબા, તા.જિ.ગાંધીનગર - ૩૮૨૦૦૭ ફોન નં. (૦૭૯) ૨૩૨૭૬૨૦૪, ૨૩૨૭૬૨૫૨
email: gyanmandir@kobatirth.org
website : www.kobatirth.org
s શ્રી નેમિનાથ પ્રિન્ટર્સ, અમદાવાદ ફોન નં. ૯૮૨૫૦૪ર૬પ૧
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पूज्य आचार्य भगवंत श्री विजयभद्रगुप्तसूरीश्वरजी श्रावण शुक्ला १२, वि.सं. १९८९ के दिन पुदगाम महेसाणा (गुजरात) में मणीभाई एवं हीराबहन के कुलदीपक के रूप में जन्मे मूलचन्दभाई, जुही की कली की भांति खिलतीखुलती जवानी में १८ बरस की उम्र में वि.सं. २००७, महावद ५ के दिन राणपुर (सौराष्ट्र) में आचार्य श्रीमद् विजयप्रेमसूरीश्वरजी महाराजा के करमकमलों द्वारा दीक्षित होकर पू. भुवनभानुसूरीश्वरजी के शिष्य बने. मुनि श्री भद्रगुप्तविजयजी की दीक्षाजीवन के प्रारंभ काल से ही अध्ययन अध्यापन की सुदीर्घ यात्रा प्रारंभ हो चुकी थी.४५ आगमों के सटीक अध्ययनोपरांत दार्शनिक, भारतीय एवं पाश्चात्य तत्वज्ञान, काव्य-साहित्य वगैरह के 'मिलस्टोन' पार करती हुई वह यात्रा सर्जनात्मक क्षितिज की तरफ मुड़ गई. 'महापंथनो यात्री' से २० साल की उम्र में शुरु हुई लेखनयात्रा अंत समय तक अथक एवं अनवरत चली. तरह-तरह का मौलिक साहित्य, तत्वज्ञान, विवेचना, दीर्घ कथाएँ, लघु कथाएँ, काव्यगीत, पत्रों के जरिये स्वच्छ व स्वस्थ मार्गदर्शन परक साहित्य सर्जन द्वारा उनका जीवन सफर दिन-ब-दिन भरापूरा बना रहता था. प्रेमभरा हँसमुख स्वभाव, प्रसन्न व मृदु आंतर-बाह्य व्यक्तित्व एवं बहुजन-हिताय बहुजन-सुखाय प्रवृत्तियाँ उनके जीवन के महत्त्वपूर्ण अंगरूप थी. संघ-शासन विशेष करके युवा पीढ़ी, तरुण पीढ़ी एवं शिशु-संसार के जीवन निर्माण की प्रकिया में उन्हें रूचि थी... और इसी से उन्हें संतुष्टि मिलती थी. प्रवचन, वार्तालाप, संस्कार शिबिर, जाप-ध्यान, अनुष्ठान एवं परमात्म भक्ति के विशिष्ट आयोजनों के माध्यम से उनका सहिष्णु व्यक्तित्व भी उतना ही उन्नत एवं उज्ज्वल बना रहा. पूज्यश्री जानने योग्य व्यक्तित्व व महसूस करने योग्य अस्तित्व से सराबोर थे. कोल्हापुर में ता. ४-५-१९८७ के दिन गुरुदेव ने उन्हें आचार्य पद से विभूषित किया.जीवन के अंत समय में लम्बे अरसे तक वे अनेक व्याधियों का सामना करते हुए और ऐसे में भी सतत साहित्य सर्जन करते हुए दिनांक १९-११-१९९९ को श्यामल, अहमदाबाद में कालधर्म को प्राप्त हुए.
For Private And Personal use only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનોગત
:
-
--
-
-
-
-
સમરાદિત્ય મહાકથાનું પુનર્મુદ્રણ થયું. આ મહાકથાની લોકપ્રિયતા સૂચવે છે. આ મહાકથા, કોઈ પણ જાતના ગચ્છભેદ કે સંપ્રદાય ભેદ વિના રસપૂર્વક વંચાઈ રહી છે. કેટલાક પૂજ્ય સાધુ-સાધ્વીજી તો વ્યાખ્યાનમાં આ મહાકથાનું વાંચન કરે છે. મારા પરિચિત અનેક આચાર્યદેવ, સાધુપુરુષો, સાધ્વીજી મહારાજ અને શ્રાવક-શ્રાવિકાઓના, આ મહાકથાની પ્રશંસા ગાતા પત્રો આવે છે. મળે છે ત્યારે પણ ખૂબ આનંદ વ્યક્ત કરે છે.
પરંતુ મને જે પ્રશંસા મળી રહી છે, તેને પાત્ર હજુ હું બન્યો નથી. છતાં પૂરી શ્રદ્ધા સાથે વાચકોને પ્રણામ કરીને હું મારા સંકલ્પને વધારે દઢ કરવાની પ્રતિજ્ઞા લઉં છું કે મારી લેખિની દ્વારા હું માનવજાતિને હજુ પણ વધુ આત્મસન્દર્ય, આત્મશૌર્ય અને આત્મશ્રેષ્ઠ તરફ લઈ જવાની કોશિશ કરીશ.
એક વાત આજે ખુલ્લી કરી દઉં. પ્રસન્નતાની પળોમાં મેં આ મહાકથા લખી છે. અને ત્યારે મને પરમાત્માના અપૂર્વ પ્રસાદનો અનુભવ થયો છે. પ્રસન્નતા એટલે જ પ્રસાદ! જ્યાં પ્રસાદ નથી ત્યાં જીવનનો સ્વાદ નથી. એ સ્વાદ માણવા માટે હૈયામાં પ્રસન્નતા અને હોઠો પર સ્મિત રમતું રાખવું. સાધુ હોવાની આ જ સાબિતી પુરતી નથી? જે મનથી મેલો હોય તે માણસ કદી પ્રસન્ન ન હોઈ શકે,
આમ્બેર કામુ’ નામના તત્ત્વચિંતકે લખ્યું છે : “લખવું એટલે નિર્મોહી બનવું! કળામાં એક જાતનો વૈરાગ હોય છે!' હરિભદ્રસૂરિજીની આ મહાકથા જે પ્રસન્ન ચિત્તે, એકાગ્ર મનથી વાંચે તો તે નિર્મોહી-વૈરાગી બને જ! ન બને તો તે અભવી કે દુર્ભવી સમજવાં! મેં આ મહાકથા લખતાં લખતાં શાન્તરસનો, પ્રશમરસનો, શૌર્યરસનો... નવે રસોનો અનુભવ કર્યો છે.. છેવટે કષાયોના પનારે ક્યારેય ન પડવાનો સંકલ્પ વારંવાર કર્યો છે,
આ મહાકથા પંચગીનીના સુરમ્ય વાતાવરણમાં લખાઈ ગઈ છે... !
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તન-મનનો ખૂબ સાથ મળ્યો હતો. મારા અન્નેવાસી મુનિ ભદ્રબાહુનો સાથ મારા બધાં સર્જનમાં અગત્યનો રહેલો છે. જ્યારે આ પુનર્મુદ્રણ વખતે ત્રણ ભાગમાં રહી ગયેલી ભૂલોને સુધારવાનું અને પ્રકોને કાળજીપૂર્વક જોઈ જવાનું ભગીરથ કાર્ય મહાસતી પધાબાઈએ કર્યું છે. તેઓ વિદુષી છતાં વિનમ્ર સ્થાનકવાસી સાધ્વીજી છે. પરંતુ અપૂર્વ ગુણાનુરાગ અને ભક્તિભાવથી પ્રેરાઈને આ કાર્ય તેમણે કર્યું છે. છેલ્લે એક યાચના કરીને મારું કથનીય સમાપ્ત કરું છું....
યાચું એક વિદાય.. કાલામ્બધિના કોઈ કિનારે અના નિશાના કોઈક આરે ફરી પાછા મળશું ક્યારે?
જાયું એ ન જણાય. દુભવ્યાં હશે વળી જાણે-અજાણે ખીજવ્યાં હશે વળી કોઈક કાળે ભૂલી જજોને, માફ કરો મુજને
ભૂલ્યું એ ન ભૂલાય..
યાચું એક વિદાય મેહુલ” ઉપ-૬૬ બી, શ્યામલ-૩/એ સેટેલાઇટ – અમદાવાદ
nezleten
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કિંચિત
(પ્રથમ ભાવૃતિdiklog નિવેદન) આચાર્ય હરિભદ્રસૂરિજી (ઇ.સ.
૮૦ આસપાસ) વિરચિત “સમરાઇ કહા' (પ્રાકૃત ભાષા) જ્યારે મેં વાંચેલી, મને એ મહાકથા ખૂબ જ ગમી ગયેલી. ત્યાર પછી ચાતુર્માસિક વ્યાખ્યાનોમાં એક-બે વાર વાંચેલી પણ ખરી, પરંતુ ચાર ભવથી આગળ પૂરી વંચાઈ શકેલી નહીં.
પ્રાકૃત ભાષામાં લખાયેલી આ કથા, પ્રાકૃત ભાષાના ઇતિહાસમાં અદ્વિતીય છે. જ્યા અલંકારથી આ કથા નથી શણગારાયેલી? કયા રસથી આ કથાને સુસ્વાદ્ય નથી બનાવાયેલી? બધી જ રસ અને બધા જ અલંકારોથી આ કથા સુવાચ્ય બનેલી છે. છતાં આ કથાનું એક જ ધ્યેય છે, એક જ નિશાન છે, અને તે છે ભવવૈરાગ્ય.
જો મનુષ્યમાં આંતરિક યોગ્યતા હોય, સરલતા અને ભાવુકતા હોય તો આ મહાકથા વાંચતા વાંચતાં એના હૃદયમાં વૈરાગ્ય-ભાવ પ્રગટે જ! એના કષાયોનો હિમાલય ઓગળે જ!
નવ-નવ જન્મો સુધી પથરાયેલી આ મહાકથા છે. બે આત્માઓના નવ-નવ જન્મોના સંઘર્ષની આ કથા છે. આ કથા લખતાં મેં ઘણા-ઘણા ભાવોની અનુભૂતિઓ કરી છે. ઘણાં સંવેદનો અનુભવ્યાં છે. કથાવસ્તુ તો મૂળ કથાલેખક આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીનું જ છે. મેં તે કથાની મર્યાદામાં રહીને જ કથાના પાત્રોને આધુનિક શૈલીમાં આલેખ્યાં છે. કેટલાક પ્રસંગોનું “એન્લાર્જમેંટ કર્યું છે. મૂળ ગ્રંથનાં કેટલાંક વર્ણનો છોડી દીધાં છે, તો ક્યાંક-ક્યાંક નવાં વર્ણન ઉમેરી પણ દીધાં છે. મૂળ ગ્રંથના કોઈ પાત્રને અન્યાય ન થાય એની પૂરેપૂરી કાળજી રાખી છે. કોઈ પ્રસંગ કે ઘટનાનું સમગ્ર રૂપ ન બદલાઈ જાય, તેની સાવધાની રાખી છે. મૂળ લેખકના આશયને વધુ વિશદ કરવા પ્રયત્ન કર્યો છે. એકંદરે, આ કથાનું આલેખન કરતાં મેં આનંદ અનુભવ્યો છે. આ લેખન મેં “સ્વાન્તઃસુખાય” કરેલું છે.
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પહેલા ભવનું આલેખન પૂનાની મુરાદ સોસાયટીમાં થયેલું છે. સુશ્રાવક ગણેશમલ સોલંકીના ફ્લેટના શાંત-શીતલ વાતાવરણમાં પહેલો ભવ લખ્યો હતો. ત્યાર પછીના ૨ થી ૯ ભવો લખાયા છે : પંચગીનીના વિશ્વકલ્યાણ બંગલામાં મારા જીવનમાં આ મહાકથાનું નિર્માણ મારા માટે યાદગાર બની ગયું છે. રોજ મેં આઠ-આઠ કલાક લખ્યું છે... તન્મય બનીને લખ્યું છે. મારી દૃષ્ટિએ મેં કોઈ કસર રહેવા દીધી નથી. અલબતું આ મહાકથાના નિર્માણમાં પંચગીનીના નૈસર્ગિક સૌન્દર્યે મને પ્રેરિત કર્યો છે. મારા અંતેવાસી અને મારી સાહિત્યયાત્રાના સાથી મુનિ ભદ્રબાહુએ મને ઘણો સાથ આપ્યો છે. મુનિ શ્રી પદ્મરત્નવિજયજીએ પણ મારા અાન્ય કાર્યો સંભાળી લઈને, આડકતરી રીતે મારા સહયોગી બન્યા છે....
પહેલો ભવ “શોધ-પ્રતિશોધ” નામથી પ્રગટ થયો હતો. એના અંગે વાચકોના અહોભાવભર્યા પત્રોએ અને વાર્તાલાપોએ મને બીજા ભવો લખવામાં ઉલ્લસિત કર્યો છે.
ત્રણ ભાગમાં પ્રકાશિત થયેલી આ મહાકથાનું એકાગ્રતાથી વાંચન કરી, વેરભાવને નામશેષ કરો અને ક્ષમાભાવને આત્મસાત્ કરો, એ જ મંગલ કામના. પોષ વદ : ૫ વિ.સં.૨૦૪૭
Chયુતરમૂરિ
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકાશકીય
પૂજ્ય આચાર્ય શ્રી વિજયભદ્રગુપ્તસૂરિજી મહારાજ (શ્રી પ્રિયદર્શન) દ્વારા લિખિત અને વિશ્વકલ્યાણ પ્રકારાન મહેસાણાથી પ્રકાશિત સાહિત્ય જૈન સમાજમાં જ નહીં પરન્તુ જૈનેતર લોકોમાં પણ ખૂબજ ઉત્સુકતા સાથે વંચાતુ લોકપ્રિય સાહિત્ય છે.
પૂજ્યશ્રી ૧૯ નવેમ્બર ૧૯૯૯ના રોજ અમદાવાદમાં કાળધર્મ પામ્યા પછી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટનું વિસર્જન કરી તેઓશ્રીના પ્રકાશનોનું પુનઃપ્રકાશન બંધ ક૨વાના નિર્ણયની વાત સાંભળીને અમારા ટ્રસ્ટીઓને ભાવના થઈ કે પૂજ્ય આચાર્યશ્રીનું ઉત્કૃષ્ટ સાહિત્ય જનસમુદાયને હમેંશા મળતું રહે તે માટે કઈંક ક૨વું જોઈએ એ આશય સાથે વિશ્વકલ્યાણ પ્રકાશનના ટ્રસ્ટમંડળને આ વાત પૂજ્ય રાષ્ટ્રસંત આચાર્ય શ્રી પદ્મસાગરસૂરિજીની સંમતિ પૂર્વક જણાવી. બંને પૂજ્ય આચાર્યોની પરસ્પરની મૈત્રી ધનિષ્ઠ હતી. અંતિમ દિવસોમાં દિવંગત આચાર્યશ્રીએ રાષ્ટ્રસંત આચાર્યશ્રીને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પૂજ્યશ્રીએ આ કાર્ય માટે વ્યક્તિ, વ્યક્તિત્વ અને કૃતિત્વના આધારે પોતાની સંમતિ પ્રેરકબળ રુપે આપી. તેઓશ્રીના આશીર્વાદ પામીને કોબાતીર્થના ટ્રસ્ટીઓએ આ કાર્યને આગળ ધપાવવા વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટની પાસે પ્રસ્તાવ મુક્યો.
વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ પણ કોબા તીર્થના ટ્રસ્ટીઓની દિવંગત આચાર્યશ્રી પ્રિયદર્શનના પ્રચાર-પ્રસારની ઉત્કૃષ્ટ ભાવનાને ધ્યાનમાં લઈ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર-ફોબાતીર્થને પોતાના ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત પુસ્તકોના પુનઃપ્રકાશનના બધાજ અધિકારો સહર્ષ સોંપી દીધા.
તે પછી શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રે સંસ્થાના શ્રુતસરિતા (જૈન બુકસ્ટોલ)ના માધ્યમથી શ્રી પ્રિયદર્શનના લોકપ્રિય પુસ્તકોનું વિતરણ જાહેર જનતાના હિતમાં ચાલુ કર્યું.
શ્રીપ્રિયદર્શનના અનુપલબ્ધ સાહિત્યના પુનઃપ્રકાશન કરવાની શૃંખલામાં પ્રસ્તુત સમરાદિત્ય મહાકથા ભાગ ૧ થી ૩ પુનઃપ્રકાશિત કરીને વાચકોને ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ.
આ મહાકથામાં પૂજ્ય હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે ધર્મકથાનુયોગના માધ્યમથી આત્મા કષાયોના કટુ વિપાકો દ્વારા કેવી રીતે દુઃખ પામે છે તેનું અત્યંત મર્મસ્પર્શી આલેખન કર્યું છે. વસ્તુતઃ આ કથામાં દુર્ગુણોનો શિકાર બનનારો આત્મા અને આત્મવિકાસ માટે સન્માર્ગે વિચરણ કરનાર એ બે આત્માઓના જીવન વૃતાન્ત ખૂબ જ રોચક શૈલીથી વર્ણવ્યાં છે, સાથે સાથે અવાન્તર કથાઓના
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માધ્યમથી જીવનમાં ઘટિત થતાં સારા નરસા પ્રસંગોની પાછળ પોતેજ બાંધેલ કર્મોના વિજ્ઞાનનું રહસ્ય હુબહુ સ્પષ્ટ કર્યું છે.
આ પુસ્તકના અધ્યયન મનન અને ચિંતન કરવાથી વ્યક્તિના ક્રોધ, માન, માયા અને લોભ આ કષાયો મંદ પડે છે અને તે સમભાવ તરફ લાયિત થાય છે. કાદંબરીની જેમ આ મહાકથામાં પણ અનેક ઉપકથાઓ ગૂંથેલી છે જે તત્વબોધ કરાવનારી છે. મૂલ ગ્રંથ પ્રાકૃત ભાષામાં છે. પૂજ્ય શ્રી ભદ્રગુપ્તસૂરિજીએ એની ગંભીરતાને યથાવત્ જાળવીને બધા રસોનો પુટ આપીને સરળ ગુજરાતીમાં આલેખન કર્યું છે. જે ભવ્યજીવો માટે ઉપકારક છે વાચકવર્ગ આ કથાના આલંબનથી કષાય નિવૃત્તિ દ્વારા આત્મશોધનનો માર્ગ પ્રશસ્ત કરવાનો સુબોધ પ્રાપ્ત કરી શકશે.
શેઠ શ્રી સંવેગભાઈ લાલભાઈના સૌજન્યથી આ ત્રણે ભાગોના પ્રકાશન માટે શેઠ શ્રી નિરંજન નરોત્તમભાઈના સ્મરણાર્થે હ. શેઠ શ્રી નરોત્તમભાઈ લાલભાઈ પરિવાર તરફથી જે ઉદાર આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે એ બદલ અમો સમગ્ર શેઠશ્રી નરોત્તમભાઈ લાલભાઈ પરિવારના ઋણી છીએ તથા તેઓની હાર્દિક અનુમોદના કરીએ છીએ. આશા છે કે ભવિષ્યમાં પણ તેઓશ્રી તરફથી આવો જ ઉદાર સહયોગ મળતો રહેશે.
આ મહાકથાના પુનઃ પ્રકાશનના અવસરે પ્રાથમિક સ્તરે ઉલ્લાસભેર મૂરિડીંગ કરી આપનાર શ્રી દર્શનાબેન, શ્રી ઉષાબેન સંસ્થાના પંડિતવર્ય શ્રી નવીનભાઈ જૈન તથા ફાઈનલ પ્રૂફ કરી આપવામાં સંસ્થાના પંડિતવર્ય શ્રી મનોજભાઈ જૈનનો તથા સંસ્થાના કમ્પ્યૂટર વિભાગમાં કાર્યરત શ્રી કેતનભાઈ શાહ તથા શ્રી સંજયભાઈ ગુર્જરનો આ પુસ્તકના સુંદર કમ્પોઝીંગ તથા સેટીંગ કરી આપવા બદલ અમે હૃદય પૂર્વક આભાર માનીએ છીએ.
આપને અમારો નમ્ર અનુરોધ છે કે તમારા મિત્રો અને સ્વજનોમાં આ પ્રેરણાદાયી સાહિત્યની પ્રભાવના કરો. શ્રુતજ્ઞાનના પ્રચાર-પ્રસાર માટે અપાયેલું નાનકડુ યોગદાન આપને લાભદાયક થશે.
અન્ને પ્રસ્તુત પુસ્તક આપની જીવનયાત્રાનો માર્ગ પ્રશસ્ત કરવામાં નિમિત્ત બને અને વિષમતાઓમાં સમરસતાનો લાભ કરાવે એવી શુભ કામના સાથે. પુનઃ પ્રકાશન વખતે ગ્રંથકારશ્રી ના આશય તથા જિનાજ્ઞા વિરુદ્ધની કાંઈ ક્ષતિ રહી ગઈ હોય તો મિચ્છામિ દુક્કડમ્.
અષાઢ વદ દશમી, ૨૦૬૩
ટ્રસ્ટીગણ
શ્રી મહાવીર જેન આરાધના કેન્દ્ર
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂળ ગ્રંથ સમરSિq વેદા(પ્રાકૃત)
ગ્રંથકાર આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી
(ઈ.સ. ૮૦૦ આસપાસ)
આ મહાકથાનું ગુજરાતી હિનર્માણ સિદ્ધાંતમહોદધિ સ્વ. આચાર્યદેવશ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટધર ન્યાય વિશારદ સ્વ. આચાર્યદેવશ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન આચાર્ય શ્રી વિજય ભદ્રગુપ્તસૂરીશ્વરજી મ. (શ્રી પ્રિયદર્શન)
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાદિત્યના ૯ ભવોની માહિતી ભવ-૧
ભવ-૨ ગુણસેન-અગ્લિશર્મા સિંહરાજા-આનંદકુમાર સંબંધ : રાજા-પુરોહિત પુત્ર સંબંધ : પિતા-પુત્ર ક્ષેત્ર : મહાવિદેહ
ક્ષેત્ર : મહાવિદેહ નગર : ક્ષિતિપ્રતિષ્ઠિત
નગર : જયપુર
ભવ-૩ શિખીકુમાર-જાલિની
સંબંધ : પુત્ર-માતા ક્ષત્ર : મહાવિદેહ નગર : કૌશામ્બી
ભવ-૪ ઘન-ઘનશ્રી સંબંધ : પતિ-પત્ની
ક્ષેત્ર : ભરત નગર : સુશર્મ
ભવ-૫ જય-વિજય સંબંધ : ભાઈ ક્ષેત્ર: ભરત નગર : કાકંદી
ભવ-૬ ઘeણ-લક્ષમી સંબંધ : પતિ-પત્ની
ક્ષેત્ર : ભરત નગર : માકંદી
--
ભવ-૮
ભવ-૭ સેબ-
વિણ સંબંધ : પિતરાઈ-ભાઈ
ક્ષેત્ર : ભરત નગર : ચંપા
ગુણચંદ્ર-વાણથંતર સંબંધ : મનુષ્ય-વિદ્યાધર
ક્ષેત્ર : ભરત નગર : અયોધ્યા
ભવ-૯ સમરાદિત્ય-ગિરિમેન સંબંધ : રાજા-ચંડાળ
ક્ષેત્ર: ભરત નગર : ઉજ્જયની
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(eaamદિત્ય કથા) વિશેષ વિગત
આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ રચેલી આ કથાની વિ.સં. ૧૨૯૯માં તાડપત્ર ઉપર લખાયેલી હસ્તપ્રત ખંભાતમાં છે. તેમાં પાના ૭ ઉપર હરિભદ્રસૂરિજીએ “સમરાઈચચરિય” એવું નામ બતાવેલું છે. આચાર્યશ્રી ઉદ્યોતનસુરિજીએ “સમરમિયંકા કહા' એવું નામ આપ્યું છે! આચાર્યશ્રી દેવચન્દ્રસૂરિજીએ આ કથાને ‘સમરાઈ કહા-પબંધ' એવું નામ આપ્યું
કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિજીએ આ કથાને “સકલકથા' કહી છે. (જુઓ વ્યાનુશાસનની સ્વપજ્ઞ ટીકા મતંરપૂડામળિ) તેમણે લખ્યું છે - "સમસ્તનાન્તવૃત્તવના સમાવિત્યાવિત્ સવ નથી.’
આ ધર્મકથાનુયોગની કૃતિ છે, આ ધર્મકથા જ છે. આ કથામાં દુર્ગણનો ભોગ થનાર અને આત્માની ઉન્નતિ સાધવા, સન્માર્ગે વિચરનાર - બે વ્યક્તિનાં જીવન રજૂ કરાયાં છે. * જેમ “કાદંબરી' માં એક કથામાં બીજી ઉપકથાઓ છે, તેમ આ ધર્મકથામાં પણ અનેક ઉપકથાઓ છે.
આ કૃતિ લગભગ ૧૦ હજાર શ્લોક-પ્રમાણ છે. જ આ કથાગ્રંથની શૈલી પ્રસન્ન, સરલ, અલંકારિક હોવા છતાં ગંભીર
આ કથાગ્રંથમાં અનેક સુભાષિતો વેરાયેલાં છે. આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિજીએ વિ.સં. ૧૩૨૪માં સંસ્કૃત ભાષામાં
સમરાદિત્ય-સંક્ષેપ” ની રચના કરી છે. છે આ કથા, રાસરૂપે શ્રી પદ્મવિજયજીએ વિ.સં. ૧૮૩૯માં રચેલી છે.
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘સમરાઈથ્ય કહા' ના પૂર્વ પ્રકાશનો અંગે...
અંગ્રેજી પ્રસ્તાવના, વિષયાનુક્રમ અને વિશેષનામો તથા પારિભાષિક શબ્દોની સૂચિ સહિત આ ગ્રંથનું સંપાદન પ્રો. હર્મન યાકોબી એ (જર્મનીના પ્રોફેસર) કર્યું છે. એ કલકત્તાની “એશિયાટિક સોસાયટી ઓફ બંગાલ તરફથી આ ગ્રંથ ઈ.સ. ૧૯૨૬માં પ્રકાશિત થયો હતો.
બી.એચ.દોશીએ આ મૂળ કૃતિ સંસ્કૃત-છાયા સહિત બે ભાગમાં (પહેલામાં છ ભવ અને બીજામાં બાકીના ત્રણ ભવ) અનુક્રમે ઈ.સ.૧૯૩૮ અને ૧૯૪રમાં છપાવી હતી.
શ્રી મધુસૂદન મોદીએ સંપાદિત કરેલ ભવ ૧-૨ શ્રી શંભુલાલ જગશી તરફથી બે ભાગમાં ઈ.સ. ૧૯૩૩માં છપાવાયો હતો. પહેલા ભાગમાં મૂળ, અંગ્રેજી પ્રસ્તાવના અને ટિપ્પણ, શબ્દકોશ અને સંસ્કૃત ટિપ્પણી છે. જ્યારે બીજા ભાગમાં અંગ્રેજી અનુવાદ અને પુરવણીરૂપે ટિપ્પણ છે. ભવ બીજાનું વિશિષ્ટ પ્રસ્તાવનાદિ સહિત સંપાદન એક અનુભવી પ્રાધ્યાપકે કર્યું છે અને એ કોલ્હાપુરથી ઈ.સ. ૧૯૪રમાં પ્રસિદ્ધ થયો હતો. - શ્રી મધુસૂદન મોદીએ આ કૃતિનો છઠો ભવ અંગ્રેજી અનુવાદ, ટિપ્પણ અને પ્રસ્તાવના તેમજ શબ્દોશ અને સંસ્કૃત ટિપ્પણી સહિત સંપાદિત કર્યો હતો, તે પ્રાકૃત ગ્રંથમાલા' (ગ્રંથાંક-૭) તરીકે શ્રી શંભુલાલ જગશી શાહે ઈ.સ. ૧૯૩૬માં પ્રસિદ્ધ કર્યો હતો.
આ જ વર્ષમાં અંગ્રેજી પ્રસ્તાવના, ટિપ્પણ અને અનુવાદ સહિત આ ભવ (છઠો) પ્રો.બી.એ. ચાંગુલે અને પ્રો.એન.વી.વૈદ્ય દ્વારા પણ સંપાદિત થઈ પ્રકાશિત થયો હતો.
એ પછી ભારતીય જ્ઞાનપીઠ, દિલ્લી તરફથી બે ભાગમાં ઇ.સં.૧૯૯૩ માં સંસ્કૃત છાયા તથા હિંદી અનુવાદ સાથે પ્રકાશિત થયો હતો.
એનો સીધો ગુજરાતી અનુવાદ આચાર્યશ્રી હેમસાગરસૂરિજીએ કરેલ તે અનુક્રમે વિ.સં. ૨૦૨૨માં આનંદહેમ ગ્રંથમાલા, મુંબઈ તરફથી તથા વિ.સં. ૨૦૪૪માં શ્રમણ સ્થવિરાલય, પાલીતાણા તરફથી પ્રકાશિત થએલ.
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
धर्म व श्रुत-आराधना का आह्लादक धाम श्री महावीर जैन आराधना केन्द्र, कोबा तीर्थ
अहमदाबाद-गांधीनगर राजमार्ग पर स्थित साबरमती नदी के समीप सुरम्य वृक्षों की छटाओं से घिरा हुआ यह कोबा तीर्थ प्राकृतिक शान्तिपूर्ण वातावरण का अनुभव कराता है, गच्छाधिपति, महान जैनाचार्य श्रीमत् कैलाससागरसूरीश्वरजी म. सा. की दिव्य कृपा व युगद्रष्टा राष्ट्रसंत आचार्य प्रवर श्रीमत् पद्मसागरसूरीश्वरजी के शुभाशीर्वाद से श्री महावीर जैन आराधना केन्द्र की स्थापना २६ दिसम्बर १९८० के दिन की गई थी. आचार्यश्री की यह इच्छा थी कि यहाँ पर धर्म, आराधना और ज्ञान-साधना की कोई एकाध प्रवृत्ति ही नहीं वरन् अनेकविध ज्ञान और धर्म-प्रवृत्तियों का महासंगम हो. एतदर्थ आचार्य श्री कैलाससागरसूरीश्वरजी की महान भावनारूप आचार्य श्री कैलाससागरसूरि ज्ञानमंदिर का खास तौर पर निर्माण किया गया. __ श्री महावीर जैन आराधना केन्द्र, कोबा तीर्थ आज पाँच नामों से जुड़कर निरन्तर प्रगति और प्रसिद्धि के शिखर सर कर रहा है. (१) प्रतिवर्ष २२ मई को दो बजकर सात मिनट पर महावीरालय में परमात्मा महावीर स्वामी के ललाट पर सूर्यकिरणों से बनने वाला देदीप्यमान तिलक, (२) आचार्य श्री कैलाससागरसूरि म.सा. की पावन स्मृतिरूप गुरुमन्दिर. (३) प.पू. आचार्यदेव श्री पद्मसागरसूरि म.सा. की पावन प्रेरणा (४) अपने आप में अनुपम आचार्य श्री कैलाससागरसूरि ज्ञानमंदिर तथा पू. आचार्यश्री के शुभाशीष तथा मार्गदर्शन में विकसित बोरीज तीर्थ स्थित योगनिष्ठ आचार्य श्रीमद बुद्धिसागरसूरिजी की साधनास्थली में पुनरुद्धार के बाद नवनिर्मित भव्य १०८ फीट ऊँचा वर्धमान महावीर प्रभु का महालय यानी विश्वमैत्री धाम. इनमें से किसी का भी नाम लेने पर स्वतः ये पाँच स्वरूप उभर कर आते हैं. ये पाँचों एक दूसरे के पर्याय बन चुके हैं. वर्तमान में श्री महावीर जैन आराधना केन्द्र अनेकविध प्रवृत्तियों में अपनी निम्नलिखित शाखाओं के सत्प्रयासों के साथ धर्मशासन की सेवा में तत्पर है.
(१) महावीरालय : हृदय में अलौकिक धर्मोल्लास जगाने वाला चरम तीर्थंकर श्री महावीरस्वामी का शिल्पकला युक्त भव्य प्रासाद 'महावीरालय' दर्शनीय है. प्रथम तल पर गर्भगृह में मूलनायक महावीरस्वामी आदि १३ प्रतिमाओं के दर्शन अलग-अलग देरियों में होते हैं तथा भूमि तल पर आदीश्वर भगवान की भव्य प्रतिमा, माणिभद्रवीर तथा भगवती पद्मावती सहित पांच प्रतिमाओं के दर्शन होते हैं. सभी प्रतिमाएँ इतनी मोहक एवं चुम्बकीय आकर्षण रखती हैं कि लगता है सामने ही बैठे रहें.
मंदिर को परंपरागत शैली में शिल्पांकनों द्वारा रोचक पद्धति से अलंकृत किया गया है, जिससे सीढियों से लेकर शिखर के गुंबज तक तथा रंगमंडप से गर्भगृह का चप्पा-चप्पा जैन शिल्प कला को आधुनिक युग में पुनः जागृत करता दृष्टिगोचर होता है. द्वारों पर उत्कीर्ण भगवान महावीर देव के प्रसंग २४ यक्ष, २४ यक्षिणियों, १६ महाविद्याओं, विविध स्वरूपों में अप्सरा, देव, किन्नर, पशु-पक्षी सहित वेल-वल्लरी आदि इस मंदिर को जैन शिल्प एवं स्थापत्य के क्षेत्र में एक अप्रतिम उदाहरण के रूप
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
में सफलतापूर्वक प्रस्तुत करते हैं. __ महावीरालय की विशिष्टता यह है कि आचार्य श्री कैलाससागरसूरीश्वरजी म.सा. के अन्तिम संस्कार के समय प्रतिवर्ष २२ मई को दुपहर २ बजकर ७ मिनट पर महावीरालय के शिखर में से होकर सूर्य किरणें श्री महावीरस्वामी के ललाट को सूर्यतिलक से देदीप्यमान करे ऐसी अनुपम एवं अद्वितीय व्यवस्था की गई है. प्रति वर्ष इस आह्लादक घटना का दर्शन बड़ी संख्या में जनमेदनी भावविभोर होकर करती है.
(२) आचार्य श्री कैलाससागरसूरि स्मृति मंदिर (गुरु मंदिर) : पूज्य गच्छाधिपति आचार्यदेव प्रशान्तमूर्ति श्रीमत् कैलाससागरसूरीश्वरजी म. के पुण्य देह के अन्तिम संस्कार स्थल पर पूज्यश्री की पुण्य-स्मृति में संगमरमर का कलात्मक गुरु मंदिर निर्मित किया गया है. स्फटिक रत्न से निर्मित अनन्तलब्धिनिधान श्री गौतमस्वामीजी की मनोहर मूर्ति तथा स्फटिक से ही निर्मित गुरु चरण-पादुका वास्तव में दर्शनीय हैं. इस गुरु मंदिर में दीवारों पर संगमरमर की आठ जालियों में दोनों ओर श्रीगुरुचरणपादुका तथा गुरु श्री गौतमस्वामी के जीवन की विविध घटनाओं का तादृश रूपांकन करने के सफल प्रयास किये गये हैं. इस स्थान पर फर्श एवं गर्भगृह की चौकी आदि पर कीमती पत्थरों द्वारा बेल-बूटों की सुंदर पच्चीकारी का कार्य किया गया है. यहाँ पर आचार्यश्री के जीवन-प्रसंगों को स्वर्णाक्षरों से अंकित करने की भी योजना है.
(३) आचार्य श्री कैलाससागरसूरि ज्ञानमन्दिर (ज्ञानतीर्थ) : विश्व में जैनधर्म एवं भारतीय संस्कृति के विशालतम अद्यतन साधनों से सुसज्ज शोध संस्थान के रूप में अपना स्थान बना चुका यह ज्ञानतीर्थ श्री महावीर जैन आराधना केन्द्र की आत्मा है. ज्ञानतीर्थ स्वयं अपने आप में एक लब्धप्रतिष्ठ संस्था है. आचार्य श्री कैलाससागरसूरि ज्ञानमंदिर के अन्तर्गत निम्नलिखित विभाग कार्यरत हैं : (१) देवद्धिंगणि क्षमाश्रमण हरतप्रत भांडागार (२) आर्य सुधर्मास्वामी श्रुतागार (मुद्रित पुस्तकों का ग्रंथालय) (३) आर्यरक्षितसूरि शोधसागर - कम्प्यूटर केन्द्र सहित (४) सम्राट सम्प्रति संग्रहालय (इस कलादीर्घा में पुरातत्त्व-अध्येताओं और जिज्ञासु दर्शकों के लिए प्राचीन भारतीय शिल्प कला परम्परा के गौरवमय दर्शन इस स्थल पर होते हैं. पाषाण व धातु मूर्तियों, ताड़पत्र व कागज पर चित्रित पाण्डुलिपियों, लघुचित्र, पट्ट, विज्ञप्तिपत्र, काष्ठ तथा हस्तिदंत से बनी प्राचीन एवं अर्वाचीन अद्वितीय कलाकृतियों तथा अन्यान्य पुरावस्तुओं को बहुत ही आकर्षक एवं प्रभावोत्पादक ढंग से धार्मिक व सांस्कृतिक गौरव के अनुरूप प्रदर्शित की गई है) (५) शहर शाखा : पूज्य साधु-साध्वीजी भगवंत एवं श्रावक-श्राविकाओं को स्वाध्याय, चिंतन और मनन हेतु जैनधर्म कि पुस्तकें नजदिक में ही उपलब्ध हो सके इसलिए बहुसंख्य जैन बस्तीवाले अहमदाबाद (पालडीटोलकनगर) विस्तार में आचार्य श्री कैलाससागरसूरि ज्ञानमंदिर की एक शहर शाखा का आज से ६ साल पूर्व प्रारंभ किया गया था. जो आज चतुर्विध संघ के श्रुतज्ञान के अध्ययन हेतु निरंतर अपनी सेवाएं दे रही है.
(३) आराधना भवन : आराधक यहाँ धर्माराधना कर सकें इसके लिए आराधना भवन का निर्माण किया गया है. प्राकृतिक हवा एवं रोशनी से भरपूर इस आराधना
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
भवन में मुनि भगवंत स्थिरता कर अपनी संयम आराधना के साथ-साथ विशिष्ट ज्ञानाभ्यास, ध्यान, स्वाध्याय आदि का योग प्राप्त करते हैं. साधु भगवंतो के उच्चस्तरीय अध्ययन के लिए अपने-अपने क्षेत्र के विद्वान पंडितजनों का विशिष्ट प्रबन्ध किया गया है. यह ज्ञान, ध्यान तथा आराधना के लिये विद्यानगरी काशी के सदृश सिद्ध हो सके इस हेतु प्रयास किये गए हैं.
(४) मुमुक्षु कुटीर : यात्रालुओं, जिज्ञासुओं, ज्ञान पिपासुओं के लिए दस मुमुक्षु कुटीरों का निर्माण किया गया है. हर खण्ड जीवन यापन सम्बन्धी प्राथमिक सुविधाओं से सम्पन्न है. संस्था के नियमानुसार विद्यार्थी सुव्यवस्थित रूप से यहाँ उच्चस्तरीय ज्ञानाभ्यास, प्राचीन एवं अर्वाचीन जैन साहित्य का परिचय एवं संशोधन तथा मुनिजनों से तत्त्वज्ञान प्राप्त कर सकते हैं.
(५) अल्पाहार गृह : तीर्थ में पधारनेवाले श्रावकों, दर्शनार्थियों, मुमुक्षुओं, विद्वानों एवं यात्रियों की सुविधा हेतु जैन सिद्धान्तों के अनुरूप सात्विक उपहार उपलब्ध कराने की अल्पाहार गृह में सुन्दर व्यवस्था है.
(६) श्रुत सरिता : इस बुक स्टाल में उचित मूल्य पर उत्कृष्ट जैन साहित्य, आराधना सामग्री, धार्मिक उपकरण, कैसेट्स एवं सी.डी. आदि उपलब्ध किये जाते हैं. यहीं पर एस.टी.डी टेलीफोन बूथ भी है.
(७) नगी धर्मशाला व भोजनशाला : इस तीर्थ में आनेवाले यात्रियों एवं महेमानों को ठहरने के लिए आधुनिक सुविधा संपन्न नई धर्मशाला एवं अतिथिभवन का निर्माण किया गया है. धर्मशाला में वातानुकुलित एवं सामान्य मिलकर ४५ कमरे उपलब्ध है. सामूहिक संघ एवं यात्रियों के भोजन सुविधा हेतु सुविशाल व सुंदर भोजनशाला बनायी गई है. प्रकृति की गोद में शांत और सुरम्य वातावरण में इस तीर्थ का वर्ष भर में हजारों यात्री लाभ लेते हैं.
(८) विश्वमैत्री धाम बोरीज, गांधीनगर : योगनिष्ठ आचार्य श्रीमद् बुद्धिसागरसूरिजी महाराज की साधनास्थली बोरीजतीर्थ का पुनरुद्धार परम पूज्य आचार्यदेव श्री पद्मसागरसूरीश्वरजी म.सा. की प्रेरणा एवं शुभाशीर्वाद से श्री महावीर जैन आराधना केन्द्र की शाखा विश्वमैत्री धाम के तत्त्वावधान में नवनिर्मित १०८ फीट उँचे विशालतम महालय में ८१.२५ ईंच के पद्मासनस्थ श्री वर्द्धमान स्वामी प्रभु प्रतिष्ठित किये गये हैं. ज्ञातव्य हो कि वर्तमान मन्दिर में इसी स्थान पर जमीन में से निकली भगवान महावीरस्वामी आदि प्रतिमाओं की प्रतिष्ठा योगनिष्ठ आचार्य श्रीमद् बुद्धिसागरसूरीश्वरजी महाराज द्वारा हुई थी. नवीन मन्दिर स्थापत्य एवं शिल्प दोनों ही दृष्टि से दर्शनीय है. यहाँ पर भविष्य में एक कसौटी पत्थर की देवकुलिका के भी पुनःस्थापन की योजना है जो पश्चिम बंगाल के जगत शेठ फतेहसिंह गेलडा द्वारा १८वीं सदी में निर्मापित किये गये कसौटी मन्दिर के पुनरुद्धार स्वरूप है. वर्तमान में इसे जैनसंघ की ऐतिहासिक धरोहर माना जाता है. निस्संदेह इससे इस परिसर में पूर्व व पश्चिम के जैनशिल्प का अभूतपूर्व संगम होगा.
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભ્રમાદિત્ય-મહાકથા
ભવ: પહેલો
ગુણસેન (રાજા)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અગ્નિશર્મા
(પુરોહિતપુત્ર)
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
{ ૧
HI
ગઈ કાલે બહુ મજા આવી ગઈ, નહીં? ખૂબ મજા આવી હસી-હસીને મારું તો પેટ દુઃખવા આવી ગયેલું. ખરેખર આવો વરઘોડો તો આ નગરમાં ક્યારેય નહીં નીકળ્યો હોય! કુમાર, તમે આનંદ-પ્રમોદની અપૂર્વ યોજના કરી! પણ સાચે જ એ પુરોહિતનો બચ્ચો ગધેડા ઉપર શોભતો હતો! આ શત્રુને ઢોલ વગાડીને આખા નગરને ગજવી દીધું હતું! અને આ કષ્ણકાંતે મહારાજા અગ્નિશર્માની કેવી છડી પોકારી હતી? પિલો ગધેડો પણ હો... ચી... હ.. ચી કરીને સૂર પુરાવતો હતો... ઓહો... કેટલા બધા છોકરાઓ વરઘોડામાં જોડાયા હતા?
૦ ૦ ૦ રાજકુમાર ગુણસેનના સુશોભિત શયનખંડમાં ચાર મિત્રો ભેગા મળીને વાતોના તડાકા મારી રહ્યા હતા. સેનાપતિનો પુત્ર ઝેરીમલ, મંત્રીનો પુત્ર શત્રુઘ્ન અને રાજકુમાર ગુણસનનો પિતરાઈ ભાઈ કૃષ્ણકાંત... આ ત્રણે કિશોરો ગુણસેનની ચાપલૂસી કરનારા હતા. કુમાર ગુણસેનનાં ખરાં-ખોટાં કામોમાં સાથી હતા.
કુમાર ગુણસેનનું લગભગ એક જ કામ રહેતું. પરપીડન કરી આનંદ મેળવવાનું તે માટે તેણે નગરના પ્રજાપ્રિય પુરોહિત યજ્ઞદત્તના કદરૂપા પુત્ર અગ્નિશર્માને પસંદ કર્યો હતો. અગ્નિશર્મા જન્મથી જ કદરૂપો હતો. એની માતા સોમદેવાએ કેટલાંક વર્ષો સુધી તો એને ઘરની બહાર કાઢ્યો ન હતો, પરંતુ જ્યારે તે રાજમાર્ગ પર રમવા નીકળ્યો. તે રાજકુમાર ગુણસેનની આંખે ચઢી ગયો.
માંજરી ગોળ આંખો, ત્રિકોણિયું માથું, સાવ ચપટું નાક અને કાનના ઠેકાણે માત્ર બે કાણાં, લાંબા-દાંત અને લાંબી-વાંકી ડોક, વાંકા અને ટૂંકા હાથ, નાની છાતી અને ફૂલેલું પેટ, જાડી-ટૂંકી અને કઠણ સાથળ, વાંકા અને પહોળા બે પગ... પીળા અને બરછટ માથાના વાળ..
આવું હતું અગ્નિશર્માનું કદરૂપું શરીર.
આ શરીર રાજકુમારનું રમકડું બની ગયું. રાજકુમાર અને એના મિત્રોએ અગ્નિશર્મા ઉપર ત્રાસ ગુજારી, ક્રૂર આનંદ માણવા માંડ્યો હતો. અગ્નિશર્માનાં માતા-પિતા રાજમહેલ સામે લાચાર હતાં. પોતાના પુત્રની ઘોર કદર્થના થતી જોઈને તેમની શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંખો વરસી પડતી હતી. તેમનું હૈયું ઘોર વેદના અનુભવતું હતું. મનુષ્ય કેટલીક વાતોમાં લાચાર અને અસહાય હોય છે.
ચાર મિત્રોએ ભેગા થઈ, આજે આનંદ-પ્રમોદની નવી યોજના ઘડી કાઢી. ગુણસેને કહ્યું : “આવતી કાલે અગ્નિશર્માને દોરડાથી બાંધીને, નગરની બહાર જે કૂવો છે, તેમાં ઉતારીને ડૂબકીઓ ખવડાવીએ! મજા પડી જશે!
શત્રુષ્ણે કહ્યું : “કુમાર, તેં મજેદાર યોજના બનાવી!' કૃષ્ણકાંતે કહ્યું : “આપણે એને વરઘોડો કાઢીને નગરની બહાર લઈ જઈશું!'
ઝેરીમલ બોલ્યો : “ગધેડાને કાબરચીતરા રંગો લગાડવાના, શર્માને પણ હું રંગીશ. પછી જોજો મજા કેવી આવે છે. આખા રસ્તે છોકરાઓ ચિચિયારીઓ પાડશે... અને લોકો હસીહસીને લોટપોટ થઈ જશે.'
ગુણસેને કહ્યું : 'ભલે તું શર્માને રંગજે, પણ એના માથે કાંટાનો મુગટ પહેરાવજે અને કરેણનાં ફૂલોની માળા એના ગળામાં નાખજે. એના માથા ઉપર જૂના સૂપડાનું છત્ર ધરાવજે..!”
શત્રુબ નાચી ઊઠ્યો. “બહુ સરસ! કાલનો વરઘોડો અભુત નીકળશે... ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં. નગરના ઇતિહાસમાં આવો પહેલો જ વરઘોડો નીકળશે!'
ઝેરીમલે કહ્યું : “કાલે સવારે જ મારે કાળિયા કુંભાર પાસેથી એનો ધોળિયો લઈ આવવો પડશે અને અગ્નિશર્માને પણ ઉપાડી લાવવો પડશે.”
“ના, ના તું ગધેડો લઈ આવજે, હું શર્માને ઉપાડી લાવીશ.” કૃષ્ણકાંતે કહ્યું, કારણ કે શર્માની મા શર્માને ઘરમાં જ સંતાડી રાખશે. હું એના ઘરમાં જઈને ઉપાડી લાવશ... મને એનો બાપ પણ રોકી શકે એમ નથી.”
તને રોકે એનું આવી જ બન્યું.' શત્રુષ્ણ કૃષ્ણકાંતની ચાપલૂસી કરી. ચારે મિત્રો ખડખડાટ હસી પડ્યા.
ગુણસેને કહ્યું : “જો શત્રુન, કાલે વરઘોડો નીકળે... અરે, વરઘોડો નહીં, “વરગધેડો નીકળે એ પહેલાં તારે બે ઘડી સુધી જોરજોરથી ઢોલ વગાડવાનું છે. બીજા પણ ઢોલ-ત્રાંસા વગાડનારાઓને બોલાવી લાવજે... અને ઝેરીમલ, મજબૂત દોરડું સાથે લેવાનું ભૂલીશ નહીં.”
નહીં ભૂલું.. ખાસ તો એ શર્માના બચ્ચાને ડૂબકીઓ ખવડાવવી છે ને! ઊભો ને ઊભો એને કૂવામાં ઉતારીશ... પછી કુમાર, તમે મજેથી ડૂબકીઓ ખવડાવજો!'
વારાફરતી આપણે ચાર જણા ડૂબકીઓ ખવડાવીશું!' કુમારે ઉદારતા બતાવી! ત્રણે મિત્રોએ કુમારની પ્રશંસા કરી.
નોકરે દૂધના પ્યાલા લાવીને મુક્યા અને ચાંદીની થાળીમાં મીઠાઈ લાવીને મૂકી. સહુએ દૂધ અને મીઠાઈને ન્યાય આપ્યો. સભા બરખાસ્ત થઈ.
૦ ૦ ૦
ભાગ-૧ ( ભવ પહેલો
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ્રાહ્મણ મહોલ્લામાં કૃષ્ણકાંતે પગ મૂક્યો. ત્યાં જ મહોલ્લાનાં ઘર ટપોટપ બંધ થવા લાગ્યાં. કૃષ્ણકાંતને ઘરો બંધ રહે કે ખુલ્લાં રહે, તેની પરવા ન હતી. તેને તો એક માત્ર યજ્ઞદત્ત પુરોહિતનું ઘર ખુલ્લું જોઈતું હતું. કદાચ બંધ હોય તો તેને ખોલાવતાં એને આવડતું હતું. અને ખરેખર યજ્ઞદત્તનું ઘર બંધ જ હતું. કૃષ્ણકાંતને મહોલ્લામાં પ્રવેશતો જોતાં જ સોમદેવા ભયથી થથરી ગઈ હતી... તેની આંખો પહોળી થઈ ગઈ હતી. તેણે ફટાક દઈને ઘરનાં દ્વાર બંધ કરી દીધાં હતાં. અગ્નિશર્માને ઘરના ઓરડામાં છુપાવી દીધો.
કૃષ્ણકાંતે ઘરનું દ્વાર ખખડાવ્યું. “પુરોહિત, દ્વાર ખોલ.' કોઈ પ્રત્યુત્તર આપતું નથી. પુરોહિત, દ્વાર ખોલે છે કે નહીં?' કોઈ જવાબ મળતો નથી. ‘પુરોહિત, મારે દ્વાર તોડવું પડશે. પછી તું મને દોષ ન દેતો.”
છતાં દ્વાર ખૂલતું નથી. કૃષ્ણકાંતે દ્વારને જોરથી લાત મારી. એક બે અને ત્રણ.. ત્રીજી લાત પડતાં દ્વાર તૂટી પડ્યું. કૃષ્ણકાંત ઘરમાં પ્રવેશ્યો. પુરોહિત થશદત્ત હાથ જોડીને ઊભા હતા. કૃષ્ણકાંતે ત્રાડ પાડી : “ક્યાં છે અમારું રમકડું?”
મહાનુભાવ, બસ હવે રહેવા દો. એ બાળક પર દયા કરો.... એને સતાવો નહીં, ત્રાસ ના આપો.” યજ્ઞદત્તે નમ્ર ભાવે વિનંતિ કરી.
એ બધું મહારાજકુમારની આગળ રોજે... મને અશિર્મા સોંપી દે... ક્યાં છે? એ વિદૂષક જલદી મને સોંપી દે.”
‘ભાઈ, એ બાળકે તમારું શું બગાડ્યું છે? રોજ-રોજ એને ત્રાસ આપો છો... ભગવાન તમને ક્ષમા નહીં કરે...'
સાંભળ પુરોહિત, મારે તારી ભગવાન નથી જોઈતો, એ મને ક્ષમા કરે કે ન કરે, એની મને ચિંતા નથી, મને તું એ રમકડું આપ...બોલ, ક્યાં છુપાવ્યો છે એને? આ ઓરડામાં છે ને? ખોલ એને અને છોકરાને કાઢ બહાર...'
પુરોહિત યજ્ઞદત્તની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યાં. કૃષ્ણકાંતની આગળ એની પ્રાર્થના વ્યર્થ ગઈ. કૃષ્ણકાંતે યજ્ઞદત્તને ચેતવણી આપતાં કહ્યું : “જો પુરોહિત, આજ દિન સુધી મેં તારી મર્યાદા જાળવી છે. તને હાથ અડકાડ્યો નથી. પણ હવે જો વિલંબ કરીશ તો તારી દાદ ફરિયાદ કોઈ સાંભળવાનું નથી, સમજ્યો? ઝટ ઓરડો ખોલ...
ઓરડામાં રહેલી સોમદેવાએ વિચાર્યું : “આ દુષ્ટ, મહારાજા પૂર્ણચંદ્રના સગા ભાઈનો પુત્ર છે. વળી રાજકુમારનો મિત્ર છે. એટલે એ ધારે તે કરી શકે છે. ને શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
રાજમહેલમાં આ મિત્રોની વિરુદ્ધ કોઈ ફરિયાદ સાંભળનાર નથી... નાહક આ દુષ્ટ પુરોહિતને મારશે... ને છેવટે મારા પુત્રને લઈ જ જશે.
સોમદેવાએ ઓરડો ખોલી નાંખ્યો. તરુણ અગ્નિશર્મા, કૃષ્ણકાંતને જોઈને ધ્રૂજવા લાગ્યો. તેની ગોળ-ગોળ આંખો ચક૨-વકર થવા લાગી. તે સોમદેવાને વળગી પડ્યો... કરુણ સ્વરે રોવા લાગ્યો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કૃષ્ણકાંતે એક પળનોય વિલંબ કર્યા વિના અગ્નિશર્માને પકડ્યો, ઉપાડ્યો... ખભા ઉપર નાંખીને ઘરની બહાર નીકળી ગયો... મહોલ્લાની બહાર એનો ઘોડો ઊભો હતો. અગ્નિશર્માને ઘોડા ઉપર નાંખી, તે ઘોડા પર બેસી, રાજમહેલ તરફ ઊપડી ગયો.
સોમદેવા અને યજ્ઞદત્ત... બંને કરુણ રુદન કરવા લાગ્યાં. સોમદેવાએ યજ્ઞદત્તને કહ્યું : ‘નાથ આનાં કરતાં તો જમરાજ આવીને પુત્રને ઉપાડી જાય તો સારું, આ તો રોજ-રોજની પીડા છે... નથી સહન થતી આ પીડા...'
‘કોઈ ઉપાય જડતો નથી, કેવી રીતે પુત્રને આ ત્રાસથી બચાવવો?’ આંસુભરી આંખે યજ્ઞદત્તે આકાશ તરફ જોઈને કહ્યું.
‘સ્વયં રાજકુમાર પ્રજાને ત્રાસ આપે... રાજા એને રોકે નહીં... ક્યાં જઈને ફરિયાદ કરવી? અને પુત્રનો જીવ પૂર્વજન્મોમાં કેવાં પાપ કરીને આવ્યો છે ?' યજ્ઞદત્તે નિસાસો નાંખ્યો.
‘નાથ, પુત્ર પૂર્વજન્મનાં પાપ લઈને મારી કૂખે જન્મ્યો છે, એ વાત સાચી પણ આપણાંય પૂર્વજન્મનાં પાપ ખરાં ને? જેથી આવો કદરૂપો પુત્ર મળ્યો... અને સગી આંખે પુત્રને દુઃખી થતો જોવાનો...'
‘દેવી, ત્તારો, મારો અને પુત્રનો. ત્રણેનો પાપોદય છે. આપણાં કરેલાં પાપોની સજા ઈશ્વર કરે છે. ઈશ્વર જે કરે તે સાચું... માણસ કાંઈ કરી શકતો નથી. ઈશ્વરની ઇચ્છા વિના વૃક્ષનું એક પાંદડુંય હાલતું નથી.'
‘શું ઈશ્વર દયાળુ નથી? શું આપણા ઉપર એને દયા નહીં આવતી હોય? ઈશ્વરને આપણે કરુણાનિધાન કહીએ છીએ... અને તમે તો ત્રિકાળ ઈશ્વર-પ્રણિધાન કરો છો... એ સર્વશક્તિમાન ઈશ્વર... આ દુષ્ટોને... મારા પુત્ર પર ત્રાસ ગુજારનારાઓને કડક શિક્ષા કેમ નથી કરતો? શું એણે બનાવેલી સૃષ્ટિની રક્ષા ક૨વાનું એનું કર્તવ્ય નથી? મને રોજ ... રોજ આ વિચાર આવે છે... ને મારી ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા ઘટતી જાય છે... રોજ તમને કહેવાની ઇચ્છા થતી હતી, પણ મન પાછું પડતું હતું. આજે વાત કહેવાઈ ગઈ... શું મારી વાત ખોટી છે?’ સોમદેવાએ યજ્ઞદત્તને પોતાના મનની વાત કહી દીધી.
४
યજ્ઞદત્ત વેદોનો શાતા અને કર્મકાંડી બ્રાહ્મણ હતો. ઈશ્વર પ્રત્યે તેની શ્રદ્ધા અગાધ અને અવિચલ હતી. સોમદેવાની વાતથી તેનું મન થોડું દુઃખી થયું... પરંતુ તેના
ભાગ-૧ ૪ ભવ પહેલો
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પોતાના મનમાં પણ ઉડ-ઉડે આ પ્રશન પડેલો જ હતો. “સર્વશક્તિમાન ઈશ્વર દુષ્ટોનો નિગ્રહ કેમ કરતો નથી? સજ્જનો પર અનુગ્રહ કેમ કરતો નથી?” તેનું જ્ઞાન, તેને અધૂરું લાગતું હતું... છતાં સોમદેવાને આશ્વાસન આપવા તેણે કહ્યું :
‘દેવી. ઈશ્વરની શક્તિ પર ભરોસો રાખો. આ તો ઈશ્વર આપણા સત્ત્વની. આપણા વૈર્યની પરીક્ષા લઈ રહ્યો છે..”
“આપણી પરીક્ષા ભલે લે, આ નિર્દોષ બાળકની પરીક્ષા તો ન જ લેવાય ને? આટલી ક્રૂરતાથી પરીક્ષા ના લેવાય ને? હું તો રોજ મંદિરમાં જઈને ભગવાનને ઉપાલંભ આપીને કહું છું : “ભગવાન, તેં આવો કદરૂપો પુત્ર આપીને અમને ભલે દુઃખી કર્યા. અમે પુત્રનું પાલન કરીશું. પરંતુ આ રાજકુમાર અને એના મિત્રો મારા પુત્ર ઉપર જે ત્રાસ ગુજારે છે... તેને તો તમે રોકો. એ મારા પુત્રની તો રક્ષા કરો... અમે તમારા ભક્ત છીએ. તમે અમારા ભગવાન છો... તમારે અમારી રક્ષા કરવી. જ પડશે...... હવે મારાથી પુત્રની વેદના સહન નથી થતી. રોજ-રોજ એની ક્રૂર કદર્થના થાય છે. ક્રર હાંસી થાય છે... ઘોર દુઃખ આપવામાં આવે છે. તમે પણ અમારી જેમ આ બધું જોયા જ કરશો? તો પછી તમે ભગવાન શાના?” આમ કહીને, નિરાશા અને સંતાપ સાથે પાછી ઘરે આવું છું. ઈશ્વરની શક્તિ પરનો વિશ્વાસ ડગી ગયો છે...' સોમદેવાનું હૃદય ભરાઈ આવ્યું. તે રડી પડી. તેને સાંત્વના આપતાં પુરોહિતે કહ્યું :
અગ્નિની મા, ઈશ્વરની શક્તિ ઘટી નથી, પરંતુ દુઃખ સહવાની આપણી શક્તિ ઘટી ગઈ છે.”
એટલામાં, દૂરથી ઢોલ-ત્રાંસાના તીવ્ર અવાજ સંભળાવા લાગ્યા. “જોર-જોરથી અત્યારે ઢોલ શાનું વાગતું હશે?” એનો વિચાર કરે, એ સાથે જ મહોલ્લાના બે યુવાનોએ ઘરમાં આવીને કહ્યું : “પુરોહિતજી, ઘોર જુલમ થઈ રહ્યો છે. પ્રજાજન ઉપર ત્રાસ ગુજારીને રાજકુમાર પાશવી આનંદ લૂંટી રહ્યો છે...' “શું થયું ભાઈઓ?' પુરોહિતે પૂછ્યું.
અગ્નિશર્માનું ઘોર ઉત્પીડન.' “અમે ઘણી આજીજી કરી - ‘ન લઈ જા અમારા લાડલાને..' પણ એ દુષ્ટ કૃષ્ણકાન્ત બળજબરી કરીને અગ્નિને ઉપાડી ગયો..'
કારણ કે એ ગુણસેનનો સાગરિત છે... ખુશામતખોર છે.” એ એક્લો સાગરિત નથી, મંત્રીપુત્ર અને સેનાપતિપુત્ર પણ રાજકુમારના સાગરિતો
હા, આ ઢોલ જે સંભળાય છે ને? શત્રુઘ્ન વગાડી રહ્યો છે. ગધેડા પર અગ્નિને બેસાડી. એના માથે કાંટાનો મુગટ પહેરાવીને, ગળામાં કરેણનાં ફૂલોની માળા શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પહેરાવીને, જૂના ફાટલા સૂપડાનું છત્ર માથે ધરાવીને તેને ગામની બહાર લઈ જાય છે. લગભગ હજાર જેટલાં બાળકો ભેગાં થયાં છે. હસે છે, કૂદે છે... નાચે છે... ગધેડો કૂદે છે... અગ્નિ ચીસો પાડે છે... રાજકુમાર ખુશ થાય છે... એના મિત્રો ખુશ થાય છે. પેલો ઝેરીમલ ઘોડા પર બેસીને ઘોષણા કરે છે : ચાલો સહુ નગરની બહાર. નગરની બહાર કૂવા ઉપર સહુને એક ખેલ દેખાડવામાં આવશે. ગધેડા પર બિરાજમાન મહારાજાને કૂવામાં ઉતારવામાં આવશે... ને બહાર કાઢવામાં આવશે.'
મહોલ્લાના યુવાનોએ, સોમદેવા અને યજ્ઞદત્ત પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરતાં વાત કરી. એક યુવાને ઉશ્કેરાઈને કહ્યું :
આજે મારું લોહી તપી ગયું છે. રાજમાર્ગ પર જઈને... પેલા ઝેરીમલનો ટાંટિયો પકડીને ઘોડા પરથી નીચે પટકી દઉં. તેની છાતી પર ચઢી બેસીને એનું ગળું..”
ના ભાઈ ના, એનું પરિણામ શું આવે? રાજકુમાર અને એના બીજા મિત્રો તને જીવત ના છોડે... ત્યાં ને ત્યાં તલવારનો પ્રહાર કરતાં વાર ના લગાડે. એવું કાંઈ નથી કરવું ભાઈ..”
તો પછી શું કરવાનું? અગ્નિની રોજ-રોજ આવી કદર્થના થવા દેવાની? રાજકુમારને રોકવાનો કોઈ ઉપાય કરવાનો જ નહીં? જોયા જ કરવાનું? આ તો ઘોર અન્યાય છે.” યુવાને જોશમાં આવીને કહ્યું. એનો ઊંચો અવાજ સાંભળીને મહોલ્લાના બીજા દસેક યુવાનો ત્યાં ભેગા થઈ ગયા. યુવાનોનો આક્રોશ વધી ગયો. મહોલ્લાના વૃદ્ધ પુરુષો ત્યાં ભેગાં થયા.
એક વૃદ્ધ પુરુષે કહ્યું : “પુરોહિતની સાથે આપણા મહોલ્લાના આગેવાનોએ મહારાજાની પાસે જવું જોઈએ. મહારાજાની સમક્ષ બધી વાત કરવી જોઈએ.”
એક યુવકે કહ્યું : “માત્ર મહોલ્લાના જ આગેવાનો શા માટે? નગરના આગેવાન મહાજનોને લઈ જવા જોઈએ. મહાજનોને નથી ગમતી આ ચંડાળ-ચોકડીની ક્રૂર રમત.”
બીજા વૃદ્ધે કહ્યું: “મહારાજાની પાસે જનારાઓએ સમજી લેવાનું કે પછી જિંદગી સુધી રાજકુમાર અને એના મિત્રો સાથે દુશ્મની રહેવાની. ક્યારેક મોતને ઘાટ પણ ઉતારી નાંખે. ભવિષ્યનો વિચાર કરીને દરેક કામ કરવું જોઈએ.'
એક આધેડ વયના પુરુષે કહ્યું : “ભાઈઓ, જેમ દાદાએ ભવિષ્યનો વિચાર કરવાનું કહ્યું. આ કામ આગ સાથે ખેલવાનું કામ છે. સાચી વાત છે, પરંતુ જો રાજકુમાર અને એના મિત્રોને આવાં અધમ કૃત્ય કરતાં રોકવામાં નહીં આવે તો, આજે અગ્નિશર્માનો વારો છે કાલે આપણામાંથી બીજા કોઈનો વારો આવશે. એક રમકડાથી રમી-રમીને કંટાળશે એટલે બીજું રમકડું શોધશે... ત્યારે શું કરશો? આ પણ ભવિષ્યનો વિચાર કરવાની જરૂર છે.”
ભાગ-૧ * ભવ પહેલો
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૌન છવાયું.
:
યજ્ઞદત્તે કહ્યું : ‘તમે ભાઈઓ કે મહાજનો, મહારાજા પાસે ના આવો. હું અને અગ્નિની મા, અમે બે જઈશું. ભલે રાજકુમાર અમારા ગળા પર તલવારનો ઝાટકો દે. આમેય જીવન જીવવા જેવું રહ્યું નથી. પુત્રનું દુઃખ જોયું જતું નથી... અમારા માટે જીવન અને મૃત્યુ સમાન છે. અમે બે મહારાજા પાસે જઈશું... પુત્રરક્ષાનું વચન માગીશું... જો વચન આપશે તો સારું છે, નહીંતર...' યજ્ઞદત્ત રડી પડ્યા. સોમદેવા પણ રડી પડી... તે ઘરના ઓરડામાં ચાલી ગઈ. ત્યાં ઉપસ્થિત સહુની આંખો ભીની થઈ.
દૂર-દૂરના રાજમાર્ગો ઉપરથી ઢોલનો અવાજ આવતો હતો. નાનાં બાળકોની ચિચિયારીઓ સંભળાતી હતી... યજ્ઞદત્ત વ્યાકુળ બની ગયા. ‘બિચારો અગ્નિ... કેવાં પાપ લઈને જન્મ્યો છે... કેવી ધોર કદર્શના થઈ રહી છે એની? કેવો ત્રાસ ગુજરી રહ્યો છે એના પર?' જમીન પર દૃષ્ટિ સ્થિર કરીને યજ્ઞદત્ત સ્વગત બોલી રહ્યા હતા... ‘મહારાજા પૂર્ણચંદ્ર ગુણવાન છે. કરુણાવંત છે... પરંતુ પુત્રસ્નેહ બળવાન હોય છે... તેઓ કુમારને રોકી શકતા નથી. કુમારને દુઃખ થાય, તેવું કહી શકતા નથી... અગ્નિના દુઃખનો વિચાર તેમને આવતો નથી... શું કરું? સત્તા આગળ શાણપણ નકામું હોય છે, વ્યર્થ હોય છે...’
એક વૃદ્ધ પુરુષે, કે જેઓ યજ્ઞદત્તની પાસે બેઠેલા હતા, તેમણે યજ્ઞદત્તની પીઠ પર પ્રેમાળ હાથ પસવાર્યો અને કહ્યું : ‘પુરોહિત, તમે વિષાદ ના કરો. તમે જ્ઞાની છો.... સમજદાર છો... ‘ઈશ્વરને જે ગમ્યું તે ખરું...' એમ સમજીને શાંત થાઓ. અમે મહોલ્લાના ચાર-પાંચ આગેવાનો નગરના મહાજનોને મળીને આ અંગે વિચારવિમર્શ કરીએ છીએ, અને પછી તમને મળીએ છીએ.’
વૃદ્ધ પુરુષો ઊભા થયા. યુવાનો ત્યાં બેસી રહ્યા.
પેલા આધેડ ઉંમરના ભાઈએ યજ્ઞદત્તને કહ્યું : ‘પુરોહિતજી, તમે સવારથી કાંઈ જ ખાધું-પીધું નથી, માટે હવે કંઈક ખાઈ લો. તમે બંને ચાલો મારા ઘેર.' આંસુ ભરેલી આંખે પુરોહિતે એ ભાઈ સામે જોયું અને કહ્યું :
‘ભાઈ, ખાવા-પીવાની વાત તમે કરશો જ નહીં... મહિનાઓથી અમારું ખાવાપીવાનું હ૨ામ થઈ ગયું છે... નથી ખાવાનું ગમતું... નથી પીવાનું ગમતું... સાંજે પેલા દુષ્ટ અગ્નિને ધરમાં ફેંકી જશે... પછી પ્રહર સુધી, અગ્નિ મૂવ્રિત અવસ્થામાં પડ્યો રહેશે. એક પ્રહર વીત્યા પછી એને નવડાવીશું... એને પ્રેમથી સમજાવી - પટાવીને ખવડાવીશું. તે પછી અમે બે જણ બે બે કોળિયા પેટમાં નાંખીશું.
પછી તો આખી રાત અગ્નિનો કલ્પાંત ચાલે છે... નથી સહન થતું આ બધું... પરંતુ શું કરીએ? જુલ્મી રાજકુમાર અને એના મિત્રો આગળ કંઈ ચાલતું નથી... દેશ છોડીને જવાનો વિચાર આવે છે, પણ દુષ્ટો અમને જવા દે એમ નથી.’
શ્રી સમરાદિત્ય મહાકા
For Private And Personal Use Only
Ꮎ
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૃદ્ધ પુરુષો ચાલ્યા ગયા હતા, એટલે સોમદેવા બહાર આવી. તેણે યુવાનોને કહ્યું : ભાઈઓ, તમે હવે તમારા કામ-ધંધે જાઓ. અમે હવે દેવપૂજામાં બેસીશું.'
યુવાનો ઊભા થયા. તેમણે યજ્ઞદર અને સોમદેવાને પ્રણામ કર્યા અને ચાલ્યા ગયા.
અગ્નિશર્માની સવારી નગરની બહાર મોટા કુવા પાસે પહોંચી, ગુણસને શત્રુદ્ધને કહ્યું : 'હવે આપણા આ રાજાને બે બગલમાં દોરડું નાંખીને મજબૂત બાંધો.. પછી રાજાને કૂવામાં ઉતારીએ!”
અગ્નિશર્મા જોર-જોરથી રડવા લાગ્યો... “ના, ના, મને ના બાંધ.. મને કૂવામાં ના ઉતારો...' તે ગધેડા પરથી ઉતરવા ગયો, પણ નીચે જમીન ઉપર પટકાઈ ગયો. તે ગુણસેનના પગમાં આળોટવા લાગ્યો. “મને છોડી દો. મને મારા ઘરે જવા દો...'
ત્યાં તો ઝેરીમલે અગ્નિશર્માની પીઠ પર લાત મારી દીધી. અગ્નિશર્મા જ્યારે જ્યારે રોતો, જ્યારે જ્યારે ચીસો પાડતો ત્યારે ગુણસેન તાલીઓ પાડીને મજા માણતો હતો.
કૃષ્ણકાંતે બે હાથેથી અગ્નિશમને ઊભો કર્યો. શત્રુઘ્ન એની બે બગલમાં દોરડું બાંધ્યું... અને એને ઉપાડીને કૂવાના કાંઠા ઉપર લઈ ગયો. ગુણસેન, શત્રુઘ્ન અને ઝેરીમલ પણ કૂવાના કાંઠા પર ચઢી ગયા. કૃષ્ણકાંતે બે હાથેથી અગ્નિશર્માને ઉપાડીને, ત્યાં હાજર રહેલા લોકોની સામે ધર્યો. ઝેરીમલે ઘોષણા કરી : “ભાઈઓ, હવે આ આપણા રાજાને આ કૂવામાં પેટ ભરીને નવડાવશું. ડૂબકીઓ ખવડાવશું... રાજાને મજા આવી જશે...'
ના, ના, મારે નાહવું નથી, ડૂબકીઓ ખાવી નથી.. મને બચાવો. આ દુષ્ટો મને મારી નાંખશે....” અગ્નિશર્માએ બુમો પાડીને કહ્યું, પરંતુ ખેલ-તમાશો જોવા આવનારાઓને દયા શાની આવે? લોકો તાલીઓ પાડીને હસવા લાગ્યાં. કૃષ્ણકાંતને ગુસ્સો આવ્યો. તેણે અગ્નિશર્માને કૂવાના કાંઠા ઉપર પછાડ્યો... અગ્નિશમ ચીસ પાડી ઊઠ્યો.
ગુણસને કહ્યું : 'લાવ, હવે પહેલાં મને આપ એ પઠાને.” કૃષ્ણકાંતે અગ્નિશર્મા કુમારને સોંપ્યો. કુમારે તેને કૂવામાં ઉતાર્યો. કૂવામાં પાણી ભરેલું હતું. કુમારે અગ્નિશર્માને ડૂબકી ખવડાવીને બહાર કાઢયો... અગ્નિશર્મા અસહ્ય વેદનાથી તરફડે છે. પરંતુ એના તરફડાટ તરફ કોણ જુએ છે? શત્રુઘ્ન દોરી પકડીને... તેને કૂવામાં નાખ્યો... એણે પણ બે-ત્રણ ડૂબકીઓ ખવડાવીને બહાર કાઢ્યો.
નરકના પરમાધામી દેવો, જેવી રીતે નારકીના જીવોને પીડા આપે, તેવી રીતે આ ચારેય મિત્રો અગ્નિશર્માને પીડી, નાચતા હતા. જોર-જોરથી હસતા હતા. _
ભાગ-૧ ( ભવ પહેલો
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચારે મિત્રોએ અગ્નિશર્માને ડૂબકીઓ ખવડાવી. ઝેરીમલે અગ્લિશર્માના માથે અને મોઢે હાથ ફેરવીને કહ્યું : “કેમ બચ્ચ, મજા આવી ને? કેટલો બધો તને નવડાવ્યો?'
હવે મારે નથી નાહવું... મને મારા ઘેર જવા દો.” એમ કહીને તે ઊભો થવા જાય છે. ત્યાં ગુણસેને એના માથા પર એક મુક્કો જડી દીધો.. ચીસ પાડતો અગ્નિશર્મા કૂવાના કાંઠે ઢળી પડ્યો.
ગુણાસને આજ્ઞા કરી : “ચઢાવી દો આને ગધેડા પર.. અને સવારી નગર તરફ લઈ ચાલો.' કૃષ્ણકાંતે રોતા-કકળતા અગ્નિશર્માને ગધેડા પર બેસાડ્યો.... ને ગધેડો ઊછળ્યો. કૃષ્ણકાંતને એક જોરદાર લાત ઠોકી દીધી. કૃષ્ણકાંતના મોઢામાંથી ચીસ પડી ગઈ. અગ્નિશર્માએ તાલીઓ પાડી ને ખડખડાટ હસ્યો. ગુસ્સે થયેલા કૃષ્ણકાંતે અગ્નિશર્માને ધીબી નાંખ્યો. શત્રુને જોરજોરથી ઢોલ વગાડવા માંડ્યું.
સવારી નગર તરફ ઊપડી. ગધેડો લગભગ દોડતો જ હતો, એટલે સહુ લોકો એની પાછળ દોડવા લાગ્યા. રાજમહેલથી થોડેક દૂર એક મેદાનમાં પહોંચ્યા પછી ગુણસને શત્રુઘ્નને કહ્યું : “જા, આ પોટલાને એને ઘેર ફેંકી આવ.'
શત્રુઘ્ન અગ્નિશર્માને બે હાથે ઉપાડીને ખભે નાખ્યો... ને બ્રાહ્મણોના મહોલ્લામાં જઈને, વજ્ઞદત્તના ઘરમાં દાખલ થયો. “પુરોહિત, લે તારો આ દીકર... આજનો ખેલ પૂરો થયો!' એમ કહીને ખાટલામાં તેનો ઘા કર્યો, અને હસતો-હસતો તે ઘરની બહાર નીકળી ગયો.
ખાટલામાં પડતાંની સાથે જ અગ્નિશર્મા બેહોશ થઈ ગયો, મૂચ્છિત થઈ ગયો. સોમદેવા અને યજ્ઞદર ખાટલાની પાસે બેસી ગયાં... રોતાં રોતાં. પુત્રના શરીરને પસવારવા લાગ્યાં. આજે બે ઘડીમાં જ એની મૂચ્છ દૂર થઈ ગઈ. પરંતુ એનું શરીર તાવથી ધખવા લાગ્યું. ભયંકર ઠંડીથી એ ધ્રૂજવા લાગ્યો... “મને ઓઢાડ.... મને ખૂબ ઠંડી લાગે છે... ઓ મા... મને બચાવો... આ દુષ્ટો મને મારી નાંખે છે...”
યજ્ઞદત્તે અગ્નિશર્માને ચાર ગોદડાં ઓઢાડ્યાં. ઘરમાંથી ઔષધ કાઢીને તેના હાથે-પગે ચોળ્યું. મરી-મસાલા નાંખીને ઉકાળો બનાવી અને પિવડાવ્યો. બે ઘડી પછી અગ્નિશર્માને ઊંઘ આવી ગઈ. પરંતુ આખી રાત, ખાધા-પીધા વિના, યજ્ઞદત્ત અને સોમદેવા પુત્રનો ખાટલો પકડીને બેસી રહ્યો.
દુઃખ, ત્રાસ અને વિટંબણાઓએ એમનાં મોઢાં સીવી દીધાં હતાં. સોમદેવા મનમાં ને મનમાં ઈશ્વરને ઉપાલંભ આપતી રહી, અને યજ્ઞદત્ત મનમાં ને મનમાં ઈશ્વરસ્મરણ કરતા રહ્યા.
-
-
-
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાજા, પ્રજામાં વિક્ષોભ પેદા થયો છે.” નગરશ્રેષ્ઠી પ્રિયમિત્રે મહાજન તરફથી વાતનો પ્રારંભ કર્યો.
શાથી વિક્ષોભ પેદા થયો છે?' મહારાજા પૂર્ણચંદ્ર શાંતિથી પૂછ્યું.
મહારાજ કુમાર ગુણસેન, કેટલાય સમયથી પુરોહિતપુત્ર અગ્નિશર્માનું દૂર ઉત્પીડન કરી રહ્યા છે. કારણ કે અગ્નિશર્માનું શરીર કદરૂપું છે.”
બાળકો આવા માણસને જુએ એટલે હસે. ચિડાવે... તે સ્વાભાવિક હોય છે શ્રેષ્ઠિ. એટલા માટે મહાજનને અહીં સુધી આવવું પડે, એ ન સમજાય એવી વાત છે.' રાજા પૂર્ણચન્ટે ગંભીરતાથી કહ્યું.
મહારાજા, જો એટલું જ હોત તો અમે આપની પાસે ફરિયાદ લઈને ના આવત, પરંતુ વાત આટલી જ નથી, ઘણી આગળ વધી ગયેલી છે. રજા વિના પુરોહિત યજ્ઞદત્તના ઘરમાં ઘૂસી જવું, પુરોહિત અને પુરોહિત પત્નીને ધાક-ધમકી આપવી, બલાત્કારથી તેમના પુત્ર અગ્નિશર્માને ઉપાડી જવો, ગધેડા પર બેસાડવો. કાંટાનો મુગટ પહેરાવવો... સૂપડાનું છત્ર ધરાવું... ઢોલ-ત્રાંસા વગાડીને આખા નગરમાં ફેરવવો... પછી અગ્નિશર્માને દોરડાથી બાંધી કૂવામાં ઉતારવો, તેને ડૂબકીઓ ખવડાવવી..
મહારાજા, આ તો હદ થાય છે. આ તો અમે એક માત્ર ઉત્પીડનની વાત કરી, આવા તો અનેક પ્રકારનાં ઉત્પીડન કરીને મહારાજ કુમાર અને એમના મિત્રો પાશવી આનંદ લૂંટી રહ્યા છે. અને બીજી બાજુ પુરોહિત અને પુરોહિત-પત્ની, પુત્રની ઘોર પીડા-વેદનાથી અતિ દુઃખી થઈ ગયાં છે...
નગરશ્રેષ્ઠિ! તમે કહેલી વાત ગંભીર છે. રાજકુમારનું વર્તન દુષ્ટ કહેવાય. હું એને ઉપાલંભ આપીશ, અને હવે અગ્નિશર્માને પીડા ના આપે, તેની તાકીદ કરીશ. તમે પુરોહિત યજ્ઞદત્તને આશ્વાસન આપજો. ભવિષ્યમાં જે કુમારને પ્રજાવત્સલ બનવાનું છે, તેનાથી આવું ઘોર દુષ્કૃત્ય ન જ કરાય.”
મહાજનો આશ્વસ્ત થયા. મહારાજા પૂર્ણચન્ટે મહાજનોનો ઉચિત સત્કાર કરીને વિદાય આપી, મહાજનોને વિદાય કરીને મહારાજા પોતે રાણીવાસમાં પહોંચ્યા. વૃદ્ધ કંચૂકીએ રાણીવાસમાં જઈને મહારાણી કુમુદિનીને સમાચાર આપ્યા : “મહારાજા પધાર્યા છે.' રાણી તરત જ રાણીવાસના દ્વારે પહોંચી. મહારાજાનું સ્વાગત કર્યું.
ભાગ-૧ ( ભવ પહેલો
૧0
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મહારાજાને રત્નજડિત સિંહાસન પર બેસાડીને રાણીએ પૂછ્યું :
‘નાથ, કેમ અત્યારે અહીં આવવું પડ્યું? આપના મુખ પર વિષાદની રેખાઓ
ઊપસી આવી છે... કંઈ અશુભ...?'
મહારાજાએ રાણીને સામે જોયું... બે ક્ષણ મૌન રહીને તેમણે કહ્યું :
‘દેવી, કુમારથી પ્રજા નારાજ છે.’
‘કુમારે એવું કયું અકાર્ય કર્યું છે નાથ?’
‘પ્રજાજનનું ઉત્પીડન,'
‘કેવી રીતે!’
‘પુરોહિત યજ્ઞદત્તને તું જાણે છે. એનો પુત્ર અગ્નિશર્મા છે. તેનું શરીર, તેનાં પૂર્વકૃત પાપકર્મોના કારણે ઘણું કદરૂપું છે. તે અગ્નિશર્માને કુમાર અને એના મિત્રો રોજ રંજાડે છે.'
‘આપને કોણે જાણ કરી?'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘મહાજનોએ.’
‘મહાજનોને કુમાર વિરુદ્ધ ફરિયાદ કરવા આવવું પડ્યું?’
'હા, પ્રજામાં આ વાતના કારણે ઘણો જ વિક્ષોભ પેદા થયો છે. મહાજનનું કર્તવ્ય છે કે નગરના વાતાવરણની મને જાણ કરે.’
શ્રી સમરાદિત્ય મહાથા
રાણી કુમુદિનીએ કંઈક યાદ કરતાં કહ્યું : ‘દેવ, એક દિવસ કુમારે મને વાત કરી હતી... એક બ્રાહ્મણપુત્ર છે... ખૂબ કદરૂપો છે...
* ત્રિકોણ મસ્તક
* ગોળ-માંજરી આંખો
* ચપટું નાક
* કાણાં જેવા કાન
* લાંબા-લાંબા દાંત
* લાંબી-વાંકી ડોક
* વાંકા-ટૂંકા હાથ
* ટૂંકી-સપાટ છાતી
* લાંબું-વાંકું પેટ
* જાડી-ટૂંકી સાથળ
* પહોળા-વાંકા પગ...
For Private And Personal Use Only
११
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પીળા-ઊંચા વાળ... આવું કંઈક વર્ણન કરતો હતો એ બ્રાહ્મણપુત્રનું. કહેતો હતો કે મા, અમે એની સાથે રોજ રમીએ છીએ, બહુ મજા આવે છે. આવા છોકરા સાથે રમવાની બાળકોને મજા આવે... એમાં ફરિયાદ કરવા જેવી વાત મને સમજાતી નથી.”
દેવી, રમવું એક વાત છે, બીજાને ત્રાસ આપવો બીજી વાત છે. ગુણસેન અને એના મિત્રો એ બ્રાહ્મણપુત્રને ત્રાસ આપી રહ્યા છે. એની હાંસી ઉડાવી રહ્યા છે.. એને કુવામાં ઉતારી ડૂબકીઓ ખવડાવી રહ્યા છે... એનાં માતા-પિતાને ડરાવીધમકાવીને બલાત્કારે એને ઉપાડી જાય છે. દેવી, આ બધું કુમારને છાજતું નથી. પ્રજામાં તે અપ્રિય બની ગયો છે.”
મારા પ્રજાવત્સલ મહારાજા, આટલા મોટા નગરમાં... આવા એકાદ છોકરા સાથે કદાચ કુમારે આવું વર્તન કર્યું હોય, તેમાં આપે આટલા બધા ઉદ્વિગ્ન ન બનવું જોઈએ. કુમારે એ કદરૂપા છોકરાને મારી નાખ્યો તો નથી ને?”
માણસને મારી નાખવો, એ જ ગુનો છે? રિબાવવો એ ગુનો નથી? દેવી, તમે કુમારનો પક્ષ લઈને તેના અકાર્યનો બચાવ કરો છો, એ મને પસંદ નથી. પુત્ર જેમ તમને પ્રિય છે, તેમ મને પણ પ્રિય છે. પરંતુ હું એને ખોટાં લાડ લડાવવા માગતો નથી. સંતાનોને ખોટાં લાડ લડાવવાથી માતા-પિતા પોતે જ સંતાનોને અયોગ્ય અને કુપાત્ર બનાવે છે. મહારાજા પૂર્ણચન્દ્ર સિંહાસન ઉપરથી ઊભા થઈને ખંડમાં આંટા મારવા લાગ્યા.
એકનો એક રાજકુમાર રાજા-રાણીને ખૂબ પ્યારો હતો. રાણી કુમુદિની કુમારને વધારે પડતાં લાડ લડાવતી. ખોટાં કામ કરતા કુમારને એ ક્યારેય રોકતી નહીં. રાજા ક્યારેક કુમારને ઠપકો આપે તો રાણી કુમારનો બચાવ કરે. એટલે રાજાએ કુમારને સીધેસીધો ઠપકો આપવાનું બંધ કર્યું હતું. જે કહેવું હોય તે રાણીને જ કહેતા હતા. છતાં, રાણીને કુમાર વિરુદ્ધ કોઈ વાત સાંભળવી ગમતી ન હતી, રાણી ઉપર રાજાનો આ આક્ષેપ હતો જ - “તું કુમારને બગાડી રહી છે. એના વ્યક્તિત્વને ઝાંખું પાડી રહી છે.' રાણીને આ આક્ષેપ કાંટાની જેમ ખૂંચતો હતો.
તું કુમારને રોકીશ, બ્રાહ્મણપુત્રની રિબામણ કરતાં?' "હું એને પૂછીશ..” “અને એ રિબામણ કરે છે, એ નક્કી થયા પછી એને શિક્ષા કરીશ?” શિક્ષા કરવાનું કામ મારું નથી.' એ કામ મારું ને? હું શિક્ષા કરું, પછી તું નારાજ નહીં થાય ને?” તમે શિક્ષા કરશો ને કુમાર રિસાઈને ભાગી જશે તો? એકના એક પુત્ર પર
ભાગ-૧ ૪ ભવ પહેલો
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તમને દયા નથી આવતી...?” કુમુદિની રડી પડી. આ રીતે રડી પડવાની એની ટેવ હતી. મહારાજા આ ટેવ જાણતા હતા, એટલે રાણીના રુદનની કોઈ અસર તેમના પર ના થઈ.
“ભાગીને ક્યાં જશે? જ્યાં જશે ત્યાંથી હું પકડી લાવીશ! પરંતુ એ ભાગી જવાનો ભય દેખાડીને, સ્વચ્છંદી બનીને પ્રજાને દુઃખ આપે તે મને નથી પાલવતું.”
તમને પેલા કદરૂપા બ્રાહ્મણ-પુત્રની દયા આવે છે, તમારા પોતાના દીકરાની દયા નથી આવતી...”
નિર્દોષ ઉપર દયા આવે. દોષિત પર નહીં. બ્રાહ્મણ-પુત્ર નિર્દોષ છે. માટે એના પર દયા આવે છે. નિર્દોષ પ્રજાજનોને રિબાવનાર રાજા બનવા લાયક નથી.'
મધ્યાહ્નના ભોજનનો સમય થઈ ગયો હતો. કુમાર ગુણસેન મહારાજાની સાથે ભોજન કરવાનું પસંદ કરતો ન હતો. મહારાજા ભોજન કરી લે પછી એ ભોજન કરવા આવતો. પુત્રને જમાડીને પછી રાણી પોતે ભોજન કરતી.
પરંતુ આજે અચાનક કુમાર રાણીવાસમાં આવી ગયો. ત્યાં મહારાજાને જોઈને રાણીવાસના દરવાજે જ ઊભો રહી ગયો. મહારાજાએ કુમારને જોયો. પિતા-પુત્રની દષ્ટિ મળી. મહારાજાએ કહ્યું : “આવ કુમાર, ભોજનનો સમય થઈ ગયો છે. આપણે આજે સાથે ભોજન કરીશું.” કુમાર ના પાડી શક્યો નહીં. કારણ કે મહારાજાએ પૂછ્યું નહોતું, આજ્ઞા જ કરી હતી.
રાણી કુમુદિનીના પેટમાં ફાળ પડી. ‘આજે જરૂર પિતા-પુત્રની વચ્ચે ઝઘડો થઈ જશે.'
પિતા-પુત્ર પાસે-પાસે ભોજન માટે બેઠા. કુમુદિનીએ બંનેની થાળીમાં ભોજન પીરસ્યું. પીરસતાં-પીરસતાં એ વારંવાર મહારાજા સામે જોતી હતી, પરંતુ મહારાજાની દૃષ્ટિ થાળી પર સ્થિર હતી. એ વિચારમાં ડૂબેલા હતા : “જમતાં પહેલાં વાત કરવી નથી, જમ્યા પછી વાત કરું. ખાલી પેટ ઠપકો પચાવી શકતું નથી. ભર્યું પેટ ઠપકો એટલે કે સાચી વાત પચાવી શકે...”
પિતા-પુત્રે મૌન ધારણ કરીને ભોજન કર્યું. કુમારે હાથ ધોયા, કે મહારાજાએ કહ્યું : “કુમાર, મારે તને એક વાત કહેવી છે.” કુમાર મૌન રહ્યો. એટલે મહારાજાએ એની સામે જોયું. કુમારે રાણીની સામે જોયું.
‘કુમાર, તું અને તારા મિત્રો, પેલા બ્રાહ્મણપુત્ર અગ્નિશર્માને ત્રાસ આપો છો, એ વાત સાચી છે ને?'
“પિતાજી, અમે એની સાથે રમીએ છીએ, અમને મજા આવે છે... રમવામાં શ્રી સમરાદિત્ય મહાકથા
૧3
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હસવાનુંય આવે ને રડવાનુંય આવે..”
બેટા, એવી રમત ન રમવી જોઈએ કે જેમાં બીજા જીવોને રિબાવાનું થાય. તમે એ અગ્નિશર્માને રિબાવો છો. રડાવો છો.. ને ઘોર ત્રાસ આપો છો...”
કારણ કે અમને એ બધું કરવામાં આનંદ આવે છે... યુવાનીના ઉંબરે પગ મૂકી રહેલો ગુરાસન, પિતાની મર્યાદા મૂકીને બોલી ગયો અને આસન પરથી ઊભો થઈ ગયો.
બીજાઓને ત્રાસ આપવામાં તને આનંદ આવે છે? હું કહીશ કે તને ત્રાસ આપવામાં મને આનંદ આવે છે... તો તું માનીશ?”
કુમાર ઊભો રહ્યો. થોડી ક્ષણો મૌન રહીને તેણે રાણીને પૂછયું : “મા, આ વાત પિતાજી પાસે કોણ લાવ્યું? મહાજન...” રાણીએ બોલી નાંખ્યું.
હું એ મહાજનના બચ્ચાને જોઈ લઈશ...” હવામાં મુઠી ઉછાળીને કુમાર બરાડી ઊઠ્ય.
કુમાર, હજુ તું મહાજનોની શક્તિને જાણતો નથી, માટે આવાં કઠોર અને અયોગ્ય વચનો બોલે છે. મહાજન ધારે તો રાજાને રાજસિંહાસન પરથી નીચે ઉતારી શકે. રાજાને દેશનિકાલની સજા કરી શકે... એવા મહાજનને તું શું કરી લેવાનો છે? તારું શું ગજું છે?
“બેટા, મહાજન વિરુદ્ધ એક શબ્દ ન બોલીશ... નહીંતર બહુ મોટો અનર્થ થઈ જશે.' રાણીએ ગુણસેનના માથે હાથ મૂકતાં કહ્યું.
સાચી વાત કહેનાર પર ક્રોધ કરવો, તે મનુષ્યની નબળાઈ છે. તું અને તારા મિત્રો, એ બિચારા બ્રાહ્મણ-પુત્ર ઉપર ત્રાસ ગુજારો છો, એ વાત સાચી છે ને?” મહારાજાએ કુમારને સીધો પ્રશ્ન કર્યો.
અમે રમીએ છીએ, અમને એની સાથે રમવામાં મજા આવે છે. આનાથી વિશેષ મારે કંઈ કહેવું નથી.”
અને હું કહું કે આવી રમત બંધ કરવાની છે, તો?” મહારાજાએ કુમારની સામે... એની નજીક જઈને કરડાકીથી પૂછ્યું. પરંતુ ગુણસેન મૌન રહ્યો. તેણે જમીન પર દષ્ટિ સ્થિર કરી દીધી.
મહારાજા ત્યાંથી પોતાના શયનખંડ તરફ ચાલ્યા ગયા. માતા અને પુત્ર, એમને જતા જોઈ રહ્યાં...
૦ ૦ ૦.
ભાગ-૧ % ભવ પહેલો
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાણી કુમુદિની કુમારને પોતાના ખંડમાં લઈ ગઈ. પોતાની પાસે પલંગ પર બેસાડી, એના માથે પ્રેમથી હાથ પસારવા લાગી. થોડી ક્ષણો મૌનમાં વીતી. રાણીએ મન તોડ્યું.
બેટા, તારા પિતાજી સામે તારે આ રીતે નહોતું બોલવું જોઈતું. એમને તેં નારાજ કર્યા, તે મને ના ગમ્યું.”
માતા પિતાજીને મારા પર પ્રેમ નથી.” “ખોટી વાત..” સાચી વાત છે. નહીંતર લોકોની વાત સાંભળીને મને તેઓ આ રીતે ઠપકો ન
આપે.”
‘લોકોની વાત સાંભળીને તને નથી કહ્યું, મહાજનની વાત સાંભળીને કહ્યું છે... અને મહાજનની વાત સાંભળવી જ પડે. મહાજનને સંતોષ આપવો જ પડે.”
તું પણ મા, પિતાજીના પક્ષમાં બેસી ગઈ?'
ના, તું જાણે છે કે દરેક વાતમાં તારો પક્ષ લઈને હું તારા પિતાજીની અપ્રિય બની ગઈ છું. છતાં મને એની ચિંતા નથી. મને ચિંતા છે પિતા-પુત્રનાં સંબંધની. તારે એમની વાત સાંભળી લેવી જોઈએ, પ્રત્યુત્તર ન આપવો જોઈએ. તો બીજી વાત હું સંભાળી લઉં...”
“પણ હું એ બ્રાહ્મણના બચ્ચાને નહીં છોડું... એની સાથે રમવામાં, ક્રીડા કરવામાં મને ઘણો આનંદ મળે છે. રોજ-રોજ અમે નવી-નવી રમતો શોધીને રમીએ છીએ.. અરે મા, તું પણ એ વિદૂષકને જુએ તો પેટ પકડીને હસ્યા કરે!”
‘તમે તમારે રમ્યા કરજો..... હું તારા પિતાજીને સમજાવીશ, મનાવીશ. પણ તારે એમની સામે બોલવાનું નહીં. એમની મર્યાદા તોડવાની નહીં.”
પરંતુ, તું પિતાજીને સમજાવીશ, પેલા મહાજનને કોણ સમજાવશે? એ અમારા રંગમાં ભંગ પાડશે ને? એ પિતાજી પાસે આવીને ફરિયાદ કર્યા કરશે ને?'
“એટલે કહું છું કે થોડા દિવસ તમે એ બ્રાહ્મણપુત્રને છોડી દો. એની સાથે રમવાનું બંધ કરો. એટલે મહાજનને વિશ્વાસ પડશે... વળી પાછી તમારી રમત ચાલુ કરજો...'
પુત્રને ખુશ રાખવા, માતા પુત્રને અકાર્ય કરવામાં સંમતિ આપે છે! પુત્રને ઉન્માર્ગે જવામાં સહાય કરે છે.
મહાજનની ધમકીથી ડરીને હું રમત બંધ નહીં રાખું. પિતાજીને જે કરવું હોય તે કરે. મને અહીંથી કાઢી મૂકશે તો દેશ છોડીને ચાલ્યો જઈશ, પરંતુ પેલા શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અગ્નિશર્માને લઈને ચાલ્યો જઈશ... મને એના વિના ચેન નહીં પડે. એ રડે છે ને મને મજા પડે છે, એ ચીસો પાડે છે ને હું નાચી ઊઠું છું... એ ટળવળે છે... આળોટે છે... ને હું તાલીઓ પાડી નાચી ઊઠું છું. એને રિબાવવામાં.. ત્રાસ આપવામાં મને આનંદ મળે છે... હું એ કરીશ... પછી જે થવું હોય તે થાય...'
તે પહોંચ્યો કુષ્ણકાન્તની હવેલીમાં. કૃષ્ણકાન્ત ભોજન કરીને ઊભો થયો હતો. કુમારે તેના હાથ પકડીને કાનમાં કહ્યું : “હમણાં જ શત્રુઘ્નને અને ઝેરીમલને બોલાવી લાવ. આપણે મહત્ત્વની વિચારણા કરવાની છે.”
કુમાર કૃષ્ણકાંતના ગુપ્ત મંત્રણાગૃહમાં જઈને બેઠો. કૃષ્ણકાંત બે મિત્રોને બોલાવવા ગયો. કુમારના મનમાં રાજા પ્રત્યે અને મહાજન પ્રત્યેનો રોષ ઘૂંટાતો હતો.
મોહ અને અજ્ઞાનથી ઘેરાયેલો મનુષ્ય, બીજું શું કરે?
કૃષ્ણકાંત શત્રુ અને ઝેરીમલને લઈને આવી ગયો. ગુણસેન ત્રણે મિત્રોને ભેટ્યો. ચારે મિત્રો ગોળાકારે બેઠા. ગુણસેન બોલ્યો :
મિત્રો, વાત મહારાજા સુધી પહોંચી ગઈ છે. મહારાજાએ મારા જીવનમાં પહેલી જ વાર મને ઉપાલંભ આપ્યો. અગ્નિશર્મા સાથે નહીં રમવાની આજ્ઞા કરી...”
ઝેરીમલે પૂછયું : “મહારાજાને કોણ વાત કરી?' ગુણસેને કહ્યું : “મહાજને.”
શત્રુઘ્ન બોલ્યો : “નગરમાં સર્વ સ્થળે આપણી જ ચર્ચા ચાલી રહી છે. મને પણ મારા પિતાજીએ આ અંગે પૂછુયું હતું.'
તેં શો પ્રત્યુત્તર આપ્યો?' કુમારે પૂછ્યું. મેં કહ્યું કે વાત સાચી છે, પરંતુ અમને જેમ મહારાજકુમાર કહેશે તેમ કરીશું.' ‘તમે ત્રણે મારા વિશ્વાસપાત્ર મિત્રો છો.' ઝેરીમલે કુમારને પૂછયું : “હવે આપણે શું કરવાનું છે, એ કહો!' “આપણે આપણું કામ ચાલુ રાખવાનું છે!' પણ મહારાજા...”
મહારાજને મારી માતા સંભાળી લેશે... માતા આપણા પક્ષમાં છે, એટલે ચિંતા નથી....'
પણ મહાજન આડું આવશે તો?' કૃષ્ણકાન્ત પૂછુયું. નગરના બ્રાહ્મણો પણ વીફરેલા છે!” શત્રુને કહ્યું. મહાજનોને અને બ્રાહ્મણોને એ અગ્નિશર્મા માટે ખૂબ હેત ઊભરાઈ આવ્યું છે..
ભાગ-૧ ૪ ભવ પહેલો
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ તમે ચિંતા ન કરો. હું એ લોકોને જોઈ લઈશ.’ ગુસ્સાથી કુમારનું મોટું લાલઘૂમ થઈ ગયું. ત્રણ મિત્રો મૌન થઈ ગયા. કુમાર બોલ્યો :
મેં તો એ પુરોહિતપુત્રને રમાડવાની નવી-નવી રીતો વિચારી રાખી છે, અને એ રીતે આપણને રમવાની સ્વતંત્રતા ન હોય તો પછી આપણે શા માટે આ રાજ્યમાં રહેવું જોઈએ?' કુમારે કહ્યું : ત્રણે મિત્રો બોલતા નથી. જમીન પર દૃષ્ટિ સ્થિર કરીને બેઠા છે.
આવતી કાલે શિકારી કૂતરા સાથે અગ્નિશર્માને લડાવવો છે! અગ્નિશમના હાથમાં કટારી આપવાની... અને શિકારી કૂતરાને એની તરફ છોડી મૂકવાનો! એ યુદ્ધ જોવાની મજા આવશે...'
કૃષ્ણકાંતે મૌન તોડ્યું. તેણે કહ્યું : “શિકારી કૂતરી બ્રાહ્મણપુત્રને લોહીલુહાણ કરી નાંખશે. તેથી બ્રાહ્મણોનો રોષ વધી જશે....મહાજન અકળાઈ જશે. તેથી પરિણામ સારું નહીં આવે.”
ભલે પરિણામ ગમે તે આવે... જોઈ લઈશું... પરંતુ આ ખેલ આપણે કાલે કરવો છે!” કુમારે દૃઢતાથી કહ્યું.
કષ્ણકાન્ત બોલ્યો : “મેં સાંભળ્યું છે કે એ અગ્નિશર્માને હવે મહાજનની સુરક્ષામાં રાખવાનો છે. અથવા પુરોહિતના ઘરની આજુબાજુ પાંચસો બ્રાહ્મણ-યુવાનો રાતદિવસ બેસી રહેવાના છે... તો પછી અગ્નિને ઉપાડી લાવવાનું કામ.'
‘તારાથી નહીં થઈ શકે, એમ જ કહેવું છે ને? ચિંતા ન કર, હું પોતે એને લેવા જઈશ. ગમે ત્યાંથી લઈ આવીશ. તમે તમારે ગધેડા શણગારીને તૈયાર રાખજો ને!'
‘પાંચસો બ્રાહ્મણ યુવાનોની સામે તું એકલો શું કરીશ? કોઈ પણ ભોગે તને એ લોકો અગ્નિશર્મા પાસે નહીં જવા દે. શું તું મારામારી કરીશ? એ પાંચસોને તું એકલો પહોંચી વળીશ?” કૃષ્ણકાંત બોલ્યો.
તો પછી શું કરીશું?' થોડા દિવસ જવા દઈએ.” એનો અર્થ મહાજનનો વિજય... અને આપણી હાર.” ના, સમયસૂચકતા કહેવાય. લાંબી છલાંગ ભરવા માટે પાછળ દોડવું પડે છે
એમ.'
મને તર્ક ગમતા નથી.”
આપ કહો તેમ કરીએ.' શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જો મને માર્ગ સૂઝતો હોત તો તમને શા માટે અહીં ભેગા કરત?” ઝેરીમલે કહ્યું : “મને પણ કંઈ સમજાતું નથી.' શત્રુને કહ્યું : “મને પણ કોઈ ઉપાય જડતો નથી." કુમારે ત્રણે મિત્રો સામે જોયું. તે મંત્રણાખંડમાં આંટા મારવા લાગ્યો.
મહાજનો મહારાજાને મળ્યા પછી મહામંત્રીને મળ્યા હતા. તે પછી સેનાપતિને પણ મળ્યા હતા. કૃષ્ણકાંતના પિતાને પણ મળીને વાત કરી હતી. એટલે એ લોકોએ પોતપોતાના દીકરાઓને સમજાવીને, કુમારને આવા અકાર્યમાં સાથ નહીં આપવા, કડક સૂચનાઓ આપી હતી.
કુમારે ત્રણે મિત્રોને સંબોધીને કહ્યું : “ભલે, જેવી તમારી ઇચ્છા.... હું ઉપાય વિચારીશ અને જો ઉપાય જડશે તો તમને કહીશ. હમણાં આપણે છૂટા પડીએ.'
ગુણસેન કૃષ્ણકાંતના ઘરેથી નીકળીને રાજમહેલમાં આવ્યો. તેને લાગ્યું કે મિત્રોએ તેનો સાથ છોડી દીધો છે. એનું મન રોષ, નિરાશા અને અસહાયતાની ભાવનાથી ઉદ્વિગ્ન બની ગયું હતું. તે સીધો જ પોતાના શયનખંડમાં પહોંચી ગયો. વસ્ત્રપરિવર્તન કરીને તે પલંગમાં પડ્યો.
૦ ૦ ૦ નગરશ્રેષ્ઠીની હવેલીમાં મહાજનો ભેગા થયા હતા. સહુના મુખ ઉપર ગંભીરતા છવાયેલી હતી. સહુ મૌન હતા. થોડીવારમાં પાંચ બ્રાહ્મણ આગેવાનો સાથે પુરોહિત યજ્ઞદને હવેલીના મંત્રણાખંડમાં પ્રવેશ કર્યો. નગરશ્રેષ્ઠીએ આવકાર આપ્યો. યજ્ઞદત્તને પોતાના પાસે બેસાડ્યો અને કહ્યું :
પુરોહિત, હવે તમે નિશ્ચિત રહો. તમારા પુત્રની સુરક્ષાનો અમે પાકો બંદોબસ્ત કર્યો છે. હવે તેને રાજકુમાર પ્રાયઃ નહીં સતાવે. અમે મહારાજાને મળી આવ્યા છીએ. મહારાજા, રાજકુમારની પ્રવૃત્તિથી અજાણ હતા. એમણે શાન્તિથી અમારી વાત સાંભળીને અમને આશ્વસ્ત કર્યા છે.'
નગર શ્રેષ્ઠી, કદાચ કુમાર માની જશે. પણ એના મિત્રો મહાશેતાન છે... એ લોકો...
પુરોહિત, અમે એ મિત્રોના પિતાઓને પણ સાવધાન કરી દીધા છે. એ મિત્રો રાજકુમારને સાથ નહીં આપે.” 'તો તો આપનો મહાન ઉપકાર...'
એક બ્રાહ્મણ-અગ્રણીએ કહ્યું : “અમે પણ પુરોહિત પરિવારની રક્ષા માટે યુવાનોને સાબદા કર્યા છે. પુરોહિતના ઘરની આગળ સો-સો શસ્ત્રસજ્જ યુવાને બેસી રહેશે. ૧૮
ભાગ-૧ ૪ ભવ પહેલો
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુમાર આવે કે કુમારના દોસ્તો આવે... કોઈને પુરોહિતના ઘરમાં પ્રવેશવા નહીં દે. જરૂર પડે લડી લેશે.'
‘તમે તમારી રીતે સારી વ્યવસ્થા ગોઠવી છે. જો કે કુમાર અને એના મિત્રો હવે આવશે જ નહીં..' નગરશ્રેષ્ઠીએ કહ્યું.
પુરોહિત યજ્ઞદત્ત બોલ્યા : “આપ સહુએ મારા પરિવાર પ્રત્યે ખૂબ સહાનુભૂતિ બતાવી છે. ઘોર ત્રાસમાંથી છોડાવવા પ્રયત્ન કર્યો છે. હું આપ સહુનો ઉપકાર ક્યારેય નહીં ભૂલી શકું.'
પુરોહિત, આજે પ્રત્યક્ષ રીતે આ પ્રસંગ તમારો છે, પરંતુ પરોક્ષ રીતે આ પ્રશ્ન સમગ્ર પ્રજાનો છે. આજે તમારો વારો છે, કાલે મારો વારો આવે.. રાજા પ્રજાને સુખ આપી શકે, દુઃખ નહીં. રાજા પ્રજાની રક્ષા કરે, પ્રજાનું ઉત્પીડન ના કરી શકે. માટે રાજાઓ ઉપર અનુશાસન જરૂરી હોય છે. અલબત, મહારાજા પૂર્ણચન્દ્ર પ્રજાવત્સલ રાજા છે... કુમાર કુતૂહલપ્રિય હોવાથી ને એવા જ સંસ્કારરહિત મિત્રો મળવાથી ખોટા રસ્તે ચઢી ગયા છે. મહારાજા તેમનું અનુશાસન કરીને સાચા રસ્તે લઈ આવશે. બાકી તો, ક્યારેક એક વ્યક્તિના ઘોર પાપોદય થાય છે ત્યારે સાચા માણસો પણ ભૂલ કરી બેસે છે... ને એ વ્યક્તિને અન્યાય કરે છે. તમે તો શાસ્ત્રોના જ્ઞાતા છો. તમારા પુત્રને ધર્મનો ઉપદેશ આપી સાંત્વના આપતા જ હશો.”
નગરશ્રેષ્ઠિ, જ્યારે ઘોર વેદનાથી મનુષ્ય વલવલતો હોય છે ત્યારે ધર્મનો ઉપદેશ તેને શાન્તિ આપી શકતો નથી. એ વખતે તો એની વેદનાને દૂર કરવી કે હળવી કરવી, એ જ શાન્તિ આપવાનો માર્ગ છે, અને આપ મહાજનોએ ખરેખર, મારા પુત્રની ઘોર.. અસહ્ય પીડાને દૂર કરવા સક્રિય પગલાં ભર્યા છે. અમારા પર પરમ ઉપકાર કર્યો છે.”
તે છતાં નિશ્ચિત ન બનતા, જાગતા રહેજો... યુવાનીનો ઉન્માદ ક્યારેક અનુશાસનની બેડીઓ તોડી નાંખે છે, મર્યાદાઓની રેખાઓને ભૂસી નાંખે છે. રાજકુમાર અને એના મિત્રો ગમે ત્યારે હુમલો કરીને તમારા પુત્રને ઉપાડી જાય...”
નગરશ્રેષ્ઠીએ સહુનો ઉચિત આદર-સત્કાર કરી, પ્રેમથી વિદાય આપી.
સેક
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુ:ખમાંથી દ્વેષ જન્મ અને દુઃખમાંથી વૈરાગ્ય પણ જન્મ. અગ્નિશર્માના ચિત્તમાં વૈરાગ્યભાવ જખ્યો.
લોકો તરફથી મારે ઘોર તિરસ્કાર સહન કરવો પડે છે, ઘોર ત્રાસ અને નરકની વેદના સહવી પડે છે. કોઈ મને બચાવી શકતું નથી. નથી મારા પિતા મારી રક્ષા કરી શકતા, નથી મારી માતા મને બચાવી શકતી... કેવી મારી અનાથતા છે? કેવી મારી અસહાયતા છે? આખા નગરમાં ઘોર પીડા હું એકલો જ સહન કરું છું.... મારા સિવાય બીજા કોઈને આવી પીડા સહવી પડતી નહીં હોય. કેમ આવું? મારા પિતાના મુખે ક્યારેક મેં સાંભળ્યું છે : “પાપથી દુ:ખ આવે, ધર્મથી સુખ મળે.'
અવશ્ય, મેં પૂર્વજન્મમાં પાપ કર્યો હશે. પૂર્વજન્મમાં મારા જીવે બીજા જીવોનો તિરસ્કાર કર્યો હશે! બીજા જીવોને ત્રાસ આપ્યો હશે! બીજા જીવોને દુઃખી કર્યા હશે! એનું ફળ આ જનમમાં મને મળ્યું છે!
હા, નહીંતર આ જનમમાં મેં કુમાર ગુણસેનનું કંઈ બગાડ્યું નથી! એને મેં દુઃખ આપ્યું નથી, એના મિત્રોને મેં ત્રાસ આપ્યો નથી. છતાં એ લોકો મને શા માટે દુઃખ આપે છે? શા માટે ભયંકર ત્રાસ આપે છે? પિતાજી કહે છે : “કારણ વિના કાર્ય થતું નથી.” આ જનમમાં એવું કોઈ પાપ મેં કહ્યું નથી કે જેના કાર્યરૂપે આવું ઘોર દુઃખ સહવું પડે. માટે માનવું જ પડે કે પૂર્વજન્મમાં મેં પાપ કરેલાં છે.
આ તો મારું અનુમાન છે. કાર્ય ઉપરથી કારણનું અનુમાન થાય છે. બાકી તો સર્વજ્ઞ મહાપુરુષો કાર્ય-કારણને પ્રત્યક્ષ જોતા હોય છે.
કેવું બેઢંગું... કદરૂપું શરીર લઈને હું જમ્યો છું. જ્યારે હું નાનો હતો, પરંતુ સમજણો થયો હતો. ત્યારે મારી માતાએ મારા પિતાને પૂછ્યું હતું : “મારી કૂખે આવો કદરૂપો પુત્ર કેમ જભ્યો? મોટા ભાગે પુત્ર કે પુત્રી, માતા પિતાનું રૂપ લઈને, આકાર લઈને જનમતા હોય છે... આપણા પુત્રમાં નથી તમારું રૂપ કે નથી મારું રૂપ. નથી તમારો આકાર કે નથી મારો આકાર.. આવું કેવી રીતે બન્યું હશે?”
હું આંખો બંધ કરીને સુતો હતો, મને ઊંઘ નહોતી આવી. હું માતા-પિતાનો વાર્તાલાપ સાંભળતો હતો... અને સમજતો હતો.
પિતાજીએ કહ્યું : “દેવી, તમારી વાત સાચી છે. પરંતુ એ સર્વ સાધારણ નિયમ છે કે સંતાનમાં માતા-પિતાનાં રૂપ અને આકાર અવતરે. પરંતુ દરેક નિયમને અપવાદ હોય છે. કોઈ સંતાન એવું પણ જન્મ કે જેનામાં માતા-પિતાનાં રૂપ-આકાર ન હોય! આપણો આ પુત્ર, એના પૂર્વજન્મોમાં ઘણાં પાપ કરીને આપણા ઘરમાં આવેલો છે.
ભાગ-૧ * ભવ પહેલો
૨૦
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારી માતાએ પૂછેલું : એ જીવ આપણા જ ઘરમાં કેમ જન્મ્યો? બીજા કોઈ નીચ કુળમાં કેમ ના જન્મ્યો?
પિતાજીએ એનો પ્રત્યુત્તર આપેલો : પૂર્વજન્મોમાં એનાં પાપોમાં આપણે કોઈ ને કોઈ રૂપે અનુમતિ આપી હશે... એનાં પાપોમાં સહયોગી બન્યા હોઈશું... માટે આ જનમમાં, એના દુઃખે આપણે દુઃખી થઈએ છીએ! ભગવાને... ઈશ્વરે એ જીવનો આપણા જ ઘરમાં જન્મ આપ્યો... દેવી, કેટલાંક પુણ્ય-પાપનાં ફળ આ જ જનમમાં મળે છે, કેટલાંક પુણ્ય-પાપનાં ફળ બીજા જનમોમાં મળે છે.
અવારનવાર મારાં માતા-પિતાના મુખે આવી વાતો હું સાંભળતો આવ્યો છું. મારા પિતા જ્ઞાની છે. શાસ્ત્રોનું અગાધ જ્ઞાન તેમણે મેળવેલું છે. મને એમના પ્રત્યે પ્રેમ છે, શ્રદ્ધા છે, આદર છે.
જો કોઈ અજ્ઞાની અને પાપી પિતા હોત તો મારો જન્મ થતાં જ, મારું કદરૂપું શરીર જોતાં જ મને ઉક૨ડામાં ફેંકી દીધો હોત... મને કોઈ જંગલમાં જંગલી પશુએ ફાડી ખાધો હોત... પરંતુ મારું એટલું કોઈ પુણ્ય બચેલું હશે... કે મને કરુણામયી માતા મળી અને જ્ઞાની પિતા મળ્યા.
ક્યારેય પણ મારી માતાએ મારું મન દૂભવ્યું નથી... ભલે નગરના હજારો લોકોએ મારો ઉપહાસ કર્યો, મને ઘોર દુઃખ આપ્યું... પરંતુ મારી વાત્સલ્યમયી માતાએ તો નર્યા પ્રેમથી પોતાના ખોળામાં લઈને દયાનાં આંસુ જ પાડયાં છે...
હું જાણું છું કે આવો કદરૂપો પુત્ર કોઈ માતાને ના ગમે, કોઈ પિતાને ન ગમે... છતાં ઈશ્વરની મારા પર એટલી દયા થઈ છે કે મારાં માતા-પિતાનો મને અગાધ પ્રેમ મળે છે. હા, મારા કારણે, મારા પ્રત્યેના પ્રેમના કારણે તે બંને ઘણાં દુ:ખી છે... મને ખવડાવ્યા વિના તેઓ ખાતાં નથી... મને સુવડાવ્યા વિના સૂતાં નથી. મેં એમને ઘણાં દુ:ખી કર્યાં છે... ક્યાં સુધી એમને દુઃખી કરીશ? જ્યાં સુધી મારું જીવન છે ત્યાં સુધી આ રાજકુમાર અને એના મિત્રો મને છોડવાના નથી... મારી ઘોર કદર્શના કરવાના જ. અને એના કારણે મારાં ઉપકારી માતા-પિતા દુઃખી થયા ક૨વાનાં.
ના, ના, મને એ ગમતું નથી. જ્યારે હું મારી વહાલી માતાને બોર-બોર જેવડાં આંસુ પાડતી જોઉં છું... મારું કાળજું ચિરાઈ જાય છે... જ્યારે જ્યારે ઘોર ઉદાસીના દરિયામાં મારા પિતાજીને ડૂબેલા જોઉં છું... પારાવર દુઃખ થાય છે... શું કરું? ક્યાં જાઉં? હું તો દુ:ખી થાઉં જ છું... મારા માતા-પિતાને પણ દુઃખી કરી રહ્યો છું...
ક્યારેક મને આપધાત કરીને મરી જવાનો વિચાર આવે છે. ક્યારેક જંગલમાં દૂર દૂર ભાગી જવાનું મન થાય છે. ક્યારેક સ્મશાનમાં જઈ કોઈ સળગતી ચિતામાં કૂદી પડવાની ઇચ્છા થાય છે. ક્યારેક મને દુઃખ આપનારા રાજકુમાર અને એના મિત્રોને મારી નાંખવાના વિચારો આવે છે... ભયંકર ક્રોધ આવી જાય છે... પણ
શ્રી સમરાદિત્ય મહાકથા
૧
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કાંઈ જ કરી શકતો નથી... કારણ કે એ રાજા છે, હું પ્રજા છું. એ રાજા છે, હું ટૂંક છું. ટંકનું રાજાની આગળ શું ચાલે?
* એ રાજકુમાર... રાજકુળમાં કેમ જન્મ્યો?
* એ રાજકુમારને સુંદર રૂપ કેમ મળ્યું?
* એ રાજકુમારને રહેવા માટે સુંદર મહેલ કેમ મળ્યો? પહેરવા માટે સુંદર વસ્ત્ર કેમ મળ્યાં? અને એ ધારે તે કરી શકે, એવી સત્તા કેમ મળી?
આવા પ્રશ્નો મારા મનમાં ઊઠ્યા કરતા હતા. એના ઉત્તરો મને મારા પિતાની વાતોમાં મળી જતા હતા.
* જેણે પૂર્વજન્મોમાં ધર્મ કર્યો હોય, એને આ જન્મમાં આવાં બધાં સુખ મળે છે! ઈશ્વર એને ઘણાંબધાં સુખ આપે છે...’
* જે કોઈ નાના-મોટા જીવને મારતા નથી.
* જે અસત્ય બોલતો નથી.
* જે ચોરી કરતો નથી.
* જે સદાચારોનું પાલન કરે છે.
* જે લોભ કરતો નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* જે ઈશ્વરનું પ્રણિધાન કરે છ.
* જે સત્પુરુષોનો સમાગમ કરે છે.
* જે દુઃખી જીવો પ્રત્યે દયા કરે છે...
તેને ઈશ્વર બીજા જન્મોમાં સુખ આપે છે.
ગુણર્સનને ઈશ્વરે સુખ આપેલું છે, એણે પૂર્વજન્મોમાં આવો ધર્મ કર્યો હશે, માટે જ તો ઈશ્વરે સુખ આપેલું છે! હું પણ જો આ ભવમાં ધર્મ કરું તો આવતા ભવમાં ઈશ્વર મને સુખ આપે! પછી કોઈ મારો ઉપહાસ નહીં કરે, કોઈ મને દુઃખી નહીં કરે, દુર્જનો મને ત્રાસ નહીં આપે.
૨૩
પરંતુ આવો ધર્મ, આ નગરમાં રહીને તો કરી નહીં શકાય. રોજ સવાર પડે છે ને કુમારના મિત્રો મને રમકડાની જેમ ઉપાડી જાય છે... ને આખો દિવસ મને ત્રાસ આપે છે. ઘોર વેદના હું અનુભવું છું... આવી સ્થિતિમાં હું ધર્મ કેવી રીતે કરી શકું?
મારે આ નગર છોડી દેવું જોઈએ.
પરંતુ, મને મારાં માતા-પિતા ક્યાંય જવા નહીં દે. પળેપળ મારી ચિંતા કરનારાં એ પ્રેમાળ માતા-પિતા, જો હું એમને કહ્યા વિના ચાલ્યો જાઉં તો, દુઃખી-દુઃખી થઈ જાય. મને પણ એમની સ્મૃતિ આવવાની... શું કરું? નગરમાં ૨હું તો દુઃખ છે, નગર છોડીને જાઉં છું, તો પણ દુ:ખ છે. ખરેખર, આ સંસાર જ દુઃખમય છે.
ભાગ-૧ * ભવ પહેલો
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ના, ના, મારાથી હવે રાજકુમાર અને એના મિત્રોનો ત્રાસ સહન થતો નથી. ભારે ગમે તેમ કરીને આ નગરથી દૂર દૂર ચાલ્યા જ જવું છે. માતા-પિતાને દુઃખ થશે, પરંતુ જેમ જેમ દિવસો પસાર થશે, તેમ તેમ દુઃખ ઓછું થતું જશે.અને દીર્ધકાળે દુઃખ ભુલાઈ જશે.
પણ હું ક્યાં જઈશ?
ઈશ્વર જ્યાં લઈ જશે ત્યાં જઈશ. મને આ જીવનનો કોઈ મોહ તો છે જ નહીં. જંગલમાં કોઈ વાઘ-વરુ મારું ભક્ષણ કરી જશે તોય મને ચિંતા નથી... અને ચોરડાકુ મળશે... તો મારું શું લૂંટી લેવાના છે? ગમે ત્યાં જઈશ. ઈશ્વરના રાજ્યમાં અંધેર તો નથી જ. ગમે ત્યાં આશ્રય મળી જશે. આ પ્રમાણે રાતભર વિચારો કરીને, છેલ્લા પ્રહરમાં એ ઊંઘી ગયો.
૦ ૦ ૦ ત્રણ દિવસ અગ્નિશર્મા માટે સારા ગયા. યજ્ઞદત્ત અને સોમદેવાને શાન્તિ મળી. આ બ્રાહ્મણ યુવાનો અને મહાજન આશ્વસ્ત થયા.
મહારાજા પૂર્ણચન્દ્રને પણ નિરાંત થઈ. પરંતુ રાજકુમાર ગુણસેન, ત્રણ દિવસમાં ખૂબ અસ્વસ્થ, બેચેન અને ચંચળ બની ગયો. મહાજનોના ભયથી, બ્રાહ્મણ યુવાનોની સતત ચોકીથી અને મિત્રોના અસહકારથી ગુણસેન અગ્નિશમની સાથે કર રમત રમી શક્યો નહીં. તે ઉદાસ, નિરાશ અને ક્રોધી બની ગયો.
ત્રીજા દિવસે સાંજે, યુવાનોએ અગ્નિશમની આસપાસની સુરક્ષા ઉઠાવી લીધી. મહાજનો પોતપોતાના વ્યવસાયમાં દત્તચિત્ત થઈ ગયા. મહારાજા પૂર્ણચન્દ્ર નિશ્ચિત બનીને પોતાના રાજકાર્યમાં પ્રવૃત્ત થયા.
ગુણસેને રાજમહેલના પોતાના ખંડમાં તેના મિત્રોને બોલાવ્યા. બંધબારણએ ગુપ્ત મંત્રણા કરી નિર્ણય કર્યો કે બીજા દિવસે ઉષાકાળે અગ્નિશમને ઉપાડી લાવવો!
ચારે મિત્રોને બીજું તો કોઈ કામ હતું નહીં. નાછૂટકે ત્રણ દિવસ ઘરમાં બેસી રહેવું પડ્યું હતું. ગુણસેને મિત્રોને સમજાવી દીધા!
આપણે હવે એને રાજમાર્ગો પર ફેરવવો નથી. કોઈનેય ખબર ન પડે એ રીતે, અગ્નિશમને રથમાં નાંખી નગરથી બે કોશ દૂર જે મહેલ છે, તે મહેલમાં લઈ જવો અને ત્યાં એની સાથે ક્રીડા કરવી. સાંજે... અંધારું થાય ત્યારે નગરની બહાર જ જીર્ણ મંદિરના ઓટલા પર એને મૂકીને, ચારે મિત્રોએ પોતપોતાના ઘરે પહોંચી જવું.'
સૂર્યોદય પહેલાં અગ્નિશર્માને લેવા જવા માટે ઝેરીમલ અને શત્રુઘ્ન નક્કી થયા. ગુણસેન અને કૃષ્ણકાંતે રથ લઈને બ્રાહ્મણોના મહોલ્લાની બહાર ઊભા રહેવાનું. શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અગ્નિશર્માને રથમાં નાંખીને રથને હંકારી જવાનો જંગલમાં. કોઈને શંકા ન પડે, એ રીતે મિત્રો છૂટા પડી ગયા.
બીજા દિવસે વહેલી સવારે સહુ નગરજનો મીઠી નિદ્રામાં લીન હતા ત્યારે ઝેરીમલ અને શત્રુઘ્ન, યજ્ઞદત્ત પુરોહિતના ઘરે પહોંચી ગયા. ઘરની સાંકળ ખખડાવી. યજ્ઞદ કમાડ ખોલ્યા વિના પૂછ્યું :
“કોણ છે?' “અમે અગ્નિના મામા.” ઝેરીમલે જવાબ આપ્યો. યજ્ઞદો ક્યારેય પણ ઝેરીમલનો અવાજ સાંભળેલો ન હતો. કારણ કે હમેશાં અગ્નિશર્માને લેવા માટે કૃષ્ણકાંત આવતો હતો. યજ્ઞદરે કમાડ ખોલ્યાં.
તરત જ ઝેરીમલ ઘરમાં દાખલ થઈ ગયો. શત્રુબ કમાડ પાસે ઊભો રહ્યો. ઝેરીમલે ઘરમાં પ્રવેશીને ઊંઘતા અગ્નિશર્માને ઉપાડ્યો... યજ્ઞદત્ત એને રોકે, એ પહેલાં તો ઝેરીમલ ઘરની બહાર નીકળીને દોડ્યો... શત્રુને યજ્ઞદત્તને ધમકી આપી : “જો અત્યારે હોબાળો કરીશ તો તારા દીકરાને તું જીવતો નહીં જુએ. સાંજે નગરની બહારના મંદિરના ઓટલા પરથી એને લઈ આવજે.” - શત્રુઘ્ન દોડીને રથ પાસે આવ્યો. રથમાં બેસી ગયો. ગુણસને રથને દોડાવી મૂક્યો. ચારે મિત્રો પાછા ગેલમાં આવી ગયા હતા.
જંગલના મહેલના દ્વારે રથ આવીને ઊભો.
કુમાર રથમાંથી નીચે ઊતર્યો અને ચાવીથી તાળું ખોલીને દરવાજો ખોલી નાંખ્યો. કૃષ્ણકાંતે રથને મહેલના વિશાળ મેદાનમાં લઈ લીધો. ગુણસેને દરવાજો બંધ કરી, અંદરથી સાંકળ ચઢાવી દીધી.
રથને મેદાનમાં મૂક્યો. ઘોડાઓને મેદાનમાં છૂટા મૂકી દીધા. ચારે મિત્રો, અગ્નિશર્માને લઈ મહેલના વિશાળ ખંડમાં આવ્યા.
ગુણસને કહ્યું : “સર્વપ્રથમ આપણે દુગ્ધપાન કરીએ અને અલ્પાહાર કરીએ. શત્રુઘ્ન, રથમાંથી દૂધ અને અલ્પાહારનો ડબ્બો લઈ આવ.'
ચાર મિત્રોએ અગ્નિશમને પણ દૂધ આપ્યું ને મીઠાઈ આપી. પરંતુ અગ્નિશર્માએ ન દૂધ પીધું ના અલ્પાહાર કર્યો. આજ પહેલી જ વાર તે બોલ્યો : “તમે મને રોજરોજ યમરાજ જેવું દુઃખ આપો છો... વર્ષોથી હું એ દુઃખ સહું છું... આજે આ જંગલમાં મારા આ શરીરના ટુકડા કરીને પશુઓને ખાવા માટે ફેંકી દો...'
ચારે મિત્રો હસ્યા. ગુણસેને કહ્યું : “તને મારી નાંખીએ, પછી અમારે કોની સાથે રમવાનું?
ઝેરીમલ બોલ્યો : “અમે તને ખવડાવી-પીવડાવીને તાજા-માજો રાખીશું. જેથી રમવામાં તું થાકે નહીં? થોડું ખાઈ લે. પછી તારે શિકારી કૂતરા સાથે આજે લડાઈ
ભાગ-૧ ક ભવ પહેલો
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરવાની છે! ખાધું હશે તો લડવાની શક્તિ આવશે... નહીંતર કૂતરો તને ફાડી ખાશે!'
‘તો તો બહુ સારું. જીવનનો અંત આવી જાય, એ જ હું ઇચ્છું છું. કૂતરો જ શા માટે, ભૂખ્યા વાઘને મારા પર છોડી દો ને..!'
‘કોઈપણ ભોગે અમે તને મરવા તો નહીં દઈએ! તું તો અમારું પ્રિય રમકડું છે! તારા થકી તો વર્ષોથી અમે આનંદ લૂંટીએ છીએ.’
‘મારે ખાવું-પીવું નથી. ક્યાં છે તમારો શિકારી કૂતરો... છોડી મૂકો એને મારા ઉપર... હું મેદાનમાં જાઉં છું... તમે કૂતરાને લઈને આવો...'
અગ્નિશમાં મેદાનમાં ગયો.
ગુણસેન મહેલના અંદરના ખંડમાં બાંધેલા શિકારી કૂતરાને છોડીને લઈ આવ્યો. લાંબી સાંકળ એના ગળામાં હતી. સાંકળના છેડે મોટું કડું હતું. તેને પકડીને ગુણસેન મેદાનમાં આવ્યો. અગ્નિશર્મા મેદાનની વચ્ચે જ બેસી ગયો હતો. કૂતરાએ એના પર હુમલો કરી દીધો. અગ્નિશર્મા જમીન પર ઢળી પડ્યો. કૂતરો છાતી પર ચઢી ગયો અને તેના તીક્ષ્ણ દાંત અગ્નિશર્માના પેટમાં ઘૂસી ગયા. અગ્નિશર્મા ચીસો પાડવા માંડ્યો. ગુણસેન અને એના મિત્રો ખડખડાટ હસવા લાગ્યા, તાલીઓ પાડવા લાગ્યા. પેટમાંથી દાંત કાઢી કૂતરો પેટને ચીરી નાંખવા તૈયાર થયો... કે ગુણસેને સાંકળ ખેંચી. કૂતરાને અગ્નિશર્માથી દૂર કરી દીધો. અગ્નિશર્માના પેટમાંથી લોહીની ધારા વહેવા લાગી હતી.
કૂતરાની સાંકળ કૃષ્ણકાંતે પોતાના હાથમાં લીધી. અગ્નિશર્મા દર્દથી પીડાતો ઊંધો સૂઈ ગયો હતો. કૂતરો એની પીઠ પર ચઢી ગયો અને પીઠને કરડવા લાગ્યો... અગ્નિશર્મા ગુલાંટ ખાઈ ગયો... કૂતરાએ એના મોઢા પર બચકું ભરી લીધું...
અગ્નિશર્મા પોકે પોકે રોવા માંડયો... તેનું શરીર લોહીલુહાણ થઈ ગયું હતું. કૃષ્ણકાંતે સાંકળ ખેંચીને કૂતરાને એની પાસે લઈ લીધો.
અગ્નિશર્માને ત્યાં જ પડેલો રાખીને ચારે મિત્રો મહેલમાં ગયા. શત્રુઘ્ને કહ્યું : ‘આ બ્રાહ્મણનો બચ્ચો મરી તો નહીં જાય ને? જો મરી ગયો તો આપણા ચારેયનું આવી બન્યું સમજજો.’
ગુણસેને કહ્યું : ‘આટલામાં કંઈ એ મરે નહીં. જુઓ, આટલે સુધી એની ચીસો સંભળાય છે ને? એ પઠ્ઠામાં ઘણી શક્તિ રહેલી છે.’
‘પણ જો શરીરમાંથી ઘણું લોહી વહી જાય... તો મરી જવાનો ભય ખરો!' કૃષ્ણકાંતે શંકા વ્યક્ત કરી.
ઝે૨ીમલે કહ્યું : ‘હું એનું વહેતું લોહી બંધ કરું છું. હું એવી વનસ્પતિ જાણું છું. એ વનસ્પતિનો રસ ઘા ઉપર રેડવાથી લોહી બંધ થઈ જાય છે.’ ઝેરીમલ, મહેલનો
શ્રી સમરાદિત્ય મહાથા
For Private And Personal Use Only
શ
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દરવાજો ખોલી જંગલમાં ગયો. વનસ્પતિ લાવીને એનો રસ કાઢી, અગ્નિશર્માના શરીરે લગાડ્યો.
શત્રુઘ્ન ગુણસેનને કહ્યું : “આ વાતની ખબર મહારાજાને પડવાની, મહાજનને પડવાની અને નગરવાસીઓને પણ પડવાની..”
ભલે ને પડે! શું કરી નાંખશે એ લોકો?” કદાચ મહારાજા આપણને દેશનિકાલની સજા કરે..' તો હું મારી માતા દ્વારા એ સજા માફ કરાવીશ...' “અને મહારાજાએ ક્ષમા ના આપી તો?'
તો જોયું જશે! અત્યારે શા માટે ચિંતા કરે છે? આપણે અહીં મજા કરવા આવ્યા છીએ, ચિંતાઓ કરવા નહીં!'
શત્રુઘ્ન મૌન થઈ ગયો, પણ તેના મનમાં તો ભય પેસી જ ગયો હતો. કૃષ્ણકાંત પણ બેચેન હતો.. અગ્નિશર્મા ઘોર પીડાથી કરાહતો હતો. “હે ઈશ્વર, હવે તો આ ત્રાસથી મને છોડાવ...” એમ રોતાં રોતાં ઈશ્વરને પ્રાર્થના કરતો હતો.'
0 0 0 કૃષ્ણ પક્ષની અષ્ટમીનું અંધારું પૃથ્વી પર પ્રસરી ગયું હતું. જંગલમાં આવેલા મહેલમાંથી, અગ્નિશમને લઈને રથ બહાર નીકળ્યો અને ક્ષિતિપ્રતિષ્ઠિત નગર તરફ દોડવા લાગ્યો.
નગરની સુરક્ષા માટે ચારે બાજુ પથ્થરનો કિલ્લો હતો, એ કિલ્લામાં, ચાર દિશાના ચાર દ્વાર હતાં. ઉત્તર દિશાના દરવાજાની બહાર એક જીર્ણ મંદિર હતું. રથ એ મંદિરની બહાર આવીને ઊભો. ઝેરીમલ રથમાંથી નીચે ઊતર્યો. તેણે અંધકારમાં ચારે બાજુ જોયું. ઝડપથી અગ્નિશર્માને રથમાંથી ઉપાડીને મંદિરના ઓટલા પર સુવાડી દીધો અને રથમાં બેસી, રથને નગરની અંદર દોડાવી મૂક્યો. રાજમહેલથી થોડે દૂર, એક નિર્જન જગા પર રથ ઊભો રહ્યો. તેમાંથી ત્રણ મિત્રો ઊતરી ગયા. ગુણસેન રથને લઈને રાજમહેલના દ્વારે આવ્યો. રથ દ્વારપાલને સોંપીને એ રાજમહેલનાં પગથિયાં ચડી ગયો.
કોઈપણ જાતના વિદ્ધ વિના, મનનું ધાર્યું કરીને પાછા આવી જવાનો આનંદ અનુભવતો ગુણસેન રાણી કુમુદિનીના મહેલમાં પહોંચ્યો.
વત્સ, આજ સવારથી તમારાં દર્શન દુર્લભ હતાં!' રાણીએ કુમારના માથે હાથ પસવારતાં પૂછુયું.
“મા, અમે મિત્રો આજે વહેલી સવારે અમારું પેલું રમકડું લઈને આપણા જંગલના મહેલમાં ગયા હતા. મા, આજે ખૂબ મજા આવી... શિકારી કૂતરા દ્વારા એની સાથે ખેલ ક્ય!'
ભાગ-૧ ૪ ભવ પહેલો
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘તમારે જે કરવું હોય તે કો, પરંતુ જગજાહેર ના કરો.’
‘આજે તો કોઈને ખબર પડી નહીં હોય....
‘એ હું જાણતી નથી, પરંતુ તારા પિતાજીએ આજે ભોજન નથી કર્યું. ચાર દિવસથી તેઓ મારી સાથે બોલતા નથી. કોઈ ગંભીર ચિંતનમાં ડૂબેલા છે...'
‘મા, એમને ક્ષુધા નહીં સતાવતી હોય, મને તીવ્ર ક્ષુધા લાગેલી છે... અહીં જ ભોજન મંગાવી લે... આપણે બંને અહીં ભોજન કરી લઈશું.'
રાણીએ પરિચારિકાને રસોડામાં મોકલીને કુમાર માટે ભોજન મંગાવી લીધું. કુમારને ભોજન કરાવ્યું. પોતે ભોજન ના કર્યું. કુમારે પૂછ્યું પણ નહીં... ભોજન કરીને કુમારે, અગ્નિશર્મા સાથે ખેલવાની ક્રૂર રમતોની યોજના કહી સંભળાવી. રાણી મૌનપણે સાંભળતી રહી. જો કે કુમારની વાતો એને જરાય ગમી નહીં, પરંતુ તેણે સ્નેહવશ કુમારને મૌન અનુમતિ આપી દીધી. કુમારનો વિશ્વાસ દૃઢ થયો - ‘મારી માતા મારા પક્ષે છે. મને હવે કોઈનો ભય નથી.’
* કુમાર કૂદતો ઊછળતો પોતાના ખંડમાં પહોંચ્યો.
* પુરોહિત યજ્ઞદત્ત, તેના પુત્ર અગ્નિશર્માને શકટમાં નાંખીને ઘેર પહોંચ્યો. ઘરના ઓરડામાં અગ્નિશર્માને સુવાડીને, તેણે ધરનું દ્વાર અંદરથી બંધ કરી દીધું. અગ્નિશર્માના શરીર પર પડેલા ઘા અને લોહીના ધબ્બા જોઈને યજ્ઞદત્ત તથા સોમદેવા રડી પડ્યાં. અગ્નિશર્માનાં લોહીથી ખરડાયેલાં અને ફાટી ગયેલાં વસ્ત્રો જોઈને... ‘આજે એ દુર્ઝાએ ખૂબ ત્રાસ આપ્યો...' એ વાત સમજી ગયાં. ગરમ પાણીથી અગ્નિશર્માને સ્નાન કરાવ્યું. ઘા ઉપર ઔષધ લગાડ્યું અને ચોખ્ખાં વસ્ત્રો પહેરાવ્યાં.
અગ્નિશર્માએ ‘આજે મારા પર શિકારી કૂતરાને છોડી મૂક્યો હતો,' એ વાત ના કરી. કારણ કે એ માતા-પિતાને વધારે દુ:ખી કરવા નહોતો ઇચ્છતો, યજ્ઞદત્તે પણ સવારથી લોકોને એક જ વાત કરી હતી : ‘અગ્નિના મામા આવીને અગ્નિને લઈ ગયા છે. રાત્રે પાછો એને મૂકી જશે.' એટલે નગ૨માં શાન્તિ હતી.
સોમદેવાએ યજ્ઞદત્તને કહ્યું : 'આજે તો એ નરાધમોએ ત્રણ દિવસનું ભેગું દુઃખ આપ્યું છે અગ્નિને... એક દિવસ એ લોકો મારા પુત્રને મારી નાંખશે... તમે મહાજનને આજની વાત કરો.'
યજ્ઞદત્તે કહ્યું : મારા મનમાં સવારથી ગડમથલ ચાલે છે... શું કરું? જો મહાજનને જઈને વાત કરું તો વાત મહારાજા પાસે જાય. મહારાજા કુમારને સજા કરે... તેથી કુમાર રોષે ભરાય... રાણી મહારાજાથી રિસાઈ જાય... રાજમહેલમાં ક્લેશ થાય... કુમારના મિત્રો સંભવ છે કે રાત્રે ધરને આગ ચાંપી દે... આપણને જીવતાં સળગાવી દે...’
અગ્નિશર્મા આંખ મીંચીને પથારીમાં પડ્યો હતો. એ માતા-પિતાનો વાર્તાલાપ અક્ષરશઃ સાંભળતો હતો,
શ્રી સમરાદિત્ય મહાકા
For Private And Personal Use Only
૭
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સોમદેવાએ પૂછયું : “તો પછી શું કરવાનું?”
યજ્ઞદત્તે કહ્યું : ઈશ્વરેચ્છાને આધીન રહેવાનું. ઈશ્વરને પ્રાર્થના કરવાની કે રાજકુમારની બુદ્ધિ સુધરે... ને અગ્નિ પર કૃપા કરે.' સોમદેવા મૌન થઈ ગઈ. તેણે અગ્નિશર્માને પથારીમાં બેઠો કર્યો અને ભોજન કરાવ્યું.
ભોજન કરીને અગ્નિશર્માએ કહ્યું : “મા, તું અને પિતાજી દુઃખી ના થાઓ. મેં બાંધેલાં પાપકર્મોની સજા મારે ભોગવવી જ પડશે. ભોગવ્યા વિના એ કર્મોનો નાશ થવાનો નથી. મેં પૂર્વજન્મોમાં ધર્મ કર્યો નથી. પાપો જ કરેલો છે. એટલે મને સુખ ક્યાંથી મળે?
પિતાજી, આપ મને ધર્મશાસ્ત્રોની વાતો સંભળાવો. મને એ વાતો સાંભળવાથી શાન્તિ મળશે, સમતા મળશે.” અગ્નિશર્માની સમજદારીભરી વાત સાંભળીને પુરોહિત રડી પડ્યા.
“વત્સ, તારું કથન સત્ય છે. ઘોર દુ:ખોમાં પણ સમતા પામવાનો એ જ સાચો ઉપાય છે. છતાં બેટા, તારું દુઃખ અમારું દુઃખ બની ગયું છે... તારી વેદના અમારી વેદના બની ગઈ છે. તારું દુઃખ દૂર કરવા માટેની ચિંતા સતત અમને સતાવી. રહી છે.'
ના કરો ચિંતા પિતાજી.” વત્સ, ચિંતા અમે કરતાં નથી, થઈ જ જાય છે ચિંતા. આ હૃદય જ એવું છે. મારા કરતાં વધારે ચિંતા તારી માતા કરે છે....”
હું કરતી નથી ચિંતા, થઈ જાય છે ચિંતા, પુત્ર દુઃખના દાવાનલમાં સળગતો હોય... પછી ચિંતા ના થાય?' સોમદેવાની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વહેવા લાગ્યો.
ગમે તે હો, આજે યજ્ઞદર અને સોમદેવાને ઊંઘ આવી ગઈ હતી. અગ્નિશર્માને થોડી-થોડી વેદના થતી હતી, ઊંઘ આવતી ન હતી. તેણે મનોમન ગૃહત્યાગનો સંકલ્પ કરી લીધો હતો. “હું આ ઘર અને આ નગર છોડીને દૂર દૂર અજ્ઞાત પ્રદેશમાં ચાલ્યો જાઉં, એ જ આ દુઃખોમાંથી છૂટવાનો ઉપાય છે.
તે ઊભો થયો. ઘસઘસાટ ઊંઘતાં માતા-પિતાને ભાવથી પ્રણામ કર્યા. જરાય અવાજ ના થાય, એ રીતે દરવાજાની સાંકળ ખોલી, કમાડ ખોલીને તે બહાર નીકળી ગયો. સાચવીને કમાડ બંધ કર્યા, અને મધરાતના અંધકારમાં જાણે કે એ આંગળી ગયો.
બ્રાહ્મણ મહોલ્લાની વચ્ચે ઊભેલા પીપળાના વૃક્ષ પર બેઠેલા ઘુવડે ધૂ... ઘૂ.. ધૂનો અવાજ કરીને કોઈ સંકેત કર્યો.
છે
એક
ભાગ-૧ * ભવ પહેલો
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
|
૪
n]
બ્રાહ્મમુહૂર્તમાં યજ્ઞદત્તે નિદ્રાનો ત્યાગ કર્યો. સોમદેવા પણ જાગી ગઈ. જાગતાંની સાથે જ એની દૃષ્ટિ અગ્નિશમની પથારી તરફ ગઈ. અગ્નિશમને પથારીમાં ન જોતાં એ છળી પડી : “અરે, અગ્નિ ક્યાં ગયો એકલો?”
હું પણ હમણાં જ જાગ્યો. જોઉં છું, પાછળ વાડામાં કદાચ ગયો હોય.' યજ્ઞદત્ત પરમાત્માનું નામસ્મરણ કરતા કરતા વાડામાં ગયા. સોમદેવા દીપક લઈ આવી. આખો વાડો જોઈ વળ્યાં, પરંતુ તેને અગ્નિ ન મળ્યો. સોમદેવાની આંખો ભીની થઈ ગઈ. એનો સ્વર ગદ્દગદ થઈ ગયો... “અરેરે, આજે મને કેવી ઘોર નિદ્રા આવી ગઈ?” મારે પણ એક જ ઊંઘે સવાર થઈ છે...”
તો શું પેલા દુષ્ટો આવીને મધ્યરાત્રીમાં ઉપાડી ગયા હશે? ઘરની અંદરની સાંકળ જોઈ?”
“ના, હવે જોઈ લઈએ.' પતિ-પત્ની ઘરમાં આવ્યાં. અંદરની સાંકળ ખૂલેલી હતી. દ્વાર ખોલીને બંને બહાર નીકળ્યાં.
હાથમાં દીવો લઈને બ્રાહ્મણવાસના નાકા સુધી ગયાં. ઘરો બંધ હતાં. થાન શાન્ત હતાં.
“શું થયું હશે અગ્નિનું? એ સ્વયં એકલો તો ક્યાંય જાય નહીં. તો શું પેલા યમદૂતે બારણું ખખડાવ્યું હશે? અગ્નિ જાગી ગયો હશે? એણે ઊભા થઈને બારણું ખોલ્યું હશે? ખોલવાની સાથે યમદૂતે તરાપ મારીને અગ્નિને ઉપાડી લીધો હશે? જો આવું કંઈ બન્યું હોય તો એની તપાસ કરવી વ્યર્થ છે. પરંતુ આજ દિન સુધી એ લોકો આ રીતે ક્યારેય અગ્નિને લઈ ગયા નથી.....”
પતિ-પત્ની, લમણે હાથ દઈ સૂર્યોદય સુધી બેસી રહ્યાં. મહોલ્લો જાગી ગયો હતો. રાબેતા મુજબ લોકોની પ્રવૃત્તિ ચાલુ થઈ ગઈ હતી. યજ્ઞદરે સ્નાન નહોતું કર્યું. પૂજાપાઠ નહોતો કર્યો. સોમદેવાએ કહ્યું :
નાથ, આપ સ્નાન કરીને પૂજાપાઠ કરી લો. યજ્ઞદત્તે મૌન રહી અનુમતિ આપી. સોમદેવાએ પાછળના વાડામાં પાણીનું ભાજન મૂકી દીધું અને ત્વરાથી એ મહોલ્લાના દ્વિજ શ્રેષ્ઠને ત્યાં પહોંચી. શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વયોવૃદ્ધ દ્વિશ્રેષ્ઠ પણ પૂજાપાઠમાં બેસવાની તૈયારી જ કરતા હતા, ત્યાં તેમણે સોમદેવાને ઘરમાં પ્રવેશતી જોઈ, તેમણે પૂછ્યું :
પુત્રી, તને અને તારા પુત્રને કુશળ છે ને?'
પૂજ્ય, આજે અમે બંને જ્યારે બ્રાહ્મમુહૂર્તમાં જાગ્યાં. ત્યારે અગ્નિની પથારી ખાલી હતી. અમે ઘરમાં અને મહોલ્લામાં તપાસ કરી પણ અગ્નિ નથી મળ્યો....'
પેલા ઉદ્ધત યુવાનો તો ઉપાડી નહીં ગયા હોય?”
એ લોકો ક્યારેય આ રીતે રાત્રિના સમયે ઉપાડી નથી ગયા. અને ઉપાડી જાય તો કંઈક અવાજ થાય... અગ્નિની ચીસ સંભળાય... આવું કંઈ જ સાંભળ્યું નથી.'
તો પછી!' કંઈ સમજાતું નથી. એ એકલો તો ક્યારેય ઘરની બહાર નીકળે નહીં, રાત્રે તો નહીં જ.”
બેટા, તું જા, હું ઈશ્વર પૂજા કરીને તારા ઘરે આવું છું.' બ્રાહ્મણ સમાજના વયોવૃદ્ધ અગ્રણીની યજ્ઞદત્ત-સોમદેવા પ્રત્યે ગુણદષ્ટિ હતી, હૈયે કોમળ લાગણી હતી. અગ્નિશર્માના ઉત્પીડનથી તેઓ દુઃખી હતા. તેઓ પૂજાપાઠમાં બેઠા. સોમદેવા પોતાના ઘરમાં ગઈ. યદત્ત ઈશ્વરધ્યાનમાં લીન હતા.
સોમદેવાએ ભીની આંખે ઘરનાં કામ આટોપવા માંડ્યાં. મનમાં અગ્નિશર્માના જ વિચારો ચાલે છે. જો કૃષ્ણકાંત કે એનો કોઈ મિત્ર, અગ્નિને લેવા આવે, તો નક્કી થઈ જાય કે એ લોકો અગ્નિને નથી લઈ ગયા.. જો લેવા ન આવે તો માનવું પડે કે એ લોકો જ લઈ ગયા છે. એમનો સમય, અગ્નિને લઈ જવાનો, હવે થાય છે. દિવસના પ્રથમ પ્રહરની છેલ્લી બે ઘડીમાં એ લોકો આવે છે.
પરંતુ આજે ના પણ આવે. જેમ ગઈ કાલે, ત્રણ દિવસ પછી અગ્નિને લઈ ગયેલા, તેમ વળી ત્રણ-ચાર દિવસ ના લઈ જાય, એવું પણ બને.” સોમદેવા મૂંઝાઈ ગઈ. એને ન સમજાયું કે અગ્નિને કોણ અને ક્યારે ઉપાડી ગયું. પુત્રસ્નેહથી તે વ્યથિત અને વ્યાકુળ બની ગઈ. યજ્ઞદત્ત પૂજાપાઠ પૂર્ણ કરી ઊભા થયા. દ્વિજ શ્રેષ્ઠ ઘરમાં પ્રવેશ કર્યો.
યજ્ઞદ સ્વાગતવચનો કહ્યાં અને દ્વિજ શ્રેષ્ઠને બેસવા માટે કાષ્ટાસન આપ્યું. દ્વિજ શ્રેષ્ઠ કહ્યું : “મહાનુભાવ, આપણે નગરશ્રેષ્ઠી પાસે જઈને બધી વાત કરીએ.”
યજ્ઞદત્તની સાથે દ્વિશ્રેષ્ઠ નગરશેઠની હવેલીએ આવ્યા. નગરશ્રેષ્ઠી પ્રાભાવિક કાર્યોથી પ્રવૃત્ત થઈને બેઠા હતા. તેમણે બંને બ્રાહ્મણોનું ઉચિત સ્વાગત કર્યું, અને
ભાગ-૧ % ભવ પહેલો
30
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સેવકે તેમને બેસવા માટે આસનો આપ્યાં.
વિજ શ્રેષ્ઠીએ યજ્ઞદત્તની સામે જોઈને કહ્યું : “મહાનુભાવ, રાત્રે જે ઘટના બની, તેને યથાર્થરૂપે, નગરશ્રેષ્ઠી સમક્ષ કહી દે.'
યજ્ઞદને જે વાત બની હતી તે કહી દીધી. નગરશ્રેષ્ઠી ચોંકી ઊઠ્યા. યજ્ઞદત્તે સાથે સાથે ગઈ કાલની વાત પણ કરી દીધી. કેવી લોહીલુહાણ હાલતમાં તે અગ્નિને, ગામ બહારના મંદિરના ઓટલેથી લઈ આવેલા... તે વાત કરી. નગરશ્રેષ્ઠી, યજ્ઞદત્તની વાત સાંભળીને મક્કમ સ્વરે બોલ્યા : “હવે અમારે એ ચંડાળ-ચોકડીની સાન ઠેકાણે લાવવી પડશે. તે માટે રાજસત્તા સામે માથું ઊંચકવું પડશે. પ્રજાને આ રીતે પીડાવા ન જ દેવાય, યજ્ઞદત્ત, જાઓ તમે તમારા ઘેર, હવે તમારા પુત્રની તપાસ હું કરાવીશ.'
દ્વિજ શ્રેષ્ઠને પ્રણામ કરી, તે બંનેને નગરશ્રેષ્ઠીએ વિદાય આપી. વિદાય આપીને તરત જ તેમણે મહાજનોને બોલાવી લાવવા સેવકોને રવાના કર્યા.
આજે કોઈપણ ભોગે રાજકુમારને, એના પિતરાઈ ભાઈ કૃષ્ણકાંતને, મંત્રીપુત્રને અને સેનાપતિપુત્રને સીધા કરવા જ પડશે. એ લોકો સમજાવ્યા નહીં સમજે, બીજો જલદ ઉપાય કરવો પડશે.”
નગરશ્રેષ્ઠીનો સંદેશ મળતાં ટપોટપ મહાજનોના રથ નગરશ્રેષ્ઠીની હવેલીની બહાર આવવા માંડ્યા બે ઘડીમાં સમગ્ર મહાજન ભેગું થઈ ગયું, નગરશ્રેષ્ઠીએ મહાજનનું સ્વાગત કરી, યજ્ઞદત્ત પાસેથી સાંભળેલી વાત કરી અને આજ રાતથી અગ્નિશર્મા લાપતા છે, એ વાત કહી. મહાજનો અકળાયા.
આપણે સહુ મહારાજાને મળીએ. કદાચ, ગઈકાલની અને રાતની વાત મહારાજા નહીં જાણતા હોય. તેમની સમક્ષ જ ચિંડાળ-ચોકડીને બોલાવીએ... પૂછીએ... પછી શું કરવું, તે માટે અહીં ભેગા થઈએ. બરાબર છે?” નગરશ્રેષ્ઠીએ પૂછ્યું. સહુએ જવાબ આપ્યો : “બરાબર છે.'
તો ચાલો, સહુ પોતપોતાનાં વાહનોમાં બેસી જાઓ. અત્યારે જ મહારાજા પાસે જઈએ.'
એક-બે કે દસ-બાર રથ નહીં, પૂરા ૧૦૮ રથ રાજમહેલના વિશાળ મેદાનમાં જઈને ઊભા રહ્યા. નગરશ્રેષ્ઠીની પાછળ ધીર, ગંભીર અને પ્રતિષ્ઠિત મહાજનો મહેલનાં પગથિયાં ચઢવા લાગ્યા.
૦ ૦ ૦ રાજમાર્ગ પરથી મહાજનોના ૧૦૮ રથોને રાજમહેલ તરફ જતા જોઈને, નગરવાસી લોકો અનેક તર્ક-વિતર્ક કરવા લાગ્યા. શત્રુઘ્નની હવેલી રાજમાર્ગ પર હતી. તેણે શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ મહાજનોને રાજમહેલ તરફ જતા જોયા..સહુની ગંભીર મુખમુદ્રા જોઈ.... તે વિચારમાં પડી ગયો. “શું પેલો.. અગ્નિશર્મા મરી ગયો હશે? કાલે શિકારી કૂતરાએ એને લોહીલુહાણ કરી નાંખ્યો હતો... જો એ મરી ગયો હશે... તો તો અમારે આ નગરમાંથી ભાગે જ છૂટકો છે.. લાવ, હું કૃષ્ણકાંતને મળું,'
શત્રુઘ્ન તરત જ કૃષ્ણકાન્તની હવેલીએ પહોંચ્યો. ત્યાં ભાગ્યયોગે ઝેરીમલ પણ મળી ગયો. ત્રણે મિત્રો ભેગા થઈ ગયા. શત્રુઘ્ન પૂછ્યું :
પેલા અગ્નિશર્માના કોઈ સમાચાર?” એ એના ઘરમાં નથી. એની શોધખોળ ચાલી રહી છે...' આપણા ઉપર જ શંકા આવી હશે?
બીજા કોના પર આવે? આપણે જ એને ઉપાડી લાવીએ છીએ, એ જગજાહેર છે.”
પરંતુ આજે તો આપણે નથી ઉપાડી લાવ્યા ને? કોણ ઉપાડી ગયું હશે, એ આપણે વિચારવું પડશે ને?' “શું ગુણસને બીજા કોઈ માણસો દ્વારા તો....”
સંભવ ખર... આપણે તો ના જ પાડી હતી. હવે ત્રણ-ચાર દિવસ એને વિશ્રામ આપવાનું કહ્યું હતું. કુમારને કદાચ એ વાત ન ગમી હોય... ‘તો હું મહેલમાં જઈને તપાસ કરું?' કૃષ્ણકાંતે પૂછ્યું.
મને લાગે છે કે મહેલમાંથી આપણને બોલાવવા કોઈ સેવક અહીં આવ્યો સમજો. પરિસ્થિતિ ગંભીર લાગે છે...” શત્રુઘ્ન કહ્યું.
હા, જો પેલો મરી ગયો હશે તો મહાજનને મોટું દેખાડવા જેવું નહીં રહે.” ઝેરીમલ બોલ્યો. “અરે, મહાજન આપણને ચારેયને શૂળીએ ચઢાવી દે....”
ના, ના, મહારાણી આપણો બચાવ કરશે...” ત્રણે મિત્રો ચિંતિત બન્યા. તેમના હૃદયમાં ભય પેસી ગયો. મહાજનોની સત્તાને તેઓ જાણતા હતા. તેમણે પોતે કરેલા અપરાધોને પણ તેઓ જાણતા હતા.
૦ ૦ ૦ મહારાજા, કુમારે અને એમના મિત્રોએ આપની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે. ગઈ કાલે પેલા બ્રાહ્મણપુત્રને તેમણે લોહીલુહાણ કરીને નગરની બહાર જીર્ણ મંદિરના ઓટલા પર ફેંકી દીધો હતો.'
૩૨
ભાગ-૧ ૪ ભવ પહેલો
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નગરશ્રેષ્ઠી અને મહાજનો, ગઈકાલની આ ઘટના હું જાણતો નથી. તમે કહો છો, એટલે વાત સાચી જ હશે.”
અને, રાત્રિના સમયે એ બ્રાહ્મણપુત્રનું અપહરણ થયું છે. એને કોઈ ઉપાડી ગયું
બીજું કોણ ઉપાડી જાય? દુષ્ટ ગુણસેન સિવાય, આવું ઘોર પાપ કરવાની હિંમત બીજો કોઈ નગરવાસી ન કરી શકે. હું તમારા સહુની સમક્ષ કુમારને બોલાવું છું.” મહારાજા પૂર્ણચન્દ્ર રોષથી ધમધમી ઊઠ્યા.
મહામંત્રીજી અને સેનાપતિજી, આપ પણ આપના પુત્રરત્નોને બોલાવી લો તો સાથે સાથે બધાનો ન્યાય થઈ જાય...” નગરશ્રેષ્ઠીએ ત્યાં બેઠેલા મહામંત્રી અને સેનાપતિને કહ્યું.
મહારાજાએ કહ્યું : “સાથે સાથે કૃષ્ણકાંતને પણ બોલાવી લો.” રાજમહેલના વિશાળ સભાગૃહમાં મહારાજા પૂર્ણચંદ્રની સામે ચારે મિત્રોને હાજર કરવામાં આવ્યા. ચારે મિત્રો તેમના મુખ નીચાં કરીને ઊભા રહ્યા.
કહો, બ્રાહ્મણપુત્ર અગ્નિશર્મા ક્યાં છે?' મહારાજાએ પૂછ્યું. “અમને ખબર નથી.' ગુડ સેને પ્રત્યુત્તર આપ્યો. રોજ તમે જ એને ઉપાડી જાઓ છો ને?” “હા જી.' તો ગઈ રાતે કોણ ઉપાડી ગયું?” અમે જાણતા નથી.” “તમે સાચું નહીં બોલો?' કોઈએ જવાબ ના આપ્યો.
ગઈ કાલે ગુપ્ત રીતે તમે અગ્નિશર્માને ઉપાડી ગયેલા અને લોહીલુહાણ કરી, નગરની બહાર જીર્ણ મંદિરના ઓટલે ફેંકીને ચાલ્યા ગયેલા? દુષ્ટ, દુઃખ આપવાનો આનંદ તમે ખૂબ માણ્યો, આજે દુઃખ સહવાનો આનંદ માણો.
સેનાપતિ, આ ચારે દુષ્ટોને પચાસ-પચાસ કોરડા મારવામાં આવે... ચારેને લોહીલુહાણ કરીને રાજમહેલની બહાર થાંભલાઓ સાથે બાંધવામાં આવે... આ મારી આજ્ઞા છે.”
નહીં નહીં મહારાજા, આટલી કડક સજા ન કરો... નગરશ્રેષ્ઠીએ અને મહાજનોએ વિનંતી કરી.
શ્રી સમરાદિત્ય મહાકથા
33
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘એ સિવાય આ દુષ્ટો એ પ્રવૃત્તિ છોડવાના નથી. દુ:ખો સહ્યા વિના બીજા જીવોનાં દુઃખોની કલ્પના નથી આવતી. આ લોકોએ વર્ષોથી એ બ્રાહ્મણપુત્રને દુઃખ આપ્યું છે, હું તો એક જ દિવસ દુ:ખ આપવાની આજ્ઞા કરું છું....'
‘ક્ષમા કરો મહારાજા, ક્ષમા કરો... સજા ના કરો....' હાંફળી-ફાંફળી રાણી કુમુદિની સભાખંડમાં આવી મહારાજાનાં ચરણોમાં પડી ગઈ.
‘દેવી, જેમ તમને તમારો પુત્ર પ્રિય છે, તેમ અગ્નિશર્માની માતાને એનો પુત્ર પ્રિય હશે ને? એ માતા વર્ષોથી કલ્પાંત કરતી હશે ને? તમે ક્યારેય તમારા લાડકવાયાને, એ માતાના પુત્રને નહીં પીંડવાની શિખામણ આપી? કાલે જ્યારે એ રાજા બનશે ત્યારે મારી પ્રજાની એ શી સ્થિતિ કરશે? એનો ગંભીરતાથી વિચાર કર્યો? પૂછો તમારા આ પુત્રને કે એ બ્રાહ્મણપુત્રને ક્યાં છુપાવ્યો છે? ગઈકાલે એ છોકરાને કેવી રીતે લોહીલુહાણ કર્યો? પૂછો એને...
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તમારો પુત્ર કદરૂપો હોત... અને બીજા લોકો એને ત્રાસ આપતા હોત... તો તમે શું કરત? જે માતાઓ, જે પિતાઓ પોતાના સંતાનોને આવી હીન કૃત્યો કરવા દે છે, આંખ આડા કાન કરે છે, તે પણ સજાને પાત્ર છે... તમારે દેવી, તમારા પુત્રને સજા નથી કરવા દેવી તો ભલે, એની સજા હું ભોગવીશ. હું રાજ્યનો ત્યાગ કરીને, સંસારનો ત્યાગ કરીને અરણ્યવાસ સ્વીકારીશ. મારું શેષ જીવન તપોવનમાં વિતાવીશ....’
નહીં નહીં પિતાજી, હું સજા ભોગવવા તૈયાર છું... મને પચાસ નહીં પાંચસો કોરડા મારો... મને મારતાં-મારતાં નગરમાં ફેરવો... પરંતુ આપ તપોવનમાં ના જાઓ... આપ અમારો ત્યાગ ના કરી જાઓ...' ગુણસેન રડી પડ્યો... મહારાજાનાં ચરણોમાં આળોટી પડ્યો...
‘હું પ્રતિજ્ઞા કરું છું. આજથી ક્યારેય એ બ્રાહ્મણપુત્રને પીડા નહીં આપું. હું એની ક્ષમા માગીશ... એના માતા-પિતાની ક્ષમા માગીશ... પરંતુ... આપ સાચું માનજો કે મેં અને મારા મિત્રોએ એનું અપહરણ નથી કર્યું, એને અમે છુપાવ્યો નથી.... અને સેનાપતિજી, આપ પિતાજીની આજ્ઞાનું પાલન કરો. સર્વપ્રથમ મને કોરડા મારવામાં આવે.....
38
રાજા, રાણી, મહાજનો અને ત્યાં ઉપસ્થિત સહુ રડી પડ્યાં. ગુણસેને કરુણ રુદન કરતાં કહ્યું : ‘મારા આ મિત્રો નિર્દોષ છે... મેં જ એમને ખોટા માર્ગે દોર્યા છે... માટે એમની સજા મને કરવામાં આવે, સખ્તમાં સખ્ત સજા મને કરો પિતાજી....' કોઈ કંઈ બોલતું નથી. સહુની આંખો રડી રહી હતી.
‘પિતાજી....’ ગુણસેને ઊભા થઈ મહારાજાના બે હાથ પકડીને કહ્યું : ‘મેં એ
ભાગ-૧ * ભવ પહેલો
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બિચારા બ્રાહ્મણપુત્રને જે દુઃખ આપ્યું છે, જે ત્રાસ આપ્યો છે એના પર શિકારી કૂતરા છોડી.. એને જે ઘોર પીડા આપી છે. તેની સજા શૂળી પર ચઢવાની હોય પિતાજી. આવું ઘોર કૃત્ય બીજા કોઈએ કર્યું હોત તો આપ એને શૂળી પર જ ચઢાવત ને? મને શૂળી પર ચઢાવી દો પિતાજી...” ગુણસેન ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. હાથના બે પંજાથી પોતાનું મોટું દાબી દઈ... તે બોલ્યો : હું અધમ છું. મારું મોટું બતાડવા લાયક નથી....'
શત્રુઘ્ન, કૃષ્ણકાંત અને ઝેરીમલ પોકે પોકે રડી રહ્યા હતા. તેઓ ગુણસેનને વીંટળાઈ વળ્યા. “કુમાર, સજા તમારે ભોગવવાની નથી, અમે ભોગવીશું....' તેમણે મહારાજાને કહ્યું : “હે નાથ, સજા જે કરવી હોય તે અમને કરો, કુમારને નહીં.”
નગરશ્રેષ્ઠીએ ઊભા થઈને મહારાજાને બે હાથ જોડી, નતમસ્તક બની પ્રાર્થના કરી : “રાજેશ્વર, કુમારને અને એમના મિત્રોને, એમનાં કરેલાં દુષ્કૃત્યનો ઘોર પશ્ચાત્તાપ થયો છે.... સાચો પશ્ચાત્તાપ થયો છે. માટે તેઓને ક્ષમા આપવાની કૃપા કરો. કુમાર તો ભવિષ્યમાં અમારા રાજા બનવાના છે, અમારા રક્ષક બનવાના છે. અમારી એમને વિનંતી છે કે તેઓ પ્રજાનાં દુ:ખો જાણે અને દુઃખોને દૂર કરવા પ્રયત્ન કરે.
આપને અમારી વિનમ્ર પ્રાર્થના છે કે આપ અરણ્યવાસ લેવાનો વિચાર ના કરશો. હજુ સંન્યાસ લેવાની વાર છે. આપ અમારા તારણહાર છો. અમારા પરમ પ્રિય મહારાજા છો.
જ્યારે કોઈ ના બોલ્યું ત્યારે નગરશ્રેષ્ઠીએ મહારાજા પાસે આવીને, પ્રાર્થના કરી મહારાજા, આવાસમાં પધારો અને સ્વસ્થ થાઓ.' રાણી કુમુદિનીને સંબોધીને કહ્યું : “મહાદેવી, આપ પણ મહારાજાની સાથે પધારો..... એટલે સભાનું વિસર્જન થઈ જાય.’
૦ ૦ ૦ રાજમહેલમાં ત્રણ દિવસ સંપૂર્ણ મન છવાયું. મહારાજા રાજસભામાં જતા નથી. કુમાર ગુણસને પોતાના ખંડમાંથી બહાર નીકળતો નથી અને રાણી કમદિની ઉદાસ બની ગયેલી છે. ગીત-ગાન બંધ થઈ ગયાં છે. વાજિંત્રો વાગતાં નથી. હાસ્ય-વિનોદ ગિત થઈ ગયાં છે.
ત્રીજા દિવસની રાત હતી. મહારાજા પૂર્ણચન્દ્ર રાણીવાસમાં ગયા. રાણીએ મૌનપણે સ્વાગત કર્યું. મહારાજા સિંહાસન પર બેઠા. કુમુદિની એમના ચરણો પાસે બેઠી.
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થોડી ક્ષણ વિશ્રામ લઈને મહારાજાએ કહ્યું : “દેવી, મારી ઇચ્છા છે કે આ મહિનામાં કુમારનાં લગ્ન કરી દઈએ.” રાણીએ રાજા સામે જોયું.
અને પછી, શુભ મુહુર્ત એનો રાજ્યાભિષેક કરી દઈએ...' કેમ આટલી બધી ઉતાવળ?'
આપણાં આ સંસારના અધૂરાં કર્તવ્યો પૂરાં કરીને, આત્મકલ્યાણ માટે પુરુષાર્થ કરી લેવો જોઈએ.” રાણી ઊંડા વિચારમાં ડૂબી ગઈ.
રાજાએ કહ્યું : “હવે બધું ગમતું હતું તે અણગમતું થઈ ગયું છે. આ રાજ્ય આ વૈભવો.. આ વૈષયિક સુખો...બધું નીરસ લાગે છે... આ બધું છોડી અરણ્યવાસ સ્વીકારવાની તીવ્ર ઇચ્છા જાગી ગઈ છે. માટે વસંતપુર-મહારાજાને સંદેશો મોકલી આપું છું. આ મહિનામાં શુભ મુહૂર્તે લગ્ન કરી દઈએ.”
એક-બે વર્ષ પછી કરીએ તો?' રાણીએ પૂછયું.
શા માટે વિલંબ કરવો? હું જેમ બને તેમ જલદી મુક્ત થવા ચાહું છું. તમે પુત્રની સાથે રહેજો.”
નાથ, એ ક્યારેય નહીં બને. જ્યાં આપ ત્યાં હું, જે દિવસે આપ આ મહેલનો ત્યાગ કરશો, એ દિવસે હું પણ આપની સાથે જ નીકળી જઈશ તપોવનમાં આપણે સાથે જ જઈશું.'
પરંતુ, તમને પુત્ર વિના...' ગમશે.. આપના વિના નહીં ગમે.” એ પણ બંધન છે.” ધીરે ધીરે એ બંધન પણ તૂટી જશે.' રાગનાં બંધનો જલદી નથી તૂટતાં. દેવી!” આપનાં રાગનાં બંધન કેટલાં જલદી તૂટી ગયાં છે?” “તૂટ્યાં નથી, તોડવાનો પુરુષાર્થ કરવો છે...' રાગ-દ્વેષનાં બંધનો તૂટ્યા વિના અરણ્યવાસ કેવી રીતે સ્વીકારી શકાય?” “અરણ્યવાસમાં એ બંધનો જલદી તૂટે છે.” કુમુદિની મૌન રહી. ‘તમે કુમારને વાત કરી દેજો.' મહારાજાએ કહ્યું. “શાની?” એના લગ્નની, એના રાજ્યાભિષેકની અને આપણા ગૃહત્યાગની.'
39.
ભાગ-૧ ( ભવ પહેલો
For Private And Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું વાત કરીશ, પણ તે નહીં માને તો?” ‘તમે મનાવી શકશો.” નહીં માને તો આપની પાસે મોકલીશ.” બંને મૌન થઈ ગયાં.
એક વાત પૂછું?” કુમુદિની બોલી. “પૂછો.” આટલો જલદી વૈરાગ્ય થવાનું કોઈ કારણ?” આ સંસાર જ વૈરાગ્યનું કારણ છે દેવી. ' તે છતાં કોઈ વિશેષ નિમિત્ત..?” નિમિત્તની વાત કરું.’
પેલા બ્રાહ્મણપુત્ર અગ્નિશર્માની ઘણી ઊંધ કરી. એ ન મળ્યો. એના વિયોગના દુઃખથી ગઈ કાલે સવારે એની માતાનું મૃત્યુ થઈ ગયું... અને સાંજે એના પિતાનું મોત થઈ ગયું.. બસ, આ જ નિમિત્ત છે... એક પૂરો પરિવાર નામશેષ થઈ ગયો....'
હું? શું વાત કરો છો નાથ? બિચારાં એ બ્રાહ્મણ દંપતી પુત્રવિયોગથી ઝૂરીઝૂરીને મરી ગયાં? અહો, આ સંસાર કેવો છે? જીવની રાગદશા કેવી છે?'
સમગ્ર નગરમાં હાહાકાર થઈ ગયો છે.” હાહાકાર થઈ જાય, એવી જ કરુણ ઘટના છે....' ‘માટે, હવે જેમ બને તેમ જલદી આ ગૃહવાસથી છૂટીએ....”
રાણી કમુદિનીએ ગુણસેનના ખંડમાં પ્રવેશ કર્યો. રાણી પહેલી જ વાર ગુણસેનના ખંડમાં ગઈ હતી. ગુણસેન પલંગમાં જાગતો પડ્યો હતો. માતાને જોતાં જ તે ઊભો થઈ ગયો ને માતાની પાસે ગયો.
મા, કેમ તારે આવવું પડ્યું? મને બોલાવી લેવો હતો ને?' વત્સ, ઘણા સમયથી રાણીવાસની બહાર નીકળી ન હતી અને તારી સાથે એકબે મહત્ત્વપૂર્ણ વાતો પણ કરવી હતી, એટલે અહીં ચાલી આવી.”
માતા અને પુત્ર પલંગ પર બેઠાં.
“વત્સ, આ મહિનામાં જ વસંતસેના સાથે તારાં લગ્ન નક્કી કરી દીધાં છે.' રાજકુમારી વસંતસેના સાથે ગુણસેનનાં સગપણ થઈ ગયેલાં હતાં.
પછી બીજી વાત?” ગુણસેને પૂછ્યું. શ્રી સમરાદિય મહાકથા
39
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે પછી જે સારું મુહૂર્ત આવે તે દિવસે તારો રાજ્યાભિષેક કરવાનો છે!” આટલી ઉતાવળ શા માટે મા?' “કારણ કે તારા પિતાજીનું મન આ સંસાર પ્રત્યે વિરક્ત બન્યું છે. તેઓ શીધ્રાતિશીવ્ર અરણ્યવાસ સ્વીકારવા ઇચ્છે છે...”
કુમાર ગુણસેન રડી પડ્યો. માતાના ખોળામાં મસ્તક છુપાવી તે રુદન કરવા લાગ્યો.
વત્સ, શા માટે રડે છે? જીવનની ઉત્તરાવસ્થા આત્મકલ્યાણ માટે જ હોય છે. તારે પણ ભવિષ્યમાં આ જ માર્ગ લેવાનો છે.'
“સાચી વાત છે મા, પરંતુ ચાર-પાંચ વર્ષનો વિલંબ કરી શકાય એમ છે.' “બેટા, વૈરાગ્ય વિલંબને સહન નથી કરતો...” “પરંતુ મા, તું તો મારી સાથે રહીશ ને?” “વત્સ, તારા પિતાજી સાથે મારે વાત થઈ ગઈ છે!' “શી વાત?” હું પણ એમની સાથે જ અરણ્યવાસમાં જઈશ' “પછી?”
તારે રાજા બનીને પ્રજાનું પાલન કરવાનું ધર્મને જીવનમાં જીવવાનો. સાધુપુરુષોનો આદર કરવાનો... પરમાત્માને હૃદયમાં રાખવાના. પાપનો ભય રાખવાનો...” એક પ્રહર સુધી પુત્ર અને માતા વાર્તાલાપ કરતાં રહ્યાં.
૦ ૦ ૦. રાજકુમાર ગુણસેનનાં વસંતસેના સાથે લગ્ન થઈ ગયાં. રાજકુમારના રાજ્યાભિષેકની ઘોષણા નગરમાં ને રાજ્યમાં થઈ ગઈ. રાજ્યાભિષેક-મહોત્સવના પ્રસંગે મહારાજાએ સ્વયં અરણ્યવાસ સ્વીકારવાની જાહેરાત કરી દીધી.
એક આંખમાં હર્ષ અને બીજી આંખમાં દર્દ લઈને પ્રજાજનો વીખરાયા.
એક દિવસે રાજ્યનાં લાખો સ્ત્રી-પુરુષોએ રાજા-રાણીને વિદાય આપી - રડતા હૃદયે ને રડતી આંખોએ. રાજા-રાણી તપોવનમાં ચાલ્યાં ગયાં...
ત્યાં સુધી કોઈને જાણ નહોતી કે “અગ્નિશર્મા ક્યાં ગયો? એનું શું થયું?”
:
ભાગ-૧ ( ભવ પહેલો
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘોર અંધારી રાતે ચાલી નીકળેલો અગ્નિશર્મા, ક્ષિતપ્રતિષ્ઠિત નગરની બહાર આવી, જંગલના અજાણ્યા-અપરિચિત માર્ગે ઝડપથી ચાલવા માંડ્યો. એ ચાલતો જ રહ્યો, રાતભર ચાલતો રહ્યો.... દિવસે પણ ચાલતો રહ્યો. પાછળ જોતો જાય છે ને આગળ વધતો જાય છે.
“મને પકડી પાડવા જરૂર કુમારે ઘોડેસ્વાર સૈનિકો ચારે દિશામાં દોડાવી દીધા હશે. એ સૈનિકો મને જોઈ ના જાય... તો સારું. માંડમાંડ નરકની વેદનામાંથી છૂટ્યો છું. જો એ સૈનિકો મને જોઈ જશે તો ઉપાડીને....” ભયથી એ બેબાકળો બની ચારે દિશામાં જુએ છે. ઝડપથી ચાલે છે.
માર્ગમાં આવતાં કોઈ ગામ કે નગરમાં એ જતો નથી. દૂરથી જ એ ગામ-નગરને ટાળી દે છે. કોઈ મનુષ્યની દૃષ્ટિમાં એને આવવું નથી, એટલે રાજમાર્ગોને છોડી વનવગડાની કેડીઓ પર ચાલે છે.
તેના મનમાં કુમાર પ્રત્યે કોઈ રોષ નથી. એ વિચારે છે : “પરલોકમાં બંધુસમાન મુનિજનો જેને જીવે છે, એવો ધર્મ હું કરું. એ ધર્મના પ્રભાવથી આવતા જન્મમાં મને સુંદર શરીર મળે.. પછી કોઈ મારી હાંસી નહીં કરે. કોઈ મને સતાવશે નહીં.
સુર્ય ઊગે છે ને આથમે છે. રાત પછી રાત પસાર થાય છે. તે ક્યાંય બેસતો નથી. વિસામો લેતો નથી. તેનું શરીર મજબૂત છે. તે એક મહિના સુધી ચાલતો રહ્યો. “ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના સામ્રાજ્યને સીમાડે પહોંચી ગયો. એક રમણીય અને આસ્વાદ પ્રદેશમાં જઈને ઊભો. ત્યાં બકુલવૃક્ષો અને ચંપકવૃક્ષો હતાં, અશોક પુન્નાગ અને નાગકેસરનાં વૃક્ષો હતાં. વૃક્ષોની ઘટાઓમાં સુગંધી લતામંડપો હતા.
અગ્નિશર્મા એક લતામંડપમાં બેઠો. તેનું શરીર તીવ્ર થાકથી પીડાતું હતું. તેણે દૂર વૃક્ષની છાયામાં સિંહને સૂતેલો જોયો. એની પાસે જ મૃગને રમતું જોયું તેને ખૂબ આશ્ચર્ય થયું. તેને સિંહનો ભય ના લાગ્યો. તે કુદરતનું સૌન્દર્ય જોઈને આનંદિત થયો.
એક તરફ નિર્મળ પાણીનું ખળખળ વહેતું ઝરણું હતું. આકાશમાં સુગંધી ધુમાડો ફેલાઈ રહ્યો હતો. મંદમંદ સમીર વહી રહ્યો હતો. અગ્નિશર્માને ક્યારે ઊંઘ આવી ગઈ. તેની ખબર ના પડી. બે ઘડી ઘસઘસાટ ઊંઘી ગયો.
તે “સુપરિતોષ' નામના તપોવનના રમણીય પ્રદેશમાં આવી પહોંચ્યો હતો. બે
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘડીના વિશ્રામથી તેનો બધો થાક દૂર થઈ ગયો. તેના શરીરમાં સ્કૂર્તિ આવી ગઈ. તે ઊભો થયો. તેણે તપોવનમાં પ્રવેશ કર્યો.
ચાલતાં ચાલતાં તે એક પર્ણકુટી પાસે આવીને ઊભો. પર્ણકુટીમાં તેણે એક સૌમ્ય અને ભવ્ય આકૃતિવાળા તાપસને જોયો.
ભગવાં વસ્ત્ર, માથે મોટી જટા, હાથમાં ત્રિદંડ, લલાટે રાખનું તિલક, પાસે કમંડલુ, હાથમાં રુદ્રાક્ષની માળા, નાસિકાના અગ્રભાગ પર દૃષ્ટિ, હોઠમાંથી મંદ ધ્વનિ... કેળપત્રનો મંડપ...
અગ્નિશર્મા અનિમેષ નયને એ મહાપુરુષને જોઈ રહ્યો. તેના હૃદયમાં હર્ષ થયો. શરીરે રોમાંચ થયો, આંખો વિકસ્વર બની. તેણે એ મહાત્માને પંચાંગ પ્રણિપાત કર્થી, વારંવાર પૃથ્વી પર મસ્તક લગાડી વંદના કરી... તે બોલ્યો : “અહો! અહો ધન્ય! આપનો અવતાર ધન્ય છે!”
એ મહાત્મા તપોવનના કુલપતિ હતા. તેમનું નામ હતું આર્ય કૌડિન્ય. અગ્નિશર્માના ભક્તિપૂર્ણ શબ્દો સાંભળી, કુલપતિએ આંખો ખોલી. તેમણે અગ્નિશર્માને જોયો : ત્રિકોણ મસ્તક, ગોળ માંજરી આંખો, સાવ ચપટું નાક, કાણાં જેવા કાન, લાંબા દાંત, વાંકા-ટૂંકા હાથ, લાંબી-વાંકી ડોક, ટૂંકી છાતી, લાંબું-વાંકું પેટ, જાડી, ટૂંકી સાથળ,
RO.
ભાગ-૧ ૪ ભવ પહેલો
For Private And Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પહોળા વાંકા પગ, પીળા ઊંચા વાળ..
કુલપતિ જોતા જ રહી ગયા. સ્વગત બોલ્યા : “શરીર ગમે તેવું હોય ભાવિક અને વિવેકી અતિથિ છે, મારે તેનો સત્કાર કરવો જોઈએ.’ તેમણે પોતાનો ધ્યાનયોગ છોડ્યો. અગ્નિશર્માને આવકારતાં તેઓ બોલ્યા : “અરે આસન લાવો, આસન લાવો...” અતિથિનું સ્વાગત હો.” પર્ણકુટીની બહાર બેઠેલા તાપસકુમારે આસન પાથર્યું અને અગ્નિશર્માને કહ્યું : “મહાનુભાવ, અહીં બેસો.”
અગ્નિશર્માએ કુલપતિને પુનઃ પ્રણામ કર્યા અને તે વિનયપૂર્વક આસન પર બેઠો. તેને કુલપતિ ગમ્યા, પર્ણકુટિ ગમી... તપોવનનો વ્યવહાર ગમ્યો. તાપસકુમાર ગમ્યો.
વત્સ! તું ક્યાંથી આવે છે?' કુલપતિએ વાત્સલ્યપૂર્ણ શબ્દોમાં પૂછ્યું. અગ્નિશર્માએ દીન અને દુઃખી સ્વરે કહ્યું :
“હે મહાત્મનું, હું ક્ષિતિપ્રતિષ્ઠિત નગરથી આવું છું. મહારાજા પૂર્ણચન્દ્ર ત્યાં રાજ્ય કરે છે. રાજકુમાર મારા કૂબડા શરીર પર વર્ષોથી ત્રાસ ગુજારે છે. મારા માથે કાંટાનો મુગટ પહેરાવી, ગળામાં ખાસડાંનો હાર પહેરાવી, કાબરચીતરા રંગોથી મારું મોટું રંગી મને ગધેડા પર બેસાડી નગરમાં મારી સવારી કાઢે છે. મારી ઘોર ઉપહાસ કરે છે. દોરડાથી બાંધીને કૂવામાં ઉતારીને ડૂબકીઓ ખવડાવે છે. મારા પર શિકારી કૂતરા છોડી દે છે, કડકડતા શિયાળામાં મારાં વસ્ત્ર ઉતારીને બરફ જેવું ઠંડું પાણી મારા શરીર પર છાંટે છે. અસહ્ય વેદનાથી હું ચીસો પાડું છું ત્યારે એ અને એના મિત્રો ખૂબ તાલીઓ પાડીને, જોર જોરથી હસે છે ને નાચે છે. પ્રભો, નરકમાં જેવી પીડા પરમાધામી દેવો આપે છે, તેવી જ પીડા મને રાજકુમાર આપે છે.. વિશેષ શું કહ્યું?'
એટલે તેં ગૃહત્યાગ કર્યો, ખરું ને?” “હા પ્રભો...”
“વત્સ, પૂર્વજન્મમાં મન-વચન-કાયાથી બાંધેલાં પાપકર્મો આ જન્મમાં ઉદયમાં આવ્યાં છે, માટે આવા પરિફ્લેશનું તું ભાજન બન્યો છે. રાજકુમારે તારું ઘોર અપમાન કર્યું છે, અવહેલના કરી છે. પરંતુ ગૃહત્યાગ કરીને તું અહીં આવી ગયો છે, તે તારું સદ્ભાગ્ય છે. રાજાઓના અપાર ત્રાસથી પીડા પામેલા, દુઃખ અને દરિદ્રતાથી પરાભવ પામેલા, દુર્ભાગ્ય અને કલંકથી દુભાયેલા.... પ્રિયજનોના વિરહથી ખૂબ સંતાપ પામેલા મનુષ્યો માટે આ તપોવન, શ્રેષ્ઠ શાન્તિનું સ્થાન છે. આ ભવમાં સુખ અને પરભવમાં સુખ અહીં આ તપોવનમાં રહેનારને કોઈનોય ભય રહેતો નથી, શ્રી સમરાદિત્ય મહાકથા
39
For Private And Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એનું કોઈપણ અપમાન થતું નથી. ઈશ્વરની ઉપાસનાથી અને યથાશક્તિ તપશ્ચર્યાથી આ બધા વનવાસી પુરુષો સદ્ગતિમાં જવાનું પુણ્યકર્મ બાંધી રહ્યા છે. ખરેખર, તેઓ ધન્યવાદને પાત્ર છે.'
કુલપતિના એક-એક શબ્દ અગ્નિશર્માના હૃદય પર ચંદનનું વિલેપન કર્યું. અગ્નિશર્માએ અપૂર્વ શાન્તિ અને પ્રસન્નતા અનુભવી. એના જીવનમાં ક્યારેય આવી શાન્તિ અને પ્રસન્નતા અનુભવી ન હતી. તેણે કુલપતિનાં ચરણોમાં પ્રણામ કરીને કહ્યું :
“હે મહાત્મનું, આપે કહ્યું તે સાચું જ છે. પૂર્વજન્મોનાં પાપકર્મો જ મને દુઃખી કરતાં હતાં. રાજકુમારનો કોઈ દોષ નથી, મને એના પ્રત્યે કોઈ રોષ નથી. દ્વેષ નથી. મારા જ્ઞાની પિતાજી પણ મને અનેક વાર આ જ વાત કહેતા હતા. મેં પૂર્વજન્મમાં અનેક જીવોને ઘોર દુઃખ આપ્યાં હશે. તેનાં પરિણામરૂપે આ જન્મમાં મારે દુઃખ ભોગવવાનાં આવ્યાં...'
વત્સ, પણ હવે તું તપોવનમાં આવી ગયો છે. અહીં એવું કોઈ જ દુઃખ તારે ભોગવવું નહીં પડે.'
ભગવંત, આપની મારા જેવા તુચ્છ. બેડોળ અને કદરૂપા જીવ પર પરમ અનુકંપા થશે... અને આ આશ્રમમાં સ્થાન મળશે તો ભવોભવ હું આપનો ઉપકાર નહીં ભૂલું. વળી, જો આપ મને આપના તાપસધર્મને યોગ્ય જાણો, અધિકારી જાણો તો મને તાપસવ્રત આપીને કૃતાર્થ કરો.' અગ્નિશર્માની આંખોમાં હર્ષનાં આંસુ આવી ગયાં. કુલપતિએ પ્રેમાળ શબ્દોમાં કહ્યું :
“વત્સ, તારા ચિત્તમાં વૈરાગ્યભાવ પ્રગટ્યો છે, એટલે તું તાપસ બનવા માટે યોગ્ય છે. તાપસ વૈરાગી હોવો જોઈએ. તેનામાં દુનિયાના પ્રશસ્ત વિષયો પર રાગ ના જોઈએ, કે જીવો પ્રત્યે દ્વેષના જોઈએ. તું એવો વિરક્ત આત્મા છે, માટે તાપસ બનવા માટે યોગ્ય છે.”
પરંતુ ગુરુદેવ, મારું આ બેડોળ... કઢંગું શરીર...?'
શરીર ગમે તેવું હોય. જ્ઞાની પુરુષો શરીર નથી જોતા, આત્માને જુએ છે. તારા કૂબડા શરીરમાં અનંત સૌન્દર્યના પુંજ સમાન એક નિત્ય આત્મા રહેલો છે, શાશ્વત આત્મા રહેલો છે. હું તારા એ આત્માને જોઉં છું. તારા આત્મા સાથે આત્મીયતા અનુભવું છું. એટલે જ તને યોગ્ય સમયે સંન્યાસ-દીક્ષા આપીશ.”
‘ગુરુદેવ, આ તપોવનમાં ઘણા તાપસી રહેતા હશે. શું તેઓ મારો પરાભવ નહીં કરે? મારો ઉપહાસ નહીં કરે?” વત્સ, આ તપોવનમાં વસનારા સર્વે તાપસી પોતપોતાની ઉપાસના-આરાધનામાં
ભાગ-૧ ૪ ભવ પહેલો
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રત હોય છે. તેઓ દેહદ્રષ્ટા નથી, આત્મદ્રષ્ટા છે. તેઓ જીવમાત્રના મિત્ર છે. કોઈપણ જીવને પીડા થાય, તેવું આચરણ તેઓ ક્યારેય કરતા નથી. બીજા જીવોના હિતનો જ વિચાર કરનારા છે. માટે મહાનુભાવ, તું નિશ્ચિંત બનીને તપોવનમાં રહે.'
અગ્નિશમાં આશ્વસ્ત થયો. કુલપતિએ કહ્યું :
'હું તને વિસ્તારથી તાપસધર્મ સમજાવીશ. આશ્રમના આચાર-વિચારોનું જ્ઞાન આપીશ. તે પછી પ્રશસ્ત તિથિના દિવસે શુભ મુહૂર્તમાં તને તાપસી દીક્ષા આપીશ.' ‘ભગવંત, મારા ૫૨ આપે મહાન અનુગ્રહ કર્યો.’
કુલપતિ આર્ય કૌડિન્યે તાપસકુમારને કહ્યું : ‘ભદ્ર, આ આપણા અતિથિને સર્વપ્રથમ દુગ્ધપાન કરાવો અને મધુર ફલાહાર કરાવો. પછી તેને એક અનુકૂળ પર્ણકુટી આપો.’
અગ્નિશર્માને સંબોધીને કહ્યું : ‘વત્સ, ૩૦ દિવસથી તું નિરંતર ચાલતો રહ્યો છે, માટે દુગ્ધપાન અને ફલાહાર કરીને આજે તું વિશ્રામ કરજે. આવતી કાલથી તારો નિત્યક્રમ શરૂ થશે.’
કુલપતિને પ્રણામ કરી, તાપસકુમારની સાથે અગ્નિશમાં તપોવનના સૌન્દર્યને જોતો ચાલવા લાગ્યો. ત્યાં ઊંચાં ઊંચાં અશોક વૃક્ષો હતાં. વિશાળ વાવડીઓમાં રક્ત કમળો ખીલેલાં હતાં. નિર્મળ જલરાશિ પર રાજહંસો તરી રહ્યા હતાં. આમ્રવૃક્ષોની શ્રેણિ ઉપર ભ્રમરોનો ગુંજારવ અને કોયલોના ટહુકાર થઈ રહ્યા હતા. નાગવલ્લીથી વીંટળાયેલાં સોપારીનાં વૃક્ષો તપોવનની શોભા વધારતાં હતાં. દ્રાક્ષલતાઓના મંડપ અને માધવીલતાઓના મંડપોમાં કેળનાં ઘર બનાવેલાં હતાં અને કેળગૃહોમાં તાપસો પદ્માસનસ્થ બેસીને પરમ બ્રહ્મનું ધ્યાન કરી રહ્યા હતા.
તપોવનની એક બાજુ પંક્તિબદ્ધ અનેક પર્ણકુટીઓ હતી, બીજી બાજુ, વર્ષાકાળમાં નિવાસ કરવા માટેનાં ઇંટ-ચૂનાનાં પાકાં મકાનો હતાં. થોડા થોડા અંતરે યજ્ઞકુંડો હતા. યજ્ઞકુંડોમાંથી સુગંધી ધુમાડાની સેરો આકાશમાં ઊંચે ઊંચે જતી હતી.
તપોવનના એક ભાગમાં સેંકડો ગાયોનું ગોકુળ હતું. તાપસો ગાયોને ઘાસ નાંખતા હતા, ગાયોને નવડાવતા હતા અને ગાયોને દોહતા હતા. કેટલીય ગાયો પોતાની લાંબી જીભથી તાપસોને ચાટીને પોતાનો પ્રેમ પ્રદર્શિત કરતી હતી.
અગ્નિશર્માને તપોવન ગમી ગયું. હૃદયમાં વસી ગયું.
કોઈ ભય નહીં, કોઈ પીડા નહીં, કોઈ અપમાન કે તિરસ્કાર નહીં! તાપસોનાં મૃદુ અને મધુર વચન, કુલપતિનું અપાર વાત્સલ્ય... પરસ્પરનો ઉત્કૃષ્ટ મૈત્રીભાવ... શ્રી સમરાદિત્ય મહાકશ
For Private And Personal Use Only
૪૩
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક અને આધ્યાત્મિક વાતાવરણ... નિસર્ગનું મુગ્ધ કરનારું સૌન્દર્ય... પરમાર્થ અને પરોપકારની ભાવનાઓ..
સુપરિતોષ' નામનું આ તપોવન, અગ્નિશર્માને ખૂબ ગમ્યું. તેણે કુલપતિ પાસેથી તાપસજીવનનાં વ્રત-નિયમોનું જ્ઞાન મેળવ્યું. તેણે પોતાનું સમગ્ર જીવન કુલપતિનાં ચરણે સમર્પિત કરવાનો સંકલ્પ કર્યો.
એક શુભ દિવસે કુલપતિએ, સર્વ તાપસોની સાક્ષીએ અગ્નિશર્માને તાપસી-દીક્ષા આપી. અગ્નિશમને ભગવાં વસ્ત્ર પહેરાવવામાં આવ્યાં અને ત્રિદંડ આપવામાં આવ્યો. માથે મુંડન કરવામાં આવ્યું.
અગ્નિશમના હૃદયમાં વૈરાગ્યભાવ ઊછળી રહ્યો હતો. જીવન પ્રત્યે કોઈ મોહ રહ્યો ન હતો. શરીર પર કોઈ મમત્વ રહ્યું ન હતું. એને તો ઉત્કૃષ્ટ ધર્મની આરાધના કરી આગામી જન્મોની પરંપરાને સુખમય અને આનંદમય બનાવવી હતી. એના હૃદયમાં “ધર્મથી જ સુખ મળે” આ સિદ્ધાંત જચી ગયો હતો.
એણે કુલપતિ પાસેથી જાણ્યું હતું કે, “તપશ્ચર્યાથી અને જ્ઞાનથી આત્મા જલદી વિશુદ્ધ થાય છે.' તેણે દીક્ષાના દિવસે જ, કુલપતિની સમક્ષ, સર્વ તાપસોના સાનિધ્યમાં એક મહાપ્રતિજ્ઞા કરી :
ભગવંત, હું જીવનપર્યત મહિના-મહિનાના ઉપવાસ કરીશ. પારણાના દિવસે, પહેલાં જે ઘરમાં ભિક્ષા માટે પ્રવેશ કરીશ, ત્યાં જ પારણું કરીશ. પરંતુ કદાચ પહેલા ઘરમાં પારણું ન થયું તો બીજા ઘરે પારણું નહીં કરું. બીજા મહિનાના ઉપવાસ શરૂ કરી દઈશ.”
“ધન્ય ધન્ય મહાતપસ્વી!” ઉપસ્થિત સેંકડો તાપસોએ અગ્નિશર્માને પુનઃ પુનઃ ધન્યવાદ આપ્યા. કુલપતિ આર્ય કૌડિન્ય પણ અગ્નિશર્માના મસ્તકે હાથ મૂકી વાત્સલ્યપૂર્ણ વચનોથી કહ્યું :
“વત્સ, તેં ઘોર પ્રતિજ્ઞા કરી છે. દઢતાથી પ્રતિજ્ઞાનું પાલન કરજે અને તાપસજીવનને સફળ બનાવજે.”
“પ્રભો, આપની અનુકંપાથી જ મેં આ પ્રતિજ્ઞા કરી છે. આપે મને આપનાં ચરણોમાં આશ્રય આપ્યો, મારા દાઝેલા હૃદય પર ચંદનનાં વિલેપન કર્યો... મને પ્રેમ અને વાત્સલ્ય આપ્યું. આપના હાથમાં મારું જીવન સુરક્ષિત બન્યું....'
વત્સ, તેં જીવનનો મોહ તો ત્યજી જ દીધો છે... હવે તારે આંતરિક લાગણીઓ પર વિજય મેળવવાનો છે. જેમ-જેમ તારી તપશ્ચર્યાની વાત ગામ-નગરોમાં પ્રસાર પામશે તેમ-તેમ ગુણાનુરાગી લોકો તારી પ્રશંસા કરશે. તારી સ્તુતિ કરશે, તારાં દર્શન કરી પોતાની જાતને ધન્ય માનશે. એ વખતે માન-સન્માનની લાગણી જાગવી
ભાગ-૧ ભવ પહેલો
For Private And Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ના જોઈએ. જેમ અપમાનમાંથી દુઃખની લાગણી જન્મે છે તેમ માન-સન્માનમાંથી હર્ષની લાગણી જન્મે છે. આ બંને લાગણીઓથી મુક્ત રહેવાનું છે. હર્ષ અને વિષાદથી મુક્ત રહેવાનું છે.”
‘ગુરુદેવ, હર્ષ અને વિષાદથી મનને મુક્ત રાખવાનો ઉપાય બતાવવાની કૃપા કરો.”
તે માટે વત્સ, મન અને નયન-બંનેને પરમાત્માના ધ્યાનમાં જોડી દેવાનાં. મનથી દુનિયાના વિચારો નહીં આવે, નયનોથી દુનિયા દેખાશે નહીં. દુનિયાને જોવાનું અને વિચારવાનું બંધ થશે, પછી હર્ષ અને ઉદ્વેગનાં દ્વન્દ્ર નહીં ઊઠે. સમભાવમાં તું સ્થિર રહી શકીશ. આત્માના સ્વયંભૂ આનંદને અનુભવીશ.'
હે પ્રભો, ભૂતકાળના સારા-નરસા અનુભવો સ્મૃતિ બનીને ચિત્તમાં ઉદ્દભવે છે ક્યારેક ક્યારેક, ત્યારે હર્ષ કે ઉદ્વેગની લાગણી જન્મી જાય છે.”
મહાનુભાવ, અનુભવોની સ્મૃતિ થવી સ્વાભાવિક છે. પરંતુ જો મનને આત્મધ્યાનમાં કે પરમાત્મધ્યાનમાં જોડી રાખવામાં આવે તો સ્મૃતિઓને મનમાં આવવાનો અવકાશ રહેતો નથી.'
‘સતત... દિવસ ને રાત મન આત્મામાં કે પરમાત્મામાં જોડાયેલું રહી શકે ખરું?" અગ્નિશર્મા તાપસે પ્રશ્ન કર્યો.
“વત્સ, અભ્યાસથી શક્ય છે. તારે એક મહિના સુધી આ દુનિયાના સંપર્કમાં આવવાની જરૂર નહીં રહે. તપોવનની બહાર જ જવાનું નહીં રહે. તું સતત એક મહિનો ધ્યાનમાં નિમગ્ન રહી શકીશ. નાસિકાના અગ્રભાગ પર દષ્ટિ સ્થાપિત કરીને, પદ્માસને બેસીને.... આત્મા-પરમાત્મામાં સ્થિર... લીન તલ્લીન બની શકીશ, બસ પારણાના દિવસે તારાં મન-નયન દુનિયાના સંપર્કમાં આવશે.” ‘ત્યારે હર્ષ-વિષાદની લાગણીઓને જાગવાની સંભાવના રહેવાની.”
પરંતુ એ સંભાવના બહુ ઓછી રહેવાની, મહિના સુધી આત્મા-પરમાત્માના ધ્યાનમાં આનંદનો અનુભવ કરવા ટેવાયેલું મન હર્ષ-વિષાદથી મુક્ત રહી શકશે. ભૂતકાળના અનુભવોની સ્મૃતિઓ અટકી જશે.”
પ્રભો, આપના કહ્યા મુજબ, તપોવનના પૂર્વ ભાગમાં પથ્થરની ઊંચી શિલા પર હું બેસીશ. પારણાના દિવસે જ ત્યાંથી ઊભો થઈશ.” ‘તારા માટે ઉચિત છે એ સ્થાન.” વાર્તાલાપ સાંભળી રહેલા સર્વ તાપસીને ઉદ્દેશીને કુલપતિએ કહ્યું : તપોવનના તપસ્વજનો, તમારે સહુએ હવે ખૂબ જાગ્રત રહેવાનું છે. અગ્નિશર્મા
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નુતન તાપસની ઘોર પ્રતિજ્ઞા તમે સાંભળી છે. તપોવનની પૂર્વ દિશામાં જે ઊંચી શિલા છે, તેના પર આ મહાતપસ્વી બેસશે અને ધ્યાનમગ્ન બનશે. એ પ્રદેશમાં વિના પ્રયોજને તમારે જવું નહીં, જવું પડે તો પૂર્ણ મૌન રાખજો. જરા પણ અવાજ ન થાય, તેની કાળજી રાખજો. એ મહાત્માની આરાધનામાં તમારે સહુએ સહાયક બનવાનું છે.
તમે સહુ ગુણાનુરાગી છો, એ હું જાણું છું. અગ્નિશર્માના પ્રત્યે તમારા હૃદયમાં અનુરાગ પ્રગટ્યો જ હશે. ઇર્ષ્યા વિનાના અજ્ઞાની લોકોને પણ ગુણનું આકર્ષણ હોય છે, જ્યારે તમે તો બધા જ્ઞાની અને ગુણાનુરાગી છો.”
ગુરુદેવ..” મુખ્ય અને મોટા તાપસે ઊભા થઈ કુલપતિને નમન કરીને કહ્યું : “આ મહાતપસ્વીથી આપણે તપોવન ખ્યાતિ પ્રાપ્ત કરશે. તપોવનની કીર્તિ વધશે. આ મહાતપસ્વીએ ખરેખર, ઉગ્ર તપશ્ચર્યાની પ્રતિજ્ઞા કરી છે. અમે એમની પરિચર્યામાં રહીશું. એમની આરાધના-ઉપાસનામાં કોઈ વિઘ્ન ના આવે, કોઈ વિક્ષેપ ના આવે, તે માટે અમે સહુ જાગ્રત રહીશું.
આ મહાપુરુષ અગ્નિશર્માએ સાચે જ તાપસજીવનને સફળ બનાવવાનો પ્રશસ્ત માર્ગ લીધો છે. અમે પુનઃ પુનઃ એમની અનુમોદના કરીએ છીએ. એમના પ્રત્યે ખરેખર, અમારા હૃદયમાં અપાર પ્રેમ પ્રગટ્યો છે.”
૦ ૦ ૦ તપોવનથી બહુ દૂર નહીં, બહુ નજીક નહીં, વસંતપુર નામનું નગર આવેલું હતું. વસંતપુરના નાગરિકો માટે આ તપોવન સુપરિચિત હતું. નગરમાં કુલપતિ આર્ય કૌડિન્ય પ્રત્યે ખૂબ શ્રદ્ધા હતી. નગર ઉપર આર્ય કૌડિન્યનો સારો પ્રભાવ હતો. તેના પરિણામે વસંતપુરની આસપાસનાં જંગલોમાં કોઈપણ વન્ય પ્રાણીની હિંસા થતી ન હતી. રાજા કે રાજકુમારો પણ શિકારે નહોતા જતા.
રાજા ગુણસને “વસંતપુરને પોતાની બીજી રાજધાની બનાવી હતી. વસંતપુર સ્વચ્છ અને સુંદર નગર હતું. તે નગરની રચના પણ કલાત્મક હતી. સ્વચ્છ ને પહોળા રાજમાર્ગો હતા. નગરની મધ્યમાં રમણીય ઉદ્યાન હતું. રાજમાર્ગોની બંને બાજુએ વૃક્ષોની હારમાળાઓ હતી. એકસરખા સુંદર મકાનો અને દુકાનોની પંક્તિઓ હતી.
નગરમાં કોઈ દરિદ્ર ન હતું. ઘર-ઘરમાં વૈભવ-સંપત્તિની છોળો ઊછળતી હતી. છતાં પ્રજામાં ઉન્માદ ન હતો, ઉદ્ધતાઈ ન હતી. નગરના મહોલ્લે-મહોલ્લે પરમાત્માનાં મંદિરો હતાં, લોકોમાં પરમાત્મા પ્રત્યે, સાધુપુરુષો પ્રત્યે અને ધર્મ પ્રત્યે પ્રેમ હતો, આદર હતો.
ભાગ-૧ જ ભવ પહેલો
For Private And Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નગરની મધ્યમાં ઉદ્યાનની સામે ભવ્ય અને વિશાલ રાજમહેલ હતો. વસંતપુરના શિલ્પીઓએ પોતાની તમામ કળા નિચોવીને મહેલમાં ભરી હતી, મંદિરોમાં ભરી હતી.
વસંતપુરમાં વાયુવેગે સમાચાર પહોંચ્યા : 'તપોવનમાં એક નવા તાપસે મહિનામહિનાના ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા કરી છે. પારણાના દિવસે પહેલા ઘરે જો પારણું થશે તો કરશે, જો નહીં થાય તો બીજા ઘરે પારણું કરવા નહીં જાય. બીજા મહિનાના ઉપવાસ શરૂ કરી દેશે.”
નગરમાં ઘેર-ઘેર અને દુકાને-દુકાને બસ, નવા સંન્યાસીની મહાપ્રતિજ્ઞાની જ ચર્ચા શરૂ થઈ.
તપોવન તો તપોવન છે. ત્યાંનું કેવું પવિત્ર. નિર્મળ અને શાંત વાતાવરણ!” નવા સંન્યાસીએ કઠોર પ્રતિજ્ઞા કરી.” “અને... પથ્થરની ઊંચી શિલા પર, આંખો બંધ કરીને પદ્માસને બેસી ગયા છે. કોઈને જોવાના નહીં કે કોઈને બોલાવવાના નહીં!'
અલબત્ત, શરીરનું સૌષ્ઠવ નથી. શરીર ઢંગધડા વિનાનું છે, પરંતુ એમનો આત્મા મહાન છે...'
શરીર સુંદર હોય, પરંતુ એમાં આત્મા અધમ હોય, તો એવા સુંદર શરીરને શું કરવાનું? આ તપસ્વીનો આત્મા મહાન છે.”
ભાઈ, આપણે તો બે દિવસ પહેલાં જ દર્શન કરી આવ્યા... ધન્ય બની ગયા...!' (કુલપતિ સ્વયં એ નવા તપસ્વીની સ્વમુખે પ્રશંસા કરે છે!' ગુણવાન શિષ્યની ગુરુ પણ પરોક્ષમાં પ્રશંસા કરે છે.' સર્વત્ર અગ્નિશર્માની પ્રશંસા થવા લાગી, તપોવનમાં દર્શનાર્થીઓની ભીડ થવા લાગી.
પોત-પોતાના ઘરે અગ્નિશર્મા પારણું કરવા આવે - નગરજનો એવી ભાવના ભાવવા લાગ્યા.
આ રીતે અગ્નિશર્માએ લાખો માસખમણ લ્મહિના-મહિનાના ઉપવાસગ્ન કર્યા. દૂર દૂર એની કીર્તિ ફેલાઈ. છતાં એ વિરક્ત અને મમત્વરહિત રહ્યો.
&
&
ક
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશાળ સામ્રાજ્યના પાલનની જવાબદારીએ, રાજા ગુણસેનના યૌવનસુલભ દ્ધત્યને, ઉન્માદને અને અવિવેકને નામશેષ કરી નાંખ્યા હતા. પ્રાજ્ઞ, પ્રૌઢ અને અનુભવી મંત્રીઓના સતત સંપર્કથી રાજા ગુણસને સારી રીતે ઘડાયા હતા. માતાપિતાના અરણ્યવાસથી, અગ્નિશર્માના અદૃશ્ય થઈ જવાથી, પુરોહિત અને પુરોહિતપત્નીના અકાળ અવસાનથી, રાજા ગુણસેનના મન પર ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.
મહારાણી વસંતસેના કમલવદના, કોકિલવચના અને કુમુદનયના સન્નારી હતી. તે વિદ્યાવ્યાસંગી અને પાપભીરુ રાણી હતી. રાજા ગુણસેનના હૃદયને તેણે જીતી લીધું હતું. ધર્મમાર્ગમાં રાણી રાજાની પ્રેરણામૂર્તિ હતી.
પ્રીતિપૂર્ણ અને પરાક્રમી મિત્રોએ ગુણસેનની વિજયયાત્રાઓમાં સાથ-સહયોગ આપીને, વિશાળ સામ્રાજ્યનો સમ્રાટ બનાવ્યો હતો.
બુદ્ધિધન અને વફાદાર મંત્રીઓએ સાચી, સુયોગ્ય અને સમુચિત સલાહ-માર્ગદર્શન આપીને, રાજા ગુણસેનના નિર્મળ યશને દિગંતવ્યાપી બનાવ્યો હતો. રાજ્યના ધનભંડારોને છલકાવી દીધા હતા.
નમ્રતા, ઉદારતા... ક્ષમા... ન્યાયપ્રિયતા વગેરે ગુણોના માધ્યમથી રાજા ગુણસેને પ્રજાનો અગાધ પ્રેમ પ્રાપ્ત કર્યો હતો.
મહાવિદેહ ક્ષેત્રની એ પુણ્યભૂમિ હતી. લાખો... કરોડો વર્ષનાં, મનુષ્યોનાં દીર્ધકાલીન આયુષ્ય હતાં. વિરાટ, વિશાળ અને સુંદર શરીર હતાં એ રાજા-રાણીનાં. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શનાં એક્ટ્રિક સુખો ઉત્કૃષ્ટ કોટિનાં હતાં.
કાળના ધસમસતા પ્રવાહમાં ઘણું બધું તણાઈ જતું હોય છે. ઘણું બધું નામશેષ રહી જતું હોય છે. ઘણું બધું વિસ્મૃતિની ઊંડી ખીણોમાં દટાઈ જતું હોય છે.
ગુણસનની વિસ્મૃતિની ઊંડી ખીણમાં અગ્નિશર્મા દટાઈ ગયો હતો. લાખો વર્ષોની માટીથી એ ખીણ દટાઈ ગઈ હતી. ખીણ ખીણ રહી ન હતી, એના ઉપરથી રાજમાર્ગ પસાર થતો હતો. લાખો વર્ષ જૂની વાતો કરનારા, ઉખાડનારા પરલોકયાત્રી બની ગયા હતા. ગુણસેનનાં સમકાલીન સ્ત્રી-પુરુષો માટે પણ અગ્નિશર્મા સંપૂર્ણતયા વિસ્મૃત બની ગયો હતો.
અલબત, જ્યાં સુધી મહારાજા પૂર્ણચન્દ્ર અને મહારાણી કુમુદિની તપોવનમાં, આત્મસાધનામાં લીન હતાં ત્યાં સુધી અવારનવાર પરિજનો સાથે ગુણસેન-વસંતસેના
૪૮
ભાગ-૧ * ભવ પહેલો
For Private And Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેઓની કશળપૃચ્છા માટે તપોવનમાં જતાં હતાં. તપોધન રાજર્ષિ પૂર્ણચન્દ્ર, રાજા ગુણસેનને ધર્મ-અર્થ અને કામ પુરુષાર્થના વિષયમાં સમુચિત માર્ગદર્શન આપતા હતા. તેથી ત્રણે પુરુષાર્થમાં રાજા સંતુલન જાળવી શક્યા હતા. રાજર્ષિ પૂર્ણચન્દ્ર, ગુણસેન માટે માત્ર પિતા જ ન હતા. સદ્ગુરુ પણ હતા. ગુણસેન તેમની એકેએક વાતને હૃદયસ્થ કરતા હતા.
ગુણસેન-વસંતસેના વચ્ચે અગાધ સ્નેહ તો હતો જ, પરંતુ વિશેષરૂપે સમજણનો સેતુ બંધાયેલો હતો. તેથી ક્યારેય એ બેની વચ્ચે ગેરસમજ ઊભી થતી ન હતી, ક્યારેક મતભેદ થતો તો તરત સાચી સમજણથી મતભેદ મિટાવી દેવામાં આવતો. તેથી તેમનું પારિવારિક જીવન શાન્તિમય અને પ્રેમપૂર્ણ બન્યું હતું.
એક દિવસ વસંતસેનાએ પ્રેમસભર શબ્દોમાં ગુણસેનને કહ્યું :
નાથ, મને યાદ નથી આવતું કે આપણે આપણી બીજી રાજધાની વસંતપુરમાં ક્યારેય ગયાં હોઈએ! એ સુંદર નગરની વાતો મને એ નગર તરફ આકર્ષે છે. એ નગરનાં સોહામણાં ઉદ્યાનો.. વનો... સરોવરો. બધું મને લલચાવે છે. જો અત્યારે અહીં ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં રહેવાનું વિશેષ પ્રયોજન ન હોય તો આપણે સપરિવાર વસંતપુર જઈએ. અને કેટલાંક વર્ષો ત્યાં પસાર કરીએ.”
સેના, તે ખરેખર મારા મનની જ વાત કરી! મારું મન છેલ્લા કેટલાક દિવસોથી ક્ષેત્રાન્તર કરવા ઈચ્છતું જ હતું. રાજ્યમાં સર્વત્ર શાત્તિ છે, સુખ છે... અને નિર્ભયતા છે. પ્રજા આનંદમાં છે. આપણે અવશ્ય વસંતપુર જઈએ. અહીંની સઘળી જવાબદારી મંત્રીમંડળને સોંપીને જઈએ.”
આપની વાત યોગ્ય છે, ઉચિત છે.” વસંતસેનાએ વસંતપુર જવાની તૈયારીઓ આરંભી દીધી. રાજા ગુણસેને મંત્રીમંડળને બોલાવીને, વસંતપુર જવાની વાત કહી દીધી. મંત્રીમંડળે સંમતિ આપી.
મહારાજા, આપ નિશ્ચિત બનીને વસંતપર પધાર. અહીંનો રોજ-રોજનો વૃત્તાંત રાજપુરુષ દ્વારા આપને મળતો રહેશે. આપના ત્યાં પધારવાથી, એ પ્રદેશની પ્રજા ખૂબ આનંદિત બનશે, અને રાજ્ય-વ્યવસ્થા પણ મજબૂત બનશે.”
મહામંત્રીએ કહ્યું : “મહારાજા, થોડા સુભટ અને થોડા પરિચારકોને લઈને પહેલાં હું વસંતપુર જાઉં છું અને ત્યાંની આપના નિવાસની સમુચિત વ્યવસ્થા ગોઠવી દઉં છું. આપ શુભ દિવસે અહીંથી પ્રયાણ કરીને ત્યાં પધારો. હું ત્યાં જ આપની પાસે ઉપસ્થિત થઈશ.”
ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં વાયુવેગે વાત પ્રસરી ગઈ“મહારાજા સપરિવાર વસંતપુર પધારે છે... અને કેટલાંક વર્ષો ત્યાં પસાર કરશે.’ સમાચાર મળતાં જ સ્નેહીજનો અને મહાજનો મળવા માટે રાજમહેલમાં આવવા લાગ્યા. શીધ્ર પાછા પધારવા માટે વિનંતિ કરવા લાગ્યા. રાજાના ગુણ ગાવા લાગ્યા. રાજા ગુણસેને સહુનો ઉચિત શ્રી સમરાદિત્ય મહાકથા
Bc
For Private And Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આદર-સત્કાર કર્યો.
પ્રયાણનો શુભ દિવસ આવી ગયો.
ચુનંદા સૈનિકો અને વિશાળ પરિચારક-પરિચારિકાવૃંદ સાથે રાજપરિવારે વસંતપુર તરફ મંગલ પ્રયાણ કરી દીધું. સાત દિવસની યાત્રાના અંતે વસંતપુરના બાહ્ય ઉપવનમાં સહુ પહોંચી ગયાં.
વસંતપુરના હજારો પ્રજાજનો, તેમનાં રાજા-રાણીનાં દર્શન કરવા આતુર હતાં. તેમણે વસંતપુરના રાજમાર્ગોને શણગાર્યા હતા. એક એક ગલીને અને એક એક ઘરને સજાવ્યું હતું. એક-એક સ્ત્રી-પુરુષે અને બાળકોએ શણગાર સજ્યા હતા. આજે પહેલી જ વાર તેમના મહારાજા વસંતપુરમાં રહેવા આવી રહ્યા હતા. ઘણી આશાઓ અને ઘણા ઉમંગો સાથે પ્રજાજનો તેમણે મહારાજાનું ભવ્ય સ્વાગત કરવા થનગની રહ્યાં હતાં.
વસંતપુર અને આસપાસનાં ગામોની જનતાએ રાજા ગુણસેનની અને મહારાણી વસંતસેનાની ઘણી ઘણી પ્રશંસા સાંભળી હતી. તેમનાં સત્કાર્યોની કીર્તિ જાણી હતી. તેમની અગાધ પ્રજાવત્સલતાની પ્રશસ્તિ સાંભળી હતી. આજે એ પ્રજાપ્રિય ગુણનિધાન રાજા-રાણીને પ્રત્યક્ષ જોવા માટે હજારો સ્ત્રી-પુરુષો અને બાળકો પોતાના નિવાસોમાંથી બહાર નીકળી આવ્યાં હતાં. માનવમહેરામણથી રાજમાર્ગો ઊભરાઈ ગયા હતાં.
પૂર્વે આવી ગયેલા મહામંત્રીએ સંગેમરમરના ભવ્ય કલાત્મક રાજમહેલને અત્યંત સ્વચ્છ કરાવી દીધો હતો. રમણીય ઉદ્યાનની મધ્યમાં આવેલો મહેલ, શુક્લપક્ષની રાતોમાં ચન્દ્રની ચાંદનીની સ્પર્ધા કરતો હતો.
મહામંત્રીએ મહેલના દ્વારે દ્વારે રત્નોના અને મોતીઓનાં કલાત્મક તોરણો બંધાવ્યાં હતાં. રંગ-રંગનાં ને ભાત-ભાતનાં મૂલ્યવાન વસ્ત્રોના પડદાઓ અને ઝાલરો બંધાવી હતી. મહેલના પ્રત્યેક ખંડની મધ્યમાં ચંદનકાષ્ઠનાં આસન મુકાવી તેના પર સુગંધી પુષ્પોના ગુચ્છ મુકાવ્યા હતા.
મહેલની ચારે બાજુ અગરુ-ધૂપનાં કુંડાઓ ગોઠવી દીધાં હતાં. તેમાંથી અસંખ્ય ધૂમ્રસેરો નીકળીને આકાશમાં ફેલાતી હતી. ભૂમિ પર સુગંધી જલનો છંટકાવ કરી દીધો હતો. ઉદ્યાનનાં વૃક્ષોની ડાળો પર કોયલ ટહુકાર કરતી હતી. લતામંડપોમાં મોર નૃત્ય કરતા હતા. અનેક સુંદર પક્ષીઓના વૈવિધ્યભર્યા શબ્દો સંભળાતા હતા.
મહારાજાનું સ્વાગત કરવા, ૧૦૮ યુવાનો એકસરખાં સુંદર વસ્ત્રો પહેરી, વિવિધ વાજિંત્રો વગાડતા નગરની બહાર જઈ રહ્યા હતા. તેમની પાછળ ૧૦૦૮ સૌભાગ્યવંતી સ્ત્રીઓ માથે સ્વર્ણકલશ લઈને, મંગલ ગીતો ગાતી ચાલી રહી હતી. તેમની પાછળ શણગારેલા ૧૦૮ હાથી મદમાતી ચાલે ચાલી રહ્યા હતા. તે પછી ૧૦૦૮ ઉત્તમ કોટિના અશ્વો પર આરૂઢ શસ્ત્રસજ્જ સૈનિકો ચાલી રહ્યા હતા અને પાછળ હજારો સ્ત્રી-પુરુષો ચાલી રહ્યાં હતાં.
ભાગ-૧ ૪ ભવ પહેલો
u0
For Private And Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વસંતપુરનું યૌવન સોળે કળાએ ખીલી ઊઠ્યું હતું. હર્ષધ્વનિથી આકાશમંડળ વ્યાપ્ત થઈ ગયું હતું. રાજા-રાણી વસંતપુરના યૌવનને મોહી પડ્યાં. પ્રજાના અપાર પ્રેમે તેમને રદ કરી દીધાં.
નગરના ભવ્ય અને અભુત કળાથી યુક્ત પ્રવેશદ્વારે રાજપુરોહિત મહારાજાના લલાટે કંકુનું તિલક કર્યું, નગરશ્રેષ્ઠીએ સુગંધી પુષ્પોનો હાર પહેરાવ્યો. કુમારિકાઓએ સોના-રૂપાનાં ફૂલોથી વધાવ્યાં, સૌભાગ્યવંતી નારીવૃંદે આરતી ઉતારી ઓવારણાં લીધાં... રાજગુરુએ મંગલ શ્લોકોનું મધુર સ્વરે ઉચ્ચારણ કર્યું અને શોભાયાત્રાનો પ્રારંભ થયો. લોકોએ હર્ષના પોકાર કર્યા. શોભાયાત્રા રાજમાર્ગો પર ફરીને રાજમહેલે પહોંચી.
મહામંત્રીએ પહેલેથી જ પ્રજાજનોનાં યથાયોગ્ય સમાન કરવાની સામગ્રી તૈયાર રાખી હતી, પુરુષોનું સન્માન રાજાએ કર્યું અને સ્ત્રીઓનું સન્માન રાણીએ કર્યું. સન્માન કરી, નગરજનોને વિદાય કર્યો.
પરિવાર સાથે મહારાજાએ “વિમાનકુંદક' નામના એ ભવ્ય મહેલમાં પ્રવેશ કર્યો. મહેલની સુંદરતા, ભવ્યતા, સગવડતાઓ અને વ્યવસ્થા જોઈને રાજા-રાણી તથા રાજપરિવાર પ્રસન્ન થઈ ગયાં. રાણી વસંતસેનાએ કહ્યું : “સુંદર! ઘણું સુંદર! અહીં મને ગમશે... સ્વામીનાથ, આપને પણ ગમશે!” મહારાજાએ રાણી સામે જોયું. તેમના મુખ પર સ્મિત રમી ગયું.
મહામંત્રીએ કહ્યું : “આજે દિવસના ચોથા પ્રહરમાં રાજસભાનું આયોજન કરેલું છે. સંધ્યાકાલીન ભોજન પછી રાત્રિના પહેલા અને બીજા પ્રહરમાં પણ કલાકારોનાં ગીત-નૃત્ય વગેરેના કાર્યક્રમો યોજેલા છે.'
અમે બધા કાર્યક્રમોમાં ઉપસ્થિત રહીશું.' મહારાજાએ સંમતિ આપી. મહામંત્રી ચાલ્યા ગયા. પરિચારિકાઓ રાજા-રાણીને એમના ખંડ તરફ દોરી ગઈ.
૦ ૦ ૦. દિવસના બે પ્રહર પૂરા થઈ ગયા હતા.
ત્રીજા પ્રહરમાં સ્નાન, ભોજન અને વિશ્રામ કરીને, ચોથા પ્રહરના પ્રારંભે રાજારાણીએ ઇન્દ્રસભા જેવી રાજસભામાં પ્રવેશ કર્યો. રાજસભા રાજપુરુષો અને મહાજનોથી ખીચોખીચ ભરાયેલી હતી. કલાકારોનાં વૃન્દ પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ ગયેલાં હતાં.
સર્વ પ્રથમ, નગરના પ્રમુખ શ્રેષ્ઠીએ ઊભા થઈ, મહારાજા પાસે આવી, મસ્તક નમાવીને સ્વર્ણથાળમાં મૂકેલાં અમૂલ્ય રત્નો મહારાજાને ભેટ આપ્યાં. ત્યાર પછી નગરના બીજા શ્રેષ્ઠીઓએ ક્રમશઃ મહારાજાને ભેટણાં અર્પણ કર્યા.
તે પછી મહામંત્રીએ ઊભા થઈને, મહારાજાને પ્રણામ કરી, સભાને ઉદ્દેશીને
શ્રી સમરાદિત્ય મહાકથા
પ૧
For Private And Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પોતાનું વક્તવ્ય આપ્યું. વસંતપુરમાં મહારાજાના આગમનનું પ્રયોજન જણાવ્યું અને મહારાજા-મહારાણીના ગુણ ગાયા.
ત્યાર બાદ નગરશ્રેષ્ઠીએ ઊભા થઈને મહારાજાના આગમનથી તેમને અને નગરવાસીઓને કેવો અપૂર્વ આનંદ થયો છે તે આનંદ અભિવ્યક્ત કર્યો.
અને તરત જ નૃત્યાંગનાઓના વંદે સમૂહગીત સાથે નૃત્યનો પ્રારંભ કરી દીધો, એક ઘટિકા સુધી અભુત નૃત્ય કરીને મહારાજાને પ્રસન્ન કરી દીધા.
ત્યાર બાદ નગરના પ્રસિદ્ધ ગાયકવૃંદે પોતાનાં ગીતો ગાઈને સભાને મુગ્ધ કરી દીધી. બે ઘટિકા સુધી ગીત-વાદનનો કાર્યક્રમ ચાલતો રહ્યો.
તે પછી હાસ્યકારોના વંદે વિવિધ અભિનયો દ્વારા અને એવી હાસ્યપ્રેરક વાતો દ્વારા સભાને હસાવી-હસાવીને લોટપોટ કરી દીધી.
બે પ્રહર પૂરા થઈ ગયા. સભાનું વિસર્જન થયું. રાજા-રાણી હર્ષવિભોર બની ગયાં. વસંતપુરમાં થયેલું આગમન તેમને સાર્થક લાગ્યું. તેમણે મહામંત્રીને કહ્યું : “આવતી કાલે સવારે બધાં પ્રભાતિક કાર્યોથી પરવારીને હું અશ્વ-ક્રીડા કરવા નગરની બહાર જવા ઇચ્છું છું. તમે સવારે પહેલું કામ શ્રેષ્ઠ અથોને તૈયાર રાખવાનું કરજો. તમારે પણ મારી સાથે આવવાનું છે.”
મહારાજા, નગરની બહાર થોડે દૂર સહસ્સામ્રવન” નામનું રમણીય ઉદ્યાન આવેલું છે....' મહામંત્રીએ કહ્યું.
આપણે અશ્વ-ક્રીડા કર્યા પછી એ ઉદ્યાનમાં થોડો સમય પસાર કરીશું.” મહામંત્રીને વિદાય કરી, રાજા ગુણસેન તેમના શયનખંડમાં ગયા. પલંગમાં પડતાંની સાથે નિદ્રાધીન થઈ ગયા.
બીજા દિવસે સિવાય અશ્વ-ક્રીડા, બીજો કોઈ કાર્યક્રમ રાખ્યો ન હતો. મહામંત્રીને બીજા દિવસે ક્ષિતિપ્રતિષ્ઠિત નગર તરફ રવાના થવું હતું. પરંતુ અશ્વ-કીડામાં મહારાજાની સાથે રહેવાનું નક્કી થતાં તેમણે એક દિવસ પછી જવાનું નક્કી કર્યું.
૦ ૦ ૦. પ્રભાતે પાંચ શ્રેષ્ઠ અશ્વો અને અશ્વપાલકોને રાજમહેલના પ્રાંગણમાં હાજર કરીને, મહામંત્રી મહારાજાના સંદેશની રાહ જોવા લાગ્યા.
મહારાજાએ સ્નાન... દુગ્ધપાન વગેરે પ્રભાતિક કાર્યો પતાવ્યાં. મહામંત્રીનો સંદેશો મળ્યો, વસ્ત્રપરિવર્તન કરી તરત તેઓ બહાર આવ્યા. એક મનપસંદ અશ્વ પર આરૂઢ થઈ, અશ્વપાલકોને બીજા અશ્વોને લઈ પાછળ આવવા ઇશારો કર્યો. મહામંત્રી તેમના અશ્વ પર બેસી, મહારાજાની પાછળ ચાલ્યા. નગરની બહાર તેઓ એક વિશાળ સપાટ મેદાન પર આવ્યા.
ભાગ-૧ ૯ ભવ પહેલો
પર
For Private And Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજા ગુણસેન અમોને રમાડવામાં, ખેલાવવામાં નિષ્ણાત હતા. એક પછી એક, પાંચે અથોને ખૂબ ખેલાવ્યા. અર્થ પ્રહર પસાર થઈ ગયો.
“ચાલો, હવે આપણે સહસામ્રવનમાં જઈએ.” મહામંત્રીએ પોતાનો અન્ય એ ઉઘાન તરફ વાળ્યો. પાછળ ગુણસેન અને તેમની પાછળ બીજા અશ્વો સાથે અશ્વપાલકો ચાલ્યા. સંસામ્રવનમાં સુંદર ઉઘાન હતું. ગુણાસન ઉદ્યાન જોઈને આનંદિત થઈ ગયા, મહામંત્રીએ પહેલેથી જ ત્યાં આમ્રવૃક્ષોની ઘટામાં આવેલા લતામંડપમાં એક સિહાસન મુકાવી દીધેલું. ખાન-પાનની સામગ્રી પણ ત્યાં મુકાવી દીધી હતી.
રાજા ગુણસેન લતામંડપમાં સિંહાસન પર બેઠા. તેઓ મહામંત્રીની સાથે વાર્તાલાપ કરે છે, ત્યાં અચાનક બે સૌમ્યાકૃતિવાળા તાપસકુમારો આવી ચઢચા.
“મહારાજા, ‘તે શરૂ તાપસકુમારોએ રાજાને આશીર્વાદ આપ્યા. તેમના હાથમાં નારંગીનાં અને કોઠાનાં ફળ હતાં, તે ફળ તેમણે રાજાને આપ્યાં. રાજા સિંહાસન પરથી ઊભા થઈ ગયા. તાપસકુમારોને બે હાથ જોડી, મસ્તક નમાવી પ્રણામ કર્યા. બેસવા માટે વિનંતી કરી, પરંતુ તેઓ ઊભા રહ્યા. તેમણે કહ્યું :
“હે મહારાજ, અમારા પુનામધેય કુલપતિએ આપના શરીરની કુશળપૃચ્છા માટે અમને આપની પાસે મોકલ્યા છે. કારણ કે આપ બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ આ ચાર આશ્રમોના પાલક અને સંરક્ષક છો. ધર્મઅધર્મની વ્યવસ્થા કરનારા છો.'
રાજા, સુકોમળ, ભગવા વસ્ત્રધારી અને સૌમ્ય મુખાકૃતિવાળા બે તાપસકુમારોને જોઈ રહ્યો. તેમની વિનયયુક્ત મધુર વાણી સાંભળી આનંદિત થયો. તેણે પૂછ્યું :
હે પૂજ્ય, તે ભગવંત કુલપતિ ક્યાં બિરાજે છે? સુપરિતોષ' નામના તપોવનમાં.' એ તપોવન અહીંથી કેટલું દૂર છે?” “બહુ દૂર નથી, બહુ નજીક નથી.” રાજાને તાપસકુમારો ગમ્યા હતા, “સુપરિતોષ' નામ ગમ્યું. તેમણે મહામંત્રી સામે જોયું, અને કહ્યું : “આપણે તપોવનમાં જઈએ. કુલપતિનાં દર્શન કરીએ... અનેક તપસ્વી તાપસોનાં દર્શન કરીએ અને તપોવનની વ્યવસ્થા પણ જોઈએ.”
સાચી વાત છે મહારાજા, કુલપતિએ તાપસકુમારોને મોકલીને આપની કુશળતા પુછાવી છે... તો આપણે એ સાધુપુરુષોની કુશળતા પૂછવા જવું જોઈએ.'
તો આપણા બે અથો રાખીને, બીજા અશ્વોને અશ્વપાલકો સાથે રાજમહેલ મોકલી દો.'
રાજા અને મંત્રી, બે તાપસકુમારો સાથે તપોવન તરફ ચાલ્યા. એક અશ્વપાલક બે અશ્વોને લઈ, પાછળ-પાછળ ચાલ્યો.
શ્રી સમરાદિત્ય મહાકથા
પ3
For Private And Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તપોવન નજીક આવતાં એક તાપસકુમારે આંગળી ચીંધીને રાજાને કહ્યું : “આ અમારું “સુપરિતોષ'તપોવન છે!”
બહુ જ રમણીય અને આલાદક છે!” રાજાના મુખમાંથી તપોવનની પ્રશંસાના શબ્દો સરી પડ્યા.
તપોવનમાં પ્રવેશ કરી તાપસકુમાર રાજાને સીધા કુલપતિની પર્ણકુટી તરફ લઈ ચાલ્યા. રાજાએ તપોવનમાં અનેક તાપસીનાં દર્શન કર્યા. તપોવનના કુદરતી સૌન્દર્યને નિહાળ્યું. તાપસકુમારે રાજાને કહ્યું :
“મહારાજ, આ પર્ણકુટી અમારા કુલપતિ આર્ય કૌડિન્યની છે.' પર્ણકુટીના દ્વારે જ કુલપતિ પ્રસન્ન મુખમુદ્રામાં ઊભા હતા. તેમણે રાજા ગુણસેનને આવકાર આપ્યો. રાજા, કુલપતિનાં દર્શન કરી હર્ષવિભોર બની ગયા. રાજાને બેસવા માટે તાપસકુમારે દર્ભાસન આપ્યું. મંત્રીને પણ આસન આપ્યું. રાજાએ કુલપતિને બે હાથ જોડી ભક્તિભાવથી કહ્યું :
હે મહાત્મનું, આપે મારા પર મહાન કૃપા કરી, મારી પાસે આ બે વિનીત તાપસકુમારોને મોકલ્યા.. આપનાં દર્શન કરી હું ધન્ય બની ગયો. ખરેખર, જીવોને પરિતોષ આપનારું આ તપોવન છે. એનું નામ સાર્થક છે. તે ઉપકારી, આ તપોવનમાં આપને કોઈ પ્રતિકૂળતાઓ તો નથી ને? તપસ્વજનો કુશળ છે ને?'
“રાજન, પરમાત્માની અચિંત્ય કૃપાથી “તપોવન'માં કુશળતા છે. સર્વે તાપસી સ્વસ્થ અને પ્રસન્ન છે. તમારા રાજ્યમાં અમને કોઈ પ્રતિકૂળતા નથી. વસંતપુરના નાગરિકોની અમારા પ્રત્યે ભક્તિ છે, પ્રેમ છે... તેઓ પ્રતિદિન “તપોવનની કાળજી રાખે છે. રાજેશ્વર, તમારા અહીં આવવાથી મને આનંદ થયો છે.'
પ્રશાંત મુદ્રા જોઈને અને ઉપશમરસભરી વાણી સાંભળી રાજા ગુણસેન, કુલપતિ તરફ અનિમેષ નયને જોઈ રહ્યો. થોડી ક્ષણો મૌનમાં વીતી. અને ગુણસેનની કલ્પનામાં મહારાજા પૂર્ણચન્દ્ર અને માતા કુમુદિનીનું તપોવન સાકાર થયું. તેનાથી બે હાથ જોડાઈ ગયા... મસ્તક નમી પડ્યું.... આંખો ભીની થઈ ગઈ... કુલપતિએ રાજાના મુખ પર ભાવપરિવર્તન જોયું. રાજન, કયા વિચારમાં તમે સરી પડ્યા?'
મહાત્મન, મારી માતાએ અને મારા પિતાએ, તેમનું શેષ જીવન આવા જ તપોવનમાં વિતાવ્યું હતું. હું અવારનવાર એમની કુશળપૃચ્છા કરવા એ તપોવનમાં જતો હતો. તેમનાં દર્શન કરતો હતો, તેમના ધર્મોપદેશને સાંભળતો હતો. અહીં આ તપોવન જોઈને.. એ તપોવન અને એ પૂજ્ય માતા-પિતા યાદ આવી ગયાં...'
રાજન, મનુષ્યજીવનનું અંતિમ કર્તવ્ય આત્મકલ્યાણ કરવાનું છે. તે માટે જ વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ છે. નિવૃત્તિમાર્ગનું અવલંબન લેવું જ પડશે.”
પB
ભાગ-૧ = ભવ પહેલો
For Private And Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાત્મનું, શું મહેલમાં. ઘરમાં રહીને આત્માનું કલ્યાણ ના થઈ શકે?'
સૂલ ધર્મક્રિયાઓ થઈ શકે, પરંતુ આત્મધ્યાનમાં નિમગ્ન ન બની શકાય. ગૃહવાસનાં બંધનોમાં જકડાયેલો મનુષ્ય કેવી રીતે ને કેટલી વાર આત્મધ્યાનમાં નિમગ્ન રહી શકે? માટે સંસારના પ્રપંચથી નિવૃત્ત થઈ, આવા તપોવનમાં આવીને શેષ જીવન વ્યતીત કરવું જોઈએ.' ‘પણ તે માટે આત્મકલ્યાણ સાધવાની ઇચ્છા જાગવી જોઈએ ને?'
રાજન, માત્ર ઇચ્છા નહીં, તીવ્ર ઇચ્છા જાગવી જોઈએ. મારા આત્માને માયાના બંધનમાંથી મુક્ત કરવો છે એ માટે તપ અને જ્ઞાનના માર્ગે જવું છે.. દશ્ય જગત મિથ્યા છે. દશ્ય જગત ઉપરનો મોહ અજ્ઞાનતા છે.' આ વાત હૃદયમાં જચવી જોઈએ.”
‘આપે સાચું કહ્યું મહાત્મ! મારા મનને આ તપોવનનું જીવન ગમે છે. કેવું નિર્દોષ નિષ્પાપ જીવન છે! પરંતુ આ જીવન સ્વીકારવાની ઇચ્છા હજુ જાગ્રત થતી નથી. વિપયિક સુખોની સ્પૃહાઓ ઘણી દઢ છે. ક્યારે એ સ્પૃહાઓ છૂટશે તે નથી સમજાતું.”
ભગવદ્ અનુગ્રહથી એ વૈષયિક સુખોની અસારતા સમજાશે રાજન! તમને.. તમારા મનને આ તપોવનનું જીવન ગમે છે, તમને તાપસધર્મ ગમે છે... તપસ્વીઓ ગમે છે.. એ તમારી ઉત્તમતા સૂચવે છે.”
મહાત્મનું, મારા મનમાં એક ઇચ્છા જાગી છે... આપ મારા પર કૃપા કરીને, બધા જ તાપસો સાથે મારા રાજમહેલમાં ભોજન માટે પધારો... મને ઘણો આનંદ
થશે.”
કુલપતિએ કહ્યું : “વત્સ, ભલે એમ હો! પરંતુ એક મહાતપસ્વી સિવાય અમે બધા આવીશું. એ મહાતાપસ રોજ ભોજન કરતો નથી. મહિના-મહિનાના ઉપવાસના પારણે જ એક દિવસ જ તે ભોજન કરે છે. તેમાં પણ પારણાના દિવસે પહેલા ઘરમાં પારણું થાય તો ઠીક... ન થાય તો તે પાછો તપોવનમાં આવી જાય છે, પરંતુ બીજા ઘરે પારણું કરતો નથી. માટે, એ મહાતપસ્વી સિવાય અમે તારી પ્રાર્થનાનો સ્વીકાર કરીએ છીએ.”
રોક ર છે
-
--
--
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
||
9
H
‘મહાત્મન, એ મહાતપસ્વી કોણ છે અને ક્યાં છે?”
“રાજન, એ મહાતપસ્વીનું નામ અગ્નિશર્મા છે, અને જો, પેલા આમ્રવૃક્ષની નીચે બેસીને ઉત્તમ ધ્યાન કરી રહ્યો છે.”
કુલપતિએ દૂરથી અંગુલીનિર્દેશ કરીને આમ્રવૃક્ષ બતાવ્યું. રાજાએ કુલપતિને કહ્યું ; “મહાત્મન, હું એ ઉગ્ર તપસ્વીનાં દર્શન કરી મારા આત્માને નિષ્પાપ બનાવવા ઇચ્છું છું.'
રાજા ત્વરાથી આમ્રવૃક્ષની શ્રેણિ તરફ ચાલ્યા. મંત્રી પણ પાછળ પાછળ ચાલ્યા. બંને તે આમ્રવૃક્ષ નીચે આવ્યા, જ્યાં અગ્નિશર્મા બેઠો હતો.
ધ્યાનસ્થ, છે પદ્માસનસ્થ, ક પ્રશાન્તચિત્તસ્થ,
અગ્નિશમને જોતાં જ રાજા ગુણસેન હર્ષથી રોમાંચિત થઈ ગયા. તેમણે બે હાથ જોડી, મસ્તક નમાવી અગ્નિશર્માને પ્રણામ કર્યા.
અગ્નિશર્માએ આંખો ખોલી રાજાની સામે જોયું. તેના મુખમાંથી શબ્દો સર્યા : રવા+તું તે બેસો.
આમ્રવૃક્ષની છાયામાં, વિશુદ્ધ ભૂમિભાગ પર રાજા ગુણર્સન શાન્તિથી બેઠા. તેમણે વિનયથી અગ્નિશર્માને પૂછ્યું :
ભદંત, આવું તાપસ-વત અને આવી ઘોર તપશ્ચર્યા કરવામાં શું નિમિત્ત બન્યું હતું, તે જ યોગ્ય લાગે તો કહો.'
રાજન, એક નિમિત્ત નથી બન્યું. અનેક નિમિત્તે મળી આવ્યાં હતાં. તેમાં પહેલું નિમિત્ત હતું દરિદ્રતાનું. બીજું નિમિત્ત કદરૂપતા, ત્રીજું નિમિત્ત લોકો તરફથી પરાભવ અને ચોથું નિમિત્ત મા કલ્યાણમિત્ર મહારાજકુમાર ગુણસેન...
રાજા પોતાનું નામ સાંભળીને ચમકી ગયો. તેની આંખો પહોળી થઈ ગઈ... તેના મુખ પર આશ્ચર્ય અને ખેદની મિશ્ર લાગણીઓ ઊપસી આવી. તેણે અગ્નિશર્માનું નામ કુલપતિ પાસે સાંભળ્યું હતું.. અને અગ્નિશર્મા પાસે બેસીને વાર્તાલાપ કરતો હતો. પરંતુ તે અગ્નિશર્માને ઓળખી શક્યો ન હતો. લાખો વર્ષ વીતી ગયાં હતાં. વિસ્મૃતિની ઊંડી ખીણમાં અગ્નિશર્મા દટાઈ ગયો હતો. એ અગ્નિશમ સ્મૃતિમાં ન હતો. પ્રત્યક્ષ સામે હતો!
૫૬
ભાગ-૧ ( ભવ પહેલો
For Private And Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘રાજકુમાર... ગુણસેન...? મહાતપસ્વી, એ ગુણન આપનો કલ્યાણમિત્ર કેવી રીતે બન્યો અને આવી ઘોર તપશ્ચર્યામાં તથા સંન્યાસજીવનમાં નિમિત્ત કેવી રીતે બન્યો?' હજુ રાજા અગ્લિશર્માને ઓળખી શક્યા નથી. ઓળખવાનો મનમાં પ્રયત્ન કરે છે. વિસ્મૃતિની ખીણમાંથી વર્ષોની.. લાખો વર્ષોની માટી ઉલેચે છે. ત્યાં અનિશર્માએ ઈપ સ્મિત સાથે કહ્યું :
રાજન, જે ઉત્તમ-શ્રેષ્ઠ પુરષો હોય છે તેઓ સ્વયં અંતઃપ્રેરણાથી ધર્મ પામે છે. મધ્યમ કક્ષાના પુરુષો, બીજા કોઈની પ્રેરણાથી ધર્મતત્ત્વને પામે છે અને અધમ પ્રકૃતિના પુષ્પો બીજાઓની પ્રેરણા મળવા છતાં ધર્મ પામતા નથી, તેમને ધર્મ ગમતો નથી.
રાજેશ્વર, આ સંસાર કારાવાસ છે. સંસાર કારાવાસનાં અપાર દુઃખોમાંથી મુક્ત કરવા માટે કોઈપણ મનુષ્ય, કોઈપણ ઉપાયથી ધર્મ તરફ પ્રેરિત કરે તે ખરેખર હિતકારી હોય છે, એવા હિતકારી પુરુષને હું કલ્યાણમિત્ર માનું છું. મહારાજકુમાર ગુણસેનને હું આ રીતે કલ્યાણમિત્ર માનું છું. મારી કુમાર-અવસ્થામાં એણે મારું ઘોર ઉત્પીડન ન કર્યું હોત તો હું તાપસધર્મ ન પામી શકત.... અને આત્માને નિર્મળ કરનારી તપશ્ચર્યા ના કરી શકત....'
રાજાની આંખો બંધ હતી.. વિસ્મૃતિની ઊંડી ખીણમાં દટાયેલી એક વિકૃત... કદરૂપ આકૃતિ ધીરે ધીરે ઊભી થઈ.
ત્રિકોણ મસ્તક, ગળ માંજરી આંખો.... સાવ ચપટું નાક, છે કાણાં જેવા કાન... કે લાંબા દાંત... જ વાંકા-ટૂંકા હાથ. જ લાંબી-વાંકી ડોક...
ટૂંકી છાતી જ લાંબું-વાંકું પેટ કે જાડી. ટૂંકી સાથળ જ પહોળા વાંકા પગ..
પીળા ઊભા વાળ.. મુખ પર ભય... ત્રાસ... અને દીનતા.
આંખોમાં કાકલૂદીભરી દયાની યાચના... શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લોહીલુહાણ શરીર...
અહો એ જ અગ્નિશર્મા...? એ જ બ્રાહ્મણપુત્ર..? આજે લાખો વર્ષ પછી નવા સ્વરૂપે મારી સામે બેઠા છે? હું એમનો અપરાધી છું.' શરમથી રાજા ગુણસેનનું મુખ નમી ગયું. જમીન પર દષ્ટિ સ્થિર કરીને તેમણે તપસ્વીને પૂછ્યું :
“હે ભદંત, સૈલોક્યના બંધુસમાન ધર્મમાં, એ રાજ કુમારે આપને કેવી રીતે પ્રેરણા આપી?’
રાજા આ પ્રશ્ન પૂછે છે અને તપસ્વી અગ્નિશમાં પ્રત્યુત્તર આપે છે, ત્યાં સુધી અગ્નિશર્મા - “આ જ રાજા, મારો કલ્યાણમિત્ર રાજકુમાર હતો.' ઓળખી શક્યો નથી. “આ જ રાજા મારો ઘોર ઉપહાસ કરનાર...મારા પર ભયંકર ત્રાસ ગુજારનાર... અને મારા પર શિકારી કૂતરા છોડનાર.. એ જ અધમ રાજકુમાર છે.' આ રીતે ઓળખી શક્યો નથી. તપસ્વી અગ્નિશર્માએ રાજાના પ્રશ્નનો ઉત્તર આપતાં કહ્યું :
હે ભાગ્યશાળી, જગતમાં પ્રેરણા અનેક પ્રકારની હોય છે. તેમાંની કોઈપણ એક પ્રેરણા મારા વૈરાગ્યમાં નિમિત્ત બની.” અગ્નિશર્મા તાપસ હતો, સંન્યાસી હતો. તેના મુખમાંથી કોઈના દોષો કેવી રીતે બહાર આવે? ગુણસને અગ્નિશમ સામે અહોભાવથી જોયું. તે વિચારે છે : “ખરેખર આ મહાનુભાવ છે! સાચો સાધુ છે! એનો ઘોર પરાભવ કરનાર... એની ભયંકર કદર્થના કરનાર એ કુમારને ધર્મપ્રેરણા કરનાર માને છે! કલ્યાણમિત્ર માને છે! કેવો નિર્મળ સ્વભાવ છે આ મહાત્માનો? પરાભવને પ્રેરણા માનવાની કેવી ઉદાત્ત વિચારધારા...? કોઈના પણ દોષની નિંદા નહીં! કોઈનો દોષ યાદ કરી કટુ-કર્કશ વાણીમાં દોષાનુવાદ કરવાની કોઈ વાત
નહીં!
શું કરું? હજુ આ મહાત્માએ મને ઓળખ્યો નથી. અરેરે... મેં પાપીએ કેવું ઘોર અકાર્ય એ કુમાર-અવસ્થામાં કર્યું હતું? મારી કલંકિત જાતને પ્રગટ કરી દઉં? આ મહાત્મા છે. મને ઓળખ્યા પછી પણ એ મારો તિરસ્કાર નહીં જ કરે... હું તો બહુ મોટો અપરાધી છું.” રાજાનું હૃદય ભરાઈ આવ્યું. તેમની આંખો ભીની થઈ ગઈ. ગદ્દ સ્વરે તેમણે અગ્નિશમને કહ્યું :
“હે ભદત, આપને ઘોર પીડા આપનાર, ત્રાસ ગુજારનાર અને આપના હૃદયને સંતાપનાર એ પાપી રાજકુમાર ગુણસેન હું જ પોતે છું....!' રાજાએ તપસ્વીનાં ચરણોમાં પોતાનું મસ્તક મૂકી, આંસુઓથી તપસ્વીના ચરણો ભીંજવી દીધા. અગ્નિશર્માએ રાજાના માથે હાથ ફેરવીને કહ્યું :
મહારાજા ગુણસેન, હું તમારું સ્વાગત કરું છું. ભિક્ષાવૃત્તિથી જીવનારો હતો હું. મને આપના જ નિમિત્તે આવી તપ-વિભૂતિ પ્રાપ્ત થઈ છે. આપનો જ ઉપકાર છે.
ભાગ-૧ ભવ પહેલો
પ૮,
For Private And Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાજ, આપ “ગુણસેન' છો, શા માટે આપ “અગુણસેન” માનો છો તમારી જાતને? કિશોર-અવસ્થા અને યૌવન-અવસ્થા જ એવી છે કે જે અવસ્થામાં ગુણવાન પુરુષો પણ ક્યારેક ન કરવાનું કરી બેસે છે. તમારો કોઈ દોષ નથી.”
મહાત્મા, આપની આ જ મહાનુભાવતા છે, આ જ આપની ક્ષમા છે, આ જ આપની ઉદારતા છે. તપસ્વીઓ ક્યારેય બીજાને અપ્રિય લાગે તેવું બોલતા નથી. તેઓ પ્રિય જ બોલે છે. આપ ચન્દ્ર સમાન શીતલ છો. ચન્દ્રમાંથી શીતલતા જ વરસે! અંગારની વૃષ્ટિ ન જ થાય.
ભદંત, હવે એ વાત નથી કરવી, હવે તો મારે જાણવું છે કે આપનું પારણું ક્યા દિવસે આવે છે?’
મહારાજા, પાંચ દિવસ પછી મહિનાના ઉપવાસનું પારણું આવશે.” ‘ભદંત, જો આપને બીજું કોઈ કારણ ના હોય તો પારણું મારા ઘરે કરવાની કૃપા કરશો. કુલપતિ પાસેથી આપની પ્રતિજ્ઞાની બધી વાત મેં જાણી છે. માટે અત્યારથી જ તે દિવસના પારણા માટે પ્રાર્થના કરું છું. આપને પારણું કરાવીને ખરેખર, હું અને મારો પરિવાર ધન્ય બની જશે, આનંદિત થઈ જશે.”
“મહારાજા, હજુ પારણાના પાંચ દિવસ બાકી છે. એ દિવસ તો આવવા દો! કોણ જાણે છે કે વચમાં-પાંચ દિવસમાં શું થશે? સ્વપ્ન સમાન આ જીવલોક છે. જ્યારે જીવન-સ્વપ્ન પૂરું થઈ જાય. કોણ કહી શકે? “આ કામ હું આવતી કાલે કરીશ.' આવું કોણ બોલી શકે? કાલે જીવનું જીવન હશે કે કેમ. માટે રાજન, તમને હું કેવી રીતે કહું કે પાંચ દિવસ પછી હું તમારા ઘરે પારણું કરવા આવીશ.'
રાજેશ્વર, જીવોના પરિવર્તનશીલ સ્વભાવ પણ ધિક્કારપાત્ર છે. સવારે જે સ્નેહભાવ હોય છે તે સાંજે નથી હોતો... સાંજે જે ભાવ હોય છે તે બીજા દિવસે નથી હોતો.. માટે રાજન, પારણાનો દિવસ તો આવવા દો..!”
ગુણસેને કહ્યું : “મહાત્મનું, આપે કહેલી વાત તદ્દન સત્ય છે. આપની સમજણ યથાર્થ છે. પરંતુ જો કોઈ વિઘ્ન ના આવે તો પારણા માટે મારા જ ઘરે પધારજો.”
અગ્નિશર્માએ કહ્યું : “મહારાજા, જો તમારો આટલો તીવ્ર આગ્રહ છે તો તમારી પ્રાર્થનાનો સ્વીકાર કરું છું.'
આપની અનહદ કૃપા થઈ મારા પર..' એમ કહી રાજા ગુણસેન ઊભા થયા. તપસ્વીને નમીને પુનઃ પુનઃ વંદના કરી.
મહામંત્રી, તમે રાજમહેલે જાઓ. મહારાણીને અહીં લઈ આવો અને પૂજનસામગ્રી લઈ આવો. અમે કુલપતિનું પૂજન કરીશું. સાથે સાથે ઉત્તમ પકવાન્ન, ફળો, મેવા વગેરે ભોજનસામગ્રી પણ લેતા આવશો. આજે બધા તાપસીની ભક્તિ કરીશું. તમે
શ્રી સમરાદિત્ય મહાકથા
UG
For Private And Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવો ત્યાં સુધી હું કુલપતિ પાસે બેસી તેઓનો ધર્મોપદેશ સાંભળીશ.”
મહામંત્રી અશ્વારૂઢ બની નગર તરફ ઊપડી ગયા. મહારાજા ગુણને કુલપતિની પર્ણકુટીમાં પ્રવેશ કર્યો. મહાત્મન, હું આપને પ્રણામ કરું છું.” રાજન, તારું કુશળ હો...”
ભગવદ્, મારી ઇચ્છા આપની ભક્તિ-પૂજા કરવાની છે. એટલા માટે મેં મંત્રીને નગરમાં મોકલ્યા છે. મારો પરિવાર અને ભક્તિપૂજાની સામગ્રી આવી પહોંચે ત્યાં સુધી હું આપના ચરણોમાં બેસી શકું? આપના ધર્મકાર્યમાં અંતરાય તો નહીં થાય ને?' રાજન, ધર્મોપદેશ આપવો, એ પણ ધર્મકાર્ય જ છે.”
ભગવનું, મને ધર્મોપદેશ આપી, મારા પાપી આત્માને પુણ્યશાળી બનાવવાની કૃપા કરો.”
“રાજન, પ્રતિદિન અતિથિને, સાધુ-સંન્યાસીને ભક્તિ અને બહુમાનથી દાન દેવું જોઈએ. ગરીબોને, અનાથોને, અપંગોને અને અસહાય લોકોને દયાથી દાન આપવું જોઈએ.
હંમેશાં બીજા જીવોના ગુણ જોવા, ગુણાનુવાદ કરવો અને ગુણવાનની પ્રશંસા કરવી. કોઈના દોષ જોવા નહીં. કોઈના દોષ બોલવા નહીં. સદૈવ પ્રિય અને સત્ય વચન બોલવાં. હિતકારી અને કલ્યાણકારી વચન બોલવાં.
મનમાં સારા વિચારો કરવા. પરમાત્માનું ધ્યાન કરવું. પુરુષોનો સમાગમ રાખવો. જ્ઞાની પુરુષોને માન આપવું. જ્ઞાની પાસેથી જ્ઞાન મેળવવું.
સહુ જીવોને મિત્રો માનવા. કોઈનેય શત્રુ માનવો નહીં. બીજા જીવોનાં દુઃખો દૂર કરવા પ્રયત્ન કરવો.”
૦ ૦ ૦. મહારાણી વસંતસેનાનો રથ તપોવનમાં પ્રવેશ્યો. આગળ મહામંત્રીનો અધ હતો. કુલપતિની પર્ણકુટી આગળ આવીને રથ ઊભો રહ્યો. મહારાણી વસંતસેનાએ રથમાંથી ઊતરીને કુલપતિની પર્ણકુટીમાં પ્રવેશ કરી, કુલપતિનું અભિવાદન કરી કુશલપૃચ્છા કરી. કુલપતિએ રાણીને આશીર્વાદ આપ્યા.
પરિચારિકાએ રથમાંથી એક પછી એક અગિયાર સ્વર્ણમય થાળ લાવીને પર્ણકુટીમાં મૂક્યા. રત્નજડિત સ્વર્ણકલશોમાં કેસર-ઇલાયચી-મિશ્રિત દૂધ હતું. અગિયાર કલશો પણ પંક્તિબદ્ધ ગોઠવી દીધા.
રાજાએ સર્વપ્રથમ સુગંધી જલથી કુલપતિનું ચરણ પ્રક્ષાલન કર્યું. ત્યાર બાદ દૂધ અને પક્વાન્ન અર્પણ કર્યા. તે પછી સંન્યાસીઓને ઉચિત એવાં ભગવાં વસ્ત્રો અર્પણ
ભાગ-૧ ( ભવ પહેલો
90
For Private And Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્યાં, અને તોવનનાં કાર્યો માટે અગિયાર સહસ્ત્ર સ્વર્ણમુદ્રાઓ ભેટ કરી. પૂજા-ભક્તિ કરીને, રાજાએ પુનઃ કુલપતિને પ્રાર્થના કરી :
‘ભગવન્, આવતી કાલે મારું આંગણું પાવન કરજો. સાથે એ મહાતપસ્વી અગ્નિશર્મા સિવાયના સર્વ તાપસોને લઈને પધારજો.'
‘રાજન, તમારી પ્રાર્થનાનો સ્વીકાર કરેલો જ છે.’
‘મહાત્મનું, એક વાત ક૨વાની ભૂલી ગયો... મહાતપસ્વી અગ્નિશર્માને પાંચ દિવસ પછી મહિનાના ઉપવાસનું પારણું આવે છે. મેં તેમને મારા ઘેર પારણું કરવા પધારવા માટે વિનંતિ કરી છે. તેમણે મારા પર અનહદ કૃપા કરીને, મારી પ્રાર્થનાનો સ્વીકાર કર્યો છે.
‘રાજન, તમે પુણ્યશાળી છો. એ તપસ્વી પારણાના દિવસે તમારા રાજમહેલે આવી જશે. એની પ્રતિજ્ઞાને યાદ રાખજો.'
કુલપતિ આર્ય કૌડિન્યે પ્રસન્ન મુર્ખ રાજા-રાણીને આશીર્વાદ આપીને વિદાય આપી. રાજા-રાણી રથમાં બેઠાં અને પરિવાર સાથે તેઓ નગર તરફ ઊપડી ગયાં.
રાજમહેલે પહોંચ્યાં ત્યારે બીજો પ્રહર પૂરો થઈ ગયો હતો. ભોજનાદિથી નિવૃત્ત થઈ રાજાએ વિશ્રામ કર્યો... પરંતુ તેમને ઊંઘ આવી નહીં. વારં વાર તે ઊંડા વિચારોમાં ડૂબી જવા લાગ્યા. મહારાણી વસંતસેનાએ જાણી લીધું : આજે મહારાજા અસ્વસ્થ છે... કોઈ ગંભીર વિચારમાં છે...
રાણી આવીને રાજાના પલંગની પાસે રહેલા ભદ્રાસન પર બેઠી, રાજાએ રાણીને પાસે બેઠેલી જોઈ. બંનેની આંખો મળી, રાણીએ મૌન તોડ્યું :
‘સ્વામીનાથ, આજે આપ કોઈ ગંભીર વિચારમાં છો... શું હું જાણી શકું એ વિચારને?’
ગુણર્સન પલંગમાં બેસી ગયા. તેમણે કહ્યું : ‘દેવી, હું જ સમજી શકતો નથી કે મને શું થાય છે? તરુણ અવસ્થામાં હું કેવો ઉદ્ધૃત, ક્રૂર... અને પરપીડનમાં રાચનારો હતો... એ કદરૂપા અગ્નિશર્માને મેં અને મારા મિત્રોએ કેવું ઘોર દુઃખ આપ્યું હતું... કેવી એની ઘોર કદર્થના કરી હતી... એ બધી દુઃખદ વાર્તા આજે સ્મૃતિમાં ઊભરાઈ આવી...'
‘કેવી રીતે નાથ?'
‘તપોવનમાં એ અગ્નિશર્મા બીજા જ સ્વરૂપે આજે મળી ગયો! મહાન તપસ્વીના રૂપે... મહાન તાપસના રૂપે...'
‘લાખો વર્ષોની કાળ-માટી નીચે એ બધી વાતો દટાઈ ગઈ હતી... આજે એ મહાત્માએ મારું નામ લીધું... મેં એને ઓળખી લીધો... મારી ઓળખાણ મેં એને આપી....
શ્રી સમરાદિત્ય મહાકા
For Private And Personal Use Only
૩૧
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તો તો એ આપના પર રોષે ભરાયા હશે?”
ના, ના, એ મહાનુભાવે તો મને એનો “કલ્યાણમિત્ર' માન્યો છે. મેં કરેલા પરાભવને, આપેલા ત્રાસને એ વૈરાગ્યનું કારણ માને છે. અને દેવી, શું એનાં પ્રિય વચનો છે! એણે મારા બધા અપરાધોની ક્ષમા આપી દીધી... એટલે હું ઘણી હળવાશ અનુભવું છું. અને મારાં એ તરુણ અવસ્થાનાં અકાર્યોથી કડવાશ અનુભવું છું.”
પરંતુ નાથ, એ મહાત્માના મનમાં કડવાશ નથી રહી, પછી આપે શા માટે કડવાશ રાખવી જોઈએ. ?”
‘તેઓ તો ક્ષમા આપીને હળવા થઈ ગયા, તાપસ બનીને ઘોર તપશ્ચર્યા કરીને તેમણે તો જીવનનું સાફલ્ય મેળવી લીધું, પરંતુ મેં કરેલાં પાપોથી મારું શું થશે? એ પાપોથી મારી મુક્તિ કેવી રીતે થશે? મને આ વાત સતાવી રહી છે.. લાખો વર્ષ પૂર્વેની એ બધી વાતો જ્યારથી યાદ આવી છે... દેવી, હું અતિ વ્યથિત છું.'
પરંતુ આપે એ મહાત્માની ક્ષમા માંગી લીધી ને? અપરાધોની ક્ષમા માંગીને આપ એ પાપથી છૂટી ગયા ને?”
એમ શી રીતે છુટાય?”
છૂટવાનો ઉપાય કાલે કુલપતિને પૂછી લેજો ને! કાલે એ સહુ આપણા મહેલે પધારવાના છે ને?”
“સાચી વાત છે દેવી. કાલે કુલપતિને પૂછી લઈશ, પરંતુ આવતી કાલે એ મહાત્માઓની ભક્તિ-પૂજામાં અને આદર-સત્કારમાં કોઈ ખામી ન રહેવી જોઈએ!”
સ્વામીનાથ, કોઈ ખામી નહીં રહે, હું જાતે જ ઊભી રહીને બધી તૈયારીઓ કરાવીશ. તેઓ આવશે ત્યારે એમની ભક્તિ ઉપર પૂરું ધ્યાન આપીશ.”
આવા સંસારત્યાગી જ્ઞાની અને તપસ્વી મહાત્માઓની સેવા-ભક્તિ કરવા માટે, અરણ્યવાસી બનેલા પિતાજી મને વારંવાર પ્રેરણા આપતા હતા.”
“અને અરણ્યવાસમાં રહેલાં આપનાં માતાએ પણ મને સંતસેવા માટે પ્રેરણા આપી હતી.'
‘દેવી, વિશેષ કરીને પાંચ દિવસ પછી મહાતપસ્વી અગ્નિશર્મા આપણે ત્યાં પારણા માટે પધારશે ત્યારે ખૂબ કાળજી રાખવી પડશે. કારણ કે તેમને પહેલા જ ઘરમાં પારણું કરવાની પ્રતિજ્ઞા છે. જો પહેલા ઘરમાં પારણું નથી થતું સંયોગવશ, તો તેઓ બીજા ઘરમાં જઈને પારણું નથી કરતા. બીજા મહિનાના ઉપવાસ શરૂ કરી દે
‘બહુ આકરી પ્રતિજ્ઞા કહેવાય...”
‘ઘણી જ આકરી પ્રતિજ્ઞા છે. અને આ રીતે તે મહાપુરુષે લાખો માસખમણની તપશ્ચર્યા કરી છે!'
ઉર
ભાગ-૧ # ભવ પહેલો
For Private And Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઓ હો! તો તો શરીર માત્ર હાડકાંનો માળો બની ગયું હશે?” “ખરેખર, એવું જ શરીર બની ગયું છે, પરંતુ એ મહાત્માને શરીર પર મમત્વ જ ક્યાં છે? શરીર પ્રત્યે નિઃસ્પૃહ બની ગયેલા એ મહાત્માનો સમતાભાવ પણ ગજબનો છે! એમના મુખ પર કેવો ઉપશમ ભાવ ઝળકે છે. એમનું કદરૂપું શરીર કદરૂપું નથી લાગતું...”
કંઈક વિચારીને રાણીએ કહ્યું : “વસંતપુરમાં એ મહાત્માનું બહુ જ માન-સન્માન હશે...?' | ‘વસંતપુરમાં જ નહીં, આસપાસનાં સેંકડો ગામોમાં એમના પ્રત્યે શ્રદ્ધા અને બહુમાન છે. હજારો લોકો એમનાં દર્શન કરવા તપોવનમાં આવે છે. દેવી, પાંચ દિવસ પછી એમનું પારણું આવશે. દિવસ બરાબર યાદ રાખજો. ભૂલ ન થઈ જાય તે માટે આપણે જાગ્રત રહેવાનું છે. મહાત્માને પારણું કરાવવાનું મહાન પુણ્ય ઉપાર્જન કરવાનું છે.'
અગ્નિશર્માની તપશ્ચર્યા કરતાં પણ તેના ગુણોથી રાજા ગુણર્સન અત્યધિક પ્રભાવિત થયા હતા. અગ્નિશમના સૌજન્યસભર અને જ્ઞાનપૂર્ણ વ્યવહારથી ગુણસેનનું હૃદય અગ્નિશર્મા પર ઓવારી ગયું હતું.
સંધ્યાકાલીન ભોજન સુધી રાજા-રાણી અગ્નિશર્માની જ ચર્ચા કરતા રહ્યાં. અગ્નિશર્માના ગુણો ગાતાં રહ્યાં.
અગ્નિશમ!
ભલે એ તાપસ હતો, લાખો વર્ષોની ઉગ્ર તપશ્ચર્યા કરી હતી એણે; પરંતુ એનેય હૃદય હતું. માનવીનું હૃદય હતું. લાખો વર્ષો પૂર્વે જેના ઘોર ત્રાસથી થાકીને.. કંટાળીને... નગર છોડીને અડધી રાતે ભાગ્યો હતો... અને દિવસો સુધી જેના કારણે ફફડતો રહ્યો હતો... તે રાજ કુમારને રાજાના રૂપમાં પોતાની જ સામે બેઠેલો જય... ઓળખ્યો. અને રાજાએ સ્વયં જે રીતે પોતાની ઓળખાણ આપી, તેથી ગુણસેન પ્રત્યે તેના હૃદયમાં સહાનુભૂતિ જાગી હતી. અલબત્ત, પહેલાં પણ એના મનમાં ગુણસેન પ્રત્યે દ્વેષભાવ તો જાયો જ ન હતો. તેણે પોતાના મનનું સમાધાન કરી લીધું હતું. મેં પૂર્વજન્મમાં ધર્મ નથી કરેલો, માટે જ આ જન્મમાં મારો આવો કૂર પરિહાસ થાય છે. માટે હું હવે ધર્મનો જ પુરુષાર્થ કરું.
આજે અગ્નિશર્માનું મન ગુણસેનના વિચારોમાં પ્રવૃત્ત બની ગયું હતું. ‘તરુણ અવસ્થામાં, યુવાનીના કાળમાં ભલે એણે ભૂલો કરી, પરંતુ એ કાળમાં કોણ ભૂલ નથી કરતું? યૌવનનો અંધકાર સો-સો સૂર્યના પ્રકાશથી પણ ભેદાય નહીં તેવો દુર્ભેદ્ય હોય છે.
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહો, એ રાજાનો કેવો વિનય છે! કેવી નમ્રતા છે અને કેવો વિવેક છે! છે એની કેવી સરળતા છે? એણે પોતાનો પરિચય આપીને, કેવો પશ્ચાત્તાપ કર્યો? એની આંખો ભીની થઈ ગઈ હતી... એના મુખ પર વિષાદની રેખાઓ ઊપસી આવી હતી..
તેને મેં પારણા માટે સંમતિ આપી, તે સારું કર્યું. જો હું ના પાડત તો એને ઘણું જ દુઃખ થાત... એને મારા પવિત્ર આશયમાં શંકા થાત - “આ અગ્નિશર્મા ભલે સંન્યાસી થઈ ગયો, પરંતુ એના હૃદયમાં મારા પ્રત્યે દ્વેષ છે, માટે એ મારા ઘેર પારણું કરવાની ના પાડે છે..”
છે અને એના પ્રત્યે ક્યારેય ઢેલ થયો નથી. હા, જ્યારે મને એ ખૂબ પીડા આપતો હતો ત્યારે મને એના પર ગુસ્સો આવતો હતો, પરંતુ ટકતો ન હતો.
* લાખો વર્ષો પછી પાછા અહીં અમે ભેગા થઈ ગયા... કેવો યોગ બની આવ્યો? ફૅશ્વરેચ્છા વતિયરિ!
હું એના રાજમહેલમાં પારણા માટે જઈશ. એને સંતોષ થશે. એના મનમાં પછી મારા માટે કોઈ શંકા નહીં રહે. એ સમજશે કે “અગ્નિશર્માએ મને મારા અપરાધોની ક્ષમા આપી દીધી છે.” એથી એના આત્માને શાન્તિ મળશે.
અને, જો પારણાના દિવસે સમય મળશે તો પૂછીશ કે મારા નગરયાગ પછી મારાં માતા-પિતાનું શું થયું હતું? મારા પ્રત્યે એમને અતિ પ્રેમ હતો. મારા વિરહથી તેમને મોટો આઘાત લાગ્યો હશે.
છે એ પણ પૂછીશ કે મને શોધવા માટે તમે પણ પ્રયત્ન કર્યા હશે? મારી શોધ ચારે બાજુ કરાવી હશે?
કુલપતિએ પણ પારણા માટે રાજમહેલમાં જવાની અનુમતિ આપી દીધી, રાજાના ચિત્તને પ્રસન્ન કરી દીધું... સારું કર્યું... ખરેખર, કુલપતિ તો સ્નેહ અને વાત્સલ્યના સાગર જ છે. અમૃતના સાગર છે. એમની કૃપાથી જ હું આટલી ધોર તપશ્ચર્યા કરી શકું છું. મારી કેટલી બધી કાળજી રાખે છે? ભગવાનને હું તો પ્રાર્થના કરું છું કે ભવોભવે આ જ કુલપતિની છત્રછાયા મળજો...
અગ્નિશર્મા દિવસો ગણે છે.
હવે ચાર દિવસ બાકી રહ્યા, હવે ત્રણ દિવસ બાકી રહ્યા, હવે બે દિવસ બાકી રહ્યા... અને હવે આવતી કાલે જ મારે રાજમહેલ જવાનું છે...
રાજા ગુણસેન પણ દિવસો ગણે છે. “આવતી કાલે સવારે મહાતપસ્વી મારા મહેલને પાવન કરશે! હું એમનું ભાવભર્યું સ્વાગત કરીશ.”
2 - -
ઉ૪
ભાગ-૧ $ ભવ પહેલો
For Private And Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભલે મનુષ્ય ગમે તેટલી ઇચ્છાઓ કરે, યોજનાઓ કરે અને અભિલાષાઓ સેવે, તેની ઘણી બધી ઇચ્છાઓ નિષ્ફળ જાય છે, યોજનાઓ અધૂરી રહે છે અને અભિલાષાઓ મનમાં જ રહી જાય છે.
ત્યારે મનુષ્ય નિષ્ફળતાઓથી નિરાશ થઈ જાય છે. વ્યથા અને વેદનાથી ઘેરાઈ જાય છે.
કાલે પ્રભાતે, આ પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રના અદ્વિતીય તપસ્વી આપણો મહેલ પાવન કરશે. એમને માસક્ષમણનું પારણું કરાવીને આપણે કૃતપુણ્ય બનીશું....' આવા મનોરથો સેવતાં રાજા-રાણી, રાત્રે પ્રથમ પ્રહરના અંતે નિદ્રાધીન થયાં.
બીજો પ્રહર પૂરો થયો, ત્રીજા પ્રહરનો પ્રારંભ થયો અને રાજા ગુણસેન સફાળા પલંગમાં બેઠા થઈ ગયા. તેમનું માથું દુઃખતું હતું. બે હાથે તેમણે માથું દબાવ્યું.
શયનખંડમાં મંદ-મંદ રત્નદીપકો સળગી રહ્યા હતા. બાજુના પલંગ પર મહારાણી વસંતર્સના નિદ્રાધીન હતી. મહારાજા ગુણસેને રાણીને જગાડવા વિચાર્યું, રાણીના માથે હાથ મૂકીને ધીમા સ્વરે કહ્યું : ‘દેવી, ઊઠો.’
રાણી સફાળી બેઠી થઈ ગઈ. તેણે મહારાજાને પલંગમાં બેઠેલા જોયા... રાણીએ પૂછ્યું : ‘નાથ, શું આપને નિંદ્રા નથી આવતી?’
‘હું હમણાં જ જાગ્યો. મારું માથું દુઃખે છે. ક્યારેય પણ આવું માથું દુ:ખ્યું નથી... એટલે દેવી, તમને જગાડ્યાં...'
રાણીએ પલંગમાંથી નીચે ઊતરીને રાજાના પલંગ પાસે ઊભા રહી, રાજાનું માથું દબાવવા માંડ્યું... પરંતુ દર્દ ઘટવાના બદલે વધતું ચાલ્યું. એકાદ ઘડી વીતી, રાજાએ કહ્યું : ‘દેવી, દુઃખાવો વધે છે. શયનકક્ષના પ્રતિહારીને કહો કે રાજવૈદ્યને હમણાં જ બોલાવી લાવે.’
શયનખંડના દ્વારે બે સશસ્ત્ર રક્ષકો અપ્રમત્ત ભાવે ઊભા હતા. રાણીએ દ્વાર પર બે ટકોરા માર્યા અને દ્વાર ખોલ્યું, બંને પ્રતિહારીએ રાણીને પ્રણામ કર્યાં. રાણીએ કહ્યું : ‘પ્રતિહારી, તમે હમણાં જ રાજવૈદ્યને ત્યાં જઈને કહો કે મહારાજાને શિરોવેદના જાગી છે, માટે વિલંબ કર્યા વિના, ઔષધ લઈને મહેલમાં આવે. તમે તમારી સાથે જ એમને લઈ આવો.'
જેવી આપની આજ્ઞા મહાદેવી, અમે વૈદરાજને લઈને શીઘ્ર આવીએ છીએ.’ બે પ્રતિહારી ગયા. રાણીએ બાજુના ખંડમાં સૂતેલી પરિચારિકાઓને જગાડી. પરિચારિકાઓ
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
gr
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાજાના શયનખંડમાં આવી, મહારાણીની આજ્ઞાઓની પ્રતીક્ષા કરતી ઊભી રહી.
“મહારાજાને શિરોવેદના ઊઠી છે. વૈદરાજને બોલાવવા પ્રતિહારી ગયા છે. તમે અહીં ઊભી રહો. વૈદરાજ આવે, મહારાજાના રોગનું નિદાન કરે. પછી ઔષધોપચાર શરૂ થશે.”
મહામંત્રીને બોલાવી લાવીએ?
મહામંત્રી તો ક્ષિતિપ્રતિષ્ઠિત ગયા છે, પરંતુ બીજા ચાર વિચક્ષણ મંત્રીઓ, મંત્રીગૃહમાં રહેલા છે. મંત્રી યશોધનને જગાડો.
બે પરિચારિકાઓ મહેલના દ્વારે ગઈ. મહેલના રક્ષક સૈનિકોને મંત્રી યશોધનને બોલાવી લાવવા કહ્યું. સૈનિકોએ મંત્રીગૃહના રક્ષકોને મંત્રી યશોધનને જગાડીને મહારાજા પાસે મોકલવા કહ્યું.
રાજવૈદ્ય, બીજા પાંચ વિચક્ષણ વૈદ્યોની સાથે, અનેક ઔષધો લઈને રાજમહેલમાં આવી ગયા. મંત્રી યશોધને સાથી મંત્રીઓને પણ જગાડ્યા અને તેઓ પણ રાજમહેલમાં આવી ગયા.
મહેલના દીપકો સતેજ થયા, પરંતુ સહુ લોકોનાં મુખ નિસ્તેજ થયાં હતાં. મહારાજાની શિરોદના વધતી જતી હતી. વૈદ્યોએ મહારાજાના શરીરને તપાસ્યું અને ઔષધ આપ્યું. બીજા ઔષધો તૈયાર કરવા પરિચારિકાઓને માર્ગદર્શન આપ્યું. મહારાણી વસંતસેના ચિંતાતુર ચહેરે મહારાજાનું માથું દબાવતી થોડા-થોડા સમયના અંતરે... ધીમા સ્વરે પૂછે છે : “નાથ, હવે કેમ છે? વેદના ઓછી થઈ?” મહારાજા સંકેતથી ના પાડે છે. મહારાણી વૈદ્યોને કહે છે :
હજુ વેદના ઓછી નથી થઈ.” વૈદ્યરાજ આશ્વાસન આપતાં કહે છે : “ધીરે ધીરે વેદના અવશ્ય ઘટશે.”
ધીરે નહીં વૈદ્યરાજ, વેદના શીઘ ઘટવી જોઈએ. મહારાણીએ આગ્રહપૂર્વક કહ્યું. વૈદ્યોએ પરસ્પર રોગ અને ચિકિત્સા માટે પરામર્શ કરવા માંડ્યો. મહારાજાના મસ્તકે રત્નોના લેપનું વિલેપન કરે છે. તકાળ વેદનાનું શમન કરનારા ઔષધ આપે છે. પરંતુ વેદના ઘટતી નથી....'
હવે મારાથી આ વેદના સહન થતી નથી. મહારાજાએ ધીમા સ્વરે વસંતસેનાને કહ્યું. રાણીએ ત્યાં ઊભેલા ચારે મંત્રીઓને કહ્યું :
મહાનુભાવો, મહારાજાની શિરોવેદના અસહ્ય બનતી જાય છે, કોઈ ઉપાય કરો.” ગમગીન બની ગયેલા વિચક્ષણ મંત્રીઓ તરત જ શયનખંડની બહાર ગયા. યશોધને કહ્યું : “આ વેદનાનું નિવારણ મંત્રો દ્વારા પણ થઈ શકે છે. આ નગરમાં એવા સિદ્ધમાંત્રિકો છે ખરા?’
-
GG
ભાગ-૧ ૪ ભવ પહેલો
For Private And Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે, હું જાણું છું.' મંત્રી મિત્રસેને કહ્યું. “તો તમે સ્વયં જઈને આદરપૂર્વક એ માંત્રિકને શીધ્ર લઈ આવો.” “હમણાં જ લઈને આવું છું.' મિત્રસેન મહેલની બહાર આવી, અચારૂઢ બની માંત્રિકને ત્યાં દોડ્યો. ચોથા પ્રહરનો પ્રારંભ થઈ ગયો હતો, એટલે સિદ્ધમાંત્રિક જાગી ગયેલો હતો. એ એની ઉપાસનામાં બેસે, એ પૂર્વે મિત્રસેને એનાં ઘરનાં દ્વાર ખખડાવ્યાં.
સિદ્ધમાંત્રિકે કહ્યું : “હું મારા બીજા ચાર માંત્રિકોને લઈને શીઘ રાજમહેલમાં પહોંચું છું.”
રાજમહેલમાં નિઃશબ્દ દોડાદોડી ચાલુ થઈ ગઈ હતી. નગરમાં પણ વાત ફેલાઈ ગઈ હતી. ચોથા પ્રહરમાં નગર જાગી ગયું હતું. મહારાજાની શિરોવેદનાએ સહુને વ્યાકુળ બનાવી દીધાં હતાં. નગરશ્રેષ્ઠીઓ પોતપોતાનાં વાહનોમાં બેસી રાજમહેલમાં આવી ગયા હતા.
માંત્રિકોએ અગ્નિકુંડોમાં મંત્રગર્ભિત આહુતિ આપવા માંડી હતી. શાંતિ-કર્મના પ્રયોગો ચાલુ કરી દીધા હતા.
પરંતુ મહારાજાની શિરોવેદના ઘટવાના બદલે વધી રહી હતી. ચોથો પ્રહર પૂરો થયો હતો. પ્રભાત થઈ ગયું હતું. રાજ્યના અધિકારીઓની અવરજવર વધી ગઈ હતી. રાજમહેલના પ્રાંગણમાં અનેક રથ અને સેંકડો અશ્વો આવીને ઊભા હતા.
કુશળ વૈદ્યો, સિદ્ધ માંત્રિકો અને પ્રજ્ઞાવંત તાંત્રિકોના પ્રયોગો મહારાજા ગુણસેનની વેદનાને દૂર કરવામાં નિષ્ફળ ગયા હતા, છતાં પ્રયોગોની પરંપરા ચાલુ હતી.
હંમેશની જેમ, સૂર્યોદય થતાં મહાતપસ્વી અગ્નિશર્મા કુલપતિની અનુજ્ઞા લઈ, પારણા માટે રાજમહેલે આવવા માટે નીકળ્યો.
નીચી દૃષ્ટિ અને ધીમી ગતિએ તેણે નગરમાં પ્રવેશ કર્યો. નગરના રાજમાર્ગો પર શૂન્યતા અને ઉદાસીનતા છવાયેલી તેણે જોઈ. હમેશાં તેને જોઈને મસ્તક નમાવી. અહોભાવથી અભિનંદન કરનાર વસંતપુરના લોકો, એની સામે પણ જોતા નહોતા, એની ઉપેક્ષા કરતા હોય, એવું વાતાવરણ એણે અનુભવ્યું, “આજે આ નગરને શું થયું છે? અનેક તર્ક વિતર્ક કરતો, ભગવાં વસ્ત્રધારી અગ્નિશર્મા મહેલના દ્વારે પહોંચીને, એક બાજુ ઊભો રહી ગયો. કોઈએ એને બોલાવ્યો નહીં, કોઈએ એને આવકાર આપ્યો નહીં, કોઈએ એનું સ્વાગત કર્યું નહીં. કારણ કે સહુનાં મન ચિંતામગ્ન હતાં. સહુની આંખો રાજમહેલના ઝરૂખા તરફ શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
હતી. સહુ મહારાજા ગુણસેનની કુશળતાનો વૃત્તાંત સાંભળવા અધીર હતા... પરંતુ થોડા-થોડા સમયના અંતરે મહેલમાંથી... ‘હજુ મહારાજાની શિરોવેદના ઘટી નથી, શિરોવેદના અસહ્ય બનતી જાય છે...‘ આ જ વૃત્તાંત સાંભળવા મળે છે.
‘મહારાજાને અડધી રાતે શિરોવેદના ઊપડી હતી.’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૈદ્યોના ઉપચારો સતત ચાલુ છે.’ ‘શાંતિ-કર્મ થઈ રહ્યું છે.’
‘તાંત્રિક પ્રયોગો પણ થઈ રહ્યા છે.’
‘મહારાજા વેદનાથી અતિ વ્યગ્ર છે, અસ્વસ્થ છે.’
અગ્નિશર્માના કાને આવા બધા શબ્દો અથડાતા હતા. એ વિચારે છે :
‘મહારાજા અસહ્ય વેદનાથી પીડાય છે. આવી પીડામાં એમને મારું પારણું ક્યાંથી યાદ હોય? ન જ રહે યાદ. અને
રાજપરિવાર પણ ચિંતામગ્ન, વ્યથિત અને સેવારત હોય, ત્યારે મારા તરફ એનું લક્ષ ન જાય, તે પણ સ્વાભાવિક છે... જુઓ ને, મને કોઈ બોલાવતું પણ નથી... અહો, આકસ્મિક વિઘ્ન આવી ગયું... હવે મારે અહીં શા માટે ઊભા રહેવું જોઈએ? રાજાની વેદના ક્યારે દૂર થાય... શી ખબર? ખેર, બીજું માસક્ષમણ આજથી શરૂ કરી દઉં....
અગ્નિશર્મા રાજમહેલેથી પાછો ફર્યો... કોઈએ તેને રોક્યો નહીં. કોઈએ તેના આગમનનું પ્રયોજન પૂછ્યું નહીં... રાજપરિવારમાં કોઈ એને ઓળખતું નહોતું કે કોઈને એની પારણા અંગેની પ્રતિજ્ઞાનું જ્ઞાન ન હતું.
અગ્નિશર્માએ તપોવનમાં પ્રવેશ કર્યો.
ફલાંત, શ્રમિત, વ્યથિત અને મ્યાનમુખ અગ્નિશર્માને જોઈને તપોવનના તાપસો એને ઘેરી વળ્યા. એક તાપસે ચિંતાતુર બનીને પૂછ્યું : ‘ભગવંત, શું તમારું પારણું ન થયું?'
બીજા તાપસે પૂછ્યું : ‘પારણું કર્યા વિનાના કરમાયેલા શરીરવાળા તમે કેમ દેખાઓ છો?’
96
ત્રીજા તાપસે પૂછ્યું : ‘શું તમે પારણું નથી કર્યું?’
ચોથા તાપસે પૂછ્યું : ‘શું હજુ સુધી મહારાજા ગુણસેનને ત્યાં આપ પારણું કરવા ગયા જ નથી?’
આમ્રવૃક્ષ નીચે આસન પર બેસીને શાન્તિથી અગ્નિશર્માએ તાપસોને કહ્યું :
‘મહાનુભાવો, હું રાજાના મહેલે ગયો હતો, પરંતુ રાજાનું શરીર અસ્વસ્થ હતું, શિરોવેદનાથી રાજા ત્રસ્ત હતો... તેથી સમગ્ર રાજ્ય પરિવાર ઉદ્વિગ્ન હતો, ચિંતિત હતો...
ભાગ-૧ ૪ ભવ પહેલો
For Private And Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કોઈની આંખોમાં આંસુ હતાં, કોઈ લમણે હાથ દઈને બેઠા હતા, કોઈ ઊંડા નિસાસા નાંખતા હતા... કોઈ, રાજાના આરોગ્ય માટે દેવી-દેવતાઓની બાધાઆખડી રાખતા હતા... નર્યું શોકનું વાતાવરણ હતું. હું તે જોઈ ન શક્યો... અને લાંબો સમય મહેલના દ્વારે ઊભો રહેવા માટે પણ સમર્થ ન હતો, તેથી શીઘ્ર પાછો વળી ગયો...’
એક તાપસે કહ્યું : ‘સાચી વાત છે આપની. મહારાજા ખૂબ વેદનાગ્રસ્ત હશે... નહીંતર આપના ઉપર અત્યંત ભક્તિ અને આદરવાળા મહારાજા આપના સ્વાગત માટે રાજમહેલના દ્વારે જ ઊભા હોત...'
બીજા તાપસે કહ્યું : ‘તાપસો ઉપરની અદ્ભુત ભક્તિ આપણે એમના મહેલમાં નહોતી અનુભવી? એ આપના પારણાનો દિવસ ભૂલે જ નહીં, પરંતુ અચાનક શરીર બગડી ગયું... અને એ રાજા આપને પારણું ના કરાવી શક્યા....’
ત્રીજા તાપસે કહ્યું : ‘એમાં તો શંકા જ નથી... આપના તરફ મહારાજાને અત્યંત બહુમાન છે. પાંચ દિવસ પહેલાં જ્યારે તેઓ તપોવનમાં આવેલા ત્યારે કુલપતિ સમક્ષ આપના અદ્ભુત ગુણોની ઘણી પ્રશંસા કરી હતી, મેં મારા સગા કાને સાંભળી હતી.'
ચોથા તાપસે કહ્યું : ‘જ્યારે મહારાજાને સારું થઈ જશે... કે તરત એમને આપ જ યાદ આવશો, આપનું પારણું યાદ આવશે.. ને મહેલમાંથી સીધા અહીં તપોવનમાં દોડી આવશે! દુઃખી દુઃખી થઈ જશે. મહારાજા ઘણા જ ભાવુક છે... ભક્તિભાવથી ભરેલા છે... આપનું પારણું નહીં કરાવી શકવાનો એમને ભારે રંજ થશે...’
અગ્નિશર્માએ કહ્યું : 'ગુરુસેવક અને ગુરુપૂજક એવા એ મહાનુભાવને શીઘ્ર આરોગ્ય પ્રાપ્ત થાઓ... મારે તો હવે પારણાથી સર્યું... આજથી હું બીજા મહિનાના ઉપવાસની પ્રતિજ્ઞા કરું છું.
છે d
રાજમહેલના દ્વારેથી અગ્નિશમાં પાછો ફર્યો, તપોવન તરફ ચાલ્યો, અને વૈઘોના, માંત્રિકોના અને તાંત્રિકોના શ્રદ્ધાપૂર્વકના પ્રયત્નોનું ફળ જોવા મળ્યું.
મહારાજાની શિરોવેદના ઓછી થઈ. અસ્વસ્થતા ઓછી થઈ. તેમણે મહારાણીને કહ્યું : ‘દેવી, હવે મને સારું છે, સહુને કહી દો કે પોતપોતાના નિત્યક્રમમાં લાગી
જાય.'
મહારાણીની આંખોમાં હર્ષનાં આંસુ આવી ગયાં. તેમણે કહ્યું : ‘કુળદેવતાઓએ મારી પ્રાર્થના સાંભળી...’
‘દેવી...’ કહેતા મહારાજા પલંગમાં બેઠા થઈ ગયા... મહારાણી ચમકી ગયાં... તેમણે મહારાજાના બે હાથ પોતાના હાથમાં લેતાં પૂછ્યું :
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
SE
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શું થયું આપને નાથ?”
દેવી, આજે પેલા મહાતપસ્વી અગ્નિશર્માને પારણું છે ને? શું એ મહાતપસ્વી મહેલમાં આવી ગયા કે?
નાથ, હું જાણતી નથી... આ ખંડમાંથી બહાર જ નીકળી નથી.. હું મંત્રીને તપાસ કરવા કહું છું.”
અને કહો કે જો એ મહાતપસ્વી મહેલના દ્વારે ઊભા હોય તો મધુર વચનોથી તેમને નિમંત્રણ આપી મહેલમાં પધરાવે એમને હું મારા હાથે જ પારણું કરાવીશ.”
રાજવૈધે બે હાથ જોડીને, નમન કરીને કહ્યું : “હ નરપતિ, આપની શિરોવેદના દૂર થઈ તેથી અમને સહુને અપૂર્વ આનંદ થયો છે, પરંતુ કૃપા કરીને આપ હજુ ચાર પ્રહર વિશ્રામ જ કરો.” ‘વૈદરાજ, હું વિશ્રામ જ કરીશ, પરંતુ એ મહાતપસ્વીને પારણું તો કરાવીશ જ.”
મહારાણીએ મંત્રી યશોધનને પાસે બોલાવીને, અગ્નિશમ તાપસના આગમન અંગે તપાસ કરવાની સૂચના આપી, યશોધન ત્વરાથી રાજમહેલના મુખ્ય દ્વાર ગયો. ત્યાં ઉપસ્થિત માનવમહેરામણમાં અગ્નિશમને શોધવા લાગ્યો. તેને ત્યાં અગ્નિશર્મા ન દેખાય એટલે ત્યાં ઊભેલા નાગરિકને પૂછયું :
ભાઈઓ, અહીં કોઈ એક કૃશકાય ભગવાં વસ્ત્રધારી તાપસ આવેલો ખરો? તમે એને જોયેલો?”
મંત્રીશ્વર, હા તમે કહો છો તેવો તાપસ આવેલો. થોડો સમય ઊભો રહેલો... વારંવાર રાજમહેલ તરફ જોતો હતો... પરંતુ તેને રાજપરિવારમાંથી કોઈએ બોલાવ્યો નહીં, એટલે તે પાછો ચાલ્યો ગયો. પરંતુ મંત્રીશ્વર, એ તો કહો કે મહારાજાની શિરોવેદના ઓછી થઈ?'
ભાઈઓ, મહારાજાની શિરોવેદના દૂર થઈ છે. મહારાજા સ્વસ્થ છે, તમે સહુ હવે પોતપોતાના ઘરે જાઓ.”
મંત્રીએ મહારાજાના શયનખંડમાં આવીને, વિનયપૂર્વક નિવેદન કર્યું : “મહારાજા, તે કૃશકાય તપસ્વી રાજમહેલના દ્વારે આવ્યા હતા ખરા.”
તેમને મહેલમાં લઈ આવ્યા ને?' અધીરાઈથી રાજાએ પૂછ્યું.
મહારાજા, આપની મસ્તકવેદનાએ સમગ્ર રાજપરિવારને અધિક વેદના ઉપજાવેલી. તેથી પરિવારે પોતપોતાનાં કાર્યો છોડી દીધાં હતાં.... કોઈને કોઈ કાર્ય સૂઝતું જ ન હતું. પરિવારના કોઈ સભ્યને એ મહાતપસ્વીની પ્રતિજ્ઞાનું જ્ઞાન પણ ન હતું. તેથી એમની કોઈએ આગતા-સ્વાગતા કરી ન હતી, તેથી અલ્પ સમય રાજમહેલના દ્વારે ઊભા રહીને, કંઈક ઉદ્વિગ્ન બનેલા તેઓ ત્યાંથી પાછા ફરી ગયા હતા...”
રાણી વસંતસેના સામે જોઈને રાજાએ ચિંતાતુર ચહેરે કહ્યું :
80
ભાગ-૧ * ભવ પહેલો
For Private And Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવી, ઘોર અનર્થ થઈ ગયો. એ મહાત્મા હવે પારણું નહીં કરે. એ પ્રતિજ્ઞાના પાલનમાં અતિ દૃઢ તપસ્વી છે. એ આજથી જ બીજા મહિનાના ઉપવાસ શરૂ કરી દેશે.. અહો. મારું કેવું દુર્ભાગ્ય? એ તપસ્વીને મેં કેવી દેહ-પીડા ઉપજાવી? કેવું કષ્ટ આપ્યું?” રાજાની આંખો ભીની થઈ ગઈ.
નાથ, આપણે શું કરીએ? કેવી અસહ્ય શિરોવેદના આપને ઊપડી હતી? એવી વેદનામાં પારણાની વાત સ્મૃતિમાં ન રહે, એ સ્વાભાવિક છે. કોઈને ખાવા-પીવાનું પણ સૂઝતું ન હતું... ત્યાં એ તપસ્વીનું પારણું કોને સ્મૃતિમાં આવે? આપે જાણીબૂજીને તો પારણું ચૂકવ્યું નથી ને? પછી શા માટે આટલું બધું દુઃખ લગાડો છો?'
“દેવી, મારી ભૂલ થઈ.... મારે રાજપરિવારને, ખાસ કરીને રાજમહેલના દ્વારપાલોને ગઈ કાલે સૂચના આપવી જોઈતી હતી.. કે “આવા ભગવાં વસ્ત્રધારી કૃશકાય તાપસ આવે. તો એમનો સત્કાર કરી એમને બોલાવી લેજો....”
પરંતુ એવી સૂચના આપવાનું પ્રયોજન જ ન હતું. ગઈ કાલે આપણે નિર્ણય કર્યો હતો. કે પ્રભાતે આપણે બે સ્વય, એ મહાતપસ્વીનું સ્વાગત કરવા મહેલના દ્વારે ઊભા રહીશું. સાચાં મોતીથી વધાવીશું! જુઓ, મેં સ્વર્ણથાળમાં મોતી પણ ભરી રાખ્યાં હતાં!' રાણીએ એક આસન પર પડેલા સ્વર્ણથાળ તરફ આંગળી કરી. .
‘તમારી વાત સાચી છે. આપણે આપણી રીતે સાચા હોઈશું, પરંતુ એ મહાત્માનું મહિનાના ઉપવાસનું પારણું ન થયું એ પણ સાચું છે ને? કેવું કષ્ટ થયું હશે એ મહાત્માને? દેવી, એક દિવસના ઉપવાસના પારણામાં આપણને વિલંબ થાય તો કેવું કષ્ટ થાય? અને હવે તો એ મહાત્મા બીજા મહિનાના ઉપવાસ શરૂ કરશે.....”
રાજાની એક શિરોવેદના દૂર થઈ. બીજી સિરોવેદના શરૂ થઈ.
શારીરિક વેદનાનો અંત આવી ગયો, માનસિક વેદનાનો ઉદય થયો. રાજાનું ભક્ત-હૃદય પારાવાર વેદના અનુભવવા લાગ્યું. તેમણે રાણીને કહ્યું :
દેવી, આપણે હમણાં જ તપોવન જઈએ. એ મહાત્માને ફરીથી મહેલમાં પધારવા આગ્રહ કરીએ, ન જ આવે તો ક્ષમા માંગીને પાછા આવીએ...”
સ્વામીનાથ, આજે આપને આ ખંડની બહાર પગ મૂકવાની પણ વૈદ્યોએ ના પાડી છે... એટલે આજે આપણે તપોવનમાં નહીં જઈ શકીએ. આવતી કાલે જો આપ પૂર્ણતયા સ્વસ્થ હશો, તો અવશ્ય જઈશું.'
ત્યાં ઉપસ્થિત મંત્રીવર્ગો, વૈદ્યોએ, માંત્રિકોએ અને તાંત્રિકોએ સહુએ મહારાજાને તપોવનમાં જવાની ના પાડી. મહારાજા મૌન રહ્યા. મહારાણીએ સહુને ખંડ છોડી જવાનો સંકેત કર્યો અને મહારાજાને સ્નાનાદિ નિત્ય કર્મોથી પરવારવા વિનંતી કરી.
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
તપોવનની બહાર જ રથને ઊભો રાખી, રાજા-રાણી રથમાંથી ઊતરી ગયાં. પગે ચાલીને તેઓ તપોવનમાં ગયાં. તપોવનના સર્વ તાપસોએ રાજા-રાણીને તપોવનમાં પ્રવેશતાં જોયાં. સહુ કુલપતિના નિવાસ તરફ ચાલ્યાં. સર્વે તાપસોના હૃદયમાં રાજા પ્રત્યે સ્નેહ અને સદૂભાવ હતો. લજ્જા અને વિનયથી નતમસ્તક બનેલા રાજાના પ્રત્યે સહુ તાપસોનાં હૃદયમાં સહાનુભૂતિ પ્રગટી હતી.
રાજાએ કુલપતિ વગેરે તાપસોનાં દર્શન કર્યાં.
કુલપતિને રાજાએ વિધિપૂર્વક પ્રણામ કર્યાં,
કુલપતિએ અને સર્વ તાપસોએ રાજાને આશીર્વાદ આપ્યા. એક વયોવૃદ્ધ તાપસે રાજાનું અભિવાદન કરતાં કહ્યું : ‘રાજન, આ આસન પર બેસો, અમે સહુ તમારું સ્વાગત કરીએ છીએ.'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજાના મુખ પર લજ્જા અને ગ્લાનિની રેખાઓ ઊપસી આવી હતી, તે નતમસ્તકે આસન પર બેઠો... પરંતુ કુલપતિની સામે જોવાની તેનામાં હિંમત રહી ન હતી. રાજાની આવી ઉદ્વિગ્નતા જોઈને કુલપતિએ પૂછ્યું :
‘હે વત્સ, તમે આટલા ઉદ્વિગ્ન કેમ દેખાઓ છો? કહેવા યોગ્ય હોય તો ચિંતાનું કારણ બતાવો.’
રાજાએ કહ્યું : ‘આપ ભગવંત પાસે છુપાવવાનું શું હોય? વળી, ન કહી શકાય એવી વાત લઈને, ઉદ્વિગ્ન મનુષ્ય તપોવનમાં આવવું પણ ન જોઈએ.'
કુલપતિએ કહ્યું : ‘રાજન, તમારો વિવેક યોગ્ય છે. હવે ચિંતાનું કારણ કહો.' ‘પ્રો, આપની આજ્ઞા છે, તો કહું છું... અન્યથા આવું નિર્દય ચરિત્ર આપને કેવી રીતે કહી શકાય?'
‘વત્સ, તપસ્વીજનો સર્વ જીવો પ્રત્યે માતા-સમાન હોય છે. માની પાસે બાળક શરમ રાખે ખરો? માટે તારે મારી આગળ શરમ રાખવાનું કોઈ પ્રયોજન નથી. જે હોય તે કહે. સાચું કારણ જાણીને કોઈ પણ ઉપાયથી હું તારો ઉદ્વેગ દૂર કરી શકું.'
‘ભગવંત, તો હું મારું હૃદય આપની આગળ ખોલી નાખું છું.’
હું દુર્જન અને અવિચારી છું. તરુણ અવસ્થામાં આ અગ્નિશર્માને મેં ખૂબ રંજાડ્યો હતો, અતિ ત્રાસ આપેલો હતો... મારાથી કંટાળીને એ ક્ષિતિપ્રતિષ્ઠિત નગર છોડી ગયો હતો... અને એ આ તપોવનમાં આવી તાપસ બન્યો... ભગવંત, આવા ઉત્તમ વ્રતને ધારણ કરનારા સાથે મેં હજુ પણ... લાખો વર્ષ વીતી ગયા પછી પણ... દુર્જનતા દાખવી... અયોગ્ય આચરણ કર્યું... તેથી હું ખૂબ જ ઉદ્વેગ પામ્યો છું.’
હર
કુલપતિએ વાત્સલ્યભાવથી કહ્યું : ‘વત્સ, જો એમ જ છે, તો સંતાપ કરવો છોડી દે. જો તારા નિમિત્તે અગ્નિશમ્યું તાપસ થયો છે તો તું જ તેનો ધર્મપ્રવર્તક અને
ભાગ-૧ * ભવ પહેલો
For Private And Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્યાણમિત્ર બન્યો છે, પછી શા માટે તે સંતાપ કરે છે? તું પરલોકનો ભય રાખનાર છે, ધર્મશાસ્ત્રોનો જ્ઞાતા છે, તું કોઈ અયોગ્ય આચરણ કરે, તે હું માનતો નથી, છતાં તું કહે છે કે “મેં દુર્જનતા દાખવી અયોગ્ય આચરણ કર્યું...” તો એવું તેં ક્યું અયોગ્ય આચરણ કર્યું છે તે મને કહે.”
રાજાએ કહ્યું : “ભગવંત, મેં એ મહાત્માને મહિનાના ઉપવાસનું પારણું કરવા નિમંત્રણ આપ્યું. અને પ્રમાદથી એમને પારણું ના કરાવી શક્યો... એ જ મારા ઘોર સંતાપનું કારણ છે.”
“રાજન, એવો કેવો પ્રમાદ થયો?' “પ્રભો, મારા મસ્તકમાં અતિશય વેદના ઉત્પન્ન થઈ. તેથી હું પરવશ બની ગયો. મારા પરિવારને, પારણા અંગે સૂચનાઓ આપવાની પ્રમાદથી ભૂલી ગયો... એ મહાત્માને પારણું ના થયું.. હું તેમના માટે આહારનો અંતરાય કરનાર બન્યો, તે સાથે તેમના માટે ધર્મનો અંતરાય કરનારો બન્યો. મને આ વાતનું અત્યંત દુઃખ
વત્સ, આમાં તારો અપરાધ નથી. તીવ્ર વેદનાનાં સમયમાં મનુષ્યોને પોતાનાં કર્તવ્યોની સ્મૃતિ ન રહે, તે સ્વાભાવિક વાત છે. વળી, તેને પારણું ન થવાથી પતરાય નથી થયો પરંતુ તપસંપત્તિની વૃદ્ધિ થઈ છે, માટે રાજન, ઉદ્વેગ ના કર, સંતાપ ના કર.'
“ભગવંત, આપનું હૃદય માતાનું હૃદય છે. આપ ધ્યાળુ છો. કૃપાળુ છો, આપ મારા અપરાધને, મારી ભૂલને.. ભૂલ માનતા નથી, આપની આ મહાનતા છે. પરંતુ હું મારી ભૂલ સમજું છું... મેં બહુ મોટી ભૂલ કરી છે.”
“વત્સ, તારો સંતાપ, તારો ઉદ્વેગ મને અને આ સર્વે તાપસોને દુઃખી કરે છે. માટે કોઈ પણ રીતે તારો સંતાપ દૂર થવો જોઈએ.”
ભગવંત, જ્યાં સુધી એ મહાતપસ્વી મહાનુભાવ મારા ઘરમાં પધારીને આહાર ગ્રહણ ના કરે ત્યાં સુધી મારી ઉગ કેવી રીર્ત દૂર થઈ શકે? અને, એ મહાત્માએ તો એમની પ્રતિજ્ઞા અનુસાર આજથી જ બીજા મહિનાના ઉપવાસ શરૂ કરી દીધા હશે. તેથી મારે ત્યાં પધારીને આહાર લેવાનું... કેવી રીતે બને?”
“રાજન, જ્યારે બીજા મહિનાના ઉપવાસનું પારણું આવશે, ત્યારે જો કોઈ વિઘ્ન નહીં આવે તો તારા મહેલમાં એ મહાનુભાવ પારણું કરવા આવશે.”
“પ્રભો, આપની આ કૃપાથી હું ધન્ય થયો, બે મહિનાના ઉપવાસનું પારણું કરાવવાની મને અનુમતિ આપીને, આપે મને શોકસાગરથી પાર ઉતાર્યો...”
કે
એક
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પોતાની પાસે ઊભેલા વૃદ્ધ પ્રશાંત તાપસને કુલપતિએ કહ્યું : “જાઓ, એ મહાનુભાવ અગ્નિશર્માને બોલાવી લાવો.'
વૃદ્ધ તાપસે અગ્નિશર્મા પાસે જઈ, તેનું અભિવાદન કરીને કહ્યું : “મહાનુભાવ, આપને કુલપતિ યાદ કરે છે.”
અગ્નિશર્મા પોતાના આસનેથી ઊભો થયો અને વૃદ્ધ તાપસની સાથે કુલપતિ પાસે આવ્યો. કુલપતિએ પ્રેમથી એને આવકાર્યો, તેનો બહુમાનપૂર્વક હાથ પકડીને, પોતાની પાસે આસન પર બેસાડીને કહ્યું :
વત્સ, તું પારણું કર્યા વિના રાજમહેલેથી પાછો ફર્યો તેથી રાજા ઘણો સંતાપ કરે છે. તેનું હૃદય અપાર વ્યથા અનુભવે છે...” રાજા ગુણસેનની આંખો વરસવા લાગી... કુલપતિએ કહ્યું : “વત્સ, જો આ રાજા કેવું રુદન કરી રહ્યો છે. ગઈ કાલે એને ભયંકર શિરોવેદના ઉત્પન્ન થઈ હતી. વેદનાથી પરાધીન બનેલો રાજા તને બોલાવી ના શક્યો, તારો સત્કાર ન કરી શક્યો.. એમાં એ અપરાધી નથી.”
અગ્નિશર્માએ કહ્યું : સાચી વાત છે ભગવંત, રાજાએ સંતાપ ના કરવો જોઈએ.'
વત્સ, રાજા એમ કહે છે કે જ્યાં સુધી આ મહાતપસ્વી અગ્નિશમ મારા ઘરે પારણું નહીં કરે, ત્યાં સુધી મારો સંતાપ જવાનો નથી.'
અગ્નિશર્માએ કહ્યું : “ભગવંત, જેવી આપની આજ્ઞા. રાજા કારણ વિના સંતાપ કરે છે, કારણ કે તેણે મારું પરલોક-વિરુદ્ધ કોઈ કાર્ય કર્યું નથી. તપોવૃદ્ધિમાં એ નિમિત્ત બન્યો છે.”
રાજા હર્ષ પામ્યો. તે બોલ્યો : “ખરેખર આ મહાત્માની કેવી અભુત મહાનુભાવતા છે! મારી ભૂલોને તે ઉપકારક માનીને, મને નિર્દોષ સિદ્ધ કરે છે!'
અગ્નિશમ આમ્રવૃક્ષની નીચે પોતાના આસન પર જઈને બેઠો અને આત્મધ્યાનમાં નિમગ્ન થયો.
રાજા ગુણસેન રાણી વસંતસેનાની સાથે રથમાં આરૂઢ થઈ નગરમાં પહોંચ્યા, રાજમહેલમાં જઈને આનંદ-પ્રમોદમાં નિમગ્ન થયા.
જ્ઞાન-ધ્યાનમાં નિમગ્ન યોગી પુરુષોને સમયનું ભાન રહેતું નથી. રંગ-રાગમાં નિમગ્ન ભોગી પુરુષોને પણ સમયનું ભાન રહેતું નથી. વર્ષોનાં વર્ષો વીતી જતાં વાર લાગતી નથી, તો એક મહિનાના ત્રીસ દિવસો પસાર થતાં કેટલી વાર લાગે? ૭૪
ભાગ-૧ * ભવ પહેલો
For Private And Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહિનો પૂરો થવામાં એક દિવસ બાકી છે. મહારાજા ગુણસેન રાણીને કહે છે : દેવી, આવતી કાલે પ્રભાતે મહાતપસ્વી અગ્નિશર્માનું પારણું છે. યાદ રાખજો.... એ મહાનુભાવ કાલે પ્રભાતે આપણે ત્યાં આવશે...”
નાથ, આપે યાદ કરાવ્યું તે સારું કર્યું. હું તો ખરેખર ભૂલી જ ગઈ હતી.” દ્વારપાલોને પણ સૂચના આપી દેવી જોઈએ.'
શા માટે નાથ? આપણે સ્વયં રાજમહેલના દ્વારે જઈને એ મહાત્માનું સ્વાગત કરીશું. મહેલમાં લાવીને એમની પૂજા કરીશું. ઉત્તમ ખાદ્ય પદાર્થોથી એમને પારણું કરાવીશું.'
બે મહિનાના ઉપવાસનું પારણું છે! ૬૦ ઉપવાસનું પારણું! અને બીજા જ દિવસથી વળી મહિનાના ઉપવાસ શરૂ થઈ જશે!'
એવા મહાતપસ્વીને આપણાં વંદન! કેટલા શાંત અને પ્રશાંત છે એ મહાત્મા! કેવી મધુર વાણી છે તેમની!”
આવા મહાત્માઓના આશીર્વાદ ક્યારેક અશક્યને શક્ય બનાવી દે છે ને અસંભવને સંભવિત બનાવી દે છે!' - રાજા-રાણી રાત્રિના પ્રથમ પ્રહરમાં અગ્નિશર્માના, કુલપતિના અને અન્ય તાપસોના ગુણોની પ્રશંસા કરતા રહ્યાં. બીજા પ્રહરમાં નિદ્રાધીન થયાં.
ચોથા પ્રહરના પ્રારંભે રાજા-રાણીએ નિદ્રાત્યાગ કરીને, અગ્નિશર્માના પારણાની તૈયારી કરવા રસોઈઘરના રસોઈયાને સૂચનાઓ આપી. એટલામાં મારતે ઘોડે બે સૈનિકો રાજમહેલના દ્વારે આવીને ઊભા.
જલદી દ્વાર ખોલો. મહારાજાને શીધ્ર મળવું છે.” દ્વારપાલે દ્વાર ખોલી નાંખ્યું. બે ઘોડેસ્વારી ઘોડા ઉપરથી નીચે ઊતરી ગયા. ઘોડા દ્વારપાલને સોંપી... લગભગ દોડતા રાજમહેલમાં પ્રવેશ્યા શયનખંડની પરિચારિકાએ ખંડમાં પ્રવેશ કરીને રાજાને કહ્યું :
મહારાજા, યુદ્ધયાત્રામાં ગયેલા બે સૈનિકો આવેલા છે, તેઓ મંત્રણાગૃહમાં આપને તત્કાલ મળવા ઇચ્છે છે.' મહારાજા મંત્રણાગૃહમાં પહોંચ્યા. બંને સૈનિકોએ ઊભા થઈને મહારાજાનું અભિવાદન કર્યું.
મહારાજા સિંહાસન પર બેઠા. એક સૈનિકે પ્રણામ કરીને કહ્યું : “મહારાજા, ઘણા દુઃખદ સમાચાર લઈને આવ્યા છીએ.'
ગુણસેનના મુખ પર ચિંતાઓ ઘેરાઈ આવી.
આપણું સૈન્ય, બે પર્વતોની વચ્ચેના ભાગમાં રાત્રિના સમયે નિશ્ચિત બનીને વિશ્રામ કરી રહ્યું હતું, તે વખતે એ પ્રદેશના રાજા માનભંગે તેની સેના સાથે શ્રી સમરાદિત્ય મહાકથા
૭૫
For Private And Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આક્રમણ કર્યું... આપણી ઊંઘતી સેનાને ભાજી-મૂળાની જેમ કાપી નાખી છે.'
અરે, તું સાચી વાત કરે છે?” મહારાજા ગુણસેન ફફડી ઊડ્યા હતા. શું બધા જ સૈનિકો ઊંધતા હતા? સુરક્ષાનો પ્રબંધ નહોતો કર્યો?'
ના જી, પોતાના પરાક્રમથી ઉન્મત્ત બનેલા સૈનિકો – “અમને કોણ જીતી શકે એમ છે? આ સ્થાન સુરક્ષિત છે. માટે બધા સૂઈ જઈએ..” એમ માનીને બધા સૂઈ ગયા. અને રાત્રે કપાઈ મર્યા...' 'તમે બે કેવી રીતે જીવતા રહ્યા?'
અમે બે પર્વતની વચ્ચે હતા ખરા, પરંતુ સહુથી છેલ્લા હતા. જ્યારે માનભંગ રાજાએ હુમલો કર્યો, અમે એની સામેના છેડે હતા. અમે ભાગ્યા.. અમારી બાજુએ શત્રુ રાજાના સૈનિકો ન હતા.'
સારું કર્યું તમે આવીને સમાચાર આપ્યા.' ક્રોધાગ્નિથી રાજાની આંખો લાલઘૂમ થઈ ગઈ. તેના હોઠ રોષથી ફફડવા લાગ્યા. જમીન પર પગ પછાડીને તેણે કહ્યું : “એ માનભંગ રાજાનો યુદ્ધના મેદાન પર શિરચ્છેદ કરીશ, ત્યારે જ મને શાંતિ થશે. જાઓ, તમે યુદ્ધભેરી વગડાવો. યુદ્ધપ્રયાણની ઘોષણા કરાવો અને સેનાપતિને મારી પાસે બોલાવો.'
સેનાપતિએ તત્કાલ આવીને મહારાજાને પ્રણામ કર્યા. રાજાએ આજ્ઞા કરી : યુદ્ધયાત્રા માટે દુર્જય હસ્તીસેના તૈયાર કરો. અશ્વસેનાને પણ સજ્જ કૉં. એક હજાર રથને અશ્વો જોડીને તૈયાર કરો, પચ્ચીસ હજાર ભૂમિદળ-પાયદળને સજ્જ કરો. અત્યારે જ પ્રયાણ કરવાનું છે.'
સેનાપતિએ તાબડતોબ સેના તૈયાર કરી. રાજા ગુણર્સન અંતઃપુરમાં રાણી વસંતસેના પાસે ગયા.
દેવી, અત્યારે જ મારે યુદ્ધ-પ્રયાણ કરવું પડશે. રાજા માનભંગે આપણી સૂતેલી સેનાનો સંહાર કરી નાખ્યો છે.”
રાજા શસ્ત્રસજ્જ થયો. રાણી વસંતસેનાએ રાજાને લલાટે વિજયતિલક કર્યું. રાજમહેલના વિશાળ પટાંગણમાં હસ્તીસેના, અશ્વસેના, રથસેના અને પદાતિ સૈનિકો આવી રહ્યા હતા. હાથીઓના હેપારવથી અને અજોના હણહણાટથી વસંતપુર નગર ગાજી રહ્યું હતું.
રાજપુરોહિત જમીન ઉપર પડતી છાયાના ગણિતથી શુભ મુહૂર્તની પ્રતીક્ષા કરી રહ્યા હતા.
“મહારાજા, શુભ મુહૂર્તની વેળા આવી રહી છે, સાવધાન?' એ જ વખતે રાજા ગુણસેનને અગ્નિશર્માની સ્મૃતિ થઈ આવી. તેમની દષ્ટિ રાજમહેલના પ્રવેશદ્વાર
ભાગ-૧ ૪ ભવ પહેલો
OG
For Private And Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તરફ ગઈ. મુખ પર ચિંતાની રેખાઓ ઊભરાઈ આવી.
‘પુરોહિતજી, આજે એ મહાતપસ્વી અગ્નિશર્માના બે મહિનાના ઉપવાસના પારણાનો દિવસ છે. મારી આગ્રહભરી પ્રાર્થનાથી કુલપતિએ મને પારણું કરાવવાની અનુજ્ઞા આપી હતી, એટલે હવે એ મહાત્માને પારણું કરાવીને પછી જ પ્રયાણ કરીશું. એ મહાત્માને પ્રણામ કરી, એમના આશીર્વાદ લઈને પછી પ્રસ્થાન કરીશું. માટે પ્રવેશદ્વાર ઉપર ધ્યાન રાખો. એ મહાત્મા પધારે એટલે આપણે એમનું સ્વાગત કરીએ.’
ત્યાં ઊભેલા એક યુવકે કહ્યું : ‘મહારાજા, એક કૃશકાય અને ભગવાં વસ્ત્રધારી તાપસ આવ્યો હતો. થોડી ક્ષણ ઊભો રહ્યો, પરંતુ મદોન્મત્ત હાથીઓ અને હણહણાટ કરતા હજારો અશ્વોના આવાગમનથી તેઓ ગભરાતા લાગતા હતા... ‘હમણાં કોઈ હાથી કે ઘોડાની હડફેટમાં આવી જઈશ....' આવા ભયથી વ્યાકુળ થઈ, એ તાપસ પાછો ચાલ્યો ગયો... પરંતુ હજુ એ નગરની બહાર નહીં નીકળ્યો હોય, એમ મને લાગે છે.’
યુવકની વાત સાંભળીને મહારાજાની આંખો ભયથી પહોળી થઈ ગઈ. એકસાથે હજાર વીંછીએ ડંખ માર્યો હોય તેવી વેદના થઈ આવી. તેમણે કહ્યું : ‘હું એ મહાત્માને બોલાવવા જાઉં છું.’
ત્વરાથી મહારાજા નગરના દ્વાર તરફ ચાલ્યા. પાછળ મંત્રીવર્ગ અને અંગરક્ષકો પણ દોડ્યા. યુદ્ધયાત્રા તત્કાલપૂરતી સ્થગિત થઈ ગઈ. રાજપુરોહિત સોમદેવે બીજા મુહૂર્તની છાયા લેવા માટે શંકુ ગોઠવ્યા.
અગ્નિશર્મા નગરદ્વારમાંથી નીકળતો જ હતો, ત્યાં મહારાજ ગુણસેન પહોંચી ગયા, ભક્તિપૂર્ણ આદરથી તપસ્વીનાં ચરણોમાં પડી ગયા. ઊભા થઈને, બહુમાનપૂર્વક વિનંતી કરી : ‘હે ભગવંત, પાછા ફરો. જરૂરી કાર્ય માટે પ્રયાણ કરવાનું હોવા છતાં, આપના આગમનની પ્રતીક્ષામાં આટલો કાળ વિલંબ કર્યો છે.
તમે મહેલના દ્વારે આવેલા, પરંતુ મારા પરિવારમાંથી કોઈને આપને ઓળખ્યા નહીં... અને આપ ત્વરાથી એકદમ નીકળી ગયા... પાછા ફરો પ્રભો...'
અગ્નિશર્માએ કહ્યું : ‘મહારાજા, મારી વિશિષ્ટ પ્રતિજ્ઞા આપ જાણો છો, માટે એ વાત... પાછા ફરવાની વાત ના કરો. તપસ્વીઓ ખરેખર, પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરનારા હોય છે. આહાર મળે કે ના મળે, બંનેમાં સમાન ભાવવાળા હોય છે.'
રાજાએ કહ્યું : ‘આપ સાચું કહો છો મહાત્મન્, પરંતુ મારી જાણકારી મુજબ, આપે રાજમહેલમાં પ્રવેશ નહોતો કર્યો.
રાજમહેલના મેદાનમાં પ્રવેશ કર્યો હતો. આપની પ્રતિજ્ઞા તો પહેલા ઘરમાં પ્રવેશવા છતાં પારણું ના થાય તો પુનઃ એ ઘરમાં જવું નહીં કે બીજા ઘરમાં જઈ પારણું કરવું નહીં તેવી છે ને?”
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
99
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાજા, રાજમહેલના મુખ્ય પ્રવેશદ્વારમાં દાખલ થયા એટલે મહેલમાં જ પ્રવેશ કર્યો કહેવાય.’
પ્રભો, મારા પ્રમાદથી મને ઘણી શરમ આવે છે. તીવ્ર તપથી આપને કેટલી અને કેવી ઘોર શરીર-પીડા થતી હશે? ભગવંત, ખરેખર, એનાથી પણ અધિક પીડા હું અનુભવી રહ્યો છું.....” રાજાની આંખો ભીની થઈ.. આંસુ ઊભરાયાં.... ગગદ સ્વરે તે બોલ્યા :
મહાત્મનું, સંતાપની આગમાં હું બળી રહ્યો છું. મને લાગે છે કે મારું હૃદય બંધ પડી જશે... મારી વાણી સ્કૂલના પામે છે.. જીભ થોથવાય છે. હું મહાપાપી છું... હું શું કરું? ક્યાં જાઉં?”
નગરના વિરાટ પ્રવેશદ્વારના મધ્ય ભાગમાં એક આસન પર અગ્નિશમાં અને બીજા આસન પર મહારાજા ગુણસેન બેઠા હતા. સુભટોએ અવરજવરને રોકી દીધી હતી. ચારે બાજુથી મંત્રીઓએ એ બંનેને ઘેરી લીધા હતા.
ગુણસેનની પ્રાર્થના અને ગુણસૈનનો પ્રશ્ચાત્તાપ જોઈને.. સાંભળીને અગ્નિશર્મા વિચારે છે : “અહો આ રાજાની કેવી મહાનુભાવતા છે! મારું પારણું ના થયું તેથી એ કેટલો સંતાપ પામી રહ્યો છે! ખેદ પામી રહ્યો છે.. ગુજ્જનો પ્રત્યે કેવી અપૂર્વ શ્રદ્ધા અને ભક્તિ છે.
મેં રાજમહેલના પટાંગણમાં અનેક હાથી-ઘોડા અને સુભટો જોયા હતા... રાજા પણ શસ્ત્રસજ્જ છે. જરૂર, અચાનક દેશ પર કોઈ આપત્તિ આવી પડી લાગે છે.... યુદ્ધયાત્રાએ જતા રાજાને કોઈએ કહ્યું હશે... મારા આગમનના સમાચાર આપ્યા હશે. બિચારો દોડતો આવ્યો છે. અલબત્, આજે મેં ઉતાવળ કરી પાછા ફરવામાં, પરંતુ જો કોઈ હાથીના કે ઘોડાના પગ નીચે આવી ગયો હોત તો?
જ્યાં સુધી રાજાના મહેલમાં હું પારણું નહીં કરું ત્યાં સુધી એ મહાનુભાવનો સંતાપ દૂર નહીં જ થાય. પૂર્વ કુલપતિની સમક્ષ પણ આ જ વાત રાજાએ કરી હતી અને કુલપતિની આજ્ઞાથી એ વાત મેં સ્વીકારી હતી.
હજુ એનાં આંસુ બંધ થતાં નથી. એક વિશાળ સામ્રાજ્યના અધિપતિ આ રીતે દુઃખી થાય. મારાથી દેખાતું નથી. સહન થતું નથી.' આમ વિચારીને તેણે રાજાને કહ્યું:
મહારાજા, સ્વસ્થ થાઓ. સંતાપ ત્યજી દો. જો કોઈપણ બીજું નિમિત્ત ઊભું નહીં થાય તો હવે જે પારણું આવશે તે પારણું તમારા ઘરે કરીશ. તમારી પ્રાર્થના સ્વીકારું છું. હવે તમે દુઃખ ના લગાડો...” જમીન ઉપર પંચાંગ પ્રણિપાત કરી રાજા ગુણસેન ગદગદ સ્વરે બોલ્યા :
ભગવંત, મારા ઉપર આપે ઘણો ઉપકાર કર્યો. આપ નિષ્કારણ વત્સલ છો. આપ નિર્મળ જ્ઞાનદૃષ્ટિવાળા છો. મારા દુઃખને દૂર કરવાનો આપે સાચો ઉપાય
ભાગ-૧ ૮ ભવ પહેલો
For Private And Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાણી લીધો. મારું દુઃખ દૂર થઈ ગયું, મારી અશાંતિ ચાલી ગઈ.. આપનો આ ઉપકાર હું ક્યારેય નહીં ભૂલી શકું.
મહાત્મનું, હવે આપ તપોવનમાં પધારો. હું તપોવનમાં આજે નહીં આવી શકું. કુલપતિને મારું મુખ દેખાડવા હું લાયક રહ્યો નથી. પ્રમાદથી સાચે જ, હું કલંકિત બન્યો છું. એ પૂજ્યને મારી વંદના કહેજો. હું જાઉં છું.'
રાજા મંત્રી વગેરે પરિવારની સાથે મહેલ તરફ ચાલ્યો. અગ્નિશર્મા ધીમે ધીમે તપોવન તરફ ચાલ્યો.
૦ ૦ ૦. રાજાએ મહેલના મુખ્ય પ્રવેશદ્વારમાં પ્રવેશ કર્યો. તે ઊભો રહી ગયો. “અહીં એ મહાતપસ્વી આવીને એકલો ઊભો હશે. એણે મને શોધ્યો હશે... કેમ એ તાપસભક્ત રાજા દેખાતો નથી? અને આટલા બધા હાથી-ઘોડા અને સૈનિકો કેમ ભેગા થયા છે?..' એ કૃશકાય મહાત્મા કેટલો ઊભો રહી શકે? પાછો ફરી ગયો. અને આજથી ત્રીજા મહિનાના ઉપવાસ શરૂ કરી દીધા.”
રાજપુહિત સોમદેવે આવીને રાજાને પ્રણામ કરી નિવેદન કર્યું : “મહારાજા, યુદ્ધયાત્રાનું બીજું મુહૂર્ત જોઈ લીધું છે. હવે લગ્નસમયને બહુ વાર નથી, પ્રશસ્ત લગ્ન સમયે પ્રયાણ કરવાનું છે.
સોમદેવ..” ગુણસેન ગંભીર સ્વરે કહ્યું : “હું યુદ્ધ માટે પ્રયાણ નહીં કરું. સેના સાથે સેનાપતિ પ્રયાણ કરશે. મહારાજા ગુણસેને રાજમહેલમાં પ્રવેશ કર્યો. સેનાપતિએ શુભ સમયે સેના સાથે પ્રયાણ કરી દીધું.
રાજા ગુણસેન સીધા રાણીવાસમાં વસંતસેના પાસે પહોંચ્યા. રાણીને આશ્ચર્ય થયું. મહારાજાને પાછા આવેલા જોઈને તેણે ઊભા થઈને મહારાજાનું અભિવાદન કર્યું. રાજાએ ભદ્રાસન ઉપર બેસતાં કહ્યું :
દેવી, ઘોર અનર્થ થઈ ગયો. પેલા મહાતપસ્વી અગ્નિશર્મા, મહેલના દ્વારે આવેલા, થોડી ક્ષણો ઊભા રહેલા... કોઈએ તેમને આવકાર્યા નહીં... હાથી... ઘોડાના ભયથી ત્રસ્ત થઈને પાછા ફરી ગયા...”
પાછા ફરી ગયા? ઓહો... બહુ જ ખોટું થયું. એમનું પારણું ના થયું. તેમણે તો આજથી ત્રીજા મહિનાના ઉપવાસ શરૂ કરી દીધા હશે..? હે નાથ, ચાલો આપણે તપોવનમાં જઈને એ મહાત્માને પ્રાર્થના કરીને કહીએ કે “મહાત્મનું, તમારી પ્રતિજ્ઞા સાચી, પરંતુ દરેક પ્રતિજ્ઞાને અપવાદ હોય છે. અપવાદ માર્ગ પણ આપ અમારા ઘેર પધારો.... પારણું કરીને.. અમારા સંતાપને દૂર કર...'
હું તેમને મળી આવ્યો...”
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘તપોવનમાં જઈને આવ્યા?” “ના, નગરના દરવાજામાં જ તેઓ મળી ગયા.' “પછી?” “તપસ્વીજનો પ્રતિજ્ઞાપાલનમાં અતિ દૃઢ હોય છે દેવી, તેમણે પાછા ફરવાની તો સ્પષ્ટ ના પાડી, પરંતુ હવે પછી જ્યારે પારણાનો દિવસ આવશે ત્યારે તેઓ આપણા ઘરે આવીને આહાર ગ્રહણ કરશે.”
રાણી વસંતસેના સગર્ભા હતી. રાજાએ કહ્યું : “દેવી, તમે ચિંતા ના કરો. સંતાપ ના કરો. શું કરું? અચાનક જ સૈનિકોએ આવીને, રાજા માનભંગે આપણી સેનાના કરેલા સંહારના સમાચાર આપ્યા.. તે સાંભળીને હું એ મહાતપસ્વીના પારણાને જ ભૂલી ગયો... પુનઃ પ્રમાદ સેવાઈ ગયો...
નહીંતર વહેલી સવારે ઊઠીને પહેલું કામ એ તપસ્વીના પારણાની પૂર્વતૈયારી કરાવવાનું જ કર્યું હતું ને? પરંતુ જ્યારે અશુભ થવાનું હોય છે ત્યારે કર્મો જીવને ભાન ભુલાવે છે. દેવી, મને અશુભના ભણકારા સંભળાય છે...'
રાજાએ નિસાસો નાંખ્યો. રાણીની આંખોમાં આંખો મેળવીને રાજાએ દુઃખી સ્વરે કહ્યું : “એ મહાત્માએ તો મને ક્ષમા આપી દીધી. ઉદારતા બતાવીને ત્રણ મહિનાના ઉપવાસનું પારણું આપણા ઘરે કરવાની વિનંતી સ્વીકારી. પરંતુ એમને કેટલી દેહપીડા થતી હશે? આવી ઘોર પીડા આપનારા... એવા મારું શું થશે? ખરેખર, અક્ષમ્ય ભૂલ થઈ ગઈ. બીજી વાર ભૂલ થઈ ગઈ.. આપણી સેનાની હત્યાના સમાચારે મને તત્કાલ વિસ્વલ, ચંચળ અને ક્રોધી બનાવી દીધો... હું એ તપસ્વીને ભૂલી ગયો.'
નાથ, જે બનવાનું નિશ્ચિત હોય છે તે જ બને છે. આપ શોક ના કરો. આપણે હવે એક મહિના સુધી રોજ તપોવનમાં જઈશું અને એ માહાતપસ્વી સહિત સર્વે તાપસોની સેવા-ભક્તિ કરીશું. તેથી તેમનો આત્મા પ્રસન્નતા અનુભવશે અને આપણને પણ સંતોષ થશે..”
ઘણી જ સારી વાત કરી દેવી, સંતોની સેવાથી સંતાપ દૂર થાય જ છે. આપણે જઈશું રોજ તપોવનમાં! પરંતુ દેવી, હવે તમારે વધુ પરિશ્રમ ન લેવો જોઈએ. તમારા દિવસો પૂરા થાય છે. કુલમહત્તરા મને કહેતી હતી : “હવે મહારાણીએ મહેલની બહાર નહીં નીકળવું જોઈએ.”
હમણાં પાંચ-સાત દિવસ તો હું સાથે આવીશ. પછી આપ મંત્રીવર્ગની સાથે જજો.'
રાજાએ શરીર પરથી શસ્ત્રો ઉતારીને પરિચારિકાને આપ્યાં. વસ્ત્રપરિવર્તન કરી નાનાદિ નિત્યકર્મોમાં પ્રવૃત્ત થયા.
૦ ૦ ૦.
ભાગ-૧ % ભવ પહેલો
For Private And Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તપોવનના દ્વારે તાપસી પંક્તિબદ્ધ ઊભા રહી ગયા હતા. “આજે એ મહાતપસ્વી અગ્નિશમ, નિર્વિઘ્ન પારણું કરીને, સ્વસ્થ બનીને આવે.. એટલે શાંતિ...' આવી શુભ ભાવના ભાવતા તાપણો રાજાની કુશળતા ઇચ્છતા હતા. “રાજાને કોઈ કષ્ટ ન હો... રાજા સરળ... નિર્મળ ચિત્તવાળો છે, સાધુ-સંન્યાસીઓનો પરમ ભક્ત છે.. એનાં તન-મન કુશળ રહો...'
ત્યાં તેમણે દૂરથી ધીમી ગતિએ આવતા અગ્નિશર્માને જોયો. અપેક્ષા કરતાં ઓછા સમયમાં અને મંદ ગતિએ આવતા અગ્નિશર્માને જોઈને તાપસોના પેટમાં સો મણનો ધ્રાસકો પડ્યો. “શું આજે પણ આ તપસ્વીને પારણું નહીં થયું હોય? ઓહો... શું દુર્ઘટના બની હશે?”
અગ્નિશર્માએ તપોવનમાં પ્રવેશ કર્યો. સર્વે તાપસીએ ચિંતાતુર વદને અગ્નિશમને પ્રણામ કર્યા. અગ્નિશર્માએ પણ બે હાથ જોડી સહુનું અભિવાદન સ્વીકાર્યું. તાપસોએ કંઈ પૂછયું નહીં, અગ્નિશર્મા કંઈ બોલ્યો નહીં.
અગ્નિશર્માની પાછળ-પાછળ સહુ કુલપતિના નિવાસ પાસે પહોંચ્યા. અગ્નિશર્માએ કુલપતિના નિવાસમાં પ્રવેશ કર્યો, કુલપતિએ મધુર શબ્દોથી તેને આવકાર્યો.. અને એની સામે બે-ચાર ક્ષણ જોઈને પૂછયું : “વત્સ, શું આજે પણ પારણું ન થયું?”
અગ્નિશર્મા આસન પર બેઠો. તેણે બનેલી સમગ્ર ઘટના કહી સંભળાવીને છેવટે કહ્યું: “ભગવનું, રાજાનું દુઃખ મારાથી જોયું ન ગયું એટલે એમને શાત્તિ આપવા તથા તેમનું દુઃખ દૂર કરવા હવે પછી જ્યારે પારણાનો દિવસ આવશે ત્યારે તેના ત્યાંથી આહાર ગ્રહણ કરવાની એની પ્રાર્થના મેં સ્વીકારી છે.'
વત્સ, ઉત્તમ કામ કર્યું. ઘણું ઉત્તમ કામ કર્યું. ગુણોના ભંડાર સમા ગુણસેન રાજાને વત્સ, તેં ઘણી શાન્તિ આપી.
તપસ્વીજનો ખરેખર, પરજનવત્સલ હોય છે. અને તેથી તેઓ સર્વજનવલ્લભ બનતા હોય છે.”
તાપસોએ સર્વ વૃત્તાંત સાંભળ્યો.
સહુના હૃદયમાં અગ્નિશર્મા પ્રત્યે આદરભાવ વધી ગયો. આપસમાં વાર્તાલાપ કરતા, અગ્નિશર્માના ગુણોની પ્રશંસા કરતા તાપસો પોતપોતાના સ્થાને ગયા.
બે-બે મહિનાના ઉપવાસ થઈ ગયા, ત્રીજા મહિનાના ઉપવાસની તેણે કુલપતિ પાસે પ્રતિજ્ઞા કરી લીધીછતાં કેટલી બધી સમતા છે એ મહાતપસ્વીને! શરીર પ્રત્યે કેટલી વિરક્તિ છે!”
આજ સાચી તપસ્વિતાનાં દર્શન થયાં...'
મહારાજા પ્રત્યે કેટલી સહાનુભૂતિ વ્યક્ત કરી એ મહાનુભાવે! મહારાજાની શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સદ્દભાવનાઓનું કેવું ઊંચું મૂલ્યાંકન કર્યું? ઘણી મોટી આ વાત છે. અપરાધ કરનારના મનોગત આશયમાં શંકા ના કરવી, એ નાનીસૂની વાત નથી.”
“સાચી વાત છે, અપરાધની પ્રવૃત્તિ કરનાર મનુષ્યમાં અપરાધનો જ ભાવ હોય, તેવો એકાંતે નિયમ હોતો નથી. મનમાં શુભ આશય હોય છતાં આશયથી વિપરીત પ્રવૃત્તિ ક્યારેક થઈ જતી હોય છે.”
અનિશર્માનું એક ઉદાત્ત વ્યક્તિત્વ આજે જોવા મળ્યું.' પરંત, મહારાજા કેમ તપોવનમાં ના આવ્યા?'
કહ્યુંને અગ્નિશર્માએ? મહારાજાને પોતાના પ્રમાદથી એટલી બધી લજ્જા આવી ગઈ છે કે તેઓને પોતાનું મુખ કુલપતિને દેખાડવું શરમજનક લાગે છે.'
તપોવનમાં, તાપસી પરસ્પર આવા પ્રકારના વાર્તાલાપ કરી રહ્યા હતા. અગ્નિશર્મા ત્રીજા મહિનાની ઉપવાસની પ્રતિજ્ઞા લઈ, પોતાની પર્ણકુટીમાં જઈને બેસી ગય. એ દિવસ પૂરો થઈ ગયો.
૦ ૦ ૦. બીજા દિવસે મહારાણી વસંતસેનાએ તપોવનના તાપસીની ભક્તિ માટે ઉત્તમ દ્રવ્યો તૈયાર કરાવ્યાં. ઉદ્યાનમાંથી શ્રેષ્ઠ ફળ મંગાવ્યાં. કેસર-ઇલાયચી મિશ્રિત દૂધના સ્વર્ણકલશો ભરાયા. અને આ બધી સામગ્રી તપોવનમાં લઈ આવવાની સૂચના પરિચારકોને આપી, રાજા-રાણી નિત્યકાર્યોથી પરવારી, રથમાં બેસી તપોવનમાં આવ્યાં.
તપોવનના બાહ્ય પ્રદેશમાં રથમાંથી ઊતરી રાજા-રાણીએ તપોવનમાં પ્રવેશ કર્યા, માર્ગમાં મળતા સર્વે તાપસીને પ્રણામ કરતાં તેઓ કુલપતિના નિવાસ પાસે પહોંચ્યાં. તાપસકુમારોએ કુલપતિને, રાજા-રાણીના આગમનના સમાચાર આપ્યા.
કુલપતિ પર્ણકુટીની બહાર આવ્યા. લજ્જાનો સો મણનો ભાર રાખી, રાજા-રાણીએ કુલપતિનાં ચરણોમાં પ્રણામ કર્યા. કુલપતિએ સ્નેહપૂર્ણ વાણીમાં કહ્યું :
“વત્સ, તમારું સ્વાગત હો. તમને કુશળતા છે ને?”
"ભગવનું, આપની કૃપાથી અને મહાતપસ્વીના ક્ષમાદાનથી અમે બંને કુશળ છીએ.' રાજા ગુણસેને કહ્યું. “શું થાય? આ સંસાર જ એવો છે. અણધારી આફતો આવી જતી હોય છે...' “પ્રભો, મારી એક પ્રાર્થનાનો સ્વીકાર કરશો? કહો, નિશ્ચિત બનીને કહો.”
ભગવન, મારે સર્વે તાપસોની ઉત્તમ ખાદ્ય પદાર્થોથી ભક્તિ કરવી છે, અને અલ્પ સમય મહાત્મા અગ્નિશર્માની સેવા કરવી છે.”
આનંદથી કરી શકો છો બંને કામ.” ૮૨
ભાગ-૧ % ભવ પહેલો
For Private And Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુલપતિના નિર્દભ વાત્સલ્ય, અગ્નિશર્માના ઉપશાંત ભાવે અને તપોવનના સવે તાપસોના ગુણાનુરાગે રાજા ગુણસેનના અંતઃસંતાપને અને અપરાધ-ભાવને ધોઈ નાંખ્યો હતો. રાજા-રાણીના મનમાં તપોવન પ્રત્યે જાણે મમતા બંધાઈ ગઈ હતી. અગ્નિશર્માની કુશળપૃચ્છા કરીને પ્રતિદિન રાજા તેને માલ્યાર્પણ કરતા હતા. તેના શરીરે સેવકો દ્વારા ચંદનના વિલેપન કરાવતા હતા.
રોજ પારણાના દિવસો ગણતા હતા. જ્યારે પારણાને સપ્તાહ જ બાકી રહ્યું ત્યારે રાજાએ પોતાના મનમાં ઘડેલા મનોરથી રાણી વસંતસેના સમક્ષ પ્રગટ કરવા માંડ્યા.
દેવી, એ મહાન તપસ્વીનો પારણાનો મહોતસ્વ આપણે ભવ્યતાથી ઊજવીશું... મેં આજે મંત્રીને આદેશ આપ્યો છે કે તપોવનથી નગર સુધીનો માર્ગ સુંદર ધજાપતાકાઓથી અને કલાત્મક તોરણોથી શણગારવામાં આવે. માર્ગ પર સુગંધી જલનો છંટકાવ કરવામાં આવે. આ બંને કામ પારણાના ત્રણ દિવસ પૂર્વે થઈ જશે. જલછંટકાવ તો રોજ ચાલુ રહેશે.
દેવી, પારણાના દિવસે રાજ્યના કારાવાસના દરવાજા ખોલી નાંખવામાં આવશે. બંદીજનોને મુક્તિ આપીશ. નગરના સર્વે ગરીબોને એ દિવસે ભોજન આપીશ. તપોવનના સર્વે તપસ્વીઓનું, અગ્નિશર્માના પારણા પછી ઉચિત સ્વાગત કરીશ. | દેવી, તમે તો નહીં આવી શકો. પરંતુ હું પરિવાર સાથે એ તપસ્વીને લેવા માટે ચાલતો તપોવન જઈશ. રાજમહેલના દ્વારે તેમને સાચાં મોતીથી વધાવીશ. એ દિવસે મહેલને સ્વર્ગના વિમાન જેવો શણગારવામાં આવશે.
પછી આપણે એ તપસ્વીના ચરણો સુગંધ જલથી ધોઈશું. એમને કાષ્ઠાસન પર બેસાડીને, ઉત્તમ દ્રવ્યોથી પારણું કરાવીશ. તે પછી તાપસને પ્રાયોગ્ય ઉત્તમ ભગવાં વસ્ત્ર ઓઢાડીશું. એમના ગળામાં ગુલાબનાં અને મોગરાનાં પુષ્પોની માળા આરોપિત કરીશું. ગોશીર્ષ ચંદનથી એમના લલાટે અને બે હાથ પર વિલેપન કરીશું. તેમના શુભ આશીર્વાદ લઈને પછી તેમને તપોવન સુધી મૂકવા જઈશું!'
પ્રાણનાથ, આપના મનોરથ શુભ છે, શ્રેષ્ઠ છે. આ બધું આપ સરળતાથી કરી શકશો. આપના માટે બધું જ શક્ય છે, સંભવિત છે.'
દેવી, એ મહાત્માને, જ્યારે તે કિશોર અવસ્થામાં હતા, મેં એમને અતિ ત્રાસ શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપેલો છે. એમના મનમાં ઊંડે ઊંડે પણ મારા પ્રત્યે દુર્ભાવ ના રહે. એ રીતે મારે એમની સેવા-ભક્તિ કરવી છે.'
મહારાણી વસંતસેના સગર્ભા હતી. તેના છેલ્લા દિવસો ચાલી રહ્યા હતા. ઊંડે ઊંડે મહારાણીને ભય હતો... “પારણાના દિવસે પ્રસૂતિ નહીં થાય ને? પહેલા પારણાને દિવસે મહારાજાને ભયંકર શિરોવેદના ઊપડી હતી, બીજા મહિનાના ઉપવાસના પારણે અચાનક યુદ્ધ-પ્રયાણ આવી પડ્યું હતું. આ વખતે આવું કોઈ પ્રસૂતિ જેવું વિગ્ન તો નહીં આવી પડે ને?' રાણીના મનમાં સંશય તો હતો જ, પરંતુ તે મહારાજાને આ વાત કરી ન હતી. “જો હું આવી શંકા વ્યક્ત કરીશ તો મહારાજાના મનના મનોરથો તૂટી પડશે.” એટલે રાણીએ પ્રસૂતિની વાત જ કાઢી ન હતી. અલબતું, પરિચારિકાઓને જાગ્રત કરી દીધી હતી.
મહારાજા ગુસેનના મનમાં તપોવન જ રમતું હતું. અગ્નિશર્મા અંગેના જ વિચારો રમતા હતા. વસંતસેનાની પ્રસૂતિ અંગે કોઈ વિચાર જ એમના મનમાં ઊઠ્યો ન હતો. માણસ ધારે છે શું અને બને છે શું!
૦ ૦ ૦ પારણાનો દિવસ આવી ગયો.
મહારાજા ગુણસેન એમના શયનખંડમાં હતા. નિદ્રાત્યાગ કરીને હજુ પલંગમાં બેઠા જ હતા, ત્યાં મહારાણી વસંતસેનાની પ્રિય પરિચારિકા વસુંધરાનો મધુર અવાજ સંભળાયો :
મહારાજા, હું આવી શકું છું?” આવી શકે છે.” વસુંધરાએ મહારાજાના ખંડમાં પ્રવેશ કરી, મસ્તકે અંજલિ રચીને હર્ષપૂર્ણ વદને વધામણી આપી : “મહારાજા, રાત્રિના અંતિમ પ્રહરમાં આપના અભ્યદય માટે પ્રજાના ભાગ્યથી મહારાણીએ પુત્રને સુખપૂર્વક જન્મ આપ્યો છે...”
લાખો વર્ષોનો દીર્ઘકાળ પુત્રપ્રાપ્તિની ઝંખનામાં ગાળ્યો હતો. આજે એ ઝંખના પૂર્ણ થઈ હતી. રાજા ગુણસેન હર્ષથી રોમાંચિત થઈ ગયા. તેમના હૃદયમાં હર્ષ રમણે ચઢ્યો. તેઓ ઊભા થઈ ગયા અને શરીર પર જે આભૂષણો પહેરેલાં હતાં તે બધાં જ વસુંધરાને ભેટ આપી દીધાં, અને તેને કહ્યું :
“વસુંધરા, મારી આજ્ઞાથી તે નિકટસ્થ પ્રતિહારીને કહે કે તે કાલ-ધંટ વગડાવે. રાજ્યના સર્વ બંદીજનોને કારાવાસમાંથી મુક્ત કરવામાં આવે. નગરમાં ઘોષણા કરવામાં આવે કે, “મહારાણી વસંતસેનાએ પુત્રરત્નને જન્મ આપ્યો છે, માટે હે પ્રજાજનો, આનંદો!
ભાગ-૧ છે ભવ પહેલો
For Private And Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વસુંધરા, મારા આજ્ઞાંકિત જિતશત્રુ વગેરે સર્વે રાજાઓને શીઘ આ મંગલ સમાચાર કહેવરાવવા મંત્રીને કહે. અને મંત્રીને કહે કે નગરમાં ભવ્ય આનંદોત્સવની ઉજવણીનો પ્રારંભ કરાવે.’
વસુંધરાએ નમન કરીને કહ્યું : “મહારાજ, આપની આજ્ઞા પ્રતિહારીને કહીને, આ બધાં જ કાર્યો કરાવરાવું છું.” વસુંધરા પાસેથી રાજપુત્રના જન્મના શુભ સમાચાર મળતાં જ કે રાજસેવકોએ વિવિધ વાજિંત્રો વગાડવાં શરૂ કર્યા.
વિલાસિની સ્ત્રીઓનાં ટોળાંઓએ રાજમાર્ગો પર નૃત્ય શરૂ કર્યો. આ નગરની કુળવધૂઓ સુંદર વસ્ત્ર-અલંકારો ધારણ કરી, રાજમહેલના વિશાળ પટાંગણમાં ભેગી થઈ, હર્ષથી ઉન્મત્ત બની ગીતો ગાવા લાગી.
રાજપરિવારની વારાંગનાઓએ પોતાના વૃદ્ધ નોકરોને બચાવવા માંડ્યાં.. અને ખડખડાટ હાસ્ય કરતી, નોકરોની સાથે નાચવા લાગી.
કેટલાય યુવાનો રાજમાર્ગો પર આવી... તાલીઓ પાડીને જય જયકાર કરવા લાગ્યા.
મહારાજા ગુણસેને ઉદારતાથી દાન આપવા માંડ્યું.
રાજમહેલનું પટાંગણ હજારો સ્ત્રી-પુરુષોની અવરજવરથી ઊભરાવા લાગ્યું. નગરમાં સર્વત્ર આનંદોત્સવનાં મંડાણ થઈ ગયાં.
પ્રભાત થઈ ગયું હતું. બાળ સૂર્યનાં સોનેરી કિરણોએ આકાશને ઉજ્જવલ કરી દીધું હતું. વૃક્ષો પરથી ઊડતાં પક્ષીઓનાં મધુર ગાન શરૂ થઈ ગયાં હતાં... અને મહાતપસ્વી અગ્નિશર્માએ તપોવનમાંથી રાજમહેલ તરફ પ્રયાણ કરી દીધું
હતું.
તપોવનથી રાજમહેલ સુધીનો માર્ગ શણગારેલો હતો. માર્ગ પર સુગંધી જલનો છંટકાવ થયેલો હતો. ઠેર ઠેર સુંદર તોરણો લટકતાં હતાં. ધજાપતાકાઓની શોભા કરવામાં આવી હતી.
પ્રજા ઉત્સવઘેલી બનેલી હતી. રાજમહેલ, દેવેન્દ્રના મહેલની સ્પર્ધા કરતો હતો. અને અગ્નિશર્માએ રાજમહેલના પ્રવેશદ્વારમાં પ્રવેશ કર્યો. ત્યાં મહાતપસ્વીનું સ્વાગત કરનાર કોઈ ઉપસ્થિત ન હતું.
હે મહાતપસ્વી પધારો, આપનું સ્વાગત છે.” એવો આવકાર આપનાર કોઈ હાજર ન હતું. શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લોકો... પ્રજાજનો.. રાજપુરુષો.. બધા જ નાચી રહ્યા હતા, ગાઈ રહ્યા હતા, ફૂદી રહ્યા હતા. કોઈએ અગ્નિશર્મા સામે જોયું પણ નહીં...
અગ્નિશમનું ચિત્ત ખળભળી ઊઠયું. “આ બધું કોના માટે? કેવળ મારી મજાક છે આ, માત્ર ઉપહાસ છે મારો... ત્રણ-ત્રણ મહિનાના ઉપવાસનું પારણું ચૂકવવા માટે ઇરાદાપૂર્વક યોજાયેલો આ મહોત્સવ છે. ક્યાં છે એ ગુણસેન રાજા? ક્યાં છે એની રાણી અને ક્યાં છે એનો પરિવાર? મારે શા માટે અહીં ઊભા રહેવું જોઈએ?”
અગ્નિશર્માએ એક રોષપૂર્ણ દષ્ટિ રાજમહેલ પર નાંખી અને તત્કાલ ત્યાંથી પાછો ફરી ગયો. એ જ રાજમાર્ગ પરથી તે પાછો ચાલ્યો... કે જે માર્ગ પરથી તે આવ્યો હતો. રાજા પ્રત્યે ઊભી થયેલી પ્રશસ્ત ભાવનાઓની મનોહર ઇમારત જમીનદોસ્ત બની ગઈ. અને એની જગાએ અશુભ. કુત્સિત અને અતિ ઉગ્ર વિચારોનાં ભૂત ભટકવા લાગ્યાં.
બાલ્યકાળથી જ આ રાજાને મારા પ્રત્યે દ્વેષ છે, વૈરભાવ છે. ન કલ્પી શકાય તેવી શત્રુતા છે. કેવું અતિ ગુઢ એનું વર્તન છે! ત્રણ ત્રણ મહિનાથી એ મારી પાસે, કુલપતિ પાસે અને સર્વે તાપસી પાસે કેવું મીઠું-મીઠું બોલે છે! કેવી સેવા અને ભક્તિનો ડોળ કરે છે? નર્યો દંભ અને માત્ર માયા કરી રહ્યો છે. આ રીતે મારાં પારણાં ચૂકવીને, એ મને મૃત્યુના મુખમાં ધકેલી દેવાની ક્રૂર રમત રમી રહ્યો છે. હું પણ એને જોઈ લઈશ.' વિચારોનો વાવંટોળ, અગ્નિશમને ધક્કા મારતો તપોવનના દ્વારે લઈ આવ્યો. છેક્રોધ અને અભિમાને તેને ભરડો દીધો હતો. જ પરલોક અને પરમાર્થની વાસના ચાલી ગઈ હતી. ધર્મશ્રદ્ધાથી એ ભ્રષ્ટ બની ગયો હતો. સર્વ દુઃખોમાં મૂળભૂત “અમૈત્રી' તેનામાં જાગી ગઈ હતી. જ દેહને અત્યંત પીડા કરનારી તીવ્ર સુધાથી તે પીડાયો હતો. છે રાજા ગુણસેન પ્રત્યે તીવ્ર દ્વેષ તેના મનમાં ધોળાતો હતો.
મૂઢ બની ગયો અગ્નિશર્મા. તેણે મનોમન સંકલ્પ કર્યો : “લાખો વર્ષપર્યત પાળેલાં વ્રતોનું અને કરેલી ઘોર તપશ્ચર્યાનું જો કોઈ મને ફળ મળવાનું હોય તો મારે એક જ ફળ જોઈએ છે : ભવોભવ હું આ દુષ્ટ રાજા ગુણસેનને મારનારો બનું, એના પ્રાણ લેનારો બનું, એનો વધ કરનારો બનું...'
દાંત કચકચાવીને તે સ્વગત બોલે છે : સ્વજનોનું પ્રિય અને દુશ્મનનું જે અપ્રિય નથી કરતો. તેનો જન્મ વ્યર્થ છે, આ રાજા મારો દુશ્મન છે. એ પાપી-દુષ્ટ રાજાને હું જીવતો સળગાવી દઈશ. એનું નામ-નિશાન મિટાવી દઈશ. એની પાસે રાજસત્તાની
(
M
ભાગ-૧ છે ભવ પહેલો
For Private And Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શક્તિ છે, તો મારી પાસે તપશ્ચર્યાની અપૂર્વ શક્તિ છે. મારી શક્તિથી એને કચડી નાંખીશ.'
બંને ધ્રુજતા હાથે મુઠ્ઠી વાળી.... આકાશમાં મુઠ્ઠી ઊછાળતો જલદી જલદી ચાલતો. તપોવનમાં પ્રવેશીને, પોતાના સ્થાને જઈને બેઠો. ન ગયો કુલપતિ પાસે કે ન મળ્યો કોઈ તાપસને.
અશાંત, ઉદ્વિગ્ન અને સંતપ્ત અગ્નિશર્માનું ચિત્ત આર્તધ્યાન રૌદ્રધ્યાનમાં બદલાઈ ચૂક્યું છે. સતત દ્વેષ, વૈર અને રોષથી તેની ગોળ-ગોળ આંખોમાંથી જાણે આગના તણખા ખરતા હતા. તેના બંને જાડા જાડા હોઠ ફફડતા હતા. જાણે તેમાંથી ક્રોધનો લાવા વહી રહ્યો હતો :
એ દુષ્ટને, આટલા બધા તાપસોમાં હું જ એકલો ઉપહાસ-પાત્ર મળ્યો? મારા તરફ એ ક્રૂર કાળજાના રાજાને આટલો તીવ્ર દ્વેષ શા માટે? પારણા અંગેની મારી પ્રતિજ્ઞા એ જાણે છે. છતાં એ કપટી રાજા, સહુની આગળ વિનમ્રતા અને ભક્તિનો ડોળ કરીને મને પારણા માટે નિમંત્રણ આપે છે અને પારણું કરાવતો નથી... મને હલકો પાડે છે.. કેટલો મૂઢ છે એ રાજા ..? પહેલાં બાલ્યકાળમાં... તરુણ અવસ્થામાં તો હું સંસારી હતો, ઠીક છે, એ વખત એણે મારી ઘોર કદર્થના કરી છતાં મેં મારા કર્મનો દોષ સમજી... તેના પ્રત્યે દ્વેષ નહોતો કર્યો. પરંતુ અત્યારે તો હું સાધુ છું, તાપસ છું. છતાં તે મને ત્રાસ આપે? મને દુઃખી કરે? પરંતુ એમાં એનું કોઈ પરાક્રમ નથી. અનાથ, દુર્બળ અને પરાભૂત મનુષ્યોને દુઃખી કરવામાં, ત્રાસ આપવામાં.... કે મોતને ઘાટ ઉતારી નાંખવામાં કોઈ બહાદુરી નથી. તેમાંય, જે મહાત્માઓ શત્રુમિત્ર પ્રત્યે સમાન ભાવવાળા છે અને પરમાર્થની સાધનામાં નિરંતર તલ્લીન છે, તેવા તપસ્વીઓને કષ્ટ આપવામાં એ રાજાનું પરાક્રમ નથી. એની કાયરતા છે, એની અધમતા છે. પણ એને એના આ ઘોર પાપની બરાબરની શિક્ષા હું કરીશ. હવે એ દુષ્ટને ક્ષમા ન આપી શકાય. સજ્જનોની ક્ષમા, દુર્જનોની દુર્જનતાને પ્રોત્સાહન આપે છે.
ખેર, મને આટલું દુઃખ શાથી થયું? હજુ મેં આહારનો સંગ છોડ્યો નથી.. મહિને-મહિને મેં આહારની ઇચ્છા રાખી છે. માટે મારે આટલી કદર્થના સહવી પડી છે. આવાં ઘોર અપમાન.. આહારના પાપે સહવાં પડ્યાં છે, માટે હવે... આજથી માવજીવ... જીવનપર્યત આહારનો ત્યાગ છે. હું અનશન સ્વીકારું છું.'
0 ૦ ૦ અગ્નિશર્મા ક્યારે તપોવનમાં આવ્યો ને ક્યારે પોતાની જગા પર જઈને બેસી ગયો, એની જાણ કોઈ પણ તપોવનવાસીને થઈ ન હતી. સર્વે તાપસો, અગ્નિશર્માના પારણા માટે આશ્વસ્ત હતા. એક મહિનાથી સતત રાજાની ભક્તિ અને સેવા જોઈને શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કોઈના મનમાં જરા પણ શંકા રહી ન હતી. આ વખતે મહાતપસ્વી પારણું કરીને, પ્રસન્ન ચિત્તે પાછા આવશે.” એમ માનીને સર્વે તાપસો સ્નાન, ઈશ્વરપ્રણિધાન અને હોમહવન આદિ નિત્યક્રમમાં જોડાઈ ગયા હતા.
તપોવન, નિરંતર વહેતી સરયુના કિનારે વસેલું હતું. તાપસો નદીના પ્રવાહમાં રોજ સ્નાન કરતા હતા. કેટલાક તાપસી સ્નાન કરીને તપોવનમાં આવ્યા. તેમણે આમ્રવૃક્ષોની પંક્તિના માર્ગે ચાલતાં. અગ્નિશર્માને એના આસન પર બેઠેલો જોયો! તેઓ ચોંકી ઊઠ્યા. તેમણે ધારી-ધારીને અગ્નિશમને જોયો... “આ મહાતપસ્વીને આજે પણ પારણું થયું લાગતું નથી.” તેઓ ધીમે ધીમે અગ્નિશર્મા પાસે ગયા. તેમણે પૂછયું :
હે ભગવંત, આપનું શરીર અત્યંત દુર્બળ દેખાય છે. શરીર પર વિલેપન કે પુષ્પોપચાર દેખાતો નથી. તો શું આજે પણ પારણું નથી થયું કે શું?”
અગ્નિશર્માએ બે જ શબ્દોમાં જવાબ આપ્યો : “નથી થયું.' તાપસીએ ચિંતિત સ્વરે પૂછયું : “ભગવંત, પારણું કેમ ન થયું? શું હજુ સુધી આપ ગુણસેન રાજાના મહેલે નથી ગયા?'
અગ્નિશર્માએ રૂક્ષ સ્વરે કહ્યું : “ગયો હતો.' “તો પછી પારણું કેમ ન થયું?” આઠ-દસ તાપસોએ એકસાથે પૂછ્યું. તેઓ અગ્નિશર્માની સામે જમીન પર બેસી ગયા. થોડી ક્ષણ મૌન રહી, અગ્નિશર્માએ કહ્યું : તમે સહુ તાપસો નથી જાણતા, પરંતુ આ રાજા બાલ્યકાળથી જ વિના અપરાધે મારા પ્રત્યે વેરભાવ રાખે છે. બાલ્યકાળમાં અને પછી તરુણ અવસ્થામાં એણે મને કેવો ત્રાસ આપ્યો હતો.. એનું વર્ણન કરે તો તમને એ નરકનો પરમાધામી લાગે. તમે એ રાજાનું મોટું જોવાનું પસંદ ના કરો. એના ઘોર ત્રાસથી કંટાળીને તો હું આ તપોવનમાં આવ્યો હતો. લાખો વર્ષ વીત્યા પછી, એ રાજા પુનઃ મને અહીં મળી ગયો. એનો વિનય, એની સેવા-ભક્તિ અને એનો સારો વ્યવહાર જોઈને મને લાગ્યું હતું કે હવે ખરેખર, રાજા સુધરી ગયો છે. એણે પૂર્વે કરેલી મારી કદર્થનાનો પશ્ચાત્તાપ થયો છે. એટલે પારણા માટે એની વિનંતી હું સ્વીકારતો ગયો...
પણ, હું એને ઓળખી ના શક્યો.. હવે જ મને એની સાચી ઓળખાણ થઈ. તેનો વિનય માત્ર દંભ છે. તેની સેવા-ભક્તિ માત્ર કપટ છે... હજુ તેના મનમાં મારા પ્રત્યે તીવ્ર વેરભાવ છે. મારો ઘોર ઉપહાસ કરવા જ એ મને પારણાનું આમંત્રણ આપે છે અને પછી બહાનાં ઊભાં કરીને મને પારણું કરાવતો નથી.
આજે મારો પારણાનો દિવસ જાણીને તેણે નગરમાં અણધાર્યો મહોત્સવ પ્રવર્તાવ્યો
ભાગ-૧ ( ભવ પહેલો
For Private And Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. હું મહેલના આંગણામાં ગયો... ત્યાં હજારો લોકો નાચી રહ્યા હતા, ગાઈ રહ્યા હતા, વાજિંત્રો વગાડી રહ્યા હતા... ત્યાં કોઈએ મારી સામે પણ ના જોયું... કોઈએ આદર-સત્કાર ના કર્યો... એટલે ત્યાં જ મને જ્ઞાન થયું ‘રાજા જાણી બૂજીને આજે પણ મારું પારણું ચૂકાવવા ઈચ્છે છે.' હું તરત જ બહાર નીકળી ગયો, અને અહીં આવી ગયો.’ બોલતાં-બોલતાં અગ્નિશર્મા હાંફી ગયો હતો. એક વૃદ્ધ તાપસે મૃદુ શબ્દોમાં કહ્યું :
‘હે મહાત્મન્, તપસ્વીજનો તરફ અપાર વાત્સલ્ય ધરાવતા ગુણસેન રાજામાં આવી વાત સંભવિત લાગતી નથી. છતાં આ અસાર જીવલોકમાં જીવો વિચિત્ર આશયવાળા હોય છે. કંઈ પણ અસંભવિત નથી આ જીવલોકમાં. સર્વત્ર કષાયોનું
સામ્રાજ્ય છે.’
અગ્નિશર્મા પાસે વધુ સમય બેસવું ઉચિત ન લાગવાથી તાપસો ત્યાંથી ઊભા થયા અને કુલપતિના આવાસ તરફ ચાલ્યા. વૃદ્ધ તાપસે કહ્યું : 'કુલપતિ આજના આ વૃત્તાંતથી અજાણ હશે. માટે તેઓને જાણ કરીએ.'
તાપસોએ કુલપતિના આવાસમાં પ્રવેશ કરી, વિનયથી પ્રણામ કરી નિવેદન કર્યું : ‘હૈ પૂજ્ય, મહાતપસ્વી અગ્નિશર્મા પારણું કર્યા વિના પાછા આવી ગયા છે ને એમના સ્થાને બેસી ગયા છે...'
કુલપતિ બેબાકળા થઈ ગયા. તેમના મુખ પર ચિંતા... ગ્લાનિ અને ખેદની રેખાઓ ઊપસી આવી... આંખોમાં ભય તરી આવ્યો. કોઈ અનર્થની આશંકાથી, તરત જ તેઓ અગ્નિશર્મા પાસે પહોંચ્યા.
કુલપતિને પોતાની તરફ આવતા જોઈને અગ્નિશર્મા પોતાના આસનેથી ઊભો થયો. તેણે કુલપતિનો પૂજા-સત્કાર કર્યો. કુલપતિએ પૂછ્યું :
'વત્સ, શું આજે પણ તારું પારણું ના થયું? અહો, રાજા ગુણસેનનું કેવું અનુચિત પ્રમાદી આચરણ?' કુલપતિએ સહાનુભૂતિ બતાવી.
‘ભગવંત, રાજાઓ પ્રમાદી જ હોય છે. એમાં તેનો શો દોષ? ખરો દોષ તો મારો જ છે. મેં આહારની ઇચ્છા રાખી... માટે એને ત્યાં પારણા માટે જવાનું થયું. અને એણે મારો પરાભવ કર્યો... પરાભવનું બીજ છે આહારની સ્પૃહા. માટે હમણાં જ મેં જીવનપર્યંત આહારનો ત્યાગ કર્યો છે, મેં અનશન કરી લીધું છે. માટે આપને વિનંતી કરું છું કે આ વિષયમાં મને આપે બીજી કોઈ આશા ના કરવી.’
કુલપતિએ કહ્યું : ‘વત્સ, જો તે યાવજ્જીવ આહારત્યાગની પ્રતિજ્ઞા કરી જ લીધી છે, તો હવે બીજી કોઈ આજ્ઞા કરવાની ક્યાં રહે છે? પરંતુ વત્સ, તપસ્વીજનો ગ્રહણ કરેલી પ્રતિજ્ઞાનું દૃઢતાથી પાલન કરનારા હોય છે. તું તારી પ્રતિજ્ઞાનું દૃઢતાર્થી પાલન કરજે. એક વાત ધ્યાનમાં રાખજે-રાજા ગુણસેન પ્રત્યે દ્વેષ ન કરીશ. સર્વે શ્રી સમરાદિત્ય મહાકા
E
For Private And Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવો પૂર્વકૃત કર્મોના અનુસારે ફળ-વિપાક પામે છે. લાભ અને નુકસાનમાં બીજા જીવો નિમિત્ત માત્ર હોય છે.'
કુલપતિ ઊભા થયા. ત્યાં ઉપસ્થિત તાપસોમાંથી બે તાપસીને અગ્નિશર્માની સેવામાં નિયુક્ત કરી, તેઓ પોતાના સ્થાને ગયા.
તપોવનમાં સૂનકાર વ્યાપી ગયો. સર્વે તાપસી ઉદાસ બની ગયા. કેટલાક તાપસો શૂન્યમનસ્ક બની કુલપતિની પર્ણકુટીની બહાર બેસી રહ્યા. કેટલાક તાપસો તપોવનના દ્વારે જઈ “હમણાં રાજા આવશે..” રાજાની પ્રતીક્ષા કરવા લાગ્યા. નથી કોઈ જાપ કરતા, નથી કોઈ ધ્યાન કરતા, નથી કોઈ અધ્યયન કરતા. સંતાપ અને ઉદ્વેગથી સહુ તાપસી ઘેરાઈ ગયા.
બે ઘડી દિવસ ચઢી ગયો હતો. રાજા અને રાજપરિવાર, રાજકુમારના જન્મ-મહોત્સવમાં લીન હતા. સર્વત્ર આનંદ, ઉલ્લાસ અને ઉમંગ ઊછળી રહ્યો હતો. ત્યાં પરિચારિકાએ આવીને રાજાને પ્રણામ કરી નિવેદન કર્યું : “મહારાજા, દુગ્ધપાનનો સમય થઈ ગયો છે.”
દુગ્ધપાન?' રાજા પરિચારિકા સામે પહોળી આંખે જોઈ રહ્યા.. ને હસા ઊભા થઈને બોલી ઊઠ્યા : “અરે, આજે તો પેલા મહાતપસ્વીનું પારણું છે. .... એમને પારણું કરાવીને પછી જ હું દુગ્ધપાન કરીશ.. જુઓ, રાજમહેલના દ્વારે એ મહાત્મા આવીને ઊભા હશે... અરે, હું સ્વયં જ મહેલના દ્વારે જઈને સ્વાગત કરું છું...”
રાજા ગુણસેન દોડતા મહેલના દ્વારે આવ્યા. ત્યાં ઊભેલા દ્વારરક્ષકોને પૂછ્યું : અહીં એક કૃશકાય. દુર્બલ તપસ્વી મહાત્મા આવ્યા હતા ખરા??
દ્વારરક્ષકોને ખબર ન હતી. તેઓ આસપાસ જોવા લાગ્યા. થોડે દૂર ઊભેલા નગરવાસી યુવાનોને જઈને પૂછ્યું. એક યુવકે કહ્યું : “હા, સૂર્યોદય થયા પછી એક ઘટિકામાં એક તપસ્વી મહાત્મા આવેલા હતા. પરંતુ કોઈએ તેમને બોલાવ્યા નહીં, તેમનો આદર-સત્કાર કર્યો નહીં... એટલે તરત તેઓ નીકળી ગયા હતા...”
રાજાનું મન ખિન્ન થઈ ગયું. મોં પર ઉદાસી આવી ગઈ. પુત્રજન્મનો આનંદ... ઉલ્લાસ ચાલ્યો ગયો. ખેદ અને ઉદ્વેગથી હૈયું ભરાઈ આવ્યું. ધીરે ધીરે તેઓ મહેલમાં આવ્યા. પોતાના ખંડમાં આવીને નિરાશામાં ડૂબી ગયા.
રાજકુમારના જન્મનો સમય નક્કી કરી, કુમારની જન્મકુંડલી તૈયાર કરી, પુરોહિત સોમદેવ, મહારાજાની પાસે આવીને ઊભા હતા. પરંતુ મહારાજાને ઉદ્વિગ્ન જોઈ... તે કંઈ બોલ્યા નહીં. મહારાજાએ સોમદેવની સામે જોયું. સોમદેવે પ્રણામ કરીને કહ્યું :
GO
ભાગ-૧ ૪ ભવ પહેલો
For Private And Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘મારા યોગ્ય કોઈ આજ્ઞા મહારાજા?'
મહારાજાની આંખો ભીની થઈ હતી. તેમણે કહ્યું : ‘હું મહાપાપી છું... અભાગી છું સોમદેવ, આજે પણ મહાતપસ્વી અગ્નિશર્માને પારણું ના કરાવી શક્યો... પુત્રજન્મના આનંદમાં... ઉત્સવ રમણતામાં હું એ મહાતપસ્વીને ભૂલી ગયો... પારણાનું આગ્રહપૂર્વક નિમંત્રણ આપ્યા પછી... રોજ પારણાનો દિવસ યાદ કરવા છતાં... આજે પુનઃ ગંભીર ભૂલ કરી બેઠો. પુત્રજન્મનો અભ્યુદય મારા માટે આપત્તિરૂપ બન્યો... છે. હવે હું એ મહાત્માને મારું મોઢું બતાવવા લાયક રહ્યો
નથી... અને... એ મહાત્માના મનમાં મારા પ્રત્યે કેવો ભાવ જાગ્યો હશે? શું કર્યું હશે એમણે? સોમદેવ, તમે મારા આત્મીયજન છો, તમે તરત તપોવનમાં જાઓ. એ તમને ઓળખી ન જાય એ રીતે એ મહાત્માનો વૃત્તાંત જાણી લાવો. પાછા ત્વરાથી આવો. મારું હૃદય આજે કોઈ અગમ્ય ભયથી ફફડી રહ્યું છે. કોઈ અનર્થના ભણકારા સંભળાઈ રહ્યા છે...’
‘નરનાથ, આપ શાંત થાઓ, સ્વસ્થ થાઓ, જે બનવાકાળ હતું તે બની ગયું... હવે સંતાપ શા માટે? હું જાઉં છું તપોવનમાં, અને ત્યાંનો વૃત્તાંત જાણીને શીઘ્ર આપનાં ચરણોમાં ઉપસ્થિત થાઉં છું.'
પુરોહિત સોમદેવ અશ્વારૂઢ બની તપોવન તરફ ગયા.
તપોવનની બહાર એક વૃક્ષ સાથે અશ્વને બાંધી તેમણે તપોવનમાં પ્રવેશ કર્યો. તેઓ કુલપતિ પાસે ન ગયા. કુલપતિ સોમદેવને જાણતા હતા. એટલે તેઓ સીધા અગ્નિશર્મા પાસે જ પહોંચી ગયા.
નદીના કિનારા પાસેના લતામંડપમાં, ઘાસના બનાવેલા લાંબા સંથારા પર અગ્નિશર્મા બેઠેલો હતો. તેની આસપાસ અનેક તાપસો બેઠા હતા. તેના મુખ પર રોષ હતો. એની વાણીમાં કટુતા હતી, એ તાપસોની સમક્ષ ગુણસેનનો જ અવર્ણવાદ કરી રહ્યો હતો.
સોમદેવે અગ્નિશર્માને પ્રણામ કરી- ‘તુમાંં નમઃ’ કહીં નમસ્કાર કર્યો. અગ્નિશર્માએ આશીર્વાદ આપીને કહ્યું :
‘સ્વાગતં તે, ઉપવિશ...’
સોમદેવ ઠાવકા થઈને ત્યાં બેઠા. અગ્નિશર્માના કૃશ દેહ પર એક દૃષ્ટિ નાંખીને, હાથ જોડીને પૂછ્યું : ‘ભગવંત, આપનો દેહ આટલો બધો દુર્બળ કેમ દેખાય છે? શું આપને કોઈ વ્યાધિ છે?’
અગ્નિશર્માએ કહ્યું : ‘મહાનુભાવ, નિઃસ્પૃહ છતાં બીજાઓ પાસેથી આજીવિકા પ્રાપ્ત કરનારા તપસ્વીજનોનાં શરીર દુર્બળ જ હોય.’
શ્રી સમરાદિત્ય મહાકા
For Private And Personal Use Only
૧
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સોમદેવે કહ્યું : ‘મહાત્મ, આપની વાત સાવ સાચી છે. તપસ્વીઓ નિસ્પૃહ જ હોય છે. તેઓ ધન-ધાન્ય, સોનું-રૂપું, મણિ-મોતી... અને વિવિધ રત્નો પ્રત્યે સ્પૃહા વિનાના હોય છે. પશુ-પ્રાણી અને મનુષ્ય તરફ પણ મમત્વ વિનાના હોય છે, પરંતુ ભગવન્, ધર્મઆરાધનાના આધારભૂત શરીર ઉપર ઉપકાર કરનારા આહાર-પાણીની તો એમને અપેક્ષા રહે જ છે. અને આ નગરની પ્રજા સાધુ-સંતોને ઉચિત ભિક્ષા આપનારી છે, એ હું જાણું છું. તેમાંય આપના જેવા મુક્તિમાર્ગને પામેલા, શત્રુ-મિત્ર પ્રત્યે, તૃષ્ણ-મણિ પ્રત્યે અને માટી-સોના પ્રત્યે સમાન ભાવવાળા મહાત્માઓને તો અવશ્ય ભાવભક્તિથી આહાર આપે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અગ્નિશર્માએ કહ્યું : ‘હે ભદ્ર, તમારી વાત સાચી છે. આ નગરના લોકો ભક્તિભાવવાળા છે. એમાં કોઈ શંકા નથી, પરંતુ એક માત્ર રાજા ગુણસેન સિવાય...' મુખ પર બનાવટી આશ્ચર્યનો ભાવ લાવીને સોમદેવે પૂછ્યું :
‘ભગવંત, રાજા ગુણસેને શું કર્યું : તે રાજા તો ધાર્મિક પ્રકૃતિનો સાધુપુરુષોનો ભક્ત સંભળાય છે...'
અગ્નિશર્મા કટાક્ષમાં બોલ્યો : ‘ખરેખર, રાજા ગુણસેન ધાર્મિક છે! એના જેવો બીજો ધાર્મિક કોણ હોય? કે જે નિર્દોષ એવા તપસ્વીને મારવા માટે ઉઘત થાય! એ દુષ્ટ રાજાનું નામ ન લઈશ મારી પાસે.’
સોમદેવે વિચાર્યું : ‘આ તાપસ કોપાયમાન થયેલો છે. લાંબા દર્ભના આસન પર બેઠેલો છે... એટલે જરૂ૨ એણે મહારાજાથી કંટાળીને અનશન અંગીકાર કર્યું લાગે છે... અત્યારે હવે જો હું વાત લંબાવીશ તો એ મહારાજાના, ન સંભળાય તેવા અવગુણ બોલશે. માટે હવે અહીંથી મારે ઊભા થઈને, બીજા કોઈ તાપસ પાસેથી વિશેષ વિગત જાણવી જોઈએ,’
સોમદેવ ઊભો થયો. અગ્નિશર્માને પ્રણામ કર્યા, અને તે નદીના કિનારે-કિનારે ચાલવા લાગ્યો. થોડે દૂર ગયા પછી એણે એક યુવાન તાપસને નદીમાં સ્નાન માટે જતા જોયો. એના હાથમાં દર્ભનું ઘાસ અને પુષ્પો હતાં. ભગવું અર્ધોવસ્ત્ર પહેરેલું હતું. બદન ખુલ્લું હતું. માથે કાળા વાળની જટા બાંધેલી હતી. મુખ પર સૌમ્યતા હતી.
*
સોમદેવ ત્વરાથી એ તાપસ પાસે પહોંચી ગયા. તાપસને પ્રણામ કરીને પૂછ્યું : ‘મહાત્મનુ, એક વાત પૂછવી છે.' તાપસે મૌન અનુમતિ આપી, ઊભો રહ્યો. ‘મહાત્મનું, મહાતપસ્વી અગ્નિશર્માએ કેવું વ્રત અંગીકાર કર્યું છે?’ ‘આજીવન અન્ન-જલના ત્યાગરૂપ અનશન...'
‘શાથી?’
For Private And Personal Use Only
ભાગ-૧ * ભવ પહેલો
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘મહાનુભાવ, શું કારણ બતાવું? બહુ મોટો અનર્થ થઈ ગયો છે... એ તપસ્વીના મનમાં મહારાજા ગુણસેન પ્રત્યે ઘોર દ્વેષ જાગી ગયો છે. દિનભર એ તપસ્વી, મહારાજાનો અવર્ણવાદ બોલે છે... એ પોતાની તપશ્ચર્યાને ક્રોધની ભડભડતી આગમાં બાળી રહ્યો છે... એ પરલોકને ભૂલી ગયો છે...' યુવાન તાપસની આંખોમાં આંસુ આવી ગયાં.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘ત્રણ ત્રણ વખત એ તપસ્વી, મહારાજાના આગ્રહથી એમના મહેલે પારણા માટે ગયો. એ જ દિવસે મહારાજાની આસપાસ મહેલમાં શુભ-અશુભ ઘટનાઓ યોગાનુયોગથી બનતી રહી... મહારાજા તેને પારણું ના કરાવી શક્યા...
અમે સર્વે તાપસો મહારાજા ગુણસેનની સાધુજન-વત્સલતા જાણીએ છીએ. છેલ્લા એક મહિનાથી પ્રતિદિન તપોવનમાં આવીને એ મહાનુભાવ સર્વે નાના-મોટા તાપસોની કેવી સેવા-ભક્તિ કરે છે, એ સહુ જાણે છે, એવા ગુણનિધાન રાજા, જાણી-બૂજીને અગ્નિશર્માનું પારણું ના કરાવે. એવું બને જ નહીં.
પરંતુ અગ્નિશર્મા એમ બોલે છે કે રાજા મારો શત્રુ છે. એ જાણી-બૂજીને મારાં પારણાં ચુકાવે છે અને મારી નાંખવાનો એનો આશય છે...’
‘મહાનુભાવ, તમે કોઈને કહેતા નહીં, પરંતુ આ ક્રોધી તપસ્વીએ સંકલ્પ કર્યો છે. ‘મારી તપશ્ચર્યાનું મને જો કોઈ ફળ મળવાનું હોય તો ભવોભવ હું આ દુષ્ટ રાજાને મારનારો બનું!'
ક્રોધના આવેશમાં એકવાર તે અમારા તાપસોની સમક્ષ આ રીતે બોલી ગયો હતો. અરે, એ તો મહારાજાના એવા એવા અવગુણ બોલે છે... કે જે આપણાથી સાંભળી ના શકાય...’
શ્રી સમરાદિત્ય મહાકથા
સાંભળતાં સાંભળતાં સોમદેવની આંખો આંસુભીની થઈ ગઈ. તેમણે લાગણીભર્યા યુવાન તાપસનાં ચરણોમાં વંદના કરી. તાપસ નદીના પટમાં ઊતરી ગયો. સોમદેવ તપોવનની બહાર આવ્યા. અશ્વારૂઢ બની રાજમહેલે પહોંચ્યા.
મહારાજા ગુણસેન સોમદેવની જ પ્રતીક્ષા કરી રહ્યા હતા.
For Private And Personal Use Only
C3
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
११
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘મહારાજા, એ મહાતપસ્વી અગ્નિશર્માએ અનશન અંગીકાર કરી લીધું છે. તે અત્યંત ક્રોધમાં છે. અન્ય તાપસોની સમક્ષ એ આપનો જ દોષાનુવાદ કરે છે... અને આપના પ્રત્યે એના મનમાં તીવ્ર વેર-ભાવના છે.'
પુરોહિત સોમદેવે જે મુખ્ય ચાર વાતો જાણી હતી, તે મહારાજા ગુણસેનને કહી સંભળાવી. મહારાજા આ વાતો સાંભળીને અત્યંત વિક્ષુબ્ધ બન્યા.
‘અહો, એ મહાત્માના મનમાં મારા પ્રત્યે કોઈ વેર-ભાવના ન રહે, એ માટે મેં કેટલો બધો પ્રયત્ન કર્યો? સતત એક મહિના સુધી, તપોવનમાં જઈને એ મહાત્માની સેવા કરી, ભક્તિ કરી... પરંતુ છેવટે... હું એમને પારણું ન જ કરાવી શક્યો... અને એ મહાત્માને મેં મરણાંત કષ્ટ આપ્યું. સોમદેવ, હું તપોવનમાં જઈને... એ મહાત્માનાં દર્શન કરી, એમની ક્ષમા માગીશ. જો કે હું ક્ષમાપાત્ર નથી, એ વાત હું જાણું છું, પરંતુ ક્ષમાયાચના કર્યા વિના મારો વિષાદ હળવો નહીં થાય.'
સોમદેવ મૌન રહ્યા.
મહારાજાએ તેમને વિદાય આપી.
દુઃખી હૃદયે સોમદેવ ચાલ્યા ગયા. મહારાજાએ અંતઃપુરમાં કહેવરાવ્યું કે ‘મહાતપસ્વી અગ્નિશર્માનાં દર્શન કરવા મહારાજા સપરિવાર જાય છે. મહારાણી વસંતસેના સિવાય તમામ રાણીઓએ મહારાજાની સાથે પગે ચાલીને તપોવનમાં જવાનું છે.’
કલહંસિકાઓથી પરિવરેલા રાજહંસ જેવો રાજા, રાણીઓના પરિવાર સાથે પગે ચાલતો તપોવનના દ્વારે પહોંચ્યો. એક મુનિકુમારે નિર્મળ ભાવથી અગ્નિશર્માને
રાજાના આગમનના સમાચાર આપ્યા.
‘અરે મુનિકુમાર, તમે શીઘ્ર કુલપતિને અહીં લઈ આવો. મારે એ દુષ્ટ દંભી રાજાનું મોઢું જોવું નથી.'
મુનિકુમાર અગ્નિશર્માના આગ જેવા શબ્દો સાંભળી ગભરાઈ ગયો. તે દોડીને કુલપતિ પાસે ગયો. ગભરાતાં-ગભરાતાં તેણે કુલપતિને કહ્યું : ‘હે પૂજ્ય, આપને મહાતપસ્વી અગ્નિશર્મા યાદ કરે છે.
કુલપતિ, એમનાં કાર્યો પડતાં મૂકી ત્વરાથી અગ્નિશમાં પાસે ગયા. કુલપતિનો પૂજા-સત્કાર કર્યા વિના, વિનય-વિવેકને કોરાણે મૂકી અગ્નિશર્માએ કહ્યું : 'એ અધમ રાજાનું કાળું મુખ હું હવે જોઈ શકું એમ નથી. માટે એને જે કંઈ કહેવું હોય ભાગ-૧ ૦ ભવ પહેલો
૪
For Private And Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે કહીને રવાના કરી દો.'
અગ્નિશર્માનાં કઠોર વચન સાંભળી કુલપતિનું અંતઃકરણ ઘવાયું. ‘આ તપસ્વી અવશ્ય ઉગ્ર કષાયથી ઘેરાઈ ગયો લાગે છે. આનું ચિત્ત કષાયથી કલુષિત થઈ ગયું છે... આ સમયે રાજા ગુણસેનને આની પાસે દર્શનાર્થે નહીં આવવા દેવો જોઈએ. તેને બારોબાર વિદાય આપી દેવી- એ જ મને ઉચિત લાગે છે. જો આ તપસ્વી રાજાને જોશે... તો ભડકો થઈ જશે... ભાન ભૂલીને અગ્નિશમાં ન બોલવાના શબ્દો બોલશે. રાજાના હૃદયને વીંધી નાંખશે... બાળી નાંખશે.
તાપસકુમારને લઈને કુલપતિ આર્ય કૌડિન્ય, જે તરફથી રાજા સપરિવાર આવી રહ્યો હતો તે દિશામાં પચાસેક પગલાં સામે ગયા. કુલપતિએ ઉદાસ અને ઉદ્વિગ્ન રાજાને રાણીઓના પરિવાર સાથે પગે ચાલીને આવતો જોયો. કુલપતિનું હૃદય દુભાયું.
* રાજાએ સપરિવાર, કુલપતિને વિનયથી પ્રણામ કર્યાં.
* કુલપતિએ સહુને આશીર્વાદ આપ્યા, અભિનંદન આપ્યાં. *પરિવારસહિત રાજા નતમસ્તકે બે હાથ જોડી ઊભો રહ્યો. * મૌન... વિષાદ... અને આંસુથી વાતાવરણ ભારેખમ થઈ ગયું. કુલપતિએ સહાનુભૂતિથી કહ્યું : ‘રાજન, આ બાજુ આવો, આપણે ચંપકવૃક્ષોની ઘટામાં બેસીએ.’
રાજાએ ભીના સ્વરે કહ્યું : ‘જેવી આપની આજ્ઞા...’
કુલપતિની પાછળ સપરિવાર રાજા ચંપકવૃક્ષોની ઘટામાં ગયા. ત્યાં એક સ્વચ્છ શીલા પર મુનિકુમારે દર્ભાસન મૂક્યું. કુલપતિ તેના પર બેઠા. મુનિકુમાર કુલપતિની પાછળ જઈને ઊભા રહ્યા. રાજા અને રાણીઓનો સમૂહ કુલપતિની આગળ વિનયથી બેઠો.
કુલપતિ બોલ્યા : ‘રાજન, અંતઃપુર સાથે આ રીતે આટલે દૂર પગે ચાલીને આવવાનું અનુચિત કાર્ય કેમ કર્યું?'
રાજાએ દુ:ખી હૈયે કહ્યું : ‘હૈ પૂજ્ય, અમે અનુચિત કરનારા જ છીએ. પ્રમાદથી મહાતપસ્વીને મરણાંત કષ્ટ આપીને મેં અધમ કૃત્ય કર્યું છે. એ મહાત્માને ધર્માંતરાય કરવાનું મહાપાપ કર્યું છે.’
‘વત્સ, સંતાપ ના કર. ભવિતવ્યતા બળવાન હોય છે.'
‘ભગવંત, હવે હું આપના આશ્વાસનને પામવા પણ યોગ્ય રહ્યો નથી. હું તો એ મહાતપસ્વી અગ્નિશર્માનાં દર્શન કરી નિર્મળ બનવા અહીં આવ્યો છું. એ મહાતપસ્વી
શ્રી સમરાદિત્ય મહાકા
For Private And Personal Use Only
ЕЧ
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ક્યાં બિરાજે છે?’
‘રાજન, આટલો બધો ખેદ ના કરો, એ તપસ્વીએ તમારા પ્રત્યેના દ્વેષથી પ્રેરાઈને અનશન નથી કર્યું. આ તો તપસ્વી-જનોનો આચાર છે કે. ‘આયુષ્યના અંત સમયમાં અનશન કરીને દેહત્યાગ કરવો.’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘પ્રભો, આ બધી વાતો, આપ મને શાન્તિ પમાડવા કરો છો. હું સત્ય હકીકત જાણું છું... એટલે નિરર્થક વાર્તા કરવી નથી. મારે તો એ મહાત્માની પાસે જવું છે.'
‘રાજન, અત્યારે એ મહાત્મા ધ્યાનમાં લીન છે, માટે તમે અત્યારે એના દર્શન નહી કરી શકો. એના ધ્યાનમાં શા માટે અંતરાય કરવો? માટે હમણાં તમે નગરમાં જાઓ બીજા કોઈ દિવસે દર્શન કરવા આવજો.’
રાજાએ મ્લાન મુખે અને દીનભાવે કહ્યું : ‘જેવી આપની આજ્ઞા. ફરી કોઈ સમયે આવીશ.’
રાજા ઊભો થયો. કુલપતિને પ્રણામ કર્યા... અને નગર તરફ ચાલી નીકળ્યો. તેની બધી આશાઓ અને ઉમંગો પર પાણી ફરી વળ્યું હતું. દુઃખ, વેદના અને આંસુ સિવાય એના જીવનમાં કંઈ બચ્યું ન હતું.
કુલપતિની પાછળ ઊભેલા મુનિકુમારના હૃદયમાં રાજા પ્રત્યે સહાનુભૂતિ પ્રગટી હતી. તેઓ રાજાની સાથે તપોવનની બહાર નીકળ્યા અને હળવેથી રાજાને કહ્યું : ‘મહારાજા, કુલપતિનાં વચનો ૫૨ દુઃખ ના લગાડતા. કુલપતિને તો આપના પ્રત્યે અતિ વાત્સલ્ય છે. આ તો જ્યારે આપ તપોવનમાં પધાર્યા, અગ્નિશર્માને સમાચાર મળ્યા, તેમણે કુલપતિને બોલાવીને સ્પષ્ટ શબ્દોમાં અતિ ક્રોધથી કહ્યું : ‘મારે એ પાપી રાજાનું કાળું મુખ જોવું નથી, એને મારી પાસે આવવા ના દેશો... ત્યાંથી જ વિદાય કરી દેશો...' એટલે કુલપતિ આપની સામે આવ્યા અને અગ્નિશર્મા પાસે નહીં જવા માટે આપને કહ્યું. એ કંઈ ધ્યાન ધરતા નથી, એ તો આજ સવારથી, આપના ઘરેથી પાછા આવ્યા પછી, આપના જ દોર્ષા બોલે છે. અતિ ક્રોધ કરે છે...'
ES
મુનિકુમાર ઊભા રહી ગયા.
રાજાએ અને પરિવારે મુનિકુમારને પ્રણામ કર્યા. મુનિકુમારની આખો આંસુભીની થઈ ગઈ. તેઓ સત્વરે તપોવન તરફ પાછા વળી ગયા. તેઓ સ્વગત બોલ્યા : ‘હવે મહારાજા તપોવનમાં ક્યારેય નહીં આવે...’
મહારાજાએ ભોજન ના કર્યું.
For Private And Personal Use Only
ભાગ-૧ ♠ ભવ પહેલો
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેઓ સીધા જ પોતાના શયનખંડમાં ગયા. પ્રતિહારીને સૂચના આપી : ‘આજે કોઈને પણ હું મળીશ નહીં. કોઈને પણ મારા ખંડમાં પ્રવેશ આપીશ નહીં,’
પશ્ચિમ દિશાના ગવાક્ષની બારી ખોલીને, મહારાજા ત્યાં રહેલા આસન પર બેઠા, પશ્ચિમ દિશામાં રમણીય ઉદ્યાન હતું. આમ્રવૃક્ષો, ચંપકવૃક્ષો અને અશોકવૃક્ષોની ઘટાઓ હતી. નિર્દોષ પશુ-પક્ષીઓ ત્યાં મુક્ત મનથી નિર્ભયપણે ક્રીડા કરતાં હતાં.
મહારાજા ગુણસેન અનિમેષ નયને ઉદ્યાન તરફ જોઈ રહ્યા હતા, તેમનું ચિત્ત અસ્વસ્થ હતું, વ્યથિત હતું. વિચારોનો વંટોળ ઊઠ્યો હતો.
બાલ્યકાળમાં જાણી-બૂજીને એને દુઃખ આપ્યું, ત્રાસ આપ્યો. અને અત્યારે... જ્યારે યૌવનની ઉત્તરાવસ્થા છે ત્યારે, એ મહાત્માને સુખ આપવાની જ ઇચ્છા હોવા છતાં સુખ ના આપી શક્યો... એમના દુઃખમાં જ નિમિત્ત બન્યો...
મને ક્યાં ખબર હતી કે એ બ્રાહ્મણ-પુત્ર અગ્નિશર્મા, ક્ષિતિપ્રતિષ્ઠિત નગરથી ભાગીને... આ તપોવનમાં આવીને તાપસ બની ગયો છે! અહીં આ નગરમાં આવ્યા પછી પણ મને ક્યાં ખબર હતી કે જેને મેં અને મારા મિત્રોએ ઘોર ત્રાસ આપેલો, એ અગ્નિશમાં અહીંના તપોવનમાં રહેલો છે!
મારું અહીં વસંતપુરમાં આવવું... તપોવનમાં જવાનું કુલપતિ તરફથી આમંત્રણ મળવું... ત્યાં જવું ને અગ્નિશર્માનાં દર્શન થવાં... આ બધું કેવી રીતે બની ગયું? શા માટે મેં પારણા માટે એને આગ્રહપૂર્ણ આમંત્રણ આપ્યું? જો આમંત્રણ જ ના આપ્યું હોત અને માત્ર દર્શન કરીને આવી ગયો હોત તો આવું દુઃખદ પરિણામ ના
આવત...
પરંતુ મારા મનમાં એ મહાતપસ્વી પ્રત્યે બહુમાન જાગી ગયું! એના શરીરની કુરૂપતા મને ના દેખાઈ, એનાં વ્રતો અને એની તપશ્ચર્યાએ મને આકર્ષી લીધો...
એના કરતાં, એની કુરૂપતાએ મારા મનમાં અણગમો પેદા કર્યા હોત તો સારું થાત. હું એને પારણા માટે આમંત્રણ ન આપત... એ મારા મહેલે ના આવત... તો આજે જે પરિણામ આવ્યું તેવું પરિણામ ના આવત...
ઠીક છે. એની ઉગ્ર તપશ્ચર્યા અને પારણા માટેની વિશિષ્ટ પ્રતિજ્ઞા જાણીને પહેલી વાર મેં પારણા માટે નિમંત્રણ આપ્યું. હું શિરોવેદનાથી અતિ ત્રસ્ત બન્યો... ને પારણું ના કરાવી શક્યો... છતાં એ મહાત્માના ચિત્તમાં મારા પ્રત્યે વેરભાવ નહોતો જાગ્યો... એમણે મારી પરિસ્થિતિને સમજીને મનનું સમાધાન કરી લીધું હતું... એ વખતે હું ભાવાવેશમાં તણાઈ ગયો... ને ફરીથી પારણા માટે મેં ઘણો આગ્રહ કર્યો... જો મેં એ આગ્રહ ના કર્યો હોત... તો કુલપતિ એ તપસ્વીને મનાવીને
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મારી પ્રાર્થનાનો એની પાસે સ્વીકાર ના કરાવત અને આવી દુઃખદ પરિસ્થિતિ ઊભી
ના થાત.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરંતુ આવું કેમ બન્યું? એ તપસ્વીના પારણાના દિવસે જ મને શિરોવેદના કેમ ઊપડી? બીજા પારણાના દિવસે જ યુદ્ધ-પ્રયાણનું નિમિત્ત કેમ ઊભુ થયું, ત્રીજા પારણાના જ દિવસે પુત્રજન્મ કેમ થયો? પારણાના દિવસ સિવાયના દિવસોમાં આવી આકસ્મિક ઘટનાઓ ના બની... આવો યોગાનુયોગ હશે? મારા ભાગ્યમાં એ મહાત્માને પારણું કરાવવાનું સુકૃત નહીં લખાયેલું હોય? મારા નિમિત્તે જ એ મહાત્માને આવું ઘોર કષ્ટ આવવાનું હશે.?
મારી વિશુદ્ધ ભાવના હતી પારણું કરાવવાની. કોઈ દંભ ન હતો, કોઈ કપટ ન હતું... ખરેખર, એ મહાત્મા પ્રત્યે મારા હૃદયમાં બહુમાનનો ભાવ હતો... ને આજે પણ છે... પરંતુ એ તપસ્વીના હૃદયમાં મારા પ્રત્યે વેરભાવ જાગી ગયો છે. એ બહુ ખોટું થયું છે... મારા નિમિત્તે કુલપતિને પણ એ આક્રોશપૂર્ણ વચનો સંભળાવે છે... કુલપતિનો વિનય-સત્કાર નથી કરતો... બહુ મોટો અનર્થ થયો.
એને મારા આશયમાં શંકા પેદા થઈ ગઈ. ‘આ રાજા બાલ્યકાળથી મારો દુશ્મન છે. બાલ્યકાળથી મને ઘોર ત્રાસ આપે છે... અત્યારે પણ એ મને મારી નાંખવા માટે જ જાણી બૂજીને પારણાં નથી કરાવતો...
મારી સાથે ક્રૂર ૨મત રમે છે... મારી કદર્થના કરે છે, મારો ઉપહાસ કરે છે... એ મારો દુશ્મન છે...'
શું કરું? એ મહાત્માને હું કેવી રીતે સમજાવું કે ‘હું તમારો દુશ્મન નથી. મને તમારા પ્રત્યે દુશ્મની નથી... મારા મનમાં તમારા પ્રત્યે પૂર્ણ પ્રેમ છે, શ્રદ્ધા છે. તમારી ઉગ્ર તપશ્ચર્યાનાં ચરણોમાં હું ઢળી પડેલો તમારો ભક્ત છું. મેં તમારી સેવા સાચા ભાવથી કરેલી છે...
હા, બાલ્યકાળમાં ને તરુણ અવસ્થામાં તમને ઘોર પીડા આપેલી... તમને મારું રમકડું સમજીને... તમારી સાથે ક્રૂરતાપૂર્ણ ખેલ ખેલેલા... પરંતુ એ મારાં પાપોનો ઘોર પશ્ચાત્તાપ તમારી સામે જ કર્યો હતો. આજે પણ... એ બધાં પાપો સ્મૃતિમાં આવે છે ત્યારે મારી જાત પ્રત્યે મને ઘોર ઘૃણા પ્રગટે છે.'
Ev
પરંતુ અત્યારે આ બધું મારે એમને કેવી રીતે સમજાવવું? તેમને આશ્રય આપનાર, તાપસધર્મ આપનાર, તપશ્ચર્યામાં સહાય કરનાર કુલપતિ પણ એને સમજાવી શકે એમ નથી. તો પછી હું કેવી રીતે સમજાવી શકું?
વળી, એ મહાત્માએ હવે અનશન કર્યું છે... મારા પ્રત્યેની વેર ભાવનાથી પ્રેરિત
ભાગ-૧૦ ભવ પહેલો
For Private And Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થઈને અનશન કર્યું છે. સોમદેવે આપેલા સમાચાર સાચા છે. કુલપતિ મારા મનનું સમાધાન કરવા ભલે કહે કે “સાધુઓ અંતકાળે અનશન કરીને મૃત્યુને ભેટે છે, આ એમનો આચાર છે.' ના, અગ્નિશર્માએ કરેલું અનશન, આચારપાલનનું નથી, પરંતુ મારા પ્રત્યેના દ્વેષમાંથી પ્રગટેલું છે.
ખેર, તપસ્વીનો પોતાના શરીર પ્રત્યે નિઃસ્પૃહ હોય છે અને અનશન કરીને મૃત્યુને ભેટે છે, એનો મને રંજ નથી. રંજ થાય છે એના સંકલ્પનો. સોમદેવને મળેલા તાપસે સોમદેવને એના સંકલ્પની વાત કરી હતી.. એ તાપસ પણ વાત કરતાં કરતાં રડી રહ્યો હતોભવોભવ મને મારનારા બનવાની એની તીવ્ર ઇચ્છા.. એના તાપસવ્રતને અનુરૂપ નથી. અત્યંત વિપરીત છે. એવી તીવ્ર પાપ કરી, એ મહાતપસ્વી શું તાપસ જીવનને હારી નથી ગયો? લાખો-કરોડો માસક્ષમણની તપશ્ચર્યા પર એણે પાણી નથી ફેરવ્યું? મારું જે થવું હશે તે થશે, મને એની ચિંતા નથી. રાજાઓ પ્રાયઃ મરીને નરકમાં જાય છે. એમ ઋષિ-મુનિઓ કહે છે. મારાં કરેલાં પાપોથી મારે નરકમાં જવું પડશે, એનો મને ખેદ નથી, પરંતુ મારા નિમિત્તે એ તપસ્વી એનાં હતો અને તપને હારી જાય છે એનું મને ઘણું દુઃખ છે.
હવે મારે તપોવનમાં જવું જોઈએ શું? ના, હવે મારા ત્યાં જવાથી એ મહાત્માનો ક્રોધ વધશે. એ કલપતિની ઉપાધિ વધશે... અને ત્યાં રહેલા તાપસો, અગ્નિશર્માના પ્રચંડ સ્વભાવથી ભય પામશે. માટે હવે હું તપોવનમાં નહીં જાઉં.
પરંત પ્રતિદિન તપોવનના સમાચાર તો અહીં મને મળ્યા કરવાના જ.. એ ન સાંભળવા જેવી વાતો સાંભળવાથી ક્યારેક મારા મનમાં એ મહાત્મા પ્રત્યે દુર્ભાવ જાગી જાય.. માટે મારે આ વસંતપુર છોડીને ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં જવું જોઈએ... એટલે દૂર અહીંના સમાચાર સાંભળવા નહીં મળે.
ના, અહીં હવે નથી રહેવું. જો પુરોહિત સોમદેવ આવતી કાલનું મુહૂર્ત આપે તો આવતી કાલે જ અહીંથી પ્રયાણ કરી દઉં... આ પ્રદેશ છોડી જઈશ... તો જ, મને પણ શાન્તિ મળશે.
અને, અગ્નિશર્મા જાણશે કે હું વસંતપુરથી ચાલ્યો ગયો છું,' તો એને પણ સંતોષ થશે. માટે અહીંથી મારે પહેલામાં પહેલા મુહૂર્ત નીકળી જવું જોઈએ.... અત્યારે જ સોમદેવને બોલાવી લઉં.'
રાજા ઊભા થયા... દરવાજા પાસે ગયા. ને અટકી ગયા. પાછા એ ઝરૂખા પાસે આવીને ઊભા.
‘મહારાણી અને નવજાત રાજકુમારનું શું? એ આવતી કાલે કેવી રીતે પ્રયાણ કરી શકશે? આજે પ્રભાતે તો એણે પુત્રજન્મ આપ્યો છે...' રાજા મૂંઝાયા. શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“ચાલો, સોમદેવની સલાહ લઈશું. કોઈ રસ્તો કાઢશે એ. પરંતુ વધુ સમય હવે અહીં તો નથી જ રહેવું.”
મહારાજાએ ખંડનું દ્વાર ખોલી, પ્રતિહારીને બોલાવી, આજ્ઞા કરી : પુરોહિત સોમદેવને હમણાં જ બોલાવી લાવ.'
૦ ૦ ૦ “સોમદેવ, આપણે, ક્ષિતિપ્રતિષ્ઠિત જવું છે. પ્રયાણનો શ્રેષ્ઠ દિવસ જુઓ.’
સોમદેવે મહારાજાની સામે જોયા કર્યું. પછી આંખો બંધ કરી મુહુર્ત અંગે વિચાર કરી લીધો. “મહારાજા, આવતી કાલનો દિવસ પ્રયાણ માટે શ્રેષ્ઠ છે.”
બહુ સરસ સોમદેવ, આવતી કાલે પ્રયાણ કરીએ, પરંતુ મહારાણી નવજાત કુમાર સાથે આટલી લાંબી યાત્રા કરી શકશે ખરાં?'
સોમદેવ વિચારમાં પડી ગયા. પછી મહારાજા સામે જોઈને પૂછ્યું : શું આવતી કાલે નીકળી જ જવું છે? મુહૂર્ત તો પછી પણ બીજા મળશે.' હા, આવતી કાલે નીકળી જ જવું છે. હવે અહીં ગૂંગળામણ થાય છે.'
તો પ્રવાણ ધીમી ગતિએ કરવું જોઈએ. મહારાણી નવજાત કુમાર સાથે મોટા રથમાં રહી શકશે. માતા-પુત્ર શયન કરી શકે એવો મોટો રથ છે આપણી પાસે. રથમાં બેઠા પછી રથ બંધ થઈ શકે છે. માત્ર રથનો સારથિ બહાર રહે. આપ આજ્ઞા કરો તો એ રથને તૈયાર કરાવું.'
‘તમે રથ તૈયાર કરાવો, હું મહારાણીને મળીને ક્ષિતિપ્રતિષ્ઠિત જવાની વાત કરું. જો તેમને થોડા દિવસ અહીં રહેવું હશે તો પણ વાંધો નથી. પાછળથી તેઓ આવી શકશે.'
પરંતુ મહારાણી વસંતસેના પાછળ શાની રહે? એણે પરિચારિકા દ્વારા મહારાજાને કહેવરાવી દીધું : “હું આપની સાથે જ આવીશ.”
પ્રયાણની જાહેરાત થઈ ગઈ. * રાજપરિવારે તૈયારીઓ આરંભી દીધી. જ નગરવાસીઓને દુઃખ થયું.
બીજા દિવસે શુભ મુહૂર્ત પ્રયાણ થઈ ગયું.
ક્ષિતિપ્રતિષ્ઠિત નગરને રાજપુરુષોએ શણગાર્યું હતું. રાજમાર્ગો પર સુગંધી જલનો છંટકાવ કર્યો હતો. વિવિધ સુગંધી પુષ્પોની માળાઓ સજાવી હતી. “સર્વતોભદ્ર'
ભાગ-૧ ૪ ભવ પહેલો
ઉ00
For Private And Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નામના રાજમહેલને રાજ્યના પ્રસિદ્ધ કલાકારો દ્વારા સુશોભિત કરવામાં આવ્યો હતો.
વાજિંત્રોના મંગલઘોષ સાથે અને હજારો નગરજનો સાથે સપરિવાર મહારાજા ગુણસને નગર પ્રવેશ કર્યો. તરત જ રાજસભાનું આયોજન કરવામાં આવ્યું. “મહારાણી વસંતસેનાએ પુત્રરત્નને જન્મ આપ્યો છે.”
આ વાત રાજપુરોહિત સોમદેવે, મહારાજાના આગમન પૂર્વે જ પ્રકાશિત કરી દીધી હતી, એટલે નગરશ્રેષ્ઠીઓ અને મંત્રીમંડળ, શ્રેષ્ઠ ભેટ-સોગાતો લઈને આવ્યા હતા. રાજાને સહર્ષ ભેટ અર્પણ કરવામાં આવી.
નૃત્યાંગનાઓનાં નૃત્ય થયાં. સંગીતકારોએ સ્વાગત ગીત ગાયાં. સહુનાં ચિત્ત પ્રસન્ન થઈ ગયાં. મહારાજા ગુણસેને સભાને સંબોધીને પ્રશ્ન કર્યો : “મહાનુભાવો, આજે નગરમાં કોઈએ કોઈ આશ્ચર્યકારી વસ્તુ જોઈ છે? અદ્દભુત ઘટના જોઈ છે?”
સભાજનો એક-બીજા તરફ જુએ છે. ત્યાં એક યુવક ઊભો થયો. તેનું નામ કલ્યાણક હતું. તેણે મહારાજાને પ્રણામ કરીને કહ્યું :
મહારાજા, આજે જ પ્રભાતે અશોકદત્ત શ્રેષ્ઠીના ‘અશોકવન' નામના ઉદ્યાનમાં પધારેલા એક અદ્વિતીય પ્રતિભાના ધારક મુનિશ્રેષ્ઠને મેં જોયા.
ગંધાર' દેશના રાજા સમરસેનના ભત્રીજા લક્ષ્મીસેનના તેઓ સુપુત્ર છે. શ્રમણજીવન અંગીકાર કરીને, જ્ઞાન-ધ્યાનથી પરિપૂર્ણ બની તેઓ આચાર્યપદને પામેલા છે. તેમનું નામ વિજયસેન છે.
કેવું અદ્ભુત છે તેમનું રૂપ-લાવણ્ય! તેમના રૂપના તેજથી જાણે ચારે દિશાઓ પ્રકાશિત થઈ ગઈ છે, છતાં તેમના મુખ પર ચંદ્ર જેવી સૌમ્યતા છે! યૌવન-વયમાં હોવા છતાં તેમનાં તન-નયન અવિકારી છે. સર્વ સંગના ત્યાગી હોવા છતાં એ મહાપુરુષ, સર્વ જીવો પર ઉપકાર કરનારા છે. સાક્ષાત્ ધર્મમૂર્તિ જ જોઈ લ્યો!
“મહારાજા, એક-એક ગામ-નગરમાં એક-એક માસનો નિવાસ કરતા તેઓ આજે આપના નગરમાં પધાર્યા છે. વિશાળ મુનિવૃંદ તેમના ચરણોની સેવામાં તત્પર છે. તેઓ દ્વાદશાંગીના જ્ઞાતા તો છે જ, તદુપરાંત અવધિજ્ઞાન” અને “મન:પર્યવજ્ઞાન” નામના બે વિશિષ્ટ જ્ઞાન હોવાથી તેઓ ત્રિકાળ જ્ઞાની છે.
તેઓને જોતાં આપણા રોમેરોમ ખીલી જાય છે. તેવું તેમનું સુંદર રૂપ છે. તેમનાથી જાણે આ પૃથ્વી શોભી રહી છે. તેઓ પોતાના સાધુધર્મમાં અત્યંત લીન છે...
મને તો લાગે છે કે સર્વે કુશળ કર્મોનાં સર્વે ફળ તેમને પ્રાપ્ત થયેલાં છે. આવા
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૦૧
For Private And Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિજયસેન આચાર્યદેવનાં દર્શન કર્યા પછી, આ વિશ્વમાં બીજું કંઈ દર્શનીય મને લાગતું નથી.'
કલ્યાણક, આચાર્યનું વર્ણન કરતાં કરતાં ગદ્દગદ થઈ ગયો. તેની આંખો હર્ષનાં આંસુથી છલકાઈ ગઈ... તેના રોમ-રોમ વિકસ્વર થઈ ગયાં. મહારાજા ગુણસેન પણ, કલ્યાણકના મુખે આચાર્યના ગુણો સાંભળતાં સાંભળતાં.... ગળગળા થઈ ગયા. કલ્યાણકને પોતાની પાસે બોલાવી, એના માથે હાથ મૂકી કહ્યું : “વત્સ, ખરેખર તું પુણ્યશાળી છે કલ્યાણક! તેં તારાં બે લોચનોને. એ મહાપુરુષનાં દર્શનથી ધન્ય બનાવી દીધાં! જો કોઈ વિબ નહીં આવે તો આવતી કાલે પ્રભાતે એ આચાર્યદેવનાં દર્શન કરવા જઈશ.”
મહારાજાએ કલ્યાણકને પ્રેમથી રત્નહાર પહેરાવ્યો. આ સભાનું વિસર્જન થયું.
0 0 0 એક મહિનાની દીર્ઘ અને કંટાળાજનક યાત્રાથી મહારાજા ગુણસેન થાકી ગયા હતા. વસંતપુરથી ક્ષિતિપ્રતિષ્ઠિત પહોંચતા-પહોંચતા તેઓ તનથી અને મનથી અતિ ખેદ અનુભવતા હતા.
નગરશ્રેષ્ઠીઓ અને રાજ્યમંત્રીઓની સતત અવરજવરથી દિવસ પસાર થઈ ગયો. રાત્રિનો પ્રારંભ થતાં જ મહારાજા નિદ્રાધીન થઈ ગયા. બે પ્રહરની ગાઢ નિદ્રા પૂરી થતાં, મધ્યરાત્રિના સમયે તેમની આંખો ખૂલી.
શયનખંડમાં ઘીના સ્વર્ણ-દીપકો ધીમા-ધીમાં સળગી રહ્યા હતા. શયનખંડની બહાર સશસ્ત્ર સૈનિકો પહેરો ભરી રહ્યા હતા. મહારાજા પલંગમાં બેસી ગયા. એકાંત હતું. નીરવ શાન્તિ હતી. તેમના મનમાં રાજ્યસભામાં કલ્યાણકે, આચાર્ય વિજયસેનનો આપેલો શાબ્દિક પરિચય... સાકાર બનીને ઉપસ્થિત થયો.
અમાસની ઘોર અંધારી રાતમાં પણ કોઈ તારા આકાશમાં ચમકતા હોય છે, તેમ મારા દુર્ભાગ્યની અંધકારમય જીવનરાત્રિમાં પુણ્યના બે-ચાર તારા ચમકે છે ખરાં. આજે અહીં આવતાંની સાથે જ મને કેવા મંગલમય-કલ્યાણકારી સમાચાર મળ્યા! મારા નગરપ્રવેશના દિવસે જ એ મહાત્મા વિજયસેન આચાર્ય પણ નગરમાં પધાર્યા! કેવો યોગાનુયોગ! તેઓ ભર યુવાનીમાં છે... અત્યંત રૂપવાન છે.... વિકારરહિત છે, કામવિજેતા છે!
૧૨
ભાગ-૧ * ભવ પહેલો
For Private And Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ક્ષમા અને વાત્સલ્યના મહોદધિ છે!
સાક્ષાત ધર્મમૂર્તિ છે...
ત્રિકાળજ્ઞાની છે...!
આવી વિરલ વિભૂતિના મેં ક્યારેય દર્શન નથી કર્યાં. હા, તપોવનમાં આર્ય કૌડિન્યનાં દર્શન કર્યા, પરંતુ તેઓ વૃદ્ધ છે, યુવાન નથી. તેઓ તપસ્વી છે, પરંતુ ત્રિકાળજ્ઞાની નથી. તેઓ અવિકારી છે, પરંતુ અત્યંત રૂપવાન નથી...
આ વિજયસેન આચાર્યમાં તો રૂપ, જ્ઞાન અને યૌવનનો સુભગ સમન્વય થયેલો છે. રૂપ, લાવણ્ય અને પુણ્યનો પુનિત સંગમ થયેલો છે. કેવી કમનીય એમની દેહાકૃતિ હશે?
કલ્યાણકે કહ્યું કે તેઓ રાજકુળમાં જન્મેલા હતા. રાજકુમાર હતા. તો પછી... રાજ્યનાં સુખો ત્યજી તેઓ સાધુ કેમ બની ગયા હશે? એમને એવું તે કેવું દુઃખ પડયું હશે? આવું હશે કોઈ દુઃખ... કારણ કે આ જીવલોક દુઃખોથી જ ભરેલો છે... તેથી વૈરાગી બની ગયા હશે...?
હું કાલે સવારે એ મહાત્માનાં દર્શન માટે જઈશ.
એમના વૈરાગ્યનું કારણ પૂછીશ!
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમના મુખે મધુર ધર્મોપદેશ સાંભળીશ.
કેવી મધુર હશે એમની વાણી? પુણ્યશાળી-સૌભાગ્યશાળી મહાપુરુષોની વાણી સાકર કરતાં વધારે મીઠી હોય છે અને ચંદન કરતાં વધારે શીતળ હોય છે...
શ્રી સમરાદિત્ય મહાકા
તેમાં, આ તો કરુણાની ખળખળ વહેતી સરયૂ જેવા સાધુપુરુષ છે. સાધુપુરુષોની વાણી તો મધુર અને શીતળ જ હોય છે. આર્ય કૌડિન્ય કુલપતિની વાણી પણ કેવી મધુર હતી! કેવી શીતળ હતી!
નગરમાં ઘોષણા કરાવીશ : ‘અશોકદત્ત શ્રેષ્ઠીના નંદનવનમાં બિરાજમાન ત્રિકાળજ્ઞાની આચાર્ય વિજયસેનનાં દર્શન કરવા અને તેમની ધર્મવાણી સાંભળવા સહુ નગરવાસીઓએ જવાનું છે. મહારાજાની આજ્ઞા છે.'
For Private And Personal Use Only
૧૦3
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું ૧૨ N/
અશોકદર શ્રેષ્ઠીનું અશોકવન, ક્ષિતિપ્રતિષ્ઠિત નગરની શોભા હતી. રાજ્યના ઉદ્યાન કરતાં પણ એ ચઢિયાતું ઉઘાન હતું.
ન્યાય અને નીતિના પાલનના દઢ આગ્રહી રાજાઓના જીવનમાં જેમ કોઈ દોષનું છિદ્ર જોવા મળતું નથી તેવી રીતે એ ઉદ્યાનમાં આમ્રવૃક્ષોની ઘટામાં કોઈ સૂર્યકિરણને પ્રવેશવાનું છિદ્ર જોવા મળતું નથી!
જેમ પુરુષો પરસ્ત્રીની સામે નીચી દૃષ્ટિ રાખીને ઊભા રહે છે તેવી રીતે રમણીય વાવડીઓના કાંઠે વૃક્ષો નીચા નમીને ઊભાં હતાં.
સજ્જન પુરુષોની હૃદયભૂમિ પર જેમ ચિંતાઓ આડીઅવળી પથરાયેલી હોય છે તેમ એ ઉદ્યાનની ભૂમિ પર અતિમુક્તની લતાઓ આડી-અવળી પથરાયેલી હતી.
જેમ દરિદ્ર કામી-વિકારી પુરુષોનાં હૃદય-વ્યાકુળ હોય છે, તેમ એ ઉદ્યાનના લતામંડપ, વિલાસી પુરુષોના વિરહમાં વ્યાકુળ બનેલા હતા.
લાલ કસુંબી પહેરેલી નવવધૂ જેમ રાજમાર્ગ પર જતી શોભે છે તેમ એ ઉદ્યાનના રાજમાર્ગો પર અશોક-વૃક્ષો શોભતાં હતાં.
તથા હિમાલયનાં ઉત્તુંગ શિખરો જેવાં ઊંચાં અને ઉજ્વલ શિખરોવાળાં ભવ્ય જિનમંદિરોથી એ ઉદ્યાન શોભી રહ્યું હતું.
આવા અશોક-વનમાં, નિર્જીવ ભૂ-પ્રદેશમાં વિશાળ મુનિર્વાદ સાથે આચાર્યશ્રી વિજયસેન બિરાજેલા હતા. પ્રભાતના સમયમાં મુનિવરો સ્વાધ્યાય-ધ્યાનમાં લીન હતા, એ સમયે મહારાજા ગુણસને સપરિવાર એ ઉદ્યાનમાં પ્રવેશ કર્યો.
તેમણે ચન્દ્ર જેવા સૌમ્ય આચાર્યનાં દર્શન કર્યા. રાજાને અત્યંત હર્ષ થયો. શરીર રોમાંચિત થઈ ગયું. આંખો આનંદાશ્રુથી ઊભરાઈ ગઈ. તેમણે આચાર્યને વિનયપૂર્વક પંચાંગ પ્રણિપાત કર્યો.
આચાર્ય વિજયસેને રાજાને “ધર્મલાભનો આશીર્વાદ આપ્યો, “ધર્મલાભ'નો શબ્દધ્વનિ કાને પડતાં ગુણસેનને લાગ્યું કે તેના શારીરિક અને માનસિક બધાં દુઃખો ચાલ્યાં ગયાં!
આચાર્યને વંદના કર્યા પછી, પરિવાર સહિત મહારાજાએ સર્વે મુનિવરોને ભાવપૂર્વક વંદના કરી, કુશળતા પૂછી, અને ત્યાર બાદ આચાર્યને પ્રણામ કરી, વિનયથી આચાર્યની સામે બેઠા. આચાર્યના અદૂભુત રૂપથી અને સ્વચ્છ ચારિત્રપાલનથી મહારાજા ખૂબ પ્રભાવિત થયા. તેમણે આચાર્યને પૂછ્યું :
“ભગવંત, મારા મનમાં એક જિજ્ઞાસા જાગી છે, આપની આજ્ઞા હોય તો એ જિજ્ઞાસા વ્યક્ત કરું.”
ભાગ-૧ % ભવ પહેલો
108
For Private And Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજન, તમારી જિજ્ઞાસા પ્રગટ કરી શકો છો.”
બે ક્ષણ મૌન રહી, મહારાજાએ આચાર્યની કરુણાપૂર્ણ આંખોમાં પોતાની આંખો પરોવીને પૂછયું :
“ભગવંત, મેં જાણવું છે કે આપ ગૃહસ્થાશ્રમમાં રાજ કુમાર હતા. આપની પાસે રાજવૈભવ હતો, વિપુલ સંપત્તિ હતી, આપનું અદ્ભુત રૂપ છે. યૌવન છે.. છતાં આપને વૈષયિક સુખો તરફ વૈરાગ્ય કેમ જાગ્યો? શા માટે આવાં દુષ્કર સાધુ-વ્રતો સ્વીકાર્યા?'
આચાર્યશ્રી વિજયસેનના મુખ પર સ્મિત આવી ગયું. તેમણે કહ્યું : “રાજેશ્વર, આ સંસારમાં વૈરાગ્ય થવાનું કારણ પૂછો છો તમે? રાજન, ડગલે ને પગલે આ સંસારમાં વૈરાગ્યનાં નિમિત્તો મળે છે. જોઈએ જ્ઞાનદૃષ્ટિ! જોઈએ અર્થપૂર્ણ ચિંતન અને વાસ્તવિક અવલોકન...
આ સંસારમાં ચાર ગતિ છે. નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ. આ ચાર ગતિમાં અનંત-અનંત જીવાત્માઓ જન્મે છે ને મરે છે. જન્મતા અને મરતા જીવો, અનંતકાળથી પરિભ્રમણ કરી રહ્યા છે. જન્મ અને મરણ, આ જ સંસારનાં બે મોટાં દુઃખ છે. આ બે દુઃખોમાં ફસાયેલા જીવોને સુખ છે જ ક્યાં? જ વીજળીના ઝબૂક જેવી સંપત્તિ.... પવનના સુસવાટા જેવું જીવન... સંધ્યાના રંગ જેવું આ યૌવન... ક્ષણવારમાં આ બધું નાશ પામનારું છે. તેમાં જ્ઞાની સમજદાર મનુષ્યને સુખનો અનુભવ કેવી રીતે થાય? આનંદનો અનુભવ કેવી રીતે થાય?
રાજન, જો સ્વસ્થ ચિત્તે મનુષ્ય ત્રણ પ્રશ્નો પોતાની જાતને પૂછે, તો એનું મન વિરક્ત બને .
હું કોણ છું? છે કયા કારણે અહીં મારો જન્મ થયો?
મૃત્યુ પછી હું કઈ ગતિમાં જન્મીશ? નિરાંતની પળોમાં તમે પૂછજો આ પ્રશ્નો તમારી જાતને!
અને, વિફરેલા સર્પની ફણા જેવા કામ-ભોગોની ભયંકરતા વિચારજો. શરદ ઋતુનાં વાદળો જેવા કામિની-સ્ત્રીઓના કટાક્ષોની ચપળતાને વિચારજો. હાથીના કાન જેવી સંપત્તિની ચંચળતા પર ચિંતન કરજો. વૃક્ષના પર્ણ પર રહેલા જલબિંદુઓ સમાન આ જીવનની ક્ષણિકતા પર ગંભીરતાથી મંથન કરજો..... વૈરાગ્ય પ્રગટ્યા વિના નહીં રહે. મને પણ આવા બધા ચિંતન-મનનથી વૈરાગ્ય થયો હતો.
મહારાજા, ભય-શોક-રોગ અને પ્રિયજન-વિયોગ વગેરે અનેક દુઃખોથી આક્રાન્ત શ્રી સમરાદિત્ય મહાકથા
૧૦પ
For Private And Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ મનુષ્ય લોકમાં સુખ ક્યાં છે? કેટલું છે? માત્ર સુખાભાસ છે... મૃગજળ છે... ઇન્દ્રજાળ છે.'
રાજા ગુણસને પૂછ્યું :
“ભગવંત, આવી જ્ઞાનદષ્ટિ, આપને કોઈ પ્રસંગ પામીને, કોઈ નિમિત્ત પામીને ખૂલી હશે ને? ને કોઈ મહાજ્ઞાનીના સમ્યફ પરિચયથી ખૂલી હશે?”
આચાર્ય ભગવંતે કહ્યું :
રાજન, એવું નિમિત્ત પણ મળ્યું હતું અને એવા એક મહાજ્ઞાની મહાત્માનો પરિચય પણ થયો હતો! ધણી રોમાંચક છે એ ઘટના! ઘણી રસમય છે મારા જીવનની એ કથા-વ્યથા!' “પ્રભો! એ સાંભળવાની જ મારી જિજ્ઞાસા છે. સંભળાવવાની કૃપા કર.” સાંભળો મારી આત્મકથા :
આજ પશ્ચિમ મહાવિદેહમાં “ગંધાર’ નામનો દેશ છે. તેમાં “ગંધારપુર' નામનું નગર છે. એ નગરનો નિવાસી હું ‘વિજયસેન' નામનો રાજકુમાર હતો.
રાજપુરોહિત સોમવસુનો પુત્ર વિભાવસુ' મારો પ્રાણપ્રિય મિત્ર હતો. અમારી મૈત્રીની પ્રશંસા સમગ્ર નગરમાં થતી હતી, અમે સાથે રમતા, સાથે જમતા, સાથે ફરતા. અને સાથે સૂઈ જતા હતા. પરંતુ જાણે કે અમારી મૈત્રીને કોઈની નજર લાગી, કે ગમે તે થયું... મારો એ મિત્ર વિભાવસુ એક દિવસ અચાનક જ રોગગ્રસ્ત થઈ ગયો.
વિભાવસુને રોગમુક્ત કરવા મેં ઘણા ઘણા ઔષધોપચાર કરાવ્યા. પરંતુ તેને સારું ન થયું... રાત-દિવસ હું એની પાસે જ રહેતો હતો. ધીરે ધીરે એ મૃત્યુ તરફ ઢસડાતો જતો હતો.. મારા દુઃખ અને સંતાપનો પાર ન હતો.
એક દિવસ એનું મૃત્યુ થઈ ગયું. એનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. મારું મન મિત્રની સ્મૃતિમાં અત્યંત વ્યાકુળ રહેતું હતું. મારું હરવાનું-ફરવાનું બંધ થઈ ગયું હતું. સારું ખાવાનું-પીવાનું-પહેરવાનું મેં છોડી દીધું હતું. મારું જીવન સાવ નીરસ બની ગયું હતું.
મારાં સ્વજનો, સ્નેહીજનો અને પ્રજાજનો... મારા પ્રત્યે ખૂબ જ સહાનુભૂતિ ધરાવતાં હતાં. મારાં સ્વજનો જાણતાં હતાં કે અમને બંને મિત્રોને સાધુપુરુષો પાસે જવાનું, એમનો પરિચય કરવાનું અને એમની સેવા કરવાનું ગમતું હતું.
એક દિવસે મારા ખંડમાં હું નિરાશ વદને બેઠો હતો, ત્યાં મહામંત્રીએ આવીને મને કહ્યું : “કુમાર, તમને ગમે એવા સમાચાર આપવા આવ્યો છું.” મેં ઊભા થઈ, મહામંત્રીનું સ્વાગત કર્યું. તેઓ મારી સામે ભદ્રાસન પર બેઠા, અને મને કહ્યું :
કુમાર, ગામ-નગરમાં વિહાર કરતા-કરતા ચાર મુનિવરો, નગરથી થોડે દૂર જે
ભાગ-૧ * ભવ પહેલો
For Private And Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર્વત છે, એ પર્વતની ગુફામાં પધારેલા છે, અને તેઓ ત્યાં વર્ષાકાળમાં સ્થિરતા કરવાના છે. મુનિવરો, શાન્ત, પ્રશાન્ત અને તપસ્વી લાગે છે...”
મહામંત્રીની વાત સાંભળીને મારું મન આનંદિત થયું. મિત્રના મૃત્યુ પછી પહેલી જ વાર મારા વિરહાગ્નિથી સળગતા હૃદય પર શીતળ જળનો છંટકાવ થયો.
મહામંત્રીજી, હું અવિલંબ એ મુનિવરોનાં દર્શન કરીશ.' મહામંત્રી ચાલ્યા ગયા.
મેં વસ્ત્રપરિવર્તન કર્યું. નોકરને કહી મારો અચ તૈયાર કરાવ્યો. અધ્યારૂઢ થઈ પર્વત તરફ ચાલ્યો. પરંતુ મારા મનમાં તો મારા એ સ્વર્ગસ્થ મિત્રના જ વિચારો હતા, “એ જીવંત હોત તો આજે અમે બંને સાથે જ મુનિવરોનાં દર્શન કરવા જાત. અમારા અશ્વો સાથે-સાથે ચાલતા હોત....”
વિચારોમાં ને વિચારોમાં ક્યારે પર્વતની તળેટી આવી ગઈ. તેની મને ખબર ન પડી. અશ્વ ઊભો રહી ગયો હતો. હું નીચે ઊતર્યો. અશ્વને ત્યાં છુટો મૂકી, ગુફા તરફ જતા પર્વતીય માર્ગ પર ચાલવા માંડ્યો.
આ ગુફા મારી જાણીતી હતી. આ ગુફામાં મોટા ભાગે યોગી, મુનિ અને તાપસો જ આવતા હતા, રહેતા હતા, અને સાધના કરીને ચાલ્યા જતા હતા. અમે બે મિત્રો એ બધાની પાસે આવતા-જતા હતા.
હું ગુફાના દ્વારે પહોંચ્યો.
મેં ચાર તેજસ્વી મુનિવરોનાં દર્શન કર્યા. બે મુનિવરો ધ્યાનલીન હતા, બે મુનિવરો સ્વાધ્યાયમગ્ન હતા, તેમના મુખ પર સૌમ્યતા હતી. મારા હૃદયમાં હર્ષ થયો. મેં ગુફામાં પ્રવેશીને એ ચારે મુનિવરોને વંદના કરી. તેઓએ મને “ધર્મલાભના આશીર્વાદ આપ્યા. મારા માટે “ધર્મલાભ' શબ્દ નવો હતો. કારણ કે જિનેશ્વરશાસનના મુનિવરોનાં હું પ્રથમ વાર જ દર્શન કરતો હતો.
હે મુનિવરો, આપને કુશળતા છે?” મેં કુશળપૃચ્છા કરી.
પરમાત્માની અને સદ્ગુરુની કૃપાથી અમે કુશળ છીએ.” જ્યેષ્ઠ મુનિવરે પ્રત્યુત્તર આપ્યો.
વર્ષાકાળમાં શું આપ અહીં સ્થિરતા કરવાના છો?' બે-ચાર દિવસથી જ વર્ષનો પ્રારંભ થવાનાં ચિહ્નો દેખાતાં હતાં, તેથી મેં તેમને આ પ્રશ્ન પૂછ્યો. ‘હા મહાનુભાવ, વર્ષાકાળ આ શાન્ત સ્થળમાં રહેવાની ભાવના છે.”
પરંતુ ભગવંત, નગર દૂર હોવાથી, ભિક્ષા માટે વર્ષાકાળમાં આપને તકલીફ નહીં પડે?
કુમાર, અમે ચારે મુનિ, મહિના-મહિનાના ઉપવાસ કરવાની ઇચ્છા રાખીએ છીએ. એટલે મહિને એક વાર જ ભિક્ષા માટે નગરમાં જવાનું થશે.” શ્રી સમસદિત્ય મહાકથા
૧૭.
For Private And Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહો, ધન્ય છે આપને! મહિના-મહિનાના ઉપવાસ કરીને જ્ઞાન-ધ્યાનમાં નિમગ્ન રહીને, આપ વર્ષાકાળ અહીં વિતાવશો! ખરેખર, આપ મહાન છો...”
કુમાર, આત્માને નિર્મળ કરવા માટે, કર્મનાં બંધનોથી મુક્ત કરવા માટે આ બે અમોધ ઉપાય છે : જ્ઞાન અને તપ.” હું હર્ષવિભોર બની ગયો હતો. પૂછ્યું :
ભગવંત, શું હું પ્રતિદિન અહીં આપની પાસે આવી શકે? મારા આવવાથી આપના જ્ઞાન-ધ્યાનમાં કે સાધુ જીવનના આચારપાલનમાં વિક્ષેપ તો નહીં થાય?”
મારા પ્રશનથી ચારે મુનિવરોના મુખ પર મીઠું સ્મિત રમી ગયું. જ્યેષ્ઠ મુનિવરે મને પ્રેમથી કહ્યું : “મહાનુભાવ, અમારે જેવી રીતે આત્મકલ્યાણ કરવાનું છે તેવી રીતે બીજા સુયોગ્ય આત્માઓ પર પણ ઉપકાર કરવાનો હોય છે. જિનેશ્વરોની આજ્ઞા છે કે સુયોગ્ય જીવોને ધર્મનો ઉપદેશ આપવામાં થાકવું નહીં. કેટાળવું નહીં. માટે વત્સ, તું પ્રતિદિન અહીં આવી શકીશ. અમે તને સર્વજ્ઞ પરમાત્માએ કહેલાં તત્ત્વોનો બોધ આપીશું.”
અહો, આપ કેવા કરુણાવંત છો. મારા જેવા અબોધ.. અજ્ઞાની અને તુચ્છ મનુષ્ય પર આપે અપાર કરુણા કરી. આપની પાસે પ્રતિદિન આવવાથી. આપનો બોધ પામવાથી. મારા સંતપ્ત આત્માને અપૂર્વ શાન્તિ મળશે.”
કુમાર, આધિ-વ્યાધિ અને ઉપાધિથી ભરેલા આ સંસારમાં જીવને એક માત્ર જિનવચનનો સાચો સહારો છે. જિનવચનથી જ સાચી શાન્તિ પ્રાપ્ત થાય છે.'
મેં વિચાર્યું : “આ મુનિવરો આજે વિહાર કરીને આવેલા છે. શ્રમિત થયેલા છે, વળી ભિક્ષાનો પણ સમય થયો છે. મારે હવે અહીંથી જવું જોઈએ.’ મુનિવરોને ભિક્ષા માટે આમંત્રણ આપ્યું, તેઓને પુનઃ પ્રણામ કર્યા અને ગુફામાંથી બહાર નીકળી, તળેટીમાં આવી, અધ્યારૂઢ બની નગરમાં આવ્યો.
વિભાવસુના મૃત્યુ પછી, ઘણા દિવસે મારા પરિવારે મને પ્રસન્ન મુખમુદ્રામાં જોયો. સહુને આનંદ થયો. સહુનાં હૃદય શાન્ત થયાં.
મેં મારાં માતા-પિતાને કહ્યું : પર્વતની ગુફામાં ચાર મહાન તપસ્વી મુનિવરો પધાર્યા છે. તેમનાં દર્શન કરીને સાચે જ, હું ધન્ય બની ગયો. તેમની વાણી સાંભળીને હર્ષવિભોર થઈ ગયો. તેઓ ચાર મહિના રહેવાના છે એ ગુફામાં, મહિનામહિનાના ઉપવાસ કરવાના છે. હું પ્રતિદિન એ મહાત્માઓનાં દર્શન કરવા જઈશ, એમની સેવા કરીશ. એમની ધર્મવાણી સાંભળીશ. એનાથી મારા મનને શાન્તિ મળશે, પ્રસન્નતા મળશે.'
માતા-પિતાએ રાજી થઈને અનુમતિ આપી. મેં ભોજન કર્યું. મારા ખંડમાં આવીને વિશ્રામ કર્યો... મારા મનમાં.. મારી કલ્પનામાં એ ચાર મુનિવરો સિવાય કંઈ જ
૧૮
ભાગ-૧ છે ભવ પહેલો
For Private And Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવ્યું નહીં. રાત્રે પણ એમના જ વિચારોમાં.મને ક્યારે ઊંઘ આવી ગઈ, તેની ખબર પડી નહીં.
બીજા દિવસે પ્રભાતે નિત્ય કાર્યોથી પરવારી, અશ્વારૂઢ બની હું એ મુનિવરો પાસે પહોંચી ગયો.
મુનિવરોને મેં હર્ષિત તન-મનથી વંદના કરી, તેમણે મને ‘ધર્મલાભ’નો આશીર્વાદ આપ્યો. ચારે મુનિવરોને વંદના કરી, તેમની કુશળતા પૂછી, વિનયપૂર્વક એમની સામે બેઠો.
ત્રણ મુનિવરો એમના સ્વાધ્યાયમાં લીન હતા. હું જ્યેષ્ઠ મુનિવર પાસે બેઠો હતો. મેં તેઓને પ્રશ્ન કર્યો :
‘મહાત્મનું, ધર્મનો પ્રારંભ ક્યાંથી થાય?’
‘શ્રદ્ધાથી,’ તેમણે ટૂંકો જવાબ આપ્યો.
‘પ્રભો, શ્રદ્ધાનું સ્વરૂપ સમજાવશો?’
‘અરિહંત જ મારા પરમાત્મા, જિનાજ્ઞાના પાલક સાધુપુરુષો મારા ગુરુ અને સર્વજ્ઞપ્રણિત ધર્મ જ મારો ધર્મ, આવી માન્યતાને શ્રદ્ધા કહેવાય.'
અરિહંત કેવા હોય ?’
‘રાગ નહીં. દ્વેષ નહીં. વીતરાગ હોય. ત્રિકાળજ્ઞાની હોય. લોકાલોકનાં સર્વ દ્રવ્યોના, સર્વ પર્યાયોના જ્ઞાત અને દ્રષ્ટા હોય.'
તેઓ ધર્મતીર્થની સ્થાપના કરનારા હોવાથી ‘તીર્થંકર' કહેવાય છે. તીર્થંકરોના બાર વિશિષ્ટ ગુણો હોય છે. તેઓ જે સમવસરણમાં ધર્મોપદેશ આપે છે, તે સમવસરણની રચના દેવો કરતા હોય છે. સોના-રૂપા અને રત્નોના ત્રણ ગઢની રચના કરી તેના ઉપર મણિ-મઢેલું નયનરમ્ય સિંહાસન મૂકે છે. તેના ઉપર તીર્થંકર ધર્મદેશના આપે છે. સમવસરણ ઉપર અશોકવૃક્ષની છાયા હોય. તીર્થંકરના ઉપર ત્રણ છત્ર હોય, તીર્થંકરના મસ્તકની પાછળ ભામંડલ હોય, બે બાજુ દેવો ચામર ઢાળે... આકાશમાં દેવો દુંદુભિ વગાડે, દિવ્યધ્વનિ કરે અને પુષ્પવૃષ્ટિ કરે.
લોકાલોક-પ્રકાશક તેઓનું જ્ઞાન હોય.
સહુ જીવો પોતપોતાની ભાષામાં સમજી શકે તેવી વાણી હોય, દેવો, દેવેન્દ્રો અને સમ્રાટો એમના ચરણોની પૂજા કરે,
જ્યાં જ્યાં તેઓ વિચરે ત્યાં ત્યાં રોગ-ઉપદ્રવો દૂર થાય... ‘આવા અરિહંત ભગવંતો હોય છે.’
મેં એ મુનિરાજને પૂછ્યું : ‘એ વીતરાગ હોવા છતાં બીજા જીવોને સુખી કરે?’ તેમણે કહ્યું : ‘હા, તેઓ સ્વયં પરમ સુખી હોય છે, તેમના શરણે ગયેલા જીવોને પરમ સુખી કરે છે. તેઓ સ્વયં બુદ્ધ હોય છે, તેમના શરણે ગયેલાઓને બુદ્ધ બનાવે છે. તેઓ ભવસાગરને તરેલા હોય છે, એમના શરણે ગયેલા જીવોને ભવસાગરથી
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
૧૯
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તારે છે.”
ભગવંત, શું અરિહંત પરમાત્મા સંસારના જીવોની રક્ષા કરે છે?' તેઓએ કહ્યું : “હા, તેઓ રક્ષા કરે છે. જેવી રીતે ગોવાળ એનાં પશુઓની રક્ષા કરે છે, જેમ સાર્થવાહ પોતાના સાથેની રક્ષા કરે છે અને જેમ વહાણનો કપ્તાન વહાણમાં બેઠેલા યાત્રિકોની રક્ષા કરે છે, તેમ પરમાત્મા અરિહંત, તેમના શરણે ગયેલાઓની રક્ષા કરે છે.”
મેં એ મુનિવરને કહ્યું : “આવા પરમ કરુણાવંત પરમાત્મા પ્રત્યે તો સહજ રીતે શ્રદ્ધા પ્રગટે!”
અરે કુમાર, તું તારી સગી આંખે જો એ અરિહંત પરમાત્માને જુએ તો ઘર-બાર અને સ્નેહી-સ્વજનો બધું જ ભૂલીને એમનો અનન્ય પ્રેમી થઈ જાય! અદ્દભુત અને અદ્વિતીય, એમનું રૂપ અને લાવણ્ય હોય છે. પ્રહરના પ્રહર.. એમને અનિમેષ નયને જોયા કરીએ, તો પણ ધરાઈએ નહીં! પ્રહરના પ્રહર એમની સામે ઊભા રહીએ તો થાકીએ નહીં! એમના પુનિત સાન્નિધ્યમાં નથી લાગતી ભૂખ, નથી લાગતી તરસ નથી રહેતો ખેદ, નથી રહેતો ઉગ...” “હે મુનિવર, એવા પરમાત્માનાં દર્શન ક્યાં થાય? કેવી રીતે થાય?”
કુમાર, આ પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં અત્યારે તીર્થકર ભગવંત વિચરે છે, પરંતુ ઘણા-ઘણા દૂરના પ્રદેશમાં છે. અમે એમનાં દર્શન કરેલાં છે..” “શું પ્રભો? આપે દર્શન કરેલાં છે એ પરમાત્માનાં?”
હા કુમાર, અમે સમવસરણમાં બેસીને ધર્મદેશના સાંભળી છે.... દિવસોના દિવસો એમના સાન્નિધ્યમાં રહેલા છીએ...”
સાચે જ તમે મહાન પુણ્યશાળી છો... શ્રેષ્ઠ ભાગ્ય તમને વરેલું છે... તમારું આ મનુષ્ય જીવન સફળ થયું છે.” હું ભાવવિભોર થઈ ગયો હતો.
આચાર્ય વિજયસેન ભાવપૂર્ણ પ્રવાહમાં બોલી રહ્યા હતા. રાજા ગુણસેન અને પરિવાર.. તલ્લીન બની સાંભળી રહ્યા હતા. રાજા ગુણસેને કહ્યું :
ભગવંત, આપ પણ કેવા ભાગ્યશાળી છો...? આપને કેવા ઉત્તમ સદૂગુરુઓનો એ ગુફામાં પરિચય થઈ ગયો? પરમાત્મતત્ત્વની કેવી સરસ વાતો સાંભળવા મળી!”
“રાજન, ચાર મહિનામાં મને સર્વજ્ઞ શાસનનાં ઘણાં તત્ત્વોનું એ મુનિવરોએ જ્ઞાન આપ્યું. મેં જે જે જિજ્ઞાસા પ્રગટ કરી, મને સંતોષ થાય એ રીતે તેઓએ પ્રત્યુત્તરો આપ્યા, વિસ્તારથી “આત્મા’ સમજાવ્યો, આત્માનાં સ્વાભાવિક અને વૈભાવિક સ્વરૂપ સમજાવ્યાં,
ભાગ-૧ ( ભવ પહેલો
૧૧0
For Private And Personal Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જડ પુગલોનું વ્યાપક સ્વરૂપ સમજાવ્યું, પુણ્યતત્ત્વ અને પાપતત્ત્વોનું વિશાળ સામ્રાજ્ય દેખાડ્યું, કર્મ-વિજ્ઞાનનાં અતલ ઊંડાણ બતાવ્યાં,
સંસારની ચાર ગતિ, તેમાં અનંત જીવોનું પરિભ્રમણ, સુખ-દુઃખના અનુભવો... જન્મ અને મૃત્યની વેદનાઓ... જન્મ-જન્મે બદલાતા સંબંધો... તેમાં પેદા થતી વિષમતાઓ... આ બધું મને દિવસોના દિવસો સુધી સમજાવ્યું,
આત્માને કર્મબંધનોથી મુક્ત કરવાના ઉપાય બતાવ્યા, મોક્ષનું. મુક્તિનું સ્વરૂપ સમજાવ્યું.. આ બધું સમજાવવા તેઓએ સાચી કથાઓ અને કાલ્પનિક ઉપનય કથાઓ કહી...
મહાપુરુષોનાં એવાં જીવન-ચરિત્રો સંભળાવ્યાં કે સાંભળતાં સાંભળતાં... હર્ષની.. વિષાદની ભયની. આશ્ચર્યની. અનેકવિધ લાગણીઓનાં પૂર ઊમટતાં હતાં.
રાજન, ચાર મહિના ક્યાં વીતી ગયા... સમજ ના પડી. એ ચાર તપસ્વી મુનિઓની સેવા કરવાનો, પર્યાપાસના કરવાનો પણ મને ઉત્તમ લાભ પ્રાપ્ત થયો.
તમને આશ્ચર્ય થશે રાજન, કે એ ગુફામાં મારા સિવાય, એ નગરનાં કોઈ પણ મનુષ્યો ચાર મહિનામાં ક્યારેય આવ્યાં નહીં! અને તેથી એ ચાર મુનિવરોની આરાધનામાં કોઈ વિક્ષેપ પડ્યો નહીં.
હું, પ્રતિદિન તેઓને જે સમય અનુકૂળ રહેતો. એ સમયે જ એમની અનુજ્ઞા લઈને જતો હતો. જેમ જેમ એ મહાત્માનો પરિચય વધતો ગયો, તેમ તેમ મારો પ્રેમ વૃદ્ધિ પામતો ગયો. એમના પ્રત્યે મારી શ્રદ્ધા દૃઢ થતી ચાલી. મેં અનુભવ્યું કે મારાં ઘણાં ઘણાં પાપો ધોવાઈ રહ્યાં છે.
તેઓ સર્વે ઉપશાન્ત આત્માઓ હતા. કષાયી પર જાણે એમણે વિજય મેળવ્યો હતો. ક્રોધ, લોભ, મદ, માન, હર્ષ, ઉદ્વેગ... વગેરે કોઈ દુર્ભાવ એમનામાં મેં અનુભવ્યા નહીં. એક દિવસ તેઓને મેં પૂછેલું : “ભગવંત, આપ રાત્રિ કેવી રીતે પસાર કરો છો?'
તેઓએ કહ્યું : “ક્યારેક ગુફામાં, ક્યારેક ગુફાના દ્વારે... ક્યારેક બીજા કોઈ નિકટના પર્વતીય પ્રદેશમાં કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભા રહીએ છીએ. ક્યારેક જિનોક્ત તત્ત્વોની અનુપ્રેક્ષા કરતા રહીએ છીએ... ક્યારેક અધ્યયન કરેલા શાસ્ત્રોના સ્વાધ્યાય કરીએ છીએ!”
મહિના-મહિનાના ઉપવાસ કરવા છતાં એ મહાત્માઓને મેં ક્યારેય થાકેલા નથી જોયા... કોઈ પણ શસ્ત્ર વિના પર્વતીય પ્રદેશમાં રહેવા છતાં એમનામાં મેં ક્યારેય ભય નથી જોયો. નથી ક્યારેય મારી ઉપેક્ષા કરી, કે નથી મારી પાસે કોઈ અપેક્ષા રાખી, તેઓની નિઃસ્પૃહતા અને અકિંચનતાથી હું પ્રભાવિત થતો ગયો હતો. શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧૧
For Private And Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક સમયે જ્યારે પૃથ્વી પર ધોધમાર વર્ષા થઈ રહી હતી, અમે ગુફામાં બેઠા હતા, તેઓએ સ્વયે મને કહેલું: ‘વિજયસેન, આ દુનિયામાં દુઃખનાં મૂળ કારણો પરદ્રવ્યોની, પરપદાર્થોની, પર-વ્યક્તિઓની આશા અને અપેક્ષાઓ છે. તૃષ્ણાઓ અને કામનાઓ છે. જેમ જેમ એ આશાઓ અને અપેક્ષાઓ સંતોષાતી જાય છે તેમ તેમ તે વધતી જાય છે. એનો કોઈ અંત નથી.
માટે સુખી થવાનો સાચો માર્ગ, એ આશાઓથી, અપેક્ષાઓથી, તૃષ્ણાઓથી અને કામનાઓથી મુક્ત થવાનો છે. અમે સ્વજનો, પરિજનો અને વૈભવોની આશાઓથી મુક્ત થયા છીએ. એ બધાની કોઈ અપેક્ષા રહી નથી. અત્યારે અમે આ શરીર અંગેની અપેક્ષાથી મુક્ત થવા માટે પ્રયત્નશીલ છીએ.” તેઓની મારા પર કૃપા વરસી રહી હતી..
‘કુમાર, મનને ચંચળ કરનારી, અસ્થિર કરનારી, વિહ્વળ કરનારી આશાઓ ને અપેક્ષાઓ જ છે. જેમ જેમ એ ઘટતી ગઈ, તેમ તેમ અમે મનની સ્થિરતા અને સ્વસ્થતા પ્રાપ્ત કરતા ગયા. મન જ્ઞાનમાં અને ધ્યાનમાં... રમવા માંડ્યું. તેમાં જ તૃપ્તિ અનુભવવા માંડ્યું.”
હું ક્યારેક ક્યારેક તેઓને પૂછતો હતો : “શું આપને ક્યારેય વૈષયિક વાસનાઓ મનમાં ઊઠતી નથી? તેઓ ઈષતું હાસ્ય સાથે કહેતા હતા : “વત્સ, વાસનાને જાગવાનો અવસર મળે, નિમિત્ત મળે.. તો જાગે ને? આઠ પ્રહરની... દિવસરાતની અમારી જીવનચર્યા જ એવા પ્રકારની છે કે એ વિચારની વાસનાઓ મૃતપ્રાયઃ બની ગઈ છે. અને તપશ્ચર્યા, એ વાસનાઓને મારવાનું અમોઘ શસ્ત્ર છે.
વળી, જ્ઞાન-ધ્યાનમાં પરમ તૃપ્તિ અનુભવતું મન, વાસનાઓના કાદવમાં રમવાનું પસંદ જ કરતું નથી! કુમાર, હવે તો આત્મધ્યાનમાં જે પરમાનંદની અનુભૂતિ થાય છે. તેમાં જ તૃપ્તિ થાય છે.'
આચાર્ય વિજયસેને રાજા ગુણસેનને કહ્યું : “એ મુનિવરોનું સાન્નિધ્ય મારી પરમ તૃપ્તિનું કારણ બની ગયું.”
રાજા ગુણસેને પૂછ્યું : “ભગવંત, એ મહાત્માઓની આવી અમૃતમયી વાણી સાંભળીને આપને કેવું આત્મસંવેદન થતું હતું?'
રાજન! એ શબ્દોમાં વ્યક્ત થાય એવું નથી. શબ્દો ઓછા પડે છે એની અભિવ્યક્તિ કરવામાં...”
“સાચી વાત છે પ્રભો, આજે હું પણ એવું જ કોઈ સંવેદન કરી રહ્યો છું. કહેવા માટે શબ્દો નથી...' - “રાજન, મારા ઉત્કૃષ્ટ આત્મસંવેદનની પળો તો ત્યારે આવી કે જ્યારે ચાતુર્માસના ચાર મહિના પૂરા થઈ ગયા હતા!”
“એવું શું બન્યું હતું ભગવંત?' મહારાજા ગુણસેનની ઉત્સુકતા વધી ગઈ. ૧૧ર
ભાગ-૧ ( ભવ પહેલે
For Private And Personal Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૩.
આચાર્ય વિજયસેને કહ્યું : “હું મારા શયનખંડમાં સૂતેલો હતો. બે પ્રહરની નિદ્રા પૂર્ણ થતાં હું જાગી ગયો. જાગતાં જ મને એ મુનિવરોના વિચાર આવ્યા.
સ્વનોમાં પણ મને એ મુનિવરોનાં જ દર્શન થતાં હતાં... પછી જાગતાં એમના વિચારો આવે, તેમાં આશ્ચર્ય શું? પરંતુ એ રાત્રે જાગતાંની સાથે મને જે વિચાર આવ્યો, તેણે મને ઊભો કરી દીધો. “ઓહો... ચાતુર્માસની આ છેલ્લી રાત છે.. પ્રભાતે એ મુનિવરો વિહાર કરી જશે. મારે અત્યારે જ એમની પાસે જવું જોઈએ. પ્રભાતે તેઓને વિદાય આપી.. પછી પાછો આવીશ...' ' સ્નાન કર્યું. શુદ્ધ વસ્ત્રો પહેર્યા અને મહેલની બહાર નીકળી ગયો. રાત્રિનો અડધો પ્રહર બાકી હતો. મેં પગે ચાલીને જવાનો નિર્ણય કર્યો. અર્ધ ઘટિકામાં તો હું નગરની બહાર આવી ગયો. સામે જ પર્વત દેખતો હતો.
પરિચિત માર્ગ હતો, હું ઝડપથી ચાલ્યો... થોડે દૂર ગયો... અને મને જાણે પૃથ્વી ડોલતી હોય તેવું લાગ્યું... હું ઊભો રહી ગયો.. ગંધાર પર્વત સામે જોયું... પર્વત જાણે ગર્જના કરતો હોય એમ મને લાગ્યું. હવા સુગંધવાળી લાગીઅને આગળ કંઈ વિચારું એ પહેલા તો આકાશમાં પ્રકાશ રેલાઈ ગયો! જય-જયકારનો ધ્વનિ સંભળાવા લાગ્યો....
હું તીવ્ર ગતિથી પર્વત તરફ ચાલ્યો. તળેટીમાં પહોંચ્યો. ત્યાં મેં કોઈ ખાડાટેકરા ન જોયા... જે હું રોજ જોતો હતો. હું પર્વત પર ચડ્યો. ગુફા તરફ ચાલ્યો... ત્યાં આસપાસના પ્રદેશ સમતલ બની ગયો હતો. સુગંધી જલની ઝરમર-ઝરમર વૃષ્ટિ શરૂ થઈ. સુંદર... સુગંધી પુષ્પો વરસવા લાગ્યાં.. કે જે પુષ્પોને મેં ક્યારેય જોયેલાં ન હતાં.
હું ગુફાની સામે જે અશોકવૃક્ષોની ઘટા હતી, ત્યાં જઈને ઊભો રહ્યો. ચમત્કારિક રીતે થઈ રહેલા નિસર્ગના પરિવર્તનને જોઈ રહ્યો. હૃદય અવર્ણનીય આનંદ અનુભવી રહ્યું હતું.
ત્યાં આકાશમાર્ગે અનેક દિવ્ય વિમાનોને આવતાં જોયાં. ગુફાની આસપાસના વિશાળ ભૂમિપ્રદેશમાં વિમાનો મૂકી, તેમાંથી અનેક દેવદેવીઓ ઊતરીને ગુફાના દ્વારે આવવા લાગ્યાં. હું આંખો બંધ કરીને ખોલું છું. ત્યાં તો ભવ્ય અને નયનરમ્ય ચાર સ્વર્ણકમલ રચાઈ ગયાં હતાં અને એ ચાર સ્વર્ણકમલો પર ચાર મુનિવરો બિરાજમાન થયા હતા. શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧૩
For Private And Personal Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાત્રિ પૂરી થઈ હતી, પૂર્વદિશામાં અરુણોદય થયો હતો.
મારા જીવનનો આ અતિ રોમાંચક દિવસ હતો. હું પહેલીવાર જ દેવ-દેવીઓને પ્રત્યક્ષ જોતો હતો. ક્ષણભર મને લાગ્યું કે હું સ્વપ્ન જોઈ રહ્યો છું. મેં બે હાથે મારી આંખો ચોળી નાંખી... પરંતુ એ સ્વપ્ન ન હતું, વાસ્તવિકતા હતી.
દેવ-દેવીઓએ મુનિવરોની, મસ્તકે અંજલિ રચીને સ્તવના કરવા માંડી : “અહો, આપે મનુષ્યજીવન સફળ કર્યું. રાગ-દ્વેષનો ક્ષય કર્યો. કમ પર વિજય મેળવ્યો. કેવલ્યરત્નને પ્રાપ્ત કર્યું, ભવસાગરને આપ તરી ગયા... આત્માનું શાશ્વત સુખ પ્રાપ્ત કરી લીધું. સંસારનાં સર્વ દુઃખોથી આપ મુક્ત બન્યા.'
મને લાગ્યું કે હવે હું અહીં ઊભો નહીં રહી શકું. મારું શરીર રોમાંચિત થઈ ગયું હતું. મારી આંખોમાંથી હર્ષનાં આંસુ વહી રહ્યાં હતાં... મારા પગ ધ્રુજી રહ્યા હતા. હું એક બાજુએથી એ મુનિવરો તરફ થોડાં પગલાં ચાલ્યો... અને જમીન પર ઢળી પડ્યો... મેં વંદના કરી.
આંસુભીની છતાં વિસ્મયથી પહોળી થઈ ગયેલી આંખોએ મેં એ ચાર પ્રશાન્ત... વીતરાગ. સર્વજ્ઞ ભગવંતોનાં દર્શન કર્યા. એ ચારે મહામુનિવરોની કરુણામયી દષ્ટિ મારા પર સ્થિર થઈ હતી. હું ઊભો થયો... અને તેઓની સમક્ષ. નિકટ જઈને બેસી ગયો.
આકાશમાર્ગેથી હજારો દેવો ઊતરી આવ્યા હતા, અને નગરમાંથી હજારો મનુષ્ય ત્યાં આવી પહોંચ્યા હતા. સહુએ વંદના કરી લીધી, સ્તવના કરી લીધી. કોલાહલ શાન્ત થયો.. જ્યેષ્ઠ મુનિવરે ધર્મદેશના આપી.
મધુર. ગંભીર ધર્મદેશના સાંભળી સહુ દેવો અને મનુષ્યો આનંદિત થયા. હર્ષિત થયા. દેવોએ એમને પ્રશ્નો પૂછ્યા, મનુષ્યોએ એમની મૂંઝવણો પૂછી. કેવળજ્ઞાનીએ ઉત્તરો આપ્યા, સમાધાન કર્યા... અને દિવસનો એક પ્રહર પૂરો થયો.
દેવો અને મનુષ્યોના પ્રશ્નો સાંભળીને, મને પણ મારા મનમાં ઘોળાતો ને ક્યારેક ક્યારેક વ્યથિત કરતો એક પ્રશ્ન પૂછવાની ઇચ્છા થઈ. મેં ઊભા થઈ, મસ્તકે અંજલિ જોડી, વિનયથી પૂછ્યું :
ભગવંત, મારા મિત્ર વિભાવસુનું મૃત્યુ થઈ ગયું છે. કેટલાક મહિના પસાર થઈ ગયા છે. આપની કૃપાથી હું પરમાર્થ માર્ગને જાણનારો બન્યો છું, છતાં એ મિત્રનો વિયોગ મને હજુ સંતાપે છે, એનું કારણ શું? અને મારા એ મિત્ર મરીને ક્યાં... કઈ ગતિમાં ઉત્પન્ન થયો છે, એ મારે જાણવું છે....”
હું મારી જગાએ બેસી ગયો. કેવળજ્ઞાની મુનિવરે કહ્યું :
૧૧૪
ભાગ-૧ ૪ ભવ પહેલો
For Private And Personal Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુમાર, આ ગંધારપુરમાં જ તારો મિત્ર વિભાવસુ મરીને જન્મ્યો છે!” હું આશ્ચર્યથી ઊભો થઈ ગયો... બોલી ઊઠ્યો : “ક્યાં પ્રભુ?'
‘હા કુમાર, આ નગરમાં ઊયદત્ત' નામનો ધોબી રહે છે. તેના ઘરમાં એક પાળેલી કૂતરી છે, તેનું નામ ધોબીએ “મધુપિંગા” પાડેલું છે. તારા મિત્રનો જીવ એ કૂતરીના પેટે જન્મ્યો છે એ કૂતરો તોફાની હોવાથી અને અજાણ્યા માણસોને કરડતો હોવાથી ધોબી એને મજબૂત દોરડાથી બાંધી રાખે છે. પૂરું ખાવાનું નથી આપતો. અને પાસે જ બાંધેલા ગધેડાની વારંવાર લાતો ખાવાથી એ દુર્બળ કૂતરો અધમૂઓ થઈ ગયેલો છે. તેની હાલત ખરાબ છે.
તારો અને વિભાવસુનો પૂર્વજન્મમાં પ્રગાઢ સ્નેહસંબંધ હતો, પતિ-પત્નીનો સંબંધ હતો!
પુષ્કરવર દ્વિપના ભરતક્ષેત્રમાં કુસુમપુર નામનું નગર છે. તે નગરમાં ‘કુસુમસાર' નામના શ્રેષ્ઠીનો તું પુત્ર હતો. તારું નામ હતું શ્રીકાંત, અને તારી પત્નીનું નામ હતું શ્રીકાંતા. તને શ્રીકાન્તા અત્યંત પ્રિય હતી. એ પ્રેમની વાસના અખંડ રહી, એટલે આ જન્મમાં વિભાવસુ પ્રત્યે અતિ સ્નેહ રહ્યો. એનું મૃત્યુ થતાં એના વિરહની તીવ્ર વ્યથા તે અનુભવે છે.”
કેવળજ્ઞાની મુનિવરોની પૂજાસ્તવના કરી દેવો પોતપોતાનાં વિમાનોમાં બેસી ચાલ્યા ગયા હતા. નગરવાસી પણ ઘણા ચાલ્યા ગયા હતા. મારા મનમાં, મારા મિત્ર વિભાવસુના કૂતરાના ભવની વાત સાંભળી તીવ્ર વૈરાગ્ય પેદા થઈ ગયો હતો. બીજી બાજુ મિત્રસ્નેહના કારણે એ કૂતરાને દુઃખથી છોડાવવાની ઇચ્છા પ્રબળ થઈ આવી હતી. મેં ત્યાં આજુબાજુ નજર કરી. મારા સેવકોને ત્યાં આવેલા જોયા. મેં તેમને મારી પાસે બોલાવીને કહ્યું :
ભાઈઓ, તમે ઊષદત ધોબીના ઘેર જાઓ, ગધેડા પાસે બાંધેલા કુતરાને ત્યાંથી છોડાવી, તેને પેટ ભરીને ખવડાવી, પિવડાવીને અહીં લઈ આવો.'
મારી આજ્ઞા મુજબ સેવકો ઊષદત્ત ધોબીના ઘરે ગયા, કૂતરાને છોડાવ્યો, તેને ખવડાવ્યું.પિવડાવ્યું. અને તેને લઈને, પહાડ ઉપર જ્યાં હું હતો ત્યાં લઈ આવ્યા.
મેં એ કૂતરાને જોયો, તેના શરીર પર અનેક ઘા પડેલા હતા અને એ ઘામાં અસંખ્ય કીડા ખદબદી રહેલા હતા. કીડાઓએ એના શરીરને ફોલી ખાધું હતું, તેથી શરીર ક્ષીણ થઈ ગયું હતું. લપકારા લેતી એની જીભ ભયંકર લાગતી હતી. મારા સેવકોની આગળ તે ધીરે ધીરે ચાલી આવતો હતો.
કૂતરાની આવી દુઃખમય સ્થિતિ જોઈને મારા મનમાં તીવ્ર વૈરાગ્ય ઉત્પન્ન થયો...
શ્રી સમરાદિત્ય મહાકથા
૧પ
For Private And Personal Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આખર મારા ગત જન્મની એ પત્ની હતી ને! અને આ વર્તમાન જન્મનો મિત્ર હતો! મારા મનમાં વિચારો આવ્યા : “ખરેખર આ સંસારવાસ ભયંકર છે. સ્નેહીજનોના સંયોગ-વિયોગમાં પરિણત થનારા હોય છે. રાગપરવશ જીવ કેવા-કેવાં કર્મ બાંધે છે? કેવું એનું કરુણાજનક પરિણામ આવે છે. ક્યાં એક સમયની મારી પ્રિય પત્ની શ્રીકાન્તા.. ક્યાં એક જન્મનો મારો મિત્ર વિભાવસુ. અને ક્યાં આ સડી ગયેલા શરીરવાળો કૂતરો!'
મારા સેવકોએ મને પ્રણામ કરીને કહ્યું : “આપની આજ્ઞા મુજબ અમે ઊષદત્ત ધોબીના ઘરેથી આ કૂતરાને લઈ આવ્યા છીએ.”
એ કૂતરાએ મારી સામે જોયું. અને તેણે એની લાંબી પૂછડી હલાવવા માંડી. તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યાં. તેણે ડોક ઊંચી કરી. મોં ખોલ્યું... અને રડવા લાગ્યો.
મેં કેવળજ્ઞાની મુનિવર સામે જોયું.. અને પૂછયું : “ભગવંત, આ શું?' પૂર્વજન્મોથી ચાલ્યો આવતો પ્રણય! મુનિરાજે કહ્યું. “પ્રભો, શું આ શાન મને ઓળખે છે?” “ખાસ નહીં, પરંતુ સામાન્યપણે ઓળખાણ થઈ છે, તેને જોઈને જન્માંતરોની સ્નેહવાસનાથી, વિના ઓળખાણે પણ તે આકર્ષાઈ જાય છે. એ સ્નેહની લાગણી વહેવા માંડે છે. કેટલાક જન્મો સુધી એ સ્નેહસંબંધ ચાલ્યા કરે છે.
કુમાર, જેમ જન્મ-જન્માંતરની સ્નેહની લાગણીઓ અમુક જન્મો સુધી વ્યક્ત રૂપે કે અવ્યક્ત રૂપે ટકી રહે છે, તેમ દ્વેષ-વાસના પણ અમુક જન્મો સુધી ટકી રહે છે. પૂર્વજન્મમાં જેના પ્રત્યે તીવ્ર દ્વેષ કર્યો હોય, દ્વેષભાવનાને પુષ્ટ કરી હોય, એ વ્યક્તિ બીજા જન્મમાં જ્યાં અને જ્યારે મળી જાય ત્યારે વિના ઓળખાણે “આ મારો પૂર્વજન્મનો શત્રુ છે. આ ગામનો, આ નામનો.' તેના પ્રત્યે દુર્ભાવના, દ્વેષ... અણગમો જાગી જાય છે.
આ થાનના મનમાં, તને જોઈને પૂર્વેના બે જન્મોના રાગના સંસ્કારો જાગ્રત થયા છે.. માટે એ આ પ્રમાણે રાગની લાગણીઓ વ્યક્ત કરી રહ્યો છે.” મારા મનનું સમાધાન થયું. મેં બીજો પ્રશ્ન પૂછુયો :
ભગવંત, વિભાવસુએ એવું કેવું પાપકર્મ બાંધ્યું હતું કે જે પાપકર્મના સ્વરૂપે તેને આ કૂતરાનો ભવ મળ્યો?
જાતિમદ કર્યો હતો એણે પોતાની ઉચ્ચ જાતિનો અહંકાર અને હીન જાતિ પ્રત્યે તિરસ્કાર.'
ભાગ-૧ ૪ ભવ પહેલો
For Private And Personal Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ કેવી રીતે ભગવંત?' મારા સેવકોની પાસે એ કૂતરો જમીન પર બેસી ગયો હતો. તે ખૂબ હાંફતો હતો, તેની જીભમાંથી સતત લાળ ટપકી રહી હતી. તે મારી સામે જોયા કરતો હતો. અને થોડી-થોડી વારે રોતો હતો. કેવળજ્ઞાની મુનિરાજે કહ્યું :
આ જ નગરમાં વસંતઋતુમાં વસંતોત્સવ ચાલી રહ્યો હતો. યુવાનોની જુદી-જુદી ટોળીઓ વિચિત્ર વેશભૂષા કરીને રાજમાર્ગો પર ઊતરી આવી હતી. ગીત-ગાન અને વાજિંત્રોના સૂરો રેલાઈ રહ્યા હતા. સહુ યુવાનો ઉન્મત્ત બનીને વિચિત્ર ચાળાઓ કરતા નાચી રહ્યા હતા. | તું અને તારો મિત્ર વિભાવસુ - તમે બે મિત્રો, બીજા સવર્ણ જાતિના યુવાનોની ટોળીઓ સાથે નગરના મધ્ય ભાગમાં વસંત-ક્રીડા કરી રહ્યા હતા. સેંકડો સ્ત્રી-પુરુષો તમારી ક્રીડાને જોઈ, તમારી પ્રશંસા કરી રહ્યાં હતાં.
ત્યાં એક ઘટના બની. ઘટના નાની હતી, પરંતુ તારા મિત્ર વિભાવસુએ એ ઘટનાને મોટું રૂપ આપી દીધું.
નગરના એ મધ્ય ભાગમાંથી ધોબી-યુવાનોની ટોળી ગાતી અને નાચતી પસાર થવા લાગી. એ ટોળીને તમારી નજીકમાંથી પસાર થતી જોઈને વિભાવસુ બરાડી ઊઠ્યો : “અરે નીચ, હલકટ ધોબીડાઓ, તમે કેમ અહીંથી પસાર થાઓ છો? તમે જોતા નથી. અહીં અમે રાજપરિવારના તથા શ્રીમંત પરિવારોના યુવાનો ખેલી રહ્યા છીએ?'
અમને ખબર ન હતી કે આપ અહીં ખેલી રહ્યા છો...” ઊષદત્ત નામનો ધોબીજવાન બોલ્યો.
શું તમારે આંખો નથી ધોબીડાઓ? જોતા નહોતા?'
પરંતુ નગર બહાર જવાનો આ રસ્તો છે... બીજા કયા રસ્તે બહાર જઈએ?” જરા કડક અવાજે ઊષદરે જવાબ આપ્યો.
અલ્યા, તારી જીભ લાંબી લાગે છે. લપલપ બોલે જાય છે...?' એમ કહી તેણે ઊષદને કચકચાવીને લાત મારી દીધી. પછી તો તારી ટોળીના બીજા યુવાનો પણ ધોબી-ટોળીના યુવાનોને મારવા માંડ્યા. ધોબી-ટોળીના યુવાનો પણ ઉશ્કેરાઈને તારી ટોળીના યુવાનોને મારવા માંડ્યા. પરંતુ ત્યાં રાજ-સૈનિકોએ ધોબી-ટોળીના યુવાનોને પકડી લીધા. | વિભાવસુએ રાડ પાડીને રાજનૈનિકોને કહ્યું – “આ ઊષદત્ત ધોબીને મજબૂત દોરડાથી બાંધો. એણે જ બીજા યુવાનોને ઉશ્કેરીને આ ધાંધલ મચાવી છે.'
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧૭
For Private And Personal Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૈનિકોએ ધોબીને બાંધ્યો. આખા શરીરે દોરડાથી કચકચાવીને બાંધ્યો. ત્યારબાદ વિભાવસુએ લોઢાનો એક સળિયો તપાવ્યો અને ઊષદત્તના શરીરના જુદા-જુદા અંગઉપાંગ પર ડામ દેવા લાગ્યો.
ઊષદત્ત ચીસો પાડવા લાગ્યો. વિભાવસુ. “તું બચ્યા, આ જ લાગનો છે....” એમ કહીને એની વધુ ને વધુ કદર્થના કરવા લાગ્યો.
વિભાવસુએ નોકર પાસે ખાર મંગાવ્યો. તેણે ઊષદત્તના શરીરે ઊઠી આવેલા ફોલ્લાઓ ઉપર ખાર ભભરાવ્યો.. ઊપદત્તની ચીસોથી ત્યાં ઊભેલાં સેંકડો સ્ત્રીપુરુષો કમકમી ગયાં.
લોકો વિભાવસુને તારા મિત્ર તરીકે ઓળખતા હતા, એટલે બધા મૌન હતા.. સહુના મનમાં ઉષદત્ત ધોબી પ્રત્યે દયા પ્રગટી હતી, પણ એને કોણ છોડાવે?
વિભાવસુએ બીજા બધા ધોબી-યુવાનોને છૂટા કરી દીધા. એક માત્ર ઊષદત્તને ખૂબ રંજાડીને, કારાવાસમાં બંધ કરાવી દીધો. એ વખતે વિભાવસુએ કૂતરાની પશુયોનિમાં જનમવાનું “આયુષ્યકર્મ બાંધી લીધું હતું.'
કેવલજ્ઞાની મુનિરાજની વાણી, મારી સ્મૃતિઓને ઢંઢોળી રહી હતી... એ કાળ... એ સ્થાન... એ ઘટના.. બધું મારી કલ્પનામાં સાકાર થયું. મહેલમાં આવી ગયા પછી મેં વિભાવસુને ઠપકો આપેલો, એ પણ સ્મૃતિમાં આવ્યું. મહોત્સવ પૂરો થયા પછી નગરવાસીઓ મારા પિતાની પાસે આવી, આજીજી કરી, ઉષદત્ત ધોબીને છોડાવી ગયેલા, એ વાત પણ મને યાદ આવી...
મેં કૂતરા સામે જોયું. એ તો મને જોઈ જ રહ્યો હતો. તેની આંખોમાંથી પાણી ટપકી રહ્યું હતું. મને એ કૂતરામાં ઉન્મત્ત વિભાવસુ દેખાયો. ઊષદત્તને ડામ દેતો દેખાયો.. ખાર ભભરાવતો દેખાયો. તેની ક્રૂરતાભરી આંખો દેખાણી... અને મારાં મુખમાંથી શબ્દો સરી પડ્યા :
ધિક્કાર હો આવા સંસારવાસને કુળ અને જાતિનાં અભિમાન કરવાનાં કેવાં માઠાં ફળ મળ્યાં? શું થશે આ જીવનું? બાંધેલાં પાપ કર્મ આ કૂતરાના ભાવમાં ભોગવાઈ જશે? વળી પાછો એને મનુષ્ય જન્મ મળશે?” મેં કેવળજ્ઞાની ભગવંતને પૂછ્યું :
ભગવંત, મારા આ મિત્રના જીવે જે પાપકર્મ બાંધ્યા હતાં, તે કર્મોનો અંત ક્યારે આવશે? આ જીવ ભવ્ય છે કે અભવ્ય? આ જીવ મોક્ષગામી છે કે નહીં? આ જીવમાં બોધિ-બીજ પડેલું છે કે નહીં?'
૧૮
ભાગ-૧ % ભવ પહેલો
For Private And Personal Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાર મહિના, એ મુનિવરો પાસેથી મને આ બધું જ્ઞાન મળેલું. ભવ્ય જીવ કોને કહેવાય, અભવ્ય જીવ કોને કહેવાય? બોધિ-બીજ એટલે શું અને સમ્યક્ત્વ એટલે શું? એટલે મિત્ર વિભાવસુ અંગે મેં આ તાત્વિક પ્રશ્નો પૂછ્યાં :
કેવળજ્ઞાનના પ્રકાશમાં બધું જ સ્પષ્ટ હોય છે. મુનિવરે કહ્યું :
‘કુમાર, વિભાવસુએ ઊષદત્ત ધોબીના ઉત્પીડનમાં એવાં ચીકણાં પાપકર્મ બાંધ્યાં છે કે એ પાપકર્મો, માત્ર આ એક કૂતરાના ભવમાં બધા નહીં ભોગવાઈ જાય. હજુ તો આવી અનેક દુર્ગતિમાં એને જનમવું પડશે ને મરવું પડશે. તીવ્ર દુઃખો સહવાં પડશે. જેટલી તીવ્રતાથી વિભાવસુએ ઊષદત્તને ત્રાસ આપ્યો હતો એના કરતાં હજાર ગણો ત્રાસ એને સહવો પડશે.
ભલે તેં આ શ્વાનને ઊષદત્તને ત્યાંથી છોડાવ્યો. તું એને હવે સેવકો દ્વારા સારો કરવા પ્રયત્ન કરીશ, પરંતુ થોડા દિવસોમાં એનું મૃત્યુ થશે. મરીને એ ઊષદત્તના જ ઘરમાં જન્મ લેશે! ઊષદત્તના ઘરે ‘ઘોટઘટિકા’ નામની ગધેડી છે. એ ગધેડીના પેટે આ જન્મશે. એ ગધેડો ઊષદત્તને દીઠ્યો નહીં ગમે. ઊષદત્ત એને રોજ દંડાથી મારશે. ઊષદત્તના છોકરાઓ એને પથ્થર મારશે. એના પર ખૂબ માટી ભરીને... એને દોડાવશે... એ નહીં દોડે, રસ્તામાં બેસી જશે... તો ધોબી એને ખુબ મારશે. પૂરતું ખવડાવશે નહીં. ભૂખ્યો ને તરસ્યો બાંધી રાખશે... એ ગધેડો ખૂબ ધમપછાડા કરશે ત્યારે થોડું ખાવાનું આપશે... આ રીતે અતિ ત્રાસપૂર્વક... આયુષ્ય પૂર્ણ થતાં એનું મોત થશે...
મરીને, એ પુનઃ આ જ નગરમાં જન્મશે!
આ નગરમાં માતૃદત્ત નામનો ચંડાળ વસે છે. તેની ‘અનધિકા’ નામની પત્ની છે. તે વ્યભિચારિણી છે. ઊષદત્ત ધોબીની સાથે વ્યભિચા૨સેવન કરતાં તે ગર્ભવંતી થશે... અને પેલા ગધેડાનો જીવ ત્યાં ગર્ભરૂપે ઉત્પન્ન થશે. એનો જન્મ સ્ત્રી કે પુરુષલિંગે નહીં થાય, એ નપુંસક હશે. એના પ્રત્યે ચંડાળ-ચંડાળણીને ઘોર અપ્રીતિ થશે. કારણ કે તે અત્યંત કદરૂપો હશે.
એ જીવ એવો અભાગી હશે કે એને કોઈનોય પ્રેમ નહીં મળે, આદર નહીં મળે. ઠેર ઠેર તિરસ્કાર અને અનાદર મળશે. ચંડાળ એને રોજ મારશે. એ ખૂબ દુ:ખી થશે. ઘણો ત્રાસ અનુભવશે. જ્યારે તે યુવાન થશે ત્યારે ઘર છોડીને જંગલમાં ભાગી જશે.
થાક્યો-પાક્યો એ નપુંસક એક વૃક્ષની નીચે બેઠો હશે... ત્યારે એક ભૂખ્યો સિંહ શિકારની શોધમાં નીકળ્યો હશે. સિંહની દૃષ્ટિ એના પર પડશે... અને જોતજોતામાં સિંહ એનો કોળિયો કરી જશે. માત્ર એનું અસ્થિપિંજર પડયું રહેશે. ને એનો જીવ શ્રી સમરાદિત્ય મહાકા
૧૧૮
For Private And Personal Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ જ ચંડાલણીના પેટમાં ગર્ભરૂપે પહોંચી જશે.
ચંડાળ-પુત્રી તરીકે તેનો જન્મ થશે. ઘરમાં કે બહારમાં, કોઈને તે પ્રિય નહીં બને. સહુ તેનો તિરસ્કાર કરશે... ચંડાલણી એને રોજ મારશે. પરંતુ ખાવાનું નહીં આપે, હજુ તો માંડ છ-સાત વર્ષની થઈ હશે... ત્યાં એક દિવસ ગામની બહાર ઉકરડામાં રમતી હશે ત્યારે લીલોછમ વિષધર કરડશે.. ને ત્યાં જ એનું પ્રાણપંખેરું ઊડી જશે.
ફરી પાછું એ જ ઊયદત્ત ધોબીનું ઘર ધોબીની “દનિકા' નામની દાસી છે. એ દાસીના પેટે જન્મ લેશે. ન સ્ત્રી, ન પુરુષ. નપુંસક હશે એ. જન્મથી જ અંધ હશે.” એની ઉંમર વધશે પણ શરીર નહીં વધે. એનું શરીર એક હાથનું જ રહેશે.
ઠીંગણો, આંધળો અને નપુંસક છોકરો કોને ગમે? એમાંય પાછો અભાગી, નિપુણ્યક અને નિ:સત્વ! નહીં માતા-પિતાને ગમે, નહીં ધોબી-ધંબણને ગમે.. ઠોકરો ખાશે. જમીન પર પટકાશે, માથું ફૂટશે. લોહી નીકળશે..... રુદન કરશે... પરંતુ કોઈ એની સાર-સંભાળ નહીં લે. જ્યાં જ્યાં એ જશે, લોકો એનો તિરસ્કાર કરશે. આ રીતે જીવન જીવતાં એક દિવસ આગમાં બળી મરશે.
પુનઃ ઊષદત્ત ધોબીના જ ઘરમાં જન્મશે.
એ જ દાસીના પેટે જનમશે. પગ વિનાની છોકરીરૂપે જનમશે. દાસીને આંખમાં પડેલા કણાની માફક તે ખૂંચશે. છોકરી પીઠને ઘસીને ચાલશે. “પીઠસર્પ' કહીને સહુ બોલાવશે. પેટ પૂરતું ખાવાનું નહીં મળે. શાન્તિથી સૂવાનું નહીં મળે. માતા-પિતા રોજ એને કટુવચનો સંભળાવશે, મારશે. કડકડતી ઠંડીમાં રાતભર એને ઘરની બહાર રાખશે..
અને એક દિવસ, પીઠના સહારે ઘસડાતી-ઘસડાતી એ રાજમાર્ગ પરથી પસાર થતી હશે ત્યારે કોઈ ઉન્મત્ત હાથી દોડતો આવશે, અને આ છોકરીને કચરી નાંખશે. એનું મૃત્યુ થશે.
મરીને પાછી એ જ ધોબીના ઘરમાં જન્મ લેશે. ઊષદત્તની પત્ની “કાલાંજનિકા ધોબણના પેટે પુત્રીરૂપે જનમશે. પારાવાર દુઃખ, ત્રાસ અને વેદનાઓ સહતીસહતી તે મોટી થશે. યૌવનનો પ્રારંભ પણ નહીં થયો હોય ત્યારે ધોબી એને ઉષરક્ષિત” નામના અતિ દરિદ્ર યુવક સાથે પરણાવી દેશે. ગર્ભવતી બનશે.... પ્રસૂતિના સમયે ઘોર પીડા ઊપડશે. તેનું મૃત્યુ થશે.
પુનઃ એ જ “કાલાંજનિકા” ધોબણના પેટે પુત્રરૂપે એનો જન્મ થશે. એનું નામ કિરાત' પાડવામાં આવશે. એનાં પાપ-કર્મ ઘણાં ઘણાં ભોગવાઈ ગયાં હશે, એટલે આ જન્મમાં એને માતા-પિતાનો થોડો સ્નેહ મળશે... પરંતુ આયુષ્ય લાંબું નહીં હોય.
ભાગ-૧ ૪ ભવ પહેલો
૧0
For Private And Personal Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક દિવસ કિરાત નદીના કિનારે રમતો હશે.. ત્યારે ઊષદત્ત ધોબીનો એક દુશ્મન એ છોકરાને પકડશે. એના ગળે મોટો પથ્થર બાંધશે અને એને નદીના ઊંડા પ્રવાહમાં ફેંકી દેશે... એનું મૃત્યુ થશે.
કેવળજ્ઞાની મુનિવરે મને કહ્યું: ‘કુમાર, તારા મિત્રે જાતિમદ કરીને જે નીચગોત્રકર્મ' બાંધ્યું છે. તે કર્મ ત્યારે સંપૂર્ણ ભોગવાઈ જશે... એને ઊષદત્ત ધોબીના ઘરમાં જન્મવું નહીં પડે.. કે એવી નીચ યોનિઓમાં ભટકવું નહીં પડે.
કુમાર, તારા મિત્રનો આત્મા “ભવ્ય' છે. મોક્ષગામી છે. જો કે હજુ એના આત્મામાં બોધિ-બીજ વવાયું નથી.'
મેં પૂછ્યું : “ભગવંત, એ છોકરાને, એના પિતાનો શત્રુ નદીના ધરામાં ડુબાડી દેશે, તેનું મૃત્યુ થશે, પછી એ ક્યાં જનમશે?”
કેવળજ્ઞાની ભગવંતે કહ્યું : “તે દેવગતિમાં ઉત્પન્ન થશે! “વાણવ્યંતર' નામની દેવયોનિમાં એ દેવ થશે.
એ દેવ એક વાર “આનંદ” નામના તીર્થકર ભગવંતની ઘર્મદેશના સાંભળવા જશે, એ ધર્મદેશના સાંભળતાં સાંભળતાં એને બોધિની પ્રાપ્તિ થશે. એના આત્મામાં શ્રદ્ધાનું બીજ વવાઈ જશે.
તે પછી એ દેવનું આયુષ્ય પૂર્ણ કરીને, મનુષ્ય ગતિમાં જન્મશે, પાછો પશુયોનિમાં અને નરકમાંય જશે.... ચાર ગતિમાં જન્મ અને મૃત્યુ કરતો હજારો ભવ સંસારમાં ભટકશે.
છેવટે તેની મુક્તિ આ જ ગંધાર દેશની ભૂમિ પર થશે. તે આ ગંધાર દેશનો રાજા બનશે. સંસાર-સુખો પ્રત્યે વિરક્ત બનશે. અમરતેજ' નામના વિદ્યાધર-મુનિવર પાસે દીક્ષા લેશે. ઘોર, વીર અને ઉગ્ર તપશ્ચર્યા કરશે, સર્વ કર્મોનો ક્ષય કરી, મુક્તિ પામશે....'
કેવળજ્ઞાની મુનિવરોને વંદના કરી, હૃદયમાં તીવ્ર વૈરાગ્યને ભરી હું નગરમાં આવ્યો. કેવળજ્ઞાની મુનિવરો ત્યાંથી વિહાર કરી ગયા.
એક છે કે
શ્રી સમરાદિત્ય મહાકથા
૧
For Private And Personal Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
1
/
આચાર્યશ્રી વિજયસેનના મુખે તેમના મિત્ર વિભાવસુની દુઃખપૂર્ણ, ત્રાસપૂર્ણ અને વેદનાપૂર્ણ ભવપરંપરાને સાંભળી, મહારાજા ગુણસેનનું અંતઃકરણ હચમચી ગયું હતું. એમની આંખોમાં વેદના તરી આવી હતી.
આચાર્યશ્રી વિજયસેને પોતાની આત્મકથાનું છેલ્લું પ્રકરણ કહેવાનું શરૂ કર્યું :
હું મહેલમાં આવ્યો. પરિચારકે આવીને કહ્યું : “ભોજનનો સમય થઈ ગયો છે. ભોજન માટે પધા.’ મેં એને કહી દીધું : “આજે હું ભોજન નહીં કરું. મને ભૂખ નથી.” ખરેખર, મારી ભૂખ મરી ગઈ હતી. મારી આંખો સામે સડેલા શરીરવાળા એ કૂતરાની રોતી આંખો.... અને દયામણો ચહેરો તરવરતો હતો. એ ચહેરામાં હું વિભાવનો અતિ ક્રૂર ચહેરો જોતો હતો.... કે જ્યારે એણે નગરના ચોકમાં ઊષદત્ત ધોબીને જરાય દયા વિના ઢોરમાર માર્યો હતો. એ વખતની એની રૌદ્ર મુખાકૃતિ દેખાતી હતી.
એ ક્રૂરતાપૂર્ણ ઘટનાનો હું સાક્ષી હતો. જ્યાં સુધી વિભાવસુએ એ ધોબી-જવાનોનો કટુવચનોથી તિરસ્કાર કર્યો હતો ત્યાં સુધી મને કંઈ ખોટું લાગ્યું ન હતું. પરંતુ એણે ઊષદત્તને દોરડાથી બંધાવીને મારવા માંડ્યો હતો... એ મને નહોતું ગમ્યું. મેં એને મારતાં રોક્યો ન હતો.... અથવા રોકી શક્યો ન હતો... મારે એને રોકવો જોઈતો હતો... કેમ ના રોકી શક્યો? એના પ્રત્યે મારો પ્રગાઢ રાગ હતો માટે?
ખરેખર તો એ જ વખતે મારે એને રોકવો જોઈતો હતો કે જ્યારે એ ધોબીયુવાનોના ટોળાને ગાળો દેતો હતો. રાજમાર્ગ પરથી પસાર થવાનો સહુને અધિકાર હોય છે, પછી એ ધોબી હોય કે ચમાર હોય. વળી, એ તો વસંત-ઉત્સવના દિવસો હતા... એ બધા પણ યુવાનો હતા. ગાતા અને નાચતા જતા એ યુવાનોને ધ્યાન ન રહે કે “આ ચોકમાં રાજ કુમારની ટોળી નાચી રહી છે..” સ્વાભાવિક છે... એમાં વિભાવસને ગુસ્સો કરવાની કે એ યુવાનોનો તિરસ્કાર કરવાની જરૂર જ ન હતી. હા, એ ધોબી યુવાનોએ અમારી ટોળીને કોઈ અડપલું કર્યું હોત કે તેઓ ખરાબ શબ્દો બોલ્યા હોત.. અને વિભાવસુએ એમને સજા કરી હોત તો... મને ખોટું ના લાગત... પરંતુ એવું તો કંઈ જ ન હતું. વિભાવસુને તો એ ધોબી-યુવાનોને.. તેમાંય ઊષદત્ત ધોબીને જોતાં જ ખુન્નસ ચઢી ગયું હતું....
મને હજુ પણ, ઊષદત્ત ધોબી પ્રત્યેના વિભાવસુના ઘોર તિરસ્કારનું કોઈ કારણ ૧૨૨
ભાગ-૧ ( ભવ પહેલો
---
-
----
-
----
---
-
-
For Private And Personal Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યાદ નથી આવતું. કોઈ પહેલાનું વેર હોય અને લાગ જોઈને એને ધીબી નાંખ્યો હોય... તો સમજાય કે એણે વેરનો બદલો લીધો હતો. પરંતુ વિભાવસુએ મને ક્યારેય પણ ઊષદત્ત ધોબી સાથેના અણબનાવની વાત કરી ન હતી... બાકી, અમે એટલા બધા અંગત મિત્રો હતા કે એકબીજાથી કોઈપણ વાત છુપાવતા ન હતા.
હા, જ્યારે વિભાવસુએ ધોબી યુવાનોને એ ચોકમાં રોક્યા અને એમનો તિરસ્કાર કર્યો, ત્યારે બધા ધોબી યુવાનો તરફથી જવાબ ઊષદત્તે આપ્યો હતો. તે પણ નમ્ર રાબ્દોમાં. વિભાવસુને એ નહીં ગમ્યું હોય કે ગમે તે હોય, એણે તીવ્ર રોષથી ન બોલવાના ગંદા શબ્દો બોલી નાંખ્યા હતા... અને હદ વિનાની ક્રૂરતા આચરી હતી.
પોતાની ઉચ્ચ જાતિનું અભિમાન કરીને ધોબીઓની નીચ જાતિનો તિરસ્કાર કરીને એણે કેવું ભયંકર ‘નીચગોત્રકર્મ’ બાંધ્યું? ‘નીચગોત્રકર્મ'ની સાથે સાથે દુર્ભાગ્ય નામકર્મ, અપયશ નામકર્મ, અનાદેય નામકર્મ, દુઃસ્વર નામકર્મ, અંતરાય કર્મ... વગેરે અનેક પાપકર્મો બાંધી લીધાં... એ કર્મો... હજારો જન્મ સુધી એને કેવાં ઘોર દુઃખ આપશે?
એ ઘોર દુઃખો એને ઊષદત્ત ધોબીના ઘરમાં જ ભોગવવાં પડશે! જેનો એણે ભયાનક તિરસ્કાર કર્યો છે, જેને અતિશય માર્યો છે... એના જ હાથે, એના જ દ્વારે એનો તીવ્ર તિરસ્કાર થશે... મરણતોલ માર પડશે...
વિભાવસુએ તો બે-ચાર ઘટિકા સુધી ઊષદત્તને સતાવ્યો હતો, માર્યો હતો... જ્યારે ઊયદત્ત દ્વારા એ કેટલાયે જન્મો... કેટલાય ભવો સુધી માર ખાશે... સત્તાવાશે... કદર્શના પામશે....? આ કૂતરાના જન્મથી એ પ્રતિક્રિયાનો... પ્રતિશોધનો પ્રારંભ થઈ
ગયો...
કેવું સડેલું શરીર...? કેવું ભૂખ અને તરસનું દુઃખ?
ત્યાંથી મરીને ગધેડો બનશે... ત્યાંય દુઃખ અને ત્રાસ... ત્યાંથી મરીને ચંડાળનો જન્મ પામશે, તેય નપુંસકનો જન્મ... ત્યાંથી મરીને એ ચંડાળની છોકરી બનશે, સર્પ કરડશે... મરીને એ ધોબીની દાસીનો જન્માંધ નપુંસક પુત્ર બનશે. બળી મરીને, એ જ દાસીની છોકરી થશે...
હાથી કચરી નાંખશે, મરીને ધોબણના પેટે પુત્રીરૂપે જનમશે, પ્રસૂતિમાં જ મરી જશે અને પુનઃ ધોબણના પેટે પુત્રરૂપે જનમશે...
શત્રુના હાથે નદીમાં ડૂબશે... મરશે... ત્યારે પેલા ‘નીચગોત્ર' કર્મનો અંત આવશે... નીચગોત્ર કર્મ અને તેની સાથેનાં બીજાં પાપકર્મો ભોગવાઈ જશે...
શ્રી સમરાદિત્ય મહાકા
For Private And Personal Use Only
૧૩
Page #142
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બે-ચાર ઘડીનાં તીવ્ર પાપ.. નવ-નવ ભવ સુધી દારુણ દુઃખ આપશે...'
રાજન, વિચારતાં વિચારતાં મને પસીનો વળી ગયો. હું બેબાકળો બની ગયો. પલંગમાંથી ઊભો થઈ મારા ખંડના પશ્ચિમ તરફના ગવાક્ષમાં જઈને ઊભો રહ્યો. મેં નીચે દૃષ્ટિ કરી... મેં કૂતરાને જોયો. મારા સેવકો એના શરીરે પડેલા ઘા ઉપર ઔષધ લગાવતા હતા. કૂતરો હાંફી રહ્યો હતો. એના ખુલ્લા મોઢામાંથી લાંબી જીભ બહાર નીકળી હતી. તેમાંથી સતત લાળ ટપકી રહી હતી. વારે વારે તે રોતો હતો...
જન્મ બદલાતાં... કેટલું બધું બદલાઈ જાય છે? શુભાશુભ કર્મો... કેવું પરિવર્તન કરી નાંખે છે?' વિચારોમાં ચઢી ગયો. વિભાવસુને કેવું શ્રેષ્ઠ જીવન મળ્યું હતું? રાજપુરોહિતના ખાનદાન ઘરમાં જન્મ, ધન-વૈભવથી ભરેલું ઘર, ઉત્તમ ચારિત્રનાં ધારક માતા-પિતા, સુંદર રૂપ અને નીરોગી શરીર.. કોઈ બંધ નહીં, કોઈ પરાધીનતા નહીં. લોકોમાં માન અને સન્માન...
સુખી જીવન જીવવાના બધા જ ઉત્તમ સંયોગો અને સાધનો મળવા છતાં. એ એક ભયંકર ભૂલ કરી બેઠો.. કષાયને પરવશ બની ગયો. ક્રોધને પરવશ થઈ ગયો. અભિમાનને આધીન થઈ ગયો.
મને જ્ઞાનનો પ્રકાશ આપનારા અને મારા તારણહાર એ ચાર મહામુનિવરો મને કહેતા હતા : “કુમાર, સાવધાન રહેજે.... ક્રોધ ચંડાળ તને સ્પર્શી ન જાય! દૂર રહેજે એ ચંડાળથી...કદાચ અડી જાય તો વિના વિલંબે ક્ષમાના પાણીથી સ્નાન કરી લેજે...”
મારા મિત્ર વિભાવનું એક મોટું દુર્ભાગ્ય કે એને આવા જ્ઞાની મુનિવરોનો સમાગમ ન મળ્યો. જો એ જીવતો હોત.. અમે સાથે જ પર્વતની ગુફામાં ગયા હોત.. તો એ મુનિવરો અવશ્ય, એણે કરેલા પાપને ધોવાનો ઉપાય બતાવત. બાંધેલાં પાપકર્મોને તોડવાનો માર્ગ બતાવત... અને તો એને કદાચ આવો કૂતરાનો ભવ ન પણ મળત.”
પરંતુ “ઉત્તમ ગુરુનો સંયોગ, ઉત્તમ પુણ્યકર્મના ઉદયથી મળે છે” - એમ એ મુનિવરોએ મને સમજાવ્યું હતું. મારા મિત્રને પુણ્યકર્મના ઉદયથી બીજાં બધાં સુખ ૧૪
ભાગ-૧ જે ભવ પહેલો
For Private And Personal Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મળ્યાં હતાં, પરંતુ સદ્ગુરુનો પરિચય નહોતો થયો. એ થવા માટે જે પુણ્યકર્મ જોઈએ તે એના આત્મામાં નહીં હોય..
પરિણામે તે ભૂલી ગયો. બહુ મોટી ભૂલ કરી નાંખી એણે! એણે નગરના ચોકમાંથી ધોબી-યુવાનોને સીધા જવા દીધા હોત તો આવું દુઃખમય... અંધકારમય ભવિષ્ય ન સર્જાઈ જાત... એણે ક્રોધ તો કર્યો જ, સાથે સાથે પોતાના ઉચ્ચ કુળનું અભિમાન કર્યું... નીચ કુળનો તિરસ્કાર કર્યો... એટલે પાપકર્મ નિકાચિત થઈ ગયું.
ઊષદત્ત ધોબીને ખુબ ગાળો દીધી, ખૂબ માર્યો.. જકડીને બાંધ્યો અને કારાવાસમાં પુરાવ્યો.. એ બધું કરીને જાણે કે એણે મોટો વિજય મેળવ્યો હોય, એમ પોતાની બહાદુરી ગાતો ફર્યો.... ગંભીર ભૂલ કરી એણે.
એ ઉપકારી મુનિવરો કહેતા હતા : કુમાર, ધર્મ થાય કે ન થાય, જીવનમાં પાપ ના થઈ જાય, એની પ્રતિ પળ જાગૃતિ રાખજે.” કેટલી સાચી વાત તેમણે મને કહી હતી! વિભાવસુએ પાપ કર્યું હતું... પરપીડનનું ઘોર પાપ કર્યું હતું... એનું ફળ આ કૂતરાના ભાવમાં ભોગવી રહ્યો છે... ને તે પછીના જન્મોમાં પણ ભોગવતો રહેશે. એને કોઈ બચાવી નહીં શકે. દુઃખોથી અને યાતનાઓથી પરવશતા અને પરાધીનતા બધા ભવ એને મળવાના...
એ કરુણાવંત મુનિવર કહેતા હતા : “કુમાર, આ જીવનલોક જ એવો છે... કે જ્યાં સર્વત્ર કષાયોની વિષ-વેલડીઓ પથરાયેલી છે. એમાંય ગૃહવાસમાં કષાયોનું જ સામ્રાજ્ય હોય છે... ડગલે ને પગલે જીવ કષાય કરે છે ને પાપકર્મ બાંધે છે. માટે ગૃહવાસ છોડવા જેવો છે, અમે એટલે જ ગૃહવાસ ત્યજીને આ અણગાર-જીવન સ્વીકાર્યું છે. તું જુએ છે. આ જીવનમાં કષાયોનું સામ્રાજ્ય નષ્ટ થઈ ગયું છે!
ગૃહવાસમાં કષાય થઈ જતાં વાર ન લાગે... ગઈ કાલે મારા મિત્રે કષાયપરવશ થઈ મોટી ભૂલ કરી, આવતી કાલે હું પણ આ ગૃહવાસમાં કષાયાધીન બની એવી કે બીજી મોટી ભૂલ કરી બેસું... તો? મારી પણ એ જ ગતિ થાય... એ જ દુર્ગતિ થાય.
જો કષાયો પર વિજય મેળવવો હોય તો મારે ગૃહવાસ છોડવો જોઈએ. અણગાર બની જ્ઞાન-ધ્યાનમાં લીન બનવું જોઈએ. ક્ષમા-નમ્રતા-સરળતા-નિર્લોભતા વગેરે દશ પ્રકારના સાધુધર્મનું પાલન કરવું જોઈએ. મેં એ ચાર મુનિવરોને ચાર મહિના... ક્ષમાશીલ જોયા છે... વિનમ્ર જોયા છે, સરળ જોયા છે. નિર્લોભી જોયા છે. મને એમનું ગુણમય જીવન ગમી ગયું હતું. અને એક દિવસ તે પૂજ્યોને કહ્યું પણ હતું : “મને આપનું જીવન ગમી ગયું છે. ત્યારે જ્યેષ્ઠ મુનિવરે કહ્યું હતું તો તને એક દિવસ આવું જીવન મળશે, કુમાર!' એ બોલતી વખતે એમની આંખોમાંથી કેવું
શ્રી સમરાદિત્ય મહાકથા
વરા
For Private And Personal Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વાત્સલ્ય નીતરતું હતું....!
અને, કેવળજ્ઞાની બનીને... એમણે વિભાવસુની. કૂતરાના ભવથી માંડીને એની મુક્તિ સુધીની જે ભવયાત્રા બતાવી. તે તો મારા પર એમણે ૫૨મ ઉપકાર કર્યો હતો. એમણે મને જગાડી દીધો હતો. ગૃહવાસ પ્રત્યે તીવ્ર વૈરાગ્ય જન્માવી દીધો હતો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાજા ગુણસેને પૂછ્યું : ‘ભગવંત, પર્વતની ગુફામાં આપને એ ચાર મહામુનિનો મેળાપ થયો, એ અકસ્માત હતો... કે આપના પૂર્વજન્મના કોઈ પુણ્યકર્મનું પરિણામ હતું? શું પૂર્વજન્મમાં એ ચાર મુનિવરો સાથે કોઈ સંબંધ હશે આપનો?’
આચાર્ય ભગવંતે કહ્યું : ‘રાજન, કેવળજ્ઞાની મુનિવરોને જો મેં જ આ પ્રશ્ન પૂછ્યો હોત તો એનું સમાધાન થાત, પરંતુ મારા મનમાં આવો કોઈ પ્રશ્ન જ ઊઠ્યો નહોતો. કારણ કે હું તો મારા મિત્ર વિભાવસુની દુઃખમય ભવપરંપરા સાંભળીને જ મૂઢ થઈ ગયો હતો! બીજો કોઈ પ્રશ્ન પૂછવાની સ્થિતિમાં જ ન હતો.
પરંતુ એક વાત નિશ્ચિત છે કે પૂર્વજન્મના સ્નેહસંબંધ વિના એમના પ્રત્યે મારું આટલું બધું આકર્ષણ ન હોત. જો કે મારું આકર્ષણ એમના વિશિષ્ટ ગુણો પ્રત્યે હતું. છતાં મને તેમની વાણી ગમતી હતી. તેમની સૌમ્ય મુખાકૃતિ ગમતી હતી... એમનું બધું જ ગમતું હતું! માટે પૂર્વજન્મના સ્નેહ-સંબંધનું અનુમાન કરી શકાય.
આ જન્મમાં, મહામુનિઓના રૂપમાં એમનો મેળાપ મને થયો, એમાં નિમિત્ત મારું પુણ્યકર્મ ખરું જ. ઉત્કૃષ્ટ પુણ્યકર્મ વિના આવી શ્રેષ્ઠ વિભૂતિનો મેળાપ ન જ થાય...
મને માત્ર એમનો મેળાપ જ થયો, એટલું જ ન હતું, એ મેળાપ સાર્થક થયો હતો. એમની પાસેથી મને સાચું જ્ઞાન મળ્યું હતું. મારા આત્માને ઉદાત્ત પ્રેરણાઓ મળી હતી. અધ્યાત્મ માર્ગનો પરિચય મળ્યો હતો... ભવવાસ પ્રત્યે વૈરાગ્ય પ્રગટ્યો હતો અને મુક્તિનો અનુરાગ જામ્યો હતો.
એટલે જ, વિભાવસુનું અત્યંત દુઃખદાયી ભવિષ્ય સાંભળીને, એ જ મારા આરાધ્ય મુનિવરો પાસેથી સાંભળીને... મારું મન તીવ્ર વૈરાગ્ય અનુભવવા લાગ્યું. મેં ગૃહવાસનો ત્યાગ કરવાનો સંકલ્પ કર્યો.
રાજા ગુણસેને પૂછ્યું : ‘ભગવંત, અણગાર બનીને જ કષાયો પર વિજય મેળવી શકાય? ગૃહવાસમાં રહીને કષાયો પર વિજય મેળવવાના ઉપાય નથી?'
મમ
આચાર્યદેવે કહ્યું : ‘મહાનુભાવ, ગૃહવાસમાં કષાયો પર વિજય મેળવવો દુષ્કર હોય છે. સંયોગો અને વાતાવરણ જીવ પર અસર કરે છે. ગૃહવાસના સંયોગો... પ્રસંગો વિચિત્ર હોય છે. વાતાવરણ વિષમ હોય છે, ત્યાં કષાયો પર વિજય મેળવવો
ભાગ-૧૦ ભવ પહેલો
For Private And Personal Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુશ્કેલ છે, કષાયોને આધીન થઈ જવાનું સરળ છે.
અણગારના જીવનમાં સંયોગો અને વાતાવરણ એવું અનુકૂળ હોય છે કે કષાયો પર સરળતાથી વિજય મેળવી શકાય. અલબત્ત, આત્માની જાગૃતિ તો જોઈએ જ. જો જાગ્રતિ ન હોય તો મુનિ પણ ક્યારેક કષાય કરી બેસે.
રાજન, મુનિજીવનનો પ્રાણ છે ઉપશમ. ઉપશાન્ત મુનિ મોક્ષમાર્ગના આરાધક બને છે. ઉપશાત્ત મુનિ કષાયને પરવશ બનતા નથી. તેથી ભવભ્રમણમાં હેતુભૂત ભૂલો તે કરતા નથી.
મારા મનમાં આ જ વાત રમતી હતી. મારા મિત્ર વિભાવસુએ જેવી ભૂલ કરી, તેવી ભૂલ. કે બીજા પ્રકારની ભૂલ મારા જીવનમાં ન થવી જોઈએ. માટે મારે કષાયોથી બચવું જોઈએ. કષાયોથી બચવા માટે અણગાર બનવું જ મારા મનને જ .
મેં પહેલા મારી માતાને વાત કરી. મારી ભાવના વ્યક્ત કરી. માતાને મારા પર અતિ રાગ હતો, છતાં એ મોહમૂઢ ન હતી. જ્યારે મેં એને મારા મિત્ર વિભાવસુની ભવયાત્રા સંભળાવી... તે સ્તબ્ધ થઈ ગઈ. એણે મને મહાવ્રતમય મુનિજીવન સ્વીકારવાની અનુમતિ આપી. માતાએ મારા પિતાને બધી વાત કરી, પિનાએ પણ અનુમતિ આપતાં કહ્યું : “વત્સ, તારો નિર્ણય સાચો છે, યથાર્થ છે. એક દિવસ અમે પણ એ જ ત્યાગમાર્ગ સ્વીકારીશું.”
મને હર્ષ થયો.
મેં વિચાર્યું : “હું મારા પરમ ઉપકારી એ ચાર મુનિવરોની ભાળ મેળવીને એમની પાસે જાઉં... અને મારું જીવન એમનાં ચરણોમાં સમર્પિત કરી દઉં...!'
પરંતુ મને એ મુનિવરોનું કથન યાદ આવ્યું : “કેવળજ્ઞાની પુરુષો કોઈને પોતાના શિષ્ય કરતા નથી. છબસ્થ એવા આચાર્ય, ઉપાધ્યાય કે સાધુઓ જ શિષ્ય બનાવી શકે. કારણ કે છા જ શિષ્યોને અકાર્યોથી રોકી શકે,ઠપકો આપી શકે, સજા કરી શકે. કેવળજ્ઞાની આવું કાંઈ કરી શકે નહીં.
એટલે, એ મહાપુરુષો પાસે જવાનો કોઈ અર્થ ન હતો. મેં વિચાર્યું કે “કોઈ જ્ઞાની મહાપુરુષ અહીં પધારશે... ત્યારે એમની પાસે હું ભાગવતી દીક્ષા અંગીકાર કરીશ.”
થોડા દિવસોમાં જ મારી પ્રતીક્ષાનો અંત આવ્યો.
ઇન્દ્રદત્ત' નામના જ્ઞાની આચાર્ય ભગવંત મારા નગરમાં પધાર્યા વનપાલક દ્વારા સમાચાર મળતાં જ હું ઉદ્યાનમાં દોડી ગયો. મેં આચાર્યદેવનાં દર્શન કર્યા. મારું હૃદય હર્ષિત બન્યુંરોમરાજી વિકસ્વર થઈ. ભાવપૂર્વક મેં વંદના કરી. શ્રી સમરાદિત્ય મહાકથા
૧૨૭
For Private And Personal Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવિકારી આંખો, સૌમ્ય મુખાકૃતિ, મૃદુ-ગંભીર વાણી અને કરુણાભીનો વ્યવહાર... આ બધું મેં આચાર્યદેવમાં જોયું ને અનુભવ્યું. મેં મનથી ત્યાં જ નિર્ણય કરી લીધો - આ જ મારા ગુરુ.' મેં ઊભા થઈ, મસ્તકે અંજલિ જોડી પ્રાર્થના કરી :
ભગવંત, હું આ નગરનો નિવાસી છું. મારું નામ વિજયસેન. હું આ ભવવાસથી, ગૃહવાસથી વિરક્ત થયો છું. ચારિત્રધર્મ અંગીકાર કરવાની તીવ્ર ભાવના મારા હૃદયમાં જાગી છે. તો હે પ્રભો, મને ચારિત્રધર્મ આપીને ભવસાગરથી મારો ઉદ્ધાર
કરો.”
આચાર્યદેવે કહ્યું : “વત્સ, વીજળીના ઝબકારા જેવું ચંચળ આ જીવન છે... માટે શુભ કાર્યમાં વિલંબ ના કરવો જોઈએ. તારી ભાવના ઉત્તમ છે.” રાજન, મેં ઇન્દ્રદત્ત આચાર્ય ભગવંત પાસે દીક્ષા લીધી. મારા વૈરાગ્યનું કારણ તમે પૂછયું, તે કારણે તમને કહ્યું.
૦ ૦. મહારાજા ગુણસેન અપલક નયને વિજયસેન આચાર્યને જોઈ રહ્યા. આંખો આંસુઓથી ભીની હતી. હૃદય શ્રદ્ધા અને ભક્તિના ભાવોથી ભરાઈ ગયું હતું.
બે પ્રહર વીતી ગયા હતા. મધ્યાહ્નનો સમય થઈ ગયો હતો. મહારાજાએ ઊભા થઈને પંચાંગ પ્રણિપાત કર્યો અને વિનયથી કહ્યું :
“ભગવંત, આપે મારા પર મહાન ઉપકાર કર્યો છે. આપની આત્મકથામાંથી ઘણું ઘણું હું સમજ્યો છું. પરમ શાન્તિનો સાચો માર્ગ મને જડ્યો છે. આજે હું જાઉં છું. કાલે પુનઃ આપનાં દર્શન કરીશ.
ના સુવ ટુવા-યુધેિયા...” આચાર્ય ભગવંત બોલ્યા. આમ્રવૃક્ષ પર બેઠેલા કોકિલે મધુર ટહુકાર કર્યા...
કક રક
૧૮
ભાગ-૧ ( ભવ પહેલો
For Private And Personal Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનગમતાં પ્રિયજન મળે ને જે હર્ષ થાય, છે મનગમતાં ભોજન મળે ને જે તૃપ્તિ થાય,
મનગમતો વૈભવ મળે ને જે આનંદ થાય, એના કરતાં ઘણો વધારે હર્ષ, ઘણી વધારે વૃદ્ધિ અને ઘણો વધારે આનંદ મહારાજા ગુણસેનને, આચાર્યશ્રી વિજયસેનના પરિચયથી થયો. એની સાથે-સાથે એમના મનમાં ઘણી બધી જિજ્ઞાસાઓ પ્રગટ થઈ. કારણ કે જિન-મતના આચાર્યનો આ પહેલો જ પરિચય હતો. જિનદર્શનના તત્ત્વજ્ઞાનને એમણે પહેલ-વહેલું સાંભળ્યું હતું. જિનશાસનના મુનિઓને નિકટથી એમણે પ્રથમ વાર જ જોયા હતા. જ નીચી દષ્ટિએ ચાલવું,
મુખ આગળ વસ્ત્ર રાખીને બોલવું, એ પુનઃ પુનઃ રજોહરણથી ભૂમિ-પ્રમાર્જન કરવું, વિનય, નમ્રતા અને વિવેકથી પરસ્પર વ્યવહાર કરવો.... કોઈ આરંભ નહીં, કોઈ પરિગ્રહ નહીં... • ભિક્ષાવૃત્તિથી આહાર ગ્રહણ કરવો... આવા શ્રમણજીવનનું ઉપરછલ્લી દૃષ્ટિથી એમણે અવલોકન કર્યું હતું. એ બધું એમના હૃદયને સ્પર્યું હતું.
સહુથી વિશેષ તો આચાર્યદેવની આત્મકથાએ એમને ઊંડા વિચારમાં ઉતારી દીધા હતા. રાજકુમારમાંથી મુનિરાજ બની ગયેલા એ મહાપુરુષની સઘન છાપ, મહારાજાના ચિત્ત પર પડી હતી.
વિભાવસુના જીવનમાં થયેલી એક ભૂલનું અતિ ભયાનક પરિણામ સાંભળીને... એમના પોતાના જીવનમાં થયેલી એક મોટી ભૂલ, સ્મૃતિપટ પર ઊપસી આવી હતી.
વિભાવસુએ “હું રાજકુમારનો મિત્ર છું. હું ધારું તે કરી શકું.' એમ સમજીને, ઉદ્ધત અને ક્રૂર બનીને ઊષદત્ત ધોબીની એક જ વાર... બે-ચાર ઘડી.... ઘોર કદર્થના કરી, એનો તિરસ્કાર કર્યો, એને બાંધ્યો, એને માર્યો... જેલમાં પૂરી દીધો. એના પરિણામે, મરીને એ કૂતરો થયો. ગધેડો થશે.. અને અનેક જઘન્ય ભવોમાં ઘોર દુઃખ પામશે..
મેં એક વાર નહીં, અનેક વાર અગ્નિશમની ઘોર કર્થના કરી છે. ઘોર ઉપહાસ
શ્રી સમરાદિત્ય મહાકથા
૧
For Private And Personal Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કર્યો છે. ગધેડા પર બેસાડ્યો છે, કાંટાનો મુગટ પહેરાવ્યો છે... નગરમાં ફેરવ્યો છે. કૂવામાં ડૂબકીઓ ખવડાવી છે, શિકારી કૂતરા છોડીને એને લોહી-લુહાણ કરેલો છે... ગરમ-ગરમ તવા પર બેસાડીને દઝાડ્યો છે... એના શરીરે ફોલ્લા પાડવા છે. અરે, એને બિચારાને ઘોર નારકીય વેદનાઓ આપી છે... વર્ષો સુધી મેં એને અસહ્ય ત્રાસ આપેલો છે...
* શું થશે મારું?
* મરીને કેવી-કેવી દુર્ગતિઓમાં જઈશ?
* કેવા કેવા દુઃખમય, કષ્ટમય જન્મ મળશે?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિભાવસનું પાપકર્મ તો આઠ-નવ ભવમાં પૂરું થઈ જશે, મારાં બાંધેલાં પાપકર્મો હજાર ભવે પણ પૂરાં નહીં ભોગવાય...
તરુણ અવસ્થામાં એ પાપ મેં જાણીબૂજીને કર્યા હતાં, અને હમણાં... અજાણતાં એ જ અગ્નિશર્માનાં ત્રણ-ત્રણ પારણાં ચુકાવવાની ભૂલ કરી બેઠો. મારી જ ભૂલના પાપે, એ મહાત્માએ અનશન કરી લીધું... મારા નિમિત્તે એની સમતા-સમાધિનો ભંગ થયો... મારા જ કારણે એ પ્રચંડ કોપાગ્નિમાં હોમાઈ ગયો... મારી આ ગંભીર ભૂલનું કેવું દારુણ પરિણામ આવશે?
એણે એમ જ વિચાર્યું કે એના પ્રત્યે હું શત્રુતા રાખું છું, બાલ્યકાળની શત્રુતા હું ભૂલ્યો નથી... હું તાપસોની ભક્તિનો માત્ર દંભ કરી રહ્યો છું. જાણી જોઈને જુદાંજુદાં બહાનાં બનાવીને એને હું પારણું કરાવતો નથી.
એની રીતે એનું અનુમાન ખોટું નથી. મનુષ્ય ભૂતકાળના અનુભવોના આધારે વર્તમાનમાં વિચારતો હોય છે. ભૂતકાળમાં મેં એની સાથે નર્યું શત્રુતાપૂર્ણ વર્તન કરેલું હતું. એના પર ત્રાસ જ ગુજાર્યો હતો... ક્યારે પણ એની સાથે અલ્પ સમય માટે પણ સારો વ્યવહાર કરેલો ન હતો... પછી એ મારા માટે સારું કેવી રીતે વિચારી શકે? મારા સારા વ્યવહાર તરફ પણ શંકાની દૃષ્ટિથી જ વિચાર કરે.
430
છતાં એણે... ત્રણ મહિનાના ઉપવાસ સમતાથી કર્યા. મારા પ્રત્યે એના મનમાં કોઈ રોષ નહોતો જાગ્યો. પારણું નહીં કરાવી શકવાનાં બે કારણોને યથાર્થે જ માન્યાં હતાં. વાસ્તવિક કાર્ય-કારણભાવ જાણ્યા પછી મનુષ્યને દ્વેષ થતો નથી, ત્રીજી વખતનું કારણ... તે સમજી ના શક્યો, માની ના શક્યો... એના મનમાં બીજું જ કારણ સમજાયું... એના પ્રત્યે મને બાલ્યકાળથી શત્રુતા છે-એ કારણ
મેં અનેક વર્ષો સુધી એની સાથે શત્રુતાપૂર્ણ ક્રૂર વ્યવહાર જ કર્યો હતો ને..? પરંતુ આ વખતે જ્યારે મેં એને તાપસના રૂપમાં જોયો... તપસ્વી રૂપમાં જોયો ત્યારે ખરેખર, મારા મનમાં એના પ્રત્યે સદ્ભાવ, પૂજ્યભાવ જાગી ગયો હતો. છેલ્લો
ભાગ-૧ * ભવ પહેલો
For Private And Personal Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહિનો મેં એની ભક્તિભાવથી જ સેવા કરી હતી, પૂજા કરી હતી. મારો કોઈ દંભ ન હતો, કપટ ન હતું, પરંતુ હું એને મારા થયેલા હૃદયપરિવર્તનની પ્રતીતિ ના કરાવી શક્યો. મોટા ભાગે લોકો સારા-નરસા વ્યવહારના આધારે જ હૃદયના ભાવોની કલ્પના કરતા હોય છે.
મારા જીવનમાં ગંભીર ભૂલ થઈ ગઈ છે... એમાં કોઈ શંકા નથી.
આચાર્યદેવે કહ્યું ને - ‘આ ગૃહવાસ જ એવો છે કે જ્યાં ડગલે ને પગલે કષાયોક્રોધ, માન, માયા, લોભ થઈ જવા સુલભ છે... અને એ કષાયો જીવ પાસે ભૂલો કરાવે છે.’
પરંતુ એ અગ્નિશર્મા તો તાપસ છે ને? એણે ગૃહવાસ ત્યજેલો છે... છતાં એ કષાયને પરવશ બની ગયો... કેમ આમ થયું? ગૃહસ્થોના પરિચયથી આવું બન્યું? હું ગાઢ સંપર્કમાં ન આવ્યો હોત તો આવું ના બનત... મેં મારો જૂનો પરિચય આપ્યો... મેં એ તાપસના મનમાં એ બધી ભુલાયેલી વાતો યાદ કરાવી...
ખેર, જે બનવાનું હતું તે બની ગયું... હવે તો થયેલી ભૂલનું પ્રાયશ્ચિત્ત કરવું – એ જ સાચો માર્ગ છે. અને હવે જીવનમાં એવી કોઈ ભૂલ ના થઈ જાય, એ માટે પ્રતિક્ષણ જાગ્રત રહેવું આવશ્યક છે. શું આ બધું રાજમહેલમાં રહીને, રાજસિંહાસન પર બેસીને કરવું શક્ય છે?
આચાર્ય તો ગૃહવાસમાં રાજકુમાર હતા. તેમના માથે રાજ્યની જવાબદારી ન હતી. તેઓ ચાર મહિના એ મુનિવરોનો સત્સંગ કરી શક્યા હતા. હું એવી રીતે આચાર્યદેવની પાસે સતત ચાર મહિના જઈ શકું ખરો? એમનો સત્સંગ કરી શકું ખરો?
ચાર મહિના તો કદાચ તેઓ નહીં રહે, જેટલા દિવસ રહેશે, હું પ્રતિદિન એમની પાસે જઈશ. મારે એમની પાસેથી જ્ઞાન મેળવવું છે. એમણે જે ‘બોધિ-બીજ'ની વાત કરી... મોક્ષમાર્ગની વાત કરી... મુક્તિની વાત કરી... એ બધી વાતો મારે સમજવી છે. એમની મધુર વાણી મારે સાંભળવી છે. સાંભળતાં-સાંભળતાં કેવો આંતર આનંદ થાય છે, તેનો મેં ગઈ કાલે અનુભવ કર્યો...'
મહારાજાએ મહામંત્રીને બોલાવીને કહી દીધું : ‘જ્યાં સુધી આચાર્યદેવ નગરમાં બિરાજે છે, ત્યાં સુધી હું એમનો સત્સંગ કરીશ. રાજસભામાં નહીં આવું. રાજસભાનું કામકાજ તમે સંભાળજો.'
O
બીજા દિવસે પ્રભાતે સ્નાનાદિ નિત્ય કર્મોથી પરવારી, મહારાજા ગુણસેન, સપરિવાર, અશોકદત્ત શ્રેષ્ઠીના અોકવનમાં પહોંચી ગયા. સર્વપ્રથમ અતિ સુંદર જિનાલયમાં
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
939
Page #150
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જઈને પરમાત્માનાં દર્શન કર્યા. ત્યાર પછી તેઓ, જ્યાં આચાર્યશ્રી વિજયસેન બિરાજમાન હતા, ત્યાં પહોંચ્યા...
મસ્તકે અંજલિ રચાઈ ગઈ. બે જાન, બે હાથ અને મસ્તકને જમીન પર સ્પર્શાવી, પંચાંગ પ્રણિપાત કર્યો. ઊભા થઈને કુશળપૃચ્છા કરી. આચાર્યદેવે “ધર્મલાભ' કહીને આશીર્વાદ આપ્યા. ત્યાર બાદ રાજા અને પરિવારે ત્યાં ઉપસ્થિત સર્વે મુનિવરોને પ્રણામ કરી, કુશળતા પૂછી. સર્વે મુનિવરોએ પ્રસન્ન વદને રાજા અને પરિવારને ધર્મલાભ ના આશીર્વચન સંભળાવ્યાં.
આચાર્યદેવની પાસે આવી રાજા અને પરિવાર વિનયપૂર્વક વિશુદ્ધ ભૂમિ પર બેઠા. સ્વસ્થ બનીને રાજાએ પૂછ્યું :
ભગવંત, અહીં આપને કોઈ પ્રતિકૂળતા નથી ને? આપની ઘર્મ-આરાધનામાં કોઈ વિક્ષેપ તો નથી આવતો ને?'
રાજન, જે નગરમાં તમારા જેવા સાધુપુરુષોના પરમ ભક્ત રાજા હોય અને આ ઉદ્યાનના માલિક અશોકદત્ત શ્રેષ્ઠી જેવા સેવા-પરાયણ શકાતર હોય, ત્યાં પ્રતિકૂળતા હોય જ કેવી રીતે? મહાનુભાવ, કોઈ પ્રતિકૂળતા નથી, કોઈ વિક્ષેપ નથી. અમે સહુ નિરાબાધપણે અમારા ચારિત્રધર્મની આરાધના કરી રહ્યા છીએ.”
મહારાજા ગુણસેને કહ્યું : “ભગવંત, ગઈ કાલે આપે, આપને વૈરાગ્ય થવાનું કારણ બતાવ્યું. તે સાંભળીને. અત્યાર સુધી... આ ક્ષણ સુધી.... મારા મનમાં એ જ વાતો ઘુમરાયા કરે છે. મારું મન પણ આ ગૃહવાસ પ્રત્યે વિરક્ત બન્યું છે... અને આપે કહ્યા મુજબ, જે શાશ્વત સુખનું શાશ્વત ધામ “મોક્ષ છે, તે મોક્ષ પામવાની ઇચ્છા મારા મનમાં પેદા થઈ છે. પરંતુ એ શાશ્વત સુખના ધામનું સ્વરૂપ કેવું છે અને એ પામવાના ઉપાયો કયા છે, તે સમજાવવા કૃપા કરશો?”
“રાજન, ગૃહવાસ પ્રત્યે તમને વૈરાગ્ય થયો અને મોક્ષ પ્રત્યે રાગ થયો, એ તમારા આત્માની વિશુદ્ધિનું નિશાન છે. આત્માની વિશુદ્ધિનો પ્રારંભ “ભવ-વૈરાગ્યથી થાય છે, અને વિશુદ્ધિનો અંત મોક્ષમાં થાય છે. આત્મામાં અનાદિ કાળથી આઠ કર્મોની અશુદ્ધિ રહેલી છે.
જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય, નામકર્મ, ગોત્રકર્મ, આયુષ્યકર્મ અને વેદનીય કર્મ – આ આઠ કર્મો છે. દરેક જીવાત્મા આ કર્મોથી આવરાયેલો છે. સુખ-દુઃખ, જન્મ-મૃત્યુ, જ્ઞાન-અજ્ઞાન અને વિવિધ નામ-રૂપ વગેરે આ કર્મોના કારણે હોય છે. જ્યારે આત્મા આ આઠેય કર્મોથી મુક્ત થાય ત્યારે એને મોક્ષ પ્રાપ્ત થાય છે, એટલે કે આત્મા સર્વથા વિશુદ્ધ બને છે.
આવા અનંત વિશુદ્ધ આત્માઓ, ચૌદ રાજલોકની ઉપર... જ્યાં સ્ફટિક રત્નની
૧૩૨
ભાગ-૧ + ભવ પહેલો
For Private And Personal Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘સિદ્ધશિલા છે, ત્યાં રહેલા છે. સર્વથા નિરંજન અને નિરાકાર એ સિદ્ધ-બુદ્ધ અને મુક્ત આત્માઓ સદેવ પૂર્ણાનંદ અનુભવતા હોય છે. ત્યાં જન્મ, આધિ-વ્યાધિઉપાધિ અને મૃત્યુનાં દુઃખ નથી હોતાં. ત્યાં શબ્દ-રૂપ-રસ-ગંધ અને સ્પર્શનાં ભૌતિક સુખો નથી હોતાં... ત્યાં હોય છે આત્માના અનંત ગુણોની રમણતા! આવાં પરમ આધ્યાત્મિક સુખ પામ્યા પછી... ક્યારેય પણ આ જીવલોકમાં અવતરવાનું થતું નથી. ત્યાં જ શાશ્વત.. અનંત કાળ રહેવાનું!
પ્રભો, આવું શાશ્વત સ્થાન આપણને તો દેખાતું નથી? કયા મહાપુરુષે આ સ્થાન બતાવ્યું?'
કેવળજ્ઞાની સર્વજ્ઞ એવા તીર્થકર ભગવંતોએ એ સ્થાન એમના જ્ઞાનલોકમાં જોયું અને પછી બતાવ્યું.'
એ સ્થાન પામવાના ઉપાયો પણ એ પરમ પુરુષે બતાવ્યા હશે?”
બતાવ્યા છે ને! સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકચારિત્ર આ મોક્ષમાર્ગ છે. શ્રદ્ધા-જ્ઞાન અને ચારિત્રથી મોક્ષ પામી શકાય છે. શ્રદ્ધા અને જ્ઞાન ભાવરૂપ છે, ચારિત્ર ક્રિયારૂપ છે.
રાજન, અનાદિકાળથી આઠ કર્મો અને એ કર્મોનાં નિમિત્ત કારણો-મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ અને પ્રમાદ-આ પાંચ આશ્રવોથી જીવો એવા દબાયેલા છે કે “શ્રદ્ધાનો ગુણ પ્રાપ્ત થવો અતિ દુર્લભ હોય છે. આત્મા પરથી અનંત કર્મોનો ભાર દૂર થાય... તીવ્ર રાગદ્વેષની વૃત્તિઓ નાશ પામે ત્યારે શ્રદ્ધા-સમ્યગ્દર્શન આત્મામાં પ્રગટ થાય છે.
એ આત્માને જિન-વચનો ગમે છે. ગૃહવાસ પ્રત્યે અંતઃકરણમાં વૈરાગ્ય પ્રગટે છે. શાશ્વત સુખ પ્રત્યે અનુરાગ જન્મે છે. દુઃખી જીવો પ્રત્યે અત્યંત દયા જાગે છે અને કંઈક અંશે એના કષાયો શાન્ત પડે છે. એ આત્મા થોડો ઉપશાન્ત થાય છે. બહુ વધારે કોપ નથી કરતો, અતિ અભિમાન નથી કરતો, ગૂઢ કપટ નથી કરતો... અતિ લોભ નથી રાખતો.”
રાજા ગુણસેનને આ બધી તત્ત્વજ્ઞાનની વાતો સાંભળતાં ને સમજતાં આનંદનો અનુભવ થયો. તેમણે પૂછ્યું :
ભગવંત, આવું સમ્યગ્દર્શન આત્મામાં પ્રગટ થઈ ગયા પછી ચાલ્યું ન જાય ને?'
ચાલ્યું પણ જાય, રાજન કર્મોનું જોર વધી જાય. તો ચાલ્યું જાય છે. જેમ મધ્યાહ્નનો સૂર્ય પણ વાદળોથી ક્યારેક ઘેરાઈ જાય છે ને? તેવી રીતે.'
“ભગવનું, સમ્યગ્દર્શનની સાથે જ સમ્યજ્ઞાન પ્રગટે છે? “હા મહાનુભાવ, સમ્યગ્દર્શનની સાથે જ સમ્યજ્ઞાન પ્રગટે છે. એને સર્વપ્રથમ શ્રી સમરાદિત્ય મહાકથા
૧33
For Private And Personal Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આત્માનું જ્ઞાન થાય છે. તે આત્માને ઓળખે છે. પછી તે પરમાત્માને... મહાત્માઓને અને ધર્મતત્ત્વને જાણે છે. આત્મા, મહાત્મા અને પરમાત્માને જાણે છે અને ધર્મને જીવનમાં જીવવાની ઇચ્છા રાખે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્યારે એનાં કર્મો ઘણાં-ઘણાં નાશ પામે છે ત્યારે તેને વ્રતમય ગૃહસ્થ ધર્મ ગમે છે અને એ વ્રતોને સમજીને, વ્રતોનો સ્વીકાર કરીને, વ્રતોનું પાલન કરે છે. એ બાર વ્રતો તમને સમજાવું છું, તે તમે સાંભળો :
* પહેલું વ્રત છે પ્રાણાતિપાત-વિરમણનું. કોઈ પણ જીવને જાણીબૂજીને કે પ્રમાદથી મારવો નહીં.
* બીજું વ્રત છે મૃષાવાદ-વિરમણનું. એવું ખોટું-અસત્ય નહીં બોલવું કે જેથી બીજા જીવોના પ્રાણ જાય.
* ત્રીજું વ્રત છે અદત્તાદાન-વિરમણનું. ચોરી ન કરવી,
* ચોથું વ્રત છે પરસ્ત્રીગમન-વિરમણ અને સ્વસ્ત્રી-સંતોષનું.
* પાંચમું વ્રત છે પરિગ્રહ પરિમાણનું, પરિગ્રહની સીમા નક્કી કરવાનું.
* છઠ્ઠું વ્રત દિશાઓમાં ગમનાગમન કરવાના નિયંત્રણનું.
* સાતમું વ્રત છે ભોગ-ઉપભોગનાં સાધનોનું પરિમાણ નક્કી કરવાનું.
* આઠમું વ્રત છે અનર્થ-દંડ-વિરતિનું. હિંસાનાં સાધનો બીજા મનુષ્યોને આપવાં નહીં, પાપ કરવાનો ઉપદેશ ન આપવો અને અતિ પાપવાળા ધંધા ન કરવા.
૧૩૪
* નવમું વ્રત છે ‘સામાયિકનું.' નિશ્ચિત સમયમાં સમતા ભાવે રહેવું. * દશમું વ્રત છે ‘દેશાવકાશિક' નામનું. આ વ્રત છઠ્ઠા વ્રતનું પૂરક છે.
* અગિયારમું વ્રત છે ‘પૌષધ’નું. ઉપવાસ કરી, બ્રહ્મચર્ય પાળી, નાહ્યા ધોયા વિના... બધી જ પાપ પ્રવૃત્તિનો ત્યાગ કરી. દિવસ-રાત ધર્મધ્યાનમાં રહેવાનું.
* બારમું વ્રત છે ‘અતિથિસંવિભાગ’નું. ન્યાયોપાર્જિત દ્રવ્યથી, શ્રદ્ધા-સત્કાર અને ૫૨મ ભક્તિથી, સ્વાત્માના ઉપકાર માટે સાધુ-પુરુષોને અન્ન-પાણી વગેરે પદાર્થો આપવાના.
રાજન, આ રીતે શુભ ભાવથી વ્રતોનું પાલન કરતાં કરતાં, જ્યારે ઘણાં-ઘણાં પાપકર્મોનો નાશ થઈ જાય છે ત્યારે સાધુધર્મનું પાલન કરવાની અભિલાષા પ્રગટે છે. ક્ષમા, નમ્રતા, સરળતા, નિર્લોભતા, તપ, સંયમ, સત્ય, શૌચ, અકિંચન્ય અને બ્રહ્મચર્યસ્વરૂપ સાધુધર્મના પાલનથી આત્મા વિશુદ્ધ બનતો જાય છે. ભાવોની વિશુદ્ધિ થતી જાય છે. કર્મોની નિર્જરા થતી જાય છે... અને એક દિવસે સર્વ કર્મોનો નાશ થઈ જાય છે. આત્મા પરમ પદ-મોક્ષને પામે છે.’
‘ભગવંત, આપે કૃપા કરી, મહતી કૃપા કરી... મને મોક્ષનું સ્વરૂપ સમજાવ્યું,
ભાગ-૧
(ભવ પહેલો
For Private And Personal Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોક્ષમાર્ગ સમજાવ્યો... ગૃહસ્થ ધર્મનાં બાર વ્રત સમજાવ્યાં. પ્રભો, એ બાર વ્રતમય ગૃહસ્થ ધર્મનો સ્વીકાર કરવાની ઇચ્છા મારા મનમાં જાગી છે.”
મહાનુભાવ, તમારા જેવા ભવ્યાત્માનું એ જ કર્તવ્ય છે. તમારા માટે એ જ કરણીય છે.'
આચાર્યદેવે રાજા ગુણસેનને વિધિપૂર્વક બાર વ્રત આપ્યાં. બાર વ્રતોના પાલન માટે સમ્યગુ માર્ગદર્શન આપ્યું, અને સસ્પેરણાથી રાજાના હૃદયને ઉલ્લસિત કરી દીધું. પરિવાર સહિત રાજાએ પુનઃ આચાર્યદેવને વંદના કરીને કહ્યું :
ભગવંત, દિવસના ચોથા પ્રહરના પ્રારંભે આપનાં ચરણોમાં પુનઃ ઉપસ્થિત થઈશ.”
આચાર્યદેવે અનુમતિ આપી. રાજા સપરિવાર રાજમહેલે પહોંચ્યા, કંઈક પરમતત્ત્વ પામ્યાની તૃપ્તિ સાથે!
અશોકદત્ત શ્રેષ્ઠી પાસેથી રાજાને જાણવા મળ્યું હતું કે આચાર્યદેવ ક્ષિતિપ્રતિષ્ઠિતમાં એક મહિનો સ્થિરતા કરવાના છે. તેથી તેમણે પોતાનો દૈનિક કાર્યક્રમ નક્કી કરી દીર્ધા હતો. દિવસના બીજા પ્રહરમાં અને ચોથા પ્રહરમાં આચાર્ય ભગવંત પાસે જવાનું ગોઠવી દીધું હતું.
તેમને હજુ વિશેષરૂપે ગૃહસ્યધર્મ અને સાધુધર્મનું સ્વરૂપ સમજવું હતું. ક્રિયાત્મક અને ભાવાત્મક ધર્મની ઊંડી સમજણ મેળવવી હતી. એ આચાર્યદેવ અને મુનિર્વાદની સેવા-ભક્તિ કરવી હતી. એક મહિનામાં ઘણી-ઘણી ઉપલબ્ધિ કરવી હતી.
મહારાજાના ખેદ, ઉદ્વેગ અને વિષાદ દૂર થઈ ગયા. આચાર્યદેવના સંપર્કથી તેમણે નવી ચેતના પ્રાપ્ત કરી. અપૂર્વ આનંદ અનુભવ્યો. જીવનનું સાફલ્ય અનુભવ્યું. તેમણે પોતાનો આનંદ મહારાણી વસંતસેનાની આગળ વ્યક્ત કર્યો. મહારાણીએ ઔપચારિકતાથી એ આનંદને વધાવ્યો.. પરંતુ તેના હૃદયમાં જુદી જ ગડમથલ ઊભી થઈ ગઈ.
આવા સાધુપુરુષોના સંપર્કથી આ વિરક્ત બનીને.. ગૃહવાસ ત્યજીને ચાલ્યા તો નહીં જાય? સાધુ તો નહીં બની જાય? ના, ના, હું એમને ગૃહવાસનો ત્યાગ નહીં કરવા દઉ...'
ચોથા પ્રહરના પ્રારંભે મહારાજાનો રથ અશોકવનના દ્વારે જઈને ઊભો રહ્યો.
ક
ક
એક
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૩૫
For Private And Personal Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
IY૧T
દિવસની બે ઘટિકા બાકી હતી. મહારાજા રાજમહેલમાં પાછા આવી ગયા હતા. સૂર્યાસ્ત પહેલાં એમને ભોજન કરી લેવાનું હતું.
“નાથ, ભોજન માટે પધારો.” રાણી વસંતસેનાએ સ્વયં આજે રસોઈ બનાવી હતી. ભોજનની પૂર્વતૈયારી કરી હતી. મહારાજાના ખંડમાં આવીને તેણે ભોજન માટે નિમંત્રણ આપ્યું.
આજથી હવે રાત્રિભોજનનો ત્યાગ છે! બહુ મોટા પાપનો ત્યાગ થઈ ગયો..” રાજાએ આનંદ વ્યક્ત કર્યો. રાણીની સાથે તેઓ ભોજન માટે ગયા. રાજાને ભોજન પીરસીને રાણી પણ ભોજન કરવા બેસી ગઈ.
દેવી, તમે પણ શું રાત્રિભોજનનો ત્યાગ કર્યો?”
નાથ, મારે તો આપના પગલે-પગલે ચાલવાનું છે. પરંતુ આપ એવું લાંબુ પગલું ના ભરતા. કે હું એવું પગલું ના ભરી શકું! આપ તો પરાક્રમી છો.. લાંબી છલાંગ પણ મારી દો... મારું ગજું નહીં છલાંગ મારવાનું!' મહારાજા હસી પડ્યા.
તમે મારા પગલે-પગલે ચાલવાનાં છો, તો મારે તમારો વિચાર કરીને જ પગલાં ભરવાં પડશે દેવી!”
આજ દિન સુધી આપે મારો વિચાર કર્યો જ છે. હવે પણ કરશો જ, એવો મારો વિશ્વાસ છે. ભવિષ્યમાં એને જે વાત કરવાની છે, તેની પૂર્વભૂમિકા રાણીએ બાંધવા માંડી.’
નાથ, આજે આપણે સૂર્યાસ્ત પછી “કુમુદિની” ઉદ્યાનમાં જઈએ તો?' રાણીએ પ્રસ્તાવ મૂક્યો.
ભલે, હું રથ તૈયાર કરવા દ્વારપાલને કહી દઉં છું. આ નિમિત્તે નગરનું અવલોકન પણ થઈ જશે.” મહારાજા એમના ખંડમાં ચાલ્યા ગયા. રાણી શણગાર સજવા અરીસાભવનમાં ચાલી ગઈ.
વસંતસેનાના મનમાં છેલ્લા કેટલાક દિવસોથી, જ્યારથી વસંતપુર ગઈ હતી ત્યારથી, એક વિચાર ઘુમરાયા કરતો હતો. મહારાજા તપોવન અને તપસ્વીઓ તરફ ઢળતા જાય છે. એમનાં માતા-પિતાની પણ એવી જ પ્રેરણાઓ મળેલી છે.. એ પણ તપોવનવાસી બનેલાં હતાં. આ પણ એ વિચારોમાં ન બંધાઈ જાય તો સારું...' પરંતુ વસંતપુરમાં તેની ગર્ભાવસ્થામાં છેલ્લા મહિનાઓ હતા. એટલે આમેય
૧૩૬
ભાગ-૧ ૪ ભવ પહેલો
For Private And Personal Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હરવા-ફરવાથી અને આમોદ-પ્રમોદથી તેને દૂર રહેવાનું હતું. પરંતુ વસંતપુરથી ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં આવતાંની સાથે જ, મહારાજા જે રીતે આચાર્ય વિજયસેન તરફ ખેંચાઈ ગયા હતા, ભાવુકતાના પ્રવાહમાં વહી ગયા હતા. તે વસંતસેનાને ખટકતું હતું. એટલે એ તીવ્ર પ્રેમના બંધનમાં ગુણસેનને જકડી રાખવા તત્પર બની હતી.
એણે આજે ગુણસેનને ગમતાં સુંદર વસ્ત્રો પહેર્યા. ગુણસેનને ગમતા અલંકારો પહેર્યા. ગુણસેનને ગમતી કેશસજા કરી.
રાજા-રાણી રથમાં બેઠાં. રથ નગરના રાજમાર્ગો પર દોડવા લાગ્યો. પ્રજાજનો હર્ષિત બન્યા. મહારાજાનું અભિવાદન કરવા લાગ્યા. મહારાજાની દૃષ્ટિ નગર અને નગરજનો પર મંડાયેલી હતી.
જ્યારે રથ નગરની બહાર નીકળ્યો અને કુમુદિની-ઉદ્યાન તરફ દોડવા માંડ્યો ત્યારે ગુણસેને વસંતસેના સામે જોયું. એની સૌન્દર્યસભર દેહલતા જોઈ. એમના મુખ પર પ્રસન્નતા છવાઈ ગઈ. વસંતસેના પણ “મને અને મારા શૃંગારને જોઈને પ્રસન્ન થયા છે,” એમ જાણીને આનંદિત થઈ. મહારાજાએ કહ્યું :
દેવી, આ રીતે આપણે ઘણા મહિનાઓ પછી ઉદ્યાનમાં વિહાર કરવા જઈ રહ્યાં છીએ, નહીં?’
સાચી વાત છે આપની, બે વર્ષથી પણ વધારે સમય વીતી ગયો... એ સમયમાં આપણે વસંતપુર જઈ આવ્યાં ને!'
જે ભાવનાથી અને જે ઉદ્દેશ્યથી ગયાં હતાં વસંતપુર, એ ઉદ્દેશ્ય સિદ્ધ ના થયો, એ ભાવના ફળીભૂત ન થઈ...' ‘પરંતુ પુત્રરત્નની ત્યાં પ્રાપ્તિ થઈ!” રાજા-રાણી હસી પડ્યાં. રથ ઉદ્યાનમાં પ્રવેશ્યો. ઉદ્યાનમાં રથને ઊભો રાખી. રાજા-રાણી રથમાંથી ઊતરી ગયાં. ઉદ્યાનના પ્રવેશદ્વારે સશસ્ત્ર સૈનિકો ગોઠવાઈ ગયા. એક નિયમ હતો કે ઉદ્યાનમાં જ્યારે રાજા-રાણી હોય ત્યારે બીજા કોઈ જ પ્રજાજનો ઉદ્યાનમાં જઈ ન શકે. રાજપુરુષો પણ તેમાં પ્રવેશી ના શકે.
ભૂરુંભૂરું આકાશ... ઊંચા-ઊંચા ઘટાદાર વૃક્ષો.. રંગબેરંગી સુગંધી પુષ્પોના છોડરમણીય લતા-મંડપો.... કૂદતાં-નાચતાં મુગવંદો... કલરવ કરતાં વિવિધ પક્ષીઓ... ખળખળ વહેતાં ઝરણાંઓ...
ન કોઈ કોલાહલ, ન કોઈ શોરબકોર, ન કોઈ મારામારી... ન કોઈ ધાંધલ શ્રી સમરાદિત્ય મહાકથા
૧૩)
For Private And Personal Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નીરવ શાન્તિ.. પ્રસન્નતા અને આલાદકતા!
રાજા-રાણી આનંદવિભોર થઈ ગયાં. એક નયનરમ્ય લતામંડપમાં જઈ બેઠાં. થોડો સમય મૌન રહી, ગુણસેને કહ્યું :
“અહીં બધું સુંદર છે, આલ્હાદક છે, એક વસ્તુ ખૂટે છે...!” “શું ખૂટે છે સ્વામીનાથ?” પરમાત્માનું મંદિર!'
ઓહો...! સાચી વાત છે આપની... મંદિર હોય તો સોનામાં સુગંધ ભળે!” રાણીએ રાજી થઈને કહ્યું. ગુણસેને રાણીની વાત સુધારી :
સોનામાં સુગંધ નહીં, સુગંધમાં સોનું ભળે! સુગંધ તો છે જ અહીં!' વસંતસેના ખડખડાટ હસી પડી.
મહારાજાએ કહ્યું : “મારે ભૌતિકતા સાથે આધ્યાત્મિકતાને જોડવી છે. મનુષ્ય માત્ર ભૌતિક સુખોમાં જ રાચે-માર્ચ નહીં, સાથે સાથે આત્મા-મહાત્મા અને પરમાત્માનો પણ ચાહક બને, એ અતિ આવશ્યક છે.
જ હું આત્મા છું. કે હું શાશ્વત, અખંડ ને અવિનાશી આત્મા છું.
અનાદિકાળથી આ સંસારમાં ભટકીને દુઃખ પામું છું. જ હવે ભવભ્રમણથી મારે મુક્ત થવું છે,
મારા પરમાત્મ-સ્વરૂપને મારે પામવું છે. કે એ માટે મહાત્માઓની જ શરણાગતિ લેવી જોઈએ!
અહો! આચાર્ય વિજયસેન કેવા જ્ઞાની મહાત્મા છે... એમણે મારી મોહનિદ્રા ઉડાવી દીધી. મારી જ્ઞાનદષ્ટિ ખોલી નાંખી..
દેવી, વસંતપુરનું તપોવન મને ગમતું હતું, ત્યાંના કુલપતિ આર્ય કૌડિન્ય મને ગમતા હતા, પરંતુ આ આચાર્યદેવની તો વાત જ ન્યારી છે! મોક્ષની કેવી સ્પષ્ટ... સુરેખ અને વાસ્તવિક કલ્પના આપી! મોક્ષમાર્ગનું કેવું સુંદર માર્ગદર્શન આપ્યું! દરેક ગૃહસ્થ ગૃહવાસમાં રહીને પણ મોક્ષમાર્ગની આરાધના કરી શકે, તે માટે કેવો સરલ ગૃહસ્થધર્મ બતાવ્યો!
શું આચાર્ય વિજયસેને ગૃહસ્થધર્મ બતાવ્યો?' રાણીના હૃદયમાં કંઈક ટાઢક વળી!
“હા, બાર વ્રતમય વિશિષ્ટ ગૃહસ્વધર્મ બતાવ્યો! નિરપરાધી કોઈ ત્રસ જીવને જાણીબૂજીને મારવો નહીં... કોઈનું મોત થઈ જાય તેવું અસત્ય બોલવું નહીં, ચોરી કરવી નહીં, પરસ્ત્રીનો ત્યાગ કરવો, સ્વપત્નીમાં સંતોષ રાખવો. સ્થાવર-જંગમ સંપત્તિની મર્યાદા બાંધવી. વગેરે વ્રતો તેમણે બતાવ્યાં!
ભાગ-૧ * ભવ પહેલો
૧૪
For Private And Personal Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“અદ્દભુત! રાજા-પ્રજા સહુના માટે અતિ ઉપકારક! મહારાજા, શું સ્ત્રીઓ પણ આવાં વ્રતો લઈ શકે?'
કેમ નહીં? સ્ત્રીઓ પણ વ્રતો અને મહાવ્રતો લઈ શકે છે. પાળી શકે છે અને મુક્તિ પામી શકે છે.' રાણી વિચારમાં ડૂબી.
આકાશમાં ચંદ્રોદય થયો હતો. આખું ઉદ્યાન ચાંદનીમાં સ્નાન કરી રહ્યું હતું. વાતાવરણ અતિ આલ્હાદક બની ગયું હતું. મહારાજા ગુણસેન નિસર્ગના સૌન્દર્યનું પાન કરવા લાગ્યા. વિચારમાં ડૂબેલી વસંતસેના સામે જોઈ, ગુણસને સસ્મિત કહ્યું : વસન્તા..' સ્વામીનાથ!' રાણી વિચારોમાંથી જાગી. બહુ ઊંડા વિચારોમાં ડૂબી ગઈ!' આપની વાતોના વિચારોમાં ડૂબી ગઈ...” “કેવા વિચારો કર્યા?
આચાર્યદેવે જે અણુવ્રતો બતાવ્યાં, તે અણુવ્રતોનો સમગ્ર રાજ્યમાં ઢંઢેરો પિટાવી દીધો હોય તો? અને જે કોઈ સ્ત્રી-પુરુષ આ વ્રતો પાળે, તેને રાજ્ય તરફથી સન્માનિત કરવામાં આવે. તો પ્રજાનું જીવન કેટલું સારું બને? રાજ્યમાં સ્વર્ગ ઊતરી આવે.”
વસંત, કેવી સારી યોજના તું ઘડી શકે છે? પ્રજાના હિતના વિચારો કરીને, તું તારું મહારાણી-પદ શોભાવી રહી છે!”
“ના રે ના, એવી કોઈ યોજના બનાવતાં મને નથી આવડતી. હું તો આપના સુખનો વિચાર કરું... કરતી રહું. એટલે બસ! બીજું વિચારનારા તો આપ બેઠા જ
છો...”
એ વિચાર તો તારા હૈયામાં સતત રમ્યા જ કરે છે. તારો અપાર પ્રેમ પામીને ખરેખર, હું ધન્ય બન્યો છું.' ચન્દ્રના પ્રકાશમાં રાણીના મિતોજ્જવલ મુખને જોતા રાજાએ પોતાનો પ્રેમ પ્રદર્શિત કર્યો.
અને પ્રાણનાથ, આપને પામીને હું કેવી કતાર્થ બની છું – એ વાત કહેવાને માટે મારી પાસે શબ્દો નથી. શત્રુનું દમન કરવા માટે આપ વજ જેવા કઠોર બની શકો છો. તેવી રીતે મેં આપને કમલ કરતાં ય વધારે કોમળ અનુભવ્યા છે. દુશ્મનના માટે આપ વૈશાખના આગ વરસાવતા સૂર્ય બની શકો છો, તેવી રીતે મેં આપને ચન્દ્ર કરતાં પણ અધિક સૌમ્ય અને શીતલ અનુભવ્યા છે. વર્ષોથી.... જ્યારથી હું આપને વરી છું ત્યારથી નિરંતર આપનો અગાધ પ્રેમ પામી છું.” શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બોલતાં બોલતાં વસંતસેનાનું વદન લાલ થઈ ગયું. દેવી...!” સ્વામીનાથ! “મને લાગે છે ઘણીવાર... કે નર્યા સુખના સરોવરમાં હું તરી રહ્યો છું. મને કોઈ દુઃખ નથી. પરંતુ જ્યાં અગ્નિશર્માનો વિચાર આવી જાય છે, મારું મન વિષાદથી ભરાઈ જાય છે.'
નાથ, હવે અગ્નિશર્મા ભુલાઈ જશે, એ તપોવન પણ ભુલાઈ જશે. કારણ કે આપને મહાન જ્ઞાની આચાર્યશ્રી વિજયસેન મળ્યા છે ને? કેવું એમનું મહાન વ્યક્તિત્વ છે! કેવી એમની અપાર કરુણા છે! કેવી મધુર અને ગંભીર એમની વાણી છે!'
“તારી વાત સાવ સાચી છે. એ મહાન ચારિત્રવંત આચાર્યના સાન્નિધ્યમાં તો હું પરમ શાન્તિ અનુભવું છું. ત્યાં મનમાં કોઈ વિષાદ ટકતો નથી, કોઈ ચિંતા... વ્યથા કે વેદના સતાવતી નથી. ત્યાં મને બે દિવસમાં ક્યારેય અગ્નિશર્માની સ્મૃતિ આવી નથી.”
“એટલે જ કહું છું કે એ અગ્નિશર્મા ભુલાઈ જશે. આચાર્યશ્રી વિજયસેન આપના મન પર છવાઈ જશે.. પણ મને એક ભય સતાવે છે...' રાણીએ અવસર પામીને પોતાને કહેવાની વાતની પ્રસ્તાવના કરી દીધી! “તને ભય સતાવે છે? શાનો ભય? કોનો ભય?' આપનો!” મારો ભય?” હા જી!' કેવો ભય?”
જેમ આપ અગ્નિશર્માને ભૂલી જશો એમ મને પણ નહીં ભૂલી જાઓને? આ આચાર્યદેવ જેમ કેષના પાત્રને ભુલાવી દે તેવા છે, તેમ રાગના પાત્રને પણ ભૂલાવી દે તેવા છે...! પરંતુ નાથ, મને આપ વચન આપો કે આપ મારો ક્યારેય ત્યાગ નહીં કરો.... મને ક્યારેય ભૂલી નહીં જાઓ...' રાણીની આંખો ભીની થઈ ગઈ. તે સરકીને મહારાજાની લગોલગ આવી ગઈ.
મહારાજા ગુણસેન ઊંડા વિચારમાં પડી ગયા. વસંતસેના મૌન થઈ ગઈ. વાદળોથી મુક્ત ચન્દ્રને જોવા લાગી.
સંયોગ અને વિયોગ.... એક નિયતિ છે દેવી. જેનો સંયોગ તેનો વિયોગ. કોણ કોનો ત્યાગ કરશે, કોણ જાણે છે દેવી? સર્વજ્ઞ જાણે છે. તું ને હું નથી જાણતાં.
કેવી રીતે વચનબદ્ધ થાઉં કે હું તને ક્યારેય નહીં છોડી જાઉં? મેં મૃત્યુ પર ક્યાં વિજય મેળવ્યો છે? ગમે ત્યાંથી ને ગમે ત્યારે મૃત્યુ ઉપાડી જઈ શકે છે. મને ઉપાડી 180
ભાગ-૧ ૪ ભવ પહેલો
For Private And Personal Use Only
Page #159
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાય... તને ઉપાડી જાય... હું તને રોતી-કકળતી છોડીને કાળનો કવલ બની જાઉં... મને છોડીને તું મૃત્યુના મુખમાં ધકેલાઈ જાય.. આ સંસાર છે દેવી! સંસારમાં આવું બધું બને જ.
રહી વાત યાદ રાખવાની ને ભૂલવાની! તને ભૂલવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. તું યાદ રહેવાની જ છે, તેં મારા પર એક બહુ મોટો ઉપકાર કર્યો છે...!”
ખોટી વાત, મેં કોઈ જ ઉપકાર કર્યો નથી.”
કર્યો છે. દેવી! તેં મને... મારા મનને એટલું સંતુષ્ટ રાખ્યું છે.... એટલો બધો પ્રેમ આપી રહી છે.. કે મારું મન ક્યારેય પરસ્ત્રી તરફ ગયું નથી. મનથી પણ મેં પરસ્ત્રીગમનનો વિચાર કર્યો નથી. મનમાં એવો વિચાર આવ્યો જ નથી. તેં મને બહુ મોટા પાપથી બચાવી લીધો છે. આ શું નાનો ઉપકાર છે? બહુ મોટો ઉપકાર છે. જે સ્ત્રી પોતાના પતિનાં તન-મનને સંતુષ્ટ.. તૃપ્ત રાખે છે, પ્રસન્ન રાખે છે, તે સ્ત્રી એના પતિને પરસ્ત્રી તરફ નજર પણ કરવા દેતી નથી! વિચાર પણ કરવા દેતી નથી. પતિવ્રતા સ્ત્રીનો આ મહાન ઉપકાર હોય છે.”
વસંતસેના પાસે પ્રત્યુત્તર ન હતો. તે શરમાઈ ગઈ. તેનું મસ્તક શરમથી ઢળી ગયું. પતિના ઉત્સંગમાં.
દેવી!” રાણીએ મસ્તક ઊંચું કરીને ભરી ભરી આંખે ગુણસેન સામે જોયું.
તારો ને મારો પ્રેમ અખંડ રહેશે. પ્રેમના રૂપમાં પરિવર્તન આવી શકે. પ્રેમ ખંડિત નહીં થાય. રાગથી અશુદ્ધ બનેલો પ્રેમ, જ્ઞાનથી વિશુદ્ધ બની શકશે... પરંતુ અજ્ઞાનથી ખંડિત નહીં થાય.'
એટલે? મને આપની વાત સમજાણી નહીં.”
સ્ત્રી-પુરુષના સંબંધમાં માત્ર દેહનું... શરીરનું જ આકર્ષણ હોય તે પ્રેમ-સંબંધ ક્યારેક તૂટી જાય. તૂટી જ જાય. પરંતુ જો એ પ્રેમ-સંબંધમાં એક-બીજાના આત્માનું આકર્ષણ હોય તો એ સંબંધ ક્યારેય તૂટે નહીં. અખંડ અને અવિચ્છિન્ન રહે એ સંબંધ. આત્માનું આકર્ષણ જ્ઞાનથી જ થાય. જ્ઞાનથી જ આત્મા ઓળખાય, જ્ઞાનથી જ આત્મદર્શન થાય. આત્મદ્રષ્ટાનો પ્રેમ વિશુદ્ધ હોય છે.' 'શું પછી, શારીરિક સંબંધ નથી રહેતો?” રહે, પરંતુ આસક્તિ વિનાનો, આવેગ હોય, આસક્તિ ના હોય.' “પરંતુ એકને આસક્તિ હોય અને બીજાને ના હોય તો?” ‘એનાથી સંબંધને આંચ નથી આવતી. આસક્તિ-અનાસક્તિ આંતરિક ગુણ-દોષ છે. શારીરિક સંબંધ બાહ્ય ક્રિયા છે.... અંદરથી વિરક્ત મનુષ્ય બહારથી રાગની ક્રિયા કરી શકે છે. રાગીની અને વિરાગીની બાહ્ય ક્રિયાઓ સમાન હોય છે!' શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧
For Private And Personal Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાણીને પ્રેમનું તત્ત્વજ્ઞાન થોડું થોડું સમજાણું. રાજા તરફથી એ થોડી આશ્વસ્ત પણ થઈ, છતાં તેણે ગુણસેનના હૃદયનો તાગ લેવા પૂછ્યું :
નાથ, હદયમાં વૈરાગ્ય પ્રગટ્યા પછી, એ ત્યાગ માટે જીવને પ્રેરિત ન કરે?''
કરે પણ ખરા અને ન પણ કરે. રાગ અને વૈરાગ્ય-બંને ભાવો હૃદયમાં સાથે રહે છે. રાગ ઉપર વૈરાગ્ય અનુશાસન કરતો હોય છે. છતાં રાગ એની મર્યાદામાં એનું કામ કરતો રહેતો હોય છે. વૈરાગ્ય, વૈષયિક સુખો પ્રત્યેનું જીવનું આકર્ષણ ઘટાડતો રહે છે. વૈષયિક સુખોના ઉપભોગમાં આસક્તિનું પ્રમાણ ઘટાડતો રહે છે. જ્યારે વૈરાગ્ય તીવ્ર બને છે ત્યારે એ સુખોનો સર્વથા ત્યાગ કરવા જીવને ઉશ્કેરે છે. જો આત્માનું વીર્ય ઉલ્લસિત થઈ જાય તો.. ત્યાગ કરીને એ સંન્યાસ ગ્રહણ કરી લે!'
રાજા-રાણી લતા-મંડપમાંથી બહાર નીકળ્યાં. ધીરે ધીરે ચાલતાં તેઓ ઉદ્યાનના દ્વાર પાસે આવ્યાં. રથ ઊભો હતો. સારથિએ અન્યોને પંપાળ્યા. રાજા-રાણી રથમાં બેઠાં.. અને રથ નગર તરફ દોડવા લાગ્યો. પાછળ સશસ્ત્ર ઘોડેસ્વારોના ઘોડા દોડવા લાગ્યા.
ગુણસેને કહ્યું : “દેવી, આજે તો આપણે વધુ સમય તત્ત્વચર્ચામાં જ પસાર કર્યો, નહીં?' ‘તત્ત્વચર્ચામાં આજે મને સર્વપ્રથમ આનંદનો અનુભવ થયો!” બહુ સારું થયું. તમને તત્ત્વચર્ચામાં આનંદ થાય, તે મારા માટે લાભકારી છે!' “એ કેવી રીતે નાથ?
કારણ કે આચાર્યદેવ પાસેથી આવ્યા પછી.. તેઓની પાસે જે સાંભળ્યું હશે... તેની વાતો તમારી સાથે હું મુક્ત મનથી કરી શકીશ. અને બીજો લાભ એ થશે કે અર્થ વિનાની વાતોમાં સમય બગડશે નહીં!
એટલે, હવે મારે બીજી-ધરસંસારની, આપણા પરિવારની વાતો નહીં કરવાની?” કરવાની દેવી, પરંતુ કામની વાતો! આવશ્યક વાતો અને તમે જે વાતો કરશો એ મને ગમશે જ. તમારા હૃદયની વાતો મને કરવાની!' રાજમહેલના દ્વારે રથ ઊભો રહી ગયો. દીપકોથી રાજમહેલ ઝગમગી રહ્યો હતો. રથમાંથી ઊતરી રાજા-રાણીએ મહેલમાં પ્રવેશ કર્યો. સંગીતકારોએ વીણા અને મૃદંગના સૂરો વહેતા કર્યા.
ક ક જ
989
ભાગ-૧ * ભવ પહેલો
For Private And Personal Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિન-પ્રતિદિન મહારાજા ગુણસેનનો આચાર્યશ્રી વિજયસેન સાથે પરિચય પ્રગાઢ થતો ચાલ્યો. સતત એક-એક પ્રહર સુધી તત્ત્વચર્ચા ચાલતી હતી. આચાર્યદેવ રાજાને ક્યારેક આત્મજ્ઞાનનાં અમી-પાન કરાવતા તો ક્યારેક કર્મવિજ્ઞાનની આંટીઘૂંટી સમજાવતા. ક્યારેક અધોલોકમાં આવેલી સાત નરકોની રચના સમજાવતા તો ક્યારેક ઊર્ધ્વલોકના દેવલોકોની માનસયાત્રા કરાવતા. ક્યારેક અસંખ્ય દ્વીપ-સમુદ્રોનું કલ્પનાચિત્ર બતાવતા તો ક્યારેક નંદીશ્વર દ્વીપના જિનાયતનોનું વર્ણન કરતા. ક્યારેક સિદ્ધશિલા પર રહેલા અનંત સિદ્ધ ભગવંતોનું સ્વરૂપ સમજાવતા તો ક્યારેક તીર્થકરોના સમવસરણની વિસ્તૃત જાણકારી આપતા. ક્યારેક તેઓ “જિનકલ્પી” મુનિવરોની વિરતાભરી વાતો કરતા તો ક્યારેક “વિકલ્પી મુનિવરોની દિનચર્યાનું આલાદક વર્ણન કરતા. ક્યારેક તેઓ મુનિજીવનનાં મહાવ્રતોનું પ્રાસાદિક શૈલીમાં નિરુપણ કરતા.. તો ક્યારેક પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિની પાસનાનું મહત્ત્વ સમજાવતા. ક્યારેક ધર્મધ્યાનના પ્રકારો પ્રતિપાદિત કરતા તો ક્યારેક શુક્લધ્યાનની ગંભીર વાત પણ સરળતાથી સમજાવતા,
જાણે કે આચાર્યદેવે દિવસનો બીજો પ્રહર અને અડધો ચોથો પ્રહર રાજા ગુણસેન માટે જ ફાળવી દીધો હતો. ક્યારેક ક્યારેક રાજા સાથે રાણી વસંતસેના પણ આચાર્યદેવની તત્ત્વવાણી સાંભળવા આવતી હતી. રાજપરિવાર પણ આવતો હતો. ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના સ્ત્રી-પુરુષોય આવતાં હતાં. આચાર્યદેવ જરાય થાક્યા વિના પ્રફુલ્લિત વદને ધર્મોપદેશ આપતા હતા. આગંતુકોનાં મનને પરિતોષ પમાડતા હતા.
પરંતુ સહુથી વધારે જ્ઞાન મહારાજા ગુણસને મેળવ્યું હતું. સહુથી વધારે ઊંડાણમાં મહારાજા ગુણસેન ઊતર્યા હતા. તેમણે તત્ત્વજ્ઞાન કરતાં પણ ઘણી જ અગત્યની તત્વદૃષ્ટિ' મેળવી હતી. આસપાસની દુનિયામાં સહજ રીતે બનતી સારી-નરસી ઘટનાઓને, સુખ-દુઃખના પ્રસંગોને તે તત્ત્વદૃષ્ટિથી મૂલવતા હતા. દરેક કાર્યની પાછળ રહેલા પરોક્ષ કારણોનાં સચોટ અનુમાન કરતા થઈ ગયા હતા. એટલે તેમના હર્ષ-શોક અને આનંદ-વિષાદનાં ઘણાં દ્વન્દ્ર શાન્ત થઈ ગયાં હતાં. તેના કારણે તેમની નિર્લેપતા અને નિઃસ્પૃહતા. તેમના જીવનવ્યવહારમાં દેખાવા માંડી હતી.
આચાર્યશ્રી વિજયસેન પ્રત્યે ગુણસેનની અંતરંગ પ્રીતિ બંધાઈ ગઈ હતી. આચાર્યને રાજાએ પોતાના હૃદયના સિંહાસને ગુરુપદ પર આરૂઢ કરી દીધા હતા. તે મંત્રીમંડળની સમક્ષ આચાર્યદેવની પ્રશંસા કરતાં હર્ષવિભોર થઈ જતા હતા. રાણી વસંતસેનાની આગળ આચાર્યદેવની એક-એક વિશેષતાનું ખૂબીથી વર્ણન કરતાં તૃપ્ત થતા ન હતા. શ્રી સમરાદિત્ય મહાકથા
૧૪3
For Private And Personal Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક દિવસે ગુણસેને આચાર્યદેવને વંદના કરી પ્રાર્થના કરી :
ભગવંત, મારી આગ્રહપૂર્ણ પ્રાર્થના છે કે આપ અહીં વધુ સમય સ્થિરતા કરો.' પરંતુ આચાર્યદેવે રાજાની પ્રાર્થના સ્વીકારી ન હતી. તેઓ કોઈપણ ગામ-નગરમાં ચાતુર્માસ સિવાય એક મહિનાથી વધુ સમય રહેતા ન હતા. આ એમની આચારમર્યાદા હતી. આચાર્યદેવ પોતાની આચાર-મર્યાદાઓના પાલનમાં દૃઢ હતા, આગ્રહી હતા. રાજા ગુણસેન એમના વિશુદ્ધ આચારપાલનની દૃઢતાથી ઘણા જ પ્રભાવિત થયા હતા. મુનિજીવનનું જેવું તેઓ વર્ણન કરતા હતા, તેવું તેઓ પાલન કરતા હતા. માત્ર આચાર્ય જ નહીં, આચાર્યનો સહવર્તી મુનિ પરિવાર પણ એ જ રીતે અપ્રમત્ત ભાવે વ્રતનિયમોનું પાલન કરી રહ્યો હતો.
એક મહિનાના ત્રીસ દિવસોને પસાર થતાં કેટલી વાર લાગે? તેમાંય સુખ અને આનંદના દિવસો જલદી પસાર થઈ જતા હોય છે. જ્ઞાન અને ધ્યાનમાં સમય, નદીના પ્રવાહની જેમ શીધ્ર વહી જતો હોય છે. * માસિકલ્પ પૂરો થયો.
આ આચાર્યદેવે મુનિર્વાદ સાથે વિહાર કર્યો. આ ક્ષિતિપ્રતિષ્ઠિતના રાજાએ અને પ્રજાએ ભાવભરી વિદાય આપી. રાજા-પ્રજાનાં મન ગુરુ-વિરહની વેદનાથી વ્યાકુળ હતાં. રાજાએ પુનઃ ક્ષિતિપ્રતિષ્ઠિત પધારવા પ્રાર્થના કરી.
એક યોજન સુધી વિદાય-યાત્રા ચાલી. આ રોતી આંખે અને વેદનાભર્યા હૈયે રાજા અને નગરજનો પાછાં વળ્યાં. છેનગર પણ ગમગીન હતું. ક્યાંયથી ગીત-સંગીતના સૂરો નહોતા સંભળાતા, ક્યાંયથીય નુપૂરના ઝણકાર નહોતા સંભળાતા.
રાજા રાજપરિવાર સાથે મહેલમાં પુરાઈ ગયા, પ્રજાજનો એમનાં ઘરોમાં. જ મુશળધાર વર્ષો પછી જેમ આકાશ અને ધરતી મૌન ભાસે છે, સ્વચ્છ ભાસે છે... ભીના-ભીનાં લાગે છે, તેવું જ નગર લાગતું હતું... તેવા જ નગરજનો લાગતા હતાં... મૌન... સ્વચ્છ... અને ભાવનાથી ભીના-ભીના.
આચાર્ય ચાલ્યા ગયા હતા, પરંતુ તેમના પરમાણુઓ નગરની હવામાં રહેતા હતા. તેઓની વાણી વાતાવરણમાં ગુંજતી હતી. તેઓની દેહાકૃતિ જનહૃદયમાં જીવંત હતી.
આ દિવસો, મહિનાઓ અને વર્ષો વીતે છે, પરંતુ આચાર્યદેવ વિસ્મૃત થતા નથી. એમની વાણી રાજા-પ્રજાના જીવનમાં વણાયેલી છે. વાણીએ જીવનનું રૂપ ધારણ કર્યું છે.
મહારાજા ગુણસેન ત્રિકાળ ગુરુદેવની માનસપૂજા કરે છે.
१४४
ભાગ-૧ ૪ ભવ પહેલો
For Private And Personal Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઉદ્યાનનાં વૃક્ષો પર અજવાળાં પાછાં વળી રહ્યાં હતાં. અત્યાર સુધી રાત્રિનો અંધકાર ઓઢીને સૂતેલું ઘાસ, સૂર્યનાં મૃદુ કિરણોના સ્પર્શે જાગી ગયું હતું. દૂર દૂર બાળકોની ચહલ-પહલ સંભળાવા લાગી હતી. આકાશમાં સૂર્યનું તેજ વધી રહ્યું હતું.
મહારાજા ગુણસેન પ્રભાતે શયનખંડના પૂર્વસખ ઝરૂખામાં બેસી... મહેલની આસપાસ પથરાયેલા ઉઘાનને જોઈ રહ્યા હતા. લગભગ રોજનો આ ક્રમ હતો.
દૂર દૂર સુધી ફેલાયેલી હરિયાળી, ચમેલી, મોગરો, જૂઈ અને માલતીનાં ફૂલોની સુગંધ... ટહુકા કરતી કોયલો અને ઉમંગથી નાચતા મોર... આ બધું જોઈને. અનુભવીને મહારાજાનું મન પ્રફુલ્લિત થઈ જતું અને એ મનમાંથી તત્ત્વચિંતનનો ઝરો ફૂટી નીકળતો! નાના નાના છોડ... રંગ-બેરંગી પુષ્પો... લતાઓ અને વૃક્ષો જાણે મસ્તક હલાવી હલાવીને ઉલ્લાસ વ્યક્ત કરતાં હતાં, મહારાજાના મનમાં કોઈ તત્ત્વચિંતનની પુષ્પ-કળી ખીલી જતી હતી અને એમનું અંતર સુવાસિત થઈ જતું હતું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૂર્યોદય થયે એક ઘટિકા પસાર થઈ ગઈ હતી. રાજમાર્ગ પર લોકોની અવરજવર ચાલુ થઈ ગઈ હતી. ત્યાં એક દૃશ્ય... મન અને નયનને ઉદાસીથી ભરી દેનારું દૃશ્ય... રાજાએ ક્યારે પણ નહીં જોયેલું દૃશ્ય... અચાનક દૃષ્ટિપથમાં આવ્યું. એ ત્વરાથી ઊઠ્યા. પશ્ચિમ તરફના ઝરૂખામાં ગયા. ત્યાંથી રાજમાર્ગ સ્પષ્ટ અને નજીક દેખાતો હતો.
મરી ગયેલા મનુષ્યને, વાંસની ખપાટોને બાંધીને તૈયાર કરેલી લાંબી મૃત્યુશય્યા પર સુવાડીને, દોરડાથી મૃતદેહને બાંધીને, ચાર માણસો એ મૃત્યુશય્યા ઉપાડીને ચાલતા હતા. સહુથી આગળ મૃત્યુસૂચક ઢોલ વાગતું હતું. નનામીની પાછળ તીવ્ર આક્રંદ કરી રહેલાં સ્ત્રી-પુરુષો ચાલતાં હતાં... રાજમાર્ગ સ્તબ્ધ બની ગયો હતો.
થોડી ક્ષણો પૂર્વેની મનઃપ્રસન્નતા ચાલી ગઈ. મન વિષાદથી ભરાઈ ગયું, ઉદાસીથી અવરાઈ ગયું. એ મૃતદેહ અને એ કરુણ આક્રંદના સ્વરો દૂર દૂર જતા હતા... મહારાજા અનિમેષ દૃષ્ટિએ એ દિશામાં એ દૃશ્યને જોઈ રહ્યા હતા... દૃશ્ય અદૃશ્ય થયા પછી પણ દૃષ્ટિ શૂન્યમાં તાકી રહી... એમના મુખમાંથી અસ્ફુટ શબ્દો સ૨વા
લાગ્યા :
* મૃત્યુ... * મૃત્યુ શા માટે?
* મૃત્યુ કોનું થાય છે?
* બધા જીવોનું મૃત્યુ થાય છે?
શું આ જીવાત્માઓની નિયતિ છે?
શ્રી સમરાદિત્ય મહાથા
For Private And Personal Use Only
૧૪૫
Page #164
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- જો મૃત્યુ નિશ્ચિત જ છે, તો પછી જીવનની શી જરૂર છે? | વિચારોના વાવાઝોડાએ મહારાજાના મનને ત્રસ્ત કરી દીધું. તેમની આંખોમાં વેદના તરવરવા લાગી. તેમના મુખ પર આકુળતા લેપાઈ ગઈ. તેઓ નજીકમાં પડેલા ભદ્રાસન પર બેસી પડ્યા. આંખો બંધ થઈ ગઈ...
તેમની કલ્પનામાં આચાર્યશ્રી વિજયસેન તરી આવ્યા. મહારાજાના બે હાથ જોડાઈ ગયા. મસ્તકે અંજલિ રચાઈ ગઈ. ભાવપૂર્વક વંદના કરી. મન કંઈક સ્વસ્થ થયું, નિરાકુળ થયું.
પરિચારિકાએ આવીને દુગ્ધપાન માટે આમંત્રણ આપ્યું. “આજે હું “પોરિસી' કરીશ. એક પ્રહર પછી દુગ્ધપાન કરીશ.” એમ કહી પરિચારિકાને વિદાય કરી.
તેમને આચાર્યશ્રી વિજયસેનનાં વચનો યાદ આવ્યાં : “જીવન અને મૃત્યુ સાથે આયુષ્ય-કર્મનો સંબંધ છે. આયુષ્ય જેટલું હોય તેટલું જીવન, આયુષ્યકર્મ ભોગવાઈ જાય એટલે મૃત્યુ
જ્યાં સુધી આત્મા અને કર્મોનો સંબંધ રહેશે ત્યાં સુધી જન્મ, જીવન અને મૃત્યુની ઘટમાળ ચાલ્યા જ કરશે. જન્મ થશે, જીવન જીવવું પડશે. અને છેલ્લે મૃત્યુની આંગળી ઝાલીને ચાલી નીકળવું પડશે..
પરંતુ મૃત્યુ આત્માનું થતું નથી. જન્મ અને મૃત્યુનો સીધો સંબંધ શરીર સાથે છે. શરીર જન્મે છે, શરીર મરે છે. પરંતુ આત્મા શરીરધારી હોવાથી સંસાર-વ્યવહારમાં કહેવાય છે કે : “જીવનો જન્મ થયો, જીવનું મૃત્યુ થયું.”
આચાર્યદેવે મને વાત્સલ્યભાવથી કહ્યું હતું : “રાજન, “ક્યારેય તમે શરીરને શાશ્વત માનશો નહીં. એ ક્ષણભંગુર જ છે. શરીરનો નાશ અનિવાર્ય છે. મૃત્યુ આગળ બધા જ જીવો અસહાય છે. અશરણ છે. અવશ છે. મોટા મોટા ચક્રવર્તીઓ.... બળદેવો અને વાસુદેવો પણ મૃત્યુની સામે પોતાની જાતને અસહાય માને છે.”
રાજાના શરીરમાંથી એક ધ્રુજારી પસાર થઈ ગઈ. તેમનું મનોમંથન ચાલતું રહ્યું : “જ્યારે બધા જ જીવાત્માઓનું મૃત્યુ નિશ્ચિત છે, તો પછી શા માટે કોઈ વસ્તુ કે વ્યક્તિ પર મોહ રાખવો? શા માટે રાગનાં આવરણ ઓઢવાં જોઈએ? વ્યર્થ છે મોહની બધી મથામણ. વ્યર્થ છે રાગની બધી રૂંધામણ. એક દિવસે બધી જ વસ્તુઓનો. બધી જ વ્યક્તિઓનો સંગ વેરવિખેર બની જવાનો છે. બધી વ્યક્તિઓના સંબંધો પાણીમાં ઓગળી જતી સાકરની જેમ સમયના પ્રવાહમાં ઓગળી જવાના છે. આત્મા સાવ જ એકલો પરલોકની યાત્રાએ ઉપડી જશે. ત્યાં વળી નવી દુનિયામાં નવી જીવનયાજ્ઞા પ્રારંભાશે. નવા સાથી, નવા સંગાથી મળશે.... પરંતુ કોને ખબર... મૃત્યુ પછી આત્માની સદ્ગતિ થશે કે દુર્ગતિ? મનુષ્ય મરીને
ભાગ-૧ % ભવ પહેલો
૧૬
For Private And Personal Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચારે ગતિમાં જન્મી શકે છે... દેવગતિમાં દેવ થઈ શકે છે, મનુષ્યગતિમાં મનુષ્ય બની શકે છે... તિર્યંચગતિમાં પશુ-પક્ષી બની શકે છે. ને નરકમાં નારકી પણ બની શકે છે. જે ગતિનું આયુષ્યકર્મ જીવે બાંધ્યું હોય, તે ગતિમાં એને જન્મ લેવો પડે છે. મેં કઈ ગતિનું આયુષ્યકર્મ બાંધ્યું હશે? જ્ઞાની વિના કોણ બતાવે?
ક્ષણિક અને વિનાશી એવા આ જીવનમાં કોની સાથે ૨ાગ કરવાના? કોની સાથે દ્વેષ કરવાના? અચાનક કાળની આંધી ચઢી આવશે જીવનના ગગનમાં, અને મૃત્યુના એક ઝપાટામાં... આયુષ્યની જ્યોત ઓલવાઈ જવાની. મારો આત્મા... પાપપુણ્યના પોટલાં ઉપાડી... પરલોકમાં ચાલ્યો જવાનો...
જો મેં આ જીવનમાં નિરંતર તીવ્રપણે રાગ-દ્વેષ કર્યો, વેર-વિરોધ કર્યા, અસંખ્ય પાપાચરણોમાં પલોટાઈ ગયો, ઇન્દ્રિયોના પ્રિય વિષયોમાં આસક્ત બન્યો... તો મારું સ્થળાંતર દુર્ગતિમાં જ થશે. ત્યાં દુઃખ, ત્રાસ અને વેદના સિવાય કંઈ જ નહીં હોય.
જ્યાં સુધી આત્મા કર્મોથી જકડાયેલો છે ત્યાં સુધી મૃત્યુ અનિવાર્ય છે, અવશ્યભાવી છે. મૃત્યુની વાસ્તવિકતાને સહજપણે સ્વીકારવી જ રહી. એક વાત તદ્દન સ્પષ્ટ છે કે સારો માણસ ક્યારેય મૃત્યુ પછીના જીવનમાં દુ:ખી થતો નથી.
મૃત્યુ અચાનક... સાવ અચાનક જીવાત્મા પર આક્રમણ કરી બેસે છે. બધું જ સાફ કરી નાંખે છે... માટે દુર્લભ મનુષ્યજીવનમાં મારે આત્મહિત કરી લેવું જોઈએ. આજ સુધી શરીર માટે જીવ્યો, સ્નેહી-સ્વજનો માટે જીવ્યો... તો હવે મારા આત્મા માટે પણ જીવવું જોઈએ. ખરું જીવવાનું તો એ જ છે. મૃત્યુ પછી સમ ખાવા પૂરતીય આ દુનિયાની એકાદ વસ્તુ કે વ્યક્તિ સાથે રહેવાની નથી. કશું સાથે આવવાનું નથી. રથ કે રાજમહેલ, રાણીઓ કે રાજ્યસત્તા... સ્નેહીઓ કે સ્વજનો... અહીં જ બધું પડી રહેવાનું... બધું હતું ન હતું થઈ જશે. માટે હવે જગતની જંજાળમાં અટવાઈને જાત તરફ, આત્મા તરફ દુર્લક્ષ્ય કરવાનું પોસાય જ નહીં.
મનુષ્ય જીવન ખરેખર દુર્લભ છે. સમગ્ર જીવસૃષ્ટિમાં મનુષ્યો સહુથી થોડી સંખ્યામાં છે. બધા મનુષ્યોમાં વિકસિત મનવાળા મનુષ્યો તો એથીય ઓછા છે. મારું કેવું સદ્ભાગ્ય કે એમાં મારો સમાવેશ થઈ ગયો! પવિત્ર અને સ્વસ્થ મનથી જ આત્મહિત સાધી શકાય છે. જે કંઈ થોડું-ઘણું જીવન બચ્યું છે, એમાં આત્મહિત કરી લઉં... કોને ખબર... મૃત્યુ ક્યારે પરવાનો લઈને આવી ચઢે! આજથી જ... અત્યારથી જ... આત્માને પામવાની પ્રવૃત્તિમાં મારાં તન-મન અને વચનને જોડી દઉં... ઘણાં વૈયિક સુખો ભોગવી લીધાં... હવે આત્માને પરમાત્માની સમીપે લઈ જાઉં...
આચાર્યદેવ કહેતા હતા : ‘મૃત્યુના સમયે મનમાં ધર્મધ્યાન હોવું અત્યંત જરૂરી છે. માટે જીવનકાળમાં મનને વધુ ને વધુ સમય ધર્મ ધ્યાનમાં જોડાયેલું રાખવું શ્રી સમરાદિત્ય મહાકથા
૧૪૭
For Private And Personal Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જોઈએ. તો “સમાધિ-મૃત્યુપ્રાપ્ત થશે. મૃત્યુ મહોત્સવરૂપ બની જશે.'
મારે મરવું નથી. મૃત્યુને ભેટવું છે!
મૃત્યુને આલિંગન ત્યારે જ આપી શકાય, જો મૃત્યુ સમયે કાયા તપશ્ચર્યાથી પવિત્ર હોય, મનમાં સરળતા હોય, અનશન સ્વીકારેલું હોય, ગુરુદેવના ઉલ્લંગમાં મસ્તક હોય, પરમાત્માના ધ્યાનમાં લીનતા હોય, પ્રાણોના પ્રત્યેક સ્પંદને પરમાત્માનો જ ગુંજારવ હોય... મારા પરમ ઉપકારી, સન્માર્ગના દાતા ગુરુદેવ મારા માથે પોતાનો પ્રેમાળ હાથ ફેરવતા હોય. બસ, બીજું વધારે કાંઈ નહીં. એ વખતે મૃત્યુના આલિંગનમાં હું સમાઈ જાઉં. આવું “સમાધિમૃત્યુ' મારે જોઈએ...
હવે મારે દુઃખરૂપ અને દુઃખફલક આ ઘરવાસનો ત્યાગ કરી, અનંત ઉપકારી ગુરુદેવ આચાર્યશ્રી વિજયસેનનાં ચરણોમાં જીવન સમર્પિત કરવું જોઈએ. અચિંત્ય ચિત્તામણિ-રત્ન સમાન અણગારપણું અંગીકાર કરવું જોઈએ.
સર્વજ્ઞ ભગવંતોએ બતાવેલું સાધુજીવન કેવું નિષ્પાપ અને નિર્મળ જીવન છે! મનથી પણ કોઈ જીવને પીડા આપવાની નહીં. સમગ્ર જીવસૃષ્ટિને મિત્ર માનવાની. અસત્ય બોલવું જ ન પડે, તેવી પારમાર્થિક ઉત્તમ જીવનપદ્ધતિમાં ચોરી જ ના કરવી પડે તેવું ઇચ્છાઓ ને કામનાઓથી મુક્ત જીવન! મનમાં મૈથુનનો વિચાર જ ના જન્મ તેવું અવિકારી તત્ત્વચિંતન અને પરપદાર્થો પ્રત્યેની નિઃસ્પૃહતાથી સદૈવ અકિંચનતા... અપરિગ્રહતા...! મારા ગુરુદેવ આવા જ શ્રેષ્ઠ શ્રમણ્યને સહજતાથી જીવે છે. મારે પણ એવું શ્રામય જોઈએ છે.
કોઈ પણ દોષ વિનાની પ્રાસુક ભિક્ષાથી જીવનનિર્વાહ કરવાનો, ભોજનની ના નિદા કરવાની, ના પ્રશંસા કરવાની... પરિમિત અને કાલોચિત ભોજન કરવાનું... સ્વાદને માણ્યા વિના કોળિયા ગળે ઉતારી જવાના...
નીચે જોઈને ચાલવાનું, નિરવદ્ય વચન બોલવાનું, વારે-વારે પ્રમાર્જન કરવાનું..
જ્ઞાન-ધ્યાનમાં લીન રહેવાનું! જ મન-વચન-કાયાને પાપોમાં પ્રવર્તાવવાના નહીં! ક ઉપવાસ, આયંબિલ આદિ તપશ્ચર્યા કરવાની,
સુધા કરતાં ઓછું ખાવાનું, રસત્યાગ કરવાનો, ક જાણી-સમજીને શરીરને કષ્ટ આપવાનું...
સ્થિર આસને પદ્માસને કે સિદ્ધાસને બેસીને, નાસિકાના અગ્ર ભાગે દૃષ્ટિ સ્થાપીને... અરિહંત પરમાત્માનું ધ્યાન કરવાનું.
૧૪૮
ભાગ-૧ * ભવ પહેલો
For Private And Personal Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્થાપીને.. અરિહંત પરમાત્માનું ધ્યાન કરવાનું...
પાપોને ગુરુદેવ સમક્ષ પ્રકાશિત કરવાનાં, ગુરુદેવ જે પ્રાયશ્ચિત્ત આપે તે પ્રાયશ્ચિત્ત વહન કરવાનું.
ગુરુજનોનો વિનય કરવાનો. સાધુજનોની સેવા કરવાની. * વિવિધ અભિગ્રહો ધારવાના... શરીરની શોભા નહીં કરવાની. જ ખુલ્લા પગે વિહાર કરવાના.. ને માથે કેશલુચન કરવાનું..
માન-અપમાનમાં સમભાવ રાખવાનો,
સોના અને માટીમાં ભેદ નહીં કરવાનો, બંનેને સમાન માનવાના. - શત્રુ અને મિત્ર પ્રત્યે સમભાવ રાખવાનો, છે ક્રોધ... માન... માયા અને લોભ પર વિજય મેળવવાનો!
હું આવો અણગાર બનીશ.
ક્યારેક મહિનાના ઉપવાસ કરીશ. ક્યારેક બે મહિનાના.... ક્યારેક ચાર મહિનાના ઉપવાસ કરીશ. ગુરુદેવની આજ્ઞા લઈ, નિર્ભય બની ક્યારેક નગરની બહાર શૂન્યગૃહોમાં... સ્મશાનમાં રાતભર ધ્યાનસ્થ ઊભો રહીશ.
ક્યારેક ગામ-નગરોમાં વિહાર કરતાં, મિથ્યાત્વ અને અજ્ઞાનથી ઉન્માર્ગે ચાલનાર જીવોને ધર્મનો બોધ આપીને શ્રદ્ધાવાન અને જ્ઞાનવાન બનાવીશ.
છે અને જ્યારે મૃત્યુનો પડછાયો દેખાશે.... હું અનશન કરીશ. જિનોક્ત વિધિથી દેહોત્સર્ગ કરીશ.
લાખો ભવોમાં મળવા દુર્લભ, લોકાલોકમાં સૂર્ય સમાન, શાશ્વત સુખ આપવામાં કલ્પવૃક્ષ સમાન, નિરુપમ ચિંતામણિરત્ન સમાન, ભવસાગરમાં વહાણ સમાન. આચાર્યદેવ વિજયસેન જેવા ગુરુ મેં પ્રાપ્ત કર્યા છે... હું એમની પાસે જઈને મહાપ્રવ્રજ્યા અંગીકાર કરીશ.” પ્રભાતનાં એક પ્રહર વીતી ગયો હતો. મહારાણી વસંતસેના, મહારાજા પાસે આવીને ઊભા રહી ગયાં હતાં.
એક
સૈક
ગ્રીક
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૨૯
For Private And Personal Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૫ ૧૮HI
નાન કર્યું. દંતધાવન કર્યું અને દુગ્ધપાન કર્યું. બધું સહજતાથી કર્યું. મહારાણી વસંતસેનાની ઉપસ્થિતિમાં કર્યું. પરંતુ બંને મૌન. અવારનવાર માત્ર દૃષ્ટિ મળી. રાણીની દૃષ્ટિમાં જિજ્ઞાસા હતી. રાણીની દૃષ્ટિમાં અગમ્ય ભયનો ઓછાયો હતો. રાજાની દૃષ્ટિમાં ચમક હતી. રાજાની દૃષ્ટિમાં નિશ્ચય હતો.
બંને એકાંત ખંડમાં બેઠાં. ખંડના ચાર ખૂણાઓમાં ધૂપસળી સળગી રહી હતી. ધૂમ્રસેરો ખંડને સુગંધથી ભર્યે જતી હતી.
મહારાજા ગુણને મૌન તોડ્યું : ‘દેવી!” નાથ!' એક મહત્ત્વના નિર્ણયની જાણ કરવી છે.” આપના કે આપણા?'
અત્યારે તો મારો નિર્ણય જણાવવો છે. તમારા માટે નિર્ણય કેવી રીતે કરી શકું?' ‘એ અધિકાર પણ આપને આપેલો જ છે.'
છતાં... આ નિર્ણય સામાન્ય નથી, વિશિષ્ટ છે. એટલે તમારો અભિપ્રાય જાણવો આવશ્યક લાગ્યો.'
આપનો નિર્ણય પ્રકાશિત કરો.”
ગ્રહવાસનો ત્યાગ કરી, ગુરુદેવ આચાર્યદેવ વિજયસેનનાં ચરણોમાં પહોંચી, મહાપ્રવ્રજ્યા સ્વીકારીશ.”
વસંતસેનાની આંખો બંધ થઈ... ભીની થઈ.. અને અશ્રુબિંદુઓ ટપકવા લાગ્યાં, ‘નિર્ણય ના ગમ્યો દેવી?” વસંતસેનાની દૃષ્ટિ જમીન પર સ્થિર થઈ. રૂંધાયેલા સ્વરે તે બોલી :
નાથ, આપ ગમે ત્યારે આ નિર્ણય કરશો જ, એ હું સમજતી હતી, પરંતુ આટલો ત્વરિત નિર્ણય કરશો, તે નહોતી જાણતી.”
‘ત્વરિત નિર્ણય કરવાનું નિમિત્ત મળી ગયું.” રાણીએ મહારાજાની સામે જોયું. મહારાજાએ કહ્યું :
૧૫e
ભાગ-૧ * ભવ પહેલો
For Private And Personal Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“આજે પ્રભાતે રાજમાર્ગ પરથી પસાર થતા મૃતદેહને જોયો. મૃત્યુની લીલા જોઈ. મૃત્યુનો નાદ સાંભળ્યો... એ આવે એના પહેલાં આત્મહિત સાધી લેવાની પ્રબળ ઇચ્છા જાગી.'
આજે પ્રભાતથી આપ એ જ ગહન ચિંતનમાં ડૂબેલા છો નાથ, હું આપની પાસે આવીને એક ઘટિકા પર્યત ઊભી રહી હતી. છતાં આપની દૃષ્ટિ આ દાસી પર નહોતી પડી.”
એ ચિંતન સાર્થક થયું. જ્ઞાનનું ફળ વિરતિ છે. મેં સર્વવિરતિ સ્વીકારવાનો નિર્ણય કર્યો. કારણ કે મારે “સમાધિમૃત્યુ પામવું છે, મરવું નથી, મૃત્યુને ભેટવું છે! તે માટે ગુરુદેવના શરણે જવું છે.”
મારા દેવ, આપનો નિર્ણય યથાર્થ છે. આપે શ્રેષ્ઠ નિર્ણય કર્યો છે. મનુષ્યજીવનનું સાફલ્ય ગ્રામના પાલનથી જ છે. પરંતુ જો આપ થોડા દિવસ, થોડા મહિના.. થોડાં વર્ષોનો વિલંબ...'
“હવે વિલંબ કરવો અસહ્ય છે. હવે હું ગૃહવાસમાં નહીં રહી શકું... આવતી કાલે પ્રભાતે જ. અહીંથી પ્રયાણ કરી જ્યાં પૂજ્ય ગુરુદેવ બિરાજે છે, તેમનાં ચરણોમાં પહોંચી જઈશ.'
‘આવતી કાલે જ?' રાણી વસંતસેના મહારાજાનાં ચરણોમાં મસ્તક મૂકી... ધ્રુસકે-ધ્રુસકે રડી પડી. હૃદયનો બંધ તૂટી ગર્યા.
રાગદશાની એ કરુણતા હતી. રાણીનું રુદન ચાલતું રહ્યું. મહારાજા મૌન બેઠા રહ્યા. આ પ્રતિક્રિયાથી તેઓ અજાણ ન હતા. આ પ્રતિક્રિયા સ્વાભાવિક હતી.
રાણીનું રુદન અટક્યું. ઉત્તરીય વસ્ત્રથી એણે આંસુ લૂછયાં. તેણે મહારાજાનાં ચરણ પકડીને ભીના... ગદ્દગદ સ્વરે કહ્યું.
“હું આપના હૃદયને સંતાપવા નથી ઇચ્છતી.... મને ક્ષમા કરજો. શું કરું? આપના વિયોગનો વિચાર મને રડાવે છે. આપના પ્રત્યેનો અવિહડ રાગ મને કલ્પાંત કરાવે છે.. હું આપના માર્ગમાં વિઘ્ન નહીં બનું... આપનો શ્રેયમાર્ગ કુશળ હો...'
મહારાજા ગુસેનની આંખો ભીની થઈ, ‘દેવી, જેવી મારી તમારી પાસે અપેક્ષા હતી, તે અપેક્ષા પૂર્ણ થઈ. તમારી મહાનતા વ્યક્ત થઈ.. હું આનંદિત થયો છું.”
“મારા સ્વામી, આવતી કાલે હું પણ આપની સાથે જ ગુરુદેવની પાસે આવીશ. હું પણ ગૃહવાસનો ત્યાગ કરીશ.. આપના વિના આ મહેલ મારા માટે સ્મશાન સમાન છે. વિષયસુખો વિષ સમાન છે. હું એક ક્ષણ પણ નહીં રહી શકું આ મહેલમાં...” શ્રી સમરાદિત્ય મહાકથા
૧૫૧
For Private And Personal Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘દેવી, ગૃહવાસનો ત્યાગ કરવો સરળ હશે કદાચ, પરંતુ મહાવ્રતોનું પાલન કરવું સરળ નથી જ. કઠોર છે એ શ્રમણ્યનો માર્ગ. તમારો દેહ કોમળ છે.... ટાઢ અને તડકા, કાંટા અને કાંકરા.. તમે સહન નહીં કરી શકો...... શ્રમણ્યનો માર્ગ કષ્ટોથી ભરેલો છે...”
ગુરુદેવની કૃપાથી શ્રામણ્યનાં કષ્ટો સહવાની શક્તિ મળશે. કષ્ટો સહ્યા વિના તો કર્મોની નિર્જરા થવાની નથી.. રાચી-માચીને કરેલાં પાપોનો નાશ... સ્વેચ્છાએ કષ્ટો સહ્યા વિના સંભવિત નથી ને? આપ ચિંતા ના કરો નાથ, આપના પદચિહ્નો પર ચાલવાનો મારો પણ નિર્ણય છે.”
મહારાજા ગુણર્સન, વસંતસેનાનો નિર્ણય સાંભળી સ્તબ્ધ થઈ ગયા, એમણે ક્યારેય કલ્પના કરી ન હતી કે વસંતસેના ગૃહવાસ ત્યજી સાધ્વી બનશે!
દેવી, તમારો નિર્ણય અપ્રતિમ છે. તમારું સમર્પણ અદ્દભુત છે. તમે તમારા ઉત્તમ સત્ત્વની પ્રતીતિ કરાવી છે.”
પરંતુ સ્વામીનાથ, જો કાલે જ અહીંથી પ્રયાણ કરવું હોય તો કુમાર ચંદ્રસેનનો આજે જ રાજ્યાભિષેક કરી દેવો જોઈએ.”
મહારાજાએ કહ્યું : “હજુ મંત્રીમંડળને મારો નિર્ણય જણાવવો બાકી છે. તેમનો અભિપ્રાય પણ જાણવો આવશ્યક છે. કુમારના રાજ્યાભિષેક માટે રાજપુરોહિતને બોલાવી, આજનો દિવસ કેવો છે, એ જાણવું પણ આવશ્યક છે.'
અને રાજપુરોહિત આજના દિવસે રાજ્યાભિષેક કરવાની ના પાડે તો?” ‘તો વહેલામાં વહેલું શુભ મુહૂર્ત કાઢવા કહીશ....' “તો પછી આવતી કાલે આપણે પ્રયાણ...”
નહીં કરી શકીએ. વાંધો નહીં, હવે તમે સાથે છો... તમારા હાથે પ્રજાજનોને દાન અપાવીશ. જિનમંદિરોમાં મહોત્સવ રચાવીશ, નેહી-સ્વજનોને પ્રીતિ-ભોજન આપી તેમનો સત્કાર કરીશ. રાજ્યનાં બધાં જ સ્ત્રી-પુરુષોને બોલાવી તેમનું ઉચિત સન્માન કરીશ. કારાવાસોમાંથી કેદીઓને મુક્તિ આપીશ... અને જ્યારે શુભ મુહૂર્ત આવશે ત્યારે કમારનો રાજ્યાભિષેક કરી, બીજા જ દિવસે અહીંથી, ગુરુદેવ પાસે જવા પ્રયાણ કરી દઈશું!”
યોગ્ય અને ઉચિત છે આપની વાત. હું હવે મારા ખંડમાં જાઉં, આપ મંત્રીમંડળને બોલાવીને વાત કરી લ્યો.”
૦ ૦ ૦
ઉપર
ભાગ-૧ છે ભવ પહેલો
For Private And Personal Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશાળ અને સુશોભિત મંત્રણાખંડમાં મહામંત્રી સહિત સર્વે મંત્રીઓ ઉપસ્થિત થયા. મહારાજા ગુણસેને તે સહુનો સત્કાર કર્યો. સહુ પોતપોતાનાં આસનો પર બેઠા. થોડીવાર મૌન છવાયું.
મહામંત્રીએ ઊભા થઈ, મસ્તકે અંજલિ જોડી વિનયથી પૂછયું : “કૃપાનાથ, અમને સહુને કેમ યાદ કર્યા? અમારા યોગ્ય અમને આજ્ઞા કરો.'
મંત્રીશ્વર. મેં ગૃહવાસનો ત્યાગ કરી, ગુરુદેવ આચાર્ય વિજયસેન પાસે જઈ, મહાપ્રવજ્યા સ્વીકારવાનો નિર્ણય કર્યો છે. મારી સાથે, મહારાણીએ પણ એ જ નિર્ણય કર્યો છે.'
સર્વે મંત્રીઓ ગંભીર બની ગયા. મહામંત્રીએ કહ્યું : “મહારાજા, મહાપુરુષો જીવનના ઉત્તરાર્ધમાં આવો જ વિચાર કરતા હોય છે. કારણ કે કમલપત્ર પર રહેલા જલબિંદુમાં પડતું ચંદ્રનું પ્રતિબિંબ જેમ ચંચળ હોય છે, તેવું ચંચળ આ જીવન છે. એવા ચંચળ જીવનમાં શાશ્વત ધર્મની આરાધના કરી લેવા ભવ્ય આત્માઓ પ્રમાદ નથી કરતા. માટે હે પ્રભો, આપને સુખ ઊપજે એમ કરો. શુભ કાર્યમાં વિલંબ ના કરવો જોઈએ.'
રહસ્યમંત્રી યશોધને કહ્યું : “ઘરની ચારે બાજુ આગ લાગી હોય, ત્યારે ઘરમાં રહેલા બુદ્ધિશાળી મનુષ્યને ઘરની બહાર નીકળતાં કોણ રોકે? આધિ-વ્યાધિની અગનજ્વાળાઓથી સંસાર-ઘર સળગી રહ્યું છે. મહારાજા! આપે કરેલા શુભ નિર્ણયને અમે વધાવીએ છીએ...'
સજળ નયને ઊભા થઈ રાજપુરોહિત સોમદેવ બોલ્યા : “અમારા પાલનહાર, આપના શુભ માર્ગમાં વિઘ્ન નથી કરવું. પરંતુ મને લાગે છે કે આપે બહુ વહેલો ગૃહત્યાગનો નિર્ણય કર્યો છે. હજુ વૃદ્ધાવસ્થાનો સ્પર્શ પણ નથી થયો... ત્યારે સંન્યાસ ગ્રહણ કરવાનું. મને નથી ગમતું. મારા નાથ.. આપના વિના આ મહેલ. રાજસભા... નગર.... અને રાજ... બધું જ સૂનું થઈ જશે.. અમે સહુ કોની પાસે જઈને અમારાં સુખ-દુઃખની વાત કરીશું? કોણ અમારી અને આ રાજ્યની પ્રજાની રક્ષા કરશે...? આપ અમને છોડીને ન જાઓ... ન જાઓ મહારાજા.”
સોમદેવ રડી પડ્યા. સર્વે મંત્રીઓ રડી પડ્યા. શોક અને વિષાદનું વાતાવરણ પ્રસરી ગયું.
મહારાજાએ ધીર-ગંભીર સ્વરે કહ્યું : “સોમદેવ, તમે રડો નહીં. મંત્રીશ્વરો, તમે સ્વસ્થ થાઓ. તમે સહુ સુજ્ઞ છો. આ લોક અને પરલોકના હિતને વિચારી શકો છો. આચાર્યદેવશ્રી વિજયસેનના પરિચયથી, એમના ઉપદેશથી અને એમણે આપેલા તત્ત્વજ્ઞાનથી મારો આત્મા જાગ્યો છે. પારલૌકિક હિત સાધી લેવાની તીવ્ર ઇચ્છા શ્રી સમરાદિત્ય મહાકથા
૧૫૩
For Private And Personal Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રગટી છે. તે માટે મહાપ્રવ્રજ્યાનો સ્વીકાર કરવો અનિવાર્ય છે.
હવે હું રાજ કુમાર ચન્દ્રસેનનો રાજ્યાભિષેક કરવા ઇચ્છું છું. સોમદેવ, તમે શ્રેષ્ઠ મુહૂર્ત આપો. શીધ્રાતિશદ્ય જે મુહૂર્ત આવે એ મુહૂર્ત રાજ્યાભિષેક કરીને હું અને મહારાણી, અહીંથી પૂજ્ય ગુરુદેવશ્રી પાસે જવા પ્રયાણ કરીશું. એ મુહૂર્ત આવે તે પૂવે હું આટલાં કાર્યો સંપન્ન કરવા ઇચ્છું છું -
સ્નેહી-સ્વજનોનો સત્કાર. જે રાજ્યના સર્વે પ્રજાજનોનું સન્માન. છે ગરીબોને દાન. જ મંદિરોમાં ભવ્ય મહોત્સવ. આ બધાં કાર્યોની તૈયારી કરો.” મહામંત્રીએ કહ્યું : “આપની આજ્ઞા મુજબ આ બધાં જ કાર્યો સંપન્ન થશે, મહાપ્રવ્રજ્યાના પુનિત પંથે જવાની અને અનુમતિ આપીએ છીએ.”
તમે ખરેખર, મારા હિતકારી છો. તમે યથાસ્થિત કહ્યું. હું હર્ષિત થયો છું.' એમ કહીને મહારાજાએ મંત્રીમંડળની સાથે મધ્યાહ્નનું ભોજન કર્યું. સહુને અભિનંદન આપી વિદાય કર્યા.
૦ ૦ ૦. કુમાર ચન્દ્રસેન જ્યેષ્ઠ રાજકુમાર હતો. એ યૌવનમાં પ્રવેશેલો પરાક્રમી રાજકુમાર હતો. તેણે મહારાજા ગુણસેનની સાથે બે યુદ્ધોમાં પણ ભાગ લીધો હતો. યુદ્ધકૌશલ બતાવીને તેણે ધવલ કીર્તિ પ્રાપ્ત કરેલી હતી.
પરાક્રમી હતો, પરંતુ યૌવનસુલભ ઔદ્ધત્યથી એ મુક્ત હતો. તેની ઉદારતાનાં, નગરની શેરીએ શેરીએ ગીત ગવાતાં હતાં. તેના હૃદયમાં રાજ્યની પ્રજા પ્રત્યે વાત્સલ્ય હતું. દુઃખીજનોનાં દુઃખ દૂર કરવા માટે તે રાત-દિવસ તત્પર રહેતો હતો. તેને મહારાજા ગુણસેનની રાજનીતિ પસંદ હતી. તે મહારાજાનો માન-મોભો ને મર્યાદાનું પાલન કરતો હતો.
ચન્દ્રસેન નિર્વ્યસની હતો. તે જે કાર્ય કરતો, દક્ષતાથી અને સભાનતાથી કરતો. અલબતું, તે બહુ જ ઓછું બોલતો. તેના મુખ પર જેવી તેજસ્વિતા ઝળકતી તેવી જ પ્રસન્નતા રમતી રહેતી.
તેણે મહેલમાં અચાનક આવેલું પરિવર્તન જોયું.
પરિચારિકાઓની આંખોમાં આંસુ ઊભરાતાં જોયાં. પરિચારકોને પ્લાન મુખવાળા જોયા. દ્વારપાલોને વિષાદથી ઘેરાયેલા જોયા... ક્યારેય પણ તેણે મહેલને શોકથી લીંપાયેલો જોયો ન હતો. તે ત્વરાથી માતા વસંતસેના પાસે પહોંચ્યો. માતાના ખંડમાં
ભાગ-૧ ૪ ભવ પહેલો
૧૪
For Private And Personal Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવેશતાં પણ એ જ કરુણતા દૃષ્ટિપથમાં આવી. કુમાર-પત્ની પ્રભૂજના, વસંતસેનાના ઉત્કંગમાં પડીને કરુણ રુદન કરી રહી હતી.
કુમારના મુખ પર ગંભીરતા છવાઈ ગઈ, તેણે માતા સામે જોયું. વસંતસેનાની આંખો ભીની હતી. તે પોતાના બંને હાથ પુત્રવધૂના માથે મૂકી તેને રુદન નહીં કરવા સમજાવતી હતી. પ્રભંજનાનું રુદન અટકતું ન હતું. “મા!”
બેટા!' “શું છે આ બધું?”
વસંતસેના મૌન રહી. કુમારનો સ્વર સાંભળી પ્રભંજનાએ રાણીના ઉલ્લંગમાંથી પોતાનું મુખ ઉઠાવી લીધું. ઉત્તરીય વસ્ત્રથી આંખો લૂછી નાંખી. વસ્ત્ર ઠીક કરી, એક તરફ ઊભી રહી ગઈ.
મા, માત્ર આ મહેલના સ્ત્રી-પુરુષો જ આંસુ નથી સારતાં, મહેલની ભીંતો પણ રડી રહી છે. સર્વત્ર વિષાદ છવાયો છે. એવું શું બન્યું છે મા? હું કંઈ જ જાણતો નથી.”
એ જણાવવા જ કુમાર, તને શોધતો હું અહીં આવ્યો છું.' મહારાજા ગુણસેને રાણીના ખંડમાં પ્રવેશતાં જ કહ્યું. રાણી વસંતસેના પલંગ પરથી ઊભી થઈ ગઈ. પુત્રવધૂની પાસે જઈને ઊભી રહી. રાજકુમારે પિતાનાં ચરણોમાં પ્રણામ કર્યા.
મહારાજા સિંહાસન પર બેઠા. કુમારને પાસે બેસવા સંજ્ઞા કરી, પરંતુ કુમાર મહારાજાનાં ચરણોમાં બેઠો. બે ક્ષણ સ્વસ્થ બનીને, મહારાજાએ કહ્યું :
કુમાર, મેં અને તારી માતાએ ગૃહત્યાગ કરવાનો નિર્ણય કર્યો છે. અમે ગુરુદેવશ્રીનાં ચરણોમાં જઈ મહાપ્રવ્રજ્યા અંગીકાર કરી, અમારું આત્મહિત કરીશું. આ વાત આજે મેં મંત્રીમંડળને કરી છે, પ્રાજ્ઞ અને આત્મવાદી મંત્રીશ્વરોએ એમની શુભકામનાઓ પણ સમર્પી... કુમાર, તારો રાજ્યાભિષેક કરીને અમે અહીંથી તરત જ પ્રયાણ કરીશું. રાજપુરોહિતે તારા રાજ્યાભિષેકનું શુભ મુહૂર્ત વસંતપંચમીનું આપ્યું છે. હજુ નવ દિવસ બાકી છે..”
જમીન પર દૃષ્ટિ સ્થિર કરીને બેઠેલો કુમાર કંઈ બોલ્યો નહીં. તેણે મસ્તક ઊંચું કરીને મહારાજા સામે જોયું નહીં. તે જેમનો તેમ બેસી રહ્યો. “માતા અને પિતા આ મહેલમાંથી સદાને માટે ચાલ્યા જાય.. પછી આ મહેલ કેવો લાગે...?' એ કલ્પનામાં ખોવાયેલા કુમારની આંખો નીતરવા લાગી.
વત્સ, તારી આંખોમાં આંસુ? વર્ષો વીતી ગયાં... મેં તારી આંખોમાં ક્યારેય આંસુ નથી જોયાં...' મહારાજાએ કુમારનો હાથ પકડી પોતાની પાસે લીધો. તેના શ્રી સમરાદિત્ય મહાકથા
૧૫૫
For Private And Personal Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મસ્તકે વાત્સલ્યથી હાથ ફેરવતા તેઓ બોલ્યા :
“વત્સ, ગૃહવાસમાં ઘણા-ઘણાં વર્ષો રહ્યાં અમે. પાંચ ઇન્દ્રિયોનાં ઉત્કૃષ્ટ સુખો અમે ભોગવ્યાં... પ્રજાનું પાલન કર્યું. રાજ્યની રક્ષા કરી... આ જીવનનાં સાંસારિક કર્તવ્યો હવે પૂરાં થયાં. હવે આત્મકલ્યાણ માટે અમારે પ્રવૃત્ત થવું જોઈએ. કારણ કે આરોગ્ય ચંચળ છે, આયુષ્ય અનિશ્ચિત છે. અને શરીરબળ અસ્થિર છે.. ક્યારે શરીર રંગોથી ઘેરાઈ જાય, ક્યારે શરીરબળ ક્ષીણ થઈ જાય અને ક્યારે આયુષ્યનો દીવો બુઝાઈ જાય . તેની ખબર નથી... માટે જ્યાં સુધી બળ, આરોગ્ય અને આયુષ્ય નિરાબાધ છે ત્યાં સુધી આત્મહિત સાધી લેવું જોઈએ.'
મહારાજાની વાણીમાં પારલૌકિક પરમ હિત સાધવાના નિર્ણયનો રણકાર હતો. હૃદયમાં ઉછળતા વૈરાગ્યના સાગરનો ઘુઘવાટ હતો. તેમણે વાત્સલ્યથી ભીની વાણીમાં કહ્યું :
વત્સ, લાખો વર્ષ પૂર્વેનો આવો જ પ્રસંગ મારી સ્મૃતિમાં આવે છે. મારા માતાપિતાએ પણ આ જ રીતે ગૃહવાસનો ત્યાગ કર્યો હતો... આ જ રીતે હું દુઃખી હૈયે રડ્યો હતો. પરંતુ વત્સ, હું ત્યારે મોટો અપરાધી હતો... તું નિરપરાધી છે. ત્યારે મારાથી પિતાજી ઘણા દુઃખી હતા. આજે તારાથી હું ઘણો સંતુષ્ટ છું. ત્યારે માતાપિતાએ અરણ્યવાસ સ્વીકાર્યો હતો, આજે અમે બે-તારાં માતા-પિતા, મહાપ્રવ્રજ્યાના મોક્ષમાર્ગે જઈએ છીએ.
વત્સ, તું પ્રજાપ્રિય બન્યો છે. તારી પ્રજાવત્સલતાએ પ્રજાને ઘેલી કરી દીધી છે. તું રાજનીતિમાં પારંગત બનેલો છે. આ જ રાજનીતિથી રાજ્યનું સંચાલન કરજે . પ્રજાના ધર્મસ્વાતંત્ર્યને અબાધિત રાખજે. દુષ્ટોનો નિગ્રહ કરજે. સજ્જનોને સન્માન આપજે મહાજનને મહત્તર માની, એમની વાતોને ગંભીરતાથી સાંભળજે. તું વિચક્ષણ છે, તને વિશેષ શું કહું? સર્વજ્ઞ-વીતરાગ પરમાત્માના બતાવેલા ધર્મને તારા હૃદયમાં સ્થાપજે, તારા નાના ભાઈઓને પ્રેમથી સાચવજે. આપણું મંત્રીમંડળ આપણને પૂર્ણ વફાદાર છે. દરેક મહત્ત્વપૂર્ણ કાર્યમાં એમની સલાહ લેજે. તેઓ આપણા અને રાજ્યના હિતચિંતક છે, તે વાતનો વિશ્વાસ રાખજે.”
વાતાવરણમાં હળવાશ આવી. કુમાર અને કુમારપત્ની બંને કંઈક સ્વસ્થ બન્યાં. મહારાજાએ કહ્યું : “કુમાર, રાજ્યમાં વસતા આપણા સ્નેહી સ્વજનોને નિમંત્રિત કરવાના છે. મિત્ર રાજાઓને અને આજ્ઞાંકિત રાજાઓને પણ આમંત્રણ આપવાનું છે. એ સર્વેનો મારે આદર-સત્કાર કરવો છે. અમે બંને શા માટે મહાપ્રવ્રજ્યાના માર્ગે જઈએ છીએ, એ વાત મારે એમને સમજાવવી છે.
તે પછી રાજ્યના બધા જ અગ્રગણ્ય નાગરિકોનું સન્માન કરવું છે. ગરીબોને
ઉપs
ભાગ-૧ છે ભવ પહેલો
For Private And Personal Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દાન આપવું છે. કારાવાસોમાંથી કેદીઓને મુક્તિ આપવી છે. અને રાજ્યના સર્વે જિનમંદિરોમાં ભક્તિ-મહોત્સવ કરવા છે. એ માટેની પૂર્વતૈયારી કરો. મેં મંત્રીવર્ગને વાત કરી છે, પરંતુ આ બધાં કાર્યો તારા માર્ગદર્શન નીચે થવાં જોઈએ.
કુમારે પિતાનાં ચરણોમાં પ્રણામ કર્યા. તે પછી માતાનાં ચરણોમાં પ્રણામ કરી, તે ખંડમાંથી બહાર નીકળી ગયો. કુમારપત્ની પ્રભંજનાને પણ વસંતસેનાએ જવાની અનુમતિ આપી.
મહારાજા ગુણસેને વસંતસેના સામે જોયું. બંનેની દષ્ટિ મળી. ‘દેવી, કુમારની ગંભીરતા જોઈ?' હા જી, એક અક્ષર પણ એ ના બોલ્યો.' અને એક-એક શબ્દ એણે ધ્યાનથી સાંભળ્યો.' ખૂબ શાન્તિથી એણે બધી વાતો સાંભળી. ‘દેવી, કુમારની તેજસ્વિતા, કુમારનું પરાક્રમ અને એનું ગુણમય વ્યક્તિત્વ, તેને શ્રેષ્ઠ રાજા બનાવશે...'
અને છેવટે શ્રેષ્ઠ રાજર્ષિ પણ બનાવશે ને! આપ આપના પિતાના માર્ગે ચાલશો, એ એના પિતાના માર્ગે ચાલશે ને!”
ઘણી ઉત્તમ પરંપરા છે આ. જો આ પરંપરા યુગો સુધી ચાલતી રહેશે તો પ્રજાનો અભ્યદય અને પ્રજાની સુખ-શાન્તિ નિરંતર વધતી જશે.'
પરિચારિકાએ ખંડમાં પ્રવેશ કરીને નિવેદન કર્યું : “ભોજનનો સમય થઈ ગયો છે. મહારાજ કુમાર અને યુવરાજ્ઞી આપની પ્રતીક્ષા કરે છે.” પરિચારિકાના ગયા પછી મહારાજાએ કહ્યું :
કુમાર આજે મારી સાથે ભોજન કરશે! મને એમ જ લાગે છે કે હવે એ પ્રતિદિન આપની સાથે ભોજન કરશે...” અને યુવરાજ્ઞી તમારી સાથે...' બંને પ્રસન્ન ચિત્તે ભોજન-કક્ષ તરફ ચાલ્યાં.
0 ૦ ૦. ભવ્ય અતિથિગૃહને પુષ્પમાળાઓથી અને પુષ્પગુચ્છોથી શણગારવામાં આવ્યું હતું. વિવિધ રંગી મૂલ્યવાન વસ્ત્રોથી વાતાયનો શોભાયમાન કરવામાં આવ્યાં હતાં. થોડા થોડા અંતરે ચંદનકાષ્ઠની પૂતળીઓના હાથમાં રત્નદીપ ગોઠવવામાં આવ્યા હતા. દીપકોની પાસે જ ધૂપદાનીઓ મૂકેલી હતી અને એમાંથી નૃત્ય કરતી ધૂમ્રસેરો ઉપર જતી હતી. છતમાં કીમતી અને કલાત્મક ઝુમ્મરો લટકતાં હતા.
અતિથિગૃહમાં પૂર્વ દિશા સન્મુખ બે ભવ્ય સ્વર્ણ-સિંહાસનો સ્થાપિત કરવામાં
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૫૭
For Private And Personal Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવ્યાં હતાં. તેના પર મહારાજા ગુણસેન અને મહારાણી વસંતસેના બેઠાં હતાં. મહારાજાની પાસે એક નાના સિંહાસન પર યુવરાજ ચંદ્રસેન બેઠો હતો અને મહારાણી પાસે એક નાના સિંહાસન પર યુવરાજ્ઞી પ્રભૂજના બેઠી હતી.
પશ્ચિમ દિશા સન્મુખ મધ્યભાગમાં એક હજાર ભદ્રાસનો પંક્તિબદ્ધ ગોઠવાયેલાં હતાં. તેના પર મિત્ર રાજાઓ અને આજ્ઞાંકિત રાજાઓ તેમના ક્રમ મુજબ બેઠા હતા. ઉત્તર અને દક્ષિણની શ્રેણિઓમાં રાજ્યના અધિકારીઓ, મંત્રીઓ અને પ્રતિષ્ઠિત નાગરિકો બેઠા હતા.
મહારાજાની પાછળના ભાગમાં સ્નેહી-સ્વજનોનાં આસનો ગોઠવાયેલાં હતાં.
અતિથિગૃહમાં નીરવ શાન્તિ છવાયેલી હતી. ઉપસ્થિત સર્વે સજ્જનોના મુખ પર ગ્લાનિપૂર્ણ ગંભીરતા લેપાયેલી હતી. સહુનાં મસ્તક નમેલાં હતાં. વાતાવરણમાં સુગંધ હતી, પરંતુ હૈયાઓમાં ઉગ હતો.
અતિથિઓથી ખીચોખીચ ભરાયેલા વિશાળ અતિથિગૃહનાં પ્રવેશદ્વારો પર સશસ્ત્ર સૈનિકો સ્વાન વદને ઊભા હતા.
ત્યાં ઉત્સાહ ન હતો, ઉમંગ ન હતો, આનંદ ન હતો. ત્યાં ગીત ન હતું, નૃત્ય ન હતું, હાસ્ય ન હતું, વિનોદ ન હતો. મહારાજા સિંહાસન પરથી નીચે ઊતર્યા. સભાને ઉદ્ધોધન કરવા માટે એક ઊંચી બાંધેલી જગા પર જઈને ઊભા. સહુની આંખો મહારાજા પર સ્થિર થઈ. મહારાજાએ પોતાના વક્તવ્યનો પ્રારંભ કર્યો : “મારા પ્રિય સ્વજનો, મેં તમને સહુને સપ્રયોજન આમંત્રિત કર્યા છે.
અમે બંનેએ ગૃહત્યાગ કરવાનો નિર્ણય કર્યો છે. વસંતપંચમીના દિવસે યુવરાજ ચન્દ્રસેનનો રાજ્યાભિષેક કરીને, અમે ગુરુદેવ આચાર્ય-ભગવંત વિજયસેનની પાસે જવા પ્રયાણ કરીશું. તેઓશ્રીની પાસે મહાપ્રવ્રજ્યા અંગીકાર કરી, આ મનુષ્યજીવનનું સાફલ્ય પ્રાપ્ત કરીશું.
આ નિમિત્તે તમને અહીં નિમંત્રિત કરી, તમારું સ્વાગત-સન્માન કરવાની મારી ઇચ્છા હતી. તમારા સહુના મારા પર ઘણા ઉપકારો છે. મારા જીવનકાળમાં તમે સહુએ મને અતિ સ્નેહ આપ્યો છે. સાથ અને સહયોગ આપ્યો છે. અમારા સુખે સુખી અને દુઃખે દુખી બન્યા છો.
મહાનુભાવો, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અમારા તરફથી તમને કોઈ દુઃખ પહોંચ્યું હોય, ત્રાસ થયો હોય... ક્લેશ કે પરિતાપ થયો હોય તો અને બંને મન-વચનકાયાથી ક્ષમા માગીએ છીએ. તમે સહુ અમારા અપરાધોને ભૂલી જજો.... અમને
ભાગ-૧ ૨ ભવ પહેલો
૧૫૮
For Private And Personal Use Only
Page #177
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષમા આપજો...” મહારાજાનો સ્વર ગર્ગદ થઈ ગયો. સભાગૃહની ભૂમિ અશ્રુબિંદુઓથી ભીંજાણી.
મહાનુભાવો, જીવન એક સ્વપ્ન છે. સ્વપ્નથી વિર્શષ કંઈ નથી. જ્યારે એ સ્વપ્ન પૂરું થઈ જાય.. સ્વપ્નમાં બાંધેલાં સોનાના મહેલો અને સ્વર્ગનાં નગરો.. ક્યારે તૂટી પડે.. કંઈ કહેવાય નહીં. જીવનસ્વપ્નમાં બાંધેલા સંબંધોના માળાઓ ક્યારે પીંખાઈ જાય... કોઈ ભરોસો નહીં.. ક્યારે ક્રૂર કાળ જીવનો કોળિયો કરી જાય.. નિશ્ચિત નથી.
જીવનનું અંતિમ લક્ષ્ય “મહાપ્રવ્રજ્યા' રાખજો. અને હવે તમારા રાજા બનનાર કુમાર ચંદ્રસેનની આજ્ઞાનું પાલન કરજો.”
મહારાજાએ પોતાનું વક્તવ્ય પૂરું કર્યું. તેઓ રાજસિંહાસન પર જઈને બેઠા. સત્કાર-વિધિનો પ્રારંભ થયો.
શ્રેષ્ઠ શસ્ત્રોથી, ઉત્તમ અલંકારોથી અને સુંદર વસ્ત્રોથી સહુનો સત્કાર કરવામાં આવ્યો. ત્યાર પછી સહુને પ્રીતિ-ભોજન કરાવવામાં આવ્યું. કાર્યક્રમ પૂરો થયો.
આ આઠ દિવસ સુધી રાજા-રાણીએ ગરીબોને ખૂબ દાન આપ્યું. છ જિનમંદિરોમાં ભવ્ય ભક્તિ-મહોત્સવ શરૂ થઈ ગયા.
કે રાજ્યના અને પર-રાજ્યોના મહાનુભાવો મહારાજાને મળવા માટે આવવા લાગ્યા. મહારાજાની વૈરાગ્ય-ભાવનાની પ્રશંસા કરવા લાગ્યા. છે વસંતપંચમીનો દિવસ આવી ગયો.
ખૂબ ઠાઠમાઠથી રાજકુમાર ચંદ્રસેનનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. નૂતન મહારાજા ચન્દ્રસેનની આણ પ્રવર્તાવવામાં આવી એ જ વખતે મહામંત્રીએ રાજસભામાં ઘોષણા કરી :
આવતી કાલે પ્રભાતે, મહારાજા અને મહારાણી, મહાપ્રવજ્યાનો સ્વીકાર કરવા અહીંથી પ્રયાણ કરશે. સર્વે નગરજનો આપણા પરમ પ્રિય મહારાજાને વિદાય આપવા, પ્રભાતે રાજમહેલના પટાંગણમાં આવી જાય.”
સભાનું વિસર્જન થયું. ચંદ્રસેન-પ્રભંજનાની સાથે મહારાજા-મહારાણી રાજમહેલમાં આવ્યાં.
એક જ શાક
શ્રી સમરાદિત્ય મહાકથા
ઉપc
For Private And Personal Use Only
Page #178
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૯
‘સુપરિતોષ’માં રહેવા છતાં અગ્નિશર્મા ‘અ-પરિતોષ’ની આગમાં સળગી રહ્યો હતો. તે અત્યંત અસ્વસ્થ બન્યો હતો. પરંતુ દુનિયા ક્યાં કોઈની આંતરિક દુનિયાને જુએ છે? એ તો બાહ્ય પરિવેશનું જ અવલોકન કરે છે.
અગ્નિશર્માનો ઉગ્ર તપ તો લાખો વર્ષોથી લોકજિહ્વા પર ૨મતો જ હતો, ત્યાં લોકોના કાને અગ્નિશર્માએ અનશન કર્યું છે,’ આ વૃત્તાંત અથડાવા લાગ્યો. બાહ્ય તપશ્ચર્યાના તેજે આસપાસની દુનિયાને આંજી નાંખી. લોકોએ અ-મર્યાદ પ્રશંસાનાં તોરણો બાંધવા માંડ્યાં.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* ‘અગ્નિશર્મા વર્તમાન વિશ્વનો શ્રેષ્ઠ તપસ્વી છે!'
* ‘વિશ્વમાં અગ્નિશર્મા જેવો બીજો કોઈ તપસ્વી જોયો નથી!’
* ‘અગ્નિશર્માએ તપોવનના અણુ-પરમાણુમાં તપની શક્તિ ભરી દીધી...' * ‘હવે તો જીવનપર્યંત એ ઉપવાસ કરી, પ્રાણોનો ત્યાગ કરશે.'
પ્રભાત પ્રગટે છે અને તપોવનના દ્વારે દર્શનાર્થીઓની પંક્તિઓ રચાય છે. જનતાનો અવિરત પ્રવાહ અગ્નિશર્માના ઉત્તપ્ત-સંતપ્ત દેહને જુએ છે... મસ્તક નમાવે છે -‘તુભ્ય નમઃ' બોલે છે અને મન-નયનનાં એ મહાતપસ્વીની દેહાકૃતિ ભરીને આગળ વધે છે.
તપોવનના ત્રિશત તાપસો એ જનપ્રવાહને યોગ્ય માર્ગે વાળવા માટે, મૌનનું પાલન કરતા, સ્થાને-સ્થાને અને વળાંકે-વળાંકે ઊભા રહી માર્ગદર્શન આપે છે.
૧૩૦
તૃતીય પ્રહ૨માં તપોવનનાં દ્વાર દર્શનાર્થીઓ માટે બંધ રહે છે. તે સમયે તાપસો આહારાદિ પ્રવૃત્તિમાં નિરત બને છે. સર્વે પોતપોતાનાં દૈનિક કાર્યોને પતાવે છે. પરંતુ કોઈનું મન પરમાત્મધ્યાનમાં કે શાસ્ત્ર સ્વાધ્યાયમાં લાગતું નથી! તૃતીય પ્રહરમાં અગ્નિશર્માની બે આંખો ખૂલે છે.
પ્રથમ અને દ્વિતીય પ્રહર સુધી ‘આ મહાતપસ્વી ધ્યાનસ્થ છે.' આ બોધ કરાવવા એ પોતાની આંખો બંધ રાખે છે. દર્શનાર્થી એનાં દર્શન કરે છે, એ દર્શનાર્થીઓને જોતો નથી. એનાં મનઃચક્ષુ એક માત્ર રાજા ગુણસેનને જુએ છે.
દર્શનાર્થી જનતાને ‘આ મહાત્મા મૌન ધારણ કરીને પરમ બ્રહ્મના ધ્યાનમાં નિમગ્ન છે,' આવો અવબોધ કરાવવા, અગ્નિશર્મા મૌન પાળે છે, પરંતુ એનું મન અતિ તીવ્રતાથી રાજા ગુણસેન સાથે બોલે છે - ‘રે દુષ્ટ, તારા પાપે ભલે આ જનમમાં હું રિબાઈ-રિબાઈને મરું, પણ પછીના જન્મોમાં તને હું રિબાવી-રિબાવીને
ભાગ-૧ % ભવ પહેલો
For Private And Personal Use Only
Page #179
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારીશ. મારી ઘોર તપશ્ચર્યાના પ્રભાવે!”
એના ચિત્તમાં “પરમબ્રહ્મનું ધ્યાન નહોતું રમતું, નિરંતર “શત્રુ ગુણસેન'નું ધ્યાન ચાલતું હતું. બાલ્યાવસ્થાનો ગુણસેન, તરુણ ગુણસેન... અને યુવાન ગુણસેન... એના ધ્યાનના વિષય હતા.
તૃતીય પ્રહરમાં એનાં દંભનાં વસ્ત્રો ઊતરી જાય છે. એનું નગ્ન સ્વરૂપ પ્રગટ થાય છે. એની સેવામાં નિયુક્ત તાપસોની સમક્ષ એ નગ્ન દેહનું નૃત્ય શરૂ થાય છે. અતિ કૃશ વાંકાચૂંકા બે હાથ ઊંચા-નીચા કરતો એ ક્રોધ-પિશાચનું નૃત્ય કરે છે. ગુણસેનના અવર્ણવાદનાં કૃશ ગીતો ગાય છે.
ચોથો પ્રહર શરૂ થાય છે ને પુનઃ એ અગ્નિશર્મા દંભના વસ્ત્રો ઓઢીને પાષાણશિલા પર બેસી જાય છે. લોકોની પ્રશંસાને ગટ... ગટ... પીતો રહે છે... સ્વોત્કર્ષના શિખરે ચઢતો જાય છે. ગુણસનનો અપકર્ષ કરતો જાય છે. અને દુર્ગતિની ઊંડી ખીણમાં ગબડતો જાય છે.
રાત્રિનો પ્રારંભ થાય છે. તપોવનનાં દ્વાર બંધ થાય છે. અગ્નિશર્માની જિલ્લાનાં દ્વાર ખૂલી જાય છે. એ કારમાંથી બિહામણા શબ્દરાક્ષસો બહાર પડે છે...!
સહુથી વધારે ચિંતા કરી રહ્યા છે કુલપતિ આર્ય કૌડિન્ય.
એમના સૌમ્ય શીતલ મુખ પર ચિંતાઓની કરચલીઓ પડી ગઈ છે. ક્યારેક તેઓ એક વાર ભોજન કરે છે. ક્યારેક ભોજનપાત્ર એમનું એમ પડી રહે છે. અને કુલપતિ ઉપવાસ કરી લે છે.
એમને અગ્નિશર્માના પરલોકની ચિંતા વ્યથિત કરે છે. કારણ કે તેઓ જ્ઞાની છે. પ્રચંડ કોધિની એક-એક પ્રક્રિયાને તેઓ જાણે છે. જ્ઞાની પુરુષો બીજાનાં દુઃખોથી દુઃખી થતાં હોય છે.
હે વત્સ અગ્નિશર્માને પ્રતિબોધ આપું. એ શાન્ત થાય, એ ઉપશાન્ત થાય. એ આત્મભાવમાં સ્થિર થાય..” અને તેઓ ધીમે પગલે ચાલીને આમ્રવૃક્ષોની ઘટામાં જાય છે. આંખો બંધ કરીને બેઠેલા અગ્નિશર્માની પાસે જઈને ઊભા રહે છે... પાસે રહેલા તાપસી કુલપતિને બેસવા કાષ્ઠાસન ગોઠવે છે. કુલપતિની આંખોમાં કરુણા ઊભરાય છે. તેમના ઓષ્ઠદ્વય સ્કુરાયમાન થાય છે. કલકલ વહેતા ઝરણામાંથી ઊઠતા ધ્વનિ જેવો ધ્વનિ પ્રગટ થાય છે : “વત્સ, પરમાત્માનું ધ્યાન કર. લાખો વર્ષોથી તેં પરમાત્માનું ધ્યાન કરેલું છે, એ પરમાત્માને તારા હૃદયમંદિરમાં પધરાવ... એમના પર ભક્તિ-જલનો અભિષેક કર... એ જલપ્રવાહમાં તારો સંતાપ ધોવાઈ જશે. તું શાન્ત બનીશ. ઉપશાંત બનીશ. વત્સ અગ્નિ! તું સાગર તરી ગયો છે.... કિનારે પહોંચ્યો છે. કિનારો ઊંડો છે... તું સાવધાન થા, ઊંડા કિનારામાં તું ડૂબી ન જા. અભાન દશામાં ન રહે. જાગૃત રહે. એ ગુણસેનના અપરાધોને ભૂલી જા. એ ગુણસેનને ભૂલી જા...” શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧
For Private And Personal Use Only
Page #180
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ગુણસેનનું નામ કાને પડતાં, જાણે ધગધગતું સીસું એના કાનમાં રેડાયું... ને તે ચીસ પાડી ઊઠ્યો : ‘ના, ના, એ દુષ્ટને, એ અધમને હું ક્યારેય નહીં ભૂલી શકું. એના અપરાધોની ભયંકર સજા કરીશ... એનું નામ મારી આગળ ન ઉંચ્ચારો...'
કુલપતિ આર્ય કૌડિન્યનું મસ્તક શરમથી... નિરાશાથી નમી જાય છે. હૃદયની વેદના ‘આહ... શું થશે આનું?' આ શબ્દોમાં અભિવ્યક્ત થાય છે. તેઓ ધીરેથી ઊભા થાય છે... પોતાની પર્ણકુટી તરફ પગલાં ભરે છે.
અગ્નિશર્મા પાષાણ-શિલા પર ઊભો થઈ જાય છે... એનો કૃશ દેહ સંતુલન ગુમાવે છે. પાષાણ-શિલા પર પટકાઈ પડે છે... સેવામાં રહેલા તાપસો એ કૃશ દેહને, ક્રોધથી તરફડતા દેહને પકડી લે છે... દેહને ચાર-ચાર હાથ પંપાળે છે...
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘મને છોડી દો... હું એ દુષ્ટ રાજાના મહેલે જઈશ... ભલે એ મારું સ્વાગત ના કરે. મારે એનાં સ્વાગત-સન્માન નથી જોઈતાં... એ મહેલમાં પ્રવેશીને ત્રાડ પાડીશ
‘રે દુષ્ટ રાજા, આવ મારી સામે આવ. મને મારી નાંખવા માટે તેં ત્રણ... ત્રણ... વખત મારાં પારણાં ચુકાવ્યાં?” જો, હું તો જીવતો ઊભો છું... પણ તને મારી તેજોલેશ્યાથી બાળીને ભસ્મ કરું છું. તારા પરિવારને પણ બાળીને રાખ કરું છું... તારા આ મહેલને સળગાવીને સ્મશાન કરી દઉં છું...'
‘રે તાપસો, તમે મને મુક્ત કરો... જવા દો...' તાપસો મૌન રહે છે. અગ્નિશર્માને પકડી રાખે છે. અગ્નિશર્મા ધ્રૂજે છે... બબડે છે. તેના મુખમાંથી રબિંદુઓ ટપકે છે. તાપસો ભીના વસ્ત્રથી તેનું મુખ સ્વચ્છ કરે છે. એ હાંફી જાય છે... પાષાણ-ખંડ ૫૨ સૂઈ જાય છે. બોલી શકતો નથી. આંખો બંધ થઈ જાય છે. તાપસો ગભરાય છે. આસપાસના તાપસો ત્યાં ભેગા થઈ જાય છે.
એક તાપસ કહે છે : કુલપતિને બોલાવીએ...?
બીજો તાપસ કહે છે : કુલપતિ સંપ્રતિ આવીને ગયા...
પહેલો તાપસ બોલે છે : પુનઃ બોલાવીએ.
સહુ કહે છે : કુલપતિને બોલાવીએ.
બાલ તાપસકુમારની આંગળી પકડીને ધીર... ગંભીર કુલપતિ આમ્રકુંજ તરફ ચાલ્યા આવે છે. ચાર પ્રૌઢ તાપસો સામે જાય છે. કુલપતિના કાનમાં કંઈક વાત કરે છે. કુલપતિના લલાટે ચિંતાની રેખાઓ ઊપસી આવે છે. મોટા પુરુષોનો કર્તવ્યબોધ તેમના જ પરિતાપ માટે થતો હોય છે.
૧૬૨
કુલપતિ અગ્નિશમાં પાસે આવે છે. ત્યાં ઉપસ્થિત તાપસોએ ઊભા થઈ, મસ્તકે અંજલિ રચી કુલપતિનું મૌન અભિવાદન કર્યું. કુલપતિએ જમણો હાથ ઊંચો કરી મૌન આશીર્વાદ આપ્યા.
તેમણે બે પગ પહોળા કરી... બે હાથને પ્રસારી સૂતેલા અગ્નિશર્મા પર પોતાના
ભાગ-૧ : ભવ પહેલો
For Private And Personal Use Only
Page #181
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બે હાથે સ્પર્શ કર્યો. સમગ્ર શરીરને સ્પર્શ કર્યો. થોડી ક્ષણો સુધી હાથ પસરાવતા રહ્યા.. પછી પોતાનું મુખ અગ્નિશર્માના કર્ણ-છિદ્રો પાસે લઈ જઈ બોલ્યા : “વત્સ, તારું ચિત્ત જાગ્રત છે ને? તું ભૂલીશ નહીં... તેં અનશન વ્રત અંગીકાર કરેલું છે. આ વ્રતથી શરીરના નારા સાથે કષાયોનો નાશ કરવાનો છે. જો કષાયોનો નાશ નહીં થાય. તો લાખો મહિનાઓની તારી ઘોર તપશ્ચર્યા, અનશન-તપની ભવ્ય આરાધના નિષ્ફળ જશે... માટે વત્સ, તું કષાયોનો ત્યાગ કર, ઉપશાન્ત થા...”
ધીરે ધીરે અગ્નિશર્માની આંખો ખૂલી. ગોળ-ગોળ આંખો લાલ-દેખાતી હતી. કુલપતિ સ્વગત બોલ્યા : ‘હજુ આ તપસ્વી કષાયને પરવશ છે... શું થશે આવું? કષાય સાથે જો આનું મૃત્યુ થાય... તો મરીને દુર્ગતિમાં જાય એનો આત્મા..”
વત્સ અગ્નિ, પાછો વળી જા, ભાઈ.. પાછો વળી જા. સ્વભાવમાં આવી જા... ક્રોધને.. રોષને... રીસને... વેરને છોડી દે... પાછો વળી જા... ભૂલી જા એ નિર્દોષ રાજા ગુણસેનને...”
અગ્નિશમના મુખમાંથી ચીસ નીકળી... બે હાથની મુઠ્ઠીઓ વળી ગઈ. હવામાં એ મુઠ્ઠીઓ વીંઝવા માંડ્યો, કુલપતિ મૌન થઈ ગયા.
અગ્નિશર્મા પાષાણખંડ પર તરફડવા માંડ્યો, એના મોઢામાંથી અસ્કુટ ધ્વનિ નીકળવા લાગ્યો. પરંતુ કોઈ તાપસે એને સાંભળવા કે સમજવા ધ્યાન આપ્યું નહીં. તાપસોએ બે હાથ જોડી કુલપતિને સ્વસ્થાને પધારવાની સંજ્ઞા કરી. કુલપતિ ઊભા થયા. બાલ તાપસકુમારનો હાથ પકડી ધીરે પગલે ત્યાંથી ચાલતા થયા.
ચાર તાપસો અગ્નિશર્માની પાસે રહ્યા. બાકીના તાપસો પાંચ-પાંચ અને દસદસના વૃંદમાં થોડે દૂર જઈને ઊભા રહ્યા. તપોવનનાં દ્વાર છેલ્લા ચાર દિવસથી બંધ રહેતાં હતાં. દર્શનાર્થીઓનો પ્રવેશ બંધ હતો. એક વૃદમાં વાર્તાલાપ ચાલ્યો :
રાજા ગુણસેનનું નામ સાંભળતાં આ મહાતપસ્વી ચીસ પાડી ઊઠે છે...!! એમના મનમાં મહારાજા પ્રત્યે ઘોર દ્વેષ પ્રગટી ગયો છે.' તાપસ-ધર્મ ક્ષમાનો છે. મહારાજાને ક્ષમા આપવી જોઈએ.” પરંતુ મહારાજાએ ભૂલ કરી જ નથી ને!' કરી નથી પણ સંયોગવશ થઈ ગઈ...' તેથી કરીને મહારાજા સજાપાત્ર નથી બનતા..” આપણે તાપસ... આપણાથી સજા તો ન જ કરાય, ક્ષમા કરાય...' પણ આ મહાતપસ્વીને કોણ સમજાવે?' બીજા વૃદનો વાર્તાલાપ :
આપણા કુલપતિ ખરેખર, કરુણાસાગર છે.' શ્રી સમરાદિત્ય મહાકથા
૧૪3
For Private And Personal Use Only
Page #182
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેટલી વાર મહાતપસ્વીને સમાધિ આપવા સ્વયં ચાલીને આવે છે.'
હા, નહીંતર સ્થવિર તાપસીને કહી દે કે “એ મહાતપસ્વીને સમતાસમાધિ આપતા રહેજો.”
પરંતુ ભાઈ, આપણને તો ખૂબ દુઃખ લાગે છે. મહાતપસ્વી કુલપતિનાં વચનોનો અનાદર કરે છે. તે ઉચિત નથી.” ક્રોધ અનાદર કરાવે છે...' હા મહારાજા ગુણસેન પ્રત્યે તીવ્ર રોષ પ્રગટ્યો છે મહાતપસ્વીના મનમાં...' પરિણામ?' ‘તપનો નાશ, સદ્ગતિનો નાશ...' ત્રીજા તાપસવંદનો વાર્તાલાપ :
મહારાજા ગુણસેન જેવો વિનમ્ર, ભક્ત અને સરળ રાજા આપણે તો બીજો કોઈ જોયો નથી.'
જો એમણે મહાતપસ્વીને પારણા માટે વિનંતી જ ના કરી હોત તો આ પરિસ્થિતિ ઊભી ના થાત.”
ભક્તહૃદય રાજા વિનંતી કર્યા વિના કેમ રહે? શું કરે રાજા? અચાનક પારણાના જ દિવસે ભયંકર શિરોવેદના ઊપડી... પારણાના ઠ દિવસે.. એ જ સમયે યુદ્ધ માટે પ્રયાણ કરવાનું થયું... ને ત્રીજા પારણાના દિવસે જ રાજકુમારનો જન્મ થયો.” આમાં મહારાજાની તમને કોઈ ભૂલ દેખાય છે?'
રાજાની ભૂતકાળમાં થયેલી ભૂલોને, મહાતપસ્વીએ આ ભૂલ સાથે સાંકળી લઈને - “આ રાજા મને ભૂખે મારી નાંખવા ઈચ્છે છે. એવો નિશ્ચય કરી લીધો...”
અનશન કરી લીધું...” “આત્માના કલ્યાણની ભાવનાથી નહીં, રાજા પ્રત્યેના વેપથી અનશન કર્યું છે.... તાપસધર્મથી વિપરીત કામ કર્યું છે..'
એનાં કર્મો જ એને ભુલાવે છે...”
કુલપતિએ તો એને સમજાવવા ઘણા પ્રયત્નો કર્યા, પરિણામ નથી આવ્યું. ચાલો, આપણે સમજાવીએ.... કદાચ સમજી જાય તો એનું આત્મહિત થાય..' તાપસવંદ અગ્નિશમ પાસે આવ્યું.
ધીરે ધીરે સેવક તાપસો અગ્નિશર્માના દેહ પર હાથ પસરાવતા હતા. અગ્નિશર્માની આંખો ખુલ્લી હતી. તે સંપૂર્ણતયા ભાનમાં હતો. તાપસવંદ એને ઘેરીને બેસી ગયું.
એક પ્રૌઢ તાપસે લાગણીભર્યા સ્વરે કહ્યું : “રે મહાત્મનું, આપે ઘોર તપશ્ચર્યા કરી છે. ઋષિ-મુનિઓ આત્માની મુક્તિ માટે જ તપ કરતા હોય છે. તે માટે તેઓ સમતા-સમાધિ સાથે તપ કરે છે. તમે પણ તમારા મનને સમભાવમાં રાખો. શત્રુ૧૪
ભાગ-૧ ૪ ભવ પહેલો
For Private And Personal Use Only
Page #183
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્ર પર સમાન ભાવ રાખો. હવે જીવનનો અંત નિકટ છે. દેહના નારા સાથે રાગદ્વેષનો નાશ થશે તો આપની મુક્તિ થશે.”
અત્યંત ક્ષીણ સ્વરે અગ્નિશર્મા બોલ્યો : “મારો કોઈ શત્રુ નથી... સર્વ જીવો મારા મિત્ર છે, એક માત્ર ગુણસેન સિવાય.'
બીજા એક યુવાન તાપસે કહ્યું : “મહાત્મનું, ગુણસેનના અપરાધોને ભૂલી જાઓ, સર્વ નામ અને સર્વ રૂ૫ ભૂલી જાઓ, કોણ ગુણસેન ને કોણ અગ્નિશર્મા...? નામ માત્રનો નાશ છે. રૂપ માત્રનો નાશ છે..”
ના, ના, એ પાપીનું નામ ના લેશો. એ મારો શત્રુ છે. એને તો હું ભવોભવ મારીશ... એના વિના મને શાન્તિ નહીં મળે.'
મહાત્મનું, આત્મા તો શાશ્વત્ છે. એને મારી શકાતો નથી. આત્મા મરતો નથી. તમે કેવી રીતે મારશો એને?”
હું ગુણસેનને મારીશ. એનું જે રૂપ હશે તેને મારીશ, કચડી નાંખીશ... બાળી નાંખીશ. આ સંકલ્પ કર્યો છે. તમે મને એ સંકલ્પથી ડગાવી નહીં શકો...'
તાપસો એકબીજાનાં મોઢાં જોતા બેસી રહ્યા...
ઉપરવાસની પહાડીઓમાં વરસાદ થયો છે. નદી બે કાંઠે વહે છે. તપોવનનાં વૃક્ષો સ્નાન કરી ઉજ્જવલ બન્યાં છે.
તાપસો નદીકિનારે બેસી સ્નાન કરી. વિશુદ્ધ કાષાયી વસ્ત્રો ધારણ કરી, મસ્તકે ચંદનનાં તિલક કરી પ્રભાતિક સંધ્યા કરવામાં નિરત છે. એ વખતે કુલપતિ આચાર્ય કૌડિન્ય, પોતાની પર્ણકુટિમાં એકલા બેઠા.... વિચારોની વ્યથામાં ડૂબેલા છે.
“જ્યારથી આ મહાનુભાવ અગ્નિશર્મા તપોવનમાં આવ્યો છે, હું એની સંભાળ લઈ રહ્યો છું. એને તાપસી દીક્ષા આપી છે ત્યારથી એણે ઘોર તપશ્ચર્યા આરંભેલી છે. લાખો વર્ષ વીતી ગયાં. એકસરખી તપ-સાધના ચાલી રહી હતી... અને અચાનક વિશ્ન આવ્યું.... ભક્તિના રૂપમાં વિઘ્ન આવ્યું. મહારાજા ગુણસેનનું તપોવનમાં આવવું... અને આ સ્થિતિનું નિર્માણ થયું... શું અગ્નિશર્માની આ નિયતિ હશે? મારી દીક્ષાશિક્ષાનું આ પરિણામ? આણે ક્ષમા આદિ ગુણો ખોઈ નાંખ્યા છે. ક્રોધાદિ કષાયોને પરવશ થઈ ગયો છે. ઘણો સમજાવ્યો. છતાં એ સમજતો નથી. ગુણસેન પ્રત્યેની વેરભાવના દૂર થતી નથી. શું થશે એનું? હું એને દુર્ગતિમાં જતો અટકાવી શકીશ નહીં? તો શું મારો આ બધા પુરુષાર્થ વ્યર્થ જશે?'
ના, ના, મેં ક્યા પુરુષાર્થ કર્યો છે? મારી કર્તુત્વની ભાવના જ મિથ્યા છે. “નાડ૬ વર્તા.. વારયિતા '. હું કર્તા નથી કે કાર્યનો પ્રેરક પણ નથી. બધું ઈશ્વર કરે શ્રી સમરાદિત્ય મહાકથા
૧૫
For Private And Personal Use Only
Page #184
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. ઈશ્વરને ગમે તે કરે. આ વિશ્વ ઈશ્વરની લીલા છે. ગહન છે એની લીલા. નથી સમજાતી એની લીલા... શું કરું? ના, હવે કંઈ કરવું નથી. માત્ર જાણવું છે ને જોયા કરવું છે, માત્ર જ્ઞાતા ને દ્રષ્ટ્રા બનવું છે.
ભલે મેં ગૃહવાસ ત્યજ્યો, ગૃહકાર્યોનો ત્યાગ કર્યો. પરંતુ આ તપોવન પણ પ્રવૃત્તિમાર્ગ જ છે ને? જો કે આ પ્રવૃત્તિ શુભ છે. પ્રશસ્ત છે. છતાં પ્રવૃત્તિમાં વન્દ્ર તો જન્મ જ. મેં એ દ્વન્દ્રોનો પરહિતની પ્રવૃત્તિમાં થોડાં અનિષ્ટો તો આવે જ, હોય જ.” એમ સમજીને સ્વીકાર કરી લીધો. તાપસી પણ છેવટે તો માણસ જ છે ને? માનવસહજ દોષો જન્મે, પરંતુ તપોભૂમિમાં એ દોષો વિકસે નહીં. પ્રેરણાથી, સ્વાધ્યાયથી અને ઈશ્વર-પ્રણિધાન આદિ ઉપાયોથી એ દોષોનું નિરાકરણ કરતો રહ્યો છું. અનેક તાપસીના આત્મકલ્યાણમાં હું સાક્ષી રહ્યો છું. જ્યારે પતિતમાંથી પાવન બનેલા આત્માઓને આ તપોવનમાં જોઉં છું. મારા આત્માને કેટલો બધો પરિતોષ થાય છે!
પરંતુ આ અગ્નિશર્મા. દુર્ગતિની ઊંડી ખીણના કિનારે ઊભો છે. અડગ ઊભો છે.. જરાય પાછો હટતો નથી. હું એને કલ્પનાથી એ ખીણમાં ગબડતો જોઉં છું... ત્યાંની ઘોર વેદનાઓ સહતો જોઉં છું... મારો આત્મા કકળી ઊઠે છે. શું કરું? કેવી રીતે બચાવું એને? - ના, એને બચાવનારો કોણ? ઈશ્વર જ એને બચાવી શકે. ઓ પ્રભુ, તું જ એના પર દયા કર. તું દયામય છે.... તું કરુણાનિધાન છે. તું એ મહાનુભાવને બચાવી લે.... દુર્ગતિમાં પડવા તૈયાર થયેલા એ તપસ્વીનો હાથ પકડી લે...
મૃત્યુ પૂર્વે જો એ ઉપશાન્ત થઈ જાય, તો જ એ દુર્ગતિથી બચી શકે અને મને લાગે છે કે હવે એનો અંતકાળ નિકટ છે. દેહનું પિંજરું. અહીં પડયું રહેશે ને આતમપંખી ઊડી જશે.. જીવન પૂરું થઈ જશે...
હ, એની પાસે છેલ્લી વાર જાઉં... અંતકાળે એની પાસે રહું... પરમાત્માનું નામ સંભળાવ્યા કરું... કદાચ ઉપશાંત થઈ જાય...'
કુલપતિને બોલાવવા આવેલા બે તાપસકુમારો કુલપતિની પર્ણકુટીના દ્વારે જ ઊભા રહી ગયા હતા. ગહન વિચારમાં ડૂબેલા કુલપતિને જોઈને, તેઓ મૌન રહ્યા હતા. કુલપતિની દૃષ્ટિ દ્વાર પર ગઈ. તેમણે તાપસકુમારોને નતમસ્તકે ઊભેલા જોયા. તેમણે પૂછ્યું : “વત્સ, તમારા આગમનનું પ્રયોજન?'
ગુરુદેવ, મહાતપસ્વી અગ્નિશર્મા અતિ અસ્વસ્થ છે. સ્થવિર તાપસ ઇચ્છે છે કે આપ ત્યાં પધારો.'
કુલપતિએ ઉત્તરીય કાષાય વસ્ત્ર શરીર પર વીંટાળ્યું અને એ સુકોમળ બાલતાપસોના હાથ પકડી પર્ણકુટીની બહાર નીકળ્યા. અનેક તાપસી ત્વરાથી આમ્રકુંજ તરફ જતા 999
ભાગ-૧ ૮ ભવ પહેલો
For Private And Personal Use Only
Page #185
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હતા. કુલપતિએ પણ ત્વરા કરી, તેઓ શીઘ્ર અગ્નિશર્મા પાસે પહોંચ્યા.
પાષાણ-ખંડ પર અગ્નિશર્મા સૂતેલો હતો. ચારે બાજુ તાપસો બેસી ગયા હતા. સમૂહમાં ઈશ્વર-નામનું ગાન કરી રહ્યા હતા. કુલપતિ જતાં સહુ તાપસો ઊભા થયા. કુલપતિને પ્રણામ કર્યા. કુલપતિ અગ્નિશર્માની પાસે જ એક કંબલ પર બેઠા. તાપસોએ પુનઃ ઇશ્વરનામનું ગાન ચાલું કર્યું.
કુલપતિએ અગ્નિશર્માના માથે, છાતી પર અને પગ પર હાથ ફેરવ્યો. ફે૨વતા રહ્યા. શરીર ઠંડું પડતું જતું હતું. આંખોમાંથી લાલાશ ઓછી થતી જતી હતી. મુખ ૫૨થી ઉગ્રતા ઘટતી જતી હતી. થોડી થોડી સૌમ્યતા છવાતી જતી હતી. કુલપતિ અવલોકન કરી રહ્યા હતા. તાપસો ઈશ્વરનામનું ગાન કરી રહ્યા હતા. ઈશ્વરનામનો મધુર. ગંભીર ધ્વનિ વાતાવરણને નિર્મળ અને પ્રશાન્ત બનાવી રહ્યો હતો. કુલપતિનું હૃદય કંઈક સંતોષ... કંઈક રાહત... કંઈક હર્ષ અનુભવી રહ્યું હતું.
‘જો આ મહાનુભાવ, ઉપશાંત ભાવમાં પ્રાણોનો ત્યાગ કરી જાય તો... એની સદ્ગતિ થાય, એની ઊર્ધ્વગતિ થાય...’
દિવસનો પ્રથમ પ્રહર પૂરો થવાની તૈયારીમાં હતો... અગ્નિશર્માનું શરીર નિશ્ચલ બનતું જતું હતું. શ્વાસોચ્છ્વાસ મંદ થતા જતા હતા... તેનું મન શાન્ત... ઉપશાન્ત થયું હતું... તેની આંખો ખુલ્લી હતી. અને તેનું મસ્તક એક તરફ ઢળી પડ્યું હતું.
પ્રાણપંખેરું ઊડી ગયું.
કુલપતિએ ઊભા થઈ ઘોષિત કર્યું : ‘શાન્ત થાઓ. મહાતપસ્વી અગ્નિશર્માએ પરલોકગમન કર્યું છે. એના આત્માને શાન્તિ મળો.
ૐ શાન્તિ... ૐ શાન્તિ... ૐ શાન્તિ...
અગ્નિશર્માનો આત્મા, ‘વિદ્યુતકુમાર’ નામના વ્યંતર-દેવલોકમાં ઉત્પન્ન થાય છે. કારણ કે તેણે, જ્યારે તે શુભ ભાવમાં હતો... ગુણસેન રાજા પર દ્વેષ નહોતો જાગ્યો, ત્યારે ‘દેવગતિ’નું આયુષ્યકર્મ બાંધી લીધું હતું.
દેવગતિમાં જવાનું આયુષ્યકર્મ જે જીવે બાંધેલું હોય, તેના મૃત્યુ સમયે કષાયો ઉપશાન્ત થાય. મનમાં સારા ભાવ જાગે... આ એક સર્વજ્ઞકથિત સત્ય છે.
પરંતુ એનો અર્થ એ નથી કે એ મનુષ્યે કરેલાં પાપો, કરેલા તીવ્ર કષાયોનાં ફળ... એને નહીં ભોગવવાં પડે! દેવગતિનું આયુષ્ય પૂરું થયા પછી... બીજા ભવોમાં કટુ ફળ ભોગવવાં જ પડશે.
દેવોને જન્મથી જ ‘અવધિજ્ઞાન’ હોય છે. તે જ્ઞાનથી તે દૂર દૂરનું જોઈ શકે છે અને ભૂતકાળ તથા ભવિષ્યકાળને અમુક મર્યાદામાં જાણી શકે છે...
શ્રી સમરાદિત્ય મહાકથી
For Private And Personal Use Only
ᎦᏯ
Page #186
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંધ્યા થઈ ગઈ હતી.
મહારાજા ગુણસેન, તેમના ખંડમાં એકલા હતા. પશ્ચિમ દિશાના ઝરૂખા પાસે તેઓ ઊભા હતા. ક્ષિતિજ ગુલાબી રંગોથી લેપાયેલી હતી. તેઓ સ્વગત બોલી પડ્યા : “હમણાં આ રંગો નાશ પામશે. અંધકાર છવાઈ જશે. મનુષ્યનું યૌવન આવું જ છે ને.... જ્યાં સુધી યૌવનકાળ છે ત્યાં સુધી મોક્ષમાર્ગની આરાધના કરી લઉં. વૃદ્ધાવસ્થા જ્યારે શરીરને ઘેરી વળશે ત્યારે કોઈ વિશિષ્ટ ધર્મપુરુષાર્થ નહીં થઈ શકે.
મારે મારા આત્મામાં ક્ષીર-નીરવત્ રહેલાં અનંત અનંત કર્મોનો નાશ કરવો છે. તે માટે અપ્રમત્ત ભાવે ચારિત્રધર્મનું પાલન કરીશ. મારાં મહાવ્રતોને એક પણ અતિચાર નહીં લાગવા દઉં. મનમાં એક પણ અશુભ વિચારને પ્રવેશવા નહીં દઉં. સતત તત્ત્વચિંતનમાં મનને પ્રવૃત્ત રાખીશ. તે માટે ગુરુદેવનાં ચરણોમાં વિનયથી બેિસીને જ્ઞાન પ્રાપ્ત કરીશ.
ક્ષમાને આત્મસાત્ કરીશ. સમતાભાવે ઘોર ઉપસર્ગો સહન કરીશ, ગમે તેવા ઘોર ઉપસર્ગ કરનારાઓ પ્રત્યે રોષ નહીં કરું. એમને જમા આપીશ. અને જ્યારે ગુરુદેવ મને અનુજ્ઞા આપશે ત્યારે શૂન્યગૃહોમાં જઈને, ગિરિ-ગુફાઓમાં જઈને, સ્મશાનમાં જઈને, નિર્ભય બનીને, ધ્યાનસ્થ દશામાં ઊભો રહીશ.
શરીર પરનું મમત્વ નાશ પામવાથી હું નિર્ભય બનીશ. શરીર પર ગમે તેવાં કષ્ટ પડશે, હું ધ્યાનથી વિચલિત નહીં થાઉં. આ શરીર “હું” નથી. હું શરીરથી ભિન્ન આત્મા” છું. અજર-અમર છું, શાશ્વત છું. હું મરતો નથી. હું છેદાતો નથી. ભદાતો નથી. મારા સ્વભાવમાં દુઃખ નથી, મારા સ્વભાવમાં જન્મ નથી, મૃત્યુ નથી.”
મહારાજા વિશુદ્ધ વિચારધારામાં વહેવા લાગ્યા. તેમણે વિચાર્યું : “આવતી કાલે પ્રભાતે મારે પૂજ્ય ગુરુદેવ પાસે... તેઓ જ્યાં બિરાજમાન હશે ત્યાં જવાનું છે. અમે પગે ચાલીને જઈશું. ત્યાં જઈને ચારિત્ર ગ્રહણ કરીશું... કેશાંચન કરીને સાધુનાં વસ્ત્રો ધારણ કરીશું... તો પછી આ રાત શા માટે પ્રમાદમાં પસાર કરવી? આ રાત્રિ હું ભાવ-સાધુતામાં પસાર કરી શકું! ભાવથી હું સાધુ બની શકું! ભાવથી હું શ્રમણ બની શકું. નિદ્રાનો ત્યાગ કરી, મહેલના જ પરિસરમાં... એક એકાંત સ્થાનમાં જઈને કાયોત્સર્ગ-ધ્યાનમાં ઊભો રહી જાઉં!
વસ્ત્ર ભલે ગૃહવાસનાં રહે, ભાવથી હું મહાવ્રતોને ધારણ કરી લઉં-વસ્ત્ર પરિવર્તન... દ્રવ્ય-દીક્ષા ભલે ગુરુદેવ આપે, ભાવ-દીક્ષા સ્વીકારી લઉં...!' મહારાજા ગુણસેનને શરીરે રોમાંચ થઈ ગયો. હૃદયમાં હર્ષનો અનુભવ થયો.
ભાગ-૧ ( ભવ પહેલો
૧૮
For Private And Personal Use Only
Page #187
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેઓ ખંડમાં ગયા. શરીર પરથી બધા અલંકારો ઉતારીને પલંગ પર મૂક્યા. એક માત્ર અધોવસ્ત્ર રાખીને બાકીનાં બધાં વસ્ત્ર ઉતારી નાંખ્યાં. તેઓ મહેલના પાછળના દ્વારે પહોંચ્યા. દ્વારમાંથી બહાર નીકળી ઉદ્યાનમાં આવ્યા.
એક નિર્જીવ વિશુદ્ધ જગ્યા જોઈને ત્યાં ઊભા રહી ગયા. “હું મન-વચન-કાયાથી સર્વથા હિંસાનો ત્યાગ કરું છું. હું મન-વચન-કાયાથી સર્વથા મૃષાવાદનો ત્યાગ કરું છું. હું મન-વચન-કાયાથી સર્વથા ચોરીનો ત્યાગ કરું છું. હું મન-વચન-કાયાથી સર્વથા પરિગ્રહનો ત્યાગ કરું છું. હું સર્વે પરભાવોનો ત્યાગ કરું છું. સર્વે પરદ્રવ્યોના મમત્વનો ત્યાગ કરું છું. હું-સ્વ-ભાવમાં સ્થિર થાઉં છું. હું આ સ્થાને ઊભો રહીશ, સૂર્યોદય થશે ત્યાં સુધી. હું મૌન ધારણ કરીશ, સૂર્યોદય થશે ત્યાં સુધી. હું શુભ ધ્યાનમાં સ્થિર રહીશ, સૂર્યોદય થશે ત્યાં સુધી. હું જ્ઞાનમય આત્મા છું. હું કર્મોથી મુક્ત વિશુદ્ધ આત્મા છું. હું વીતરાગ છું. વીતષ છું. મારો આત્મા સ્વાધીન છે, સ્વતંત્ર છે. હું અનંત શક્તિનો પૂંજ છું. હું અરૂપી છું... અનામી છું.. હું જન્મ-મૃત્યુથી મુક્ત છું. મારાં સર્વ દુઃખો નાશ પામ્યાં છે. હું સુખમય છું... આનંદમય છું. મારા સર્વ વિકાર નાશ પામ્યા છે. હું નિર્વિકાર છું. નિરંજન છું. મારા સર્વ ક્લેશો નાશ પામ્યા છે. હું પરમ શાન્ત છું. પ્રશાંત છું. મારા સર્વે ભયો દૂર થયા છે. હું નિર્ભય છું.. ભયમુક્ત છું. અહો.. અહો... મને આત્મદર્શન થયું... ક્ષેત.. ધવલ જ્યોતિસ્વરૂપ આત્માનું દર્શન થયું...! હું ઘન્ય બન્યો! હું કૃતાર્થ બન્યો! મેં પરમ આનંદ અનુભવ્યો. અનંત જન્મોમાં નહીં અનુભવેલો આનંદ મેં આજે અનુભવ્યો!
મારાં સર્વે કન્ડો નાશ પામ્યાં... શ્રી સમરાદિત્ય મહાકથા
996
For Private And Personal Use Only
Page #188
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
હું એક... અદ્વિતીય બન્યો... હું જ્યોતિસ્વરૂપ છું...
www.kobatirth.org
હવે હું વિચારશૂન્ય અવસ્થામાં પ્રવેશી રહ્યો છું... કોઈ વિચાર નહીં... કોઈ વિકલ્પ નહીં...
અતિ જીર્ણ, કૃશ અને કદરૂપું શરીર છૂટી ગયું.
અગ્નિશર્માનો આત્મા તપઃસંચિત પુણ્યપ્રાભાર લઈ, ભવનપતિ દેવલોકમાં... દિવ્ય મહેલની દિવ્ય શય્યામાં અવર્કરત થયો. અલ્પ સમયમાં તેણે પોતાનું વૈક્રિય શરીર નિર્મિત કર્યું... અને દેવાંગનાઓએ મનોહર ગીત ગાવાનાં શરૂ કર્યાં, દેવશય્યામાં ઉત્પન્ન થયેલા અભિનવ દેવ પર દેવીઓ પુષ્પ વરસાવવા લાગી. ત્રણ તારવાળી વીણાને વગાડવા લાગી અને દિવ્ય હાવ-ભાવ સાથે નૃત્ય કરવા લાગી.
૧૦૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નૂતન દેવની ઉત્પત્તિ જાણીને હર્ષિત દેવોએ સિંહનાદ કર્યો. એ વખતે સુંદર દેહાકૃતિવાળો દેવ શય્યામાંથી ઊભો થાય છે. દેવાંગનાઓ ‘જય જય નંદા! જય જય નંદા!’ બોલતી તેની સ્તુતિ કરે છે. દેવો નમન કરે છે.
‘આવું દિવ્ય ક્ષેત્ર,
આવી દિવ્ય વિભૂતિ..
આવાં દિવ્ય સ્ત્રી-પુરુષો...!
આ બધું જોઈને એ નુતન દેવ વિચાર કરે છે :
‘પૂર્વજન્મમાં મેં કેવાં ધર્મ-કાર્યો કર્યાં હશે કે જેનું આ દિવ્ય ફળ મને પ્રાપ્ત થયું? મેં કોઈ યજ્ઞ કર્યો હતો?
મેં કોઈ દાન દીધું હતું?
મેં કોઈ હવન કર્યો હતો?
મેં કોઈ તપ કર્યો હતો?
મેં કેવી અપૂર્વ... દિવ્ય સંપત્તિ પ્રાપ્ત કરી છે!
તેણે પોતાના ‘વિભંગજ્ઞાન'થી પોતાનો પૂર્વજન્મ જોયો.
‘સુપરિતોષ’ તપોવનમાં એણે પોતાનો કદરૂપો મૃતદેહ જોયો... એની તપશ્ચર્યા જાણી... તાપસોને જોયા... અને સાથે જ રાજા ગુણસેનને જાંયા...
રાજમહેલના પાછળના ભાગમાં... ધ્યાનલીન બનીને ઊભેલા મહારાજાને જોયા.... જોતાં જ એની ભૃકુટી તણાઈ. તેની આંખો પહોળી થઈ. અને તે દેવ પ્રચંડ રોષથી ધમધમી ઊઠ્યો,
‘આ દુષ્ટ છે...’
For Private And Personal Use Only
ભાગ-૧. ભવ પહેલો
Page #189
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવના દુષ્ટ વિચારો શરૂ થયા. દિવ્ય લોકમાં... દિવ્ય વિભૂતિ અને દિવ્ય પરિવાર પામવા છતાં, એ બધું જ ભૂલીને... એ ગુણસેન તરફ એકાગ્ર બન્યો.
આ પાપી રાજા છે. એણે મને ઘોર ત્રાસ આપ્યો હતો. મારી કદરૂપી દેહાકૃતિ જોઈને મારો ઘોર ઉપહાસ કર્યો હતો. મારી અસહ્ય કદર્થના કરી હતી.'
દેવના જ્ઞાનલકમાં ભૂતકાળની ઘટનાઓ... એક પછી એક દેખાવા માંડી... એનો રોષ વધતો ચાલ્યો.
એને મારીશ... હું એને જીવતો સળગાવીશ. મને એણે ભૂખે માર્યો હતો.... હું એને આગમાં સળગાવીશ... એ રાજા છે તો શું થઈ ગયું? હું દેવ છું. વિદ્યુત્કુમાર દેવ છું! એના જેવા હજારો રાજાઓને પલવારમાં બાળીને ભસ્મ કરી શકું છું, પરંતુ આ દુષ્ટ રાજાને એવી રીતે ક્ષણવારમાં નથી મારવો... હું ત્યાં જાઉં.. આખી રાત એને રિબાવું... ઘોર વેદના આપતાં... આપતાં. એનો નાશ કરું.. એને મારીશ.” તો જ મારા મનને સુખ મળશે... મને લાખો વર્ષ સુધી રિબાવી રિબાવીને મારવામાં આનંદ મેળવ્યો છે. હું એક રાતનો આનંદ તો મેળવું...!
એણે મારા અક્ષમ્ય અપરાધ કરેલો છે. એના અપરાધની સજા છે મોત... હું એને મારીશ... મારીશ., ને મારીશ.. - વિદ્યુતુકુમાર દેવ ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના રાજમહેલમાં ઊતરી આવ્યો. સીધો એ ગુણસેન રાજાની સામે જ ઊતરી પડ્યો.
તેણે દાંત કચકચાવ્યા... રૌદ્ર રૂપ ધારણ કર્યું... પરંતુ રાજર્ષિ ગુણસેન તો ધ્યાનલીન હતા. તેમની આંખો બંધ હતી. તેઓ અગમ-અગોચર દુનિયામાં... શુન્યમાં ડૂબી ગયેલા હતા.
ત્યાં દેવે અત્યંત ગરમ ગરમ રેતીનો વરસાદ ગુણસેન પર શરૂ કર્યો. દેવ હતો એ! તેની પાસે દિવ્ય શક્તિઓ હતી. દુષ્ટ દેવ પોતાની દિવ્ય શક્તિઓનો ઉપયોગ સંહાર માટે કરતો હોય છે.
સળગતી.. જ્વાળાઓ ઓકતી એ રેતી.. માનવદેહ પર વરસતી રહે... ક્યાં સુધી માનવદેહ ટકે? છતાં દેવ એ માનવદેહને મરવા દેતો નથી. એને તો એ દેહને રિબાવવો છે.
રાજર્ષિ સાવધાન થઈ ગયા. જરાય આઘાપાછા થયા નહીં. આંખો પણ ખોલી નહીં. તેમણે મૃત્યુને મહોત્સવ બનાવનારું દિવ્ય ચિંતન આરંભી દીધું.
તેઓ મહાન સાત્ત્વિક હતા. નિર્ભય અને અનાકુલ હતા. આ માટે જ વરસતી આગમાં બળતા શરીરે... આ મહાપુરુષ સ્વસ્થ મનથી અપૂર્વ ચિંતન કરી શકે છે! શ્રી સમરાદિત્ય મહાકથા
Aો
છે
૧
For Private And Personal Use Only
Page #190
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શારીરિક અને માનસિક દુઃખોથી ભરપૂર છે આ સંસાર. એવા સંસારમાં દુઃખ દુર્લભ ન હોય, દુર્લભ તો ધર્મપ્રાપ્તિ હોય છે. ખરેખર, હું ધન્ય છું. કૃતપુણ્ય છું કે અપાર ભવસાગરમાં... લાખો-કરોડો ભવોમાં પામવું દુર્લભ એવું ધર્મરત્ન મને મળી ગયું છે...
* મન-વચન-કાયાથી અપ્રમત્ત ભાવે જો ધર્મની આરાધના કરવામાં આવે તો આ ધર્મના અચિંત્ય પ્રભાવથી, જન્માંતરમાં જીવો દુઃખ અને દુર્ગતિ પામતા નથી,
શ્રેષ્ઠ જિનધર્મની પ્રાપ્તિથી હું ગૌરવવાળો બન્યો છું. માનવ-જીવનનું સાફલ્ય મેં પ્રાપ્ત કર્યું છે.. અને એ ઉપકાર ગુરુદેવનો છે.
છે. હજુ પણ મારા મનમાં એક જ વાત તીણ કાંટાની જેમ ખૂંચે છે. મેં એ અગ્નિશર્માનો પરાભવ કરી, તેના ચિત્તમાં ક્રોધ પેદા કર્યો. એને અતિ દુઃખ આપ્યું... આ કાર્ય મારા ચિત્તને સંતાપે છે. હું એને મારો મિત્ર માનું છું. મારા અપરાધોની ક્ષમા માગું છું. એ મને ક્ષમા આપો...”
ક વિદ્યુતકુમાર રાજી થઈ નાચી રહ્યો છે... જ અગનવૃષ્ટિ સતત ચાલુ છે.
રાજર્ષિનો દેહ બળી રહ્યો છે, કે “મને અરિહંતોનું શરણ હે... મને સગુરુ વિજયસેન આચાર્યનું શરણ હો.. નમો રિહંતાઈ... બોલતાં... બોલતાં.
રાજર્ષિનું મૃત્યુ થયું. કપાર્થિવ દેહ પડ્યો રહ્યો... તેમનો મહાન આત્મા પહેલા દેવલોકમાં “ચન્દ્રાનન' નામના વિમાનમાં (દેવગૃહ) માં ઉત્પન્ન થયો..
આ બધું તો મહેલના એકાંત પ્રદેશમાં.... ને રાત્રિના અંધકારમાં બની ગયું. રાજપરિવાર તો અજાણ હતો, નગરવાસીઓ અજાણ હતા.
સૂર્યોદય થયો.
મહારાણી વસંતસેના, મહારાજાના શયનખંડમાં પહોંચી. પલંગ ખાલી હતો. પલંગ પર માત્ર અલંકારો અને વસ્ત્રો પડ્યાં હતાં. રાણી વિચારમાં પડી ગઈ : “શું ઉષાકાળે જ તેઓ ગુરુદેવ પાસે જવા નીકળી ગયા હશે? ના, ના, મને મૂકીને ન જ જાય. તો પછી આ વસ્ત્રો અને અલંકાર મૂકીને ક્યાં ગયા હશે?”
ત્યાં કુમાર ચન્દ્રસેન અને પ્રભંજના આવી ગયાં. રાણીએ ચિંતાતુર વદને વાત કરી તે બંનેને. ચન્દ્રસેને કહ્યું : “તમે અહીં બેસો, હું તપાસ કરીને આવું છું.' કુમાર ખંડમાંથી બહાર આવ્યો. મહારાજાના શયનખંડના બે પ્રતિહારીને પૂછ્યું : “મહારાજા ખંડની બહાર ક્યારે નિકળેલા?”
૧૭૨
ભાગ-૧ % ભવ પહેલો
For Private And Personal Use Only
Page #191
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમણે કહ્યું : “રાત્રિના પ્રથમ પ્રહરમાં.” તે પછી પાછા નથી પધાર્યા?' ના જી.' ચન્દ્રસેને આખો મહેલ જોઈ નાંખ્યો. એ ચિંતાગ્રસ્ત બની ગયો.
મહેલના પટાંગણમાં હજારો સ્ત્રી-પુરુષો મહારાજા-મહારાણીને વિદાય આપવા ભેગા થઈ ગયા હતા. મહારાજાના નામનો જયજયકાર કરી રહ્યા હતા.
મહામંત્રીની સાથે મંત્રીમંડળે મહેલમાં પ્રવેશ કર્યો. ચંદ્રસેને મહામંત્રીને વાત કરી. મહામંત્રી ચિંતા અને આશ્ચર્યથી સ્તબ્ધ થઈ ગયા. સહુ મહારાણી પાસે આવ્યા.
મા, સમગ્ર મહેલને જોઈ નાંખ્યો. ક્યાંય પિતાજીને જોયા નથી.' તો પછી તેઓ ક્યાં જાય?' સમજાતું નથી.'
ત્યાં જ દ્વારપાલે આવીને કહ્યું : “મહારાજા, ઉદ્યાનપાલક દોડતો આવ્યો છે, ને કહે છે. મારે અત્યારે જ મહારાજાને મળવું છે... ખૂબ ભયભીત લાગે છે એ.’
એને તરત જ અહીં લઈ આવ.” દ્વારપાલ ગયો અને ઉદ્યાનપાલકને લઈ આવ્યો. આવતાની સાથે જ પોક મૂકીને રડી પડયો. ને જમીન પર માથું પછાડવા લાગ્યો. ચન્દ્રસેને તેને પકડીને ઊભો કર્યો, પૂછયું : “કેમ રડે છે? શું થયું છે?' “મહારાજા... ભયંકર ઘટના બની ગઈ છે... ઉદ્યાનમાં... મહેલની પાછળ જ..” શું ઘટના બની?” જલદી બોલ...” મહારાજાને જોયા... જમીન પર પડેલા...'
છલાંગ મારતો ચંદ્રસેન ખંડની બહાર નીકળી ગયોએની પાછળ મહારાણી... પ્રભંજના.... મહામંત્રી વગેરે બધાં જ દોડી ગયાં.
મહેલનો પાછળનો દરવાજો ખુલ્લો હતો. ચન્દ્રસેન બહાર નીકળી ગયો. ઉદ્યાનપાલક તેની પાછળ જ હતો. તેણે જ્યાં રાજર્ષિ ગુણસનનો મૃતદેહ પડ્યો હતો, તે જગા બતાવી.
સહુ દોડીને ત્યાં ગયા..
ધૂળના ઢગલામાં રાજર્ષિનું અડધું શરીર દટાયેલું હતું. અડધું શરીર ઢગલા પર ઢળી પડેલું હતું... મહારાણી વસંતસેના કલ્પાંત કરતી ધૂળના ઢગલા પર ચઢી ગઈ. રાજર્ષિના મૃતદેહ પાસે બેસી પડી. “સ્વામીનાથ..... આ શું થઈ ગયું?” બોલતી જ્યાં શરીરને સ્પર્શ કરે છે... રાખ બની ગયેલું શરીર. તેમાંથી રાખ ખરવા માંડે છે. શ્રી સમરાદિત્ય મહાકથા
૧૭3
For Private And Personal Use Only
Page #192
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચન્દ્રસેને જ્યાં રેતી પર પગ મૂક્યો... રેતી હજુ ગરમ હતી. તેણે વસંતસેનાને તરત ઉપાડીને નીચે લઈ લીધી. મહામંત્રીને પાસે બોલાવીને પૂછયું : “શું કરશું હવે?” “પહેલું કામ તો નગરજનોને વિદાય આપવાનું કરવું જોઈએ.' પરંતુ મહારાજાના અકાળ મૃત્યુના સમાચાર તો આપી દેવા જોઈએ ને?” ‘લોકો પૂછશે-કેવી રીતે મૃત્યુ થયું? કોણે આવું અપકૃત્ય કર્યું? તો શું પ્રત્યુત્તર આપીશું?”
કોઈ અગમ્ય કારણથી મૃત્યુ થયું છે. કોઈ દૈવી પ્રકોપથી મૃત્યુ થયું છે...” એમ પ્રત્યુત્તર આપી શકાય.'
મહામંત્રીને રાજમહેલના પટાંગણમાં, નગરજનોને વિદાય આપવા રવાના કરીને ચન્દ્રસેને માતા વસંતસેનાને સંભાળી, પ્રભંજનાને વળગીને તે કલ્પાંત કરી રહી હતી.
મા, મહેલમાં ચાલો.' પ્રભંજનાના સહારે વસંતસેના મહેલમાં આવી. ચન્દ્રસેને રાજર્ષિના મૃતદેહની આસપાસ સશસ્ત્ર સૈનિકો ગોઠવી દીધા. મંત્રીઓને પણ ત્યાં જ બેસાડ્યા.
રાજમહેલ રુદન.. કલ્પાંત અને હાહાકારથી ભરાઈ ગયો.
રાજમહેલનું પટાંગણ. નગરજનોના કારમા કલ્પાંતથી ભીનું થઈ ગયું. નગરની ગલી-ગલીમાં સમાચાર ફેલાઈ ગયા. સમગ્ર નગર શોકસાગરમાં ડૂબી ગયું.
શું બનવાનું હતું. ને શું બની ગયું? મહાપ્રવ્રજ્યાના માર્ગે પ્રયાણ કરવાનું હતું... તેના બદલે પરલોકના માર્ગે મહાપ્રયાણ કરી ગયા મહારાજા..
દેહની રાખ થઈ ગઈ હતી.
તે છતાં કમરથી ઉપરના ભાગની દેહાકૃતિ, ધૂળના ઢગલાની ઉપર સચવાયેલી હતી. ચન્દ્રસેને, પ્રજાજનોએ એમના પ્રાણપ્યારા મહારાજાનાં મૃતદેહનાં અંતિમ દર્શન કરવાની અનુમતિ આપી. મહારાજાની મર્યાદા જાળવીને, મૌનપણે પ્રજાજનોએ આંસુભીની આંખે મૃતદેહનાં દર્શન કરી શ્રદ્ધાંજલિ આપી.
સમગ્ર રાજ્યમાં એક માસનો શોક જાહેર કરવામાં આવ્યો.
ઉદ્યાનમાં, જે જગાએ મહારાજાનું મૃત્યુ થયું હતું ત્યાં ભવ્ય સ્મારક બનાવવામાં આવ્યું. પ્રજાજનો માટે તે તીર્થ બની ગયું.
મહિનો પૂરો થઈ ગયો હતો. ચન્દ્રસેન, માતા વસંતસેના પાસે બેઠો હતો. સતત રુદન કરવાથી વસંતસેનાની આંખો સૂઝી ગઈ હતી. સતત સંતાપ કરવાથી
ભાગ-૧ છે ભવ પહેલો
૧૪
For Private And Personal Use Only
Page #193
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એનું શરીર પ્લાન થઈ ગયું હતું. મુખ પર ગ્લાનિ... વ્યથા અને વેદનાનાં વર્તુળો રચાઈ ગયાં હતાં. શણગાર વિનાની એની કાયા, પાનખરના વૃક્ષ જેવી શોભારહિત બની ગઈ હતી.
મા, હવે તું સ્વસ્થ બન...” કહેતાં કહેતાં ચન્દ્રર્સન સ્વયં જ રડી પડ્યો, વસંતસેનાના પગ પાસે ઢળી પડ્યો. વસંતસેનાએ એનું મસ્તક પોતાના ખોળામાં લીધું. એના મસ્તકને પંપાળવા લાગી.
વત્સ, બનવાનું બની ગયું... કલ્પના બહારનું બની ગયું... કેમ આવું બન્યું? કેવી રીતે બન્યું? નથી સમજાતું વન્સ... એ મને આ ભવમાં એકલી મૂકીને ચાલ્યા ગયા...”
“મા, તમે માતા-પુત્ર આ રીતે રુદન કર્યા કરશો.... તો રોતા-કકળતા આ રાજપરિવારને કોણ સાંત્વના આપશે? કોણ એને આશ્વાસન આપશે? ઊઠો માં, આપે તો મને ઘણીવાર સંસારની અસારતાનું ભાન કરાવ્યું છે. મૃત્યુનું તત્ત્વજ્ઞાન આપેલું છે. આપ વિરક્ત છો... આપ સ્વરથ બનો... અને સહુને સ્વસ્થ કરો...” રાણી પ્રભંજના પોતાના હૃદયને મજબૂત કરીને બોલી. તેણે વસંતસેનાનો હાથ પકડ્યો ને ઊભી કરી. ચન્દ્રસેન પણ ઊભો થયો.
“ચાલો, આજે આપણે સાથે ભોજન કરીએ.” વસંતસેના પ્રભૂજનાના આગ્રહને ટાળી ના શકી. ચંદ્રસેન પણ મૌનપણે પાછળ પાછળ ચાલ્યો.
સ્નાન-ભોજનાદિથી નિવૃત્ત થઈ, વસંતસેના, પુત્ર અને પુત્રવધૂ સાથે પોતાના ખંડમાં આવી. થોડી ક્ષણો મૌનમાં વીતી. વસંતસેનાએ ચન્દ્રસેનને કહ્યું :
“વત્સ, હવે હું મહેલમાં નહીં રહી શકું. મહેલની એકેએક વસ્તુમાં... એની ભીંતો પર અને ગવાક્ષોમાં મને તારા પિતાજી દેખાય છે... હું એ સ્મૃતિઓની વેદના સહી નહીં શકું... અને તું જાણે છે કે હું તારા પિતાજીની સાથે જ મહાપ્રવ્રજ્યાનો સ્વીકાર કરવાની હતી.... હવે હું મહાપ્રવ્રજ્યા સ્વીકારીશ, સાધ્વી બનીશ.. - વત્સ, ગુરુદેવ આચાર્ય વિજયસેન જ્યાં વિચરતા હોય ત્યાં જઈને તું એમને ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં પધારવા વિનંતી કર. હું તેઓનાં ચરણોમાં મારું જીવન સમર્પિત કરીશ. આર્યસંઘમાં રહીને સાધ્વી જીવન વ્યતીત કરીશ.”
વસંતસેનાની વાત સાંભળીને, ચન્દ્રસેન અને પ્રભંજના રડી પડ્યા. ચન્દ્રસેને ગદ્ગદ સ્વરે કહ્યું :
મા, પિતાજીની વિરહની કારમી વેદના હજુ અનુભવું છું... ત્યાં તું ગૃહત્યાગની વાત કરે છે? તારા વિરહની વેદના હું સહી નહી શકું. મારું હૃદય તૂટી પડશે. હું અન્યમનસ્ક બની જઈશ..'
વત્સ, પણ...
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૫
For Private And Personal Use Only
Page #194
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘તું વાત જ ના કરીશ... એક વર્ષ વીતી જવા દે. આપણે સહુ સ્વસ્થ બની જઈએ... પછી તારા શ્રેયોમાર્ગમાં હું વિઘ્ન નહીં બનું... મા, બસ, એટલી દયા કર તારા આ પુત્ર પર.'
એક વર્ષને પસાર થતાં કેટલી વાર?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્ષ પસાર થઈ ગયું.
આચાર્યદેવ વિજયસેન સ્વતઃ ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં પધાર્યા.
એ પૂર્વે નગર બહારના ઉદ્યાનમાં, સ્વર્ગસ્થ મહારાજાની ભાવના અનુસાર, મહારાણી વસંતસેનાની પ્રેરણાથી ચન્દ્રસેને ગગનચુંબી જિનાલય બનાવી દીધું. આચાર્યદેવના વરદહસ્તે પ્રતિષ્ઠા કરાવી દીધી.
રાજપરિવાર સાથે વસંતસેનાએ ઉદ્યાનમાં જઈ, આચાર્યદેવને ત્રણ પ્રદક્ષિણા દઈ, વંદના કરી પ્રાર્થના કરી :
‘ગુરુદેવ, મારા પર કૃપા કરો. મને મહાપ્રવ્રજ્યા આપી, મને આ ભીષણ
ભવસાગરથી તારો...'
૧૦૩
‘ભદ્રે, તારી ભાવના શ્રેષ્ઠ છે. શુભ કાર્યમાં વિલંબ ના કરવો જોઈએ.’
આચાર્યદેવે વસંતસેનાને દીક્ષા આપી.
રાજા ચન્દ્રસેને બાર વ્રતમય શ્રાવકધર્મ સ્વીકાર્યો.
રાણી પ્રભંજનાએ પાંચ અણુવ્રત સ્વીકાર્યાં.
નગરની અનેક સ્ત્રીઓએ, વસંતસેનાના પગલે પગલે મહાપ્રવ્રજ્યા અંગીકાર
કરી.
સાધ્વી વસંતસેનાને ભાવસહિત અશ્રુભરી આંખે વંદના કરી ચંદ્રસેન-પ્રભંજના નગરમાં ગયાં.
આચાર્યદેવે ત્યાંથી વિહાર કરી દીધો.
For Private And Personal Use Only
ભાગ-૧ ભવ પહેલો
Page #195
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી
આચાર્યશ્રી ભદ્રેશ્વરસૂરિજીએ ફાવતી ના પ્રથમ પરિચ્છેદના અંતમાં આચાર્યશ્રી હરિભદ્રસૂરિનો જીવનવૃત્તાંત આલેખ્યો છે.
જિયંકુ' નામની બ્રહ્મપુરીના વતની શંકર ભટ્ટ એમના પિતા હતા અને એમની માતાનું નામ ગંગા હતું.
‘૩૫રી૫૬' નામના ગ્રંથની ટીકામાં હરિભદ્રસૂરિજીને ચિત્રકૂટના ! નિવાસી બતાવાયા છે. ચિત્રકૂટ એટલે ચિત્તોડ.
તેઓ બ્રાહ્મણ જાતિના હતા. ચિત્રકૂટના રાજા જિતારિના પુરોહિત હતા. રાજા જિતારિ, રાજા રામ જેવો પ્રજાવત્સલ હતો, યુધિષ્ઠિર જેવો નીતિ-વાલ હતો, અશોક જેવો દયા-વત્સલ હતો, અને અર્જુન જેવો અણવત્સલ હતો.
યજ્ઞમાં બકરાના બલિદાનના પ્રસંગને ઉદ્દેશીને, વિની' ગ્રંથમાં બકરાના મુખમાં નીચે મુજબના શબ્દો મૂકવામાં આવ્યા છે :
મેં સ્વર્ગ મેળવવાની ઇચ્છા રાખી નથી. મેં એ માટે તમને પ્રાર્થના પણ કરી નથી, વળી હું તો ઘાસથી સંતુષ્ટ છું! “યજ્ઞાર્થે જેનો વધ કરાય તે સ્વર્ગે જાય,” આ વાત જો સાચી હોય તો તમે તમારા માતા પિતાનો વધ કેમ કરતા નથી?'
યજ્ઞમંડળમાં બેઠેલા હરિભદ્ર પુરોહિત, આ બકરાના કથનથી ભદ્ર પરિણામી બન્યા હતા. તેઓ અગ્નિહોત્રી હતા, રાજમાન્ય હતા. એમની બુદ્ધિ અત્યંત કુશળ હતી. તેઓ ચૌદ વિદ્યાઓમાં (છ અંગ, ચાર વેદ, મીમાંસા, તર્ક, ધર્મશાસ્ત્ર અને પુરાણ - આ ૧૪ વિદ્યાઓ છે) પારંગત બન્યા હતા. તેઓ પોતાને અજેયવાદી સમજતા હતા. એમને વાદનો નાદ | હતો.
એક જ એક
For Private And Personal Use Only
Page #196
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:
-
*
*
* *
*
*
*
સામાદિત્ય-મહાકથા,
-
-
-
ભવ : બીજો
-
-
-
-
-
-
-
સિંહરાજા (પિતા)
આનંદકુમાર (પુત્ર)
For Private And Personal Use Only
Page #197
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી
હરિભદ્ર પુરોહિતને એવી પ્રતિજ્ઞા હતી કે ‘જેનું કથન મારાથી નહીં સમજાય, તેનો હું શિષ્ય થાઉં.’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેઓ ચિત્તોડના રાજમાર્ગ ઉપરથી પ્રભાતના સમયે પસાર થતા હતા, ત્યાં સાધ્વીજીને ગંભીર સ્વરે સ્વાધ્યાય કરતી સાંભળી. તેઓ ઉપાશ્રયના દ્વાર પાસે ગયા. તેમણે સાધ્વીના મુખે એક ગાથા સાંભળી.. चक्कीदुगं हरिपणगं, पणगं चक्कीण केसवो चक्की ।
केसब चक्की केसव, दुचक्की कसीय चक्कीय ।। હરિભદ્રને આ ગાથાનો અર્થ ના સમજાયો. તેઓ ઉપાશ્રયમાં ગયા અને સાધ્વી ‘યાકિની મહત્તરા’ને પૂછ્યું.
‘હે ભગવતી, આ શું ચકચક છે? આ ગાથાનો અર્થ જણાવો.' સાધ્વીએ કહ્યું : ‘હે વત્સ, અર્થ કહેવાનો અમારો અધિકાર નથી, અર્થ ગુરુદેવ કહે.'
‘તેઓ કયાં છે?’
‘વસતિમાં.’
મને એ બતાવો....
યાકિની મહત્તરા, હરિભદ્રને આચાર્ય જિનદત્તસૂરિજી પાસે લઈ ગઈ, સાધ્વીએ ગુરુદેવને પ્રણામ કરીને બધી વાત કરી. આચાર્ય હરિભદ્રને ગાથાનો અર્થ વિસ્તારથી સમજાવ્યો,
હરિભદ્રે કહ્યું : ‘મારે પ્રતિજ્ઞા છે કે જે કથન હું ના સમજું, એમનો શિષ્ય થઈ જાઉં....
આચાર્યે કહ્યું : જો એમ છે તો તું આ મહત્તરા સાધ્વીનો ધર્મપુત્ર થઈ જા...’
હરિભદ્રે જિનદત્તસૂરિજી પાસે દીક્ષા લીધી. હરિભદ્ર પુરોહિત, હરિભદ્ર મુનિ બની ગયા.
For Private And Personal Use Only
Page #198
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રિયંકા, આજે આપણે ક્રીડા-સુંદર સુંદર ઉદ્યાનમાં ફરવા જવું છે. તારે સાથે આવવાનું છે, સમજી? હજુ સંધ્યા સમયને વાર છે... હું તૈયાર થાઉં છું, તું પણ તૈયાર રહેજે.”
રાજકુમારી કુસુમાવલીએ પોતાની પ્રિય દાસી પ્રિયંકરાને સૂચના આપી. પ્રિયંકરાએ મધુર વાણીમાં કહ્યું :
સ્વામિની, હું તૈયાર રહીશ, રથ પણ બોલાવી લઉં છું.” “અરે પ્રિયંકરા, તને મેં કેટલીવાર કહ્યું છે કે જ્યારે આપણે બે જ હોઈએ ત્યારે મને તું સ્વામિની' ના કહે, તારે મને કુસુમ જ કહીને જ બોલાવવાની છે.'
“ભૂલ થઈ... સ્વામિ... ના, ના, કુસુમ! હવેથી કુસુમ કહીને જ બોલાવીશ...!”
પ્રિયંકા ખંડની બહાર ચાલી ગઈ. કુસુમાવલી સ્નાનગૃહમાં પ્રવેશી ગઈ. આર્જ સવારથી એનું મન આનંદથી ઊભરાતું હતું. કોઈ અવ્યક્ત પ્રસન્નતાથી તે તર-બતર થઈ રહી હતી. સવારે તેણે એક કલાક વીણાવાદન કર્યું હતું. તે પછી લગભગ ત્રણ કલાક સુધી ચિત્રકામ કર્યું હતું. તેને ચિત્રકામમાં ખૂબ જ અભિરુચિ હતી. બપોરનો. સમય તેણે સખીઓની સાથે વાર્તા-વિનોદમાં પસાર કર્યો હતો. સંધ્યાસમયે તેને નગરની બહાર આવેલા વિશાળ રમણીય ઉદ્યાનમાં જવાની ઇચ્છા થઈ હતી. આમ તો એને એકલીને જ જવું હતું. પરંતુ રાજકૂળની મર્યાદા મુજબ એ એકલી જઈ શકે નહીં, તેથી તેણે પોતાની પ્રિય દાસી પ્રિયંકરાને સાથે આવવાનું કહ્યું.
તેણે સ્નાન કર્યું. નાનગૃહમાંથી બહાર નીકળીને તે શૃંગાર-ગૃહમાં ચાલી ગઈ. તેણે કેસર અને ચંદનના દ્રવ્યથી પોતાનું મુખ સુશોભિત કર્યું. આંખોમાં અંજન આંજયું. હોઠ ઉપર લાલી લગાડી. કપાળમાં રત્નતિલક લગાડવું.... કાળા કેશપાશને ઓળીને સરખો કર્યો. આંગળીઓમાં મણિ-મુદ્રિકાઓ પહેરી લીધી. પગમાં મૂલ્યવાન ઝાંઝર પહેરી લીધાં. ગળામાં ઝગારા મારતો રત્ન-હાર નાંખ્યો. આછા ગુલાબી રંગની કંચુકી પહેરી... અને વાદળી રંગની રેશમી ઓઢણી ઓઢી. અંબોડામાં સુગંધી જૂઈના ફૂલોની વેણી નાંખી. તેણે શરીર પ્રમાણ અરીસામાં પોતાને જોઈ.. આનંદવિભોર થઈ તે નાચી ઊઠી.
ગૌરવર્ણ. અભુત રૂપ-લાવણ્ય અને મનગમત શણગાર! જાણે કે દેવલોકમાંથી અપ્સરા ઊતરી આવી હતી. તે જ્યારે બેઠક-ખંડમાં આવી ત્યારે પ્રિયંકરા એની રાહ
ભાગ-૧ જ ભવ બીજો
૧૮0
For Private And Personal Use Only
Page #199
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જોતી ઊભી હતી. તેણે. ધીમે પગલે ચાલી આવતી કુસુમાવલીને જોઈ... તેની આંખો પહોળી થઈ ગઈ... મુખ પર આનંદ છવાઈ ગયો... અરે કુસુમ... આજે તેં શો અદભુત શણગાર સજ્યો છે! આજે તારી રક્ષા કરવા માટે કમરમાં કટારી છુપાવી રાખવી પડશે... કોઈ પરાક્રમી રાજકુમાર તારું અપહરણ.”
બસ, બસ, ચબાવલી, તારે મારી ચિંતા કરવાની જરૂર નથી. જો આ કટારી' કુસુમાવલીએ કમરમાં છુપાવીને રાખેલી નાનકડી કટારી કાઢીને બતાવી. અને પાછી છુપાવી દીધી. પ્રિયંકરાનો હાથ પકડી તે પોતાના ખંડમાંથી બહાર નીકળી. રથ તૈયાર જ હતો.
બંને સખીઓ રથમાં બેઠી. સારથિએ રથને “કીડા-સુંદર' ઉદ્યાન તરફ હંકારી મૂક્યો.
૦ ૦ ૦. વસંતની મદઘેલી મોસમ હતી. ઉદ્યાનના સેંકડો આમ્રવૃક્ષોની ડાળીઓ પર ભમરાઓનાં વૃંદ ગુંજારવ કરતાં હતાં. અનેક અશોકવૃક્ષો ઉપર બેઠેલી કોયલોનો મધુર સ્વર યુવાન હૈયાઓને ઉન્મત્ત કરતો હતો. લાલ-લાલ કેસૂડાનાં પુષ્પો, જાણે દિશાઓ સળગી રહી હોય તેવો આભાસ પેદા કરતાં હતાં. ત્યાં નિસર્ગનું સૌન્દર્ય પથરાયેલું હતું.
રથ ઉદ્યાનના દ્વારે આવીને ઊભો રહી ગયો. કુસુમાવલી દાસી પ્રિયંકરા સાથે રથમાંથી ઊતરી ગઈ. બંનેએ ઉદ્યાનમાં પ્રવેશ કર્યો. ઉદ્યાનની રમણીયતાએ રાજકુમારીના ચિત્તને પ્રસન્ન કરી દીધું. ઉદ્યાનમાં ફરતાં ફરતાં એક સુંદર લતામંડપમાં જઈને બંને સખીઓ બેઠી. પ્રિયંકરાએ રાજકુમારીને પૂછ્યું :
કુસુમ, શું અહીં ભગવાનું કામદેવ પણ આવીને રતિની સાથે ક્રીડા સુખ અનુભવતા હશે! ખરેખર, આવું રમણીય ઉદ્યાન આ રાજ્યમાં બીજું એકેય નહીં હોય.”
“તારી વાત સાચી લાગે છે પ્રિયા, મધ્યરાત્રિના સમયે, જ્યારે આ ઉદ્યાનમાં કોઈ મનુષ્ય ન હોય ત્યારે, જરૂર અપ્સરાઓ સાથે દેવો ઊતરી આવતા હશે!'
પ્રિયંકરાની દૃષ્ટિ ઉદ્યાનમાં ચારે બાજુ ફરતી હતી. ધરાઈ-ધરાઈને એ નિસર્ગના સૌન્દર્યનું પાન કરતી હતી. ત્યાં અચાનક એની દૃષ્ટિ એક સોહામણા નવજવાન ઉપર પડી. તેણે કુસુમાવલીનો હાથ દબાવીને, એનું ધ્યાન દોર્યું. નવજવાન એની મસ્તીમાં મંદ-મંદ ગતિથી ચાલ્યો આવતો હતો.
પ્રિયંકરાએ કુસુમાવલીના કાનમાં કહ્યું : “ઓળખે છે આને? આ મહારાજકુમાર સિંહ છે... મહારાજા પુરુષદાનો પુત્ર! શ્રી સમરાદિત્ય મહાકથા
૧૮
For Private And Personal Use Only
Page #200
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘હૈં! સિંહકુમાર છે? ચાલ પ્રિયા, આપણે અહીંથી ચાલ્યાં જઈએ...' કુસુમાવલી ઊભી થવા ગઈ, પણ પ્રિયંકરાએ તેનો હાથ પકડીને બેસાડી દીધી.
',
‘ના જવાય આ રીતે, રાજકુમાર આવતા હોય ત્યારે તેમનું સ્વાગત કરવાનું હોય... આપણે ચાલ્યાં જઈએ અને આપણને એ જોઈ જાય તો? એને લાગે કે રાજા લક્ષ્મીકાંતની પુત્રીમાં વિવેક પણ નથી! માટે આવવા દો રાજકુમારને અહીં’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુસુમાવલી સિંહકુમારને એકીટસે જોઈ રહી.
* માથે રત્નજડિત મુગટ.
* સૌન્દર્ય ભરપૂર મુખાકૃતિ.
* વિશાળ નયન અને લાલ હોઠ.
* વિશાળ કપાળ અને સુંદર કાન. કાળાભમ્મર વાંકડિયા વાળ...
* ગળામાં મોતીની માળા...
* ઉજ્વલ મૂલ્યવાન અધોવસ્ત્ર.
* અને કંઈક પીળું રેશમી ઉત્તરીય વસ્ત્ર
* સુદૃઢ શરીર... અને લાલ રંગ!
* વિશાળ વક્ષસ્થળ અને
૧૮૨
* મજબૂત બાહુ-યુગલ...
કુસુમાવલી જોતી જ રહી ગઈ. આવો યુવાન એણે પહેલી જ વાર જોયો. એને જોતાં જ એના મનમાં વસી ગયો. કુમાર લતામંડપની પાસે આવી ગયો... પ્રિયંકરાએ કહ્યું : ‘દેવી, રાજકુમારનું સ્વાગત કરો...’
કુસુમાવલીએ કહ્યું : ‘તું જ સ્વાગત કર પ્રિયા, હું તો લજ્જાથી મરી પડું છું...’
તરત જ પ્રિયંકરાએ ઊભા થઈને કુમારનું સ્વાગત કર્યું. અને કહ્યું : ‘હે રતિ રહિત કામદેવ! આપનું હું સ્વાગત કરું છું... અહીં આ આસન પર બિરાજો.'
કુમારના મુખ પર સ્મિત રેલાયું. તેણે પ્રત્યુત્તર આપ્યો :
‘આટલો સમય તો તિ વિનાનો હતો, પણ અત્યારે નહીં...' તેણે કુસુમાવલી તરફ પોતાની મધુર નજર સ્થિર કરતાં કહ્યું. કુસુમાવલીએ ક્ષણભર કુમાર સામે જોયું. લજ્જાથી એનું ગોરું મુખ લાલ-લાલ થઈ ગયું.
પ્રિયંકરાએ કુસુમાવલીનો પરિચય આપતાં કુમારને કહ્યું : ‘હે મહારાજ કુમાર, તમારા મામા મહાસામંત રાજા લક્ષ્મીકાન્તનાં આ લાડકવાયાં પુત્રી છે. તેમનું નામ
ભાગ-૧ આ ભવ બીજો
For Private And Personal Use Only
Page #201
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે કુસુમાવલી.’
કુસુમાવલીનાં અંગે અંગે રોમાંચ થઈ ગયો હતો. હર્ષથી તેનું હૈયું ઊછળી રહ્યું હતું. પણ હર્ષને તે વ્યક્ત કરી શકે એમ ન હતી. રાજકૂળની મર્યાદાઓનાં બંધન હતાં. તેણે પ્રિયંકરા સામે જોયું. પણ પ્રિયંકરા રાજકુમારની સાથે વાતો ક૨વામાં લીન હતી.
એટલામાં એક આધેડ વયનો પુરુષ લતામંડપની બહાર આવીને ઊભો. તેણે લતામંડપની અંદરનું દૃશ્ય જોયું. તીરછી નજરે કુસુમાવલી કુમારને જોઈ રહી હતી... આગંતુક પુરુષને હર્ષ થયો... તેણે વિચાર્યું : ‘જો ભાગ્ય અનુકૂળ બને. તો રિત માટે કામદેવ આવી ગયો છે.'
તે પુરુષ, રાજા લક્ષ્મીકાન્તના રાણીવાસનો સેવક હતો. રાણી મુક્તાવલીએ તેને મોકલ્યો હતો. તેણે લતામંડપમાં પ્રવેશ કરી રાજકુમારનું અભિવાદન કર્યું, અને કુસુમાવીને કહ્યું : ‘વત્સે, દેવી મુક્તાવલીએ કહેવરાવ્યું છે કે : કુસુમાવલી બહુ ક્રીડા કરીને થાકી ગઈ હશે... માટે હવે જલદી મહેલમાં આવી જાય.'
કુસુમાવલીએ કહ્યું : ‘જેવી માતાની આજ્ઞા!' તે ઊભી થઈ. તેણે કુમાર સામે જોયું,,, બંનેની દૃષ્ટિ મળી... જાણે કે હૃદય મળ્યાં.
પ્રિયંકરાની સાથે તે ઝડપથી ઉદ્યાનની બહાર નીકળી, રથમાં બેસીને રાજમહેલમાં પહોંચી.
જંબૂઢીપના, પશ્ચિમ વિભાગના મહાવિદેહ ક્ષેત્રની આ વાત છે. અસંખ્ય વર્ષો વીતી ગયાં. કાળપરિવર્તન સાથે બધું જ વહી ગયું... માત્ર વાર્તા શેષ રહી ગઈ છે. ‘જયપુર’ નામનું નગર હતું.
રાજાનું નામ પુરુષદત્ત હતું, રાણીનું નામ શ્રીકાન્તા હતું. રાજા પુરુષદત્તમાં રૂપ, કલા અને પરાક્રમનો ત્રિવેણી સંગમ હતો. રાણી શ્રીકાન્તા, ગુણવતી શીલવતી અને નમ્રતાની મૂર્તિ હતી.
એક સમયની વાત છે.
રાણી શ્રીકાન્તા સુખશૈયામાં સૂતેલી હતી. એને એક સ્વપ્ન આવ્યું : ‘સિંહનું સુંદર બચ્ચું રાણીના મુખમાં પ્રવેશ કરે છે ને ઉદરમાં ઊતરી જાય છે!'
રાણી જાગી ગઈ, પરમાત્માનું નામ-સ્મરણ કર્યું અને તે રાજા પુરુષદત્તના શયનગૃહમાં પહોંચી ગઈ. રાજાને પોતાના સ્વપ્નની વાત કરી. રાજાએ એકાગ્રતાથી રાણીના સ્વપ્નની વાત સાંભળી,
શ્રી સમરાદિત્ય મહાકા
For Private And Personal Use Only
૧૮૩
Page #202
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજાએ સ્વપ્નનો ફલાદેશ કર્યો : “દેવી, તમે સિંહ જેવા પરાક્રમી પુત્રને જન્મ આપશો. તમે હવે “માતા” બનશો!'
હર્ષથી રોમાંચિત થઈ ગયેલી રાણી બોલી - અને, આપ પિતા બનશો! સ્વામીનાથ, પરમાત્માની કૃપાથી આપણો મનોરથ હવે ફળશે...
રાણી શ્રીકાન્તા ગર્ભવતી બની હતી. દિનપ્રતિદિન એના વિચારોમાં, એની ભાવનાઓમાં અને મનોરથોમાં પરિવર્તન આવી રહ્યું હતું. એ પોતાના બધા જ મનોરથ રાજાને કહેતી હતી : જ હું સર્વે જીવોને અભયદાન આપું.
હું દીન-હીન અને અનાથ જીવોને સંપત્તિનું દાન આપું. આ સાધુજનોને સંયમોપયોગી આહાર-પાણી, વગેરેનું દાન આપું.
સર્વે જિનમંદિરમાં પૂજાઓ રચાવું! આવા-આવા અનેક મનોરથ રાણીના મનમાં ઊગતા હતા અને રાજા એના મનોરથ પૂર્ણ કરતો હતો. શુભ મનોરથ જાગવાનું કારણ રાણીના ઉદરમાં આવેલો ઉત્તમ કોટિનો જીવ હતો. ઉત્તમ આત્માઓની બધી અવસ્થાઓ પરોપકાર માટે બનતી હોય છે. ગર્ભમાં રહેલો હોવા છતાં એ જીવ, રાણીના ચિત્તને શભ, સુંદર અને પ્રશસ્ત બનાવે છે, નવ મહિના અને સાડા સાત દિવસ પૂર્ણ થયા. પ્રશસ્ત તિથિ, કરણ, મુહૂર્ત અને શુભ યોગ ભેગાં મળ્યાં. રાણીએ સુંદર પુત્રને જન્મ આપ્યો.
શુભંકરિકા' નામની દાસીએ તરત જ રાજાની પાસે જઈને પુત્રજન્મની વધામણી આપી. રાજાએ દાસીને પ્રીતિ-દાન આપીને એને પ્રસન્ન કરી દીધી.
સમગ્ર નગરમાં રાજકુમારના જન્મની જાહેરાત થઈ, નગરમાં આનંદ-આનંદ ફેલાઈ ગયો.
નગરજનોએ રાજમાર્ગોને શણગાર્યા.
રાજમાર્ગો ઉપર સુગંધી જલનો છંટકાવ કર્યો, અનેક જાતનાં પુષ્પો પાથર્યા, તોરણો બાંધ્યાં.
એક-એક ઘર અને એક-એક દુકાનને સજાવી. ઠેર ઠેર વાજિંત્રો વાગવા લાગ્યાં.
૧૮૪
ભાગ-૧
ભવ પહેલો
For Private And Personal Use Only
Page #203
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
* સ્ત્રી-પુરુષો રાજમાર્ગો પર આવીને, હર્ષોન્મત્ત થઈને નૃત્ય કરવાં લાગ્યાં. આ બધું એક મહિના સુધી ચાલ્યું.
દાન દેવાયાં, ઉત્સવ ઊજવાયા અને રાજમહેલમાં ભેટ-સોગાતોના ઢગલા થયા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
• રાજકુમારનું નામ પાડવામાં આવ્યું સિંહકુમાર.
* આ સિંહકુમાર એટલે રાજા ગુણસેનનો જ આત્મા! દેવલોકનું એનું આયુષ્ય પૂર્ણ થતાં, એ રાણી શ્રીકાન્તાના ઉદરમાં અવતર્યો હતો.
* રૂપ અનુપમ હતું. કાન્તિ અદ્ભુત હતી.
* આકર્ષણ પાર વિનાનું હતું.
* બુદ્ધિ નિર્મળ હતી અને પ્રખર હતી.
જેમ જેમ સિંહકુમાર મોટો થતો ગયો તેમ-તેમ તે શાસ્ત્રકળામાં અને શસ્ત્રકળામાં નિપુણતા પ્રાપ્ત કરતો રહ્યો.
તે યૌવન-વયમાં પ્રવેશ્યો, પરંતુ તેનામાં યૌવન-સહજ ઔદ્વત્ય નહોતું. વિનયવિવેક અને મર્યાદાપાલન તેનામાં સહજ રીતે વિકસ્યાં હતાં.
તેને સારાં મિત્રો મળ્યાં હતાં.
તેને સારાં સ્વજનો મળ્યાં હતાં.
તેને બધું જ શુભ અને સુંદર મળ્યું હતું.
પૂર્વજન્મમાં-ગુણસેન રાજાના જન્મમાં-એણે કરેલા ભવ્ય ધર્મપુરુષાર્થનું આ ફળ હતું. બધું જ એને શુભ મળ્યું, બધું જ એને સુંદર અને શ્રેષ્ઠ મળ્યું.
રાણી શ્રીકાન્તાના ભાઈનું નામ લક્ષ્મીકાન્ત હતું. તે પણ રાજકુમાર હતો, પરંતુ માતા-પિતાના મૃત્યુ પછી, શ્રીકાન્તા પોતાના પ્રિય ભ્રાતાને જયપુર લઈ આવી હતી. લક્ષ્મીકાન્ત ગુણવાન અને પરાક્રમી હતો. જ્યારે તે યૌવનમાં આવ્યો ત્યારે રાજા પુરુષદત્તે અને રાણી શ્રીકાન્તાએ, મુક્તાવલી નામની રાજકુમારી સાથે એનાં લગ્ન કર્યાં અને એને ‘મહાસામંત’ની પદવી આપી. નગરની પશ્ચિમ દિશામાં લક્ષ્મીકાંતને એક ભવ્ય રાજમહેલ બંધાવીને આપ્યો.
રાજા લક્ષ્મીકાન્ત, મહારાજા પુરુષદત્તને પૂર્ણ વફાદાર હતો. પુરુષદત્ત, લક્ષ્મીકાન્તને પોતાના મિત્રની જેમ રાખતા હતા. બંને વચ્ચે સ્નેહનો ગાઢ સંબંધ હતો.
જેવી રીતે પુરુષદત્તના મહેલમાં પુત્રનો જન્મ થયો હતો. તેવી રીતે લક્ષ્મીકાન્તના
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
૧૪૫
Page #204
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહેલમાં પુત્રીનો જન્મ થયો હતો. તેનું નામ “કુસુમાવલી' રાખવામાં આવ્યું હતું.
કુસુમાવલીને પંડિતો પાસે ૬૪ કળાઓનું શિક્ષણ આપવામાં આવ્યું હતું. સહજ રીતે તેનામાં અનેક ગુણનો આવિર્ભાવ થયો હતો.
બંને રાજ-પરિવારોના આટલા નિકટના સંબંધ હોવા છતાં સિંહકુમારે કુસુમાવલીને જોઈ ન હતી, કામાવલીએ સિંહકુમારને જોયો ન હતો!
મહાવિદેહ ક્ષેત્રની અને એમાંય રાજપરિવારોની વિશિષ્ટ કુલપરંપરાઓ નિશ્ચિત હોય છે. જ્યાં સુધી કુમાર-કુમારિકાઓ યૌવનમાં ન પ્રવેશે ત્યાં સુધી પરસ્પર મળવાનું નહીં, વાતો કરવાની નહીં... એમનો વિકાસ, પોત-પોતાના મહેલની દિવાલો વચ્ચે થતો હશે. ભણવાનું, રમવાનું... દોડવાનું, કલાઓનું પ્રદર્શન કરવાનું.. તરવાનું અને વૃક્ષો પર ચઢવાનું. બધું જ વિશાળ મહેલોના વિશાળ પરિસરમાં થતું હશે.
એ સિવાય, સિંહકુમારે પોતાના મામાની પુત્રીને ન જોઈ હોય, અને કસમાવલીએ પોતાની ફોઈના પુત્રને ના જોયો હોય, એમ કેમ બને?
અને એક બીજી વાત : મહાવિદેહ ક્ષેત્રમાં, આ રીતે મામા-ફોઈના સંતાનોમાં પરસ્પર લગ્ન-વિવાહ પણ થતો હશે. એવી સામાજિક વ્યવસ્થા હશે. એ સિવાય, કુસુમાવલી, સિંહકુમાર પ્રત્યે અનુરાગી બને અને સિંહકુમાર કુસુમાવલી પ્રત્યે અનુરાગી બને - એ કેમ બની શકે? તેમનાં દાસ-દાસીઓ, આ બે વચ્ચે “રતિ-કામદેવ' ના સંબંધની ઇચ્છા જ કેમ કરી શકે?
એ તો હકીકત બની ગઈ હતી કે કુસુમાવલીના હૃદયમાં સિંહકુમાર વસી ગયો હતો. પહેલી જ મુલાકાતમાં, એ કુમારના પ્રેમમાં પડી ગઈ હતી. કુમારની પણ એ જ સ્થિતિ હતી.
એક રોક
૧૮૬
ભાગ-૧ છે ભવ બીજો
For Private And Personal Use Only
Page #205
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૫ ૨૨]
સમાવલીએ મહેલમાં પહોંચીને માતાને પ્રણામ કર્યા, અને કહ્યું: “મા, હું આવી ગઈ છું. ખૂબ શ્રમિત થયેલી છું. એટલે મારા મહેલમાં જઈને વિશ્રામ કરીશ.”
તે પોતાના “દંતવલભિકા મહેલમાં ચાલી ગઈ. તેની સાથે પ્રિયંકરા અને બીજી સખીઓ પણ મહેલમાં ગઈ. કસમાવલીને આજે એકાંત જોઈતું હતું. તેણે સખીઓને કહ્યું: “તમે સહુ પોત-પોતાના સ્થાને જાઓ... હું વિશ્રામ કરીશ.”
સખીઓ ચાલી ગઈ. ત્યાં તો મેના-પોપટે કલરવ કરવા માંડ્યો. કારણ કે તે બહારથી આવીને સીધી મેના-પોપટના પાંજરા પાસે જતી હતી. તેમને પંપાળતી હતી, રમાડતી હતી... વાતો કરતી હતી. આજે એણે એમના તરફ દૃષ્ટિ પણ નાંખી ન હતી. આજે તેને મેના-પોપટનો કલરવ ન ગમ્યો... તેણે કહ્યું : “આજે હું તમારી પાસે નહીં આવું. મીન રહેજો. હું આરામ કરીશ.'
તે ઊના-ઊના નિસાસા મૂકવા લાગી. સિંહકુમારની કલ્પનામાં તે ડૂબી ગઈ હતી. કુમારના જ વિચારો... અને કુમારની જ કલ્પનાઓ!
પરિચારિકાએ આવીને કહ્યું : “માતાજી આપને ભોજન માટે બોલાવે છે.” “મને ભૂખ નથી, મારે ભોજન કરવું નથી, માતાજીને કહેજે.” પરિચારિકા સામે જોયા વિના...છત સામે અનિમેષ નયને જોતી કુમારીએ જવાબ આપ્યો. પરિચારિકા ચાલી ગઈ.
કુસુમાવલીએ ભોજન ના કર્યું. સ્નાન ન કર્યું, વસ્ત્રપરિવર્તન ન કર્યું. તેના મહેલના પરિસરમાં આવેલા સરોવરમાં તરતા કલહંસો પાસે પણ ના ગઈ. વીણા પણ ખૂણામાં જ પડી રહી. એને પ્રિય ચિત્રકામ પ્રત્યે પણ ઉદાસીન થઈ ગઈ.
પલંગમાં પડખાં બદલ્યા કરે છે. પાણી વિનાની માછલીની જેમ એ તરફડે છે. એને ચેન પડતું નથી. એના ચિત્તમાં વિચારોની વણઝાર ચાલી રહી છે.
જેવી રીતે કુમારને મળ્યા પછી મને ચેન પડતું નથી... એના સંયોગના જ વિચારો મને આવ્યા કરે છે, તે રીતે કુમારને પણ મારા જ વિચારો આવતા હશે? શું એનું મન મને ચાહતું હશે? જો કે લતામંડપમાં એણે જ ઉગારો પ્રગટ કર્યા હતા.... તે તો મારા પ્રત્યેનો સ્નેહ સૂચવતા હતા.
પરંતુ મોટા રાજાનો એ કુમાર છે! શું બીજી કોઈ રાજકન્યા સાથે એના વિવાહ શ્રી સમરાદિત્ય મહાકથા
૧૮૭
For Private And Personal Use Only
Page #206
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નક્કી તો નહીં થયા હોય ને? મેં પ્રિયંકરાને પૂછી લીધું હોત તો સારું થાત... અને કદાચ એના વિવાહ નહીં થયા હોય, છતાં એ મારી સાથે વિવાહ કરવા સંમત થશે? મારા પિતા અને એના પિતા, આમ તો ગાઢ મિત્રો છે, છતાં બંને બરાબરીના રાજાઓ ના કહેવાય. મારા પિતા, કુમારના પિતાના આજ્ઞાંકિત રાજા છે. એટલે, કુમારના પિતા કુમારના માટે પોતાની સમકક્ષ રાજાની કન્યા પસંદ કરે ને? તો તો પછી મારે જીવવાનો કોઈ અર્થ જ ના રહે... મારે મારા જીવનનો અંત જ લાવી દેવો
પડે...
હે ભગવાન.... તેં આ શું કર્યું? જો હું આજે એ ઉદ્યાનમાં ગઈ જ ના હોત તો સારું થાત... પ્રેમની આ બળતરા તો હૃદયને બાળતા નહીં. આ શું થઈ ગયું મને? એ કુમારે શું કરી નાંખ્યું મારા પર? શું કામણ કરી દીધું એણે? કે હું જ ઘેલી બની ગઈ એના રૂપ-રંગ અને લાવણ્ય ઉપર? કોઈ ખામી મને એનામાં ના દેખાણી.
એ પણ અનિમેષ નયને મને જોઈ રહ્યો હતો. ત્યારે શરમથી હું તો મરી પડી હતી... મારું શરીર ધ્રૂજી રહ્યું હતું. કદાચ જો ત્યાં પ્રિયંકરા ન હોત, હું એકલી જ હોત તો? હું ત્યાં બેસી ના શકત, ઊભી ના રહી શકત... હું દોડી જાત.. અને કોઈ વૃક્ષની પાછળ છુપાઈને એને જોયા કરત...! એ મારી પાછળ દોડીને આવત...”
એ આગળ ના વિચારી શકી.
કુસુમાવલીએ ભોજન નથી કર્યું, સ્નાન નથી કર્યું. અને એકલી શયનખંડમાં પલંગમાં પડી પડી નિસાસા નાંખે છે. આ વાત એની ધાવમાતાના ખ્યાલ બહાર ન હતી. તેણે પોતાની પુત્રી મદનરેખાને બોલાવી. મદનરેખા કુસુમાવલીની અંતરંગ સખી હતી. પ્રિયંકરા કરતાં પણ વધારે નિકટતા મદનરેખા સાથે હતી. મદનરેખા ભલે ધાવમાતાની પુત્રી હતી, પરંતુ મહારાણી મુક્તાવલીને એ કુસુમાવલી જેટલી જ પ્રિય હતી.
મદનરેખાને એની માતાએ કહ્યું : “તું શું કરે છે? ક્યાં ફરે છે?”
હું મહેલમાં જ છું મા! મહારાણીનું કામ કરતી હતી.” ‘તારી જરૂર અત્યારે કુસુમાવલી પાસે રહેવાની છે. આજે સાંજે એ ઉદ્યાનમાંથી આવ્યા પછી ખૂબ જ અસ્વસ્થ છે. એણે સ્નાન નથી કર્યું, ભોજન નથી કર્યું.. સખીઓ સાથે વાર્તાલાપ નથી કર્યો... પલંગમાં પડખાં ફેરવતી નિસાસા નાંખે છે... શું થઈ ગયું છે એને? તું જા અને એના મનની વાત જાણી લે.”
મદનરેખા કુસુમાવલીના શયનખંડના દ્વારે પહોંચી. તેણે પૂછયું : “કુસુમ, હું અંદર
આવું?”
૧૮૮
ભાગ-૧ છે ભવ બીજો
For Private And Personal Use Only
Page #207
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“આવ.' એક જ શબ્દનો જવાબ મળ્યો. મદનરેખા અંદર આવીને રાજકુમારીના પલંગ પર બેસી ગઈ. કુસુમાવલીના માથા પર હાથ ફેરવવા લાગી. કુસુમાવલી એક અક્ષર પણ બોલતી નથી. એની આંખો બંધ છે. બે-પાંચ મિનિટ મૌન રહીને મદનરેખાએ પૂછયું :
કુસુમ, તારા મુખ પર આટલો બધો ઉદ્વેગ કેમ છે? મૌન. “શું વડીલવર્ગ તારા ઉપર પરિતુષ્ટ નથી? મૌન. શું કોઈ નોકરે તારો વિનય નથી કર્યો? મૌન. “શું કોઈ સખી તારાથી રિસાણી છે? મૌન! ‘તારી કોઈ ઇચ્છા પૂર્ણ નથી થઈ? તારે મને તો કહેવું પડશે કુસુમ.. તારી આ અસ્વસ્થતા... વિહ્વળતા. વેદના મારાથી સહન નથી થતી. તું મને તારા મનની વાત કર.” મદનરેખાનો સ્વર ભીનો થયો.
તરત કુસુમાવલી પલંગમાં બેઠી થઈ ગઈ. બે હાથે પોતાના માથાના વાળ સરખા કરતી, કંઈક હસવાનો પ્રયત્ન કરતી બોલી : “તને ન કહેવા જેવું કંઈ પણ હોય ખરું મારા મનમાં?'
છતાં મનની વાત તે ના કહી શકી, તેણે ખોટી-ખોટી વાત કરી :
આજે ઉદ્યાનમાં ફૂલો તોડ્યાં. તેથી થાક લાગ્યો છે. તાવ જેવી કંઈક અસર લાગે છે. આ સિવાય ઉદ્વેગનું બીજું કોઈ કારણ નથી.”
'તો પછી હું તને આ પાન આપું છું. તું એને મોઢામાં મૂકી દે. પછી સૂઈ જા, હું તને પંખો નાખું... અસ્વસ્થતા દૂર થઈ જશે.'
ના, ના, આવી મારી બેચેનીમાં તારા પાનબીડાથી શું વળે?' ‘તું જા આપણા કેળઘરમાં. ત્યાં ખૂબ શીતળતા હશે. ત્યાં મારા માટે પુષ્યશવ્યા તૈયાર કર. હું ત્યાં આવું છું.'
‘હમણાં જ તૈયાર કરું છું પુખશપ્યા.'મદનરેખા ત્વરાથી મહેલની પાછળ ચાલી ગઈ. ત્યાં કેળવૃક્ષોની ઘટામાં તેણે કમલપત્રોની શયા બનાવી દીધી. કુસુમાવલી આવીને પુષ્પશધ્યામાં પડી. મદનરેખાએ તેને પાન આપ્યું. તેના મુખમાં જ મૂકી દીધું. અને તેના બે હાથ પોતાના હાથમાં લઈને... ખૂબ જ આત્મીય ભાવથી કહ્યું : શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
Page #208
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“કુસુમ, મારે એક મારી ખાનગી વાત તને કરવી છે.” બોલ, તું મને નહીં કહે તો કોને કહીશ?”
પણ અત્યાર સુધી મેં તને વાત નથી કરી, તેથી તું મારા ઉપર ગુસ્સો તો નહીં કરે ને?”
કરીશ ગુસ્સો ને તારા આ ગાલ ઉપર ચૂંટલા ભરીશ...!' “ભલે, તારે જે કરવું હોય તે કરજે, પરંતુ મારે મારા મનની વાત તને કરવી જ છે. હવે મારું હૃદય એ ભારને ઝીલી શકે એમ નથી.”
કહી દે વાત.'
આપણા મહામંત્રી સુબુદ્ધિ છે ને? તેમનો પુત્ર તેં જોયો છે? તે નથી જોયો એને. એનું નામ છે અનંત. અમારે પ્રેમ થઈ ગયો છે... અમે એકબીજા વિના રહી શકીએ એમ નથી... અમારી ઇચ્છા લગ્ન કરવાની છે. પરંતુ શું એ શક્ય છે?”
અરે મદના, તેં આ શું કર્યું? મહામંત્રીને ખબર પડશે તો? પહેલાં તો એ તને અને તારી માને કાઢી મૂકશે. પછી અનંતને પણ સજા કરશે. તમારે આવું નહોતું કરવું જોઈતું.'
હવે અમે શું કરીએ? તું જ માર્ગ બતાવ. “અત્યારે નહીં, અત્યારે હું જ અસ્વસ્થ છું. સ્વસ્થ થઈને પછી તમારા માટે કોઈ માર્ગ વિચારીશ.”
ભલે, પણ એક વાત તો કર, આજે તું ઉદ્યાનમાં ફરવા માટે ગઈ હતી, ત્યાં તે કોઈ આશ્ચર્યજનક ઘટના જોઈ? કંઈ અવનવું જોયું?'
કુસુમાવલીએ મદનરેખા સામે જોયું. એ પુષ્પશધ્યામાં બેસી ગઈ. તેણે મદનરેખાના ગળે પોતાના બે કોમળ હાથ વીંટાળીને કહ્યું : “મદન, આજે ઉદ્યાનમાં મેં -
રતિ વિનાનો કામદેવ જોયો! રોહિણી વિનાનો ચન્દ્ર જોયો! ઇન્દ્રાણી વિનાનો ઇન્દ્ર જોયો! “કોણ હતું એ?” મદનરેખાએ આતુરતાથી પૂછયું.
એ હતા મહારાજા પુરુષદત્તના પુત્ર સિંહકુમાર! જાણે રૂપનુંય રૂ૫ લાવણ્યનુંય લાવ! સૌન્દર્યનું પણ સૌન્દર્ય! અને યૌવનનું પણ યૌવન! આ આશ્ચર્ય મેં જોયું આજે!'
૧૯
ભાગ-૧ ૪ ભવ બીજો
For Private And Personal Use Only
Page #209
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને એ આશ્ચર્યું મારી સખીની આ અવદશા કરી નાંખી, ખરું ને? મારી પ્રિય સખીના હૃદયમાં એ કુમાર વસી ગયો, ખરું ને?'
સાચી વાત છે તારી. હું તો મનથી રાજકુમારને વરી ચૂકી છું.' કુસુમ! સાચે જ‘એ કામદેવ છે તો તું રતિ છે! એ ચન્ટ છે તો તું રોહિણી છે! એ ઇન છે તો તું ઇન્દ્રાણી છે!' “રૂપ, લાવણ્ય અને સૌન્દર્યમાં તું એનાથી પણ ચડિયાતી છે! ખરેખર, તારો અનુરાગ યોગ્ય વ્યક્તિ સાથે થયો છે. મેં તો અનેક વાર રાજકુમારને જોયા છે. તેમનાં પરાક્રમોની પણ ઘણી વાતો સાંભળી છે.”
કુસુમ, તું ધીરજ રાખ. કુળદેવતાઓની તેં સાચા ભાવથી પૂજા કરેલી છે. તારી આ ઇચ્છા જરૂર કુળદેવતાઓ પૂર્ણ કરશે. તારા મનના મનોરથ પૂર્ણ થશે.” - “અને, બીજી એક વાત તને કહું. સિંહકારે આજે જ તને જોઈ છે ને? એટલે એમને પણ તારા પ્રત્યે અનુરાગ પ્રગટટ્યો જ હશે! જો તારી સાથે લગ્ન કરવાની એમની ઇચ્છા પ્રગટી હશે તો એ જરૂર એમની માતાને વાત કરશે. હા, પુરુષ તો આવી વાત કરે. એને શરમ ના નડે. શરમ આપણને નડે!”
તારી વાત સાચી છે. મારા મનમાં પણ આ વિચાર આવેલો કે હું માતાજીને વાત કરું, “મારે, સિંહકુમાર સાથે લગ્ન કરવાં છે. પરંતુ ના, ના, આવી વાત કરવા માટે મારી જીભ જ ના ઊપડે! ના હું માતાજીને કહી શકું કે ના પિતાજીને કહી શકું.”
“પરંતુ મને તો કહી દીધી ને? હવે વાંધો નહીં. આ અંગે હવે હું જાગ્રત રહીને તપાસ કરતી રહીશ.” “શું માત્ર વાતો જાણતી રહીશ કે કંઈક કરીશ?”
પહેલાં તો જાણવું પડશે કે સિહકુમાર શું કરે છે! એમની જો ઇચ્છા હશે તો આ કાર્ય ચોક્કસ થવાનું જ.”
કેવી રીતે?
મહારાજા પુરુષદાત અને મહારાણી શ્રીકાન્તા, સિંહકુમારની એક-એક ઇચ્છા પૂર્ણ કરે છે! એ કુમારને ક્યારેય નારાજ નથી કરતા'
તેં કેવી રીતે જાણ્યું?”
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
Page #210
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘તમારી ધાવમાતા, એટલે કે મારી માતા અને રાજકુમારની ધાવમાતા, બહેનપણીઓ છે! બંને મળે, વાતો કરે... હું પાસે હોઉં એટલે સાંભળું ધાવમાતાઓને મહેલની રજે-૨જ વાત ખબર હોય!
તો પછી મદન, તું આ મારી વાત તારી માતાને કરે, તેઓ રાજકુમારની ધાવમાતાને કરે. અને એ રીતે બધું ગોઠવાય કે નહીં?'
મારી વહાલી સખી! બહુ ઉતાવળ થઈ ગઈ છે? એમ ઉતાવળે આંબા ન પાકે. ધીરજ રાખ... હા, તારે કોઈ સંદેશો કુમારને પહોંચાડવો હોય તો હું પહોંચાડી દઈશ. તારે કુમારને કોઈ ભેટ મોકલવી હોય તો મોકલી આપીશ!' “સાચે જ તું મારો સંદેશો આપી આવીશ?'
લે, વચન આપું છું. અને આ વાત પેટમાં જ રહેશે. અત્યંત ગુપ્ત રહેશે. મારા પર વિશ્વાસ રાખ.”
તારા ઉપર જ વિશ્વાસ છે મદના! આ દુનિયામાં એક તું જ છે, કે જેને હું મારા મનની બધી વાત કહી શકું છું... તારા ઉપર મને સંપૂર્ણ વિશ્વાસ છે.'
તું કહે, આવતી કાલે જ તારો સંદેશ કુમારને પહોંચાડીશ.” “પછી એમનો સંદેશો પણ. તું લઈ આવીશ ને?'
એમ જ હોય મારી સખી!” કુસુમાવલી વિચારમાં પડી ગઈ. એમને શું કહેવરાવું? મારો સંદેશો સાંભળીને એ મારો ઉપહાસ તો નહીં કરે ને? ના, ના, ઉપહાસ તો નહીં કરે..” તેણે મદનરેખાને કહ્યું:
કુમારને કહેજે કે ઉદ્યાનમાં તમારાં દર્શન થયાં છે ત્યારથી મન તમારી પાસે છે. તમે મારા મનનું હરણ કરી ગયા છોહવે જેમ બને તેમ જલદી મારા તનનું પણ હરણ કરી જાઓ!”
વાહ, મારી સખીને સરસ સંદેશો મોકલતાં આવડે છે! અને સાથે સાથે કહું ને કે પાણી વિના જેમ માછલી તરફડે તેમ તમારા વિના હું પુષ્પશધ્યામાં પણ તરફડી રહી
કસમાવલીએ મદનરેખા પર કમલપુષ્પનો ઘા કર્યો. બનાવટી રોષ કરી અને ઊભી થઈ રાજમહેલ તરફ દોડી.
મદનરેખાએ, મહારાજા પુરુષદરના મહેલની પોતાની સખી દાસીઓનો સંપર્ક સાધ્યો. સિંહકુમારની દિનચર્યા એમની પાસેથી જાણી લીધી. સિંહકુમારની મહેલની ૧૯૨
ભાગ-૧ ૪ ભવ બીજો
For Private And Personal Use Only
Page #211
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પરિચારિકાએ મદનરેખાને કહ્યું : ‘તારે મળવું છે ને રાજકુમારને? હું તને મેળવી આપું!’
‘પણ મારે તો આવતી કાલે જ મળવું છે!'
‘આવતીકાલે મેળવી આપું! તું આવતીકાલ મધ્યાહ્ન કાળે આવ. મહારાજ કુમાર ભોજનથી નિવૃત્ત થઈને, મહેલની નીચેના પૂર્વ દિશા તરફના ઉદ્યાનમાં એકાદ ટિકા ટહેલતા હોય છે! એ વખતે હું તને એમની પાસે લઈ જઈશ. તારી ઓળખાણ કરાવીને હું નીકળી જઈશ.'
યોજના ગોઠવાઈ ગઈ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મદનરેખા, નિર્ધારિત સમયે સિંહકુમારના મહેલમાં પહોંચી ગઈ. પરિચારિકા વસંતાને મળી. વસંતાએ ઇશારાથી એને જણાવી દીધું કે બધું બરાબર ગોઠવાઈ ગયું છે.
સિંહકુમાર નિત્યક્રમ મુજબ ભોજનથી નિવૃત્ત થઈને રાજમહેલના પૂર્વ દિશાના ઉદ્યાનમાં પહોંચી ગયા, ત્યાં વસંતા મદનરેખાને લઈને પહોંચી ગઈ. સિંહકુમારે બંનેને જોઈ. તે ઊભા રહી ગયા.
બંનેએ આવીને સિંહકુમારને પ્રણામ કર્યાં. વસંતાએ કહ્યું : ‘આ મદનરેખા છે. મહારાજા લક્ષ્મીકાન્તની રાજકુમારી કુસુમાવલીની અંતરંગ સખી છે. એ આપને મળવા આવી છે.’
શ્રી સમરાદિત્ય મહાકથા
એમ કહીને વસંતા ચાલી ગઈ.
મદનરેખાએ રાજકુમારનું પુનઃ અભિવાદન કરીને કહ્યું :
‘હે મહારાજકુમાર, મારી સ્વામીની કુસુમાવલીનું મન આપે હરી લીધું છે. એ આપના જ ધ્યાનમાં લીન છે... આપને તે ઝંખે છે... આપના વિરહથી તે વ્યાકુળ છે... બસ, આટલો એમનો સંદેશ આપવા આવી છું.’
‘મદનરેખા, જેવી એની સ્થિતિ થઈ છે, એવી જ મારી સ્થિતિ બની છે... એને કહેજે કે હું એને હૃદયથી ચાહું છું. થોડા દિવસોમાં જ હું એને મળીશ... ત્યારે મને, એ પોતાનાં બનાવેલાં શ્રેષ્ઠ ચિત્રો બતાવે, એમ કહેજે,’ કુમારે ગળામાંથી મૂલ્યવાન હાર કાઢીને મદનરેખાને ભેટ આપ્યો.
For Private And Personal Use Only
૧૯૩
Page #212
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નું પુરુષ તરફનું આકર્ષણ, પુરુષનું સ્ત્રી તરફનું આકર્ષણ સહજ-સ્વાભાવિક હોય છે. દેવ હોય, મનુષ્ય હોય કે પશુ-પક્ષી હોય.
જ્યારે એ આકર્ષણ તીવ્ર બને છે ત્યારે જીવાત્માને બેચેન બનાવે છે. સિંહકુમાર, એના જીવનમાં પ્રથમવાર જ કુસુમાવલી તરફ આકર્ષાયો હતો. તેના ચિત્તમાં વિકારો અંકુરિત થયા હતા. એમાંય કુસુમાવલીનો સંદેશો મળ્યા પછી તેના સમગ્ર ચિત્તતંત્ર ઉપર કુસુમાવલી છવાઈ ગઈ હતી.
“લગ્ન કરવાં તો કુસુમાવલી સાથે જ કરવાં છે.” આ એનો નિર્ણય થઈ ગયો. પરંતુ એ કાળે પુત્ર-પુત્રીઓનાં લગ્નનો અંતિમ નિર્ણય માતા-પિતા કરતાં હતાં. અલબત્ત, પુત્ર-પુત્રીઓ મોટાભાગે માતાની સમક્ષ પોતાની પસંદગીની વ્યક્તિ બતાવી શકતી હતી.
સિંહકુમારના મનમાં મોટી ગડમથલ શરૂ થઈ ગઈ : “મારે પિતાજીને વાત કેવી રીતે કરવી? અલબત્ત, મને મારાં માતા-પિતા ઉપર વિશ્વાસ છે કે તેઓ મારી ઇચ્છા મુજબ જ કન્યાની પસંદગી કરશે. અત્યાર સુધીમાં ક્યારેય તેમણે મારું મન દૂભવ્યું નથી. મારી દરેક ઇચ્છાને તેમણે પૂર્ણ કરી છે. પ્રશ્ન એક જ છે : વાત એમના સુધી પહોંચાડવી કેવી રીતે? બહુ નાજુક વાત છે આ, અત્યાર સુધીમાં ક્યારે પણ આ વાત નથી માતાએ કાઢી કે નથી પિતાજીએ કાઢી. હા, મારી અનુપસ્થિતિમાં તેઓ પરસ્પર આ વિષયમાં વિચારતાં હોય, તો હું જાણતો નથી કે જાણવાનો વિચાર પણ મને આવ્યો નથી.”
પોતાના શયનગૃહમાં આંટા મારતા-મારતાં એ ઉપાયને શોધવા લાગ્યો. તેને કોઈ ઉપાય જડતો નથી. બીજી બાજુ એના ચિત્તમાં, ઉદ્યાનના લતામંડપમાં થયેલા મેળાપનો પ્રસંગ આંખ સામે તરવરે છે.
કુસુમાવલીની સખીએ મને રતિરહિત કામદેવ” કહીને બોલાવ્યો. શું આ શબ્દો કસમાવલી તરફનો સંકેત નહોતા કરતા કરતા જ હતા. વળી આજે કુસુમાવલીનો સંદેશો પણ મળ્યો... એ મને પૂર્ણ રીતે ચાહે છે. એ મનથી મને વરી ચૂકી છે. હવે એ મારો વિરહ લાંબો સમય સહન નહીં કરી શકે. કારણ કે એ રાજકુમારી છે... રાજકુમારો અને રાજકુમારીઓની આ ટેવ હોય છે કે એમને જે ઇચ્છા થાય તે જલદી પૂરી થવી જોઈએ! ઇચ્છાપૂર્તિમાં એ વિલંબ સહન કરી શકતાં નથી. અને મોટા ભાગે રાજા-રાણી પણ પોતાના સંતાનોને ખૂબ ચાહતાં હોય છે એટલે એમની ઇચ્છાઓ તરત જ પૂર્ણ કરતાં હોય છે. ૧૯૪
ભાગ-૧ ૪ ભવ બીજો
For Private And Personal Use Only
Page #213
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મને વિશ્વાસ છે કે જો હું મારાં માતા-પિતાને મારી આ ઇચ્છા જણાવું તો જરાય વિલંબ કર્યા વિના તેઓ રાજા લક્ષ્મીકાંત પાસે કુસુમાવલીની માગણી કરે છે.'
સિંહકુમારનો વલોપાત વધતો જતો હતો. આજે પોતાના મહેલની બહાર પણ ન ગયો. પરિચારિકા વસંતા ચબરાક દાસી હતી. એને ગંધ તો આવી જ ગઈ હતી. કુસુમાવલીની સખી કુમારને મળવા આવી હતી, ત્યારથી એનું વિચારતંત્ર ઝડપથી કામે લાગી ગયું હતું. તેના મનમાં કુમાર પ્રત્યે ખૂબ સદ્ભાવ હતો. આજે સાંજે કુમારે દુગ્ધપાન નહોતું કર્યું અને ભોજન માટે પણ ના પાડી દીધી હતી, તેથી વસંતાનું મન વધારે વ્યથિત બન્યું હતું.
વસંતાએ રાજા-રાણીના પ્રત્યાઘાતો જાણવાનો નિર્ણય કર્યો. પોતાની જગાએ બીજી દાસીને મૂકી, તે રાણી-શ્રીકાન્તા પાસે પહોંચી ગઈ. રાણી શ્રીકાંતાને વસંતા પર વધારે હેત હતું.
શ્રીકાંતાએ તરત વસંતાને પૂછ્યું : “વસંતા, આજે સાંજે કુમારે ભોજન નથી કર્યું? એણે કહેવરાવ્યું કે મને અત્યારે ભોજન કરવાની રુચિ નથી... શું કુમારનું સ્વાથ્ય બરાબર નથી? સારું થયું તું અહીં આવી ગઈ, નહીંતર હું જાતે ત્યાં આવવાની હતી... વળી, આજે મધ્યાહ્નના ભોજન પછી કુમાર મને મળ્યો પણ નથી...”
મને પણ સિંહ મળ્યો નથી આજે, દેવી!” મહારાજા પુરુષદત્તે, મહારાણીના ખંડમાં પ્રવેશ કરતાં કહ્યું. મહારાણી ઊભાં થઈ ગયાં. વસંતા પણ એક બાજુ ખૂણામાં જઈને ઊભી રહી. મહારાજા સિંહાસન પર બેઠા, બાજુમાં ભદ્રાસન ઉપર મહારાણી શ્રીકાંતા બેઠી. કુમારે કહેવરાવ્યું કે તેનું સ્વાચ્ય બરાબર નથી. તેથી એણે ભોજન નથી કર્યું.'
દેવી, તનનું સ્વાચ્ય બરાબર નથી કે મનનું? હવે કુમાર યુવાન છે. યુવાન પુત્રપુત્રીઓની માનસિક સ્થિતિ ક્યારેક ક્યારેક અસ્વસ્થ બનતી હોય છે માટે કુમાર અંગે આપણે કંઈક વિચારવું જોઈએ.”
વસંતા વિવેકની ખાતર ધીરે ધીરે ખંડની બહાર નીકળી ગઈ. પરંતુ દરવાજા પાસે આડશમાં ઊભી રહી. એને રાજા-રાણીનો વાર્તાલાપ સાંભળવો હતો.
શું વિચારવાનું કહો છો આપ?' કુમારના માટે યોગ્ય રાજકન્યા શોધવી પડશે ને!” સાચી વાત છે, આપની સ્વામીનાથ!” શું કોઈ રાજકન્યા તમારા ધ્યાનમાં છે?” રાણી શ્રીકાંતા વિચારવા લાગી. એણે જોયેલી રાજકન્યાઓ એની કલ્પનાઓમાંથી પસાર થવા લાગી, પરંતુ કુમાર માટે યોગ્ય કન્યા એની કલ્પનામાં ના આવી!'
“સ્વામીનાથ, મને તો કોઈ કન્યા જડતી નથી!'
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૫
For Private And Personal Use Only
Page #214
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નથી જડતી તમને? મને જડી ગઈ છે!” ‘તો આપ જ કહોને! જે આપને પસંદ તે મને પસંદી'
આપણા બેની જ પસંદગી ના ચાલે દેવી!' ‘તો ત્રીજા કોની પસંદગી જોઈએ? કુમારની
નાથ, આપણો કુમાર વિનીત છે, વિવેકી છે અને આપણા ઉપર એને સંપૂર્ણ વિશ્વાસ છે!'
ખરી વાત, એ વિશ્વાસને વધુ દઢ કરવા માટે આપણે એનો અભિપ્રાય પણ જાણવું જોઈએ...” “ભલે, જાણીશું એનો અભિપ્રાય, પરંતુ એ કન્યા કોણ છે કે જેને આપે પસંદ કરી છે!” તારા ભાઈની પુત્રી કુસુમાવલી!”
ઓહ! એ તો મને યાદ જ ના આવી! ખરેખર કુમાર માટે કુસુમાવલી યોગ્ય રાજકન્યા છે! સરખે-સરખી જોડી જામશે! મહારાજ, આપની પસંદગી મને ગમી! શું એ કન્યા છે! અગરા જેવું એનું રૂપ છે અને...'
“એમ જ કહો કે એનામાં કોઈ વાતની કસર નથી. આપણી પુત્રવધૂ બનવાની બધી જ યોગ્યતા એનામાં છે!” “તો પછી તમે માગણી કરો કુસુમાવલીની!” “જુઓ, પાછાં તમે ભૂલી ગયાં..? કુમારની પસંદગી જાણવી છે ને?” ‘કુમારને પૂછી જુઓ!”
એ કામ તમારું છે દેવી. તમારે બોલાવીને કુમારને પૂછી લેવાનું. મારી પાસે એ શરમાઈ જાય..'
ભલે, તો હું કાલે સવારે જ દુધપાનના સમયે કુમાર સાથે વાત કરીશ. અને પછી આપને જણાવીશ.”
બરાબર છે. મને પુત્ર ઉપર વિશ્વાસ છે, એ આપણી પસંદગી ઉપર જ વાત છોડી દેશે. છતાં એનો અભિપ્રાય જાણવાથી એનો આપણા પ્રત્યેનો પ્રેમ વૃદ્ધિ પામશે.”
‘તે પછી આપ મારા ભાઈની આગળ વાત મૂકશો?'
“ના, હું લક્ષ્મીકાન્તના મહામંત્રી સુબુદ્ધિને બોલાવીને વાત કરીશ. મારે લક્ષ્મીકાંતને શરમમાં નથી નાંખવા.”
જો આપને યોગ્ય લાગતું હોય તો હું વાત કરું...” “ના, કદાચ એમાં ભાઈ-બહેનના સંબંધ બગડે!' કેવી રીતે નાથ?'
ભાગ-૧ ૪ ભવ બીજો
969
For Private And Personal Use Only
Page #215
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એની ઇચ્છા ના થાય અને તે તમને ના પાડે.. તો તમારા હૃદયમાં દુઃખ થાય. ભાઈ પ્રત્યે તમે નારાજ થાઓ... અને કદાચ જિંદગીપર્યંત અબોલા થઈ જાય! માટે તમારે તો અત્યારે ભાઈ સાથે આ અંગે કોઈ જ વાત નથી કરવાની. હું વાત મૂકીશ.”
આપની વાત અક્ષરશઃ સાચી છે. કદાચ એ ના પાડે તો મને ઘોર અપમાન લાગે. સંબંધ બગડે જ!”
“તો હવે આ વાત નક્કી થઈ કે તમારે કાલે સવારે કુમાર સાથે વાત કરી લેવાની પછી મને જાણ કરવાની, બરાબર?'
હા જી!” મહારાજા પુરુષદત્ત ત્યાંથી ઊઠીને પોતાના શયનખંડમાં જાય, એ પૂર્વે દ્વારની આડશમાં ઊભેલી વસતા મહેલની બહાર નીકળીને, સિંહકુમારના મહેલ તરફ દોડી રહી હતી. એનો હર્ષ સમાતો ન હતો..
તેણે કુમારના શયનખંડમાં દરવાજા પર ત્રણ ટકોરા માર્યા. કોઈ અતિ અગત્યનું કામ હોય તો જ ત્રણ ટકોરા મારવાનો સંકેત નક્કી થયેલો હતો.
સિંહકુમાર જાગતો જ હતો. એણે દરવાજો ખોલ્યો. સામે જ વસંતાને જોઈ. વસંતાએ કુમારનું અભિવાદન કરીને કહ્યું : “હું અંદર આવું? એક બહુ જ ખાનગી વાત કરવી છે..” એનો શ્વાસ ભરાઈ ગયો હતો. એ હાંફતી હતી.
કુમારને શંકા-કુશંકા થઈ. “શું થયું વાસંતી? તને કોઈએ સતાવી કે શું?” વસંતાએ હાથના ઇશારાથી ના પાડી. એ જમીન પર બેસી ગઈ હતી. કુમારને ભદ્રાસન ઉપર બેસવાનું કહ્યું અને બોલી :
મહારાજ કુમાર, બાહુ સારા સમાચાર લાવી છું. જાણીને આપનું હૃદયકમળ ખીલી જશે... આપની વ્યથા દૂર થઈ જશે... આપ આનંદવિભોર થઈ જશો...!”
હં.. વાત કર..” “આપનો વિવાહ રાજકુમારી કુસુમાવલી સાથે કરવાની મંત્રણા મહારાજા અને મહારાણી વચ્ચે થઈ છે!”
ક્યારે?' કુમારે ઉત્સુકતાથી પૂછ્યું. હમણાં જ! મંત્રણા પૂરી થઈ અને હું દોડતી અહીં આવી!” કુમાર મૌન રહ્યો... તેણે વસતા સામે જોયા કર્યું. શું આપને મારી વાત પર વિશ્વાસ નથી બેસતો?”
વસતા, તું મારી વિશ્વસનીય પરિચારિકા છે. તું હમેશાં મારા સુખનો જ વિચાર કરતી હોય છે...”
આવતી કાલે સવારે દુગ્ધપાનના સમયે માતાજી આપનો અભિપ્રાય પૂછવાનાં છે... હા, આપ ના ન પાડશો! કુસુમાવલી તો ખરેખર, કુસુમાવલી જ છે. આ શ્રી સમરાદિત્ય મહાકથા
૧૯૭
For Private And Personal Use Only
Page #216
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહેલની એ સ્વામિની બનશે. મારી પણ સ્વામિની બનશે... મને ખૂબ ગમશે!'
“એટલે શું તારા માટે મારે એની સાથે લગ્ન કરવાનાં છે?” કુમારે હસીને વસંતાને પ્રફુલ્લિત કરી દીધી, “સવારની વાત સવારે.. અત્યારે હવે સૂઈ જવું છે.”
વસંતા ઊભી થઈ, કુમારનું અભિવાદન કરી તે બહાર નીકળી ને બોલી : આજે મહારાજ કુમારને ઊંઘ નહીં આવે!”
૦ ૦ ૦ રાજન, મને આજે મહારાજા પુરુષદત્તે બોલાવીને કહ્યું કે સિંહકુમારનાં લગ્ન કુસુમાવલી સાથે થાય, એમ હું ઇચ્છું છું. આ વાત તમે મહાસામંત લક્ષ્મીકાંતને કરો...'
મહામંત્રી સુબુદ્ધિએ મહાસામંત લક્ષ્મીકાંતના મહેલમાં જઈને, પુરુષદત્તનો પ્રસ્તાવ રજૂ કર્યો.”
મહામંત્રી, આ અંગે મારે રાણી મુક્તાવલી સાથે પરામર્શ કરવો પડે.'
આપ કરજો પરામર્શ, પરંતુ આપનો પોતાનો અભિપ્રાય શું છે, એ જણાવવા કૃપા કરો.”
મહામંત્રી, મારા અભિપ્રાયની તમે કલ્પના કરી શકો છો! મહારાજાકુમાર સાથે કુસુમાવલીનો સંબંધ થાય, એનાથી વધારે ઉત્તમ શું? મહારાજકુમાર બધી જ રીતે સુયોગ્ય છે. તેઓ ગુણવાન છે, રૂપવાન છે, શૌર્યવાન છે. અને વિનયવિવેક તથા મર્યાદાપાલનમાં ચુસ્ત છે.”
‘રાજન, આ તો મહાન પુણ્યનો ઉદય કહેવાય કે મહારાજા સામે ચાલીને આપની રાજકુમારીની માગણી કરી રહ્યા છે.'
સાચી વાત છે, અને બીજી મહત્ત્વની વાત તો એ છે કે મારા ઉપર મહારાજાના અનેક ઉપકારો છે! વાસ્તવમાં તો તેઓએ માંગણી કરવાની ના હોય, આજ્ઞા જ કરવાની હોય!'
આપ મહારાણીને પૂછી લો. હું પછી સંધ્યા સમયે આપને મળું છું.”
મહામંત્રી ચાલ્યા ગયા. રાજા લક્ષ્મીકાંત હર્ષિત હૃદયે અને આનંદિત વદને રાણી મુક્તાવલીના આવાસમાં ગયા. અચાનક ક-સમયે રાજાને આવેલા જોઈ, રાણી મુક્તાવલીને આશ્ચર્ય થયું. તેણે ઊભા થઈને રાજાનું સ્વાગત કર્યું. લક્ષ્મીકાન્ત સુશોભિત આસન ઉપર બેઠા. ત્યાં પરિચારિકા મદનરેખાએ આવીને રાજાને દૂધનો પ્યાલો આપ્યો અને એક બાજુ જઈને ઊભી રહી.
દૂધ પીને, રાજાએ રાણીને કહ્યું : “દેવી, એક શુભ સમાચાર છે! સાંભળીને તમે રાજી થઈ જશો!'
જલદી કહો સ્વામીનાથ!” મહારાજા પુરુષદત્ત, મહારાજકુમાર માટે કુસુમાવલીની માગણી કરી છે!”
ભાગ-૧ ૪ ભવ બીજો
960
For Private And Personal Use Only
Page #217
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિંહકુમાર અને કુસુમાવલીની જડી તો જામે એવી છે! મેં સિંહકુમારને જોયા છે. એના જેવો રાજકુમાર મારા જોવામાં કે જાણવામાં બીજો કોઈ નથી!'
તો પછી સ્વીકૃતિ આપી દઉં ને? મહામંત્રી સુબુદ્ધિ આ પ્રસ્તાવ લઈને આવ્યા હતા. મહારાજાની તીવ્ર ઇચ્છા છે કે કુસુમાવલી તેમની પુત્રવધૂ બને...”
હું રાજી છું. સ્વીકૃતિ આપી દો!' ‘કુસુમાવલીને પૂછવું નથી?” “ના રે ના, એને શું પૂછવાનું? જે આપણને પસંદ તે એને પસંદ!” તે છતાં દેવી, તમે એને બોલાવીને વાત તો કરજો!”
કરીશ, પણ મને એક બીજી વાત જચે છે. આપણે આપણા રાજમહેલના ઉદ્યાનમાં બંનેને ભેગાં કરીએ તો કેમ? જમવાના બહાને કુમારને નિમંત્રણ આપીએ. જમ્યા પછી કુમાર અને કુસમાવલી મળે. એ બંને રાજી થાય લગ્ન કરવા... પછી ચિંતા જ નહીં!'
દેવી, તમારો વિચાર મને ગમ્યો. હું એ જ રીતે મહામંત્રીને વાત કરું છું.' “આવતી કાલે જ ગોઠવવાનું છે.' રાણીએ કહ્યું.
મહારાજા ચાલ્યા ગયા. તેમની પાછળ મદનરેખા પણ રાણીવાસમાંથી નીકળીને, સીધી કુસુમાવલીના મહેલમાં પહોંચી.
હર્ષઘેલી બનેલી મદનરેખા, કુસુમાવલીને ભેટી પડી, “અરે... અરે.. મદન તું શું કરે છે? હું કંઈ અનંત નથી... કે આ રીતે...'
“ચૂપ રે..મારો અનંત તો મળશે ત્યારે ખરો, પણ તારો સિંહ તો કાલે મળવાનો નક્કી! તારા પિતાજી જ આમંત્રણ આપશે મહારાજ કુમારને! ભોજનનિમિત્તે આમંત્રીને, તમને બંનેને ભેગાં કરશે..
મહારાજાએ પોતે કમાર માટે તારી માંગણી કરી છે! એટલે હવે તારો માર્ગ ચોખ્ખો થઈ ગયો મારી વહાલી સખી! હું બધું સાંભળીને આવી છું.”
તું ક્યાંથી સાંભળી આવી?” “રાણીવાસમાં મહારાજા પધાર્યા હતા, હું ત્યાં જ હતી. મહારાજાને દૂધ આપીને, હું એક ખૂણામાં ઊભી રહી ગઈ હતી. રાજા-રાણીએ બહુ જ સ્પષ્ટતાથી બધી વાતો કરી. મહારાજા ગયા કે તેમની પાછળ હું પણ નીકળી ગઈ.. ને સીધી તારી પાસે આવી...'
કુસુમાવલીની આંખોમાંથી હર્ષનાં આંસુ ટપકવા માંડ્યાં. તે મદનરેખાને ભેટી પડી.
ખરેખર, મદના કુળદેવતાઓએ મારા પર મહાન કૃપા કરી. મારી તીવ્ર ઇચ્છા પૂર્ણ થશે. મારા મનનો એ કામણગારો મને મળી જશે...” શ્રી સમરાદિત્ય મહાકથા
૧૯
For Private And Personal Use Only
Page #218
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
{
૪
મિત્રોની સાથે સિહકુમાર મહાસામંત લક્ષ્મીકાન્તના મહેલે આવ્યો. મહાસામંતે રાજપરિવાર સાથે હર્ષભેર કુમારનું સ્વાગત કર્યું.
કુમારના ધવલ અધોવસ્ત્ર પર સુવર્ણના તારની ગૂંથણી કરવામાં આવી હતી. જ્યારે એ રેશમી વસ્ત્રને પવનનો સ્પર્શ થતો હતો ત્યારે સુવર્ણનો તારો અવનવી રંગોળી રચતા હતા. કંઈક આછા ગુલાબી રંગના ઉત્તરીય વસ્ત્ર ઉપર રજતના તારોથી ફૂલોની ગૂંથણી કરવામાં આવી હતી. કુમારના શરીરના તાંબા જેવા ઈષ લાલ રંગ સાથે ઉત્તરીય રેશમી વસ્ત્રનો રંગ જામતો હતો. તેના સુદઢ અને માંસલ બાહુઓ ઉપર રત્નજડિત બાહુબંધ શોભતા હતા. લાલ વર્ણના નખથી શોભતી એની આંગળીઓ ઉપર રત્નજડિત મુદ્રિકાઓ ચમકતી હતી. કમર ઉપર પહોળા પટાનો સોનાનો કંદોરો બાંધેલો હતો. એ કંદોરા સાથે ડાબી બાજુએ, કલાત્મક માનવાળી નાની તલવાર ઝૂલતી હતી. પગની મોજડી, જયપુરના શ્રેષ્ઠ કારીગરોએ બનાવેલી હતી અને એના ઉપર મોતી જડેલાં હતાં.
વિશાળ ભાલપ્રદેશ, કંઈક ઊંચી ગ્રીવા, પ્રમાણયુક્ત નાસિકા, કંઈક લંબગોળ ચહેરો... લાલ-લાલ હોઠ.... અને કલાત્મક વળાંકવાળા બે કાન...
સિંહકુમાર મોહક લાગતો હતો. દુનિયાની ભલભલી રૂપસુંદરી કેમ ના હોય, સિંહકુમાર તરફ એકવાર તો આકર્ષાઈ જ જાય! એના ભવ્ય વ્યક્તિત્વમાં અંજાઈ જ જાય!
જ્યારે લક્ષ્મીકાને સ્વાગત કર્યું ત્યારે કુમારે બે હાથ જોડીને સામે અભિવાદન કર્યું. રાણી મુક્તાવલીએ આજે સિંહકુમારને ધારી ધારીને જોયો... એને પૂર્ણ સંતોષ થયો. એણે મનોમન લક્ષ્મીકાન્તની સાથે કુમારની તલના પણ કરી લીધી... અને એને પોતાના કરતાં પોતાની પુત્રી વધારે પુણ્યશાળી લાગી.
મિત્રોની સાથે સિંહકુમારે ભોજન કર્યું. ભોજન કરતાં-કરતાં એની આંખો કુસુમાવલીને શોધવા પ્રયત્ન કરતી હતી, પરંતુ એ ક્યાંથી ત્યાં મળે? એ તો એના આવાસમાં હતી. એની સખીઓ એને શાગારતી હતી. કસમાવલીને શોભે એવાં શ્રેષ્ઠ અને સુંદર વસ્ત્રો પહેરાવ્યાં હતાં. એના રૂપ-લાવણ્યને શતગુણ વધારી મૂકે એવાં અમૂલ્ય આભૂષણોથી શણગારી હતી. એના બંને પગે મેંદી મૂકી હતી, લલાટપ્રદેશમાં લાલમાણેકરનનું તિલક લગાડ્યું હતું. દસે આંગળીઓનાં નખ લાલ રંગથી રંગેલા હતા.
ભાગ-૧ ( ભવ બીજો
900
For Private And Personal Use Only
Page #219
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શણગાર પૂર્ણ થયા પછી, બીજી બધી સખીઓને પ્રેમથી વિદાય આપી. બધી સખીઓએ એને શ્રેષ્ઠ ભાગ્યોદયની શુભેચ્છાઓ આપી, અને એણે પોતાની અંતરંગ સખી મદનરેખા સાથે ઉદ્યાનમાં પ્રવેશ કર્યો.
મહાસામંત લક્ષ્મીકાંત ઉદ્યાનને ખૂબ જ સુંદર બનાવેલું હતું. અનેક દ્રાક્ષ-લતાઓના મંડપ હતા. ત્યાં મયૂર ઠેલોની સાથે રમી રહ્યા હતા. અશોક વૃક્ષોની હારમાળાઓ ઉપર કોયલો ટહુકી રહી હતી. આમ્રવૃક્ષોની ઘટાઓમાંથી ભ્રમરનો ગુંજારવ ઊઠતો હતો. નિર્મળ જળથી ભરપૂર સરોવરની ચોરસ પાળ, કાળા અને લાલ પથ્થરની બનેલી હતી. પાળ ઉપર, ચારે બાજુ આઠ-આઠ અપ્સરાઓની નૃત્ય કરતી પ્રતિમાઓ ગોઠવવામાં આવી હતી. સરોવરમાં શ્વેત વર્ણના રાજહંસ તરી રહ્યા હતા.
નાગવલ્લીથી વીંટળાયેલાં સોપારીનાં વૃક્ષોની પંક્તિઓ અને માધવી-લતાના મંડપોથી ઉદ્યાન અતિશય આસ્લાદક બનેલું હતું. ધીમા-ધીમા પવનથી ડોલતાં કેળવૃક્ષો. અને એ વૃક્ષોની આસપાસ ઊગેલાં ચંપાનાં, મોગરાનાં, ગુલાબનાં અને જૂઈનાં ફૂલોની આવતી મઘમઘતી સોડમ.. સહેલાણીઓને રસતરબોળ કરતી હતી. ઠેર-ઠેર વહેતાં પાણીનાં ઝરણાં અને એ ઝરણાંઓની પાસે ઊભેલાં હરણીઓ અને તેમનાં નાનાં નાનાં બચ્ચાંઓ.... સ્વચ્છંદપણે ઊછળકૂદ કરી રહ્યાં હતાં. સંતાકૂકડી રમતાં ધોળાં-ધોળાં સસલાંઓ... નિર્દોષ પ્રમોદ પમાડતાં હતાં.
કુસુમાવલીનું આ પ્રિય ઉદ્યાન હતું. રોજ એ પોતાની અનેક સખીઓ સાથે ઉદ્યાનમાં એક-બે કલાક આનંદ-પ્રમોદ કરતી હતી. પરંતુ આજે એ બીજા જ પ્રયોજનથી અહીં આવી હતી. આજે એને એના ભાવી ભરથારને મળવાનું હતું. એને રીઝવવાનો હતો. પરંતુ આ વિષયમાં એ અનભિજ્ઞ હતી. ક્યારેય એણે કોઈ યુવક સાથે વાત સરખી પણ કરેલી ન હતી...!
એની મૂંઝવણ એની સખી મદનરેખા જાણતી હતી. મદનરેખાએ કુસુમાવલીને કહ્યું કે મારી પ્રિય સ્વામિની! પ્રિયજનનો સંયોગ પુણ્યકર્મના ઉદયથી થાય છે, એ સંબંધને ટકાવવા માટે હું તને કેટલાક ઉપાય બતાવું છું. મુખ પર ઈષતું સ્મિત સાથે પ્રિયજનને બોલાવવો. એને ગમે, પ્રિય લાગે એવાં વચનોથી વાત કરવી. પછી પુષ્પગુચ્છ ભેટ આપવો. પાન-તંબોલ આપવું! તેની કુશળતાની પૃચ્છા કરવી. અનુરાગપૂર્ણ દષ્ટિથી એની સામે જોવું... કસમાવલી શાન્તચિત્તે સાંભળતી હતી. મદનરેખાએ કહ્યું : “જો આજે તું, તારા
શ્રી સમરાદિત્ય મહાકથા
૨૦૧
For Private And Personal Use Only
Page #220
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાથે રોપેલી પ્રિયંગુમંજરીનું કર્ણફૂલ બનાવીને કુમારને આપજે ને કહેજે પ્રિયંગુમંજરી મારું ગમતું ફૂલ છે.. મારા ગમતા પ્રિયતમને ભેટ આપું છું...” કુસુમાવલીએ મદનરેખાના મોઢા પર હાથ મૂકીને કહ્યું : “અરે, આવું તે કંઈ બોલાતું હશે? તું મને ખોટું ખોટું ના શખવી'
ખોટું નથી શીખવતી મારી સખી! હવે આવું બધું તારે શીખવું જ પડશે! પ્રેમ કરતાં તો તને આવડી ગયો, પ્રેમને ટકાવવાનું તારે શીખવું પડશે!'
પછી તારે નાગરવેલનું પાન-બીડું તૈયાર કરીને આપવાનું. હું એ બધી સામગ્રી લઈ આવી છું!
મારી પ્રિય સખીની જેવી આજ્ઞા!' કુસુમાવલી હસી પડી.
એટલું જ નહીં, સિકુમાર ચિત્રકળાના અનુરાગી છે. અને તે શ્રેષ્ઠ ચિત્રકાર છે! એક સુંદર ચિત્ર કુમારને આપવું જોઈએ.'
કેવું ચિત્ર કુસુમાવલીએ પૂછ્યું.
વિયોગથી ઝરતો હંસ, અને તેને મળવા માટે તલસતી એવી રાજહંસિકા! સરસ કલ્પના છે ને?”
મારી વહાલી સખીની કલ્પના મુજબનું ચિત્ર મારા ચિત્રકળાના ખંડમાં લટકે છે, મેં બે દિવસ પૂર્વે જ બનાવેલું છે, તે તું લઈ આવ.” મદનરેખા એ ચિત્ર, દોડતી જઈને લઈ આવી.
હવે એક છેલ્લી વાત-કુમારના ચિત્તને આનંદ પમાડે એવું એક નાનકડું ચમત્કૃતિ ભરેલું કાવ્ય બનાવીને આપ!'
એ કામ તો મારી સખીનું છે! તારા જેવી કવયિત્રી મારી સખી હોય... પછી મારું આટલું કામ તું ન કરી આપે?”
ભલે હું કાવ્ય બનાવી આપું છું...” “એ કાવ્ય આ ચિત્ર ઉપર લખવાનું! એટલે કે આ ચિત્રને અનુરૂપ કાવ્ય બનાવી દે!” મદનરેખાએ કાવ્ય બનાવી દીધું. ચિત્રની ઉપર એ લખી દીધું.
૦ ૦ ૦ રાજકુમાર ઉદ્યાનમાં આવીને માધવી લતા-મંડપમાં બેઠો હતો. ત્યાં સૌન્દર્ય હતું. સુવાસ હતી અને શીતલતા હતી. કુમારને ઉદ્યાન ગમી ગયું.
મદનરેખાએ રાજકુમારને લતામંડપમાં પ્રવેશતા જોઈ લીધા હતા. તેણે કુસુમાવલીને જાણ કરી.
૨૦૨
ભાગ-૧ * ભવ બીજો
For Private And Personal Use Only
Page #221
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મદનરેખા ચિત્ર, પુષ્પ અને પાનબીડું વગેરે ભેટ-સામગ્રી લઈને માધવી લતામંડપમાં ગઈ. કમાર જાણતો હતો કે “આ કસમાવલીની સખી છે,' કુમારે ઊભા થઈને મદનરેખાનું સસ્મિત સ્વાગત કર્યું.
લટકા સાથે મદનરેખાએ કુમારના ચરણોમાં પ્રણામ કરી, મધુર વાણીમાં કહ્યું : હે મહારાજ કુમાર, રાજકુમારી કુસુમાવલીએ આપના કુશળ-સમાચાર પૂછવા મને મોકલી છે. તમારા પ્રત્યેના અનુરાગથી પ્રેરાઈને, તેમણે પોતે રોપેલી અને પોતે ઉગાડેલી આ પ્રિયંગુમંજરીનું કર્ણફૂલ જાતે બનાવીને મોકલ્યું છે. નાગવલ્લીનું આ પાનબીડું પણ તેમણે બનાવીને મોકલ્યું છે. કંકોલ વગેરે ફળો મોકલ્યાં છે કે જે વિશિષ્ટ પુરુષોને જ ભેટ અપાય છે, તે મોકલ્યાં છે. અને આ તેમણે બનાવેલું ચિત્ર મોકલ્યું છે....કે રાજહંસિકા આપનાં દર્શન પામી શકે? એ ભાવ પ્રગટ કર્યો છે.” - કુમારે બધી ભેટ સપ્રેમ સ્વીકારી. કર્ણફૂલ કાન પર મૂક્યું, પાન મોઢામાં મૂક્યું. ફળો પોતાના ખોળામાં મૂક્યાં. અને બે હાથમાં ચિત્ર લઈને એકાગ્રતાથી જોવા લાગ્યો. તેના અંગેઅંગમાં અનંગ ઉત્પાત મચાવવા લાગ્યો... તે બોલ્યો :
ખરેખર, રાજકુમારીનું ચિત્ર-કૌશલ અદ્ભુત છે... ચિત્રદર્શન કરતાં જ એની અવસ્થા સમજાઈ જાય છે... છતાં કાવ્ય લખીને અર્થને સ્કુટ કર્યો છે!'
રાજકુમાર, આ કાવ્ય મારી સ્વામિનીએ નથી લખ્યું, મેં લખ્યું છે!' મદનરેખાએ સ્પષ્ટતા કરી.
ચિત્રને અનુરૂપ કાવ્યરચના કરીને તેં ઉચિત જ કર્યું છે. હવે તું મને એક નાગવલ્લીનું પાન આપ, અને એક કાતર આપ.”
મદનરેખા દોડતી મહેલમાં ગઈ. કાતર લઈ આવી અને નાગરવેલનું પાન લઈ આવી. કુમારે નાગરવેલના પાનમાં કાતરથી રાજહંસ અને રાજહંસીનાં ચિત્ર કોતરી નાંખ્યાં. અને એની નીચે કોતરીને કાવ્યાત્મક ભાષામાં લખ્યું :
“મૃત્યુ પછી પ્રિયાની પ્રાપ્તિ નહીં થાય, એમ સમજીને આ રાજહંસ અનુકૂળ નિમિત્તના યોગથી જેમ તેમ કરીને જીવી રહ્યો છે'
મદનરેખાને કહ્યું : લે આ પત્ર, તારી સ્વામિનીને આપજે. અને કહેજે કે હું ચિત્રોનો અનુરાગી છું, તે તું જાણે છે. કુમારીનું ચિત્ર-કોશલ્ય મને ખૂબ ગમ્યું છે. માટે અવાર-નવાર તારાં સુંદર ચિત્રો મને મોકલીશ તો મને ઘણી પ્રસન્નતા થશે.'
“આપનો સંદેશ હું હમણાં જ કુમારીને આવું છું... અને આ નાગવલ્લીનું પત્ર પણ આપું છું.”
કુમારે પોતાના ગળામાંથી અમૂલ્ય મુક્તાવલી-હાર કાઢીને મદનરેખાને ભેટ શ્રી સમરાદિત્ય મહાકથા
203
For Private And Personal Use Only
Page #222
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપ્યો.
મહારાજ કુમાર, એક વિનંતિ : લતામંડપની બહાર બે ક્ષણ ઊભા રહેજો મારી સખી દૂરથી પણ આપનાં દર્શન પામી શકે.”
મદનરેખા ઝડપથી કુસુમાવલી પાસે પહોંચી.... કુમારનો સંદેશો આપ્યો. કોતરેલું પાન આપ્યું અને કહ્યું : “લતામંડપની બહાર જા.... મેં કુમારને લતામંડપની બહાર ઊભા રહેવા કહ્યું છે... કરી લે દર્શન... કુસુમાવલી ઝડપથી ઊભી થઈને લતામંડપની બહાર આવી. તેણે કુમારને જોયો. કુમારે તેને જોઈ. દષ્ટિ મળી... હાથ ઊંચા થયા. ને કુમાર ઉદ્યાનમાંથી બહાર નીકળી ગયો.
૦ ૦ ૦ મહાવિદેહ ક્ષેત્રની આ વાર્તા છે.
ત્યાંની આ સંસ્કૃતિનું રુચિપૂર્ણ દર્શન છે. લગ્નપૂર્વે વર અને કન્યા. બે એકાંતમાં મળતાં નથી. ત્રીજી વ્યક્તિ સાથે રહે જ. જેથી શારીરિક સંયોગ કે સ્પર્શથી બંને દૂર રહે. બંનેનું આકર્ષણ વધતું રહે.
કસમાવલીના રોમ-રોમ પુલકિત થઈ ગયાં. અંગે અંગે રોમાંચિત થઈ ગઈ. મદનરેખાનો હાથ પકડી, ધીમે પગલે તે પોતાના આવાસગૃહમાં આવી.
મદનરેખાએ કુસુમાવલીના શરીર પરથી અલંકારો ઉતાર્યા, શણગાર દૂર કર્યો. કુસુમાવલીએ પલંગમાં પડતું મૂકીને મદનરેખાને પોતાની પાસે બેસાડી. એનો આનંદ સમાતો ન હતો. જાણે કે એની વાણી હરાઈ ગઈ હતી.
મદનરેખાએ કહ્યું : “મારી પ્રિય સ્વામિની, એક વાત સાંભળી લે... આજે તો તારા વતી હું તારા પ્રિયતમને બધું આપી આવી, બોલીને આવી.. અને લઈને પણ આવી.. પરંતુ આવતીકાલે હું એની પાસે નહીં જાઉં! તારે જવું પડશે! હું તો માત્ર મૌન હાજરી આપીશ.”
જો તું આજે ગઈ તો તને આ અમૂલ્ય મુક્તાવલી હાર મળ્યો ને? લાભ જ થયો ને?”
“મારે નથી જોઈતા આવા હાર કે નથી જોઈતા કંદોરા! તમે બે મળો... એ મારે જોઈએ છે!'
મારી હિંમત નથી ચાલતી...”
તે હિંમત મેળવવી જોઈશે. છેવટે મારે તને ધક્કો મારીને ત્યાં મોકલવી પડશે.”
“જવાની તો હિંમત કરીશ. પણ તારા શિખવાડ્યા મુજબ બોલી તો નહીં જ ૨૦૪
ભાગ-૧ ભવ બીજો
For Private And Personal Use Only
Page #223
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શકું. મારું મોટું નહીં ખૂલે... મારા હોઠ સિવાઈ જશે...'
જો, આવી રીતે કરવાનું નહીં.” “હું ડરતી નથી, શરમાઉં છું!'
ધીરે ધીરે શરમ ઘટતી જશે. શિષ્ટાચાર તો કરવો જ પડે તેથી કુમારનું ચિત્ત ખૂબ પ્રસન્ન થાય...”
સારું તારી શિખામણ માની, બસ! હવે તું મને કહે કે કાલે એમને મારે કેવું ચિત્ર આપવું? આજે હું ચિત્ર બનાવી દઈશ!'
“ચકવાક-ચક્રવાકી... પક્ષીયુગલનું ચિત્ર બનાવ ને! માનસરોવરની સપાટી પર ચક્રવાકી માથાં પછાડીને રુદન કરે છે.. ને ચક્રવાક આકાશમાં ઊડી જાય છે.... સંધ્યાનું દશ્ય બતાવવાનું...”
સરસ કલ્પના છે તારી! કવયિત્રી છે ને તું!
સારું, મારી બહુ પ્રશંસા ના કર... હવે હું જાઉં છું માતાજી પાસે... મારી માં મારી રાહ જોતી હશે...'
મદનરેખા કુસુમાવલીના ખંડમાંથી નીકળી ગઈ. અને પ્રિયંકરાએ પ્રવેશ કર્યો. “સ્વામિની, ભોજનનો સમય થઈ ગયો છે. માતાજી યાદ કરે છે.' “ચાલ, તારી સાથે જ હું આવું છું.”
0 ૦ ૦ ભોજનાદિથી પરવારીને કુસુમાવલી, ચિત્રગૃહમાં ચાલી ગઈ. તેણે ચિત્ર બનાવવાનું શરૂ કર્યું. તેના શરીરમાં થનગનાટ હતો. તેના પ્રિયતમને તેનું ચિત્ર ગમ્યું હતું, તેના ચિત્રની પ્રશંસા કરી હતી.
એક પ્રહરમાં એણે ચિત્ર પૂર્ણ કરી દીધું. મનોમન તે બોલી ઊઠી : “આવું ચિત્ર તો મેં પહેલું વહેલું જ બનાવ્યું.'
અનંત આકાશ... ભૂરો ભૂરો રંગ, અને દૂર ક્ષિતિજ ઉપર ખીલેલી સંધ્યા... માનસરોવરનાં નિર્મળ નીર...
નીરમાં તરતી ચક્રવાકી... આકાશમાં ઊડતા પોતાના પ્રિયતમ ચક્રવાકની તરફ દૃષ્ટિ... દષ્ટિમાંથી ખરતાં અશ્રુબિંદુઓ.. તે સ્વગત બોલી : “માત્ર એક રાતનો વિરહ પણ આ પંખિણીથી સહન નથી થતો... કેવી છે આ પંખિણી!' તને જોઈને મારો પ્રિયતમ હવે મને વિરહની વધારે રાત ના રોવડાવે તો સારું!'
શ્રી સમરાદિત્ય મહાકથા
04
For Private And Personal Use Only
Page #224
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
તેણે ચિત્રને ભીંત ઉપર ટાંગી દીધું.
સંધ્યા સમયે મદનરેખા, પ્રિયંકરા વગેરે સખીઓ કુસુમાવલીના ભવનમાં આવી પહોંચી. સહુએ ચક્રવાક-ચક્રવાકીનું ચિત્ર જોયું... આંખો પહોળી થઈ ગઈ... ‘અરે, રાજકુમારીએ કેવું અદ્ભુત ચિત્ર બનાવ્યું છે!'
પ્રિયંકરાએ કહ્યું : ‘અરે ચક્રવાક, તું આકાશમાંથી નીચે ઊતરી આવ... આ તારી ચક્રવાકી ઝૂરી-ઝૂરીને મરી જશે...
મદનરેખા બોલી : ‘અત્યારે નહીં આવે... એ તો કાલે સવારે જ આવશે! અત્યારે તો બિચારી ચક્રવાકીને આંસુ જ પાડવાનાં..'
કુસુમાવલીએ કૃત્રિમ રોષ કરતાં કહ્યું : ‘તમારે બીજું કોઈ કામ છે કે નહીં? મારું ચિત્ર જ્યાં હતું ત્યાં મૂકી દો... અને તમારી ચર્ચા બંધ કરો!'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘અરે, આ ચક્રવાકી રોતી નથી... પણ ગુસ્સો કરે છે!' પ્રિયંકાએ વધુ છેડતી કરતા કહ્યું. કુસુમાવલી મોઢું છુપાવીને પલંગમાં પડી.
સખીઓ ખડખડાટ હસી પડી.
મદનરેખાએ પલંગ પર બેસી કુસુમાવલીના માથે હાથ ફે૨વવા માંડ્યો.
‘કુસુમ, મહારાણી મુક્તાવલીએ મહારાજાને કહી દીધું કે મારી પુત્રીને ૨ાજકુમાર ગમી ગયો છે, માટે વિવાહ નક્કી કરી દો.’
કુસુમાવલીએ મદનરેખા સામે જોયું. ‘તું સાચું બોલે છે?’
‘તદ્દન સાચું...’
ઉ
મહામંત્રી સુબુદ્ધિ અત્યારે મહારાજા પુરુષદત્તના મહેલમાં વિવાહ નક્કી કરી રહ્યા હશે!’
For Private And Personal Use Only
ભાગ-૧ ૪ ભવ બીજો
Page #225
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિંહકુમાર અને કુસુમાવલીનો વિવાહ થઈ ગયો. મહારાજા પુરુષદત્ત અને મહાસામંત લક્ષ્મીકાન્ત એક નજીકના વિશિષ્ટ સંબંધથી બંધાયા. બંને રાજપરિવારોએ ભેગા મળીને ભવ્ય આનંદોત્સવ ઊજવ્યો.
સિંહકુમાર અને કુસુમાવલી ચિત્રોના અને બીજી દુર્લભ વસ્તુઓના આદાનપ્રદાનથી વધુ નિકટ આવતાં ગયાં. એક-બીજા પ્રત્યેનો પ્રેમ પ્રગાઢ થતો ગયો.
થોડા દિવસો પસાર થઈ ગયા. મહારાજા પુરુષદત્તે લક્ષ્મીકાન્તને લગ્નના મુહૂર્ત અંગે જણાવ્યું. લક્ષ્મીકાન્સે કહ્યું : “આપ જે મુહૂર્ત નક્કી કરો તે મને સ્વીકાર્ય છે." રાજ જ્યોતિષીને શ્રેષ્ઠ મુહૂર્ત કાઢવા માટે મહારાજા પુરુષદત્તે આજ્ઞા કરી. રાજ જ્યોતિષીએ વૈશાખ શુક્લા ત્રીજનું મુહૂર્ત આપ્યું. લગ્નની પૂર્વતૈયારીઓ આરંભાઈ ગઈ.
સમગ્ર જયપુરનગરને શણગારવામાં આવ્યું. રાજમહેલોને સજાવવામાં આવ્યા. નેહીસ્વજનો અને મિત્રોને નિમંત્રણ મોક્લવામાં આવ્યાં. રાજમહેલમાં અને નગરના મુખ્ય-મુખ્ય માર્ગો પર વાજિંત્રો વાગવા લાગ્યાં. નગરજનોએ ઉલ્લાસથી લગ્નોત્સવને માણવા માંડ્યો.
વૈશાખ સુદ ત્રીજનો શુભ દિવસ આવી લાગ્યો. વિવાહોચિત અનુષ્ઠાનોનો પ્રારંભ થઈ ગયો. એક બાજુ સિંહકુમારને શણગારવામાં આવ્યો, બીજી બાજુ કુસુમાવલીને શણગારવામાં આવી.
વર-વધૂને લગ્નમંડપમાં લાવવામાં આવ્યાં. તે સમયના રીત-રિવાજો મુજબ બધી ક્રિયાઓ સંપન્ન કરવામાં આવી. સમગ્ર લગ્નમંડપ સ્ત્રી-પુરુષોથી ભરાઈ ગયો.
અગ્નિના કુંડની પાસે વર-વધૂને સામ-સામે બેસાડવામાં આવ્યાં. રાજપુરોહિતે અગ્નિકુંડમાં ઘી હોમ્યું, પછી મધ હોમ્યું અને ડાંગર હોમી, અગ્નિ પ્રજ્વલિત થયો.
વર-વધૂએ અગ્નિને પ્રદક્ષિણા આપવાની શરૂ કરી. પહેલી પ્રદક્ષિણા વખતે મહાસામંત લક્ષ્મીકાંતે હજારો મણ સોનાનું પુત્રીને દાન આપ્યું. બીજી પ્રદક્ષિણા સમયે હાર, કંડલ, કડાં અને કંદોરા વગેરે આભૂષણોનું દાન આપ્યું. ત્રીજી પ્રદક્ષિણાના સમયે ચાંદીના થાળ... કચોળાં વગેરે વાસણો આપ્યાં અને ચોથી પ્રદક્ષિણાના સમયે હર્ષવિભોર બનેલા લક્ષ્મીકાન્ત પુત્રીને મૂલ્યવાન સેંકડો સાડીઓ વગેરે વસ્ત્રોનું કન્યાદાન આપ્યું.
એ વખતે મહારાજા પુરુષદને પુત્રવધૂને અમૂલ્ય રત્નોના અને મોતીના અસંખ્ય અલંકારો આપ્યા.
લગ્નમંડપમાં ઉપસ્થિત સ્ત્રી-પુરુષોને તેમની યોગ્યતા મુજબ અને મોભા મુજબ શ્રી સમરાદિત્ય મહાકથા
08
For Private And Personal Use Only
Page #226
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાથી, ઘોડા, આભૂષણો અને વસ્ત્રો વગેરેનું પ્રતિદાન આપ્યું. મહાસામંત લક્ષ્મીકાંતે પણ લગ્નમાં આવેલા સર્વેનો ઉચિત સત્કાર કર્યો અને પ્રીતિભોજન આપ્યું. વાજિંત્રોના મધુર નિનાદથી લગ્નમંડપ. ગુંજી ઊઠ્યો.
મિત્રોએ, સ્વજનોએ અને નગરશ્રેષ્ઠીઓએ વર-વધૂને ખૂબ જ પ્રેમથી અભિનંદન આપ્યાં. શુભેચ્છાઓ વ્યક્ત કરી અને પૂજ્ય પુરુષોએ આશીર્વાદ આપ્યા. લગ્ન-મહોત્સવ ભવ્યતાથી ઊજવાઈ ગયો.
૦ ૦ ૦ સિંહકુમાર અને કુસુમાવલીની જીવનયાત્રા સુખપૂર્ણ, આનંદપૂર્ણ અને પ્રસન્નતાપૂર્ણ ચાલી જાય છે. તેમના દાંપત્યજીવનમાં કોઈ વિખવાદ પેદા નથી થતો. કઈ ખટરાગ નથી જન્મતો કે કોઈ વિચારભેદ ઉત્પન્ન નથી થતો. આ મહાકથાના મૂળ લેખક આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજીએ એવો એક પણ પ્રસંગ આલેખ્યો નથી.
શું આવું દાંપત્યજીવન હોઈ શકે? આવો પ્રશ્ન આપણા મનમાં ઉદ્ભવી શકે છે, પરંતુ તાત્ત્વિક દૃષ્ટિએ વિચારતાં, આવું દાંપત્યજીવન સંભવિત લાગે છે. પૂર્વજન્મોમાં સંચિત પુણ્યકર્મ જો સાતત્યવાળાં હોય, નિરાબાધ હોય, અખંડિત હોય તો એના ફળરૂપે મળનારાં સુખોમાં દીર્ઘકાલીન સાતત્ય હોઈ શકે. તે સુખો નિરાબાધ અને અખંડ હોઈ શકે. એ સુખભોગમાં કોઈ દોષ કે દુઃખ આવી શકે નહીં. સુખની ધારાને ખંડિત કરી શકે નહીં.
મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેનારાં સ્ત્રી-પુરુષોનું જીવન વિશિષ્ટ કોટિનું હોય છે. ત્યાં સર્વકાળે જીવો ભૌતિક દૃષ્ટિએ સુખી હોય છે. માટે ત્યાં સદેવ “સુષમકાળ' હોય છે. અર્થાત્ સુખમય કાળ હોય છે.
એમાં પણ, રાજપરિવારોમાં જન્મ પામનારા જીવો મોટા ભાગે ભૌતિક સુખોથી ભરપૂર હોય, તે સ્વાભાવિક છે.
પરંતુ એનો અર્થ એ નથી કે ત્યાં પાપકર્મો ઉદયમાં ન જ આવે. જે પાપકર્મ નિકાચિત બંધાયાં હોય છે, તે પાપકર્મ “મહાવિદેહ ક્ષેત્રમાં પણ ઉદયમાં આવી શકે છે.. સિંહકુમારના જીવનનો અંત એવો જ કરુણ આવવાનો છે.
0 0 0 શ્રેષ્ઠ વૈષયિક સુખોનો ભોગપભોગ કરતાં કરતાં લાખો વર્ષો વીતી ગયાં છે. સિંહકુમાર અને કુસુમાવલીનો સુખમય સંસાર ચાલ્યો જાય છે.
એક દિવસની વાત છે.
વાત ઘણી ગંભીર છે. રસપ્રદ છે અને સિહકમારના તથા કુસુમાવલીના જીવન પરિવર્તનના પ્રારંભની છે. તેમના જીવનમાં કોઈ દિવ્યતત્ત્વ ઉમેરાય છે. નિત્ય ક્રમ મુજબ સિંહકુમાર પોતાના પ્રિય અશ્વ ઉપર બેસી ફરવા નીકળ્યો છે...
ભાગ-૧ # ભવ બીજો
ર00
For Private And Personal Use Only
Page #227
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે નગરની બહાર આવેલા ‘નાગદેવ’ ઉદ્યાનમાં જાય છે. ચાર યોજનના વિસ્તારમાં પથરાયેલા ઉદ્યાનમાં તેનો અશ્વ ધીમે-ધીમે ચાલી રહ્યો છે.
‘નાગદેવ’ ઉદ્યાનના પશ્ચિમ-વિભાગમાં કે જ્યાં વૃક્ષો સિવાય કોઈ વનરાજી ન હતી, વનસ્પતિ ન હતી, ત્યાં રાજકુમારે એક મનભાવન દૃશ્ય જોયું. તે અશ્વ ઉપરથી નીચે ઊતરી ગયો. અશ્વને એક વૃક્ષની નીચે ઊભો રાખી કુમાર પગે ચાલતો આગળ વધ્યો.
તેણે એક વૃક્ષ નીચે નિર્જીવ ભૂમિભાગ ઉપર, એક કાષ્ઠાસન પર બેઠેલા ચંદ્ર જેવા શીતળ અને સૂર્ય જેવા તેજસ્વી મહામુનિને બેઠેલા જોયા. તેમનાથી થોડે દૂર સેંકડોની સંખ્યામાં મુનિજનોને જોયા. સહુ પોતપોતાની ધર્મ-આરાધનામાં લીન હતા.
કુમારે પોતાના જીવનકાળમાં આવું દૃશ્ય પૂર્વે જોયું ન હતું. તેને આહ્લાદ થયો. તેનું મન એ ભવ્ય આકૃતિવાળા મહામુનિ તરફ આકર્ષાયું.
કુમારે વિનયપૂર્વ મુનિરાજને વંદના કરી. મુનિરાજે ‘ધર્મલાભ'નો આશીર્વાદ આપ્યો. કુમારને મુનિરાજનો ગંભીર ધ્વનિ ગમી ગયો.
મુનિરાજની અનુમતિ લઈને કુમાર જમીન પર બેઠો. એના મનમાં કેટલાક પ્રશ્નો ઉદ્ભવ્યા. તેણે વિનયપૂર્વક મુનિરાજને એ પ્રશ્નો પૂછ્યા :
* ‘હે મુનિવર, આપ યુવાન છો. આપ રૂપવાન છો. આપનામાં શક્તિ અને સામર્થ્ય -ષ્ટિગોચર થાય છે... વૈયિક સુખો ભોગવવાના આ કાળમાં આપે સાધુતા શા માટે સ્વીકારી?
* ‘શું આપના જીવનમાં કોઈ દુઃખદ પ્રસંગ બન્યો હતો?
* ‘આપને વૈરાગ્ય થવાનું કોઈ નિમિત્તે મળ્યું હતું?’
‘હે પૂજ્ય, જો આપને સમયની અનુકૂળતા હોય અને મારા પ્રશ્નો ઉચિત હોય, તો મારા મનનું સમાધાન કરવા કૃપા કરો.’
એ મુનિરાજ હતા આચાર્યશ્રી ધર્મઘોષ. શિષ્યપરિવાર સાથે તેઓ જયપુરના ‘નાગદેવ’ ઉદ્યાનમાં પધાર્યા હતા. તેઓ વિશિષ્ટ કોટિના જ્ઞાની પુરુષ હતા. કોઈપણ દોષ વિનાનું સાધુજીવન જીવનારા હતા. ઇન્દ્રિયવિજેતા હતા. શાન્ત-પ્રશાન્ત તેમનું વ્યક્તિત્વ હતું.
તેઓએ કલ્પના કરી લીધી હતી કે ‘આ રાજકુમાર છે.’
તેના વિનય અને તેના પ્રશ્નોથી જાણી લીધું હતું આ આત્મા ઊર્ધ્વગામી છે. સુયોગ્ય અને સુપાત્ર છે.
આચાર્યદેવે કહ્યું : ‘કુમાર, તારા પ્રશ્નોના પ્રત્યુત્તર અત્યારે જ આપું છું. તે એકાગ્ર મનથી સાંભળજે.'
‘કુમાર, તને આશ્ચર્ય થાય છે કે ભોગસુખો ભોગવવાના યૌવનકાળમાં મેં આ સાધુતા કેમ સ્વીકારી? એનું કારણ છે મૃત્યુનો અવબોધ. કુમાર, મૃત્યુને મનુષ્યની શ્રી સમરાદિત્ય મહાકા
For Private And Personal Use Only
૨૦૯
Page #228
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કઈ અવસ્થા માટે સહાનુભૂતિ નથી. એ બાલ્યાવસ્થાની પણ શરમ નથી રાખતું! એ બાળકને પણ ઉપાડી જાય છે, તરુણનો પણ કોળિયો કરી જાય છે અને યુવાનને પણ છોડતું નથી. ખેર, વૃદ્ધાવસ્થા તો મૃત્યુ માટે જ હોય છે.
કુમાર, જે કોઈપણ સ્થળે કે કોઈપણ સમયે મૃત્યુ આવી શકે છે તો પછી, એ આવે એ પૂર્વે આ મનુષ્યજીવનનો ઉપયોગ આત્મકલ્યાણની આરાધના કરી લેવા માટે કરી લેવો જોઈએ. મનુષ્ય સમજવું જોઈએ કે એનું જીવન આત્માની વિશુદ્ધિ કરવા માટે છે. અને આત્માની વિશુદ્ધિ ત્રણ વાતોથી થાય છે. અહિંસાથી, સંયમથી અને તપથી.”
ગુરુદેવ, શું ગૃહસ્થજીવનમાં અહિંસા, સંયમ અને તપની આરાધના દ્વારા આત્મવિશુદ્ધિ ના કરી શકાય?” સિંહકુમારે પૂછ્યું.
મહારાજ કુમાર, ગૃહસ્થજીવન જ એવું છે કે તે જીવનમાં પૂર્ણરૂપે અહિંસાનું પાલન ન થઈ શકે. પૂર્ણરૂપે સંયમનું પાલન ના થઈ શકે અને પૂર્ણરૂપે તપ પણ ના કરી શકાય. આંશિક રૂપે આ ત્રણેની આરાધના થઈ શકે. જો પૂર્ણરૂપે આત્માની વિશુદ્ધિ કરવાની તમન્ના પેદા થાય તો સાધુતા સ્વીકારવી જ જોઈએ.
સાધુતાનું શ્રેષ્ઠપાલન કરવાની વય છે યૌવન-વ! યૌવનમાં, કે જ્યારે પાંચે ઇન્દ્રિયો સશક્ત હોય છે ત્યારે જ્ઞાન-ધ્યાનનો ભવ્ય પુરુષાર્થ થઈ શકે. વૃદ્ધાવસ્થામાં ઇન્દ્રિયો શિથિલ થઈ જાય છે. કાયા અશક્ત બની જાય છે. ત્યારે સાધુતાની શ્રેષ્ઠ આરાધના સંભવી શકતી નથી.
પરંતુ ગુરુદેવ, યૌવનકાળમાં વૈષયિક સુખો ભોગવવાની આપને ઇચ્છા જ ન જાગી?' કુમારે જિજ્ઞાસા વ્યક્ત કરી.
મહાનુભાવ, ઇચ્છાઓ જાગતી હતી, વૈષયિક સુખો ગમતાં હતાં, પરંતુ જ્યારે મૃત્યુ” નો બોધ થયો.. “મૃત્યુ'ની ભયાનકતા સમજાણી ત્યારે પેલી ઇચ્છાઓ શમી ગઈ... કુમાર, મૃત્યુનો ભય વૈષયિક સુખોથી મનુષ્યને વિરક્ત બનાવે છે, વિરક્તિને ટકાવે છે. એટલે આજે પણ અમે સાધુઓ મૃત્યુને આંખ સામે રાખીને જીવન જીવીએ છીએ. મન શુભ વિચારોમાં પ્રવૃત્ત રહે છે. વાણી પ્રશસ્ત રહે છે. અને પાંચ ઇન્દ્રિયો અશુભ પ્રવૃત્તિમાં જતી નથી.
‘પ્રભો, આ મૃત્યુનો બોધ આપને સ્વયે થયો કે કોઈ જ્ઞાની પુરુષે કરાવ્યો?' કુમારે વિનયથી પૂછ્યું.
એ મૃત્યુબોધ મને એક મહાન જ્ઞાની પુરુષે કરાવ્યો હતો. એમના સાન્નિધ્યથી જ મને વૈરાગ્ય થયો હતો. મારા ગૃહસ્થજીવનમાં એવી કોઈ દુઃખદ પ્રસંગ નહોતો બન્યો.. અલબત્ત ગૃહસ્થજીવનમાં પણ મને વૈષયિક સુખો પ્રત્યે ઉદાસીનતા તો હતી જ! હું મારી આસપાસના લોકોનાં ઘરોમાં થતા ક્લેશ, વિવાદ, ઝઘડા.. મારામારી... સ0
ભાગ-૧ ભવ બીજો
For Private And Personal Use Only
Page #229
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગાળાગાળી વગેરે જોતો હતો. લોકોની વાર્થ-પરાયણતા જોતો હતો. સ્ત્રી અને પૈસાની ખાતર પિતા-પુત્રને લડતા જોતો હતો, ભાઈ-ભાઈ વચ્ચે થતાં યુદ્ધો જોતો હતો. હિંસા, ચોરી અને અનાચારોથી ભરેલા ગૃહસ્થજીવન પ્રત્યે મને કોઈ જ આકર્ષણ ન હતું. એટલે માતા-પિતાનો આગ્રહ હોવા છતાં મેં લગ્ન નહોતાં કયાં!
‘ભગવંત, મારો અવિનય થતો હોય તો મને ક્ષમા કરજો, પરંતુ મારે જાણવું છે કે ગૃહવાસનો ત્યાગ કરવા જેવો વૈરાગ્ય આપના હૃદયમાં કેવી રીતે પ્રગટ્યો? જ્યારે કે આપ ગૃહવાસમાં પણ વિરક્ત તો હતા જ!'
કુમાર, આ જ પ્રદેશમાં એક રાજપુર નામનું નગર છે. એ નગરમાં મારો જન્મ થયો હતો. મને લોકો “ધર્મઘોષ'ના નામે ઓળખતા હતા. અને ખરેખર મને ધર્મ અને ધર્મગુરુઓ ગમતા હતા. નગરમાં કોઈપણ મહાત્મા પુરુષ આવે એટલે હું બધાં કામ પડતાં મૂકીને એમની પાસે પહોંચી જતો! એમની પાસે બેસતો, એમની સેવા કરતો અને એમનો ધર્મોપદેશ સાંભળતો.'
એક દિવસ મારા મિત્રોએ મને સમાચાર આપ્યા :
ધર્મઘોષ, નગરની બહાર એક જૈનાચાર્ય પધાર્યા છે. તેમની સાથે એક હજાર મુનિઓ છે. “અશોકવન'માં તેઓ બિરાજમાન છે. અને અમે સાંભળ્યું છે કે એ અમરગુપ્ત આચાર્યને “અવધિજ્ઞાન” થોડા સમય પહેલાં જ પ્રગટ થયું છે.'
કુમારે અજાણ્યો શબ્દ “અવધિજ્ઞાન' સાંભળીને ગુરુદેવને પૂછ્યું : “ગુરુદેવ અવધિજ્ઞાન' એટલે કેવું જ્ઞાન હોય?'
આચાર્યદેવે કહ્યું : કુમાર, અવધિજ્ઞાન પ્રગટ થયા પછી એ જ્ઞાની પુરુષને મન અને ઇન્દ્રિયોનો સહારો લીધા વિના જ્ઞાન થાય છે. તેઓ ભૂતકાળની વાતોને, ભવિષ્યકાળની વાતોને, અમુક જન્મોની મર્યાદામાં, જાણી શકે છે. તેઓ દૂર-દૂરનું જોઈ શકે છે, જાણી શકે છે. અલબતું તેમને અમુક ગાઉની યોજનાની મર્યાદા હોય છે. આ જ્ઞાન સીધું જ આત્મામાંથી પ્રગટે છે. તેમાં મન કે ઇન્દ્રિયોનાં માધ્યમની જરૂર પડતી નથી. તેઓ પોતાના ભૂતકાલીન-ભવિષ્યકાલીન જન્મોને જાણે, તેવી રીતે બીજાના પણ ભૂત-ભાવીના ભાવો જાણી શકે ને કહી શકે!
કુમાર, આવું અવધિજ્ઞાન મનુષ્યને તો એની આત્મવિશુદ્ધિના આધારે પ્રગટે, પરંતુ દેવલોકમાં તો બધા જ દેવોને આ જ્ઞાન હોય જ! ઓછું-વતું હોય, સ્પષ્ટઅસ્પષ્ટ હોય.. તરતમતા હોય, પરંતુ જ્ઞાન હોય બધા દેવોને! વ્યંતરદેવોને, જ્યોતિષ દેવોને, ભવનપતિના દેવોને અને વૈમાનિક દેવોને... બધાને હોય.
એવી રીતે નારકીઓમાં રહેલા જીવોને પણ અવધિજ્ઞાન હોય. સમકિત દૃષ્ટિ જીવોને સ્પષ્ટ હોય, મિથ્યાત્વી જીવોને અસ્પષ્ટ હોય, તેને વિર્ભાગજ્ઞાન' કહેવામાં આવે છે.” કુમારને ‘અવધિજ્ઞાનના વિષયમાં જાણવાની વિશેષ જિજ્ઞાસા પ્રગટી. તેણે પૂછ્યું :
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
Page #230
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘ગુરુદેવ, શું એ અવધિજ્ઞાનનું ક્ષેત્ર ઘટે-વર્ષે ખરું?’
‘હા, ઘટેય ખરું ને વધે પણ ખરું! ધટવા-વધવાનો આધાર મનુષ્યની ભાવાત્મક યોગ્યતા હોય છે.'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘પછી આપ એ અવધિજ્ઞાની આચાર્યદેવ પાસે ગયા હતા?'
‘હા, મિત્રોની સાથે હું ‘અશોકવન’માં પહોંચ્યો. જેવું આ ‘નાગદેવ-ઉદ્યાન' છે, તેવું શાન્ત, રમણીય અને શ્રમણો માટે સુયોગ્ય એ ‘અશોકવન’ છે. રાજપુરમાં જે કોઈ સાધુપુરુષો પધારે, તેઓ મોટાભાગે અશોકવનમાં જ પધારે!'
અમે જઈને આચાર્યદેવને ભાવપૂર્વક વંદના કરી.
યૌવન !
અદ્ભુત રૂપ! સૌમ્ય મુખાકૃતિ! અપૂર્વ જ્ઞાનપ્રતિભા
મને લાગ્યું કે, ‘આ મહાપુરુષ નવાં કર્મો તો બાંધતા જ નહીં હોય! એમનો કોઈ દિવસ તપશ્ચર્યા વિનાનો પસાર નહીં થતો હોય! એમનાં દર્શન કરનાર દેવ હો કે મનુષ્ય હો, દીન હો કે હીન હો... અંક હો કે રાજા હો - પાવન થયા વિના નહીં રહેતો હોય!
આચાર્યદેવની પધરામણીના સમાચાર સમગ્ર રાજપુરમાં ફેલાયા હતા. અમારા નગરના મહારાજા અરિમર્દન, પોતાના રાજપરિવાર સાથે વંદન કરવા માટે આવ્યા હતા. બીજા હજારો નગરજનો આચાર્યદેવનાં દર્શન કરવા ઊમટી રહ્યા હતા.
‘કુમાર, જેમ તારા મનમાં અહીં આવ્યા પછી જિજ્ઞાસા પ્રગર્ટી અને પ્રશ્નો પૂછ્યા, તેમ મારા મનમાં પણ ઘણા પ્રશ્નો ઉદ્દભવ્યા. મેં વિચાર્યું કે થોડા સમયમાં લોકોની ભીડ ઓછી થઈ જશે, મહારાજા પણ ચાલ્યા જશે, પછી હું આચાર્યદેવનાં ચરણોમાં બેસીને પ્રશ્નો પૂછીશ... તેઓ જરૂર મારા મનનું સમાધાન કરશે. હું થોડે દૂર ઊભો હતો, પરંતુ મારી આંખો તો એ મહાપુરુષને જ જોઈ રહી હતી.
એમનામાં કોઈ આકર્ષણ હતું, કે જે મને ખેંચતું હતું. એમની એવી કોઈ દિવ્ય પ્રતિભા હતી, જે મને પ્રભાવિત કરતી હતી. મારી તૃષા અને ક્ષુધા જાણે અદૃશ્ય થઈ ગઈ હતી.
ભીડ વિખરાઈ ગઈ, પરંતુ
* મહારાજા ચાલ્યા ન ગયા. તેઓ આચાર્યદેવની પાસે બેસી રહ્યા.
૧૨
હું આચાર્યદેવની નિકટ ગયો અને ભાવપૂર્વક વંદના કરી. વિનયપૂર્વક તેઓની સામે, શુદ્ધ ભૂમિ પર બેઠો.
‘ધર્મલાભ!’ આચાર્યદેવે આશીર્વાદ આપ્યા.
For Private And Personal Use Only
ભાગ-૧ * ભવ બીજો
Page #231
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાજા અરિમર્દને ગુરુદેવને પ્રશ્ન પૂછ્યો :
‘હે ભગવંત, આપ ત્રણે કાળના પદાર્થોને અવધિજ્ઞાનથી જાણી શકો છો, મારે બીજું કંઈ જાણવું નથી, માત્ર આપનું જન્મો-જન્મનું ચરિત્ર સાંભળવું છે... આપ કેવી રીતે અને ક્યાં સમ્યગ્ દર્શન પામ્યા, ક્યાં અને કેવી રીતે દેશિવરતિ-ગૃહસ્વધર્મ પામ્યા... અને આ શ્રમણજીવન ક્યારે અને ક્યાં પ્રાપ્ત કર્યું! આટલું જણાવવાની કૃપા કરો!'
જે પ્રશ્ન મારે પૂછવો હતો, જે વિષયમાં મારી જિજ્ઞાસા હતી, એ જ પ્રશ્ન મહારાજાએ પૂછી લીધો. મેં મારા મનને એકાગ્ર કર્યું.
અમરગુપ્ત સુરિજીએ આંખો બંધ કરી. અધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો... ભૂતકાળની સપાટી પર જ્ઞાનનો પ્રકાશ ફેલાયો... પોતાના વિગત જન્મોને જોયા... અને તેઓએ આત્મકથા કહેવાનું આરંભ્યું :
આ જ પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રની વાત છે.
આ પ્રદેશમાં અસંખ્ય વર્ષ પૂર્વે ‘ચંપાવાસ' નામનું નગર હતું. એ નગરમાં ‘સુધનુ’ નામના એક સદ્ગૃહસ્થ રહેતા હતા. તેમનાં પત્નીનું નામ હતું ધનથી. બંને પતિપત્ની સરળ હતાં, ભદ્રિક હતાં અને નિર્લોભી હતાં.
તેમને સંતાનમાં એક માત્ર પુત્રી હતી. તેનું નામ હતું સોમા, રાજેશ્વર, એ સોમા એટલે હું! મારો જ એ આત્મા.
મારી જીવનયાજ્ઞા... ભવયાત્રાનો પ્રારંભ હું ‘સોમા’ના ભવથી કરું છું. કે જે ભવમાં મેં સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું હતું. એ ભવ પૂર્વેના ભવોની કથા કહેવા બેસું તો પાર ના આવે!
સોમાના પિતાની સરળતા અને માતાની ધાર્મિકતા સોમામાં અવતરી હતી. અલબત્ મને કળાઓ પણ શીખવવામાં આવી હતી અને ગૃહવ્યવહારનું જ્ઞાન પણ આપવામાં આવ્યું હતું.
જ્યારે યૌવનમાં મારો પ્રવેશ થયો, ત્યારે મારાં માતા-પિતાએ મારા માટે યોગ્ય વરની તપાસ શરૂ કરી દીધી. નગરમાં મારી ગણના ‘શાન્ત અને ગુણિયલ કન્યા' તરીકે થતી હતી. એટલે વરની શોધમાં વિલંબ ના થયો. ચંપાવાસના પ્રસિદ્ધ વેપારી નંદ દેવના પુત્ર રુદ્રદેવ સાથે મારા વિવાહ નક્કી થઈ ગયા, અને શુભ મુહૂર્તે અમારાં લગ્ન પણ થઈ ગયાં.
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
૧૩
Page #232
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારા પતિ રુદ્રદેવનો મને ખૂબ પ્રેમ મળવા લાગ્યો. તેઓ મને સાચા હૃદયથી ચાહતા હતા. મને પણ મારા પતિ ગમતા હતા. અમે વૈષયિક સુખોને ભોગવતા જીવન-કાળ પસાર કરી રહ્યાં હતાં. મારાં સાસુ-સસરા મારા પર ખૂબ હેત વરસાવતાં હતાં. મને પુત્રીવતું માનતાં હતાં. મને કોઈ વાતનું દુઃખ ન હતું.
એક દિવસની વાત છે.
હું સાસરેથી મારા પિયર જતી હતી. માર્ગમાં મેં ઘણાં સાધ્વીઓનું વૃંદ વિહાર કરીને ચંપાવાસમાં પ્રવેશતું જોયું. તે સાધ્વીઓનાં દર્શનથી મને ઘણો આલાદ થયો. મેં બે હાથ જોડી મસ્તક નમાવી તેમને વંદના કરી. મારા સમગ્ર શરીરમાં રોમાંચ થઈ આવ્યો. મારી આંખો વિકસ્વર થઈ ગઈ.
મેં, સહુની આગળ ચાલતાં સાધ્વીજીને વિનયપૂર્વક પૂછ્યું : “આપ ક્યાં પધારશો ને ક્યાં સ્થિરતા કરશો?'
તેઓએ મને "ધર્મલાભનો આશીર્વાદ આપ્યો અને જે સ્થાનમાં તેઓ રોકાવાના હતાં, તે સ્થાનનું નામ આપ્યું. મેં એ સ્થાન જોયેલું હતું. મેં તેઓને કહ્યું : “મારું નામ સોમા, હું આપનાં દર્શન-વંદન કરવા આપની પાસે આવીશ.” - સાધ્વીજી એમના મુકામ તરફ ચાલ્યાં ગયાં, હું મારા પિયર ચાલી ગઈ. મારા મન પર તેઓની છાયા અંકિત થઈ ગઈ. તેમની મુખાકૃતિ મારી કલ્પનામાં સ્થિર થઈ ગઈ. પ્રથમ દર્શને જ મારા મનને તેઓએ આકર્ષી લીધું.
હું મારા પિયરથી સાસરે આવી ગઈ. ઘરનાં કાર્યો પતાવીને હું સાધ્વીજી પાસે જવા લાગી. સાધ્વીજી મને તીર્થંકરભાપિત ધર્મનો બોધ આપવા લાગ્યાં. તેઓએ મને સર્વપ્રથમ ચાર ગતિનું સ્વરૂપ સમજાવ્યું. આત્મા અને કર્મનો અનાદિ-સંબંધ સમજાવ્યા. કર્મોના કારણે જીવ કેવા-કેવાં પુણ્ય-પાપ આચરે છે, એના પરિણામે ચાર ગતિઓમાં કેવું પરિભ્રમણ કરે છે, કેવા-કેવાં સુખ-દુઃખ અનુભવે છે... આ બધું સમજાવ્યું.
તેમના પ્રત્યે મારા હૃદયમાં અત્યંત ભક્તિ અને પ્રીતિ જાગી ગઈ. હું વધારે સમય એમની પાસે રહેવા લાગી. મારા પતિ મને પૂછવા લાગ્યા : ‘તું ક્યાં અને કોની પાસે જાય છે?” હું તેમને કહેતી : “મહાવ્રતોને ધારણ કરનારી, નિષ્કારણવત્સલ અને જ્ઞાનદાન આપનારી સાધ્વીજીની પાસે જાઉં છું. તેઓ મને ખૂબ ગમી ગયાં છે. તેઓ મને સાચું જ્ઞાન આપે છે...'
તેઓ મૌન રહેતા. મારી વાતને સાંભળી-નાસાંભળી કરી દેતા. મને લાગતું કે તેમને મારી વાત ગમી નથી. છતાં મારું મન તો સાધ્વીજી સાથે સ્નેહબંધનથી બંધાઈ ગયેલું હતું. હું રોજ મુજબ જતી જ રહી. સાધ્વીજીએ મને આ નાના-મોટા જીવો પ્રત્યે દયાળુ બનાવી.
ભાગ-૧ ૪ ભવ બીજો
અ૪
For Private And Personal Use Only
Page #233
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસારનાં વૈષયિક સુખો તરફ અનાસક્ત બનાવી. મોક્ષનું સ્વરૂપ સમજાવ્યું. મોક્ષ પામવાનો માર્ગ બતાવ્યો. જિનભાષિત ધર્મ પ્રત્યે આસ્તિક બનાવી.
ઉપશમ ભાવનો પ્રભાવ સમજાવી મને શાન્ત-પ્રશાન્ત બનાવી. હે રાજન, આ રીતે મેં સાધ્વીજીના અપૂર્વ અનુગ્રહથી સમ્યગ્દર્શન-ગુણ પ્રાપ્ત કર્યો. મારું ‘દર્શનમોહનીય કર્મ” તૂટ્યું. એનો ક્ષયોપશમ થયો.. ને આત્મામાંથી સમ્યગ્દર્શનનો ગુણ પ્રગટ થયો. એના પરિણામે મારા વિચારોમાં અને વ્યવહારમાં ઘણું પરિવર્તન આવ્યું.
મારા સ્વભાવ મુજબ, દરેક વાત હું મારા પતિને કહી દેતી હતી. એમને કહ્યા વિના મને ચેન પડતું ન હતું. રાત્રિના સમયે અમારા શયનખંડમાં પહેલાં તો રંગરાગની અને ભોગ-વિલાસની વાતો થતી હતી. સાધ્વીજી પાસેથી જ્ઞાન મળ્યા પછી હું એમની સાથે સંસારની અને મોક્ષની વાતો કરવા લાગી, પાપ અને પુણ્યની વાતો કરવા લાગી. પરમાત્મા સ્વરૂપની અને મોક્ષમાર્ગની વાતો કરવા લાગી.
તેમને આ બધી વાતો જરાય ગમતી ન હતી. તેમને કંટાળો આવતો હતો. શરૂઆતમાં તેઓ મૌન રહેતા. રસપૂર્વક મારી વાતો સાંભળતા ન હતા. કંટાળીને કહેતા : તારી વાતો બંધ કર, મને ઊંઘ આવે છે. ને તેઓ પડખું બદલીને સૂઈ જતા હતા.
હું એમ સમજતી હતી કે આજે નહીં તો કાલે, જરૂર તેઓ આ તત્ત્વજ્ઞાનની વાતો પ્રેમથી સાંભળશે. તેમનો આત્મા પણ મોક્ષમાર્ગ પામશે...”
પરંતુ મારી ધારણા નિષ્ફળ ગઈ. એક દિવસે તેમણે નારાજ થતાં કહ્યું : “સોમાં, તું સાધ્વી પાસે જવાનું બંધ કર. ધર્મની વાતો બંધ કર.. એ સાધ્વીએ અને એમના ઘર્મે આપણા હર્યાભર્યા સંસારમાં આગ લગાડી છે. આપણે પહેલાં કેવો આનંદપ્રમોદ કરતાં હતાં? કેવા ભોગ-વિલાસમાં જીવનને સાર્થક કરતાં હતાં?”
મેં કહ્યું : સ્વામીનાથ, મને તો હવે આ વૈષયિક સુખો હલાહલ ઝેર જેવાં લાગે છે... વિષયોપભોગનો અને પ્રમાદનો વિપાક... એનું પરિણામ અતિ દારુણ આવે છે...”
તેમણે જમીન પર પગ પછાડીને કહ્યું : “એ બધી વાતો તારી સાથ્વીની છે... તારી છે, મારી નથી. હું તો મળેલાં સુખોને ભોગવવામાં માનું છું.”
પરંતુ પરલોકનો થોડો વિચાર તો...” કોણે જોયો છે પરલોક? તારી એ સાધ્વીએ પરલોક જોયો છે? તને દેખાડ્યો છે? આ બધો બકવાસ બંધ કર, અને હજુ તને કહું છું કે, પહેલાંની જેમ વૈષયિક સુખોને ભોગવ.”
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૫
For Private And Personal Use Only
Page #234
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું મૌન રહી. આજે તેમનો બોલવાનો રણકો સાંભળીને મારા પેટમાં ફાળ પડી... હું નારાજ થાઉં એવું એ ક્યારેય મારી સાથે બોલતા ન હતા, આજે બોલ્યા. મારી આંખોમાં આંસુ આવી ગયાં. તેઓ ઘરની બહાર નીકળી ગયા.
બસ, તે પછી તેમણે મારી સાથે બોલવાનું બંધ કર્યું. મારા પ્રત્યેનો રાગ નાશ પામ્યો, દ્વેષ જાગ્રત થયો.... મારી સાથેનો સંભોગ ત્યજી દીધો.. જાણે કે અમે પતિપત્ની જ નથી એવો વ્યવહાર સ્થપાઈ ગયો.
છતાં મેં તેમનો અવિનય ક્યારેય ન કર્યો. મેં તેમને ધર્મની વાતો કહેવાની બંધ કરી... હું તેમને ભોજન કરાવતી. હું તેમનાં વસ્ત્રોની કાળજી રાખતી.. મારા મુખ ઉપર કે હૃદયમાં એમના પ્રત્યે જરાય દુર્ભાવ પ્રગટ્યો નહીં. અલબત્ત, મારા મનમાં દુઃખ પેદા થયું હતું. છેવટે માણસનું મન ખરું ને! મેં સંપૂર્ણપણે કંઈ ઇન્દ્રિયવિજય કરેલો ન હતો...
પરંતુ હું હવે એમની વિષયેચ્છાને તાબે થઈ શકે એમ ન હતી... કે સાધ્વીજીનો સંગ છોડી શકું એમ ન હતી. એમ ને એમ અમાર જીવનપ્રવાહ વહી રહ્યો હતો.
એક દિવસ તેમણે મને પૂછયું : “સોમા, તારે સાધ્વી બની જવું છે? જો તને વૈષયિક સુખો ગમતાં જ નથી, તો પછી ગૃહવાસમાં શા માટે રહેવું જોઈએ? છોડી દે સંસાર... અને સાધ્વી બનીને ચાલી જા.'
હું તેમના આ પ્રસ્તાવનો આશય ના સમજી શકી.
મારા તરફથી એમને એમની ઇચ્છા મુજબ સુખો મળતાં ન હતાં, તેથી તેમણે બીજી કન્યા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. અમારા જ નગરના એક સાર્થવાહ નાગદેવની પુત્રી નાગશ્રીની તેમણે માગણી પણ કરી હતી. પરંતુ મારા પિતાજી સાથે નાગદેવની મૈત્રી હતી, તેથી નાગદેવે પોતાની પુત્રી આપવાની ના પાડી. મારા પતિ નિરાશ થઈ ગયા હતા... તેઓ સમજ્યા કે જ્યાં સુધી સોમા જીવતી છે, ત્યાં સુધી મને કોઈ કન્યા નહીં આપે.” એટલે પહેલાં તો મને સાધ્વી બની જવાની વાત કરી, પરંતુ મેં એ વાત ના સ્વીકારી ત્યારે તેમણે મને મારી નાંખવાનો ક્રૂર વિચાર કર્યો
તેમને સ્ત્રીનું સંભોગસુખ જોઈતું હતું. તેમની વિષયવાસના પ્રબળ હતી, મારા પ્રત્યે તેમને અત્યંત અણગમો થઈ ગયો હતો. એટલે તેઓ બીજી સ્ત્રી સાથે લગ્ન કરવા ઇચ્છતા હતા.
હું એમને એમના માર્ગમાં વિજ્ઞભૂત લાગી.
મને મારી નાંખવા માટે તેઓ ઉપાય વિચારવા લાગ્યા. તેમના ઉપર કલંક ના આવે, એ રીતે મને મારવાની યુક્તિ શોધી.
મને તો સપનામાંય આવો ખ્યાલ ના આવ્યો કે મારા પતિ મને મારી નાંખશે! હું તો મારી રીતે જીવન જીવતી રહી. એમના ઉપરનો મારો વિશ્વાસ અખંડ હતો.
ભાગ-૧ ૪ ભવ બીજો
For Private And Personal Use Only
Page #235
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમણે મારા વિશ્વાસનો ઉપયોગ કર્યો.
સંધ્યાકાળ પૂરો થયો હતો. પૃથ્વી પર અંધારું ઊતરી આવ્યું હતું. રોજ મુજબ હું અમારા શયનખંડમાં પહોંચી ગઈ હતી. અમારા શયનખંડની અંદર બીજો એક નાનો ઓરડો હતો. એ ઓરડામાં અમારે ભાગ્યે જ જવાનું થતું.
તેઓ આવ્યા. પલંગ પર બેઠા. મારી સામે જોયું. મેં પણ તેમને પાણીનો પ્યાલો આપ્યો. તેમણે પાણી પીધું... અને મૌન પથરાયું. મારી કોઈ વાત એમને ગમતી ન હતી, એટલે હું તો મૌન જ રહેતી હતી.
આજે તેમણે મૌનનો ભંગ કર્યો. તેઓ બોલ્યા : સીમા, તું પહેલાં કેવી હતી... ને હવે કેવી બદલાઈ ગઈ છે?
મેં જવાબ ના આપ્યો. મારી દૃષ્ટિ ભૂમિ પર સ્થિર હતી. “તું માત્ર તારા જ સુખનો વિચાર કરે છે... તારે તારો જન્મ એટલા માટે સુધારવો છે... કે આવતા જન્મમાં તને દેવલોકનાં સુખ મળે! દિવ્ય સુખો મળે.. ખરું ને? અને હું ભલે તારી માનેલી નરકમાં જાઉં! તું દેવલોકમાંથી જોજે મને નરકનાં દુઃખો હું ભોગવીશ. એ જોઈને હું રાજી થજે!
અરે મૂર્ખ સ્ત્રી, તું કંઈ જ સમજતી નથી... તું આ ભવમાં પણ વૈષયિક સુખોથી વિંચિત થઈ... અને શી ખબર તારું સ્વર્ગ છે કે કેમ? ત્યાં પણ તને સુખો મળવાનાં નથી. મને દુઃખી કરીને તું સુખી થઈ શકીશ? આવો ધર્મ તને સમજાવીને એ ધૂર્ત સાધ્વીએ તને સંમોહિત કરી દીધી છે.'
હું કંઈ જ ના બોલી. સાધ્વીજી માટે તેઓ ઘસાતું બોલતા હોવાથી મારું હૃદય દુઃખી થતું હતું. પરંતુ મેં એ દુઃખ શબ્દોમાં વ્યક્ત ના કર્યું. કારણ કે મારા બોલવાથી એમનો રોષ વધવાનો જ હતો. મારા ના બોલવાથી પણ તેમનો રોષ વધી ગયો.
તું બોલતી નથી... કેમ બોલતી નથી? પહેલાં તો મને કલાકો સુધી ઉપદેશ આપવા બેસતી હતી... કે જ્યારે હું તારી સાથે સ્વચ્છંદપણે સંભોગસુખ માણવા ઇચ્છતો હતો.. જાણે કે તું ધર્મમૂર્તિ હો.. એ રીતે દંભ કરતી હતી. હવે અત્યારે
જ્યારે હું તારી સાથે વાત કરું છું ત્યારે મોં સીવીને બેઠી છે.... ખરેખર, મેં તને આવી નહોતી જાણી. અને તે પહેલાં આવી હતી પણ નહીં.. પેલી સાધ્વીએ આ નગરમાં આવીને મારા ઘરમાં હોળી સળગાવી છે.”
રોકવાનો પ્રયત્ન કરવા છતાં આંસુ ના રોકાયાં. મારી આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી...
તેઓ ઊભા થયા. બહાર જવા તૈયાર થયા. મને કહ્યું : મારે બહાર જવું છે... અંદરના ખંડમાં એક માટીનો ઘડો પડ્યો છે. તેમાં એક પુષ્પમાળા છે, તે લાવી
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૭
For Private And Personal Use Only
Page #236
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપીશ? માળા લઈ જવાની છે.'
હું ઊભી થઈ. ઝટ એ ખંડમાં ગઈ. ખંડમાં અંધારું હતું. છતાં ખંડની વચ્ચોવચ પડેલો ઘડો મને દેખાયો. મેં જઈને ઢાંકણું ખોલી હાથ અંદર નાખ્યો.. હાથ અંદર નાંખતાં જ ઝેરી સાપે મને ડંખ માર્યા... સાપને ફૂલમાળા સમજીને મેં એને પકડીને બહાર કાઢ્યો... તેને ખંડમાં જ ફેંકીને હું બહાર દોડી આવી. તેમને મેં કહ્યું : “મને સાપે ડંખ દીધો છે.'
અરે... તને સાપ કરડ્યો?” તેમણે મારો હાથ પકડ્યો. ડંખ ઉપર હાથ ફેરવ્યો.. આકુળ-વ્યાકુળ બની જવાનો દેખાવ કર્યો.
વાસ્તવમાં મને મારી નાંખવા માટે જ આ યોજના ઘડી હતી. મને કાળી વેદના થવા લાગી.. જમીન પર તરફડવા લાગી.
તેઓ બોલ્યા : “સાપનું ઝેર ઉતારનારને હું જાણતો નથી... ને મને ઝેર ઉતારતાં આવડતું નથી... અરેરે.. આ શું થઈ ગયું? એ ઘડામાં સાપ ક્યાંથી આવી ગયો?'
તેઓ ખંડમાં દોડાદોડ કરવા લાગ્યા... તેમને સમય પસાર કરવો હતો... જેથી મારા શરીરમાં ઝેર વ્યાપ્ત થઈ જાય અને હું મરણને શરણ થઈ જાઉં!
મને લાગ્યું કે હવે મારું મૃત્યુ નિશ્ચિત છે. મેં મારો આત્મભાવ શાંત રાખ્યો. મારા મનમાં રુદ્રદેવ પ્રત્યે જરાય રોષ ના આવ્યો... કારણ કે હું સમ્યગ્દર્શન પામી હતી. સંસારના સ્વરૂપને મેં જાણ્યું હતું.
મેં સર્વ જીવોને ખમાવી દીધા. પરમાત્માના ધ્યાનમાં મનને જોડવા પ્રયત્ન કર્યો. બીજી બાજુ મારા પતિએ કોલાહલ કરવા માંડ્યો હતો.
મારા શરીરના સાંધા તૂટવા લાગ્યા. હૃદયમાં આગના ભડકા થવા લાગ્યા... મકાન ભમતું લાગ્યું... મને ચક્કર આવવા લાગ્યા. ભૂમિ પર નિચ્ચેતન બનીને ઢળી પડી.
મારું મૃત્યુ થયું.
દેહ છૂટી ગયો, આત્મા પહેલા દેવલોકમાં દેવ થયો. ત્યાં મારું એક પલ્યોપમ વર્ષોનું આયુષ્ય હતું. અનેક દિવ્ય સુખો મને ત્યાં મળ્યાં.
રાજા અરિમર્દને પૂછ્યું : “ભગવંત, પેલા રુદ્રદેવનું શું થયું?”
આચાર્યદેવે કહ્યું : “સોમાના મૃત્યુ પછી, એણે નાગદેવની પુત્રી નાગશ્રી સાથે લગ્ન કર્યો. અનેક વર્ષો સુધી એણે વૈષયિક સુખો ભોગવ્યાં. આયુષ્ય પૂર્ણ થયું. મરીને એ “રત્નપ્રભા' નામની પહેલી નરકમાં જન્મ્યો. એનું આયુષ્ય પણ અસંખ્ય વર્ષોનું હતું! એક પલ્યોપમ વર્ષો સુધી એણે નરકની ઘોર વેદનાઓ ભોગવી.” હે સિંહકુમાર ત્યારે હું ધર્મઘોષઝ બોલી ઊઠ્યો : “પછી શું થયું?”
ભાગ-૧ ૪ ભવ બીજો
અ૮
For Private And Personal Use Only
Page #237
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
|Y ૨૭
અમરગુપ્તસૂરિજીએ તેમની જન્માંતરોની આત્મકથા આગળ વધારી :
રાજન, શુભાશુભ કર્મોની લીલા અજ્ઞાની મનુષ્ય સમજી શકતો નથી. એ જીવનને સમજણપૂર્વક, જ્ઞાનપૂર્વક નથી જીવતો. એ તો ગતાનુગતિકતાથી અને મનની ઇચ્છાઓને આધીન થઈને જીવન જીવે છે.. તેને “કર્મના સિદ્ધાંત'નું જ્ઞાન હોતું નથી.
દેવલોકમાં મેં અસંખ્ય વર્ષો સુધી દિવ્ય સુખ ભોગવ્યાં. છેવટે એ ભવનું આયુષ્ય પણ પૂર્ણ થઈ ગયું.... ને મારો (સોમાનો જીવ પુનઃ આ પશ્ચિમ મહા વિદેહના આ જ પ્રદેશમાં જન્મ પામ્યો.
મને પશુનો ભવ મળ્યો! કોઈ પશુતાની ભાવનામાં પશુના ભવનું આયુષ્ય બાંધ્યું હશે! ક્યાં દેવલોકનો દિવ્ય ભવ અને ક્યાં હાથીનો પશુભવ! કર્મોએ મને ક્યાંથી ક્યાં પટકી દીધો?
બીજી બાજુ મને હાથીના ભવમાં બુદ્ધિ સારી મળી હતી. સંસમાર’ નામના વિશાળ વનમાં સુંસમાર' નામના પર્વત પર ૫00 હાથણીઓ સાથે હું વિલાસ કરતો સ્વચ્છંદપણે વિચરતો હતો. એ પહાડની ચારે બાજુ ઊંચું ઊંચું ઘાસ ઊગેલું હતું. વચ્ચેથી એક ઊંડી અને પહોળા પટવાળી નદી વહેતી હતી.... લીલાંછમ અસંખ્ય વૃક્ષો હતાં એ વનમાં! જાણે કે એ વનનો હું રાજા હતો! ૫૦૦ હાથણીઓ મારી પ્રિયાઓ હતી.
પશુઓની પણ પોતાની દુનિયા હોય છે! પક્ષીઓની પણ પોતાની દુનિયા હોય છે!
ત્યાં પણ રાગ-દ્વેષ હોય છે. વૈર અને વિરોધ હોય છે! ફૂડ અને કપટ હોય છે. ત્યાંય કામવાસના વિલસતી હોય છે. પશુ-પક્ષીઓમાં અનેક દોષોની સાથે સાથે અમુક ગુણો પણ હોય છે. પણ આ બધું જ પોતપોતાનાં કર્મોથી પ્રેરિત હોય છે.
જેવી રીતે હું સ્વર્ગમાં અવતરી આવ્યો હતો, તેમ રુદ્રદેવનો જીવ નરકનું આયુષ્ય પૂર્ણ કરી, એ જ “સંસમાર' વનમાં મેનાના પેટે આવ્યો. તેને પોપટનો જન્મ મળ્યો.
જ્યારે તે મોટો થયો... મેનાની સાથે એ વનમાં વૃક્ષોની ઘટાઓમાં સ્વચ્છંદપણે વિચારવા લાગ્યો.
પોપટ બુદ્ધિશાળી પક્ષી હોય છે. એનામાં સંજ્ઞાઓ હોય છે અને કષાયો પણ હોય છે. તે માયા-કપટ પણ કરી શકે છે.
એક દિવસની વાત છે.
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
Page #238
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસમાર પહાડ ઉપર હું મારી પ૦૦ પ્રિયાઓ સાથે આનંદ-ક્રિીડા કરતો હતો.... ત્યાં ઊડતો ઊડતો પેલો પોપટ પણ એની પ્રિયા સાથે પહાડ ઉપર આવી લાગ્યો. એક વૃક્ષ પર એ બેઠો... ચારે બાજુ એ નજર ફેરવે છે. એણે અમારા સમૂહને જોયો. અમારા સમૂહમાં સહુથી ઊંચો અને પહાડ જેવી કાયાવાળો હું હતો. એણે મને જોયો. જોતો જ રહ્યો.. અને પૂર્વજન્મના (રુદ્રદેવના જન્મના) કષાયો જાગ્રત થવા લાગ્યા.... અલબતું, એને પૂર્વજન્મની સ્મૃતિ નહોતી થઈ આવી, પરંતુ અવ્યક્ત સંસ્કારો જાગ્રત થયા.
રુદ્રદેવના ભવમાં એણે મારા પ્રત્યે ઠાંસી-ઠાંસીને રોષ એના આત્મામાં ભર્યો હતો ને! નિમિત્ત મળતાં એ રોષ જાગવા માંડ્યો. હું નિમિત્ત બની ગયો હતો.
પહેલાં તો એના મનમાં મારા ભોગસુખની ઇર્ષા જાગી. પ00 ૫00 હાથણીઓ સાથેની મારી ક્રીડા જોઈને, હાથણીઓનો મારા ઉપરનો અગાધ પ્રેમ જોઈને તે ઇર્ષ્યાથી બળવા લાગ્યો. એના મનમાં દુષ્ટ વિચાર આવ્યો : “આ હાથીનું સુખ મારાથી જોવાતું નથી. કોઈ યુક્તિ કરીને મારી નાંખું!”
સીધી રીતે તો એ મને મારી શકે એમ ન હતો. ક્યારેક એને મારો ભય પણ લાગતો હતો. એટલે એ નજીકના વૃક્ષ પર બેસતો ન હતો. દૂરના વૃક્ષ પર બેસતો અને અમારી તોફાન-મસ્તી જોયા કરતો. રોજ પહાડ પર આવતો... ને રોજ મારા પ્રત્યે એનો રોષ વધતો જતો.
એ પોપટ જાણે કે પોતાની સેનાને તો ભૂલી જ ગયો હતો. એનો ઇર્ષાભાવ, એને મળેલા ભોગસુખને પણ ભોગવવા દેતો ન હતો. ઇર્ષાળુ જીવોની આ જ કરુણ સ્થિતિ હોય છે.
દિનરાત પોપટ મને મારી નાંખવાના વિચારો કરતો હતો. હું મને મળેલાં ભોગસુખો ના ભોગવી શકું... તો જ એના જીવને શાંતિ મળે, એમ એ માનતો હતો. જો કે કોઈને મારી નાખવાનું કે કોઈને જિવાડવાનું કોઈના હાથની વાત નથી હોતી. દરેક જીવ પોતપોતાના કર્મોદયના આધારે જીવે છે અને મરે છે. કદાચ કોઈ જીવ એમાં નિમિત્ત બની જાય, એ જુદી વાત છે.
૦ ૦ ૦ મારા મૃત્યુમાં ક્યાં અને કેવી રીતે નિમિત્ત જન્મે છે – એ પણ રોચક વાત છે.
વૈતાઢ્ય પર્વત ઉપર વિદ્યાધરોનાં નગર છે. વિદ્યાધરો મનુષ્ય હોય છે, પરંતુ તેમની પાસે વિશિષ્ટ કોટિની વિદ્યાશક્તિઓ હોવાથી આકાશમાર્ગે ગમનાગમન કરી શકે છે. ધારે તેવાં રૂપ કરી શકે છે... અને ઇચ્છા મુજબ કાર્યસિદ્ધિ પણ કરી શકે છે. બાકી, ગુણદોષ તો જેવા આપણામાં હોય છે તેવા એમનામાં હોય છે.
લીલારતિ’ નામના વિદ્યાધરે, મૃગાંકસેન વિદ્યાધરની બહેન ચંદ્રલેખાનું અપહરણ કર્યું. જો કે “લીલારતિ' કરતાં મૃગાંકન વધારે શક્તિમાન હતો, પરંતુ પ્રેમ-વાસના ૨૨૦
ભાગ-૧ ૪ ભવ બીજો
For Private And Personal Use Only
Page #239
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શક્તિ-અશક્તિનો વિચાર કરવા દેતી નથી. ચંદ્રલેખા લીલારતિને ચાહતી હતી. બંને સહમત હતાં. ભાઈ મૃગાંકસેન લીલારતિ સાથે ચંદ્રલેખાનું લગ્ન કરવા નહોતો ઇચ્છતો. લીલારતિએ ચંદ્રલેખાનું અપહરણ કર્યું. પછી ભયથી બંને ભાગ્યાં! મૃગાંકસેન એમની પાછળ ઊડ્યો...
લીલારતિ-ચંદ્રલેખાએ, પશ્ચિમ મહાવિદેહનો આ વનપ્રદેશ જોયો.. ગગનસ્પર્શી પહાડ જોયો... એનાં પાતાળ-ઊંડાં કોતરો જોયાં. કોતરોમાં ગુફાઓ જોઈ... છુપાઈ જવાની સુયોગ્ય જગા જોઈ. તરત જ તે બંને એક પહાડ ઉપર ઉતરી આવ્યાં.
ઊંડી કોતરના કિનારા ઉપર એક ઘટાદાર વૃક્ષ પર પેલો પોપટ એની મેના સાથે બેઠો હતો.
વિદ્યાધરને પક્ષીની વાણી આવડતી હતી. તેણે પોપટની ભાષામાં પોપટ સાથે વાત કરી : “હું આ કોતરની ગુફામાં મારી પત્ની સાથે છુપાઈ જાઉં છું. અમારી પાછળ એક વિદ્યાધર આકાશમાર્ગે અમને પકડવા આવે છે. કદાચ એ તને પૂછે તો તું કંઈ જાણતો નથી, એમ કહેજે. એ વિદ્યાધર પાછો ચાલ્યો જાય, પછી તું મારી પાસે આવીને સમાચાર આપજે. જો તું મારા ઉપર આટલો ઉપકાર કરીશ, તો તારા ઉપકારનો શ્રેષ્ઠ બદલો વાળી આપીશ.'
પોપટે હા પાડી. વિદ્યાધર લીલારતિ, ચંદ્રલેખાની સાથે એ કોતરની ગુફામાં છુપાઈ ગયો. પોપટે એ ગુફા જોઈ લીધી.
થોડી જ ક્ષણો પછી, વિદ્યાધર મૃગાંકસેન ક્રોધથી લાલચોળ બની ગયેલો, ત્યાં આવ્યો. આસપાસ જોયું. તેને લીલારતિ કે ચંદ્રલેખા દેખાઈ નહીં... પોપટને એણે કંઈ પૂછ્યું પણ નહીં. થોડીવાર ત્યાં ઊભો રહ્યો.. કંઈક વિચાર્યું. અને એ પાછો વળી ગયો.
જ્યારે મૃગાંકસેન એના મનમાં કંઈક વિચારતો હતો, ત્યારે પોપટ પણ એના મનમાં કંઈક વિચારતો હતો. કદાચ મનુષ્ય ન વિચારી શકે, તેવો બુદ્ધિયુક્ત વિચાર કર્યો. એક ઉપાય એને જડી ગયો. મને મારી નાંખવાનો!
હું મારી મુખ્ય હાથણી સાથે એ વૃક્ષની નજીક પહોંચી ગયો હતો. રોજ-રોજ પોપટ-મેના ત્યાં આવતાં હતાં, એટલે હું એમને જાણતો હતો. એમની ભાષા પણ મને આવડતી હતી. એને જાણ હતી કે એની પક્ષી-ભાષા હું સમજી શકું છું.
તેણે પહેલાં તો મેનાના કાનમાં ખૂબ ધીમેથી કંઈક કહ્યું. પછી, હું સાંભળી શકું એ રીતે મેનાને તેણે કહેવા માંડ્યું :
હે સુંદરી, હું ગઈકાલે વશિષ્ઠ મહર્ષિ પાસે ગયો હતો. તેઓ કેટલાક મનુષ્યોને કહેતા હતા કે સંસમાર પર્વત ઉપર એક સર્વકામિત પતનસ્થાન છે. જે જીવ જેની અભિલાષા કરીને એ સ્થળેથી પહાડની ખીણમાં પડતું મૂકે, એની અભિલાષા પૂર્ણ થઈ જાય.'
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
Page #240
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેં એ મહર્ષિને પૂછયું : “ગુરુદેવ, એ પતનસ્થાન ક્યાં આવેલું છે?' તેમણે કહ્યું : હે શુકરાઇ, તું જે સાલવૃક્ષ ઉપર બેસે છે, તેની ડાબી બાજુએ એ પતનસ્થાન આવેલું છે.
હે સુંદરી, આ સાંભળીને મને વિચાર આવ્યો કે આ પક્ષીનો ભવ, કેટલા બધા ભયોથી ભરેલો છે? કોઈ શિકારી આપણો શિકાર કરી જાય.... કોઈ આપણને પકડી જાય અને પિંજરામાં પૂરી દે. કોઈ આગમાં આપણને શેકીને ખાઈ જાય... એનાં કરતાં, આપણે વિદ્યાધર-વિદ્યાધરી બની જઈએ તો! આ પતનસ્થાન પરથી આપણે, ‘વિદ્યાધર-વિદ્યાધરી” બનવાની અભિલાષા કરીને પડતું મૂકીએ!
તું જાણે છે કે વિદ્યાધરો કેવા સુખી હોય છે! કેવા શક્તિશાળી હોય છે.... કેવા વૈભવશાળી હોય છે!'
મેનાએ પૂછ્યું : “પણ તમને એ મહર્ષિની વાત ઉપર ભરોસો તો છે ને? એવું તો નહીં બનેને કે આપણે કમોતે મરીએ.. અને કીડા-કીડીના ભાવમાં જન્મીએ..?'
“તું તો સાવ ભોળી છે. એ મહર્ષિ એટલે પરમ સત્યવાદી એ તો નિઃસ્વાર્થ મહાપુરુષ છે. એમની વાત મોટા-મોટા રાજા-મહારાજાઓ માને છે ને!'
“તમારી વાત સાચી, આ તો મનમાં વિચાર આવ્યો કે, આપણો મેના-પોપટનો અવતાર ભલે પક્ષીનો છે, પરંતુ શ્રેષ્ઠ પક્ષીનો છે.. કાગડા. ગીધડાં અને કબૂતર કરતાં આપણે ચઢિયાતા કહેવાઈએ. માણસો... અરે રાજરાણીઓ પણ આપણને પાળે અને આપણી સાથે પ્રેમ કરે! એટલે, આપણો અવતાર કંઈ ખોટો નથી. છતાં જો આ ખીણમાં પડવાથી વિદ્યાધર-વિદ્યાધરી બની શકાતું હોય તો હું કુદી પડવા તૈયાર છું!'
અરે મેના! તારામાં આટલી બધી અક્કલ છે એ તો મેં આજે જ જાણ્યું. તારી વાત સાચી છે. તે જે વિચાર્યું તે સાચું છે. વગર વિચારે આપણે કોઈ કામ ના કરવું જોઈએ.
તો પછી, હવે આપણે પતનસ્થાન પર જઈને ખીણમાં કૂદી પડીએ. હું હાથી, મેના-પોપટની વાત એકાગ્રતાથી સાંભળતો હતો. ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગયો. જ્યારે એ મેના-પોપટ ઊડી ગયાં, એનો મને ખ્યાલ ન રહ્યો... પરંતુ એ ખીણમાંથી.. થોડી વારમાં જ વિદ્યાધર-વિદ્યાધરીનું યુગલ બહાર આવ્યું અને આકાશમાર્ગે ચાલ્યું ગયું.
મારા મનમાં પોપટની વાત જચી ગઈ! ખરેખર, મેના-પોપટ જ વિદ્યાધરવિદ્યાધરી બનીને આકાશમાર્ગે ચાલ્યાં ગયાં! સાચે જ ઋષિએ બતાવેલું પતનસ્થાન ચમત્કારિક છે.' પહેલાંની ઘટનાથી હું અજાણ હતો. જ્યારે લીલારતિ વિદ્યાધર ચંદ્રલેખાનું અપહરણ કરીને આવેલો અને પોપટ સાથે
૨૨૨
ભાગ-૧ * ભવ બીજો
For Private And Personal Use Only
Page #241
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાત કરીને, એ ખીણની ગુફામાં છુપાયેલો.. ત્યારે હું અને મારી હાથણીઓ સાથે ત્યાં ન હતાં. એ ઘટનાથી અમે સાવ જ અજાણ હતાં.. અમારી એ અજ્ઞાનતાનો પોપટે લાભ ઉઠાવ્યો હતો.
મેના-પોપટ, ખરેખર તો ઊડીને પેલી ગુફામાં ગયાં હતાં, ત્યાં છુપાયેલા વિદ્યાધરવિદ્યાધરીને તેણે કહ્યું : “પેલો તમારો શત્રુ વિદ્યાધર આવીને પાછો ચાલ્યો ગયો છે, માટે તમે હવે તમારા રસ્તે ચાલ્યા જાઓ.” વિદ્યાધરે પૂછ્યું : “હે પોપટ, હું તારા ઉપર શો ઉપકાર કરું?” પોપટે કહ્યું: ‘તમે અહીંથી જલદી આકાશમાર્ગે ચાલ્યા જાઓ, એ જ મોટો ઉપકાર છે....' વિદ્યાધર પોપટની અટપટી વાત સમજ્યો નહીં. વળી, એને પોતાને પણ ગંતવ્ય સ્થળે જવાની ઉતાવળ હતી, એટલે ચંદ્રલેખાની સાથે તે આકાશમાર્ગે ચાલ્યો ગયો! મેં એ બંનેને જતાં જોયાં... ને મેં માની લીધું કે આ પોપટ અને મેના જ છે! પતનસ્થાનથી પડતું મૂકવા પહેલાં એમણે વિદ્યાધર-વિદ્યાધરી બનવાની અભિલાષા કરી હશે. માટે તેઓ સાચે જ વિદ્યાધર-વિદ્યાધરી બની ગયાં!
કહો, એક હાથી આનાથી વધારે શું વિચારી શકે?' રાજા અરિમર્દને કહ્યું : “ગુરુદેવ, હાથી તો શું, મનુષ્ય પણ આટલું જ વિચારી શકે! હા, વિશિષ્ટ જ્ઞાની પુરુષોની વાત જુદી છે!'
“હે સિંહકુમાર, હું (ધર્મઘોષ) તો આ બધી વાર્તા સાંભળી સ્તબ્ધ જ થઈ ગયો હતો. એક પક્ષી, એમાંય પોપટ, કે જેને મનુષ્ય ચાહે છે.. એ પક્ષી આવું બુદ્ધિપૂર્વકનું કપટ રચી શકે? સામાન્ય બુદ્ધિવાળો મનુષ્ય તો આ વાતને માત્ર “કાલ્પનિક વાતો' કહીને હસી નાંખે. બાળકો માટેની વાર્તા' કહીને અવગણી નાંખે... પરંતુ આ વાર્તા કહેનારા કોઈ સામાન્ય જ્ઞાની પુરુષ ન હતા, અવધિજ્ઞાની મહાપુરુષ હતા! ભૂતકાળને આત્મપ્રત્યક્ષ-જ્ઞાનથી જોઈને-જાણીને કહેનારા હતા. એટલે વાત સાચી જ છે, એમાં મને શંકા ના રહી.
મારું મન કષાયોની ભયાનકતા જાણીને હચમચી ગયું. ધર્મઘોષસૂરિજીએ સિંહકુમારને કહ્યું : પછી આચાર્યદેવ અમરગુપ્ત પોતાની આત્મકથા આગળ ચલાવતાં કહ્યું :
મેં હાથીએક વિચાર કર્યો : મેના-પોપટની જેમ અમે પણ વિદ્યાધર-વિદ્યાધરી બનવાનો સંકલ્પ કરીને, પતન-સ્થળ ઉપરથી ખીણમાં પડતું મૂકીએ તો?
મેં મારી મુખ્ય હાથણી સામે જોઈને કહ્યું : “રાણી, જો આપણે પેલા સાલવૃક્ષની બાજુના પતન-સ્થળેથી પર્વતની ખીણમાં કૂદી પડીએ તો વિદ્યાધર-વિદ્યાધરી બની જઈએ... પેલાં મેના-પોપટની જેમ...”
શ્રી સમરાદિત્ય મહાકથા
3
For Private And Personal Use Only
Page #242
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાણીએ કહ્યું : આપણને આ નંદનવનમાં શું દુઃખ છે? આપણે અહીં સુખી છીએ. કોઈ વાતે અહીં દુઃખ નથી. અહીં કોઈ મનુષ્યો આપણને પકડવા આવતા નથી. અહીં આપણો શિકાર કરવા કોઈ આવતા નથી. પછી શા માટે વિદ્યાધર-વિદ્યાધરી બનવાનું?
વળી, ‘અહીં અમે તમારી પ૦૦ પ્રિયા છીએ...” એ વખતે બધી જ હાથણીઓ ત્યાં ભેગી થઈ ગઈ હતી.
અમે તમને ચાહીએ છીએ. આપણે યથેચ્છપણે વિષય-સુખ ભોગવીએ છીએ. ખાવા-પીવાનું કે રહેવાનું કોઈ દુઃખ નથી... માટે હું તો કહું છું કે આપણે ખીણમાં કૂદકો મારવો નથી.'
રાણીની વાત સાચી હતી, પરંતુ મારા મનમાં પેલા મેના-પોપટની ઇર્ષ્યા ઘર કરી ગઈ હતી, એ જો વિદ્યાધર-વિદ્યાધરી બની જાય.... તો અમે કેમ ના બનીએ? જીવનો આ કુટિલ સ્વભાવ છે. એને બીજા જીવોનું ચઢિયાતું સુખ જોઈને, પોતાનું સુખ ઓછું લાગે છે... પેલું ચઢિયાતું સુખ લેવા એ પ્રયત્ન કરે છે.... જો પુણ્યકર્મ સહારો ના આપે તો જે સુખ જીવ પાસે હોય છે, એને પણ ગુમાવી દે છે!
મેં રાણીની વાત ના માની.
બીજી હાથણીઓએ અમારી વાત સાંભળી હતી. તેમણે પણ મને ખીરામાં કૂદી પડવાની ના પાડી. “આપણે આ પહાડ ઉપર સુખી છીએ... આપણને વિદ્યાધરવિદ્યાધરી જેવાં જ સુખ છે! શા માટે ખીણમાં કૂદી પડવું?”
હા, મેના અને પોપટ કદાચ આ ભૂમિના પ્રભાવથી વિદ્યાધર-વિદ્યાધરી બની ગયાં, આપણો ના બન્યાં તો? કમોતે મરવાનું ને?' એક બીજી હાથણીએ કહ્યું.
મારું અશુભ કર્મ મને સાચું સમજવા દે એમ ન હતું. મારી પ્રિયાની વાત સાચી જ હતી. પરંતુ હું ના માન્યો. કારણ કે પેલા પોપટના નિમિત્તે મારે મરવાનું જ હતું! પૂર્વજન્મનાં મારા કર્મો મારે ભોગવવાનાં જ હતા.
પેલાં મેના-પોપટ... પેલી ગુફામાં કે જ્યાં વિદ્યાધર-વિદ્યાધરી છુપાયાં હતાં, ત્યાં બેઠાં હતાં... અને રાહ જોતાં હતાં મારા પડવાની...
મેં મારી હાથણીઓને કહ્યું : “હું તો ખીણમાં પડતું મૂકીશ, તમારે ના પડવું હોય તો ના પડશો...' પરંતુ એ પાંચસો હાથણીઓનો મારા ઉપર અગાધ પ્રેમ હતો... મેં ખીણમાં પડતું મૂક્યું... કે મારી પાછળ પાંચસોયે હાથણીઓ કૂદી પડી ખીણમાં.
અમે કમોતે મર્યાં. અત્યંત દુઃખ સહન કરવાથી કર્મોની નિર્જરા થઈ ગયેલી, તેથી હું વ્યંતર દેવલોકમાં, કુસુમશેખર નામના નગરમાં વ્યંતરદેવ થયો. હાથણીઓ ત્યાં મારી દેવીઓ થઈ.
પેલો પોપટ મરીને પહેલી નરકમાં પેદા થયો.
૨૪
ભાગ-૧ ૪ ભવ બીજો
For Private And Personal Use Only
Page #243
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
IY CH
આચાર્યશ્રી અમરગુપ્તસૂરિજીએ, જે ભવમાં તેમનો જીવ સમ્યગ્દર્શન પામ્યો હતો, તે સોનાના ભાવથી પોતાની આત્મકથાનો આરંભ કર્યો હતો.
બીજો ભવ હાથીનો કહ્યો, અને આ ત્રીજો ભવ સાર્થવાહ પુત્ર ચક્રદેવનો કહે છે :
૦ ૦ ૦ મારું દેવ-ભવનું આયુષ્ય પૂર્ણ થયું. મારા આત્માનું અવતરણ આ જ પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં થયું.
ચક્રવાલપુર નામના નગરમાં ‘અપ્રતિહત' નામના રાજમાન્ય અને અતિ લોકપ્રિય સાર્થવાહ રહેતા હતા. તેમનાં પત્નીનું નામ હતું સુમંગલા. મારો જન્મ સુમંગલાની કુક્ષિથી થર્યો.
મારું નામ “ચક્રદેવ' રાખવામાં આવ્યું. ખૂબ લાલન-પાલનથી મારો ઉછેર થવા લાગ્યો. મને સારું શિક્ષણ અને સારા સંસ્કારો આપવામાં આવ્યા. મારા પિતા ઇચ્છતા હતા કે જે શ્રેષ્ઠ ગુણોથી અને સદ્વ્યવહારથી તેમણે રાજા અને પ્રજાની પ્રીતિ મેળવી હતી, તેવા જ શ્રેષ્ઠ ગુણો મારામાં આવે અને હું પણ સદ્વ્યવહારને આચરનારો બનું.
મારા પિતા પાસે અઢળક સંપત્તિ હતી. તેઓ ન્યાય, નીતિ અને પ્રામાણિકતાથી જ વ્યવહાર કરતા હતા. દુઃખી લોકોને અનુકંપાદાન આપતા હતા. સાધુ પુરુષોને સુપાત્રદાન આપતા હતા. રાજસભામાં અને લોકસભામાં તેઓ
દાનવીર આ શીલવાન અને
કરુણાવંત તરીકે પ્રસિદ્ધ હતા.
મહારાજા “ચંડશાસન” મારા પિતાને માન આપતા હતા. મહારાજાને મારા પિતા ઉપર અત્યંત પ્રીતિ હતી. મારા પિતા પણ રાજ્યને અને મહારાજાને સંપૂર્ણ વફાદાર હતા.
મારી માતા ખૂબ પ્રેમાળ હતી, સરળ હતી અને શાન્ત સ્વભાવની હતી. હું તેનો એકનો એક પુત્ર હતો. મારા ઉપર એને અપાર વાત્સલ્ય હતું. એ કાળજી રાખતી હતી કે હું એક પણ
શ્રી સમરાદિત્ય મહાકથા
૨૫
For Private And Personal Use Only
Page #244
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખોટું કામ ના કરી બેસું કોઈ ખરાબ સંસ્કાર મારામાં ન પ્રવેશી જાય!
૦ ૦ ૦ પેલો પોપટ મરીને નરકમાં ગયેલો. નરકની ઘોર યાતનાઓ ભોગવીને, તેનું આયુષ્ય પૂર્ણ કરીને, એ પણ ચક્રવાલપુરમાં જ જન્મ્યો! કર્મોએ પાછા અમને એક જ નગરમાં ભેગા કરી દીધા!
રાજપુરોહિત સોમશર્માની પત્ની નંદીવર્ધનાએ એને જન્મ આપ્યો. તેનું નામ “યજ્ઞદત્ત' રાખવામાં આવ્યું. એ અને હું લગભગ સમવયસ્ક હતા.... અમે બંને એક જ પંડિતની શાળામાં ભણતા હતા.... ભવિતવ્યતાએ મને ભુલાવ્યો! મેં યજ્ઞદત સાથે દોસ્તી બાંધી.
મારી દોસ્તી નિષ્કપટ હૃદયની હતી. એની દોસ્તી કપટ ભાવથી ભરેલી હતી.
એના પિતા કરતાં મારા પિતા મોટા શ્રીમંત હતા, એના પિતા કરતાં મારા પિતાને રાજા અને પ્રજા વધારે માન આપતાં હતાં. તેથી યજ્ઞદત્ત મારા પ્રત્યે ઇર્ષ્યા કરતો હતો... છતાં એ મારી સાથે વ્યવહાર તો સારો જ રાખતો હતો.
અમે મોટા થયા. યૌવનમાં આવ્યા. અમારો મંત્રીસંબંધ અખંડ હતો. પરંતુ યજ્ઞદત્ત મારી બદનામી કરવા, મારી બેઇજ્જતી કરવા, મારા દોષ શોધતો રહેતો હતો. પરંતુ એને મારામાં એકેય એવા દોષ ના જડચા! દિનપ્રતિદિન, પિતાજીની સાથે-સાથે મારી પણ રાજસભામાં અને પ્રજાજનોમાં પ્રતિષ્ઠા વધતી જતી હતી. લોકો બોલતા હતા - “જેવા બાપ તેવો બેટો છે! બાપ કરતાં પણ બેટો સવાયો થશે!”
મારી પ્રશંસા યજ્ઞદત્તથી સહન થતી ન હતી. બીજી બાજુ એ મારી નિંદા કરી શકે એમ ન હતો. કારણ કે નગરમાં અમારી મિત્રતા જાણીતી હતી. જો એ મારી નિંદા કરે તો નગરવાસી લોકો માને નહીં.. અને એની જ બદનામી થાય!
પરંતુ યજ્ઞદત્તને ચેન પડતું ન હતું. એના ચિત્તમાં સતત આ જ વિચારો ચાલતા હતા : “ચક્રદેવ કેમ બદનામ થાય? ચક્રદેવ કેવી રીતે નિર્ધન બને? ચક્રદેવ કેવી રીતે બેમોત મરે!
હું તો સરળ ભાવે એના ઘરે જતો, એની સાથે ભોજન કરતો. એ મારા ઘરે આવતો, મારી સાથે ભોજન કરતો. અમે સાથે જ ઉદ્યાનોમાં ફરવા જતા... મારી પાસે કોઈ શ્રેષ્ઠ વસ્તુ આવે તો હું એને આપત...
પરંતુ એ મારી મિત્રતાનું મૂલ્ય ના આંકી શક્યો. મારા પ્રત્યેનો શત્રુભાવ એના હૃદયમાં વધતો જ ચાલ્યો... છેવટે એણે એક હીન ઉપાય કર્યો... મારા ઉપર
ભાગ-૧ ૪ ભવ બીજો
-
-
-
૨
For Private And Personal Use Only
Page #245
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચોરીનું કલંક ચઢાવવાની યોજના ઘડી.
અમારા નગરમાં, મારા પિતાના જેવા જ સમૃદ્ધ અને રાજમાન્ય સાર્થવાહ ચંદન શ્રેષ્ઠી વસતા હતા, તેમનો મારા પિતાજી સાથે સારો સંબંધ હતો. ચંદન શ્રેષ્ઠી મારા પિતાને ચાહતા હતા. મારા પિતાજીના ગુણોના તેઓ પ્રશંસક હતા.
યજ્ઞદ ચંદન શ્રેષ્ઠીના ઘરમાં ચોરી કરી. સોનાના અલંકારો, સોનાનાં ભાજનો, રનોના અલંકારો, મોતીની માળાઓ વગેરે મૂલ્યવાન વસ્તુઓની તેણે ચોરી કરી. ચોરીનો માલ એક કોથળામાં ભરીને વહેલી સવારે તે મારા ઘરે આવ્યો. મેં એને પૂછ્યું : 'મિત્ર, આટલી વહેલી સવારે કેમ આવવું પડ્યું?'
તેણે કહ્યું : “મિત્ર, હું કેટલીક મૂલ્યવાન વસ્તુઓ લાવ્યો છું. તે તારે તારા ઘરમાં સાચવી રાખવાની છે. મારું આટલું કામ તારે કરવું જ પડશે.”
મને શંકા પડી, મેં વિચાર્યું : “આ સમયે... આટલી બધી મૂલ્યવાન વસ્તુઓ લઈને આવ્યો છે... શું આ બીજા કોઈની તો નહીં હોય?’ મેં એને પૂછ્યું : “આ બધો માલ કોનો છે?”
તેણે કહ્યું : મારો જ છે. તું ચિંતા ના કર, યોગ્ય સમયે હું લઈ જઈશ...' તે કોથળો મને સોંપીને ચાલતો થયો.
મિત્ર-દાક્ષિણ્યના કારણે હું ઘસીને ના પાડી શક્યો નહીં. મેં એ કોથળો મારા ખંડમાં મૂકી દીધો.
દિવસનો એક પ્રહર પૂરો થતાં, નગરમાં વાત ફેલાણી કે “ચંદન શ્રેષ્ઠીની હવેલીમાં ચોરી થઈ છે. આ વાત સાંભળીને મારા પેટમાં ફાળ પડી. મારી શંકા દૃઢ થઈ: ‘શું યજ્ઞદત્ત ચોરીનો માલ તો મને આપી નથી ગયો? એના ઘરમાં આટલી બધી સંપત્તિ તો છે નહીં એ ક્યાંથી લાવ્યો હશે?”
હું તરત યજ્ઞદત્તના ઘેર ગયો. યજ્ઞદત્તને એકાંતમાં મેં પૂછ્યું “તું જે વસ્તુઓ મને આપી ગયો, તે કોની છે? સાચું બોલ. તેં શા માટે આમ કર્યું?
તેણે કહ્યું : “શું તને મારા પર વિશ્વાસ નથી? તું બીજો કોઈ ખોટો વિચાર ના કર. એ વસ્તુઓ પિતાજીથી છુપાવીને રાખવા માટે મેં તને સોંપી છે. હું તને સાચી વાત
યજ્ઞદને એ રીતે મને વાત કરી કે મારી શંકા દૂર થઈ ગઈ. મેં એના પર વિશ્વાસ મૂક્યો.
ચંદન શ્રેષ્ઠી મહારાજા ચંડશાસન પાસે ગયા. રાજાને કહ્યું : “મારા ઘરમાં ચોરી થઈ છે.' શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
Page #246
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજાએ પૂછયું : “તમારું શું શું ચરાયું છે? તમે મંત્રીને ચોરાયેલી વસ્તુઓનાં નામ.. વજન. કિંમત વગેરે લખાવી દો, હું નગરમાં ઘોષણા કરાવીને તપાસ કરાવું છું.'
ચંદન શ્રેષ્ઠીએ ચોરાયેલી વસ્તુઓની માહિતી લખાવી દીધી. રાજાએ નગરમાં ઢંઢેરો પિટાવી દીધો : “ચંદન સાર્થવાહના ઘરમાંથી આ આ વસ્તુઓની ચોરી થઈ છે. જે કોઈ માણસ પાસે આમાંની કોઈપણ વસ્તુ લેવડ-દેવડ કરતાં આવી હોય તેણે રાજસભામાં જઈને મહારાજાને જાણ કરવી. જાણ નહીં કરે અને એના ઘરમાંથી તપાસ કરતાં એ વસ્તુઓ મળી આવશે તો મહારાજા એનું બધું જ ધન અને ઘરબાર લઈ લેશે. તેને કેદમાં પૂરશે અને કડક સજા થશે.”
યજ્ઞદત્ત આ અવસરની જ રાહ જોતો હતો. મને રાજદંડના ફંદામાં ફસાવવા માટે જ આ કામ એણે કર્યું હતું. તેણે ચાર દિવસ જવા દીધા. પાંચમાં દિવસે એ રાજસભામાં ગયો. મહારાજાને લળી લળીને પ્રણામ કર્યા અને નિવેદન કર્યું : મહારાજા, હું જાણું છું કે મિત્રના દોષ પ્રગટ કરવા ઉચિત નથી. પરંતુ મિત્ર જો લોક-વિરુદ્ધ કાર્ય કરે. પરલોક-વિરુદ્ધ કાર્ય કરે.... પોતાનું પણ અહિત કરે.... તો એ મિત્ર મિત્ર નથી રહેતો. રાજા કે પ્રજાનું અહિત કરનાર વ્યક્તિને જાણવા છતાં, ઓળખવા છતાં જો હું એની ઉપેક્ષા કરું તો હું પણ ગુનેગાર બનું! ચંદન શ્રેષ્ઠીના ઘરમાં ચોરી કરનાર મારો મિત્ર જ છે.”
કોણ છે તારો એ મિત્ર?” રાજાએ કડકાઈથી પૂછ્યું. અપ્રતિહત શ્રેષ્ઠીનો પુત્ર ચક્રદેવ!' તે કેવી રીતે જાણયું?'
ચક્રદેવના નજીકના સંબંધી પરિવાર પાસેથી મેં સાંભળ્યું છે. મને વાત કરનાર પ્રમાણભૂત પુરુષ છે. ચોરીનો બધો જ માલ ચક્રદેવે પોતાની હવેલીમાં છુપાવ્યો છે.'
રાજાએ કહ્યું : “આ વાત સાવ ખોટી છે. ચક્રદેવ જેવો પવિત્ર અને ગુણવાન યુવાન ચોરી કરે? હું માની શકતો નથી. તે ઉત્તમ કુળમાં જન્મેલો છે, ઉત્તમ સંસ્કાર પામેલો છે.. અને એની પાસે વિપુલ સંપત્તિ છે. એ ચોરી શા માટે કરે ?'
યજ્ઞદત્ત ગભરાયો. તેને પોતાની યોજના નિષ્ફળ જતી લાગી. તેણે તે છતાં પોતાની વાત સિદ્ધ કરતાં કહ્યું :
મહારાજા, આપ કહો છો, તે તદ્દન સાચું છે... એ મારો મિત્ર છે, એને હું જાણું છું... પરંતુ લોભદશા કોનું પતન નથી કરતી? અજ્ઞાનદશા કોને ખોટા રસ્તે નથી દોરતી? ભલે ને એ ઉત્તમ કુળમાં જન્મ્યો છે, પરંતુ ઉત્તમ સુગંધી પુષ્પોમાં શું કડા
૨૨૮
ભાગ-૧ * ભવ બીજો
For Private And Personal Use Only
Page #247
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નથી થતા? મારી આપને વિનંતી છે કે આપ એના ઘરમાં જડતી લેવરાવો.... પછી જેવી આપની ઇચ્છા! મેં તો મારું કર્તવ્ય બનાવ્યું છે...'
કેવળ એક માણસના કહેવાથી... રાજમાન્ય અને પ્રજાપ્રિય શ્રેષ્ઠીના ઘરમાં ચોરીના માલની તપાસ કરાવવાની વાત રાજાને જચી તો નહીં... રાજા મૂંઝવણમાં પડી ગયા. ઘણા વિચારો કર્યા પછી નિર્ણય કર્યો કે તપાસ તો કરાવવી, પરંતુ વિવેકપૂર્વક તપાસ કરાવવી.
રાજ્યના અધિકારીઓને બોલાવીને રાજાએ આજ્ઞા કરી: ‘તમે ચક્રદેવની હવેલીએ જાઓ. સાથે નગરના મહાજનને લઈ જજો, ચંદન શ્રેષ્ઠીના ભંડારીને પણ સાથે લઈ જજો. તપાસ કરો કે ચક્રદેવની હવેલીમાં ચોરીનો માલ છે કે કેમ?”
રાજ્યનો અધિકારી વર્ગ મહારાજાની આજ્ઞા સાંભળીને સ્તબ્ધ થઈ ગયો. “ચકદેવ જેવા શ્રેષ્ઠ નાગરિકના ઘરમાં ચોરીના માલની તપાસ કરવાની?' તેઓ રાજમહેલમાંથી નીકળીને નગરના મહાજન પાસે ગયા. મહાજનો ભેગા થયા. અધિકારીઓએ રાજાની આજ્ઞાની વાત કરી. મહાજનના શ્રેષ્ઠીઓ એક-બીજાનાં મોઢાં જોવા લાગ્યા.. તેમને આ કાર્ય અનુચિત લાગ્યું. પરંતુ રાજાની આજ્ઞા સામે દલીલ કરવી પણ અનુચિત લાગી, ભય પણ લાગ્યો.
ચંદન શ્રેષ્ઠીના ભંડારીને પણ બોલાવવામાં આવ્યો. અધિકારીએ તેને કહ્યું : “ચોરાયેલી વસ્તુઓની માહિતી લઈને તારે અમારી સાથે ચક્રદેવની હવેલીમાં આવવાનું
ભંડારીનું મોટું પડી ગયું. તે બોલી ઊઠ્યો : “શું ચક્રદેવના ત્યાં?' અધિકારીઓએ માથું હલાવીને હા પાડી. સહુ નિરાશ વદને મારી હવેલીમાં પ્રવેશ્યા. મેં સહુનું ઉચિત સ્વાગત કરીને પૂછ્યું : 'કહો, મારે ત્યાં પધારવાનું પ્રયોજન?' | મુખ્ય અધિકારીએ વિનમ્ર ભાષામાં કહ્યું : અમે એ પૂછવા આવ્યા છીએ કે ચંદન શ્રેષ્ઠી સાથેની લેવડ-દેવડમાં કે બીજા કોઈની સાથેની લેવડ-દેવડમાં તમારી પાસે ચંદન શ્રેષ્ઠીની કોઈ વસ્તુ આવી છે?'
મારા મનમાં કોઈ શંકા હતી જ નહીં. મેં કહ્યું : “ના રે ના, મારી પાસે ચંદન શ્રેષ્ઠીની કોઈ વસ્તુ નથી આવી...”
અધિકારીએ કહ્યું : “હે શ્રેષ્ઠી પુત્ર, તમે ખોટું ના લગાડશો, અમારે મહારાજાની આજ્ઞા મુજબ તમારા ઘરની તપાસ કરવી પડશે. અમે તપાસ કરવા આવ્યા છીએ.”
મેં કહ્યું : આ વિષયમાં નારાજ થવાનું હોય જ નહીં. પ્રજાના કલ્યાણ માટે અને રક્ષણ માટે રાજાએ જાગ્રત રહેવું જ જોઈએ.'
શ્રી સમરાદિત્ય મહાકથા
૨૯
For Private And Personal Use Only
Page #248
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધિકારીઓએ મારા ઘરમાં તપાસ શરૂ કરી. યજ્ઞદત્તે મને આપેલો માલ મેં જુદી-જુદી જગાએ છુપાવીને રાખ્યો હતો. ચકોર અધિકારીઓએ એક સોનાનું ભાજન શોધી કાઢ્યું. તેના ઉપર ચંદન શ્રેષ્ઠીનું નામ હતું. તેમણે ચંદન શ્રેષ્ઠીના ભંડારીને પૂછ્યું : “જુઓ, આ ભાજન તમારું છે?” ભંડારીએ જોયું. તેના દિલમાં દુઃખ થયું. તેણે કહ્યું : “તેના જેવું લાગે છે, પણ નિશ્ચિતપણે નથી કહી શકતો કે તે અમારું જ છે...'
અધિકારીએ કહ્યું : “આ વાસણ પર કંઈ લખેલું છે ખરું? તમારી ચોરાયેલી વસ્તુઓની નોંધમાં જુઓ, આના જેવું કોઈ વાસણ લખેલું છે?”
લખેલું હતું નામ.
અધિકારીઓ અને મહાજનના શ્રેષ્ઠીઓનાં મસ્તક નીચાં થઈ ગયાં. મુખ્ય અધિકારીએ મને પૂછ્યું : “હે શ્રેષ્ઠીપુત્ર, આ સ્વભાજન તારી પાસે કેવી રીતે આવ્યું?'
મેં કહ્યું : “આ મારું જ છે...” “તો પછી એના ઉપર ચંદન શ્રેષ્ઠીનું નામ અંકિત કેમ છે?'
સમજી શકાતું નથી... કદાચ એક-બીજાના ઘેર વસ્તુ મોકલવામાં વાસણ બદલાઈ ગયું હોય.”
મિત્રની ખાતર મેં હડહડતું અસત્ય બોલી નાખ્યું. મેં વિચાર્યું : “મારા પર અત્યંત વિશ્વાસ રાખનાર મિત્રનું નામ મારાથી જાહેર કેમ કરાય? જો હું મિત્રનું નામ જાહેર કરું તો મિત્રદ્રોહ કર્યો કહેવાય. એટલું જ નહીં, પણ એના પ્રાણ સંકટમાં મુકાઈ જાય... મહારાજા એને આકરી સજા કરે. માટે મારે એને બચાવવો જ જોઈએ.
અધિકારીએ પૂછ્યું : “આ સોનાની કેટલી કિંમત હશે?” મેં કહ્યું : “મને બરાબર યાદ નથી, તમે જ કિંમત કરી લો.” ચંદન શ્રેષ્ઠીના ભંડારીએ એની નોંધમાં કિંમત લખેલી હતી : દસ હજાર સોના મહોર! એ ભાજન કે જે બંધ હતું, તેને ખોલાવ્યું તો એમાંથી દસ હજાર સોનામહોરો નીકળી!
મહાજન અને અધિકારીઓ આશ્ચર્ય પામ્યા. મહાજનના એક શ્રેષ્ઠીએ કહ્યું : અપ્રતિહત સાર્થવાહનો પુત્ર શું ચોરી કરે? શા માટે કરે? ન સમજાય એવી આ વાત
અધિકારીએ મને નિર્દોષ સિદ્ધ કરવાની ભાવનાથી પૂછ્યું: “કુમાર, આ રાજાની આજ્ઞા છે. માટે સ્પષ્ટ અને સાચી હકીકત કહે. આ વસ્તુ તારી પાસે ક્યાંથી આવી?”
મિત્રરક્ષાની પ્રબળ ભાવના હોવાથી હું સાચું ના બોલ્યો. મેં એના એ જવાબ ૨૩૦
ભાગ-૧ ૪ ભવ બીજો
For Private And Personal Use Only
Page #249
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપ્યા. અધિકારીઓ નારાજ થઈ ગયા. તેમણે મને બીજો પ્રશ્ન કર્યો : “તારા ઘરમાં ચંદન શ્રેષ્ઠીની ચોરાયેલી બીજી વસ્તુઓ છે ખરી?”
મેં કહ્યું : “ના, નથી, એક પણ વસ્તુ નથી.'
અધિકારીઓએ પુનઃ મારા ઘરમાં તપાસ શરૂ કરી. એક પછી એક. બધી જ વસ્તુઓ મળી આવી.. કે જે ચંદન શ્રેષ્ઠીની ચોરાયેલી વસ્તુઓ હતી.
મહાજનો ઉદ્વિગ્ન થઈ ગયા.
કોટવાલ મારા પર રોષે ભરાયો... મને કહ્યું : “અમારે હવે તને મહારાજા પાસે લઈ જવો જ પડશે.”
હું એમની સાથે રાજમહેલ તરફ ચાલ્યો. મારા મનમાં તો એક જ વાત હતી : 'યજ્ઞદ મારા પર વિશ્વાસ મૂક્યો છે, તો મારે એ વિશ્વાસ નભાવવો જ જોઈએ.” મેં મારા માતા-પિતાનો વિચાર ના કર્યો. મેં અમારા ઉત્તમ કુળની ખાનદાનીનો વિચાર ના કર્યો.
નગરમાં હાહાકાર થઈ ગયો હતો. યજ્ઞદત્તને ખૂબ આનંદ થઈ રહ્યો હતો!
મને પછીથી ખબર પડી હતી કે મહારાજા પાસે જઈને એણે જ મારા ઉપર ચોરીનું કલંક મૂક્યું હતું અને મને પકડાવાનું કાવતરું પણ એણે જ ઘડયું હતું.
ચી
એક
જ
શ્રી સમરાદિત્ય મહાકથા
૨૩૧
For Private And Personal Use Only
Page #250
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
|| ENT
માને મહારાજા ચંડશાસન સામે ઊભો કરી દેવામાં આવ્યો. મને કોઈ ભય ન હતો. હું નિશ્ચિતપણે ઊભો રહ્યો. મહારાજા ચંડશાસન મને ઓળખતા હતા. મારા પિતાજીની સાથે હું અનેકવાર મહારાજા પાસે આવેલો હતો. મારી નીતિપરાયણતાથી તેઓ સંતુષ્ટ હતા.
મહારાજા પ્રેમભરી દૃષ્ટિથી મને જોઈ રહ્યા. જાણે કે વિચારતા હોય - “આ યુવાન ચોરીનું પાપ કરે જ નહીં..” પછી મને કહ્યું :
ચક્રદેવ, હું જાણું છું કે તું કેવું સારું જીવન જીવે છે. તારી નીતિપરાયણતાનો હું પ્રશંસક છું. તું પરલોકના માર્ગનો જ્ઞાતા છે. ધર્મને સર્વસ્વ માનનારો છે. હું નથી માનતો કે તું ચોરી કરે. ચોરીના પાપનું પરિણામ આ ભવમાં શું આવે અને પરલોકમાં શું આવે, તે તે સારી રીતે જાણે છે. માટે આ ઘટનામાં શું રહસ્ય છુપાયેલું છે તે મને કહી દે...'
મહારાજાનો મારા પરનો વિશ્વાસ. એમનું અપાર વાત્સલ્ય અને અગાધ નેહ. જાણી હું ત્યાં રડી પડ્યો. મારી આંખોમાંથી અશ્રુધારી વહેવા લાગી. હું વિચારવા લાગ્યો : “શું કરું? જો રહસ્ય બતાવી દઉં તો મિત્રનું મોત થાય અને રહસ્ય ન બતાવું તો મહારાજાનો વિશ્વાસ ભંગ થાય છે. તેમને મારા વિષયમાં ખૂબ દુઃખ થશે..” હું કંઈ બોલી ના શક્યો. જાણે કે મારી વાણી જ હરાઈ ગઈ.
મહારાજાએ વિચાર્યું : આ યુવક મારા નગરના શ્રેષ્ઠી અપ્રતિહત પુત્ર છે.. મારો એમની સાથે અંગત સંબંધ છે. મારે એમની પ્રતિષ્ઠાને ક્ષતિ ના પહોંચે એ રીતે આને સજા કરવી જોઈએ.' મહારાજાએ ના મને ધમકાવ્યો. ના મને ડરાવ્યો.. કે ના મારું અપમાન કર્યું. તેમણે પોતાના સ્વભાવને સમતોલ રાખ્યો. વિવેકથી કામ કર્યું. મુખ્યાધિકારીને પાસે બોલાવી આજ્ઞા કરી : “હું ચક્રદેવને દેશનિકાલની સજા કરું છું, પરંતુ તમે એને નગરની બહાર નગર-દેવતાના ઉપવન સુધી મૂકીને પાછા વળી જજો. એની સાથે સજ્જનતાથી વ્યવહાર કરજો. એના હાથમાં બેડીઓ ના પહેરાવશો.. અને એને મૂકવા જવા માટે તમે એકલા જ જજો.”
મુખ્યાધિકારીની આંખો ભીની થઈ ગઈ. તેમણે મારો હાથ પકડ્યો અને મને ટૂંકા રસ્તેથી નગરદેવતાના ઉપવનમાં લઈ આવ્યા. તેઓ કંઈ ના બોલ્યા. મેં બે હાથ જોડી એમનું અભિવાદન કર્યું. તેમણે પણ મારું અભિવાદન કર્યું : ને કહ્યું : “શ્રેષ્ઠીકુમાર બોલતાં જીભ ઊપડતી નથી. પરંતુ રાજસેવક છું એટલે મહારાજાની આજ્ઞા સંભળાવવી પડે છે. મહારાજાએ તમને દેશનિકાલની સજા કરી છે...” ૨૩૨
ભાગ-૧ ૬ ભવ બીજો
For Private And Personal Use Only
Page #251
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુખ્યાઅધિકારી ચાલ્યા ગયા.
ઉપવનમાં એક ઘટાદાર વૃક્ષની નીચે જઈને એક પથ્થર પર હું બેઠો. મારું માથું ભમવા લાગ્યું. મને મારાં માતા-પિતા યાદ આવવા લાગ્યાં. આ સમગ્ર ઘટનામાં મારા પિતાજી મૌન રહ્યા હતા, અલિપ્ત રહ્યા હતા. તેમનો મારા ઉપરનો વિશ્વાસ અખંડ હતો. ચંદન શ્રેષ્ઠીનો ચોરાયેલો માલ અમારી હવેલીમાંથી નીકળ્યો હતો... છતાં તેમનો વિશ્વાસ ડગ્યો ન હતો. અનેક સારા-નરસા અનુભવોમાંથી પસાર થયેલા મારા પિતાજી બધી જ સંભાવનાઓની કલ્પના કરી શકતા હતા. ‘મારા પુત્રે ચોરી ના કરી હોય છતાં ઘરમાંથી ચોરીનો માલ નીકળી શકે!' ‘મારો પુત્ર મોતને પસંદ કરે પણ ચોરીને પસંદ ના કરે!' આ એમનો વિશ્વાસ હતો. તેઓ માનતા હતા કે છેવટે સત્યનો જ વિજય થવાનો છે... અત્યારે ભલે ચક્રદેવ કસોટીમાંથી પસાર થાય ... ભલે એ કષ્ટોનો અનુભવ કરે!'
મારી માતા ખૂબ જ લાગણીશીલ હતી. તેણે ઘણો કલ્પાંત કર્યો હતો. છતાં ‘મારો પુત્ર ચોરી ના જ કરે... જરૂર એને કોઈએ કપટ-જાળમાં સપડાવ્યો છે... હે ક્ષેત્ર દેવતાઓ, કે કુળદેવતાઓ, તમે એની રક્ષા કરજો...!' એણે મારા પિતાજીને પણ ઠપકો ના આપ્યો કે : ‘તમે કેમ મૌન બેઠા છો? કેમ જ્ઞાતા અને દ્રષ્ટા બન્યા છો? આપણા પુત્રને ‘ચોર’ માનીને રાજસભામાં લઈ ગયા. એને મહારાજા સજા ક૨શે... શું થશે મારા લાલનું?'
કંઈ જ નહીં... કોઈ ફરિયાદ નહીં.
મારા પિતાજીનાં અનુભવ-વચનો મને યાદ આવવા લાગ્યાં : ક્યારેક મનુષ્યને જે વાત ન્યાયી લાગે, તે વાત ન્યાયાધીશને અન્યાયી લાગે. ક્યારેક જે વાત ન્યાયાધીશને ન્યાયયુક્ત લાગે તે વાત દેવોને અન્યાયી લાગે...! આવું મેં જોયું છે, અનુભવ્યું છે... માટે માણસે દૈવી શક્તિ પર ભરોસો રાખવો જોઈએ...'
મારા મનમાં વિકલ્પ ઊઠ્યો : ‘મેં મિત્ર રક્ષાનું કાર્ય પૂર્ણ કર્યું છે. અલબત્ત, હવે મને લાગે છે કે ચોરી એણે જ કરી છે... પણ પકડાઈ જવાના ભયથી એણે વહેલી સવારે આવીને ચોરીનો માલ છુપાવી રાખવા મને આપ્યો... ખેર, એણે ચોરીનું પાપ નહોતું કરવું જોઈતું... એણે ચોરી કરીને પોતાના આત્માનું અહિત જ કર્યું છે... તે છતાં મેં તો મારું કર્તવ્ય બજાવ્યું જ છે. એ બચી ગયો છે... બસ, હવે મારે આવા મોટા કલંક સાથે જીવવાનો કોઈ અર્થ નથી... મારા ઘરમાં, પ્રજામાં અને રાજમહેલમાં.. સર્વત્ર મારી અપકીર્તિ થઈ ગઈ છે... હું કોઈને ય મારું મોઢું બતાવવા લાયક રહ્યો નથી. મારે આત્મહત્યા કરીને જીવનનો અંત લાવી દેવો જોઈએ.’
હું શૂન્યમનસ્ક બની ગયો, મરવાનો પાકો વિચાર કરી લીધો. નગ૨દેવતાના મંદિરમાં ગયો. ભાવપૂર્વક મેં નગરદેવતાને પ્રાર્થના કરી. હે નગરદેવતા, હું પરમાત્માની સાક્ષીએ કહું છું કે મેં ચોરી કરી નથી... મારા મિત્ર યજ્ઞદત્તની રક્ષા કરવા માટે, એને શ્રી સમરાદિત્ય મહાકા
233
For Private And Personal Use Only
Page #252
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોતની સજામાંથી બચાવવા માટે, ચોરીનો આરોપ મૌનપણે સ્વીકારી લીધો છે... હે નગરદેવતા, જો ઉચિત લાગે તો આ રહસ્ય તમે માતા-પિતાને કહેજો, જેથી એમને લાગે કે અમારો પુત્ર કુલાંગાર નહોતો પાક્યો..” હું રડી પડ્યો. નગરદેવતાની મૂર્તિનાં ચરણોમાં આંસુઓનું ખાબોચિયું ભરાઈ ગયું...
ઊભો થઈને હું મંદિરની પાસેના વડના વૃક્ષ નીચે ગયો. મારા ખભે મારો ખેસ હતો. વડની બે ડાળો સાથે ખેસને બાંધીને, ગળામાં એનો ફાંસો નાંખીને આપઘાત કરવાનો મેં વિચાર કર્યો... અને ઝાડ ઉપર ચઢવા લાગ્યો.
૦ ૦ ૦ નગરદેવતાએ મારી પ્રાર્થના સાંભળી! નગરરક્ષક દેવ જાગતા હતા. તેમણે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો. જ્ઞાનના પ્રકાશમાં તેમણે
ચંદન શ્રેષ્ઠીની હવેલીમાં ચોરી કરવા પ્રવેશતા યજ્ઞદત્તને જોયો. જ ચોરીનો માલ કોથળામાં ભરતો જોયો..
કોથળા સાથે મારી હવેલીમાં પ્રવેશતા જોયો.. * મારી સાથેનો વાર્તાલાપ જાણ્યો...
છે તે પછી યજ્ઞદત્તને રાજાની પાસે જઈને, મારા ઉપર ચોરીનો આરોપ મૂકતા જાણ્યો... અને તે પછીની એક-એક ઘટના એમણે “અવધિજ્ઞાન' (ારા જાણીને જોઈ...
તરત જ તેમણે રાજમાતાના શરીરમાં પ્રવેશ કર્યો.
રાજમાતાએ ગર્જના કરી : “ક્યાં છે ચંડશાસન? જલદી અહીં આવ...' રાજમાતા જમીન પર ઊછળવા લાગ્યાં. તેમના મુખ ઉપર રોષ... રીસ અને ચિંતાના મિશ્ર ભાવો આવી ગયા.
મહારાજા દોડતા આવ્યા. મહારાણી અને સમગ્ર રાજપરિવાર હાંફળો-ફાંફળો થઈ ગયો. “રાજમાતાને શું થઈ ગયું?' બધા ગભરાઈ ગયા. મહારાજાએ રાજમાતાને પૂછ્યું : “શું થયું માતાજી?' મને કેમ બોલાવ્યો?’
રાજમાતાએ ત્રાડ પાડી : “રાજા, હું નગરદેવતા તને કહેવા આવ્યો છું કે ચક્રદેવ સાવ નિર્દોષ છે. મેં એને સજા કરી? બહુ મોટી ભૂલ કરી છે. ચોરી એણે નથી કરી, પેલા દુષ્ટ પુરોહિતપુત્ર યજ્ઞદત્ત કરી છે. યજ્ઞદત્ત, ઇર્ષ્યા અને દ્વેષથી એના મિત્ર ચક્રદેવને ફસાવ્યો છે... પણ, પહેલું કામ તું ચકદેવને બચાવવાનું કર. એ પવિત્ર છોકરો... મારા મંદિરની પાસેના વડના વૃક્ષ પર ચઢી ગળે ફાંસો નાંખી મરવાનો પ્રયત્ન કરે છે... ઉતાવળ કર..”
રાજાની એક આંખમાંથી અંગારા વરસવા લાગ્યા, બીજી આંખમાં નેહની સરવાણી ફુટી. ૨૩૪
ભાગ-૧ * ભવ બીજી
For Private And Personal Use Only
Page #253
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમણે સેનાપતિને આજ્ઞા કરી : દુષ્ટ યજ્ઞદત્તને પકડી રાજસભામાં મારી સમક્ષ ઉપસ્થિત કરો. અને ત્યાં આવેલા મહામંત્રીને કહ્યું : “હું અત્યારે જ હાથણી પર બેસી નગરદેવતાના ઉપવનમાં જાઉં છું. આપઘાત કરવા તૈયાર થયેલા શ્રેષ્ઠીપુત્રને બચાવી લઉં છું... તમે પણ સહુ અશ્વો પર બેસી શીઘ્ર ઉપવનમાં આવો...'
મહારાજાએ હાથણીને ભગાવી. અલ્પ સમયમાં જ તેઓ ઉપવનમાં વડના વૃક્ષ ગ્નીચે આવી ગયા. મેં મારા ગળામાં ખેસનો ફંદો નાંખી દીધો હતો... મહારાજાએ ઝટ કમરેથી કટારી કાઢીને ખેસને કાપી નાખ્યો... અને બે હાથે મને ઊંચકી લીધો. મારા માથે વારંવાર ચુંબન કરતા, આંખોમાંથી આંસુ વહાવતા મહારાજાએ મને તેમની છાતી સાથે ભીંસી દીધો.. ગદ્ગદ સ્વરે તેઓ બોલ્યા : “વત્સ, તું આ શું કરતો હતો? જો તેં આવું કર્યું હોત તો... હું અપ્રતિહત શ્રેષ્ઠીને મારું મોં દેખાડવા લાયક ન રહેત... પરંતુ હું જાણું છું કે સજ્જન પુરુષો અપકીર્તિ કરતાં મૃત્યુને વધારે પસંદ કરે છે...
વા, આ નગરદેવીનો ઉપકાર માનજે.... હું પણ નગરદેવીનો અત્યંત ઋણી છું... તેઓએ રાજમાતાના શરીરમાં પ્રવેશ કરી. તાબડતોબ મને સર્વ હકીકત જણાવી... તેં તો મને સાચી વાત ન જ કહીને? અમને ભગવતી નગરદેવીએ બધું જ કહ્યું છે. સાચો અપરાધી દુષ્ટ યજ્ઞદત્ત છે. વત્સ, અજાણપણે અમે તને જે રંજાડ્યો છે. તેની તું અમને ક્ષમા આપજે.
મેં મહારાજાના મોઢા પર હાથ મૂકીને કહ્યું : “ના, ના, મહારાજા આવું ના બોલો. આપ પિતાતુલ્ય છો.પ્રજાનું રક્ષણ કરવું એ રાજધર્મ છે. આપને જે પુરાવાઓ મળ્યા, તેના આધારે આપે મને સજા કરી, એ ઉચિત જ હતું...”
મારા મનમાં હવે યજ્ઞદત્તની ચિંતા પેઠી. “બિચારો યજ્ઞદત્ત ખરેખર, સંકટમાં આવી પડ્યો.... એને મારે બચાવવો જોઈએ.’ મેં મહારાજાને કહ્યું : “મહારાજા, યજ્ઞદત્ત આવું પાપાચરણ કરે એવો નથી... એની બરાબર તપાસ કરાવજો!'
મહારાજાએ મારો એક હાથ પકડીને કહ્યું : “આ ચક્રદેવ નથી બોલતો, યજ્ઞદત્તનો મિત્ર બોલે છે! તારો એ મિત્ર કેવો દુષ્ટ છે? કેવો કપટી છે.? તારા જેવા સરળ,... ગુણિયલ અને ઉચ્ચકુળના યુવાન સાથે એણે કપટ કર્યું... તને ફસાવ્યો... તને દંડાવ્યો... દેશનિકાલની સજા કરાવી . એ પાપીને તો હવે હું એવી સજા કરીશ... કે સાત ભવ સુધી યાદ કરશે...
આ તો ભગવતી નગરદેવીએ બધો ઘટસ્ફોટ કર્યો. એટલા માટે અનર્થ થતો બચી ગયો..”
મહારાજાએ મને પોતાની સાથે હાથણી ઉપર બેસાડ્યો અને સન્માનપૂર્વક રાજમહેલમાં લઈ આવ્યા. હજુ અમે મહેલમાં પ્રવેશતા જ હતા, ત્યાં કોટવાલ યજ્ઞદત્તને મુશ્કેટોટ બાંધીને લઈ આવ્યો. શ્રી સમરાદિત્ય મહાકથા
૨૩૫
For Private And Personal Use Only
Page #254
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાજાએ યજ્ઞદત્તને જોયો. એનું માથું શરમથી નમી પડેલું હતું. મહારાજાનો રોષ ભભૂકી ઉઠ્યો ત્યાં ને ત્યાં જ ઊભા ઊભા તેમણે આજ્ઞા કરી : “આ દુષ્ટની જીભ કાપી નાંખો.... અને બંને આંખો બહાર ખેંચી કાઢો..”
યજ્ઞદત્ત ગભરાઈ ગયો... દીન-હીન નજરે તેણે મારા સામે જોયું. મહારાજાએ ફટકારેલી સજાથી હું હચમચી ગયો. હું મહારાજાના પગમાં પડી ગયો. આજીજી કરી : “હે દેવ, એને ક્ષમા આપો... એના અપરાધને માફ કરો... એને છોડી દો.'
મહારાજાએ મને કહ્યું : “ચક્રદેવ, તું આ ઠીક નથી કરતો. આવો મિત્રમોહ કામનો નથી. આ દુરાચારી છે, અધમ છે, દુષ્ટ છે. એને ક્ષમા ના અપાય, સજા જ આપવી જોઈએ. આવા દુર્જનો ક્ષમા આપવાથી વધારે અપરાધ કરે છે. પ્રજાને વધુ રંજાડે છે. માટે હવે તું બાજુએ રહે... હું એની જીવતા જીવે ચામડી ઉતરડાવી લઈશ...” રોષથી ધમધમતા રાજાએ યજ્ઞદત્તના મોઢા પર સજ્જડ મુક્કો મારી દીધો. યજ્ઞદત્ત ભૂમિ પર ઢળી પડ્યો કે મહારાજાએ લાત ઉગામી... પણ હું વચ્ચે આવી ગયો. મેં જળ નયને પ્રાર્થના કરી : પ્રભો, જો આપને મારા પર સ્નેહ છે.. પ્રેમ છે... તો મારી આટલી વિનંતી માનો. યજ્ઞદત્તને છોડી દો...”
મહારાજાએ મારી સામે જોયું. મારી આંસુભીની આંખો જોઈ તેમનો રોષ ઊતરી ગયો... કોટવાલને આજ્ઞા કરી. છોડી દો એ નરાધમને. સોંપી દો ચક્રદેવને. ચક્રદેવને જે કરવું હોય તે કરે. હું ચક્રદેવની વિનંતીને અવગણી શકતો નથી.'
મહારાજા, આપની મહાન કૃપા થઈ...' કહ્યું. મહારાજાએ ઘણા જ સન્માન સાથે મારા ઘરે મને મોકલ્યો. યજ્ઞદત્તને મેં એના ધરે રવાના કરી દીધો હતો.
નગરજનો મને અભિનંદન આપવા મારા ઘરે આવવા લાગ્યા... યજ્ઞદત્તની ચોરે ને ચૌટે નિંદા થવા લાગી. પરંતુ તે પછી મને નિંદા-પ્રશંસામાં કોઈ રસ રહ્યો ન હતો. હું યજ્ઞદત્તની આત્મસ્થિતિનું ચિંતન કરતો રહ્યો.
“કર્મવશ જીવોની. પરિણતિ કેવી હોય છે? સાચે જ કર્મ-પરિણતિ વિચિત્ર હોય છે. જીવોનાં મન પારખી શકાતાં નથી. હું યજ્ઞદત્ત ઉપર આંધળો રાગ કરતો રહ્યો. હું એને સારો મિત્ર માનતો રહ્યો... મેં સપનામાં ય એનું અહિત વિચાર્યું નથી... અને એણે ક્યારેય મારું હિત વિચાર્યું નથી! ખરેખર, એનાં કર્મોની પરિણતિએ જ એને ભાન ભુલાવ્યું...”
મારું મન વૈરાગી બન્યું. સંસારનાં બધાં જ વૈષયિક સુખો અણગમતાં બની ગયાં. યજ્ઞદત્ત સાથેની દોસ્તીનો અંત આવી ગયો હતો. અલબત્ત, મારા મનમાં એના પ્રત્યતે ક્યારેય અણગમો ના જભ્યો! રોષ ના જમ્યો! એ જ અરસામાં, મારા પુણ્યના ઉદયથી નગરના બાહ્ય ઉદ્યાનમાં ‘અગ્નિભૂતિ'
ભાગ-૧ ૪ ભવ બીજો
3g
For Private And Personal Use Only
Page #255
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નામના આચાર્ય પધાર્યા. મને સમાચાર મળ્યા. તરત જ હું એ મહાત્માનાં દર્શનવંદન કરવા ઉદ્યાનમાં ગયો.
સૌમ્ય-શીતળ મુખાકૃતિવાળા એ જ્ઞાની પુરુષ પ્રત્યે મારા હૃદયમાં સભાવ પ્રગટ્યો. મેં ભાવપૂર્વક વંદના કરી. તેઓએ મને “ધર્મલાભ' નો આશીર્વાદ આપ્યો. હું વિનયપૂર્વક એમની પાસે બેઠો.
મેં પૂછ્યું : “ગુરુદેવ, સર્વ દુઃખોનો નાશ કરી નાંખે એવો ધર્મ સમજાવવાની કૃપા કરશો?’
ગુરુદેવે મને સમ્યક્ત ધર્મ સમજાવ્યો. તે પછી દેશવિરતિ ગૃહસ્થ ધર્મ સમજાવ્યો. અને ત્યાર બાદ સર્વ વિરતિમય ચારિત્રધર્મ સમજાવ્યો.
મારા મનમાં ગૃહસ્થધર્મ સ્વીકારવાની ઇચ્છા પ્રગટ થઈ. પરંતુ એ દિવસે, ઘર્મશ્રવણ કરીને હું મારા ઘરે ચાલ્યો ગયો.
મેં બધો જ વ્યાપાર છોડી દીધો હતો. વેપાર કરવાની મારે જરૂર પણ ન હતી. અઢળક સંપત્તિ હતી મારી પાસે.. હું ગૃહકૃત્યોથી નિવૃત્ત હતો. મારા મનમાં ગુરુદેવે બતાવેલા ગૃહસ્વધર્મનું અને સાધુ ધર્મનું ચિંતન ચાલતું રહ્યું.
પ્રતિદિન હું આચાર્યદેવ પાસે જવા લાગ્યો. જેમ જેમ ધર્મ શ્રવણ કરતો ગયો, તેમ તેમ મારો વૈરાગ્ય પણ વધતો ગયો. એક દિવસ... રાત્રિની નીરવ શાંતિમાં મારા મનમાં મનોરથ જાગ્યો. “ગૃહવાસમાં નથી રહેવું ગૃહવાસ અનેક લેશોથી ભરેલો છે... ચારિત્રધર્મ સ્વીકારી લઉં!' એ રાત મારી બસ, સાધુધર્મના ચિંતનમાં જ પસાર થઈ...' જ મારું ચારિત્રમોહનીય કર્મ તૂટી ગયું! આત્મવીર્ય ઉલ્લસિત થયું.
સર્વ વિરતિમય ચારિત્રધર્મ અંગીકાર કરવાની તીવ્ર ભાવના જાગી. હું ગુરુદેવ પાસે ગયો. મેં વિનંતી કરી.
આપે મારા પર અનંત ઉપકાર કર્યો છે. મારું મન આ ભવપ્રપંચથી વિરક્ત બન્યું છે. આપ આજ્ઞા કરો કે હવે હું શું કરું?”
જ્ઞાની ગુરુદેવે મને ચારિત્રધર્મ આપ્યો. આ વિધિપૂર્વક મેં ચારિત્રધર્મનું પાલન કર્યું.
આયુષ્ય પૂર્ણ થયું. કે બ્રહ્મ દેવલોકમાં દેવ થયો. જ યજ્ઞદત્ત મરીને “શર્કરામભા' નામની નારકીમાં પેદા થયો.
એક શક છે
શ્રી સમરાદિત્ય મહાકથા
30
For Private And Personal Use Only
Page #256
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[
3
5.
'બ્રહ્મ દેવલોકનું મારું નવ સાગરોપમ વર્ષોનું આયુષ્ય પૂરું થઈ ગયું... અસંખ્ય વર્ષ મેં દેવલોકમાં દિવ્યસુખ ભોગવ્યાં. પુનઃ મનુષ્યગતિમાં જન્મ થયો.
આ જ પશ્ચિમ મહાવિદેહ જંબુદ્વીપમાંઝ ક્ષેત્રમાં મારું અવતરણ થયું. રત્નપુર નગરમાં રત્નસાગર નામના શ્રેષ્ઠી વસતા હતા. તેમનાં પત્નીનું નામ શ્રીમતી હતું. હું શ્રીમતની કુતિમાં પુત્રરૂપે ઉત્પન્ન થયો.
યજ્ઞદત્તનો જીવ નરકનું આયુષ્ય પૂર્ણ કરી પશુયોનિમાં જન્મ્યો. શિકારી કૂતરો થયો! મરીને પાછો નરકમાં ગયો... ત્યાં ત્રણ સાગરોપમ કાળ સુધી ઘોર વેદનાઓ ભોગવી. પુનઃ તિર્યંચ ગતિમાં જન્મ્યો. તિર્યંચગતિમાં એણે અનેક જન્મ-મૃત્યુ ક્ય... વિવિધ પ્રકારનાં તીવ્ર દુઃખો ભોગવ્યાંઅને છેવટે તે રત્નપુર નગરમાં મનુષ્યજન્મ પામ્યો.
અમારી જ ઘરદાસી નર્મદાના પેટે પુત્રરૂપે આવ્યો. મારા કર્મો જ એને મારી નજીક લાવતાં હતાં...
મારું નામ ચંદ્રસાર રાખવામાં આવ્યું. નર્મદાના પુત્રનું નામ અધન્ય રાખવામાં આવ્યું.
નર્મદા અમારી હવેલીમાં જ રહેતી હતી. એટલે બાલ્યકાળથી જ હું અને અન્ય સાથે રમતા હતા, લડતા અને ઝઘડતા હતા. અલબત્ત, મારા પિતાએ મને અભ્યાસ માટે એવી શાળામાં મૂક્યો કે જ્યાં રાજકુમાર અને શ્રેષ્ઠીપુત્રો ભણતા હતા. અન્ય ભણ્યો જ નહીં. એ બાળપણથી જ એની મા સાથે ઘરનાં કામો કરવા લાગ્યો હતો.
હું ધનાઢવા પિતાનો પુત્ર હતો... અધન્ય દાસીપુત્ર હતો... છતાં મને એ ગમતો હતો!
સોમાના ભવમાં એણે મારું મોત નિપજાવ્યું હતું. હાથીના ભાવમાં પણ એણે મને કપટથી માર્યો હતો... ચક્રદેવના ભવમાં એણે મારો દેશનિકાલ કરાવ્યો હતો....
એટલે જે ત્રણે ભવમાં એણે મારું અશુભ... અહિત અને અકલ્યાણ જ કર્યું હતું. છતાં શી ખબર. મારાં એવાં કોઈ પાપકર્મો હતાં. કે જે કર્મોથી પ્રેરાઈને હું એના તરફ આકર્ષાતો હતો. એની સાથે મારી મૈત્રી થઈ જતી હતી. હું એને કપટરહિત હૃદયથી ચાહતો હતો!
મને એના પ્રત્યે દ્વેષ નહોતો થતો, વૈરભાવના જાગતી ન હતી... શત્રુતાની
૨૧૮
ભાગ-૧ છે ભવ બીજો
For Private And Personal Use Only
Page #257
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાગણી પ્રગટતી ન હતી! અને કર્મો અમને બંને ભેગા કરી દેતાં હતાં. અને એ પણ મનુષ્ય જન્મોમાં..! એક માત્ર હાથીના ભવમાં એ પોપટરૂપે મળ્યો.. એ અપવાદ હતો.
વચ્ચે વચ્ચે અસંખ્ય વર્ષોનું અતંર પડી જતું હતું... એ નરકમાં રહે અને હું સ્વર્ગમાં રહું! છતાં એના આત્મામાં પડેલો શત્રુતાનો ભાવ જતો ન હતો, મારા આત્મામાં પડેલો મૈત્રીનો ભાવ જતો ન હતો! એ ભાવો આત્મામાં પડ્યા જ રહેતા હતા!
મારા આત્મામાં મંત્રીનું બીજ રોપાયું હતું સોનાના ભાવમાં, અને એના આત્મામાં શત્રુતાનું બીજ વવાયું હતુંરુદ્રદેવના ભવમાં! એ બીજ ઊંડાં ગયાં હતાં... એનાં મૂળ ખૂબ દઢ બનેલાં હતાં...
કાળક્રમે અમે બંને યૌવનમાં આવ્યા.
મારું લગ્ન ચંદ્રકાન્તા નામની ગુણિયલ શ્રેષ્ઠી કન્યા સાથે થયું. અધન્યનાં લગ્ન, બીજી એક દાસી કન્યા સાથે થયાં. અમે અમને મળેલાં ભોગસુખો ભોગવતાં કાળ પસાર કરતાં હતા..
ઘણા નાના-મોટા પ્રસંગોમાં અધન્ય મારી સાથે કપટ કરતો હતો.. છતા હું એનો સંગ છોડતો ન હતો. તે અસત્ય તો ડગલે ને પગલે બોલતો! છેવટે પકડાઈ જતો. છતાં પોતાની ભૂલ કબૂલતો નહીં કે ક્ષમા માંગતો નહીં! ક્યારેક એ મારા ઘરમાં નાની-મોટી ચોરી પણ કરતો... હું એને સમજાવતો... પણ એની ટેવ દૂર ના થઈ..
મને, આ બધામાં એનાં કર્મોનો જ દોષ દેખાતો હતો, હું મારા મનમાં એના પ્રત્યે ભાવદયાનો જ વિચાર કરતો. એના પ્રત્યે રોષ જાગતો જ નહીં.
એક વખત એણે અમારા ઘરથી થોડે દૂર રહેતી એક શ્રેષ્ઠી કન્યા ઉપર બળાત્કાર ર્યો. શ્રેષ્ઠી કન્યાના ભાઈઓને ખબર પડી. તેમણે અન્યને મારી-મારીને અધમૂઓ કરી નાંખ્યો. મને ખબર પડી. મેં જઈને એને છોડાવ્યો. આવું કુકર્મ કરનારા અધન્યને હું મારા ઘરે લઈ આવ્યો. પાટાપિંડી કરી. એ સારો થયો... ત્યારે પેલા મારનારા શ્રેષ્ઠીપુત્રો સાથે લડવા તૈયાર થયો. મેં એને શાન્ત પાડ્યો.
કેટલાક મારા સ્વજનોએ મને કહ્યું પણ ખરું - “કુમાર, તું અધન્યને તારા ઘરમાંથી કાઢી મૂક. આવા દુષ્ટને ઘરમાં રખાય જ નહીં...” પરંતુ અધન્યનો હું બચાવ કરતો... આ રીતે અમારું જીવન જિવાતું જતું હતું.
એવામાં, અમારા નગરમાં વિહાર કરતાં-કરતાં એક જ્ઞાની આચાર્ય પધાર્યા. ‘વિજયવર્ધન' એમનું નામ હતું. અનેક સાધુઓના તેઓ ગુરુ હતા. તેઓ ગુણવાન હતા, રૂપવાન હતા અને મહાન જ્ઞાની હતા.
શ્રી સમરાદિત્ય મહાકથા
3c
For Private And Personal Use Only
Page #258
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેં અધવને કહ્યું : “ચાલ, આપણે આચાર્યદેવના દર્શન કરવા જઈએ. તેમનો ઉપદેશ પણ સાંભળીશું.”
તેણે કહ્યું : “મારે નથી આવવું. તારે જવું હોય તો જા. હું ધર્મને માનતો નથી, ધર્મ મને ગમતો નથી...”
એ મારી સાથે ના આવ્યો તેનું મને દુઃખ થયું. હું એકલો આચાર્યદેવ પાસે ગયો. અલબત્ત મારી પત્ની ચંદ્રકાન્ત મારી સાથે આવી હતી, કારણ કે એ એના પિતૃગૃહમાં પણ ધર્મપરાયણ હતી. મારા કરતાં પણ એને ધર્મ વધારે ગમતો હતો.
આચાર્યદેવને વંદન કરી અમે ત્યાં બેઠાં. આચાર્યદેવે ધર્મનો ઉપદેશ આપ્યો. મનુષ્યજીવનમાં ધર્મની ઉપાદેયતા બતાવી. એક વાત મારા હૃદયમાં ચોટી ગઈ : “ધર્મથી જ બધાં સુખો મળે છે.”
ઘરે આવ્યા પછી મારા મનમાં આ જ વિચાર ઘોળાયા કર્યો. મેં મારી પત્નીને કહ્યું : “આજ દિન સુધી મેં મારા જીવનમાં એક પણ ધર્મકાર્ય નથી કર્યું. રંગ-રાગ અને ભોગવિલાસમાં જ રચ્યોપચ્યો રહ્યો છું.. પૂર્વજન્મોમાં ધર્મ કર્યો હશે માટે આ જન્મમાં આટલાં બધાં વૈષયિક સુખનાં સાધન મળ્યાં છે... આ વાત મને સમજાણી છે. હવે જો તારી ઇચ્છા હોય તો આપણે બંને બાર વ્રતમય શ્રાવકધર્મ અંગીકાર કરીએ.”
ચંદ્રકાન્તા હર્ષિત થઈ. તે બોલી : “આજે સોનાનો સૂરજ ઊગ્યો. તમારા મનમાં આવો ઉત્તમ વિચાર પ્રગટ્યો. અવશ્ય આવતી કાલે જ આપણે આચાર્યદેવ પાસે જઈને શ્રાવકધર્મ સ્વીકારીશું.
ચંદ્રકાન્તાએ મારી ભાવનાને અનુમોદન આપ્યું, તેથી મારી ભાવના દઢ બની. બીજા દિવસે અમે ગુરુદેવ પાસે ગયાં. અમારી ભાવના વ્યક્ત કરી, ગુરુદેવે કહ્યું : ‘તમારા બંન્નેનાં મનમાં શુભ મનોરથ પ્રગટ્યો છે. તમને આજે હું શ્રાવકધર્મનાં ૧૨ વ્રતો સમજાવું છું. સમજીને લીધેલાં વ્રતોનું પાલન સારી રીતે થઈ શકે છે.'
આચાર્યદેવે અમને ૧૨ વ્રતનું સ્વરૂપ સમજાવ્યું. અમે બંનેએ એ વ્રતોને સ્વીકાર્યા. ગુરુદેવના આશીર્વાદ લઈ અમે ઘેર આવ્યાં.
અધન્યને આ વાત ગમી નહીં. છતાં એણે પ્રગટપણે વિરોધ ના કર્યો. હું એની સાથે ક્યારે પણ વ્રત-નિયમ અંગેની વાત કરતો ન હતો. એ એની રીતે જીવતો હતો, હું મારી રીતે જીવતો હતો.
૦ ૦ ૦ એક દિવસ નગરમાં ઢંઢેરો પિટાયો : આપણા મહારાજા બાજુના રજતપુર નગરમાં મૃત્યુ પામ્યા છે. તેમનાં અંતિમ દર્શન કરવા માટે નગરના સર્વે પુરુષોએ જવાનું છે, મહામંત્રીની આજ્ઞા છે.'
૪૦
ભાગ-૧ ૪ ભવ બીજો
For Private And Personal Use Only
Page #259
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમારા રાજા પ્રજાપ્રિય હતા. એટલે આ સમાચાર મળતાં ટપોટપ પુરુષો પોતપોતાનાં ઘરોમાંથી નીકળીને રજતપુર તરફ દોડવા લાગ્યા. વૃદ્ધ, અપંગ અને ગ્લાન પુરુષો ઘરમાં રહ્યા. સ્ત્રીઓ અને બાળકો ઘરમાં રહ્યાં.
મહામંત્રીથી માંડીને નગરરક્ષકો સુધી... બધા જ રાજપુરુષો રજતપુર પહોંચી ગયા. અમારું નગર જાણે કે પુરુષો વિનાનું બની ગયું. હું અને અધન્ય પણ રજતપુર પહોંચી ગયા હતા.
આ પરિસ્થિતિની જાણ, અમારા નગરથી ૧૨ ગાઉ દૂરના વિધ્યકેત નામના ભીલ સેનાપતિને થઈ. એણે પોતાના ૫૦૦ સાથીઓની સાથે નગર પર આક્રમણ કરી દીધું.
એણે રાજમહેલ લૂંટ્યો, હવેલીઓ લૂંટી... ઘરોને લૂંટ્યાં. ધનમાલની સાથે સાથે કેટલીક રૂપવતી સ્ત્રીઓને પણ તે ભીલો ઉપાડી ગયા.
જ્યારે અમે લોકો રજતપુરથી પાછા આવ્યાં ત્યારે રત્નપુરની હાલત સ્મશાન જેવી થઈ ગઈ હતી. સ્ત્રીઓ હયાફાટ રુદન કરતી હતી... બાળકો ધ્રુસકે-ધ્રુસકે રતાં હતાં. અપંગ અને માંદા માણસોએ, દીન-હીન બનીને, ભીલોએ કરેલી લૂંટની વાતો કરી.
હું અને અધન્ય, જલદી જલદી ઘરે પહોંચ્યા. ઘરમાંથી જે બહાર હતું તે ધન લૂંટાઈ ગયું હતું પરંતુ જમીનમાં દાટેલું ધન સુરક્ષિત હતું, એટલે બહુ દુઃખ ના થયું. પછી મેં બૂમ પાડી : “ચન્દ્રકાન્તા. ચન્દ્રકાન્તા.... તું જ્યાં છુપાઈ હોય ત્યાંથી બહાર આવ, લૂંટારાઓ ચાલ્યા ગયા છે, અને અમે ઘરે આવી ગયા છીએ...' પણ ચન્દ્રકાન્તા ઘરમાં હોય તો જવાબ આપે ને? ભીલ સેનાપતિ એને ઉપાડી ગયો હતો. હું લમણે હાથ દઈ જમીન પર બેસી પડ્યો... “હવે હું શું કરું? ભીલ સેનાપતિ ચન્દ્રકાન્તાના કેવા હાલહવાલ કરશે? એ બિચારી અબળા.. એ રાક્ષસો સામે કેવી રીતે પોતાના શીલની રક્ષા કરશે? જો કે એ પ્રાણના ભોગે પણ શીલરક્ષા કરે એવી સત્ત્વશીલ સ્ત્રી છે. છતાં મારા વિના એ કેવી રીતે જીવી શકશે? હું આવા અનેક વિચારો કરીને નિરાશ થઈ ગયો... દિશાશૂન્ય બની ગયો.
ત્યાં મારા પિતાજીના અનન્ય મિત્ર દેવશર્મા બ્રાહ્મણ મારા ઘરે આવ્યા. તેમને સમાચાર મળી ગયા હતા કે મારી પત્નીને ભીલો ઉપાડી ગયા છે. તેમણે આવીને મને કહ્યું :
શ્રેષ્ઠીપુત્ર, તું ઉગ ત્યજી દે. નિરાશ ના થા... ચિંતા ના કર. કેટલાંક વર્ષો પૂર્વે. આ જ દેશના “શ્રીસ્થલ' નામના નગર પર આ ભીલોએ આક્રમણ કરેલું. ઘણાં સ્ત્રીપુરુષોને ઉપાડી ગયેલા. પરંતુ કોઈ પણ સ્ત્રી ઉપર તેમણે બલાત્કાર નહોતો કર્યો. શીલભંગ નહોતો કર્યો. તે તે સ્ત્રી-પુરુષોના સંબંધીઓ, ભીલોએ માંગ્યું એટલું ધન શ્રી સમરાદિત્ય મહાકથા
૨૪૧
For Private And Personal Use Only
Page #260
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપીને, પોતાના સ્નેહીઓને સુરક્ષિત લઈ આવ્યા હતા. ભીલોને તો પૈસા જોઈએ છે. માટે, જ્યારે એ ભીલો એમની પલ્લીમાં પહોંચી જાય ત્યારે તું ત્યાં જજે અને ભીલો માગે એટલું ધન આપીને તારી પત્નીને છોડાવજે.”
મને દેવશર્મા દેવદૂત જેવા લાગ્યા. મેં તેમને પ્રણામ કર્યા, તેમણે મારા માથે હાથ મૂક્યો.. અને ચાલ્યા ગયા. મારું મન સ્વસ્થ બન્યું.
મેં અધન્યને કહ્યું : આપણે તપાસ કરતા રહેવાનું કે ભીલો એમની પલ્લીમાં ક્યારે પહોંચે છે. એ પહોંચે પછી આપણે ચન્દ્રકાન્તાને છોડાવવા જવાનું છે...' અધન્ય કહ્યું : “એ ભીલો ચન્દ્રકાન્તાને નહીં છોડે તો?'
મેં કહ્યું : “એ માગે એટલું ધન આપીશું, એટલે એ ચંન્દ્રકાન્તાને છોડી દેશે, આપણને સોંપી દેશે. તે લોકો સ્ત્રીઓનો શીલભંગ નથી કરતા.'
અધન્ય કહ્યું : “પણ ધન તો બધું એ લોકો લુંટી ગયા છે... હવે એ લોકો માગે એટલું ધન તું ક્યાંથી લાવીશ?'
મેં કહ્યું : “છે મારી પાસે ધન. જમીનમાં દાટેલાં રત્નો સુરક્ષિત છે. એક-એક રત્નો સુરક્ષિત છે. એક-એક રત્ન લાખ-લાખ રૂપિયાનું છે... આપણે રત્નો સાથે લઈને જઈશું.
અન્યની આંખો પહોળી થઈ ગઈ. મારાં રત્નો બચી ગયાં, એ વાત એને ના ગમી. છતાં તેણે મારી સાથે આવવાની હા પાડી. હા પાડવામાં પણ તેની ચાલ હતી. તેના હૃદયમાં ચન્દ્રકાન્તાના થયેલા અપહરણનું કે ઘરમાંથી લૂંટાયેલી સંપત્તિ અંગે જરાય દુ:ખ ન હતું.
થોડા દિવસો પસાર થયા.
નગરમાં સમાચાર આવ્યા કે “ભીલ સેનાપતિ એની પલ્લીમાં પહોંચી ગયો છે.” મેં જવાની તૈયારી કરી. રસ્તામાં ખાવા માટે ભાતું તૈયાર કરાવ્યું. એક થેલીમાં ભાતું ભર્યું અને બીજી થેલીમાં રત્ન ભર્યા. બંને થેલી સમાન રૂપની અને સમાન ઘાટની હતી.
અધન્યની સાથે રવાના થયો. એક થેલી એને આપી, બીજી થેલી મેં ઉપાડી.
ભાતાની થેલી ભારે હતી, રત્નોની થેલીમાં વજન ઓછું હતું. વારાફરતી અમે થેલી બદલતા અને ચાલતા જતા હતા.
છે મારા મનમાં ચંન્દ્રકાન્તાને મુક્ત કરવાના વિચારો ચાલતા હતા.
* અધન્યના મનમાં રત્નોની થેલી પચાવી પાડવાનો વિચાર ચાલતા હતા પણ મને એના પર વિશ્વાસ હતો, એટલે જ એને મેં સાથે લીધો હતો.
મેં અધન્યને કહ્યું : “મિત્ર આપણે ભીલોના ગામમાં જઈએ છીએ. ખૂબ સાવધાન રહેવું પડશે. એવું ના બને કે રત્નો તે લઈ લે અને ચન્દ્રકાન્તા સોંપે નહીં..' ૪૨
ભાગ-૧ ૪ ભવ બીજો
For Private And Personal Use Only
Page #261
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધન્ટે કહ્યું : “રત્નોની ચિંતા તું ના કરીશ. એ થેલી તું મને આપી રાખજે.... ચન્દ્રકાન્તા આપણને મળે, પછી જ ભીલ-સરદારને રત્નો આપવાનાં. એ પણ બધાં રત્નો નહીં આપવાનાં. બહુ બહુ તો બે-ત્રણ આપવાનાં.. થેલી દેખાડવાની જ નહીં... તું ચિંતા ના કરીશ. હું એ કામ પતાવીશ.”
આવી-આવી વાતો કરતા જતા હતા અને ચાલ્યા જતા હતા. અધન્ય રસ્તાની બંને બાજુ કંઈ જોત-જોતો ચાલતો હતો. મને લાગ્યું કે એ કંઈ શોધે છે. મેં પૂછ્યું :
અધન્ય, જંગલમાં શું જુએ છે?'
જો ને, સંધ્યા થઈ ગઈ છે. રાત ઊતરી આવશે. આપણે કોઈ સરક્ષિત જગાએ રાતવાસો કરવો પડશે ને? એટલે જગા શોધું છું... કોઈ ઝૂંપડું મળી જાય... તો શાન્તિથી રાત પસાર કરી શકાય.'
મને એની વાત ઉચિત લાગી. હું પણ એ રીતે માર્ગની બંને બાજુ જોતો ચાલ્યો. ઘણા સમયથી ભાતાની થેલી અધન્યના હાથમાં હતી, રત્નોની થેલી મારા હાથમાં હતી. હાથ બદલો કરાવવા મેં રત્નોની થેલી એના હાથમાં આપી અને ભાતાની થેલી મેં ઉપાડી.
એને ખબર હતી કે મેં રત્નોની થેલી એને આપી છે. તે રાજી થયો. પણ પછી એ વધુ અસ્વસ્થ જણાયો. મેં પૂછયું : કેમ તને થાક લાગ્યો છે?'
ના, ના, થાક નથી લાગ્યો. પરંતુ તરસ લાગી છે. જો આટલામાં કોઈ કૂવો મળી આવે તો સારું. દોરી અને લોટો તો આપણી પાસે છે જ.” અધન્યના ખભે દોરી લોટો લટકતો હતો.
હું પણ જોઉં છું.... કૂવો મળી જાય તો પાણી કાઢીને તને પિવરાવું..'
અમે ચાલતા રહ્યા. દૂર એક ગામ દેખાતું હતું... ગામના દીવા દેખાતા હતા... મને લાગ્યું કે આ ગામની સીમપ્રદેશ છે એટલે કૂવો હોવો જોઈએ.
ત્યાં તો અધન્ય બોલી ઊઠ્યો : “જુઓ... ડાબી બાજુ કૂવો દેખાય છે..' મેં જોયું. હું ત્યાં જઈને જોઉં કે કુવામાં પાણી છે કે કેમ? હું કૂવાના કાંઠે પહોંચ્યો. અધન્ય મારી પાછળ આવ્યો.
જેવો હું કુવામાં પાણી જોવા નીચે નમ્યો... કે અન્ય મને કૂવામાં ધક્કો મારી દીધો.
એક
એક
શ્રી સમરાદિત્ય મહાકથા
૨૪3
For Private And Personal Use Only
Page #262
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
39
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કૂવા બહુ ઊંડો ન હતો, પહોળો હતો, કૂવામાં પાણી હતું. કૂવો વપરાતો હોય, એમ મને લાગ્યું. પરંતુ કૂવાની ભીંતો બાંધેલી ન હતી. એટલે અંદર પાણીના મારથી બખોલો પડી ગઈ હતી. ક્યાંક ભીંતોમાં ઘાસ ઊગેલું હતું. કૂવાની પાળ ઈંટોથી બાંધેલી હતી. એટલે પાણી કાઢનારને કૂવામાં ધસી પડવાનો ભય ના ૨હે.
હું કૂવામાં પડ્યો કે સીધો જ પાણીમાં પડ્યો. મોટો ધબાકો થયો... ધબાકો થતાં જ મેં 'નમો અરિહંતાf’ નો ગભરાટ ભરેલો અવાજ સાંભળ્યો. મને લાગ્યું કે આ અવાજ માર્ગો પરિચિત છે... મને મારી પત્ની ચન્દ્રકાન્તાના જેવો અવાજ લાગ્યો.
પાણીમાં હું તરતો હતો. મને તરતાં આવડતું હતું. અવાજની દિશામાં મેં જવાબ આપ્યો. કૂવામાં અંધારું હતું એટલે બધું સ્પષ્ટ તો દેખાતું ન હતું.
‘જિન શાસનના આરાધકને અભય છે! અભય છે!’
સામેની ભીંતમાં પડેલી બખોલમાંથી જવાબ આવ્યો : ‘અરે સ્વામીનાથ, તમે છો? અહીં આવો... સામે તરતા આવો... હું આ ભીંતની બખોલમાં છું... હું તમારી પ્રિયા ચન્દ્રકાન્તા છું...’
હું તરત જ તરીને એ બખોલ પાસે પહોંચ્યો, એણે મારો એક હાથ પકડચો. બીજો હાથ મેં બખોલના આગળના ભાગ ઉપર ટેકવ્યો અને હું બખોલમાં ચઢી ગયો. અંધારામાં અમે એકબીજાને અસ્પષ્ટપણે જોઈ શકતાં હતાં, જેવો હું બખોલમાં દાખલ થયો. હું બેસી ગયો. ઊભા રહેવાય એવું તો હતું જ નહીં. ચંદ્રકાન્તા મને વળગી પડી અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.
મેં એને પૂછ્યું : ‘રો નહીં ચન્દ્રા, બધાં સુખ-દુઃખ આપણાં કર્મોને આધીન હોય છે. પણ મને તું કહે કે તું આ કૂવામાં કેવી રીતે પડી? મારી વાત હું તને પછી કહું છું.'
એનું રોવાનું બંધ થયું. એણે પોતાના કોરા વસ્ત્રથી મારું ભીનું શરીર લૂછ્યું. અને આપવીતી કહેવાની શરૂ કરી.
તમે સહુ રજતપુર ગયા... મધ્યાહ્ન કાળ પછી સેંકડો શસ્ત્રધારી ભીલો આપણા નગર પર ધસી આવ્યા. તેમણે લૂંટ-ફાટ ચાલુ કરી. જેમણે તેમનો સામનો કર્યો તેમને માર્યા. તેમનાં ઘર સળગાવ્યાં, મને લાગતું જ હતું કે તેઓ આપણી હવેલી લૂંટવા આવશે. તેઓ આવ્યા. મેં તેમને સોનું... ચાંદી અને મારાં ઘરેણાંનો ડબ્બો આપી દીધો. તેઓ એ બધું લઈને ગયા... મને હાશ થઈ. પૈસા જાય તો ભલે જાય, મારું શીલ તો અખંડ રહ્યું! પરંતુ એકાદ ઘટિકા પછી બે ભીલ આવ્યા. મને કહ્યું : ‘ચાલ, ઘોડા ઉપર બેસી જા. અમે તને અમારા ગામ લઈ જઈશું.' હું રોવા લાગી. મેં
૪૪
ભાગ-૧ ૪ ભવ બીજો
For Private And Personal Use Only
Page #263
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કહ્યું : ‘તમારે મારી આખી હવેલી ઉપાડી જવી હોય તો ઉપાડી જાઓ, પણ મને ના લઈ જાઓ... અને હું કોઈપણ ભોગે તમારી સાથે નહીં આવું..”
ત્યારે સરદાર જેવા લાગતા ભીલે કહ્યું : “અરે સ્ત્રી, તું જિદ્દ ના કર. અમે તને લઈ જઈશું. પરંતુ તારો શીલભંગ નહીં કરીએ. તારા શરીરને નહીં અડીએ... તારો પતિ આવીને તેને છોડાવી જશે... એટલે તને છોડી દઈશું. અમે તારા બદલામાં પૈસા તારા પતિ પાસેથી લઈશું...”
મેં કહ્યું : “સોનું... ચાંદી ઘરેણાં વગેરે બધી જ સંપત્તિ મેં તમને આપી દીધી છે. હવે મારા પતિ મને છોડાવવા પૈસા ક્યાંથી આપશે?”
‘એ કંઈ પણ અમે ના જાણીએ. ગમે ત્યાંથી લાવે પૈસા, જો એને એની પત્ની જોઈતી હશે તો.' એ ભીલ મારી નજીક આવ્યો. મને લાગ્યું કે જો હું સીધી રીતે નહીં માનું તો એ મને ઉપાડીને ઘોડા પર નાંખશે અને દોરડાથી બાંધશે.” એટલે હું પોતે જ એના ઘોડા પાસે ગઈ અને ઘોડા ઉપર બેસી ગઈ. એ મારી આગળ ઘોડા ઉપર બેઠો અને ઘોડો દોડાવી મૂક્યો. તેણે માર્ગમાં પોતાના સાથીદારને બૂમો પાડીને કહ્યું : “લૂંટેલો માલ લઈને તરત જ નગરમાંથી બહાર નીકળી જાઓ... બધા મારી પાછળ આવો...'
અમે નગરની બહાર આવ્યાં. જલદી જલદી ભીલોનાં ટોળાં આવવા લાગ્યાં. દરેકના માથા પર લૂંટેલા માલનું એક-એક પોટલું હતું. દરેકના હાથમાં ભાલા હતા. ખભે તીર-કામઠાં હતાં.
કેટલાક ભીલો ઘોડાઓ ઉપર હતા, કેટલાક દોડી રહ્યા હતા. અમે રાત્રિના સમયે આ કૂવાની પાસે.... થોડે દૂર પડાવ નાંખ્યો. સપાટ મેદાન હતું. ભીલોના સરદારે મને એક ગોદડી આપીને કહ્યું : “અહીં મારી પાસે, થોડે દૂર સૂઈ જા, તને કોઈ હેરાન નહીં કરે.' હું ગોદડી લઈ થોડે દૂર જઈને સૂઈ ગઈ. પણ ઊંઘ શાની આવે? ભીલો ઉપર વિશ્વાસ કેવી રીતે રખાય? હું જાગતી જ પડી હતી. ત્યાં સરદારે પોતાના સાથીઓને કહ્યું : “આપણી ચારે બાજુ ચોકી ગોઠવી દો, અને પાછલી રાતે આપણે અહીંથી નીકળી જવાનું છે.”
મારા મનમાં વિચાર આવ્યો કે કોઈપણ યુક્તિ કરીને મારે અહીંથી ભાગી છૂટવું જોઈએ. આ ભીલ સરદાર અત્યારે તો સારો લાગે છે. પણ એ કપટ કરતો હોય તો? એના ઘરમાં લઈ જઈને... પછી બલાત્કાર કરવા આવે તો? મારે તો આપઘાત જ કરવો પડે... અને જો હું તે રીતે મરી જાઉં.... તો તમારું શું થાય? આખા રસ્તે મને તમારા જ વિચારો આવ્યા કર્યા હતા. રજતપુરથી આવ્યા પછી જ્યારે તમે મને ઘરમાં નહીં જોઈ હોય ત્યારે તમારી કેવી કરુણ સ્થિતિ...' બોલતાં બોલતાં એ રડી પડી... મારા ખોળામાં મસ્તક મૂકી. ડૂસકાં ભરવા લાગી. શ્રી સમરાદિત્ય મહાકથા
ર૪૫
For Private And Personal Use Only
Page #264
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેં પૂછ્યું : “પછી તેં શું કર્યું?” એના માથે હાથ ફેરવી એને મેં સ્વસ્થ કરી.
રાત્રિના છેલ્લા પ્રહરની શરૂઆત હતી. બધા ભીલો જાગી ગયા હતા અને કોલાહલ કરી રહ્યા હતા. કોઈ લઘુનીતિ કરવા જતા હતા, કોઈ વડીનીતિ કરવા જતા હતા. કોઈ પોતપોતાના ઘોડાઓને તૈયાર કરતા હતા. મેં મારી આસપાસ જોયું.. મારા તરફ કોઈનું ધ્યાન ન હતું. એટલે હું ધીરેથી ઊઠી. પેલા ગોદડી મારા શરીરે લપેટી લીધી... જેથી હું સ્ત્રી ના લાગે!
હું આ કૂવા પાસે આવી. મેં વિચાર્યું કે ચાર દિશામાં કે ચાર વિદિશામાં હું ગમે ત્યાં જઈશ, આ ભીલો મને શોધી કાઢશે... અને મારું શીલ લૂંટાશે. માટે આ કુવામાં જ કૂદી પડે! ભલે મોત આવે તો મોત.'
શ્રી નવકાર મંત્રનું સ્મરણ કરી હું આ કૂવામાં કૂદી પડી. પાણીમાં પડી... એકાદ કલાક તરતી રહી.. અજવાળું થયું એટલે આ બખોલ દેખાણી. બખોલમાં ચઢી ગઈ... બસ, ત્યારની અહીં છું!”
પેલા ભીલો તને શોધવા આ કૂવા તરફ નહીં આવેલા?' “આવેલા, પણ કૂવામાં ના જોયું... કદાચ જોવત, તો અંધારામાં મને ના જોઈ શકત.'
મેં કહ્યું : તો આટલા દિવસોથી તેં ખાધું નહીં હોય? ભૂખ રહી આટલા દિવસ? લે, મારી પાસે ભાતું છે! મેં ભાતાની થેલી હાથમાં પકડી જ રાખી હતી. તેણે કહ્યું :
સ્વામીનાથ, આપણે રાત્રિભોજનનો ત્યાગ છે. સવારે ભાતું ખાઈશું. હવે તમે કહો.... તમે આ કુવામાં કેવી રીતે આવ્યા?
મેં એને અથથી ઇતિ સુધીની બધી વાત કરી.
તેણે કહ્યું : અધન્ય બહુ જ ખોટું કામ કર્યું. રત્નોની લાલચથી એણે તમને દગો દીધો.... કુવામાં ધક્કો માર્યો.. “કેવો દુષ્ટ કહેવાય એ? એ તો આપના પુણ્યકર્મ આપને બચાવી લીધા... કુવામાં પાણી હતું એટલે બચી ગયા. કૂવામાં પથરા પડેલા હોત તો?'
ફવામાં જો અધન્ય મને ધક્કો ના માર્યો હોત તો તું મને મળતા ખરી? અમે ભીલોના ગામે જાત.. ધક્કો જ પડત ને? અને કદાચ ભીલોને ખબર પડી જાત કે આ શ્રેષ્ઠીપુત્ર પાસે રત્નોની ભરેલી થેલી છે...' તો લૂંટી લેત ને? તું મળતું નહીં અને રત્નો લૂંટાઈ જાત! આપણે બંને બાજુથી રખડી પડત ને?”
“પ્રિયે, હું તો અધન્યનો ઉપકાર માનું છું. એણે જ તારી સાથે મિલન કરાવી આપ્યું... ભલે એ રત્નો લઈ ગયો. ફરીથી કમાઈ લઈશ. મને તો તું મળી ગઈ... એટલે બધું જ મળી ગયું! રત્નો ગયાનું કોઈ દુઃખ નથી, અધન્ય ઉપર કોઈ રોષ નથી. આમેય એ જન્મથી જ કપટ-પ્રકૃતિનો છે. હું એના ગુણ-દોષ જાણું છું. મને એના ઉપર ક્યારેય રોષ નથી લાગતો.”
ભાગ-૧ ૪ ભવ બીજો
૨૪૬
For Private And Personal Use Only
Page #265
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચન્દ્રકાન્તાએ કહ્યું : “નાથ, એ જ આપની યોગ્યતા છે. આપનો આત્મા મુક્તિની નિકટ છે.. નહીંતર અપરાધીના પ્રત્યે રોષ આવે જ! એને સજા કરવાની ઇચ્છા થાય જ. ખરે, આ વાત તો હું પહેલેથી જ જાણું છું. હવે આપણે તો એટલું જ વિચારવાનું છે કે આ કૂવામાંથી આપણે બહાર કેવી રીતે નીકળીશું!'
‘દેવી, જે પુણકર્મે આપણું મિલન કરાવી આપ્યું. અણધાર્યું અને અણચિંતવ્યું! એ જ પુણ્યકર્મ આપણને અહીંથી બહાર કાઢશે. આપણો પુરુષાર્થ અહીં કામ લાગે એમ નથી...
અમારી વાતો ચાલતી હતી. અને સૂર્યનાં કિરણો કૂવાની ભીંત ઉપર દેખાયાં. મેં ચન્દ્રકાન્તાને કહ્યું : “દેવી, સૂર્યોદય થઈ ગયો છે, હવે તું આ ભાતું ખાઈ લે.' મેં થેલી ખોલીને ભાતું બહાર કાઢ્યું. પાંચ દિવસ ચાલે એટલું ભાતું મેં સાથે લીધું હતું.
ચન્દ્રકાન્તાએ મને કહ્યું : “આપના ખાધા પહેલાં હું કેવી રીતે ખાઉં? આપને ખવડાવીને પછી હું ખાઈશ.”
મેં કહ્યું : “મને ભૂખ લાગશે ત્યારે ખાઈશ. મેં તો ગઈકાલે પેટ ભરીને ખાધું છે.” પરંતુ ચન્દ્રાએ ખૂબ આગ્રહ કર્યો, એટલે અમે બંનેએ સાથે ભોજન કર્યું અને કૂવાનું પાણી પીધું.
મેં કહ્યું : “પાંચ દિવસ સુધી તો આ ભાતું ચાલશે. ત્યાં સુધીમાં કોઈ આપણને કૂવામાંથી કાઢનાર આવી જશે!” ધીરે ધીરે માટી ખોતરીને બખોલને મોટી કરવા માંડી. ત્યાં બીજુ તો કોઈ કામ હતું નહીં.... અમે ભૂતકાળ અને ભવિષ્યકાળની વાતો કરતાં રહેતાં હતાં.. થાકી જઈએ એટલે સૂઈ જતાં હતાં.
પાંચ દિવસ પસાર થઈ ગયા. ભાતું પતી ગયું. કૂવામાંથી અમને બહાર કાઢનાર આવ્યું નહીં. નજીકના રસ્તા ઉપરથી કોઈ મુસાફરના પગલાં પણ સંભળાયાં નહીં...
છઠ્ઠા દિવસે અમારે ઉપવાસ થયો. સાતમા દિવસે પણ ઉપવાસ થયો.
મેં ચન્દ્રાને કહ્યું : “હવે મારાથી ભૂખનું દુઃખ સહન થતું નથી. મને મૃત્યુ નિકટ લાગે છે... ખેર, મને મૃત્યુનો ભય નથી પરંતુ સાધુધર્મનું પાલન કર્યા વિના આ માનવજીવન વ્યર્થ પૂરું થઈ જશે, એનું મને દુઃખ છે.'
ચંદ્રકાન્તાની આંખો ભીની થઈ... ત્યાં જ મારી જમણી આંખ સ્કુરાયમાન થવા લાગી. મારા મુખ પર પ્રસન્નતા ફરી વળી. મેં કહ્યું : “દેવી, મારી જમણી આંખ ખૂબ સ્કુરાયમાન થઈ રહી છે.” તેણે કહ્યું : “નાથ, મારી ડાબી આંખ સ્કુરાયમાન થઈ રહી છે.'
મેં કહ્યું : “આ આપણી શુભની નિશાની છે... જરૂર આજ-કાલમાં આપણો આ કૂવામાંથી ઉદ્ધાર થવો જોઈએ. કોઈ ને કોઈ દેવદૂત આવ્યો સમજવો!' ચન્દ્રકાન્તાને
શ્રી સમરાદિત્ય મહાકથા
ર૪૭
For Private And Personal Use Only
Page #266
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મારું ફલકથન સાચું લાગ્યું... અમે શ્રી નવકારમંત્રના સ્મરણમાં એક દિવસ અને એક રાત પસાર કરી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભાત થયું. કૂવાની પાસે માણસોનો વાર્તાલાપ થતો સંભળાયો. પાણી ભરવાનાં વાસણોનો ખડખડાટ સંભળાયો. અને થોડી જ વારમાં પાંચ-સાંત માણસો કૂવાની પાળ ઉપર દેખાયા. તેમણે કૂવામાં જોયું... અમે અમારી બખોલમાંથી હાથ ઊંચા કરીને ‘અમને જલદી બહાર કાઢો...' બૂમ પાડીને કહ્યું. આગંતુક માણસો અમને જોઈને આશ્ચર્ય પામ્યા. તેમણે બૂમ પાડીને કહ્યું : ‘હમણાં અમે આવીએ છીએ,’
તેઓ ગયા, થોડી વારમાં જ એમના માલિકને લઈને આવ્યા. તેમણે દોરડાથી બાંધેલી માંચી કૂવામાં ઉતારી. મેં માંચીને પકડી લીધી અને હું બેસી ગયો. ઉપરથી દોરડું ખેંચાયું... હું કૂવાના કાંઠે પહોંચી ગયો... ફરીથી માંચી નીચે ઉતારી... તેમાં ચન્દ્રકાન્તા બેસી ગઈ. તેને બહાર કાઢવામાં આવી.
અમને બહાર કાઢવામાં પુરુષ કે જે મોટા શ્રેષ્ઠી જેવો લાગતો હતો, તેણે મને ઓળખી લીધો... મારા દેદાર તો જોવા જેવા થઈ ગયા હતા... તેણે મને પૂછ્યું : અરે, ચંદ્રસાર, તમે કૂવામાં કેવી રીતે પડી ગયા? અને આ સ્ત્રી...’
‘એ મારી પત્ની ચન્દ્રકાન્તા છે!' મેં કહ્યું.
અમને કૂવામાંથી કાઢનાર અમારા જ નગરનો નંદીવર્ધન નામનો શ્રેષ્ઠી હતો. તેઓ તેમના સાર્થ સાથે રત્નપુર જઈ રહ્યા હતા. તેમના સાર્થમાં બસોથી વધારે સ્ત્રીપુરુષો હતા. અનેક અશ્વો હતા. માલ-સામાનની હજારો પોઠ હતી.
નંદીવર્ધન અમને બંનેને એના પડાવ પર લઈ ગયો. અમને બંનેને નવાં સુંદર વસ્ત્રો આપ્યાં... અને એની સાથે અમને ભોજન કરવા બેસાડ્યાં. મેં એને કહ્યું ‘નંદીવર્ધન, તેં અમને બંનેને નવું જીવન આપ્યું છે. તારો ઉપકાર જીવનપર્યંત નહીં ભૂલી શકું,’
:
તેણે કહ્યું : 'આ તો તમે બંને હતાં, મારા નગરના પ્રતિષ્ઠિત શ્રેષ્ઠી! પરંતુ બીજા કોઈ અજાણ્યા લોકો હોય, તો પણ તેમનાં દુઃખમાં સહાય કરવી જોઈએ... પણ હે શ્રેષ્ઠીપુત્ર, તમે આ કૂવામાં કેવી રીતે પડ્યા?’ મેં એને સર્વ વૃત્તાન્ત કહી સંભળાવ્યો. તેને ઘણું આશ્ચર્ય થયું... અને દુ:ખ પણ થયું.
ચન્દ્રકાન્તાનું સાહસ જાણીને એણે ચન્દ્રકાન્તાને ખૂબ ખૂબ ધન્યવાદ આપ્યા. * અધન્યે કરેલા વિશ્વાસઘાતથી એણે દુઃખ વ્યક્ત કર્યું. તેણે અમને કહ્યું : ‘તમે અમારી સાથે જ રત્નપુર ચાલો...'
અમે સાર્થની સાથે પ્રયાણ કર્યું.
૨૪૮
જે રસ્તેથી હું અને અધન્ય ચાલ્યા આવ્યા હતા, એ જ રસ્તેથી અમે જઈ રહ્યા હતા, એટલે મારા મનમાં અધન્યના વિચારો શરૂ થયા.
For Private And Personal Use Only
ભાગ-૧ ‰ ભવ બીજો
Page #267
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘રત્નોની થેલી લઈને એ જરૂર રત્નપુર ગયો હશે. એને કલ્પના પણ નહીં હોય કે હું જીવતો રહ્યો છું! મને ચન્દ્રકાન્તા મળી ગઈ છે! જ્યારે એ મને રત્નપુરમાં જોશે ત્યારે... એની કેવી દશા થશે? પરંતુ હું તો એનો ઉપકાર જ માનીશ! તેં મને કૂવામાં ધક્કો માર્યો... તો મને ચન્દ્રકાન્તા મળી! તારો ઘણો ઉપકાર માનું છું....
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવા-આવા વિચારો કરતો ચાલ્યો જતો હતો... ત્યાં રસ્તાની ડાબી બાજુ મેં મારી રત્નોની થેલી પડેલી જોઈ... મેં જઈને થેલી મારા હાથમાં લીધી. પછી આસપાસ જોયું તો અધન્યનું હાડપિંજર પડેલું જોયું. એને એક ભયંકર સિંહે ફાડી ખાધો હતો.
તરત મેં ચન્દ્રકાન્તાને બોલાવીને અધન્યનું હાડપિંજર બતાવ્યું. રત્નોની થેલી બતાવી... ચન્દ્રકાન્તાના મુખમાંથી ચીસ નીકળી પડી. શ્રેષ્ઠીપુત્ર નંદીવર્ધન વગેરે પણ ત્યાં આવી ચઢ્યા...! વિગત જાણી, નંદીવર્ધન બોલ્યો : ‘ચન્દ્રસાર, ભલા અને બુરાનો બદલો આ જન્મમાં જ મળે છે... ને?'
અમે રત્નપુર પહોંચ્યાં.
અધન્યના કરુણાજનક મૃત્યુથી મારું મન અત્યંત વિરક્ત બન્યું હતું. મેં ચન્દ્રકાન્તાને કહ્યું : આ ભવસંસાર જ આવા કટુ વિપાકવાળો છે. આ રત્નોના લોભે અધન્યને ભાન ભુલાવ્યું... તે રાતોરાત ભાગ્યો હશે... સિંહ એનો કોળિયો કરી ગયો... દુર્ગતિમાં ચાલ્યો ગયો હશે...
દેવી, મારી ઇચ્છા સંસારવાસ ત્યજી સાધુધર્મ સ્વીકારવાની થઈ છે. હવે હું ગૃહવાસમાં નહીં રહી શકું...
ચન્દ્રકાન્તાએ કહ્યું : ‘નાથ, આપનો મનોરથ શ્રેષ્ઠ છે. આપના હ્રદયમાં સાધુધર્મ વસેલો જ હતો... અને આપણને નવું જીવન મળી ગયું. નાથ, આપની સાથે હું પણ ચારિત્રધર્મ અંગીકાર કરીશ. આપના વિના મારે ગૃહવાસમાં કોના માટે રહેવાનું?’
‘દેવી તારો નિર્ણય પ્રશસ્ત છે. આ રત્નો વગેરે સંપત્તિ ગરીબોને વહેંચી દઈએ, ધર્મકાર્યોમાં વાપરી નાંખીએ... અને ગુરુદેવ શ્રી વિજયવર્ધન પાસે જઈને સાધુધર્મ અંગીકાર કરી લઈએ.'
શ્રી સમરાદિત્ય મહાકથા
અમે અમારી બધી જ સંપત્તિનો સદુપયોગ કરી નાંખ્યો. ગુરુદેવશ્રી ક્યાં બિરાજે છે, એ જાણી લીધું, અને અમે બંને એમનાં ચરણોમાં પહોંચી ગયાં.
* અમે બંનેએ વિધિપૂર્વક સાધુધર્મ સ્વીકાર્યો. વિધિપૂર્વક પાલન કર્યું, આયુષ્ય પૂર્ણ થયું. * ‘મહાશુક્ર' નામના દેવલોકમાં અમો દેવદેવી થયાં.
* અન્ય મરીને ‘વાલુકાપ્રભા’ નરકમાં નારકી થયો.
For Private And Personal Use Only
28€
Page #268
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫ ૩૨ થી
મહાક' નામના દેવલોકમાં સોળ સાગરોપમ-કાળ સુધી દિવ્ય સુખનો ઉપભોગ કર્યો. આયુષ્ય પૂર્ણ થયું. મારો જન્મ, જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં થયો!
રથવીરપુરમાં નંદીવર્ધન નામના સગૃહસ્થ રહેતા હતા. તેમનાં પત્નીનું નામ સુરસુંદરી હતું. હું સુરસુંદરીના પેટે આવ્યો. મારાં માતા-પિતા અત્યંત હર્ષિત થયાં. મારો યોગ્ય કાળે જન્મ થયો. મારા પિતાજીએ પુત્રજન્મનો ઉત્સવ કર્યો. મારું નામ અનંગદેવ પાડવામાં આવ્યું.
પેલો અધન્ય! “વાલુકાપ્રભા' નામની નરકમાં તેણે સાત સાગરોપમનાં ઘોર દુઃખો સહન કર્યો. તે પછી તે વિધ્યપર્વતમાં સિંહ થયો. મરીને પુનઃ એ જ વાલુકાપ્રભામાં ગયો. ફરીથી સાત સાગરોપમ સુધી નરકનાં ભીષણ દુઃખ સહ્યાં. ત્યાંથી નીકળીને તિર્યંચગતિમાં અસંખ્ય વર્ષો સુધી અનેક જન્મમરણ ક્યાં.
જ્યારે મારો જન્મ રથવીરપુરમાં થયો ત્યારે એનો જન્મ પણ રથવીરપુરમાં થયો. સોમ શ્રેષ્ઠી અને તેમની નંદીમતી નામની પત્નીનો પુત્ર થયો. તેનું નામ ધનદેવ પાડવામાં આવ્યું.
અમારા બંને વચ્ચે મૈત્રી બંધાઈ.. મારી મૈત્રી નિષ્કપટ હૃદયની હતી. * ધનદેવની મૈત્રી કપટથી ભરેલી હતી.
અનેક જન્મોની પરંપરામાં જેમ બનતું આવ્યું હતું, તે જ મુજબ આ ભવમાં પણ બન્યું. હું એને શત્રુ લાગતો રહ્યો, એ મને મિત્ર લાગતો રહ્યો! મારા કર્મો મને આવા જ મિત્ર આપતાં રહ્યાં... બીજી બાજુ મને સદગુરુનો સંયોગ પણ કરાવતાં રહ્યાં! મને સદૂગુરુનો યોગ ફળતો રહ્યો. આત્મકલ્યાણનો પુરુષાર્થ કરવાનો અવસર મળતો રહ્યો.
હું અને ધનદેવ, એક દિવસ પ્રભાત સમયે નગરની બહાર ફરવા માટે ગયા હતા. નગરથી દૂર ગયા... ત્યાં એક વિશાળ સાધુવંદને અમારા નગર તરફ આવતું જોયું. અમે ઊભા રહી ગયા. જ્યારે તેઓ નજીક આવ્યા ત્યારે અમે એમને પ્રણામ કર્યા. - આચાર્યશ્રી દેવસેન શિધ્યપરિવાર સાથે આવ્યા હતા. અમે બંને મિત્રો એમની સાથે જ નગર બહારના ઉદ્યાનમાં આવ્યા. ત્યાં આચાર્યશ્રીને સ્થિરતા કરવાની હતી. મેં આચાર્યદેવને વિનંતી કરી. “નગરમાં મારા ઘરે ભિક્ષા માટે સાધુઓને મોકલવા કૃપા કરો.' આચાર્યદેવે કહ્યું : “યોગ્ય સમયે સાધુઓ ભિક્ષા માટે નગરમાં આવશે.”
ભાગ-૧ * ભવ બીજો
For Private And Personal Use Only
Page #269
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમે બે મિત્રો નગરમાં આવ્યા. સાધુઓનાં દર્શનથી મને ખૂબ આનંદ થયો, જ્યારે ધનદેવને કંટાળો આવ્યો. એને સાધુઓ ગમતા જ ન હતા. મેં એને કહ્યું : 'ધનદેવ, આપણે પ્રતિદિન આચાર્યશ્રીનાં દર્શન-વંદન માટે અને તેમનો ધર્મોપદેશ સાંભળવા ઉદ્યાનમાં જઈશું.
તેણે કહ્યું : 'તારે જેવું હોય તો જજે. હું નહીં આવું. મને ધર્મની વાતો ગમતી નથી.' હું જાણતો જ હતો કે એને નથી ગમતા પરમાત્મા, નથી ગમતા ગુરુજનો કે નથી ગમતો ધર્મ... તેથી જ મેં એને મારી સાથે રોજ ગુરુદેવ પાસે આવવા કહ્યું... જો એ આવે, ઉપદેશ સાંભળે... અને ધર્મ એને ગમે, તો એના આત્માનું કલ્યાણ થાય! પરંતુ મારી ભાવના ફળી નહીં.
હું રોજ ઉધાનમાં જતો હતો. બે-ત્રણ કલાક ત્યાં પસાર કરતો હતો... મને ધન કમાવાની ચિંતા ન હતી, કારણ કે મારા પિતાજી પાસે કરોડો સોનામહોરોની સંપત્તિ હતી. પરંતુ યુવાન પુત્ર અર્થપુરુષાર્થ ના કરે, એ માતા-પિતાને ગમતું નથી. એક દિવસ મા૨ા પિતાએ મને કહ્યું :
‘વત્સ, તારે આપણા વેપારમાં થોડું ધ્યાન આપવું જોઈએ, તારા જેવો બુદ્ધિશાળી પુત્ર અર્ધપુરુષાર્થ ના કરે, એ દુનિયામાં શોભાસ્પદ ના કહેવાય.’
હું મૌન રહ્યો. કોઈ પ્રત્યુત્તર ના આપ્યો. તેમણે આગળ કહ્યું :
તું ધર્મ કરે છે, વ્રત-નિયમ પાળે છે, એ અમને ગમે છે, પરંતુ ગૃહસ્થ જીવનમાં એકલો ધર્મપુરુપાર્થ ના ચાલે, અર્ધપુરુષાર્થ અને કામપુરુષાર્થ પણ યથાસ્થાને જોઈએ.'
મેં ગૃહસ્થધર્મનાં બાર વ્રતો ગુરુદેવ પાસે સમજીને સ્વીકાર્યાં હતાં. એટલે મારો આખો દિવસ ધર્મપ્રવૃત્તિમાં જ જતો હતો. પરંતુ પિતાજીની વાત મને ઉચિત લાગી. યુવાન પુત્રે બાપ કમાઈ ઉપર જીવવું ના જોઈએ. તેણે આપકમાઈ કરવી જોઈએ.
મેં ધનદેવને કહ્યું : ‘મિત્ર, તને ધર્મ નથી ગમતો, પરંતુ ધન તો ગમે છે ને ?' તેણે સ્વીકૃતિમાં માથું હલાવ્યું.
‘તો પછી આપણે ધન કમાવા માટે કોઈ સારી જગાએ જઈએ. દૂરના કોઈ પ્રદેશમાં જઈએ. આપણા પુરુષાર્થથી ખૂબ ધન કમાઈએ!'
ધનદેવે કહ્યું : ‘મિત્ર, તારે ધન કમાવા માટે દૂરના પ્રદેશમાં જવાની શી જરૂર છે? તારી પાસે તો અઢળક સંપત્તિ છે!'
‘છે, પરંતુ એ પિતૃસંપત્તિ છે... સ્વમાની અને પરાક્રમી પુત્રે સ્વયં સંપત્તિ ઉપાર્જન કરવી જોઈએ. અને આ વિચારથી હું એવા પ્રદેશમાં જવા ઇચ્છું છું કે જ્યાં સારી રીતે વેપાર કરીને ખૂબ ધન કમાઈ શકાય.
'તો પછી આપણે રત્નદ્વીપ ઉપર જવું જોઈએ.' ધનદેવે પોતાનો અભિપ્રાય આપ્યો.
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
૫૧
Page #270
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભલે, આપણે રત્નદીપ જઈએ. તૈયારી ચાલુ કર.' બંને મિત્રોએ રત્નદ્વીપ જવાની તૈયારીઓ કરી લીધી.
મેં મારા પિતાજીને કહ્યું હું ધન-પુરુષાર્થ કરવા રત્નદીપ જવા તત્પર છું. વિપુલ ધન કમાઈને જ પાછો આવીશ.'
મારા પિતા નંદીવર્ધન ભાવુક બની ગયા. તેમણે મને કહ્યું : “વત્સ, તારે રત્નદ્વીપ જવાની શી જરૂર છે? અહીં જ તું વેપાર કરી શકે છે. આપણો ધંધો ઘણો મોટો છે... તું એ ધંધો સંભાળી લે...'
મેં ના પાડી. રત્નદીપ જવાનો નિર્ણય જણાવી દીધો. પિતાજીએ મારો અતિ આગ્રહ જોઈને કહ્યું : “જો તારે રત્નદીપ જવું જ છે, તો તું આપણા બાહોશ અને અનુભવી મુનિમોને સાથે લઈ જા. એ તને વેપારમાં સહાય કરશે.
મેં કહ્યું : “મારે કોઈની જરૂર નથી. હું મારા પોતાના જ પુરુષાર્થથી અર્થોપાર્જન કરીશ, મારી સાથે ધનદેવ આવે છે. અમે બે મિત્રો સાથે જઈશું ને સાથે આવીશું.”
અમે બે મિત્રોએ, વેપાર માટે જરૂરી રત્નો અને ભોજનસામગ્રી સાથે પ્રયાણ
અમે સુખરૂપ રત્નદ્વીપ ઉપર પહોંચી ગયા. ત્યાં ધનદેવે મને કહ્યું: ‘અહીં આપણે સાથે વેપાર ન કરતાં, જુદા જુદા જ વેપાર કરીએ. તું કમાય એ તારું અને હું કમાઈ એ મારું, જેથી ભવિષ્યમાં આપણી વચ્ચે વિવાદ ના થાય.”
મેં માની લીધી એની વાત. જુદાં જુદાં નગરોમાં અમે વેપાર શરૂ કરી દીધો. હું જાણતો હતો કે ધનપ્રાપ્તિ મનુષ્યને પોતાના ભાગ્ય મુજબ જ થાય છે. પુરુષાર્થ યોગ્ય દિશામાં અને પરિમિત જ કરવો જોઈએ.”
મેં પોતાની ધર્મઆરાધના ચાલુ રાખી, અને વેપાર પણ ચાલુ કરી દીધો. ધીરે ધીરે વેપાર જામી ગયો. બે વર્ષમાં ખૂબ અર્થોપાર્જન કર્યું. મને વિચાર આવ્યો : “હવે મારે સ્વદેશ જવું જોઈએ જિંદગી સુધી ચાલે એટલું ધન મેં કમાઈ લીધું છે.” મેં ધનદેવને સમાચાર મોકલ્યા કે હવે આપણે સ્વદેશ જઈએ. એણે પણ સારું ધન કમાઈ લીધું હતું. અમે ભેગા થયા. અમે જે કમાયા હતા, તેનાં રત્નો ખરીદી લીધાં. જેથી માર્ગમાં સારી રીતે રત્નો સાચવી શકાય.
જ્યારે મેં રત્નો ખરીદ્યાં ત્યારે ધનદેવ હાજર હતો. એના કરતાં ખૂબ વધારે રત્નો મારી પાસે થયાં હતાં. એના ઇર્ષાળુ સ્વભાવ મુજબ એને મારી સંપત્તિની ઇર્ષા થવા
માંડી.
અમે રથવીરપુર તરફ પ્રયાણ કરી દીધું.
ભાગ-૧ જે ભવ બીજો
For Private And Personal Use Only
Page #271
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માર્ગમાં આવતાં ગામોની પાંથશાળાઓમાં અમે સંધ્યા સમયે મુકામ કરતા. પ્રભાતે ભોજનાદિ કૃત્યોથી પરવારીને આગળ વધતા. આ અમારી પદયાત્રાનો કાર્યક્રમ હતો. બહુ થાકી ગયા હોઈએ અને સારું ગામ હોય તો બે દિવસ પણ મુકામ કરતા.
ધનદેવને ભોજન બનાવતાં આવડતું હતું, એટલે એ ભોજન બનાવતો, હું બીજાં કાર્યો કરતો.
ક્રમશઃ પદયાત્રા કરતાં કરતાં અમે “સ્વસ્તિમતી' નામના ગામમાં પહોંચ્યા, ગામ સારું હતું. મેં ધનદેવને કહ્યું : આજે તો મનગમતું ભોજન બનાવજે. અહીં આપણે વધુ રોકાઈશું..”
જ્યારથી અમે નીકળ્યા હતા ત્યારથી ધનદેવના મનમાં લોભદશા જાગી ગઈ હતી. એને મારાં કમાવેલાં રત્નો પોતાનાં કરી લેવાં હતાં. એ જાત-જાતની યોજનાઓ બનાવતો, પણ એને સફળતા મળતી ન હતી. મને ક્યારેક એના પર હસવું આવતું.... તો ક્યારેક ભાવદયાથી મારું હૃદય ભરાઈ જતું.
ક્યારેક એણે મારાં રત્નો સંતાડી દીધાં... પણ એ ફાવ્યો નહીં. મેં રત્નો શોધી લીધાં!
ક્યારેક એણે મારાં રત્નો જમીનમાં દાટી દીધાં. પણ એની યોજના સફળ ના થઈ. મેં ખોદીને રત્નો કાઢી લીધાં!
છેવટે તેણે વિચાર કર્યો : “અનંગદેવને મારી નાંખું... તો જ એનાં રત્નો મને મળી શકે! પણ એને મારવો કેવી રીતે? મારા પર કલંક ના આવે અને એને મારી શકાય. એવો ઉપાય કરવો જોઈએ. લગભગ એક કરોડ સોનામહોરોની કિંમતનાં રત્નો છે, એ રત્નોને લઈ હું મારા નગરમાં જઈશ.... રોતો રોતો અનંગદેવના ઘેર જઈને એનાં માતા-પિતાને કહીશ... એક નદીના કિનારા પર અમે પાણી પીવા ગયેલાં, હું પાણી પીને આગળ ચાલ્યો. એ પાણી પીતો હતો. ત્યાં જ એક સિંહે એના પર તરાપ મારી અને એને ઉપાડીને જંગલમાં અદૃશ્ય થઈ ગયો. મેં દૂરથી આ દૃશ્ય જોયું. મને પણ શરીરે પસીનો આવી ગયો. ધ્રુજવા લાગ્યો. ન ત્યાંથી ખસાય.. ના દોડાય... છેવટે એક પ્રહર વીત્યા પછી હું આગળ વધ્યો...'
પછી હું આ રત્નોથી વેપાર કરીશ. ભવ્ય હવેલી બંધાવીશ. અનેક પ્રકારના રંગરાગ ને ભોગવિલાસ કરીશ! નગરનો શ્રેષ્ઠ શ્રીમંત કહેવાઈશ.”
જ્યારે મારા મનમાં બીજા જ મનોરથ જાગતા હતા. “હું આ સંપત્તિનો ઉપયોગ દીન-અનાથ લોકોના ઉદ્ધાર માટે કરીશ. સદાવ્રત ખોલીશ... સાધુપુરુષોને ભિક્ષા આપીશ. ભવ્ય જિનમંદિરોનું નિર્માણ કરીશ.. મારે આ સંપત્તિને શું કરવી છે? પિતાજીની સંપત્તિ પણ અઢળક છે...
વળી, મારે તો પરિગ્રહનું પરિમાણ છે. એટલે પરિમાણ કરતાં વધારે સંપત્તિ શ્રી સમરાદિત્ય મહાકથા
પ3
For Private And Personal Use Only
Page #272
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મારે રાખવાની જ નથી! ધનદેવને પણ થોડાં રત્નો આપીશ. એ રાજી થશે. મારી ખાતર એ પરદેશમાં આવ્યો... મારે એને રાજી કરવો જ જોઈએ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને, છેવટે તો સર્વ સંપત્તિનો ત્યાગ કરી, મારે સાધુધર્મ અંગીકાર કરવાનો છે. મનુષ્યજીવનની સફળતા સાધુધર્મના પાલનથી જ છે... સાધુધર્મ મોક્ષમાર્ગ છે. એના વિના મોક્ષ મળે જ નહીં.'
ધનદેવ સ્વસ્તિમતી. ગામમાં ગયો. ત્યાં એણે લાડવા બનાવ્યા, એક લાડવામાં એણે ઝેર ભેળવી દીધું. ‘આ લાડવો હું અનંગદેવને ખવડાવીશ... બસ, કામ પતી જશે... એ પરલોક જશે... હું રત્નો લઈને રથવીરપુર ભેગો થઈ જઈશ!'
ઝેરવાળો લાડવો એણે જુદો ના રાખ્યો. એના ઉપર નિશાની કરી. જુદો રાખે તો હું એને પૂછું ને કે ‘આ લાડવો જુદો કેમ રાખ્યો છે?‘ એટલે એણે જુદો ના રાખ્યો.
માર્ગમાં અને વિચારોની ઉત્તેજનામાં વ્યગ્ર બનેલો ધનદેવ... ઝેરયુક્ત લાડવાની નિશાની ભૂલી ગયો... એ મારી પાસે આવ્યો. એક થાળમાં લાડવા હતા, બીજા થાળમાં બે જાતના વ્યંજન હતાં... તે ગભરાયેલો હતો. મેં એને પૂછ્યું : ‘ધનદેવ, તું કેમ અસ્વસ્થ છે?’
એણે કહ્યું : ‘આજે હું, ખૂબ થાકી ગયો છું!'
મેં એને કહ્યું : આ લાડવા ખાઈશ એટલે થાક ઊતરી જશે. સરસ લાડવા બનાવ્યા છે તેં!’ એમ કહીને મેં જ એને એ લાડવો ખવરાવ્યો... કે જેમાં ઝેર હતું. એને આનાકાની તો કરી...' મને ભૂખ નથી... મારે ખાવું નથી... મારી તબિયત સારી નથી... મારું પેટ દુ:ખે છે...’
પરંતુ મેં ખૂબ જ આગ્રહ કરીને, એના મોઢામાં લાડવો ઠૂંસી દીધો! મને ક્યાં ખબર હતી કે મેં જે લાડવો એને ખવરાવ્યો, તેમાં ઝેર છે! મેં તો પ્રેમથી એને લાડવો ખવરાવ્યો હતો...
તેના શરીર ઉપર ઝેરની અસર થવા લાગી. એ આકુળ-વ્યાકુળ થઈ ગયો. જમીન પર આળોટવા લાગ્યો... હું ગભરાયો. ‘અરે, અચાનક આને શું થઈ ગયું?' મેં એના માથે હાથ મૂકીને પૂછ્યું : ‘ધનદેવ, તને શું થાય છે?' પણ એની વાણી હરાઈ ગઈ હતી. જીભ ખેંચાઈ ગઈ હતી. ઝેર અતિ ઉગ્ર હતું... હું કર્તવ્યમૂઢ થઈને એની પાસે બેસી રહ્યો... અને એનું ત્યાં જ મૃત્યુ થઈ ગયું.
હું સમજી ના શક્યો કે એ શા કારણે મરી ગયો. એને કોઈ રોગ ન હતો... સા-સારો હતો... ને અચાનક બે-ચાર ક્ષણમાં જ મરી ગયો...?
૫૪
અમારી પાંથશાળામાં બીજા પણ યાત્રિકો હતા. મેં એમને વાત કરી. સર્વ વૃત્તાન્ત જણાવ્યો. અમે સહુએ ભેગા થઈ મૃતદેહનો અગ્નિસંસ્કાર કર્યો.
For Private And Personal Use Only
ભાગ-૧ " ભવ બીજો
Page #273
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હૃદયમાં દુઃખ, વેદના અને વલોપાત લઈને હું આગળ વધ્યો. એનાં-: . રત્નો મેં મારી સાથે લીધાં હતાં, “ગામમાં પહોંચીને એના પિતાને એનાં રત્નો આપી દઈશ અને બધી વાત વિગતે કરીશ.” એમ વિચારીને... હું ચાલતો હતો. થોડા દિવસોમાં હું રથવીરપુર પહોંચી ગયો.
હું મારા ઘરે પહેલાં ના ગયો. ધનદેવના ઘરે ગયો. તેના પિતા સોમ શ્રેષ્ઠીને ધનદેવના મૃત્યુની વાત કરી. ખૂબ દુખ વ્યક્ત કર્યું. ધનદેવનાં રત્નો સોમ શ્રેષ્ઠીને આપ્યાં, ઉપરાંત પાંચ મારાં રત્નો પણ એમને આપ્યાં.
હું મારા ઘરે આવ્યો.
મારા માતા-પિતા ખૂબ રાજી થયા. મેં મારાં બધાં રત્નો પિતાજીને આપી દીધાં.. મારું મન ખૂબ જ વિરક્ત બની ગયું હતું. મને લાગ્યું કે હવે હું ઘરવાસમાં નહી રહી શકે. ધનદેવના આકસ્મિક મૃત્યુએ મને જાગ્રત કરી દીધો હતો. “મૃત્યુ ગમે ત્યાં અને ગમે ત્યારે આવી શકે છે. બિચારો ધનદેવ... સાધુધર્મ કે શ્રાવકધર્મ પામ્યા વિના પરલોક ગયો.. એનું મનુષ્યજીવન વ્યર્થ ચાલ્યું ગયું. મારે મારા જીવનને વ્યર્થ ગુમાવવું નથી. સાર્થક કરવું છે. વહેલામાં વહેલી તકે ગુરુદેવ પાસે સાધુધર્મ સ્વીકારી લેવો છે.'
મેં મારા માતા-પિતાની અનુજ્ઞા લીધી. ખૂબ દાન આપ્યું. અનેકવિધ ધર્મકાર્યો કર્યા... અને મારા પરમ ઉપકારી આચાર્યદેવ દેવસેનની શોધ કરાવી. મારા પિતાજીએ તેઓને વિનંતી કરી રથવીરપુરમાં પધરાવ્યા. મેં તેઓને કહ્યું : “ગુરુદેવ, આ ગૃહવાસ અનેક અનર્થોથી ભરેલો છે, આયુષ્ય ચંચળ છે, મૃત્યુ નિર્દય છે. આવી સ્થિતિમાં... હું વિરક્ત બન્યો છું. મને સાધુધર્મ આપીને મારો ઉદ્ધાર કરો.'
* સાધુધર્મ સ્વીકાર્યો. ક સાધુધર્મનું સુંદર પાલન કર્યું, * કાળધર્મ પામીને હું “પ્રાણત' દેવલોકમાં દેવ થયો. ધનદેવ મરીને પંકપ્રભા'નરકમાં નારક બન્યો.
:
શ્રી સમરાદિત્ય મહાકથા
પપ
For Private And Personal Use Only
Page #274
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[{ 33H
પ્રાણd” દેવલોકમાં મેં ૧૯ સાગરોપમ સુધી દિવ્ય સુખો ભોગવ્યાં... અસંખ્ય વર્ષ વીતી ગયાં. આયુષ્ય પૂર્ણ થયું. અને જંબૂદીપના એરાવત’ ક્ષેત્રમાં મારો જન્મ થયો.
હસ્તિનાપુર નગરમાં હરિનંદી' નામના શ્રેષ્ઠી અને લક્ષ્મીવતી નામની તેમની પત્ની-સુખમય જીવન પસાર કરતાં હતાં, મારો જન્મ એમના ઘરમાં થયો. મારું નામ વરદેવ રાખવામાં આવ્યું.
ધનદેવ “પંકપ્રભા” નારકીમાં નવ સાગરોપમ સુધી દુઃખ સહતો રહ્યો. ત્યાંનું આયુષ્ય પૂર્ણ થયા પછી તે નારકીમાંથી બહાર નીકળ્યો, સર્પ થયો. તેણે જંગલમાં અનેક જીવોને માર્યા. અનેક મનુષ્યોને પણ ડંખ દીધા. છેવટે એ પોતે જ એક દાવાનળમાં સપડાયો... મરીને પાછો “પંકપ્રભા' નારકમાં ગયો. ત્યાં લગભગ ૧૦ સાગરોપમ કાળ સુધી દારુણ દુઃખો સહન કર્યા. ત્યાંનું આયુષ્ય પૂર્ણ થતાં તે પશુયોનિમાં આવ્યો. પાયોનિમાં અનેક ભવ કર્યા. પક્ષીયોનિમાં અનેક જન્મ કર્યા. બધા દુઃખમય અને ત્રાસમય ભવ મળ્યા.
અનીચ્છાએ દુઃખો સહન કરવાથી પણ કર્મોની નિર્જરા થતી હોય છે. કર્મો નાશ પામતાં હોય છે. ઘણાં પાપકર્મો નાશ પામી જતાં ધનદેવનો જીવ, જે નગરમાં હું જન્મ્યો હતો, એ જ હસ્તિનાપુરમાં એનો જન્મ થયો!
હસ્તિનાપુરમાં “ઈન્દ્ર' નામના શ્રેષ્ઠી રહેતા હતા. તેમની પત્ની હતી નંદીમતી લગ્નજીવનનાં ઘણાં વર્ષો વીતી જવા છતાં તેમને પુત્રની પ્રાપ્તિ નહોતી થઈ. તેઓ પુત્ર વિના બહુ દુઃખી હતા. ઘણા દેવોની પૂજા-ઉપાસના કરી. છેવટે વૃદ્ધ અવસ્થામાં તેમને પુત્રની પ્રાપ્તિ થઈ. ધનદેવનો જીવ હતો એ. એનું નામ “દ્રિોણક' રાખવામાં
આવ્યું.
મારા પિતાજીની સાથે ઇન્દ્ર શ્રેષ્ઠીનો સારો સંબંધ હતો. એક-બીજાને ઘરે આવવાજવાનું થતું હતું. હું અને દ્રોણક સમવયસ્ક હતા. અમને એક શાળામાં સાથે જ ભણવા માટે મૂકવામાં આવ્યા.
મને દ્રોણક ગમતો હતો. મારી એની સાથે મૈત્રી બંધાઈ. અલબત્ત, એના હૃદયમાં મારા પ્રત્યે જરાય પ્રેમ ન હતો, છતાં એ લોભથી મારી સાથે મૈત્રી રાખતો હતો. એ જાણતો હતો કે “મારા પિતાજી પાસે ખૂબ વધારે સંપત્તિ છે.” વળી, એ મને સરળ અને ભદ્રિક સમજતો હતો, પોતાની જાતને હોશિયાર માનતો હતો.
અમારો અભ્યાસ પૂર્ણ થયો. ૨૫e
ભાગ-૧ * ભવ બીજો
For Private And Personal Use Only
Page #275
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ અરસામાં આચાર્યશ્રી માનભંગસૂરિ અમારા નગરમાં પધાર્યા. હું દ્રોણકને લઈને આચાર્યદેવ પાસે જવા લાગ્યો. પ્રતિદિન આચાર્યદેવનો ઉપદેશ અમે સાંભળતા હતા. આચાર્યદેવે અમને બાર વતમય શ્રાવકધર્મ સમજાવ્યો. મેં અને દ્રોણકે પણ શ્રાવક-ધર્મનો સ્વીકાર કર્યો.
દ્રોણકે શ્રાવકધર્મ સ્વીકાર્યો, તેથી એના ઉપર મારો પ્રેમ દ્વિગુણ થઈ ગયો.... અલબત્ત, એને ધર્મ સાથે કોઈ લેવા-દેવા ન હતી. એણે વિચાર્યું કે હું શ્રાવકધર્મ સ્વીકારીશ તો વિરદેવ ખૂબ રાજી થશે. રાજી થશે તો હું માગીશ એટલું ધન મને વેપાર કરવા આપશે!” સ્વાર્થથી પ્રેરાઈને એણે બાર વ્રતો લીધાં હતાં. મારા સરળ સ્વભાવના કારણે મને એના સ્વાર્થની ગંધ ન આવી.
થોડા મહિના પસાર થઈ ગયાં હતા. આચાર્યદેવ અમારા નગરથી વિહાર કરી ગયા હતા. મને વિચાર આવ્યો કે દ્રોણક નવરો છે. કોઈ કામધંધો કરતો નથી.... મારે એને કામધંધે લગાડી દેવો જોઈએ.”
મેં એને મારી હવેલીમાં બોલાવીને કહ્યું : “દ્રોણક, તારે કોઈ વેપાર કરવો છે?'
કરવો છે, પણ વેપાર કરવા માટે જેટલા રૂપિયા જોઈએ, તેટલા રૂપિયા મારી પાસે નથી.'
હું તને રૂપિયા આપું! તું વેપાર કર.' “ભલે. હું વેપાર કરીશ.'
‘તારે ન્યાય-નીતિપૂર્વક વેપાર કરવાનો અને સારો વેપાર કરવાનો. સમાજમાં કે નગરમાં તારી-મારી નિંદા થાય, એવો વેપાર નહીં કરવાનો.'
એણે હા પાડી. મેં એને એક લાખ સોનામહોરો આપી. તે બોલ્યો : ‘હું કમાઈશ પછી તને આ સોનામહોરો પાછી આપીશ.”
‘હું એની સારી ભાવનાથી રાજી થયો. મેં એને સોનામહોરો આપી. એણે બજારમાં સોના-ચાંદીનો વેપાર ચાલુ કર્યો. ધીરે ધીરે એનો વેપાર જામવા લાગ્યો. તેને સારી કમાણી થવા લાગી. જેમ જેમ ધન વધવા માંડવું, તેમ તેમ એનો લોભ વધતો ચાલ્યો. એણે બીજા ખોટા ધંધા પણ શરૂ કર્યા. એ ધંધાઓમાં પણ પૂર્વપુણ્યના ઉદયથી એ ઘણું કમાયો.
પરંતુ હું જ્યારે જ્યારે એને પૂછતો - ‘દ્રોણક, ધંધો કેવો ચાલે છે?' એ કહેતો. હજુ જોઈએ એવો નથી ચાલતો...'
એના મનમાં ભય હતો : “જો વીરદેવને ખબર પડશે કે હું લાખો સોનામહોરો કમાયો છું, તો એની સોનામહોરો પાછી માગે.. એટલું જ નહીં, વેપારમાં થયેલા લાભમાં પણ ભાગ માગે...” માટે એ મારી સામે ક્યારેય સાચું બોલતો ન હતો. હું પણ એની સાથે ધંધાની કોઈ ચર્ચા કરતો ન હતો. મેં એને કરેલી સહાયતા નિઃસ્વાર્થ
શ્રી સમરાદિત્ય મહાકથા
૫૭
For Private And Personal Use Only
Page #276
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવની હતી. સોનામહોરો પાછી લેવાનો મને ક્યારેય વિચાર આવતો ન હતો. એ નાહક ગભરાતો હતો.
‘એ જરૂ૨ મારા કમાયેલા ધનમાં અડધો ભાગ માગશે... પણ હું એને મારી કમાણી બતાવીશ જ નહીં... છતાં એની આગળ લાંબો સમય મારું અસત્ય નહીં નભે. મારે મારી હવેલી નવી બંધાવવી છે... દુકાન નવી બંધાવવી છે, જ્યારે હું બંધાવીશ ત્યારે વીરદેવ મને જરૂર પૂછશે : ‘તું આટલું બધું ધન ક્યારે ને કેવી રીતે કમાયો? પછી એ અડધો ભાગ માગશે! કારણ કે એના પૈસાથી હું કમાયો છું ને...’
માત્ર આવી નિરર્થક કલ્પનાઓ કરતાં કરતાં એ રૌદ્રધ્યાન સુધી પહોંચી ગયો : ‘જો હું એ વીરદેવને કોઈપણ ઉપાયથી મારી નાંખું... તો પછી મારા માથે કોઈ ચિંતા નહીં રહે. પરંતુ એને મારવાનું કામ સહેલું નથી. વળી, જો હું પકડાઈ જાઉં મારતાં, કે માર્યા પછી, તો તો રાજા મને શૂળી ઉપર જ ચઢાવે, માટે હું પકડાઉં નહીં કે મારા ઉપર હત્યા કરવાનું કલંક ના આવે, એ રીતે એને મારવો જોઈએ.'
કેટલાક દિવસો સુધી એને કોઈ ઉપાય ના જડ્યો. એ ખૂબ આકુળ-વ્યાકુળ રહેવા લાગ્યો. મને તો ક્યારેક જ મળતો હતો... હું વળી બજારમાં ક્યારેક જાઉં તો એની દુકાને એને મળતો... એ મારી સાથે પ્રેમથી વાતો કરતો... ખાસ કરીને ધર્મની વાતો કરતો. કારણ કે મને ધર્મની વાતો ગમતી હતી. મને ગમતી વાતો કરીને એ મને પ્રસન્ન રાખવા માગતો હતો. મને જરાય ગંધ ન આવી જાય... કે દ્રોણક મારી વિરુદ્ધ કોઈ ષડ્યંત્ર રચે છે’ એ રીતે સારો વ્યવહાર રાખતો હતો.
O
દ્રોણકને વેપાર કરતાં દસેક વર્ષ વીતી ગયાં હશે. એક દિવસ એ મારી પાસે આવ્યો. મેં એને પ્રેમથી બોલાવ્યો. મારી પાસે બેસાડ્યો. તેણે મને કહ્યું : ‘વીરદેવ, તને ખબર છે કે અમારી હવેલી બાપ-દાદાઓના સમયની છે. અતિ જીર્ણ થઈ ગઈ છે... મારી ઇચ્છા છે કે હું નવી હવેલી બંધાવું. અને જો હું હવેલી બંધાવું તો તારી લાખ સોનામહોરો હમણાં પાછી ના આપી શકું... આપીશ જરૂર. પણ આ મોટું કામ કરવું અતિ જરૂરી છે...'
મેં દ્રોણકને કહ્યું : ‘મિત્ર, તું હવેલી બંધાવ. મને પૈસાની કોઈ ઉતાવળ નથી. મેં તારી પાસે ક્યારેય પૈસા માંગ્યા નથી, પછી તું મારા પૈસાની ચિંતા શા માટે કરે છે?'
તે બોલ્યો : 'મિત્ર, તારી મારા પર મોટી કૃપા છે... હું હવેલી બંધાવીશ, પછી એ હવેલીમાં સર્વપ્રથમ તારે પ્રવેશ કરવો પડશે! તારા જેવા ધર્માત્માનાં પગલાં થાય... તો મારી હવેલી હંમેશાં ધન-ધાનથી ભરેલી રહે. સુખ-શાન્તિ અને આનંદથી ભરેલી રહે... મારી આટલી વાત તારે માનવી પડશે...'
‘દ્રોણક, તારો આગ્રહ હશે તો હું આવીશ તારી હવેલીમાં, પરંતુ તું માને છે એવો હું મોટો ધર્માત્મા નથી. ધરવાસમાં રહેલો, અનેક પાપસ્થાનકોનું સેવન કરનારો
પ
ભાગ-૧ * ભવ બીજો
For Private And Personal Use Only
Page #277
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તુચ્છ જીવ છું. મહાન ધર્માત્માઓ તો તેઓ છે કે જેઓ સાધુધર્મનું પાલન કરે છે, સંપૂર્ણ નિષ્પાપ જીવન જીવે છે.
વીરદેવ, આ તો તારી લઘુતા છે. ઉત્તમ પુરુષો ક્યારેય કહેતા નથી કે “અમે ઉત્તમ છીએ.. બાકી, હું તો આ નગરના એક-એક માણસને ઓળખું છું ને! તારા જેવો ધર્માત્મા બીજો કોઈ મેં જોયો નથી.”
એણે મારી ખૂબ પ્રશંસા કરી, અમે સાથે ભોજન કર્યું, અને એ ગયો. પ્રશંસા કરનાર માણસ સહુને ગમે છે. દ્રોણક ઉપર મારો પ્રતિભાવ વધી ગયો. હું એના કપટભાવને ક્યાંથી જાણી શકું? એવું જ્ઞાન મને ક્યાં હતું કે બીજાના મનના ભાવ જાણી શકું? અને કપટી માણસો એવા હોશિયાર હોય છે કે તેઓ તેમના મનના ભાવ કળવા દેતા નથી. બીજી બાજુ, સરળ પ્રકૃતિના માણસોને આ દુનિયામાં કોઈ કપટી દેખાતું નથી!
0 0 0. દ્રોણકે પોતાની હવેલી બનાવવા માટે નગરના શ્રેષ્ઠ કારીગરોને બોલાવીને કહ્યું : હસ્તિનાપુરમાં કોઈની પણ હવેલી ના હોય તેવી શ્રેષ્ઠ અને સુંદર હવેલી તમારે બનાવવાની છે. કોઈ કસર ના રહેવી જોઈએ!
શ્રેષ્ઠ પથ્થરો વાપરવાના. છે શ્રેષ્ઠ રચના કરવાની,
શ્રેષ્ઠ દેખાવ કરવાનો! હવેલી તૈયાર થયા પછી એની અંદર ઉત્તમ પ્રકારની કલા કારીગરી કરવાની છે. હવેલીની અંદર એક-એક સ્તંભમાં કોતરણી કરીને, ત્યાં રત્નજડિત દીપકો મૂકવાના છે. દરેક ખંડની છતમાં નૃત્ય કરતી નૃત્યાંગનાઓનાં ચિત્રો મૂકવાનાં છે...... જેમ જેમ દ્રોણકને સૂઝતું ગયું તેમ તેમ તે બોલતો ગય.
હવેલીનું બાંધકામ ધમધોકાર ચાલુ થઈ ગયું. જલદીથી જલદી એને હવેલી બાંધી દેવી હતી.
જ બે મહિનામાં હવેલીનો નીચેનો ભાગ બંધાઈ ગયો. ઘ બીજા બે મહિનામાં ઉપરનો પહેલો માળ બંધાઈ ગયો
જ પછીના બે મહિના હવેલીની સાફસૂફીમાં ગયા... અને તે પછી છ મહિના હવેલીની સાજસજ્જામાં ગયા. બાર મહિનામાં હવેલી લગભગ તૈયાર થઈ ગઈ હતી. માત્ર શિલ્પકામ બાકી હતું. | મુખ્ય કારીગરને દ્રોણકે પોતાના ઘેર બોલાવ્યો. એને પ્રેમથી ભોજન કરાવ્યું. ઉત્તમ વસ્ત્ર અને સ્વર્ણહાર ભેટ આપ્યો. પછી કહ્યું : “તેં મારી ઇચ્છા મુજબ હવેલી બનાવી છે. હવે એક કામ તારે પોતે કરવાનું છે. નીચેથી ઉપર જવાની જે સીડી શ્રી સમરાદિત્ય મહાકથા
૫૯
For Private And Personal Use Only
Page #278
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
બનાવવાની બાકી છે, તે સીડી તું એવી બનાવ કે, પહેલવહેલો જે માણસ એ સીડી ઉપર ચઢે, તે ઉપરના છેલ્લા પગથિયે પગ મૂકે... કે સીડી તૂટી પડે! બસ, આટલું કામ કરવાનું છે. પછીથી તારે પાકી... પથ્થરની સીડી બનાવવાની છે. હાલ લાકડાની સીડી બનાવજે.'
કારીગર તો જેમ શેઠ કહે તેમ કરે, એને કોઈ પ્રશ્ન કરવાનો ન હતો. એણે એ રીતે સીડી બનાવી દીધી. દ્રોણક પોતે એ સીડી જોઈ આવ્યો.
પછી તે જ્યોતિષીના ઘરે ગયો.
હવેલીમાં કુંભ-કળશ મૂકવાનું મુહૂર્ત કઢાવ્યું.
તે મારી પાસે આવ્યો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘વીરદેવ, વસંતપંચમીના શુભ દિવસે નવી હવેલીમાં કુંભ-કળશ મૂકવાનો છે. અને સર્વપ્રથમ તારે હવેલીમાં પ્રવેશ કરવાનો છે. હું તને લેવા માટે સવારે આવીશ.'
તે ખૂબ જ પ્રસન્ન હતો. મને મારી નાંખવાની યોજના પાર પાડવામાં... હવે ઝાઝી વાર ન હતી... હાથવેંતમાં કામ પાર પડી જવાની કલ્પનાથી તે નાચી રહ્યો હતો. અને યોજના મુજબ જો કાર્ય થઈ જાય તો એના પર કોઈ કલંક ના આવે વળી, હું ઘણા બધા પ્રતિષ્ઠિત શ્રેષ્ઠીઓના દેખતાં સીડી ઉપરથી પડું... એટલે નગરમાં એક જ ચર્ચા શરૂ થાય... ‘શ્રેષ્ઠીપુત્ર વીરદેવ સીડી ઉપર ચઢતા હતા ને સીડી તૂટી પડી... વીરદેવ ભૂમિ ઉપર પટકાઈ પડચા... ને મૃત્યુ પામ્યા...' દ્રોણક ઉપર કોઈ શંકા થાય જ નહીં.
તેણે નગરના લગભગ બધા જ પ્રતિષ્ઠિત નાગરિકોને આમંત્રણ આપ્યું હતું. હવેલીને પુષ્પોના હારોથી સજાવી હતી. હવેલીના પ્રાંગણમાં સુગંધી જલનો છંટકાવ કર્યો હતો. ચારે બાજુ સુગંધ ધૂપ પ્રગટાવ્યો હતો. વાજિંત્રોના નાદથી વાતાવરણને મંગલમય બનાવ્યું હતું.
તે મારા ઘેર આવ્યો, એમ બંને સાથે જ એની હવેલી પાસે પહોંચ્યા. એના પરિવારની સ્ત્રીઓએ મારું ઉચિત સ્વાગત કર્યું, મારી આરતી ઉતારી.
મેં દ્રોણકની સાથે હવેલીમાં પ્રવેશ કર્યો. અમારી પાછળ અન્ય મહાનુભાવોએ પણ પ્રવેશ કર્યો.
૨૦૦
એક પછી એક ખંડ દેખાડતો અને વર્ણન કરતો દ્રોણક મારી આગળ ચાલી રહ્યો હતો. હવેલી જોઈને લગભગ બધા જ શ્રેષ્ઠીઓએ પ્રશંસા કરી, પ્રશંસા સાંભળીને દ્રોણક ખૂબ જ રાજી થયો... નીચેનો ભાગ જોતાં-જોતાં અમે ઉપરના માળે જવાની સીડી પાસે આવ્યા... હવેલીનું વર્ણન કરવામાં મશગૂલ દ્રોણક... કે જે મારી આગળ ચાલતો હતો. તે સીડી ઉપર ચઢવા લાગ્યો. સીડી એવી હતી કે એકસાથે બે માણસ ના ચઢી શકે! દ્રોણક ચઢવા માંડ્યો, એટલે હું નીચે ઊભો રહી ગયો. ‘એ ચઢી જાય
ભાગ-૧ ૪ ભવ બીજો
For Private And Personal Use Only
Page #279
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પછી હું ચટું.. એમ વિચાર કરતો હતો. દ્રોણક બોલતો જતો હતો... અને સડસડાટ ચઢતો હતો. જ્યાં એણે છેલ્લા પગથિયે પગ મૂક્યો... કે કડડડક-ભૂસ કરતી સીડી તૂટી પડી. દ્રોણક ઊંધા માથે પથ્થરની ભૂમિ પર પટકાઈ ગયો..
હું બેબાકળો બની ગયો. બધા જ નાગરિકો.... શ્રેષ્ઠીઓ અને દ્રોણકની પત્ની વગેરે હાહાકાર કરી ઊઠ્યાં. હું જઈને દ્રોણકની પાસે બેસી ગયો. એનું માથું ફાટી ગયું હતું. લોહી વહી રહ્યું હતું. વૈદ આવે એ પહેલાં તો એનું પ્રાણ-પંખેરું ઊડી. ગયું હતું.
દ્રોણકનું મૃત્યુ થયું...
મને મારવા જે ફાંસલો રચ્યો હતો, એ જ ફાંસલામાં એ પોતે ફસાઈ ગયો... ને કમોતે માર્યો ગયો.
એના પરિવારને આશ્વાસન આપ્યું. અને એના મૃતદેહનો અગ્નિ-સંસ્કાર કરી, અમે સહુ પોતપોતાના ઘરે ગયા. મારો વૈરાગ્ય તીવ્ર બન્યો. દ્રોણકની દુર્ઘટનાએ મારા આત્માને ઢંઢોળ્યો.
આમેય છ-છ જન્મોથી મારા આત્મામાં વૈરાગ્ય ભાવ ચાલ્યો આવતો હતો. એ વૈરાગ્ય ભાવ નિમિત્ત મળતાં જાગી ઊઠતો હતો.
મારા મનમાં વૈષયિક સુખો પ્રત્યે અનાસક્તિ પ્રગટી. મેં ગૃહવાસ છોડવાનો સંકલ્પ કર્યો. મેં મારા પરિવારને કહી દીધું : “હું ગૃહવાસ ત્યજીને સાધુધર્મ અંગીકાર કરીશ.'
ત્યાં મને અચાનક દ્રોણકને આપેલી લાખ સોનામહોરો યાદ આવી. મારા પરિવારને મેં કહ્યું : ‘દ્રોણકને આપેલી સોનામહોરો એની પત્ની પાસે માગશો નહીં... તમારે એ પાછી લેવાની નથી.” - સાધુધર્મ તરફ મારું આકર્ષણ તીવ્ર બની ગયું હતું. મારા આત્મામાં સાધુધર્મના પાલનની ઉચ્ચતમ ભાવના જાગી ગઈ હતી.
મેં મારા ઉપકારી ગુરુદેવ આચાર્યશ્રી દેવસેન ક્યાં વિચરે છે, તેની તપાસ કરાવી, તેમને હસ્તિનાપુર પધારવા માટે વિનંતી કરી. તેઓ પધાર્યા. તેઓએ મને વિધિપૂર્વક સાધુધર્મ પ્રદાન કર્યો.
ચઢતા પરિણામે સાધુધર્મનું નિરતિચાર પાલન કર્યું. જ કાળધર્મ પામીને હું ત્રીજા રૈવેયક-દેવલોકમાં દેવ થયો. * દ્રોણક મરીને “ધૂમપ્રભા' નામની નારકીમાં નારક થયો.
શ્રી સમરાદિત્ય મહાકથા
sી
For Private And Personal Use Only
Page #280
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
{ 385]
ત્રીજા રૈવેયક દેવલોકમાં લગભગ ૨૫ સાગરોપમ-કાળ સુધી મેં દિવ્ય સુખોનો અનુભવ કર્યો. આયુષ્ય પૂર્ણ થયું. પશ્ચિમ મહાવિદેહના ચંપાવાસ નગરમાં મને મનુષ્ય-જન્મ મળ્યો. મારા પિતાનું નામ માણિભદ્ર શ્રેષ્ઠી હતું અને માતાનું નામ ધારિણી હતું. મારું નામ “પૂર્ણભદ્ર' પાડવામાં આવ્યું હતું. પરંતુ જ્યારે સર્વપ્રથમ હું બોલતો થયો ત્યારે મારા મુખમાંથી પહેલો શબ્દ “અમર” નીકળ્યો! એટલે મારું બીજું નામ “અમરગુપ્ત રાખવામાં આવ્યું
હું [ધર્મઘોષ] બોલી ઊઠ્યો : “ગુરુદેવ, આપના વર્તમાન જીવનનો વૃત્તાંત હવે બતાવી રહ્યા છો?”
હા વત્સ, સોનાના ભાવથી શરૂ કરીને... આ વર્તમાન જીવન સુધી હું આવ્યો. આ જીવનમાં મને વૈરાગ્ય કેમ થયો, એ પણ બતાવીશ. એ પૂર્વે, સોનાના ભાવથી શરૂ કરીને સાતે ભવમાં મને દુઃખ આપનાર, મને મારનાર અને મારી સાથે માયા-કપટ કરનાર દ્રોણકનું શું થયું, તે વાત કરી દઉં.
તે મરીને “ધૂમપ્રભા' નામની નરકમાં ગયો હતો. ૧૨ સાગરોપમ સુધી ત્યાં દુઃખો ભોગવ્યાં. ત્યાંથી નીકળીને તે ‘સ્વયંભૂરમાં નામના મહાસમુદ્રમાં મોટો મગરમચ્છ થયો. ત્યાં જીવનપર્યત ઘોર હિંસા કરીને તે પુનઃ એ જ “ધૂમપ્રભા’ નરકમાં ચાલ્યો ગયો. ત્યાં બાર સાગરોપમ સુધી ભયંકર દુઃખો સહન કર્યા. ત્યાંથી નીકળીને તેણે તિર્યંચગતિના અસંખ્ય ભવ કર્યા... છેવટે તે ચંપાવાસમાં મનુષ્યજન્મ પામ્યો. નંદાવર્ત શ્રેષ્ઠીની પત્ની નંદાની પુત્રીરૂપે તેનો જન્મ થયો. તેનું નામ “નંદવંતી' રાખવામાં આવ્યું.
હું યૌવનમાં આવ્યો, નંદયતી પણ યૌવનમાં આવી હતી. એના પિતા નંદાવર્ત શ્રેષ્ઠી એક દિવસ અમારા ઘરે આવ્યા. મારા પિતાજીએ એમનું સ્વાગત કર્યું. યોગ્ય આસને બેસાડી તેમનો ઉચિત સત્કાર કર્યો અને પૂછુયું :
કહો શ્રેષ્ઠીવર્ય, અમારું આંગણું પાલન કરવાનું કોઈ પ્રયજન? મારા યોગ્ય કોઈ કાર્ય હોય તો નિવેદન કરો.”
નંદાવર્ત શ્રેષ્ઠીએ કહ્યું : “માણિભદ્રજી, નંદયંતી નામની મારી રૂપવતી પુત્રી છે... તેના માટે યોગ્ય શ્રેષ્ઠીપુત્રની શોધ કરી રહ્યો હતો. ત્યાં આપના પુત્ર “અમરગુપ્ત'ને મેં ગઈકાલે જોયા. મારું મન ઠર્યું છે. મારી પુત્રી માટે તેઓ સુયોગ્ય છે. માટે મારી વિનંતીનો સ્વીકાર કરો.'
મારા પિતાજીએ મારી માતાને બોલાવીને નંદાવર્ત શ્રેષ્ઠીના પ્રસ્તાવની વાત કરી. ૨૨
ભાગ-૧ ૪ ભવ બીજો
For Private And Personal Use Only
Page #281
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારી માતાએ કોઈ મહોત્સવમાં નંદયંતીને જોઈ હતી. તેને ગમી હતી. એટલે તેણે મારા પિતાને અનુમતિ આપી દીધી... મારા પિતાજીએ નંદાવર્ત શ્રેષ્ઠીના પ્રસ્તાવને વધાવી લીધો.
શુભ દિવસે નંદયંતી સાથે મારાં લગ્ન થઈ ગયાં.
મેં એને જોઈ, મર્ન એ ગમી. મેં એને સ્નેહસાગરમાં નવરાવી નાંખી. પરંતુ એનો મારા પ્રત્યે સાચો સ્નેહ ન હતો. એના મનમાં કપટ રમતું રહેતું હતું. છતાં મારી સરળતાના કારણે વર્ષો સુધી અમે સંસારનાં સુખો નિર્વિઘ્નપણે ભોગવી રહ્યાં હતાં.
એને સુંદર વસ્ત્રો અને શ્રેષ્ઠ અલંકારો ખૂબ ગમતા હતા. હું એની ઇચ્છા મુજબ વસ્ત્રો લાવી આપતો હતો અને એને ગમે તેવાં સોનાનાં, રત્નોનાં અને મણિના અલંકારો બનાવરાવી આપતો હતો. છતાં એને તૃપ્તિ થતી ન હતી.
એક દિવસ એણે મને... ગભરાતાં-ગભરાતાં કહ્યું : હે નાથ, મારાં બે રત્નકુંડલ ખોવાઈ ગયાં છે... ઘણાં શોધ્યાં પણ જડતાં નથી...' તે ખૂબ વ્યાકુળ દેખાતી હતી. મેં એને કહ્યું : ‘નંદી, આટલી નાની વાતમાં તું કેમ વ્યાકુળ થઈ જાય છે? તારો ચહેરો તો અરીસામાં જો! કેવો રડમસ થઈ ગયો છે? ભલે ખોવાઈ ગયાં રત્નકુંડલો, હું નવાં બનાવરાવીને આપીશ!'
આ વાતની મારી બહેનોને ખબર પડી. મારી નાની બહેને કહ્યું : ‘ભાઈ, મારી ભાભીની વાત તમારે સાચી ના માનવી, એ ડગલે ને પગલે ખોટું બોલે છે... બા પણ જાણે છે... છતાં તમને દુઃખ થાય, માટે કહેતાં નથી. ભાભીએ કહ્યું ને કે એમનાં રત્નકુંડલ ખોવાયાં છે?’
મેં કહ્યું : ‘હા...'
‘ખોટી વાત છે... ખોવાયાં નથી, એમણે છુપાવ્યાં છે! અને ઢોંગ કેવો કરે છે?' બહેન નારાજ હતી.
મેં કહ્યું : ‘બહેન, એ ખોટું બોલે છે... કપટ કરે છે... તે સારું નથી, પરંતુ જો હું એને કહ્યું કે ‘રત્નકુંડલ તેં જ છુપાવ્યા છે... તું ખોટું બોલે છે...' તો શું થાય, તે તું જાણે છે ને? શા માટે ઘરમાં ક્લેશ પેદા કરવો? એના કરતાં એને નવાં રત્નકુંડલ બનાવી આપવાં... એ જ સારું ને?”
મારી બંને બહેનો મને ખૂબ ચાહતી હતી. તેઓ મારા સ્વભાવને જાણતી હતી. મને ઘરમાં ક્લેશ.... ઝઘડા... કે મારા-મારી જરાય ગમતી ન હતી, એટલે ઘરમાં કોઈપણ માણસ ક્લેશ વગેરે કરતા ન હતા. કોઈ આક્રોશ કરે તો પણ મને ના ગમે! એટલે મારાં માતા-પિતાથી માંડીને નાનામાં નાના માણસો પણ શાન્તિથી વાતો કરતાં હતાં.
નંદયંતીની ભૂલો મને દેખાતી હતી, પરંતુ એને હું મહત્ત્વ આપતો ન હતો.
શ્રી સમરાદિત્ય મહાકા
For Private And Personal Use Only
૨૦૩
Page #282
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમારા ઘરમાં સંપત્તિનો પાર ન હોતો... અને નંદયંતીને એક માત્ર વસ્ત્રાલંકારોનો મોહ હતો! એને આપતો, એ રાજી રહેતી. પણ એની માગવાની પદ્ધતિ ખોટી હતી. ખોટાં-ખોટાં બહાનાં બતાવીને એ માગતી હતી.
અવારનવાર મારી માતા અને મારી બહેનો મારું ધ્યાન ખેંચતાં હતાં. એમનાથી નંદયંતીનું કપટ સહન થતું ન હતું... છતાં હું એમને સમજાવતો અને શાંત પાડતો..
મેં એને નવાં રત્નકુંડલ બનાવી આપ્યાં. થોડા દિવસ ગયા પછી, એક દિવસ સ્નાન અને અભંગ કરાવવાના સમયે, મારા નામવાળું મુદ્રા-રત્ન નંદયંતીને સાચવવા આપ્યું. તેણે એના અલંકારોના ડબ્બામાં મૂકી દીધું.
મેં સ્નાન કર્યું, અવ્યંગ કરાવ્યું. પછી ભોજન કર્યું, તંબોલ લીધું અને ત્યાર બાદ નંદયંતીના દાગીનાના ડબ્બામાંથી મેં જાતે જ મારું મુદ્રારત્ન લીધું. ડબ્બો ખોલ્યો ત્યારે એમાં મેં પેલી રત્નકુંડલની જોડી જઈ! કે જે ખોવાઈ ગયાની વાત નંદયંતીએ કરી હતી. મને લાગ્યું કે ખોવાયેલી રત્નકુંડલની જોડી મળી આવી લાગે છે! હું એ જોડી જોતો હતો... ત્યાં ગભરાઈ ગયેલી નંદયંતી ત્યાં આવી. તે શરમાઈ ગઈ.. એના મુખ ઉપરનું પરિવર્તન મેં જોયું. હું કંઈ બોલ્યો નહીં અને જલદી ઘરમાંથી બહાર ચાલ્યો ગયો.
એ શૂન્યમનસ્ક થઈ ગઈ. તેને બહુ ભય લાગ્યો. ઘણાં વર્ષો પછી પહેલી જ વાર તેનું કપટ ખુલ્લું પડ્યું હતું. તેના મનમાં વિચારો આવ્યા : “તેમણે રત્નકુંડળ જોઈ લીધાં... હવે જરૂ૨ તેઓ સ્વજનોને વાત કરશે... મારી અપકીર્તિ થશે. પરંતુ હાલ તો તેમણે ઘરમાં આ વાત કોઈને કરી નથી. તેઓ જ્યારે આવશે ઘરમાં... ત્યારે જરૂર વાત કરશે? પછી હું સાસુને, સસરાને. નણંદોને... કોઈને મારું મોં દેખાડવા લાયક નહીં રહું. માટે તેઓ આવે... ઘરમાં, કે તરત જ એમનું મોત થઈ જાય, એવો પ્રયોગ કરું!'
જ્યારે નંદયંતી કુંવારી હતી, પિતૃગૃહમાં હતી, ત્યારે તેને એક જોગણ સાથે પરિચય થયો હતો. તેણે જોગણને સારું ભોજન કરાવેલું, સારાં વસ્ત્ર આપેલા.. તેથી જોગણે તેને કહેલું : “જો તું પરણીને સાસરે જઈશ... ત્યાં ગમે ત્યારે તને તારી સાસુ તરફથી, નણંદ તરફથી કે તારા વર તરફથી દુઃખ આવી શકે. એ વખતે તું શું કરીશ? તારા ઉપર પ્રસન્ન થઈને હું તને એક “કામણ-યોગ” બતાવું છું. તેનાથી તું તારા શત્રુને યમસદનમાં પહોંચાડી શકીશ! નંદયતી ખૂબ ખુશ થઈ ગઈ. તેને જોગણે કામણ-પ્રયોગ શિખવાડ્યો. અને તે ચાલી ગઈ.
આજે નંદયંતીને એ કામણ-પ્રયોગ યાદ આવ્યો.. એણે મને જ યમસદનમાં પહોંચાડવા તે પ્રયોગ કર્યો. તેણે કેટલાંક દ્રવ્યોનું સંયોજન કરી. લાલ વસ્ત્રમાં એને બાંધ્યું. એનામાં બાવળ-વૃક્ષની શુળ પરોવી દીધી... અને એ પોટલીને એણે ઘરના ૨૪
ભાગ-૧ ૪ ભવ બીજો
For Private And Personal Use Only
Page #283
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુખ્ય દ્વારની બહાર જમીનમાં એ રીતે દાટવા ગઈ કે એના ઉપર મારો પગ પડે.. કે હું ત્યાં જ ઢળી પડું... અને મરી જાઉં,
જે સમયે દયંતીએ આ બધું કર્યું ત્યારે ઘરમાં મારી માતા કે બહેનો, કોઈ ન હતું. તેને અનુકૂળ સંયોગ મળી ગયો હતો. પરંતુ જે જગામાં એ કામણને દાટવા ગઈ, ત્યાં પગથિયાની ધાર નીચે એક નાનકડો ઝેરી સર્પ રહેલો હતો જેવો નંદયંતીએ એ પગથિયાની નીચે પગ મૂક્યો. સર્પે એને ડંખ મારી દીધો... નંદયંતી ચીસ પાડી ઊઠી. તે ત્યાં જ જમીન પર ઢળી પડી,
અમારા પડોશી રુદ્રદેવ પુરોહિતે નંદયંતીની ચીસ સાંભળી, તેઓ દોડતા અમારા ઘર પાસે આવ્યા. ત્યાં તેમણે સરકી જતા લીલા રંગના સાપને જોયો અને જમીન પર આળોટતી નંદયંતીને જોઈ. પરિસ્થિતિ તેઓ પામી ગયા. દોડતા તેઓ દુકાને મારી પાસે આવ્યા. મને કહ્યું : “શ્રેષ્ઠીપુત્ર, તમે જલદી સાપના ઝેરને ઉતારનારા માંત્રિકોને બોલાવીને ઘેર આવો. નંદયંતીને સર્પે ડંખ દીધો છે...”
તરત જ હું દુકાનેથી દોડતો માંત્રિકો પાસે ગયો. તેમને લઈને શીધ્ર ઘેર આવ્યો. માંત્રિકોએ નંદયંતીને જોઈ. સર્પનું ઝેર પૂરા શરીરમાં વ્યાપી ગયું હતું. છતાં એમણે મારા સંતોષ ખાતર મંત્રપ્રયોગ કર્યો. મંત્રની કોઈ અસર ના થઈ. માંત્રિકોએ મને
કહ્યું :
શ્રેષ્ઠપુત્ર, આ સ્ત્રીને કાળસર્પે ડંખ દીધો છે. એને અમે બચાવી શકીએ એમ નથી.. અમને ક્ષમા કરજો.” એમ કહીને તેઓ ચાલ્યા ગયા.
હું નંદયંતી પાસે બેઠો. એના માથા પર હાથ ફેરવતો રહ્યો. મેં એને ગગદ સ્વરે પૂછયું : 'સુંદરી, તને શું પીડા થાય છે?' પણ એ બોલે શાની. એનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. હું નિરાશ થઈ ગયો. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં.
મારાં માતા-પિતા, બહેનો વગેરે પણ આવી ગયાં હતાં. બધાં કલ્પાન્ત કરવાં લાગ્યાં... છેવટે તેની મરણોત્તર ક્રિયા કરવામાં આવી.
હું મારા ખંડમાં શુન્યમનસ્ક બનીને બેઠો, સંસારમાં બધાં જ સુખો મને સ્વપ્નવતું લાગ્યાં. સમગ્ર જીવલોક પર ધિક્કાર છૂટ્યો. “આ ગૃહવાસ... આ બધા સ્નેહસંબંધો. આ વૈભવ... આ સંપત્તિ... બધું જ એક મોટા સ્વપ્ન જેવું છે... અસાર છે.. તુચ્છ છે.. હવે ઘરમાં નહીં રહી શકું.”
ત્યાં મારા પિતાજી મારા ખંડમાં આવ્યા. હું ઊભો થઈ ગયો. તેમણે મારા માથે હાથ મૂક્યો. તેઓ ગંભીર હતા. મારી વ્યથાથી તેઓ દુઃખી હતા. તેઓ ત્યાં રહેલા ભદ્રાસન પર બેઠા. હું એમની પાસે જમીન પર બેઠો.
થોડીવાર મૌન છવાયું. “વત્સ, મારે એક વાત કહેવી છે...'
શ્રી સમરાદિત્ય મહાકથા
પ
For Private And Personal Use Only
Page #284
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું મૌન રહ્યો.
આ રીતે કેટલા દિવસ તું શોકમગ્ન રહીશ?” “પિતાજી, હું શોકમગ્ન નથી... મારું મન વિરક્ત બન્યું છે.'
બને જ વિરક્ત, જે દુઃખદ ઘટના બની છે, તેથી મન વિરક્ત બને છે, પરંતુ દુનિયામાં આવું બધું બનતું આવ્યું છે... ને બને છે. આનો ભાર હૃદય ઉપર રાખીને જીવી શકાય નહીં... ભાર ઉતારી નાંખ અને હવે શું કરવું - એ વિચાર કર.” “પિતાજી, એ જ વિચાર કરતો હતો...” શાનો?” સાધુધર્મ અંગીકાર કરવાનો.” સાધુધર્મ?”
હા, પિતાજી, આ મનુષ્યજીવનમાં સાધુધર્મની આરાધના કરીને મારે મારાં કર્મોનાં બંધન તોડવાં છે... મારે મુક્ત થવું છે... બુદ્ધ થવું છે...'
વત્સ, હું તો પુનઃ લગ્ન કરવાની વાત લઈ આવ્યો છું... નંદયંતી કરતાં ઘણી ચઢિયાતી કન્યા મળે છે... તું લગ્ન કરી લે...”
જે બંધન... રાગનું બંધન સ્વતઃ તૂટી ગયું છે, રાગનું પાત્ર સ્વયં વિલીન થઈ ગયું છે... હવે ફરીથી મારે રાગના બંધનમાં જ કડાવું નથી... અને હવે મારું મન વૈષયિક સુખોથી પૂર્ણતયા વિરક્ત થઈ ગયું છે. હું ફરીથી લગ્ન નહીં કરી શકું. આપ મને આગ્રહ ના કરો.'
શ્રેષ્ઠી માણિભદ્ર - મારા પિતાજી આમેય મારી આંતરિક વિરક્તિ જાણતા હતા. મારા ધાર્મિક-આધ્યાત્મિક વિચારોથી પરિચિત હતા. તેમણે આગ્રહ છોડી દીધો.
મારી માતાએ અને બહેનોએ મારો નિર્ણય જાણ્યો. તેઓ સહુ રડવા લાગ્યાં. મારા પર તેમને રાગ હતો ને! મેં તેમને ખૂબ જ શાંતિથી.... સંસારનું સ્વરૂપ સમજાવ્યું. “મારું મન હવે ઘરવાસમાં નહીં માને.... મને ઘરવાસ કારાવાસ જેવો લાગ્યો છે..વગેરે વાત કરી.... તેમના મનનું સમાધાન કર્યું.
મેં સાધુધર્મનો સ્વીકાર કર્યો.
અપ્રમત્ત ભાવે સાધુધર્મનું પાલન કર્યું... અને વિચરતો વિચરતો હે રાજન, આ તમારા નગરમાં આવ્યો!' રાજા અરિમર્દને પૂછ્યું : “ભગવંત, નંદયંતી મૃત્યુ પામીને કઈ ગતિમાં ગઈ?'
રાજન, મૃત્યુ પૂર્વે એના ચિત્તમાં ઘોર રૌદ્રધ્યાન ચાલતું હતું. એના પરિણામે એ મરીને “તમઃ પ્રભા' નામની નરકમાં ઉત્પન્ન થઈ છે. ત્યાં એ ૨૧ સાગરોપમ સુધી ઘોર દુઃખો અનુભવશે.” રાજાએ પૂછયું : “ભગવંત, એનો મોક્ષ થશે ખરો? થશે તો ક્યારે થશે?'
ભાગ-૧ ૪ ભવ બીજો
299
For Private And Personal Use Only
Page #285
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજન, એ હજુ અનંતકાળ સંસારની ગતિઓમાં જન્મ અને મૃત્યુ કરશે... છેવટે એનો મોક્ષ થશે ખરો.” “ભગવંત, આપનો મોક્ષ ક્યારે થશે?' મેં પૂછયું.
ધર્મઘોષ, આ મારો છેલ્લો ભવ છે. હું આયુષ્ય પૂર્ણ કરી નિર્વાણ પામીશ... ફરીથી જન્મ લેવો નહીં પડે!”
રાજાએ પૂછયું : “ભગવત, ભૂત-ભાવી અને વર્તમાન ત્રણે કાળના ભાવોને જાણનારું “અવધિજ્ઞાન' આપને ક્યારે અને કેવી રીતે પ્રાપ્ત થયું?”
થોડા દિવસો પૂર્વે જ, જ્યારે હું ઉજ્વલ ધર્મધ્યાનમાં લીન હતો ત્યારે મારું અવધિજ્ઞાનાવરણ કર્મ તૂટ્યું, એનો ક્ષયોપશમ થયો.. અને અવધિજ્ઞાન પ્રગટ થયું.”
આચાર્યશ્રી ધર્મઘોષસૂરિએ સિંહકુમારને કહ્યું : “કુમાર, મેં આ રીતે અવધિજ્ઞાની મહાપુરુષનું ચરિત્ર સાંભળ્યું. મારા મનમાં વૈરાગ્ય જાગી ગયો. મહારાજા પરિવાર સાથે નગરમાં ગયા... હું પણ ગુરુદેવને વંદના કરી ઘેર ગયો...
રાત્રિના સમયે મારા મનમાં આચાર્યદેવની ભવયાત્રા જ ચાલતી રહી. ૧. સોમા અને દ્રદેવનો ભવ.... ૨. હાથી અને પોપટનો ભવ, ૩. ચક્રદેવ અને યજ્ઞદેવનો ભવ... ૪. ચન્દ્રસાર અને અધન્યનો ભવ... ૫. અનંગદેવ અને ધનદેવનો ભવ... . વીરદેવ અને દ્રોણકનો ભવ... ૭. છેલ્લો અમરગુપ્ત અને નંદયંતીનો ભવ...
સાતે જન્મોની વાતો મારા મન પર છવાયેલી રહી. મેં આ બધી વાતો ઉપર રાતભર ચિંતન કર્યું. પ્રભાતે મેં ચારિત્ર લેવાનો નિર્ણય કર્યો. મારા નિર્ણયની જાણ મેં મારા મિત્રોને કરી. તેઓ પણ સાધુધર્મ લેવા તૈયાર થયા.
એ જ અમરગુપ્ત આચાર્યની પાસે અમે દીક્ષા લીધી, મારા વૈરાગ્યનું કારણ તેં પૂછ્યું. તે આ છે!'
સિંહકુમારે આચાર્યદેવને ભાવપૂર્વક વંદના કરી.
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૭
For Private And Personal Use Only
Page #286
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
1S રૂપH.
આચાર્યશ્રી અમરગુપ્તની સાત-સાત જન્મોની કથા, આચાર્યશ્રી ધર્મઘોષસૂરિજી પાસે સિંહકુમારે સાંભળી. જીવનમાં ક્યારેય નહીં સાંભળેલી આ કથાએ કુમારને ખળભળાવી દીધો.
તે મહેલમાં પાછો આવ્યો. સીધો જ તે પોતાના શયનખંડમાં ચાલ્યો ગયો. રાજમહેલની સુંવાળી સેજમાં પણ તે તરફડતો રહ્યો. બાર કલાકમાં તો જાણે તેની જિંદગીની રુખ બદલાઈ ગઈ હતી. આજનો દિવસ એના માટે અવર્ણનીય હતો. જેટલો સંવેગ, જેટલો આનંદ અને જેટલી વિસ્તૃષ્ણા એણે જિંદગીમાં ક્યારેય અનુભવી ન હતી, તેટલો રોમાંચ તેણે નાગદેવ ઉદ્યાનના રમણીય પ્રદેશમાં અનુભવ્યો હતો. એ આસ્લાદની અનુપમ અનુભૂતિ તે કરી રહ્યો હતો.
તેના માનસપટ પર અજબ ચલચિત્રની જેમ અમરગુપ્તસૂરિના સાત ભવોનો ખેલ રચાતો હતો. તેને લાગ્યું કે એ પ્રેક્ષક છે અને પાત્ર પણ છે! ઊંડો ઊંડો એના મનમાં અજંપો પણ જાગ્યો હતો. કોઈ આત્મચિંતા પણ જાગી હતી. ક્યારેક તેના માનસપટ ઉપર કુસુમાવલી દેખાતી હતી. ક્યારેક ધર્મઘોષસૂરિ દેખાતા હતા... તો
ક્યારેક અમરગુપ્તસૂરિ જુદા જુદા રૂપે દેખાતા હતા. આખી રાત તેણે અજબ-ગજબ દશ્યો જોયા કર્યા. | ક્યારે તે ઘસઘસાટ ઊંઘી ગયો તેનો એને ખ્યાલ ન રહ્યો. છતાં જાણે તેના આત્માનું અસ્તિત્વ તેનાથી જુદું હોય તેમ શમણામાં તે પોતાની જાતને જોતો રહ્યો.. સવારે જ્યારે તેણે આંખો ખોલી ત્યારે પાસે જ કુસુમાવલી ઊભી હતી.
કસમાવલી અનન્ય હતી. તેણે આછા પીળા રેશમી ઉત્તરીયની નીચે ચામડીના રંગની કંચૂકી પહેરી હતી. પાતળી કમ્મરના કારણે તેના વક્ષસ્થળનો પટ વિશાળ લાગતો હતો. તે સોટા જેવી હતી છતાં તેનો દેહ માંસલ હતો. તેના બાહુઓ સ્નિગ્ધ, ગૌર અને લીસા લાગતા હતા. તેનો ચહેરો સહેજ લાંબો અને બદામ જેવો હતો. તેની થડી પર અને ડાબી આંખની બાજુએ, લમણા પાસે, કાળી ઘેરી શાહીના ટપકાં જેવા તલ હતા. તેની કરોડરજજુ તદ્દન સીધી હતી. તેની લાંબી પહોળી આંખોની ચકચકતી સફેદીમાં માદક ભીનાશ છવાયેલી રહેતી. તેની કીકીઓ ભૂરાશ પડતી કાળી હતી. તેના કાળાભમ્મર વાળ ખુલ્લા હતા... પાછળ ઘૂંટણને અડતા હતા. ખરેખર, કુસુમાવલી અદ્દભુત લાગતી હતી. તેનું નાક સીધું અને પાતળું હતું... તે જેટલી રૂપાળી હતી તેટલી જ નિખાલસ હતી. રાજમહેલોમાં અલબત્ત સ્વરૂપવાન સ્ત્રીઓ ઓછી નહોતી, પરંતુ કુસુમાવલી જેવી નજાકત અને તાજગી ભાગ્યે જ કોઈ સ્ત્રીમાં હશે!
ભાગ-૧ ૪ ભવ બીજો
૨%
For Private And Personal Use Only
Page #287
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિંહકુમારે તેને પાસે પડેલા ભદ્રાસન પર બેસવા સંકેત આપ્યો. કુસુમાવલીને સિંહકુમાર એકીટસે જોઈ રહ્યો હતો... કુસુમાવલી સભાન હતી. તે શરમાઈ ગઈ.... તેણે ધીરેધીરે પોતાની ગરદન ઊંચી કરીને મધુર સ્વરોમાં પૂછ્યું : “નાથ, ગઈકાલે આખો દિવસ આય ઉદ્યાનમાં રહ્યા. સાંજે પણ આવીને સીધા શયનખંડમાં ચાલ્યા ગયાના મારી પાસે આવ્યા. ના મારી સામે દૃષ્ટિ પણ કરી... તો શું આ તમારી અર્ધાગનાન કોઈ અપરાધ થયેલો છે?' કુમાર મૌન રહ્યો. ક્યાંય સુધી એની આંખો કુમાર તરફ તગી રહી.
કમારે મૌન તોડ્યું.
ગઈકાલે તો જે સંવેગ... જે આનંદ અનુભવ્યો છે, તેનું વર્ણન થાય એમ નથી! ગુદેવ ધર્મઘોષસૂરિજીએ એમના ગુરુદેવની સાત-સાત જન્મોની કથા-વ્યથા સંભળાવી કે જેની અસર હજુ પણ મારા મન ઉપરથી દૂર થતી નથી. સાંભળતાં-સાંભળતાં ક્યારેક હું ગ્લાનિ અનુભવતો હતો, ક્યારેક મારી છાતીમાં ડૂમો ભરાઈ જતો હતો. તો ક્યારેક વિષાદથી ઘેરાઈ જતો હતો...! વેદનામય શૂન્યાવકાશ જાણે મને ઘેરી વળતો હતો.'
કુસુમાવલી, કુમારના ગૌર... સુંદર અને સ્કૂર્તિલા ચહેરા પર જોઈ રહી હતી.. તે કુમારની વાતો એકાગ્રતાથી સાંભળતી હતી. સાથે સાથે કુમારની આંતરિક સ્થિતિનું અનુમાન પણ કરે જતી હતી. વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદ ઝીંકાયા પછી જે દૃશ્ય રચાય... તેવું દૃશ્ય તેને કુમારમાં દેખાયું. એક દિવસના માત્ર ત્રણ પ્રહરમાં કુમારે સાત-સાત જન્મોની વ્યથાને પીધી હતી!
રાત્રિમાં પણ એ બધું સાંભળેલું જ વાગોળ્યું હશે! એમાં જ લીન હશો? હું પણ તમને યાદ ના આવી મારા સ્વામીનાથ!”
કુસુમાવલીએ સહેજ સ્મિત સાથે મીઠો રોષ કર્યો. એણે ક્યારેય કમારના હૃદયને દૂભવ્યું ન હતું. એણે સતત કુમારને પ્રસન્ન રાખવાનો જ પ્રયત્ન કર્યો હતો.
કુમારના મુખ ઉપર પ્રભાતનાં પુષ્પ જેવું સ્મિત રમી ગયું! તેના ચહેરા પર આમેય રતાશ રહેતી હતી. તેણે કુસુમાવલીને કહ્યું : “સાચી વાત કહું? જો તું ન હોત, તારા મોહપાશમાં બંધાયેલો ના હોત. તો હું ગૃહવાસ છોડીને આજે જ સાધુધર્મ સ્વીકારી લેત..! ગઈ કાલ અને ગઈ રાત... મારી તીવ્ર સંવેગમાં ને તીવ્ર વૈરાગ્યમાં પસાર થઈ છે. મને આ મહેલ. આ રાજ્ય. અને બધા જ સંબંધો સ્વપ્નવતું લાગ્યા... સંસારની વિષમતાઓ, ભયાનકતાઓ... અને પટલીલાઓ જાણીને.. હું અવ્યક્ત ભયથી ધ્રૂજી ઊઠ્યો... મને શરીરે પરસેવો વળી ગયો..”
મારા નાથે, આપ સ્વસ્થ બનો. એ બધું ભૂલી જાઓ.. અને વાસ્તવિકતાનો વિચાર કરો.. અલબત્ત, આપ ખૂબ જ લાગણીશીલ છો.... આપણે રાજમહેલોની જ દુનિયા જોઈ છે! સજ્જનોની વચ્ચે જ આપણાં હજારો વર્ષો પસાર થયાં છે....
આપણે ક્યારેય સામાન્ય લોકોનાં જીવનમાં ડોકિયું કરીને જોયું નથી. આપણે શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
Page #288
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્યારેય દુર્જનોનાં કારસ્થાનો જોયાં નથી... અને આપ વાઈકાલે એવી કથા સાંભળી આવ્યા.. કે'
“સાચે જ દેવી, તે પણ સાંભળે ને તો તારું કાળજું કંપી ઊઠે.. હા, આચાર્ય અમરગુપ્તની સાત-સાત જન્મોની સમતા અને સરળતા ઉપર હૈયું ઓવારી જાય, એવી કથા છે. દુષ્ટ, માયાવી અને હિંસક સ્નેહી.. મિત્ર અને પતિ-પત્ની એમને મળતાં રહ્યાં. સાથે જન્મોમાં... છતાં એ સમતાશીલ રહ્યા, સરળ રહ્યા અને ધર્મનિષ્ઠ રહ્યા.'
ભલે, સૂર્ય ઊંચો આવી ગયો છે, હવે પ્રભાતિક કાર્યોથી પરવારીને રાજસભામાં જવાનું છે.'
ના, આજે હું રાજસભામાં નહીં જાઉં... આજે પણ મારે આચાર્યદેવ પાસે જવું છે... મારા મનમાં જે પ્રશ્નો ઉદ્દભવ્યા છે, એ પૂછવા છે, સમાધાન મેળવવું છે...' કસમાવલીએ ક્ષણભર વિચારીને કહ્યું : આપની સાથે હું પણ આજે આવું? જો આપની આજ્ઞા હોય તો..' “અવશ્ય, મારા પ્રશ્નો અને ગુરુદેવના ઉત્તરો સાંભળતાં તને આનંદ થશે. બાકી, એ ચિંતાથી જો આવતી હોય કે હું તને છોડીને ગૃહવાસ ત્યજીને સાધુ બની જઈશ..' તો ના આવીશ! હું તને કહું છું ને કે તારો ત્યાગ કરવો મારા માટે.... અશક્ય છે...” કસમાવલી હસી પડી, જાણે છોડ પરથી ફૂલ ખરી પડ્યાં.
૦ ૦ ૦. સિંહકુમાર અને કુસુમાવલી નાગદેવ ઉદ્યાનની બહાર રથમાંથી ઊતરી ગયાં. તેઓ ચાલતાં-ચાલતાં, જ્યાં આચાર્યશ્રી ધર્મઘોષ બિરાજતા હતા ત્યાં ગયાં. આચાર્ય પોતાના દૈનિક ક્રિયાકલાપોથી મુક્ત થઈને બેઠા હતા. કુસમાવલીએ પહેલી જ વાર આચાર્યદેવનાં દર્શન કર્યા. આચાર્યદેવના તેજ, પ્રતાપ અને પ્રભાવથી કુસુમાવલી પ્રભાવિત થઈ. રૂપ અને યૌવન હતું. છતાં સંયમ અને પ્રસન્નતાથી વ્યક્તિત્વ નિરાળું હતું.
બંનેએ ભાવપૂર્વક વંદના કરી. આચાર્યું “ધર્મલાભ બોલી આશીર્વાદ આપ્યા. બંને વિનયપૂર્વક આચાર્યની સમક્ષ બેઠાં.
કુમારે બે હાથ જોડી, મસ્તકે અંજલિ જોડી, વાતનો પ્રારંભ કર્યો. તે બોલ્યો : “ભગવનું, ગઈકાલે આપે આપના વરાગ્યનું કારણ બતાવ્યું. આવી સત્ય ઘટના સાંભળ્યા પછી સરળ અને ભાવુક મનુષ્ય સંસાર સુખો પ્રત્યે વિરક્ત બને છે, એમાં શંકા નથી. આપ વિરક્ત બન્યા અને ત્યાગી પણ બન્યા. આપના વૈરાગ્યે આપનામાં ત્યાગ કરવાની શક્તિનો સંચાર કર્યો.
૨૭૦
ભાગ-૧ % ભવ બીજો
For Private And Personal Use Only
Page #289
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરંતુ ગુરુદેવ, શું વૈરાગ્યની સાથે વિરતિ આવે જ, એવો નિયમ ખરો?
‘કુમાર, એવો નિયમ નથી. વૈરાગ્ય એ વિરતિની પૂર્વભૂમિકા છે. વૈરાગી ત્યાગી બને અને ન પણ બને.' આચાર્યદેવે બહુ સ્પષ્ટ વાત કરી.
‘એવું તો ના જ કહેવાય ને કે ગૃહત્યાગ કરે તો જ વૈરાગ્ય સાચો કહેવાય, અને ગૃહત્યાગ ના કરે તો વૈરાગ્ય સાચો ના કહેવાય?’
‘ગૃહવાસમાં રહેલો મનુષ્ય વૈરાગી હોઈ શકે છે, વૈરાગી રહી શકે છે... પરંતુ સાચા-ખોટા વૈ૨ાગ્યનો નિર્ણય તો મનુષ્ય પોતે જ કરી શકે.'
‘ભગવંત, ગઈકાલે આપે આપના ગુરુદેવના સાત જન્મોની કથા સંભળાવી... તેમાં ભિન્ન-ભિન્ન ગતિની વાતો સાંભળી ને મારું તો સમગ્ર અસ્તિત્વ હલી ઊઠ્યું છે. શું મનુષ્ય મરીને દેવ થઈ શકે છે? મનુષ્ય મરીને મનુષ્ય થઈ શકે છે? મનુષ્ય મરીને તિર્યંચગતિમાં અને નરકમાં જઈ શકે છે? એવી રીતે દેવ મનુષ્ય બની શકે છે? નારકીનો જીવ મનુષ્ય બની શકે છે? પશુ-પક્ષીનો જીવ મનુષ્ય બની શકે છે? અને મનુષ્ય મરીને મનુષ્ય બની શકે છે?
‘હા, કુમાર... આ બધું શક્ય છે. પરંતુ દેવ સીધો નરકમાં જન્મી શકતો નથી. નારક સીધો દેવ બની શકતો નથી...'
‘શું કારણ ગુરુદેવ?’ કુમારે પૂછ્યું.
‘કારણ કે નરકમાં લઈ જનારા વિચારો દેવ કરી શકતો નથી. એટલા અધમ... નીચ અને નિકૃષ્ટ વિચારો દેવ ના કરી શકે. એવી દુષ્ટ અને નિકૃષ્ટ પ્રવૃત્તિ પણ દેવો નથી કરી શકતા, એટલે તેઓ નરકગતિમાં નથી ઉત્પન્ન થતા, એવી રીતે નારકીમાં રહેલા જીવો, દેવગતિ પામવા માટે જેવા સારા, શુભ અને શ્રેષ્ઠ વિચારો કરવા જોઈએ તે નથી કરી શકતા. એવી શુદ્ધ, સાત્ત્વિક અને ધાર્મિક પ્રવૃત્તિ પણ નથી કરી શકતા. માટે તેઓ દેવલોકમાં ઉત્પન્ન નથી થઈ શકતા.’
‘ભગવનુ, આપના ગુરુદેવની આત્મકથામાં મેં સાંભળ્યું કે બીજા ભવમાં તેઓ હાથી હતા, મરીને તેઓ દેવ થયા હતા... તો શું પશુ, દેવ બનવાના શુભ વિચારો અને સારી પ્રવૃત્તિ કરી શકે છે?’
‘કરી શકે છે! પરંતુ બધાં પશુઓ નહીં, માંસાહારી પશુઓ તો નહીં જ! હાથી, ઘોડા, હરણ... જેવાં નિરામિષ આહારી પશુઓમાં, એવા શુભ વિચારો ઉદ્ભવી શકે... એવો પ્રશાન્ત ભાવ મૃત્યુ વેળાએ આવી શકે... કે જે દેવ બનવા માટે યોગ્ય હોય...
કુમાર, પશુ-પક્ષીને સદ્ગતિ માટે, એટલે કે દેવગતિ માટે કે મનુષ્યગતિ પામવા માટે પુરુષાર્થની જરૂર નથી હોતી, અને એ પુરુષાર્થ કરી પણ ના શકે! એમની સદ્ગતિનો આધાર તેમનાં પોતાનાં કર્મો જ હોય છે. અમુક દુષ્ટ કર્મોનો સહજતાથી શ્રી સમરાદિત્ય મહાકા
For Private And Personal Use Only
૨૦૧
Page #290
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાશ થઈ ગયો હોય.. અથવા દુ:ખો સહન કરવાથી કર્મોની નિર્જરા થઈ ગઈ હોય... તો તેઓ સદ્ગતિ પામે.
મનુષ્ય તો પુરુષાર્થ જ કરવો પડે છે. ધર્મ પુરુષાર્થથી તે સદ્ગતિ પામી શકે છે, નિર્વાણ પામી શકે છે! મુક્તિ પામી શકે છે.'
ભગવંત, મુક્તિ શા માટે પામવાની?” કુસુમાવલીએ પૂછ્યું. સુખ માટે!' “સુખ તો અમારી પાસે અહીં છે જ. અપાર સુખો છે! દુઃખની તો છાયા પણ અમે જોઈ નથી!” કુસુમાવલીએ તર્ક કર્યો.
‘દેવી, તમે જે સુખની વાત કરું છું, તે સુખો વૈષયિક છે. વૈષયિક સુખો ક્ષણિક હોય છે...'
‘ભગવંત, અમે એ સુખો લાખો વર્ષોથી ભોગવી રહ્યાં છે.. પછી એ ક્ષણિક કેવી રીતે?”
ક્ષણિક એટલે એક કાળે સમાપ્ત થનારાં! લાખો કરોડ વર્ષો પછી પણ એ સુખો નાશ પામે છે. એટલે કે સુખોનો વિયોગ થાય છે. જ્યારે મુક્તિમાં જે સુખો છે તે શાશ્વત છે.. અનંત છે!”
ભલે વૈષયિક સુખો નાશવંત છે, પરંતુ જીવનપર્યત ટકે તો છે ને?' “ના, એ સુખોને ટકવાનો, નહીં ટકવાનો આધાર એ જીવનમાં પોતાનાં પુણ્યકર્મો હોય છે. જ્યાં સુધી આત્મામાં પુણ્યકર્મો હોય ત્યાં સુધી જ સુખ ટકેએ પુણ્યકર્મ નાશ પામે એટલે વૈષયિક સુખો ચાલ્યાં જાય!'
“એટલે એ “પુણ્યકર્મ' મનુષ્ય પાસે જીવનપર્યત ના ટકે ભગવંત?”
“ના, ટકેય ખરું, ને પણ ટકે! જીવનકાળ દરમિયાન એ ગમે ત્યારે સમાપ્ત થઈ શકે! પછી જીવનમાં દુઃખોનો પ્રારંભ થાય....”
એ દુઃખ ક્યાં સુધી રહે જીવનમાં?”
જ્યાં સુધી એ દુઃખોનાં કારણભૂત પાપકર્મ આત્મામાં રહે ત્યાં સુધી!' કુસુમાવલી મૌન થઈ ગઈ. ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગઈ. સિંહકુમારે વાતનું અનુસંધાન કરતાં પૂછ્યું :
ગુરુદેવ, જેમ પાપકર્મના ઉદયથી દુઃખો ભોગવવાં જ પડે છે, તેમ પુણ્યકર્મના ઉદયથી મળતાં સુખ ભોગવવાં જ પડે ને?'
“ભોગવવાં પડે અને ના પણ ભોગવવાં પડે! કેટલાંક પુણ્યકર્મ ભોગવવાં જ પડે છે. પરંતુ જો સભાનપણે ભોગવે. તો નવાં પાપકર્મ નથી બંધાતાં.'
સભાનપણે એટલે?'
અનાસક્ત ભાવે! આસક્તિથી લેપાયા વિના!” ૨૭૨
ભાગ-૧ ૪ ભવ બીજો
For Private And Personal Use Only
Page #291
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘એ સંભવિત છે ભગવંત? વૈષયિક સુખો ગમે છે... પ્રિય લાગે છે... એ જ આસક્તિ ને?'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘ના, ખાંડ જેમ મીઠી લાગે તેમ સુખો પ્રિય તો લાગવાનાં જ, પરંતુ ‘આવાં સુખો મારે જોઈએ જ, સુખો વિના મને ના ચાલે...' આ આસક્તિ છે. સુખોના અભાવમાં જે પાણી વિનાની માછલીની જેમ તરફડે... તે આસક્તિ છે!'
સિંહકુમારની દૃષ્ટિ કુસુમાવલી ત૨ફ ગઈ. કુસુમાવીએ કુમાર તરફ જોયું. આંખોએ ‘આસક્તિ'ની વાત સ્વીકારી લીધી!
‘કુમાર, વૈયિક સુખો ભોગવવા જેવાં નથી, ભોગવવાં પડે તો રચીમાચીને ન ભોગવવાં - આ વૈરાગ્યની ભૂમિકા છે.'
‘ભગવન્, વિષયોમાં મન અને ઇન્દ્રિયો આકર્ષાય છે, આસક્ત થાય છે, એમાં પ્રેરક તત્ત્વ ‘કર્મો’ નથી?’
છે, કર્મો જ પ્રેરક છે, માટે એ કર્મોનો નાશ કરવા માટે ધર્મપુરુષાર્થ કરવાનો ઉપદેશ તીર્થંકરો આપે છે.’
‘ધર્મપુરુષાર્થમાં પ્રેરક તત્ત્વ કયું?'
‘સદ્ગુરુ!’
‘તો પછી અમને ધર્મપુરુષાર્થમાં આપે જ પ્રેરણા આપવી પડશે... અમે આપને જ અમારા ગુરુ માન્યા છે, ભગવંત!’
‘તીર્થંકરોની અમને આશા છે કે સુપાત્ર જીવોને ધર્મપુરુષાર્થમાં પ્રવૃત્ત કરવા નિરંતર પ્રેરણા આપવી!'
‘અમે પ્રતિદિન, જ્યાં સુધી આપની અહીં સ્થિરતા છે ત્યાં સુધી આપનાં ચરણોમાં આવીશું...'
‘તમારી ભાવના પ્રશસ્ત છે.’
ગુરુદેવને પુનઃ વંદના કરી, સર્વે સાધુપુરુષોને વંદના કરી. સિંહકુમાર અને કુસુમાવલી ઉદ્યાનમાંથી બહાર આવ્યાં. રથમાં બેસી રાજમહેલે પહોંચ્યાં,
શ્રી સમરાદિત્ય મહાકથા
મધ્યાહ્નના ભોજનનો સમય થઈ ગયો હતો. મહારાજા પુરુષદત્ત અને મહારાણી શ્રીકાન્તા બંને, કુમાર અને પુત્રવધૂની પ્રતીક્ષા કરી રહ્યાં હતાં.
'એમને ગુરુદેવ પાસેથી આવતાં જરા મોડું થયું...’
‘તમે ગુરુદેવ પાસે ગયા... તેથી મને ઘણો આનંદ થયો!' મહારાજાએ અનુમોદન કર્યું.
For Private And Personal Use Only
૨૦૩
Page #292
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાગદેવ ઉદ્યાનમાં વિશાળ વટવૃક્ષની નીચે આચાર્ય ધર્મઘોષ સમાધિસ્થ હતા. તપશ્ચર્યાથી અને પરિપહો સહવાથી એમનું શરીર કૃશ થઈ ગયું હતું, પરંતુ એમની કાન્તિ તપેલા સોના જેવી હતી. એમની આસપાસ દૂર - અને નજીક અનેક શ્રમણો સાધના-મગ્ન હતા.
ખૂબ મનોહર પ્રભાત-વેળા હતી. સ્વચ્છ આકાશમાંથી સૂર્યનાં સોનેરી કિરણો ઉદ્યાનનાં હર્યા-ભર્યાં વૃક્ષો પર અને પુષ્પક્યારાઓ ઉપર શોભાનો વિસ્તાર કરી રહ્યાં હતાં. આચાર્ય ધર્મઘોષે આંખો ખોલી. સ્થિર દૃષ્ટિથી તેમણે સૂર્ય સામે જોયું. જાણે કે એમણે સંવેદન કર્યું - એમના હૃદયમાં દિવ્યપ્રકાશના કિરણો ઉદિત થયાં છે. એ કિરણોથી પૂર્ણ વિશ્વ આલોકિત થાય છે... પવિત્ર થાય છે... અને મુક્તિ તરફ પ્રયાણ કરે છે કે જ્યાં ભય નથી, વ્યાધિ નથી. જ્યાં અમરત્વ છે, જ્યાં અમૃત છે.. જ્યાં આનંદ છે.
તેમનામાં ભાવોદ્રેક થયો : “શોક-નિમગ્ન, વૈષયિક સુખોમાં ગૃદ્ધ અને જન્મજરાથી પીડિત જનતાનો હું ઉદ્ધાર કરું! એ માટે એમને જ્ઞાનનું અમૃત આપું...”
જયપુરમાં અને જયપુરની આસપાસના પ્રદેશમાં આચાર્યશ્રી ધર્મઘોષના શાસ્ત્રજ્ઞાનની, તપશ્ચર્યાની અને સિદ્ધિઓની બોલબાલા હતી. દૂર દૂરથી રાજાઓ, શ્રેષ્ઠીઓ, શ્રીમંતો એમનાં દર્શન-વંદન માટે નાગદેવ ઉદ્યાનમાં આવતા હતા. સર્વત્યાગી અને દેહાસક્તિથી મુક્ત આચાર્યનાં દર્શનથી તેઓ કૃતાર્થ થતા હતા.
હજુ સૂર્યોદય નહોતો થયો.
પૂર્વાકાશની પીળી પ્રભા ઉપર શકનો તાર હીરાની જેમ ઝગમગી રહ્યો હતો.... સિંહકુમારનો નીલપા પ્રાસાદ, નીલપદ્મોના સરોવરની વચ્ચોવચ બન્યો હતો. મહેલની દીવાલો ઉપર નીચેથી ઉપર સુધી વિવિધ રંગની રત્નોની રચના કરવામાં આવી હતી. બહારના પ્રાંગણથી મહેલ સુધી એક સુંદર પુલ હતો, જેની બન્ને બાજુએ સ્વર્ણ-દંડ રોપવામાં આવ્યા હતા. નીલપા સરોવરનું પાણી ખરેખર, નીલમણિ જેવું જ સ્વચ્છ અને ચમકીલું હતું. એ પાણીમાં હમેશાં મોટાં-મોટાં નીલ પદ્મ ખીલેલાં રહેતાં હતાં. સરોવરની વચ્ચે-વચ્ચે કૃત્રિમ ટાપુ બનેલા હતા. તેના ઉપર હંસ, ચક્રવાક. સારંગ જેવાં પક્ષીઓના નિવાસ બનાવવામાં આવ્યા હતા. એ પક્ષીઓનો કલરવ.. નીલ પમોની શોભા... અને નિર્મળ જલમાં મહેલનો ધ્રુજતો પડછાયો.. આ બધું ખરેખર, દર્શનીય હતું. આ મહેલમાં યુવરાજ સિંહકુમાર અને યુવરાજ્ઞી કુસુમાવલી નિવાસ કરતાં હતાં.
૨૭૪
ભાગ-૧ % ભવ બીજો
For Private And Personal Use Only
Page #293
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિંહકુમાર સરોવરના તટ ઉપર એક સ્વચ્છ આરસની વેદિકા પર બેઠો હતો. પૂર્વાકાશમાં તગતગી રહેલા શુકના તારાને એકીટસે જોઈ રહ્યો હતો. તેના મુખ પર ઉદાસીનતા હતી. તેના મનમાં અનેક વિચારો આવતા હતા ને જતા હતા. એ વિચારી રહ્યો હતો પોતાના ભૂતકાળને અને ભવિષ્યકાળને. એની ભીતરમાં એક તંદ્ર ચાલી રહ્યું હતું.
પાપ અને પુણ્ય... સુખ અને દુઃખ... ત્યાગ અને વૈરાગ્ય...
આ બધાં તત્ત્વો સાથે પોતાના જીવનમાં સમન્વય સાધવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.. ત્યાં, તેની પાછળ આવીને કુસુમાવલી ક્યારની ઊભી રહી ગઈ હતી. તેણે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં. તેણે પોતાના અંબોડામાં નીલ પuોને ગૂંથેલાં હતાં. એના દેહમાંથી તેજ.. આભા... પ્રકાશ માધુર્ય અને કોમળતાનું અખંડ ઝરણું વહી રહ્યું હતું. એના ગળામાં મોટાં-મોટાં મોતીઓની માળા શોભતી હતી.
તેણે સિંહકુમારને ધ્યાનભગ્ન કર્યો : “મારા નાથ, અહીં એકલા-એકલા ક્યારે આવીને બેસી ગયા?” તે કુમારની સામે આવીને, બે હાથ જોડીને, મિતને વિખેરતી બોલી. કુમાર કુસુમાવલીને જોઈ રહ્યો... જોતો જ રહી ગયો... “આ રૂ૫? આ યૌવન? આ મદ? આ સૌરભ? અદભુત છે બધું... છતાં આચાર્ય કહે છે આ બધું વિનાર છે! નાશવંત છે!' કુમાર હજુ વિચારોમાંથી બહાર આવતો નથી... કુસુમાવલી કુમારનાં ચરણો પાસે બેસી ગઈ... ગુલાબની પાંખડીઓ જેવા ચરણો ઉપર પોતાની બે હથેળીઓને ફેરવતી તે બોલી... બોલી શું જાણે વીણાના તાર ઝણઝણી ઊઠ્યા.
શું વિચારો છો નાથ? મને નહીં કહો. હું તમારાથી ભિન્ન નથી. હું તમારું હૃદય છું. હું તમારું ચિત્ત છું. અને હું તમારી સર્વસ્વ છું...!”
કુસુમ, સંબંધોની વિનશ્વરતા... ક્ષણિકતાની વાતોએ મારા મનમાં દ્વન્દ્ર પેદા કર્યું છે. કંઈક ભય લાગે છે... તો ક્યારેક
સત્યના સાક્ષાત્કારનો આનંદ અનુભવાય છે. કુસુમ, હું દુનિયાના બીજા બધા સંબંધો પ્રત્યે વિરક્ત થઈ શકે, પણ એક સંબંધ પ્રત્યે વિરક્ત નહીં બની શકે, એમ મને નિશ્ચિત લાગે છે!
એ સંબંધ કોની સાથેનો?” મારી સમક્ષ જે પ્રેમમૂર્તિ બેઠી છે, એની સાથેનો!”
કુસુમાવલી ભાવવિભોર થઈ ગઈ. તેની આંખો હર્ષનાં આંસુઓથી ભરાઈ ગઈ. તેના ગળામાં ડૂમો ભરાઈ ગયો. તેણે કુમારના બે હાથ પોતાના હાથમાં લઈ લીધા.
“હું જીવું છું. ત્યાં સુધી આપે વિરક્ત બનવાનું પણ નથી... જે ક્ષણે આપ વિરક્ત શ્રી સમરાદિત્ય મહાકથા
૨૭૫
For Private And Personal Use Only
Page #294
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બનશો.. એ દિવસે આ દેહમાં પ્રાણ...” કુમારે એના મુખ પર પોતાનો હાથ દાબી દીધો. કુમારે વાત બદલી નાંખી.
એ ર્તા કહે. આચાર્ય ઘર્મઘોષનું વ્યક્તિત્વ તને કેવું લાગ્યું તેમની પ્રતિભા... તેમનું તેજ...?'
અદભુત! તેમનું બધું જ અદ્દભુત લાગ્યું! પહેલા જ દર્શને હું પ્રભાવિત થઈ ગઈ.. પછી તો જેમ જેમ સાંભળતી ગઈ તેમ તેમ તેમના પ્રત્યેની ભક્તિ વધતી ગઈ. ચાર ગતિઓમાં જીવોના પરિભ્રમણનું કેવું સ્પષ્ટ ચિત્ર દોરી દીધું! સુખ અને દુઃખની વાસ્તવિકતા કેવી સરસ રીતે સમજાવી દીધી? આવી બધી હૃદયસ્પર્શી વાતો પહેલી જ વાર આ મહાત્માના મુખે સાંભળી.
જો કે કુળની વૃદ્ધ સ્ત્રીઓના મુખે અને સખીઓના મુખે મેં દેવ-દાનવો અને પ્રેતોની વાતો સાંભળી હતી. સિદ્ધ યોગી પુરુષોના વિષયમાં પણ થોડુંઘણું સાંભળેલું.. એના ઉપર વિચારો પણ કરતી. મારણ, ઉચ્ચાટન, વશીકરણની વાતો તરફ કુતૂહલ જાગતું! પરંતુ એ બધું મારા હૃદયમાં જચતું ન હતું. ક્યારેક ભવિષ્યવેત્તાઓના મુખે ભવિષ્ય સાંભળતી.. અને હસતી હતી. આ બધાનો ઉદ્દેશ્ય એક માત્ર સુખ ભોગનો જ હતો. વૈષયિક સુખોની જ વાતો... જો કે વૈષયિક સુખો મને ગમે છે. ખૂબ ગમે છે.... છતાં એની વાતો મને કંટાળો આપતી હતી... જ્યારે આચાર્ય ધર્મઘોષની વાતોથી મને ખૂબ આનંદ થયો... નાથ, આપ જ્યારે જ્યારે આચાર્યશ્રીની પાસે જાઓ ત્યારે મને સાથે લઈ જજે.”
કુસુમાવલી અવારનવાર આ નીલમણિ-સરોવરનાં સ્વચ્છ જલમાં પોતાના અપ્રતિમ અંગસૌષ્ઠવને જોઈને ખૂબ પ્રસન્ન થઈ જતી. એ સમયે એની શાન્ત પડી ગયેલી વાસનાઓ... એક-પછી એક. એના અંગ-પ્રત્યંગમાં પ્રવેશી જતી. ને એ મુક્ત રીતે હસી પડતી. એનું હૃદય રૂ૫ના ગર્વથી અને તેજથી ભરાઈ જતું. પછી એ સિંહકુમારને યાદ કરતી... અને એના વિચારોમાં ખોવાઈ જતી.. પોતાના પરમ સૌભાગ્યથી કૃતાર્થતા અનુભવતી.. ત્યાં તો સિંહકુમારને પોતાની સામે ઊભેલો જોતી! સૂર્ય જેવા તેજસ્વી... દેદીપ્યમાન કુમારના ગૌર મુખને જોઈ એ પોતાનો સંયમ ખોઈ બેસતી. અને જ્યારે કુમાર એના અદૂભુત રૂપની પ્રશંસા કરતા ત્યારે તે શરમાઈ જતી. ઘડી-બે ઘડી પ્રેમાલાપમાં પસાર થઈ જતી.. પછી બંને પતિ-પત્ની મહેલમાં આવી જતાં.
આજે પ્રેમાલાપના બદલે... ધર્માલાપ થયો. કારણ કે એ બંનેની વચ્ચે આચાર્યશ્રી ધર્મઘોષે પોતાનું આસન જમાવી દીધું હતું.
૦ ૦ ૦
છે
ભાગ-૧ # ભવ બીજો
For Private And Personal Use Only
Page #295
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આજે સિંહકુમાર અને કુસુમાવલી કંઈક વહેલાં નાગદેવ ઉદ્યાનમાં આવી ગયાં હતાં. તેમણે વિશાળ ઉદ્યાનમાં એક મોટું ચક્કર માર્યું. ઉદ્યાનમાં દેશ-વિદેશનાં અનેક વૃક્ષો ઊગેલાં હતાં. અને એ વૃક્ષોનું સિંચન કરવા માટે એક વાવ બનાવવામાં આવી હતી. એ વાવમાંથી નાની નાની નીકો દ્વારા ઉદ્યાનમાં સર્વ વૃક્ષોને અને સર્વ છોડીને પાણી પિવડાવવામાં આવતું હતું. એ વાવડીની ચારે બાજુ કૃત્રિમ નાના પહાડો બનાવવામાં આવ્યા હતા, સ્તંભો અને કલાત્મક મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી હતી. એનાં પ્રતિબિંબ વાવડીનાં નિર્મળ જળમાં ઝિલાતાં હતાં અને મનમોહક દશ્યો સર્જાતાં હતાં. ઠેરઠેર લતામંડપો... લતાકુંજોની રચના કરવામાં આવી હતી. વિવિધ રંગોનાં પુષ્પોની સુગંધથી આકર્ષાઈને અનેક ભ્રમરવૃંદો ગુંજારવ કરતાં હતાં.
સિંહકુમાર અને કુસુમાવલી ધીરે ધીરે એ માર્ગેથી જ્યાં ગુરુદેવ બિરાજતા હતા, તે તરફ આવ્યાં. એ બાજુ માટી અને ઘાસની સેંકડો કુટિરો બનાવવામાં આવેલી હતી. પરાપૂર્વથી ત્યાં સાધુપુરુષો નિવાસ કરતા હતા. એ પ્રદેશ એવો હતો કે ત્યાં સાધ્વાચારોનું યથોચિત પાલન થઈ શકતું હતું અને સાધુઓને પ્રાયોગ્ય એકાંત મળતું હતું. તેમણે અનેક સાધુઓને સ્વાધ્યાય કરતાં જોયા... માળા ગણતા જોયા... સૂર્ય સામે દૃષ્ટિ સ્થિર કરીને ધ્યાનસ્થ ઊભેલા જોયા.... નરી પવિત્રતાનું વાતાવરણ જોયું. કુસુમાવલી બોલી ઊઠી : “કેવું નિઃસંગ..... નીરાગી. અને નિસર્ગની ગોદમાં જિવાતું ઉત્તમ જીવન છે! સાચે જ, આવા મહાત્માઓ જ મુક્તિ પામી શકે. આમની મુક્તિ થવી જ જોઈએ. હવે આ સંસારમાં આ મહાત્માઓ નહીં રહી શકે...'
તેઓ આચાર્યદેવની નિકટ પહોંચી ગયા. મસ્તકે અંજલિ જોડી નમન કર્યું અને વિધિવત્ વંદના કરી. ગુરુદેવે બંનેને “ધર્મલાભ' બોલીને આશીર્વાદ આપ્યા.
સ્વચ્છ ભૂમિ ભાગ ઉપર વિવેકથી યુવરાજ-યુવરાણી બેઠાં. આચાર્યદેવના તેજોમય મુખારવિંદને જોતાં રહ્યાં... કુમારે ગુરુદેવને વિનમ્ર શબ્દોમાં વિનંતી કરી : “ભગવંત, આજે એવો જ્ઞાન-પ્રકાશ આપો કે વૈષયિક સુખોની નિસારતા સમજાય. અને ધર્મનું પ્રયોજન સમજાય.”
આચાર્યદેવે મધુર-ગંભીર સ્વરમાં કહ્યું : આજે તમને હું એક ઉપનય-કથા કહીશ. એ કથાથી તમારી જિજ્ઞાસા સંતોષાઈ જશે.
જીવરાજ નામનો એક પુરુષ હતો. દરિદ્રતાએ એને કચડી નાંખ્યો હતો. ઘરબાર છોડી એ પરદેશ જવા ચાલી નીકળ્યો... ચાલતો જ ગયો. ગામ નગર.... જંગલો... ખીણો... વટાવતો તે ચાલ્યો જાય છે. પરંતુ તે માર્ગ ભૂલ્યો. તે એક નિબિડ જંગલમાં જઈ ચડ્યો. ત્યાં સાલવૃક્ષો હતાં, તમાલ-વૃક્ષો હતાં, બકુલ અને તિલકનાં વૃક્ષો હતાં.. ખાખરા.... નેતર.... લીમડા.. વડ. આંબા જાંબુ. વગેરે અનેક જાતનાં વૃક્ષોની ઘટાઓ હતી. જ્યાં સૂર્યનાં પ્રખર કિરણો પણ પ્રવેશ કરી શકતાં ન હતાં. લાલ-લાલ પુષ્પોના હજારો છોડ એ ભૂમિભાગ ઉપર છવાયેલા હતા. શ્રી સમરાદિત્ય મહાકથા
૭
For Private And Personal Use Only
Page #296
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ વનપ્રદેશમાં વાઘ, રીંછ, શિયાળ, હાથી, સિંહ, રોઝ, ગેંડા... મૃગ... બળદ વગેરે અસંખ્ય પશુઓ સ્વચ્છેદ વિહાર કરી રહેલાં હતાં, વનપાડાઓનાં ઝુંડ ઊંડા જળાશયોમાં ચીસો પાડતા... ઉન્મત્ત બનીને ક્રીડા કરતાં હતાં. વન્ય પશુઓની તીવ્ર ચીસોથી વાતાવરણ અતિ ભયાનક લાગતું હતું.
આવા ભયાનક વનમાં જીવરાજ જઈ ચઢ્યો. હિંસક પશુઓથી બચવા તે આમ-તેમ આથડે છે. તેને અત્યંત ભૂખ લાગી છે. તીવ્ર તરસ લાગી છે... ભય અને આતંકથી તેની આંખો પહોળી થઈ ગઈ છે. તેના શરીરે પરસેવો વળી ગયો છે.... અત્યંત થાકથી તે નિરાશ થઈ ગયો છે. કઈ દિશામાં જવું - તેને સમજાતું નથી. ઊંચા-નીચા માર્ગો પર ચાલતાં તે ઠોકરો ખાય છે, જમીન ઉપર પટકાય છે. લમણે હાથ દઈને ભયાક્રાન્ત દૃષ્ટિથી ચારે દિશાઓમાં જુએ છે.. ત્યાં તેણે એક ભયાનક દશ્ય જોયું. તે થરથરી ગયો. પ્રલયકાળનાં ઘનઘોર વાદળ જેવો કાળો... અને પ્રચંડ મેઘગર્જનાઓ કરતાં પણ તીવ્ર ગર્જનાઓ કરતો વનહાથી દોડતો.. એના તરફ આવતો જોયો...
બીજી બાજુ વિરુદ્ધ દિશામાંથી ભયંકર અટ્ટહાસ કરતી અને કાળાં વસ્ત્રવાળી રાક્ષસીને આવતી જોઈ. એના બંને હાથમાં લબકારા મારતી નાગણની જીભ જેવી કટારીઓ હતી. જીવરાજના હોશ ઊડી ગયા... તે ઊભો થયો. તેણે પૂર્વ દિશા તરફ જોયું. ઉદયાચલના શિખર જેવું અતિ ઊંચું એક વડનું વૃક્ષ જોયું... એને વિચાર આવ્યો : આ વૃક્ષ ઉપર જો ચઢી જાઉં... તો પેલો હાથી મને કંઈ ના કરી શકે... અને રાક્ષસી પણ મને ના જોઈ શકે.. તે દોડ્યો. તેના પગમાં સોય જેવું તીર્ણ ઘાસ ભોંકાય છે... લોહી નીકળે છે... છતાં તે દોડ્યો એ વડના વૃક્ષ પાસે! પરંતુ એ નિરાશ થઈ ગયો. એ આકાશને આંબતા વૃક્ષ પર ચઢવું એના માટે શક્ય જ ન હતું..
પેલો હાથી એના તરફ આવી રહ્યો હતો. પેલી રાક્ષસી પણ એનો જ શિકાર કરવા આવી રહી હતી. તે ધ્રૂજી ઊઠ્યો. તેના મુખ ઉપર શ્યામતા છવાઈ ગઈ.. તે વૃક્ષની આસપાસ છુપાઈ જવાની જગા શોધવા દોડવા લાગ્યો....
ત્યાં એણે ઘાસથી ઢંકાઈ ગયેલો વિશાળ કુવો જોયો... અને “જીવીશ કે મરીશ..” એમ વિચારીને કૂવામાં પડતું મૂકી દીધું. કૂવામાં પડતાં જ, કૂવાની ભીંતમાં ઊગેલું ધાસ એના હાથમાં આવી ગયું... તેણે મજબૂત રીતે પકડી લીધું. એ કૂવા ઉપર પેલા વડના વૃક્ષની એક ડાળી લટકતી હતી. જીવરાજે એક હાથ લાંબો કરીને, એ ડાળી પકડી લીધી... તે કૂવામાં લટકીને રહ્યો. - હવે તેને કૂવામાં ઝાંખું-ઝાંખું દેખાવા લાગ્યું. કૂવાની ભીંતોની બખોલોમાં તેણે મોટા મોટા ભયંકર સર્પો જોયા. તે સર્પો ગુસ્સામાં હતા. તેમની આંખોમાંથી અંગારા વરસતા હતા. તેમની જીભ જાણે અગ્નિજવાળાઓ હતી. ઊંચી ફણાઓને ડોલાવતા... ૨૭૮
ભાગ-૧ ૪ ભવ બીજો
For Private And Personal Use Only
Page #297
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવરાજને ડંખ મારવા તત્પર દેખાતા હતા.
જીવરાજે કૂવામાં નીચે જોયું. તો લાંબો અને જાડો અજગર ફૂંફાડા મારતો હતો! કરવત જેવા એના ભયંકર દાંત હતા. દિગજ જેવી એની મોટી કાયા હતી. એણે પોતાનું મોઢું ફાડેલું હતું ને તેની લાલ-લાલ આંખો જીવરાજ તરફ મંડાયેલી હતી...' હમણાં નીચે પડે... ને હું ગળી જાઉં!'
જીવરાજ ખૂબ ગભરાયો. તેણે ઉપર જોયું. “જ્યાં સુધી આ ઘાસનો સહારો છે અને જ્યાં સુધી આ વડવાઈને લટકી રહ્યો છું... ત્યાં સુધી જ હું જીવતો છું.' આ વિચારે છે ત્યાં એણે વડવાઈની ઉપર બેઠેલા બે ઉદરને જોયા, મોટા કૂતરા જેવડા એ બે ઉંદરો એ જ વડવાઈને પોતાના તા દાંતથી કાપી રહ્યા હતા. એક ઉદરનો રંગ ધોળો હતો, બીજાનો રંગ કાળો હતો..
બીજી બાજુ... વટવૃક્ષ હલી ઊઠડ્યું! જીવરાજે જોયું તો પેલો વનણાથી વૃક્ષને પોતાની સૂંઢથી પકડીને હચમચાવતો હતો... વૃક્ષને જડમૂળથી ઉખેડી નાંખવા ધમપછાડા કરતો હતો.
પેલી રાક્ષસી પોતાના લાંબા-લાંબા દાંતોને તતડાવતી અને બે હાથમાં તીક્ષ્ણ કટારીઓ ઉછાળતી, કૂવાના કાંઠા ઉપર ઊભી હતી. જીવરાજે આંખો મીંચી દીધી..
ત્યાં જીવરાજના મસ્તક પર એક મધુબિંદુ પડ્યું. તેણે આંખો ખોલી... ઉપર જોયું. વડવાઈ ઉપર એક મધપૂડો હતો. વૃક્ષ હાલવાથી મધપૂડાની માખીઓ ઊડી હતી. અને મધપૂડામાંથી મધ ટપકતું હતું. જીવરાજે પોતાનું મોં ફાડ્યું... જીભ ઉપર મધનાં બિંદુઓ પડવા માંડ્યાં.. એને મજા આવી ગઈ! એ બધાં દુઃખો ભૂલી ગયો. બધા ભયોને વીસરી ગયો.. મધુબિંદુઓનો આસ્વાદ લેવા લાગ્યો. ત્યાં વળી નવી આફત ઊભી થઈ. ક્રોધે ભરાયેલી મધમાખીઓ જીવરાજના શરીરે વળગી પડી. ડંખ મારવા લાગી. છતાં જીવરાજ એની પરવા કરતો નથી. એ મધનાં બિંદુઓ ચાટવામાં મશગૂલ છે!”
આચાર્યદેવ અટક્યા. કુમાર અને કુસુમાવલી એકાગ્ર ચિત્તે કથા સાંભળી રહ્યાં હતાં. આચાર્યદેવ અટકી ગયા એટલે કુમારે પૂછ્યું :
ભગવંત પછી શું થયું?” ‘કુમાર, આ ઉપનય-કથા છે. કથા પૂરી થઈ! હવે એનો ઉપનય સમજાવું છું.'
ક
-
ક
શ્રી સમરાદિત્ય મહાકથા
છG
For Private And Personal Use Only
Page #298
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૩૭H|
એ મુસાફર જીવરાજ, એ આપણો જીવ છે. કે એ ભૂલો પડ્યો હતો જંગલમાં, જીવ ચાર ગતિમાં ભૂલ્યો ભટકે છે.
વનહાથી એટલે મૃત્યુ. રાક્ષસી એટલે વૃદ્ધાવસ્થા. જ ઊંચો વડલો એટલે મોક્ષ. કૂવો એટલે મનુષ્યગતિ.
સર્પ એટલે ચાર કષાય. કે ઘાસ અને વડવાઈ એટલે આયુષ્ય. ઉંદર એટલે કૃષ્ણપક્ષ અને શુક્લપક્ષ. મધમાખીઓ એટલે વ્યાધિ-ઉપાધિઓ. પેલો અજગર... એટલે નરકગતિ.
મધુબિંદુ એટલે વૈષયિક સુખો. ઇન્દ્રિયોનાં ભોગસુખો. કુમાર, તમે બંને આ ઉપનય-કથા ઉપર મનન કરજો. તમારા પ્રશ્નોનું સમાધાન મળી જશે.
આ વિષયસુખોને દારુણ સમજજો. છેમનુષ્યજીવન વીજળીના જેવું ચંચળ સમજજો. યૌવનને અંજલિમાં રહેલા પાણી જેવું જાણજો.
સ્વજન-સમાગમને વાયુના જેવો ચપળ જાણજો. આ બોધ જો તમે પામશો. તો તમને ધર્મની ઉપાદેયતા સમજાશે. તમે તમારા જીવનમાં ધર્મને જીવનારા બનશો. આત્માને કર્મોનાં અનંત બંધનોમાંથી મુક્ત કરનારા બનશો. તમે આત્માના સહજ આનંદને, સ્વાભાવિક સુખને અનુભવનારા બનશો.' આચાર્યદેવે ઉપદેશ પૂર્ણ કર્યો.
૦ ૦ ૦. મહારાજા પુરુષદત્ત હિમશ્વેત કોમળ ગાદી ઉપર બેઠા હતા. બે દાસી પાછળ ઊભી ઊભી ચામર ઢાળી રહી હતી. રાજા પુરુષદત્તનું શરીર અત્યંત ગૌરવર્ણનું હતું. તેમણે કોમળ રેશમી વસ્ત્ર પહેરેલું હતું. તેમના ગળામાં, હાથ પર અને મણિબંધ પર બહુમૂલ્ય રત્નાભરણ પહેરેલાં હતાં.
તેમના મન ઉપર કંઈક ઉદાસી હતી, ગંભીરતા હતી. તેઓ રાજકુમારની પ્રતીક્ષામાં ૮૦
ભાગ-૧ ૪ ભવ બીજો
For Private And Personal Use Only
Page #299
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
હતા. ત્યાં તેમને સમાચાર મળ્યા કે યુવરાજ અને યુવરાજ્ઞી ઉદ્યાનમાંથી આવી ગયા છે. તેમણે પરિચારિકાને આજ્ઞા કરી : ‘કુમારને કહો કે હું તેને યાદ કરું છું.'
‘હા, વત્સ!’
‘મારા યોગ્ય આજ્ઞા?’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિચારિકાએ કુમારને મહારાજાનો સંદેશો આપ્યો. તરત જ કુમાર, મહારાજાની પાસે પહોંચી ગયો. પિતાનાં ચરણોમાં પ્રણામ કરી, તે પાસે જ બેસી ગયો.
‘પિતાજી, આપે મને યાદ કર્યો...?’
મહારાજા મૌન રહ્યા. તેમણે આંખો બંધ કરી. કુમારના મનમાં અનેક તર્ક-વિતર્ક શરૂ થયા. તે મહારાજાના વૃદ્ધ છતાં તેજસ્વી દેહ તરફ જોઈ રહ્યો.
‘કુમાર!’
‘પિતાજી...’
‘હવે હું નિવૃત્ત થવા ઇચ્છું છું. આ રાજ્યભાર હવે તારે વહન કરવાનો છે...’ ‘અચાનક આવી ઇચ્છા ઉત્પન્ન થવાનું કોઈ કારણ?’
‘ઇચ્છા? ઇચ્છા તો ઘણાં વર્ષોથી આત્મામાં દબાયેલી પડી હતી... અને કર્તવ્યોનું પાલન પણ કરવાનું હતું. ઘણાં વર્ષો પૂર્વે આ નગરમાં ‘અમિતર્તજ' નામના આચાર્યદેવ પધાર્યા હતા, ત્યારે તેમના ઉપદેશથી વૈરાગ્યનું બી ૪ તો આત્મામાં વવાઈ ગયું જ હતું.’
‘સાચી વાત છે આપની. સદ્ગુરુનો યોગ જ જીવને જાગ્રત કરે છે... સદ્ગુર વિના મોહના પ્રગાઢ અંધકારને કોઈ ભેદી શકતું નથી. લાખો સૂર્યના પ્રકાશથી પણ ન ભેદી શકાય, એવો મોહનો અંધકાર હોય છે. પિતાજી, આપની ઇચ્છા સારી છે, શ્રેષ્ઠ છે, પરંતુ નિવૃત્ત થઈને ચારિત્રમાર્ગે જવાની ઉતાવળ ના કરો, એવી મારી ઇચ્છા છે...’
‘કુમાર, તારી ઇચ્છાની મેં ક્યારેય અવગણના નથી કરી... અને નહીં કરું... પણ હવે વૈષયિક સુખોમાં મન માનતું નથી... જાગી ગયેલો આત્મા... હવે ગૃહવાસમાં અકળાવા માંડયો છે... મુક્ત થવાની ઝંખના પ્રબળ બનતી જાય છે.’
કુમારની આંખો સામે ધર્મઘોષસૂરિ તરી આવ્યા. એમના શબ્દો કાનોમાં ગુંજવા લાગ્યા... ‘કુમાર, વિષયસુખોને દારુણ સમજજો... મનુષ્યજીવનને વીજળીના જેવું ચંચળ સમજજો... સ્વજન-સમાગમને વાયુના જેવો ચપળ સમજજો...’ કુમારે મહારાજાની સામે જોયું...
'Rally...!'
‘વત્સ!’
‘પિતાજી, ગુરુદેવ ધર્મઘોષનો ઉપદેશ સાંભળીને જ ચાલ્યો આવું છું... આપનો નિર્ણય યથાર્થ લાગે છે, આપની ઇચ્છા શ્રેષ્ઠ સમજાય છે... પરંતુ આપના વિયોગની શ્રી સમરાદિત્ય મહાકા
૨૮૧
For Private And Personal Use Only
Page #300
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કલ્પના કરું છું... આપના વિનાના મહેલની કલ્પના કરું છું... ને હૃદય વ્યથિત થઈ જાય છે. હૃદયમાંથી સ્વજનો પ્રત્યેનો રાગ જતો નથી... મોહ જતો નથી. શું કરું?' કુમાર બે હથેળીમાં મોં દાર્બીને રડી પડ્યો... મહારાજાએ કુમારના મસ્તકે હાથ ફેરવતા કહ્યું :
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘વત્સ, હું વર્ષોંથી આ આંતર-ઘર્ષણમાંથી પસાર થયો છું. તું જાણે છે તારા પ્રત્યે મારો અનુરાગ કેવો પ્રબળ હતો? જાણે કે મારું જીવન એટલે તું! તારામાં જ મારું સર્વસ્વ સમાઈ જતું હતું... તું પહેલાં, તારી માતા પછી! કહે, આ રાગનું તીવ્ર... પ્રગાઢ બંધન તોડવામાં મારે કેટલો માનસિક સંઘર્ષ કરવો પડ્યો હશે?'
‘મને પણ થોડો સમય આપો... મારે પણ આપના ઉપરના રાગનું બંધન તોડવા સમય જોઈશે... મારે મારા મનને સમજાવવું પડશે... મારી માતાને પણ...'
‘તારી માતા મારી સાથે જ ગૃહત્યાગ કરશે... સાધુધર્મ અંગીકાર કરશે...’ ‘એટલે... આપે બંનેએ નિર્ણય કરી લીધો છે?' કુમારના મુખ પર વ્યગ્રતા છવાઈ ગઈ.
‘કુમાર, મારા કોઈ વ્યક્તિગત વિચારો મેં તારી માતાથી છુપાવ્યા નથી. મારા સારા-નરસા બધા વિચારો એણે ઝીલ્યા છે... અને એની રીતે એણે વિચારોની આલોચનાઓ પણ કરી છે... અમારે અવારનવાર પ્રવૃત્તિ-નિવૃત્તિની ચર્ચા થયા કરે છે. સાધુધર્મ અંગે પણ સૂક્ષ્મતાથી અમે ચર્ચા કરી છે.’
કુમાર ઊભો થઈ ખંડમાં આંટા મારવા લાગ્યો. માતા અને પિતા – બંને ગૃહવાસનો ત્યાગ કરી જાય... તો મહેલનું વાતાવરણ... નગરનું વાતાવરણ... રાજ્યનું વાતાવરણ... કેવું પરિવર્તન પામે... એના વિચારોએ કુમારને અસ્વસ્થ કરી દીધો.
મહારાજા પુરુષદત્તે કહ્યું : ‘કુમાર,વિચાર કરજે. મને એક દિવસ પછી મળજે... મારી ભાવનાને તારું સમર્થન મળવું અતિ આવશ્યક છે... હજુ તારે તારી માતાને પણ મળવું પડશે ને!’
મહારાજા ઊભા થયા,
કુમારે મસ્તકે અંજલિ રચી પિતાને પ્રણામ કર્યા... અને તે પોતાના આવાસ તરફ ચાલ્યો ગયો : ‘મારે આ વાત કુસુમાવલીને કરવી પડશે...’
છે છે
‘જ્યારે પરિચારિકા અમને બોલાવવા આવી, ત્યારે જ મારા મનમાં ફાળ પડી હતી. જરૂર આજે કોઈ અવનવી ઘટના બનશે...’
કુસુમાવલીએ કુમાર પાસેથી બધી વાત સાંભળ્યા પછી પોતાનો પ્રત્યાઘાત આપતાં
૨૨
કહ્યું.
‘નાથ, પિતાજી-માતાજીનો આ નિર્ણય વહેલો નથી? હજુ તેઓએ વૃદ્ધાવસ્થામાં
ભાગ-૧ ભવ બીજો
For Private And Personal Use Only
Page #301
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવેશ પણ નથી કર્યો..”
કુસુમ, માણસ ઘરમાં ઊંઘતો હોય... ઘસઘસાટ ઊંઘતો હોય... નિશ્ચિત બનીને ઊંઘતો હોય. અને જાગે ત્યારે ચારે બાજુ આગ લાગેલી જુએ. ત્યારે એ ઘરમાંથી બહાર નીકળી જવામાં વિલંબ કરે?'
ના કરે...!' આત્મા જ્યારે મોહનિદ્રામાંથી જાગે છે... તેને સંસાર દાવાનલ લાગે છે.. પછી એ વૃદ્ધાવસ્થાની રાહ જુએ ખરો?'
ના જુએ....”
બસ, એમ જ થયું છે. માતાજી અને પિતાજીનો આત્મા જાગી ગયો છે... તેઓ વિલંબ કર્યા વિના ગૃહત્યાગ કરીને સાધુધર્મ સ્વીકારવા ઇચ્છે છે... અને તેઓનો નિર્ણય ગમ્યો છે. પણ એમના વિયોગનું દુઃખ સહન કરવામાં હું કાયર છું... મારી કાયરતાને હું જાણું છું.
તું જાણે છે. હજારો વર્ષોથી તું જાણે છે કે માતાજી અને પિતાજી ઉપર મને કેવો અનુરાગ છે? એ અનુરાગ મને વિહ્વળ બનાવી રહ્યો છે. શું કરું?'
કુસુમાવલી પાસે સમાધાન ન હતું. એ પણ સાસુ-સસરા પ્રત્યે ખૂબ અનુરાગી હતી. આ મહેલમાં એ રાજા-રાણીની પુત્રવધૂ કરતાં પુત્રી તરીકેના અધિકારો વધારે ભોગવતી હતી. સાસુ-સસરાનું અપાર વાત્સલ્ય એના પર નિરંતર વરસતું રહ્યું હતું. કુસુમાવલીની આંખો ભીની થઈ ગઈ. એના મુખ પર ગ્લાનિ છવાઈ ગઈ.
નાથ, માતાજી વિના હું એકલી-અટૂલી થઈ જઈશ... નિરાધાર થઈ જઈશ... હું એમને ગૃહત્યાગ નહીં કરવા દઉં...” તેણે કુમારના ખોળામાં મસ્તક મૂકી ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યું...
ત્યાં જ શયનખંડના ખુલ્લા દ્વારમાં મહારાણી શ્રીકાન્તા આવીને ઊભાં.. ધીર... ગંભીર અને મધુર સ્વરે બોલ્યાં :
મારી વહાલી પુત્રી...!”
એકસાથે કુમારે અને કુસુમાવલીએ શ્રીકાન્તા તરફ જોયું.. બંનેના મુખમાંથી એક સાથે શબ્દો સરી પડ્યો. “ઓહ... માતાજી!” કુસુમાવલી ઊભી થઈ. દોડી. શ્રીકાન્તાને વળગી પડી.. રાણીએ તેને પોતાના બાહુપાશમાં જકડી લીધી...
કુમાર દૂર ઊભો રહી ગયો. તેની દષ્ટિ જમીન ઉપર સ્થિર થઈ હતી. મહારાણીએ કુસુમાવલીની પીઠ પર હાથ ફેરવતાં કહ્યું : “બેટી, સ્વસ્થ થા... જા, પાણીથી આંખો ધોઈ નાંખ... મને મહારાજાએ કહ્યું કે આપણો નિર્ણય મેં કુમારને કહી દીધો છે.” ને કુમાર એના મહેલમાં ગયો છે...” એટલે મેં કલ્પના કરી જ હતી કે કુમાર જરૂર કુસુમાવલીને જાણ કરશે. અને એ જાણશે એટલે...'મહારાણીનો સ્વર ભીનો થઈ ગયો... તેઓ પલંગ ઉપર બેસી ગયાં. રેશમી ઉત્તરીયથી કુમારે માતાની આંખો શ્રી સમરાદિત્ય મહાકથા
૨૮૩
For Private And Personal Use Only
Page #302
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લુછી. કુસુમાવલીએ પાણીથી આંખો ધોઈ... આવીને રાણીની એક બાજુ ઊભી રહી ગઈ. રાણીએ તેનો હાથ પકડીને પોતાની પાસે ખેંચી એને વહાલ કર્યું. કુમાર સામે જોયું. કુમાર પૂર્વ દિશાની બારી પાસે ઊભો રહી.. અનંત આકાશને જોઈ રહ્યો હતો.
કુમાર.. બેટા.” મહારાણીએ કુમારને બોલાવ્યો. કુમાર આવીને માતાનાં ચરણોમાં બેસી ગયો.
મારી સામે જો બેટા...' કુમારની ઉદાસ આંખોમાં માતાનું પ્રતિબિંબ ઝિલાયું. વત્સ, તને અમારો નિર્ણય ના ગમ્યો?' “મા, નિર્ણય સારો છે, માર્ગ શ્રેષ્ઠ છે. અમને ન ગમવાનો પ્રશ્ન નથી.. પ્રશ્ન છે આપના વિયોગને સહવાનો. આપના વિના જીવવાનો..” કુમારનો સ્વર ગળગળો થઈ ગયો.
હજારો વર્ષોથી મા, મેં તને ખૂબ ચાહી છે. તારી સાથે અગાધ પ્રેમ કર્યો છે... તારા સાગર જેવા નેહમાં ડૂબકી મારી છે... પાર વિનાનું તેં સુખ આપ્યું છે... જીવવા માટે સંસ્કારો આપ્યા છે... કહે, તું જ કહે મા, તારો વિયોગ મારાથી સહન થઈ શકશે?”
કુમારે રાણીના ખોળામાં મસ્તક મૂકી દીધું.
“બેટા, સ્નેહનાં બંધન લોહનાં બંધન કરતાંય વધારે વસમાં હોય છે. પરંતુ એક દિવસ એ બંધન તોડવાં જ પડે છે. મનુષ્ય નથી તોડતો તો કાળ અને કર્મ એને તોડાવે છે.”
મહારાણી મૌન થયાં. ખંડમાં ભારેખમ શાન્તિ પથરાઈ.
“વત્સ, જ્યાં સુધી તું સ્વીકૃતિ નહીં આપે ત્યાં સુધી તારા પિતાજી તારા રાજ્યાભિષેકની ઘોષણા કેવી રીતે કરાવે? રાજ્યાભિષેકનું મુહૂર્ત પણ જોવડાવવાનું છે... તારો રાજ્યાભિષેક કરીને પછી જ અમે ગૃહત્યાગ કરીશું... જ્યાં ગુરુદેવ અમિતગતિ હશે, ત્યાં જઈને ચારિત્રધર્મ સ્વીકારીશું...” - કુમાર કંઈક સ્વસ્થ બન્યો. તેણે માતાની સામે જોયું.. ગદ્ગદ સ્વરે તેણે કહ્યું : “માતા, તમારા માર્ગમાં હું વિજ્ઞભૂત નહીં જ બનું... કારણ... આચાર્ય શ્રી ધર્મઘોષનો ધર્મોપદેશ હું કેટલાક દિવસોથી સાંભળી રહ્યો છું. સંસારની વાસ્તવિકતાનો મને બોધ થયો છે... સાધુધર્મ શ્રેષ્ઠ છે, ઉત્તમ છે. પવિત્ર છે.. એ વાત નિઃશંકપણે મેં માની છે... આપ બંને એ માર્ગે જાઓ છો. આપનો માર્ગ પ્રશસ્ત બને... આપ એ કઠિન સાધધર્મનું શ્રેષ્ઠ પાલન કરી... આત્માને કર્મોનાં બંધનોથી મુક્ત કર... એ જ મારી ભાવના રહેશે.
વત્સ, તારી પાસેથી અમે આ જ પ્રત્યુત્તરની અપેક્ષા રાખી હતી. તું વિવેકી છે.” પિતૃભક્ત અને માતૃભક્ત છે.. બસ,
૨૮૪
ભાગ-૧ % ભવ બીજો
For Private And Personal Use Only
Page #303
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હવે હું તારા પિતાજીને કહું છું કે તેઓ તારા રાજ્યાભિષેકનું મુહૂર્ત કઢાવે...!'
મહારાણી ઊભાં થયાં. તેમણે કુસુમાવલીનો હાથ પકડ્યો અને એને પોતાની સાથે લઈને ચાલ્યાં ગયાં. ખંડમાં કુમાર એકલો પડ્યો... વિચારોની વણઝાર ચાલુ થઈ.
ક્યારેય ધાર્યું ન હતું... ક્યારેય કલ્પના ન હોતી કરી.... કે આ રીતે માતાજીપિતાજી નિર્ણય કરશે. તેમણે પણ વાત કેવી રીતે ગુપ્ત રાખી? દૃઢ નિર્ણય કર્યા પછી જ મને જાણ કરી..
તેઓ ગૃહત્યાગ કરશે... શું તેઓ આ મહેલોને ભૂલી જશે? પુત્ર અને પુત્રવધૂને ભૂલી શકશે? રાજમહેલની અસંખ્ય ઘટનાઓ એમના માનસપટલ પરથી ભૂંસાઈ શકશે? તેમણે ભોગવેલાં વૈષયિક સુખોની સ્મૃતિઓ વિસ્મૃત થઈ જશે? શું આ બધું શક્ય છે?... જો કે મેં થોડા દિવસોમાં આચાર્યશ્રી ધર્મઘોષસૂરિના આંતર-બાહ્ય વ્યક્તિત્વને જોયું છે, વિચાર્યું છે! તેઓની માનસ-સૃષ્ટિ જ્ઞાનના પ્રકાશથી પ્રકાશિત છે! તેમની વિચારસૃષ્ટિ જ બદલાઈ ગઈ છે.
જ ના બદલાય વિચારસૃષ્ટિ... અને ભૂતકાળની ભૂતાવળ વળગેલી રહે.. તો સાધુધર્મનું પાલન ના કરી શકાય... માટે જ સાધુઓ નિશદિન જ્ઞાન-ધ્યાનમાં જ મનને ઓતપ્રોત રાખે છે. કેવી રીતે સદેવ જ્ઞાન-ધ્યાનમાં ઓતપ્રોત રહેતું હશે મન? જે મન વૈષયક સુખોની દુનિયામાં ભટકવા વર્ષોથી... અનેક જન્મોથી ટેવાયેલું છે.... એમના સાધુધર્મના સ્વીકાર સાથે જ નવી સૃષ્ટિમાં પ્રવેશવાનું સ્વીકારી લેતું હશે?
કેવું પરિવર્તન! પિતાજી તો ઠીક, પરંતુ માતાજી માટે આ પરિવર્તન કેવી રીતે સંભવિત બનશે? એ સાધ્વી બની જશે.... સાધુધર્મની મર્યાદાઓમાં બંધાઈ જશે..! અહીં સેંકડો દાસ-દાસીઓને આજ્ઞા કરનારી માતા... ત્યાં અન્ય સાધ્વીઓની આજ્ઞા સાંભળશે? આજ્ઞાનું પાલન કરશે?
અને પિતાજી? હજારો-લાખ્ખો વર્ષોથી રાજસિંહાસન પર બેસીને આજ્ઞાઓ કરનારા.. તેઓ ગુરુદેવની આજ્ઞાને વિનયથી માથે ચઢાવશે: સંસ્કારો બદલાઈ જશે? પ્રકૃતિનું પરિવર્તન થશે?
એક પણ પ્રતિકૂળતાને સહન નહીં કરનારા તેઓ બંને, સાધુધર્મ અંગીકાર કરીને, પ્રતિકૂળતાઓનું જ જીવન જીવશે? કેવું કઠોર જીવન હોય છે સાધુઓનું?
સ્વેચ્છાથી કષ્ટો સહન કરવાથી કર્મોનો નાશ જલદી થાય છે... ઘણો થાય છે.'' એમ ગુરુદેવ ધર્મઘોષ કહેતા હતા... અને એ માટે સાધુજીવન જોઈએ!
મને મારી જાત માટે આ બધું અશક્ય લાગે છે.... સારું અને શ્રેષ્ઠ હોવા છતાં સ્વીકારવાની શક્તિ નથી.. સામર્થ્ય નથી.. હું ના સ્વીકારી શકું..કુસુમાવલી પણ ના સ્વીકારી શકે આવું જીવન... આવું પરિવર્તન...' વિચાર સ્થગિત થયા.
પરિચારિકાએ ભોજન માટે નિમંત્રણ આપ્યું. શ્રી સમરાદિત્ય મહાકથા
૨૮૫
For Private And Personal Use Only
Page #304
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૮
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિંહકુમારનો રાજ્યાભિષેક થઈ ગયો. નગરમાં ધોષણા થઈ ગઈ કે ‘મહારાજા પુરુષદત્ત અને મહારાણી શ્રીકાન્તા ગૃહવાસનો ત્યાગ કરી સાધુધર્મ અંગીકાર કરશે.'
રાજ્યાભિષેકનો પ્રસંગ પૂર્ણ થયો અને વનપાલકે આવીને નિવેદન કર્યું : ‘મહામુનીશ્વર અમિતગતિ, શિષ્યપરિવાર સાથે ઉદ્યાનમાં પધાર્યા છે.' મહારાજા પુરુષદત્ત હર્ષવિભોર થઈ ગયા. તેમણે ગળામાંથી રત્નહાર કાઢીને વનપાલકને ભેટ આપ્યો, જે ગુરુદેવનાં ચરણોમાં જીવન સમર્પિત કરવું છે, એ જ ગુરુદેવ સામેથી, અણધારી રીતે પધારી ગયા... તેથી મહારાજાને અપૂર્વ આનંદ થયો.
વ
સિંહકુમારે દીક્ષા-યાત્રાનું અતિ ભવ્ય આયોજન કર્યું. મહારાજાનો છેલ્લો-છેલ્લો દેહશૃંગા૨ સિંહકુમારે પોતે કર્યો. મહારાણી શ્રીકાન્તાને શણગારી કુસુમાવલીએ.
જયપુરમાં છેલ્લા આઠ દિવસથી દીક્ષા-મહોત્સવની ધૂમધામ મચી હતી. આજની દીક્ષાયાત્રાને જોવા જયપુરની પ્રજા અધીર બનીને ઊભી હતી. નાગરિકોએ વિવિધ રંગની ધજાઓથી પોતાનાં ઘર, શેરીઓ.. બજારો અને રાજમાર્ગોને સજાવ્યા હતા, ઠેર ઠેર પુષ્પોનાં સુંદર પ્રવેશદ્વારો બનાવ્યાં હતાં,
દિવસનો પહેલો પ્રહર પૂરો થયો. દીક્ષાયાત્રાનો પ્રારંભ નીલપદ્મ પ્રાસાદથી થયો. મહારાજા અને મહારાણી જે રત્નજડિત રથમાં બેઠાં હતાં, તે રથને વિવિધ વર્ણનાં પુષ્પોથી સજાવવામાં આવ્યો હતો.
દીક્ષાયાત્રામાં સહુથી આગળ મંગલ વાઘ વાગી રહ્યાં હતાં. એની પાછળ હાથીઓની હારમાળા ચાલી રહી હતી. હાથીઓ ઉપર ધ્વજ અને ડંકા-નિશાન હતાં. એની પાછળ સુંદર વસ્ત્રોથી સુશોભિત દાસીઓ વિવિધ વસ્ત્ર આદિના થાળ લઈને ચાલી રહી હતી. એની પાછળ મહારાજાનો રથ હતો. એ રથની પાછળ સિંહકુમાર અને કુસુમાવલીનો રથ ચાલી રહ્યો હતો.
હવેલીઓના ગવાક્ષોમાંથી નાગરિકો પુષ્પવર્ષા કરી રહ્યા હતા. સુગંધી ચૂર્ણો વરસાવી રહ્યા હતા.
પાછળ શસ્ત્રસજ્જ ઘોડેસ્વાર સૈનિકો ચાલતા હતા. તેમની પાછળ નગરનો શ્રેષ્ઠીંગણ ચાલી રહ્યો હતો. ચારે બાજુ સર્વત્ર રંગીન ધજાઓ ચમકી રહી હતી. ભાગ-૧
s
ભવ બીજો
For Private And Personal Use Only
Page #305
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીક્ષાયાત્રા નાગદેવ ઉદ્યાનમાં પહોંચી. આજે ઉદ્યાનમાં મોટો માનવ મહેરામણ ઊમટ્યો હતો. પોતાનાં પ્રિય રાજા-રાણી સાધુધર્મ અંગીકાર કરવાનાં હતાં. આત્મકલ્યાણના માર્ગે પ્રયાણ કરવાના હતાં.. સહુ જનો મહારાજાની કલ્યાણકામના કરતા નાચી રહ્યા હતા.
ઉદ્યાનની રમણીય પુષ્કરિણીમાં રાજા-રાણીનો સ્નાનવિધિ સંપન્ન થયો. ત્યારબાદ જ્યાં આચાર્યશ્રી અમિતગતિ બિરાજમાન હતા, ત્યાં રાજા-રાણી પહોંચ્યાં. ગુરુદેવને ત્રણ પ્રદક્ષિણા દઈને ભાવપૂર્વક વંદના કરી. ગુરુદેવને પ્રાર્થના કરી :
ભદંત, અમને સાધુધર્મ આપીને ભવસાગરથી અમારો ઉદ્ધાર કરો.' ગુરુદેવે રાજા-રાણીને સાધુધર્મ અર્પણ કર્યો, સાધુવેશ અર્પણ કર્યો. રાણી શ્રીકાન્તા સાધ્વીછંદમાં શામિલ થઈ.
સિંહકુમારે અને કુસુમાવલીએ શ્રાવકધર્મનાં ૧૨ વ્રત અંગીકાર કર્યો. ગુરુદેવને વંદના કરી અને તેઓ રાજમહેલ તરફ પાછા ફર્યા.
કુસુમાવલીનું મુખ પીળું પડી ગયું હતું. એનું હૃદય ધડકતું હતું... શયનગૃહમાં જઈને પોતાનું મુખ બે હાથોથી ઢાંકીને તે પલંગમાં ઊંધી પડી અને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. સિહકુમાર એની પાછળ શયનગૃહમાં આવી ગયો હતો. પણ તે કુસુમાવલી પાસે ના બેઠો.. નીલપદ્મ પ્રાસાદ ઘેરી ઉદાસીથી લેપાઈ ગયો હતો. સર્વત્ર શૂન્યાવકાશ છવાઈ ગયો હતો. બધું ખાલી-ખાલી લાગતું હતું... હૃદયમાં પણ બધું ખાલી ખાલી લાગતું હતું. જ્યારે કે કુસુમાવલી જેવી શ્રેષ્ઠ પત્ની એની પાસે જ હતી. કુસમાવલીને શ્રીકાંતાનો વિરહ વ્યાકળ બનાવી રહ્યો હતો... ઉદ્વિગ્ન બનાવી રહ્યો હતો. તે રડી રહી હતી. બે ઘટિકા સુધી રોતી રહી.
કુમારે તેના માથે હાથ ફેરવતાં કહ્યું : “દેવી, હવે રુદન બંધ કરી. જે ભૂતકાળ બની ગયો. તેને ભૂલી જવાનો છે.'
કેવી રીતે ભુલાશે? શું માતાજી ભુલાશે? શું પિતાજી ભુલાશે? જેમ જેમ ભૂલવા જાઉં છું.... તેઓ વધુ ને વધુ આકર્ષે છે...'
મહારાણી, શ્રીકાન્તામાં આકર્ષણ હતું... તે આકર્ષણમાં સૌન્દર્ય હતું ને માધુર્ય હતું. જે કોઈ શ્રીકાત્તાની પાસે બેસતું તે પવિત્રતાને જોઈ શકતું હતું, અને પવિત્ર બની શકતું હતું. અલબત્ તેનામાં કવિત્વ નહોતું પરંતુ એનો સ્પષ્ટ અને નિશ્ચલ વાર્તાલાપ એના પ્રત્યે આદર પેદા કરતો હતો. શ્રીકાન્તા જેટલો સિંહકુમાર સાથે પ્રેમ કરતી હતી એનાથી વિશેષ કુસુમાવલી સાથે કરતી હતી.
શ્રી સમરાદિત્ય મહાકથા
૨૮૭
For Private And Personal Use Only
Page #306
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એવી શ્રીકાન્તા એક પ્રતિમા બની ગઈ. કુસુમાવલી માટે... પોતાના હૃદયમંદિરના સિંહાસન ઉપર તેને સ્થાપિત કરી એની પૂજા કરવાની હતી. કારણ કે શ્રીકાન્તા ધર્મની સાક્ષાત્ પ્રતિમૂર્તિ હતી. સદેવ તેની આંખોમાં શાન્તિ અને શીતલતા જોવા મળતી હતી. ભાગ્યે જ કોઈ સાસુમાં પુત્રવધૂને આવું બધું. ને આટલું બધું જોવા મળે.
આજે એ સાસુ માતા સાધ્વી બનીને, ગૃહવાસ ત્યજીને, સ્નેહી અને સ્વજનોને ત્યજીને ચાલી ગઈ.. એણે મોહથી મુક્તિ મેળવી લીધી... પરંતુ એને ચાહનારાઓ... ગાઢ રીતે ચાહનારાઓએ મોહથી મુક્તિ મેળવી ન હતી. એમનો મોહ એમને રડાવતો હતો... ઝુરાવતો હતો.
સિંહકુમારની નસોમાં વહેતાં ઉષ્ણ લોહીનો માદક પ્રવાહ શાંત પડ્યો હતો. હવે તેના પર વિશાળ રાજ્યની જવાબદારી આવી હતી. તેનો રાજ્યાભિષેક થઈ ગયો હતો. પ્રજાની દૃષ્ટિમાં તે “મહારાજા' બન્યો હતો. તેને પોતાનાં કર્તવ્યો સમજવાનાં હતાં અને કર્તવ્યોનું પાલન કરવાનું હતું. અત્યાર સુધી તે સ્વતંત્ર હતો... સ્વાધીન હતો... કર્તવ્યપાલનની કોઈ જવાબદારી તેણે વહન કરી ન હતી.
એક મોટું પરિવર્તન આવ્યું. પરિવર્તન સંસારનો નિયમ છે. જીવન પરિવર્તનશીલ છે. જે મનુષ્ય સહજતાથી એ પરિવર્તનને સ્વીકારી લે છે તેની જીવનયાત્રા સુખદ બને છે. કુમારે માતા-પિતાના વિરહના દુઃખને દઢતાપૂર્વક સહન કરવાનો નિર્ણય કર્યો. તેણે કુસુમાવલીને પણ મનોબળ દૃઢ કરીને, “મહારાણી' તરીકેનાં કર્તવ્યોનું પાલન કરવાની વાત કરી.
કુસુમાવલીએ પૂછ્યું : “નાથ, આવતીકાલે માતા-પિતાજી ગુરુદેવોની સાથે જયપુરથી ચાલ્યાં જશે... શું આપણે એમની પાસે જઈ શકીશું ક્યારે ક્યારે...?”
જઈ શકીશું.... દર્શન-વંદના કરી સંતોષ મેળવી શકીશું.” બહુ સારું!' પરંતુ એમની સાધનામાં વિક્ષેપ ના પડે.. એની કાળજી રાખીને જવાનું ક્યારેક
આપની વાત સાચી છે. એમની સાધુતાની સાધનામાં વિપ્નભૂત નહીં બનવું જોઈએ...'
આજે બંનેને ઉપવાસ હતો.
બંને શ્રમિત હતાં. વાતો કરતાં કરતાં નિદ્રાધીન થઈ ગયાં. જ્યારે આંખો ખૂલી ત્યારે સૂર્ય અસ્તાચલ ઉપર હતો.
૦ ૦ ૦.
૨૮
ભાગ-૧ % ભવ બીજો
For Private And Personal Use Only
Page #307
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કાળની ગતિ અવિરત હોય છે. કાળનો માર્ગ કોઈ અવરુદ્ધ કરી શકતું નથી... એની ગતિ અનંત છે. એની સ્થિતિ અનંત છે. એનો ભૂતકાળ અનંત છે, એનું ભવિષ્ય અનંત છે... દરેક જડચેતન દ્રવ્ય ૫૨ એનો ભારે પ્રભાવ છે...
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિંહકુમાર અને કુસુમાવલીના દાંપત્યજીવનનાં હજારો વર્ષ વીતી ગયાં હતાં. મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યોનાં આયુષ્ય લાખો-કરોડો વર્ષોનાં હોય છે. પરંતુ ત્યાં ‘સુખ’ ઘણું હોવાથી વર્ષો પસાર થઈ જાય... ખબર ના પડે.
રાજા-રાણીએ દીક્ષા લીધી ત્યાં સુધી સિંહકુમાર-કુસુમાવી નિઃસંતાન હતાં... પરંતુ ત્યાં સુધી સંતાનપ્રાપ્તિની તીવ્ર ઇચ્છા પણ જાગી ન હતી! અલબત્ત, ઘણીવાર કુસુમાવલી આ વાત કાઢતી પરંતુ સિંહકુમાર એ વાતને મહત્ત્વ નહોતો આપતો.
ન
હવે જ્યારે તેઓ ‘રાજા-રાણી’ બન્યાં ત્યારે વારસદારનો વિચાર તીવ્ર બનવા લાગ્યો. એ પણ કુસુમાવલીને. સિંહકુમારને એ વિચાર એટલો સતાવતો ન હતો.
એક દિવસે જ્યારે રાજા-રાણી રાજમાર્ગ ઉપરના પ્રાસાદની અટ્ટાલિકામાં બેઠાં હતાં, સંધ્યા ઢળી ગઈ હતી. દિવસની ગરમી ઘટી ગયા પછી જયપુરની સડકો ઉપર સામન્તોના રથ ઊમટી પડ્યા હતા, માલણો ફૂલોના હાર સામન્ત-યુવકોને પહેરાવી રહી હતી. યુવક અને યુવતીઓ શીતલ અને સુવાસિત શરબતનાં પાત્ર ભરી-ભરીને પી રહ્યાં હતાં... ચારે બાજુ વિલાસ અને ઉલ્લાસનું વાતાવરણ હતું... રાજમાર્ગ જાણે ઉત્સવનું કેન્દ્ર બની ગયો હતો.
સિંહરાજાએ કુસુમાવલી સામે જોયું... કુસુમાવલીની દૃષ્ટિ રાજમાર્ગ તરફ હતી, પરંતુ વિચારો બીજા જ ચાલતા હતા. એના વિચારોનું પ્રતિબિંબ એના મુખ ઉપર પડતું હતું. તેનું ગૌર મુખ કંઈક પીળું લાગતું હતું. તેની તેજસ્વી આંખોમાં ઉદાસીનતા આવીને બેસી ગઈ હતી...
‘દેવી!’ સિંહ રાજાએ મૌન તોડ્યું.
‘જી, મહારાજ!’
ઉદાસ છો? શારીરિક અસ્વસ્થતા છે?’
‘ના, માનસિક...’
એટલી બધી માનસિક અસ્વસ્થતા કે તમારું સૌન્દર્ય હરાઈ જાય... તમારો ઉલ્લાસ ક્ષીણ થઈ જાય...?’
‘મહારાજ, કંઈ ગમતું નથી... ચેન પડતું નથી...’
‘એવી કઈ ચિંતા છે? એવી કઈ ઇચ્છા છે કે જે પૂર્ણ ન થતી હોય... ને મન અકળાઈ જતું હોય...'
શ્રી સમરાદિત્ય મહાકા
For Private And Personal Use Only
૨૮૯
Page #308
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એવી એક જ ઇચ્છા શેષ રહી છે... અને એ ક્યારે પૂર્ણ થશે...” કુસુમાવલીનો સ્વર ભીનો થઈ ગયો. કહો, નિઃસંકોચ કહો.. કઈ ઇચ્છા છે એ..” વારસદારની... પુત્રની!'
ઓહો.... હવે સમજાણી વાત. પરંતુ દેવી, આ ઇચ્છા થઈ જવી સ્વાભાવિક છે, પણ પૂર્ણ કરવાનું મનુષ્યના હાથમાં નથી.'
નાથ, સાચી વાત છે. આ ઇચ્છા દૈવી શક્તિ પૂર્ણ કરી શકે છે ને? આપણે કુળદેવતાની પૂજા કરીએ..?' , “કરીએ, પરંતુ જો આપણે પુત્ર-પ્રાપ્તિ કરાવી આપનારું પુણ્યકર્મ આત્મામાં પડેલું જ નહીં હોય તો ક્ષેત્રદેવતા... કે કુળદેવતા... કોઈ પણ દેવ-દેવી પુત્ર નહીં આપી શકે.. હા, પુણ્યકર્મ હશે આપણું, તો એની આડેનું આવરણ જરૂર દૂર કરી શકશે!
“તો આપણે કુળ-દેવતાની પૂજા કરીએ..?” ‘દેવી, તમને પુત્રમાં સુખનાં દર્શન થાય છે, ખરું?” “હા, નાથ!” ‘પુત્ર સુખ જ આપે, એવું માનો છો?'
ના, ના પણ આપે...” “તો પછી...?”
મોહ છે આ સ્વામીનાથ, જાણું છું આ મિથ્યા મોહ છે. છતાં અનાદિકાલીન વાસનાઓથી વાસિત મન... એ તરફ આકર્ષાય છે. જેમ તરસ્યું હરણ ઝાંઝવાનાં જળ તરફ દોડે છે એ રીતે.. નાથ, માતાજી-પિતાજીએ ગૃહત્યાગ કર્યો છે, ત્યારથી મારા મનમાં આ ઇચ્છા જોર કરી રહી છે. “મારે પુત્ર જોઈએ, મારે આ રાજ્યનો વારસદાર જોઈએ.' સમજાતું નથી કે મને શું થઈ ગયું છે..?”
દેવી, મનુષ્ય ગમે તેવો બુદ્ધિશાળી હોય, શક્તિશાળી હોય... છતાં એ પૂર્વજન્મોનાં કર્મોનો દાસ છે. મનુષ્યનું સમગ્ર જીવન એનાં પોતાનાં બાંધેલાં શુભાશુભ કર્મોને આધીન છે... ઇચ્છા ઉત્પન્ન થવી... અને ઇચ્છા પૂર્ણ થવી - બંને વાતો કર્મોની જ પ્રેરણા છે. ઇચ્છા પૂર્ણ થાય તે કર્મોની પ્રેરણા, ઇચ્છા પૂર્ણ ના થાય, એ પણ કર્મોની પ્રેરણા!”
“તો પછી મનુષ્યનો પુરુષાર્થ અર્થહીન હોય છે?
REO
ભાગ-૧ ૪ ભવ બીજે
For Private And Personal Use Only
Page #309
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માત્ર નિમિત્ત!” કાર્યસિદ્ધિમાં નિમિત્ત કારણ હોય છે ને?”
હોય છે, પણ એ ગૌણ હોય છે... હા, આત્મકલ્યાણના માર્ગમાં પુરુષાર્થની પ્રધાનતા રહેલી છે. ભૌતિક સુખોની પ્રાપ્તિમાં કર્મોની પ્રધાનતા રહેલી છે..'
“મારી ઇચ્છા અનુચિત તો નથી ને સ્વામિનું?' રાજાની લાંબી વાત સાંભળીને કુસુમાવલીને શંકા પડી કે મારી ઇચ્છા શું ઉચિત નથી.. કે જેથી મહારાજા મને આ તત્ત્વજ્ઞાન સમજાવે છે?”
ઉચિત-અનુચિતનો આ પ્રશ્ન નથી... ઇચ્છા પૂર્ણ થવાની તીવ્ર ભાવનાનો પ્રશ્ન છે. જે વાત પરાધીન હોય, તેની ઇચ્છા તીવ્ર ના હોવી જોઈએ! ઇચ્છાઓ તો જાણવાની! એ ઇચ્છાઓ આપણા નિર્મળ જીવનપ્રવાહને ડહોળી નાંખનારી ના જોઈએ. આપણા ચિત્તને અસ્વસ્થ બનાવનારી ના જોઈએ.... જુઓને દેવી, તમારી ઇચ્છાએ તમારા શરીરની કેવી અવદશા કરી મૂકી છે?
આંખોમાં ઉદાસી... મુખ પર વિષાદ.. હૃદયમાં વેદના... આ બધું ના જોઈએ. રાજમાર્ગ ઉપરની ચહલપહલ વધતી જતી હતી.
રાજા-રાણી ઊભાં થયાં. મહેલની અંદર આવ્યાં. સિંહ રાજાને લાગ્યું “કુસુમાવલીના મનનો ભાર ઓછો થયો નથી. તીવ્ર ઇચ્છાઓને તત્ત્વજ્ઞાનથી હળવી કરી શકાતી નથી. તે માટે જોઈએ તે વ્યક્તિ પ્રત્યેની સહાનુભૂતિ અને ઇચ્છામાં ભાગીદારી.
શયનખંડમાં, પ્રવેશતાં જ રાજાએ હસતાં હસતાં કહ્યું : “દેવી, મારા મનમાં પણ ક્યારેક ક્યારેક પુત્રેચ્છા જાગે છે! અને મને યાદ છે, ત્યાં સુધી બે-ચાર વખત મેં તમને કહ્યું પણ છે..?”
પહેલાં... કેટલાંક વર્ષો પહેલાં... કે જ્યારે મારા મનમાં એ ઇચ્છા પ્રબળ ન
હતી!'
આપણે આવતીકાલે જ રાજપુરોહિતને બોલાવીને, આ અંગે શું શું દૈવી વિધાનો કરવાં જોઈએ, એ પૂછીએ. વિધિપૂર્વક કરેલું અનુષ્ઠાન ફળ આપે છે...'
નાથ!' બોલો દેવી!”
શ્રી સમરાદિત્ય મહાકથા
૨૧
For Private And Personal Use Only
Page #310
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“શું આપણી ઇચ્છા ફળશે ને? આપને શું લાગે છે?”
મને લાગે છે કે જરૂર આપણી ઇચ્છા ફળશે... કહો, આપણી કઈ ઇચ્છા નથી ફળી?”
“અને જો આપણી ઇચ્છા ફળશે તો આપણા એ પુત્રરત્નને સર્વ પ્રથમ તીર્થંકર ભગવંતનાં દર્શન કરાવીશ. તેઓ જ્યાં વિચરતા હશે.... ત્યાં જઈશું!'
અવશ્ય દેવી, તીર્થંકરનાં દર્શન કરીને પછી આપણે માતાજી-સાધ્વી અને પિતાજીમુનિરાજના દર્શન કરવા જઈશું!' “અરે હા, જરૂર... જરૂર જઈશું. માતા-સાધ્વીજી પુત્રને જોઈને ખૂબ પ્રસન્ન થશે!'
ના, નહીં થાય!” કેમ?
કારણ કે તેઓ નિઃસંગ અને વિરાગી છે! ન થાય રાજી, ના થાય નારાજ! એ તો આવી બધી સાંસારિક વાતોમાં મધ્યસ્થ જ રહે!'
પણ આશીર્વાદ તો આપે ને?'
આપે.. પણ વત્સ, મોટો થઈને સાધુ બન” એવા આશીર્વાદ આપી ને સિંહરાજા ખડખડાટ હસી પડ્યા. કુસુમાવલી શરમાઈ ગઈ. પરંતુ સિંહરાજાના આ વાર્તાલાપથી એના મુખ પરથી પીળાશ જતી રહી, રતાશ આવી ગઈ, આંખોમાંથી ઉદાસી દૂર થઈ ગઈ... તેજસ્વિતા આવી ગઈ. શરીરમાંથી નિરાશા દૂર થઈ ગઈ, ફૂર્તિ આવી ગઈ. કુસુમાવલીએ અનુભવ્યું કે - “મહારાજા પણ મારા જેવી જ ઇચ્છા ધરાવે છે... અને ઇચ્છા સફળ થશે. એવી શ્રદ્ધા ધરાવે છે...” બસ, એનો ઉલ્લાસ ઉમંગ. ઉત્સાહ પૂર્વવત્ આવી ગયો. સિહરાજા એ જોઈ રહ્યા હતા.
બધી મનની વાતો!
મનના મનોરથો! મનુષ્યનું જીવન આ વાતો સાથે સંબદ્ધ છે. આ વાતની અવગણના ના કરી શકાય.
કુસુમાવલી નિદ્રાધીન થઈ... એના મુખ પર શાન્તિ હતી... એક મધુર સ્મિત હતું. સંભવતઃ એ એના સ્વપ્નલોકમાં એના નવજાત શિશુ સાથે પ્રેમ કરતી હતી!
એક
જ
સાંક
૨૨
ભાગ-૧ ૪ ભવ બીજો
For Private And Personal Use Only
Page #311
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાવલીએ કુલદેવતાની પૂજા શરૂ કરી દીધી. પરમાત્માની પૂજા-અર્ચનામાં મનને વધુ તન્મય કરવા લાગી. સાધુ પુરુષોને દાન આપવા લાગી. દીન-હીન અને અનાથ જનો ઉપર ઉપકાર કરવા લાગી.
એને જોઈતો હતો પુત્ર એને જોઈતો હતો વારસદાર!
૦ ૦ ૦ આકાશમાં વાદળ ઘેરાઈ રહ્યાં હતાં. વચ્ચે વચ્ચે ચતુર્થીના ક્ષીણફાય ચંદ્ર દેખાઈ જતો હતો. તેનાથી રાત્રિનો અંધકાર થોડો પ્રતિભાસિત થઈ જતો હતો. એક-બે તારા પણ ક્યારેક-ક્યારેક દષ્ટિપથમાં આવી જતા હતા. નીલમણિ પ્રાસાદના શયનગૃહમાં મંદ-મંદ રત્નદીપકો સળગી રહ્યા હતા. મહારાણી કુસુમાવલી નિદ્રાધીન હતી. રાત્રિના ત્રણ પ્રહર વ્યતીત થઈ ગયા હતા... નીરવ રાત્રિમાં મહારાણીને એક ભયાનક સ્વપ્ન આવ્યું તેના ઉદરમાં એક કાળો સર્પ પ્રવેશ કરે છે. પછી બહાર નીકળે છે અને સિંહાસન ઉપર બેઠેલા રાજાને ડંખ મારે છે. મહારાજા સિંહાસન ઉપરથી નીચે પડી જાય છે....' પૂરું થઈ જાય છે... ને ચીસ પાડતી કુસુમાવલી જાગી જાય છે. ચીસ સાંભળીને શયનગૃહનો પ્રહરી ખંડમાં આવી જાય છે.
મહાદેવી, શું થયું? કંઈ જોયું? આપે ચીસ પાડી?” “વત્સ, સ્વપ્નમાં ચીસ પડાઈ ગઈ હશે.. હવે હું સ્વસ્થ છું.”
પ્રહરી પુનઃ પોતાના સ્થાને જઈને ઊભો રહી ગયો. શયનગૃહનો દરવાજો ધીરેથી બંધ કર્યો.
મને કેવું ખરાબ સ્વપ્ન આવ્યું? ક્યારેય નહીં, આજે જ આવું અહિત કરનારું... દુઃખ આપનારું સ્વપ્ન આવ્યું.. સારું થયું કે મહારાજાના ગયા પછી મને સ્વપ્ન આવ્યું. તેઓ શયનખંડમાં હોત તો? એ મને પૂછત... “શું થયું દેવી?' હું કદાચ સ્વપ્ન કહી દેત... તો તેઓ પણ અવ્યક્ત ભયથી ગભરાઈ જાત. ના, હું એમને આ સ્વપ્નની વાત નહીં કરું. જ્ઞાની પુરુષો કહે છે કે ખરાબ સ્વપ્ન આવે તો કોઈને કહેવું નહીં... પાછા સૂઈ જવું... એટલે સ્વપ્ન નિષ્ફળ જાય!'
કુસુમાવલીએ પુનઃ પલંગમાં લંબાવી દીધું. સુઈ જવાનો નિદ્રાધીન થવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પ્રયત્ન એનો સફળ ના થયો. એ જાગતી રહી. પડખાં ઘસતી રહી... અને પૂર્વ દિશામાં અરુણોદય થઈ ગયો. તે પલંગમાંથી નીચે ઊતરી. નાનગૃહમાં ગઈ. સ્નાન કરી વસ્ત્રો ધારણ કરી તે મહારાજાના ખંડમાં પહોંચી. મહારાજા જાગી શ્રી સમરાદિત્ય મહાકથા
૨:૩
For Private And Personal Use Only
Page #312
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગયા હતા. કુસુમાવલીની પ્રતીક્ષામાં બેઠા હતા.
કુસુમાવલી સાથે પ્રભાતિક વાર્તાલાપ કર્યોથોડોક સમય વીત્યો કે કુસુમાવલીએ કહ્યું : “નાથ, હું બહાર જાઉં છું. મને ખાટા-ખાટા ઓડકાર આવે છે. વમન થવાનું લાગે છે....”તે ત્વરાથી બહાર ચાલી ગઈ. બહાર એની અંગત દાસી પ્રિયંકરા ઊભેલી હતી. “પ્રિયંકરા, મને વમન થાય છે. તું ભાજન લાવ. ને પ્રિયંકરાએ ભાજન ધર્યું... કુસુમાવલીને ખૂબ વમન થયું. મહારાજા પાછળ આવીને ઊભા રહી ગયા હતા. ધાવમાતા પુષ્પલતા પણ આવી ગઈ હતી.. ધાવમાતાએ રાણીની પીઠ પર, છાતી પર હાથ પસવારવા માંડ્યો. કુસુમાવલી હાંફતી હતી. તેની આંખોમાંથી પાણી વહેતું હતું.... નાક ઝરતું હતું. પ્રિયંકરાએ સ્વચ્છ વસ્ત્ર રાણીને આપ્યું. તેણે આંખો... નાક.. મુખ લૂછીને સાફ કર્યાં મહારાજાના હાથનો સહારો લઈ એ શયનખંડમાં આવી, પલંગ પર સૂઈ ગઈ. ધાવમાતા એની પાસે આવીને બેઠી. રાણી કંઈક સ્વસ્થ થઈ એટલે ધાવમાતાએ પૂછ્યું :
‘દેવી, શું થાય છે તમને?' “મને ખાટા ઓડકાર આવે છે. વમનની શંકા રહે છે...' કારણ? કંઈ ખાવા-પીવામાં...' ના, મને લાગે છે કે હું ગર્ભવતી બની છું! ‘ઉત્તમ! તો આવું બધું થાય. હમણાં જ હું ઓષધ આપું છું. ઓડકાર બંધ થઈ જશે... વમન બંધ થઈ જશે...”
પાસે જ ઊભેલા મહારાજાએ રાણીની વાત સાંભળી. એમના મુખ ઉપર ઉમંગની ચમક આવી ગઈ. તેમણે રાણી સામે જોયું... રાણીએ રાજા સામે જોયું... દૃષ્ટિ મળી... પરંતુ રાણીની આંખોમાં ચમક ન હતી... ઘેરી વેદના હતી. પરંતુ એ વેદનાનું સાચું કારણ રાજા ન સમજી શક્યા. તેમણે વિચાર્યું - “વમન ખૂબ થવાથી તેને પીડા થાય છે. તેઓ બોલ્યા : દેવી, કુળદેવતાની પૂજા ફળી!' રાણીએ કોઈ પ્રતિભાવ ના આપ્યો.
૦ ૦ ૦. અગ્નિશમ! જેણે ઘોર તપશ્ચર્યા કરી હતી... જીવનના પ્રાંત ભાગે જેણે નિયાણું કર્યું હતું : “હું જન્મોજન્મ રાજા ગુણસેનના જીવને મારનારો બનું.. મારી તપશ્ચર્યાનું મને આ ફળ મળે!' તેનું આયુષ્ય પૂર્ણ થતાં તે વિઘુકુમાર' નામની દેવયોનિમાં દેવ થયો હતો.... દેવ થઈને તેણે ધ્યાનસ્થ રહેલા રાજા ગુણસેન ઉપર તીવ્ર વૈરભાવનાથી, અગ્નિ-રેતા વરસાવીને રાજાને સળગાવી દીધા હતા.
દેવલોકનું એનું આયુષ્ય પૂર્ણ થતાં, તે પશુયોનિમાં જન્મ્યો. પશિયોનિમાં અનેક ભવ કર્યા. પછી પક્ષીની યોનિમાં અનેક ભવ કર્યા. અને એ જ જીવ.. મહારાણી
ભાગ-૧ ૩ ભવ બીજો
૨૯૪
For Private And Personal Use Only
Page #313
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુસુમાવલીના ઉદરમાં આવ્યો!
ગુણસેનનો જીવ એટલે સિંહ રાજા. અગ્નિશમનો જીવ એના પુત્રરૂપે આવ્યો!
એના આગમનની એંધાણી રાણી કુસુમાવલીને સ્વરૂપે મળી ગઈ. ઝેરી સાપ હતો એ! મનુષ્યરૂપે એ ભયંકર નાગ જનમવાનો હતો.. અને પિતાને ડંખ મારવાનો
હતો.
અસંખ્ય વર્ષ વીતી ગયાં હતાં, છતાં એ જીવમાં વૈરનાં ઊંડા બીજ પડેલાં જ હતાં. એ બીજમાં વૃક્ષ બનવાની યોગ્યતા હતી. ગુણસેનનો જીવ ભલે જુદા રૂપે અને જુદા શરીરે હોય, એ વેરની વાસનાને પરિવર્તિત રૂપ સાથે કે શરીર સાથે સંબંધ ન હતો, એને તો જીવ સાથે સંબંધ હતો.
વેરની તીવ્રવાસના લઈને ઉદરમાં આવેલા જીવના દુષ્પભાવો માતાના મનમસ્તિષ્ક ઉપર પડતા હોય છે. કુસુમાવલીના, મહારાજા સિંહ તરફના ભાવોમાં પરિવર્તનનો પ્રારંભ થાય છે. જ્યારે મહારાજાના કુસુમાવલી તરફના પ્રેમભાવમાં વૃદ્ધિ થાય છે! કારણ કે પૂર્વજન્મમાં એમના જીવે, અગ્નિશર્મા પ્રત્યે મૈત્રીભાવ ધારણ કર્યો હતો.
મહારાજાએ જ્યારે કુસુમાવલીને ગર્ભવતી જાણીને હર્ષ વ્યક્ત કર્યો ત્યારે કુસુમાવલીને ના ગમ્યું. હર્ષનો પ્રતિભાવ હર્ષથી ના આપ્યો.. ઉદ્વેગ વ્યક્ત કર્યો. આ દૃશ્ય ધાવમાતા પુષ્પલતાએ જોઈ લીધું. તેને આશ્ચર્ય થયું. એને કુસુમાવલીનું વર્તન યોગ્ય ના લાગ્યું.
મહારાજા શયનખંડ છોડીને ચાલ્યા ગયા. કુસુમાવલી મૌન રહી... એના મનમાં વિચાર આવ્યો : “મહારાજા મારી પાસે ના આવે તો સારું. મારી સાથે ના બોલે તો સારું...”
મહારાજા પોતાના મંત્રણાખંડમાં બેસીને વિચારવા લાગ્યા : “હજારો-લાખો વર્ષનું આયુષ્ય વીત્યા પછી, કુસુમાવલીની તીવ્ર ઝંખના ફળી છે. એ પુત્રવતી બનશે! એના આનંદની અવધિ નહીં રહે... પરંતુ પુત્રજન્મ પૂર્વે હું એના ચિત્તને ખૂબ પ્રસન્ન રાખું હું જાણું છું એને શું શું ગમે છે. એને શું શું પ્રિય છે. એને ક્યાં ક્યાં ફરવું ગમે છે... કેવી-કેવી વાતો ગમે છે.... જે એને ગમે છે, એ જ હું કરીશ! એની એક-એક ઇચ્છાને પૂર્ણ કરીશ.”
બીજી બાજુ ધાવમાતા પુષ્પલતા, કુસુમાવલીની સખીઓ મદનરેખા, પ્રિયંકરા, શુભંકરા વગેરે પણ કુસુમાવલીના ચિત્તને પ્રસન્ન રાખવા માટે એને મનગમતી વાતો કરે છે... વિનોદ કરે છે. એને સુંદર વસ્ત્રોથી સજાવે છે. શ્રેષ્ઠ અલંકારો પહેરાવે છે. પરંતુ કુસુમાવલી મુક્ત મનથી હસતી નથી. સખીઓના વિનોદમાં ભળતી નથી, શ્રી સમરાદિત્ય મહાકથા
૨૫
For Private And Personal Use Only
Page #314
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક દિવસ ન ધારેલી દુઃખદ ઘટના બની. મહારાજા કુસુમાવલીના ખંડમાં આવ્યા. સખીઓ ઊભી થઈ ગઈ. મહારાજાનું સ્વાગત કર્યું... પણ કુસુમાવલી ઊભી ના થઈ... ના એના મુખ પર સ્મિત આવ્યું.... ના એણે મહારાજાને આવકાર આપ્યો. મહારાજાએ કુસુમાવલી પાસે બેસીને ખૂબ પ્રેમથી કહ્યું : “દેવી, તમને ખૂબ ગમે છે તેવું આ રત્નોનું કર્ણફૂલ લાવ્યો છું... જુઓ, તમને ખૂબ ગમશે.”
મહારાજાએ રત્નોનું એ કર્ણફૂલોનું જોડલું રાણીના હાથમાં મૂક્યું. રાણીએ તિરસ્કારની ભાષામાં કહ્યું :
મારે તમારું કર્ણફૂલ નથી જોઈતું. કોણે કહ્યું હતું તમને આ બનાવવાનું?અને એણે કર્ણફૂલોના ખંડમાં ઘા કરી દીધો... પોતાનું મુખ ફેરવી લીધું.
મહારાજા સ્તબ્ધ થઈ ગયા. કંઈક વિલખા પડી ગયા. ત્યાં ઊભેલી મદનરેખા અને પુષ્પલતા... “અરે અરે મહાદેવી, આ તમે શું કરો છો?બોલતી કુસુમાવલી પાસે પહોંચી ગઈ. તેના બે હાથ પકડી લીધા.. બે હાથે રાણીનું મુખ ઊંચું કર્યું... અને મહારાજા તરફ જોઈને કહ્યું : “નાથ, આજે સવારથી મહારાણીનું સ્વાસ્થ અનુકૂળ નથી. તેથી આવું અનુચિત...'
મેં કાંઈ અનુચિત નથી કર્યું... હું એમની સાથે વાત કરવા ઇચ્છતી નથી, તેઓ ચાલ્યા જાય...' કુસુમાવલીએ આક્રોશ કર્યો.
મહારાજા ધીરેથી ઊભા થઈને ખંડની બહાર નીકળી ગયા. તેમની પાછળ ધાવમાતા પણ બહાર ગઈ. બંને થોડેદૂર જઈને ઊભાં રહ્યાં. ધાવમાતાએ કહ્યું : ગર્ભવતી સ્ત્રીઓને ક્યારેક આવી માનસિક વિક્રિયા થઈ આવતી હોય છે! મેં કેટલીક સ્ત્રીઓમાં જોઈ છે આવી વિક્રિયા. આપ ચિંતા ના કરશો. હું મારા પરિચિત નિષ્ણાત વૈદ્ય પાસે આની ચિકિત્સા કરાવીશ.'
વિક્રિયા વધવી ના જોઈએ, એની ખૂબ કાળજી રાખજો.”
મહારાજા ચાલ્યા ગયા. ધાવમાતા પછી કુસુમાવલી પાસે આવી. કુસુમાવલી પલંગમાં ઊંધી પડીને રડી રહી હતી. ધાવમાતાએ તેને કહ્યું : “દેવી, તમારે ઊંધાં ને સુવાય. પડખાભેર સૂઈ જાઓ..' સહેજ મોટું ઊંચું કરીને રાણીએ રોષ વ્યક્ત કર્યો : ઊંધી સૂઈ જઈશ તો શું થશે... રી?" ગર્ભને કષ્ટ થાય, દુઃખ થાય.' એટલું જ ને? ભલે મરી જાય.. તમારે મને કંઈ કહેવું નહીં.' ધાવમાતાએ મદનરેખા સામે જોયું. મદનરેખાના મુખની નસો તંગ થઈ ગઈ. તેણે કહ્યું : “તો પછી શા માટે પુત્રપ્રાપ્તિ માટે કુળદેવતાની પૂજા કરતી હતી? શા માટે
ભાગ-૧ * ભવ બીજો
ES
For Private And Personal Use Only
Page #315
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુત્રપ્રાપ્તિની ઝંખના કરતી હતી? જો કુસુમ, તું ભલે મહારાણી હો, મારી તો તું સખી છે... માટે કહું છું કે આ રીતે તેં મહારાજાનું અપમાન કર્યું. તે સારું નથી કર્યું.. તને શું થઈ ગયું છે, મને કહીશ?'
કુસુમાવલી મદનરેખા સામે ટગરટગર જોઈ રહી.. ને જોરથી રોવા લાગી.... પુષ્પલતાએ એની પાસે પલંગ ઉપર બેસીને એના શરીરને પંપાળવા માંડ્યું. મદનરેખા ખંડમાંથી બહાર નીકળી ગઈ. એની સાથે પ્રિયંકરા પણ બહાર આવી.
પુષ્પલતાએ મહારાજાના મનનું સમાધાન તો કર્યું, પરંતુ એના પોતાના મનમાં ઉચાટ થઈ ગયો. ક્યારેય પણ મહારાજા સાથે અનુચિત વ્યવહાર નહીં કરનારી રાણીએ આજે શું કરી નાંખ્યું? ક્યાં ગયો તેનો અગાધ પ્રેમ? ક્યાં ગયું તેનું સમુચિત કર્તવ્યપાલન...? શું કરું?
રોતી રોતી કુસુમાવલી નિદ્રાધીન થઈ ગઈ હતી, એટલે પુષ્પલતા પણ ધીમા પગલે ખંડની બહાર નીકળી આવી. બધી સખીઓ મહેલની નીચેના કાળમાં ભેગી થઈ. પ્રિયંકરાએ કહ્યું : “મદનરેખા, મહારાણીના મનમાં કંઈક થઈ ગયું છે. એમના મનની વાત તું જાણ.. જાણ્યા પછી એનો ઉપાય કરી શકાશે... ને પુષ્પલતાએ પણ મદનરેખાને આ જ વાત કરી. મહારાજાના થયેલા અપમાનથી પુષ્પલતાની આંખોમાં આંસુ આવી ગયાં. મદનરેખાએ કહ્યું : માતાજી, તમે રડો નહીં... મહારાજાનું અપમાન કુસુમાવલીએ નથી કર્યું.. પણ એના શરીરમાં કોઈ શેતાને પ્રવેશ કર્યો છે. અને એ શેતાને મહારાજાનું અપમાન કર્યું છે. હું બે-ચાર માંત્રિકો-તાંત્રિકોને ઓળખું છું. એમની પાસે જઈને વાત કરું છું. દેવીના શરીરમાંથી શેતાનને કઢાવીને રહીશ...”
મદનરેખા, તારી વાત મને સાચી લાગે છે... તું બધાં કામ છોડીને આ કામ પહેલું કર...’ પુષ્પલતાએ કહ્યું.
‘તમે, પ્રિયંકરા અને શુભંકરા દેવીની પાસે જ રહેજો. જરાયે દૂર જતાં નહીં.... હું મારું કામ કરું છું.” મદનરેખા ચાલી ગઈ મહેલની બહાર. પુષ્પલતા વગેરે શુમાવલીના ખંડ તરફ ગયાં.
૦ ૦ ૦ કુસુમાવલીના શયનખંડમાં દીપકોનો મંદ પ્રકાશ ફેલાયેલો હતો. મહારાજા સિહે શયનખંડમાં પ્રવેશ કર્યો. કુસુમાવલી પલંગમાં સૂતેલી હતી. એક બાજુ પ્રિયંકરા જમીન પર સૂઈ ગયેલી હતી. કુસુમાવલીના શરીર પર આભૂષણ ન હતાં. ચંદનનું વિલેપન ન હતું. તેના મુખ પર રોજ મુજબ શાન્તિ ન હતી કે મુખ પર સ્મિત ન હતું. મહારાજા એના ઓશીકા પાસે બેસી ગયા. કુસુમાવલીને જોતા રહ્યા.
પ્રભાત થવાની તૈયારી હતી. કુસુમાવલીની આંખો ખૂલી. સાથે જ પ્રિયંકરા જાગી ગઈ. બંનેએ મહારાજાને બેઠેલા જોયા. કુસુમાવલી બોલી ઊઠી : “તમે? અત્યારે કેમ આવ્યા? શ્રી સમરાદિત્ય મહાકથા
૨૯૭
For Private And Personal Use Only
Page #316
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવીની કુશળપૃચ્છા કરવા....”
મેં તમને કહ્યું ને કે હું તમારી સાથે વાત કરવા રાજી નથી... તમારે મારી પાસે ના આવવું....'
કોઈ કારણ?” “કારણ હું જાણતી નથી...” ભલે જાણતી ન હો, કારણ તો હોવું જ જોઈએ.” કારણ જાણીને શું કરશો?’ ઉપાય કરીશ...
મારે ઉપાય નથી કરવો. તમે ચાલ્યા જાઓ. અત્યારે જ ચાલ્યા જાઓ.” કુસુમાવલી પલંગ પરથી નીચે ઊતરી ગઈ હતી...
કુસમ.. તે અનુચિત કરી રહી છે... એમ કહીને મહારાજા દુઃખી હૃદયે. નિરાશ વદને ખંડની બહાર નીકળી ગયા.
ખૂણામાં ઊભી રહેલી પ્રિયંકરા થરથર ધ્રુજતી હતી. તેનું હૃદય ચિરાઈ ગયું હતું. તે રડી પડી.... ને ખંડની બહાર નીકળી ગઈ. ત્યાં કુસુમાવલીએ રાડ પાડી : પ્રિયંકરા...' જી, સ્વામિની..”
હું ઊંઘી જાઉં છું ત્યારે તું પણ ઊંઘી જાય છે? તારે જાગતા રહેવાનું અને મહારાજાને અહીં આવવા દેવાના નહીં.'
એ મારાથી નહીં બને દેવી..” એટલે?” “શું થઈ ગયું છે દેવી તમને? મહારાજાને દેવની જેમ પૂજનારાં તમે મહારાજાનું ઘોર અપમાન...” “તારે મને શિખામણ આપવાની જરૂર નથી. હું કહું તેમ તારે કરવાનું છે.' મારાથી નહીં બને..'
ત્યાં પુષ્પલતાએ ખંડમાં પ્રવેશ કર્યો. તેણે બહાર ઊભા રહીને વાર્તાલાપ સાંભળ્યો હતો. જેવી પુષ્પલતા આવી કે કુસુમાવલી તેને વળગી પડી.. ને ધ્રુસકે ધ્રુસકે રડવા માંડી... રોતાં રોતાં તે બોલી : “માતાજી, મને શું થઈ ગયું છે? તમે કહો... મેં આજે પણ મહારાજાને હડધૂત કરી નાંખ્યા. હું પાપિણી છું... મારે જીવવું નથી... મારે મરી જવું છે...” પુષ્પલતાએ કસમાવલીને પલંગમાં સુવાડી દીધી. એના માથે હાથ ફેરવવા લાગી. દેવી, તમારા શરીરમાં કોઈ અસુરે પ્રવેશ કર્યો છે.' સાચી વાત છે માતાજી.. ભયંકર અસુર છે એ....”
ભાગ-૧ + ભવ બીજો
૨૯૮
For Private And Personal Use Only
Page #317
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[{ 80
રાજમહેલના એક ગુપ્ત ખંડમાં જયપુરના પ્રસિદ્ધ માંત્રિકોએ પોતાના મંત્રપ્રયોગો શરૂ કરી દીધા હતા. તાંત્રિકોએ પોતાનાં તાંત્રિક પ્રયોગોનો પ્રારંભ કરી દીધો હતો. આ બધું કુસુમાવલીથી છાનું થઈ રહ્યું હતું. મહારાજા સિંહની અનુમતિથી થઈ રહ્યું હતું.
મહારાજા વ્યથિત હતા. “રાણીએ મારું અપમાન કર્યું - “તે વાતની વ્યથા ન હતી, વ્યથા હતી કુસુમાવલીની બગડેલી માનસિક સ્થિતિની, દિનપ્રતિદિન વધુ ને વધુ સ્થિતિ બગડતી જતી હતી. કોઈને કાંઈ સમજાતું ન હતું. એટલે મદનરેખાના સૂચનથી માંત્રિકો અને તાંત્રિકોને બોલાવવામાં આવ્યા હતા. - કુસુમાવલીના મુખ પરથી કોમળતા ચાલી ગઈ હતી. કઠોરતા જામી ગઈ હતી, તેની આંખોમાંથી સ્નેહનું ઝરણ સુકાઈ ગયું હતું. ત્યાં આગની જવાળાઓ દેખા દેતી હતી. એની વાણીમાંથી માધુર્ય નષ્ટ થઈ ગયું હતું, કટુતા-અપ્રિયતા નીતરતી. હતી, જાણે કે એનું સમગ્ર વ્યક્તિત્વ કલુષિત થઈ ગયું હતું. તેનું સૌન્દર્ય ઝાંખું પડી ગયું હતું....
કુસુમાવલી ગર્ભવતી થઈ છે.” એ સમાચાર મળ્યા પછી કુસુમાવલીની માતા મુક્તાવલી પુત્રીને મળવા આવી. મહારાજાએ સ્વાગત કર્યું. મુક્તાવલી કુસુમાવલીની પાસે ગઈ. કુસુમાવલીના બદલાયેલા રૂપને જોઈ તે આભી બની ગઈ.
બેટી, તને કુશળ તો છે ને? તારા ગર્ભને કુશળ છે ને? મા...” બેટી!”
મા મને ક્ષણવાર પણ ચેન નથી. મારું માથું ફાટફાટ થાય છે. મને દુનિયા ભમતી લાગે છે... મને કોઈ ગમતું નથી.'
ઔષધોપચાર ચાલે છે બેટી?” મહારાજા બહુ આગ્રહ કરે છે ઔષધોપચાર કરવા માટે... પણ હું ના પાડું
મુક્તાવલીએ પાસે ઊભેલી મદનરેખા સામે જોયું. મદનરેખા બોલી : “મહાદેવી, આપ અમારી મહારાણીને એટલું સમજાવો કે એ મહારાજા સાથે અનુચિત વ્યવહાર ના કરે.'
શ્રી સમરાદિત્ય મહાકથા
૨૯૯
For Private And Personal Use Only
Page #318
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કુસુમાવલીનું હૃદય ભરાઈ આવ્યું. આંખો ભીની થઈ ગઈ. મુક્તાવલીએ તેને પોતાના ખોળામાં લઈ લીધી. મુક્તાવલીની આંખોમાંથી આંસુની ધારા થઈ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘મા, તું રડે છે? મારા પાપે તું શા માટે દુઃખી થાય છે? હા, દૈવ, હું સહુને દુઃખી કરું છું... સહુને ક્લેશ પહોંચાડું છું... હું અભાગી છું...’
‘૨ોવાથી કે વિલાપ કરવાથી ઊભી થયેલી પરિસ્થિતિ સુધરવાની નથી મહારાણી... તમે તમારા મનની વાત કરો... આ બધું શાથી થઈ રહ્યું છે?' મદનરેખાએ ગંભીર સ્વરમાં કહ્યું.
કુસુમાવલીએ મદનરેખા સામે જોયું. મદનરેખા એની બાલ્યકાળની સખી હતી. કુસુમાવલીનાં લગ્ન થયાં પછી, એ પણ કુસુમાવલીની સાથે જ આવી હતી. એ એક નાના સામંતની પુત્રી હતી. એનાં લગ્ન રાજ્યના મહાસેનાપતિ જયપાલ સાથે થયાં હતાં. સેનાપતિ જયપાલસિંહ રાજાનો સંપૂર્ણ વફાદાર મિત્ર હતો. જયપાલ, જયપુર રાજ્યનો અજેય પોઢો હતો. મહાબલવાન હતો. ન્યાયનિષ્ઠ અને કર્તવ્યપરાયણ હતો. જયપાલ જાણતો હતો કુસુમાવલી અને મદનરેખાની દોસ્તીને. એટલે મદનરેખાને ગમે ત્યારે રાજમહેલમાં જવાની સ્વતંત્રતા હતી. કુસુમાવલી પાસે ઇચ્છા મુજબ રહેવાની અનુમતિ મળેલી હતી. બંનેનાં શરીર જુદાં હતાં. મન એક જ હતું! બંને એકબીજાની વાતો, એકબીજાથી ક્યારેય છુપાવતાં ન હતાં. આજે કુસુમાવલી એવી જ કોઈ વાત છુપાવતી હોય એમ લાગ્યું. એટલે મદનરેખાએ મુક્તાવલીની હાજરીમાં એને સંભળાવી દીધું.
મદન, તું જ કહે, તારાથી મેં કોઈ વાત છુપાવી છે?’
‘હા, તું જ્યારથી ગર્ભવતી થઈ છે ત્યારથી કોઈ વાત મારાથી અને મહા૨ાજાથી પણ છુપાવી રહી છે... ખેર, એનું પણ મને દુ:ખ નથી... મને દુઃખ છે મહારાજા સાથે તારા બદલાયેલા વ્યવહારનું... દેવ જેવા મહારાજાને દીન... ઉદાસ... અને તેજવિહીન થઈને અહીંથી જતા જોઉં છું... ને મારું કાળજું કપાઈ જાય છે. કુસુમ, તારી આ મોટી ભૂલ થઈ રહી છે... અત્યંત પ્રેમ આપનાર, પ્રાણ કરતાં પણ વિશેષ પ્રેમ કરનારા પતિને ધિક્કારવા જેવું બીજું કોઈ પાપ નથી... તું ભ્રમિત થઈ ગઈ છે. તારી બુદ્ધિમાં વિપર્યાસ આવી ગયો છે. શાથી આ બધું બની રહ્યું છે? તું કંઈક
તો બોલ...'
300
‘તારે જાણવું છે? જાણીને દુઃખી થઈશ...’
‘ભલે, મને તારા મનની વાત કરીને તારું દિલ તો હળવું કર...'
‘સાંભળ... મા, તું પણ સાંભળ... જ્યારથી હું ગર્ભવતી બની છું. ત્યારથી મારા
ભાગ-૧ ૦ ભવ બીજો
For Private And Personal Use Only
Page #319
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનમાં મહારાજા પ્રત્યે અભાવ વધતો જાય છે. તેમના પ્રત્યે રોષ વધતો જાય છે.. શું મારામાં આ વાત સંભવે ખરી? આ દોષ છે મારા ગર્ભમાં આવેલા જીવનો એ જ દુષ્ટ જીવના પાપે હું મહારાજા પ્રત્યે દુર્ભાવવાળી અને દુર્વ્યવહારવાળી બની છું.. અને આ મારી માત્ર કોરી ધારણા નથી. જે રાતે હું ગર્ભવતી બની હતી એ જ રાતે મને ભયાનક સ્વપ્ન આવ્યું હતું.”
કેવું હતું એ સ્વપ્ન કુસુમ?” મદનરેખા ઉત્તેજિત હતી. “એક કાળો સાપ મારા મુખમાં પ્રવેશ્યો ને પેટમાં ઊતરી ગયો... થોડીવારે તે બહાર નીકળ્યો. ને સિંહાસન પર બેઠેલા મહારાજાને કરડ્યો. મહારાજા સિંહાસન ઉપરથી નીચે પડી ગયા...”
ઓહો.. આ તો દીવા જેવું સ્પષ્ટ છે... તારા પરિવર્તનનું કારણ! તારા ગર્ભના પાપે જ આ બધું બની રહ્યું છે, ન બનવાનું બની રહ્યું છે.”
મદનરેખાએ મુક્તાવલી સામે જોયું. મુક્તાવલી અનુભવી હતી. બુદ્ધિશાળી હતી. તેણે કહ્યું : “આનો ઉપાય મંત્રોમાં અને તંત્રોમાં જડી આવે. જરૂર જડી આવે.' “તો એ કામ હું કરીશ.” મદનરેખા બોલી.
ખંડમાં મૌન છવાયું. ત્રણે રસીઓ ઊંડા વિચારોમાં ગરકાવ થઈ. થોડી ક્ષણો પછી મદનરેખાએ મૌન તોડ્યું. ‘દેવી, તમે સ્વપ્નની વાત મહારાજાને કરી હતી?
ના, નથી કરી...” “બહુ સારું કર્યું...'
ત્યાં સુધી તો મને એમના પ્રત્યે અનહદ રાગ હતો. હું એમને સમગ્રતયા પ્રેમ કરતી હતી. આ તો જેમ જેમ ગર્ભ મોટો થતો જાય છે તેમ તેમ એમના પ્રત્યે
શાન્ત થા બેટી, બધું સારું થશે... આ બધા કર્મોના ખેલ છે. શુભ કર્મોનો ઉદય થશે... બધું સુધરી જશે.'
“માતાજી, આપનાં વચનો સિદ્ધ થાઓ.” મદનરેખા બોલી. મુક્તાવલી ઊભી થઈ. કુસુમાવલીના માથે હાથ ફેરવી તે ચાલી ગઈ.
૦ ૦ ૦ મદનરેખા ગુપ્ત ખંડમાં ગઈ. માંત્રિકો અને તાંત્રિકોનાં વિધાન પૂરાં થયાં હતાં. મુખ્ય માંત્રિકે કહ્યું : “દેવી, મહારાણી ઉપર કોઈપણ આસુરી તત્ત્વોની અસર નથી. બહારના કોઈ તત્ત્વોનો પ્રભાવ નથી.”
તાંત્રિકોએ કહ્યું : “દેવી, અમારાં વિધાનોના અંતે અમે પણ આ જ નિર્ણય ઉપર શ્રી સમરાદિત્ય મહાકથા
30૧
For Private And Personal Use Only
Page #320
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવ્યા છીએ કે મહારાણી ઉપર કોઈ ભૂત, પિશાચ કે વ્યંતરનો ઉપદ્રવ નથી. જે કંઈ છે તે માનસિક છે.”
મદનરેખાએ એ સહુનો ઉચિત સત્કાર કરી વિદાય આપી. મદનરેખાના મનનું સમાધાન તો આ પૂર્વે જ થઈ ગયું હતું. કુસુમાવલીએ કહેલા સ્વપ્નથી જ બધી વાત સ્પષ્ટ થઈ ગઈ હતી. હવે તો એક જ ઉપાય શોધવાનો હતો : ગર્ભના જીવની અસર માતા ઉપર ના થાય. મદનરેખાએ ઘણા-ઘણા વિચારો કર્યા “સમગ્ર રાજ્યમાં... ક્યાંય પણ એવો પુરુષ મળે ખરો... કે જે આ ઉપાય કરી શકે! ગર્ભનો પ્રભાવ ને પડવો જોઈએ માતા ઉપર...
એવી કોઈ વ્યક્તિ એને ના જડી. એણે બીજો ઉપાય કર્યો. મહારાજા કુસુમાવલીને ઓછામાં ઓછી વાર મળે. જેથી રાણીને જોયાનું ઝેર ન ચઢે. એણે પોતાની રીતે પ્રિયંકરાને સમજાવી, શુભંકરાને સમજાવી. કેવી રીતે મહારાજાને શયનખંડની બહારથી જ પાછા વાળવા!
અને પોતે વધુમાં વધુ સમય કુસુમાવલી પાસે પસાર કરવા લાગી. ધાવમાતા પુષ્પલતા પણ કુસુમાવલીના શયનખંડની આસપાસ ફરતી રહેતી. મહારાણીના ચિત્તને સ્વસ્થ રાખવાના ઉપાયો ચાલતા રહ્યા... પરંતુ બધા બાહ્ય ઉપાયો હતા એ!
કસમાવલીના મનમાં તો દુષ્ટ વિચારોની વણજાર ચાલુ જ હતી.. નવરાશની પળોમાં... ક્રૂર અને ઘાતકી વિચારો આવી જતા હતા. એક દિવસ એને એક ભયંકર ઇચ્છા થઈ આવી. એ પણ અદમ્ય ઇચ્છા! “હું મહારાજાનાં આંતરડાં ખાઉં.’
વિચાર આવી ગયો, પરંતુ વિચાર પર વિચાર કરતાં કુસુમાવલી છળી ઊઠી. મને કેવો ભયંકર વિચાર આવ્યો? આ પાપી ગર્ભનો જ પ્રભાવ છે. મારે આવો પુત્ર નથી જોઈતો. હું ગર્ભપાત કરાવી નાખું.. જેથી ભયંકર વિચારોની ભૂતાવળથી મારો છુટકારો થઈ જાય. પિતાનું અહિત કરનારો આ જીવ બનશે. પણ એ જન્મ તો અહિત કરે ને? હું જન્મ નહીં આપું. હું એનું પેટમાં જ પતન કરાવી નાંખું..”
તેણે ધાવમાતાને અને મદનરેખાને પોતાની પાસે બોલાવ્યાં. પ્રિયંકરાને શયનખંડની બહાર બેસાડીને કહ્યું : “કોઈને પણ અંદર ના આવવા દઈશ.”
તેણે મદનરેખાને કહ્યું : “જુઓ, તમે બંને ગંભીર પેટની છો એટલે એક મહત્ત્વની વાત કહું છું.”
નિઃશંક બનીને કહો દેવી. મદનરેખા બોલી. “હવે આ ગર્ભ મારે નથી જોઈતો. એનો રસ્તો કરી નાંખો.' એટલે દેવી? કંઈક સ્પષ્ટ કહો.'
ભાગ-૧ ૪ ભવ બીજો
308
For Private And Personal Use Only
Page #321
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“આ ગર્ભના જ પાપે મને આજે સવારે ખૂબ જ દુષ્ટ વિચાર આવ્યો... ઘર પાપેચ્છા થઈ આવી. પરંતુ ભલે મારા પ્રાણ જાય.... છતાં એ ઇચ્છા હું પૂર્ણ નહીં જ કરું..”
કેવી ઇચ્છા દેવી?' મહારાજાના આંતરડાં ખાવાની...' અર૨૨. દેવી... આવી ઇચ્છા જાગી મનમાં?'
હા... માટે તમને બોલાવી છે. આવી ઇચ્છા ઉત્પન્ન કરનાર જીવ મારે ના જોઈએ. ભલે હું પુત્ર વિનાની રહું. મારા સ્વામીનાથને અહિત કરનારો... એમને ડંખ મારનારો પુત્ર મારે નથી જોઈતો. હું એને જન્મ આપવા નથી માગતી.. તમે મને એવું ઔષધ લાવી આપો... કે જેથી ગર્ભપાત થઈ જાય.”
ધાવમાતા પુષ્પલતા આવાં કામોમાં ચતુર હતી, પરંતુ આ પ્રસ્તાવ મહારાણીનો હતો. માત્ર મહારાણીની ઇચ્છાથી ગર્ભપાત ન કરી શકાય. મહારાજાની પણ સંમતિ જોઈએ. તેણે કહ્યું : “મહાદેવી, મહારાજા પ્રત્યેની અપાર લાગણી. અપાર સ્નેહ આપને આ કામ કરવા પ્રેરે છે. એ અમે સમજીએ છીએ. પરંતુ આ કામ માટે મહારાજાની સંમતિ જોઈએ. એમને પૂછુયા વિના ગર્ભપાત કરી નાંખીએ... અને એમને ખબર પડે..
એ ચિંતા તમારે નથી કરવાની. તમને કોઈ સજા નહીં થાય ગર્ભપાતની સંપૂર્ણ જવાબદારી મારી... મહારાજાના મનનું સમાધાન હું કરીશ...”
તે છતાં પુષ્પલતાનું મન માનતું ન હતું. “કોઈ જવાબદાર મોટું માણસ આ યોજનામાં હોવું જોઈએ,” એમ એને લાગ્યું હતું. તેણે મદનરેખાને કહ્યું : “આપણે દેવી મુક્તાવલીને વાત કરીએ તો કેમ?'
ના, ના... દેવી મુક્તાવલી પોતાની પુત્રીને પુત્રવતી જોવા ઉત્સુક છે... એ કદાપિ આ યોજનાને માન્ય નહીં કરે..”
તો તું એક કામ કર. કરીશ?” બોલો.”
તું મહાસેનાપતિજીને આ વાત કરી રાખ. અત્યંત ગુપ્ત રીતે. કાલે ઊઠીને કોઈ આફત ઊભી થાય... તો તેઓ આપણા પક્ષે રહે. અને મહારાજાના તેઓ અંગત મિત્ર પણ છે. એટલે જરૂર પડે ત્યારે મહારાજાને શાંત પણ પાડી શકે....”
મદનરેખાએ થોડી ક્ષણ વિચાર કર્યો. પ્રત્યાઘાતોની કલ્પના કરી જોઈ.. અને તેણે હા પાડી દીધી. શ્રી સમરાદિત્ય મહાકથા
303
For Private And Personal Use Only
Page #322
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“બસ, તો પછી આજ રાત્રે હું ઔષધ લઈ આવું છું... બરાબર?” હજુ મહારાણીને વિચાર કરવા દો...'
મારો આ અંતિમ નિર્ણય છે મદન, ખૂબ વિચારો કરીને મેં આ નિર્ણય લીધો છે.. તું નથી જાણતી કે એ ઝેરીલો સાપ છે. સાપને પાળી-પોષીને મારે જન્મ નથી આપવો... માતાજી, તમે જાઓ અને કોઈને પણ ગંધ ના આવે એ રીતે ષધિ લઈ આવો.”
મદનરેખાએ કહ્યું : “અને હું ઘરે જઈને સેનાપતિજીને સમગ્ર પરિસ્થિતિની જાણ કરી દઉં... તેમને આપણા પક્ષમાં લેવા પડશે ને...? કારણ કે મહારાજાના ભાવી પુત્રને..'
બસ, બસ, તે વધારે ના બોલ. તું જા અને તારું કામ કર. આજે દિવસભર મારી પાસે પ્રિયંકરા અને શુભંકરા રહેશે.'
ત્રીજી એક વિશ્વાસપાત્ર દાસી છે માધવિકા. હું એને પણ તારી પાસે મોકલું
“ભલે, મોકલજે...”
૦ 0 ૦. મદનરેખા ઘરે પહોંચી. મહાસેનાપતિ જયપાલ બહાર જવા તૈયાર થતા હતા. તેમણે મદનરેખાને જોઈ. વ્યગ્ર જોઈ.
હસતાં હસતાં જયપાલ બોલ્યા : “કેમ આજે સખીથી રિસાઈને આવી છે કે મહારાણીએ અપમાન કર્યું છે?'
“એવું કંઈ નથી આર્યપુત્ર! અત્યારે આપ બહાર ના જાઓ તો ચાલશે ને?” “આજ્ઞા કરી દેવી
આજ્ઞા તો આપે કરવાની હોય, મારે તો વિનંતી કરવી છે. પણ બરાબર બેથી ત્રણ ઘટિકાનો સમય જોઈશે.” ‘ભલે! તૈયાર છું... બોલો...”
અહીં નહીં, મંત્રણાખંડમાં બેસીએ...' “એવી ગંભીર વાત છે મહેલની?”
હા !'
જયપાલનો દેહ ઊંચો અને બલિષ્ઠ હતો. નાસિકા ઉન્નત હતી, લલાટ પ્રશસ્ત હતું. નેત્રો સ્નિગ્ધ અને તેજસ્વી હતાં. તેના કંઠમાં એક મૂલ્યવાન હાર હતો. તેણે
308
ભાગ-૧ ૪ ભવ બીજો
For Private And Personal Use Only
Page #323
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુંદર વસ્ત્રો પહેરેલાં હતાં. તેનો ગૌરવર્ણ અને અદ્દભુત લાવણ્ય... મદનરેખાને આકર્ષિત કરવા પર્યાપ્ત હતું. રાજ્યમાં એની ધાક હતી. આજુબાજુના રાજાઓ જયપાલના યુદ્ધ કૌશલની પ્રશંસા કરતા હતા.
બંને-દંપતી મંત્રણાખંડમાં જઈને બેઠાં. મદનરેખાએ કુસુમાવલીની અથથી ઇતિ સુધી વાત કરી દીધી. ખૂબ જ સાવધાનીથી વાત કરી. જયપાલે એકાગ્રતાથી બધી વાત સાંભળી... નિર્ણય આપતા પહેલાં તે ઊભા થયા અને મંત્રણાખંડમાં આંટા મારવા લાગ્યા. બે ઘટિકા જેટલો સમય પસાર થઈ ગયો હતો. મદનરેખા બોલી :
નાથ, આપનો નિર્ણય જાણવા આતુર છું.' “ભલે, તમે મહારાણીને જે પ્રિય હોય તે કરો. હું મહારાજાને સંભાળી લઈશ.”
મદનરેખાના મુખ પરથી ઉગ ચાલ્યો ગયો. તેનું મુખ ગુલાબના ફૂલ જેવું ખીલી ઊંક્યું. એ દોડી.... જયપાલે બૂમ પાડી :
ઊભી રહે, તારે મહેલમાં જવું છે ને? મારી સાથે રથમાં તને લઈ જઈશ. મારે પણ મહારાજા પાસે જ જવું છે... પણ પહેલાં આપણે ભોજન કરી લઈએ!”
ઓહું.. હું તો ભૂલી જ ગઈ.. આપને ભોજન બાકી છે..?”
હા, તું ના આવી હોત તો આપણે મહારાજાની સાથે ભોજન કરવાનાં હતાં... હવે તારા હાથનું ભોજન કરીને, તૃપ્ત થઈને મહેલમાં જઈશ...'
તરત જ મદનરેખાએ ભોજનની તૈયારી કરી દીધી. અને થાળમાં ભોજન પીરસી દીધું. પંખો લઈને તે જયપાલની પાસે બેઠી. ભોજન કરતાં કરતાં જયપાલ બોલ્યા :
મહારાણીનો મહારાજા પ્રત્યે અનન્ય પ્રેમ કહેવાય! નહીંતર સ્ત્રીને પતિ કરતાં પહેલા સંતાન ઉપર વધારે સ્નેહ હોય છે.'
“અરે, મહારાણીએ પુત્રપ્રાપ્તિ માટે કેવી કેવી બાધાઓ રાખી હતી... કેવી કેવી દેવપૂજાઓ રચાવી હતી... કેવી તીવ્ર ઝંખના હતી પુત્રપ્રાપ્તિની? એ જ રાણી આજે.' મદનરેખાએ રસોઈઘરમાં ઊભેલી દાસીને જોઈ વાત અટકાવી દીધી.
આજે જે ગમે તે કાલે ના ગમે! આજે જે ના ગમે તે કાલે ગમે! આવો છે મનુષ્યનો સ્વભાવ
ભોજન થઈ ગયું. બંને પતિ-પત્ની રથમાં બેસી રાજમહેલ તરફ ઊપડી ગયાં.
શક
ક
ક
શ્રી સમરાદિત્ય મહાકથા
301
For Private And Personal Use Only
Page #324
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧
જ્યારે મદનરેખા કુસુમાવલી પાસે પહોંચી ત્યારે પુષ્પલતા ત્યાં ઔષધ લઈને આવી ગઈ હતી. તે મદનરેખાની જ રાહ જોતી હતી. તેણે મદનરેખાને પૂછ્યું : ‘સેનાપતિજી સાથે વાત થઈ ગઈ?'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થઈ ગઈ. નિશ્ચિંત બનીને કામ કરો.’
પુષ્પલતાએ કુસુમાવલીને ઔષધ આપ્યું. પ્રવાહી ઔષધ હતું. કુસુમાવલી પી ગઈ. ‘આ રીતે રોજ બે સમય ઔષધ લેવાનું છે. સાતમા દિવસે કામ પતી જશે....' ‘બહુ સારું થઈ જાય... મારું મન નિષ્પાપ બની જાય... મહારાજા પ્રત્યેનો અભાવ દૂર થઈ જાય...’
થઈ જશે મહાદેવી, હવે માત્ર સાત દિવસ ધીરજ રાખો.’
‘માતાજી, તમે મારા માટે કેટલું કષ્ટ ઉઠાવો છો? અને આ મદનરેખા....? મારી સગી બહેન પણ આટલું હેત ના રાખે..'
'બસ, બસ! અમારી બહુ પ્રશંસા ના કરો મહારાણીજી... નહીંતર અમે ફુલાઈ જઈશું.'
‘આપણી આ વાત અત્યંત ગુપ્ત રાખજો. આ ખંડની બહાર વાત ના જવી જોઈએ...’
‘આપ જરાય ચિંતા ના કરો મહાદેવી... નિશ્ચિંત રહો.'
ઔષધોપચાર શરૂ થઈ ગયા.
રોજ નિયમિત બે વખત ઔષધ લેવામાં આવ્યું...
સાત દિવસ પૂરા થઈ ગયા...
પરંતુ કાર્યસિદ્ધિ ના થઈ!
ગર્ભસ્થ જીવ પ્રબળ આયુષ્યકર્મ લઈને આવ્યો હતો... તેનું મૃત્યુ કેવી રીતે થાય? ન જ થયું મૃત્યુ, પરંતુ કુસુમાવલીના શરીર પર એની અવળી અસર પડી.
309
કુસુમાવલીના શરીર પર શ્યામતા આવી અને કૃશતા આવી. ઉપાય કારગત ન થવાથી રાણી શોકસાગરમાં ડૂબી ગઈ. તેણે પુષ્પલતાને કહ્યું : ‘શું એવું પ્રબળ ઔષધ નથી બીજું કોઈ?’
‘દેવી, આપના શરીર પર ઊંધી અસર થાય, એવું ઔષધ ના અપાય. છતાં થોડી અસર તો થઈ જ ગઈ છે...’
‘પરંતુ મારી પેલી પાપેચ્છા મને ખૂબ સતાવે છે... મને ઊંઘ પણ નથી આવતી...
ભાગ-૧ * ભવ બીજો
For Private And Personal Use Only
Page #325
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક જ પોકાર અંદરથી ઊઠે છે : ‘હું મહારાજાનાં આંતરડા ખાઉં....' શું કરું? ગર્ભપાત શક્ય નથી બન્યો, તો હવે મને ઝેર લાવી આપો... હું જ મરી જાઉં... મારા મૃતદેહની સાથે એ પણ સળગી જશે...'
‘ના, દેવી આવા વિચાર ના કરો.’
આ વાર્તાલાપ ચાલતો હતો... અને મહારાજાએ શયનખંડમાં પ્રવેશ કર્યો. તેમણે કુસુમાવલીને જોઈ... નિસ્તેજ મુખ, કરમાયેલી દેહલતા... દેહ પર છવાઈ ગયેલી શ્યામલતા... તેઓ બોલી ઊઠ્યા : ‘દેવી, આ શું થવા બેઠું છે? શું તારી કોઈ ઇચ્છા પૂર્ણ નથી થતી કે તારી આજ્ઞાનું કોઈએ ઉલ્લંધન કર્યું છે? અથવા મારાથી અજાણતાં તારું મન દુભાયું છે? તું કહે... જો તો તારું પ્રતિબિંબ અરીસામાં... કહે, તારું શું પ્રિય કરું? તું કહે તે કરું...’
‘અહીં સ્વામીનાથ, હું આ જીવનથી કંટાળી ગઈ છું... હું મોત માગું છું... મળતું નથી... કહો, શું કરું?'
‘એવું કોઈ કારણ?’
‘મારું દુર્ભાગ્ય...’ રાણી રડી પડી.
મહારાજા માઁન થઈ ગયા. તેમણે વાત બદલી નાંખી. થોડો સમય ત્યાં પસાર કરી તેઓ શયનખંડમાંથી બહાર આવ્યા. તેમણે મદનરેખાને પોતાની પાછળ આવવાનો સંકેત કર્યો. મદનરેખા બહાર ગઈ. મહારાજાએ ખૂબ ધીમા સ્વરે તેને કહ્યું : ‘તમે બધી, દેવીની સખીઓ મારા મંત્રણાખંડમાં આવો... મારે થોડી વાતો કરવી છે....
*
મહારાજા ચાલ્યા ગયા. મદનરેખા ઊભી રહી ગઈ. તેના પેટમાં ફાળ પડી : ‘શું મહારાજાએ ગર્ભપાત કરવાની વાત જાણી લીધી હશે? એ માટે અમને સહુને બોલાવતા હશે?' તેણે પુષ્પલતાને બોલાવીને કહ્યું : ‘આપણને બધી સખીઓને મહારાજા બોલાવે છે... ચાલો...’
પુષ્પલતાને શરીરે પરસેવો વળી ગયો. ‘હાય, હવે શું થશે? મહારાજા આપણને સજા કરશે? કાઢી મૂકશે?'
‘કંઈ નહીં થાય માતાજી! સેનાપતિજી આપણા પક્ષે છે... ચિંતા છોડો અને ચાલો. ‘સાથે પ્રિયંકરા, શુભંકરા વગેરેને પણ આવવાનું છે. બધી સખીઓને બોલાવી છે ને...!’
સહુથી આગળ મદનરેખા અને પાછળ બીજી બધી સખીઓ મહારાજા સિંહના મંત્રણાખંડમાં પ્રવેશી.
‘મહારાજાનો જય હો!'
‘આવો, તમે સહુ આવી તેથી મને આનંદ થયો.’
‘અમારા યોગ્ય આજ્ઞા કરો મહારાજાધિરાજ...' મદનરેખાએ વિનયથી મધુર
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
309
Page #326
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વરમાં કહ્યું. મહારાજાની મુખમુદ્રા ગંભીર બની. તેમની આંખોમાં વેદના તરી આવી.
મદનરેખા, તમે સહુ ચતુર છો. કાર્યદક્ષ છો. માયાદેવીની બાલસખી છો.. છતાં તમે મહાદેવીની ઉપેક્ષા કેમ કરો છો?'
“અમે ઉપેક્ષા કરીએ છીએ મહારાજા ના રે ના, પળ-પળે અને ક્ષણેક્ષણ અમે. એમની પાસે છીએ.'
તો પછી મહાદેવની આવી દશા કેમ થઈ ગઈ છે? દેહલતા કેવી કરમાઈ ગઈ છે? શરીર પર શ્યામતા આવી ગઈ છે. આંખો ઊંડી ઉતરી ગઈ છે. અને કેટલી નિરાશ થઈ ગઈ છે? આપઘાતના વિચારો કરવા લાગી છે.”
મહારાજા... અમે સહુ એમના દુઃખે દુઃખી છીએ... શું કરીએ?'
મદનરેખા, હું નિશ્ચિતપણે માનું છું કે દેવીના મનમાં કોઈ ઇચ્છા જાગી છે. જાગે છે ગર્ભવતી સ્ત્રીઓના મનમાં ઇચ્છાઓ. એવી કઈ કેવી ઇચ્છા એના મનમાં તીવ્ર બની છે? તમારે જાણવી જોઈએ.... હું એની એક-એક ઇચ્છા પૂર્ણ કરવા સમર્થ છું. મારા માટે કંઈ જ અસાધ્ય નથી...'
અમારા શિરતાજ , અમે સ્ત્રીઓ અમારા સ્વભાવથી જ અપરાધી છીએ... અમારામાં અવિવેક સ્વાભાવિક હોય છે. હું જાણું છું મહાદેવીના મનની ઇચ્છા... આપનાં આ ધાવમાતા પણ જાણે છે...'
‘તમે જાણો છો? તો તમારે મને વાત કરવી જોઈએ ને?' “વાત કહેવાય એવી નથી. કારણ કે તે અશક્ય વાત છે, અસંભવિત વાત છે..” “તેથી શું? તમને જે અસાધ્ય લાગે તે મને સાધ્ય લાગી શકે ને? તમને જે અસંભવિત લાગે તે મને સંભવિત લાગી શકે ને? તમારે મહારાણીની ઇચ્છા મને જણાવવી જ પડશે.”
મદનરેખા અસમંજસમાં પડી ગઈ. તેણે તીરછી નજરે ધાવમાતા સામે જોયું. ધાવમાતાએ કહ્યું : “મદનરેખા, પહેલેથી છેલ્લે સુધીની બધી વાત મહારાજાને કહી દે. તેઓ જરૂર કોઈ રસ્તો બતાવશે.”
મદનરેખાએ, મહારાણીને આવેલા સ્વપ્નથી શરૂ કરીને મહારાજાના આંતરડાં ખાવાના ઉત્પન્ન થયેલા દોહદ સુધીની બધી વાત કરી દીધી. ગર્ભપાતના કરેલા ઉપાયોની વાત પણ કરી દીધી..!
મહારાજા સિંહાસન પરથી ઊભા થઈ ગયા. ભાવવિભોર થઈને બોલ્યા : “ખરેખર, મહાદેવીનો મારા પર કેટલો બધો અનુરાગ છે? કેવો દિવ્ય પ્રેમ છે? મારા પ્રાણોની રક્ષા માટે એ પુત્રજન્મને અવગણી નાંખવા તૈયાર થઈ છે. પુત્ર કરતાં તેના હૃદયમાં મારા ઉપર અગાધ પ્રેમ છે... મદનરેખા, જો એનો દોહદ પૂર્ણ નહીં થાય તો,
30%
ભાગ-૧ ભવ બીજો
For Private And Personal Use Only
Page #327
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાદેવીને કષ્ટ થશે અને ગર્ભને હાનિ થશે. હું કોઈ ઉપાય વિચારું છું. પછીથી તમને હું જે કહેવરાવું તે પ્રમાણે તમારે ગંભીરતાથી કાર્ય કરવાનું. હવે તમે જઈ શકો છો.’ સખીવૃંદ ચાલ્યું ગયું.
મહારાજા ગંભીર વિચારમાં પડી ગયા.
માર્ગ સૂઝતો નથી. મૂંઝવણ વધી ગઈ.
મહારાજાએ મહામંત્રી સુમતિસાગરને યાદ કર્યા.
મહામંત્રી ઉપસ્થિત થઈ ગયા. મહારાજાએ તેમનું ઉચિત સ્વાગત કર્યું. મહામંત્રી સુમતિસાગર, મહારાજા પુરુષદત્તના સમયથી પૂર્ણ નિષ્ઠા સાથે મહામંત્રીનું પદ શોભાવી રહેલા હતા. સિંહરાજા પ્રત્યે તેમનો પ્રેમ અદ્વિતીય હતો. મહારાજાના મુખ પર ઉદ્વેગ જોઈને તેમણે પૂછ્યું :
‘રાજેશ્વર, એવી કેવી ચિંતા આપને સતાવે છે કે જેણે આપના મુખની કાન્તિ હરી લીધી છે? આપનો આ સેવક દિવસ-રાત આપની સેવામાં તત્પર હોય, અને આપ મૂંઝાયા કરો? કહો, નિઃસંકોચ જે મૂંઝવણ હોય તે કહો...'
મહારાજાએ કુસુમાવલીને આવેલું સ્વપ્ન કહ્યું. જેમ જેમ ગર્ભ મોટો થતો જાય છે તેમ તેમ રાણીનું પોતાના પ્રત્યે બદલાયેલું વર્તન કહ્યું... પોતાનાં આંતરડાંનું ભક્ષણ કરવાની ઇચ્છા કહી... ગર્ભપાત કરવાનો ઉપાય કર્યો - એ વાત પણ કહી.
મહામંત્રીએ કાન માંડીને એકાગ્રતાથી બધી વાત સાંભળી. મહામંત્રીના જીવનકાળમાં આ જાતની સમસ્યા પહેલી આવી હતી. પરંતુ એ પીઢ, બુદ્ધિશાળી અને વિચક્ષણ મહામંત્રી ક્યારે પણ હારવામાં માનતો ન હતો. ‘સમસ્યા હોય છે તો તેનું સમાધાન પણ હોય છે,' આ સિદ્ધાન્તમાં એની શ્રદ્ધા હતી. મહામંત્રીએ કહ્યું : ‘મહારાજા, હું સંધ્યા સમયે આપની પાસે આવું છું. એક વાત નિશ્ચિત માનો કે મહારાણીની ઇચ્છા પૂર્ણ થશે... અને આપને કોઈ ઇજા પણ નહીં થાય... એવો ઉપાય લઈને આવીશ.'
મહારાજા મહામંત્રીને મૂકવા મંત્રણાગૃહના દ્વાર સુધી ગયા. તેમને વિદાય આપી પાછા આવ્યા. તેમનું મન હળવું બન્યું હતું. સમસ્યાનું સમાધાન મળવાની આશા જાગી હતી. ઘણાબધા પ્રસંગોમાં મહામંત્રીની બુદ્ધિના ચમત્કારો જોયા હતા, તેથી મહામંત્રી ઉપર શ્રદ્ધા દૃઢ બની હતી.
સમગ્ર રાત્રિનો ઉજાગરો હતો - કુસુમાવલીની ચિંતાએ નિદ્રા છીનવી લીધી હતી. ચિંતા દૂર થઈ કે મહારાજાને નિદ્રાએ જકડી લીધા. શયનખંડમાં તેઓ નિદ્રાધીન થઈ ગયા.
સૂર્યાસ્ત થવામાં બે ઘટિકા શેષ હતી. મહારાજાએ આંખો ખોલી. તેઓ પલંગ પરથી નીચે ઊતર્યા, કે ભોજનનો થાળ લઈ મદનરેખાએ ખંડમાં પ્રવેશ કર્યો. ‘મહારાજા, સૂર્યાસ્ત થવામાં બે ઘટિકા બાકી છે. આપ ભોજન કરી લો...’
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
30:
Page #328
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ આર્જ તું આવી કંઈ?” મહાદેવીએ આજ્ઞા કરી.” “અ, આવી વિકટ સ્થિતિમાં પણ એ મારું ધ્યાન રાખે છે? લાવ, આજે તો મને સુધા સતાવે છે.”
મહારાજાએ ભોજન કરી લીધું. થાળ લઈને મદનરેખા જવા તૈયાર થઈ. તેણે મહારાજા સામે ક્ષણભર જોયું. મહારાજાએ કહ્યું : “ચિંતા ના કર. ઉપાય જડી જશે, અને કાલે જ દેવીની ઇચ્છા બુદ્ધિપૂર્વક પૂરી થશે.'
પણ દેવી નહીં માને..” મહામંત્રી મનાવશે..” છતાં...' “ચિંતા ના કર. પરમાત્માની આચિત્ય કૃપા પર વિશ્વાસ રાખ.”
મદનરેખા આશાનાં થોડાં કિરણો લઈ ઝડપથી ચાલી ગઈ. પરિચારિકાએ આવીને કહ્યું : “મહામંત્રીજી મંત્રણાગૃહમાં પધારી ગયા છે.”
તરત જ મહારાજા મંત્રણાગૃહમાં પહોંચ્યા, મહામંત્રીએ અભિવાદન કર્યું. ખંડમાં ઊભેલા સેવકોને બહાર મોકલી મહામંત્રીએ દ્વાર બંધ કર્યું. આવીને મહારાજાની પાસે બેસી ગયા.
મહારાજા, ઉપાય જડી ગયો છે.” બહુ સરસ!'
આવતીકાલે આપે ઉપવાસ કરવાનો. મળશુદ્ધિ કરવાની. પછી આપની આંખો ઉપર પાટો બાંધી દેવાનો. આપના પેટ ઉપર કૃત્રિમ આંતરડાં બાંધીને, એના ઉપર સજ્જડ પાટો બાંધી દેવાનો.. એના ઉપર ઉત્તરીય વસ્ત્ર ઓઢી લેવાનું... પછી દેવીના દેખતાં. આંતરડાં કાઢી-કાઢીને આપવાનાં - ખૂબ જ સાવધાનીથી અને ચોકસાઈપૂર્વક આ બધું થશે.” મહારાજાએ કહ્યું : “ઉપાય સારો છે. પરંતુ દેવી જ નહીં માને તો?' હું મનાવીશ.” મહામંત્રીએ શ્રદ્ધાપૂર્વક કહ્યું. “તો હું આવતી કાલે ઉપવાસ કરીશ. પ્રભાતે પધ દ્વારા મળશદ્ધિ કરી લઈશ.”
મારે કૃત્રિમ આંતરડાં બનાવવાનાં છે, તે મારા વિશ્વાસપાત્ર કારીગર બનાવી દેશે. ખાદ્યપદાર્થોથી બનાવશે.”
તો પછી આપ મહાદેવી પાસે ક્યારે જ શો?' કાલે પ્રભાતે.'
મહામંત્રીએ વિદાય લીધી. મહારાજા રાણી કુસુમાવલીને મળવા એના શયનખંડ તરફ ગયા.
૦ ૦ ૦
ભાગ-૧ ૪ ભવ બીજો
Wી .
For Private And Personal Use Only
Page #329
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહામંત્રીએ અત્યંત વિશ્વાસપાત્ર કારીગરને બોલાવીને કૃત્રિમ આંતરડાં બનાવવાની રીત સમજાવી. “પેટમાંથી નીકળેલું આંતરડું કેવું લોહી અને માંસવાળું હોય, તેવું જ આંતરડું બનાવવાનું. ચાર આંતરડા બનાવવાનાં. પેટ ઉપર બાંધી શકાય... છતાં બાંધેલાં છે, એની ખબર ના પડે... એવી કૃત્રિમ ચામડીથી બાંધવાના, બસ, આટલું કરવાનું. એ પછી આંતરડાં કાઢવાનું કામ હું કરીશ. આવતીકાલે રાત સુધીમાં જોઈએ, બધાં જ દ્રવ્યો ભક્ષ્ય વાપરવાનાં....”
મહામંત્રીએ એક હજાર સોનામહોરોની થેલી આપી. કારીગર ખુશ થયો. મહામંત્રીની વિદાય લઈ તે ચાલ્યો ગયો.
મહામંત્રી રાજમહેલમાં આવ્યા. કુસુમાવલીના શયનખંડ પાસે પહોંચીને બહાર ઊભેલી પ્રિયંકરાને કહ્યું : “મહાદેવીને જાણ કર, મારે એમને મળવું છે.'
પ્રિયંકરાએ ખંડમાં જઈ કુસુમાવલને મહામંત્રીના આગમનની વાત કરી. કુસુમાવલીએ કહ્યું : “મહામંત્રીને આદરપૂર્વક અંદર લઈ આવ.”
કુસુમાવલીએ પોતાનાં વસ્ત્ર ઠીક કર્યો. વાળનો જુડો ઠીક કર્યો અને પલંગ ઉપરથી ઊતરીને ભદ્રાસન પર બેસી,
મહામંત્રીએ મહારાણીએ પ્રણામ કર્યા. કુસુમાવલીએ પણ મહામંત્રીને પ્રણામ કર્યા. મદનરેખા વગેરેને બહાર જવા સંકેત કર્યો, અને વાતનો પ્રારંભ કર્યો :
દેવીજ્યાં સુધી આપનો દોહદ પૂરો નહીં થાય, ત્યાં સુધી આ શરીર વધારે કૃશ થતું જવાનું. માટે દેહદ પૂરો કરવો પડશે. મને મહારાજાએ વાત કરી છે. તમારો દેહદ પૂર્ણ કરીશ.'
કેવી રીતે? શું આંતરડાં કાઢ્યા પછી મહારાજા જીવિત રહી શકે? મહારાજાની હત્યા કરીને મારે જીવવું નથી....”
આપની ભાવના સાથે હું સંમત થાઉં છું દેવી, પરંતુ મહારાજાના પ્રાણ સુરક્ષિત રહે... એ રીતે હું જાતે આંતરડાં કાઢીને આપું તો? પછી મહારાજાને તરત કુશળ વૈદ્ય સારવાર આપશે..... તેમનો ઘા ભરાઈ જશે! તેઓ સારા થઈ જશે, આપનો દોહદ પૂર્ણ થઈ જશે...'
કુસુમાવલીએ સંમતિ આપીને પૂછ્યું : “ઠીક છે, દોહદ પૂરો થઈ જશે, પરંતુ એ બાળક જન્મ્યા પછી... એના પિતાનું અહિત કરનારો બનવાનો જ.... માટે એને જન્મ આપીને જીવતો રાખવા નથી ઇચ્છતી...”
“ભલે, એ જીવનો જન્મ થયા પછી શું કરવું તેનો વિચાર આપણે પછી કરીશું. તમારી જે પ્રમાણે ઇચ્છા હશે, તે પ્રમાણે કરીશ...' “તો આપનો ઉપકાર ક્યારેય નહીં ભૂલું....' ઉપકાર નહીં દેવી, આ સેવકનું કર્તવ્ય છે... કર્તવ્યનું પાલન કરીશ...”
શ્રી સમરાદિત્ય મહાકથા
૩૧૧
For Private And Personal Use Only
Page #330
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહામંત્રી સુમતિસાગરની કુનેહ સફળ થઈ. કુસુમાવલીનો દોહદ પૂર્ણ થયો. પરંતુ ત્યાર પછી કુસુમાવલી અત્યંત વ્યથિત થઈ ગઈ. તેણે કલ્પાંત કરી મૂક્યો. મહામંત્રીને તેણે કહ્યું : “મને મહારાજાના દર્શન કરાવો..”
દેવી, વૈદ્યો ઘા ભરી રહ્યા છે. એક ઘટિકા પછી તમને એમની પાસે લઈ જઈશ. દર્શન કરાવીશ. વિશ્વાસ રાખો. મહારાજા જીવંત છે.'
એક ઘટિકા પછી મહામંત્રી કુસુમાવલીને મહારાજાના શયનખંડમાં લઈ ગયા. મહારાજાની આંખો ખુલ્લી હતી. કુસુમાવલીએ પ્રણામ કર્યા. મહારાજાએ આંખોથી જ પ્રત્યુત્તર આપી દીધો. મહામંત્રીએ કુસુમાવલીને બહાર નીકળી જવાનો સંકેત આપ્યો.
રાણી અને મંત્રી, બંને બહાર આવ્યા. મંત્રીએ રાણીને કહ્યું: “આપણે એકાંતમાં થોડી વાતો કરી લઈએ.’
મારા શયનગૃહમાં જ પધારો. રાણી ઝડપથી આગળ ચાલી. તેણે બધી સખીઓને અને દાસીઓને બહાર મોકલી. મહામંત્રીએ પ્રવેશ કર્યો. રાણીએ મહામંત્રીને બેસવા ભદ્રાસન આપ્યું. પોતે એક બીજા ભદ્રાસન ઉપર બેસી.
મહાદેવી, હવે જન્મ સમયે શું કરવું. એ અંગે વિચારણા કરી લેવી જોઈએ.” સાચી વાત છે આપની. પ્રસુતિનો સમય નજીક આવે છે.” આપની ઇચ્છા પુત્રનો ત્યાગ કરવાની છે ને?' અવશ્ય..” “પછી આપને દુઃખ નહીં થાય ને?”
જરાય નહીં. જો આવો પિતૃઘાતક પુત્ર મને ખપતો હોત તો હું ગર્ભપાત કરવા આકાશ-પાતાળ એક ના કરત. પણ હવે જ્યારે જન્મ આપવો જ પડે એમ છે ત્યારે હું એને ક્ષણવાર પણ મારી પાસે રાખવા ઇચ્છતી નથી.'
આ આપનો છેલ્લો નિર્ણય છે ને?” હા જી.” “તો પછી મારી એક સૂચના બરાબર ધ્યાનમાં લઈ લો. પુત્રનો જન્મ થયા પછી પહેલા સમાચાર મને મળવા જોઈએ, મહારાજાને જાણ નહીં કરવાની.'
3૧૨
ભાગ-૧ ( ભવ બીજો
For Private And Personal Use Only
Page #331
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બરાબર...' મને સમાચાર મળતાં જ હું જે ઉચિત હશે તે કરીશ. પુત્ર તમારી પાસે નહીં રહે..” ઘણું સારું મારે તો એ પાપાત્માનું મુખ પણ જોવું નથી.' મહાદેવી, આપણે તો પુરુષાર્થ કરવાનો છે... ફળ જે આવે તે ખરું...” મહારાજાને સમાચાર તો આપવા પડશે ને?” આપવાના છે. પુત્ર મરેલો જભ્યો છે. એટલા જ!' મેં પણ એમ જ વિચારેલું....'
પરંતુ જન્મજાત બાળકને તરત વસ્ત્રમાં લપેટીને ગુપ્ત માર્ગે બહાર લઈ જવાનું કાર્ય; કોઈ એક અત્યંત કાર્યદક્ષ દાસીને સોંપવું પડશે! અને એ દાસી મહેલમાં બહુ જાણીતી ન હોવી જોઈએ...' કસમાવલીએ પોતાની એક-પછી એક બધી દાસીઓનો વિચાર કરી જોયો. આ કાર્ય માટે “માધવિકા’ તેને ઠીક લાગી.
છે એવી એક દાસી. કામ કરશે એ પણ એ બાળક કોને અને ક્યાં સોંપશે? “મહેલની બહાર, જમણી બાજુ મોટું પીપળવૃક્ષ છે એની નીચે લાલ વસ્ત્રવાળી એક આધેડ બાઈ ઊભી હશે. એને સોંપીને દાસી ચાલી જાય. એણે મહેલમાં પાછા નહીં આવવાનું એ પોતાના ઘરે જાય. સાંજ સુધી એ ઘરે રહે.”
યોજના મુજબ હું એને સમજાવી દઈશ.' મહામંત્રીએ રાણીને પ્રણામ કર્યા અને તેઓ ચાલ્યા ગયા. ક્સમાવલીએ સંતોષ અનુભવ્યો. મહામંત્રીની કર્તવ્યનિષ્ઠા ઉપર રાણીને બહુમાન થયું. પ્રસૂતિનો સમય નજીક આવી રહ્યો હતો. તેણે મહામંત્રીએ બતાવેલી યોજના મદનરેખાને બતાવી. મદનરેખાએ માધવિકાને બોલાવીને યોજના સમજાવી, અને કહ્યું : “માધવિકા, જો આ કામ તારે પાર પાડવાનું છે. તારી ચતુરાઈની પરીક્ષા થશે. તને કપડામાં લપેટીને બાળક આપી દઈશ. તારે ચૂપચાપ ઝડપથી મહેલમાંથી નીકળી જવાનું. પપળના વૃક્ષ નીચે ઊભેલી લાલ વસ્ત્રવાળી સ્ત્રીને સોંપી દેવાનું બાળક. કોઈ જ વાત કરવાની નહીં. એ સ્ત્રીની સામે પણ જોવાનું નહીં. સીધા તારા ઘરે પહોંચી જવાનું. સાંજ સુધી મહેલમાં નહીં આવવાનું.”
માધવિકાએ યોજના સમજી લીધી.
મદનરેખાએ એના કાન પાસે મોટું લઈ જઈને કહ્યું : “જો આ કામ પાર પાડીશ. ન્યાલ થઈ જઈશ. મહારાણીની તું અંગત દાસી બની જઈશ... સમજીને?' માધવિકાના મુખ પર સ્મિત રમી ગયું.
૦ ૦ ૦ શ્રી સમરાદિત્ય મહાકથા
૩૧૩
For Private And Personal Use Only
Page #332
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસૂતિનો સમય આવી લાગ્યો.
કુસુમાવલીના વિશાળ શયનખંડને વ્યવસ્થિત ગોઠવી દેવામાં આવ્યો. ધાવમાતા પુષ્પલતા અને મદનરેખાએ પ્રસૂતિની બધી જવાબદારી સંભાળી લીધી. મહારાજાની એક પણ દાસીને ત્યાં પ્રવેશવા ના દીધી, પ્રસૂતિ થવાને એકાદ ઘટિકા શેષ હતી ત્યાં માધવિકાએ મદનરેખા પાસે આવી તેને કાનમાં પૂછ્યું : “અહીંથી મહેલની બહાર નીકળવાનો ગુપ્ત રસ્તો તો મને દેખાડ્યો નહીં...?'
મદનરેખાને થોડી ચીડ તો ચઢી, પરંતુ એણે ગુપ્ત રસ્તાની સમજણ આપી. છતાં મુખ્ય દ્વારમાંથી તો એણે પસાર થવાનું જ હતું. હજુ મદનરેખા માધવિકાને સમજાવી રહી હતી, ત્યાં તો રાણીની વેદનાની ચીસો શરૂ થઈ. માધવિકાને ખંડની અંદર ન ઊભા રહેવાની સૂચના આપી મદનરેખા રાણીની પાસે દોડી ગઈ, પુષ્પલતાએ ઉપચાર ચાલુ કરી દીધા. મદનરેખા એની સહાયતામાં લાગી ગઈ... એક ઘટિકા સુધી રાણીને ઘોર પ્રસવ-પીડા સહન કરી... તેણે પુત્રને જન્મ આપ્યો. તરત જ નવજાત બાળકને સાફ કરી, એક જાડા શ્વેત વસ્ત્રમાં લપેટી માધવિકાને આપી દીધો. માધવિડા શયનખંડના ગુપ્ત માર્ગેથી રવાના થઈ ગઈ.
રાણીએ મદનરેખા સામે જોયું. મદનરેખાએ રાણીના કાનમાં કહી દીધું. “કામ પતી ગયું છે.” રાણીના મુખ પર પરમ સંતોષ છવાઈ ગયો. તેને શાન્ત નિદ્રા આવી ગઈ.'
મદનરેખાએ પુષ્પલતા સામે જોયું બોલી : “માધવિકાનું કામ સુખરૂપ પતી જાય.. એટલે બસ, પછી તો મહામંત્રી સંભાળી લેશે.. મહારાણી ઘોર માનસિક પીડાથી મુક્ત થયાં.”
૦ ૦ ૦ ‘ઊભી રહે માધવિકા...' મહેલમાંથી બહાર નીકળવાના દ્વારે જ મહારાજા અચાનક ભટકાઈ ગયા. માધવિકા હાંફળી-ફાંફળી થઈ ગઈ. મહારાજાએ સ્વાભાવિક જ એને પૂછ્યું :
માલવિકા શું લઈને બહાર જાય છે અત્યારે?” કંઈ નથી મહારાજા, હું મારા ઘેર જાઉં છું...” ‘ભલે જા, એ તો કહે મહાદેવીની તબિયત કેવી છે?' હજુ તો મહારાજા પૂછે છે. ત્યાં માધવિકાના બે હાથમાં વસ્ત્રાવૃત્ત કુમારે રુદન ચાલું કર્યું. રુદન સાંભળીને રાજા તો ચમકી ઊઠ્યો... માધવિકા થર થર ધ્રુજવા લાગી. એની આંખો પહોળી થઈ ગઈમહારાજાએ કડક સ્વરે પૂછયું :
ભાગ-૧ * ભવ બીજો
For Private And Personal Use Only
Page #333
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“બોલ, આ બાળક કોનું છે, અને તું ક્યાં લઈ જાય છે?'
માધવિકા ઢીલીઢસ થઈ ગઈ. રડી પડી. મહારાજાએ કુમારને પોતાની પાસે લઈ લીધો. એના ઉપર વીંટાળેલું વસ્ત્ર દૂર કર્યું. કુમારને હાથમાં પકડી રાખીને રાજાએ કહ્યું : 'મારી આગળ ચાલ... મારા મંત્રણાગૃહમાં જવાનું છે.'
માધવિકા આગળ ચાલી. પાછળ મહારાજા ચાલ્યા. મંત્રણાગૃહમાં પ્રવેશીને, મહારાજાની મુખ્ય પરિચારિકા લલિતાને કુમાર સોંપીને કહ્યું. “તારી પાસે રાખ.
મહારાજા સિંહાસન ઉપર બેઠા. માધવિકા નીચું મોઢું કરીને ઊભી રહી.
કહે, આ બધું શું છે? કોના કહેવાથી તું કુમારને લઈ જતી હતી? ક્યાં લઈ જતી હતી?
માધવિકા ડરી ગઈ હતી. તેણે અથથી ઇતિ સુધીની વાત કહી દીધી. મહારાજાએ તેને ક્ષમા આપી વિદાય કરી દીધી.
મહારાજાએ લલિતાને બોલાવી. તે પ્રૌઢ વયની સ્ત્રી હતી. વિશ્વાસપાત્ર હતી. મહારાજાએ એને કહ્યું : “જો લલિતા, તારે કુમારની ધાવમાતા બનવાનું છે. એની સંપૂર્ણ જવાબદારી તારે સંભાળવાની છે. અને હા, કુમારને તારે ન તો મહારાણીને સોંપવાનો છે, ના મહામંત્રીને આપવાનો છે. તે લોકો ગમે તેટલી લાલચ આપે કે ભય બતાવે, તારે લલચાવાનું નથી કે ગભરાવાનું નથી.
અને જો કુમાર તારી પાસેથી ગયો.... તો આ તલવાર અને તારી ગરદન... સમજી?' ‘જી મહારાજા,' લલિતાએ ધાવમાતા બનવાનું સ્વીકાર્યું.
તારે નીલમણિપ્રાસાદની બાજુના નાના મહેલમાં રહેવાનું છે. સુરક્ષાનો પ્રબંધ હું કરી દઉં છું.'
મહારાજા ગંભીર વિચારમાં ડૂબી ગયા.
જો હું રાજમહેલના દારે માધવિકાને ન મળી ગયો હોત તો? જરૂર કુમારને અવાવરૂ કૂવામાં ફેંકી દેવામાં આવતએને મારી નાંખવામાં આવત... અને આ પડ્ડયંત્રમાં મહામંત્રી કેમ સંડોવાઈ ગયા? મહારાણી તો આ પુત્રને ગર્ભમાં જ મારી
નાંખવા ઇચ્છતી હતી. એ ગર્ભના કારણે જ તેના મનમાં મારા પ્રત્યે દ્વેષ, ધૃણા અને તિરસ્કાર જાગતો હતો. એને મારા શરીરનાં આંતરડાં ખાવાની ઇચ્છા જાગી. હતી... એને મારા પ્રત્યે અગાધ પ્રેમ છે... પિતૃઘાતક પુત્ર એને ન જ ગમે... પરંતુ આ રીતે પુત્રને મારી નંખાવવાનું પાપ તો ન જ કરાય ને? ખેર, હવે હું કુમારને એ શ્રી સમરાદિત્ય મહાકથા
૩૧૫
For Private And Personal Use Only
Page #334
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લોકોના હાથમાં જવા જ નહીં દઉં!
માધવિકાએ બનેલી આકસ્મિક ઘટનાની જાણ સર્વપ્રથમ મહામંત્રીને કરી દીધી, અને પછી મદનરેખાને. મદનરેખા ક્ષણભર થથરી ગઈ. પરંતુ તરત જ પોતાની જાતને સંભાળી લીધી. આ ઘટનામાં મહામંત્રી સંકળાયેલા છે, એટલે મારે ડરવાનું કોઈ કારણ નથી.” તેણે વિચાર્યું : “મહાદેવીને આ વાત આજે નથી કહેવી, મહામંત્રીને મળ્યા પછી જ, જે તે નિર્ણય કરીશ. પરંતુ પુષ્પલતાને વાત કરી દઉં.તેણે ધાવમાતાને વાત કરી. ધાવમાતાએ કહ્યું : “બનવાકાળ બધું બને છે... આપણે તો મહારાણીની આજ્ઞાથી કર્યું છે... આપણે કોઈ દોષ નથી, અપરાધ નથી.”
મહામંત્રી વિચક્ષણ હતા. મહારાજા એમને બોલાવે, એ પહેલાં જ તેઓ મહારાજા પાસે પહોંચી ગયા. મહારાજાના મુખ પર થોડી ગ્લાનિ હતી, મહામંત્રીએ મહારાજાને પ્રણામ કર્યા અને વિનયપૂર્વક બેઠા.
મહારાજા.જે કામ હું કરવાનો હતો, તે કામ વચ્ચેથી આપે ઉપાડી લીધું!” 'કયું કામ મહામંત્રી?' ‘કુમારના પાલનનું!”
એટલે?”
મહારાણીનું મન પ્રસન્ન રહે અને કુમાર સુરક્ષિત રહે એ રીતે મેં યોજના ઘડી રાખી હતી. એકવાર મારા હાથમાં કુમાર આવી જાત, પછી હું આપને વાત કરવાનો હતો. જો મહાદેવનો વિશ્વાસ સંપાદન કરીને કુમારને મેળવવાની યોજના ના ઘડત, તો અત્યારે કુમાર મહેલની પાછળના ખાળકૂવામાં ફેંકાઈ ગયો હોત...”
ઓહો, મહામંત્રી! તમે બહુ સારું કામ કર્યું. તમે કુમારને બચાવી લીધો... હવે મેં એના લાલન-પાલનની વ્યવસ્થા કરી દીધી છે. તમારે એ અંગે કંઈ કરવાનું રહેતું નથી.”
જેવી મહારાજાની ઇચ્છા!'
હા, પણ પુત્રજન્મની વધામણી મને રાજસભામાં મળવી જોઈએ.. પછી પુત્રજન્મનો ઉત્સવ પણ...'
મહારાજા, આપ સારી રીતે જાણો છો કે મહાદેવને આ બધું જરાય નહીં ગમે. જે કુમારને આપ ચાહો છો, એ કુમારને તેઓ ધિક્કારે છે... એનું મોઢું જોવા પણ રાજી નથી... ત્યાં પુત્રજન્મની વધામણી... ઉત્સવ... વગેરે અર્થ વિનાનું છે અને મહાદેવીને વ્યર્થ ક્લેશ કરાવનારું છે. આ તો મેં મારો સ્પષ્ટ અભિપ્રાય આપ્યો... ૩૧૩
ભાગ-૧ ૪ ભવ બીજો
For Private And Personal Use Only
Page #335
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પછી આપની જેવી આજ્ઞા.'
હું મહારાણીને સમજાવું છું. તે માની જશે....” તો મને કોઈ વાંધો નથી.' મહામંત્રીને વિદાય આપીને મહારાજા કુસુમાવલી પાસે ગયા. તેમણે મદનરેખાને પૂછયું : “જો અત્યારે દેવી સ્વસ્થ હોય તો મારે તેમની સાથે થોડી વાતો કરવી છે.”
મદનરેખાએ કુસુમાવલીને પૂછ્યું. કુસુમાવલીનું ચિત્ત નિર્મળ બન્યું હતું. પાપી જીવથી તેનો છૂટકારો થઈ ગયો હતો. એટલે મહારાજા તરફ હવે તિરસ્કારનો ભાવ રહ્યો ન હતો.
મહારાજાએ શયનકક્ષમાં પ્રવેશ કર્યો. મદનરેખાએ રાણીના પલંગ પાસે ભદ્રાસન ગોઠવ્યું. રાજાએ રાણીને કુશળપૃચ્છા કરી. રાણીએ મંદ સ્વરમાં જવાબ આપ્યો.
થોડીવાર મૌન ધારણ કર્યા પછી મહારાજાએ લાગણીભર્યા સ્વરમાં કહ્યું : “દેવી, તમને કદાચ ખબર નહીં હોય, પરંતુ આપણો નવજાત કુમાર મારી પાસે આવી ગયો છે....!' રાણી ચમકી ગઈ... એની આંખોમાં રોષ... રીસ અને ચિંતાના ભાવો આવી ગયા.. ‘તમારી પાસે કેવી રીતે આવી ગયો નવજાત શિશુ?”
માધવિકા પાસેથી મેં લઈ લીધો.” ‘ભલે રાખજો તમારી પાસે. ક્યારેય પણ એને મારી સામે ના લાવશો. તમારો શત્રુ તમને ગમતો હોય તો પછી મારે શું?
બોલતાં બોલતાં રાણી હાંફી ગઈ. ‘દેવી, શાન્ત થાઓ. હું એને જુદા મહેલમાં રાખીશ.. તમારી સામે નહીં આવે... પછી તો તમને વાંધો નથી ને?”
અત્યારે નથી.. ને નહીં રહે, પરંતુ એ મોટો થશે ત્યારે મોટો વાંધો ઊભો થશે...'
એ સમયની વાત એ સમયે વિચારીશું..” ‘તો અત્યારે શું કરવું છે?”
રાજમહેલની પરંપરાને પાળવી પડશે ને? પુત્રજન્મની વધાઈ મને રાજસભામાં મળવી જોઈએ. પછી પુત્રજન્મનો ઉત્સવ કરવો જોઈએ. ન ગમતું હોય છતાં રાજપરિવારની પરંપરાઓને અનુસરવું પડે મહાદેવી!'
એમાં મારે શું કરવાનું છે?'
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૭
For Private And Personal Use Only
Page #336
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘માત્ર અનુમતિ આપવાની છે અને મારા ઉપર અપ્રીતિ નથી કરવાની...’ ‘મહારાજા, અપ્રીતિનું જે કારણ હતું તે કારણ દૂર થઈ ગયું છે... હવે ક્યારેય આપના તરફ મારા હૃદયમાં અપ્રીતિ નહીં જ થાય... બસ, એક જ વાત આપે માનવાની છે મારી...'
‘કહો... દેવી...’
‘કુમારની કોઈ વાત મારી આગળ નહીં કરવાની, ભલે, એ શત્રુ આપનો છે, મારા પ્રત્યે એના મનમાં શત્રુતા નહીં રહે, છતાં જે બાળક પિતાનો શત્રુ હોય, તે બાળક મને ના ગમે. હું એનું મુખ જોવા પણ રાજી નથી. માટે, એની ચર્ચા તમારે મારી આગળ ના કરવી.’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘ભલે, હું એ સાવધાની રાખીશ.'
તો રાજસભામાં વધામણી આપવા પ્રિયંકરા આવશે....’
‘સારું,'
મહારાજા ચાલ્યા ગયા. કુસુમાવલી ચાલ્યા જતા પોતાના સ્વામીને જોતી રહી.... તેણે સો મણનો નિસાસો નાંખ્યો. ‘શત્રુ ઉપર સ્નેહ કરીને, પ્રેમ બાંધીને... એક દિવસ આ સરળ પિતા પુત્રનો વધ્ય બનશે...’ તેની આંખોમાં પાણી ભરાઈ આવ્યાં. મદનરેખાએ સ્વચ્છવસ્ત્રથી આંખો લૂછી નાંખી.
૩૧૮
રાજસભામાં જઈને પ્રિયંકરાએ ‘પુત્રજન્મ’ની વધાઈ આપી મહારાજાને, મહારાજાએ પ્રિયંકરાને શ્રેષ્ઠ અલંકારોનું દાન આપ્યું. નગરમાં ‘પુત્રજન્મનો ઉત્સવ રચાયો.
For Private And Personal Use Only
ભાગ-૧ ભવ બીજો
Page #337
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
{ $35)
રાજકુમારનું નામ ‘આનંદ’ પાડવામાં આવ્યું. ધાવમાતા લલિતા, અલગ મહેલમાં કુમારને ઉછેરે છે.
મહારાજા પ્રતિદિન એ મહેલમાં જાય છે અને કુમારને ખૂબ પ્રેમ કરે છે. કુસુમાવલી “આનંદ” થી સાવ અલિપ્ત રહે છે. આનંદને બાલ્યાવસ્થાથી શિક્ષણ આપવામાં આવે છે. તરુણ વયમાં તેને શસ્ત્રકળા અને યુદ્ધકળાની તાલીમ આપવામાં આવે છે... એક બાજુએ મોટો થતો જાય છે. બીજી બાજુ મહારાજા પ્રત્યે, કોઈ કારણ વિના એના હૃદયમાં રોષ વધતો જાય છે કેષ વધર્તા જાય છે. “અગ્નિશમના જન્મના વેરના સંસ્કારો જાગ્રત થતા જાય છે.
આનંદ થીવનમાં પ્રવેશ કરે છે. અવારનવાર તે મહારાજાનો તિરસ્કાર કરે છે. મહારાજાની એકેય સારી વાત માનતો નથી. તેની ઉદ્ધતાઈ વધતી જાય છે. તેની સ્વચ્છંદતા વધતી જાય છે. મહારાજાના અગાધ પ્રેમનો જવાબ એ ઘોર અવગણનાથી આપે છે. મહારાજાને આનંદ ગમે છે. આનંદને મહારાજા ગમતા નથી!
ક્યારેક મહારાજા વિચારે છે : “આનંદનું આવું અયોગ્ય, અવિચારી વર્તન ખરેખર એના પૂર્વજન્મનાં કર્મોને લીધે છે. સંસારમાં કર્મો જ જીવને ઉચિત-અનુચિત કરવા પ્રેરે છે... પૂર્વજન્મોનો એનો અને મારો કોઈ એવો જ સંબંધ ચાલ્યો આવે છે... ખેર, છેવટે એ જ મારા રાજસિંહાસનનો ઉત્તરાધિકારી છે. આ રાજ્યનો એ જ રાજા બનવાનો છે... એને હું “યુવરાજ' પદે સ્થાપિત કરું તો? એ માટે મારે મહામંત્રી, સેનાપતિ વગેરેના અભિપ્રાય જાણવા જોઈએ. કુસુમાવલીને પણ પૂછી જોઈશ. જો કે એ તો કુમારનું નામ સાંભળવાય રાજી નથી. તે છતાં પૂછી તો જોઈશ!
મહારાજાએ પોતાના મંત્રણાખંડમાં રાજ્યના પ્રમુખ પદાધિકારીઓને આમંચ્યા. આમંત્રિતો સમયસર આવી ગયા. મહારાજાએ વાત પ્રસ્તુત કરી.
મારા રાજ્યને વફાદાર એવા તમને બોલાવવાનું કારણ એ જ છે કે રાજકુમાર આનંદને યુવરાજ-પદે સ્થાપિત કરવાની મારી ઇચ્છા છે. તમારા સહુના અભિપ્રાય જાણવા તમને બોલાવ્યા છે. સર્વપ્રથમ હું મહામંત્રીનો અભિપ્રાય જાણવા ઇચ્છું છું.'
મહામંત્રીએ ઊભા થઈ, મહારાજાને પ્રણામ કરી પોતાનું વક્તવ્ય શરૂ કર્યું : મહારાજા, કુમારને યુવરાજ-પદે ગમે ત્યારે ચ્છાપિત તો કરવા જ પડશે... પરંતુ શ્રી સમરાદિત્ય મહાકથા
30:
For Private And Personal Use Only
Page #338
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમનામાં હજી જોઈએ તેવી પરિપક્વતા મને નથી દેખાતી. તેઓ રાજનીતિમાં અને પ્રજા સાથેના વ્યવહારમાં પરિપક્વ બનવા જોઈએ. પદને અનુરૂપ યોગ્યતા નથી હોતી તો એ વ્યક્તિનો દુનિયામાં ઉપહાસ થાય છે. માટે મારી આપને વિનંતી છે કે આપ આ અંગે પુનર્વિચાર કરો.”
મહામંત્રી બેસી ગયા. મહારાજાએ સેનાપતિ જયપાલ સામે જોયું. જયપાલ ઊભા થયા, તેમણે પોતાનો અભિપ્રાય આપતા કહ્યું : “મહારાજા, મને કુમારમાં “યુવરાજ' બનવાની.. કે ભવિષ્યમાં રાજા બનવાની યોગ્યતા જણાતી નથી. આપ નારાજ ના થશો મહારાજા, કુમારમાં જે વિશિષ્ટ ગુણો હોવા જોઈએ. તેમાંનો એકેય ગુણ મને એમનામાં દેખાતો નથી. વિશેષ શું કહું?”
નગરશ્રેષ્ઠી ધનપાલે ઊભા થઈને મહારાજાને પ્રણામ કરી નિવેદન કર્યું : “મહારાજા, હું જાણું છું કે કુમાર ઉપર આપનો અનન્ય રાગ છે. એટલે કુમારની વિરુદ્ધ અભિપ્રાય આપવાથી આપનું હૃદય દુભાવાનું છે, પરંતુ આપે અમને બોલાવીને અભિપ્રાય પૂછયો છે એટલે ના છૂટકે કહેવું પડે છે કે તેઓ યુવરાજ-પદને યોગ્ય નથી તે છતાં આપ તેમને યુવરાજ-પદે સ્થાપિત કરશો તો અમે એમને પદોચિત ગૌરવ આપીશું જ, એમાં આપ નિશ્ચિત રહેજો.”
દંડનાયક સુધીરે સ્પષ્ટ શબ્દોમાં પોતાનો અભિપ્રાય ઉચ્ચાર્યો: “મહારાજા, કુમારને યુવરાજ બનાવીને, એમની ઉદ્ધતાઈને પોષવાનું મને જરાય ઉચિત લાગતું નથી.”
મહારાજા વિચારમાં પડી ગયા. તેમનું મન ખિન્ન થઈ ગયું. તેઓ કંઈ જ બોલ્યા નહીં. મંત્રણાખંડમાં મૌન છવાયું. મહામંત્રીએ મનનો ભંગ કરતા કહ્યું : “મહારાજા, આપ વિચાર કરજો.... છેવટે આપનો નિર્ણય અમને બધાને માન્ય રહેશે.”
મહારાજાએ કહ્યું : “પુન હું તમને બોલાવીશ, અને મારો નિર્ણય જણાવીશ. અત્યારે તમે સહુ જઈ શકો છો.'
સહુ પોત-પોતાને સ્થાને ચાલ્યા ગયા. મહારાજા રાણી કુસુમાવલીના શયનખંડ તરફ ગયા.
કુસુમાવલીએ મહારાજાનું સ્વાગત કર્યું. મહારાજાએ સિંહાસન પર બેસીને કહ્યું : દેવી, એક બાબતમાં મારે તમારો અભિપ્રાય જાણવો છે... પણ તમે દુઃખી ના થાઓ, તો જ પૂછવું છે.'
નાથ, આપના તરફ દુઃખી થવાનું કોઈ કારણ નથી.” એવું કારણ છે... માટે કહું છું.”
પૂછવું અનિવાર્ય હોય તો પૂછો. મારા દુઃખની ચિંતા ના કરો.” મહારાજાએ થોડી ક્ષણ વિચાર કર્યો...
કુમાર આનંદને યુવરાજપદ આપવા ઇચ્છું છું... તમારો જે અભિપ્રાય હોય તે કહો.'
3ર0
ભાગ-૧ * ભવ બીજો
For Private And Personal Use Only
Page #339
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“સાપને દૂધ પિવડાવવું હોય તો ભલે, પિવડાવો.. એ દૂધ ઝેર જ બનવાનું છે... અને એ સાપ આપને જ ડંખ મારવાનો છે... માટે જે કંઈ કરો તે ગંભીરતાથી વિચારીને કરજો.’
બીજી બધી વાતો કરીને મહારાજા ચાલ્યા ગયા...
બધાનો વિરોધ હોવા છતાં સિંહરાજાએ આનંદને “યુવરાજ' બનાવ્યો. યુવરાજ બન્યા પછી એ વધારે ઉદ્ધત અને મદાંધ બન્યો. રાજ્યના મોટા મોટા માણસોનું અપમાન કરવા લાગ્યો. પ્રજાને રંજાડવા લાગ્યો... અને મહારાજાને રાજસભામાં પણ અપમાનિત કરવા લાગ્યો. એને કોઈ કંઈ કહી શકતું નથી, કોઈ એની સાથે વાત કરતું નથી.
કુસુમાવલી મહારાજાના થતાં અનાદરથી મનમાં ને મનમાં સમસમીને બેસી રહે છે. “જેવી ભવિતવ્યતા...!' કહીને વિચારીને મનનું સમાધાન કરે છે.
૦
૦. એક દિવસ રાજસભામાં રાજ્યના ગુપ્તચરોએ આવીને મહારાજાને નિવેદન કર્યું : “મહારાજા, સામંત રાજા દુર્મતિ કે જે આપણા રાજ્યના સીમાડા પાસેના રાજ્યનો રાજા છે, તે આપણા રાજ્યનાં ગામોને રંજાડે છે. એને પોતાના સૈન્યનો ગર્વ છે, એને પોતાની શક્તિનો મદ છે...'
એની સાન ઠેકાણે લાવવી પડશે. મહાસેનાપતિ જયપાલ, દુર્મતિનો નિગ્રહ કરવા કાં તો તમે સેના સાથે જાઓ, અથવા ઉપ-સેનાપતિ વીરેન્દ્રને સેના સાથે મોકલો.'
ઉપસેનાપતિ વીરેન્દ્ર થોડી સેના સાથે દુર્મતિના કિલ્લા તરફ પ્રયાણ કર્યું. દુર્મતિને સમાચાર મળ્યા કે વીરેન્દ્ર સેના સાથે ચઢી આવે છે. તે પોતાની સેના સાથે સજ્જ થઈને પોતાની સરહદ પાસે ઊભો રહ્યો.
વીરેન્દ્ર દુર્મતિની વિશાળ સેના જોઈ. તેને પોતાની ધારણા ખોટી લાગી. એના સૈન્ય કરતા દુર્મતિનું સૈન્ય પાંચગણું હતું...
યુદ્ધ થયું. યુદ્ધમાં વીરેન્દ્રની હાર થઈ.
મહારાજાને પોતાની સેનાની હાર થયાના સમાચાર મળ્યા. તરત જ તેમણે સેનાપતિ જયપાલને આજ્ઞા કરી : “આપણી વિશાળ સેના તૈયાર કરો. હું પોતે યુદ્ધ માટે જઈશ.’
જયપાલે કહ્યું : “મહારાજા, આપને દુર્મતિ જેવા સામંત રાજાની સાથે યુદ્ધ કરવા જવાની જરૂર નથી.હું જાઉં છું.'
સેનાપતિ, તમારે મારી સાથે આવવાનું છે. આવતી કાલે જ આપણે પ્રયાણ
કરીશું.'
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
Page #340
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વિશાળ સેના સાથે મહારાજાએ પ્રયાણ કર્યું.
મહારાજાએ પ્રયાણ કર્યું, એ પૂર્વે યુવરાજ આનંદે, પોતાના વિશ્વાસુ ચાર સૈનિકો સાથે ગુપ્ત રીતે પ્રયાણ કરી દીધું હતું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને, થોડા જ દિવસોની દડમજલના અંતે તે સામંત રાજા દુર્મતિની છાવણીમાં પહોંચી ગયો હતો. છાવણીમાં પ્રવેશ કરતાં જ દુર્મતિના સૈનિકોએ એ પાંચને પકડી લીધા અને દુર્મતિની સમક્ષ ખડા કરી દીધા.
‘કોણ છો તમે?’
‘મિત્ર છીએ... મિત્રતા બાંધવા આવ્યા છીએ.'
‘પ્રયોજન?’
પ્રયોજનની જાણ પછી થશે. પહેલાં મૈત્રીનો હાથ લાંબો કરો...'
‘પણ તમારો પરિચય ?'
જયપુરનો યુવરાજ આનંદ!’
‘ઓહ... મહારાજા સિંહનો કુમાર આનંદ?’
‘હા...’
દુર્મતિને પહેલાં આશ્ચર્ય થયું, પછી કોઈ ખટપટની ગંધ આવી, તેણે પૂછ્યું : ‘રાજન, તમારું દુ:સાહસ તમને ભારે પડશે. મહારાજા તમને જીવતા પકડશે... કારાવાસમાં ધકેલી દેશે... ને તમારું રાજ્ય, જયપુરના રાજ્યમાં વિલીન થઈ જશે... તમે ગંભીરતાથી વિચારો...'
‘તમારી વાત વિચારવા જેવી લાગે છે....
'જીવતા રહેશો, તો ભવિષ્યમાં વિશેષ સંપત્તિ પામશો. માટે તમને મારી સલાહ છે કે તમે મહારાજાની સામે જઈને શરણાગતિ સ્વીકારી લો... મહારાજા કૃપાવંત છે. તમારા અપરાધની ક્ષમા આપશે...’
322
‘પણ તમે મારા માટે આટલું બધું કેમ વિચારો છો?'
‘મારે તમારી દોસ્તી જોઈએ છે માટે!
‘દોસ્તી શા માટે?'
‘તમે નિર્ભયતાથી જયપુરમાં આવી શકો... આપણે સાથે બેસીને, આપણાં બંને રાજ્યોને સમૃદ્ધ કરવાની યોજના બનાવીએ... એક-બીજાને સહાયક બનીએ!'
દુર્મતિને દુર્મતિ મળ્યો! આનંદની વાત દુર્મતિને ગમી ગઈ. જડ બુદ્ધિનો દુર્મતિ, આનંદની ચાલમાં ફસાયો. દુર્મતિએ મહારાજાની શરણાગતિ સ્વીકા૨વાનું કબૂલ કરી લીધું. આનંદ બીજા રસ્તેથી જયપુર પહોંચી ગયો.
For Private And Personal Use Only
ભાગ-૧ “ ભવ બીજો
Page #341
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાજા સિંહ, વિશાળ સેના સાથે આગળ વધે જતા હતા. વચ્ચે વચ્ચે સેનાના પડાવ પડતા હતા. ચોથો પડાવ સિંધુ નદીના કિનારા પર પડ્યો.
મહારાજાનો હાથી સિંધુના કિનારે-કિનારે ચાલ્યો જતો હતો. મહારાજાની દૃષ્ટિ સિંધુના ઊછળતા તરંગો તરફ હતી. ત્યાં કિનારાથી થોડે દૂર માણસોનું ટોળું ઊભેલું જોયું. મહારાજાનો હાથી એ તરફ વળ્યો. હાથી ઉપરથી મહારાજાએ એક ગજબનું ભયાનક દૃશ્ય જોયું.
એક મોટો... જાડો... અને લાલ અંગાર જેવી આંખોવાળો અજગર, કુર૨' નામના ખૂનખાર પ્રાણીને, પાછળના ભાગેથી પકડીને ગળી જવા પ્રયત્ન કરતો હતો. કુર૨ પ્રાણી એક ઘરડા સાપને પકડીને ગળી જવા પ્રયત્ન કરતો હતો. એ વૃદ્ધ સાપે એક મોટા દેડકાને પકડ્યો હતો. દેડકો ચીસો પાડતો હતો.'
રાજાએ “મસ્યગલાગલ” ન્યાયની વાત સાંભળેલી હતી, આજે પ્રત્યક્ષ એ દશ્ય જોયું... તરત મનમાં વિચાર આવ્યો કે દેડકાને બચાવું.. સાપને બચાવું.. પણ હવે શક્ય નથી. લગભગ પતી જવા આવ્યું છે... કોઈ એક-બીજાને છોડતા નથી. જે સ્વયં ગણાય છે. તે બીજાને ગળી જવાની ચેષ્ટા કરે છે!'
રાજાને કમકમી આવી ગઈ. તેમણે હાથીને આગળ ચલાવ્યો. જ્યાં પડાવ હતો સૈન્યનો, ત્યાં પહોંચ્યા. દૈનિક કાર્યોમાં વ્યસ્ત રહ્યા. રાત પડી અને નિદ્રાધીન થયા.
મધ્યરાત્રિમાં મહારાજા જાગી ગયા. તેમની કલ્પનામાં પેલું દૃશ્ય સાકાર થયું. અજગર.... કુરર... સર્પ. દેડકો...! ચિંતનનું ચક્ર ગતિશીલ થયું : દેડકા જેવા નિર્બળ લોકોને સાપ જેવા સબળ લોકો ગળી જાય છે. અર્થાત્ ત્રાસ આપે છે. તેમને વળી એમનાથી સબળ કુરર જેવા લોકો ત્રાસ આપે છે... અને એમને એમનાથી વધારે બળવાન અજગર જેવા લોકો ગળી જાય છે. અને અજગર જેવા લોકોને મોત મળી જાય છે... આ છે સંસાર! આ છે દુનિયા...
આવી દુનિયામાં હવે વૈષયિક સખો ભોગવવાં – તે સાચે જ અજ્ઞાનતા છે. અને આ રાજ્ય? મિથ્યાભિમાનનો વિકાર છે... વિકાર... આ મિથ્યાભિમાન સર્વ દુઃખોનું બીજ છે. કારણ કે રાજ્ય એટલે પાતાળ કૂવો! ક્યારેય એને પૂર્ણ કરી શકાય નહીં. રાજ્યનો ગમે તેટલો વિસ્તાર કરવામાં આવે છતાં ઇચ્છા અપૂર્ણ જ રહે છે...
અનેક ખટપટ અને કાવાદાવા સિવાય બીજું શું છે રાજ્યમાં? “હું રાજા છું!' આ મિથ્યાભિમાન સિવાય કંઈ નથી. ભલે વૈષયિક સુખો ભોગવાય. પરંતુ પરિણામ શું? દુર્ગતિ જ ને?'
જેમ વેશ્યા માત્ર ધનને પ્રિય ગણે છે તેમ રાજ્યો વૈભવને જ ચાહે છે. રાફડામાં જેમ અનેક સર્પ હોય છે તેમ રાજ્યમાં ઘણા બધા ભયંકર પુરુષો હોય છે.
શ્રી સમરાદિત્ય મહાકથા
33
For Private And Personal Use Only
Page #342
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાપના કરંડિયાને જેમ સાવધાનીથી રાખવો પડે છે, તેમ રાજ્યને સાવધાનીથી જાળવવું પડે છે.
જેમ વેશ્યાના યૌવનની ઘણા લોકો અભિલાષા રાખે છે તેમ રાજ્યની અનેક લોકો સ્પૃહા રાખે છે..
ખરેખર, પરલોકની ધર્મ આરાધનામાં રાજ્ય મોટું વિઘ્ન છે.. મારે વહેલામાં વહેલી તકે રાજયનો ત્યાગ કરવો જોઈએ... મારું મન સંસારના સર્વ વિષયો પ્રત્યે વિરક્ત બન્યું છે.
પરંતુ અત્યારે હું યુદ્ધ કરવા નીકળ્યો છું. રસ્તામાંથી પાછા વળી જાઉં, તો ઉચિત નહીં ગણાય, પ્રજાની રક્ષા માટે મારે દુર્મતિને જીતવો તો પડશે જ. તેને જીતીને પછી હું જયપુર જઈશ. અને સાધુધર્મ સ્વીકારવાની પૂર્વતૈયારી કરીશ..”
ધર્મચિંતન કરતાં કરતાં રાત પૂરી થઈ ગઈ. પૂર્વ દિશામાં અરુણોદય થયો... મહારાજા પોતાનાં પ્રાભાતિક કાર્યોમાં પરોવાયા.
મંત્રીમંડળ સાથે યુદ્ધ અંગેની ચર્ચા ચાલતી જ હતી, ત્યાં સશસ્ત્ર સ્ત્રી-સૈનિકે આવીને મહારાજાને પ્રણામ કર્યા અને નિવેદન કર્યું :
“મહારાજા, સામંત રાજા દુર્મતિ છાવણીના દ્વારે આવીને ઊભા છે. તેમણે પોતાના ગળા ઉપર કુહાડો બાંધેલો છે. તેમની સાથે પાંચ પુરુષ છે. તે કહે છે કે, મહારાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરવા બદલ મને ખૂબ પશ્ચાત્તાપ થાય છે. મારે મહારાજાનાં દર્શન કરવાં છે...” હવે આપ આજ્ઞા કરો તેમ કરીએ.'
મહારાજાએ મહામંત્રી સુમતિસાગર સામે જોયું. મહામંત્રી મહારાજાના અભિપ્રાયને જાણતા હતા, તેમણે કહ્યું : “તે ભલે આવે...”
દુર્મતિએ તંબૂમાં પ્રવેશ કરતાની સાથે જ મહારાજાને કહ્યું : “આ મારું માથું.... ને આ કુહાડો..’ તે મહારાજાના પગમાં આળોટી પડ્યો.
“બસ થયું દુર્મતિ, તને અભય છે... તું શરણે આવ્યો છે. શરણે આવેલાને અભય જ અપાય. હવેથી ક્યારેય પણ તે મારી આજ્ઞાનું ઉલ્લંઘન નહીં કરે....”
નહીં કરું મહારાજા... પ્રતિજ્ઞા કરું છું...” સિંહરાજાએ દુર્મતિનો વિશિષ્ટ સત્કાર કર્યો. તેને વિદાય આપી, પોતે જયપુર તરફ પાછા ફર્યા.
એક ચેક ચક્ર
૩૨૪
ભાગ-૧ % ભવ બીજો
For Private And Personal Use Only
Page #343
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
४४.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાજા સિંહે જયપુર આવીને સર્વપ્રથમ મંત્રીમંડળને આમંત્રિત કર્યું. મહારાજાએ વાર્તાનો પ્રારંભ કર્યો :
'યુદ્ધ કર્યા વિના પ્રયોજન સિદ્ધ થઈ ગયું... ઘોર હિંસા થતી અટકી ગઈ... પરંતુ આ ઘટનાની આસપાસ અને માર્ગમાં જોયેલું ‘મત્સ્યગલાગલ'નું દૃશ્ય તેના વિષયમાં મને ઘણા ઘણા વિચારો આવ્યા. ‘શા માટે સામંતરાજા દુર્મતિએ ઉત્પાત મચાવેલો? રાજ્યના વિસ્તારની સ્પૃહાએ એને ઉત્પાત મચાવવા પ્રેરિત કર્યો... આ સંસારમાં આવા ઉત્પાતો ચાલતા રહે છે... જીવો આવાં બધાં કુકર્મો કરીને, મૃત્યુ પામીને, દુર્ગતિમાં ચાલ્યા જતાં હોય છે.
વૈષયિક સુખો હલાહલ વિષ જેવાં છે... લાખો વર્ષ એ સુખો ભોગવ્યાં... કેટલું ઝેર આત્મામાં ભેગું થયું હશે? એ ઝેરના પ્રભાવથી આત્માને મુક્ત કરવાનો એક જ ઉપાય છે, અને તે સાધુધર્મ છે. હું સાધુધર્મ અંગીકાર કરવા ચાહું છું.
* મને હવે રાજ્યની સ્પૃહા નથી.
* વિષયોમાં આસક્તિ નથી.
♦ કોઈ જીવ પ્રત્યે રાગ નથી કે દ્વેષ નથી.
* દુનિયા સાથે મારે કંઈ લેવા-દેવા નથી.
એક જ કામ કરવાનું બાકી છે, યુવરાજ આનંદનો રાજ્યાભિષેક, તે કરીને હું સાધર્મ અંગીકાર કરીશ.’
મહારાજાએ પોતાનું વક્તવ્ય પૂર્ણ કર્યું. મંત્રીમંડળ સ્તબ્ધ થઈ ગયું. કોઈનેય આવી કલ્પના ન હતી. રાજ્ય ત્યાગનો અને સાધુધર્મનો આટલો ઝડપી નિર્ણય મહારાજા લેશે - એનો કોઈ સંકેત જોવા મળ્યો ન હતો.
મહામંત્રી ઊભા થયા. મહારાજાને પ્રણામ કરી તેમને પોતાનું વક્તવ્ય શરૂ કર્યું :
‘અસંખ્ય વર્ષોથી જયપુરની રાજપરંપરા આ જ રીતે ચાલી આવી છે. રાજકુમાર યોગ્ય ઉંમરમાં આવે એટલે એનો રાજ્યાભિષેક કરી, રાજા-રાણી ચારિત્રના માર્ગે જાય, એટલે મહારાજાનો નિર્ણય તો યોગ્ય જ છે. વળી મહારાજા અને મહારાણી તો ગુરુદેવશ્રી ધર્મઘોષસૂરિજી પાસેથી જિનધર્મને પામેલા છે. તેમના આત્માના પ્રદેશે-પ્રદેશે જિનધર્મ પરિણત થયેલો છે. તેઓના વિચારોમાં ધર્મ છે, તેઓના આચારોમાં ધર્મ છે... એટલે સર્વત્યાગમય સાધુધર્મનો સ્વીકાર કરવાની ભાવના તેમના હૃદયમાં જાગે જ.’
‘મહારાજા, અમે આપના શ્રેયોમાર્ગની આડે નહીં આવીએ. અમે મંગલ કામનાઓ કરીએ છીએ કે આપનો શ્રેયોમાર્ગ નિર્વિઘ્ન હો.' મહામંત્રીનો સ્વર ભીનો થઈ ગયો હતો. ઉપસ્થિત મંત્રીઓ પણ ઉદાસ થઈ ગયા હતા.’
શ્રી સમરાદિત્ય મહાકા
For Private And Personal Use Only
૩૫
Page #344
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાજાએ રાજપુરોહિતને આજ્ઞા કરી : “આનંદકુમારના રાજ્યાભિષેકનું સારું મુહૂર્ત જોઈને મને કહો.”
રાજપુરોહિતે ત્યાં જ પંચાંગ જોઈને, મુહૂર્તનો નિર્ણય કરીને જણાવ્યું : “આજથી પાંચમા દિવસે - વસંત પંચમીના દિવસે રાજકુમારનો રાજ્યાભિષેક કરવો શ્રેષ્ઠ છે.” મહારાજાએ મંત્રીમંડળને આજ્ઞા કરી : “રાજ્યાભિષેકની તૈયારીઓ કરાવો.'
0 0 0 જ્યારે નીલમણિ-પ્રાસાદના મંત્રણાગૃહમાં મંત્રીમંડળ સાથે મહારાજાની મંત્રણા ચાલતી હતી, ત્યારે કુમાર આનંદના મહેલમાં સામંત રાજા દુર્મતિ સાથે ગુપ્ત મંત્રણા ચાલી રહી હતી. રાજા દુર્મતિ, મહારાજાની શરણાગતિ સ્વીકાર્યા પછી એની રાજધાનીમાં ગયો જ ન હતો. બીજા માર્ગેથી તે જયપુર પહોંચી ગયો હતો. તે કુમાર આનંદના મહેલમાં ઊતર્યો હતો. વાર્તાલાપનો પ્રારંભ કરતાં કુમારે કહ્યું :
“રાજ, ગઈકાલે મને જાણવા મળ્યું છે કે મહારાજા મારો રાજ્યાભિષેક કરવા ઇચ્છે છે... અને અત્યારે મંત્રણાગૃહમાં તેઓ મંત્રીમંડળ સાથે મંત્રણા કરી રહ્યા છે.'
કુમાર, તમે ભોળા ના થશો. જે મંત્રીમંડળ તમને યુવરાજપદ આપવાના પક્ષમાં ન હતું, તે મંત્રીમંડળ તમારો રાજ્યાભિષેક થવા દેશે? અસંભવ!”
“પરંતુ આ રીતે, મને કોઈનું દાન ખપતું પણ નથી. મહારાજા અને રાજ્ય આપે અને હું એનો સ્વીકાર કરી લઉં... એમાં મારું પરાક્રમ શું? પરાક્રમી પુરુષો પોતાના બાહુબળથી રાજ્ય મેળવતા હોય છે. અને એ માટે રાજન, તમારે મને સાથ આપવાનો છે.”
“કુમાર, તમે માગશો ત્યારે સાથ આપીશ... તમે આજ્ઞા કરશો તે પ્રમાણે કરીશ... પછી કંઈ?” દુર્મતિએ કુમારની ચાપલૂસી કરતાં કહ્યું.
તો હું તમને, તમારા રાજ્યના સીમાડા પાસેનાં ૧૦૦ ગામ ભેટ આપીશ... તમને “મહાસામંત'ની પદવી આપીશ.”
આપણી મૈત્રી છે કુમાર. મૈત્રીમાં આવું બધું લેવા-દેવાનું હોય નહીં. આપ મહારાજા બનશો! હું મહારાજાનો અંગત મિત્ર બનીશ, બસ, એથી વિશેષ શું જોઈએ?
રાજનું મહારાજા એમ ને એમ નહીં બની શકાય. એ માટે વર્તમાન મહારાજાનો વધ કરવો પડશે...' કુમારની આ વાત સાંભળીને દુર્મતિ જેવો પુષ્ટ સામંત પણ હચમચી ગયો... તે કુમારના મુખ સામે પહોળી આંખે જોઈ રહ્યો.
રાજ, તમે ડરી ગયા? તમને મારી વાતથી આંચકો લાગ્યો?’ “ના રે ના, કુમાર મહારાજા તમારા પિતા..' પિતા નહીં, દુશમન છે, મને એ દીઠે નથી ગમતો. અને એ જીવે છે ત્યાં સુધી
ભાગ-૧ + ભવ બીજો
For Private And Personal Use Only
Page #345
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું રાજા નહીં-બની શકું. મંત્રીમંડળ મને રાજા નહીં બનવા દે...'
“કુમાર, ગમે તે હોય, પરંતુ મહારાજાનો વધ કરવો એ કોઈ ખાવાના ખેલ નથી. મહારાજા અદ્વિતીય યોદ્ધા છે. પોતે એકલા એક હજાર સુભટોને ભારે પડે એવા છે...”
આપણે ક્યાં યુદ્ધભૂમિ પર જઈને લડવું છે? આપણે તો છલ-કપટનો સહારો લઈને એમને..”
છલ-કપટ? કુમાર... ભલે મેં મહારાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે, પણ ક્યારેય મેં છલ-કપટ નથી કર્યું..”
ભલે હવે હું તમને છલ-કપટ શિખવાડીશ. રાજનું, રાજનીતિમાં છલ-કપટ ઉપાદેય મનાયેલા છે.”
સામંત દુર્મતિ ઊંડા વિચારમાં પડી ગયો. કુમાર ખંડમાં આંટા-ફેરા મારવા લાગ્યો. દુર્મતિએ કહ્યું :
‘કુમાર, જે કંઈ પગલું ભરો, તે સમજી-વિચારીને ભરજો. કારણ કે મહાસેનાધિપતિ જયપાલને તમે ઓળખો છો? એ કાળનો પણ મહાકાળ છે. મહારાજાનો અનન્ય મિત્ર છે. મહારાજા પ્રત્યે શત્રુતા રાખનારા બે સામંત રાજાઓને ઘડીના છઠ્ઠા ભાગમાં એણે યમસદન મોકલ્યા છે, એનો હું સાક્ષી છું...”
રાજનું, તમારી સામે મેં દોસ્તીનો હાથ શા માટે લંબાવ્યો છે? આ જ પ્રયોજન છે. તમારા જેવા પરાક્રમી પુરુષ મારી સાથે હોય, પછી મને ચિંતા ના રહે. તમારે મારી પાછળ જ રહેવાનું છે. એ સેનાપતિનો બચ્ચો મારા ઉપર પ્રહાર કરે, એ પહેલાં તમારે એને પતાવી નાંખવાનો...” ‘કુમાર, એ કામ સહેલું નથી..” જાણું છું સહેલું કામ હોત તો તમને બોલાવત નહીં ને!' કુમાર હસી પડ્યો. તેના હાસ્યમાં ક્રૂરતાના પડઘા પડતા હતા.
રાજનું, યોગ્ય સમયની આપણે પ્રતીક્ષા કરીશું. જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે કામ પતાવી દઈશું....'
બસ, હું આ જ વાત કહેતો હતો. આવા કામમાં ઉતાવળ ના કરવી જોઈએ. ધીરજથી કામ કરવું જોઈએ.”
પણ ત્યાં સુધી તમારે અહીં જયપુરમાં જ રહેવું પડશે. અને તમારા ખાસ વિશ્વાસપાત્ર પરાક્રમી સો જેટલા યોદ્ધાઓને પણ જયપુરમાં બોલાવી લેવા જોઈએ...'
તો કામ બગડી જશે... જયપુર રાજ્યના ગુપ્તચરોથી કંઈ છૂપું રહેતું નથી. અહીં અત્યારે આપણા ઉપર પણ કોઈ ગુપ્તચરની નજર ફરતી હશે!”
“ગુપ્ત-છદ્મવેશમાં બોલાવી લો સુભટોને. સુભટની જરૂર પડવાની જ. કારણ કે શ્રી સમરાદિત્ય મહાકથા
3છ
For Private And Personal Use Only
Page #346
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અત્યારે જયપુરનો એક પણ સૈનિક મારી પાસે નથી, બીજી બાજુ મહાસેનાધિપતિ જયપાલથી આપણે સાવધાન રહેવું પડે...' | દુર્મતિ વિચારમાં પડી ગયો. એક દૃષ્ટિએ એને પોતાના સુભટોને જયપુરમાં રાખવાની વાત સારી લાગી. કાલે કદાચ કુમાર ફરી બેશે.. અને સેનાપતિ ઘેરી લે... ત્યારે એના સુભટોની સહાયથી તે ભાગી તો શકે! પોતાના પ્રાણની રક્ષા તો કરી શકે...!
તેણે તરત જ પોતાના અરણ્યપુરમાં ગુપ્ત રીતે સંદેશો મોકલીને શીધ્રાતિશીધ્ર સો સુભટોને બોલાવી લીધા. કુમાર આનંદે તેમની રહેવાની-જમવાની વગેરે વ્યવસ્થા ગોઠવી દીધી.
0 0 0. મહારાજાએ મહારાણી કુસુમાવલીને કુમારના રાજ્યાભિષેકની વાત કરી. કુસુમાવલી મૌન રહી... વિચારીને બોલી :
આપે કુમારને બોલાવીને વાત કરી કે હું તારો રાજ્યાભિષેક કરવા ઇચ્છું
“ના, હવે વાત કરીશ.'
એ પહેલાં એના રાજ્યાભિષેકનું મુહૂર્ત પણ કઢાવી લીધું આપે. એ ઉદંડ છે.. તમને ના પાડી દેશે તો?”
મેં તો રાજ્યાભિષેક માટેની સામગ્રી પણ તૈયાર કરવા મહામંત્રીને આજ્ઞા કરી દીધી છે...”
મારું મન માનતું નથી નાથ, આપણે તો હવે શીધ્રાતિશીધ્ર ચારિત્રધર્મ સ્વીકારી લઈએ, એ જ શ્રેષ્ઠ માર્ગ છે.”
રાજ્યાભિષેક થઈ ગયા પછી બીજા જ દિવસે આપણે ગુરુદેવ ધર્મઘોષસૂરિજીની પાસે ચારિત્રધર્મ અંગીકાર કરી લઈશું..”
હું તો કહું છું કે મંત્રીમંડળ રાજ્યાભિષેક કરશે... આપણે આજે જ નીકળી જઈએ સ્વામી! મારું મન ખૂબ વિહ્વળ બન્યું છે. મને હવે એક-એક ક્ષણ અકારી લાગે છે આ મહેલમાં.... આ નગરમાં. દૂર દૂર ચાલ્યા જવા માટે મન ઝંખ્યા કરે છે.... આપ જો મને અનુજ્ઞા આપો તો હું આજે જ ગુરુદેવ પાસે પહોંચી જાઉં...!
દેવી, હવે ક્યાં વાર છે? વસંત પંચમીના દિવસે રાજ્યાભિષેક કરીને... તરત જ નીકળી જઈશું.”
“મહારાજા, ક્ષમા કરજો... પરંતુ શું આપે જ રાજ્યાભિષેક કરવો જરૂરી છે? આપના વિના ના થઈ શકે રાજ્યાભિષેક?” “થઈ શકે પરંતુ અત્યારે આપણે રાજ્યાભિષેક કર્યા વિના સાધુધર્મ સ્વીકારી લઈએ તો અનુચિત લાગે. મંત્રીમંડળ પણ ના માને..”
જેવી આપની ઇચ્છા નાથ! હું તો આપનાં ચરણોની દાસી છું. વધારે શું કહું? મને અશુભના ભણકારા વાગે છે...” ૩૨૮
ભાગ-૧ * ભવ બીજો
For Private And Personal Use Only
Page #347
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘મહાદેવી, શુભ કે અશુભ... બધું કર્મોને આધીન છે. આપણે શુભમાં સાવધાન રહેવાનું છે, અશુભમાં સાવધાન રહેવાનું... જે કંઈ શુભ-અશુભ બનવાનું જ છે. તે બનીને જ રહેશે. ‘ભવિતવ્યતા' ને કોઈ મિથ્યા કરી શકતું નથી. દેવી, મનમાંથી ભય દૂર કરો. નિર્ભય બની જાઓ!'
કુસુમાવલી મહારાજાની નિર્ભય-વાણી પર ઓવારી ગઈ. પરંતુ તેને જ્યારે ગુપ્ત માહિતી મળી હતી કે કુમારના મહેલમાં સામંત રાજા દુર્મતિ આવીને રહેલો છે.' ત્યારે તરત મદનરેખા દ્વારા સેનાધિપતિ જયપાલને સાવધાન રહેવા સૂચના આપી દીધી હતી. ‘મહારાજા એકલા ક્યાંય બહાર ના જાય, એમની સાથે જયપાલે પોતે જ રહેવાનું...' જયપાલે ગુપ્તચર દ્વારા માહિતી મેળવી લીધી કે ‘દુર્મતિ કુમારનાં મહેલમાં ગુપ્ત રીતે રહેલો છે.’ એ સતર્ક બની ગયો હતો. રાજમહેલની ચારે બાજુ ગુપ્ત વેશમાં સશસ્ત્ર સૈનિકોનો પહેરો ગોઠવી દીધો હતો...
આ વાત, કુમારની એક દાસીએ કુમારને કહી કે : ‘રાજમહેલની ચારે બાજુ સશસ્ત્ર સૈનિકો ગોઠવાઈ ગયા છે, કારણ કે આપનો રાજ્યાભિષેક નક્કી થયો છે, એટલે સુરક્ષાનો પ્રબંધ કરવામાં આવ્યો છે.
દુર્મતિએ કહ્યું : ‘કુમાર, તમને કંઈ સમજાય છે ખરું? રાજ્યાભિષેકના પ્રસંગે રાજમહેલની ચારે બાજુ સશસ્ત્ર સૈનિકો શા માટે ગોઠવવા પડે? મને તો બીજી જ ગંધ આવે છે...’
‘શાની?’ કુમારે પૂછ્યું.
‘તમારી યોજના પાર પડે એ પહેલાં તમને જ પતાવી નાંખવાની આ યોજના છે...!'
‘એટલે?’
‘તમને રાજમહેલમાં બોલાવવામાં આવશે... પછી ઘેરી લેવામાં આવશે... ને ધડથી માથું જુદું...’
‘મહારાજા આવું ના કરે...’
‘બધું જ બને રાજનીતિમાં! મહારાજા ના કરે... મંત્રી કરે... સેનાપતિ કરે...' ‘મને સમજાતું નથી.'
‘મને સમજાય છે... કુમાર! તમે જાણો છો કે તમારાં માતા-મહારાણી તમને જરાય નથી ચાહતાં... તમારું મુખ જોવા પણ રાજી નથી... અને તમે તમારી માતાનું મુખ શું જોયું છે? એ તમને ‘પિતાના હત્યારા...' તરીકે જ સમજે છે... એટલે તમે પિતાની હત્યા કરો એ પૂર્વે એ તમને જ હણાવી નાંખે!'
કુમાર ગંભીર વિચારમાં પડી ગયો.
ત્યાં દ્વારપાલે આવીને કહ્યું : ‘મહારાજકુમાર, આપને મળવા સેનાધિપતિ જયપાલ
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
ZE
Page #348
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પોતે આવ્યા છે..” સાંભળીને દુર્મતિનો પસીને છૂટી ગયો. તે મહેલના ભૂમિગૃહમાં અદશ્ય થઈ ગયો. કુમાર મહેલના દ્વારે જઈને જયપાલનું સ્વાગત કર્યું. બંને કુમારના મંત્રણાગૃહમાં આવ્યા.
‘કુમાર, મહારાજા તરફથી આપને શુભ સમાચાર આપવા આવ્યો છું. વસંત પંચમીના દિવસે આપનો રાજ્યાભિષેક કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મહારાજાની ઇચ્છા છે કે આજે આપ તેઓને મહેલમાં જઈને મળો. યુદ્ધયાત્રાથી પાછા આવ્યા પછી સંભવતઃ આપ મહારાજાને મળ્યા નથી...?' “સાચી વાત છે... નથી મળ્યો.” કોઈ અગત્યના કામમાં વ્યસ્ત હશો..?” અગત્યનું કામ મારે શું હોય? તમારે હોય સેનાપતિજી!' “તો પછી આપે મહારાજને મળવું જોઈએ ને? આપ ક્યારે પધારશો મહારાજા પાસે? મધ્યાહ્નકાળે યા સંધ્યા કાળે? આપ કહો એટલે હું મહારાજાને નિવેદન કરી શકું.”
અને હું મહારાજાને મળવા ન જાઉં તો?” “એવું શા માટે?' ‘તેઓને મળવાની મારી ઇચ્છા નથી.”
એનું કોઈ કારણ જાણી શકું?' તમારે જાણવાની જરૂર નથી. સેનાપતિજી...' “એટલા માટે જાણવું જરૂરી છે કે આપના રાજ્યાભિષેકની તિથિ જાહેર થઈ ગઈ છે. રાજ્યાભિષેકની તૈયારીઓ ચાલી રહી છે, અને એ બધો કાર્યભાર હું સંભાળું
મારા કહેવાથી નહીં...' મહારાજાની આજ્ઞાથી.' “તો તેઓની સાથે વાત કરો...'
તો શું આપ રાજ્યાભિષેક માટે તૈયાર નથી? આપની ઇચ્છા નથી? મારે મહારાજાને નિવેદન કરવું પડશે.'
હું કોઈના દયા-દાનથી રાજ્ય મેળવવામાં માનતો નથી. હું મારા પરાક્રમથી રાજ્ય મેળવી શકું છું..”
સેનાપતિ જયપાલ પોતાના મનમાં સમસમીને બેસી રહ્યા.. થોડીવાર બેસીને હું જાઉં છું....” કહીને ઊભા થયા. સાવધાનીથી મહેલની બહાર નીકળી ગયા.
૦ ૦ - કુમાર વિગત બોલ્યો : “જયપાલ, તું મને ફસાવીને મારી નહીં શકે!” 33e
ભાગ-૧ * ભવ બીજી
For Private And Personal Use Only
Page #349
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘મહારાજા આનંદકુમારે આપને મળવાની સ્પષ્ટ ના પાડી.' સેનાધિપતિ જયપાલે મહારાજાને કહ્યું.
‘પરંતુ કુમારનો રાજ્યાભિષેક કરવાનો છે, તેનું શું? નગરમાં જાહેરાત થઈ ગઈ છે...’
‘મહારાજા, મને લાગે છે કે કુમાર આપના પ્રત્યે સંપૂર્ણ અભાવવાળા બની ગયા છે. તેમની બોલવાની રીત જોયા પછી મને લાગે છે કે તેઓ કોઈ વિદ્રોહ કરવાની તૈયારીમાં હોવા જોઈએ!’
‘શા માટે વિદ્રોહ કરવાનો? હું રાજ્ય ના આપતો હોઉં તો વિદ્રોહ કરે, હું સ્વયં સામે ચાલીને એને રાજ્ય આપું છું અને તરત જ ગૃહવાસ ત્યજી ચારિત્રમાર્ગ લેવાનો છું. હું કુમારના માર્ગમાં ક્યાં આડો આવું છું?”
‘આપ જે સરળતાથી વિચારી રહ્યા છો, કુમાર એ રીતે નથી વિચારતા...' ‘હું કુમારને જઈને બધી વાત સમજાવું તો?'
‘શા માટે આપ પધારો? મને ઉચિત નથી લાગતું. અને કુમારના મહેલમાં મેં જે વાતાવરણ જોયું... તેવી સ્થિતિમાં આપે ત્યાં નહીં જ જવું જોઈએ...'
‘જયપાલ, તું મારી સુરક્ષાની ચિંતા કરે છે ને? શા માટે? પુત્રના ઘેર પિતા જાય, એમાં ભય શાનો? એમાં ચિંતા શાની?'
‘જે પુત્ર પિતાને દુશ્મન માનતો હોય, તે પુત્રના ઘેર પિતાએ ન જ જવું જોઈએ... એવું મારું મંતવ્ય છે. પછી જેવી આપની ઇચ્છા.
‘જયપાલ, તું મારો મિત્ર છે. મારા જીવનની તને ચિંતા થાય છે ને? પણ મને આ જીવનનો કોઈ મોહ જ નથી રહ્યો! જે જીવનને મેં ખૂબ ચાહ્યું હતું... એ ચાહના હવે આંશિક પણ નથી રહી....
‘મહારાજા, મને દુઃખ એ વાતનું થાય છે કે જે કુમારને આપે મહારાણીની ઇચ્છાથી વિપરીત પાળ્યો, પોષ્યો... અને શિક્ષણ આપ્યું, અગાધ પ્રેમ આપ્યો... એ પુત્ર નિષ્કારણ આપના પ્રત્યે વૈરભાવ રાખે... તે મારા માટે અસહ્ય છે... મહારાજા, હું તો આજે આપને કહું છું કે કુમારનો રાજ્યાભિષેક કરવાનું મુલતવી રાખીને, આપ અને મહારાણી આપના ચારિત્રમાર્ગે ચાલ્યા જાઓ... રાજ્યાભિષેક કોનો ક૨વો, ક્યારે કરવો - આ બધું મંત્રીમંડળને સોંપી દો...’
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
339
Page #350
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘જયપાલ, આ જ અભિપ્રાય મહારાણીએ આપ્યો હતો. કારણ કે તે કુમારને ધિક્કારે છે... કુમારને તે ઝેરી સાપ જ માને છે.
આજે હું પણ એ જ અભિપ્રાય ધરાવું છું. એ સાપ જ મને લાગ્યો. જ્યારે ડંખ મારે, તે કળી શકાય એમ નથી. ખરેખર, એ ભયાનક માણસ લાગ્યો મને...'
ભલે, એનાં કર્મો એને પ્રેરિત કરી રહ્યાં છે. કર્મવશ જીવો આ સંસારમાં શું નથી કરતા? જયપાલ, ખરેખર, કર્મબંધનોને તોડવાનો પુરુષાર્થ આ જીવનમાં કરી લેવા જેવી છે...”
મહારાજા, આપ કુમારના મહેલમાં નહીં પધારે ને?” મારા મિત્ર, એકવાર હું જઈ આવું એમ મારું હૃદય કહે છે.”
ત્યાં જવા માટે આપને આપનાં કર્મો જ પ્રેરિત કરી રહ્યાં છે ને? કુમારના કર્મો આપનો વધ કરવા પ્રેરિત કરી રહ્યાં છે, આપનાં કર્મો આપને વધ્ય બનવા પ્રેરિત કરી રહ્યાં છે.. એમ જ મારે માનવાનું ને?
જયપાલ, શા માટે તું વધની કલ્પના કરે છે?'
કારણ કે હું કુમારને મળીને, એના મિજાજને જોઈને આવ્યો છું. મને એ દીઠોય ગમ્યો નહીં... આપના પ્રત્યે એના મનમાં ભારોભાર વૈરાગ્નિ સળગી રહ્યો છે.... આવા માણસ ઉપર વિશ્વાસ કરાય જ નહીં..”
0 0 0 સેનાધિપતિ જયપાલે મહારાજાને કુમારના મહેલમાં નહીં જવા ખૂબ સમજાવ્યા, પરંતુ મહારાજાએ મનોમન કુમાર પાસે જવાનો નિર્ણય કરી લીધો.
જયપાલે મહારાજાના અંગરક્ષકને જરૂરી સૂચનાઓ આપી હતી. જરા પણ ગલતમાં નહીં રહેવા ભારપૂર્વક જણાવ્યું હતું.
મહારાજા રથમાં બેસીને કુમારના મહેલે પહોંચ્યાં. દ્વારપાલ દોડીને મહેલમાં ગયો. મહારાજાના આગમનની જાણ કુમારને કરી. કુમાર, રોષથી ધમધમી ઊઠ્યો. તેણે તત્કાલ મનમાં નિર્ણય લઈ લીધો : “મારા આ દુમનનો વધ કરવાનો શ્રેષ્ઠ સમય છે આ.” તે ખુલ્લી તલવાર સાથે, મંત્રણાખંડના દ્વાર પાછળ ઊભો રહી ગયો...
મહારાજાએ મંત્રણાખંડમાં પ્રવેશ કર્યો. તેમની પાછળ અંગરક્ષક ખુલ્લી તલવાર સાથે પ્રવેશ્યો... કે તરત જ કુમારે પહેલાં અંગરક્ષકનું માથું ધડથી જુદું કરી નાંખ્યું. મહારાજાએ પાછળ જોયું.. “અરે કુમાર..” બોલવા ગયા ત્યાં તો કુમારે મહારાજાના શરીર પર પ્રહાર કરી દીધો. મહારાજા ભૂમિ પર પટકાઈ પડ્યા... પરંતુ જેવો એ બીજો ઘા કરવા ગયો... કે એના હાથમાંથી તલવાર છૂટી ગઈ. તેના હાથ ઉપર 332
ભાગ-૧ * ભવ બીજો
For Private And Personal Use Only
Page #351
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તલવારનો પ્રહાર થયો. હજુ એ હાર તરફ નજર કરે છે, ત્યાં તો સેનાપતિ જયપાલે કુમારને દોરડાના ફંદામાં ફસાવીને બાંધી દીધો... સૈનિકોએ કુમારના મહેલને ઘેરી લીધો. કુમારની ચારે બાજુ સશસ્ત્ર સૈનિકો ગોઠવાઈ ગયા...
સામંત દુર્મતિના સુભટોએ સામનો કર્યો. મહારાજાની સેનાએ જોરદાર હુમલો કરીને એ સુભટોને મારવા માંડ્યા. નગરમાં વાયુવેગે વાત પ્રસરી ગઈ... પ્રજામાં હાહાકાર થઈ ગયો.
સેનાપતિ જયપાલે કુમારની ભર્જના કરી કહ્યું : “અરે પિતૃદ્રોહી. રાજદ્રોહી કુમાર... હવે તું જીવતો નહીં રહે...” જયપાલે તલવારને આકાશમાં ઊંચી કરી. ઘા કરવા જાય છે, ત્યાં મહારાજા બોલી ઊઠ્યા : “ના મારસો કુમારને, મારા દેહના સોગંદ છે તમને... હવે કુમારને મારવાથી શું વિશેષ છે? હું તો હવે મૃત્યુશધ્યા પર છું... ઘડી-બે ઘડીનો મહેમાન છું... તમે કુમારને છોડી દો... એનો રાજ્યાભિષેક કરો. હવે એ જ તમારો રાજા છે..”
મહારાજાની આજ્ઞા આગળ જયપાલ વિવશ થઈ ગયો. તેણે સૈનિકોને યુદ્ધ બંધ કરવાની આજ્ઞા આપી. તેનું મન સાવ ખાટું થઈ ગયું...” આટલી હદ સુધીની દયા? ન ચાલે... આ દુનિયામાં. દુર્જનો ઉપર દયા કરાય જ નહીં. અપરાધીને સજા કરવી જ જોઈએ.” તેણે કુમારનાં બંધનો ખોલી નાંખ્યાં. અને તે ત્વરાથી મહેલમાંથી બહાર નીકળી ગયો... સૈનિકો પણ ઘણા ચાલ્યા ગયા. - કુમારે સામંત દુર્મતિને આજ્ઞા કરી : “આ મારા દુશમનને દોરડાથી સજ્જડ રીતે બાંધો.” દુર્મતિએ લોહી-લુહાણ રાજાને બાંધ્યા.. પણ ત્યાં હજારો નાગરિકો યુવાનો ઘસી આવ્યા, “છોડી દો મહારાજાને સોંપી દો અને યુવાનોએ મોટેથી બૂમો પાડવા માંડી... કુમારે સુભટોને આજ્ઞા કરી : “આ બધા યુવાનોને પકડી લો. તેમને જેલમાં પૂરી દો...”
મહારાજાને બાંધીને, દુર્મતિના રક્ષણ નીચે, તેમને જેલમાં લઈ જવામાં આવ્યા, જેલના એવા અંધારિયા ખંડમાં મહારાજાને પૂરી દીધા કે જે ખંડમાં માથું ફાટી જાય તેવી દુર્ગધ હતી. એક ખૂણામાં વિષ્ટાનો ઢગલો પડ્યો હતો... ભીંતોના બાકોરાઓમાં સર્પોનો વાસ હતો.. છાપરામાં સર્પોની કાંચળીઓ લટકી રહી હતી. મોટા મોટા ઉંદર દરોમાંથી નીકળતા હતા અને ખંડમાં આમ તેમ દોડતા હતા... જાણે એક પ્રકારનું નરક જ હતું. મહારાજાને તેમાં પૂરીને બહાર સૈનિકોને ગોઠવી દીધા.
મહારાણી કુસુમાવલી પાસે પ્રિયંકરા દોડી ગઈ, અને આનંદના મહેલમાં બનેલી દુર્ઘટના કહી બતાવી... મહારાજાને જેલમાં પૂરી દેવા સુધીની વાત કરી... કુસુમાવલીએ શ્રી સમરાદિત્ય મહાકથા
333
For Private And Personal Use Only
Page #352
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘોર આક્રંદ કરવા માંડ્યું. આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યાં... પોતાની છાતી પર પ્રહારો કરવા લાગી. ભૂમિ પર પછડાટો ખાવા લાગી. તેના વાળ છૂટી ગયા..
ત્યાં મદનરેખાની સાથે સેનાધિપતિ જયપાલ પહોંચી ગયા. મદનરેખાએ પરાણે મહારાણીને પોતાના બાહુપાશમાં જકડી લીધી... જયપાલે કહ્યું : મહાદેવી, તમે જ્ઞાની છો. સંસારના સ્વરૂપને જાણો છો. દન ના કરો... જે બનવાનું હતું. જેના સ્પષ્ટ સંકેત આપને મળી ગયા હતા, તે જ બન્યું છે...'
મહારાણીનું કલ્પાંત શાંત પડ્યું, છતાં તેઓ અત્યંત વ્યથિત થઈ ગયાં હતાં. તેમણે જયપાલને કહ્યું : “જયપાલ, તમારા જેવા અજેય યોદ્ધા ત્યાં હોવા છતાં...”
દેવી, શું કરું? કુમારને મેં બીજો પ્રહાર કરવા પહેલાં પકડી લીધો હતો. બાંધી. દીધો હતો. ને એને મોતને ઘાટ ઉતારી દેવા તલવાર હવામાં વીંઝી... ત્યાં જ મહારાજાએ મને રોકી દીધો... એમના સોગંદ આપ્યા. અને મારા હાથ હેઠા પડ્યા.... મહાદેવી, મારું મન ખાટું થઈ ગયું છે. હવે આ નગરમાં રહેવાશે નહીં. આ રાજ્યમાં પણ નહીં રહેવાય...જલદીથી જલદી ચાલ્યા જવું છે...'
“ચાલ્યા જવાનું પછી, પહેલાં મને મહારાજા પાસે લઈ જાઓ... મારે એમને મળવું છે.'
કુસુમાવલીને સેનાપતિ જયપાલ કારાવાસમાં લઈ આવ્યા. જે ખંડમાં મહારાજાને રાખવામાં આવ્યા હતા, ત્યાં કુસુમાવલીને લઈ જવામાં આવી.
મહારાજાને જોતાં જ કુસુમાવલી જમીન પર પટકાઈ પડી. કરુણ રુદન કરવા માંડી. એના કલ્પાંત કારાવાસને અધિક શોકમગ્ન બનાવી દીધું.
મહારાજાએ કહ્યું : “દેવી, શાન્ત થાઓ. આ તમે આર્તધ્યાન કરી રહ્યાં છો તમે જાણો છો કે આર્તધ્યાન કરવાથી પાપકર્મો બંધાય છે. ચિત્તમાં ક્લેશ પેદા થાય છે... માટે શોક ના કરો. કોઈ લાભ નથી શોક કરવાથી.
આ સંસાર આવો જ છે! રાગ અને દ્વેષનું એક મોટું તાંડવનૃત્ય ચાલી રહ્યું છે. સર્વે જીવો નાટકનાં પાત્ર છે.. તમે નાટકનું પાત્ર છો, હું પણ આ વિશ્વનાટકનું એક પાત્ર છું. દેવી, પૂર્વજન્મોનાં કર્મોના વિપાકોને અટકાવી શકાતા નથી. સમતા ભાવથી એ વિપાકોને ભોગવવાના છે. કોઈ સાર નથી સંસારનાં ભોગસુખોમાં. તમે સારભૂત જિનવચનને પ્રાપ્ત કરેલું છે. જિનવચન જ શરણભૂત છે, માટે તમે જિનવચનની જ આરાધના કરો.
લક્ષ્મી વીજળીના ઝબકારા જેવી ચંચળ છે.
સ્વજન-સમાગમો સ્વપ્ન જેવા ક્ષણિક છે, 338
ભાગ-૧ * ભવ બીજો
For Private And Personal Use Only
Page #353
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ રાગના વિવિધ વિલાસો.... ખરેખર, દુઃખાંતવાળા છે...'
કુસુમાવલી કંઈક સ્વસ્થ બની. તેણે કહ્યું : “પ્રાણનાથ, આપની વાત સાચી છે. તેમાં કોઈ જ શંકા નથી. હવે મને જીવનનો મોહ રહ્યો નથી... અને હવે હું મહેલમાં રહી શકું એમ નથી. આપ મને આજ્ઞા આપો, હું ચારિત્રધર્મ અંગીકાર કરું.'
મહાદેવી, અસાર સંસારમાં સારભૂત હોય તો એકમાત્ર ચારિત્રધર્મ છે. તમે એ ચારિત્રધર્મ દ્રવ્યથી અને ભાવથી સ્વીકારી શકશો. હું પણ ભાવથી ચારિત્રધર્મનો સ્વીકાર કરું છું. તમારો શ્રેયમાર્ગ નિર્વિઘ્ન હો...'
કુસુમાવલીએ વારંવાર મહારાજાની કુશળતા ચાહી. પુનઃ પુનઃ ચરણોમાં પ્રણામ કર્યો... ને ધીરે ધીરે તે ખંડમાંથી બહાર નીકળી ગઈ.
કારાવાસની બહાર સેનાધિપતિ જયપાલ ઊભા જ હતા. કસમાવલીને સુરક્ષિતપણે રાજમહેલમાં લઈ ગયા. કુસુમાવલીએ કહ્યું : “જયપાલ, તમે ક્યારે આ નગર છોડવા ચાહો છો?'
આજે જ મહાદેવી...” “તો હું પણ તમારી સાથે આવીશ... તમે મને ગંધર્વદત્તા” નામનાં વિદ્યાધર સાધ્વીજી પાસે લઈ જ શો? હું ગૃહત્યાગ કરી, તેની પાસે સાધુધર્મ સ્વીકારીને, મારી શેષ જીવનયાત્રા પૂર્ણ કરીશ..”
મદનરેખા કુસુમાવલીના ખોળામાં મસ્તક મૂકી રડી પડી. ‘દેવી... શું થઈ ગયું.. આ બધું? મહેલ સ્મશાનવત્ બની ગયો... સર્વસ્વ લુંટાઈ ગયું...'
મદનરેખા આ સંસાર છે. સંસારમાં આવું બધું બને...” પરંતુ દેવી, જે એ વખતે ગર્ભપાત થઈ ગયો હોત... તો.” ભવિતવ્યતાને કોઈ મિથ્યા કરી શકતું નથી...” કુસુમાવલીએ જયપાલ તરફ જોઈને કહ્યું : “આપણે આજે જ, અત્યારે જ નીકળી... જઈએ... તમે બંને તૈયારી કરીને આવો...'
શાની તૈયારી મહાદેવી? આપણે બે અશ્વો પર ચાલી નીકળીએ... આપ અને મદનરેખા એક અશ્વ ઉપર, અને બીજા અશ્વ ઉપર હું.'
રાજમહેલના પ્રાંગણમાં હજારો સ્ત્રી-પુરુષો ભેગાં થયાં હતાં. સૌ કોઈ રડી પડ્યા હતાં... મહારાણી, મદનરેખાના ખભા પર હાથ મૂકીને મહેલની બહાર આવ્યાં... પ્રજાએ તેમને નમસ્કાર કર્યા. જયપાલે ગંભીર સ્વરે નિવેદન કર્યું :
વહાલા પ્રજાજનો, મહારાણીને વિદાય આપો... તેઓ આત્મકલ્યાણના માર્ગે
શ્રી સમરાદિત્ય મહાકથા
331
For Private And Personal Use Only
Page #354
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જઈ રહ્યાં છે. તેઓ સાધ્વી બનીને માનવજીવનને સફળ બનાવશે...'
અમને છોડીને ના જશો મહાદેવી...' લોકોએ રાણીનો માર્ગ રોક્યો. પ્રિય પ્રજાજનો, હવે શું હું આ મહેલમાં રહી શકું? હવે શું હું આ નગરમાં... આ રાજ્યમાં રહી શકું? મારું મન આ સમગ્ર સંસાર પ્રત્યે વિરક્ત બન્યું છે. તમારું હું કુશળ ચાહું છું.'
મદનરેખાનો સહારો લઈ કુસુમાવલી અત્યારૂઢ બની, ત્યાર પછી મદનરેખા અશ્વ ઉપર ચઢી ગઈ. લોકોએ બે હાથ જોડી.. પ્રણામ કર્યા. ને અશ્વને માર્ગ આપ્યો.
બે અશ્વોની પાછળ હજારો નગરવાસીઓ ચાલવા લાગ્યા.. ચાલતા જ રહ્યા. નગરથી બહુ દૂર સુધી ચાલતા રહ્યા. અશ્વો ઊભા રહ્યા.
સેનાધિપતિ જયપાલે પ્રજાજનોને પાછા વળવા સમજાવ્યા. નગરશ્રેષ્ઠીએ જયપાલને કહ્યું : “ર્સનાધિપતિજી, શું આપ પણ અમને છોડીને ચાલ્યા જાઓ છો?”
“હા, હવે આ નગરમાં. આ રાજ્યમાં હું નહીં રહું. મારું મન આ દેશપ્રદેશમાંથી ઊઠી ગયું છે. જ્યાં ભાગ્ય લઈ જશે ત્યાં જઈશું. તમને સહુને મારાં પ્રણામ!”
પ્રજાજનો ઊભા રહી ગયા. અશ્વો આગળ વધી ગયા.
0 0 0 પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં અસંખ્ય વર્ષો પહેલાં બનેલી આ ઘટના છે. જયપુરરાજ્યથી ઘણે દૂર. આદિત્યપુર નગરમાં વિદ્યાધરકુળનાં સાધ્વીજી ગંધર્વદત્તા વિચરતાં હતાં, મહારાણી કસમાવલીએ એમનાં ઘણાં વર્ષો પહેલાં દર્શન કર્યા હતા. તેમની પાસે તેમને ચારિત્રધર્મ સ્વીકારવો હતો. અનેક દિવસોની યાત્રાના અંતે તેઓ આદિત્યપુર પહોંચ્યાં.
આદિપુર નગરના શ્રેષ્ઠી આદિનાથની પૌષધશાળામાં સાધ્વીજી બિરાજમાન હતાં. જયપાલ અને મદનરેખા સાથે કુસુમાવલીએ સાધ્વીજીને વંદના કરી.
જ જયપાલે કુસુમાવલીનો પરિચય આપ્યો.
- કુસુમાવલીએ ચારિત્ર-ધર્મ આપવા સાધ્વીજીને પ્રાર્થના કરી. સાધ્વીજીએ રાણીને સાધ્વી-વેશ આપ્યો.
જયપાલ અને મદનરેખાએ ગૃહસ્થઘર્મનો સ્વીકાર કર્યો. તેઓ આદિત્યપુરમાં વસી ગયાં.
339
ભાગ-૧ % ભવ બીજો
For Private And Personal Use Only
Page #355
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
४५
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુસુમાવલીએ મદનરેખા તથા જયપાલ સાથે નગર છોડી દીધું અને મહાદેવી ચારિત્રધર્મ લેવા ચાલ્યાં ગયાં, આ સમાચાર કારાવાસના રક્ષકો દ્વારા મહારાજાને મળી ગયા.
‘બહુ સારું થયું... મહારાણીના માર્ગમાં કોઈ અવરોધ ના આવ્યો! તેને કલ્યાણકામિની મદનરેખા અને કૃતજ્ઞ જયપાલનો સાથ મળી ગયો... એ અવશ્ય સુરક્ષિતપણે સાધ્વીજી ગંધર્વદત્તા પાસે પહોંચી જશે... ચારિત્રધર્મ સ્વીકારી તે સાધ્વી બની જશે. સાધ્વીજી ગંધર્વદત્તા, ઉત્કૃષ્ટ ચારિત્રનું પાલન કરનારાં છે. મેં તેઓને, જયપુરમાં પધારેલાં ત્યારે જોયેલાં. સૌમ્ય પ્રકૃતિવાળાં છે અને મૃદુભાષી છે. મોક્ષમાર્ગનું તેઓને યથાર્થ જ્ઞાન છે. સહવર્તી આર્યાઓ સાથે તેઓનો સમુચિત વ્યવહાર છે... કુસુમાવલી તેઓનાં ચરણોમાં પરમ શાન્તિ પામશે. પરમ સંતોષ પામશે. જ્ઞાન-ધ્યાનની આરાધનામાં તેનું ચિત્ત પરમ આહ્લાદ અનુભવશે. આત્માના શુદ્ધ સ્વરૂપની એને ઝાંખી થશે... ખરેખર, એ ભાગ્યશાળી બની... હું એના ચારિત્રધર્મની અનુમોદના કરું છું. એને સમાધિમૃત્યુની પ્રાપ્તિ થાઓ... સર્વ કર્મોનો ક્ષય કરી એ મહાનિર્વાણને પ્રાપ્ત કરો...’
મહારાજા આનંદવિભોર થઈ ગયા... પછી તેમના ચિત્તમાં આત્મચિંતન શરૂ થયું : ‘શું ધાર્યું હતું... ને શું બની ગયું? કુમારનો રાજ્યાભિષેક કરીને... ગુરુદેવ પાસે જઈને ચારિત્રધર્મ લેવાનો નિર્ણય કર્યો હતો... પ્રતિકૂળ કર્મોએ એ મનોરથના ટુકડેટુકડા કરી નાંખ્યા. કુસુમાવલીએ કહ્યું હતું... ‘રાજ્યાભિષેક કરનારા કરશે, આપણે આજે જ નીકળી જઈએ...' પણ મને તે ઉચિત ના લાગ્યું... પાંચ દિવસનો ગાળો બહુ ટૂંકો લાગ્યો... કાળ ઉપર વિશ્વાસ કરી બેઠો.’ પાંચ દિવસમાં શું બગડી જવાનું છે?' પરંતુ બધું જ બગડી ગયું... કલ્પના બહારનું બની ગયું. બની શકે બધું જ આ વિષમ સંસારમાં! કલ્પના મુજબ ના બર્ન, કલ્પના બહારનું બની જાય... ખેર, કેવળજ્ઞાનીના જ્ઞાનપ્રકાશમાં તો આ બધું નિશ્ચિત જ હતું. મને કારાવાસનું દુઃખ નથી... આ કારાવાસ કરતાં તો આ દેહનો કારાવાસ વધુ બીભત્સ, વધુ ભયાનક અને વધુ ત્રાસદાયી છે. મારે તો મારા આત્માને દેહના કારાવાસમાંથી મુક્ત કરવો છે. આ બાહ્ય કારાવાસનું દુઃખ હું સહજતાથી સહી શકું એમ છું... કારણ કે ગુરુદેવે ચારગતિનું સ્વરૂપ સમજાવતાં જે નરકગતિનું વર્ણન કર્યું હતું... એ નરકનાં દુઃખો, નરકની બીભત્સતા અને નરકની ભયાનકતાની તુલનામાં એ કારાવાસ તો કાંઈ જ નથી! નરકમાં તો અસંખ્ય વર્ષો સુધી નિરંતર દુઃખ અને ત્રાસ ભોગવવાં પડે છે. આ કારાવાસમાં તો મારે વર્ષો નહીં, મહિનાઓ નહીં, થોડા દિવસો જ અતિ અલ્પ દુઃખ
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
339
Page #356
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સહવાનું છે... તે પણ સતત નહીં. અહીં મને ભોજન મળે છે. અહીં હું ઊંઘી શકું છું... અહીં હું શાન્તિથી ધર્મ-ચિંતન કરી શકું છું... ઘણું સારું છે અહીં! અને ભલે કુમારે મારા શરીર પર તલવારનો પ્રહાર કર્યો... મારું મન તો સલામત છે! મારા મનને એણે નુકસાન પહોંચાડ્યું નથી... એટલે હું આ આત્મચિંતન કરી શકું છું... અને ભાવચારિત્ર પણ સ્વીકારી શકું છું! અહીં મારે મન-વચન-કાયાથી કોઈ પાપ કરવાનું નથી. અહો! અહીં મને સંપૂર્ણ નિષ્પાપ જીવન જીવવાનો અણમોલ અવસર મળી ગયો! હા, મારા માટે બનેલું ભોજન મારે ગ્રહણ કરવું પડે... એટલો દોષ લાગે. પરંતુ હવે મારે ભોજન શા માટે કરવું જોઈએ? મને હવે જીવન પ્રત્યે મોહ જ નથી! અને જે રીતે મારું શરીર ધવાયું છે, એ રીતે હું ઝાઝા દિવસ જીવી શકું એમ પણ નથી...
હું ‘અનશન’ કરી લઉં તો? હવે મારે આહારની જરૂર નથી, હવે મારે પાણીની જરૂ૨ નથી. ગુરુદેવે મને ‘ભક્તપરિજ્ઞા' અનશન સ્વીકારવાની રીત પણ બતાવી હતી. હું ક્ષુધા અને તૃષાને સહી શકું છું. હું અનશન કરી લઉં! અને શેષ જીવન પરમાત્માના ધ્યાનમાં પસાર કરું. આત્માના વિશુદ્ધ સ્વરૂપમાં લીન બનું...'
મહારાજાનું આત્મવીર્ય ઉલ્લસિત બન્યું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમણે અનશન સ્વીકારી લીધું. આત્માની સાક્ષીએ અને પરમાત્માની સાક્ષીએ.... ત્યાં જ કારાવાસનો દરવાજો ખૂલ્યો. દ્વાર૨ક્ષક ભોજનનો થાળ લઈને પ્રવેશ્યો : ‘મહારાજા, આપના માટે આ ભોજન છે.’
ભાઈ, મારે ભોજનની હવે જરૂર નથી.'
‘કેમ?’
‘મેં અનશન કર્યું છે. જીવનના અંત સુધી મેં પાણી અને ભોજનનો ત્યાગ કર્યો છે....
દ્વાર૨ક્ષકની આંખોમાં આંસુ આવી ગયાં. તે ભોજનનો થાળ લઈને બહાર નીકળી ગયો. કારાવાસના અધિકારીને વાત કરીઃ ‘મહારાજા હવે ક્યારેય આહારપાણી ગ્રહણ નહીં કરે. એમણે ‘અનશન’ કરી લીધું છે.’
336
‘સાચી વાત છે મહારાજાની... આવી ઘોર પીડામાં, ઘોર અપમાનિત અવસ્થામાં તેઓ ભોજન કેવી રીતે કરે? આવા દેવ જેવા મહારાજાની કુમારે કેવી દુર્દશા કરી?...’ અધિકારી, સેનાધિપતિ જયપાલનો જ માણસ હતો. જયપાલે એને કારાવાસના અધિકારી પદે મૂકેલો હતો. કારાવાસમાંથી સામંત દુર્મતિ અને એના સુભટો ચાલ્યા ગયા પછી, આ અધિકારીએ ઝડપથી મહારાજાને બીજા સ્વચ્છ ખંડમાં ફેરવી દીધા હતા. છતાં કારાવાસ એટલે કારાવાસ...?
અધિકારી અશ્વ પર બેસી શીઘ્ર કુમાર આનંદ પાસે ગયો. કુમારને પ્રણામ કરી
ભાગ-૧ * ભવ બીજો
For Private And Personal Use Only
Page #357
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવેદન કર્યું : “મહારાજાએ આહાર અને પાણીનો ત્યાગ કર્યો છે. “અનશન-વ્રત સ્વીકારી લીધું છે.
કુમાર ક્રોધથી ધમધમી ઊઠ્યો : “એ મને હજુ બદનામ કરવા માગે છે... એને આ રીતે મરી જવું છે... ના, ના, આ રીતે એને હું મરવા નહીં દઉં....'
પાસે બેઠેલા નવા મહામંત્રી દેવશર્માને કહ્યું : “તમે રાજા પાસે જાઓ, એમને સમજાવીને ભોજન કરાવો. સમજાવવા છતાં એ ન સમજે તો કહેજો કે જો તમે ભોજન નહીં કરો તો કુમાર આનંદ નિર્દયતાથી તમને હણી નાંખશે...' જાઓ, હમણાં જ જઈને સમજાવો.”
૦ ૦ ૦ રાજ્યમાં થયેલા એકાએક પરિવર્તનથી, મહારાજાને કારાવાસમાં પૂરવાથી અને મહારાણીના નગરયાગથી અત્યંત વ્યથિત થયેલા મહામંત્રી સુમતિસાગરે નિવૃત્તિ લઈ લીધી હતી. તેમના સ્થાને કુમારે દેવશર્મા ને મહામંત્રી-પદ આપ્યું હતું. જયપાલના સ્થાને સામંત દુર્મતિને સેનાધિપતિ બનાવ્યો હતો. દેવશર્મા કારાવાસમાં આવ્યો.
તેના હૃદયમાં મહારાજા પ્રત્યે સદ્દભાવ હતો. આનંદે જે રીતે મહારાજા પર તલવારની પ્રહાર કર્યો, જે રીતે મહારાજાને બાંધ્યા. જે રીતે કારાવાસમાં પૂરી દીધા.. દેવશર્માને જરાય ગમ્યું ન હતું. પરંતુ તેણે જ્યારે કુમારની પડખે દુર્મતિસામંતને જોયો, સામંતને પૂછી-પૂછીને કામ કરતા કુમારને જોયો, ત્યારે રાજ્ય પ્રત્યે અત્યંત નિષ્ઠાવાન દેવશર્માએ, કુમારનો વિરોધ કરવાના બદલે, કુમારનો વિશ્વાસ પ્રાપ્ત કરવાનું ઉચિત સમજ્યો. “જો રાજ્યની ધુરા આ દુષ્ટ દુર્મતિના હાથમાં જશે પ્રજા દુઃખી થઈ જશે. ધર્મપ્રધાન સંસ્કૃતિનો નાશ થશે. રાજ્યની સમૃદ્ધિ પરરાજ્યમાં તણાઈ જશે. માટે મારે રાજ્યના ઉચ્ચપદે બેસી જવું જોઈએ.' આમ વિચારીને દેવશર્મા મહામંત્રીપદનો સ્વીકાર કર્યો હતો. દેવશર્મા મહારાજા સિંહના સમવયસ્ક હતા અને દૂરના સગામાં પણ હતા.
દેવશર્માએ કારાવાસમાં પ્રવેશ કર્યો. મહારાજાના ખંડમાં ગયો. મહારાજા જમીન પર આડા પડ્યા હતા, તેમની આંખો બંધ હતી, દેવશર્માએ પ્રણામ કરી નિવેદન કર્યું : મહારાજા, હું દેવશર્મા આપને મળવા આવ્યો છું.
મહારાજાએ આંખો ખોલી.. દેવશર્માએ મહારાજાનાં લોહીથી ખરડાયેલાં વસ્ત્ર જોયાં. લોહીથી ખરડાયેલું શરીર જોયું... ઘાની સાથે વસ્ત્ર ચોંટી ગયાં હતાં... છતાં મુખ પર અપૂર્વ સૌમ્યતા અને સમતા જોઈ દેવશર્માને ગ્લાનિ થઈ આવી.. તેની આંખો ભીની થઈ ગઈ. તેણે બીજા બધા સૈનિકોને અને અધિકારીઓને ખંડની બહાર મોકલી દીધા. તે
શ્રી સમરાદિત્ય મહાકથા
33c
For Private And Personal Use Only
Page #358
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જમીન ઉપર મહારાજાની સામે બેસી ગયો. તેના મુખમાંથી શબ્દો સરી પડ્યા.” દાનવે દેવને માર્યો..”
મહારાજા, આપ સુજ્ઞ છો. જિનવચનોથી ભાવિત છો. સત્ત્વશીલ છો. આપ જો ભોજન નહીં કરો તો પુરુષાર્થ કેવી રીતે કરી શકશો? પૂર્વોપાર્જિત કર્મો ઉપર પુરુષાર્થથી વિજય મેળવી શકાય છે. માટે આપ ભોજન ગ્રહણ કર્યો. જીવન પ્રત્યે નિરાશ ના બનો. જીવન હશે તો આપ આપત્તિઓના પહાડો ઓળંગીને સંપત્તિ પ્રાપ્ત કરી શકશો...”
“દેવશર્મા, તે પુરુષાર્થની વાત કરે છે, મેં કાળને અનુરૂપ પુરુષાર્થ છોડ્યો નથી. તે તે કાળને અનુરૂપ પુરુષાર્થ કરવો જોઈએ માણસે. મેં વીતેલા જીવનમાં અર્થપુરુષાર્થ, કામપુરુષાર્થ અને ધર્મપુરુષાર્થ - ત્રણે પુરુષાર્થ કર્યા હતા. હવે માત્ર એક જ ધર્મપુરુષાર્થનું આલંબન લેવું ઉચિત લાગવાથી, મેં ભાવથી ચારિત્રધર્મ અંગીકાર કરી લીધો છે અને અનશન-વ્રત સ્વીકારી લીધું છે!'
મહારાજ, આપ ભોજન નહીં સ્વીકારો તો આનંદકુમાર નાહક કોપાયમાન થશે. એની બુદ્ધિ વિષમ બની છે. એ ગુણીજનોના ગુણ ગ્રહણ કરી શકતો નથી. એ વ્યક્તિને કે સમયને ઓળખી શકતો નથી. પ્રજાનું અહિત કરવા તે ઉઘત થયો છે. ઉન્મત્ત હાથીની જેમ તે સ્વછંદી છે. તેનામાં ઠાંસી-ઠાંસીને કુટિલતા ભરેલી છે. તે આપના પ્રત્યે પ્રતિકૂળ વિચારોવાળો છે. તેના અંગે અંગે વેરની ગાંઠો નીકળી આવી છે.. મહારાજા, શું આવા જુલ્મીના હાથમાં પ્રજાને સોંપી દેવી છે? પ્રજાનું શ્રેષ્ઠ હિત ચાહનારા અને કરનારા આપ... નિરાશ બનીને, માત્ર પોતાના આત્માના હિતનો વિચાર કરશો, તો કેમ ચાલશે? પરહિતનો વિચાર અગ્રસ્થાને રાખીને યોજના બનાવો... અમે બધા જ આપના સહયોગી છીએ...”
દેવશર્મા, જીવનના છેલ્લા દિવસોમાં પરહિતનો નહીં, સ્વહિતનો, આત્મહિતનો પુરુષાર્થ જ કરી લેવો જોઈએ. તું મારું શરીર જો.. કેટલા ઘા થયા છે આ શરીર પર? શું આ કારાવાસમાં તું ઔષધ ઉપચાર કરીને ઘા રૂઝવી શકીશ? અકારણ વૈરી બનેલો કુમાર મને જીવવા દેશે એમ હું માને છે? એ તો. એણે એક ઘા કર્યો... ત્યાં જયપાલે આવીને એની કટારીને દૂર ફંગોળી દઈ એને બાંધી દીધો. નહીંતર એને તો ત્યાં જ મારી હત્યા કરી નાંખવી હતી...'
મહારાજા, આપ બચી ગયા છો.... હવે શા માટે સ્વયં મૃત્યુની અભિલાષા કરો. છો?'
હું સમાધિમૃત્યુની અભિલાષા કરું છું! જ્યારે જીવવાની સ્પૃહા જ નથી રહી, જીવનનો મોહ નથી રહ્યો.... જીવનની સ્થિતિ પૂણ પૂર્ણતાના આરે છે, ત્યારે બીજાં બધાં કર્તવ્યોને છોડી દઈ, પ્રજાને એના ભાગ્ય પર છોડી દઈ, કુમારને એનાં કર્મો પર છોડી દઈ, મેં ભાવથી ચારિત્રધર્મ સ્વીકારી લીધો છે. હું એકલો છું. મારું કોઈ 380
ભાગ-૧ ૪ ભવ બીજો
For Private And Personal Use Only
Page #359
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નથી. હું કોઈનો નથી.’ આત્માના એકત્વને આત્મસાત્ કરી હું પરમાત્મધ્યાનમાં લીન બનીશ...'
“મહારાજા, આપના જીવન પ્રત્યે આપ નિઃસ્પૃહ બન્યા છો, પણ લાખો પ્રજાજનો આપના જીવનને ઇચ્છે છે... હું પણ ઇચ્છું છું... અને આપની આજ્ઞાને શિરોધાર્ય કરવા તૈયાર છું...” મહારાજાના મુખ પર સ્મિત રમી ગયું. તેઓ બોલ્યા :
દેવશર્મા, જો એમ જ હોત તો હું જયપાલને મારા સોગંદ આપીને રોક્ત નહીં, જ્યારે એ કુમારનો વધ કરવા ઉદ્યત થયો હતો. એ, કસાઈ જેમ બકરાને હલાલ કરી નાંખે તેમ કુમારને મોતને ઘાટ ઉતારી શકત.... એને રોકી દીધો... કારણ કે મારા ઉપર જે ઘા થયો હતો તે જીવલેણ છે. મારું મૃત્યુ નિશ્ચિત છે.. પછી એનો વધ થવા દઈ, પ્રજાને રાજા વિનાની રાખવીએ ઉચિત ન હતું.”
આવો કુમાર રાજા બની પ્રજાનું શું હિત કરશે?
દેવશર્મા, એક વ્યક્તિની તરફ દ્વેષ રાખનાર, એક વ્યક્તિ પ્રત્યે વેર રાખનાર, મનુષ્ય, બીજાઓ પ્રત્યે પણ કેપ વેર રાખે જ, એવો નિયમ નથી. બીજાઓ પ્રત્યે તે સારો... પ્રેમભર્યો વ્યવહાર રાખી શકે છે. મારાં જ કોઈ પૂર્વજન્મોના કર્મોના કારણે એ મારા પ્રત્યે શત્રુતા રાખે છે. એટલા માત્રથી એ પ્રજાનું અહિત કરશે – એમ ના માની લેવું જોઈએ.'
પણ કુમાર, પેલા દુર્મતિ સામન્તનો દોર્યો દોરવાય છે... દુર્મતિ ખરેખર દુર્મતિ જ છે... એનું પરિણામ કેવું આવે?'
દેવશર્મા, તું કાર્યદક્ષ છે, ચતુર છે... તું કુમારના પડખે રહીશ.. અને અવસરે અવસરે તેને ઉચિત માર્ગદર્શન આપીશ, તો એ સન્માર્ગે વળશે...”
એટલે જ મેં મહામંત્રી-પદ સ્વીકાર્યું છે, મહારાજ, પરંતુ મારી એક વિનંતી તો માનવી જ પડશે આપે.. આપ ભોજન કરો.”
દેવશર્મા, ઘર પડી જ રહ્યું હોય ત્યારે એનું સમારકામ ના થાય ને? એને પડવા જ દેવું જોઈએ. પછી એ જગાએ નવું ઘર બનાવું જોઈએ. તેમ હવે આ દેહ પડવાનો જ છે. નક્કી પડવાનો છે... એને ભોજન આપીને ટકાવવાનો પ્રયત્ન વ્યર્થ જ જાય. એનું કોઈ ફળ ના મળે. માટે ભોજનનો આગ્રહ ના કર...
મહારાજ, હું એમ માનું છું કે જ્યાં સુધી.. આ દેહ ટકે ત્યાં સુધી ટકાવવો જ જોઈએ. અંતિમ શ્વાસોચ્છવાસ સુધી એને બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.'
મારા માટેની તારી આ વિચારણા ઉચિત હશે, હું એમાં અસંમત નથી. પરંતુ મારી મારા માટેની વિચારણા જુદી છે! દેવશર્મા, જે વિચાર બીજા માટે ઉચિત ગણાતો હોય, તે વિચાર પોતાના માટે ઉચિત ના પણ ગણાય! અને પોતાના માટે જે
શ્રી સમરાદિત્ય મહાકથા
૩૪૧
For Private And Personal Use Only
Page #360
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિચાર ઉચિત ગણાતો હોય તે વિચાર બીજાના માટે ઉચિત ના પણ ગણાય. આ એક સાર્વત્રિક ઔચિત્ય-અનૌચિત્યના સિદ્ધાન્તની મેં વાત કરી. આ દૃષ્ટિએ તું મારા માટે જે વિચારે છે તે અનુચિત નથી, અને હું મારા માટે જે વિચારું છું તે પણ ઉચિત જ છે, તું મારા પ્રાણોને ટકાવવાની ઇચ્છા રાખે તે સર્વથા ઉચિત છે. અને હું સ્વેચ્છાએ સમાધિમૃત્યુની અભિલાષા રાખું - સમતાભાવે મૃત્યુને ભેટવાની ઇચ્છા રાખું તે પણ સર્વથા ઉચિત જ છે.”
મહારાજ, આપની યથાર્થ વાત મને સમજાણી. હવે કૃપા કરી. મને મારાં કર્તવ્યોનો બોધ આપો. પ્રજા તરફનાં મારાં કર્તવ્યો, મારા આત્મા પ્રત્યેનાં મારા કર્તવ્ય... અને રાજપરિવાર તરફનાં મારા કર્તવ્યો શાં હોઈ શકે...?'
દેવશર્મા, તું પ્રબુદ્ધ છે. હું તને જાણું છું. તું સ્વેચ્છાએ આજ સુધી રાજનીતિથી અળગો રહ્યો અને આજે ઉચિત સમયે રાજક્ષેત્રમાં પ્રવેશ કર્યો - તે તારો વિવેક છે. તને હું શો કર્તવ્યબોધ આપું? કર્તવ્યબોધ સ્વયંભૂ પ્રગટનારો ગુણ છે. તારામાં એ ગુણ સ્વયંભૂ પ્રગટેલો છે.
કયા સમયે, કયા ક્ષેત્રમાં, કઈ વ્યક્તિ અંગે શું કર્તવ્ય હોઈ શકે – એ તેં અત્યારે અહીં આવીને સિદ્ધ કરી બતાવ્યું છે. નિર્ભય અને નિશ્ચિત બનીને, તેં મારી સાથે વાતો કરી છે. જીવનમાં સદૈવ તું નિર્ભય રહ્યો છે... એ જ રીતે ભવિષ્યમાં નિર્ભય રહે છે. કદાચ જીવનના ક્ષેત્રે હારવું પણ પડે... એ હારને પણ નિર્ભયતાથી સ્વીકારીને તું વિજેતા બનજે.'
“મહારાજા, આપ આ જ રીતે વિજેતા બન્યા છે. વિશાળ સામ્રાજ્યના અધિપતિ બનીને રાજસિંહાસન પર જે રીતે આપ બેસતા હતા. એ જ નિર્ભયતાથી અને પ્રસન્ન મુદ્રાથી આપને આજે આ કારાવાસની કોટડીમાં બેઠેલા જોઉ છું! આ જ આપનો જીવન ઉપરનો જ્વલંત વિજય છે..
મહારાજા, એક છેલ્લી વિનંતી કરી દઉં : “જો આપ આહાર ગ્રહણ નહીં કરો.. તો આનંદ કુમાર વિશેષ રીતે ક્રોધ કરશે. બળતામાં ઘી હોમાશે. અને કદાચ મોટો ભડકો થશે. ઘોર અનર્થ સર્જાઈ જાય...”
દેવશર્મા, તું જાણે છે. મહાત્માઓ પ્રાણાંતે પણ પોતાના વ્રતનિયમનો ભંગ કરતા નથી! મેં અનશન વ્રત અંગીકાર કરેલું છે... હું ભોજન કેવી રીતે કરું? નહીં જ કરું... અને કુમાર ભલે, એનાં કર્મોથી પ્રેરિત થઈને જે કરવું હોય તે કરે. મને કોઈ ભય નથી...”
દેવશર્માને મહેલમાં પાછો આવેલો ના જોઈ, કુમાર આનંદ છંછેડાયો. “એ બુઢો જિદ્દી છે... મારે જ જવું પડશે... એની સાન ઠેકાણે લાવીશ...'ખુલ્લી તલવાર સાથે તે કારાવાસમાં ધસી ગયો.”
ભાગ-૧ ૪ ભવ બીજો
૩૪૨
For Private And Personal Use Only
Page #361
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
TY 8છn]
‘જો તમે ભોજન નહીં કરો તો યમરાજની જિહુવા જેવી આ તલવાર તમારી સગી નહીં થાય.” કુમાર આનંદે તલવારને આકાશમાં ઘુમાવતાં કહ્યું.
કુમાર, પહેલાં હું જે કહું તે સાંભળી લે, પછી તારે જે કરવું હોય તે કરજે.”
કહો, તમારે જે કહેવું હોય તે.” તલવારના ટેકે તે એક હાથ કમર પર મૂકી ઊભો રહ્યો.
કુમાર, આ દેહ શાશ્વત નથી. કાયમ ટકતો નથી. એનું મૃત્યુ નિશ્ચિત જ હોય છે, પછી એ દેહ મારો હોય, તારો હોય કે કોઈ પણ જીવનો હોય. માટે આ દેહમાં સારભૂત કંઈ જ નથી. કંઈ પણ સારભૂત હોય તો એના ઉપર મમત્વ રહે. અસાર ઉપર મમત્વ શાનું રહે? દેહની નિયતિ જ મૃત્યુ છે.. એક દિવસ એ રાખ થઈ જશે... ઘરતીની માટીમાં મળી જશે. આ સત્યને સમજનાર મનુષ્ય મૃત્યુથી ડરે શાનો? સામે ઊભેલા મૃત્યુથી એ ડરે શાનો?”
મનુષ્ય માનવું જ ના જોઈએ કે “હું મરું છું. જે હું છે - આત્મા છે - તે ક્યારેય મરતો નથી. આત્માએ જ બનાવેલું અને ધારણ કરેલું શરીર જ નાશ પામે છે. શરીરના નાશને “મૃત્યુ' એવું નામ આપેલું છે. અજ્ઞાની મનુષ્ય આ પરમ સત્યને સમજતો નથી, માટે માને છે કે હું મરું છું!'
કુમાર, મેં ગુરુદેવ પાસેથી આ મૃત્યુબોધ પ્રાપ્ત કર્યો છે. માટે હું મૃત્યુથી નિર્ભય
છે.
બીજી વાત એ હું કહું છું તે ધ્યાનથી સાંભળ. દરેક જીવ ક્ષણે-ક્ષણે, સમયે-સમયે મરી રહ્યો છે... દરેક જીવનું જીવન એના પોતાના બાંધેલા “આયુષ્યકર્મ' ને આધીન હોય છે. પૂર્વજન્મમાં જ જીવ, આગામી જન્મનું આયુષ્ય-કર્મ બાંધી લેતો હોય છે. જેમ હું આ જન્મમાં જ, મારા મૃત્યુ પછીના જન્મનું-ભવનું આયુષ્યકર્મ બાંધી લઈશ.. કે બાંધી લીધું હશે. એવી રીતે તું પણ આ ભવમાં જ આગામી ભવનું આયુષ્ય બાંધીશ અથવા બાંધી લીધું હશે.
એવી રીતે, પૂર્વજન્માં બાંધેલું આ મનુષ્યગતિનું મારું આયુષ્ય હું ક્ષણે-ક્ષણે ભોગવી રહ્યો છું. જેમ જેમ એ ભોગવાતું જાય છે... આયુષ્ય નાશ પામતું જાય છે. આયુષ્યનો નાશ – એ જ મૃત્યુ છે! એટલે જીવ ક્ષણે-ક્ષણે મરી રહ્યો છે, છતાં, જે મનુષ્ય આ રહસ્ય જાણતો નથી હોતો એ મિથ્યા અભિમાન કરે છે, કે “હું જીવું છું! કોઈ જીવ જીવતો નથી. દરેક જીવ ક્ષણે ક્ષણે મરી રહ્યો છે. જ્યારે આયુષ્યકર્મ સંપૂર્ણતયા નાશ પામશે ત્યારે આ શરીરનો ત્યાગ કરી આત્મા બીજી ગતિમાં ચાલ્યો શ્રી સમરાદિત્ય મહાકથા
383
For Private And Personal Use Only
Page #362
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જશે... કે જે ગતિનું એણે આયુષ્યકર્મ બાંધ્યું હશે. મનુષ્ય ચારે ગતિનું આયુષ્યકર્મ બાંધી શકે છે. દેવગતિનું, મનુષ્યગતિનું, તિર્યંચ ગતિનું અને નરકગતિનું... તું પૂછીશ કે જીવ ક્યારે આયુષ્ય કર્મ બાંધે છે? તેનો જવાબ હું નહીં આપી શકું. તેનો જવાબ વિશિષ્ટ જ્ઞાની પુરુષો જ આપી શકે. બધા જીવો એક જ સમયે આગામી ભવનું આયુષ્ય નથી બાંધતા.
કુમાર, ત્રીજી વાત કહું છું તે એકાગ્ર બનીને સાંભળ : આ દુનિયા એક યાત્રા સંઘ જેવી છે. દુનિયા એક વિરાટ યાત્રા સંઘ છે. નિરંતર એ મૃત્યુ-તીર્થ તરફ ચાલી રહ્યો છે. યાત્રાસંઘમાં કોઈ બહુ આગળ ચાલે છે, કોઈ મધ્યમ ગતિથી ચાલે છે... તો કોઈ મંદ ગતિથી ચાલે છે. એવી રીતે કોઈ સહુથી પહેલાં મૃત્યુ-તીર્થે પહોંચે છે, કોઈ થોડીવાર પછી પહોંચે છે... તો કોઈ ઘણા વિલંબે પહોંચે છે... પરંતુ દરેક જીવાત્માને મૃત્યુતીર્થે અવશ્ય પહોંચવાનું જ હોય છે...
અજ્ઞાની મનુષ્ય જાણતો નથી, સમજતો નથી.... કે એ મૃત્યુના મહાતીર્થ તરફ ચાલી રહ્યો છે. લાંબી યાત્રા હોવાથી વચ્ચે વિસામો લેવાનો હોય છે. જીવ “જીવન” નો વિસામો લે છે... અને પાછો આગળ વધે છે. પરંતુ દુઃખની વાત એ છે કે જીવ જાણી શકતો નથી કે એ મૃત્યુતીર્થ નજીક છે કે દૂર છે. તીર્થ છે પરંતુ અદશ્ય તીર્થ છે! અદૃશ્ય તીર્થે પહોંચનાર જીવ પણ અદૃશ્ય થઈ જાય છે. એ તીર્થનો મહિમા જ એવો છે કે ત્યાં પહોંચનાર “દશ્ય’ નથી રહેતો. - અજ્ઞાની જીવ મિથ્યા અભિમાન કરતો હોય છે કે હું તો સો વર્ષ જીવવાનો છું. હજાર વર્ષ જીવવાનો છું.. લાખ કરોડ કે અસંખ્ય વર્ષ જીવવાનો છું! એને ખબર હોતી નથી કે એ મૃત્યુતીર્થની સામે ઊભો છે... પગ ઉપાડીને એણે મૃત્યુતીર્થના પગથિયા ઉપર જ મૂકવાનો છે! છતાં એ બોલે છે - “હું જીવું છું ને જીવવાનો છું!'
મૃત્યુતીર્થના આપણે સહુ યાત્રિક છીએ... નિર્ભય બનીને ચાલતા રહેવાનું છે.. માટે જ હું નિર્ભય છું.
કુમાર, ગુરુદેવ પાસેથી સમજેલી ચોથી વાત શાન્તિથી સાંભળ.
કસાઈખાનું - કતલખાનું જેમણે જોયું છે, તેઓ સમજે છે કે જે પશુઓ કતલખાનામાં પ્રવેશ કરે છે, તે જીવો જીવવાની આશા છોડી દે છે. તેમને મૃત્યુ સામે જ દેખાય છે. બિચારાં પશુઓને, કે જેઓ અજ્ઞાની છે. તેમને મરવું ગમતું નથી. એટલે બરાડે છે. રડે છે... ભાગી છૂટવા માટે ધમપછાડા કરે છે. પરંતુ એમને ત્યાં કપાઈ મરવાનું નિશ્ચિત હોય છે.
તેવી રીતે, આ સંસાર કતલખાનું છે. સંસારમાં રહેલા, ચાર ગતિમાં રહેલા દરેક જીવનું મોત નિશ્ચિત જ હોય છે. જે અજ્ઞાની જીવોને મોત નથી દેખાતું.. તેઓ તેમને મળેલા ભોગ સુખોમાં રાચે-માચે છે. જે અજ્ઞાની જીવોને મોત દેખાય છે સામે... જીવલેણ રોગ ઘેરી લે છે, વૃદ્ધાવસ્થા આવી જાય છે... ત્યારે રડે છે... બરાડે
ભાગ-૧ % ભવ બીજો
388
For Private And Personal Use Only
Page #363
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે... અને મૃત્યુથી બચવાના અનેક ઉપાયો કરે છે... ‘મારે મરવું નથી, મારે હજુ જીવવું છે...' દીનતા કરે છે... લાચારી વ્યક્ત કરે છે... તેઓ સમજતા નથી હોતા કે ‘આ કતલખાનું છે... આપણે કતલખાનામાં છીએ...' આપણા દેખતાં અનેક જીવો મરે છે... આપણે એમની જ પંક્તિમાં ઊભા છીએ...' આપણો વારો આવશે એટલે આપણી પણ કતલ થવાની જ છે. કત્તલખાનું પાંજરાપોળ નથી. ત્યાં જીવો જિવાડવા માટે નથી હોતા, મારવા માટે જ હોય છે...
વારો આવવાનો જ છે મરવાનો, રાહ જુઓ.
કુમાર, મારી પાંચમી મૃત્યુબોધની વાત સ્વસ્થ ચિત્તે સાંભળ.
મૃત્યુ શિકારી છે. આપણે સહુ હરણના ટોળાં છીએ. એ શિકારીના હાથમાં જે ધનુષ્ય છે તે જરા છે, વૃદ્ધાવસ્થા છે અને તીર છે એ વ્યાધિ છે. અસંખ્ય તીરો એ ધનુષ્યમાંથી છૂટે છે અને હરણના ભાગતા ટોળામાંથી કોઈ ને કોઈનો શિકાર કરી લે છે. જેના શરીરમાં એ તીર ભોંકાય છે... તે જમીન પર પટકાઈ જાય છે, તરફડી તરફડીને મરે છે. શિકારી એને ઉપાડી જાય છે.
બિચારાં હ૨ણ! નિર્બળ અને ભોળાં હરણ, નથી એ શિકારીનો કોઈ પ્રતિકાર કરી શકતું, નથી એનાથી કોઈ બચી શકતું... એ એક પછી એક હરણનો શિકાર કરે જ છે.
આપણે મનુષ્યો દિશાહીન બની દોડી રહ્યા છીએ. આપણી પાછળ મૃત્યુ-શિકારી ધનુષ્ય ૫૨ બાણ ચઢાવીને દોડતો આવે છે... તીરો છોડતો જાય છે... આપણા ટોળામાંથી એક પછી એક શિકાર બનતા જાય છે... નજરે જોઈએ છીએ, છતાં વિચાર કરતા નથી, કારણ કે અજ્ઞાની છીએ. હરણ જેવા ભોળા છીએ.
એક દિવસ મને અને તને પણ તીર વાગશે, જરૂ૨ વાગશે, આપણે મૃત્યુ શિકારીના શિકાર બની જઈશું. જો કે મને તો તીર વાગી જ ગયું છે. તીરની ઝેરી અસરો મારા દેહમાં થઈ રહી છે... અને ક્યારે શિકારી મને ઉઠાવીને લઈ જાય - એની રાહ જોઉં છું.
કુમાર, મારી છઠ્ઠી વાત પણ મૃત્યુબોધની છે, તે તું ધીરજ રાખીને સાંભળ :
વૃક્ષોની ઘટાઓથી, પહાડો અને નદીઓથી, નાનાં-મોટાં પશુઓથી ભરેલાં ગીચ જંગલોમાં જેમ સિંહ નિરંકુશ રીતે વિચરે છે, તેમ આ સંસારમાં મૃત્યુ નિરંકુશ બનીને ભટકે છે... એને કોઈ અવરોધ નડતો નથી, એ કોઈનીય પરવા કરતું નથી... જ્યારે એની ઇચ્છા થાય ત્યારે હરણના ટોળા ઉપર તૂટી પડે છે ને એકાદ હરણને ઉપાડી જાય છે. એને ભક્ષ્ય બનાવે છે.
મૃત્યુ નિરંકુશ બનીને સમગ્ર જીવલોકમાં વિચરી રહ્યું છે, અનાદિકાળથી વિચરે શ્રી સમરાદિત્ય મહાકથા
૩૪૫
For Private And Personal Use Only
Page #364
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે, અનંતકાળ પર્યત એ વિચરતું રહેશે. એને કોઈ અવરોધ નડતો નથી. ભલેને મનુષ્ય વજના સદનમાં છુપાઈ જાય કે પર્વતની ઊંડી ગુફામાં પેસી જાય... મૃત્યુ એને ભક્ષ્ય બનાવી દે છે.
ભલે કોઈ લાચારી કરીને... “મને ના મારો... મને ચાવી ના જાઓ...' જીવનની યાચના કરે, મૃત્યુ એની યાચના સાંભળતું નથી... એનામાં દયા જેવું કોઈ તત્ત્વ હતું નથી. એના પર કોઈનું શાસન નથી, એ જ જીવલોકનું શાસક છે. ગમે ત્યાં અને ગમે ત્યારે એ સિંહ જેવું મૃત્યુ જીવના ઉપર હુમલો કરીને ચીરી નાંખે છે... ને શાન્તિથી એને આરોગી જાય છે.
આપણે સહુ સંસારના જંગલમાં ભટકતાં પશુ છીએ... એક દિવસ મૃત્યુ-સિંહ આપણા પર ત્રાટકવાનો જ છે... આ વાતને સમજનાર મૃત્યુથી શા માટે ડરે? કુમાર, હવે હું સાતમી વાત, જિનવચન'ની કરું છું – તેને તું શાન્તિથી સાંભળ .”
જે મહાનુભાવોની જ્ઞાનદષ્ટિ ખૂલી ગઈ હોય છે, તેમને સંસારમાં જીવોનાં થતાં પુનઃપુનઃ જન્મ અને મૃત્યુ જોઈને સંસાર પ્રત્યે કંટાળો આવ્યો હોય છે, જીવનમાં આવતી અસંખ્ય આધિ-વ્યાધિ અને ઉપાધિઓથી જે ઓ ઉદ્વિગ્ન બન્યા હોય છે, અને જેઓને આ ભવ' જ મોટો રોગ સમજાયો છે... ને ભાવરોગથી જેઓ પીડાતા હોય છે, તેઓ આ બધાથી મુક્ત થવા, જિનેશ્વર ભગવંતોનાં વચનોનું શરણ લેતા હોય
તેઓને જન્મ-મૃત્યુની પેલે પાર જવું હોય છે, જિનવચન તેમને પાર પહોંચાડે છે!
તેઓને અસંખ્ય આધિ-વ્યાધિ અને ઉપાધિઓથી છુટકારો મેળવવો હોય છે, જિનવચન તેમને મુક્તિ અપાવે છે.
તેઓને ભવરગની કારમી પીડાને ઉપશાંત કરનારું ઔષધ જોઈએ છે, જિનવચનનું ઔષધ તેમની પીડાને ઉપશાંત કરે છે.. - જિનવચન જ શરણભૂત છે. મેં એ જિનવચનોનું શરણ ગ્રહ્યું છે. ગુરુદેવ ધર્મઘોષનો મારા ઉપર પરમ ઉપકાર છે. તેઓએ મને જિનવચનો આપ્યાં, સમજાવ્યાં અને મારા હૃદયમાં સ્થાપિત કર્યા.
એ જિનવચનોના પ્રભાવે, મને કષ્ટ આપનારા ઉપર મને રોષ નથી થતો... ઘર વેદનામાં પણ આર્તધ્યાન નથી થતું. હું સમતાભાવમાં સ્થિર છું.
કુમાર, હું આઠમી વાત પણ “જિનવચન'ના પ્રભાવની કહું છું. તું શાન્તિથી સાંભળ.
જિનવચન એક સિદ્ધ રસાયણ છે. આ રસાયણનો ઉપયોગ ત્રણ પ્રકારના રોગો પર થાય છે. આ અમોઘ રસાયણ છે. ક્યારેય પણ નિષ્ફળ નથી જતું.
જે પ્રબુદ્ધ જીવોને હવે ફરીથી સંસારમાં જન્મ નથી લેવો... એ માટે જેઓ કોઈ
389
ભાગ-૧ = ભવ બીજો
For Private And Personal Use Only
Page #365
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અસરકારક ઔષધ શોધે છે. તેમણે આ જિનવચનના રસાયણનો પ્રયોગ કરવો જોઈએ. તેઓનો ફરીથી જન્મ નથી થતો.
જેમને વૃદ્ધત્વ અકારું લાગે છે, ક્યારે પણ વૃદ્ધત્વ જેમને જોઈતું નથી, તેમણે આ જિનવચનના રસાયણનું નિયમિત સેવન કરવું જોઈએ. વૃદ્ધત્વ ઉપર યૌવનની છાયા પડશે!
અને જેઓને મૃત્યુ પર વિજય મેળવવો છે... ક્યારે પણ મૃત્યુ ન આવે.. તેવી અમરસ્થિતિ પ્રાપ્ત કરવી છે, તેમણે જિનવચનોના રસાયણનો પ્રયોગ કરવો જોઈએ.
સર્વજ્ઞ વીતરાગ એવા જિનેશ્વરોએ જીવસૃષ્ટિ પર આ મહાન ઉપકાર કર્યો છે. તેમનાં વચનો એકાંતે હિતકારી છે. કલ્યાણકારી છે. જે જીવો-મનુષ્યો એ વચનો પામે છે તેઓ ધર્મયૌવનને પામે છે. તેમનામાં નથી રહેતી દીનતા કે નથી રહેતી ઉદાસીનતા... તેઓ સદૈવ પ્રફુલ્લિત રહે છે... અને ચેતનવંત રહે છે.
મને ગુરુદેવ ધર્મઘોષ જિનવચનોનું રસાયણા આપેલું છે. હું હમેશાં એ રસાયણનું સેવન કરું છું. પરિણામે અત્યારે પણ હું દીન-હીન નથી. કુમાર, નવમી વાત પણ “જિનવચન'ની જ કહું છું, તે સ્વસ્થ ચિત્તે સાંભળ : છે આ દુનિયામાં રાજાઓને પણ ભય સતાવતો હોય છે.
ધનવાનોને ભય સતાવતો હોય છે. ક કલાકારો પણ ભયથી પીડાતા હોય છે,
બળવાનોને પણ ભય હોય છે...
સ્ત્રી-પુરુષ-બાળક સહુને કોઈ ને કોઈ ભય રહેલો હોય છે. પરંતુ જેઓ “જિનવચનને પામે છે, તેઓ નિર્ભય બને છે, તેમને ભય સતાવતો નથી. જિનવચન જ જીવોને અભય આપે છે... હું જિનવચનો પામીને જ નિર્ભય બન્યો છું. મને અભયની પ્રાપ્તિ થઈ છે. કે મને કોઈ શત્રુનો ભય નથી. મને કોઈ શસ્ત્રનો ભય નથી,
મને કોઈ મનુષ્યનો ભય નથી. કે મને કોઈ દેવ-દાનવનો ભય નથી....
મારું અંતરાત્મા અભયનું પરમ સુખ અનુભવે છે. મેં જિનવચનોથી મારા વિચારોને રંગી નાંખ્યા છે. મેં જિનવચનથી મારી તમામ પ્રવૃત્તિઓને રંગી નાંખી છે... મારો આત્મભાવ પ્રશાંત બન્યો છે,
કોઈપણ ભયથી મુક્ત થવા જિનવચનોનું ચિંતન કરવું. જિનવચનોને જ યથાર્થ માનવાં. જિનવચનો દ્વારા જ જીવનની મૂંઝવણોને ઉકેલવા પ્રયત્ન કરવો. નહીં રહે કોઈ ભય, નહીં રહે કોઈ ચિંતા, શ્રી સમરાદિત્ય મહાકથા
380
For Private And Personal Use Only
Page #366
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુમાર, દસમી વાત હું “પંડિત-મૃત્યુની કરું છું. તું શાન્તિથી સાંભળઃ
મૃત્યુના બે પ્રકાર છે : બાલમૃત્યુ અને પંડિતમૃત્યુ. અજ્ઞાની જીવોનું મૃત્યુ, પાપી જીવોનું મૃત્યુ, પ્રગાઢ કર્મોથી ઘેરાયેલા જીવોનું મૃત્યુ અને દેહાસક્તિવાળા જીવોનું મૃત્યુ બાળમૃત્યુ કહેવાય છે.
છે જેઓ જ્ઞાની છે, કે જેમણે હિંસાદી પાપોનો ત્યાગ કર્યો છે, - જેમનાં ઘણાં-ઘણાં કર્મો નાશ પામ્યાં છે.
જેઓએ દેહાસક્તિને તોડી છે. એ મહાનુભાવોનું મૃત્યુ પંડિત-મૃત્યુકહેવાય છે. એ મૃત્યુ મહોત્સવરૂપ બને છે.
મેં ગુરુદેવ ધર્મઘોષ પાસેથી આત્મજ્ઞાન મેળવ્યું છે. મેં ભાવથી ચારિત્રધર્મ અંગીકાર કરી, પાપોનો ત્યાગ કર્યો છે, * મારાં ઘણાં-ઘણાં કર્મોની નિર્જરા થઈ ગઈ છે અને કે મારી દેહાસક્તિ છૂટી ગઈ છે.
મેં આત્મા અને શરીરનું ભેદજ્ઞાન પ્રાપ્ત કર્યું છે... એટલે મારું મૃત્યુ મહોત્સવરૂપ બની જશે! હું એવો મહોત્સવ ઊજવવા તત્પર છું. ભૂતકાળના અનંત ભવોમાં' જીવ બાળમૃત્યુ પામ્યો છે. બાળમૃત્યુ પામીને દુર્ગતિઓમાં ગયો છે. દુર્ગતિમાં તો મોટા ભાગે બાળમૃત્યુ જ હોય છે.
હું મારા મૃત્યુને મહોત્સવરૂપ બનાવવા જાગ્રત છું.... એવા મૃત્યુની પ્રતીક્ષા કરી રહ્યો છું...
કુમાર, હું અગિયારમી વાત પણ “સમાધિ-મૃત્યુ' ની કરું છું, તું પૈર્ય ધારણ કરીને સાંભળ :
મહાનુભાવો તપશ્ચર્યા કરે છે, આ તપશ્ચર્યા કરીને આહાર સંજ્ઞાને તોડે છે, આ જે મહાનુભાવો પોતાના આત્મામાં વિરતિ’ સ્થાપિત કરે છે, વિરતિ સ્થાપિત કરીને વૈરાગ્યને સ્થિર કરે છે, છે જે મહાનુભાવો ઘોર સંકટમાં પણ ધીર-વીર રહે છે, ધીર-વીર રહીને ધર્મધ્યાનમાં લીન રહે છે... તે મહાનુભાવોનું મૃત્યુ “સમાધિ-મૃત્યુ” કહેવાય છે.
એટલા જ માટે મેં “અનશન' કર્યું છે. મારા વીતેલા જીવનમાં મેં ક્યારેય તપશ્ચર્યા કરી ન હતી, આ કારાવાસમાં “અનશન'નું શ્રેષ્ઠ તપ કરવાનો મને ધન્ય અવસર મળ્યો. ૩૪૮
ભાગ-૧ ( ભવ બીજો
For Private And Personal Use Only
Page #367
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મેં ભાવચારિત્ર અંગીકાર કર્યું છે. એટલે મારા આત્મામાં ‘સર્વવિરતિ'ની સ્થાપના થઈ ગઈ છે. હું હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ... અને પરિગ્રહ વગેરે પાપોથી મુક્ત થયો છું. મારા આત્મામાં વૈરાગ્યનો મહાસાગર ધૂંધવી રહ્યો છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેં પ્રાણાંત કષ્ટમાં પણ ધીરતા રાખી છે... વીરતાપૂર્વક કષ્ટોને સહન કર્યાં છે, ને હવે આવનારાં કષ્ટોને પણ વીર બનીને સહન કરીશ.
મને ‘સમાધિમૃત્યુ’ જ પ્રાપ્ત થશે. મારું સમાધિમૃત્યુ મહોત્સવરૂપ બનશે... કે જે અનંત ભવોમાં ક્યારેક જ પ્રાપ્ત થાય છે. મૃત્યુનો મહોત્સવ ઊજવવાનો અવસર મને અહીં આ કારાવાસમાં ઊજવવા મળશે! હું બહુ જ પ્રસન્નચિત્ત છું.
કુમાર, બારમી વાત પણ હું ‘મૃત્યુ-મહોત્સવ’ની કરું છું. તું શાન્તિથી સાંભળ : જે પ્રબુદ્ધ મનુષ્યોને આત્મસાક્ષીએ ખાતરી હોય છે કે 'તેઓ મૃત્યુ પછી કાં સ્વર્ગમાં જશે, અથવા સર્વ કર્મોનો ક્ષય કરી મુક્તિ પામશે...' તેવા મહામાનવોનું મૃત્યુ મહોત્સવરૂપ બને છે.
જેઓએ સવિચારો કરીને, સદાચારોનું પાલન કરીને શુભ કર્મો બાંધ્યા હોય, તે શુભ કર્મો જીવને સ્વર્ગમાં લઈ જતાં હોય છે.
જેઓએ હિંસા વગેરે પાપો ના આચર્યાં હોય, તીવ્રભાવે પાપો ના કર્યાં હોય, તે જીવો દેવોકમાં જતાં હોય છે.
જેઓને દાન, શીલ અને તપની આરાધના કરી હોય તેઓ દેવલોકમાં જતાં હોય
છે.
જેઓએ ધર્મધ્યાનમાં નિમગ્ન રહેતા હોય છે, તેવા મનુષ્યો મરીને દેવલોકમાં જતાં હોય છે.
જેઓ શુક્લધ્યાનમાં પ્રવેશ કરતા હોય છે, તેઓ સર્વે કર્મોનો નાશ કરી... મોક્ષમાં જતાં હોય છે.
મારા આત્મસાક્ષીએ નિર્ણય છે કે હું મૃત્યુ પછી દેવલોકમાં જ જવાનો છું. હું નરકગતિ, તિર્યંચગતિ કે મનુષ્યગતિમાં નથી જવાનો...
પછી મૃત્યુનો ભય શાથી હોય?
પછી મૃત્યુ દુઃખરૂપ કેમ લાગે?
મને મારું મૃત્યુ મહોત્સવરૂપ લાગશે... એવા મહોત્સવની હું પ્રતીક્ષા કરી રહ્યો
છું...
કુમાર, તેરમી વાત છે મૃત્યુ-યમરાજની. તું મારી આ વાત ધ્યાનપૂર્વક સાંભળજે :
♦ મૃત્યુને યમરાજ કહેવામાં આવે છે.
* અને યમરાજ ક્રૂર કાળ સર્પ જેવો છે.
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
386
Page #368
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે એ કાળસર્પના ઝેરી ડંખમાં અસંખ્ય રોગો ઉત્પન્ન કરવાની ભયંકરતા રહેલી છે.
છે એ કાળસર્પના ડંખમાં પાર વિનાની પીડાઓ આપવાનું તાલપુટ ઝેર રહેલું છે.
એ કાળસર્પની દાઢમાં પકડાયેલો મનુષ્ય ગમે તેટલા ધમપછાડા કરે, છતાં છૂટી શકતો નથી.
એ કાળસર્પ જેવા યમરાજ સાથે યુદ્ધ કરી શકાતું નથી, અને એનાથી છૂટીને ભાગી જઈ શકાતું પણ નથી. આવા યમરાજનું આ મનુષ્યલોક ઉપર એકચક્રી રાજ છે. અનુશાસન છે...
આવા મનુષ્યલોકમાં દીર્ઘકાળ જીવવાની ઇચ્છા રાખવી – એ મોટો પ્રમાદ છે. ચારે ગતિના સર્વ જીવો પર યમરાજ શાસન કરે છે... એમાંથી મુક્તિ મેળવવી, એ જ આ જીવનનું શ્રેષ્ઠ કર્તવ્ય છે.
યમરાજરૂપી કાળસર્પ.... ગમે ત્યારે અને ગમે ત્યાં ડંખ દઈ શકે છે. પૃથ્વી પર હો, પાતાળમાં હો કે આકાશમાં હો! એ કાળસર્પની ગતિ ત્રણે લોકમાં છે... માટે એ કાળસર્ષ આવીને ડંખે, એ પૂર્વે આત્મકલ્યાણ સાધી લેવું જોઈએ.
મને એ કાળસર્પ દેખાઈ રહ્યો છે.
કુમાર, મારી ચૌદમી વાત છે “મૃત્યરૂપી હાથીની તું થોડી વધારે ધીરજ રાખીને સાંભળ :
મૃત્યુ એટલે યમરાજ. યમરાજ એક ઉન્મત્ત જંગલી હાથી જેવો છે. એ હાથીને ભય બતાવીને ભગાડી શકાતો નથી.
જે મનુષ્ય એની નજરે ચડ્યો. એના તરફ ધસી જાય છે... અને એની લાંબી અને મજબૂત સુંઢમાં એને પકડી લે છે... અલબત્ત, એની સૂંઢ મનુષ્યને દેખાતી નથી, પણ જ્યારે એ સૂંઢમાં જકડાઈ જાય છે, ત્યારે એને ખ્યાલ આવે છે કે હું યમરાજ રૂપ હાથીની સૂંઢમાં જ કડાઈ ગયો છું.
આ સંસાર, ભીષણ જંગલ છે. છે. જંગલમાં જંગલી હાથીઓનાં ટોળાં છે... - નિરંકુશ બનીને તેઓ જંગલમાં વિચરે છે...
એ રોજે રોજ અસંખ્ય જીવોને પોતાની સૂંઢમાં પકડીને પોતાના પોલાદી પગ નીચે ચગદી નાખે છે, કચરી નાંખે છે.
પ્રતિદિન કેટલા જીવો મૃત્યુને આધીન થાય છે? એક દિવસ આપણે પણ એ યમરાજરૂ૫ હાથીની સૂંઢમાં પકડાઈ જવાના છીએ. અવશ્ય પકડાવાના છીએ...
ભાગ-૧ ૦ ભવ બીજો
૩પ૦
For Private And Personal Use Only
Page #369
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ યમરાજ-હાથી આપણી પાસે આવે, એ પહેલાં આપણે પરલોક-યાત્રાની તૈયારી કરી લેવી જોઈએ.
પાપોથી વિરામ પામવું જોઈએ, ધર્મમાં જ વિશ્રામ કરવો જોઈએ. જ જરા પણ પ્રમાદમાં-ગફલતમાં ના રહેવું જોઈએ.
કુમાર, મારી પંદરમી અને છેલ્લી વાત જે યમરાજરૂપી, ખેડૂતની. તું મારી છેલ્લી વાત સાંભળી લે, અને પછી તારે જે કરવું હોય તે કરજે.
મૃત્યુ એટલે યમરાજ! યમરાજ એટલે ખેડૂત
જેવી રીતે ખેડૂત પોતાના પાકેલા, તૈયાર થયેલા ધાન્યને લણી લે છે, તેવી રીતે યમરાજ પણ જન્મેલા જીવોને યોગ્ય સમયે તીક્ષ્ણ દાતરડાથી લણી લે છે.
રાજા હોય કે પ્રજા હોય, ઇન્દ્ર હોય કે નાગેન્દ્ર હોય.. કોઈ પણ હોય, યમરાજનું દાતરડું ક્યારે ગળા પર ફરી વળે તે કહેવાય નહીં...
યમરાજનું દાતરડું આપણા ગળા ઉપર ના ફરી વળે, ત્યાં સુધીમાં પ્રાજ્ઞ મનુષ્ય સદ્ગતિ આપનારી ધર્મઆરાધના કરી લેવી જોઈએ.
મેં મારી સંપૂર્ણ તૈયારી કરી લીધી છે, હવે ભલે એ યમરાજ મારા ગળા ઉપર એનું દાતરડું ચલાવી દે, મને ભય નથી.
0 0 0 કુમાર, તું એવું કંઈપણ ના કરીશ કે જેથી તાર અપયશ દેશ અને દુનિયામાં ફેલાય... તું મને મારવા આવ્યો છે ને? હું મૃત્યરૂપી કૂવાના કિનારે જ ઊભેલો છું.. મને મરેલાને મારીને તું તારા ઉજ્જવલ કુળને કલંક ના લગાડ.' - કુમારે ત્રાડ પાડીને કહ્યું: ‘તમે ભોજન કરો છો કે નહીં? મને એ વાત કહો... મને તમારા તત્ત્વજ્ઞાનની કોઈ જરૂર નથી.”
એક ફક
શ્રી સમરાદિત્ય મહાકથા
34
For Private And Personal Use Only
Page #370
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
IY૪૮)
કુમાર આનંદ રોષથી ધમધમી ઊઠ્યો હતો. તેના મુખ પર પ્રચંડ રોષની રેખાઓ ઊપસી આવી હતી. તેની આંખોમાં લાલ અંગારા સળગી ઊઠ્યા હતા. તેણે બે પગ પહોળા કર્યા. એક હાથે એણે તલવાર ઉગામી. અને પદ્માસને બેઠેલા મહારાજાના મસ્તક પર જોરથી પ્રહાર કરી દીધો...
મહામંત્રી દેવશર્મા ધ્રુજી ઊઠ્યા. તેમણે બે હાથે પોતાનું મુખ ઢાંકી દીધું. ને ઝડપથી બહાર નીકળી ગયા.
મહારાજાના મસ્તક પર ઊંડો ઘા થયો... ને લોહીની ધારા માથા પરથી શરીર પર વહેવા લાગી... કારાવાસની કોટડી લોહીથી રંગાઈ ગઈ...
મહારાજાના મુખમાંથી “નમો જિણાનો ધ્વનિ નીકળવા લાગ્યો. શ્વાસની ગતિ વધી ગઈ... છતાં તેઓ ભાનમાં હતા. તેમનું મન સ્વસ્થ હતું. તેઓ આવી મરાસન્ન સ્થિતિમાં... અને ઘોર વેદનાની સ્થિતિમાં પણ વિચારે છે :
કુમાર.. તારો કોઈ દોષ નથી. તારો કોઈ અપરાધ નથી. દોષ મારાં કર્મોનો છે... તું તો માત્ર નિમિત્ત બન્યો છે. પૂર્વજન્મોમાં મેં એવાં પાપકર્મ બાંધ્યા હશે. એ પાપકર્મનો આ વિપાક છે, ફળ છે. મારે એ ફળ ભોગવવું જ જોઈએ. સમતાભાવે ભોગવવું જોઈએ...'
જાણે કે શરીરની પીડા.. આત્માને સ્પર્શતી જ ના હોય.. એવી આત્મસ્થિતિમાં મહારાજા તાત્ત્વિક ચિંતન કરે છે. મસ્તક ચિરાઈ ગયું છે. ચહેરો લોહીથી નીતરી રહ્યો છે. વસ્ત્રો.... જમીન... બધું જ લોહી... લોહી થઈ ગયું છે. સામે રાક્ષસ સમો કુમાર હજુ રક્તરંજિત તલવાર સાથે ઊભેલો છે..
પરંતુ મહારાજાની આંખો બંધ છે. મન ઉપર જ્ઞાનનું દઢ કવચ છે... કોઈ રાગદ્વેષનો વિચાર મનમાં પ્રવેશી શકતો નથી. એક માત્ર જિનવચનોનું ચવર્ણ કરી રહ્યા છે,
હું વિશુદ્ધ આત્મા છું. હું જ્ઞાનમય છું. હું દર્શનમય છું... હું ચારિત્રમય છું.. હું અજર છું, હું અમર છું.. હું શિવ છું... અચલ છું... અરુજ છું.. હું અવ્યાબાધ છું...
ભાગ-૧ * ભવ બીજો
૩૨
For Private And Personal Use Only
Page #371
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારામાં અનંત આનંદ છે! હું આનંદમય છું. હું અનુભવું છું કે હું ઉપર ને ઉપર જઈ રહ્યો છું... જ્યાં નિત્ય પ્રકાશ છે... જ્યાં નિત્ય આનંદ છે... આ પાર્થિવ દુનિયાથી હું દૂર... દૂર જઈ રહ્યો છું.
૦ ૦ ૦ કુમાર આનંદમાં શેતાને પ્રવેશ કર્યો હતો. તીવ્ર વેષ અને પ્રગાઢ વેરની વિચારણામાં તે ધમધમી ઊઠ્યો હતો,
આ રાજાએ જીવનપર્યત મારા ઉપર સ્નેહ હોવાનો દંભ જ કર્યો. એના હૃદયમાં મારા પ્રત્યે ઘોર દ્વેષ ભરેલો હતો. એ મને શત્રુ જ માનતો હતો... છેલ્લે છેલ્લે પણ એ મને મારી નાંખવા માગતો હતો... એ મને શું મારે? મેં એને યમરાજ પાસે મોક્લી આપ્યો. - હવે હું સ્વયં મારો રાજ્યાભિષેક કરાવીશ... પરંતુ એ પહેલાં મારે મંત્રીમંડળનો સામનો કરવો પડશે. જયપુરની સેનાનો સામનો કરવો પડશે અને વિશાળ જનસમૂહનો સામનો કરવો પડશે. જ્યાં આ રાજાના મૃત્યુના સમાચાર ફેલાયા... કે ભયંકર તોફાનો ફાટી નીકળશે. એમાંય જ્યારે લોકો જાણશે કે આનંદે પોતાના પિતાનો વધ ર્યો...' ત્યારે મારા તરફ સૈનિકો ધસી આવશે... નાગરિક યુવાનો ધસી આવશે..
ભલે, જે થવું હોય તે થાય. આ રાજાને મારવાથી જ મને સંતોષ થયો છે... મારું ઉત્તેજિત મન શાન્ત થયું છે. અલબત્ત, મેં મારી સુરક્ષાનો પ્રબંધ તો કરી જ દીધો છે... દુર્મતિની પરાક્રમી સેનાને મેં બોલાવી લીધી છે. જયપુરની સેનાને તે પહોંચી વળે એવી સેના છે... અને હવે ક્યાં છે મહાસેનાપતિ જયપાલ? એ દુષ્ટ,.. ત્યારે જો મારા હાથ પર પ્રહાર કરીને, મને નિઃશસ્ત્ર કરીને બાંધી લીધો ના હોત તો હું ત્યાં જ આ રાજાને પતાવી દેત... પરંતુ એ સેનાપતિ શી ખબર ક્યાંથી ફૂટી નીકળ્યો...? એ તો આ વૃદ્ધ રાજાએ એના પોતાના સોગંદ આપ્યા... અને જયપાલે મારો શિરચ્છેદ ના કર્યો.. નહીંતર. પેલો દુર્મતિ મારી સહાયતા નહોતો કરવાનો... એ જયપાલથી ખૂબ ડરે છે. એ વખતે રાજાને વળી મારા ઉપર હેત ઊભરાઈ ગયું...મને બચાવી લીધો.
રાજનીતિમાં વળી દયા શાની કરવાની હોય? એણે કરેલી દયા એને જ ભારે પડી ગઈ. હું રાજનીતિમાં ન્યાય-નીતિ કે દયાબયાને માનતો નથી. રાજનીતિમાં છલ અને કપટ જ પ્રધાન તત્ત્વો છે, હિંસા અને ક્રૂરતા પ્રધાન અંગો છે. રાજનીતિમાં સંબંધનિષ્ઠાને કોઈ સ્થાન નથી. આજનો મિત્ર કાલે શત્રુ બની શકે. આજનો શત્રુ કાલે મિત્ર હોય... રાજનીતિમાં કાર્યસાધક દષ્ટિ જ રાખવી પડે..”
કારાવાસની બહાર મોટો પ્રચંડ કોલાહલ થવા લાગ્યો. કારાવાસના અધિકારીએ કુમારને કોટડીની બહાર બોલાવીને કહ્યું : “મહારાજકુમાર, કારાવાસમાંથી આપણે શ્રી સમરાદિત્ય મહાકથા
13
For Private And Personal Use Only
Page #372
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બહાર નહીં નીકળી શકીએ. જયપુરની, મહારાજાને વફાદાર સેનાએ કારાવાસને ઘેરો ઘાલ્યો છે. નગરમાં વાત ફેલાઈ ગઈ છે કે “કુમારે મહારાજાના મસ્તક પર તલવારનો પ્રહાર કરી, મહારાજાની પૂર હત્યા કરી છે..'
કુમાર બરાડી ઉઠ્યો : “કરી છે હત્યા, મેં રાજાની હત્યા કરી છે. હું ધારું એને મારી શકું છું.. એમાં સેનાને કે પ્રજાને શી લેવાદેવા?'
“ઘણી લેવા-દેવા છે મહારાજ કુમાર, પોતાના પ્રિય મહારાજાની હત્યા થાય, તેને પ્રજા કે સેના, કોણ સહન કરે? મહારાજા તો લાખો જનોના પ્રિય રાજા હતા. તેમની અજેય સેનાના તેઓ માનવંતા અધિપતિ હતા... મહારાજકુમાર, આ કારાવાસમાંથી બહાર જવું મુશ્કેલ બનશે... પ્રજાજનો તો કારાવાસનાં દ્વારા તોડીને અંદર આવવા ધમાલ કરી રહ્યા છે... પરંતુ ચારે બાજુ સેનાએ ઘેરો ઘાલ્યો છે. સેનાના મુખ્ય-મુખ્ય સેનાપતિઓ તલવાર, ભાલા.. કટારીઓ... વગેરે શસ્ત્રો સાથે તૈયાર ઊભા છે. આપના પ્રાણ સંકટમાં છે.
આનંદ ધીરો પડ્યો. તેના મુખ પર ભયની રેખાઓ ઊપસી આવી. તેણે કહ્યું : કારાવાસમાંથી બહાર નીકળવાનો ગુપ્તમાર્ગ છે ને? તેને ખોલી નાંખો... હું ત્યાંથી બહાર નીકળી જઈશ. પછી બધું સંભાળી લઈશ...'
કુમાર પુન: મહારાજાનો લોહીથી લથપથ દેહ જ્યાં પડ્યો હતો, ત્યાં ગયો. તેણે મહારાજાના દેહ સામે જોયું. દેહમાં સળવળાટ થતો જોયો... ને તે ચમક્યો...” અરે, હજુ આ તો જીવે છે. હું અહીંથી ચાલ્યો જઈશ... પછી એને જિવાડનારા આવી પહોંચશે... એ બચી જશે... ના, ના, એનું માથું જ ધડથી જુદું કરી દઉં...”
એ દુષ્ટ “નમો જિણા'નો જાપ કરતાં મહારાજાના ગળા ઉપર તલવાર ઝીંકી દીધી. અને ત્યાંથી ઝડપભેર બહાર દોડ્યો.
મહારાજાનું સમાધિ-મૃત્યુ થયું. મૃત્યુનો મહોત્સવ તેમણે એકલાએ એકાંતમાં ઊજવ્યાં.
દેહ, કારાવાસની કોટડીમાં પડ્યો રહ્યો, તેમનો આત્મા પહોંચી ગયો ‘સનતકુમાર નામના દેવલોકમાં. ત્યાં ઉત્પન્ન થતાંની સાથે જ રૂપ, તેજ અને લાવણ્યથી ભરપૂર દિવ્ય યૌવન અવસ્થાવાળો દેહ મળ્યો... ન કોઈ રોગ કે ના કોઈ વ્યાધિ! અસંખ્ય વર્ષોનું આયુષ્ય મળ્યું..
0 0 એ જાણવા નથી મળતું કે આનંદે રાજા બનીને કેટલાં વર્ષ રાજ્ય કર્યું. એટલું જ જાણવા મળે છે કે તેણે રાજ્ય કર્યું હતું. સામંત રાજા દુર્મતિએ તેને દગો દીધો હતો... અને જ્યારે એનું મૃત્યુ થયું. મરીને એ “રત્નપ્રભા’ નામની પહેલી નરકમાં ઉત્પન્ન થયો હતો.
રૂપ૪
ભાગ-૧ ૪ ભવ બીજો
For Private And Personal Use Only
Page #373
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમeíદિત્ય-મહાકથા
ભવ ત્રીજો
શિખીકુમાર (પુત્ર)
જાલિની (માતા)
For Private And Personal Use Only
Page #374
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
BY CHI
"દેવી, સંધ્યા નમી ગઈ, છતાં આજે ઘરમાં દીવો કેમ નથી કર્યો?' ઘરમાં પ્રવેશતાં બ્રહ્મદત્ત જાલિનીને પૂછ્યું.
નથી કર્યો. જાલિનીએ ટૂંકો પ્રત્યુત્તર આપ્યો. ભોજન પણ તૈયાર નથી કર્યું? નથી કર્યું.' ‘હાથ-પગ ધોવા ઉણ જલ પણ તૈયાર નથી...' નથી.’ બ્રહ્મદને વસ્ત્રપરિવર્તન કરી, દીવો પેટાવ્યો. જાલિનીને ઘરના એક ખૂણામાં બેઠેલી જોઈ. તેના મુખ પર રોષ હતો. તેણે મેલાં વસ્ત્ર પહેરેલાં હતાં. માથાના વાળ અસ્તવ્યસ્ત હતા. બ્રહ્મદત્ત જાલિની પાસે ગયા. ‘દેવી, આટલી બધી અપ્રીતિનું કોઈ કારણ?” કારણ તમે જાણો છો, છતાં મને પૂછો છો?” જાણવા છતાં પૂછવાની મને ટેવ નથી...” “તો પછી તમારા પુત્રને, મને અજાણ રાખીને, બીજા સ્થળે કેમ રાખ્યો હતો? ત્યાં જ એનો ઉછેર કેમ કર્યો હતો? શું તમે નહોતા જાણતા કે આ પુત્ર મને દીઠ પણ નથી ગમતો..? છતાં તમે એને મારા ઘરમાં લઈ આવ્યા. શા માટે લઈ આવ્યા?' “પુત્ર નહીં ગમવાનું કોઈ કારણ તો બતાવીશ ને?”
કારણ હું નથી જાણતી, પુત્ર નથી ગમતો એ હકીકત છે. માટે કહું છું કે એ મારા ઘરમાં ના જોઈએ.'
તને નથી ગમતો, પણ મને ગમે છે.... કેવો સારો, સુંદર અને ગુણિયલ પુત્ર છે...! પૂર્વજન્મનાં અનંત પુણ્ય હોય તો આવો પુત્ર મળે...” બ્રહ્મદત્તે કહ્યું.
“તો પછી એ ભલે રહે ઘરમાં, હું આ ઘરમાં નહીં રહું. કાં એ રહેશે, કાં હું રહીશ...'
“એવો દુરાગ્રહ ના રાખ જાલિની, મને તમે બંને પ્રિય છો. બેમાંથી એકને પણ હું ઘરની બહાર કાઢી મૂકવા રાજી નથી.
“તો પછી મારો નિર્ણય સાંભળી લો, જ્યાં સુધી શિખી ઘરમાં રહેશે ત્યાં સુધી હું જળપાન પણ નહીં કરું...” બ્રહ્મદત્ત બે હાથે માથું દાબીને, હીંચકા ઉપર બેસી ગયો.
૦ ૦ ૦
ભાગ-૧ * ભવ ત્રીજો
us
For Private And Personal Use Only
Page #375
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ વાત છે પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રના કૌશાંબી નગરની. કૌશાંબીના મહામંત્રી બુદ્ધિસાગરના પુત્રનું નામ બ્રહ્મદત. એની પત્નીનું નામ જાલિની.
આ જાલિની એટલે કુમાર આનંદનો જીવ! જે કુમાર આનંદે પોતાના પિતા સિંહરાજાની હત્યા કરી હતી. એ કુમાર મરીને નરકમાં ઉત્પન્ન થયો હતો. નરકનું આયુષ્ય પૂર્ણ થતાં તે તિર્યંચ યોનિમાં જન્મ્યો હતો. અસંખ્ય વર્ષ તેણે તિર્યંચયોનિમાં ભવો કર્યા હતા... ઘોર દુઃખ, ત્રાસ અને વેદનાઓ સહતાં હતાં એનાં ઘણાં પાપકર્મો નાશ પામ્યાં હતાં. તેથી તેનો જન્મ કૌશામ્બીના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. એના પિતા હતા ઇન્દશર્મા અને માતા હતી શુભંકરા, તેનું નામ રાખવામાં આવ્યું હતું જાલિની.
તેનામાં રૂપ હતું, પણ ગુણ ન હતા. તેનામાં યૌવન હતું, પણ સમતા ન હતી. બાલ્યકાળથી તે ક્રોધી હતી, મનસ્વી હતી, ઉદ્ધત હતી.
તેનાં લગ્ન, મહામંત્રી બુદ્ધિસાગરના પુત્ર બ્રહ્મદત્ત સાથે કરવામાં આવ્યાં હતાં. બ્રહ્મદત્તમાં રૂપ અને ગુણનો સમન્વય થયો હતો. તે યુવાન હતો પણ ઉદ્ધત ન હતો. તે ધનવાન હતો છતાં મનસ્વી ન હતો. તેનામાં પ્રેમાળતા હતી, ગંભીરતા હતી, વ્યવહારદક્ષતા હતી. માટે જ ક્રોધી સ્વભાવની અને ઔદ્ધત્વપૂર્ણ વ્યવહાર કરનારી જાલિની સાથે તેની જીવનયાત્રા ચાલતી રહી.
કેટલાંક વર્ષો પસાર થઈ ગયાં. સંસારનાં વૈષયિક સુખો ભોગવતાં રહ્યાં... એક રાતે જાલિનીને સ્વપ્ન આવ્યું : “સોનાનો કલાત્મક કલશ. પાણીથી ભરેલો... એના મુખમાં પ્રવેશ કરે છે, ઉદરમાં પહોંચે છે. અને તરત પાછો બહાર આવે છે.... પછડાય છે જમીન પર અને ભાંગી જાય છે...”
તે ગભરાઈ ગઈ, જાગી ગઈ... ને સ્વપ્ન અંગે વિચારવા લાગીહર્ષ અને વિષાદની મિશ્ર લાગણીઓ અનુભવવા લાગી. એ રાતે જાલિની ગર્ભવતી બની હતી.
સિંહ રાજનો જીવ દેવલોકમાં ગયો હતો. અસંખ્ય વર્ષોનું આયુષ્ય હતું. દેવલોકનાં દિવ્ય સુખો ભોગવીને, તે જીવ જાલિનીના ઉદરમાં અવતર્યો હતો! પૂર્વજન્મના પિતાપુત્ર, આ ભવમાં પુત્ર અને માતા બન્યા હતા.
જાલિનીએ બ્રહ્મદત્તને સ્વપ્નની વાત ના કરી. બ્રહ્મદને એટલું જ જાણ્યું કે કાલિની ગર્ભવતી બની છે. તેને ખૂબ હર્ષ થયો, પરંતુ જાલિનીનું સોગિયું મોટું જોઈને, બ્રહ્મદર એની આગળ પોતાનો હર્ષ વ્યક્ત ના કરી શક્યો. પરંતુ બ્રહ્મદરને આ વાત ના સમજાઈ કે ઘણાં વર્ષો પછી જાલિની ગર્ભવતી થઈ હતી, તેને ભરપૂર આનંદ થવો જોઈતો હતો. છતાં એ કેમ ઉદાસ રહે છે? પરંતુ એણે જાલિનીને પૂછુયું નહીં. કેમ કે એ સ્ત્રી ક્યારેય પણ સીધી રીતે પ્રશનનો ઉત્તર આપવાનું શીખી શ્રી સમરાદિત્ય મહાકથા
૩પ૭
For Private And Personal Use Only
Page #376
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ ન હતી... અસભ્ય અને તોછડી ભાષામાં બોલવાની એની આદત હતી. બ્રહ્મદત્તને આ આદત ગમતી ન હતી, એટલે એ બને ત્યાં સુધી જલિની સાથે ખપ પૂરતી જ વાત કરતો હતો.
થોડા મહિનાઓ પસાર થયા. એક દિવસ જાલિનીએ બ્રહ્મદત્તને છણકો કરતાં કહ્યું : “તમે મને કંઈ પૂછતા જ નથી.... શું તમે નથી જાણતા કે ગર્ભવતી સ્ત્રીને ઘણી ઇચ્છાઓ જાગતી હોય છે...?”
‘તું કહે, તારી જે ઇચ્છાઓ હશે તે બધી જ મારી શક્તિ મુજબ પૂર્ણ કરીશ.” ‘પણ તમે મને પૂછતા કેમ નથી?' એ મારી ભૂલ થઈ..!'
ભૂલ નથી થઈ, પણ તમને મારા ઉપર પ્રેમ જ નથી. તમને પ્રેમ છે તમારી માતા ઉપર અને તમારા પિતા ઉપર.. જાલિની રોવા માંડી. બ્રહ્મદરે તેને શાંત કરતાં કહ્યું :
“દેવી, પ્રેમ દેખાડવાનું તત્ત્વ નથી. એ તો હૃદયનો ગુણ છે. મારા હૃદયમાં તારા પ્રત્યે જે પ્રેમ છે, તે હું દેખાડી ના શકું. તું વિશ્વાસ રાખ. કહે, તારી ઇચ્છાઓ શી શી
જાલિની શાન્ત થઈ. તેણે કહ્યું : “મને એમ થયા કરે છે કે હું બધા જ જીવોને આનંદિત કરું તરસ્યાને પાણી પાઉ, ભૂખ્યાને ભોજન આપું... નિર્વસ્ત્રને વસ્ત્ર આપું.' બીજી ઇચ્છા એવી જાગી છે કે બધાં દેવમંદિરોમાં મહાપૂજાઓ રચાવું! ત્રીજી ઇચ્છા એવી જાગી છે કે મહાતપસ્વી મુનિજનોની ભાવપૂર્વક પૂજા કરું... ચોથી ઇચ્છા એવી જાગી છે કે પરલોકમાર્ગનું કંઈક શ્રવણ કરું...” બ્રહ્મદત્તે આનંદ વ્યક્ત કર્યો, એને કહ્યું : “દેવી, આ ચારે ઇચ્છાઓ પૂર્ણ થશે... અને આવી બીજી પણ જે જે ઇચ્છાઓ તને જાગે તે તું મને કહેજે, તારી દરેક ઇચ્છા પૂર્ણ કરીશ...' - બ્રહ્મદતે જાલિનીની ઇચ્છાઓને પૂર્ણ કરવાનો ઉપક્રમ બનાવ્યો... જેમ જેમ જાલિનીની ઇચ્છાઓ પૂર્ણ થતી ગઈ તેમ-તેમ જાલિનીની પ્રસન્નતા વધતી ચાલી.
૦ ૦ ૦ આ બધી ઇચ્છાઓનો પ્રેરક હતો ગર્ભસ્થ ઉત્તમ જીવ! ગર્ભસ્થ શિશુનાં શુભાશુભ કમ, માતાના વિચારો પર પ્રભાવ પાડે છે. શુભ કર્મો શુભ ઇચ્છાઓ પેદા કરે છે, અશુભ કર્મો અશુભ ઇચ્છાઓ પેદા કરે છે. એવી રીતે માતાનાં પોતાનાં પણ શુભાશુભ કર્મો હોય છે. એ કમ માતાને શુભ-અશુભ કરવા પ્રેરિત કરતાં હોય છે,
એક રાતમાં જાલિનીને એક ભયંકર વિચાર આવ્યો. “હું ગર્ભપાત કરાવી નાંખું.. ૩પ૮
ભાગ-૧ ૪ ભવ ત્રીજો
For Private And Personal Use Only
Page #377
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
H
મને આ જીવ ગમતો નથી... મને પ્રિય લાગતો નથી. મારું મન અકળાય છે.’ અગ્નિશર્માના ભવમાં જે વેરનાં બીજ વાવ્યાં હતાં, તે બીજ આનંદકુમારના ભવમાં અંકુરિત થયાં. ને પિતા ઉપર વેરભાવ જાગ્યો, પિતાની હત્યા કરી... એ વેરભાવ જાલિનીના ભવમાં તીવ્ર બનવાનો છે. એનો પ્રારંભ અત્યારથી જ થઈ જાય
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગર્ભપાત કરવા માટે તેણે પોતાની અંગત સખી માલિનીને વાત કરી. માલિની સ્તબ્ધ થઈ ગઈ. તેણે કહ્યું : ‘જાલિની, તું તારા જીવનમાં આ પહેલીવાર ગર્ભવતી બની છે... અને તું તારા ગર્ભની હત્યા કરવાનું વિચારે છે? તારું ચિત્ત કેમ આવું
કલુપિત થઈ ગયું છે?'
‘સાચું કહું છું માલિની, જ્યારથી આ જીવ મારા પેટમાં આવ્યો છે... ત્યારથી મને આનંદ થતો જ નથી... ઉપરથી દ્વેષ થાય છે... વૈરભાવ જાગે છે..., એને મારી નાંખું... મારી નાંખું..., એવા જ વિચારો આવ્યા કરે છે...'
‘તું દેવમંદિરોમાં જા, પરમાત્માની પૂજા કર... સદ્ગુરુઓ પાસે જા... ધર્મનો ઉપદેશ સાંભળ... તારું મન પવિત્ર બનશે, તારા વિચારોમાં પરિવર્તન આવશે... ગર્ભપાત બહુ મોટું પાપ છે મારી સખી... ન કરાય ગર્ભપાત...’
‘તારી વાત સાચી છે... ગર્ભપાત કરવો એ મોટું પાપ છે, પરંતુ એ પાપ કર્યા વિના મને ચેન નહીં પડે... તું મને ગર્ભપાત ક૨વાનાં ઔષધ લાવી આપ... આટલું મારું કામ તારે કરવું જ પડશે...'
માલિનીએ વિચાર્યું : ‘આ સ્ત્રીને ગાંડપણ લાગ્યું છે. એને ભાન નથી... કે એ શું કરવા વિચારે છે, મહામંત્રીના વંશવારસને હણી નાંખવાનું કામ કરવા માગે છે. આ વાત જો મહામંત્રી જાણે તો? બ્રહ્મદત્ત જાણે તો? પરંતુ આને મારે કેવી રીતે સમજાવવી? એને ધાર્યું કરવાની ટેવ છે... જિદ્દી છે... શું કરું?'
જાલિનીએ રીસ કરી : ‘મારી સખી થઈને, મારું આટલું કામ નહીં કરે? તો જા તારે ઘેર. હું બીજી કોઈ દાસી પાસે કામ કરાવીશ....’
‘અરી... મારી સખી, મેં ક્યાં ના પાડી? હું તો એ વિચાર કરતી હતી કે ગર્ભપાતનું ઔષધ ક્યાં મળશે? આવાં ઔષધ કંઈ બજારમાં વેચાતાં નથી...'
‘તું ગમે ત્યાંથી શોધી લાવે એવી છે...'
‘તારું કામ છે એટલે કરવું જ પડશે... બાકી આ ઘોર પાપ...’
‘તારું પાપ મને આપી દેજે, બસ? ભલે હું નરકમાં જઈશ... તું સ્વર્ગમાં જજે...' ‘જાલિની, સ્વર્ગ અને નરકની વાત તો પછીની છે, અહીં આ જનમમાં આ પાપ નડે છે... માની લે કે તેં ગર્ભપાત કરી નાંખ્યો, પછી તું ગર્ભવતી ના થઈ તો? મહામંત્રીનો વંશવેલો અહીં જ પૂરો થશે ને?’
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
૩૫૯
Page #378
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘તેમાં હું શું કરું? મારાથી આ ગર્ભનો ભાર સહન થતો નથી... મને ચેન પડતું નથી...'
માલિની સમજદાર સ્ત્રી હતી. તેણે વિચાર્યું : “જો હું ઔષધ નહીં લાવી આપું તો આ જાલિની બીજી કોઈ સ્ત્રી પાસે લાલચ આપીને પણ પધ મંગાવશે... ને ગર્ભને હણી નાંખશે. હું જ ઔષધ લાવી આપું! એવું હળવું ષધ લાવી આપું કે ગર્ભપાત થાય જ નહીં! ભલે ને એ રોજ પધ-સેવન કરતી રહે...”
માલિનીએ કહ્યું : “ભલે જાલિની, આવતીકાલે ગમે ત્યાંથી ઔષધ મેળવીને તને આપી જઈશ... બસ' જાલિની માલિનીના ગળે વળગી પડી. ખૂબ હેત વરસાવ્યું.
૦ ૦ ૦ માલિનીએ પધ લાવી આપ્યું. જાલિનીએ ઔષધસેવન કરવા માંડ્યું.
માલિનીએ “ગર્ભપાતની વાત બ્રહ્મદત્તને કરી દીધી. બ્રહ્મદત્તને કહ્યું : “જો કે ગર્ભપાત નહીં જ થાય, પરંતુ બાળકનો જન્મ થયા પછી એને મારી ના નાખે, તે માટે સાવધાન રહેવું જોઈએ.'
બ્રહ્મદત્તે કહ્યું : “માલિની, બાળકનો જન્મ થતાં જ તારે એને લઈ લેવો. જાલિનીને બુદ્ધિપૂર્વક સમજાવવી... એ બાળક આપી દેશે.. આમેય એને એ ગમતું તો નથી જ. પછી એ બાળક તારે મને સોંપી દેવાનું. હું એની રક્ષા કરીશ, એને ગુપ્ત સ્થાનમાં રાખીને, એનું લાલન-પાલન કરીશ....”
માલિનીએ કહ્યું : “મંત્રીપુત્ર, આપની યોજના બરાબર છે. હું બાળક તમને લાવી આપીશ.”
માલિની જાલિનીની પાસે જ રહેવા લાગી. સાત દિવસ પૂરા થયા છતાં ગર્ભપાત ના થયો, એટલે જાલિનીએ કહ્યું : “માલિની, આ તે કેવો ગર્ભ છે? કોઈ દવાની એને અસર જ થતી નથી... મરતો જ નથી....”
માલિનીએ કહ્યું : “દેવી, ક્યારેક આવું બને છે. ઘણા ઉપાયો કરવા છતાં ગર્ભ મરતો નથી. નિકાચિત આયુષ્યકર્મ લઈને આવેલો જીવ મરતો નથી...”
પણ એક કામ કરીએ. તું બીજી તીવ્ર ઔષધિ લઈ આવ... જેવી એ ઓષધિ પેટમાં જાય કે ગર્ભ ગળી જાય કે સડી જાય... અથવા પડી જાય...”
“ભલે, તારી ઇચ્છા છે તો બીજી ઔષધિ લઈ આવીશ.. પણ તીવ્ર ઓષધિ ગર્ભને નુકસાન તો કરે જ છે, સાથે સાથે માતાને પણ નુકસાન કરે છે. માટે તું વિચારી લેજે...”
“માતાને શું નુકસાન કરે?” “માતા ગાંડી થઈ જાય.. પેટમાં ચાંદાં પડી જાય. અને કદાચ મરી પણ જાય...”
390
ભાગ-૧ ૪ ભવ ત્રીજો
For Private And Personal Use Only
Page #379
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“ના રે ના. એવી ઔષધિ મારે લેવી નથી. ભલે આ ગર્ભ ના મરે, એનો જન્મ થયા પછી વાત...' જાલિનીએ દાંત કચકચાવ્યા.
“એ ચિંતા ના કરીશ. જન્મ થયા પછી તરત જ એને હું ઠેકાણે પાડી દઈશ.. ને જાહેર કરીશ કે જાલિનીએ મૃતપુત્રને જન્મ આપ્યો છે...! બરાબર છે ને મારી યોજના?’
જાલિનીને માલિનીની યોજના ગમી ગઈ. દિવસો પૂરા થયા. જાલિનીએ પુત્રને જન્મ આપ્યો.
માલિનીએ પુત્રને વસ્ત્રમાં લપેટી લીધો.. અને સડસડાટ એ બ્રહ્મદત્તની પાસે પહેંચી ગઈ. બ્રહ્મદત્તને પુત્ર સોંપીને જાલિની પાસે આવી. જાલિનીના કાનમાં કહ્યું : ‘કામ પતી ગયું છે. હવે તું નિશ્ચિત રહે...”
૦ ૦ ૦ બ્રહ્મદત્તે પુત્રને પોતાના અંગત મિત્રના ઘરમાં રાખ્યો. ગુપ્ત આવાસમાં રાખ્યો. એક ધાવમાતા રાખી બધી જ સુવિધાઓ ત્યાં ગોઠવી દીધી.
ગૌર વર્ણ... લંબગોળ ચહેરો.. વિશાળ લલાટ અને માંસલ દે! મોટી પણ મોહક આંખો.. અને લાલ-લાલ હોઠ..
બાળકને - પુત્રને જોઈ બ્રહ્મદત્ત આનંદવિભોર થઈ ગયો. “આવો રૂપ-રૂપનો અંબાર પુત્ર જાલિનીને ના ગમ્યો? શત્રુને પણ ગમી જાય એવું એનું આકર્ષણ છે.... છતાં જાલિનીએ એનો ત્યાગ કર્યો? કેવું એનું ઘોર દુર્ભાગ્ય? ખેર, હમણાં ભલે ના ગમે, હું એને ભણાવી-ગણાવીને મોટો કરીશ.... જ્યારે એ તરુણ વયમાં આવશે.. ત્યારે એને ઘરમાં લઈ જઈશ...! ત્યારે જાલિનીને જરૂર એ ગમી જશે.'
પણ ના ગમ્યો તરુણ શિખીકુમાર એની માતાને.
રર
રફ
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
Page #380
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Luo
anતા-પિતાનો વાર્તાલાપ શિખીકુમારે ધ્યાનપૂર્વક સાંભળ્યો. એના મનમાં દુઃખ થયું. જ્યારે જાલિની અને બ્રહ્મદર વાત કરી રહ્યાં હતાં ત્યારે શિખી ઘરમાં આવી ગયો હતો. બારણાની પાછળ ઊભા રહી તેણે બધી વાતો સાંભળી. તેનું ચિત્ત ખળભળી ઊઠ્યું. અલબત્ત, તે તરુણ હતો, છતાં એનામાં સ્વયંભૂ સાચી સમજણ હતી. તે પોતાના ખંડમાં ચાલ્યો ગયો.
આ મારી માતા.? મારા ઉપર અકારણ આટલો બધો રોષ? જરૂર, મારાં કર્મો જ કારણભૂત હોવાં જોઈએ... પરંતુ મારા કારણે મારાં માતા મારા પિતાને કેટલા સંતાપે છે? કેવો અનુચિત વ્યવહાર કરે છે? જ્યારે મારા પિતા.... કેવા શાન્ત અને ગંભીર છે! મારાં પર તો એમનો અગાધ સ્નેહ છે જ, મારી ક્રોધી અને મનસ્વી માતા પ્રત્યે પણ તેઓની સ્નેહની સરવાણી વહ્યા જ કરે.
કેટલું બધું સમ ભાવે મારા પિતાજી સહન કરે છે..... મારી માતાના દુર્વ્યવહાર? એમાં વળી હું આ ઘરમાં આવી ગયો... મને ખબર છે કે મારી માતાના કારણે જ, મારા જન્મથી જ પિતાજીએ મને ગુપ્ત આવાસમાં રાખ્યો અને, મારી માતાને ખબર ના પડે કે “હું જીવતો છું...' એ રીતે મારું લાલન-પાલન કર્યું. પંડિતો પાસે મને શિક્ષણ અપાવ્યું... રોજ તેઓ મારી પાસે આવતા. મારી માતાને કહેતા - “હું રાજસભામાં જાઉં છું. આવીને તેઓ મને સ્નેહ આપતા, મને રમાડતા અને મને ગમતું સારું સારું ખાવાનું આપતા... રમકડાંઓનો તો ઢગલો જ કરી દીધો હતો.
મને તેઓએ વિનય અને વિવેકનું જ્ઞાન આપ્યું... જીવન જીવવાની રીત સમજાવી. અને જ્યારે તેઓ મને આ ઘરમાં લાવવાના હતા ત્યારે તેમણે મારી માતાનો સ્વભાવ બતાવી દીધો હતો. સાથે સાથે માતાનો વિનય કરી, એનો સ્નેહ સંપાદન કરવાની પદ્ધતિ શીખવાડી હતી. મેં આ ઘરમાં આવીને એ જ રીતે મારી માતાનો વિનય કર્યો છે... રોજ પ્રભાતે એનાં ચરણોમાં પ્રણામ કરું છું. એ જે કામ કરવાનું કહે તે કામ કરું છું. એને શું ગમે છે. શું નથી ગમતું. એનો વિચાર કરીને દરેક કાર્ય કરું છું. હું એના મનને પ્રસન્ન રાખવા હસીને વાત કરું છું.. એ ક્યારેય હસતી નથી... હું એને સારી સારી વાતો કરું છું. એને ગમતી નથી. તે કહે છે : “બંધ કર તારો, બકવાસ, મને ખબર છે તને પંડિતોએ ભણાવ્યો છે...” એ મોં મચકોડે છે.
મને પણ જાણવા મળ્યું જ હતું કે જ્યારે હું મારી માતાના પેટમાં હતો. ત્યારે મને મારી નાંખવાના ઔષધ-પ્રયોગો એણે કર્યા હતા. એ તો માલિનીએ એને બીજી જ જાતનાં પધ લાવી આપ્યાં... કે મારું મૃત્યુ ના થયું. અને મારા જન્મ પછી પણ એ જ સન્નારી માલિનીએ મને ઉઠાવી જઈને પિતાને સોંપી દીધો હતો. એ
ભાગ-૧ ૪ ભવ ત્રીજો
398
For Private And Personal Use Only
Page #381
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જાણતી હતી કે મારી મા, જો હું એની પાસે હોઈશ તો મને મારી નાંખશે... એણે મારા પર ઘણો ઉપકાર કર્યો છે... પરંતુ મારી માતાએ જ્યારે માલિનીની ચાલ જાણી ત્યારે એણે માલિની સાથે કેવો ઝઘડો કર્યો હતો...? કેવા ગંદા શબ્દો બોલી હતી એ? એણે માલિની સાથેની મૈત્રી તોડી નાંખી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રચંડ કપાર્યા મારી માતાને સતાવી રહ્યા છે... નિષ્કારણ એ મારા ઉપર ક્રોધ કરે છે... હું સમયસર ભોજન કરવા બેસું તોય ક્રોધ કરે છે... અને ક્યારેક વહેલું-મોડું થઈ જાય તો પણ ક્રોધ કરે છે... ‘તું તો જાણે મોટો રાજા... સમયસર મારે તારા માટે ભોજન તૈયાર રાખવાનું ખરું ને? હું કોઈ તારી દાસી નથી, સમજ્યો? જ્યારે ભોજન તૈયાર થાય ત્યારે આવજે!'
મોડું થાય તો બરાડા જ પાડે - ‘ક્યાં લડાઈ કરવા ગયો હતો? મનમાં આવે ત્યારે જમવા આવવાનું? ક્યાં સુધી હું રસોડામાં બેસી રહું? સમયસર આવતો જા ભોજન કરવા નહીંતર પછી ભોજન નહીં મળે.....'
કોઈ મિત્ર ઘરમાં આવે તોય ઝઘડો કરે, અને હું મારા મિત્રોના ઘેર જાઉં, તો પણ ઝઘડો કરે!
મારા પિતા સાથે હું વાર્તા-વિનોદ ફરું તોય ઝઘડો કરે અને જો મૌન બેસી રહું તો પણ ઝધડો કરે!
જે કોઈ સ્નેહી-સ્વજન અમારા ઘેર આવે તો એમની આગળ એ મારી નિંદા કરે છે. પિતાજી આગળ, જ્યારે પિતાજી ઘેર આવે ત્યારે મારી વિરુદ્ધ ફરિયાદ કરે છે... મારે આ માતાને કેવી રીતે પ્રસન્ન કરવી... મને સમજાતું નથી. મારા પિતાજી પણ મૂંઝાઈ ગયા છે. મારી માતા મને ઘરમાં રાખવા ઇચ્છતી નથી, મારા પિતા મને ઘરમાં રાખવા આગ્રહી છે... ગઈકાલે જ મારી માતાએ મારા પિતાજી સાથે કેવો ઝધડો કર્યો હતો?
૦ ૦
‘મેં તમને કેટલીવાર કહ્યું કે આ છોકરો મારા ધ૨માં ના જોઈએ... તમે એને કેમ કાઢી મૂકતા નથી?'
*કારણ કે મને એ પ્રિય છે...’
‘તો હું તમને પ્રિય નથી ને?’
‘તું પણ પ્રિય છે...'
‘તો પછી તમે મારી વાત કેમ માનતા નથી?’
'તું મારી વાત કેમ માનતી નથી? જો તને મારા ઉપર પ્રેમ હોય તો તારે મારી વાત માનવી જોઈએ...'
‘તમારી બધી વાત માનું છું ને? બસ, આ એક વાત મારાથી નહીં માની શકાય. પુત્ર મારી સાથે નહીં રહી શકે,’
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
393
Page #382
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘હું કહું છું કે પુત્ર આ ઘરમાં રહેશે, આપણી સાથે રહેશે...” “તો પછી હું નહીં રહું તમારા ઘરમાં. હું મારા પિતાના ઘેર જઈશ.' પછી?'
જ્યાં સુધી શિખી આ ઘરમાં હશે ત્યાં સુધી નહીં આવું પાછી....” જેવી તારી ઇચ્છા. આ તારું ઘર છે. ઇચ્છા થાય તો આવજે..”
અને ખરેખર માતા ચાલી ગઈ પિતૃગૃહે! મારા પિતા... મારી ખાતર કેટલું કષ્ટ સહન કરે છે? રાત્રે મને એમના ખોળામાં લઈ પિતાજી કેટલું રડ્યા હતા? બોલ્યા હતા : “વત્સ, તારી માતાના શબ્દો તારા મન પર ન લઈશ. એનો વિચાર જ ના કરીશ. આ ભવમાં એનો સ્વભાવ સુધરે - એમ મને નથી લાગતું. આપણે સહન કરીને જીવવાનું છે..” ત્યારે મેં કહ્યું : “પિતાજી, મારા નિમિત્તે જ મારી માતા આપની સાથે ઝઘડા કરે છે, આપને ત્રાસ આપે છે તો હું ચાલ્યો જાઉં..? આપ આશીર્વાદ આપો... મને આ વિશાળ પૃથ્વી પર ગમે ત્યાં આશ્રય મળી રહેશે.'
મારી આ વાતથી પિતાજીએ કેવું કલ્પાંત કર્યું હતું? આંસુઓથી તેમણે મારું માથું ભીંજવી દીધું હતું. એમનો મારા પર અપાર પ્રેમ છે... મને પણ એમના ઉપર એટલો જ સ્નેહ છે. એમ તો માતા પ્રત્યે પણ મને સ્નેહ છે. મને એના પ્રત્યે કોઈ દુર્ભાવ નથી. એને એના કપાયો સતાવે છે, મને મારા કર્મો નડે છે... કષાયથી પાપકર્મો બંધાય છે. પાપકર્મોથી સંસાર પરિભ્રમણ વધે છે - અને તેથી દુઃખ-ત્રાસ અને વેદનાઓ વધે છે. કેવી રીતે હું મારી માતાને આ વાત સમજાવું? એને સમજવું જ નથી, પછી કેવી રીતે સમજાવી શકાય? આટલાં વર્ષોમાં પિતાજી પણ મારી માતાને નથી સમજાવી શક્યા... તો પછી હું કેવી રીતે સમજાવી શકું? અશક્ય લાગે
તો પછી શું કરું? ચાલ્યો જાઉં ઘર છોડીને? જો ચાલ્યો જાઉં છું... તો પિતાજીનું હૃદય દુભાઈ જશે... તેઓ ખૂબ દુઃખી થઈ જશે... હા, માતા તરફથી એમને શાન્તિ રહેશે. મારા નિમિત્તે થતા ઝઘડા બંધ થઈ જશે.... માતા ખૂબ રાજી થઈ જશે.
માતાજી રાજી થશે.” પિતાજી નારાજ થશે...
કોને રાજી કરું? કોને નારાજ કરું? મારા પ્રત્યે જેમને અપાર સ્નેહ છે તેમને નારાજ કરું? અને જેને હું દીઠે નથી ગમતો, મારા પર જેને તીવ્ર રોષ છે, તેને રાજી ક? શું કરું?'
મારા નિમિત્તે... મારા ચાલ્યા જવાથી, પિતાજી દુઃખી થશે, પરંતુ મારી માતા તરફનું દુઃખ નહીં રહે. મારા વિરહનું દુઃખ, જેમ જેમ દિવસો પસાર થતાં જશે તેમ
398
ભાગ-૧ ૪ ભવ ત્રીજો
For Private And Personal Use Only
Page #383
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમ ઓછું થતું જશે... તેઓ ધીરે ધીરે સ્વસ્થ સ્વસ્થ થતા જશે.. શું કરું?
બીજો કોઈ ઉપાય જડતો નથી, ઇચ્છું છું કે મારી માતાનો મારા તરફનો અભાવ દૂર થઈ જાય અને અમે આનંદથી જીવીએ... ત્રણ માણસનો અમારો નાનો પરિવાર છે.... પૈસાનું કોઈ દુ:ખ નથી. બધી જ વાતે અમે સુખી છીએ ... માત્ર નડે છે મારાં કર્મો અને માતાના કષાયો... અમારી વચ્ચે પિસાય છે પિતાજી...
મારા ઉપર મારા પિતાજીનો અનન્ય ઉપકાર છે. તેઓએ મારી જીવનરક્ષા કરી છે. જન્મતાંની સાથે જ તેમણે મને પૂર્ણ પ્રેમથી સંભાળી લીધો છે. મને તેઓએ શું નથી આપ્યું? બધું જ આપ્યું છે. મારે તેમના ઉપકારનો બદલો વાળવો જોઈએ. જો કે આ ઉપકારનો બદલો વાળી શકાતો જ નથી, છતાં મારે, તેમને શાન્તિ આપીને યત્કિંચિત્ બદલો વાળવો છે.
મધ્ય રાત્રિનો સમય હતો. શિખીને ઊંઘ આવતી ન હતી. તે પલંગમાં પડ્યો રહ્યો હતો. તેને વિચાર આવ્યો : માતાની પાસે જાઉ..ને કહી દઉં : “માતાજી, હું દૂર દૂર ચાલ્યો જાઉં છું... કદીય તમને અશાન્ત કરવા અહીં નહીં આવું... તમે તમારા ઘેર ચાલો... પિતાજીને સુખ આપો, શાન્તિ આપો.....'
તે ઊભો થયો. પિતાજી જાગી ના જાય તેમ શિખીએ બારણું ખોલ્યું, બહાર નીકળી ગયો ને સાચવીને બારણું બંધ કર્યું. થોડીવાર તે અગાસીમાં ઊભો રહ્યો... પછી તે નીચે ઊતર્યો. તેણે પોતાના નાના ઇન્દ્રશર્માનું ઘર જોયેલું હતું. તે એ દિશામાં ચાલ્યો... ચાલતો રહ્યો. ઘર આવી ગયું નાનાજીનું. તે ઘરના ઝાંપામાં દાખલ થયો... ને એક જાંબુના વૃક્ષ નીચે ઊભો રહ્યો. અંધકારમાં એ વાદળી આકાશને જોતો રહ્યો. તેણે વિચાર્યું : “મને આ સમયે આવેલો જોઈ મારી માતા ગુસ્સે થઈ જશે તો? ના, ના, અત્યારે એની પાસે નથી જવું.”
એ હવેલીના પગથિયા પર બેસી ગયો. નિઃસ્તબ્ધતામાં એ અંધકારને તાકતો બેસી રહ્યો. આસપાસ કશો અવાજ ન હતો. દૂરથી ક્યારેક કૂતરાઓના ભસવાનો અવાજ આવતો હતો. - તેના મનમાં વિચાર આવ્યો : “હું ઘર છોડીને ચાલ્યા જવાની વાત કરીશ. એટલે માતા રાજી થઈને મને... ના, ના, એ સ્નેહ નહીં આપે. એ કહેશે : “તારે ચાલ્યા જવું હતું તો પછી તારું મોઢું દેખાડવા અહીં કેમ ચાલ્યો આવ્યો? નીકળી જા અહીંથી.' - તો?
તે ઊભો થયો. ઝાંપાની પાસેના જાંબુના વૃક્ષ પાસે ગયો, એના થડને પકડીને ઊભો રહ્યો. એક ડગલું આગળ કે પાછળ જઈ શકે એમ ન હતો, એ પણ વૃક્ષની જેમ સ્થિર થઈ ગયો. ત્યાં હતી માત્ર એકલતા અને ઘેરો સૂનકાર. શ્રી સમરાદિત્ય મહાકથા
૩છાપ
For Private And Personal Use Only
Page #384
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાછલી રાતે આકાશમાં ઝાંખા ઝાંખા તારા ઊગ્યા હતા, નગર એકદમ શાન્ત હતું. પવન સ્થગિત થઈ ગયો હતો. શિખી મૌન હતો, ઉદાસ હતો. સંવેદનાઓનો એક મહાસમુદ્ર એના હૃદયમાં ઊછળી રહ્યો હતો.
તે પાછો વળી ગયો. જે રસ્તે તે ગયો હતો, એ જ રસ્તે એ પાછો ચાલ્યો... પોતાના ઘરમાં આવીને, સાચવીને દ્વાર ખોલ્યું. શયનખંડમાં એના પિતા બ્રહ્મદત્ત હજુ સૂતેલા હતા. તે પોતાના પલંગમાં જઈને સુઈ ગયો. માથે રજાઈ ઓઢી લીધી. એ બધું ભૂલી જવા... મથવા લાગ્યો. “મારે બધું ભૂલી જવું છે... ભૂલીને ઘસઘસાટ ઊંઘી જવું છે. પણ માગવાથી નિદ્રા નથી આવતી ને! વિચારોની વણથંભી વણઝારને તે રોકી ના શક્યો... વિચારો જ વિચારો..! ક્યારેક એની કલ્પનામાં બ્રહ્મદત્તનો ચહેરો આવે છે, ક્યારેક જાલિનીનો ચહેરો ઊભરાય છે અને ક્યારેક માલિની પણ ક્ષણો માટે આવી જાય છે. ક્ષિતિજ પર અરુણોદય થયો ત્યારે... એને સહજતાથી ઊંઘ આવી ગઈ.
શિખી નિદ્રાધીન થયો, બ્રહ્મદને નિદ્રાનો ત્યાગ કર્યો. એ પોતાના પલંગમાં બેઠા. પૂર્વ દિશાની બારી ખોલી નાંખી.. અરુણોદયનો ઝાંખો પ્રકાશ શયનખંડમાં પ્રવેશ્યો.. ઝાંખા પ્રકાશમાં તેમણે શિખીને જોયો. મુખ પરથી રજાઈ હટી ગઈ હતી. શિખીના શાન્ત... સુંદર મુખને બ્રહ્મદત્ત જોતા રહ્યા, મુખ પર થાકનો અણસાર મળતો હતો. બ્રહ્મદત્તના હૃદયમાં ખળભળાટ થવા માંડ્યો...
કેવો રૂપવાન અને ગુણવાન પુત્ર છે! મને આ પત્રમાં કોઈ વાતે અધૂરાશ દેખાતી નથી. એ બોલે છે... જાણે સુગંધી ફૂલો વરસે છે! એ ચાલે છે... જાણે ધરતી હસે છે... એને જોતાં હૃદયકમલની હજાર-હજાર પાંખડીઓ ખીલી ઊઠે છે... આ સ્થિતિ કેવળ મારી નથી. જે કોઈ શિખીને જુએ છે, તેને શિખી ગમી જાય છે... જ્યારે એને હું રાજસભામાં લઈ ગયો ત્યારે મહારાજા અજિતસેને પણ પોતાના ખોળામાં લઈ વાત્સલ્ય વરસાવ્યું હતું... ને મને કહ્યું હતું : “બ્રહ્મદત્ત, ખરેખર, લાખમાં આવો એક જ બાળક જોવા મળે!' તું પુણ્યશાળી છે. મહારાણીએ પણ મને કહેવરાવેલું કે શિખીકુમારને અંતઃપુરમાં મોકલી આપો...” એ ગયો હતો.. અહો, મહારાણીએ પણ શિખીને કેટલો પ્રેમ આપેલો? કેટલી વસ્તુઓ ભેટ આપેલી?
સહુ શિખીને ચાહે છે. એક માત્ર એની જનનીને એ નથી ગમતો... શિખી ગર્ભમાં હતો ત્યારથી નથી ગમતો.. શાથી આવું બન્યું? કોઈપણ કારણ વિના માતાને પોતાનો રૂડો-રૂપાળો અને ગુણવાન પુત્ર ન ગમે? આટલો બધો દ્વેષ? ઘરમાં પણ ના રહેવો જોઈએ... કેવો દુરાગ્રહ? પરંતુ હું એના દુરાગ્રહને વશ નહીં થાઉ.... હું મારા હૃદયના ટુકડાને ઘરની બહાર ફેંકી દઉં? ના.... જ્યારે પણ મારાથી આવું પાપ નહીં થઈ શકે. ભલે જાલિની એના પિતૃગૃહમાં રહે કે એના ભાઈના ઘરે રહે.
હા, શિખીએ એનું અપમાન કર્યું હોય, એનો વારંવાર અવિનય કરતો હોય. 369
ભાગ-૧ ૪ ભવ ત્રીજો
For Private And Personal Use Only
Page #385
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એની આજ્ઞા ના માનતો હોય. અને ઝઘડો કરતો હોય તો વાત સમજી શકાય, છતાંય પુત્રને ઘરની બહાર કેવી રીતે કાઢી મુકાય? આ મારો પુત્ર તો વિનીત અને વિવેકી છે. એની માતાનો એવો વિનય કરે છે કે કૌશાંબીમાં કોઈ પુત્ર એની માતાનો વિનય નહીં કરતો હોય. કેવાં મીઠાં વચનો બોલે છે આ બાળક! મીઠાં અને વિવેકપૂર્ણ! બીજી કોઈ માતા હોય તો હર્ષઘેલી બની જાય. પુત્રને એક ક્ષણ પણ પોતાનાથી દૂર ના રાખે.
આ ઉદ્ધત સ્ત્રી, મારા સમજાવવાથી નથી માનતી.... મેં એના પિતાને પણ વાત કરી છે. તમે તમારી પુત્રીને સમજાવો. તેમણે સમજાવવા પ્રયત્ન કર્યો. તો સગા બાપનું એણે અપમાન કરી નાંખ્યું, ખૂબ ક્રોધ કરીને કહી દીધું : 'તમારે મને તમારા ઘરમાં આશ્રય ના આપવો હોય તો ભલે, હું ચાલી જઈશ ગમે ત્યાં છેવટે કૂવામાં પડીને આપઘાત કરી દઈશ. પરંતુ હું મારા ઘરમાં તો નહીં જ જાઉં... જ્યાં સુધી મારો દુશ્મન ઘરમાં છે!
આ માસુમ બાળક એને દુશ્મન લાગ્યો છે! કેવો સરળ... સીધો અને સુંદર છે આ બાળક...?” બ્રહ્મદત્ત પલંગ પરથી નીચે ઊતર્યા. શિખીકુમારના પલંગ પાસે ગયા. એના મુખ પર પૂર્વ દિશાની બારીમાંથી સૂર્યનું પહેલું કિરણ ચમકી રહ્યું હતું. બ્રહ્મદત્ત ભાવવિભોર બની ગયા. તેઓ પોતાનું મુખ શિખીના મુખ સુધી લઈ ગયા...'ના, ના, જાગી જશે... એની ઊંઘ બગડશે...' તેમણે મુખ ઉપર લઈ લીધું. સ્વાગત બોલી ઊઠ્યા : બેટા, ચિંતા ના કરીશ... ભલે તારી મા આપણી સાથે નહીં રહે, આપણે બે પિતા-પુત્ર, સાથે રહીશું. સાથે જીવીશું. તને બધી કળાઓ શિખવીશ... તને યુદ્ધ કળામાં પણ વિશારદ બનાવીશ... જ્યારે તું યૌવન વયમાં આવીશ ત્યારે, તારા જેવી જ શ્રેષ્ઠ કન્યા સાથે પરણાવીશ.”
બસ, પછી હું નિવૃત્ત થઈ જઈશ. ગૃહવાસ ત્યજી વનવાસ સ્વીકારશ... પછી આત્મકલ્યાણમાં પ્રવૃત્ત થઈશ.”
બ્રહ્મદત્ત એકલા-એકલા બોલે જતા હતા. ત્યાં સૂર્યનાં કિરણોનો ઢગલો શિખીના મુખ પર ઢળી પડ્યો. અને તે જાગી ગયો..
પિતાજી...” 'બેટા...' બ્રહ્મદત શિખીને પોતાની છાતી સાથે ચોંટાડી દીધો... બંને પિતા-પુત્ર મૌન થઈ ગયા.
ત્યાં નોકરે આવીને કહ્યું : “સ્નાન માટે પાણી વગેરે તૈયાર છે. બ્રહ્મદ શિખીને કહ્યું : “વત્સ, પહેલા તું સ્નાન કરી લે..”
કે તે
શ્રી સમરાદિત્ય મહાકથા
39૭.
For Private And Personal Use Only
Page #386
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[RH]
નિત્ય કર્મથી પરવારી બ્રહ્મદર રાજસભામાં ગયા. ઘરમાં નોકરો સાથે શિખીકુમાર હતો. તેનું મન અકળાયેલું તો હતું જ. તેણે મન દૃઢ કર્યું અને ગૃહત્યાગ કરી ચાલી નીકળ્યો. એણે નોકરોને કહ્યું નહીં કે “એ ક્યાં જાય છે.”
કૌશાંબીની બહાર, થોડે દૂર ‘અશોકવન હતું. શિખી એ અશોકવનમાં ગયો. તેની ઇચ્છા હતી અશોકવનમાં થોડો સમય પસાર કરી, તે બીજા નગર તરફ ચાલી નીકળશે.
તેણે અશોકવનમાં પ્રવેશતાં જ પશ્ચિમ દિશામાં એક આલ્હાદક દશ્ય જોયું. એક ઘેઘૂર વટવૃક્ષની છાયામાં બેઠેલા મહાત્મા પુરુષને જોયા. તેમની આસપાસ સેંકડો સાધુઓને સાધનામગ્ન સ્થિતિમાં જોયા. શિખીને આ દશ્ય ગમી ગયું. - આચાર્યશ્રી વિજયસિંહ ૫૦૦ મુનિના સમુદાય સાથે કૌશાંબીમાં પધારેલા હતા. યુવાન વયના આચાર્યના મુખ પર તેજસ્વિતા હતી... તેઓ પ્રશાંત હતા, જ્ઞાની હતા. શિખીએ તેમને જોયા. તેને ગમ્યા... તેના મનમાં પ્રશ્ન ઊઠ્યો : આવા સવાંગસુંદર પુરુષે સાધુધર્મ કેમ સ્વીકાર્યો હશે? અલબત્ત, તેમણે જે કર્યું છે તે સારું જ કર્યું છે. આ સંસારમાં... આ ગૃહવાસમાં જીવોના સ્નેહ ક્ષણિક છે, ચંચળ છે... માટે તેમણે ગૃહવાસનો ત્યાગ કર્યો, તે તો સારું જ કર્યું છે... પણ તેમને વૈરાગ્ય થવાનું કોઈ કારણ તો હશે જ. એમની પાસે જઈને એમને પૂછ્યું..”
શિખી વટવૃક્ષની પાસે ગયો. તેણે મસ્તકે અંજલિ રચીને આચાર્યદેવને વંદના કરી, આચાર્યદેવે તેને “ધર્મલાભનો આશીર્વાદ આપ્યો. શિખી વિનયપૂર્વક આચાર્યદેવનાં ચરણોમાં બેઠો. આચાર્યદેવે શિખી સામે જોયું. તેમના મુખ પર સ્મિત રમવા માંડ્યું. શિખીનું હૃદય ખૂલી ગયું. તેણે વિનયથી પૂછયું :
‘ગુરુદેવ, આપ સર્વાંગસુંદર દેખાઓ છો. આપની પાસે વૈભવ હશે, સંપત્તિ હશે અને સાનુકૂળ સ્વજન-જનો પણ હશે....?' “વત્સ, તું કહે છે એ બધું હતું....”
તો પછી એ બધાનો ત્યાગ કરી આપ સાધુ કેમ બની ગયા? એવી કોઈ ઘટના બની હતી આપના જીવનમાં, કે જેનાથી આપને વૈરાગ્ય થઈ ગયો?'
ગુરુદેવ વાત્સલ્યભાવથી ભીના થયેલા સ્વરે કહ્યું :
‘કુમાર, તેં મારું શરીર જોયું.. એની સુંદરતા જોઈ... તને એ ગમ્યું. મને પણ પહેલાં ગમતું હતું, પરંતુ જ્યારે શરીરની અંદર જોવાની જ્ઞાનદૃષ્ટિ મળી, ત્યારે અંદર 39૮
ભાગ-૧ ( ભવ ત્રીજો
For Private And Personal Use Only
Page #387
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નર્યાં હાડકાં દેખાયાં. બીભત્સ લોહી.... માંસ. અને વિષ્ટા દેખાઈ... અને શરીરના સૌન્દર્ય ઉપરનો રાગ ઊતરી ગયો. માત્ર ઉપરની ચામડીની સુંદરતા શું કરવાની?'
વત્સ, તેં બીજી વાત કરી વૈભવ-સંપત્તિની, હતો વૈભવ, ખૂબ વૈભવ હતો, પરંતુ ક્લેશ અને અશાન્તિ પણ એટલી જ વધારે હતી.... એટલે વૈભવ ઉપરની મમતા છૂટી ગઈ. અને એનો મેં ત્યાગ કર્યો. - ત્રીજી વાત તેં સ્વજનોના સમાગમની કરી. સંસારમાં મનુષ્ય, પ્રિયજનોના સમાગમ ચાહે છે. પરંતુ કુમાર, સ્વજનોના સમાગમ શાશ્વત નથી હોતા, ચંચળ હોય છે, ક્ષણિક હોય છે અને વિયોગવાળા હોય છે... એવા સ્વજન-સમાગમોમાં આસક્તિ કેમ કરાય? મારી આસક્તિ છૂટી ગઈ અને મેં સ્વજનોનો ત્યાગ કરી આ સાધુ ધર્મ સ્વીકાર્યો.
કુમાર, મેં સંસારમાં સ્વજનોના સમાગમની નિઃસારતા અનુભવેલી છે. ચારે બાજુ સ્વજનો બેઠા હોય છે. છતાં જ્યારે મનુષ્ય અસાધ્ય રોગોનો શિકાર બને છે ત્યારે એની અપરંપાર વેદના, એ સ્વજનો ઓછી નથી કરી શકતા, વેદનાને વહેંચી લઈ શકતા પણ નથી. કહે વત્સ, સ્વજનોના સમાગમ શા કામનો?
બંધુઓ.... માતા પિતા અને પત્ની.. સહુ કરુણ રુદન કરતાં રહે છે ને મનુષ્યને યમરાજ ઉપાડી જાય છે! કોઈ સ્વજન એ યમરાજને રોકી શકતા નથી, પછી એવા સ્વજનોનો સમાગમ શા કામનો?
કુમાર, આપણે સહુ સંસારમાં એકલા જન્મ્યા છીએ, એકલા મરવાના અને એકલા પરલોક જવાના. તો પછી એકલાએ કેમ ન જીવવું જોઈએ? શા માટે નિઃસાર એવા સ્વજન સમાગમોની ઇચ્છા કરવી?
એટલું જ નહીં કુમાર, દરેક જીવ, દરેક મનુષ્ય એકલો જ શુભાશુભ કર્મ બાંધે છે અને એકલો જ એ કર્મોનાં ફળ ભોગવે છે. ત્યાં પછી સ્વજનો શા કામના? કોણ કોનો સ્વજન?
અને એક મહત્ત્વની વાત તને કહું છું કુમાર, કે આ સંસારમાં કોઈ સ્વજન કાયમ માટે સ્વજન રહેતું નથી! સ્વજનોનાં રૂપ બદલાયા કરે છે! આપણા હોય છે તે પરાયા બની જતાં વાર નથી લાગતી. પુત્ર શત્રુ બની શકે છે, માતા શત્રુ બની શકે છે, પિતા અને ભાઈ પણ શત્રુ બની શકે છે... તો પછી કોને સ્વજન માનવા?
“મોહથી અંધ બનેલા જીવો, આ સાચી વાતને સમજી શકતા નથી અને સ્વજનો પર આસક્તિ રાખે છે. મમત્વ બાંધે છે. કુમાર, આ બધું જાણીને મેં સ્વજનોનો ત્યાગ કર્યો હતો.'
શ્રી સમરાદિત્ય મહાકથા
396
For Private And Personal Use Only
Page #388
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિખકુમારે પૂછયું : “ગુરુદેવ, આ બધું આપે કેવી રીતે જાણ્યું? જાતે જ જાણ્યું કે કોઈ જ્ઞાની પુરુષે સમજાવ્યું?'
વત્સ, તારો પ્રશન યથાસ્થાને છે. મારા જીવનમાં એક અભૂતપૂર્વ ઘટના બની હતી, તે ઘટના તને કહું છું.’
૦ ૦ ૦. “આ જ પ્રદેશમાં લક્ષ્મીનિલય' નામનું નગર છે. તે નગરમાં “સાગરદત્ત' નામના શ્રેષ્ઠી વસતા હતા. તેમનાં પત્નીનું નામ શ્રીમતી હતું. તેમનો હું પુત્ર છું. મારું નામ વિજયસિંહ' પાડવામાં આવ્યું.
શિખીકુમાર, આચાર્યદેવની આત્મકથા સાંભળવા તત્પર બન્યો. એના મુખ પર ઉત્સુકતાનો ભાવ ઊપસી આવ્યો. આચાર્યદેવે આગળ વાત ચલાવી.
લક્ષ્મીનિલય નગરની પાસે જ “લક્ષ્મી' નામનો પર્વત છે. એક દિવસ હું એકલો જ ફરવા માટે લક્ષ્મી પર્વત ઉપર ગયો. પર્વત લીલોછમ છે. નિસર્ગનું પારાવાર સૌન્દર્ય એ પર્વત ઉપર છે. હું ફરતો ફરતો નાળિયેરીના વનમાં પહોંચ્યો. હજારો નાળિયેર વૃક્ષોની ઘટામાં મેં પ્રવેશ કર્યો. વૃક્ષોને જોતો જોતો હું આગળ વધતો હતો, ત્યાં એક વૃક્ષને જોઈ... હું આશ્ચર્ય પામ્યો. ઊભો રહી ગયો એ વૃક્ષ પાસે. એ વૃક્ષનું મૂળ જમીનમાં ઘણું ઊંડું પેસી ગયેલું હતું અને એ વૃક્ષ પર રહેલાં લીલાં પાંદડાઓ ચમકી રહ્યાં હતાં. મારા મનમાં પ્રશ્ન ઊઠ્યો : “કોઈ વૃક્ષનાં મૂળ જમીનમાં આટલાં ઊંડાં ગયેલાં દેખાતાં નથી, અને આ વૃક્ષમાં મૂળ કેમ ઊંડાં ગયાં હશે? જરૂર કોઈ વિશેષ કારણ હોવું જોઈએ.”
હું ત્યાં ઊભો ઊભો આ વિચાર કરતો હતો... ત્યાં મારા હૃદયમાં હર્ષનાં... આનંદનાં સ્પંદનો જાગવા માંડ્યાં! મારા શરીરમાં રોમાંચ થવા લાગ્યો...
પવન સુગંધી બની ગયો... છોડ ઉપર પુષ્પો ખીલી ઊઠ્યાં.. પહાડ ઉપરના ઉદ્યાનમાં છ ઋતુઓનાં ફૂલો આવી ગયાં. ભ્રમરવૃંદો મધુર ગુંજારવ કરવા લાગ્યા. પક્ષીઓનાં ટોળાં આનંદથી ગગનમાં નાચવા લાગ્યાં. વાદળમાંથી બહાર નીકળી સૂર્ય પ્રકાશવા માંડ્યો..
હું હર્ષવિભોર બની ગયો. મને સમજાયું નહીં કે આવું ચમત્કારિક પરિવર્તન કેમ આવ્યું? કુદરત સોળે શણગાર સજીને કેમ આ પહાડ પર નૃત્ય કરવા લાગી છે? વૃક્ષોના સમૂહ કેમ ઝુમવા માંડયા છે? 390
ભાગ-૧ * ભવ ત્રીજો
For Private And Personal Use Only
Page #389
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું નાળિયેર વૃક્ષોના વનમાંથી બહાર નીકળ્યો.
મેં પશ્ચિમ દિશામાં જોયું... મારી આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ... મારું મુખ પણ વિકસિત થઈ ગયું...
એક દિવ્ય ધર્મચક્રનું પર્વત ઉપર અવતરણ થઈ રહ્યું હતું. સૂર્યના જેવું તેજસ્વી, વિશુદ્ધ સ્વર્ણનું બનેલું, રત્નોથી જડેલું... અને ‘જય... જય... જય'નો ગંભીર ધ્વનિ કરતું... એ ધર્મચક્ર આકાશમાંથી નીચે ઊતરી રહ્યું હતું. તે ધર્મચક્રની સાથે... ગણ્યા ગણાય નહીં એટલા દેવો દિવ્યગીતો ગાતા નીચે ઊતરી રહ્યા હતા.
વાતાવરણમાં સુગંધી ધૂપની મહેક ફેલાવા લાગી... અને દૂરથી મેં શ્વેત વસ્ત્રધારી હજારો સાધુઓને આવતા જોયા. અને પછી કમળ જેવાં કોમલ સ્વર્ણકમળો ઉપર પગ દઈને ચાલ્યા આવતા તીર્થંકર ભગવંતને જોયા! અજિતદેવ નામના તે તીર્થંકર હતા. દેવોએ એમના ઉપર ધવલ છત્ર ધારણ કર્યું હતું, દુંદુભિનો નાદ થઈ રહ્યો હતો, ભગવંતના મસ્તકની પાછળ દિવ્ય ભામંડલ રહેલું હતું, દેવો બંને બાજુ ચામર ઢોળી રહેલા હતા... દેવ-દાનવ અને માનવો તીર્થંકર દેવની ભાવપૂર્વક સ્તવના ગાઈ રહ્યા હતા... હું પણ એમની સાથે ગાવા લાગ્યો... નાચવા લાગ્યો! મને લાગ્યું કે મારું પરમ સૌભાગ્ય સાકાર થઈ ગયું! અજ્ઞાનનો અંધકાર ચાલ્યો ગયો... જ્ઞાનનો પ્રકાશ મળી ગયો...
બધા મનુષ્યોની સાથે હું પણ ચાલતો રહ્યો... નાચતો રહ્યો ને ગીત ગાતો રહ્યો. ત્યાં થોડે જ દૂર દેવોએ રચેલું દિવ્ય સમવસરણ જોવા મળ્યું.
સમવસરણના ત્રણ ગઢ હતા. એક ગઢ રજતનો, બીજો સોનાનો અને ત્રીજો રત્નોનો ગઢ હતો. એ સમવસરણની આગળ દિવ્ય તોરણ હતું... અને ઊંચી ઊંચી અનેક ધજાઓ લહેરાઈ રહી હતી.
ત્રણે ગઢ ઉપર રત્નોના કલાત્મક કાંગરા હતા. ચાર દિશાઓમાં સમવસરણ ઉપર ચઢવાનાં પગથિયાં હતાં, ત્રણે ગઢની ચારે બાજુ, જ્યાંથી પગથિયાં શરૂ થતાં હતાં ત્યાં કલાત્મક દ્વાર હતાં, તોરણ હતાં,
ત્રણ ગઢની ઉપર મણિમઢેલું સિંહાસન હતું. તીર્થંકર ભગવંત અજિતદેવ, એ સિંહાસન પર બિરાજમાન થયા. તરત જ સમવસરણ પર અશોક વૃક્ષની છાયા છવાઈ ગઈ. દેવોએ પુષ્પવૃષ્ટિ શરૂ કરી દીધી. દિવ્ય ધ્વનિ ચાલુ થઈ ગયો અને દેવોએ દુંદુભિ વગાડવાની શરૂ કરી દીધી.
ચારે દિશામાં બેઠેલા દેવોને, મનુષ્યોને, અને પશુ-પક્ષીઓને ભગવાનનાં દર્શન થવા લાગ્યાં. હું પણ, જ્યાં મનુષ્યો બેઠા હતા, તેમના વિભાગમાં આગળ જઈને શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
૩૭૧
Page #390
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બેસી ગયો!
મારા જીવનમાં, તીર્થંકર ભગવંતનાં દર્શન હું પહેલીવાર કરી રહ્યો હતો. તેઓના સમવસરણની દિવ્ય શોભા પ્રથમવાર જ જોઈ રહ્યો હતો... મારા હૃદયમાં અકથ્ય ભાવો ઉલ્લસિત થઈ રહ્યાં હતાં.
કેવું અદ્દભુત હતું તીર્થંકર ભગવંતનું રૂપ! જોતાં જોતાં મન અને નયન ધરાય જ નહીં.. કેવું આકર્ષણ ને કેવી દિવ્ય પ્રતિભા...! હું મંત્રમુગ્ધ બની ગયો હતો.
ત્યાં તીર્થકર ભગવંતે દેશનાનો આરંભ કર્યો. મધ અને સાકર કરતાંય વધારે મધુર એ વાણી હતી. સહુ દેવો, મનુષ્યો અને પશુઓ, પોતપોતાની ભાષામાં એ ઉપદેશ સાંભળી શકતાં હતાં.
શિખીકુમારે વચ્ચે પ્રશ્ન કર્યો : “ગુરુદેવ, શું દેવો એવી ગોઠવણ કરતા હશે.. કે દરેક જીવો પોતપોતાની ભાષામાં ભગવંતનો ઉપદેશ સાંભળી શકે ને સમજી શકે?”
કુમાર, એ દેવોની ગોઠવણ નથી હોતી, પરંતુ તીર્થંકર પરમાત્માનો પોતાનો અતિશય' હોય છે! દરેક તીર્થકર ભગવંતના આવા મૂળ ચાર અતિશય હોય છે. શિખીએ પૂછ્યું : “ગુરુદેવ, “અતિશય' એટલે શું?” વિશિષ્ટ પ્રભાવ!” એવા ચાર પ્રભાવ હોય છે :
૧. તીર્થકરનું કેવળજ્ઞાન એવું હોય છે કે જ્ઞાનથી તેઓ સમગ્ર સૃષ્ટિના ભૂતભાવી અને વર્તમાનકાળના સર્વ ભાવોને જાણે અને જુએ! સર્વ દ્રવ્યોને અને સર્વ પર્યાયોને જાણે અને જુએ.
૨. તીર્થંકર પરમાત્માનું એવું શ્રેષ્ઠ પુણ્યકર્મ હોય છે કે તેઓનાં ચરણે દેવદેવેન્દ્રો નમે છે.
૩. તીર્થંકર પરમાત્મા જ્યાં જ્યાં જાય, ત્યાં અને એ બાજુના પ્રદેશમાં રહેલા જીવોના રોગ-શોક દૂર થઈ જાય છે.
૪. તીર્થંકર ભગવંતની વાણી દરેક જીવો સાંભળે અને સમજી શકે! કુમાર, આ ચાર “અતિશય' કહેવાય છે. શિખીકુમારે કહ્યું : ‘ગુરુદેવ, આપે તીર્થંકર ભગવંતને ઉપદેશ સાંભળ્યો? એ ઉપદેશમાં શું કહ્યું એમણે?
વત્સ, ભગવંતે કહ્યું : સમગ્ર જીવસૃષ્ટિ પરિવર્તનશીલ છે. કોઈ જીવનું એક રૂ૫ શાશ્વત નથી. ચાર ગતિમાં જીવોનાં રૂપ બદલાયા કરે છે. એક-એક ગતિમાં પણ જીવોનાં રૂપ બદલાતાં રહે છે. બધું જ પરિવર્તનશીલ છે. તો પછી રાગ કોના પર કરવાનો ને દ્વેષ કોના પર કરવાનો? આજે જે વસ્તુ પર, જે દ્રવ્ય પર, જીવ રાગ કરે ૭ર
ભાગ-૧ ભવ ત્રીજો
For Private And Personal Use Only
Page #391
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે, એ વસ્તુ કે વ્યક્તિનું પરિવર્તન થતાં જીવ એના જ પર લેપ કરે છે.
જીવોના ભાવો પણ શાશ્વત નથી. એ ભાવો પણ પરિવર્તનશીલ હોય છે. રાગ કાયમ રહેતો નથી, કેમ કાયમ રહેતો નથી... માટે જીવોએ રાગ-દ્વેષથી મુક્ત થવું જોઈએ. રાગ-દ્વેષનો નાશ થાય ત્યારે જ જીવ મુક્તિ પામે.
એટલે, પરિવર્તનશીલ સૃષ્ટિને એના સ્વરૂપે જોવી જોઈએ. કુમાર, આ તો મેં મારા શબ્દોમાં, તીર્થંકર ભગવાનના ઉપદેશનો સાર કહી બતાવ્યો.. બાકી, એ ઉપદેશ આપણે સાંભળ્યા જ કરીએ. એવો મધુર હોય છે. ચાર-ચાર પ્રહર સુધી સાંભળીએ, તો પણ થાક ના લાગે! આઠ-આઠ પ્રહર સુધી સાંભળીએ, તો પણ કંટાળો ના આવે.
ત્યાં લક્ષ્મીપર્વત ઉપર તીર્થકર ભગવંત માત્ર એક ઘટિકાપર્યત જ દેશના આપી હતી. જ્યાં દેશના પૂર્ણ થઈ. મેં ઊભા થઈ, ભગવંતને મારી જિજ્ઞાસા પૂછી લીધી.
શિખી કુમારે પૂછયું : “ગુરુદેવ, ત્યાં સમવસરણમાં આપણાથી ભગવંતને પ્રશ્ન પૂછી શકાય?'
હા વત્સ, પૂછી શકાય. આપણે પૂછીએ તેનો પ્રત્યુત્તર તીર્થકર ભગવંત આપે.' “તો તો ખૂબ આનંદ આવે! ગુરુદેવ, આપે કેવો પ્રશ્ન પૂછુયો?'
મેં પૂછ્યું : “ભગવંત, મેં નાળિયેરીના વનમાં જે એક વૃક્ષના મૂળને જમીનમાં ખૂબ ઊંડું ગયેલું જોયું. તેનું શું કારણ? શું એ વૃક્ષની નીચે ધનનો ખજાનો દટાયેલો હશે? જો ખજાનો હોય તો કેટલું ધન હશે? પ્રભો, એ ખજાનો ત્યાં કોણે દાઢ્યો હશે? અને ભવિષ્યમાં એ ખજાનાનું શું થશે? એ જમીનમાં જ રહેશે કે બહાર નીકળે? ભગવંત, કૃપા કરીને મારી જિજ્ઞાસાને સંતુષ્ટ કરો.”
કુમાર, મારો પ્રશ્ન સાંભળીને, સમવસરણમાં બેઠેલા અન્ય સ્ત્રી-પુરુષોને પણ જાણવાની ઇચ્છા જાગી.... કે ભગવાન એ દટાયેલા ખજાનાનો શો ભેદ ખોલે છે!”
અત્યંત રસપૂર્ણ વાત છે આ, અને આ વાતમાં મારા ભૂતકાળના અનેક ભવોની કથા સમાયેલી છે! કુમાર, શાંત ચિત્તે સાંભળ.'
ક
વીક
ફ
શ્રી સમરાદિત્ય મહાકથા
૩૭૪
For Private And Personal Use Only
Page #392
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તીર્થંકર અજિતદેવે ધી૨-ગંભીર સ્વરે વાર્તાનો પ્રારંભ કર્યો.
તેં જે નાળિયેરના વૃક્ષ અંગે પૂછ્યું, એ નાળિયેર વૃક્ષનું મૂળ જમીનમાં ઊંડું ઊતરી જવાનું કારણ છે લોભ-દોષ!
એ વૃક્ષની નીચે ખજાનો દટાયેલો છે.
એ ખજાનામાં સાત લાખ સોનામહોરો છે.
એ ખજાનાનો ઉપયોગ ધર્મ-કાર્યમાં થવાનો છે.
એ ખજાનો તે અને એ નાળિયેરીના જીવે દાટેલો છે...
મારા કુતૂહલનો પાર ના રહ્યો. મેં પૂછ્યું :
‘ભગવંત, મેં અને એ નાળિયેરીના જીવે એ જગા પર ક્યારે અને કેવી રીતે ખજાનો દાટેલો? અને હું અત્યારે મનુષ્યજન્મમાં છું, જ્યારે એ એકેન્દ્રિય વનસ્પતિ છે... આમ કેમ?’
તીર્થંકર ભગવંતે કહ્યું :
આ જ પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રની વાત છે.
આ પ્રદેશમાં અમરપુર નામનું નગર છે. તે નગરમાં અમરદેવ નામનો ધનાઢ્ય શ્રેષ્ઠી વસતો હતો. તેની પત્નીનું નામ ‘સુંદરી' હતું. સુંદરીએ બે જોડિયા પુત્રોને જન્મ આપ્યો. એકનું નામ ગુણચન્દ્ર અને બીજાનું નામ બાલચન્દ્ર પાડવામાં આવ્યું. તારું નામ બાલચન્દ્ર હતું. તું સ્વભાવે સરળ હતો. જ્યારે ગુણચંદ્ર કુટિલ સ્વભાવનો હતો. એક જ માતા-પિતાના તમે બે પુત્રો હોવા છતાં, તમારા બંનેના આત્માઓની યોગ્યતા ઘણી જુદી હતી. તમે બંનેએ એક જ વિદ્વાન પંડિત પાસે અધ્યયન કર્યું. ઘણીબધી કળાઓ પ્રાપ્ત કરી, તમારા પિતાએ પોતાનો સમગ્ર વ્યાપાર તમને બંને પુત્રોને સોંપી દીધો. તમે સારી રીતે વ્યાપાર કરતા હતા. તમારી પાસે અઢળક ધન ભેગું થયું હતું. તમે એ ધનમાંથી કેટલાંક મૂલ્યવાન રત્નો ખરીઘાં... સોનામહોરો ખરીદી... અને અલંકારો પણ બનાવ્યા.
એક દિવસ તમે બંને ભાઈઓએ પરસ્પર વિચાર-વિનિમય કર્યો : આપણે આ નગરમાં ઘણું કમાયા છીએ. જો આપણે ‘લક્ષ્મીનિલય' નગરમાં આપણો માલ લઈને જઈએ તો ત્યાં સારો વેપાર થઈ શકે. આપણો માલ ત્યાં ઘણા ઊંચા ભાવે વેચાઈ શકે.
લક્ષ્મીનિલય જવા માટે તમારે સમુદ્રમાર્ગ લેવો પડે. એટલે તમે એક મોટું વહાણ ભાડે લઈ લીધું. એમાં એવો માલ ભર્યો કે લક્ષ્મીનિલય નગરમાં ઊંચા ભાવમાં
398
ભાગ-૧ * ભવ ત્રીજો
For Private And Personal Use Only
Page #393
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેચાઈ જાય અને તમે લાખો રૂપિયા કમાઈ જાઓ.
શુભ મુહુર્ત તમે બંને ભાઈઓએ એ વહાણમાં પ્રવાસ શરૂ કરી દીધો. તમારા ઘરમાં તમારી પત્નીઓ જ હતી. કારણ કે તમારે બંનેને કોઈ સંતાન ન હતું અને માતા-પિતાની સ્વર્ગવાસ થઈ ગયો હતો. અલબત્ત, તમારા બંનેની પત્નીઓએ દૂરના પ્રદેશમાં જવાની ના પાડી હતી : “આપણી પાસે અઢળક સંપત્તિ છે, પછી પરદેશ જવાની શી જરૂર છે? અહીં જ રહો.' પરંતુ તારા કરતાં ગુણચંદ્ર વધારે લોભી હતો. એને કુબેરપતિ થવાના કોડ હતા. તમે તમારી પત્નીઓની વાત માની ના હતી.
તમે લક્ષ્મીનિલય નગરના સમુદ્ર કિનારે પહોંચી ગયા. એ નગરમાં વેપાર કરવા, ત્યાંના રાજાની રજા લેવી પડતી હતી. તમે બે ભાઈઓએ સ્નાન કર્યું, સુંદર વસ્ત્રો પહેર્યા, સોનાના થાળમાં મૂલ્યવાન રત્નો લીધાં અને તમે રાજસભામાં ગયા. રાજા સૂરતેજને પ્રણામ કરી, રત્નો ભેટ આપ્યાં. તમારો પરિચય આપ્યો અને લક્ષ્મીનિલયમાં વેપાર કરવાની અનુમતિ માગી. રાજાએ તમને અનુમતિ આપી. તમે નગરમાં ઘર અને દુકાન ખરીદી લીધી. વેપાર ચાલુ કર્યો. તમારી ધારણા હતી કે ચાર મહિનામાં તમારો બધો માલ વેચાઈ જશે, પરંતુ તમારો માલ માત્ર બે મહિનામાં વેચાઈ ગયો. સાત લાખ સોનામહોરો તમારી પાસે ભેગી થઈ, તમે પાછા તમારા ગામ અમરપુર જવાનું વિચારતા હતા, ત્યાં જ એક દિવસ લક્ષ્મીનિલય નગર ઉપર વિજયવર્મ નામના પરાક્રમી રાજાએ આક્રમણ કરી દીધું. એ પ્રદેશમાં વિજયપુરનું રાજ્ય વિશાળ હતું અને રાજા વિજયવર્ગ ઘણો પરાક્રમી હતો. તેની સેના પણ અર્જય ગણાતી હતી.
અચાનક આક્રમણ થવાથી, લક્ષ્મીનિલયનો રાજા સૂરતેજ ગભરાઈ ગયો. ભયભીત થઈ ગયો. તેણે નગરના દરવાજા બંધ કરાવી દીધા. નગરમાં ઘોષણા કરાવી દીધી કે જેમને પોતાનું જીવન બચાવવું હોય તેઓ લક્ષ્મપર્વત ઉપર ચઢી જાઓ. હું પણ પરિવાર સાથે પર્વત ઉપર જાઉં છું. ત્યાં આપણે સુરક્ષિત રહીશું. લક્ષ્મીપર્વત ઉપરનો કિલ્લો વજનો બનેલો છે. યુદ્ધકુશળ સુભટોનો રાત-દિવસ પહેરો છે... માટે દરેક નાગરિક પોતાની સારભૂત વસ્તુઓ લઈને ઉપર ચઢી જાય. પર્વત તરફ જવાનો માર્ગ ખુલ્લો છે.'
રાજા સૂરતેજના સુભટોએ, કિલ્લા ઉપરથી વિજયવર્મ રાજાનો સામનો કરે રાખ્યો. એક પ્રહરમાં નગર ખાલી થઈ ગયું, સુભટોએ નગરના દરવાજા ખોલી નાંખ્યા. સૂરતેજ રાજા અને તેની પ્રજા.. લક્ષ્મીપર્વત ઉપર પહોંચી ગઈ હતી. ઘર ખુલ્લાં પડ્યાં હતાં. રાજમહેલ ખાલી પડ્યો હતો... વિજયવર્મ રાજા નિરાશ થઈ, પાછો વળી ગયો.
શ્રી સમરાદિત્ય મહાકથા
39
For Private And Personal Use Only
Page #394
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજા અને પ્રજાની સાથે તમે બે ભાઈઓ પણ લક્ષ્મી પર્વત ઉપર ચઢવા લાગ્યા. તમે તમારી સાથે સાત લાખ સોનામહોરો ઉપાડી હતી. બે મોટાં વસ્ત્રોમાં બાંધીને મહામહેનતે તમે એ ઉપાડીને ઉપર ચઢવા લાગ્યા.
તમે ઉપર ચઢવાનો બીજો માર્ગ લીધો હતો. તમને ભય હતો કે કદાચ રાજા તમારું ધન જોઈ જાય અને પડાવી લે! એટલે તમે પશ્ચિમ દિશા તરફ નાકની દાંડીએ ચઢવા માંડયું... પરંતુ થોડું ચઢા પછી તમે ઊંડાં કોતરોમાં ઊતરી ગયા. ઝાડી ખૂબ હતી. તમે એ ઝાડીમાંથી બહાર નીકળ્યા, તો લગભગ તેટલું જ ચઢાણ ચઢવું પડ્યું. એક નાની ટેકરી ઉપર પહોંચીને જોયું તો પર્વત ઉપર ચઢવાની કેડી મળી ગઈ. તમારા આનંદનો પાર ના રહ્યો. તમે દોડવા માંડ્યા. કેડી ચોખ્ખી હતી. પશુઓ અને મનુષ્યોનાં પગલાં પણ પડેલાં દેખાતાં હતાં. તમે શ્વાસ ખાવા પણ રોકાયા નહીં, ને ચાલતા જ રહ્યા. પરંતુ ચઢાણ હતું... એટલે તમારા વેગમાં ઘટાડો થતો જતો હતો. તમને મનમાં બીક હતી. તમારું એક જ ધ્યેય હતું કે રાત પડતાં પહેલાં પર્વત ઉપર પહોંચી જવું!
સોનામહોરોનું વજન હતું. છતાં એક પ્રહરમાં તમે સારું એવું અંતર કાપી નાંખ્યું હતું. તમે વારંવાર હાય બદલતા હતા. ઘડીકમાં ડાબા તો ઘડીકમાં જમણા હાથમાં પોટલું બદલવું પડતું હતું. છતાં તમે ક્યાંય વિશ્રામ લેવા બેઠા નહીં. તમે આથમણી દિશા તરફ ચઢતા જ રહ્યા. પોટલાં ક્યારેક માથા પર મૂકીને ચઢતા રહ્યા. તમારો આત્મવિશ્વાસ તમને ઉપર ચઢાવતો ગયો.
તમે પરસ્પર વાતો કરતા હતા, ‘ગમે તે થાય, અંધારું થાય એ પહેલાં આપણે ઉપર પહોંચી જવું પડશે...' તમે બોલતા હતા ને તમારી છાતીમાં શ્વાસ ભરાતો જતો હતો. વાતાવરણમાં ઠંડક હોવા છતાં તમારા બંનેના શરીરમાંથી પરસેવો ઝમતો હતો. પગમાં પહેરેલી મોજડીઓ તમને પીડતી હતી, પણ પીડાની પરવા કર્યા વિના તમે ચઢચે જતા હતા. પર્વતની ઊંડી સૂમસામ ખીણોમાં નીરવ શાંતિ હતી. ક્વચિત્ પંખીઓનો આછો અવાજ સંભળાતો, તો ક્યારેક ડુંગરાળ પશુઓ ઝાડીમાં દોડી જતાં તેનો ખખડાટ સંભળાતો. હાંફતાં હાંફતાં તમારા પોતાનો બબડાટ પડધાની જેમ કાનમાં અથડાતો. છતાં તમે બોલતા હતા, કારણ કે બોલવાથી તમને રાહત થતી હતી. ‘સારું છે કે આ પર્વતમાં સિંહ-વાઘ જેવાં ભયંકર પશુઓ નથી... નહીંતર આપણું આવી જ બને!’
ત્યાં તમને બંનેને તરસ લાગી. ખૂબ તરસ લાગી. ગળું સુકાતું હતું તમારા બંનેનું. છાતી ધમણની જેમ ફૂલતી હતી ને સંકોચાતી હતી. છાતીમાં લાહ્ય બળવાની શરૂઆત થઈ હતી. છતાં તમે ચર્ચે જતાં હતાં. હજુ સુધી તમને કોઈ માણસ સામે મળ્યું ન હતું. આજુબાજુમાંથી પણ કોઈ માણસનો અવાજ આવતો ન હતો. સૂરજ
399
ભાગ-૧ * ભવ ત્રીજો
For Private And Personal Use Only
Page #395
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ દેખાતો બંધ થયો હતો. તમારી પાછળની ટેકરીઓ ઉપર સૂરજનો પ્રકાશ દેખાતો હતો. તમને લાગ્યું કે હવે જલદી અંધારું ઊતરી આવશે. તમે અપાર હિંમતથી ઉપર ચઢવા લાગ્યા. - સૂર્ય અસ્ત થયો ને તમે પર્વત ઉપરની સપાટ ભૂમિ ઉપર જઈને ઊભા. તમે ત્યાં અનુપમ દૃશ્ય જોયું. કુદરતે સરજેલું વૃક્ષોનું ઉપવન હતું! સુંદર જગા હતી. તમે વિચાર્યું કે આ પ્રદેશ લીલોછમ છે તો નજીકમાં ક્યાંક પાણી હશે જ. તમે જલદી જલદી એ વૃક્ષોના ઉપવનમાં દાખલ થયા. ત્યાં આંબાનાં ઝાડ હતાં, ખીજડાનાં, બાવળનાં અને વડનાં ઝાડ હતાં. એક જૂના વડના ઝાડ પાસે ગયા. લગભગ સો વારના ઘેરાવામાં એની વડવાઈઓ ઝૂલતી હતી... તમે એ વૃક્ષની આસપાસ ફર્યા... ત્યાં એક બાજુ પાણીનું ઝરણું વહેતું જોયું... તમે સોનામહોરોનાં પોટલાં એક બાજુ મૂકીને ઝરણા તરફ દોટ મૂકી. પેટ ભરીને પાણી પીધું. અને પછી વડના વૃક્ષ નીચે આવીને માથા નીચે સોનામહોરનાં પોટલાં મૂકીને, લાંબા થઈને સૂઈ ગયા. પરંતુ ઊંઘ ક્યાંથી આવે? તમારા પગ સખત તૂટતા હતા. સાથળ ભરાઈ ગયા હતા, પગની પિંડીના સ્નાયુઓ સખત થઈ ગયા હતા. કરોડરજ્જુમાં દુઃખાવો થતો હતો. પરંત વાતાવરણમાં ઠંડક પ્રસરતી જતી હતી. તેથી શરીરને ઠંડો પવન મીઠો લાગતો હતો. તમે બંને ભાઈઓ આપસમાં વાતો કરવા લાગ્યા.
ગુણચંદ્ર તને કહ્યું : “ઉપર ચઢવામાં કષ્ટ તો પડ્યું પરંતુ આપણે અને આપણી સંપત્તિ બચી ગઈ!”
તેં કહ્યું : “પરંતુ હજુ આપણે આ જગામાં સુરક્ષિત તો ના જ કહેવાઈએ... ગમે તે ચાર-પાંચ લૂંટારા આવીને આપણાં આ સોનામહોરોના પોટલાં લઈ જઈ શકે! અને આપણે બચાવવા જઈએ તો આપણને મારી નાંખે.'
‘તારી વાત સાચી છે બાલચંદ્ર, આપણે સોનામહોરોને ગમે ત્યાં છુપાવી દેવી જોઈએ.' ગુણચંદ્ર બોલ્યો.
કોઈ ગુપ્ત જગામાં ખાડો ખોદીને દાટી દઈએ તો?'
તે માટે કોઈ તાંબાનું કે પિત્તળનું વાસણ જોઈએ. એમાં ભરીને, એ વાસણ દાટી દેવાય.”
કાલે સવારે તપાસ કરીએ. નગરનાં બધાં જ સ્ત્રી-પુરુષો પહાડ પર આવેલાં છે કોઈ ને કોઈ એવા વાસણો લાવ્યો જ હશે. કાલે પ્રભાતે તપાસ કરીશું.”
આ પ્રમાણે વાતો કરતા તમે નિદ્રાધીન થઈ ગયા. પ્રભાતે ઊઠીને, પાણીના ઝરણા પાસે જઈને તમે હાથ-પગ ધોયા. મુખ પર પાણી છાંટયું. પાણી પીધું... અને તમે ત્યાં આજુબાજુમાં જોયું. થોડે દૂર એક નાનું
શ્રી સમરાદિત્ય મહાકથા
398
For Private And Personal Use Only
Page #396
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૂટેલું મંદિર દેખાયું. તમે ત્યાં ગયા. તૂટેલા મંદિરની તમે પ્રદક્ષિણા કરી. મંદિરની પછીત અને જમણી તરફની દીવાલ સાબૂત હતી. એ દીવાલની પાસે એક ખૂણામાં કાળા પથ્થરની એક તુટેલી મૂર્તિ પડી હતી... તેનાથી થોડે દૂર બે તોતિંગ પથ્થરના થાંભલા પડેલા હતા. આસપાસ તદ્દન એકાંત હતું. તેં ગુણચંદ્રને કહ્યું : “આપણે અહીં હાલ આપણાં પોટલાં છુપાવીને મૂકી દઈએ અને પછી, દક્ષિણ તરફ જઈએ. ત્યાં નગરવાસીઓ નિવાસ કરવાના હતા. ત્યાંથી કોઈ ભાજન... કળશ કે ગોળી જેવું લઈ આવીએ. તેમાં સોનામહોરો ભરીને, અહીં ખાડો ખોદીને દાટી દઈએ!'
તમે બંને ગયા દક્ષિણ દિશા તરફ, પરંતુ ત્યાં એક પણ માણસ ન હતું. બધાને સમાચાર મળી ગયા હતા કે “દુશ્મન રાજા પાછો ચાલ્યો ગયો છે,' એટલે બધા જ લક્ષ્મીનિલય નગરમાં ચાલ્યા ગયા હતા. કોક-કોક માણસો... પોતાનાં વાસણો વસ્ત્રો વગેરે મૂકીને ચાલ્યા ગયા હતા. તેમને ત્યાં તમારે જોઈતું હતું એવું વાસણ મળી ગયું. કોક જગાએથી ભોજન પણ મળી ગયું. અનાજ મળી ગયું. તમે તમારાથી ઉપાડી શકાય એટલું ઉપાડી લીધું... ને પાછા તમે તૂટેલા મંદિર પાસે પહોંચી ગયા. સોનામહોરોનાં પોટલાં સુરક્ષિત હતાં.
તમે સર્વપ્રથમ ભોજન કર્યું.
પછી, મંદિરના એક ભાગને વસ્ત્રથી સાફ કરી, તેના ઉપર અનાજનો ઢગલો કર્યો ત્યાર પછી એ ભાજનમાં તમે બધી સોનામહોરો ભરી. સાત લાખ સોનામહોરો એમાં સમાઈ ગઈ. તે પછી તેમણે મંદિરની પાછળ ભીંતની પાછળ ઊંડો ખાડો ખોદ્યો, તમે બંનેએ ભેગા થઈ, પેલી ગોળી ખાડામાં ઉતારી અને પછી પથ્થર તથા માટીથી ખાડો પૂરી દીધો. એના ઉપર નિશાની મૂકી દીધી. તમે નિશ્ચિત બન્યા.
તમે તે પછી એ પર્વત ઉપર થોડા મહિના કરવાનો નિર્ણય કર્યો. તમે એ તૂટેલા મંદિરને થોડું ઠીકઠાક કરી દીધું. તેમાં તમે નિવાસ કર્યો. તમે... પેલા દક્ષિણ બાજુના પ્રદેશમાં જઈને ફરીથી અનાજ વગેરે લઈ આવ્યા. તમે તમારી ગુજારી કરવા લાગ્યા.
દિવસો વીતતા ગયા. તારી ઇચ્છા તમારા વતનમાં જવાની થઈ. તે ગુણચંદ્રને કહ્યું. ગુણચંદ્ર કહ્યું : 'મારી ઇચ્છા પણ અમરપુર જવાની છે. આપણે એકાદ મહિના પછી અહીંથી નીકળીશું ત્યાં સુધીમાં આ સોનામહોરો કેવી રીતે લઈ જવી, તેનો વિચાર કરી લઈએ. વહાણ પણ નક્કી કરી લઈએ.' ગુણચંદ્રના મનમાં એક દિવસ પાપનો પ્રવેશ થયો.
આ બાલચંદ્રને મારે અડધી સોનામહોરો, એના ભાગની આપી દેવી પડશે? જો એને મારી નાંખ્યું. તો બધી જ સોનામહોરો મારી થઈ જાય. સાત લાખ સોનામહોરો મારી થઈ જાય. હું આને મારી નાખું” 3૭૮
ભાગ-૧ છે ભવ ત્રીજી
For Private And Personal Use Only
Page #397
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગણચંદ્ર તને કહ્યું : “હું કાલે પ્રભાતે પર્વત ઊતરીને નગરમાં જઈશ. ત્યાં વહાણ ભાડે રાખીને, આપણા ઘરમાં પડેલો માલ-સામાન વહાણમાં ચઢાવીને, ત્યાંથી થોડીઘણી મીઠાઈ લઈને, સાંજે પાછો ઉપર આવી જઈશ.'
ગુણચંદ્ર ગયો. તેણે નગરમાં જઈને મિઠાઈ ખરીદી. પછી બીજી દુકાનમાંથી ઝેર ખરીદી લીધું. મીઠાઈમાં ઝેર ભેળવીને તે સાંજે પર્વત ઉપર આવી ગયો. તને તેણે કહ્યું : “ભાઈ, મેં તો નગરમાં પેટ ભરીને મીઠાઈ ખાઈ લીધી, તારા માટે આ લઈ આવ્યો છું. તું ખાઈ લે.'
તેં મીઠાઈ ખાધી. તને ચક્કર આવવા લાગ્યા. પેટમાં બળતરા ઊઠી. નસો ખેંચાવા લાગી... જમીન ઉપર તું આળોટવા લાગ્યો... અને થોડીવારમાં તારું પ્રાણપંખેરું ઊડી ગયું.. તું નિષ્પાપ હૃદયનો હતો. સરળ હતો... અને મૃત્યુ સમયે તને સમતા રહી હતી, તેથી તું મરીને “વ્યંતર-દેવ' થયો.
ગુણચંદ્ર તારા મૃતદેહને ઘસડીને એક ઊંડા ખાડામાં નાંખી દીધો... તે ખૂબ રાજી થયો. નાચવા લાગ્યો. હવે હું સાત લાખ સોનામહોરોનો માલિક બની ગયો!”
રાત્રે એ મંદિરના એક ખૂણામાં સૂઈ રહ્યો હતો ત્યાં તેના કાનમાં એકાએક ગરમ લૂ જેવી હવા અડી, ઊંઘમાં જ એણે કાન પર હાથ મૂક્યો... પરંતુ તેને લાગ્યું કે તેની હડપચી પર, તેના હોઠ પર કંઈક સુંવાળું સુંવાળું અડતું હતું. તેણે આંખ ઉઘાડી... આંખ ઉઘાડતાંની સાથે જ તેણે ચીસ પાડી. તેના ચહેરા ઉપર બીજો એક ચહેરો ઝઝૂમતો હતો. ભયંકર ચહેરો... ફુત્કાર કરતો ચહેરો! તેણે ચીસ પાડી ત્યારે એ ચહેરો જરા દૂર હઠયો હતો. પછી ગુણચંદ્ર લગભગ ઊછળીને બેઠો થયો. બેઠા થતાં તેનો ચહેરો પેલા ઝળુંબતા ચહેરા સાથે ભયાનક વેગથી અથડાયો હતો..
એ ચહેરો હતો ભયાનક કાતિલ ફણીન્દ્રનો! પૂરા દસ હાથ લાંબો કાળો અને ખૂબ જાડો એ કાળસર્પ હતો. તેણે પોતાની વિશાળ ફણા ફેલાવીને ઊંચી કરી હતી. તે ખૂબ ગુસ્સામાં હતો. ગુણચંદ્ર ડઘાઈ ગયો... એ ત્યાંથી એક તસુ પણ ખસી શકે એમ ન હતો. સર્પે પોતાની પૂંછડીથી એના શરીરને ભરડો દીધા અને એના પગ ઉપર ડંખ દઈ દીધો...
ગુણચંદ્ર કાળી ચીસ પાડી... તે મંદિરના ઓટલા પરથી નીચે ગબડી પડ્યો.... સર્પ તત્કાલ ત્યાંથી સરકી ગયો હતો.
ગુણચંદ્ર મરી ગયો. ખજાનો ત્યાં રહી ગયો. મરીને એ “રત્નપ્રભા' નરકમાં ઉત્પન્ન થયો. તીર્થકર ભગવંતે મને કહ્યું : “વિજયસિંહ, તારું દેવલોકનું આયુષ્ય પૂર્ણ થયું.
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
Page #398
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
દેવલોકમાંથી તારું ચ્યવન થયું. તું આ જ પ્રદેશના ટંકણપુર નગરમાં શ્રેષ્ઠી હરિનંદીની પત્ની વસુમતીના ઉદરમાં અવતર્યો. પુત્રજન્મથી આનંદિત થયેલા શ્રેષ્ઠીએ નાનકડો ઉત્સવ કર્યો. તારું નામ ‘દેવદત્ત’ રાખવામાં આવ્યું. તારું સારી રીતે લાલન-પાલન થયું... બાલ્યવસ્થા, અને તરુણ અવસ્થા પસાર કરી, તું યૌવનમાં પ્રવેશ્યો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક દિવસ તારા પિતાએ તને કહ્યું : ‘વત્સ, લક્ષ્મીનિલય નગરની પાસે લક્ષ્મીપર્વત ઊંચો છે... વિશાળ છે... અને રમણીય છે. એ પર્વત ઉપર ‘લક્ષ્મીનિવાસિની' નામની દેવીનું મંદિર આવેલું છે. એ દેવી આપણી વંશપરંપરાની આરાધ્ય દેવી છે. ચમત્કારિક દેવી છે. આપણી જેમ એ દેવી આરાધ્ય છે તેમ હજારો અન્ય સ્ત્રીપુરુષોની પણ એ આરાધ્ય છે.
360
પ્રતિવર્ષ, વર્ષાકાળના પ્રારંભે દેવીનો ભવ્ય મહોત્સવ થાય છે. હજારો સ્ત્રીપુરુષો એ મહોત્સવમાં ત્યાં જાય છે. દેવીનું પૂજન કરે છે... અને પોતાની મનોકામનાઓ પૂર્ણ કરે છે. આ સમગ્ર પ્રદેશની એ અધિષ્ઠાત્રી દેવી છે. આમ તો પ્રતિવર્ષ હું જતો હતો મહોત્સવમાં, પરંતુ આ વર્ષે જો તું જાય તો તને ખૂબ આનંદ થશે... પર્વત ઉપરનું નૈસર્ગિક સૌન્દર્ય જોઈને તું મુગ્ધ બની જઈશ. દેવીનું પૂજન કરી, દેવીના આશીર્વાદ ગ્રહણ કરી, તારે પાછા આવવાનું છે. હા, ત્યાં દેવીના મહોત્સવમાં ઘણાં દીન-અનાથ સ્ત્રી-પુરુષો પણ આવે છે. તું એમને ઉદારતાથી દાન આપજે. હું પ્રતિવર્ષ ત્યાં દાન આપતો જ આવું છું.’
તેં લક્ષ્મીપર્વત ઉપર જવાની હા પાડી. તારા પિતાએ તારી લાંબી યાત્રા અંગે તૈયારીઓ શરૂ કરાવી, તારી સાથે યાત્રામાં ચાલવા માટે અનેક સ્વજનો અને પરિજનો તૈયાર થયા. તારા પિતાએ તારી સાથે શસ્ત્રસજ્જ રક્ષકોને પણ મોકલ્યા. તમે સારા દિવસે પ્રયાણ કરી દીધું.
કેટલાક દિવસોની દડમજલ કરતા તમે સહુ લક્ષ્મીપર્વતની તળેટીમાં પહોંચ્યા, ત્યાં બે દિવસ વિશ્રામ કરીને પહાડ ઉપર ચઢ્યા. દેવી ‘લક્ષ્મીનિવાસીની’નાં દર્શન કર્યાં. મહોત્સવનો પ્રારંભ થઈ ગયો હતો. હજારો લોકો મહોત્સવમાં ભેગા થયા હતા. તેં વિધિવત્ દેવીની પૂજા કરી અને દીન-અનાથ જનોને દાન આપ્યું.
મંદિરથી થોડે દૂર તમારો તંબૂ હતો. તંબૂમાં જઈને ભોજન કર્યું. વિશ્રામ કર્યો. ત્યાં સંધ્યા વેળા થઈ ગઈ. તું તંબૂની બહાર આવ્યો. પર્વતના પશ્ચિમ તરફના પ્રદેશ તરફ તારી નજર ગઈ... સૂર્ય ડૂબી ગયો હતો, પરંતુ સંધ્યાના રંગોએ ક્ષિતિજને રંગી નાંખી હતી. એ રંગોના પડછાયા ઊંચાં ઊંચાં વૃક્ષો પર પડતા હતા. પર્વતના નાનાંમોટાં શિખરોની અદ્દભુત શોભાએ તને આકર્ષ્યા. તેં તારા સ્વજન વગેરેને કહ્યું : ‘ચાલો, આપણે પશ્ચિમ દિશાના પરિસરમાં પરિભ્રમણ કરી આવીએ.'
Q
For Private And Personal Use Only
ભાગ-૧ * ભવ ત્રીજો
Page #399
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિજયસિંહ, તારો પૂર્વજન્મનો કપટી અને ઘાતક ભાઈ ગુણચંદ્ર મરીને નરકમાં ગયેલો. નરકનું આયુષ્ય પૂર્ણ થતાં તે લક્ષ્મીપર્વત ઉપર સર્પ થયો હતો. અને જે જગામાં તમે નિધાન દાઢ્યું હતું એ જગા પર જ તેણે નિવાસ કરેલો હતો.
સર્પને જાણ ન હતી કે આ જમીનમાં ખજાનો દટાયેલો પડ્યો છે. પરંતુ પૂર્વજન્મમાં એ નિધાન સાથે મમત્વ બાંધ્યું હતું ને? એ જગા સાથે મમત્વ બાંધ્યું હતું.. એ મમત્વના, આસક્તિના સંસ્કારો જાગ્રત થયા હતા. એટલે નિધાનની વાત ન જાણવા છતાં, એ સાપને એ જગા ગમી ગઈ હતી. તે ત્યાં જામીને બેસી ગયો હતો. એ જગા પર “આ જગ્યા મારી છે. એ જગામાં હું કોઈને પ્રવેશવા ન દઉં!' આવું તીવ્ર મમત્વ જાગી ગયું હતું.
તું સ્વજનો, રક્ષકો વગેરેની સાથે પરિભ્રમણ કરતો એ પ્રદેશમાં પહોંચ્યો. એ સ્થાન તને પણ ગમી ગયું! કારણ કે તેં પણ એ સ્થાન ઉપર આસક્તિ બાંધેલી જ હતી. તેં તારા સ્વજનોને કહ્યું : “આ જગા કેવી આસ્લાદક છે! કેવી રમણીય છે...! આ વૃક્ષો, આ ઝરણાં, આ વન્ય પશુઓનાં ટોળાં.. આ બધું મને ગમી ગયું છે.'
ફરતો ફરતો એ નિધાનવાળી જગા પર તું પહોંચી ગયો. પેલા સાપે તને જોયો... તેણે ફણા ઊંચી કરી. શરીરનું ગૂંચળું વાળી દીધું. તું શું કરે છે - એ જોતો રહ્યો. તેણે તને જોયો, તે સાપને જોયો નહીં. એને ભય લાગ્યો : “આ મારી જગા લઈ લેશે તો?” તારી નજર ક્ષિતિજ તરફ હતી. અને ત્યાં જ સાપ સરકીને તારી પાસે આવી ગયો.
પરંતુ સર્પના સરકવાથી, ત્યાં પડેલાં સૂકાં પાંદડાંઓ ખખડ્યાં. તારી નજર જમીન પર પડી... અને તું ચીસ પાડી ઊઠડ્યો..
સાપ...' પરંતુ એ જ પળે સાપે તારા પગ ઉપર ડંખ મારી દીધી, ડંખ મારીને તે ભાગવા ગયો, ત્યાં તારા રક્ષકો ખુલ્લી તલવારો સાથે ત્યાં ધસી આવ્યા. એક સાથે અનેક તલવા એના શરીર પર તૂટી પડી. સાપના ટુકડેટુકડા થઈ ગયા.
તું દોડ્યો. થોડે દૂર જઈને જમીન પર ગબડી પડયો. તારા શરીરમાં ઝેર ફેલાતું જતું હતું. તારાં સ્વજનો ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યાં. તારા રક્ષકોમાં એક રક્ષક સાપનું ઝેર ઉતારી શકતો હતો તે તારી પાસે બેઠો અને ગારુડી મંત્ર જપવા લાગ્યો, પરંતુ એનો જાપ વ્યર્થ હતો, સર્પ મરી ગયો હતો. જો સાપ જીવતો હોત તો ગારુડી મંત્રના પ્રભાવથી એ ત્યાં આવત. માંત્રિક એની પાસે ઝેર પાછું ચુસાવી લેત. અને તારું ઝેર ઊતરી જાત. તું બચી જાત. તારું મૃત્યુ થયું. તારા સ્વજન-પરિજનોએ ત્યાં જ તાર અગ્નિસંસ્કાર કર્યો. તું કૃતંગલા નગરીમાં
શ્રી સમરાદિત્ય મહાકથા
3૮૧
For Private And Personal Use Only
Page #400
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિવદેવ નામના કુલપુત્રની પત્ની યશોધરાના પેટે અવતર્યો. તારું નામ ઇન્દ્રદેવ પાડવામાં આવ્યું. સર્પ મરીને એ જ લક્ષ્મીપર્વત ઉપર સિંહ થયો.
0 0 0 તું જ્યારે યુવાન થયો, તંગલા નગરીના રાજા વીરદેવે તને રાજ્યસેવામાં નિયુક્ત કર્યો. રાજા વીરદેવનાં બધાં જ અંગત કાર્યો તું કરતો હતો. તારા ઉપર રાજાનો વિશ્વાસ હતો.
એક દિવસ રાજા વીરદેવે તને કહ્યું : “ઇન્દ્રદેવ, તારે લક્ષ્મીનિલય નગરમાં જવાનું છે અને રાજા માનભંગને મારો આ સંદેશો આપવાનો છે. તારી સાથે પાંચ સુભટોને લઈ જજે, કારણ કે માર્ગ લાંબો છે.”
સુભટોની સાથે તે લક્ષ્મીનિલય તરફ પ્રયાણ કર્યું. માર્ગના જાણકાર સુભટે કહ્યું : જો આપણે લક્ષ્મીનિલય પર્વત ઓળંગીને જઈએ તો પચાસ યોજના ઓછા થઈ જાય.' મેં કહ્યું : “ભલે આપણે પર્વત ઓળંગીને લક્ષ્મીનિલય નગરે જઈએ!”
તમે લક્ષ્મીપર્વત ચઢવા લાગ્યા. શીતકાળ હતો. ઠંડી ખૂબ હતી. બીજી બાજુ, ચઢતાં ચઢતાં રસ્તામાં જ સૂર્ય અસ્ત થઈ ગયો. તમે બિહડોની વચ્ચેથી, ક્યાંક કોતરોની ઊંડી ખાઈમાં તો ક્યાંક ડુંગરોમાં થઈને પસાર થતા હતા. ત્યાં સુભટોએ કહ્યું : “ઇન્દ્રદેવજી, આપણે હવે આટલામાં જ ક્યાંક રાતવાસો કરીએ. અંધારામાં આગળ વધવું ઠીક લાગતું નથી. તમે ઊભા રહી ગયા. નજીકમાં તેમણે પર્વતની એક ગુફા જોઈ અને ગુફાની બહાર સમથળ ભૂમિ જોઈ તમે સહુ ત્યાં પહોંચ્યા અને રાત પસાર કરવા ત્યાં રહેવાનો નિર્ણય કર્યો.
તેં સુભટોને કહ્યું : “ઠંડી સખત છે અને પહાડી પ્રદેશ છે, એટલે આપણે અહીં તાપણું કરીને બેસીએ. આસપાસ સૂકાં લાકડાં હશે. સૂકાં પાંદડાં હશે. લઈ આવો...' સુભટોએ નાનાં-મોટાં સૂકાં લાકડાં લાવીને ઢગલો કર્યો. તેના ઉપર સૂકાં પાંદડાં નાંખ્યા, અને ચકમક ઘસીને આગ પેદા કરી. - લાકડાંની આગના પ્રકાશમાં તેમણે આસપાસનો પ્રદેશ જોયો. ગુફા પણ જોઈ. પ્રદેશ રમણીય લાગ્યો. તેઓ એક પ્રહર સુધી તાપતા રહ્યા, પછી સુભટો નિદ્રાધીન થયા. તું હજુ જાગતો બેઠો હતો તને ઊંઘ આવતી ન હતી. આગના ભડકા શાન્ત પડી ગયા હતા, પરંતુ લાકડાં સળગતાં હતાં.
તું નિશ્ચિત હતો. શરીર પર બાંધેલા શસ્ત્રો છોડીને તે એક બાજુ મૂક્યાં હતાં તું પગ લાંબા કરીને ડાબા પડખે લાંબો થયો હતો. ત્યાં ગુફા તરફથી કોઈ પશુ આવતું તને દેખાયું. એ બાજુ અંધારું વધારે હતું. તું ઝડપથી બેઠો થયો. તું વિચારે છે કે,
3૮૨
ભાગ-૧ ૪ ભવ ત્રીજો
For Private And Personal Use Only
Page #401
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ પશુ કોણ હશે?' ત્યાં તો એ ભયાનક બિહામણો ચહેરો તારી નજીક આવ્યો અને તારો પગ એણે તેના જડબામાં જકડી લીધો. તે જ ક્ષણે તને ખ્યાલ આવ્યો કે આ કોઈ સામાન્ય પશુ નથી, પણ સિંહ છે! તે જીવ પર આવીને તારો પગ ઉલાળ્યો અને તાપણામાંથી સળગતું લાકડું ઉઠાવીને સિંહ પર ઝીંકી દીધું... તેને લમણામાં જોરથી લાકડું વાગ્યું. તેથી તે પાછો હઠ્યો. પરંતુ તે બીજો કોઈ ઉપાય કરે એ પહેલાં જાણે આકાશમાંથી વીજળી ત્રાટકી હોય તેમ એ સિંહ તારા પર ત્રાટક્યો... તેણે ભીષણ ગર્જના કરી.... ગર્જના સાંભળીને સુભટ જાગી ગયા. પણ ત્યાનું દશ્ય જોઈ થીજી ગયા. વિકરાળ અને મોટી શૈલા જેવો સિંહ જોઈને તેઓના હાંજા ગગડી ગયા. તું જીવ પર આવી ગયો.... તું સિંહ પર સામો ત્રાટક્યો. અડધા સળગી ગયેલા લાકડાનો બીજો પ્રહાર કરી દીધો... લાકડું વીંઝાતાંની સાથે જ સળગ્યું... આછો ભડકો થયો. સિંહ થોડો પાછો પડ્યો. કાનના પડદા ચીરી નાંખે તેવી બીજી ગર્જના કરી. પહાડ ધણધણી ઊઠ્યો... તું શું કરવું - એ વિચારે ત્યાં સિંહ છલાંગ મારી, તું ખસી ગયો.. પણ તારો ડાબો હાથ સિંહે તેના જડબામાં પકડી લીધો.. તારા બીજા હાથમાં લાકડાનો ટુકડો હતો, તે સિંહ પર પ્રહાર કરે, તે પહેલાં સિંહે તને ઢસડવા માંડ્યો... તારું સમતુલન તૂટ્યું. તું ઘસડાવા માંડ્યો... સિંહે તારા હાથને લોહીલુહાણ કરી દીધો હતો. તેં બૂમ પાડીને સુભટોને કહ્યું : “મને મારી કટારી આપો. તરત જ તારા હાથમાં કટારી આવી ગઈ. જેટલું જોર હતું તારા શરીરમાં એટલા જોરથી સિંહ પર કટારીનો ઘા કરી દીધો, પરંતુ એની સાથે જ સિંહનો પંજો. તારા માથા પર પડ્યો... જાણે કોઈએ ઘણા ઝીંકી દીધો હોય એવી કાળી વેદના તને થઈ આવી... તેં મરણિયા બનીને સિંહ પર કટારીના ઘા કરવા માંડ્યા. તને તમ્મર આવી ગયા હતા. તારા સુભટોએ મરણતોલ બની ગયેલા સિંહને ઘેરી લઈ, એના પર ભાલાના પ્રહાર કરવા માંડ્યા... સિંહ ઢળી પડ્ય...
સુભટો તારી પાસે આવ્યા. તે છેલ્લા શ્વાસ લેતો હતો. તારું માથું ફાટી ગયું હતું... મોટું ચિરાઈ ગયું હતું. થોડીવારમાં જ તારું પ્રાણપંખેરું ઊડી ગયું.
તમારા બંનેનું મૃત્યુ થયું. તે સિંહને માર્યો, સિંહે તને માર્યો. સુભટો તારા મૃતદેહ પાસે બેસીને કરુણ રુદન કરવા લાગ્યા. છેવટે ત્યાં જ અગ્નિસંસ્કાર કરી, તેઓ પાછા કૃતંગલા નગરીએ ગયા.
0 0 0 શ્રી સ્થળ” નામના નગરમાં યક્ષદાસ નામનો ચંડાળ રહેતો હતો તેની પત્નીનું નામ માતૃયક્ષા હતું. માતૃયક્ષાના પેટમાં તમે બંને જોડિયા ભાઈ તરીકે ઉત્પન્ન થયા.
તારે નામ કાલસેન પાડવામાં આવ્યું. શ્રી સમરાદિત્ય મહાકથા
33
For Private And Personal Use Only
Page #402
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિંહના જીવનું નામ ચંડસેન પાડવામાં આવ્યું. તમે બંને મોટા થયા, તમે શિકારી બન્યા.
એક દિવસ, ચંડસેને તને કહ્યું : “ભાઈ, થોડા યોજન દૂર લક્ષ્મીપર્વત છે. આ પર્વતમાં અસંખ્ય પશુઓ છે. આપણે ત્યાં.... એ પહાડ ઉપર શિકાર કરવા જઈએ...” તને “લક્ષ્મીપર્વતનું નામ સાંભળીને રોમાંચ થયો, તારું મન પણ એ પર્વત ઉપર જવા લલચાયું.
તમે બંને, ખભા ઉપર ધનુષ્ય-બાણ લટકાવીને નીકળી પડ્યા... તમારી ધારણા મુજબ તમે લક્ષ્મીપર્વત ઉપર પહોંચી ગયા. લક્ષ્મીપર્વત આમેય તમને ગમતો જ હતો... એ પર્વત પર દાટેલો ખજાનો. પણ અસંખ્ય વર્ષોથી તમને આકર્ષતો આવ્યો
હતો.
તમે ભૂખ્યા થયા હતા. તમે એક ડુક્કરનો શિકાર કર્યો. ડુક્કર એ જગાએ જ મર્યું.. કે જ્યાં નિધાન દાટેલું હતું. તમે દોડીને એ જગાએ ગયા. આગ પેટાવી, તેમાં ડુક્કરને પકાવી, તમે પેટ ભરીને ખાધું. ખાઈને તમે એ જ જગ્યાએ આડા પડ્યા. વાતો કરવા લાગ્યા. ચંડસેન પોતાની નાની કટારીથી, પ્રયોજન વિના જમીન ખોતરતો હતો... અચાનક તેની કટારી કોઈ ધાતુના વાસણ સાથે ટકરાઈ... ચંડસેને જોયું તો જેમાં ખજાનો ભરેલો હતો તે વાસણનો કાંઠો દેખાયો. ચંડસેનની છઠ્ઠી ઇન્દ્રિય સક્રિય બની. “આ ખજાનો છે. આ વાત તેને સમજાઈ ગઈ. તેણે તરત જ એ ખાડામાં માટી નાંખવા માંડી. મેં એને પૂછ્યું : “શું છે ખાડામાં?' બીજું શું હોય? પથરા ને માટી!” “ના, ના, તું વાત છુપાવે છે... મેં જોઈ લીધું છે!”
“શું જોયું તેં?” ચંડસેનને ગુસ્સો આવ્યો. તે ઊભો થઈ ગયો. તેના મનમાં - “આ ખજાનો મારો એકલાનો જ છે. હું કાલસેનને ભાગ નહીં આપું. પણ તે માગશે... માટે એને અહીં જ મારી નાંખું!”
તું તો હજુ આડો પડીને જ વાત કરી રહ્યો હતો. ત્યાં ક્રોધથી રાતોપીળો થયેલો ચંડસેન તારા પર તૂટી પડ્યો. તારા ખભા અને ગરદન પર, તલવારથી ઘા કરતો હોય તેમ હથેળીથી ઘા કરવા લાગ્યો. ચંડસેન મહાકાય આદમી હતો. તેની તાકાત આગળ તારું કંઈ ચાલે એમ ન હતું. તું પાતળો સોટા જેવો છતાં મજબૂત હતો. તે જેવો ઊભો થવા ગયો કે ચંડસેને તારા કાન પર કસીને લાફો માર્યો. તારા ગળામાંથી વેદનાના ઊંહકારા નીકળ્યા. તું બોલ્યો : “ચંડસેન, તું મને માર નહીં, મારે ખજાનો જોઈતો નથી. પરંતુ એ શાનો સાંભળે? એ બંને હાથે તારું માથું પકડીને તને
ભાગ-૧ # ભવ ત્રીજો
For Private And Personal Use Only
Page #403
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જમીન પર પછાડ્યો. તને કળ ચઢી ગઈ... છતાં તેં એનો સામનો કર્યો. એના બે પગ તેં બગલમાં દબાવીને ઝટકો આપ્યો.. એ ઊંધા મોઢે જમીન પર પછડાયો. પરંતુ તે ઊભો થાય એ પહેલા ચંડસેન ઊભો થઈ ગયો. તારી ગરદન પર એનો જાડો હાથ વીંટાળ્યો અને બીજા હાથથી તારું મોટું દાબી દીધું... તું ગૂંગળાવા માંડ્યો. છૂટવા માટે ધમપછાડા કરવા લાગ્યો.
ચંડસેનને ખુન્નસ ચઢી ગયું હતું. એની કટારી દૂર પડી હતી તને એણે જમીન પર પછાડ્યો અને એણે દોડીને કટારી લઈ લીધી. તેનામાં જેટલું જોર હતું. તેટલું જોર વાપરીને તારા ઉપર કટારી ઝીંકી દીધી. તારા શરીરને ઊભું ચીરી નાંખ્યું.
તારું મૃત્યુ થયું. મરીને તું નરકમાં ઉત્પન્ન થયો...
કારણ કે તારા મનમાં પણ ચંડસેનને મારી નાંખવાની તીવ્ર ઇચ્છા પેદા થઈ હતી.
ચંડસેન એ જ જગાએ રહ્યો. જે જગાએ ખજાનો હતો તે જ જગા પર તેણે નાની ઝૂંપડી બનાવી દીધી. ભયથી તે ખજાનો જમીનની બહાર ના કાઢ્યો.
એક દિવસ ત્યાં બીજો ચંડાળ - શિકારી આવી ચડ્યો. તેણે ચંડસેનને કહ્યું. “મારે પણ અહીં રહેવું છે.”
ચંડસેને કહ્યું : “આ મારી જગા છે, તું નહીં રહી શકે.” પેલાએ કહ્યું : “તારી શાની જગા? જે રહે તેની!
એમ કહીને પેલા શિકારીએ ચંડસેન ઉપર તલવાર ચલાવી દીધી. ધડથી માથું જુદું કરી નાખ્યું.
ખજાનો ત્યાંનો ત્યાં રહ્યો. ચંડસેન મરીને નરકમાં ઉત્પન્ન થયો. આ રીતે, તમે બંને નરકમાં ગયા,
શ્રી સમરાદિત્ય મહાકથા
૩૮
For Private And Personal Use Only
Page #404
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[
3
જમીનમાં દાટેલા નિધાનનો તીવ્રલોભ તમને બંનેને ચાર ગતિમાં કેવા ભટકાવે છે? હે વિજયસિંહ, તીર્થંકર પરમાત્મા અતિદેવે મને સંબોધીને કહ્યું : “તારું નરકનું આયુષ્ય પૂર્ણ થયું. પાછો આ જ પ્રદેશમાં તારો જન્મ થયો.
શ્રીમંત' નામના ગામડામાં શાલિભદ્ર નામનો એક વેપારી રહેતો હતો. તેની પત્નીનું નામ હતું નંદિની. તું નંદિનીના પેટે અવતર્યો. તારું નામ બાલસુંદર પાડવામાં આવ્યું. સુશીલ માતા-પિતાનો તું સુશીલ પુત્ર હતો. સાદું સાત્ત્વિક અને સરળ જીવન જીવ્યે જ હતો. તું યૌવનવયમાં આવ્યો.
એક દિવસ ભાગ્યયોગે એ ગામડામાં “શીલદેવ' નામના જ્ઞાની-ધ્યાની અને વૈરાગી મુનિવર પધાર્યા. તેં તારા જીવનમાં પહેલી જ વાર મુનિરાજને જોયા હતા. તારા ચિત્તમાં અપૂર્વ આલાદ થયો. તે મુનિરાજને ગામમાં થોડા દિવસ રોકાવા માટે પ્રાર્થના કરી. મુનિરાજ રોકાયા.
તું પ્રતિદિન મુનિરાજ પાસે જવા લાગ્યો, તેમની સેવાશુશ્રુષા કરવા લાગ્યો. તારો ભક્તિભાવ વધવા લાગ્યો.
મુનિરાજે તને “આત્માનું જ્ઞાન આપ્યું. સદગુરુની સાચી ઓળખાણ કરાવી. પરમાત્મા સ્વરૂપનો બોધ કરાવ્યો. ગૃહસ્થ ધર્મ અને સાધુધર્મનાં વ્રત-નિયમો સમજાવ્યાં. સ્વર્ગ અને મોક્ષની સામાન્ય કલ્પના આપી. લગભગ એક માસ પૂરો થવા આવ્યો હતો.
મુનિશ્રેષ્ઠ શીલદેવે તને કહ્યું : “બાલસુંદર, માસકલ્પ પૂર્ણ થશે એટલે અમે અહીંથી અન્યત્ર વિહાર કરી જઈશું.”
મેં કહ્યું : “ગુરુદેવ, આપે મારા પર અનહદ ઉપકાર કર્યો. આપના ઉપકારનો બદલો હું કેવી રીતે વાળીશ? ગુરુદેવ, મને અણુવ્રતમય ગૃહસ્થધર્મ આપો. હું પ્રાણાંત પણ એ વ્રતોને પાળીશ..”
તે ગૃહસ્વધર્મ સ્વીકાર્યો. અનાદિ ભવચક્રમાં તું સર્વપ્રથમ જિનધર્મ પામ્યો હતો. એટલે તારા ઉમંગની અવધિ ન હતી. તેં જીવનપર્યંત શ્રાવકધર્મનું પાલન કર્યું.
તું સમાધિમૃત્યુ પામ્યો. તું દેવલોકમાં ઉત્પન્ન થયો. ત્યાં અસંખ્ય વર્ષો સુધી દિવ્ય સુખો ભોગવર્તી રહ્યો.
39
ભાગ-૧ જૂ ભવ ત્રીજો
For Private And Personal Use Only
Page #405
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવલોકનું આયુષ્ય પૂર્ણ થયું. આ જ પ્રદેશના હસ્તિનાપુર નગરમાં તારો જન્મ થયો.
સુહસ્તિ નામના નગરશ્રેષ્ઠીની પત્ની કાન્તિમતીની કૂખે તું અવતર્યો. રૂપ અને લાવણ્યમાં તું અદ્વિતીય હતો. તારું નામ સમુદ્રદત્ત રાખવામાં આવ્યું. કારણ કે તેને પ્રશાન્ત સમુદ્રનું સ્વપ્ન આવ્યું હતું, જ્યારે તું એના પેટમાં ગર્ભરૂપે આવ્યો હતો ત્યારે તારું શ્રેષ્ઠ લાલન-પાલન થવા માંડ્યું.
એ જ સમયમાં, પૂર્વજન્મનો તારો ચંડાળ-ભાઈ ચંડસેન કે જે નરકમાં ગયો હતો, તે નરકનું આયુષ્ય પૂર્ણ કરી, તમારી ગૃહદાસી સોમિલાના પેટમાં ગર્ભરૂપે ઉત્પન્ન થયો. જ્યારે એનો જન્મ થયો તેનું નામ “મંગલક' રાખવામાં આવ્યું.
જ્યારે તું યૌવનવયમાં આવ્યો, હસ્તિનાપુરમાં અનંગદેવ નામના મહાન આચાર્ય પધાર્યા. પૂર્વજન્મમાં તેં મુનિરાજ પ્રત્યે પ્રીતિ-ભક્તિ કરેલી હતી એટલે અહીં આચાર્યને જતાં જ તારાં રોમ-રોમ વિકસ્વર થઈ ગયાં. તેં દર્શન-વંદન કર્યા. આચાર્યે તને “ધર્મલાભ'નો આશીર્વાદ આપ્યો. તેઓએ તને ધર્મનો ઉપદેશ આપ્યો. તને વ્રતમય ગૃહસ્વધર્મ ગમ્યો. તે વિધિપૂર્વક ગૃહસ્વધર્મ સ્વીકાર્યો. દાસપુત્ર મંગલક તારા મિત્ર જેવો જ હતો. તને ખુશ કરવા એણે પણ અણુવ્રત સ્વીકાય.
માસિકલ્પ પૂરો થયો. આચાર્ય અન્યત્ર વિહાર કરી ગયા.
તમે બંને - તું અને મંગલક, વ્રતોનું પાલન કરો છો. પરંતુ મંગલક માત્ર તેને રાજી રાખવા વ્રતપાલન કરે છે, અને તારા પ્રત્યે દ્વેષ અને ઇર્ષા રાખે છે. દેખાવ તો મિત્રતાનો જ કરે છે. તેને મંગલક ઉપર પૂર્ણ વિશ્વાસ હોય છે.
તારાં લગ્ન થયાં, લક્ષ્મીનિલય નગરની શ્રેષ્ઠી કન્યા જિનમતી સાથે લગ્ન કરી તું સંસારનાં વૈષયિક સુખો ભોગવતો રહ્યો. એક વર્ષ પછી જિનમતીનો ભાઈ આવીને જિનમતીને લક્ષ્મીનિલય લઈ ગયો. ચાર મહિના પછી, લક્ષ્મીનિલયથી અચલ શ્રેષ્ઠીનો સંદેશો આવ્યો : “તમે આવીને જિનમતીને લઈ જાઓ.'
તારા પિતાએ તેને કહ્યું : “વત્સ, તું લક્ષ્મીનિલય જા અને પુત્રવધૂને તેડી. આવ, તારે જોઈએ તો બે-ચાર માણસોને સાથે લઈ જા. માર્ગ લાંબો છે ને વિકટ છે.”
તેં કહ્યું : “પિતાજી હું મારી સાથે મંગલકને લઈ જઈશ, બીજા માણસની જરૂર નથી.”
એક દિવસ તમે બંને મિત્રો, આવશ્યક સામગ્રી લઈને લક્ષ્મીનિલય જવા નીકળી પડ્યા. મંગલકે તીક્ષ્ણ છરી પણ પોતાની કમરમાં છુપાવીને રાખી હતી. જંગલોમાં પશુઓનો ભય રહેતો હતો. આમ તો તમે બંને નિર્ભય હતા, શક્તિશાળી હતા. વાતો કરતાં-કરતાં તમે આગળ વધી રહ્યા હતા.
કેટલાક દિવસો પછી તમે લક્ષ્મી પર્વતની તળેટીમાં પહોંચ્યા. પહાડ ઓળંગીને
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
Page #406
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
તમારે લક્ષ્મીનિલય નગરમાં જવાનું હતું. તળેટીમાં વિસામો કર્યો. રાત પસાર કરી. વહેલી સવારે પહાડ ચઢવા માંડ્યા. સતત બે પ્રહર સુધી ચઢ્યા કર્યું તમે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તમે પહાડની ઉપર વિશાળ મેદાનમાં જઈ પહોંચ્યા. બંને તમે થાકી ગયા હતા. તમે એકાદ ઘટિકા વિશ્રામ કરવાનું વિચાર્યું. મેદાનની સામે વૃક્ષોની ઘટા હતી... પાસે જ ઝરણું વહેતું હતું. શીતળ છાયા હતી, શીતળ પવન હતો. તમે બંને ત્યાં જઈને બેઠા.
તારી દૃષ્ટિ ત્યાં એક વૃક્ષના મૂળ ઉપર પડી. તને આશ્ચર્ય થયું... એ વૃક્ષનું મૂળ બહાર નીકળી રહ્યું હતું... તેં મંગલકને પૂછ્યું : ‘મંગલક, આ વૃક્ષ ‘ચક્રવડ’નું છે ને?’
મંગલકે કહ્યું : ‘હા, ચક્રવડ છે.’
‘જો, આ વૃક્ષનું મૂળ બહાર નીકળી રહ્યું છે... મને લાગે છે કે આ વૃક્ષની નીચે ખજાનો હોવો જોઈએ!’ હસતાં હસતાં તેં કહ્યું,
‘મંગલકે કહ્યું : ‘તો ખોદીને તપાસ કરું?'
‘ના રે ના, આ તો બે ઘડી મજા માટે બોલ્યો, બાકી મને ધન-સંપત્તિનો મોહ નથી. મારી પાસે ઘણી સંપત્તિ છે! આ તો મારો સ્વભાવ જરા કૌતુકપ્રિય હોવાથી મેં વાત કરી.’
‘ભલે, તને કૌતુક થયું તેમ મને પણ થયું છે... હું ખોદીને જોઉં છું...'
‘રહેવા દે મંગલ, કદાચ હશે નિધાન, તો પણ આવા પ્રદેશોમાં એના રક્ષક દેવો... વ્યંતરો કે પશુઓ હોય છે. નાહક ઉપદ્રવ શા માટે કરવો?'
પરંતુ ખજાનાની વાત સાંભળી એના મોંમાં પાણી આવી ગયું હતું. તારી ઘણી ના હોવા છતાં એક અણીવાળા લાકડાનો ટુકડો એ શોધી લાવ્યો અને ધીરે ધીરે પેલા વૃક્ષના મૂળમાં ખોદવા લાગ્યો. થોડું થોડું ઊંડું ખોદ્યું... કે ખજાનાના વાસણનો કાંઠો દેખાયો! મંગલ નાચી ઊઠ્યો : ‘અરે, આ તો મહાનિધાન છે!'
તેં મંગલકને કહ્યું : ‘મંગલ, એ ખાડો પૂરી દે, આવાં નિધાન ગ્રહણ કરવા જેવા નથી હોતાં. કોઈ અભિશપ્ત નિધાન ઘરમાં આવે તો પૂરા ઘરને ઉજ્જડ કરી નાંખે... માટે તું એની ઇચ્છા ના કરીશ. એટલું જ નહીં, બીજા કોઈને પણ વાત ના કરીશ...’
3
મંગલકે કહ્યું : ‘ભલે, મારા મિત્રની જેવી ઇચ્છા... બાકી મને તો નિધાન લેવામાં કોઈ ભય લાગતો નથી. ખજાનો ખોલીને જે કંઈ માલમતા હોય તે લઈ, તમારા શ્વસુરગૃહે રાખી શકાય. ત્યાંથી પછી આપણે હસ્તિનાપુર પહોંચાડવાની ગોઠવણ કરી શકીશું.' મંગળની વાત સાંભળીને તેં કહ્યું :
‘જો મંગલક, આ નિધાનનો જરાય લોભ રાખીશ નહીં. મને જરાય ગમતી વાત નથી.'
For Private And Personal Use Only
ભાગ-૧ * ભવ ત્રીજો
Page #407
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“મને જરાય લોભ નથી. હું તો તારા માટે – તારા લાભ માટે કહેતો હતો....”
તે જરા કડક સ્વરે કહ્યું : “મારા લાભનો તારે વિચાર કરવાની જરૂર નથી. ચાલ, આપણે અહીંથી ચાલીએ. પહાડ ઊતરતાં પણ સમય લાગશે.”
મંગલકે ખાડો પૂરી દીધો, પણ એની દાઢ સળવળી રહી હતી. “શ્રેષ્ઠીપુત્ર જરૂર મારાથી છૂપી રીતે આ ખજાનો કાઢીને લઈ જશે. વણિકપુત્ર ખજાનો જઈને લલચાયા વિના ના જ રહે. મને ભાગ ના આપવો પડે, એટલે આ પ્રમાણે એ વાત કરે છે! પરંતુ હું કંઈ ભોળો નથી. આ ખજાનો હું જ લઈશ.” આને મારીને પણ હું લઈશ.. નાનો ખજાનો નથી. મોટો ખજાનો છે. સાત પેઢી સુધી ખૂટે નહીં, એટલું ધન છે એમાં... આ તો ભાગ્યના ઉદયથી જ મળે... હું આ તક જતી નહીં કરું.”
તમે બંને મિત્રો પહાડ ઊતરવા લાગ્યા. તારા મનમાં એ ખજાનાનું આકર્ષણ રહ્યું ન હતું, પરંતુ મંગલકના મનમાં તીવ્ર આકર્ષણ હતું. તું તારા વિચારોમાં મગ્ન હતો, મંગલક એના પાપવિચારોમાં લીન હતો. એ તને મારી નાંખવાના ઉપાયો વિચારતો હતો... પરંતુ કોઈ ઉપાય જામતો ન હતો.
તમે પહાડની નીચે ગયા. લક્ષ્મીનિલયની બહાર ઉદ્યાનમાં પહોંચીને તેં મંગલકને કહ્યું : “ભાઈ મંગલક, તું નગરમાં જા, મારા સસરા અચલ શ્રેષ્ઠીના ઘરે જા. તેમના ઘરના સમાચાર લઈને આવે અને એમને આપણા આગમનની પણ વાત કરતો આવ.'
મંગલક ઉદ્યાનમાંથી બહાર નીકળ્યો. એક વૃક્ષની નીચે જઈને ઊભો. તેના મનમાં વિચારોનું ઘમસાણ ચાલતું હતું.
જો અમે નગરમાં પ્રવેશ કર્યો, તો આ શ્રેષ્ઠીપુત્ર એના સસરાની સહાયથી પેલો ખજાનો કાઢી લેશે. મને ખબરેય નહીં પડે.. ને ખજાનો હસ્તિનાપુર પહોંચી જશે! માટે અમારો નગરમાં પ્રવેશ જ ના થાય, જમાઈ - સસરા ભેગા જ ન મળે, અને અમે બારોબાર હસ્તિનાપુર તરફ, બીજા રસ્તેથી ચાલ્યા જઈએ તો માર્ગમાં હું એનું કાસળ કાઢી નાંખું.... ને પછી પહાડ ઉપર જઈને પેલો ખજાનો કાઢી લઊં!'
“સમુદ્રદત્ત નગરમાં ન જાય-તે માટે શું કરું? મંગલક વિચારવા લાગ્યો... બુદ્ધિશાળી તો હતો જ! એણે યોજના વિચારી લીધી: ચપટી વગાડીને નાચવા લાગ્યો. “સરસ ઉપાય છે, જરૂર સમુદ્રદત્ત મારી વાત માની લેશે.. એને મારા ઉપર આંધળો વિશ્વાસ છે... મારે લાભ ઉઠાવી લેવો જોઈએ. ભલે ને એ મારો મિત્ર હોય... છેવટે હું દાસીપુત્ર છું ને! અને દુનિયામાં પૈસા માટે... નિધાન માટે કોણ વિશ્વાસઘાત નથી કરતું?”
મંગલક તારી પાસે આવ્યો, મોડો આવ્યો તેનું મોટું ઊતરેલું હતું. તેની આંખોમાં નિરાશા હતી. તારા પેટમાં ધ્રાસકો પડ્યો. થોડીવાર મંગલ મૌન રહ્યો. તું અકળાયો તેં પૂછ્યું : શ્રી સમરાદિત્ય મહાકથા
૩૮૯
For Private And Personal Use Only
Page #408
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘મિત્ર મંગલક, તું કેમ ઉદાસ છે? શ્વસુરગૃહે કુશળતા તો છે ને? જિનમતી કુશળ છે ને?
શ્રેષ્ઠીપુત્ર, જો શ્વસુરગૃહે કુશળતા હોત તો હું દોડતો ના આવત? તને શુભ વધામણી ના આપત? પણ આ તો..” “શું થયું શ્વસુરગૃહે? જલદી કહે મિત્ર.. મારું મન ખૂબ અકળાય છે...” મેં કહ્યું.
પણ હું જો સાચી વાત કરીશ તો તારું મન ફાટી જશે.... તું માથાં પછાડીશ.,, તને સાચવવો મારા માટે મુશ્કેલ..' એમ બોલતાં બોલતાં મંગલકનો અવાજ ગળગળો થઈ ગયો.
તારી સ્થિતિ વિચિત્ર થઈ ગઈ. તે મંગલકના બે ખભા પકડીને હચમચાવી નાંખ્યો. તેને કહ્યું : “જે વાત હોય તે મને કહે, હું શાન્તિથી સાંભળીશ.' 'મિત્ર, જિનમતીએ પિતૃકુળને અને શ્વસુરકુળને મોટું કલંક લગાડવું છે...' એટલે?' તારી છાતી ધડકવા લાગી હતી.
એણે આ જ નગરના એક મોટા શ્રીમંત યુવાન સાથે પ્રેમ કર્યો છે અને એના ઘરમાં જઈને બેસી ગઈ છે...”
શું વાત કરે છે તે મંગલક? જિનમતી આવું ખોટું પગલું ભરે ખરી? ના, ના, તને કોઈએ ખોટી વાત કરી લાગે છે. તને અને મને ભ્રમિત કરવા માટે...”
“ના મિત્ર, બીજા કોઈએ આવી વાત કરી હોય તો હું માનું ખરો? સ્વયં અચલ શ્રેષ્ઠીએ રોતાં-રોતાં આ વાત કરી તમારી સાસુ તો ઘરના અંદરના ઓરડામાંથી બહાર જ નથી નીકળતાં. અચલ શ્રેષ્ઠીએ કહ્યું : “ભાઈ મંગલક, અમારે તો ઝેર પીને મરી જવાના દિવસો આવ્યા. એ દુષ્ટ છોકરીએ એનું પોતાનું જીવન તો બગાડ્યું. અમને નગરમાં ધિક્કારપાત્ર બનાવી દીધાં... હવે અમે જમાઈને શું મોટું દેખાડીએ? વેવાઈને શી વાત કરીએ? આ તો તું આવ્યો એટલે બધી પેટછૂટી વાત કરી દીધી. તું અમારા જમાઈનો અંગત મિત્ર છે... એટલે... બિચારા શ્રેષ્ઠી રડી પડયા. ત્રણત્રણ દિવસથી એમણે ભોજન નથી કર્યું.. મિત્ર, એમની સ્થિતિ જોઈને હું પણ ત્યાં રડી પડ્યો. શેઠે મને આશ્વાસન આપ્યું. શાન્ત કર્યો... અને હું અહીં પાછો આવ્યો.”
સમુદ્રદત્ત, તું મંગલકની વાત સાંભળી ઊંડા વિચારમાં પડી ગયો. તું જિનમતીને, તારી પત્નીને સારી રીતે જાણતો હતો. તે શીલવતી હતી, ગુણવતી હતી, “પ્રાણ જાય તો જાય, શીલ ના જવું જોઈએ, આ સિદ્ધાન્તમાં માનનારી હતી. એ આવું ખોટું કામ કરે ખરી? પરંતુ મંગલક કહે છે કે તેણે બીજા પુરુષનું ઘર માંડયું છે. કંઈ જ સમજાતું નથી...”
તેં મંગલકને કહ્યું : “મંગલ, તું મારો મિત્ર છે... મારું એક કામ કર. તું નગરમાં
3c0
ભાગ-૧ ૪ ભવ ત્રીજો
For Private And Personal Use Only
Page #409
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જા. જિનમતીએ જેનું ઘર માંડ્યું છે, એનું ઘર શોધી કાઢ... તારે જિનમતીને ના મળવું હોય તો વાંધો નહીં, પણ એ ક્યાં રહે છે, એ જાણી લાવ...”
શા માટે?” મંગલકે પૂછ્યું. હું જિનમતીને પ્રત્યક્ષ મળવા ઇચ્છું છું...' “તને ખ્યાલ આવે છે કે જિનમતીને મળવા જતાં, તારા ઉપર કેવી આપત્તિ આવે? એનો પ્રેમી પુરુષ તને હતો ન હતો કરી નાખે. અરે, જરૂર પડે જિનમતી પોતે જ તારી હત્યા કરાવી નાંખે.. તું સ્ત્રીચરિત્ર નથી જાણતો? શું આચાર્ય અનંગદેવે આપણને સ્ત્રીચરિત્ર નહોતું સંભળાવ્યું? સ્ત્રી મનમાં એક પુરુષને ચાહે, વચનથી. બીજાને પ્રેમ કરે, અને કાયાથી ત્રીજાને ભોગવે! ગહન હોય છે સ્ત્રીચરિત્ર, જિનમતી ભલે તારી સાથે હતી ત્યારે મહાસતી હશે, અહીં પિયરમાં આવીને એનું ચરિત્ર બગડી ગયું હશે...
હું તો તને એક મિત્ર તરીકે સલાહ આપું છું... કે તું હવે જિનમતીને ભૂલી જા. તને એના કરતાં પણ ચઢિયાતી શ્રેષ્ઠી કન્યાઓ મળી રહેશે.. આપણે અહીંથી સીધા હસ્તિનાપુર જઈએ. તેં શાન્તિથી મંગલકની વાતો સાંભળી. તારા મનમાં ઘોર વિષાદ ભરાઈ ગયો હતો. તે જિનમતીને સાચા હૃદયથી ચાહતો હતો... વળી, જિનમતીના પિતાનો સંદેશો મળવાથી તું લેવા માટે આવ્યો હતો. ઘડીકમાં તને જિનમતી નિર્દોષ લાગતી હતી, તો ઘડીકમાં દોષિત લાગતી હતી. મંગલકની વાત તને સાચી લાગતી હતી... તો પળવાર તેની વાત ઉપર અવિશ્વાસ થઈ આવતો હતો. તે મંગલકને પૂછ્યું :
મંગલ, આ બધી વાતમાં આપણી સાથે બનાવટ તો નથી થઈ રહીને? તું બરાબર વિચાર.. ફરીથી તપાસ કર. ઉતાવળ કરીને આપણે ચાલ્યા ના જવું જોઈએ. તું જિનમતીને પણ ગમે તે રીતે મળ.”
તારી વાત સાંભળીને મંગળે બનાવટી ગુસ્સો કર્યો. ‘શ્રેષ્ઠીપુત્ર, તને મારે કેવી રીતે સમજાવવો? તારો જિનમતી ઉપરનો મોહ મિથ્યા છે. હું ફરીવાર નગરમાં જવાનો નથી, તને મારી વાત ઉપર વિશ્વાસ ના હોય તો તું પોતે જ તારા શ્વસુરગૃહે જા.. અને ત્યાંનું કરુણ વાતાવરણ જોઈ આવ... પછી તને વિશ્વાસ પડશે મારી વાત પર અને તારી ઇચ્છા હોય તો જિનમતીને પણ મળી. આવજે... એના પ્રેમીને પણ મળી આવજે. તને શું વધારે કહું? છેવટે તું મારો શેઠ છે.. તારી મર્યાદા મારે રાખવી પડે છે... અને તારો સાથે હું છોડી શકતો નથી.' | ‘સારું, તારી વાત માનું છું. ચાલ, આપણે અહીંથી આપણા નગર તરફ પ્રયાણ કરીએ.” તમે ત્યાંથી ચાલ્યા.
છે
કે
રફ
શ્રી સમરાદિત્ય મહાકથા
3c૧
For Private And Personal Use Only
Page #410
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[L૫૪
તમે બંને એ લમીનિલય છોડીને હસ્તિનાપુરનો માર્ગ લીધો. પરંતુ તારું મન હવે હસ્તિનાપુર જવા માનતું ન હતું. તારા મનમાં જિનમતીના વિચારો ચાલતા હતા. “જિનમતી શ્રાવકકુળમાં જન્મેલી છે, એટલું જ નહીં, તે જિનવચનને પામેલી છે. એનો એક-એક વિચાર જિનવચનને અનુરૂપ બનેલો છે. આવી સ્ત્રી શું કુળને કલંક લાગે તેવું કાર્ય કરે ખરી? શું ખોટું કામ કરતાં એને જિનવચનોએ રોકી નહીં હોય? એના જિનવચનથી વાસિત હૃદયે ખોટું કામ કરતાં એને વારી નહીં હોય? મારું મન કબૂલતું નથી... કે એ આવું અકાર્ય કરે... છતાં ગુરુદેવ અનંગ-દેવ કહેતા હતા કે “મોહનીય કર્મના તીવ્ર ઉદયને પરવશ બની ગઈ હશે? કર્મના ઉદયથી તે પથભ્રષ્ટ થઈ હશે? તો તો પાપકર્મો જ ધિક્કારને પાત્ર છે. જો પાપકર્મોનો ઉદય એને સન્માર્ગથી ભ્રષ્ટ કરી શકે તો મને પણ કેમ ના કરી શકે? આ સંસાર જ ખરેખર એવો છે. સંસારમાં સારા કરતાં નરસાં નિમિત્તો વધારે મળે છે. નિમિત્તો જીવનું પતન કરે છે, માટે હવે હું આ સંસારનો, સહવાસનો જ ત્યાગ કરી દઉ.... જો હું ઘરે જઈશ. માતા-પિતા આ વાત જાણશે તો મને બીજી કન્યા સાથે પરણાવવા આગ્રહ કરશે. માટે ઘરે નથી જવું. ગુરુદેવ અનંગદેવની પાસે જાઉં... અને એમની પાસેથી સાધુધર્મ અંગીકાર કરી લઉં. આ લોક અને પરલોક સુધારી લઉં..
તો પછી, ગુરુદેવ અત્યારે ક્યાં બિરાજે છે, તે જાણીને એમની પાસે ચાલ્યો જાઉં. માર્ગમાં કોઈ સાધુપુરુષ મળી જાય તો એમને પૂછી લઈશ... અને જો મારે હસ્તિનાપુર નથી જવું. તો આ મંગલને શા માટે મારી સાથે રાખવો? એને કહી દઉં કે તે હસ્તિનાપુર ચાલ્યો જા, હું ગુરુદેવ પાસે જઈને સાધુધર્મ સ્વીકારવા ઇચ્છું છું. એણે મને ઘણો સાથ અને સહયોગ આપ્યું છે...'
તે મંગલકને કહ્યું : “મંગલ, તું હસ્તિનાપુર ચાલ્યો જા. હું હસ્તિનાપુર નથી આવવાનો. હું ગુરુદેવ અનંગદેવ આચાર્ય પાસે જઈને સાધુધર્મ સ્વીકારીશ. મારું મન વૈષયિક સુખો પરથી ઊઠી ગયું છે.”
મંગલકે કહ્યું : “સમુદ્રદત્ત, આ તારો ક્ષણિક વૈરાગ્ય છે. જિનમતીના વિરહથી વ્યથિત થઈ તું ગૃહવાસ છોડવા વિચારે છે, એ ઉચિત નથી. જિનમતી જેવી અનેક શ્રેષ્ઠી કન્યાઓ તને મળી શકે એમ છે. તે જિનમતીને ભૂલી જા.”
મિત્ર. જિનમતી તો નિમિત્ત બની છે. એ નિમિત્તને પામીને મેં સંસારનું -
૩૯૨
ભાગ-૧ ( ભવ ત્રીજો
For Private And Personal Use Only
Page #411
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગૃહવાસનું સ્વરૂપ જાણ્યું. ગૃહવાસ ખરેખર, અનેક ક્લેશોથી અને સંતાપોથી ભરેલો છે. મારું મન હવે ધર્મમાર્ગ તરફ જવા તત્પર બન્યું છે. મારી વૈષયિક તમામ ઇચ્છાઓ વિરામ પામી છે. પછી શા માટે ગૃહવાસમાં રહું? માટે હું મારા રસ્તે જઈશ, તું તારા રસ્તે જા.'
તારી વાત સાંભળીને મંગળે ઊંધો જ અર્થ કર્યો... “આ વણિક, આ રીતે મને દૂર મોકલી દઈને, એકલો પેલા પર્વત ઉપર જઈ, ખજાનો મેળવવા ઇચ્છે છે. હું જાણી ગયો એની ચાલ... પરંતુ હું કંઈ ભોળો નથી કે એની ચાલબાજી સફળ થવા દઉં....' આમ વિચારીને તેણે કહ્યું :
મિત્ર, આ રીતે માર્ગમાં તને એકલો મૂકીને હું નગરમાં નહીં જ જાઉં. મને તારાં માતા-પિતા પૂછે તો મારે શો જવાબ આપવો? મને ઠપકો મળે. મારે એવું નથી કરવું. ભલે, તારે ગુરુદેવ પાસે જવું હોય તો હું પણ સાથે આવીશ, તું દીક્ષા લઈશ, તે પછી હું હસ્તિનાપુર જઈશ... હું તારી સાથે દીક્ષા લેવા અસમર્થ છું. દીક્ષાનું પાલન કરવાનું મારું ગજું નથી..”
મંગલકની વાત સાંભળીને તું મૌન રહ્યો. મેં વિચાર્યું : “મંગલકની વાત તો સાચી છે. માર્ગમાં મને એકલો મૂકીને તે વતનમાં જાય, તે અનુચિત જ કહેવાય, તેનામાં કેવો વિવેક છે! મારા પર એને કેવો પ્રેમ છે! ભલે, એ ગુરુદેવ પાસે આવતો... હું દીક્ષા લઈશ પછી એ વતનમાં જશે તો મારાં માતા-પિતાને પણ સમાચાર મળી જશે.. કે મેં ગૃહવાસ ત્યજી દીધો છે.”
તમે થાકતા ત્યારે કોઈ ગામમાં વિસામો લેતા. તમને ભૂખ-તરસ લાગતી ત્યારે તમે કોઈ ગામમાં ભોજન કરી લેતા. અને એ રીતે તમે ચાલતા રહ્યા. મંગલકના મનમાં ભયાનક રૌદ્રધ્યાન ચાલતું હતું... તને ક્યાં અને કેવી રીતે મારી નાંખવો. આ જ ક્રૂર વિચાર કરતો હતો. એણે જોયું કે લક્ષ્મીપર્વત હવે પાછળ રહી ગયો છે..... અમે ખૂબ દૂર આવી ગયા છીએ...' તેને ચટપટી થઈ.
બીજી બાજુ, તમારો માર્ગ પણ સૂનકાર હતો. એ રસ્તે કોઈ માણસોની અવરજવર ન હતી. વચ્ચે વચ્ચે વૃક્ષોની ઘટાઓ આવતી હતી. માર્ગની આજુબાજુ ખાડા-ટેકરા હતા. મંગલક આગળ-પાછળ અને આજુબાજુ ડાફોળિયાં મારતો ચાલતો હતો...' મને કોઈ જોઈ ના જાય.. આ સમુદ્રદત્તને મારતાં...' તે તારી પાછળ ચાલતો હતો. તું તારા સારો અને શુભ વિચારોમાં ડૂબેલો હતો.
ત્યાં મંગલકે કમરેથી છરી કાઢી અને તારી પીઠમાં હુલાવી દીધી. તું સ્તબ્ધ થઈ ગયો. ઊભો રહી ગયો તું પાછળ જુએ એ પહેલાં એ ત્યાં જ છરી ફેંકી દઈ.
શ્રી સમરાદિત્ય મહાકથા
3c3
For Private And Personal Use Only
Page #412
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાછળ દોડવા લાગ્યો. “કોણે મારા પર ઘા કર્યો?' એ જોવા તે પાછળ જોયું... તો મંગલક દોડ્યો જતો હતો.. તને આશ્ચર્ય થયું...' આ મંગલક કેમ દોડે જાય છે પાછો? કોઈ ચોર કે ડાકુ તો દેખાતો નથી. શું થયું ? કોણે મારા પર ઘા કર્યો?” તેં આસપાસ જમીન પર જોયું. ત્યાં લોહીથી ખરડાયેલી છરી પડી હતી, તે છરી ઉઠાવીને જોઈ.... “અરે, આ તો મંગલકની જ છરી છે! એનું કંઈ અહિત કર્યું નથી... કે એની સાથે ખોટો વ્યવહાર કર્યો નથી...”
તે બૂમ પાડીને મંગલકને પાછા આવવા માટે કહ્યું પણ તારી બૂમ એણે સાંભળી નહીં. તે દોડતો જ રહ્યો. તારા મનમાં તરત કારણ જડી આવ્યું. જરૂ૨, મંગલકે જ આ કામ કર્યું છે. એના મનમાં, લક્ષ્મીપર્વત ઉપરના નિધાનનો લોભ જાગ્યો હશે.. લોભવશ મનુષ્ય કયું પાપ નથી કરતો? લોભદશાએ જ એની પાસે વિશ્વાસઘાત કરાવ્યો....'
તીર્થકર ભગવંત અજિતદેવે કહ્યું : વિજયસિંહ, ત્યાં તારા ચિત્તમાં જિનમતીનો વૃત્તાંત યાદ આવી ગયો... “જરૂર, આ મંગલકે જિનમતીની બધી વાત ઉપજાવી કાઢેલી હોવી જોઈએ. મને લક્ષ્મીનિલયથી દૂર કરવા માટે તેણે જિનમતી પર કલંક મૂકીને, મારા મનમાંથી જિનમતીને કાઢી નાંખવાની ચાલબાજી કરી...'
તારી પીઠમાં છરીનો ઊંડો ઘા થયો હતો. લોહી વહ્યું જતું હતું. ઘાને ઝવવાનો કોઈ ઉપાય તારી પાસે ન હતો. સૂર્યાસ્ત થઈ ગયો હતો.
ત્યાં તે સામેથી ચાલ્યા આવતા સાધુવંદને જોયું. સાધુઓએ દૂરથી તને જોયો હતો. મંગલકને ઘા કરીને દોડી જતો જોયો હતો. સાધુઓ ઝડપથી તારી પાસે આવી પહોંચ્યા. તેમણે તને ઓળખી લીધો. તેં સાધુઓને વંદના કરી, સાધુઓએ ‘ધર્મલાભનો આશીર્વાદ આપીને તેને પૂછયું : “અરે સમુદ્રદત્ત, તમને શું થયું? તમારી પીઠમાંથી લોહી વહી રહ્યું છે.'
તેં સાધુઓને સમગ્ર ઘટના કહી સંભળાવી, પછી પૂછ્યું : “હે મહાત્માઓ, તમે મને કહેશો કે મારા ગુરુદેવ અનંગદેવ મને ક્યાં મળશે?”
અહીં જ મળશે! જો, તેઓ સામેથી આવી રહ્યા છે!” તે તેઓને જોયા.. તને રોમાંચ થઈ ગયો. તારી વેદના ભૂલી ગર્યા... સામે જઈને તેં વંદના કરી. ગુરુદેવે તને “ધર્મલાભનો આશીર્વાદ આપ્યો. સાધુઓએ ગુરુદેવને તારો વૃત્તાંત કહી સંભળાવ્યો. તેઓએ તને આશ્વાસન આપતાં કહ્યું : “વત્સ, ન બનવાનું બની ગયું. આ સંસારમાં ન બનવાનું ઘણું બની જાય છે... તું એમ માનતો હતો કે મંગલક તારો મિત્ર છે. તે ક્યારેય વિશ્વાસઘાત ના કરે... અને એણે કર્યો
૩c૪
ભાગ-૧ ૪ ભવ ત્રીજો
For Private And Personal Use Only
Page #413
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| વિશ્વાસઘાત - બીજી બાજુ તારી કલ્પના પણ નહીં હોય કે અમે તને આ જગા પર મળીશું! તને સપનામાં પણ જિનમતીનું દુશ્ચરિત્ર નહીં દેખાયું હોય... તને એ સાંભળવા મળ્યું!” ' મેં કહ્યું : “ગુરુદેવ, જે સાંભળ્યું તે સાવ ખોટું! કારણ કે એ સંભળાવનાર મંગલક હતો...”
વત્સ, તારી વાત સાચી, પણ એકવાર તને એવું સાંભળવા તો મળ્યું ને? એ પણ મિત્ર પાસેથી! આ સંસાર જ એવો છે માટે ખેદ ના કરીશ. તું અમારી સાથે આવી શકશે. તને ઊંડો ઘા થયો છે. તેનો ઉપચાર પણ થાણેશ્વરમાં થઈ શકશે. અમે થાણેશ્વર જઈએ છીએ. નજીકમાં જ છે એ ગામ.'
તે તેઓની સાથે થાણેશ્વર પહોંચ્યો. આચાર્ય ત્યાં માસકલ્પ કરવા રોકાયા તારી ઘા પણ રુઝાઈ ગયો ત્યાં તેં એક દિવસ આચાર્યને કહ્યું : “ગુરુદેવ શું મને જિનમતીના સાચા સમાચાર જાણવા મળશે?”
આચાર્યે કહ્યું : “તને આજે જ સત્યવૃત્તાંત જાણવા મળશે. લક્ષ્મીનિલય નગરથી એક શ્રાવક અહીં વંદન કરવા આવ્યો છે તે તને સાચા સમાચાર આપશે. તને સમાચાર જાણવા મળ્યા કે જિનમતી એના પિતૃગૃહે છે અને તારી પ્રતીક્ષા કરે છે.'
સમાચાર જાણીને તારું ચિત્ત સ્વસ્થ થયું. તારા મનનું સમાધાન થયું. તારા ચિત્તનો સંક્લેશ દૂર થયો. સાથે સાથે મંગલકના વિષયમાં તું વિષાદથી ભરાઈ ગયો. મેં વિચાર્યું :
લક્ષ્મી-પર્વત ઉપરનો ખજાનો જોયો ત્યારથી એને લોભ જાગ્યો. મેં એને ખજાનો લેવાની ના પાડી... એટલે એ વખતે તો મારી વાત માની લીધી. પરંતુ એના મનમાંથી એ ખજાનો મળવાની ઇચ્છા ગઈ ન હતી. ઇચ્છા પ્રબળ થઈ હતી. હું એને ખજાનો ન લેવા દઉં.. માટે એણે મને મારી નાંખવાનો પ્રયત્ન કર્યો.. એણે દૂરથી આવતા સાધુઓને જોયા હશે... એટલે છરીનો એક જ ઘા કરીને તે ભાગી ગયો! જો એણે સાધુઓને ના જોયા હોત તો એ મારા ઉપર ઉપરા-ઉપરી છરીના ઘા કરી.... મને ત્યાં જ મારી નાંખત.. ખેર, મૃત્યુનો મને ભય નથી, પરંતુ સાધુધર્મની આરાધના કર્યા વિના હું મરી જાત... મારું મનુષ્યજીવન વ્યર્થ જાત... હું બચી ગયો... મને નવું જીવન મળ્યું છે. માટે હું સાધુધર્મ સ્વીકારી લઉં...'
તને સાધુધર્મ સ્વીકારવાનો ભાવ જાગ્યો, સાથે જ જિનમતીનો વિચાર આવી ગયો : “હું એકવાર જિનમતીને મળી લઉં? એના મનમાં ઘણી ચિંતા હશે.' મને લેવા માટે કેમ કોઈ ના આવ્યું? એ જ મને લેવા આવવાના હતા... શું થયું હશે એમનું?
શ્રી સમરાદિત્ય મહાકથા
૩૯૫
For Private And Personal Use Only
Page #414
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું જઈને બધી ઘટના એને કહી દઉં... પછી હું દીક્ષા લઉં તો? જો કે એ સ્ત્રી જિનવચનથી ભાવિત છે. સંસારના સ્વરૂપને સમજનારી છે. એટલે એના મનનું સમાધાન એ કરી શકે એવી છે. હું અત્યારે ના જાઉં એની પાસે.. ત્યાં જવાથી કદાચ જિનમતી અને એનાં માતા-પિતા ગૃહવાસમાં રહેવા આગ્રહ કરે. “પછીથી દીક્ષા લેવાશે..” એમ કહીને મને ગૃહવાસમાં જકડી રાખે તો મારી આંતરઇચ્છા ફળીભૂત નહીં થાય માટે હું દીક્ષા લઈને પછી ગુરુદેવની સાથે લક્ષ્મીનિલયમાં જઈશ... એ મારા પદચિહ્નો ઉપર ચાલનારી સ્ત્રી છે. મને ચારિત્રી બનેલો જોઈને, એ પણ ચારિત્ર સ્વીકારશે.
કદાચ એ પૂર્વે એને સમાચાર મળશે કે મેં સાધુધર્મ અંગીકાર કર્યો છે... તો એ મને શોધતી-શોધતી. અમે જ્યાં હોઈશું ત્યાં આવશે... અને ચારિત્ર સ્વીકારશે.”
તે લમીનિલય જવાનો વિચાર માંડી વાળ્યો. ગુરુદેવ પાસે જઈને મેં કહ્યું : ગુરુદેવ, મને સાધુધર્મ આપવાની કૃપા કરો...'
ગુરુદેવે કહ્યું : “વત્સ, તારો નિર્ણય યોગ્ય છે. અસાર સંસારમાં સારભૂત કંઈ પણ હોય તો તે ચારિત્રધર્મ છે.”
તું સાધુ બની ગયો.
આચાર્ય અનંગદેવની સાથે તું એ પ્રદેશમાં વિચારવા લાગ્યો. કેટલાક મહિનાઓ વીત્યા ત્યાં એક ગામમાં જિનમતીની સખી રહેતી હતી તે તને ઓળખતી હતી... તને સાધુના વેશમાં જોઈને તે હેબતાઈ ગઈ. તેણે તરત જ જિનમતીને સંદેશો મોકલ્યો : સમુદ્રદત્ત તો સાધુ બની ગયા છે!”
જિનમતીને જ્યારે સંદેશો મળ્યો, ક્ષણભર તે પણ સ્તબ્ધ થઈ ગઈ. એમણે દીક્ષા લીધી? ઘણું સારું કર્યું. મારો માર્ગ સરળ બન્યો. હું પણ દીક્ષા લઈશ. કારણ કે - આ સંસાર અંત વિનાના ક્લેશોથી ભરેલો છે. પ્રિયજનોના સંયોગોનું પરિણામ વિયોગ છે. વિષયસુખોના ભોગપભોગનું પરિણામ દારુણ છે. મનુષ્યજન્મમાં જિનધર્મની પ્રાપ્તિ દુર્લભ છે. જિનવચન આ ભવ અને પરભવમાં સુખકારી છે...
માટે મારે પણ ચારિત્ર જ સ્વીકારવું છે. મારી આંતરિક ભાવના તો હતી જ. પરંતુ વૈષયિક સુખોના મોહમાં હું ચારિત્ર ના લઈ શકી... જ્યારે, તેમના મનમાં તો ક્યારેય પણ ચારિત્ર લેવાની ઇચ્છા જ જાગી ન હતી. મારા કરતાં તેઓ વધારે
ભાગ-૧ * ભવ ત્રીજો
3c
For Private And Personal Use Only
Page #415
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વિલાસી હતા. વિષયાસક્ત હતા, મારા ઉપર તેમનો અગાધ પ્રેમ હતો... કેવી રીતે એમણે ચારિત્ર લીધું? એવું જ કોઈ વૈરાગ્યનું નિમિત્ત મળી ગયું હશે? સારું કર્યું છે એમણે જીવનને સફળ બનાવ્યું છે...
હું મારા માતા-પિતાની અનુમતિ લઈ, જ્યાં અનંગદેવ આચાર્ય વિચરતા હશે, ત્યાં જઈશ... તપાસ કરાવીશ કે તેઓ ક્યાં બિરાજે છે, પછી એમની પાસે જઈ, એમનાં દર્શન-વંદન કરી કૃતાર્થ થઈશ... અને ચારિત્રધર્મ સ્વીકારીશ.'
જિનમતીએ તેનાં માતા-પિતાને સમાચાર આપ્યા કે તું સાધુ બની ગયો છે. માતા-પિતાને ઘણું આશ્ચર્ય થયું. દુ:ખ પણ થયું. તેમણે જિનમતીને કહ્યું : ‘બેટી, ભલે તે સાધુ બની ગયો, તું અહીં અમારી પાસે જ રહેજે. કોઈ ચિંતા ના કરીશ...' ત્યારે જિનમતીએ પોતાનો નિર્ણય જણાવી દીધો. માતા-પિતા રડી પડ્યાં. ચારિત્ર ના લેવા જિનમતીને સમજાવી, પરંતુ જિનમતી પોતાના નિર્ણય પર અડગ હતી. જે માર્ગ મારા સ્વામીનો, એ માર્ગ મારો.’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પિતાની સાથે જિનમતીએ તારી પાસે આવવા પ્રયાણ કર્યું. તેઓ જયમંગલા નગરીમાં આવી પહોંચ્યાં કે જ્યાં તું આચાર્ય અનંગદેવની પાસે હતો.
જિનમતીએ તારાં દર્શન કર્યાં. એ આનંદવિભોર થઈ ગઈ. તેણે કહ્યું : હે આર્યપુત્ર, આપે શ્રેષ્ઠ કાર્ય કર્યું છે. મોહના વિષવૃક્ષને છેદી નાંખ્યું છે. પુરુષસિંહોનો માર્ગ લીધો છે. આ ભવસાગ૨થી તમે તો તમારો ઉદ્ધાર કર્યો જ છે, હવે મારો પણ ઉદ્ધાર કરો. હું પણ ચારિત્રધર્મ સ્વીકારવા અહીં આવી છું. આપના વૈરાગ્યે મને વૈરાગી બનાવી છે... પરંતુ કૃપા કરીને આપના વૈરાગ્યનું કારણ બતાવશો?'
શ્રી સમરાદિત્ય મહાકથા
તેં હસ્તિનાપુરથી નીકળીને. લક્ષ્મીપર્વત પર ગયા... ત્યાંથી લક્ષ્મીનિલય નગરના ઉદ્યાનમાં ગયા... ત્યાંથી પાછા વળ્યા... રસ્તામાં મંગલકે છરી મારી... ગુરુદેવનું મિલન થયું... વગેરે બધો જ વૃત્તાંત કહી સંભળાવ્યો.. જિનમતીએ કહ્યું : ‘ખરેખર, એ મંગલક આપના વૈરાગ્યનું નિમિત્ત બન્યો. અને આપનો વૈરાગ્ય, મારા વૈરાગ્યનું નિમિત્ત બન્યો.’
જિનમતીએ આચાર્ય અનંગદેવ પાસે દીક્ષા લીધી.
તેં નિરતિચાર ચારિત્રનું દીર્ઘકાળ પર્યંત પાલન કર્યું.
આયુષ્ય પૂર્ણ થયું.
કાળધર્મ પામીને દેવલોકમાં દેવ થયો.
જિનમતી પણ ચારિત્રપાલન કરી, સમાધિમૃત્યુ પામી દેવલોકમાં ઉત્પન્ન થઈ.
*
For Private And Personal Use Only
૩૯૪
Page #416
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[[પાપE
તીર્થકર ભગવંત અજિતદેવ, મારા પૂર્વજન્મોની આ રીતે ભેદ-ભરમ ભરેલી વાર્તાઓ કહી રહ્યા હતા. તે શિખીકુમાર, મારા ચિત્તમાં, ખળભળાટ થઈ ગયો હતો... ક્યારેક હર્ષવિભોર થઈ જતો, ક્યારેક વિષાદથી વ્યાકુળ બની જતો. તીર્થકર ભગવતે વાતને આગળ વધારી :
પેલો મંગલક લક્ષ્મી-પર્વત ઉપર પહોંચ્યો. જ્યાં નિધાન દાટેલું હતું તે જગાએ ગયો. તેણે ધીરે-ધીરે જમીન ખોદી... તેને નિધાન દેખાયું... સોનામહોરો જોઈ. તે નાચવા માંડ્યો. ફરી તેણે નિધાન દાટી દીધું તે પછી, આજુબાજુમાંથી પથ્થરની મોટી-મોટી શિલાઓ ઉપાડી લાવ્યો. નિધાનની જગા પર તેણે શિલાઓ ગોઠવી એક ઓટલો બનાવી દીધો, આજુબાજુ વૃક્ષની ઘટા તો હતી જ. તેણે ત્યાં નિવાસ કરી દીધો. ઝરણાનું પાણી પીવા લાગ્યો અને માંસાહારથી પેટ ભરવા લાગ્યો. લડતોઝઘડતો અને અનેક કષ્ટો સહન કરતો મંગલક એક દિવસ, એ ઓટલા ઉપર જ મરી ગયો. જંગલી પશુઓએ એના મૃતદેહની ઉજાણી કરી.
મંગલક મરીને ‘તમા’ નામની નરકમાં ઉત્પન્ન થયો.
ત્યાંનું અસંખ્ય વર્ષોનું આયુષ્ય પૂર્ણ કરી, “રાષ્ટ્રવર્ધન' નામના ગામમાં એક ચંડાળના ઘરે ‘બોકડા' રૂપે અવતર્યો. જ્યારે બોકડો મોટો થયો, એને લઈને ચંડાળ જયસ્થળ' ગામ તરફ જતો હતો. તેનો માર્ગ લક્ષ્મી-પર્વત ઉપર થઈને જતો હતો... જ્યાં પેલા નિધાનની જગા આવી, બોકડો દોડીને એ જગા પર જઈને ઊભો રહ્યો. ચંડાળે ત્યાં જઈને બોકડાને હાંકવા માંડ્યો, છતાં બોકડો ત્યાંથી ખસતો ન હતો. એને એ જગા છોડવી ન હતી, જન્મ-જન્માંતરથી એ જગા સાથે એનું ગાઢ મમત્વ બંધાઈ ગયું હતું. ચંડાળે એને મારવા માંડ્યો છતાં બોકડો ત્યાંથી આગળ વધવા તૈયાર ના થયો ત્યાં ને ત્યાં દોડવા લાગ્યો. ચંડાળને ગુસ્સો આવ્યો. તેણે એ જ જગા પર એને મારી નાંખ્યો.
મરીને એ બોકડાનો જીવ એ જ જગા પર ઉંદર થયો. તે ઉંદર, એ નિધાનના મમત્વથી ત્યાં જ દર કરીને રહી ગયો. ત્યાં એ નિધાનના પ્રદેશમાં દોડે છે. નાચે છે... અને નિધાનની રક્ષા કરે છે. એક દિવસ, એ જગાએ એક જુગારી આવ્યો. વિશ્રામ કરવા ત્યાં શાલવૃક્ષની નીચે બેઠો.. પેલા ઉંદરને ભય લાગ્યો : “આ માણસ નિધાન લઈ જશે તો?' અવ્યક્ત સંજ્ઞા હતી ને ઉંદરને! તે એ જુગારીની ચારે બાજુ પ્રદક્ષિણા દેવા માંડ્યો. બે-ચાર પ્રદક્ષિણા સુધી તો જુગારી ઉંદરને કુતૂહલથી જોઈ રહ્યો. પરંતુ પછી તે નજીક આવીને ચારે બાજુ ફરવા લાગ્યો... ક્યારેક એ જુગારીના
ભાગ-૧ ૮ ભવ ત્રીજો
3c૮
For Private And Personal Use Only
Page #417
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પગને કરડવાની ચેષ્ટા કરવા લાગ્યો. જુગારી ખિજાયો. એક પથ્થર લઈને ઉંદર ઉપર ફેંક્યો. ઉદર તરફડીને ત્યાં જ મરી ગયો.
મરીને એ ઉંદર, એ જ જુગારી સોમચંડની દુગિલા નામની પત્નીના પેટે અવતર્યો. દુMિલા કાન-નાક વિનાની અત્યંત કુરૂપ સ્ત્રી હતી. તેનો પુત્ર પણ કુરૂપ જખ્યો. એનું નામ “રુદ્રચંડ' પાડવામાં આવ્યું. જેમ-જેમ એ મોટો થતો ગયો, તેમ તેમ ગામના લોકોને રંજાડવા લાગ્યો. લોકો પણ એને મારવા લાગ્યા. ધીરે ધીરે એ ચોરી કરવા માંડ્યો. એક દિવસ પકડાયો. રાજાએ એને શૂળી ઉપર ચઢાવીને મારી નંખાવ્યો.
મરીને એ નરકમાં ઉત્પન્ન થર્યો.
નરકનું આયુષ્ય પૂર્ણ કરીને, એ આ જ લક્ષ્મીનિલય નગરમાં અશોકદત્ત શ્રેષ્ઠીની શુભંકરા નામની પત્નીના પેટમાં અવતર્યો. એ છોકરી-રૂપે જન્મ્યો. એનું નામ “શ્રીદેવી પાડવામાં આવ્યું. તે રૂપવતી હતી પણ ગુણવતી ન હતી. તે મીઠું બોલતી હતી પરંતુ એના મનમાં કપટ રહેતું. જ્યારે એ યૌવન વયમાં આવી, તેનાં લગ્ન આ જ નગરના શ્રેષ્ઠી સાગરદત્ત સાથે કરવામાં આવ્યા. કાળક્રમે શ્રીદેવીએ એક પુત્રને જન્મ આપ્યો. એનું નામ સમુદ્રદત્ત પાડવામાં આવ્યું. એ સમુદ્રદત્ત એટલે તું! દેવલોકમાં અસંખ્ય વર્ષોના જીવનકાળમાં તે અપાર દિવ્ય સુખો ભોગવ્યાં. આયુષ્ય પૂર્ણ થતાં તું શ્રીદેવીની કૂખે જન્મ્યો હતો. કાળક્રમે તું મોટો થયો, યૌવનવયમાં આવ્યો. તારાં લગ્ન, “ઈશ્વરસ્કંદ' નામના શ્રાવકની પુત્રી નન્દિની સાથે કરવામાં આવ્યાં. | વિજયસિંહ, પેલો તારો વિશ્વાસઘાતી મિત્ર મંગલક, આ જન્મમાં માતારૂપે તને મળ્યો! શ્રીદેવી ભલે તારી માતા હતી, પરંતુ ભાવથી તો તારી શત્રુ જ હતી. તારા ઉપર એને થોડો પણ સ્નેહ ન હતો. છતાં તને એના પર ખૂબ અનુરાગ હતો! પૂર્વ જન્મોના અનુરાગના સંસ્કારો ચાલ્યા આવતા હતા ને
લગ્નજીવનનાં કેટલાંક વર્ષો વીત્યાં પછી તું એક પુત્રનો પિતા બન્યો. પરિવાર આનંદિત થયો. તારી પત્ની નદિનીએ તને કહ્યું કે “આપણે લક્ષ્મી-પર્વત ઉપરના ઉદ્યાનમાં જઈએ અને ત્યાં પુત્રજન્મની ઉજાણી કરીએ. સ્નેહી-સ્વજનો અને મિત્રોને આમંત્રણ આપીએ.”
નંદિનીનો પ્રસ્તાવ તને ગમી ગયો. નિમંત્રણ મોકલાઈ ગયાં.
ઉજાણીની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી. નિશ્ચિત દિવસે સહુની સાથે તું લક્ષ્મીપર્વત ઉપર ગયો. ઉજાણીની જગા જે પસંદ કરવામાં આવી હતી, તે જોગાનુજોગ પેલા નિધાનની જ જગા હતી.. તને કંઈ ખબર ન હતી.
શ્રી સમરાદિત્ય મહાકથા
3cc
For Private And Personal Use Only
Page #418
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉજાણીના રિવાજ મુજબ, મધ્યભાગમાં “પુત્રધ્વજ” ખોસવામાં આવતો હતો. એટલે, તેં ખાડો ખોદવા માંડ્યો. થોડો ખાડો ખોદાયો ત્યાં તારી નજરે નિધાન દેખાયું! પરંતુ તેં કોઈને વાત ના કરી અને સહુ લોકો ઉજાણીની મસ્તીમાં હતા એટલે તારા તરફ કોઈનું ધ્યાન પણ ન હતું. તે ત્યાં પુત્રધ્વજ રોપી દીધો અને ઉજાણી શરૂ થઈ.
દિવસભર આનંદ મનાવીને તમે સાંજે નગરમાં આવ્યાં. સહુ પોતપોતાના ઘરે ગયા. તે પરિવાર સાથે ઘરે આવ્યો. તારા મનમાં પેલા નિધાનની, ખજાનાની વાત ઘુમરાતી હતી. તેં તારી પત્ની નંદિનીને પણ વાત કરી ન હતી. પરંતુ તે વિચાર્યું કે “મારે કોઈ વિશ્વસનીય વ્યક્તિને વાત કરવી જોઈએ... જો કે તારે વાત કરવી જરૂરી તો હતી જ નહીં કારણ કે તને એ નિધાનનું કોઈ આકર્ષણ હતું જ નહીં. માત્ર કુતૂહલ હતું. તેં વિચાર્યું :
આ વાત હું મારી માતાને કરું તો? એને પૂછું કે મારે આ નિધાન અંગે શું કરવું જોઈએ.. એ કહે એ પ્રમાણે કરીશ...'
તેં તારી માતા શ્રીદેવીને નિધાનની વાત કરી. કપટી શ્રીદેવીએ શાન્તિથી વાત સાંભળી. જરાય આશ્ચર્ય ન બતાવ્યું... જરાય આકર્ષણનો ભાવ મુખ પર ના આવવા દીધો. પરંતુ મનમાં તો ખજાનાનું ભરપૂર આકર્ષણ જાગી ગયું. તેણે કહ્યું : “વત્સ, પહેલાં તું મને એ ખજાનાની જગા બતાવ, એ જોયા પછી, તારે એ અંગે શું કરવું જોઈએ તેનું માર્ગદર્શન આપીશ.”
આવતીકાલે આપણે બે એ જગા પર જઈશું!” ભોળા ભાવે તેં તારી માતાને એ ખજાનાની જગા દેખાડી દીધી! જગા જોઈને માતાએ કહ્યું : “વત્સ, થોડી માટી ખોદીને મને નિધાન દેખાડ.'
તેં ખાડો ખોદેલો જ હતો. માટી બહાર કાઢીને તે નિધાન દેખાડ્યું. શ્રીદેવી હિંગ થઈ ગઈ નિધાન જોઈને! જન્મ-જન્માંતરના સંસ્કાથી, નિધાન અને નિધાનની જગા પર એને અત્યંત આકર્ષણ જાગ્યું. છતાં મનના ભાવો ઉપર સંયમ રાખીને, તેણે ખૂબ સ્વસ્થતાથી તને કહ્યું :
બેટા, અત્યારે આપણે આ નિધાનને અહીં જ રાખીએ, કારણ કે જો રાજાને ખબર પડી જાય કે સમુદ્રદત્તને જમીનમાંથી નિધાન મળ્યું છે...” તો રાજા એ નિધાનને લઈ જાય! કારણ કે જમીનમાંથી જે કંઈ ધન-માલ નીકળે, તેના પર રાજાનો અધિકાર હોય છે. આપણે આપણા ઘરે લઈ જઈએ નિધાન, તો રાજાના અપરાધી બનીએ... રાજા નિધાન તો લઈ જાય,
ઉપરાંત આપણી સંપત્તિ પણ લઈ જાય..”
૪00.
ભાગ-૧ ૪ ભવ ત્રીજો
For Private And Personal Use Only
Page #419
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તને તારી માતાની વાત યોગ્ય અને ઉચિત લાગી. રાજાને કે રાજપુરુષોને ખબર ના પડે, એ રીતે એ ખજાનો ઘર ભેગો કરી લેવાની વાત, તારા ગળે ઊતરી ગઈ. શ્રીદેવીના મનનું કપટ તે જાણી શક્યો નહીં.
શ્રીદેવીએ વિચાર્યું : “આ નિધાન સામાન્ય નથી. એમાં લાખો સોનામહોરો છે. શા માટે હું એકલી જ એ નિધાનની માલિક ના બનું? જો સમુદ્રદત્ત એ નિધાન લઈ આવશે તો એ એનો માલિક બનશે. એની પત્ની નંદિની માલિક બનશે... મને કંઈ નહીં મળે. વળી, અત્યારે ભલે સમુદ્રદત્ત માતૃભક્ત છે, પરંતુ નિધાન મળ્યા પછી એ મોટો ધનવાન બની જશે.. પછી કદાચ એ મને ઘરમાંથી કાઢી પણ મૂકે. માટે ખજાનો, ગમે તે રીતે હું મારો કરી લઉ....
પરંતુ હું એ ખજાનો પુત્રથી છુપો ક્યાં રાખીશ? અને હું એને લઈ આવું. છૂપાવી પણ રાખ્યું પછી જ્યારે એ ખજાનો લેવા જશે... ને ખજાનો નહીં મળે ત્યારે એને મારા ઉપર જ શંકા થવાની.. કારણ કે મારા સિવાય કોઈને એણે ખજાનો દેખાડવો નથી. એ ખજાનો મેળવવા મારી સાથે ઝઘડો કરશે. એની પત્નીને ખબર પડે તો, એ પણ મારી સાથે ઝઘડો કરે. કદાચ અડધી રાતે મારું ગળું દાબી દઈ મને કોઈ ખાડામાં દાટી દઈ... એ ખજાન મેળવી લે.
એ મને મારે, એ પહેલાં હું જ સમુદ્રદત્તને મારી નાખું તો? હા, જો ખજાનો જોઈતો હોય તો આવું કામ કરવું પડે... ત્યાં પછી પાપ-પુણ્યનો વિચાર ના કરાય..
પરંતુ એને મારવો કેવી રીતે? બળથી હું એને ના મારી શકું. એ ઘણું બળવાન છે. નંદિનીને ગંધ ના આવે એ રીતે મારે એનું કાસળ કાઢી નાંખવું જોઈએ. કોઈ સારો ઉપાય શોધવો પડશે.' આ રીતે તારી માતા, તને મારી નાંખવાના ઉપાયો વિચારતી હતી. તેની આકુળતા-વ્યાકુળતા વધતી ચાલી.
બધાં સુખો હતાં એની પાસે, પરંતુ તે દુઃખથી જીવવા લાગી. જે સુખ તેની પાસે ન હતું, તે ખજાનાનું સુખ મેળવવા માટે તે વલખાં મારવા લાગી.
તું તો થોડા દિવસો પછી, એ ખજાનાને જ ભૂલી ગયો! તું તારી ધર્મઆરાધનામાં અને વેપાર-વ્યવસાયમાં વ્યસ્ત રહેવા લાગ્યો. તારી પત્ની નંદિની તને પૂર્ણ સમર્પિત હતી, એટલે વૈષયિક સુખો પણ ભરપૂર ભોગવતો હતો, છતાં અષ્ટમી-ચતુર્દશીના દિવસોમાં તું પૌષધ-ઉપવાસ કરતો હતો. તારી હવેલીના જ એક ભાગમાં તેં પૌષધશાળા બનાવી હતી. એ પૌષધશાળામાં દિવસ અને રાત તું ધર્મધ્યાનમાં લીન રહેતો હતો. આ રીતે તું ધર્મ-અર્થ અને કામ, આ ત્રણે પુરુષાર્થનું સુયોગ્ય પાલન કરતો હતો.
તું ઉપવાસના બીજા દિવસે પારણું કરતો, તે પારણું હમેશાં તારી માતા કરાવતી હતી, વર્ષોથી આ જ પદ્ધતિ ચાલી આવતી હતી, તારી માતાને બસ, આ ઉપાય જડી શ્રી સમરાદિત્ય મહાકથા
80
For Private And Personal Use Only
Page #420
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગયો. તને ઉપવાસના પારણામાં દૂધ સાથે ઝેર આપી દેવાની યોજના એણે બનાવી દીધી.
ચતુર્દશીના પૌષધ-ઉપવાસનું તારે પારણું હતું. તું પારણું કરવા બેઠો. શ્રીદેવીએ દૂધમાં ઝેર નાંખીને તૈયાર રાખ્યું હતું. તને એ દૂધ આપી દીધું. તારું મન તો નિઃશંક હતું... તું દૂધ પી ગયો.. શ્રીદેવી રાજીની રેડ થઈ ગઈ... એની યોજના સફળ થઈ... પરંતુ થોડી જ વારમાં તારા શરીરમાં ઝેર ફેલાવા લાગ્યું. તારું શરીર ખેંચાવા માંડ્યું... તારી આંખો પહોળી થઈ ગઈ... ને તું વેદનાથી વ્યાકુળ બની જમીન પર આળોટવા લાગ્યો... ત્યાં તારી પત્ની નંદિની આવી ગઈ. તારી આ સ્થિતિ જોઈને તેણે કણ કલ્પાંત કરી મૂક્યો.. નોકરોને બોલાવ્યા, પાડોશીઓને ભેગા કરી દીધા.. “જુઓ. જુઓ... મારા સ્વામીને શું થઈ ગયું..? પારણું કરતાં કરતાં... એ ઢળી પડ્યા...”સેંકડો માણસોથી તારી હવેલી ભરાઈ ગઈ. શ્રીદેવી ગભરાઈ ગઈ... તેણે પણ નાટક કરવા માંડ્યું. છાતી કૂટવા લાગી... માથું પછાડવા લાગી.. હાય... હાય.. મારા છોકરાને શું થઈ ગયું...? મારા દીકરાને કોઈ બચાવો...'
ગામના એક સગૃહસ્થ નંદિનીને કહ્યું : “દેવી, સમુદ્રદત્તના શરીરમાં ઝેર ફેલાઈ ગયું છે. એનું ઝેર ઉતારવું જોઈએ.'
કોણ ઉતારી શકે છેનંદિની ચોધાર આંસુએ રડતી હતી. ‘દેવી, હું હમણાં જ ઉદ્યાનમાં જઈને આવું છું. ગઈકાલે ઉદ્યાનમાં એક સિદ્ધપુત્ર' સાથે મારી મુલાકાત થઈ હતી. તેઓ મંત્રસિદ્ધ મહાપુરુષ છે. જરૂર તેઓ આવે તો આ ઝેર ઉતારી શકે.”
નંદિનીએ કહ્યું : “હે ઉપકારી પુરુષ, તમે અમારા રથમાં બેસીને ત્વરાથી જાઓ...'
પરંતુ એ પુરુષ ઘરની બહાર નીકળતો હતો, ત્યાં જ સામેથી સિદ્ધપુત્ર ત્વરાથી આવી રહ્યા હતા. તેમણે કહ્યું : “મને સમાચાર મળ્યા કે શ્રેષ્ઠીપુત્ર સમુદ્રદત્તને ઝેર આપવામાં આવ્યું છે... હું તરત જ રવાના થઈને આવ્યો. સિદ્ધપુત્ર ઘરમાં આવ્યા.
તેમના તેજથી, પ્રભાવથી શ્રીદેવી ધ્રૂજી ઊઠી. તે ત્યાંથી બીજા ખંડમાં ચાલી ગઈ. સિદ્ધપુત્રના મુખ પર સ્મિત આવી ગયું.
નંદિનીને કહ્યું : “દેવી, રજતપાત્રમાં અને પાણી આપો.' તરત જ નંદિનીએ રજતના કલશમાં શુદ્ધ પાણી ભરીને સિદ્ધપુત્રને આપ્યું. સિદ્ધપુત્રે કળશ હાથમાં રાખી, આંખો બંધ કરી... બે ક્ષણ મંત્રજાપ કર્યો અને પાણી સમુદ્રદત્તના શરીર પર છાંટયું. અને એનું મુખ ખોલીને પાણી મુખમાં નાંખ્યું... કળશ બાજુ પર મૂકીને તેમણે તારા માથા પર હાથ મૂક્યો. મૂકી જ રાખ્યો... એક ઘટિકા પછી તેં આંખો ખોલી... તું બેસી
802
ભાગ-૧ ૪ ભવ ત્રીજો
For Private And Personal Use Only
Page #421
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગયો. ને જોરજોરથી વમન કરવા લાગ્યો... વમનમાં, શરીરમાંથી બધું જ ઝેર નીકળી ગયું. તું હાંફી રહ્યો હતો. પુનઃ તું સૂઈ ગયો. તને નિદ્રા આવી ગઈ.
સિદ્ધપુત્રે કહ્યું : “દેવી, શ્રેષ્ઠીપુત્ર હવે કુશળ છે. શરીરમાંથી ઝેર નીકળી ગયું છે... તેને સારું છે...'
નંદિની સિદ્ધપુત્રનાં ચરણોમાં પડી ગઈ. આંખોમાં આંસુ સાથે તેણે કહ્યું : “આપે મારું સૌભાગ્ય અખંડ રાખ્યું... આપે મારા ઉપર અનંત ઉપકાર કર્યો... ભગવંત! શું આપ મને કહેશો કે મારા સ્વામીને કોણે ઝેર આપ્યું?'
દવી, ઝેર આપનાર વ્યક્તિ તારા ઘરમાંથી ચાલી ગઈ છે. હવે એ વ્યક્તિ ઘરમાં પાછી નહીં આવે. દ્રવ્યલોભથી પ્રેરાઈને એણે ઝેર આપેલું. ખેર, શ્રેષ્ઠીપુત્રના પુણ્યોદયથી જ, મારે આ નગરમાં આવવાનું થયું હશે! દેવી, તમે એક ઉત્તમ પુરુષની અધગના છો...” સિદ્ધપુત્ર ત્યાંથી ચાલ્યા ગયા. બે ઘટિકા પછી તારી નિદ્રા દૂર થઈ. નંદિનીએ તને ભાવપૂર્વક પારણું કરાવ્યું. તેં પૂછ્યું : “માતા ક્યાં છે?”
નંદિનીએ કહ્યું: ‘તેઓ ચાલ્યાં ગયા છે, હવે પાછાં નહીં આવે.. એમ, તમારું ઝેર ઉતારનારા મહાપુરુષે કહ્યું છે.' તું વિચારમાં પડી ગયો. નંદિનીએ કહ્યું :
એ ઉપકારી સિદ્ધપુત્રે એ પણ કહ્યું કે આપને ઝેર પણ એમણે જ આપ્યું હતું... એ પણ દ્રવ્યલોભથી..”
ઓહો... તો મારી માતાના મનમાં પેલું નિધાન રમતું હતું? એ નિધાન એને એકલીને મેળવવું હતું? અહો, આ સંસાર કેવો છે? આ જીવન કેવા ઉપદ્રવોથી ભરેલું છે? કપાયો જીવને કેવો પાપી બનાવી દે છે? આજે માતાને કષાયોએ ભાન ભુલાવ્યું... કાલે મને ભાન ભુલાવે. માટે મારે આ ગૃહવાસમાં રહેવું જ નથી. હું સાધુધર્મ અંગીકાર કરી... મોક્ષમાર્ગની આરાધના કરી લઉં!'
તેં નંદિનીને વાત કરી. એણે અનુમતિ આપી.
તેં આચાર્ય દેવશર્મા પાસે ચારિત્રધર્મ સ્વીકાર્યો. ચારિત્રનું નિરતિચાર પાલન કર્યું : સમાધિમૃત્યુ થયું. તું દેવલોકમાં દેવ થયો.
તારી માતા શ્રીદેવી, લક્ષ્મીપર્વત ઉપર પહોંચી. નિધાનની જગા ઉપર તેણે સ્વયં કલાત્મક મહાપીઠિકા બનાવી અને ત્યાં જ રહેવા લાગી.
તેનું આયુષ્ય પૂર્ણ થયું. મરીને તે નરકમાં ગઈ. શ્રી સમરાદિત્ય મહાકથા
808
For Private And Personal Use Only
Page #422
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
L'us77
તીર્થકર ભગવંતે કહ્યું : “વિજયસિંહ, તારું દેવલોકનું આયુષ્ય પૂર્ણ થયું, તું આ લક્ષ્મીનિલય નગરમાં શ્રેષ્ઠી સાગરદત્તની પત્ની શ્રીમતના પેટે અવતર્યો... તારો જન્મ થયો, તારું નામ વિજયસિંહ પાડવામાં આવ્યું.
જ્યારે શ્રીદેવીએ અસંખ્ય વર્ષ નરકમાં ઘોર દુઃખો સહ્યાં. નરકનું આયુષ્ય પૂર્ણ થયા પછી તે તિર્યંચગતિમાં ભટકી.. ભટકતાં ભટકતાં એ એકેન્દ્રિય વનસ્પતિમાં આવી એ જ આ નાળિયેરીના વૃક્ષરૂપે છે!
મારી ભવપરંપરા સાંભળીને મને વૈરાગ્યે થયો. મેં ત્યાં સમવસરણમાં જ, ભગવંતની સમક્ષ, મહારાજાની અનુમતિ લીધી અને પેલો ખજાનો બહાર કાઢ્યો. દીન, અનાથ અને દુ:ખી જીવોને એ ધન આપી દીધું. અને આચાર્ય વિજયધર્મની પાસે ચારિત્રધર્મ સ્વીકાર્યો.
શિખીકુમારે આચાર્ય વિજયસિંહની જન્મ-જન્માંતરની કથા, એમના જ શ્રીમુખે સાંભળી, તેનું ચિત્ત અનેક વિચારોમાં ખોવાઈ ગયું હતું... તેને તેની માતા જાલિની યાદ આવી અને પિતા બ્રહ્મદત્ત પણ યાદ આવ્યા. તેણે આચાર્યદેવને કહ્યું :
ગુરુદેવ, આ સંસાર ખરેખર એવો જ છે.... આપે ચારિત્રધર્મ સ્વીકારી ઉત્તમ કાર્ય કર્યું... ગુરુદેવ, મનુષ્યના માટે ધર્મ જ ઉપાદેય છે, તો કૃપા કરીને મને મૂળભૂત ધર્મ સમજાવવાની કૃપા કરો.”
આચાર્યશ્રી વિજયસિંહે કહ્યું : “કુમાર, તીર્થકરોએ મૂળભૂત ઘર્મ ચાર પ્રકારનો બતાવ્યો છે.
૧. દાનધર્મ. ૨. શીલધર્મ. ૩. તપધર્મ. ૪. ભાવધર્મ. પ્રથમ દાનધર્મ ત્રણ પ્રકારનો છે ? જ્ઞાનદાન, અભયદાન અને ધર્મોપગ્રહ દાન.
સર્વપ્રથમ હું તને જ્ઞાનદાન સમજાવું છું. જે મહાનુભાવો સર્વજ્ઞભાષિત જ્ઞાન બીજાઓને આપે છે, તેઓ ખરેખર સુખોનું જ દાન આપે છે. કારણ કે મનુષ્ય
ભાગ-૧ ભવ ત્રીજો
For Private And Personal Use Only
Page #423
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનથી જ પુણ્ય અને પાપ જાણે છે. પાપોને જાણી, પાપોનો ત્યાગ કરી, મનુષ્ય નરકગ્ગત અને તિર્યંચગતિનાં દુ:ખોથી બચી જાય છે. પુણ્યકાર્યમાં પ્રવૃત્તિ કરવાથી તે મનુષ્યગતિ અને દેવગતિનાં ઉત્તમ સુખો પ્રાપ્ત કરે છે.
જ્ઞાનથી જ મનુષ્ય ‘મોક્ષ’ને સમજે છે, મોક્ષમાર્ગ પર ચાલે છે અને મોક્ષનાં સુખ મેળવે છે. એટલે જ્ઞાનદાન એ મોક્ષસુખનું દાન છે!
જ્ઞાનદાનનું અંતિમ ફળ, જ્ઞાનદાતાને સર્વજ્ઞતાની પ્રાપ્તિ છે. જ્ઞાનદાતા સર્વજ્ઞ વીતરાગ બને છે... આ રીતે જ્ઞાનદાતા અને જ્ઞાનગ્રાહક, બંનેના માટે જ્ઞાનદાન હિતકારી છે.'
શિખીકુમારે કહ્યું : ‘ભગવંત, આપ નિરંતર જ્ઞાનદાન આપીં જ રહ્યા છો... મારા જેવા અનેક જીવોનું હિતકરી જ રહ્યા છો... આપે જ્ઞાનદાનનો મહિમા સમજાવ્યો, તે યથાર્થ જ છે.'
કુમાર, હું તને બીજું અભયદાન સમજાવું છું.
જીવોની હિંસા ના કરવી, ના કરાવવી અને જેઓ હિંસા કરતા હોય તેને સારી ના માનવી, એ અભયદાન કહેવાય. મન-વચન અને કાયાથી હિંસાનો ત્યાગ કરવાનો છે. આવું અભયદાન સાધુપુરુષો આપતા હોય છે. તેઓ એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીના જીવોને અભય આપે છે.
કુમાર, સંસારના સર્વ જીવો હંમેશાં જીવવાની અભિલાષા રાખે છે, માટે તેમને પ્રિય હોય એ જ કરવું. એ જીવોને જીવવા દેવાના. ખરેખર તો સામા જીવને જે પ્રિય હોય તે આપીએ-એ સાચું દાન છે. જીવોર્ન પોતાનું જીવન પ્રિય હોય છે... માટે તેમને અભય આપવું જોઈએ.
અભયદાન આપનાર મનુષ્ય, જન્માંતરોમાં દીર્ઘ આયુષ્ય પામે છે, સુંદર રૂપ પામે છે અને શરીરની નીરોગિતા પામે છે. અભયદાતા મનુષ્ય શ્રેષ્ઠ લોકપ્રિયતા પામે છે.
બીજા જીવોને જીવવા દેવા, એ અભયદાન છે.’
શિખીકુમારે કહ્યું : ‘આવું અભયદાન તો માત્ર સાધુપુરુષો જ આપી શકે...' આચાર્યશ્રીએ કહ્યું : ‘આંશિક રીતે અભયદાન શ્રાવકો પણ આપી શકે.'
ત્રીજું દાન છે : ‘ધર્મોપગ્રહ દાન, ધર્મ એટલે ચારિત્રધર્મ. જે મહાત્માઓ ચારિત્રધર્મનું પાલન કરે છે, તેમને ઉપયોગી બને તેવી વસ્તુઓનું દાન આપવું જોઈએ. સાધુને યોગ્ય આહાર પાણી, વસ્ત્ર, પાત્ર, ઔષધ, મકાન, આસન, પાટ-પાટલા વગેરે આપવું, એ ધર્મોપગ્રહદાન કહેવાય,
શ્રી સમરાદિત્ય મહાકા
For Private And Personal Use Only
vou
Page #424
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શિખીકુમારે પૂછ્યું : ‘ગુરુદેવ, દાન આપનારે કેવી ભાવનાથી આપવું જોઈએ ? અને કેવા દ્રવ્યનું આપવું જોઈએ?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચાર્યદેવે કહ્યું : ‘કુમાર, આ લોકનાં કે પરલોકનાં સુખ મેળવવાની ઇચ્છા વિના દાન આપવું જોઈએ.’ ‘મારાં કર્મોની નિર્જરા થાઓ...’ આ ભાવનાથી દાન આપવું જોઈએ, પરંતુ.
* હું દાન આપીશ તો મારો યશ ફેલાશે,
* હું દાન આપીશ તો મને સુખ મળશે...
* હું પણ દાન આપી શકું છું! આવા અભિમાનથી આપેલા દાનનું વિશેષ ફળ નથી મળતું...
* જેમનાં ચિત્ત અજ્ઞાન અને મોહથી કલુષિત હોય છે, તેવા મનુષ્ય ઘણું દાન આપતા હોય, છતાં વિશેષ ફળ નથી મળતું.
* જેઓ જિનાજ્ઞા વિરુદ્ધ દાન આપે છે, તેઓ દાન આપવા છતાં સંસારમાં ભટકી જાય છે.
શિખીકુમારે પૂછ્યું : ‘ગુરુદેવ, દાન લેનારની પણ યોગ્યતા હોવી જોઈએ ને?' ‘હોવી જ જોઈએ. ગુણવાન, જ્ઞાનવાન, શ્રદ્ધાવાન અને ચારિત્રવાન મહાત્માઓ દાન ગ્રહણ કરવા માટે યોગ્ય છે.’
‘ભગવંત, દાન આપવા માટે શું સમય-કાળ જોવો આવશ્યક હોય છે?’
‘દાન યોગ્ય કાળે આપવું જોઈએ. નિર્દોષ વસ્તુઓનું દાન આપવું જોઈએ. ખેડૂત યોગ્ય કાળે ખેતી કરે છે તો એને સારો પાક મળે છે, તેમ મહાત્માઓને યોગ્યકાળે દાન આપવામાં આવે તો તે મહાન ફળને આપે છે.’
શિખીકુમારે પૂછ્યું : ‘ભગવંત, દાન આપનારના ભાવની પ્રધાનતા હોવી જોઈએ
ને?”
‘અવશ્ય, ભાવની પ્રધાનતા હોવી જ જોઈએ. દાન આપતી વખતે, દાતાનું ચિત્ત ઉલ્લસિત જોઈએ. તેનું શરીર રોમાંચિત થઈ જવું જોઈએ. ‘મને સુપાત્રદાન આપવાનો ધન્ય અવસર મળી ગયો!' આવો ઉલ્લાસ જોઈએ.
‘ગુરુદેવ, આ તો આપે સુપાત્રદાનની વાત કરી, શું તીર્થંકર ભગવંતોએ અનુકંપાદાન આપવાની ના પાડી છે?'
dos
‘નહીં, તીર્થંકરોએ અનુકંપાદાન આપવાની ક્યારે પણ ના નથી પાડી. અનુકંપાદાન પણ આપવું જ જોઈએ.
કુમાર, આ રીતે તને દાનધર્મ સમજાવ્યો. હવે તને શીલધર્મ સમજાવું છું :
ભાગ-૧
ભવ ત્રીજો
For Private And Personal Use Only
Page #425
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* પહેલું શીલ છે વિરતિ.
* બીજું શીલ છે કષાયનિગ્રહ.
* ત્રીજું શીલ છે બાર ભાવનાઓનું ચિંતન,
* ચોથું શીલ છે શ્રદ્ધા અને સંવેગ.
* પાંચમું શીલ છે નિષ્કામ ચિત્તથી સર્વ જીવો પ્રત્યે મૈત્રી.
* છઠ્ઠું શીલ છે, ક્ષમા-નમ્રતા-સ૨ળતા-નિર્લોભતા.
જે મનુષ્ય આ શીલધર્મનું પાલન કરે છે તે સદ્ગતિ પામે છે, દુર્ગતિમાં ક્યારેય જતો નથી.
શિખીએ પૂછ્યું : ‘ભગવંત, શું આ છયે પ્રકારનાં શીલ પાળે, તે શીલવાન
કહેવાય?'
‘એ તો કહેવાય જ, પરંતુ જે ઓછાં-વત્તાં પાળે, તે પણ શીલવાન કહેવાય. આ રીતે શીલધર્મ સમજાવીને હવે તને તપધર્મ સમજાવું છું.
કુમાર, ત્રણ ભુવનના નાથ તીર્થંકરોએ બાર પ્રકારનો તપધર્મ બતાવ્યો છે. ઉપવાસ, ઊણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ અને સંલીનતા-આ છ પ્રકારનો બાહ્ય તપધર્મ છે, પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ - આ છ પ્રકારનું આત્યંતર તપ છે.
કુમાર, આ બાર પ્રકા૨ના તપધર્મનું શક્તિ મુજબ સેવન કરનાર જીવો મહાન સુખો પ્રાપ્ત કરે છે, અને દુઃખોનો નાશ કરે છે.
હવે તને ભાવધર્મનું સ્વરૂપ સમજાવું છું :
ૐ સમ્યગ્ દર્શન, જ્ઞાન અને ચારિત્રની ભાવનાઓ ભાવવી.
* બાર પ્રકારની વૈરાગ્ય ભાવનાઓ ભાવવી.
* તીર્થંકરી માનસ ભક્તિ કરવી.
* સંસારની ઘૃણાસ્પદતાનું ચિંતન કરવું.
* ગુણવાન સાધુપુરુષોના ગુણોની હાર્દિક અનુમોદના કરવી.
* સર્વજ્ઞભાષિત ધર્મની ઉપાદેયતા વિચારવી.
* મોક્ષના સુખની કલ્પનાઓ કરવી,
* સ્વ-દોષોની ગર્હ કરવી,
* કલ્પનાથી ગુરુ સમક્ષ સ્વ-દોષોને પ્રગટ કરવા.
* સત્પુરુષોના પરિચયથી થતા લાભોનો વિચાર કરવો.
શ્રી સમરાદિત્ય મહાકા
For Private And Personal Use Only
roy
Page #426
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આ બધો ભાવધર્મ છે, જે મનુષ્ય આ ભાવધર્મની આરાધના કરે છે, તે પરમ શક્તિ પામે છે. પરમ સમતા પામે છે.
આ રીતે કુમાર, દાન-શીલ-તપ અને ભાવ-ચાર પ્રકારના ધર્મનું પાલન કરીને તું આ જીવનને ધન્ય બનાવ. ધર્મથી જ આત્માનું કલ્યાણ થાય છે.
શિખીકુમારે કહ્યું : ‘ગુરુદેવ, આપે ચાર પ્રકારનો જે ધર્મ બતાવ્યો, અને એના પ્રભાવી બતાવ્યા, તે યથાર્થ છે, એમાં કોઈ શંકા નથી, પરંતુ મને એમ સમજાય છે કે દાનધર્મ સિવાય બાકીના ત્રણ ધર્મોનું પાલન, સારી રીતે ગૃહસ્થ ન કરી શકે. એ શ્રમણપણામાં, સાધુજીવનમાં જ શક્ય લાગે છે.
ગુરુદેવ, એ શ્રમણજીવન જીવવા માટે કેવો મનુષ્ય યોગ્ય ગણાય? કારણ કે આ શ્રમણજીવન સહેલું નથી.
આચાર્યદેવે કહ્યું : તારો પ્રશ્ન ઉચિત છે. શ્રમણજીવન જીવનાર મનુષ્યમાં આટલી યોગ્યતાઓ હોવી જોઈએ.
* તે ‘આર્ય’ હોવો જોઈએ.
* ઉચ્ચ જાતિમાં, ઉચ્ચ કુળમાં જન્મેલો જોઈએ.
* જેનાં પાપકર્મો ઘણાં ક્ષીણ થઈ ગયાં હોય,
* જેની બુદ્ધિ નિર્મળ હોય,
* સંસારનાં યથાર્થ સ્વરૂપનો જ્ઞાતા જોઈએ...
* પરિપક્વ વૈરાગ્યવાળો જોઈએ.
* જેના કષાયો મંદ હોય.
* અલ્પ હાસ્યવાળો હોય.
* જેનામાં કૌતુકવૃત્તિ ના હોય.
* વિનીત જોઈએ.
* શિષ્ટ પુરુષોને માન્ય હોય, * દ્વેષી ના જોઈએ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* સુંદર દેહાકૃતિવાળો જોઈએ.
♦ તેની શ્રદ્ધા સ્થિર જોઈએ.
* જિનશાસનને સમર્પિત જોઈએ.
804
શિખીકુમારે કહ્યું : ‘ગુરુદેવ, આપે કહેલી બધી વાતો મને ગમી છે. હું આપને સમર્પિત થાઉં છું. આપ કહો તે પ્રમાણે ક૨વા તત્પર છું.’
For Private And Personal Use Only
ભાગ-૧ * ભવ ત્રીજો
Page #427
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચાર્યદેવે વિચાર્યું : “આ કુમાર કેવો વિચક્ષણ છે? કેવા સારા પ્રશ્નો કરે છે! એ રૂપવાન છે... પ્રશાન્ત છે. ચતુરાઈપૂર્વક બોલે છે. અવશ્ય આ કુમાર મહાન કુળમાં જન્મેલો છે અને એનું ચિત્ત વૈરાગ્યથી વાસિત છે. સાધુધર્મ સ્વીકારવા માટે એ સર્વથા યોગ્ય છે. છતાં એને સાધુધર્મની કઠોરતાનો પણ ખ્યાલ આપવો જોઈએ.'
આચાર્યદેવે કહ્યું : કુમાર, સાધુધર્મ સ્વીકારવા માટે તું તત્પર થયો, તેથી મને આનંદ થયો, પરંતુ સાધુધર્મનું પાલન ઘણું દુષ્કર છે. હું તને સાધુજીવનનો ખ્યાલ આપું છું. કે પહેલી વાત છે શત્રુ-મિત્ર પ્રત્યે સર્વદા સમભાવ રાખવાની.
મહાવ્રતોનું પાલન કરવાનું હોય છે. છ વસ્ત્ર, પાત્ર, વગેરે ઉપકરણો ઉપર મમત્વ નહીં કરવાનું. રાત્રિમાં ચાર પ્રકારના આહારનો ત્યાગ કરવાનો. ૪૨ દોષ ટાળીને ભિક્ષા લાવવાની પાંચ દોષ ટાળીને ભોજન કરવાનું. આ પ્રમાણસર અને યોગ્યકાળે ભોજન કરવાનું.
પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન કરવાનું. છે બાર પ્રકારનો તપ કરવાનો. * વિવિધ અભિગ્રહો લેવાના. સ્નાન નહીં કરવાનું. ભૂમિ ઉપર સૂવાનું. કેશનું લંચન કરવાનું. છે શરીરની શોભા નહીં કરવાની. ગુરુને પૂછીને જ બધાં કાર્ય કરવાનાં, ૨૨ પરીષહો સમતાભાવે સહન કરવાના, * વિવિધ ઉપસર્ગોને સમતાભાવે સહન કરવાના... * કુમાર, તું એમ સમજી લે કે બે હાથે મહાસાગરને તરવા જેવું આ શ્રમણજીવન છે.
સ્વાદ વિનાના રેતીના કોળિયા ખાવા જેવું આ શ્રમણજીવન છે.' છે તલવારની તીક્ષ્ણ ધાર ઉપર ચાલવા જેવું આ શ્રમણજીવન છે.
સૂક્ષ્મ પવનની કોથળી ભરવા જેવું દુષ્કર આ શ્રમણજીવન છે. - ગંગા-સિમ્પમાં સામા પૂરે તરવા જેવું આ શ્રમણજીવન છે. શ્રી સમરાદિત્ય મહાકથા
80c
For Private And Personal Use Only
Page #428
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રાજવાથી મેરુપર્વતને તોલવા જેવું આ શ્રમણજીવન છે. જ એકલાએ વિશાળ સેનાને જીતવા જેવું આ શ્રમણજીવન છે.
લક્ષ્યવેધ કરવા જેવું આ શ્રમણજીવન છે. માટે કુમાર, તું ગંભીરતાથી વિચાર કર. શ્રમણજીવન સ્વીકાર્યા પછી તને ક્યારેય એવો પસ્તાવો ના થવો જોઈએ કે “મેં આ શ્રમણજીવન ના લીધું હોત તો સાર થાત...' માટે બુદ્ધિશાળી મનુષ્ય ગંભીરતાથી વિચારીને જીવન-પરિવર્તન કરવું જોઈએ. જો કે તારી યોગ્યતા મને દેખાણી છે. તે દઢતાપૂર્વક શ્રમણજીવનનું પાલન કરી શકીશ... એમાં કોઈ શંકાને સ્થાન નથી.
શિખીકુમાર શાન્તિથી અને એકાગ્રતાથી આચાર્યની વાતો સાંભળતો રહ્યો. તેના મુખ પર પ્રસન્નતા પથરાઈ. શિખીકુમારે વિનયપૂર્વક કહ્યું :
ગુરુદેવ, જેમ નિર્બળ મનુષ્યો, સાર્થવાહના સથવારે વિકટ વનને ઓળંગી જાય છે, તેમ આપના સથવારે હું આપ ભીષણ ભવ-વનને ઓળંગી જઈશ.
ભગવંત, જેમ અબુધ અને અપંગ લોકો, વહાણના નિર્યામકના સહારે મહાસાગરને તરી જાય છે, તેમ હું આપના સહારે આ ભયાનક ભવસાગરને તરી જઈશ.
હે ઉપકારી, જેમ ગોવાળના સંરક્ષણમાં પશુઓ નિર્ભયતાથી જંગલમાં ચારો ચરે છે, તેમ આપના સંરક્ષણમાં હું નિર્ભયતાથી સંયમધર્મનું પાલન કરીશ.
હે હિતકારી, જે પુણ્યશાળી નથી તેને પવિત્ર કલ્યાણકારી બુદ્ધિ જનમતી નથી, કદાચ પુણ્યયોગે પવિત્ર બુદ્ધિ પ્રગટે, પરંતુ આપના જેવા સમગ્ર ગુણ સંપત્તિવાળા ગુરુ મળતા નથી! મારા કલ્પની અવધિ નથી ગુરુદેવ! મારું મન આપના ચરણોમાં આવવા તલસી રહ્યું છે. હું મન-વચન-કાયાથી આપને સમર્પિત થાઉં છું...!” શિખીકુમારની આંખો હર્ષના આંસુથી છલકાઈ ઊઠી. તેનો સ્વર આર્ટ થઈ ગયો... તેણે ગુરુદેવનાં ચરણોમાં પોતાનું મસ્તક મૂકી દીધું.
આચાર્યદેવે કહ્યું : “કુમાર, હું તારો સ્વીકાર કરું છું. પરંતુ તેને સાધુવેશ આપતાં પહેલાં હું તને કેટલાંક ધર્મસૂત્રોનું જ્ઞાન આપીશ. આવશ્યક ધર્મક્રિયાઓ સમજાવીશ.. થોડા દિવસ તને આ જ અવસ્થામાં મારી પાસે રાખીશ... પછી તને સાધુવેશ આપીશ...'
કૃતાર્થ થયો ભગવંત!' શિખકુમારે નતમસ્તકે વંદના કરી.
જે
રી
એક
00
ભાગ-૧ ભવ ત્રીજો
For Private And Personal Use Only
Page #429
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Luon
મધ્યાહ્ન કાળે બ્રહ્મદત્ત, રાજસભામાંથી ઘરે આવ્યા. રોજની ટેવ મુજબ તેમણે ઘરમાં પ્રવેશતાં જ “શિખી...' ના નામની મધુર સ્વરમાં બૂમ પાડી. રોજ.. પિતાજીનો સ્વર કાને પડતાં જ શિખી દોડી આવતો અને પિતાને વળગી પડતો. બ્રહ્મદત્ત શિખીને પોતાની છાતીએ લગાડીને તેના માથે ચુંબન કરતા. તેના કોમળ ચહેરા પર વાત્સલ્યભર્યો હાથ ફેરવતા. પછી બંને પિતા-પુત્ર પોત-પોતાના ખંડમાં જતા. બ્રહ્મદત્ત સ્નાનાદિથી પરવારી વસ્ત્રપરિવર્તન કરી લેતા. નોકર ભોજન માટે નિમંત્રણ આપતો, એટલે બ્રહ્મદત્ત કહેતા : “બેટા શિખી, ચાલો ભોજન કરી લઈએ.” પિતા-પુત્ર સાથે બેસીને ભોજન કરતા. ભોજન કરતાં કરતાં બ્રહ્મદત, શિખીને રાજસભામાં થતી અવનવી વાતો સંભળાવતા કોઈ વિચિત્ર ઘટના બની હોય તો તે કહી સંભળાવતા.
રાજસભામાં, ક્યારેક ક્યારેક બહારગામથી આવતા કલાકારો, પોતાની અવનવી કલાઓનું પ્રદર્શન કરતા. પહેલેથી જો બ્રહ્મદત્તને જાણ થતી, તો તેઓ શિખીને કહેતા - “આવતી કાલે બેટા, તારે મારી સાથે રાજસભામાં આવવાનું છે.' શિખી બ્રહ્મદત્તની સાથે રાજસભામાં જતો. ક્યારેક રાજસભામાં પરદેશી વિદ્વાનો આવતા. કશામ્બીની રાજસભામાં તેઓ સ્થાનિક વિદ્વાનો સાથે વાદ-વિવાદ કરતા. શિખીકુમારને આવા વાદ-વિવાદ સાંભળવા ખૂબ ગમતા. કૌશામ્બીની રાજસભામાં પિંગલ નામનો શ્રેષ્ઠ બ્રાહ્મણ વિદ્વાન બેસતો હતો. મહામંત્રી બ્રહ્મદd (બ્રહ્મદત્તના પિતા બુદ્ધિસાગરના અવસાન પછી રાજાએ બ્રહ્મદત્તને મહામંત્રી-પદ આપ્યું હતું) જ એ પિંગલને રાજસભામાં સ્થાન અપાવેલું, એટલે પિંગલ હમેશાં બ્રહ્મદત્તને પૂજ્ય માનતો હતો. પિંગલ વાદવિવાદ કરવામાં કુશળ હતો. તે ધર્મશાસ્ત્રોને જાણતો હતો, પરંતુ એ માનતો ન હતો આત્માને કે પરમાત્માને! પરલોકમાં પણ એની શ્રદ્ધા ન હતી. એ નાસ્તિક મતનો પુરસ્કર્તા હર્તા.. છતાં જ્યારે વાદ-વિવાદ થતો, ત્યારે બહારનો વિદ્વાન નાસ્તિક હોય તો પિંગલ આસ્તિકતાના અકાટ્ય તર્કો કરતો. શિખીકુમાર એકાગ્રચિત્તે આ બધી ચર્ચાઓ સાંભળતો.
આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ છે કે કેમ? આત્મા એક છે કે અનંત છે? + આત્મા આદિ છે કે અનાદિ? + આત્મા ચેતન છે કે જડ છે?
આત્મા પંચભૂતમાંથી ઉત્પન્ન થાય છે કે જુદો જ છે? શ્રી સમરાદિત્ય મહાકથા
૪૧૧
For Private And Personal Use Only
Page #430
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- સ્વર્ગ છે કે નહી? જ નરક છે કે નહીં? પરલોક છે કે નહીં? મોક્ષ છે કે નહીં? છે તો કેવો છે? ઈશ્વર વિશ્વરચના કરે છે, કે નથી કરતો? જ ઈશ્વર આદિ છે કે અનાદિ છે? જ વિશ્વમાં માત્ર ચેતન તત્ત્વ જ છે કે જડ-ચેતન બે તત્ત્વ છે?
ઈશ્વર એક હોય કે અનેક? * દરેક આત્મા પરમાત્મા બની શકે કે નહીં?
આવા આવા અનેક વિષયો પર વાદ-વિવાદ થતા. દિવસો સુધી ચાલતા! જયપરાજયના નિર્ણય થતા... આ બધું શિખીકુમારને ગમતું હતું. ક્યારેક ક્યારેક પિંગલ બ્રહ્મદત્તને મળવા ઘરે આવતો ત્યારે શિખીકુમાર પિંગલ સાથે આવા બધા વિષયો પર ચર્ચા કરતો, પ્રશનો પૂછતો, ક્યારે તો એવા સૂક્ષ્મ પ્રશનો પૂછતો કે પિંગલ ગૂંચવાઈ જતો... પછી પોતાની મહત્તા ટકાવી રાખવા ખાતર કહેતો : “શિખી, અત્યારે મારે પિતાજી સાથે અગત્યની વાતો કરવાની છે, એટલે તારા પ્રશ્નોના જવાબ પછી આપીશ...” સરળ શિખી, પિંગલની વાત માની લેતો હતો, પિંગલને શિખી ઉપર ખૂબ હ હતો... એ જાણતો હતો કે માતાને આવા ગુણસંપન્ન પુત્ર પર તીવ્ર રોષ છે. એટલે તે બ્રહ્મદત્તને અવારનવાર કહેતો - હે પૂજ્ય, શિખી તો રત્ન છે, રત્ન! એનું બરાબર જતન કરજો. ભલે, એની માતા એને ચાહે કે ના ચાહે.” બ્રહ્મદત્તને શિખીની પ્રશંસા કરનારા લોકો ગમતા હતા. શિખીની પ્રશંસા સાંભળીને બ્રહ્મદત્તનું હૃદયકમળ ખીલી જતું હતું. શિખીને જોતાં, એમના હૃદય-સાગરમાં સ્નેહની ભરતી આવતી.
આજે “શિખી..' ના નામની બૂમનો પ્રત્યુત્તર ના મળ્યો. શિખી દોડતો ના આવ્યો સામે. એટલે બ્રહ્મદત્ત શિખીના ખંડમાં ગયા. ત્યાં પણ શિખીને ના જોયો, નોકરને પૂછ્યું : “કુમાર ક્યાં ગયો છે?” નોકરે કહ્યું : “કુમાર તો આપના ગયા પછી, તરત જ ઘરેથી ચાલ્યા ગયા હતા. મને કંઈ કહીને નથી ગયા.'
સાથે કંઈ લઈને ગયા છે?' ના, તેમના બંને હાથ ખાલી હતા. ચાલુ રોજનાં વસ્ત્રો પહેરીને જ ગયા છે.' બ્રહ્મદત્તે વિચાર કર્યો : ‘કુમાર ગમે ત્યાં જાય છે, પરંતુ હું ઘેર આવું, એ પહેલાં એ ઘરે આવી જ જાય છે. આજ સુધી આ ક્રમ જળવાયેલો છે. આજે એ ક્યાં ગયો હશે? કદાચ કોઈ મિત્રના ઘેર ગયો હોય... મિત્રના અતિ આગ્રહથી વધુ રોકાઈ જવું પડયું હોય. ખેર, હજુ એક ઘટિકા એની પ્રતીક્ષા કરુંપછી એની તપાસ કરું.'
૧૨
ભાગ-૧ ૪ ભવ ત્રીજો
For Private And Personal Use Only
Page #431
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેઓ તેમની વિશાળ હવેલીના સ્વચ્છ અને રમણીય પ્રાંગણમાં આંટા મારવા લાગ્યા.
નોકરે આવીને કહ્યું : “પૂજ્ય, આપ સ્નાન કરી લો, વસ્ત્રપરિવર્તન કરી લો.. ત્યાં સુધીમાં કુમાર આવી જશે...' બ્રહ્મદત્ત ના પાડી.' કુમાર આવ્યા પછી સ્નાન કરીશ...”
એક ઘટિકા વીતી ગઈ. કુમાર ઘરે ના આવ્યો. હવે બ્રહ્મદત્તને ચિંતા થઈ આવી. તેમણે તરત કોટવાલને બોલાવ્યો, તેને કહ્યું : “સવારથી બહાર ગયેલો કુમાર પાછો નથી આવ્યો, તો તમે અમારા સ્નેહી-સ્વજનો અને મિત્રોના ઘેર તપાસ કરીને, જલદી મને સમાચાર આપો.” કોટવાલે બ્રહ્મદત્તને પ્રણામ કર્યા અને ઝડપથી ચાલ્યો ગયો...
હવે બ્રહ્મદત્તને થોડી વિહ્વળતા થવા માંડી. મનમાં શંકાનો કીડો સળવળ્યો : “શું કુમાર, એની માતા પાસે તો નહીં ગયો હોય? એના હૃદયમાં માતૃભક્તિ પડેલી છે. જાલિનીને એ ચાહે છે. એના મનમાં માતાને મળવાનો ઉમળકો આવી ગયો હોય, ને એ ત્યાં ગયો હોય? તપાસ કરાવું? પરંતુ ત્યાં ગયો હોય તો સમયસર એ ઘેર આવી જ જાય. કારણ કે એના હૃદયમાં માતૃભક્તિ કરતાં પિતૃપ્રેમ અધિક રહેલો છે. એ મારા પહેલાં ઘરે આવી જ જાય!
તો પછી વિલંબ થતો ક્યાં હશે? શું એની માતાએ એના પર... કામણ તો નહીં કર્યું હોય? એને કોઈ અંધારા ઓરડામાં તો નહીં પૂરી દીધો હોય? અરે, એ દુખા તો પુત્રને મારી પણ નાંખે... જ્યારે એ ગર્ભમાં હતો ત્યારે પણ એને મારી નાંખવાના ઉપાયો કર્યા હતા. એ દુશ્મન છે દુશ્મન. મારા વહાલા પુત્રની.. મારે ત્યાં પણ તપાસ કરાવવી પડશે. અથવા કોઈ બહાનું શોધીને મારે પોતે સસરાના ઘરે જવું પડશે. સસરા ઇન્દ્રશર્મા તો પ્રાજ્ઞ પુરુષ છે. શાન્ત, ગંભીર અને નિષ્કપટ પુરુષ છે, પરંતુ એમને અંધારામાં રાખી, એમની સુપુત્રી શિખીને મારી નંખાવે તો મંત્રીને ખબર ના પડે.'
એક ઘટિકા પછી કોટવાલનો અશ્વ હવેલીના પ્રાંગણમાં આવી ઊભો. ઘોડા પરથી ઊતરી કોટવાલે મહામંત્રીને પ્રણામ કરી કહ્યું : “હે પૂજ્ય, લગભગ બધાં જ પરિચિત ઘરોમાં તપાસ કરી આવ્યો. કુમાર ક્યાંય નથી. બધાએ એક જ જવાબ આપ્યો આજે અમારે ત્યાં શિખીકુમાર નથી આવ્યા.”
બ્રહ્મદરે પૂછ્યું : “શું તમે મંત્રી ઇન્દ્રશર્માની હવેલીએ જઈ આવ્યા?' ‘જઈ આવ્યો મહામંત્રીજી, પરંતુ હવેલીની અંદર નહોતો ગયો, બહાર ઊભેલા દ્વારરક્ષકને પૂછ્યું હતું.'
સારુ, હવે તમે નગરની બહારના. ચારે દિશાઓના પ્રદેશમાં તપાસ શરૂ કરાવો. અને મને જેમ બને તેમ શીઘ્ર વૃત્તાંત નિવેદન કરો.”
શ્રી સમરાદિત્ય મહાકથા
13
For Private And Personal Use Only
Page #432
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ્રહ્મદત્તનું હૃદય વેદનાથી દુઃખવા લાગ્યું. અનેક શંકા-કુશંકાઓથી મન વ્યગ્ર બની ગયું. તેમણે નોકરને બોલાવીને કહ્યું : “તું શીધ્ર પંડિત પિંગલને બોલાવી લાવ.'
નોકર દોડતો ગયો પંડિતજીના ઘરે ભોજનાદિથી પરવારીને પિંગલ વામકુક્ષિ કરી રહ્યો હતો. નોકરે જઈને મહામંત્રીનો સંદેશ આપ્યો. તરત જ પિંગલ ઊભો થયો. વસ્ત્ર પરિવર્તન કર્યું અને નોકરની સાથે ચાલ્યો. નોકરને ઉદાસ જોઈ રસ્તામાં પિંગલે પૂછયું : અત્યારે મહામંત્રીજીએ મને કેમ યાદ કર્યો?” નોકરે કહ્યું : “પંડિતજી, સવારથી બહાર ગયેલા કુમાર હજુ સુધી પાછા નથી આવ્યા, મહામંત્રીજીએ હજુ સ્નાન નથી કર્યું, ભોજન નથી કર્યું... આરામ નથી કર્યો. તેઓ ખૂબ જ ચિંતાતુર
પિંગલે વિચાર્યું : “ક્યાં ગયો હશે કુમાર? સ્વયં ગયો હશે કે એનું અપહરણ કરાવવામાં આવ્યું હશે? હા, જાલિની માટે કંઈ અશક્ય નથી, અસંભવ નથી. અરે, મહામંત્રીજી કુમાર વિના જીવી નહીં શકે... બહુ મોટો અનર્થ થયો...'
ઝડપથી તેઓ બંને મહામંત્રીજીના ઘેર આવી પહોંચ્યા. પિંગલને જોતા જ મહામંત્રી ઊભા થઈ સામે ગયા. અને પિંગલના બંને હાથ પકડીને બોલ્યા : પિંગલ, તું મારો વિશ્વસનીય મિત્ર છે...”
મિત્ર નહીં મહામંત્રીજી, આપનો સેવક છું. આજ્ઞા કરો.”
“પિંગલ, શિખી સવારથી ચાલ્યો ગયો છે... હજુ પાછો નથી આવ્યો.... શું થયું હશે એને?' કઠોર હૃદયના મહામંત્રીનું હૃદય દ્રવી ઊઠ્યું. આંખો ભરાઈ આવી. તેમણે કહ્યું : “નગરમાં સર્વત્ર કોટવાલે તપાસ કરી. કુમાર ક્યાંય નથી મળ્યો.. હવે નગરના બાહ્ય પ્રદેશોમાં તપાસ કરાવી છે... પરંતુ મારું મન બીજી જ શંકા કરે છે...'
હે પૂજ્ય, કદાચ મારી શંકા પણ એ જ છે... કુમારનાં માતાજીએ કુમારનું અપહરણ કરાવ્યું હોય?”
અપહરણ ના કરાવ્યું હોય કદાચ, કુમાર સ્વયં જ એની માતા પાસે ગયો હોય.. એ માતૃભક્ત છે... અને ત્યાં ગયા પછી એની કૂર માતાએ...” બ્રહ્મદત્તની આંખો લાલ થઈ ગઈ. હાથની મુઠ્ઠીઓ વળી ગઈ.
પિંગલ, હું પોતે ઇન્દ્રશર્માના ઘેર જાઉં... એની હવેલીઓના એક-એક ખંડ ફેંદી નાંખું.... અરે, પાતાલમાં પણ કુમારને છુપાવ્યો હશે, હું શોધી કાઢીશ.. બસ, એ જીવતો મળવો જોઈએ. ને જો એ જીવતો નહીં મળે તો એની મા જીવતી નહીં જ રહે.'
પિંગલે કહ્યું : “હે પૂજ્ય, આપે ઇન્દ્રશર્માજીના ઘરે જવાની જરૂર નથી, હું જાઉં છું... યુક્તિપૂર્વક હું જાલિનીદેવી પાસેથી કુમાર અંગેની માહિતી મેળવી લઈશ. આપ
૧૪
ભાગ-૧ ( ભવ ત્રીજો
For Private And Personal Use Only
Page #433
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારા પર વિશ્વાસ કરો. શિખી જેમ આપનો પુત્ર છે. એમ મારો પણ શિષ્ય છે...”
“પિંગલ, તારી વાત યથાર્થ છે. તું શીધ્ર જા, અને કુમારના વૃત્તાંતની મને જાણ કરે.’
પિંગલ ત્યાંથી ચાલ્યો ગયો. મહામંત્રી પુનઃ વિચારોના ઝંઝાવાતમાં ફસાયા. પુત્ર ઉપર અગાધ પ્રેમ હતો. વર્ષોથી પુત્રને પ્રેમવારિથી પોપ્યો હતો. અપ્રતિમ સૌન્દર્ય અને અપાર ગુણોની સમૃદ્ધિ ધરાવનાર પુત્રના વિરહમાં પિતાની કેવી કરુણ દશા થાય.. તે તો પિતા જ અનુભવે. મૃત્યુની વેદના કરતાં, એ વેદના લાખ ગણી વધારે હોય છે. એમાં વળી, શિખી તો માતાથી તરછોડાયેલો અને તિરસ્કારાયેલો છે.. એટલે બ્રહ્મદરે એને માતાનો પ્રેમ પણ આપેલો હતો. દિવસનો ત્રીજો પ્રહર પૂર્ણ થવામાં હતો. પિંગલ પાછો આવી ગયો. તેણે મહામંત્રીને કહ્યું :
હે પૂજ્ય, હું ઇન્દ્રશર્માજીની હવેલીમાં જઈ આવ્યો. દેવી જાલિનીને પણ મળી આવ્યો. વાતો કરી.. મને લાગ્યું કે કુમાર ત્યાં ગયો નથી.. કે કુમારનું અપહરણ પણ કરવામાં આવ્યું નથી... વિગતવાર વાત પછી કરીશ, હવે આપણે કુમારને બીજાં સ્થાનોમાં શોધવો જોઈએ. કદાચ એ બાજુનાં ગામોમાં ના ગયો હોય...?'
‘પિંગલ, કોટવાલ હવે આવો જોઈએ. તેના સમાચાર સાંભળીને પછી યોગ્ય કરીએ...' ‘આપની વાત સમુચિત છે.”
ચોથા પ્રહરનો પ્રારંભ થયો અને મારતે ઘોડે કોટવાલે હવેલીના પ્રાંગણમાં પ્રવેશ કર્યો. ઘોડા પરથી ઊતરીને તે દોડતો મહામંત્રી પાસે આવ્યો. ‘હે પૂજ્ય, કુમાર મળી ગયા છે!”
મળી ગયો કુમાર? ક્યાં મળ્યો? તારી સાથે કેમ ના લાવ્યો? કુમાર કુશળ તો છે ને? એણે ભોજન...?” એક સાથે અનેક પ્રશનો બ્રહ્મદત્તે કર્યા. પિંગલે મહામંત્રીના. ખભે હાથ મૂક્યો. કોટવાલે પ્રણામ કરીને કહ્યું :
હું પૂર્વ દિશાના અશોકવન તરફ ગયો. મને વિચાર આવ્યો. પ્રભાતમાં રાજપરિવારનાં ઘણાં યુવક-યુવતીઓ અશોકવનમાં ફરવા જાય છે. મેં અશોકવનમાં પ્રવેશ કર્યો. ચારે દિશામાં દૃષ્ટિને લંબાવતો હું કુમારને શોધવા લાગ્યો. ત્યાં પશ્ચિમ દિશામાં મેં સેંકડો સાધુપુરુષોને જોયા, હું એ તરફ ગયો. મને વિચાર આવ્યો - જિનમતના સાધુઓ જ્ઞાની હોય છે... એમને પૂછી જોઉં કે “કુમાર ક્યાં હશે. ક્યાંથી મળશે.? પરંતુ જ્યાં હું આચાર્યની પાસે પહોંચ્યો. મેં ત્યાં કુમારને શાન્ત ભાવે બેઠેલા જોયા! હે પૂજ્ય, મેં ત્યાં આચાર્યને જોયા... ખરેખર, એમના મુખમાં
શ્રી સમરાદિત્ય મહાકથા
४१५
For Private And Personal Use Only
Page #434
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચન્દ્ર પ્રવેશ કર્યો હોય તેવું લાગ્યું. તેમના દેહમાં સૂર્યનો વાસ થયો લાગ્યો. તેમની આંખોમાં અમૃતકુંભ ઠલવાયેલો લાગ્યો...'
મેં કુમારને પ્રણામ કરીને કહ્યું : “કુમાર, મહામંત્રીજી તમારી પ્રતિક્ષા કરી રહ્યા છે. તમારા વિના તેમની સ્થિતિ પાણી વિનાની માછલી જેવી છે. આપ જલદી પધારો, હું અશ્વ લઈને આવ્યો છું.”
ત્યારે કુમારે મને કહ્યું : “મારા ઉપકારી પિતાજીને કહેજો કે તમારા પુત્રે હત્યાગ કર્યો છે... ગૃહવાસ અનેક અનર્થોથી ભરેલો છે. અનેક દુઃખોથી ભરેલો છે. સમગ્ર જીવલોક દુઃખમય છે. માટે મારું મન સંસારથી વિરક્ત બન્યું છે. હું આ ઉપકારી આચાર્યદેવના ચરણે સમર્પિત બની ગયો છું. મારું જીવન એમને સોંપી દીધું છે. મારા પિતાને મારાં વંદન કહેજો. મને કોઈનાય પ્રત્યે દ્વેષ નથી, અભાવ નથી. સર્વે જીવો પ્રત્યે મૈત્રી છે...'
કુમારનાં મધુર... છતાં જ્ઞાનપૂર્ણ વચનો સાંભળીને હું.... ગદ્દગદ થઈ ગયો... મારી આંખો રડી પડી, કુમારે કહ્યું :
તમે શા માટે રડો છો? હું સારા માર્ગે જઈ રહ્યો છું. મારા પિતા જાણશે ત્યારે તેઓ આનંદિત થશે... હા, પ્રિય વ્યક્તિનો વિરહ દુઃખ તો કરાવે છે. પણ મારા પિતા વિવેકી છે. તેઓ શીધ્ર મારા વિરહના દુઃખથી મુક્ત થઈ શકશે. મારા પર એમના અનેક ઉપકાર છે. એ ઉપકારનો બદલો હું ક્યારે વાળશ? વાળીશ જરૂર. તમે જાઓ અને મારા પિતાજીને મારો વૃત્તાંત કહી સંભળાવો. આચાર્યશ્રી વિજયસિંહ આ ઉદ્યાનમાં બિરાજેલા છે, એમની પાસે જ હું રહેવાનો છું.'
મહામંત્રીજી, હવે આપને જેમ ઉચિત લાગે તેમ કરો.' કોટવાલ બાજુ પર જઈને ઊભો રહ્યો. મહામંત્રીએ પિંગલની સામે જોયું. પિંગલે કહ્યું : “ચાલો, આપણે અશોકવનમાં જઈએ! હું કુમારને સમજાવીશ. જરૂર પડશે તો આચાર્ય સામે પણ વાદ-વિવાદ કરીશ... અને આપણે કુમારને ઘરે લઈ આવીશું.”
મહામંત્રીએ કહ્યું : “પિંગલ, જિનમતના મહાન આચાર્ય પાસે એમ જ સામાન્ય રીતે ના જવાય. હું રાજ્યના મહામંત્રી છું. મારા પદ અને મોભાને અનુરૂપ આડંબરથી જવું જોઈએ. આચાર્યને પણ ખ્યાલ આવવો જોઈએ કે “આ કુમાર કોઈ સામાન્ય ઘરનો છોકરો નથી, કૌશામ્બીના મહામંત્રીનો પુત્ર છે..! માટે મારો હાથી તૈયાર કરો.. કોટવાલજી, તમે પણ પચાસ ઘોડેસ્વારો સાથે તૈયાર થાઓ. આચાર્યની પૂજા માટે અક્ષત, નારિયેળ વગેરે સામગ્રી લો... અને કુમાર માટે ભોજનસામગ્રી લઈ લો. હું પણ ઉદ્યાનમાં જ કુમાર સાથે ભોજન કરીશ.'
19
ભાગ-૧ છે ભવ ત્રીજો
For Private And Personal Use Only
Page #435
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
IYપhil
મહામંત્રી બ્રહ્મદત્ત અશોકવનમાં આવ્યા. હાથી પરથી નીચે ઊતર્યા. પિંગલની સાથે તેઓ જ્યાં આચાર્ય હતાં ત્યાં ગયા. તેમની પાછળ-પાછળ અનેક નગરજનો પણ અશોકવનમાં આવ્યા. મહામંત્રીએ આચાર્યશ્રીને પ્રણામ કર્યા, આચાર્યદેવે "ધર્મલાભની આશીર્વાદ આપ્યો.
શિખીકુમારે પોતાના પિતાજીને જોયા. તે ઊભો થઈ ગયો અને પ્રણામ કર્યા. બ્રહ્મદત્ત અને પિંગલ આચાર્યની સમક્ષ વિનયપૂર્વક બેઠા, પરંતુ તેમની ભીની આંખો તો શિખી તરફ જ મંડાયેલી હતી. શિખી બ્રહ્મદત્તની પાસે આવીને બેસી ગયો.
તેણે બ્રહ્મદત્તને કહ્યું: “પિતાજી, આપે ક્યારેય પણ મારી પ્રાર્થનાને નકારી નથી, તો હવે બસ, મારી એક જ પ્રાર્થનાને પૂર્ણ કરશો?’
બ્રહ્મદરે કહ્યું : “વત્સ, કહે તારું શું પ્રિય કરું? મારું જીવન તને આધીન છે, મારા પ્રાણ તારા માટે જ છે...”
શિખીએ કહ્યું : “પિતાજી, આપ આ સંસારના સ્વરૂપને સારી રીતે જાણો છો, અને સંસારને અનુભવેલો છે. એટલે વિશેષ નથી કહેતો, પરંતુ મારા મનમાં ને હું સમજ્યો છું તે આપને કહું છું.
પહેલી વાત - આ મનુષ્ય જીવન ખરેખર દુર્લભ છે. જેવી રીતે રાધાવેધ કરવો. મુશ્કેલ હોય છે, તેમ મનુષ્યજીવન મળવું મુશ્કેલ છે. એ મળી ગયું છે, તો મારે મારા જીવનને ચારિત્રધર્મના પાલનથી સફળ બનાવવું છે.”
બીજી વાત - પ્રિયજનોના સમાગમ, સંધ્યા સમયે વૃક્ષની ડાળ પર બેઠેલા પક્ષીઓના મેળા જેવા અનિત્ય છે. માત્ર એક રાતનો સમાગમ... પ્રભાતે જેમ પક્ષીઓ પોતપોતાની દિશામાં ઊડી જાય છે, તેમ આયુષ્યની ડાળ પર બેઠેલા આપણે, આયુષ્ય પૂર્ણ થતાં... જુદા પડી જઈએ છીએ.
ત્રીજી વાત - વૈભવ અને સંપત્તિ, વીજળીના ઝબકારા જેવાં ચંચળ છે અને ભયંકર અનર્થોનું કારણ છે.... એ મેં આ આચાર્યદેવની આઠ-આઠ જન્મોની કથા સાંભળીને જાણ્યું છે... ધનસંપત્તિ પર સાચે જ મમત્વ કરવા જેવું નથી,
ચોથી વાત - પુષ્પના યૌવન જેવું મનુષ્યનું ક્ષણિક યૌવન છે. પુષ્પ સવારે ખીલે છે ને સાંજે કરમાઈ જાય છે. તેવી રીતે યૌવન ખીલે છે... અને કરમાઈ જાય છે. જરાવસ્થા યૌવનને ગ્રસી લે છે.
પાંચમી વાત - ભોગ-પિપાસા પરલોકને બગાડનારો છે. વૈષયિક સુખ-ભોગ વિષ જેવાં છે, હળાહળ ઝેર જેવા છે.
શ્રી સમરાદિત્ય મહાકથા
૪૭
For Private And Personal Use Only
Page #436
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છઠ્ઠી વાત - મૃત્યુની તલવાર, દરેક જીવના માથા પર લટકી રહેલી છે. જ્યારે એ તલવાર માથા પર તૂટી પડે તે નિશ્ચિત હોતું નથી. છેલ્લી સાતમી વાત - આ ભવસંસાર દુઃખમય છે અને દુઃખાંત છે!
માટે આપ મને અનુમતિ આપો કે હું સર્વજ્ઞકથિત સાધુધર્મનો સ્વીકાર કરું. મારું જીવન સફળ કરું.”
બ્રહ્મદને શાંત ચિત્તે શિખીકમારની વાતો સાંભળીને ગદ્દગદ સ્વરે કહ્યું : “વત્સ, સાધુધર્મના પાલન માટે આ તારો સમય ઉપયુક્ત નથી.”
પિતાજી, શું મૃત્યુ માટે કોઈ અકાલ છે? તેવી રીતે સાધુધર્મ માટે કોઈ અકાલ નથી!
૦ ૦ ૦ બ્રહ્મદત્ત મૌન રહ્યા. પિંગલે વાતનો દોર પકડી લીધો. તેણે કુમારને કહ્યું :
કુમાર, તું કોઈની વાતો સાંભળીને ભ્રમણામાં અટવાયો લાગે છે. પહેલી વાત તો એ છે કે કોઈ જીવ પરલોકમાં જતો જ નથી! તું જાણે છે જીવતત્ત્વ કેવી રીતે ઉત્પન્ન થાય છે? પંચભૂતમાંથી જીવ જન્મે છે ને પંચભૂતમાં વિલીન થઈ જાય છે.... “પરલોક તો મિથ્યા કલ્પના છે. દુનિયામાં કહેવાય છે કે, “આ પુરુષ મરી ગયો.” એનો અર્થ પંચભૂતનું વિસર્જન થઈ ગયું - એમ કરવાનો છે. તું શું એમ માને છે કે વૃક્ષની ડાળ પર બેઠેલી ચકલી જેમ ઊડી જાય છે તેમ જીવ ઊડીને બીજી ગતિમાં જાય છે? ના રે, પરલોક છે જ નહીં. “પરલોક' નો વિચાર તારા મનમાંથી કાઢી નાંખ. પરલોકના ભયથી, મળેલા વિપુલ વૈષયિક સુખોનો ત્યાગ કરવાની ભૂલ ના કર.'
શિખીકુમારે સ્વસ્થ ને સંતુલિત શબ્દોમાં કહ્યું : હે પૂજ્ય, તમે જે વાત કરી તે અસંગત વાત છે. આમ તો હું જ અસંગતતા સિદ્ધ કરતા, પરંતુ અહીં ગુરુદેવ બેઠેલા છે, તેઓની સમક્ષ મારે તમને જવાબ આપવો ઉચિત નથી. ગુરુદેવ પોતે જ તમારી વાતની અસંગતિ સમજાવશે.”
પિંગલે કહ્યું : “ભલે, હું આચાર્ય સાથે વાદ-વિવાદ કરીશ તેમને મારી વાતની યથાર્થતા સમજાવીશ.”
આચાર્યદેવે કહ્યું: “હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, તમે કુમારને કહ્યું કે એને કોઈએ ભ્રમિત કર્યો છે, ઠગ્યો છે. પરંતુ તમે કુમારની આંતરિક યોગ્યતા કદાચ નથી જાણતા. જન્મજન્માંતરના અભ્યાસથી તેનામાં આત્મકલ્યાણની ભાવના પ્રગટી છે. તેનાં કર્મબંધન ઘણાં તૂટી ગયાં છે, જિનવચન સાંભળવાથી તેના મોહનીય કર્મનો ક્ષયોપશમ થયો છે. તેના કારણે એને તત્ત્વજ્ઞાન ઉત્પન્ન થયું છે. ભવસ્વરૂપને યથાર્થરૂપે જાણીને તે
ભાગ-૧ = ભવ ત્રીજો
For Private And Personal Use Only
Page #437
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૈરાગી થયો છે.. નથી તેને કોઈએ ભરમાવ્યો કે નથી એને કોઈએ ઠગ્યો.
બીજી વાત તમે કરી કે “પરલોક જ નથી અને પરલોકમાં જીવ જતો નથી. પંચભૂતમાંથી જન્મે છે ને પંચભૂતમાં વિલીન થઈ જાય છે. તમારી આ માન્યતા ભૂલ ભરેલી છે કારણ કે પ્રાણી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ-આ પંચભૂત સર્વથા અચેતન છે. જડ છે. તે પાંચ અચેતન તત્ત્વોના સમિશ્રણમાંથી ચેતન તત્વ ના જન્મી શકે. ગતિ-સ્થિતિ વગેરે ક્રિયાઓ ચેતન જ કરી શકે, અચેતન નહીં. એક સિદ્ધાન્ત તમે જાણો છો ખરા કે જે તત્ત્વ પ્રત્યેકમાં ના હોય તે તત્ત્વ એના સમૂહમાં પણ ના હોય. જેમ રેતીના એક કણમાં તેલ નથી હોતું, તો રેતીના ઢગલામાંથી પણ તેલ નથી નીકળતું.
જો તમે કહો કે “પૃથ્વી, જલ વગેરે પંચભૂત દરેક ચેતન છે. તો તો તમે અમારી વાત જ સ્વીકારી લીધી! અનેક ચેતનાઓનો સમૂહ તે પુરુષ છે! એકેન્દ્રિય, બેઇન્દ્રિય વગેરે જીવોમાં ચૈતન્ય છે, પરંતુ ઘડામાં કે વસ્ત્રમાં ચૈતન્ય નથી. માટે પંચભૂતથી જુદો ચૈતન્ય સ્વરૂપ જીવ છે જ, કે જે પરલોકમાં જાય છે. ડાળ ઉપર બેઠેલી ચકલીની જેમ જીવ, શરીરનો ત્યાગ કરીને પરલોકમાં જાય છે.” પિંગલે કહ્યું : “હે આચાર્ય, જો દેહથી જુદો આત્મા હોય તો આપ બતાવો!”
આચાર્યદેવે કહ્યું : “આત્મા દેહથી જુદો નથી દેખાતો કારણ કે આત્મા અત્યંત સૂક્ષ્મ હોવાથી આંખો તેને જોઈ શકતી નથી. ચર્મચક્ષુથી આત્મા અદશ્ય છે. પરંતુ સિદ્ધો, સર્વજ્ઞો, અને જ્ઞાનદષ્ટિવાળા સાધુઓ આત્માને જોઈ શકે છે.
પિંગલે કહ્યું : “ભગવંત, આપનું કથન મને અસંબદ્ધ લાગે છે. હમેશાં કારણને અનુરૂપ જ કાર્ય થતું નથી. કારણથી ભિન્ન કાર્ય પણ થાય છે. જેમ કે શિંગડામાંથી બાણ બને છે.
બીજી વાત - પરમાણુઓ અદૃશ્ય છે, પણ પરમાણુઓના સમૂહમાંથી ઉત્પન્ન થયેલો ઘડો દૃશ્ય હોય છે. આ રીતે પંચભૂત ભલે અચેતન હોય, તેમાંથી ચેતન સ્વરૂપ આત્મા પેદા થઈ શકે.. પછી શો વાંધો છે?”
આચાર્યદેવે કહ્યું: “હે બ્રાહ્મણ, શિંગડાનું બાણ બને છે, પરંતુ તે કારણનું વિરોધી નથી. જેમ બાણ શિંગડામાંથી બને તેમ લાકડામાંથી લોહમાંથી... પિત્તળમાંથી પણ બની શકે છે. ઉપાદાન કારણો જુદાં જુદાં હોઈ શકે છે. તેમાં કાર્ય-કારણની એકરૂપતા સિદ્ધ થાય છે.
બીજી વાત તારી અજ્ઞાનતા ભરેલી છે. પરમાણુઓ એકાંતે અદૃશ્ય નથી, ચર્મચક્ષુવાળા માટે અદશ્ય છે, પરંતુ સર્વજ્ઞ પુરુષો અને યોગી પુરુષો માટે દશ્ય છે. દશ્ય પરમાણુઓના સમૂહમાં દશ્ય ઘડો ઉત્પન્ન થાય છે. એમાં કોઈ વાંધો નથી.
પિંગલે કહ્યું : “શું પંચભૂતના ગુણોનો સંક્રમ ચેતનામાં નથી થતો?” શ્રી સમરાદિત્ય મહાકથા
૧૯
For Private And Personal Use Only
Page #438
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ના, નથી થતો સંક્રમ, ચેતન, અચેતનથી સર્વથા ભિન્ન જ છે.”
એનો અર્થ એ થયો કે પંચભૂતથી જુદો “યેતન” પદાર્થ છે, તેને તમે જીવ કહો છો, એ મરીને પરલોકમાં જાય છે, એમ માનો છો, તો પછી મારો એક પ્રશ્ન છે કે મારા દાદા મધુપિંગ, અનેક જીવોની હિંસા કરતા હતા, તમારી માન્યતા મુજબ તેઓ નરકમાં ગયા હશે. મારા ઉપર તેમને અત્યંત સ્નેહ હતો, અને તેઓ વર્તમાન જીવનમાં ન કરવા યોગ્ય કાર્યો કરતા બીજાઓને રોકતા હતા - એમનો એવો સ્વભાવ હતો. તો પછી નરકમાંથી અહીં આવીને મને કેમ કહી જતાં નથી કે “વત્સ, જો હું હિંસાનાં કડવાં ફળ નરકમાં ભોગવું છું, માટે તું હિંસા ના કર.”
આચાર્યદેવે કહ્યું : “એનું કારણ તને સમજાવું છું. જેમ કોઈ મોટા અપરાધીને પકડીને કારાવાસમાં પૂરવામાં આવે, તેના શરીરને લોખંડની સાંકળથી બાંધવામાં આવે, અંધારા ઓરડામાં પૂરવામાં આવે. એ કદી પોતાનાં અતિપ્રિય સ્નેહીસ્વજનોને મળી શકતો નથી, જોઈ પણ શકતો નથી. ઉપદેશ આપવાની તો વાત જ ક્યાં રહે? એવી રીતે નરકના જીવોને પરમાધામી અસુરો વજની સાંકળથી બાંધે છે, ઘોર અંધકારમય નરકમાં તે સબડે છે... પૂર્ણતયા પરતંત્ર હોય છે. એ જીવો કેવી રીતે તારી પાસે આવી શકે? કેવી રીતે ઉપદેશ આપી શકે? તેમનું આયુષ્ય પૂરું થયા વિના તેઓ નરકની બહાર નીકળી શકતો નથી.'
પિંગલે કહ્યું : “આપની વાત સમજાઈ. નરકમાંથી જીવ અહીં ના આવી શકે, પરંતુ મારા પિતા જરૂર સ્વર્ગમાં ગયા હશે, તેઓ પરલોકના અત્યંત ભયવાળા હતા, હિંસા વગેરે પાપોનો તેમણે ત્યાગ કર્યો હતો, કષાયો પણ અતિ મંદ હતા. છેવટે સાધુ-વ્રત લઈને મરી ગયા હતા. તેમને હું અત્યંત પ્રિય હતો. મેં તેમને મૃત્યુ પૂર્વે કહેલું કે - “મને ધર્મનો ઉપદેશ આપવા જરૂર આવજો.” છતાં હજુ સુધી નથી આવ્યા. દેવો તો સ્વાધીન હોય છે ને?'
આચાર્યદેવે કહ્યું : “એનું પણ કારણ છે. તને એક દૃષ્ટાંથી સમજાવું છું. એક હિન જાતિનો, હીન કુળનો અને કુરૂપ દરિદ્ર મનુષ્ય અનેક કળાઓ શીખીને, વિજ્ઞાન પ્રાપ્ત કરીને પરદેશ ગયો. પરદેશમાં કળા અને વિજ્ઞાનના કારણે તેણે ઘણી સમૃદ્ધિ પ્રાપ્ત કરી. અનેક સુંદરીઓ સાથે લગ્ન કર્યા. સુંદર બાળકોનો પિતા બન્યો. મહાસુખમાં લયલીન બન્યો. એ પોતાના વતનમાં રહેલી ઝઘડાખોર પત્નીને યાદ કરતો નથી. લૂલાં-લંગડા બાળકોને યાદ કરતો નથી.
આવી જ રીતે, દેવલોકના દેવો, મનુષ્યલોકને ગંદી અને દુર્ગધ ભરેલો જુએ છે. દેવલોકમાં અપાર ઋદ્ધિમાં, અને દેવાંગનાઓના પ્રેમમાં ડૂબેલા હોય છે. આનંદ અને સુખમાં આસક્ત હોય છે. તેમને પોતાનો મનુષ્યભવ યાદ પણ નથી આવતો.. પછી તારા પિતા દેવલોકમાંથી અહીં તને ઉપદેશ આપવા કેવી રીતે આવે? દિવ્ય પ્રેમમાં
ભાગ-૧ ૪ ભવ ત્રીજો
80
For Private And Personal Use Only
Page #439
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઓતપ્રોત બનેલા અને વિષયસુખોમાં લીન થયેલા દેવો મનુષ્યલોકમાં ના આવે.” | પિંગલે કહ્યું : “માની લીધી આપની વાત. હવે હું એક પ્રયોગની વાત કરું : આ નગરમાં એક ચોરે રાજ્યભંડારમાંથી ચોરી કરી. તે ચોરીના માલ સાથે પકડાઈ ગયો. રાજા પાસે લઈ જવામાં આવ્યો. રાજાએ શિક્ષા કરી - “આને મારી નાંખો.'
તે ચોરને લોખંડની એક કોઠીમાં નાંખીને, ઉપરનું ઢાંકણું બંધ કર્યું. પછી જે કોઈ કાણાં હતાં કોઠીમાં, તપાવેલા સીસાથી એ કાણાં બંધ કર્યા. ચારે બાજુ સૈનિકો ગોઠવાઈ ગયા. ચોર અંદર મરી ગયો. જો “આત્મા’ હોય, જીવ હોય તો બહાર નીકળે ને? બહાર નીકળે તો સૂક્ષ્મ પણ છિદ્ર પડેને?” કોઠીને એક પણ છિદ્ર પડ્યું ન હતું. માટે માનવું પડે કે પંચભૂતથી જુદો જીવ નથી.”
આચાર્યદેવે કહ્યું : “આવી જ બીજી ઘટના તને કહું છું. આ નગરમાં એક શંખવાદક હતો. શંખવાદનની કળામાં નિપુણ હતો. તે હમેશાં નગરના સિંહ દ્વારમાં ઊભો રહી શંખવાદન કરતો. નગરના સર્વેજનોને એ સંભળાતો. એક દિવસ રાજાએ સેવકને પૂછ્યું : “આ શંખવાદક ક્યાં ઊભો રહીને શંખ વગાડે છે?' સેવકે કહ્યું : ‘સિંહદ્વારમાં ઊભો રહીને વગાડે છે.' રાજાએ પૂછ્યું : “મારા શયનખંડના દ્વાર બંધ હોય છે, છતાં મને શંખનો ધ્વનિ કેમ સંભળાય છે? શબ્દ બંધ દરવાજામાં કેવી રીતે પ્રવેશે છે?' સેવકે કહ્યું : “મહારાજા, શબ્દ રોકાતો નથી!” રાજાએ શંખવાદકને પોતાના એક ઓરડામાં પૂરી દીધો. બારણાની તિરાડોમાં અને છિદ્રોમાં લાખનો રસ ભરી દીધો. શંખવાદકે શંખ વગાડ્યો. રાજાએ અને પ્રજાએ શંખનો ધ્વનિ સાંભળ્યો.
હે બ્રાહ્મણ, જેમ ઓરડામાં શબ્દ બહાર નીકળવા છતાં કોઈ છિદ્ર ના દેખાયું, તેમ કોઠીમાંથી જીવ નીકળી જવા છતાં છિદ્ર ના દેખાયું...”
પિંગલે કહ્યું : “ભગવંત, એક ચોરને, મારા કહેવાથી મારા મિત્રે ત્રાજવામાં તોલ્યો. એનું વજન માપી દીધું. ત્યાર પછી તેને મારી નાંખ્યો. એના મૃતદેહનું વજન કર્યું. પહેલાનું અને પછીનું વજન સરખું જ હતું. જો શરીરમાંથી જીવ જાય તો વજન ઘટવું જોઈએ! ના ઘટક્યું માટે માનવું પડે કે શરીરથી જીવ જુદો નથી.
આચાર્યદેવે કહ્યું કે હવે મારી વાત સાંભળો. એક ગોવાળે પવનથી ભરેલી ચામડાની કોથળી ત્રાજવામાં તોલી. ત્યાર પછી કોથળીમાંથી પવન કાઢી નાંખીને તોલી. બંને વખતનું વજન સરખું જ આવ્યું! હવે તું કહે – કોથળી અને પવન જુદાં હોય છે કે એક જ હોય છે? પવન નીકળી જવાથી વજન કંઈક ઘટવું જોઈએ ને?' પિંગલે કહ્યું : “ભગવંત, હું એક બીજા પ્રયોગની વાત કરું છું.'
એક ચોર પકડાયો. તેને મૃત્યુદંડની સજા થઈ હતી. મારા મિત્રે તે ચોરના શરીરને ઊંચુંનીચું કરીને જીવને ખોળ્યો.. જીવ ના મળ્યો. પછી શરીરને ચીરી નાંખીને જીવને ખોળ્યો, તોય ના મળ્યો. જો હોય તો મળવો જોઈએ ને?'
શ્રી સમરાદિત્ય મહાકથા
૪૫
For Private And Personal Use Only
Page #440
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આચાર્યદેવે કહ્યું : ‘એક મનુષ્યે અરણિ-કાષ્ઠને ઊંચું-નીચું કરીને તેમાં અગ્નિ ખોળ્યો, અગ્નિ ના મળ્યો. એ લાકડાના ટુકડા કરી નાંખ્યાં, છતાં અગ્નિ ના દેખાયો... તો શું અરણિના કાષ્ઠમાં અગ્નિ ના માનવો? અગ્નિ તો પ્રગટ થાય છે! મારી પાસે હવે પ્રત્યુત્તર ન હતો.
વાદ-વિવાદ કરવાની તેની શક્તિનો અંત આવી ગયો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચાર્યદેવે વાત્સલ્ય ભરેલા શબ્દોમાં કહ્યું : ‘હે દ્વિજશ્રેષ્ઠ,
* વૃક્ષની ડાળીઓને ડોલાવનારો પવન જેમ દેખાતો નથી, તેમ જીવ પણ દેખાતો નથી. ડાળીઓને ડોલતી જોઈને ‘પવન છે' એમ માનીએ છીએ, તેમ જીવ ગતિ કરે છે, ખાય છે, પીએ છે... વગેરે ક્રિયાઓ કરે છે, તેના આધારે માનવું જોઈએ કે ‘જીવ છે.’
* તું બ્રાહ્મણ છે, વિદ્વાન છે. તું જાણે છે ને કે અસંયુક્ત જે શબ્દ હોય, તે શબ્દથી વાચ્ય પદાર્થ હોય જ. ‘જીવ’ એવો અસંયુક્ત શબ્દ છે. માટે ‘જીવ’ નામનો પદાર્થ છે જ.
* ત્રણે કાળમાં ‘હું હતો, હું છું, હું હોઈશ...' એવો જ પ્રત્યય થાય છે, તે ‘હું’ એટલે જીવ...!
* હૈ દ્વિજ, આ દુનિયામાં ઘણા લોકોને પૂર્વજન્મ યાદ આવે છે... ‘હું પૂર્વજન્મમાં દેવ હતો, અથવા મનુષ્ય હતો... કે પશુ-પક્ષી હતો ? આવું શાન ત્યારે જ થાય કે જીવ-તત્ત્વ હોય, જડ પદાર્થને આવું જ્ઞાન થતું નથી.
* તીર્થંકરોના સમવસરણમાં જઈને તમે જોશો તો ત્યાં તમને દેવો અને દેવીઓ પ્રત્યક્ષ દેખાશે! માટે ‘પરલોક' માનવામાં કોઈ શંકા ના રાખીશ.
re
* વર્તમાન જીવનમાં કરેલાં પાપ અને પુણ્ય, બધાનાં ફળ આ જીવનમાં ભોગવી શકાતાં નથી. એ ભોગવવા નરકમાં અને સ્વર્ગમાં જવું પડે છે...'
♦ બ્રહ્મદત્ત અને શિખીકુમાર, આચાર્યદેવની જ્ઞાનપ્રતિભા ઉપર મુગ્ધ થઈ ગયા
હતા.
For Private And Personal Use Only
ભાગ-૧૪ ભવ ત્રીજો
Page #441
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ЧЕ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શીથી ભિન્ન શાશ્વત જીવ તત્ત્વનું અસ્તિત્વ સ્વીકાર્યા પછી પિંગલ, મનુષ્યજીવનની દુર્લભતા, પંચભૂતના કારણે નથી, પરંતુ મનુષ્યના પુણ્યકર્મના કારણે છે, આ વાત તું સારી રીતે સમજી શકીશ. સમગ્ર જીવસૃષ્ટિમાં સૌથી ઓછી સંખ્યા મનુષ્યોની છે! કારણ કે મનુષ્યજીવન પામવા માટે જેટલું પુણ્યકર્મ જોઈએ, તેટલું પુણ્યકર્મ બાંધનારા જીવો સહુથી ઓછા હોય છે.
આવું મનુષ્યજીવન, સમગ્ર ધર્મ-આરાધના કરવા માટેનું અસાધારણ કારણ છે. મોક્ષમાર્ગની પરિપૂર્ણ આરાધના, માત્ર મનુષ્ય જ કરી શકે છે.'
પિંગલે બહુમાનપૂર્વક આચાર્યદેવને પૂછ્યું : ‘ગુરુદેવ, માની લીધું કે મનુષ્યજીવન દુર્લભ છે, પરંતુ એ જીવનમાં પ્રિયજનોનો ત્યાગ કરવો, એમ સમજીને કે પ્રિયજનોના સંયોગ અનિત્ય છે, તો પછી સાધુ બનનારાના પણ સમાગમો નિત્ય નથી ને?'
‘મહાનુભાવ, મુનિને ક્યાં સમાગમ જ કરવાના છે પ્રિયજનોના? એને પ્રિય અને અપ્રિયની કલ્પનાઓ જ કરવાની હોતી નથી. એટલે પ્રિય-સંયોગમાંથી ઉત્પન્ન થતો હર્ષ અને પ્રિય-વિયોગમાંથી જનમતો વિષાદ મુનિને હોતો નથી.'
પિંગલે પૂછ્યું : ‘ગુરુદેવ, આ શિખીકુમાર એના મળેલા વૈભવને, એને મળેલી સંપત્તિને ચંચળ માનીને દીક્ષા લેવાની વાત કરે છે, પરંતુ દીક્ષા લેવાથી શું એ વૈભવસંપત્તિ સ્થિર થઈ જશે? એને સ્થિર કરવા-રાખવા તો રક્ષણ કરવું જોઈએ ને?'
‘પિંગલ, જો રક્ષણ કરવાથી વૈભવને સ્થિર કરી શકાતો હોત તો... કોઈ વૈભવશાળી ટૂંક ના બનત! રક્ષણ કરવાથી વૈભવ સ્થિર નથી રહેતો, એને સ્થિર કરવાનો ઉપાય એક માત્ર ધર્મ જ છે. પરંતુ ભૌતિક વૈભવોને સ્થિર કરવા સાધુધર્મ નથી લેવાનો. કારણ કે એ વૈભવો, એ સંપત્તિ... એ ધન-દોલત... અસાર છે. જીવોનું અહિત કરનાર છે. શિખીકુમાર એટલા માટે એનો વૈભવ છોડીને દીક્ષા લેવા તત્પર બન્યો છે...'
‘પરંતુ ભગવંત, શિખીકુમાર હવે યૌવનના દ્વારે ઊભો છે. યૌવનકાળમાં જ સંસારનાં વૈષયિક સુખો ભોગવી શકાય છે! એ યૌવનને પણ કુમાર પુષ્પ જેવું અલ્પજીવી સમજીને ભોગ સુખોને છોડવા તૈયાર થયો છે, તે ઠીક નથી. યૌવનને ચિરસ્થાયી બનાવવા રસાયણોનો પ્રયોગ કરી શકાય છે. દીક્ષા લેવાથી કંઈ યૌવન ચિરસ્થાયી બનવાનું નથી...’
‘પિંગલ, કુમારના કથનનો પરમાર્થ તું સમજ્યો નથી.’ ‘યૌવન ક્ષણિક છે. તેને નિત્ય બનાવવા હું દીક્ષા લઉં, એમ કુમારે કહ્યું નથી. પરંતુ ક્ષણિક યૌવનનો ઉપયોગ, શ્રી સમરાદિત્ય મહાકથા
83
For Private And Personal Use Only
Page #442
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘર્મયૌવન પામવા માટે કરવાની એની ભાવના છે. ભોગસુખો ભોગવવાથી તો યૌવન વેડફાઈ જાય છે. સુજ્ઞપુરુષે, યૌવનનો વિનિયોગ ધર્મપુરુષાર્થમાં કરવો જોઈએ.'
ગુરુદેવ ઠીક છે આપની વાત, પરંતુ ભોગસુખો ભોગવવાથી એનાં પરિણામ ભયંકર આવે છે, એવું માનવું ભૂલભરેલું નથી? તો તો ભોજન કરવાથી, જલપાન કરવાથી, વસ્ત્ર ધારણ કરવાથી પણ માઠાં ફળ ભોગવવાં પડશે ને? એટલે ભોજન, પાણી, વસ્ત્ર બધું જ છોડી દેવું જોઈએ...!”
‘પિંગલ, ક્રમશ: બધાનો ત્યાગ કરવાનો હોય છે. કારણ કે છેવટે તો સમગ્ર સંસાર છોડવાનો છે ને! સર્વ સંગના પરિત્યાગરૂપ મોક્ષ જ મેળવવાનો છે! એટલા માટે મુનિજીવનની સાધના છે. મુનિજીવનમાં સ્નેહી-સ્વજનોનો સહવાસ-સંયોગ રહેતો નથી, તેથી વિષયભોગ કરી શકાતા નથી. એટલે, આહાર-પાણી... વસ્ત્ર, પાત્ર વગેરેનો ઉપભોગ કરવા છતાં એનું પરિણામ ભયંકર આવતું નથી, સાધુ કેવળ દેહને ધારણ કરવાની ભાવનાથી, અનાસક્ત ભાવે આહારાદિ ગ્રહણ કરે છે, | વિષયભોગ કરે છે છતાં પાપકર્મોથી લપાતો નથી.'
પિંગલે પૂછયું : “ગુરુદેવ, જેમ સંસારમાં મૃત્યુને રોકી શકાતું નથી તેવી રીતે સાધુજીવનમાં પણ મૃત્યુને વારી શકાતું નથી, સાધુને પણ મરવું પડે છે. એટલે મૃત્યુના ભયથી સ્મશાનમાં જઈને સૂઈ જવા જેવી વાત શિખીકુમારે કરી છે! ભલે, પરલોક માનીએ, પરંતુ દુઃખ ભોગવવાથી સુખ મળતું નથી. સુખ તો સુખનાં સાધનોનું સેવન કરવાથી મળે છે. સાધુજીવનનાં દુઃખો સહવાથી દુઃખ વધશે... સુખ નહીં વધે માટે હું શિખીકુમારને કહું છું કે એ સાધુ બનવાની વાત છોડી દે...”
આચાર્યદેવે કહ્યું : “પિંગલ, તું સાધુતાના પાલનનું ફળ નથી જાણતો! એનું ફળ છે નિર્વાણ, નિર્વાણ થયા પછી આત્મા અજર-અમર અને અજન્મા બની જાય છે. મુક્ત આત્મા દેહમુક્ત હોય છે. જ્યાં દેહ નહીં. ત્યાં મૃત્યુ નહીં. જ્યાં દેહ નહીં ત્યાં વૃદ્ધત્વ નહીં, રોંગ અને વ્યાધિ નહીં. ત્યાં ઇષ્ટનો વિયોગ નથી હોતો કે અનિષ્ટનો સંયોગ નથી હોતો. ત્યાં ભૂખ નથી હોતી કે તરસ નથી હોતી. ત્યાં રાગ-દ્વેષ નથી હોતા. ત્યાં કષાયોના ઉપદ્રવ નથી હોતા.
ત્યાં આત્માઓ સર્વજ્ઞ અને સર્વદર્શી હોય છે. ત્યાં આત્માને અનુપમ સુખ હોય છે. હે પિંગલ, આવો મોક્ષ પુરુષાર્થ વિના મળતો નથી.... ક્ષણે-ક્ષણે મૃત્યુ પામતા જીવે, મૃત્યુ પર વિજય મેળવવા પુરુષાર્થ કરવો જોઈએ. એવો પુરુષાર્થ કરનારાઓ સ્મશાનમાં જઈને સૂઈ નથી જતાં, પરંતુ સ્મશાનમાં જઈને રાતભર કાયોત્સર્ગ-ધ્યાન કરતાં હોય
ભગવંત શું સાધુજીવનમાં દુઃખ નથી?” નથી, સાધુજીવનમાં જેવું સુખ હોય છે તેવું સુખ તો ચક્રવર્તી રાજાને પણ હોતું
૪૪
ભાગ-૧ ( ભવ ત્રીજો
For Private And Personal Use Only
Page #443
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નથી. એ સુખ હોય છે આત્માનું આધ્યાત્મિક સુખ હોય છે. આ સંસારમાં સુખ નથી... માત્ર સુખાભાસ છે. અજ્ઞાની મનુષ્યો આધ્યાત્મિક સુખને સમજતા નથી.
કર્મોના સંયોગથી દુઃખ છે, કર્મોના ક્ષયથી સુખ છે. જન્મથી દુઃખ છે, અજન્મા બનવામાં સુખ છે. વૃદ્ધાવસ્થા દુઃખદાયી છે, અજર-અવસ્થામાં સુખ છે. જ આશાઓ ને ઇચ્છા દુઃખ છે, તેનાથી મુક્ત થવામાં સુખ છે. જ પ્રેમ-પ્રીતિ ને સ્નેહમાં દુઃખ છે.... વૈરાગ્યમાં સુખ છે!
સંક્લેશવાળું મન દુઃખી છે, સંક્લેશરહિત મન સુખી છે. છે. મૃત્યુ દુઃખરૂપ છે, અમર-અવસ્થા સુખરૂપ છે.
હે પિંગલ, અનાદિકાળથી, કર્મોથી આવૃત જીવો, આત્માના સાચા સુખને જાણતાં નથી, સમજતાં નથી. સાચા સુખની કલ્પના સુધ્ધાં તેમને આવતી નથી. જેમ કોઈ પુરુષ જન્મથી જ રોગી હોય, તેણે ક્યારેય નીરોગી પુરુષ જોયો ના હોય, તે પુરુષ આરોગ્યના સુખને ન જાણી શકે. એવી રીતે આયુષ્યમાન, અનાદિકાળથી રોગોથી વ્યાપ્ત સંસારક્ષેત્રમાં રહેનારા આ જીવો, નીરોગી જીવોને જુએ છે. તે નીરોગી જીવો, રોગી મનુષ્યો જેવો વ્યવહાર નથી કરતાં ત્યારે એમના પર દ્વેષ કરે છે. તેમના રોગોને દૂર કરવાના ઉપાયો બતાવનારા નીરોગી પુરુષો પ્રત્યે દ્વેષ કરે છે...! કેટલાક મહા રોગિષ્ઠ પુરુષો તો પેલા નીરોગી ઉપદેશકનો ઉપહાસ કરે છે! તેમની અવગણના કરે છે.
કેટલાક રોગી પુરુષો, નીરોગી પુરુષોનો ઉપદેશ સાંભળે છે ખરા, પરંતુ સમજતાં નથી. કેટલાક ઉપાયોને સમજે છે ખરા, પરંતુ ઉપાયો આચરણમાં મૂકતાં નથી. કેટલાક પુરુષો આચરણમાં મૂકે છે, પરંતુ નીરોગી બનવાના સાધ્યને સમજતા નથી! વિપરીત વર્તન કરે છે.
જે પુરુષોને કર્મરોગ ઘણો ઘણો દૂર થયો હોય છે, તે પુરુષો જ નિશ્ચિત રૂપે આરોગ્યના સુખના સ્વરૂપને જાણી શકે છે. શ્રામસ્થ ભાવથી પરિણત થયેલા પુરુષો, શંકા વિના, આરોગ્ય સુખના જ્ઞાતા બને છે.
માટે હે મહાનુભાવ, શ્રમણ જીવનની સર્વ ક્રિયાઓ દુઃખરૂપ નથી પરંતુ સુખરૂપ છે. ભલેને શ્રમણ ભૂમિ પર સૂતો હોય, ભિક્ષા લાવીને ક્ષુધા શાન્ત કરતો હોય, જીર્ણ વસ્ત્ર પહેરતો હોય... અને વન-ઉપવનમાં રહેતો હોય, છતાં એ રાગ-દ્વેષ-મોહનો વિજેતા મુનિ, મુક્તિના સુખનો અનુભવ કરે છે! આવા અનુભવનો એક અંશ પણ, ચક્રવર્તી જેવો રાજા ય પામી શકતો નથી...”
મહામંત્રી બ્રહ્મદત્તના વ્યથિત મનને શાતા મળી. તેમની સઘન વ્યથા વિગલિત બની. તેમની કાળી રાત જાણે પૂરી થઈને પરોઢ ફૂટયું. કરુણતાનો વંટોળ શાત્ત
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
Page #444
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થયો. જીવનના જંગ માટે ભેટ બાંધતા પોતાના તરુણ પુત્ર સામે એક દૃષ્ટિ નાંખી, તેમણે આચાર્યદેવને કહ્યું: ‘આપે કહ્યું તે બધું યથાર્થ છે ભગવંત! એમાં હવે મને કોઈ શંકા રહી નથી. પુત્રમોહની મારી અવદશા. દયનીયતા અને કરુણતા દૂર કરી આપે મને સાધુતાની ભવ્યતાનાં દર્શન કરાવ્યાં. મારું મોહનું ધુમ્મસ વીંધી નાંખ્યું. આપે મારી ચેતનાને જગાડી. મનુષ્ય જીવનની વિધવિધ સમસ્યાઓને પ્રત્યક્ષ કરી એમાંથી સાચા જીવનતત્ત્વને સારવી લેવા સુંદર માર્ગદર્શન આપ્યું.”
બ્રહ્મદત્તના ચિત્તમાં જાણે સંજીવની ફૂટી, ગુરુદેવનું તેમને સાન્નિધ્ય મળ્યું. તેમણે વિચાર્યું : શિખીએ ગૃહત્યાગનો જે નિર્ણય કર્યો છે તે યથાર્થ છે. ખરેખર, સંસાર... ઘરવાસ દુઃખરૂપ જ છે.... સાધુતા-શ્રામસ્થ જ સુખરૂપ છે.. અને એ સાધુતા સ્વીકારવા શિખી થનગની રહ્યો છે. અલબત્ત, એના ઉપર આચાર્યની દેવી અને નિર્મળ પ્રેમશક્તિનો પ્રભાવ પડ્યો છે. અને એ કંઈ ખોટું નથી. ભલે ને શિખી આવા દૈવી પુરુષની આંગળીએ વળગીને એક અજબ, અવનવી અને જીવનની સૌથી પાવનકારી, સંયમયાત્રાનો પ્રારંભ કરી જો કે મને આ વાતનો અણસાર પણ ન હોત. ગુરુદેવના વિરાટ વ્યક્તિત્વનાં અગમ ઊંડાણોમાં વિહરવાનું અને એમના અણમોલ શબ્દોમાં એમનું દર્શન પામવાનું મને પણ મહાભાગ્ય લાધી ગયું. ખરેખર, અંતર મનને હચમચાવી નાંખનારો આજે અનુભવ થયો. ગુરુદેવના ઉત્કટ સ્નેહનો ધોધ અવિરત વહેતો અનુભવ્યો.”
અશોકવનમાં એ દિવસે શ્રેષ્ઠ સૂર્યાસ્ત જોવા મળ્યો. વાદળાંઓમાંથી ગળાતા તેજના આધારે લાલ કસુંબલ અગનગોળો ઊતરી આવ્યો, બે વાદળ વચ્ચે પૂરો દૃશ્યમાન બન્યો. પછી લાલ સુરંગી છોળો પાથરતો પાથરતો એ ક્ષિતિજમાં સરી ગયો. પાછળ ચોમેર રેલાઈ રહીં એની લાલિમાં.
બ્રહ્મદત્તના મુખમાંથી શબ્દો સરી પડ્યા : મુજ હૈયે તમને પધરાવું. શી રીતે હે જગબંધુ!
૦ ૦ ૦ પિંગલ!
તેનું મન મહેકી ઊઠ્યું. તેના મનમાં આચાર્ય તરફનું ગૌરવ સ્થાપિત થયું. તેનું મન આચાર્યની પ્રશંસા કરવા લાગ્યું. તેના ચિત્તની ઉગ્રતા, વ્યગ્રતા અને આક્રોશ શાન્ત થયો. તેના મુખમાં સહજ રીતે પ્રીતિ-વચન પ્રગટ થયાં.
પિંગલે પૂછ્યું : “ભગવંત, આટલો વિપુલ અને સમૃદ્ધ જ્ઞાનખજાનો આપની પાસે જ જોયો. મારી શંકાઓની ભીંતો તૂટી પડી. જ્ઞાનનો સાચો પ્રકાશ પ્રાપ્ત થયો. ગુરુદેવ, મારી એક જિજ્ઞાસા છે : પુય અને પાપનો ભેદ કેવી રીતે જાણી શકાય?” એ જ મધુનીતરતી વાણી વરસવા લાગી :
ભાગ-૧ ( ભવ ત્રીજો
For Private And Personal Use Only
Page #445
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘મહાનુભાવ, માન કે એક પુરુષ, સુગંધથી મઘમઘાયમાન અને રત્નજડિત ફરસવાળા ભવનમાં રહે છે. બીજો પુરુષ ફૂંક મારી મારીને મહામુસીબતે અગ્નિ સળગાવે છે. તેના ધુમાડાથી એનું ઘર ભરાઈ જાય છે એ ઘ૨માં સર્પોના દર છે!
એક પુરુષ ચંદ્રકરણોથી ઉજ્વલ મહેલમાં રહે છે, અને રાતભર મનગમતી અને સુંદર પ્રિયાઓ સાથે ક્રીડા કરે છે, જ્યારે બીજો પુરુષ એકલો-અટૂલો ને અભાગી, શિયાળાની કડકડતી ઠંડીમાં ધ્રૂજે છે... એના શરીર પર ઉઝરડા પડ્યા છે. દાંત કચકચાવે છે... ને રાત્રિ પસાર કરે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક પુરુષે રત્નજડિત સુવર્ણ-આભૂષણો પહેર્યાં છે, શરીર પર શ્રેષ્ઠ વિલેપન કર્યું છે. પ્રિયાના વક્ષસ્થળ પર વિલાસ કરે છે... બીજા.
પુરુષના શરીર પર જૂની, ફાટેલી અને ગંદી કંથા પડેલી છે! અને રસ્તે રઝળતો બિચારો માંડમાંડ ભોજન પામે છે અને એ રીતે જીવન પસાર કરે છે.
એક પુરુષ તેના ઘરે માંગવા આવનારાઓના મનોરથ પૂર્ણ કરે છે, જ્યારે બીજો પુરુષ ઘરે-ઘરે ફરીને ભીખ માંગે છે... છતાં પેટ ભરીને ભોજન કરી શકતો નથી.
હે પિંગલ, પુણ્ય અને પાપના ભેદ આ રીતે દુનિયામાં પ્રત્યક્ષ દેખાય છે. એવી રીતે શાસ્ત્રોના માધ્યમથી પણ પુણ્ય-પાપનો ભેદ જાણી શકાય છે, તે તને કહું છું :
પુણ્યથી મનુષ્યજીવન મળે છે. પાંચ ઇન્દ્રિયો પરિપૂર્ણ મળે છે. સારું મન મળે છે. સદ્ગુરુનો સમાગમ મળે છે... તેથી ધર્મપુરુષાર્થ થાય છે, સમાધિમૃત્યુ પ્રાપ્ત થાય છે. પરિણામે દેવગતિ મળે છે... પુનઃ મનુષ્યજીવન મળે છે... મોક્ષમાર્ગ મળે છે... ક્રમશઃ મુક્તિ પ્રાપ્ત થાય છે.
પાપકર્મથી
* હલકી જાતિમાં જન્મ થાય છે,
* પાપકર્મોથી તિર્યંચગતિમાં જાય છે,
* નરકમાં જાય છે.
* પુનઃ તિર્યંચગતિમાં જાય છે...
* પાપ પુરુષાર્થ કરી દુર્ગતિમાં ભટકે છે.
પિંગલે આના અનુસંધાનમાં બીજો પ્રશ્ન પૂછ્યો :
શ્રી સમરાદિત્ય મહાકથા
‘ભગવંત, શું કરવાથી પુણ્યકર્મ બંધાય અને શું કરવાથી પાપકર્મ બંધાય?’
* આચાર્યદેવે કહ્યું :
* દયા અને અહિંસાથી,
* અસત્યનો ત્યાગ કરવાથી,
* ચોરીનો ત્યાગ કરવાથી,
For Private And Personal Use Only
કચ્છ
Page #446
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
* મૈથુનનો ત્યાગ કરવાથી,
* પરિગ્રહનો ત્યાગ કરવાથી,
૪
www.kobatirth.org
* રાત્રિભોજનનો ત્યાગ કરવાથી, * રાગ-દ્વેષ અને મોહનો ત્યાગ કરવાથી, ક્રોધ-માન-માયા અને લોભનો ત્યાગ કરવાથી
* દાન-શીલ અને તપ કરવાથી પુણ્યકર્મ બંધાય છે.
હવે તને પાપકર્મ બાંધવાનાં કારણો બતાવું છું.
* જીવવધ ક૨વાથી,
* અસત્ય બોલવાથી,
♦ ચોરી કરવાથી,
* અબ્રહ્મનું સેવન કરવાથી, તીવ્ર લોભ ક૨વાથી,
* તીવ્ર રાગ કરવાથી,
* તીવ્ર દ્વેષ કરવાથી,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાત્રિભોજન કરવાથી,
* જિનવચનોનો અપલાપ કરવાથી,
* જ્ઞાન-જ્ઞાની અને જ્ઞાનના સાધનોની આશાતના કરવાથી,
* દેવ-ગુરુ-ધર્મની નિંદા કરવાથી,
ૐ બીજા જીવોને દુઃખ આપવાથી,
* પરસ્ત્રીંગમન કરવાર્થી,
* માંસાહાર કરવાથી,
* મદ્યાન કરવાથી
પાપકર્મ બંધાય છે.
હે પિંગલ, આ પાપનાં સ્થાનકો છે. આત્મહિત ચાહનાર પ્રાજ્ઞપુરુષે આ પાપસ્થાનકોનો ત્યાગ કરવો જોઈએ, અને પુણ્યના હેતુઓનું સેવન કરવું જોઈએ.’
* પિંગલે ગુરુદેવના ચરણોમાં મસ્તક મૂક્યું...
* બ્રહ્મદત્તે ભાવવિભોર બની ગુરુદેવની સ્તવના કરી,
* શિખી કુમારને પોતાનો મનોરથ સફળતા આરે ઊભેલો જોયો... તે આનંદવિભોર બન્યો.
For Private And Personal Use Only
ભાગ-૧૦ ભવ ત્રીજો
Page #447
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
L'GOJ
સરોવરમાં શેલારા દેતી મીન-પૂંછની ઝાપટથી પક્ષની પાંખડીઓ ઉપરથી ખરી પડેલી ઝાકળ જેવી ભીની ભીની ઉષા ઊગી રહી હતી. વૃક્ષોને પ્રેમ કરતાં કરતાં વીંટળાતી વલ્લરીઓ નમણી નારની જેમ શોભી રહી હતી. ચંદનવનને ચૂમીને છૂટેલો વસંતનો વાયુ અશોકવનમાં વિહરી રહ્યો હતં.
એવા સમયે મહામંત્રી બ્રહ્મદત્તે પિંગલ વગેરે આત્મીય જનોની સાથે અશોકવનમાં પ્રવેશ કર્યો. બ્રહ્મદત્ત અને પિંગલના અંતરની એક મંજુલ તંત્રી રણઝણતી થઈ ગઈ હતી.
ગુરુદેવની આજ્ઞા લઈ સહુએ ગુરુદેવના અવગ્રહમાં પ્રવેશ કર્યો. ગુરુદેવને ત્રણ પ્રદક્ષિણા દઈ, ભાવપૂર્વક વંદના કરી. ગુરુદેવે ધર્મલાભનો આશીર્વાદ આપ્યો.
બ્રહ્મદરે કહ્યું, ‘ભદંત, ગઈકાલે આપે અમારા પર અવર્ણનીય ઉપકાર કર્યો છે. આપના ઉપકારને અમે આ ભવમાં નહીં ભૂલી શકીએ, પરભવમાંય નહીં ભૂલી શકીએ. આપે અમારી આંખોમાં જ્ઞાનાંજન આંક્યું. અમારા હૃદયને જ્ઞાનવારિણી ધોઈને સ્વચ્છ કર્યું.
ગુરુદેવ, કંઈક જીવન પરિવર્તન કરવાની ભાવના પેદા થઈ છે. જો કે મારા પ્રિય પુત્ર શિખીના જેવો ગૃહત્યાગ કરી સાધુધર્મ સ્વીકારવાનો ઉલ્લાસ તો નથી જાગ્યો, પરંતુ ગૃહવાસમાં રહીને પણ, જીવન જીવવાની રીત બદલી નાંખવી છે. પાપસ્થાનકોનો શક્ય એટલો ત્યાગ કરવો છે, ધર્મસ્થાનોનું શક્ય એટલું પાલન કરવું છે.
હે પ્રભુ, આપ ભક્તવત્સલ છો, અધમોચક છો.. મારા જેવા પાપીનો આપે ઉદ્ધાર કરવાનો છે. બ્રહ્મદત્તની આંખો આંસુઓથી ઊભરાઈ ગઈ. ગુરુદેવ બ્રહ્મદત્તના મસ્તક પર પોતાનો સ્નેહસિક્ત હાથ મૂક્યો. બ્રહ્મદત્તનું હૃદય એક અસીમ કૃતજ્ઞતાથી ભરાઈ ગયું.
રાતભર આત્માલોચન કરીને પિંગલ દઢ આસ્તિક બની ગયો હતો. આચાર્ય પ્રત્યે તેના હૃદયમાં કૃતજ્ઞતા પ્રગટી હતી. એ જીવનભર નાસ્તિક રહ્યો હતો. પરંતુ હજુ તો જીવનનો પૂર્વાર્ધ વીત્યો હતો. ઉત્તરાર્ધ બાફી હતો. એ ઉત્તરાર્ધને અધિક સાર્થક કરવા તત્પર બન્યો હતો. એના ચિત્ત પર આચાર્ય, એક પરમ પ્રાજ્ઞ-પુરુષ અને વીતરાગી મહાપુરુષ રૂપે અંકિત થઈ ગયા હતા, ગહન આસ્થા અને શ્રદ્ધાથી તેણે આચાર્યને સ્વીકાર્યા હતા. આજે એ સમર્પણભાવથી ગૃહસ્થ ધર્મ અંગીકાર કરવા આવ્યો હતો. વાદ-વિવાદનો અંત આવી ગયો હતો, તેનું હૃદય સંવાદિતાની વીણાના તારોથી રણઝણી ઊડ્યું હતું. તેણે ગુરુદેવનાં ચરણોમાં વંદન કરીને વિનમ્ર શબ્દોમાં નિવેદન કર્યું. શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
Page #448
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘કે નિષ્કારણ કરુણાવંત! જેમ દિવસ હમણાં ઊગ્યો... અને હમણાં-હમણાં ડૂબી જશે. તેમ આ જીવન પણ જોત-જોતામાં મહાકાળમાં વિલીન થઈ જશે. પરલોકની યાત્રાએ આ આતમપંખી ઊડી જશે... કઈ ડાળ પર જઈને એ બેસશે... ખબર નથી. પ્રભો, એ પૂર્વે આ આત્માને પરિતોષ ઊપજે... નિર્ભયતા અનુભવાય, એવો ધર્મસાધનાનો માર્ગ ચીંધવા કૃપા કરો. શિખીકુમારના પાવનપગલે ચાલવાની હામ નથી કે હિંમત નથી! ગૃહવાસમાં રહીને જે કંઈ કરી શકાય, તે બતાવો.’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચાર્યદેવે, મહામંત્રીને તથા પિંગલને ગૃહસ્થધર્મ સમજાવ્યો, બાર વ્રત સમજાવ્યાં. દૈનિક જીવનચર્યા બતાવી. મહામંત્રીએ અને પિંગલે બાર વ્રત સ્વીકાર્યાં.
‘ભગવંત, જિનમતનો સ્વીકાર કરીને અમે આજે ધન્ય બન્યા છીએ. આજે અમે અવર્ણનીય આનંદ અનુભવીએ છીએ. આજથી જ અમારું સાચું અને સારું જીવન શરૂ થયું છે.’
અત્યાર સુધી મૌન રહેલા શિખીકુમારે મધુર શબ્દોમાં કહ્યું :
‘પિતાજી આમેય આપના પ્રત્યે મારા હૃદયમાં ભરપૂર અનુરાગ હતો જ... આપના ઉપકારો તો મારા ઉપર પાર વિનાના છે, પરંતુ આજે બહુ નજીકથી આપના અંતરને જોવાનો-સમજવાનો અવસર મળ્યો. આપ કેટલા બધા ભાવુક છો? સંવેદનશીલ છો,,, અને પરમાર્થને સમજનારા છો... એ બધું આજે મેં જાણ્યું, વિશાળ રાજ્યના મહામંત્રી હોવા છતાં આપને નથી કોઈ અભિમાન કે નથી કોઈ દુરાગ્રહ. આપ ગુણાનિધાન છો. આજે આપ શ્રાવકજીવન સ્વીકાર્યું. જીવનનું અદ્ભુત પરિવર્તન કર્યું. આપને મારાં હૃદયનાં વંદન છે...' શિખીકુમારે પિતાના ચરણોમાં પ્રણામ કરીને પિંગલને કહ્યું :
830
‘હે પિતા સમાન દ્વિજ શ્રેષ્ઠ, તમારું આ જીવન પરિવર્તન, તમારા હૃદયને તો પરિતોષ પમાડે જ, પરંતુ મારા હૃદયને પણ પરમ સંતોષ પમાડ્યો છે. મેં આપને રાજસભામાં બૃહસ્પતિની જેમ વાદવિવાદ કરતાં સાંભળ્યા છે... કૌશામ્બીની રાજસભામાંથી કોઈ પરદેશી જીતીને ગયો નથી. ભલભલા દિગ્ગજ વિદ્વાનોને આપે જમીન પર નાકથી લીટી ખેંચાવેલી છે, એ મેં નજરે જોયું છે... અને આજે? આપની સત્યગ્રાહકતા અને સરળતા પર આજે હું ઓવારી ગયો છું! આચાર્યદેવની નવયૌવના જ્ઞાનશ્રીનાં ચરણોમાં આપનું મસ્તક નમી પડ્યું... તેઓના સંયમની તેજસ્વિતાએ આપના હૃદયમાં અજવાળું-અજવાળું કરી દીધું! આપના આ જીવનપરિવર્તનના પડઘા કૌશામ્બીની શેરીએ શેરીએ પડશે. રાજસભામાં મોટો કોલાહલ મચી જશે. એક મહાન નાસ્તિકે, આસ્તિકતાનાં શ્રીચરણોમાં સમગ્ર જીવન સમર્પી દીધાની વાત વાયુની પાંખો પર બેસી રાજ્યનાં સીમાડાઓ સુધી પ્રસરી જશે. આપના આ પરિવર્તનના પ્રતાપે રાજ્યના હજારો સ્ત્રી-પુરુષો સર્વજ્ઞશાસનનો સ્વીકાર કરી, પોતપોતાનાં જીવનનું સાફલ્ય પ્રાપ્ત કરશે.
For Private And Personal Use Only
ભાગ-૧૪ ભવ ત્રીજો
Page #449
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપ બંને પૂજ્યો, હવે મને અનુમતિ આપો... હું સાધુધર્મ અંગીકાર કરી, મારા આત્માને અનંત કર્મોનાં બંધનોથી મુક્ત કરવાનો પુરુષાર્થ કરું.”
શિખીકમારનાં મધુર વચનો સાંભળીને પિંગલ નેહવશ બની ગયો. તેણે કુમારને પોતાની છાતી સાથે ચાંપી દીધો. અને એના મસ્તક પર આંસુઓનો અભિષેક કર્યો.
બ્રહ્મદત્તે ગળગળા સ્વરે કહ્યું : “વત્સ, ગુરુદેવે બતાવેલો સાધુધર્મ જ સાચો શ્રેયમાર્ગ છે. આ સંસાર... આ ગૃહવાસ સાચે જ ક્લેશ-સંતાપ અને સંઘર્ષથી ભરેલો છે. પરંતુ મારે ગુરુદેવને પૂછવું છે કે આવા ઉત્કૃષ્ટ સાધુધર્મનું પાલન કરવાની તારામાં ક્ષમતા છે ખરી? કુમાર, આ ગુરુદેવ અંતર્યામી છે. તેઓ આપણી શક્તિઅશક્તિને સાચી રીતે જાણી શકે. તેઓ જો તારામાં એવી શક્તિ જોતા હોય તો વત્સ, હું તારા માર્ગમાં વિઘ્ન નહીં જ કરું, હૈયાના હેતથી વિદાય આપીશ.” | પિતા અને પુત્રે ગુરુદેવ તરફ દૃષ્ટિ સ્થિર કરી.
ગુરુદેવના મુખ પર સ્મિત રેલાયું. તેઓ બોલ્યા : “બ્રહ્મદત, તમે યોગ્ય વિચાર કર્યો. કાર્ય શુભ હોય, સારું હોય, હિતકારી હોય, પરંતુ એ કાર્ય સિદ્ધ કરવાની મનુષ્યમાં શક્તિ જોઈએ. કાર્યને પરિપૂર્ણ કરવાનું સામર્થ્ય જોઈએ. દુનિયામાં મોટા ભાગે લોકો “આરંભે શૂરા હોય છે. તેઓ કાર્યસિદ્ધિ નથી કરી શકતા, તેમનો ઉત્સાહ ઓસરી જાય છે અને અધવચ્ચે જ કાર્ય છોડી દે છે. તમે અનુભવી પુરુષ છો. તમે દુનિયામાં આવા માણસોને જોયા છે, એટલે તમે કુમાર માટે સાવધાન બનો, એ સ્વાભાવિક છે.
પરંતુ મહાનુભાવ! કુમારમાં જિનતત્ત્વોને સમજવા માટે સૂક્ષ્મ પ્રજ્ઞા છે. જિનવચનો પર દઢ શ્રદ્ધા છે. ગુરુ પ્રત્યે પૂર્ણ સમર્પણ છે. સાધુધર્મને સ્વીકારીને એને દોષરહિત પાલન કરવાની ક્ષમતા છે. મહામંત્રીજી, એની ઉપસ્થિતિમાં એના ગુણોને પ્રકાશિત ના કરવા જોઈએ, છતાં એટલા માટે પ્રકાશિત કરું છું કે એ મારી ધારણાઓને સમજે અને એ રીતે પોતાની યોગ્યતાને સિદ્ધ કરવા પ્રતિપળ જાગ્રત રહે.
સાધુધર્મનું પાલન કેવું કઠોર હોય છે એ મેં એને સમજાવ્યું છે. સમતાભાવે કેવાં કેવાં કણે સાધુએ સહવાનાં છે, એ વાત એને કહી છે. સાધુના જીવનમાં સુખશીલતા ન જ જોઈએ એ પણ એને સમજાવ્યું છે. એણે આ બધી વાતો સ્વસ્થ ચિત્તે સાંભળી છે, અને મનોમન એનું પાલન કરવાનો દઢ નિર્ધાર કરી લીધો છે. એ નિર્ધાર જીવનપર્યત અખંડ રહેશે... અવિચ્છિન્ન રહેશે...'
બ્રહ્મદત્તનું ચિત્ત સમાધાન પામ્યું. તેમણે ગુરુદેવને કહ્યું : “ભગવંત, શિખીને સાધુધર્મ આપવા માટે મારી અનુમતિ છે, પરંતુ હવે હું નગરમાં આઠ દિવસનો મહોત્સવ રચાવીશ. શિખી પાસે દીન-અનાથોને દાન અપાવરાવીશ. અને આઠમા દિવસે આપનાં ચરણોમાં એને સમપી દઈશ. અત્યારે અમને અનુજ્ઞા આપો. શિખીને લઈ, અમે નગરમાં જઈશું..” શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
Page #450
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાનુભાવ, તમારા મનોરથ શુભ છે.” બ્રહ્મદર અને પિંગલ, શિખીકુમારને લઈ, અશોકવનમાંથી બહાર નીકળ્યા. રથમાં બેસીને હવેલી તરફ ઊપડી ગયા.
૦ ૦ ૦ મહામંત્રી બ્રહ્મદત્તના સુપુત્ર શિખીકુમાર વૈરાગી બન્યા છે. તે ગૃહત્યાગ કરી જિનમતના આચાર્ય વિજયસિંહ પાસે સાધુધર્મ સ્વીકારવાના છે. આવતીકાલે રાજસભામાં મહારાજા અજિતસેન સ્વયં શિખીકુમારનું અભિવાદન કરશે, માટે સર્વે પ્રજાજનોને સમયસર રાજસભામાં આવી જવાની રાજાજ્ઞા છે.
કૌશામ્બી નગરીના રાજમાર્ગો પર અને શેરીઓમાં રાજપુરુષો ઊંચા સ્વરે, ઢોલ વગાડી-વગાડીને ઘોષણા કરવા લાગ્યા.
લોકો ઘોષણા સાંભળે છે ને આશ્ચર્યચકિત બને છે... ભિન્ન-ભિન્ન અભિપ્રાય ઉચ્ચારે છે.
રાજ્યના મંત્રી અને શિખીકુમારના નાના ઇન્દ્રશર્માએ પોતાની પુત્રી જાલિનીને કહ્યું : “બેટી, તેં રાજ્યની ઘોષણા સાંભળી?”
હા પિતાજી...” તારો પુત્ર ગૃહત્યાગ કરે છે...” સાંભળ્યું પિતાજી...' “તે સાધુધર્મ અંગીકાર કરવાનો છે...” “તે પણ સાંભળ્યું.' કાલે રાજસભામાં મહારાજા એનું અભિવાદન કરવાના છે.' ભલે કરે,” તું રાજસભામાં મારી સાથે આવીશ ને?' “ના પિતાજી, હું નહીં આવું.. મારે એનું મુખ પણ નથી જોવું..”
જાલિની, ગમે તેમ તોયે એ તારો પુત્ર છે. તને કેમ એ ગુણવાન અને રૂપવાન પુત્ર નથી ગમતો, એ હું નથી સમજી શકતો. મેં શિખીને જોયો છે. એની સાથે વાતો કરી છે. એ હંમેશાં તારા પ્રત્યે ભક્તિવાળો રહ્યો છે... હવે જ્યારે એ આવી તરુણ વયમાં... સર્વે વૈષયિક સુખોનો ત્યાગ કરી સાધુ બને છે. ત્યારે તો તારે એના પ્રત્યે હૃદયને કોમળ બનાવવું જોઈએ.”
એ નહીં બની શકે પિતાજી.. એના પ્રત્યે મારા મનમાં કોઈ લાગણી નથી, પ્રેમ નથી, વાત્સલ્ય નથી.... છે માત્ર ઘોર અભાવ.
જાલિની, લોકવ્યવહારની ખાતર પણ તારે તારા ઘરે જવું જોઈએ... પુત્રને વિદાય આપવી જોઈએ. છેવટે તું મહામંત્રીની પત્ની છે.. એમના ઘરના વ્યવહાર 838
ભાગ-૧ + ભવ ત્રીજો
For Private And Personal Use Only
Page #451
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તારે કરવા જ જોઈએ.’
‘પિતાજી, જ્યારે હું આપના ઘરમાં રહેવા આવી હતી, ત્યારે જ મેં કહ્યું હતું કે મારા ઘરમાં જ્યાં સુધી મારો દુષ્ટ પુત્ર રહેશે ત્યાં સુધી હું એ ઘરમાં પગ નહીં મૂકું. આજે પણ મારો એ જ નિર્ણય છે.'
‘હવે તારો પુત્ર તારા ઘરનો ત્યાગ કરે છે...'
‘એ ચાલ્યો જાય, પછી હું ત્યાં જઈશ...'
‘એ તો ચાલ્યો જ ગયો હતો, મહામંત્રી એને પાછો લઈ આવ્યા...’
‘લઈ આવે, એમને એમનો પુત્ર, મારા કરતાંય વધારે વહાલો છે...! માટે તો, આટલાં વર્ષોમાં એ ક્યારેય મને લેવા માટે અહીં આવ્યા જ ક્યાં છે? મારા વિના એમને ચાલે છે, પુત્ર વિના નથી ચાલતું...’
તને પણ તારા પતિ વિના ચાલે છે ને? તારા હૃદયમાં તારા પતિ પ્રત્યે પ્રેમ છે ખરો? તું આત્મનિરીક્ષણ કર. આજ સુધી મેં તને ક્યારેય પણ કંઈ નથી કહ્યું, પરંતુ આજે તો હું તને કહીશ જ. કારણ કે બ્રહ્મદત્ત જેવા પ્રજાપ્રિય મહામંત્રીની તું પત્ની છે... તારા હૃદયમાં એમના પ્રત્યે પણ ક્યાં પ્રેમ છે? પુત્ર પ્રત્યે તો પ્રેમ નથી જ. પતિ પ્રત્યે પણ નથી અને, માની લે કે શિખીકુમારે દીક્ષા લઈ લીધી, પછી તું તારા ઘરે ગઈ, પરંતુ મહામંત્રીએ તને ઘરમાં પ્રવેશ ના આપ્યો તો? તું જીવનપર્યંત અહીં મારા ઘરમાં રહીશ? તો નગરમાં, સ્નેહી-સ્વજનોમાં તારી ઘોર નિંદા થશે. તું પિતૃકુળને પણ કલંકિત કરીશ....
ઇન્દ્રશર્માનો પુણ્યપ્રકોપ ફાટી નીકળ્યો.
જાલિનીની માતા શુભંકરાએ મંત્રીને શાંત પાડ્યા.
જાલિની રોતી રોતી પોતાના શયનખંડમાં ચાલી ગઈ. મંત્રી હવેલીની બહાર નીકળી ગયા. તેમનું ચિત્ત ખિન્ન થઈ ગયું હતું. જાલિની એમની પ્રિય પુત્રી હતી, છતાં એના સ્વચ્છંદી અને ક્રોધી સ્વભાવે, મંત્રીના હૃદયને દુઃખી કરી નાંખ્યું હતું. એ પોતાની જીદ છોડવા જરાય તૈયાર ન હતી.
O
કૌશાંબી એક નિરાલી નગરી હતી. એની લંબાઈ વીસ યોજન અને પહોળાઈ દસ યોજન હતી. આ નગરનાં ગગનસ્પર્શી ચાર દ્વાર હતાં, કે જે શ્વેત વર્ણનાં વાદળ જેવાં દેખાતાં હતાં. જેવી રીતે વર્ષાઋતુનાં સઘન વાદળ વિવિધ આકૃતિનાં હોય છે, તેવાં જ કૌશામ્બીનાં ભવન, પ્રાસાદ અને મંદિર હતાં. તેમાં મહારાજા અજિતસેનનો રાજપ્રાસાદ એકસો થાંભલાઓ પર આધારિત હતો. કૈલાસ જેવી એની ધવલ સુષમા હતી. રાજાએ પોતાની અભિરુચિ અને વિલાસભાવનાથી મણિ-મુક્તાઓથી મહેલને સુસજ્જિત કર્યો હતો.
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
833
Page #452
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહામંત્રી બ્રહ્મદત્ત સાથે શિખીકુમારે રાજમહેલમાં પ્રવેશ કર્યો. રાજકુળની કન્યાઓએ સુંદર સ્વાગત કર્યું. તેને અક્ષતથી વધાવ્યો. ઉપસ્થિત લોકોએ હર્ષ અને ઉલ્લાસથી જયજયકાર કર્યો.
રાજસભામાં પ્રવેશીને શિખીકુમારે મહારાજા અજિતસેનનાં ચરણોમાં પ્રણામ કર્યા. મહારાજાએ કુમારને પોતાના ઉત્સંગમાં લઈ નેહ વરસાવ્યો. તેને પોતાની પાસે બેસાડ્યો.
રાજસભામાં ગીત, વાદ્ય અને નૃત્યથી કુમારનું સ્વાગત થયું. મહારાજાએ ગંભીર નિમાં પોતાનું વક્તવ્ય શરૂ કર્યું.
“મારા પ્રિય પ્રજાજનો, કૌશામ્બીમાં આજે અદ્વિતીય પ્રસંગે ઉપસ્થિત થયો છે. મહામંત્રી બ્રહ્મદત્તનો કુલદીપક શિખીકુમાર, ગૃહવાસ ત્યજીને જિનમતનો સાધુધર્મ સ્વીકારવા તત્પર બન્યો છે... એ દુનિયાના વૈષયિક સુખોથી વિરક્ત બન્યો છે... વૈભવો તેને અસાર લાગ્યા છે. મોક્ષમાર્ગ તેને સારભૂત લાગ્યો છે. યૌવનવયમાં વિષયિક સુખોનો ત્યાગ કરવો, સામાન્ય વાત નથી. કુમારમાં રૂપ છે, ગુણ છે, યૌવન છે! એની પાસે વિપુલ સંપત્તિ છે. બધું જ છે. છતાં એને એ બધું નીરસ લાગ્યું છે... એને સાધુધર્મ જ રસપૂર્ણ લાગ્યો છે.
ખરેખર, એણે પોતાના કુળની શોભાને વિસ્તારી છે. મારા દેશની ધર્મપ્રધાન સંસ્કૃતિને સમૃદ્ધ કરી છે. હું કુમારને મારી લાખો શુભ કામનાઓ આપું છું. ‘કુમાર, તું સિંહની જેમ સાધુધર્મ સ્વીકારે છે, સિંહની જેમ એનું પાલન કરજે. તારો આત્મા પરમાત્મા સ્વરૂપે પ્રાપ્ત કરી. પૂર્ણ સુખ અને પૂર્ણાનંદ પ્રાપ્ત કરો...”
મહારાજાએ પોતાના ગળામાંથી નવ માણેકનો હાર કાઢી કુમારના ગળામાં આરોપિત કરી ધો. કુમારે ઊભા થઈને મહારાજાને પ્રણામ કરી, પોતાનું સંક્ષિપ્ત વક્તવ્ય શરૂ કર્યું :
પ્રવત્સલ મહારાજા અને કૌશામ્બીની ગુણિયલ પ્રજા, અશોકવનમાં બિરાજમાન મહાનજ્ઞાની આચાર્યશ્રી વિજયસિંહનો મને પારસસ્પર્શ મળ્યો અને લોહવતુ મારું આત્મદ્રવ્ય સુવર્ણમાં પરિણત થયું. બધો જ ઉપકાર ગુરુદેવનો છે. મહારાજાની અમારા કુળ પર કૃપા છે... અનંત ઉપકાર છે. મારા માટે તેઓ પિતાતુલ્ય છે... તેઓની શુભ કામનાઓ મને મળી... હું ધન્ય બન્યો.
જિનભાષિત સાધુધર્મ જ આત્માનું હિત કરી શકે એમ છે. માટે તમે સહુ જિનવચનોને આત્મસાત્ કરી કલ્યાણપરંપરાને પ્રાપ્ત કરો, એ જ શુભકામના છે.”
પછી અનેકોએ કુમારને અભિનંદનોની વર્ષોથી ભીંજવી દીધો.
838
ભાગ-૧ $ ભવ ત્રીજો
For Private And Personal Use Only
Page #453
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
|| g૧HI
કૌશામ્બીની પ્રજાએ મહોત્સવ ઊજવ્યો. મહામંત્રીએ કૌશામ્બીનાં ગગનચુંબી મંદિરોમાં ભવ્ય મહોત્સવ ઊજવ્યો. શિખીકુમારે સવારથી સાંજ સુધી દીન... અનાથ અને દુઃખી મનુષ્યોને દાન આપવા માંડ્યું. મહામંત્રીએ પોતાના ધનભંડાર ખોલી નાંખ્યા હતા. કરુણાસભર નેત્રો અને કમલદંડ જેવો હસ્ત લોકો કુમાર પાસેથી દાન ગ્રહણ કરી કૃતકૃત્યતા અનુભવે છે. મહામંત્રી અને દ્વિશ્રેષ્ઠ પિંગલ, કુમારની આસપાસ ફરતા રહે છે. મંત્રી ઇન્દ્રશર્મા પણ આઠે દિવસ બ્રહ્મદત્તની હવેલીમાં આવીને રહ્યા છે. દીક્ષા મહોત્સવમાં સક્રિય બની મહોત્સવને ભવ્ય બનાવે છે.
આઠમા દિવસે પ્રભાતે કુમારનો સ્નાનવિધિ રચાયો. આઠ શ્રેષ્ઠ પરિચારિકાઓએ સુગંધિત જલથી સ્નાન કરાવ્યું. તે પછી એના રેશમી કેશકલાપને ગૂંથીને એમાં મુતામણિ ગૂંચ્યાં. એના કપોલ પર રક્ત વર્ણના કેસરનું આછું વિલેપન કર્યું. કુમારના કાનોમાં નીલમણિનાં કુંડલ પહેરાવ્યાં અને કંઠમાં અતિ મૂલ્યવાન રત્નોનો હાર પહેરાવ્યો. એના શરીર પર કુંકુમ, કસ્તુરી અને અગરુનું વિલેપન કર્યું. અતિ કોમલ શ્વેતવર્ણીય અધોવસ્ત્ર ધારણ કર્યું. કમર પર ઇન્દ્રનીલમણિની મેખલા ધારણ કરી... પીતવર્ણનું વિવિધ રત્નો ટાંકેલું રેશમી ઉત્તરીય વસ્ત્ર ધારણ કર્યું. કુમારની ઉજ્જવલ ધવલ દંતપંક્તિ અને લાલ-લાલ અધરોષ્ઠ. અપ્રતિમ શોભા વધારતા હતા. એનાં મોટાં મોટાં નયનોમાં કાજલ આંજવામાં આવ્યું. પૂર્ણચન્દ્ર જેવું તેનું મુખ જોઈ જોઈને આઠે પરિચારિકાઓ કુમારનાં ઓવારણાં લેવા લાગી. બીજી નાગરિક કન્યાઓનું વૃંદ વીણા, મૃદંગ, મુરજ અને મોરલીની સાથે, કોકિલકંઠે ગીતો ગાવા લાગી.
જૂઈ અને બકુલનાં પુષ્પોની સુગંધથી, મહામંત્રીની હવેલીનું વાતાવરણ સુરભિત થયું હતું. હવેલીને છયે ઋતુઓનાં પુષ્પોથી શણગારવામાં આવી હતી. હવેલીના પ્રાંગણમાં મંગલ વાઘ વાગી રહ્યાં હતાં તથા નૃત્યાંગનાઓ મંગલ ગીત ગાઈ રહી હતી.
પરંતુ બ્રહ્મદત્ત પુત્રવિરહની કલ્પનાથી વિકલ બની, શૂન્ય દૃષ્ટિથી જમીન પર જોઈ રહ્યા હતા. તેમનું હૃદય અનિર્વચનીય ભાવોથી ભરાઈ ગયું હતું. તેઓ હસી શકતા ન હતા, રડી શકતા ન હતા. તે છતાં, બધા જ અભાવોમાં એક ભાવ તેમને સ્વસ્થ રાખતો હતો. “શિખીએ શ્રેષ્ઠ જીવનપથ પસંદ કર્યો છે...”
વિવિધ વર્ણના પુષ્પોથી શણગારેલા સ્વર્ણ-રજતથી નિર્મિત રથમાં કુમારને બેસાડવામાં આવ્યો, અને રથના શ્વેતવર્ણીય અશ્વોએ ગતિ કરી. મંગલવાદ્યોએ આકાશને ભરી દીધું.
શ્રી સમરાદિત્ય મહાકથા
83
For Private And Personal Use Only
Page #454
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વસંતકાલીન સુંદર પ્રભાત હતું. કૌશામ્બીના રાજમાર્ગો ૫૨ અગણિત મનુષ્યોની ભીડ હતી. પ્રત્યેક મનુષ્યના મોઢે શિખીકુમારની ચર્ચા હતી. કુમારના રથની પાછળ મંત્રીમંડળ ચાલતું હતું. રાજપુરુષો, નાગરિક-શ્રેષ્ઠીઓ... યુવાનો... તરુણો અને બાળકો ચાલી રહ્યા હતા. પાછળ એક સહસ્ર અશ્વારોહી સૈનિકો ચાલી રહ્યા હતા. નગરના રાજમાર્ગો પરથી દીક્ષા-યાત્રા ફરતી ફરતી અશોકવનમાં પ્રવેશી.
અશોકવન અતિ વિશાળ અને રમણીય હતું. તેમાં ચંપા, ચમેલી, અશોક, તાડ, તમાલ, નાગકેસર, અર્જુન, કદંબ, તિલક આદિ પુષ્પિત વૃક્ષ-લતાઓથી સુશોભિત હતું... બી ઋતુઓનાં પુષ્પ ખીલેલાં હતાં. કોયલ અને નાચી રહેલા મોર, તેમના મધુ સ્વરોથી ઉદ્યાનને ગુંજાયમાન કરી રહ્યા હતા. જુદી-જુદી જાતનાં પક્ષીઓનો કલરવથી એ ઉપવન, લોકોને આનંદિત કરતું હતું. મંદ-સુગંધ સમીર પ્રાણોને પુલિંકેત કરતો હતો.
જ્યાં આચાર્યશ્રી વિજયસિંહ અનેક સાધુ-શ્રમણો સાથે બિરાજમાન હતા, તે પરિસરમાં યાત્રા પૂરી થઈ. કુમાર ૨થમાંથી ઊતર્યો. મહામંત્રી બ્રહ્મદત્તે કુમારનો હાથ પકડ્યો. ધીમે પગલે કુમાર આચાર્યદેવ પાસે પહોંચ્યો. પ્રજાજનો ત્યાં વિશાળ મેદાનમાં ઉચિત જગાએ બેસી ગયા. આચાર્યદેવે કુમારને સાધુધર્મ આપવાનો શાસ્ત્રીય વિધિ શરૂ કર્યો.
સર્વપ્રથમ શિખી કુમારને આચાર્ય આવશ્યક-વિધિ કરાવ્યો. કુમારને ડાબી બાજુ ઊભો રાખી દેવવંદન-વિધિ કરાવ્યો. તે પછી કુમારે આચાર્યને દ્વાદશાવર્ત વંદન કર્યું, અને કહ્યું :
'इच्छाकारेण मम पव्वावेह!'
‘ઇચ્છો’ ગુરુએ કહ્યું, અને શ્રી નવકારમંત્ર બોલીને સાધુનું પ્રતીક રજોહરણ, શિખીકુમારને અર્પણ કર્યું. કુમારે બહુમાનપૂર્વક રજોહરણ ગ્રહણ કર્યું, અને કહ્યું :
'इच्छाकारेण मम मुंडावेह'
'ઇચ્છૌ' ગુરુએ કહ્યું. કહીને ગુરુદેવે નવકારમંત્ર ગણીને કુમારના કેશનું લુંચન કર્યું. તે પછી કુમારે ગુરુદેવને વંદના કરીને કહ્યું :
'इच्छाकारेण सामाइयं मे आरोवेह, '
‘ઇચ્છો!' ગુરુદેવે કહ્યું અને શિખીકુમારે તથા પોતે ત્યાં કાયોત્સર્ગ કર્યો. મનમાં તીર્થંકરોનું ધ્યાન કર્યું. કાર્યોત્સર્ગ પૂર્ણ કરી, નવકા૨મંત્ર બોલીને, કુમારને આજીવન સામયિક ચારિત્ર આપ્યું. ત્રણ વખત સામાયિકની પ્રતિજ્ઞા આપી. કુમારે પણ વૈરાગ્યવાસિત હૃદયથી ત્રણ વખત એ પ્રતિજ્ઞા ગ્રહણ કરી,
ત્યાર પછી ગુરુદેવે એના મસ્તક ઉપર વાસચૂર્ણનો નિક્ષેપ કર્યો. કુમારે ગુરુદેવને વંદન કરીને કહ્યું :
83Î
ભાગ-૧ ભવ ત્રીજો
For Private And Personal Use Only
Page #455
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
gિ, પવે! વંદન કરીને કુમારે કહ્યું : ‘ભગવનું, હું હિતશિક્ષા સાંભળવા ઇચ્છું છું.” ગુરુદેવે પુનઃ એના મસ્તકે વાસપૂર્ણ નાંખીને કહ્યું :
તું સંસારસમુદ્રનો પાર પામ અને મહાગુણોથી વૃદ્ધિ પામ.”
કુમારે વંદના કરીને કહ્યું : “ભગવન, આપને નિવેદન કર્યું, હવે સાધુઓને પણ નિવેદન કરું...”
‘ભલે કરો.” ગુરુદેવે કહ્યું.
કુમારે વંદન કર્યું, પછી શ્રી નવકારમંત્રનું ઉચ્ચારણ કરતાં કરતાં સમવસરણને ત્રણ પ્રદક્ષિણા આપી.
ગુરુદેવે અને ઉપસ્થિત સાધુઓએ કહ્યું : ‘તું સંસારસાગરને પાર પામ અને ગુણોની વૃદ્ધિને પામ!' એમ બોલીને સહુએ શિખી મુનિના મસ્તક ઉપર વાસચૂર્ણ નાંખ્યું. બ્રહ્મદરે ઊભા થઈ, બે હાથ જોડી, વિનયપૂર્વક, ગદ્ગદ સ્વરે આચાર્યદેવને કહ્યું :
“ભગવંત, મેં મારો અતિ પ્રિય પુત્ર, કે જે આપના ઉપદેશથી વૈરાગી થયો છે, તેની આપને ભિક્ષા આપું છું. હે કરુણા-નિધાન, આપ એનું યોગક્ષેમ કરજો..... હવે એ આપને સમર્પિત થયો છે..'
બ્રહ્મદત્ત રડી પડ્યા. પોતાના આસને બેસી ગયા. પિંગલે ઉત્તરીય વસ્ત્રથી બ્રહ્મદત્તનાં આંસુ લૂછી નાંખ્યા અને કહ્યું : “હે પૂજ્ય, રડો નહીં, આનંદ પામો. આપનો પુત્ર શૂરવીર બની, કર્મોને હણી નાંખવા મેદાને પડ્યો છે... ખૂબ આનંદો!' પિંગલે ઊભા થઈ જનસમૂહનો કોલાહલ શાંત કર્યો, અને ગુરુદેવને કહ્યું :
હે વીતરાગ! જે દુષ્કર મોક્ષમાર્ગ પર શિખીકુમારને આપે પ્રયાણ કરાવ્યું એ માર્ગ પર ચાલવા માટે અમે પ્રોત્સાહિત થઈએ, અમારો આત્મા જાગે... એવો ઉપદેશ આપવા કૃપા કરો.”
આચાર્યદેવનો ધીર ગંભીર ધ્વનિ અશોકવનમાં ગુંજવા લાગ્યો :
મહાનુભાવો, આપણે સહુ અને સંસારના સહુ જીવો અનંતકાળ નિગોદમાં રહ્યા હતા. એક શરીરમાં અનંત-અનંત જીવોને રહેવાનું! અત્યંત સૂક્ષ્મ શરીર.... અને ચેતના સુષુપ્ત હતી ત્યાં દુઃખોની કોઈ સીમા ન હતી. નરકનાં દુઃખો કરતાં પણ ઘણાં વધારે દુઃખો આપણે ત્યાં સહ્યાં હતાં.
ત્યાંથી-નિગદમાંથી આપણો જીવ બહાર નીકળ્યો... પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિનાં જીવન આપણને મળ્યાં... તેવાં શ્રી સમરાદિત્ય મહાકથા
૪3છે
For Private And Personal Use Only
Page #456
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એકેન્દ્રિયનાં જીવન પણ અસંખ્ય પસાર કર્યો. તે પછી બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિયનાં જીવન મળ્યાં. દુઃખ અને વેદનાનાં જ એ બધાં જીવન હતાં. પંચેન્દ્રિય પશુનાં, મનુષ્યનાં, નારકીનાં અને દેવોનાં જીવન મળ્યાં... એ બધાં જીવનોમાં જો ભાન ભૂલીને પાપકર્મ બાંધતા રહીશું તો ફરીથી દુર્ગતિઓનાં જીવનોની પરંપરા ચાલુ થઈ જશે. માટે જાગ્રત થાઓ, જ્ઞાનદૃષ્ટિ ખોલો. અને જીવનમાં ધર્મનું સેવન કરી પાપોનો ત્યાગ કરો. - સાધુજીવન જ એક એવું જીવન છે કે જે પૂર્ણ તથા નિષ્પાપ જીવન છે. સાધુજીવનમાં એક પણ પાપ આચરવાનું હોતું નથી. જો તમે કષ્ટોથી ડરો નહીં તો સાધુજીવન સ્વીકારી શકો. આત્માને લાગેલાં અનંત કર્મોની નિર્જરા કરી શકો અને સિદ્ધબુદ્ધમુક્ત બની શકો.
સાધુજીવન જીવવાનો ઉલ્લાસ જગાવો! જો તરુણ વયનો શિખીકમાર સાધુ બની શકે છે... તો પછી તમે કેમ સાધુ ના બની શકો? ગૃહવાસનાં સર્વ બંધનોને તોડી નાંખો. માયા-મમતાને તજી દો.. કષાયોની આગને ઠારી દો... તમે મોક્ષમાર્ગના આરાધક બની શકશો.”
આચાર્યદેવે ઉપદેશ પૂર્ણ કર્યો. સહુજનોએ જય જયકારથી વનને ગજવી દીધું... અને સહુ શિખી મુનિને વંદન કરી, અભિનંદન આપી નગરમાં પાછા ફર્યા.
જાલિની! દીક્ષા મહોત્સવમાં પણ તે આવી નહીં. ઘરના ઓરડામાં જ પુરાઈને બેઠી રહી. જો કે વિચારો તો શિખીકુમારના જ કરતી રહી.
“હવે એ ચાલ્યો ગયો... ઘરમાં પાછો નહીં આવે. જે દીક્ષા લે છે એ જીવનપર્યત પરિભ્રમણ કરે છે. ભટકવા દો એને ભલે એને ખૂબ કષ્ટ પડે... હું રાજી થઈશ. એને ભોજન ન મળે. યથા સમયે પાણી ના મળે... રાતવાસો કરવા જગા ના મળે.. તો સારું થાય. એ ભૂખ્યો ને તરસ્યો મરવો જોઈએ.
અને જંગલમાંથી પસાર થતાં કોઈ વન્ય પશુ સિંહ, વરુ કે વાઘ. એના પર તરાપ મારે... એના દેહને ચીરી નાંખે એના ગરમ ગરમ લોહીને પી જાય. એના માંસની ઉજાણી કરે.... તો તો ઘણું સારું! મને આવા સમાચાર ક્યારે મળશે? જે દિવસે આવા... એના મોતના સમાચાર મળશે ત્યારે હું બત્રીશ પકવાન બનાવીને ખાઈશ!
ક્યારેક ક્યાંક ઘાસની ઝૂંપડીમાં એ સૂતો હોય... ને કોઈ એ ઝૂંપડીને સળગાવી દે.. ભડભડતી આગમાં એ શિખી બળીને રાખ થઈ જાય તો..? તો મારા રોમે રોમે ફૂલ ખીલી જશે... હું આનંદથી નાચીશ!
ક્યારેક એની ભિક્ષામાં ઝેર આવી જાય... ઝેરવાળું ભોજન કરી લે. પછી એનું
એડ એ
ભાગ-૧ ૪ ભવ ત્રીજો
For Private And Personal Use Only
Page #457
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શરીર તણાય. આંખના ડોળા બહાર આવી જાય... જમીન પર આળોટી પડે. અને ઘોર વેદના સહતો.. મરી જાય! બસ, પછી મને શાંતિ!
કોઈ ગામની બહાર... સ્મશાનમાં એ રાત્રિના સમયે કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભો હોય. એ વખતે કોઈ પિશાચની એના પર નજર પડી જાય.... અને પિશાચ એના કોમળ શરીરને જોઈ. એનું ભક્ષણ કરવા. એને મારી નાંખે.. જીવતો ને જીવતો એને ખાઈ જાય.. બસ, આ પૃથ્વી પરથી એનું અસ્તિત્વ જ ઊઠી જાય. પછી મારે એનું મુખ ક્યારેય જોવાનું નહીં થાય..
કોઈ શૂન્ય ઘરમાં એ ઊભો હોય.. અને ત્યાં કોઈ ઝેરી કાળ સર્પ છુપાયેલો હોય... એની નજર શિખી પર પડે.ને એના પગ પર ડંખ મારી દે... તો બસ! કામ પતી જાય... મારે એને મારવો ના પડે!
એ એકલી એકલી હસવા લાગી.. જાણે કે અત્યારે જ શિખી મુનિને સર્પ કરડ્યો હોય.. ને એમના પ્રાણ જતા હોય!
એના ઓરડાનું બારણું ખૂલ્યું. સામે ઇન્દ્રશર્મા ઊભા હતા. જાલિની ઊભી થઈ ગઈ... જમીન પર દષ્ટિ સ્થિર રાખીને ઊભી રહી.
ઇન્દ્રશર્માએ કહ્યું : 'જેમ તું તારા ગુણિયલ પુત્રનું મુખ જોવા નહોતી ઇચ્છતી તેમ હું મારી દોષભરપૂર પુત્રીનું કાળું મુખ જોવા નથી ઇચ્છતો...” પણ હું ક્યાં જાઉં?”
જ્યાં જવું હોય ત્યાં...” જાલિની સ્તબ્ધ થઈ, પછી રડી પડી. અને છાતી ફૂટવા લાગી.
૦ ૦ ૦ બ્રહ્મદત્ત! રથમાં બેસાડીને, પિંગલ એમને હવેલીમાં લઈ આવ્યો. હવેલીમાં પ્રવેશ કરતાં જ બ્રહ્મદત્ત... બે હથેળીમાં મુખ છુપાવીને ફફક-ફફક રડી પડ્યા. પાસે પડેલા ભદ્રાસન પર બેસી ગયા. પિંગલ એમની પાસે બેસી ગયો.
“હવે આ હવેલીમાં નહીં રહી શકું પિંગલ.” પિંગલના ખભા પર બે હાથ ટેકવીને બ્રહ્મદત્ત ગદ્દગદ સ્વરે બોલ્યા.
‘મને હવેલીના એક એક ખંડમાં શિખી દેખાશે. એના વિનાનું મારું જીવન નકામું છે. વ્યર્થ છે... હવે હું શું કરું? રાજસભામાં નહીં જઈ શકું. પિંગલ, તું મહારાજને કહી આવજે કે બ્રહ્મદત્ત હવે રાજસભામાં નહીં આવે. આ એકલતા. આ નીરવતા.. મારાથી નહીં જીરવાય... મારો મોહ પ્રબળ છે પિંગલ... મારી આ મોહ મને ચેનથી જીવવા નહીં દે. શાન્તિથી ઊંઘવા નહીં દે.. ખરેખર પ્રિયજનનો શ્રી સમરાદિત્ય મહાકથા
83c
For Private And Personal Use Only
Page #458
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિરહ સહવ... ઘણો આકરો છે... મારે આ હવેલીને હવે શું કરવી છે? આ વૈભવને મારે શું કરવો છે? અને.. હવે મારે કોના માટે જીવવું છે? પિંગલ, તું તારા ઘરે જા. મારા ખાતર તું દુઃખી ના થા.”
પિંગલ રડી રહ્યો હતો. મહામંત્રીને આશ્વાસન આપવાની હામ તે ખોઈ બેઠો હતો... છતાં તેણે રોતાં રોતાં કહ્યું : પૂજ્ય, આમ વિવશ ના બનો... કુમાર હજુ આપણા નગરમાં જ છે! આપણે રોજ એમની પાસે જઈશું.... દર્શન કરશે. પાવન બનશું..”
“પરંતુ તેઓ તો થોડા દિવસોમાં જ નગર છોડીને અન્યત્ર વિહાર કરી જવાના છે. “માસકલ્પ'ની મર્યાદાનું આચાર્યદેવ પાલન કરે છે.'
તો આપણે તેઓ જ્યાં જશે ત્યાં રથમાં બેસીને જઈશું. ઘોડા પર બેસીને જઈશુંતેમનાં દર્શન કરીશું.'
આપણા રોજ જવાથી, એમની આરાધનામાં વિક્ષેપ થાય પિંગલ.. આપણે એમને વિક્ષેપ નથી કરવો..”
જ્યાં સુધી આપનું મન સ્વસ્થ ન થાય ત્યાં સુધી જ જઈશું. પછી નહીં જઈએ...'
બ્રહ્મદત્ત મૌન થયા. આંખો બંધ થઈ... તેઓ મનની આંખે ઉપવનમાં બેઠેલા... મુંડિત મસ્તકવાળા શિખી મુનિને જોવા લાગ્યા.. આંખો ખોલીને બોલ્યા :
પિંગલ, શિખી મુનિ, કેશના લંચન પછી કેવા લાલ યોગી દેખાતા હતા! તે પછી તેમના મુખ પર તેજ વધી ગયું હતું ને? તને શું લાગ્યું?”
ખરેખર, તેમના મુખ પર ચંદ્રની સૌમ્યતા પથરાઈ હતી અને ઊગતા સૂરજની લાલિમા છવાઈ હતી..
વળી બંને મૌન થઈ ગયા. થોડી ક્ષણો વીતી.
બ્રહ્મદને જ મૌન તોડ્યું : “પિંગલ, એક વાત તને કહું છું. મનમાં રાખજે. રાખીશ?”
અવશ્ય... રાખીશ...' હું હવે ઝાઝા દિવસ નહીં કાઠું પિંગલ...' “એવું ના વિચારો પૂજ્ય.... જ્યાં સુધી શિખી મુનિ આચાર્ય ના બને ત્યાં સુધી આપનું જીવન રહેવું જ જોઈએ...' નલિની!'
એક ફેક એક
૪૪૦
ભાગ-૧ ભવ ત્રીજો
For Private And Personal Use Only
Page #459
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
I[ G૨h
જી સ્વામિની!' ‘આજે કૌશામ્બીના અશોકવનમાં શું જોયું?” ‘શિખીકુમારની મહાપ્રવ્રજ્યા.. અભુત હતું એ દૃશ્ય! મને ખૂબ હર્ષ થયો...'
“તને હર્ષ થયો? પરંતુ મને દુઃખ છે...! નલિની, કદાચ તને મારી વાત પર આશ્ચર્ય થશે... ઠીક છે, તું હસી શકે છે, હર્ષ મનાવી શકે છે, અને હું પણ હર્ષ મનાવી શકું છું, પરંતુ હૃદય રડે છે...” “સ્વામિની, આપના કથનનો આશય હું ના સમજી શકી....” તું કેવી રીતે સમજી શકે? નહીં સમજી શકે...” કૌશામ્બીની પાસેની પ્રિયંકરા નગરીના રાજા સિંધુની કુમારી કમલિનીનો મહેલ હતો. રાત્રિનો સમય હતો. ભવનમાં રત્નદીપકોનો પ્રકાશ ફેલાયેલો હતો. કોમળમુલાયમ શય્યા પર કમલિની પડખે સૂતી હતી. તેની પાસે જમીન પર એની અતિ વિશ્વસનીય દાસી નલિની બેઠી હતી. કમલિનીએ નલિનીનો હાથ પકડી કહ્યું : “મેં તને મૂંઝવી મારી નહીં? પણ હમણાં જ હું તારી મૂંઝવણ દૂર કરું છું. કારણ કે નલિની, મા તારા પર સ્નેહ છે. અને એ વ્યક્તિથી કોઈ વાત છુપાવવી ના જોઈએ કે જેની સાથે સ્નેહ હોય!' - નલિની, કમલિનીના આ કથન પર ન્યોછાવર થઈ ગઈ. કમલિનીનો નલિની સાથેનો વર્તાવ હંમેશાં મમતાપૂર્ણ રહેતો હતો. નલિની પણ કમલિનીને પોતાની સ્વામિની માનતી હતી. તેણે કહ્યું :
દેવી, હું આપને વિશ્વાસ આપું છું... મારી સંપૂર્ણ સહાનુભૂતિ આપની સાથે છે, અને ભવિષ્યમાં રહેશે.'
નલિની, તું મારી આ વાત, કે જે હું તને હમણાં જ કહેવાની છું, તું બીજા કોઈને નહીં કહી દે ને?”
હું પ્રતિજ્ઞા કરું છું કે આપની વાત મારા મનમાં જ રહેશે.” અને નલિની, તું મને સહાય પણ કરીશ?” હું વચનબદ્ધ થાઉં છું....' “તો સાંભળ, શિખીકુમારે મારા હૃદયને ખૂબ જ પ્રભાવિત કરી દીધું છે.. નલિની, હું શિખીકુમારને પ્રેમ કરવા લાગી ગઈ છું. મને એવો અનુભવ થઈ રહ્યો છે. એવું સંવેદન થઈ રહ્યું છે કે શિખી.. કુમાર સાથે મારો જન્મ-જન્માંતરોથી
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
Page #460
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સંબંધ છે! આજે હજારો-લાખો સ્ત્રી-પુરુષો એની મહાપ્રવ્રજ્યા જોઈ હર્ષિત થયા હતા, પ્રભાવિત થયા હતા... એક માત્ર મારા વિના! હું સમજું છું કે અમે બંને જન્મજન્માંતરોથી બરાબર સાથે રહેતા આવ્યાં છીએ.’
‘હવે બધી વાત સમજી...' નલિની બોલી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘જ્યારથી શિખીકુમારને મેં જોયો છે, ત્યારથી હું એના તરફ આકર્ષિત થઈ છું... નલિની, શિખીકુમાર જ મારા જીવનમાં એક-અદ્વિતીય અભિનેતા છે!’
‘ઠીક છે દેવી, હવે એ કહો કે મારે કેવી રીતે આપને સહાય કરવાની છે?’ ‘તારે આ વાત, જ્યાં સુધી શિખીકુમાર સાથે મારો સંપર્ક ના થાય ત્યાં સુધી કોઈનીય આગળ પ્રગટ નથી કરવાની. બીજી વાત એ છે કે શિખીકુમાર કૌશાંબીથી ક્યારે પ્રયાણ કરે છે અને એ કઈ બાજુ જાય છે - એ જાણવાનું છે. ત્રીજી વાત, જો એ બીજી દિશા તરફ જવાના હોય, આપણી નગરી ત૨ફ ના આવવાના હોય તો, તારે માતાજી દ્વારા પિતાજીને કહેવરાવવાનું કે તેઓ કૌશામ્બી જાય અને આચાર્યદેવને વિનંતી કરી અહીં લઈ આવે... પરંતુ આ બધાં કામોમાં તું મારું નામ ક્યાંય ના લઈશ, બરાબર?’
નલિનીની આંખો બંધ હતી. એ અપૂર્વ સુખનો અનુભવ કરી રહી હતી. તેણે આંખો ખોલીને કહ્યું : ‘સ્વામિની, મેં સદા તમારી પૂજા કરી છે! મારા જીવનનો તમારા જીવન સાથે ગહન સંબંધ છે. તમે મારી સ્વામિની છો ને હું તમારી દાસી છું... તમારું દરેક વાક્ય મારા માટે દેવ-વચન છે! મેં આપેલા વચનના વિષયમાં હું એટલું જ કહી શકું છું કે હું નીચ નથી.’
રાત્રિનો બીજો પ્રહ૨ પૂરો થવાની તૈયારીમાં હતો. કમલિનીની આંખો ઘેરાવા લાગી. નલિનીએ સાચવીને દ્વાર ખોલ્યું. તે બહાર નીકળી ગઈ.
નલિનીએ કૌશામ્બીના સમાચાર મેળવવાની ગોઠવણ કરી. તેની માસી કૌશામ્બીમાં જ રહેતી હતી. અને કૌશામ્બીથી પ્રિયંકરા નગરી માત્ર બાર યોજન દૂર હતી.
સમાચાર મળી ગયા કે આચાર્યશ્રી વિજયસિંહ મુનિવૃંદ સાથે પ્રિયંકરામાં પધારવાના છે અને જો આ ક્ષેત્ર ‘માસલ્પ’ માટે તેમને ઉપયુક્ત લાગશે તો માસકલ્પ અહીં કરશે... નલિનીએ આ સમાચાર કમલિનીને આપ્યા. કમલિની હર્ષવિભોર થઈ ગઈ. તેને પોતાની આશાઓ... કામનાઓ... અભિલાષાઓ પૂર્ણ થતી લાગી. હજુ એક સપ્તાહની વાર હતી, પરંતુ એ સપ્તાહની રાત્રિઓ કમલિનીએ પડખાં ધસી-ઘસીને પૂરી કરી હતી. તેના સમગ્ર ચિત્તતંત્ર ઉપર શિખીકુમાર મુનિ છવાઈ ગયા હતા.
૪૪ર
નલિનીએ આવીને કમલિનીને કહ્યું : ‘દેવી, આજે પ્રભાતે આચાર્ય વિજયસિંહ, પ્રિયંકરાના પૂર્વભાગમાં આવેલા કૌસ્તુભ-વનમાં પધારી ગયા છે.’
ભાગ-૧ * ભવ ત્રીજો
For Private And Personal Use Only
Page #461
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઠીક છે નલિની, હવે તું તપાસ કરીને જણાવ કે.. ક્યારે અને ક્યાં શિખીકુમાર મુનિ એકાંતમાં હોય છે. સાધુપુરુષો, યોગીપુરુષો... પરમાત્મધ્યાન કે આત્મધ્યાન કરવા માટે... ઉદ્યાનોના એકાન્ત પ્રદેશોમાં, ગિરિ ગુફાઓમાં... શૂન્ય ગૃહોમાં... જતા હોય છે અને ત્યાં નિશ્ચિત સમય ધ્યાન કરતા હોય છે..”
ભલે દેવી, હું આજ કે કાલમાં તપાસ કરું છું.”
વિલંબ ના કરીશ, તેમ જ ખોટી ઉતાવળ પણ ના કરીશ. ખૂબ જ સાવધાની રાખીને કામ કરજે.”
આપની આ દાસીની કાર્યદક્ષતા શું આપનાથી અજાણ છે?” કમલિની હસી પડી. નલિની ત્યાંથી રવાના થઈ ગઈ. કુમારી, આપને માતાજી યાદ કરે છે. પરિચારિકાએ આવીને કમલિનીને કહ્યું.
હું હમણાં જ આવી, તું જા.” કમલિની ઝટપટ વસ્ત્ર-પરિવર્તન કરી, માતાના ખંડમાં પહોંચી. મહારાણીએ કમલિનીને જોઈને કહ્યું : “બેટી, સારું થયું તું તૈયાર થઈને આવી તે, આપણે સહુએ કૌસ્તુભ વનમાં જવાનું છે... આચાર્યશ્રી વિજયસિંહ કૌશામ્બીથી પધાર્યા છે. તેમનાં દર્શન-વંદન કરવા જવાનું છે. મહારાજા પણ પધારે છે.”
કમલિનીનું હૃદય હર્ષથી ભરાઈ ગયું. “આજે જ મને શિખીનાં દર્શન થશે! મારું ભાગ્ય, તેજ છે! બસ, મારો મનોરથ પૂર્ણ થાઓ!'
મહારાજા સિધુએ રાજપરિવાર સાથે કૌસ્તુભ વનમાં જઈને આચાર્યશ્રી વિજયસિંહનાં દર્શન-વંદન કરી સુખશાતા પૂછી. આચાર્યે ધર્મલાભનો આશીર્વાદ આપ્યો. અલ્પ સમય ધર્મદેશના આપી. કમલિનીની દૃષ્ટિ શિખીકુમાર મુનિને શોધતી હતી, પરંતુ વિશાળ સાધુસમુદાયમાં શિખીકુમાર મુનિને શોધવા મુશ્કેલ હતા.
ધર્મદેશના સાંભળ્યા પછી, મહારાણીએ જ મહારાજાને કહ્યું : “કૌશામ્બીમાં હમણાં જ જેઓ દીક્ષિત થયા છે, તે મહામુનિ શિખીકુમારનાં દર્શન કરીને પછી નગરમાં પાછાં જઈએ.'
મહારાજાએ આચાર્યશ્રીને પૂછ્યું : “ભગવંત, નવદીક્ષિત શિખીકુમાર મુનિનાં દર્શન ક્યાં થશે?
મહાનુભાવ, તમને આ બાલમુનિ એમની પાસે લઈ જશે.” એક બાલમુનિ આગળ ચાલ્યા. પાછળ રાજપરિવાર ચાલ્યો.
અશોકવૃક્ષની નીચે સ્વચ્છ ભૂમિ ભાગ પર વસ્ત્ર પાથરેલું હતું. એના ઉપર શિખીકુમાર મુનિ અધ્યયનમાં રત હતા. રાજપરિવારે જઈને વંદના કરી. મહારાજા સિન્ધએ પોતાનો પરિચય આપતાં કહ્યું : “હે કુમાર મુનિ, મહામંત્રી બ્રહ્મદત્ત મારા આત્મીય સ્વજન જેવા છે. એટલે તમારા દીક્ષા મહોત્સવમાં હું પણ પરિવાર સાથે
શ્રી સમરાદિત્ય મહાકથા
৪৪3
For Private And Personal Use Only
Page #462
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપસ્થિત હતો. આપે જીવનને ધન્ય બનાવ્યું...” શિખીકુમાર મુનિની દૃષ્ટિ જમીન પર સ્થિર હતી. મુખ પર પ્રસન્નતા હતી... કમલિની એકીટસે મુનિને નિહાળી રહી હતી.. તેના હૃદયમાં અવનવાં સ્પંદનો પેદા થઈ રહ્યાં હતાં. દર્શન-વંદન કરીને સહુ પાછાં વળ્યાં. રાજમહેલે આવ્યાં.
જ્યારે કમલિની પોતાના ખંડમાં પ્રવેશી ત્યારે નલિની એની પ્રતિક્ષા કરતી બેઠી હતી. કમલિની પ્રફુલ્લિત હતી. નલિનીને જાણ થઈ ગઈ હતી કે રાજપરિવાર ઉદ્યાનમાં આચાર્યને વંદન કરવા ગયો છે... નલિની બોલી :
દેવી, શિખીકુમાર મુનિનાં દર્શન કરી આવ્યાં ને?'
બહુ જ સહજતાથી! વિના કહ્યું માતાજીએ એ મુનિનાં દર્શનની આજ્ઞા આચાર્ય પાસેથી મેળવી લીધી અને એ મુનિરાજ પાસે અમે ગયાં. પણ તું શું કરી આવી?
હું આજે મધ્યાહ્ન ઉદ્યાનમાં જઈશ. મારા ભાઈને સાથે લઈને જઈશ.... સંધ્યાસમયે તમને મળીશ...'
ભાઈને કેમ સાથે લઈ જઈશ?' એકલી સ્ત્રી આચાર્યના પડાવમાં પ્રવેશી શકતી નથી...' એમ?
હા દેવી, અને રાત્રિના સમયે પણ ત્યાં સ્ત્રી જઈ શકતી નથી, જિનમતના સાધુઓ આ વિષયમાં બહુ જ આગ્રહી હોય છે..'
શું તેઓ સ્ત્રીઓથી ડરે છે? અથવા સ્ત્રીઓને તુચ્છ માને છે કે તેઓ પોતે એટલા નબળા મનના હોય છે?'
કુમારી, આ તેમનો નિયમ છે. અનુશાસન છે...” મારે એ અનુશાસનનો ભંગ કરવો પડશે. ને?” “ના, હું તમારી સાથે આવીશ! તેથી શું? તું પણ સ્ત્રી જ છે ને?” પુરુષવેશમાં આવીશ!' પરંતુ આચાર્યની અનુમતિ વિના ત્યાં મુનિને મળી શકાતું નથી...'
આપણે અનુમતિ લઈશું! ચિંતા ના કર. હું તને તારા એ પ્રિયજન પાસે પહોંચાડી દઈશ...પછી તારે શું કરવું... તે તારે વિચારી લેવાનું છે...'
નલિની, ખરેખર તું મારી આત્મીય સખી છે.... તું જરૂર મારું કામ સિદ્ધ કરીશ.' ભલે, હવે હું જાઉં? સંધ્યા સમયે મળીશ...”
૦ ૦ ૦
ભાગ-૧ % ભવ ત્રીજો
For Private And Personal Use Only
Page #463
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિખીકુમાર તરફનો કમલિનીનો પ્રેમ પવિત્ર હતો. કુમાર મુનિ તરફ એની નિઃસીમ ભક્તિ હતી. કુમાર મુનિ એના સર્વસ્વ હતા. એના પરમેશ્વર હતા... એનું વિશ્વ હતું. પરંતુ નલિનીએ કરેલી વાતોએ એને વિચલિત કરી દીધી. “મુનિ એકલી સ્ત્રીને મળતા પણ નથી! વાત તો નથી કરતા, સામે પણ નથી જોતા.. અને એ તો મેં આજે ઉદ્યાનમાં જોયું. નીચી દૃષ્ટિએ જ તે બેઠા હતા.. ખેર, નલિની મારી સાથે રહેશે, પુરુષ વેશમાં રહેશે... પછી વાંધો નહીં આવે..'
પરંતુ કાચ એ નહોતી જાણતી કે પ્રેમ અને ભક્તિમાં અંતર છે. પ્રેમ ભક્તિ નથી, ભક્તિ પ્રેમ નથી. પ્રેમ એક સંબંધ છે. તે બંને બાજુથી થાય છે. ભક્તિ એક્તરફી હોય છે. એનો શિખીકુમાર પ્રત્યેનો પ્રેમ હતો, પણ શિખીકુમાર મુનિ એના પ્રત્યે અનુરાગી બનશે. ખરા? આ પ્રશ્ન કાચ તેણે વિચાર્યો ન હતો. કારણ કે મુનિજીવનથી એ અજાણ હતી. એ શિખીને હજુ પણ એક પુરુષના રૂપમાં જ જોતી હતી. મુનિના રૂપમાં નહીં. શિખીકુમાર યુવાન હતા, સુંદર હતા.... અને પ્રતિભાવાન હતા. એમના પ્રત્યેનો કમલિનીનો પ્રેમ દિવ્ય ન હતો. પરંતુ પ્રાકૃતિક હતો. પ્રેમની સાથે એણે ભોગવિલાસના મનોહર રૂપને જોયું હતું. તેણે પોતાના તન-મનમાં પ્રેમની માદક્તા અનુભવી... તીવ્ર પિપાસાનો અનુભવ કર્યો.
આ અવસ્થામાં, આ વિચારોમાં ખોવાયેલી રાજકુમારીએ કદાચ ક્યારેય નહીં વિચાર્યું હોય કે આ પરિવર્તનશીલ સંસારમાં પ્રેમ પણ બદલાઈ શકે છે! પ્રેમનું પાત્ર પણ બદલાઈ શકે છે! એ એમ જ માની રહી હશે કે પ્રેમ સાગરના જેવો ગંભીર હોય છે! એનું બદલાવું અસંભવ છે..! પ્રેમનો સંબંધ આત્મા સાથે હોય છે. પ્રકૃતિ સાથે નહીં. જે વસ્તુનો પ્રકૃતિ સાથે સંબંધ હોય છે તે “વાસના' હોય છે... કારણ કે વાસનાનો સંબંધ બાહ્ય રૂપ-રંગ સાથે હોય છે. વાસનાનું લક્ષ્ય શરીર હોય છે, કે જે શરીરને પ્રકૃતિએ સુંદર બનાવ્યું હોય છે... “પ્રેમ” આત્મા સાથે થાય છે, શરીર સાથે નહીં. પરિવર્તન પ્રકૃતિનો નિયમ છે, આત્માનો નહીં... અને આત્માનો સંબંધ અમર હોય છે.'
વાસનાને પ્રેમ માની લેવાની એ ભૂલ કરી રહી હતી. શિખીકુમાર પ્રત્યે એનો પ્રેમ ન હતું, વાસના હતી. પ્રકૃતિજન્ય વાસના અમર રહી શકતી નથી. તે બદલાય છે... તેનું પરિવર્તન થાય છે, જ્યારે ને ક્યારે એનો અંત આવે જ છે.
વાસનામાં ઉન્માદ હોય છે. ઉન્માદ અસ્થાયી હોય છે. જ્યારે ઉન્માદ ઓસરી જાય છે, વાસના શાંત થઈ જાય છે. વળી ઉન્માદ જાગે છે. સાથે વાસના ભભૂકી ઊઠે છે... પ્રકૃતિની આ લીલા સંસારના રંગમંચ ઉપર અનાદિકાળથી ચાલી રહેલી છે.
ભગવી કંથા ઓઢીને આદિત્ય આથમણા આભમાં ઊતરી ગયો, અને વેણીનાં ફૂલ જેવાં છેલ્લાં કિરણોને સંકેલતી સંધ્યા ક્ષિતિજ ઉપર વિદાય માંગતી ઊભી હતી.
રાજમહેલની અટારીમાં ઊભી ઊભી કમલિની, નલિનીની પ્રતીક્ષામાં રત હતી. હજુ એ કેમ ના આવી? શું કોઈ વિઘ્ન આવ્યું હશે? ના, ના, નલિની ચતુર છે. શ્રી સમરાદિત્ય મહાકથા
૪૪૫
For Private And Personal Use Only
Page #464
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાર્યદક્ષ છે. કામ પૂરું કરીને જ આવશે...”
પૃથ્વી પર અંધારું ઊતરી આવ્યું. રાજકુમારી ખંડની અંદર ચાલી ગઈ. ખંડમાં આંટાફેરા મારવા લાગી. વારંવાર દ્વાર તરફ જોવા લાગી.. ત્યાં નલિનીએ ખંડમાં પ્રવેશ કર્યો. તે જાણે દોડીને આવી હોય તેમ હાંફતી હતી. કમલિનીએ એને પોતાના બાહુપાશમાં જકડી લીધી... પલંગ પર બેસાડી...
જરા શાન્ત થા, પછી વાત કર. શા માટે દોડીને આવી?' નલિનીની આંખોમાં કાર્યસિદ્ધિનો સંકેત હતો. રાજકુમારીએ એ સંત સમજી લીધો હતો.
દેવી, બધું સારી રીતે ગોઠવાઈ ગયું છે.. મધ્યાહ્ન પછી કુમાર મુનિ ઉદ્યાનના જે એકાંત પ્રદેશમાં ધ્યાન કરે છે, એ પ્રદેશ જોઈ લીધો છે. જ્યાં આચાર્ય બેસે છે. ત્યાંથી સો હાથ દૂર તેઓ વૃક્ષોની ઘટામાં બેસે છે.... આપણે અહીંથી તો રથમાં જવાનું છે. હું પુરુષના વેશમાં સાથે આવીશ... ત્યાં આચાર્યને “આપણે શિખીકુમાર મુનિના સગાં છીએ અને કૌશામ્બીથી મળવા આવ્યાં છીએ,’ એવું અસત્ય બોલવાનું છે... બસ, અનુમતિ મળી જશે.'
નલિની! તેં તારું વચન પાળ્યું.” દેવીની સેવામાં આ દાસી પોતાના પ્રાણ પણ પાથરી શકે છે...”
નલિની, તારા ઉપરનો મારો વિશ્વાસ દૃઢ થયો. હવે મને કહે કે તેં શિખીકુમારની એ એકાંત જગાની ભાળ કેવી રીતે મેળવી...'
મેં મારા ભાઈને સમજાવીને મોકલ્યો હતો. આચાર્યને વંદન કરીને પછી બીજા સાધુઓને વંદન કરતાં-કરતાં આગળ વધવાનું.. પછી જ્યાં કોઈ બાલ સાધુ દેખાય, તેમને પૂછવાનું કે “શિખીકુમાર મુનિ ક્યાં છે? મારે એમનાં દર્શન કરવાં છે...' મુનિએ મારા ભાઈને એ જગા દેખાડી. શિખીકુમાર ત્યાં ધ્યાનમગ્ન હતા. ભાઈએ પેલા મુનિને પૂછયું : “શું આ મુનિવર આ સમયે આ જ જગાએ ધ્યાન કરવા બેસે છે? મુનિએ હા પાડી. પછી મારો ભાઈ ધીરે ધીરે બહાર નીકળી ગયો.”
બરાબર છે, પરંતુ તેં જે કહ્યું કે તે પુરુષવેશમાં સાથે આવીશ. તે વાત મને જરા ઓછી પસંદ આવી... કોઈ અજાણ્યા યુવક સાથે મને લોકો જુએ.. તો કેવી કલ્પના કરે? માટે તારે ઉદ્યાનની બહાર ઊભા રહેવાનું. હું ત્યાં આવી જઈશ પછી આપણે ચાલતા જ ઉદ્યાનમાં જઈશું. મધ્યાહ્ન કાળે ત્યાં નગરજનો પણ નહીં હોય...”
તારી વાત સાચી છે. અહીંથી તું એકલી જ આવજે...” તે પણ રથમાં નહી આવું, બંધ પાલખીમાં આવીશ!' બરાબર છે!” બંને સખીઓએ મધ્યરાત્રિ સુધી વાતો કરી.
૪૪૬
ભાગ-૧ ( ભવ ત્રીજો
For Private And Personal Use Only
Page #465
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
{ 33
એક સુંદર યુવક અને એક લાવણ્યવતી યુવતીએ આચાર્ય વિજયસિંહને વંદના કરી, નિવેદન કર્યું : “ભગવંત, અમે નૂતન દીક્ષિત શિખીકુમાર મુનિનાં સ્વજન છીએ. અમારે માત્ર એમનાં દર્શન કરવા છે...” “અત્યારે તેઓ ધ્યાનમાં લીન હશે.” અમે દૂરથી એમનાં દર્શન કરીને ચાલ્યા જઈશું.' આચાર્યે અનુમતિ આપી.
બંને ઝડપથી આગળ વધ્યાં. લગભગ બધા જ મુનિવરો જ્ઞાન-ધ્યાનમાં લીન હતા. કોઈએ આ યુવક-યુવતી તરફ આંખ ઉઠાવીને જોયું નહીં. બંને ઇચ્છિત સ્થળે પહોંચી ગયાં.
વૃક્ષોની ઘટામાં, એક વિશુદ્ધ ભૂમિ ભાગ પર શિખીકુમાર ધ્યાનમગ્ન હતા. બંનેએ વંદના કરી. કમલિનીએ શાન્ત સ્વરમાં કહ્યું : “કુમાર, હું આપની કુશળતા પૂછું છું, અને આપના આશીર્વાદ માગું છું.” - કુમારે આંખ ખોલી. સામે નવયૌવના કુમારી જોઈ. તેની પાછળ ઊભેલા કુમારને જોયો. તરત જ મુનિની દૃષ્ટિ નીચી થઈ ગઈ. તે બોલ્યા : “પુણ્યશાળી, તમને જ્ઞાન હોવું જોઈએ કે આ મુનિની સાધનાભૂમિ છે, કે જે સંસારત્યાગી છે. અત્યારે આ સમયે સ્ત્રીએ નહીં આવવું જોઈએ.'
યુવતીએ કહ્યું : “ભગવન, મને જ્ઞાત છે કે આ મુનિની સાધનાભૂમિ છે. પરંતુ એ નહોતું જાણ્યું કે ઇન્દ્રિયવિજેતા મુનિ, એક સ્ત્રી સાથે, કે જેની સાથે પુરુષ છે, વાત કરવામાં સંકોચ અનુભવશે.'
મુનિ ક્ષણભર મૌન રહ્યા, ત્યાં તો રાજકુમારી મુનિની સામે બેસી ગઈ. યુવક જરા દૂર બેસી ગયો. મુનિએ કહ્યું :
દેવી, સ્ત્રીના આગમનથી મને સંકોચ થયો, કારણ કે સ્ત્રી અંધકાર છે, સ્ત્રી મોહ છે, માયા છે, અને વાસના છે. જ્ઞાનના આલોકમય પ્રદેશમાં સ્ત્રીને કોઈ સ્થાન નથી તે છતાં તમે આવ્યાં છો, તો તમારી સાથે વાત કરવાનું મારું કર્તવ્ય છે.'
કુમારીએ મસ્તક નમાવી, બે હાથ જોડી કહ્યું : “પ્રકાશમાં આસક્ત પતંગિયાને અંધકારના પ્રણામ છે!”
વાક્ય તીરના જેવું ઘાતક હતું, પરંતુ સ્વર સંગીતના જેવો કોમળ હતો. કમલિનીના સૌન્દર્યમાં કવિત્વ હતું અને વાસનામાં મસ્તીનો અહંકાર હતો.
મુનિ ક્ષણભર ઝંખવાઈ ગયા. તેમણે કુમારી સામે જોયું. તેઓ ચકિત થઈ ગયા. તેમણે પોતાના જીવનમાં ક્યારે પણ આવી સુંદર સ્ત્રી જોઈ ન હતી. તેમણે પૂછ્યું : શ્રી સમરાદિત્ય મહાકથા
૪૭
For Private And Personal Use Only
Page #466
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શું હું તમારો પરિચય પામી શકું?”
ભગવન, હું અહીંના સિન, રાજાની પુત્રી કમલિની છું.. અને આ મારો ભાઈ છે...” અડધું સાચું ને અડધું ખોટું બોલી નાંખ્યું. મુનિએ જરા તીખા સ્વરમાં કહ્યું :
રાજકુમારી, તમારા કવિત્વ પર ઉન્માદનું આવરણ છે. તમારા સૌન્દર્યમાં તમારું વિષ છુપાયેલું છે. તમે અહીં આવ્યાં છે, અને વંદન કરી આશીર્વાદ માગ્યા છે, એટલે આશીર્વાદ આપું છું... તમને સુમતિ પ્રાપ્ત હો...”
રાજ કુમારી હસી પડી. ધીમેથી. તેના હાસ્યમાં મનને મોહી લે તેવો પરાગ હતો. તે બોલી : “યોગી, “સુમતિ'ના અર્થમાં ભેદ રહેલો છે. અનુરાગનું સુખ એ વિરાગનું દુઃખ છે! પ્રત્યેક મનુષ્ય પોતાને સાચા માર્ગ પર સમજે છે. એના મત મુજબ બીજા સિદ્ધાન્ત પર વિશ્વાસ કરવાવાળા ખોટા માર્ગ ઉપર હોય છે.'
“પરંતુ સત્ય એક છે - વાસ્તવિકતાનું જ્ઞાન, માર્ગ તે જ સાચો છે કે જેનાથી શાન્તિ અને સુખ મળે.' શિખીકુમારનો સ્વર ગંભીર હતો. તપશ્ચર્યાનું તેજ એમના મુનિવેશને આલોકિત કરતું હતું. મુનિની મોટી મોટી આંખોમાં શાન્તિની જ્યોતિ હતી. મુનિની દૃષ્ટિ ક્ષણભર રાજકુમારીની આંખો સાથે મળી ગઈ. વાસના તપશ્ચર્યાની. સામે ધ્રુજી ઊઠી. કુમારીએ અનુભવ કર્યો કે એ જેમની સામે બેઠી છે, એ ઉચ્ચ કોટિના મુનિ છે. તે બોલી : “શાન્તિ અને સુખ! મુનિવર, અકર્મયતાનું બીજું નામ છે શાન્તિ... અને સુખની વ્યાખ્યા એક નથી, અનેક છે...”
મુનિએ વિચાર્યું, ‘આ રાજકુમારી માત્ર સુંદરી જ નથી, સાથે સાથે વિદુષી પણ છે! એનામાં વિચારશક્તિ છે, સાથે સાથે પ્રતિભા પણ છે. મુનિવર થોડી ક્ષણો મૌન રહ્યા, પછી દઢતાથી કહ્યું. '
“તું ઠીક કહે છે. શાન્તિ અકર્મણ્યતાનું બીજું નામ છે... અને અકર્મણ્યતા જ મુક્તિ છે. મુક્તિમાં પરમ શાન્તિ છે. કારણ કે ત્યાં સંપૂર્ણ અકર્મયતા છે. એની મુક્તિ જ અમારું ધ્યેય છે. એટલે મેં શાન્તિનું બીજું નામ અકર્મયતા આપ્યું, તે ઠીક જ છે, પરંતુ સુખ તો એક જ છે... બહારની દુનિયાને ત્યજી અંતરાત્મામાં રમાતા કરવી... આત્માનું પોતાનું શાશ્વત સુખ!'
કમલિનીએ સાહસ કરીને કહ્યું : “સુખ એટલે તૃપ્તિ.. અને તૃપ્તિ ત્યાં જ થવાની કે જ્યાં ઇચ્છા હશે, વાસના હશે!'
કેટલોક સમય મુનિ મૌન રહ્યા. પછી તેમણે ગંભીરતાથી કહ્યું : “તું સુખની જે વાત કરે છે તે સુખાભાસ છે. વાસ્તવિક સુખ તે નથી, શાશ્વત સુખ તે નથી, પરંતુ કર્મોનાં બંધનમાં જકડાયેલો મનુષ્ય, માયાવી સુખોને સાચા સુખો માનીને એની પાછળ દોડે છે અને ક્યારેય એ માયાવી સુખોના ઉપભોગમાં તૃપ્તિ થતી નથી. તૃપ્તિ
४४८
ભાગ-૧ * ભવ ત્રીજો
For Private And Personal Use Only
Page #467
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પછી અતૃપ્તિ... ફરી તૃપ્તિ અને પુનઃ અતૃપ્તિ-સંતોષ થતો જ નથી વૈષયિક સુખોના ઉપભોગમાં. અતૃપ્તિ એને દુઃખી કરતી જ રહે છે. માટે આ સંસાર દુઃખમય છે. સંસારનો ત્યાગ કરવાથી સાચું સુખ મળે છે. રાજકુમારી, મારી આ વાત માનજે, તર્ક કરીશ નહીં. કારણ કે તર્કનો અંત નથી. સત્ય અનુભવથી જ સમજાય. અનુભવ અને વિશ્વાસ વિના તને જ્ઞાન પ્રાપ્ત નહીં થાય.'
કમલિની, મુનિના સૌન્દર્ય ઉપર તો મુગ્ધ હતી જ, આજે મુનિના જ્ઞાન પર ઓવારી ગઈ. પણ એને લાગ્યું કે જે વાત કરવા હું આવી હતી, તે વાત બાજુ પર રહી ગઈ... ને બીજી જ ચર્ચા ચાલી પડી.
કમલિની મૌન બેઠી રહી. તેના મુખ પર શાન્તિ હતી, એ શાન્તિની નીચે લોલુપતા... કામુકતા ઢંકાયેલી હતી... તે હવે પોતાની મૂળભૂત વાત કરવાની તક શોધતી હતી. ત્યાં જ મુનિરાજે પૂછ્યું : “રાજકુમારી, તું અહીં કોઈ પ્રયોજનથી આવી છે?'
હા, મોટું પ્રયોજન લઈને આવી છું!'
કહે, શું પ્રયોજન છે?' કમલિનીની મોટી-મોટી આંખોમાં વાસના ઊભરાણી... તેણે ધીમા સ્વરે કહ્યું :
કુમાર, હું તમારી સાથે પ્રેમ કરું છું. ને તમે પણ મારી સાથે પ્રેમ કરો.. એ માટે આવી છું..”
મુનિના મુખ પર નિર્મળ સ્મિત રમી ગયું. તેઓ બોલ્યા :
તું મારી સાથે પ્રેમ કરવા આવી છે? મારી સાથે? જેણે ક્યારેય પણ કોઈની સાથે પ્રેમ નથી કર્યો. જે જાણતો જ નથી કે પ્રેમ શું છે.! કેટલી વિચિત્ર વાત કરે છે તું! તને એક વાત કહી દઉં : “તું મારી સાથે પ્રેમ કરે, ઠીક છે, હું તને રોકી શકતો નથી, પરંતુ હું તારી સાથે પ્રેમ નહીં કરી શકું. મારો પ્રેમ જુદો છે, તારો પ્રેમ જુદો છે...”
કમલિનીનું મુખ પીળું પડી ગયું.. છતાં તેણે અતિ ગંભીર બનીને કહ્યું : “ઠીક કહો છો યોગી, હું અહીં આવી હતી મારી પ્રેમની અતૃપ્ત તરસને તૃપ્ત કરવા, હું અહીં આવી હતી, જેની સાથે હું પ્રેમ કરું છું, એનાં ચરણોની ધૂળ નિત્યપ્રતિ મારા મસ્તકે ચઢાવવા, હું અહીં આવી હતી તમારી સાથે વિવાહ કરી મારી જાતને તમારામાં ડુબાડી દેવા. સ્વયંનું વિસ્મરણ કરી... તમારામાં વિલીન થઈ જવા... પરંતુ...' કમલિનીની આંખોમાં આંસુ ઊભરાયાં.
શિખીકુમાર મુનિએ કહ્યું : રાજકુમારી, મને પ્રેમ સાથે વાંધો નથી, વાસના સાથે વાંધો છે.. જો તું વાસનાથી મુક્ત થઈ શકતી હોય અને પ્રેમ કરતી હોય... તો હું જે જીવનમાર્ગ તને બતાવું, એ જીવનમાર્ગ તું પસંદ કર.”
બતાવો એ જીવનમાર્ગ.”
જે જીવનમાર્ગ મેં પસંદ કર્યો છે એ જીવનમાર્ગ તું પસંદ કરી લે.” શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
Page #468
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યોગી, એક પ્રશ્ન પૂછું? નારાજ નહીં થાઓ ને?' નહીં થાઉં.' “તમે જે જીવનમાર્ગ પસંદ કર્યો છે. તેમાં તમે સંતુષ્ટ છો? તમને... આ સંસારનો માર્ગ ખરેખર અપ્રિય લાગ્યો છે? આ માર્ગનું તમને ક્યારેય આકર્ષણ નહીં જાગે? આજે તમને જે અપ્રિય લાગ્યું તે કાલે પ્રિય નહીં લાગે? અને આજે જે પ્રિય લાગ્યું તે કાલે અપ્રિય નહીં લાગે?”
જ્ઞાનદૃષ્ટિથી કરેલા નિર્ણયમાં પરિવર્તનને અવકાશ નથી.'
પરંતુ શું મનુષ્યના ભાવો પરિવર્તનશીલ નથી? હું એવું સમજી છું કે જ્યાં સુધી આત્મા પર માયાનું બંધન હોય છે ત્યાં સુધી મનુષ્યના ભાવો પરિવર્તનશીલ હોય છે... આ વાત જો સાચી હોય તો આજે હું તમારા પસંદ કરેલા માર્ગે આવું. આવી શકું છું. તમારી ઇચ્છા મારે મન સર્વસ્વ છે... તમારી ઇચ્છાને આધીન બની.... હું મારા બધાં જ સુખોનું વિસર્જન કરી શકું છું. પરંતુ કાલે મારા ભાવોમાં પરિવર્તન આવે.. જે ત્યા...... તે ગમવા માંડે.. ત્યારે મારી શું સ્થિતિ થાય?'
એ ભય અસ્થાને છે. એવી સંભાવના તો સંસારમાં પણ રહેલી છે. આજે તું મને ચાહે છે. કાલે તું મને ધિક્કારી શકે!
તો પછી તારે મને...” “અસંભવા તમારા પ્રત્યેનો મારો પ્રેમ અખંડ અને અવિચ્છિન્ન જ રહેવાનો છે..” શાથી?” કારણ કે પ્રેમ છે!' ભાવનું પરિવર્તન નહીં થાય?' આ ભાવનું નહીં થાય...” “તો પછી તું જે ભય રાખે છે, તે ભાવમાં પણ પરિવર્તન નહીં આવે. તારા શુભ. પવિત્ર અને નિર્મળ ભાવોને સ્થિર રાખવાની જવાબદારી મારી રહેશે!'
તો આપના ચરણે મારું સમર્પણ છે..”
પછી વાસનાઓ નહીં સતાવે ને? તું તારી વાસનાઓનું રૂપાંતર પ્રેમમાં કરી શકીશ?”
“આપ કરી આપજો.” શિખીકુમારના ચિત્તમાં સંતોષ થયો. તેમણે રાજકુમારી સામે જોયું. ને કહ્યું : “તો માતા-પિતાની અનુમતિ પ્રાપ્ત કરી મહાપ્રવ્રજ્યા ગ્રહણ કરવામાં વિલંબ ના કરવો જોઈએ.'
સમય થઈ ગયો હતો. મુનિ ઊભા થયા. કમલિની પણ ઊભી થઈ. તેણે પાછળ જોયું... ને એક વિચાર આવ્યો... તેણે મહામુનિને કહ્યું : “એક અસત્ય વચનન પ્રાયશ્ચિત્ત આપો..”
ભાગ-૧ * ભવ ત્રીજો
For Private And Personal Use Only
Page #469
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અસત્ય વચન?”
હા, મારી પાછળ ઊભેલો આ યુવાન મારો ભાઈ નથી, પરંતુ પુરુષવેશમાં મારી સખી છે... અહીં આ તપોભૂમિમાં પ્રવેશ મેળવવા આ સ્વાંગ સજ્યો... ને આપને ખોટો પરિચય આપ્યો કે, “આ મારો ભાઈ છે!
“ચાલો ગુરુદેવ પાસે, તમારો સાચો પરિચય કરાવું! તેઓ પ્રાયશ્ચિત્ત આપશે!
“ગુરુદેવ!' “વત્સ!”
આ રાજકુમારી કમલિની છે, તે આજે વિરક્ત બની છે સંસારનાં ભોગસુખોથી... અને મહાપ્રવ્રજ્યા અંગીકાર કરવા તત્પર બની છે...”
શ્રેષ્ઠ નિર્ણય કર્યો છે રાજકુમારીએ. શુભ કાર્યમાં વિલંબ ના કરવો જોઈએ.” “ભગવંત, માતા-પિતાની અનુમતિ ગ્રહણ કરીને, શીધ્રાતિશીધ્ર આપનાં ચરણોમાં ઉપસ્થિત થઈશ...'
૦ ૦ ૦ કમલિનીનો જય થયો કે પરાજય? એ ગઈ હતી શિખીકુમાર ઉપર જય મેળવવા. શિખીકુમાર ઉપર પોતાનું આધિપત્ય સ્થાપિત કરી, એમના ચરણોની આજીવન દાસી બનવા, પરંતુ વાત સાવ ઊલટી જ બની ગઈ. શિખીકુમારનું આધિપત્ય એના ઉપર સ્થાપિત થઈ ગયું. છતાં આજીવન સમર્પિત બની જવાની એની ભાવના ફળીભૂત થઈ. શિખીકુમાર મુનિએ, પત્નીરૂપે નહીં, શિષ્યારૂપે એનો સ્વીકાર કર્યો હતો. એના યોગક્ષેમની જવાબદારી સ્વીકારી હતી.
રસ્તામાં એણે નલિની સાથે કોઈ વાત ના કરી. એના ચિત્તમાં એક બાજુ જીવનપરિવર્તનનો આનંદ હતો. બીજી બાજુ કોઈ અવ્યક્ત અજંપો હતો. તત્કાલ તો એણે પોતાની ઉદીપ્ત વાસનાઓ પર સંયમની રાખ વાળી દીધી હતી. છતાં એ વાસનાઓની ગરમી તો હતી જ. એ ગરમીને ઉપશાન્ત કરવાની જવાબદારી શિખી મુનિએ લીધી હતી.
બંને સખ રાજમહેલમાં આવી. પોતાના ખંડમાં જઈ વસ્ત્રપરિવર્તન કરી કમલિનીએ નલિનીએ કહ્યું : નલિની, હવે મારે બધી વાત માતાજીને અને પિતાજીને સ્પષ્ટતાથી બતાવી દેવી પડશે.' નલિનીની આંખોમાં આંસુ ભરાઈ આવ્યાં હતાં. “અરે, તું રડે છે?' કમલિનીએ નલિનીને પોતાની પાસે બેસાડી એના આંસુ લૂછુયાં.
આ તમે શું કરવા બેઠાં, દેવી? શું તમે ગૃહવાસનો ત્યાગ કરશો? સ્નેહીવજનનો ત્યાગ કરશો? મારો પણ...? નલિની ધ્રુસકે ધ્રુસકે રડી પડી. કમલિનીએ એનું માથું પંપાળતાં કહ્યું : “નલિની, આમેય કન્યાને પિતૃગૃહ તો છોડવાનું જ હોય શ્રી સમરાદિત્ય મહાકથા
૪પ૧
For Private And Personal Use Only
Page #470
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. પતિગૃહે જવાનું હોય છે... હું યોગગૃહે જઈશ... આપણો વિયોગ તો નિશ્ચિત જ છે! રડ નહીં. પતિગૃહ કરતાં યોગગૃહ વધારે સુખમય હશે. પતિગૃહમાં પરસ્પરની અપેક્ષાઓની લડાઈ ચાલતી હોય છે. જ્યારે યોગગૃહમાં કોઈ અપેક્ષા જ નહીં!'
શું તને શિખીકુમાર તરફથી કોઈ અપેક્ષા નહીં રહે? એ યોગીપુરુષ છે... યોગીપુરુષો લગભગ સ્વકેન્દ્રિત હોય છે. જ્યારે તેઓ તારી ઉપેક્ષા કરશે ત્યારે તને દુઃખ નહીં થાય?'
નહીં થાય. એમના સાન્નિધ્ય માત્રથી મને તૃપ્તિ મળશે.... એ મારી સાથે બોલશે નહીં કે સામે પણ નહીં જુએ. તો ચાલશે. મેં એમના અંતઃકરણને જાણ્યું છે. એમનો મારા આત્મા સાથે પ્રેમ થઈ ગયો છે. એ દિવ્ય પ્રેમ છે! વસ્ત્રો નથી શરીરનું માધ્યમ કે નથી કોઈ સ્વાર્થનું માધ્યમ. આત્માનો આત્માથી પ્રેમ છે આ.' નલિની મૌન રહી. કમલિની નલિની સામે તાકી રહી..
નલિની, શારીરિક વાસનાઓમાં માત્ર ઉન્માદ હોય છે.. અને ઉન્માદ જીવનને છીણી નાંખે છે. ઉન્માદ શાંત થતાં. દીર્ઘકાળ પશ્ચાત્તાપમાં મન સળગતું રહે છે.' આ વાત મને બરાબર સમજાઈ ગઈ છે. આજે મુનિરાજની સામે મારો ઉત્સાદ ઓસરી ગયો છે.. અંતરનો આનંદ અનુભવી રહી છું...”
તો તું મહાપ્રવજ્યા સ્વીકારીશ?” અવશ્ય...” મારી શક્તિ બહારની વાત છે. મારા માટે તો તારી સ્મૃતિ જ શેષ રહેશે...”
૦ ૦ ૦ બંને સખીઓએ ભોજન કરી લીધું.
નલિનીને પોતાના ખંડમાં છોડી કમલિની માતાની પાસે ચાલી ગઈ. તેણે પોતાની માતાને બધી જ વાત કરી, મહાપ્રવ્રજ્યા માટે અનુમતિ માગી, રાણીએ રાજાને વાત કરી. રાજા-રાણીએ પરસ્પર પરામર્શ કરીને કમલિનીને મહાપ્રવ્રજ્યાની અનુમતિ પ્રદાન કરી. પ્રિયંકરા નગરીમાં દીક્ષા મહોત્સવ યોજાયો. પ્રજા આનંદિત થઈ. વિધિપૂર્વક આચાર્યદેવે કમલિનીને મહાપ્રવ્રજ્યા આપી. સાધ્વીસમુદાયમાં નવી સાધ્વી સંમિલિત થઈ ગઈ. સાધ્વી કમલિનીએ આચાર્યને વંદના કરી, શિખીકુમાર મુનિને વંદના કરી : “ભંતે, આપના શરણે આવી છું..”
“ભદ્ર, તારો શ્રેયમાર્ગ પ્રશસ્ત હો...' પર
ભાગ-૧ ૪ ભવ ત્રીજો
For Private And Personal Use Only
Page #471
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચાર્યદેવે પ્રિયંકરા નગરથી વિહાર કર્યો. તેઓ દસ યોજન દૂર “જયમંગલા' નગરીમાં પધાર્યા. નગરીના પશ્ચિમ ભાગમાં એક વિશાળ અને રમણીય ઉદ્યાન હતું, તે ઉદ્યાનમાં આચાર્યદેવે મુનિ પરિવાર સાથે મુકામ કર્યો. સાધ્વી સમુદાયે નગરમાં જય શ્રેષ્ઠીની હવેલીની પાછળના વિશાળ ભવનમાં સ્થિરતા કરી.
એક માસ અહીં સ્થિરતા કરવાની છે. વિશાળ સાધુ-સાધ્વી સમુદાયને આ નગરીમાં જ્ઞાન-ધ્યાનની સંપૂર્ણ અનુકૂળતા હતી. ગોચરી-પાણીની પણ સુવિધા હતી. સ્થડિલભૂમિ પણ યોગ્ય અને વિશાળ હતી.
પ્રતિદિન આચાર્યદેવ વિજયસિંહ ધર્મદેશના આપતા હતા. સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકા, બધાં જ ધર્મદેશના શ્રવણ કરતાં હતાં. ધર્મદેશના પૂર્ણ થયા પછી, પ્રજ્ઞાવંત શિષ્યો આચાર્યદેવને પ્રશનો પૂછતા હતા. એક દિવસ શિખીકુમાર મુનિએ પ્રશ્નો પૂછ્યા : “ભગવંત, પહેલાં લોક છે પછી અલોક છે? અથવા પહેલાં અલોક છે પછી લોક છે?”
આચાર્યદેવે કહ્યું : “બંને લોક-અલોક પહેલા કહી શકાય, બંને લોક-અલોક પછી કહી શકાય. લોક-અલોકમાં પહેલા-પછીનો ક્રમ નથી.
શિખીકુમાર-ભગવન, પહેલાં જીવ છે, પછી અજીવ છે? અથવા પહેલાં અજીવ છે, પછી જીવ છે?'
આચાર્યદેવ : “શિખી મુનિ, આમાં પણ ક્રમ નથી. શિખીકુમાર : ભગવન, પહેલાં મરઘી કે પહેલાં ઇંડું? આચાર્યદેવ : “ઈંડું ક્યાંથી ઉત્પન્ન થયું?' શિખીકુમાર : “મરઘીમાંથી ઉત્પન્ન થયું.” આચાર્યદેવ : “મરધી ક્યાંથી ઉત્પન્ન થઈ?' શિખીકુમાર : “ઈંડામાંથી!'
આચાર્યદેવ : ‘એટલા માટે ઈંડું અને મરઘી - બેમાં કોણ પહેલું, અને કોણ પછી એ કહી ના શકાય. આ અનાદિ ક્રમ છે. આ શાશ્વત ભાવ છે. શિખીકુમાર : “પહેલાં લોકાત્ત કે પહેલાં અલોકાન્ત?” આચાર્યદેવ : “લોકાન્ત - અલોકાત્તમાં પહેલા-પછીનો કોઈ કમ નથી.' શિખીકુમાર : “ભગવન, લોકની સ્થિતિ કેટલા પ્રકારની છે?
આચાર્યદેવ : “મુનિલોકની સ્થિતિ આઠ પ્રકારની છે. શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
Page #472
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧. વાયુ આકાશના આધારે છે. ૨. પાણી વાયુના આધારે છે. ૩, પૃથ્વી પાણીના આધારે છે. ૪. ત્રસ જીવ અને સ્થાવર જીવ પૃથ્વીના આધારે છે. ૫. અજીવ જીવના આધારે છે. ૬. જીવ કર્મના આધાર પર છે. ૭. જીવ અજીવ સંગૃહિત છે. ૮, જીવ કર્મસંગૃહિત છે.” શિખીકુમાર : “ભગવનું, શા માટે લોકની સ્થિતિ આઠ પ્રકારની કહેવામાં આવી છે? વાયુ... આકાશ આદિના આધારની વાતો કેવી રીતે ઘટે છે?'
આચાર્યદેવ : “જેમ કોઈ મશકને હવાથી પૂરી ભરીને, એનું મોટું બાંધી દેવામાં આવે, પછી વચ્ચેથી મશકને બાંધીને, મોટું ખોલી નાંખવામાં આવે, તેમાંથી હવા નીકળી જાય પછી પાણી ભરીને મોઢા પર ગાંઠ મારી દેવામાં આવે, પછી વચ્ચેનું બંધન ખોલી નાંખવામાં આવે - તો હવા ઉપર પાણી રહેશે! એટલે પાણીનો આધાર હવા બની કે નહીં?” શિખીકુમાર : “ભગવનું, પાણી હવા ઉપર રહેશે?”
આચાર્યદેવ : “આ રીતે આકાશ ઉપર હવા રહે છે, હવા ઉપર પાણી.. વગેરે ક્રમ સમજવો. લોકની આઠ પ્રકારની સ્થિતિ આ રીતે છે.”
શિખીકુમાર : “આપે કહેલી આઠ પ્રકારની સ્થિતિ સમજાઈ. ભગવનું, મારો બીજો પ્રશ્ન એ છે કે જીવ અને પુદ્ગલ શું પરસ્પર સંબદ્ધ છે? પરસ્પર અડેલા છે? પરસ્પર એકબીજામાં મળી ગયેલા છે? પરસ્પર સ્નેહ-પ્રતિબદ્ધ છે ને મળીને રહે છે?'
આચાર્યદેવ : “હા, એ પ્રમાણે છે.” શિખીકુમાર : “ભગવનું, એનું કારણ શું?”
આચાર્યદેવ : “કુમાર મુનિ, જેમ કોઈ પાણીથી ભરેલું સવર હોય, તેમાં કોઈ મનુષ્ય છિદ્રવાળી નાવ લઈને પ્રવેશ કરે, છિદ્રોમાંથી નાવમાં પાણી ભરાય ને? પાણીથી ભરાયેલી નાવ પછી નીચે જવાની ને?' શિખીકુમાર : “હા, ભગવનું, નીચે.... સરોવરના તળિયે જઈને બેસવાની.” આચાર્યદેવ : “જીવ અને પુદ્ગલ, આ જ રીતે પરસ્પર બંધાયેલાં છે.” શિખીકુમાર : “ભગવંત, આપે મારા પ્રશ્નોનું સમાધાન કરી, મારા પર મહાન અનુગ્રહ કર્યો.'
0 0 0 ક્યારેક ક્યારેક શિખીકુમાર મુનિ આચાર્ય વિજયસિંહની પાસે એક-એક બે-બે
ભાગ-૧ ( ભવ ત્રીજો
For Private And Personal Use Only
Page #473
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રહર સુધી બેસતા... મનની તમામ ગ્રંથીઓને ખોલી નાંખતા... ગુરુદેવની સમક્ષ હૃદયને પૂર્ણતયા ખાલી કરી નાંખતા. આચાર્ય, શિખીકુમારના આ સમર્પણથી અભિભૂત થઈ જતા. બંને ગુરુ-શિષ્યનું તાદાત્મ સધાઈ જતું
એક ગહન તિમિરાચ્છન્ન રાત્રિમાં... અશોક વૃક્ષની છાયામાં..
એક શિલાખંડ ઉપર આચાર્ય બેઠા હતા. શિખી મુનિ એ શિલાખંડના ટેકે બેઠા હતા. તેમની દૃષ્ટિ નીલાકાશમાં હીરાની જેમ ચમકતા તારાઓ ઉપર હતી.. આચાર્ય પૂછ્યું : 'શિખી, કોઈ ગહન તત્વચિંતનમાં ડૂબી ગયો કે શું?”
નહીં પ્રભુ, વિચારોનાં દ્વન્દ્ર ચાલે છે મનમાં મનમાં પ્રશ્ન ઊઠે છે : “શું ભોગ એ જ પ્રેમનો પુરસ્કાર નથી?”
નહીં, ભોગ તો વાસનાનો યત્કિંચિત્ પ્રતિકાર છે.” અને વાસના? શું વાસના પ્રેમનું પુષ્પ નથી?' ‘પ્રિય શિષ્ય, વાસના તો ક્ષુદ્ર ઇન્દ્રિયોનો નગણ્ય વિકાર છે!' ‘પરંતુ, ભગવંત! આ ભોગ અને વાસનાએ તો વિશ્વની સંપદાઓને પણ જીતી લીધી છે.' ‘શિખી, વિશ્વની સંપદાઓ શું છે? એ ભોગનો ભોગ છે?
ગુરુદેવ, જો વિશ્વની સંપદા ભોગ અને વાસનાને અર્પણ કરી દેવામાં આવી, તો પ્રેમના માટે શું બચવાનું?”
આનંદ!” કયો આનંદ, પૂજ્ય?”
જે ઇન્દ્રિયોના ભોગોથી પૃથક છે અને મનની વાસનાથી દૂર છે. તેમાં આકાંક્ષા નથી હોતી, એની પૂર્તિનો પ્રયાસ નથી હોતો... અને પૂર્તિ થયા પછી પણ તેમાં વિરક્તિ નથી હોતી...'
‘પૂજ્ય, ક્યારેક લાગે છે કે શરીરમાં વાસના જ વાસના ભરી છે. અને ભોગ જ એને સાર્થક કરી શકે?”
કુમારમુનિ, એટલે જ તો યુવાનીમાં શરીરનો ભોગોમાં વ્યય થઈ જાય છે ને? પ્રેમનો સ્વાદ એને મળે છે જ ક્યાં? પ્રેમને વિકસિત થવાનો સમય જ ક્યાં મળે છે? માનવીનું આ મોટામાં મોટું દુર્ભાગ્ય છે. ભોગ અને વાસના તો પશુ-પક્ષીઓમાં પણ હોય છે, મનુષ્ય એ પશુભાવમાંથી થોડો પણ ઊંચો નથી ઊઠતો... બાકી જે પ્રેમનું તત્ત્વ છે, તે વિશ્વની જીવસૃષ્ટિમાં માત્ર મનુષ્યને જ પ્રાપ્ત થઈ શકે છે.”
મારા દેવ, તો પછી યૌવન અને સૌન્દર્યનું અસ્તિત્વ નિરર્થક જ સમજવાનું ને?'
શા માટે નિરર્થક મુનિ? જો કોઈ યથાર્થ પૌરુષવાન પુરુષ હોય, અને એ યૌવન શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
Page #474
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તથા સૌન્દર્યને વાસના અને ભોગોની અગનજ્વાળાઓમાં ભસ્મીભૂત થતું બચાવી શકે, તો એને પ્રેમરસ ચાખવાનો મળી શકે છે! વત્સ, આ પ્રેમરસ અમોઘ હોય છે. એ આનંદનો સ્ત્રોત છે, તે વર્ણનાતીત છે. એમાં નથી હોતી આકાંક્ષા નથી હોતી તૃતિ કે નથી હોતી વિરક્તિ! એમાં હોય છે અનંત પ્રવાહયુક્ત શાશ્વત જીવન! અતિ મધુર, અતિ રમ્ય, અતિ મનોરમ. જે કોઈ એ પ્રેમરસ પી લે છે એનું જીવન ધન્ય બની જાય છે...'
ભગવંત, મેં એ પ્રેમરસ ચાખી લીધો!” વત્સ, તું ધન્ય બની ગયો!'
ભગવાન, મારું એ સુખ. મારો એ આનંદ... હું આપને કેવી રીતે બતાવું?” આનંદવિહ્વળ બની શિખીએ કહ્યું
ધીરે ધીરે બંને ગુરુ-શિષ્ય શુન્યમાં સરી પડ્યા. સુદૂર નીલગગનમાં ટમટમતાં નક્ષત્રોની સાક્ષીમાં.. તે વનના એકાન્ત ભૂમિભાગમાં... જાણે કે બંને પાર્થિવ શરીરથી મુક્ત ન થઈ ગયા હોય વાયુની લહરો પર તરતા તરતા જાણે ઉપર આકાશમાં ઊડતા જતાં ન હોય અને જાણે ત્યાં પહોંચી ગયા કે જ્યાં ભૂઃ નથી. જ્યાં ભુવઃ નથી,
જ્યાં સ્વ: નથી... પૃથ્વી નથી, આકાશ નથી. સૃષ્ટિ નથી, સૃષ્ટિનાં બંધન નથી, જન્મ નથી, મૃત્યુ નથી, એક નથી, અનેક નથી. જ્યાં છે માત્ર આનંદ.. પરમાનંદ..
આ રીતે દિવસો વીતે છે, રાત્રિઓ પસાર થાય છે. મહિનાઓ અને વર્ષો પસાર થાય છે. મહાવિદેહ ક્ષેત્રનાં લાખો વર્ષોનાં આયુષ્ય! આચાર્યશ્રી વિજયસિંહનો વૃદ્ધાવસ્થામાં પ્રવેશ થઈ ગયો હતો. શિખીકુમાર મુનિ યૌવનની ઉત્તર અવસ્થાથી થોડા જ દૂર હતા. ગુરુદેવે તેમને આચાર્યપદ પર સ્થાપિત કર્યા હતા. તેમનાં ચરણોમાં સેંકડો મનુષ્યોએ સાધુધર્મ સ્વીકાર્યો હતો. ગામે-ગામ અને નગરી નગરીમાં તેમનો યશ વ્યાપક બન્યો હતો. તેમના જ્ઞાન-ધ્યાનની પ્રશંસા થતી હતી. તેમના સંયમની પ્રશંસા થતી હતી. તેમના ઉપશમ ભાવની પ્રશંસા થતી હતી. આ પ્રશંસા દૂર-સુદૂર કૌશાંબીમાં પણ પહોંચી હતી. પ્રશંસા સાંભળીને બે વૃદ્ધ પુરુષો આનંદિત થયા હતા, હર્ષિત થયા હતા. તે હતા મહામંત્રી બ્રહ્મદત્ત અને વિદ્વાન વિપ્ર પિંગલ!
પિંગલે બ્રહ્મદત્તને કહ્યું: “હે પૂજ્ય, શિખીકુમાર મુનિનાં દર્શન કર્યું હજારો વર્ષ વીતી ગયાં. પ્રતિદિન એમની સ્મૃતિ તો થઈ આવે જ છે, પરંતુ હવે દર્શન કર્યા વિના જીવ અકળાય છે... અવિલંબ એમની પાસે જવું છે.”
બ્રહ્મદરે કહ્યું : “હું પણ એ જ વિચારતો હતો... એમને જોવાની.. મળવાની અને એમની સાથે વાતો કરવાની અદમ્ય ઇચ્છા જાગી ગઈ છે. પણ મેં તને પણ વાત નથી કરી. કારણ તું જાણે છે.”
તે શું હજુ મહાદેવી જાલિનીનો શિખીકુમાર પ્રત્યેનો દ્વેષ ઓછો નથી થયો?' કાઉ
ભાગ-૧ ૪ ભવ ત્રીજો
For Private And Personal Use Only
Page #475
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભૂલથી પણ જો મારા મુખેથી શિખીકુમારનું નામ બોલાઈ જાય તો એનું મુખ તમતમી જાય છે... આંખોમાંથી તણખા ખરે છે...”
ઘણું કહેવાય પૂજ્ય! ભયંકર વેરાનુબંધ કહેવાય. જનમોજનમના આ વેરાનુબંધ... દેવી જાલિનીને કઈ દુર્ગતિમાં લઈ જશે?”
નરક સિવાય બીજી એની કોઈ ગતિ નથી પિંગલ! એનું રૌદ્ર ધ્યાન... અત્યંત દૂર વિચારો... હું એને ઘરમાં લાવવાનો જ ન હતો. પરંતુ ઇન્દ્રશર્માના અત્યધિક અનુનયથી ઘરમાં એને પ્રવેશ આપ્યો...”
સર્વ જીવો કર્મવશ છે. પોતપોતાનાં કર્મોના આધારે આ ચૌદ રાજલોકમાં ભટકે છે...'
સાચી વાત છે તારી...' હવે આપણો ક્યારે પ્રયાણ કરવું છે?' “આવતી કાલે જ !”
આચાર્યશ્રી વિજયસિંહ અને આચાર્યશ્રી શિખીકુમાર, કૌશામ્બીથી લગભગ ત્રણસો યોજન દૂર વિશાખાપુરીમાં બિરાજમાન હતા. મહામંત્રી હમેશાં, શિખીકુમાર ક્યાં વિચરે છે, એ સમાચાર મેળવતા જ રહેતા હતા.
એક રથમાં મહામંત્રી અને પિંગલ સાથે બેઠા. બીજા રથમાં પરિચારકો, યાત્રામાં ઉપયોગી સામગ્રી સાથે બેઠા. ત્રીજા રથમાં પરિચારિકાઓ બેઠી... અને આગળપાછળ ચાર-ચાર શસ્ત્રસજ્જ અશ્વારોહી સૈનિકો ચાલ્યા. પ્રતિદિન પ્રભાતે તેઓ ચાલતા, મધ્યાહ્નવેળાએ ભજનાદિ માટે મુકામ કરતા. અને ચોથા પ્રહરમાં પુનઃ પ્રયાણ કરતાં. અંધારું થતાં તેઓ રાતવાસો યોગ્ય સ્થળે કરતા. કેટલાક દિવસોની યાત્રાના અંતે તેઓ વિશાખાપુરી પહોંચ્યા. વહેલી સવારે વિશાખાપુરી પહોંચી જવાનો કાર્યક્રમ બનાવી દીધો હતો.
આચાર્યદેવ વિશાખાપુરીના દક્ષિણ ભૂમિભાગ ઉપર આવેલા “ઋતુરાજ' ઉદ્યાનમાં બિરાજેલા હતા. મહામંત્રી વગેરેએ ઉદ્યાનમાં પ્રવેશ કર્યો કે તેમના કાને કોયલોનું કલરવ-ગાન સંભળાયું. પૂર્વ દિશામાં પ્રકાશનું પહેલું કિરણ પોતાનો સ્પર્શ સ્વર્ણાચલ ફેલાવીને પ્રાત:કાલીન પવન સાથે રમત કરતું હતું. આકાશના તારાઓ પીળા પડીને એક પછી એક પોતાનું અસ્તિત્વ અદેશ્ય કરતા ચાલ્યા હતા. ઉદ્યાનમાં સર્વત્ર સુગંધિત... શીતલ સમીર સંતપ્ત તન-મનને શાતા પમાડી રહ્યો હતો.. પિંગલમાં સૂતેલો કવિ જાગી ગયો... તે બોલ્યો : “હે, પૂજ્ય, જુઓ તો.. પ્રકૃતિના આ સુંદર રૂપને જુઓ...! અહીં કેટલો ઉલ્લાસ છે! કેટલી શક્તિ છેઅને કેવું સૌન્દર્ય છે. સંપૂર્ણ જગતની ચિંતાઓ, તૃષ્ણાઓ અને અભિશાપથી ભરેલી હલચલથી દૂર. અતિ દૂર. અહીં નિષ્કલંક પવિત્ર જીવન જીવનારા સેંકડો મુનિઓ આત્મસાધનામાં કેવા નિમગ્ન છે!' શ્રી સમરાદિત્ય મહાકથા
૪પ૭
For Private And Personal Use Only
Page #476
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખરેખર, એવું જ છે એ આ ઉદ્યાન! મહામંત્રીએ પિંગલની વાતમાં સૂર પુરાવ્યો... અને તેઓ રથમાંથી ઊતર્યા. પાછળ પિંગલ ઊતર્યો.. પરિચારકો અને પરિચારિકાઓ ઊતરી.. અશ્વારોહી સૈનિકો અશ્વ પરથી નીચે ઊતર્યા.. સહુ બ્રહ્મદરની પાછળ ચાલ્યા.
આચાર્યદેવ વિજયસિંહ, અશોકવૃક્ષની નીચે એક કાષ્ઠાસન પર બેઠા હતા. તેમની પાસે બે તરુણ મુનિવરો બેઠા હતા.. અને આચાર્યની પરિચર્યા કરી રહ્યા હતા. બ્રહ્મદરે મસ્તકે અંજલિ જોડીને મયૂએણ વંદામિ..” કહ્યું. આચાર્યે ધર્મલાભનો આશીર્વાદ આપી કહ્યું : “હે બ્રહ્મદત્ત, તમે સુખપૂર્વક અહીં આવ્યા?”
ભગવંત, આપનો અમારા પર અનુગ્રહ છે.. હજારો વર્ષ પછી પણ આપને આ સેવકનું નામ સ્મૃતિમાં છે! મારું અહોભાગ્ય!”
મહામંત્રીએ પિંગલ અને પરિવાર સાથે વિધિવત્ વંદના કરી. પછી આસપાસ જોવા લાગ્યા. આચાર્યે કહ્યું : “આચાર્ય શિખીકુમાર, આ બાજુ પૂર્વ તરફ બેઠા છે. તમે ત્યાં જઈ શકશો.'
સહુ પૂર્વ દિશા તરફ ચાલ્યા. પચાસ પગલાનાં અંતરે આચાર્ય શિખીકુમાર વટવૃક્ષની નીચે કાષ્ઠાસન પર બેઠા હતા.. બ્રહ્મદત્ત શિખીકુમારને એકીટસે જોતા રહ્યા.. ભાવવિભોર થઈ ગયા.. આંખો હર્ષાશ્રુથી ભરાઈ ગઈ.
ગદ્ગદ સ્વરે તેઓએ મસ્તકે અંજલિ રચીને “મસ્થળ વંતામિ...” બોલીને વંદના કરી. પિંગલે પણ ભાવવિભોર થઈ વંદના કરી. સાથે આવેલા પરિચારકો અને પરિચારિકાઓ નવી હતી. પિંગલે શિખીકુમારનો પરિચય આપ્યો. તે સહુએ પણ જમીન પર મસ્તક મૂકીને વંદન કરી... શિખીકુમારે ‘ધર્મલાભ' નો આશીર્વાદ આપ્યો. સહુ વિનયપૂર્વક જમીન પર બેઠાં.
હે મહામુનિ .. હજારો વર્ષોથી હૃદયમાં સંઘરી રાખેલી ઇચ્છા આજે ફળી. તેમાં નિમિત્ત બન્યો છે આ પિંગલ!' મહામંત્રીએ હર્ષિત વદને વાત કરી. પિંગલે કહ્યું :
“હે આચાર્યદેવ, આપનાં દર્શન કરવાની પ્રબળ ભાવનાને મારા આ પૂજ્ય મહાપુરુષે ફળવતી બનાવી છે... મુનિવર, આપના સંયમપૂત દેહે શાતા વર્તે છે ને?”
મહાનુભાવ, પરમાત્માના અચિંત્ય અનુગ્રહથી અને ગુરુદેવની પરમ કૃપાથી સંયમયાત્રા સુખપૂર્વક ચાલે છે. શરીર-સ્વાચ્ય અનુકૂળ છે.' એક ક્ષણ અટકીને શિખીકુમારે પૂછ્યું :
“કૌશામ્બીની પ્રજા નિર્ભય-નિશ્ચિતપણે ત્રણે પુરુષાર્થમાં પ્રવૃત્ત હશે? રોગાદિ ઉપદ્રવોથી મુક્ત હશે? રાજ્યમાં સર્વત્ર સુકાળ હશે?”
આપે કહ્યું એમ જ છે. વિશેષમાં કૌશામ્બીની પ્રજા અવારનવાર આપને યાદ કરે છે. આપની કુશળતા પૂછે છે. પ્રાસંગિક વાતો કરીને, મહામંત્રી વગેરે પ્રભાતિક કાર્યો માટે નગરમાં ગયા. ૪૫૮
ભાગ-૧ * ભવ ત્રીજો
For Private And Personal Use Only
Page #477
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્નાન, પૂજા, દંતધાવન, દુગ્ધપાન... આદિ પ્રાભાતિક કાર્યોથી નિવૃત્ત થઈ મહામંત્રી વગેરે ઋતુરાજ ઉદ્યાનમાં આવ્યા. આચાર્યશ્રી વિજયસિંહને વંદના કરી, સહુ આચાર્ય શિખીકુમાર પાસે ગયા. વંદના કરી વિનયપૂર્વક તેઓ આચાર્યની સમીપે બેઠા. આચાર્યશ્રી વિજયસેનના નિર્દેશથી અનેક સાધુઓ અને સાધ્વીઓ પણ પોતપોતાના ઉચિત આસને આવીને બેસી ગયાં. વાર્તાનો પ્રારંભ કર્યો મહાશ્રાવક પિંગલે.
હે પૂજ્ય, તમે અને અમે હજારો શત્રુઓની વચ્ચે ઘેરાયા છીએ. એ શત્રુઓ તમને અને અમને પરાજિત કરવા પ્રયત્ન કરી રહ્યા છે, એ શત્રુઓને તમે કેવી રીતે હરાવી દીધા?”
શિખીકુમારે કહ્યું : “એકને જીતી લીધો એટલે પાંચ શરણે આવી ગયા. પાંચને જીતી લીધા એટલે દસ શત્રુઓ શરણે આવી ગયા. દસને જીતી લીધા એટલે બધા જ શત્રુઓએ પોતાનાં હથિયાર નીચે મૂકી દીધાં.”
ભગવન, એ શત્રુઓનો પરિચય આપશો?
અવશ આત્મા પહેલો શત્રુ છે. મેં પહેલાં એને જીતી લીધો. એટલે શત્રુભૂત પાંચ ઇન્દ્રિયો શરણે આવી ગઈ. પાંચ ઇન્દ્રિયોને જીતી લીધી એટલે ચાર કષાયો, ત્રણ ગારવો અને ત્રણ યોગ શરણે આવ્યા. પછી તો બધા જ શત્રુઓ પર મેં વિજય મેળવ્યો.”
“હે મુનિવર, આ વિશ્વમાં મોટા ભાગના જીવો બંધનમાં જકડાયેલા જોવા મળે છે, પરંતુ તમે બંધનથી મુક્ત દેખાઓ છો. આનું શું કારણ?'
મહાશ્રાવક, મેં એ બંધનો તોડી નાંખ્યાં છે. વિશેષ પુરુષાર્થ કરીને તોડ્યા છે માટે હું બંધનમુક્ત થઈને વિચરું છું.” ‘ભગવન, એ બંધનો કયા છે?' મુખ્ય બંધનો છે - રાગ, દ્વેષ, મોહ અને સ્નેહ-સંબંધો.”
મુનિશ્રેષ્ઠ, હૃદયની અંદર ઉત્પન્ન થતી એક વેલડી, હૃદયમાં જ રહે છે. એ વેલ ઉપર વિષફળ આવે છે. તમે એ વેલડીનો ઉચ્છેદ કેવી રીતે કર્યો?”
એ વેલડીને મૂળમાંથી ઉખાડી નાંખી, તેના ટુકડે-ટુકડા કરીને ફેંકી દીધી. વેલ જ ના રહી પછી એના પર વિષફળ આવે જ ક્યાંથી?'
એ વેલનું નામ બતાવશો?’ શ્રી સમરાદિત્ય મહાકથા
પc
For Private And Personal Use Only
Page #478
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“એ વેલનું નામ છે તૃષ્ણા! ભયંકર છે આ લતા. એનાં ફળ પણ ભયંકર છે.'
મુનિશ્રેષ્ઠ, યથાર્થ છે આપની વાત... પરંતુ શરીરમાં એક ઘોર-પ્રચંડ અગ્નિ છે. એ અગ્નિ પ્રજ્વલિત જ રહે છે... ધીરે ધીરે શરીરને બાળે છે... એ અગ્નિને તમે કેવી રીતે બુઝાવી દીધો?'
હે પિંગલ દેવ, મહામેઘમાંથી વરસતાં ઉત્તમ અને પવિત્ર પાણી લઈને... એ અગ્નિ ઉપર નાંખ્યા કરું છું. તેથી અગ્નિ બુઝાય છે. મને બાળતી નથી.'
એ અગ્નિ ફઈ કઈ છે?' ‘ક્રોધ, માન, માયા અને લોભ-અગ્નિ છે. મહામેઘ સમાધિ છે. તેમાંથી શ્રુત, શીલ અને તપનું પાણી વરસે છે. એ પાણી હું ચાર પ્રકારના અગ્નિ ઉપર છાંટું છું. એટલે એ અગ્નિ મને નથી લાગતી.”
ભગવંત, એક મહાકાય દુષ્ટ ઘોડો ચારેબાજુ ભાગંભાગ કરી રહ્યો છે. એ ધોડા ઉપર આપ બેઠેલા છો.... છતાં એ ઘોડો આપને ઉન્માર્ગે નથી લઈ જઈ શકતો તેનું શું કારણ છે?'
એ ઘોડાને પકડીને જ્ઞાનરૂપી દોરડાથી બાંધી રાખું છું. માટે મારો એ ઘોડો ખોટા માર્ગે નથી જતો. સન્માર્ગ પર ચાલે છે.'
એ અશ્વનું નામ?” “એ અશ્વનું નામ છે મને! ધર્મશિક્ષા દ્વારા એનો નિગ્રહ કરું છું.'
હે મહામુનિ, આ સંસારમાં અનેક ઉન્માર્ગ છે. એ ઉન્માર્ગને ચાહનારા સન્માર્ગથી ભ્રષ્ટ થાય છે, પરંતુ તમે તો સન્માર્ગ પર જ ચાલો છો, તમે માર્ગભ્રષ્ટ કેમ નથી થતા?
પિંગળદેવ, સન્માર્ગ પર ચાલનારાઓને હું જાણું છું, અને ઉન્માર્ગ ઉપર ચાલનારાઓને પણ જાણું છું. એટલે હું સન્માર્ગથી ભ્રષ્ટ નથી થતો.”
ભગવંત, એ સન્માર્ગ ક્યા છે, ને એ ઉન્માર્ગ કયા છે? જિનભાષિત, જિનદર્શિત માર્ગ સન્માર્ગ છે, એ સિવાયના બધા ઉન્માર્ગ છે. હું શંકા વિના કહું છું કે જિનોસ્ત માર્ગ ઉત્તમ માર્ગ છે.'
હે આચાર્ય, સિન્ધ જેવી નદીના મહાપ્રવાહમાં વહી જતાં જીવોને શરણભૂત... આશ્રયભૂત દ્વીપ કયો છે?”
એ મહાદ્વીપ છે. વિશાળ છે. એનું નામ છે ધર્મદ્વીપ!'
મહામુનિ, મહાસાગરમાં એક નૌકા છે. તમે એ નકામાં બેઠા છો. નૌકા ચારે દિશામાં ભટકી રહી છે. તો તમે કિનારે કેવી રીતે પહોંચશો?'
પિંગલદેવ, જે નૌકા છિદ્રોવાળી હોય છે તે કિનારે પહોંચતી નથી, મધદરિયે 890
ભાગ-૧ ૪ ભવ ત્રીજો
For Private And Personal Use Only
Page #479
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડૂબી જાય છે. જે નૌકા છિદ્રો વિનાની હોય છે તે કિનારે લઈ જાય છે.”
એ નૌકાનું નામ?' ‘શરીર નૌકા છે. જીવ નાવિક છે. સંસાર સમુદ્ર છે. યોગીપુરુષો શરીરની નકામાં બેસી સામે તીરે પહોંચે છે.”
મુનિશ્રેષ્ઠ, મોટાભાગના જીવો અંધકારમાં રહેલા છે. તેમને કોણ અજવાળું આપે છે?'
ઊગેલો નિર્મળ સૂર્ય!” “એ સૂર્ય કયો છે? “તીર્થંકર પરમાત્મા! જીવોને તેઓ જ પ્રકાશ આપે છે.”
મુનિરાજ. શારીરિક અને માનસિક દુઃખોથી ત્રસ્ત જીવો માટે, કોઈપણ દુઃખ વિનાનું કયું સ્થાન આપ માનો છો?”
લોકના અગ્રભાગે એક ધ્રુવ સ્થાન છે. ત્યાં વ્યાધિ નથી, વેદના નથી, જન્મ-જરા અને મૃત્યુ નથી... પરંતુ એનું ચઢાણ ખૂબ જ કઠિન છે.”
એ સ્થાનનું નામ?” એનાં ઘણાં નામ છે : “સિદ્ધિગતિ, મુક્તિ, મોક્ષ, લોકાગ્ર, શિવ, અનાબાધ..” પિંગલ ભાવવિભોર બનીને બોલી ઊઠ્યા : 'હે મુનિશ્રેષ્ઠ, આપની પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. આપનું શાસ્ત્રજ્ઞાન પરિપૂર્ણ છે.. આપનું વાક્યાતુર્ય અદ્વિતીય છે... આજે અમે સહુ કૃતાર્થ થયા...'
બ્રહ્મદત્ત એકાગ્ર ચિત્તે વાર્તાલાપ સાંભળતા હતા. ત્યાં ઉપસ્થિત સાધુઓ અને સાધ્વીઓ ઉત્સુકતાથી જ્ઞાનચર્ચા સાંભળતાં હતા. પ્રશ્નોત્તર પૂર્ણ થયા પછી બ્રહ્મદત્ત બોલ્યા :
આપે પિતૃકળને તો શોભાવ્યું. આચાર્યકુળને પણ ઉજ્વલ કર્યું છે. પરંતુ મારી એવી આંતરિક ઇચ્છા છે કે આપ ગુરુદેવની સાથે એકવાર કૌશામ્બી પધારો. હવે મારું જીવન મૃત્યુના કિનારે ઊભું છે. મારા જીવનકાળમાં આપ કૌશામ્બીને પાવન કરો... કૌશામ્બીની પ્રજા આનંદિત થશે. હર્ષઘેલી બનશે. સર્વજ્ઞશાસનને પામશે. મોક્ષમાર્ગને પામશે.”
‘હે પિતાજી, આપની ભાવના સારી છે, પરંતુ આ વિષયમાં ગુરુદેવની આજ્ઞા પ્રમાણભૂત છે.' ઉચિત છે આપનો પ્રત્યુત્તર, અમે ગુરુદેવને પ્રાર્થના કરીએ છીએ.'
૦ ૦ ૦ થોડા દિવસ વિશાખાપુરીમાં રહીને, આચાર્યદેવનું પાવન સાન્નિધ્ય માણીને, બ્રહ્મદત્ત આદિએ કૌશામ્બી તરફ પ્રયાણ કર્યું. આચાર્યદેવે પણ માસકલ્પ પૂર્ણ થવાથી વિહાર શ્રી સમરાદિત્ય મહાકથા
XG9
For Private And Personal Use Only
Page #480
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરી દીધો.
સાધુજીવન એટલે જ્ઞાન-ધ્યાનનું જીવન, જિનોક્ત તત્ત્વોને સમજવાનાં, વિચારવામાં, યાદ રાખવાની અને એના રહસ્યાર્થોને પામવાનાં.. તે પછી એ જિનોક્ત તત્ત્વો સુયોગ્ય, સુપાત્ર મનુષ્યોને આપવાનાં, એ અવિરત પરંપરા ચાલતી રહે! જીવનપર્યત ચાલતી રહે!
જેવી રીતે સાધુઓ જ્ઞાન-ધ્યાનમાં લીન રહે. તેવી રીતે સાધ્વીઓ પણ ગુરુઆજ્ઞામાં રહીને જ્ઞાન-ધ્યાનમાં લીન રહે. આચાર્ય વિજયસિંહ વિશાળ સાધ્વીસમુદાયનું યોગક્ષેમ કરતા હતા, અનુશાસન કરતા હતા.
આચાર્યદેવ “શૃંગાર તિલક' નગરના તિલક-ઉદ્યાનમાં બિરાજમાન હતા. સાધુઓ ઉદ્યાનમાં બાંધવામાં આવેલી કુટિરોમાં રહેલા હતા. સાધ્વીઓ એમની મર્યાદા મુજબ નગરમાંથી યોગ્ય સમયે આવતી, યોગ્ય સમયે ચાલી જતી.
સૂર્યોદય થવાની તૈયારી હતી. આકાશ સ્વચ્છ હતું. પૂર્વ દિશા લાલ રંગથી લેપાઈ ગઈ હતી. ઉદ્યાનમાં પ્રકૃતિએ અભિનવ શૃંગાર સજ્યો હતો. ત્યાં સાધ્વીવૃંદે ઉદ્યાનમાં પ્રવેશ કર્યો. પ્રકૃતિનું સૌન્દર્ય જોઈને સાધ્વીવૃંદ મુગ્ધ થઈ ગયું. સાધ્વી કમલિની બોલી ઊઠી : “જુઓ તો પ્રકૃતિનું કેવું સૌન્દર્ય છે! અહીં કેટલી શાન્તિ છે. ઉલ્લાસ છે.... અને સૌન્દર્ય છે!”
બીજી એક સાધ્વી બોલી : “સાધ્વી કમલિની, મને તો પ્રકૃતિમાં કોઈ સુંદરતા નથી દેખાતી!'
“અરે, શું આપને કોઈ સુંદરતા નથી દેખાતી? આશ્ચર્ય! શું તમે સત્ય બોલો છો કે મારી હાંસી ઉડાવો છો?”
સાચુ કહું છું આર્ય! તમે કહો છો કે પ્રકૃતિ સુંદર છે, મને પ્રકૃતિ કુરૂપ દેખાય છે!'
સાધ્વી કમલિની મૌન રહી. સાધ્વીવૃંદે આચાર્યદેવની પાસે પહોંચીને વંદના કરી. કુશળ પૃચ્છા કરી. ત્યાંથી સાધ્વીવૃંદ આચાર્ય શિખીકુમાર પાસે ગયું. વંદના કરી, કુશળ પૃચ્છા કરી અને આચાર્યની અનુમતિ લઈ વિનયપૂર્વક સાધ્વીએ ત્યાં ભૂમિ પર બેસી ગઈ. બે-ચાર ક્ષણ વિશ્રામ લીધા પછી પહેલો પ્રશન સાધ્વી કમલિનીએ પૂછ્યું :
ભગવન, પ્રકૃતિ પૂર્ણ છે કે અપૂર્ણ?” “આર્ય, પ્રકૃતિ અપૂર્ણ છે..' સાધ્વી આશ્ચર્યથી બોલી ઊઠી : “શું પ્રકૃતિ અપૂર્ણ
હા આર્ય, પ્રકૃતિ અપૂર્ણ હોવાના કારણે તો મનુષ્ય કૃત્રિમતાનો સહારો લીધો છે. ઠંડીના દિવસોમાં.. પ્રકૃતિના આ સુંદર સ્થાનોની કુરૂપતા જુઓ.. ધુમ્મસ છવાયેલું રહે છે. અત્યંત શીતલ વાયુ વાય છે... ઠંડીથી શરીર ધ્રુજવા લાગે છે...! ગરમીના દિવસોમાં મધ્યાહ્નકાળે એટલી લૂ વાય છે કે શરીર બળવા માંડે છે. પરસેવાથી શરીર ૪૨
ભાગ-૧ ( ભવ ત્રીજો
For Private And Personal Use Only
Page #481
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુર્ગધ મારે છે. પ્રકૃતિની આ બધી અસુવિધાઓથી બચવા માટે મનુષ્યોએ ભવનોનું નિર્માણ કર્યું છે. શિયાળામાં મનુષ્ય ઉત્તરની હવાને રોકી, તાપણું કરી નાખે છે. ગરમીથી બચવા માટે ભિન્ન-ભિન્ન ઉપાયો કરે છે. પ્રતિ મનુષ્યની સુવિધાઓ નથી જોતી, માટે તે અપૂર્ણ છે.”
પરંતુ ગુરુદેવ, આ પુષ્પો કેટલાં કોમલ છે! એ પુષ્પોમાં કેવી માદક સુગંધ છે..! કોયલના સ્વરમાં કેટલી મીઠાશ છે
અને કરુણા છે? કલરવ ગાયન કેટલું મધુર છે!' “હે આર્યો, પુષ્પ કોમળ છે, બરાબર છે, પરંતુ એમાં કાંટા પણ છે! અને શી ખબર આ પુષ્પોમાં કેટલા નાના નાના કીડા ઘુસેલા હશે! એની કોમળતા અને એની સુગંધ, બંને ક્ષણિક છે. ક્ષણિક સુગંધને શું કરવાની? ક્ષણિક કોમળતાને શું કરવાની?
અને હે આયે, કોયલ માત્ર પંચમ સૂરમાં જ ગાઈ શકે છે.
મનુષ્ય વધારે સમય સાંભળે તો કંટાળી જાય છે. વળી, કોયલ શું બોલે છે. એ કોઈ સમજી શકતું નથી. કદાચ એ કંઈ જ કહેતી નથી! અને આ પક્ષીઓનું સમૂહ કલરવ-ગાન.... એમાં મધુરતા હશે, પણ માત્ર સ્વરોની! એમાં સંયત ભાષા નથી હોતો. એટલે એ ભાવહીન સંગીત જેવું છે. તેમાં સ્વરોને ઉતાર-ચઢાવ પણ નથી હોતી. એકી સાથે સાતે સૂર ગુંજી ઊઠે છે!”
ભગવદ્, પૂર્વાવસ્થામાં મહેલના ઉદ્યાનના સરોવરમાં કબૂતરોને સ્વચ્છંદપણે સ્નાન કરતાં જોયેલાં. એ દૃશ્ય મને ખૂબ ગમતું! આપસમાં તેઓ રમતાં... નાચતાં... એ પક્ષીઓમાં ઇર્ષ્યા, ધૃણા, દુષ્ટતા વગેરે અવગુણો નથી હોતા... કેવું મુક્ત જીવન હોય છે એ પંખીઓનું... ઘડીભર મને પણ કબૂતરો બનવાની ઇચ્છા થઈ આવતી.'
આર્યો, સાચું કહું? તું જો કબૂતરી હોત તો તને મનુષ્ય થવાની ઇચ્છા થાત! તું એમ સમજે છે કે કબૂતર સુખી છે? નિશ્ચિત છે? એમનાં કોઈ શત્રુ નથી? તો એ તારો ભ્રમ છે. અભિલાષા પૂર્ણ થવી તે સુખ અને અભિલાષા અપૂર્ણ રહેવી એ દુઃખ. આ તો સમજાય એવી વાત છે ને? શું એ કબૂતરોની બધી અભિલાષાઓ પૂર્ણ થાય છે? અરે, એ કબૂતરોમાં ઇચ્છા જેવું તત્ત્વ છે કે કેમ, એ પણ પ્રશ્ન છે! માત્ર આહાર અને માત્ર મૈથુન - આ બે ઇચ્છાઓ સિવાય ત્રીજી કઈ ઇચ્છા હોય છે એ પક્ષીઓને? પશુ અને પક્ષીને ભોજન માટે ઝઘડતાં તેં જોયાં છે ખરાં? અને એ પક્ષીઓને ભય કેટલો સતાવે છે? બાજ પક્ષી જ્યારે એ કબૂતરો પર ઝાપટ મારે છે, ત્યારની એ કબૂતરોની સ્થિતિ જોઈ છે ખરી? કેટલી વિવશતા હોય છે એ પક્ષીઓની?
હે આર્યો, જ્ઞાની જીવો એમ સમજે છે કે પ્રાકૃતિક વાતાવરણમાં રહેનારા મનુષ્યો સુખી હોય છે. પરંતુ તેઓ નથી સમજતા કે મનુષ્ય, અજ્ઞાની મનુષ્ય પોતાની વર્તમાન સ્થિતિથી ક્યારેય સંતોષી નથી હોતો. અજ્ઞાની મનુષ્યોનો આ સ્વભાવ હોય છે કે એમને પોતાનું ઓછું ગમે, બીજાનું વધારે ગમે. રાજમહેલમાં ઊછરી હોય, શ્રી સમરાદિત્ય મહાકથા
ઉ3
For Private And Personal Use Only
Page #482
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજમહેલનાં સુખ ભોગવ્યાં હોય, છતાં રાજમહેલ પ્રત્યે ઉદાસીન હોય અને રાજમહેલ છોડીને તે પ્રાકૃતિક વાતાવરણમાં રહેલી ઝૂંપડીઓમાં સુખ જુએ છે! ગામડાઓની ખુલ્લી હવામાં પશુઓ સાથે ક્રીડા કરવામાં સુખ જુએ છે! પરંતુ એ ગ્રામવાસીઓને પૂછો - “તમને સુખ શામાં લાગે છે?' તો એ લોકો કહેશે : “સુખ તો મહેલોમાં છે! સુખ તો નોકર-ચાકર હોય, હાથી, ઘોડા પાલખી હોય... વૈભવ.... સંપત્તિ હોય... એમાં છે!' માટે પ્રકૃતિ અપૂર્ણ છે. આ ઉદ્યાન કે જે તને સુંદર લાગે છે એ તો કૃત્રિમ છે. બનાવવામાં આવેલું છે. પ્રકૃતિને એના મૂળ રૂપમાં જોઈશ તો ડરી જઈશ.
એ ભયંકર જંગલો... જેમાં વાઘ અને સિંહ લોકોપ્યાસી જીભ બહાર કાઢી ફરતા હોય છે... જ્યાં ઊંચા ઊંચા ઘાસમાં ભયંકર વિષધર છુપાયેલો હોય છે... અને અકારણ લોકોને કરડીને મારી નાંખતા હોય છે. કૃત્રિમ સરોવરની વાત છોડો. જંગલોમાં વહેતી ઊંડી નદીઓમાં મગરમચ્છ... મનુષ્યનો શિકાર કરવા કેવા તાકીને પડ્યા હોય છે? આ બધું જોઈશ તો તને પ્રકૃતિ અપૂર્ણ લાગશે.'
સાધ્વી કમલિની આચાર્યની સામે આશ્ચર્યથી જોઈ રહી,
અત્યાર સુધી એ શિખીકુમારને એક ચરિત્રવાન શ્રેષ્ઠ સંયમી મહાપુરુષ સમજતી હતી. શ્રેષ્ઠ શ્રુતજ્ઞાની વિદ્વાન માનતી હતી. પરંતુ આજે એ શિખીકુમારના મૌલિક વિદ્વત્તાથી અને અકાઢ્ય તર્કોથી ખૂબ જ પ્રભાવિત થઈ ગઈ. એની શ્રદ્ધા-ભક્તિમાં જુવાળ આવ્યો.... તેણે સંકોચ સાથે ધીમેથી પૂછ્યું : “ગુરુદેવ, શું આ બધી વાતો શાસ્ત્રોમાં આવે છે?”
આચાર્યના મુખ પર સ્મિત રમી ગયું. તેમણે કહ્યું : “આર્યો, સંસારની પાઠશાળામાં, અનુભવની શિક્ષણ પદ્ધતિથી, પરિસ્થિતિઓના અવલોકનથી હું આ બધું ભણ્યો
અદ્ભુ ત!”
આર્યો.. બાહ્ય સુંદરતાનું અવલોકન સાધુ-સાધ્વીના માટે ઘાતક બની જાય, કારણ કે તે રાગ-દ્વેષનું કારણ છે માટે આપણે સુંદરતાની ભીતરમાં રહેલી કુરૂપતાનું દર્શન પણ કરવું જોઈએ. પછી એ સુંદરતા શરીરની હોય, પુષ્પની હોય, વૃક્ષની હોય, પહાડની હોય... કે નદી-સાગરની હોય... એ સુંદરતા ઉપર મન મુગ્ધ બને, કે તરત જ એની ભીતર જોવાનું... કુરૂપતા શોધવાની... પહેલી જ હોય છે. કુરૂપતા અને બીભત્સતા. તે જોઈને મનને વિરક્ત બનાવવાનું કે આર્યાઓ, વૈરાગ્ય આપણો ભાવપ્રાણ છે. હૃદયને વિરાગથી ક્યારેય ખાલી થવા દેશો નહીં. દુનિયામાં ઠેર-ઠેર સર્વત્ર વૈરાગ્યનાં નિમિત્તો પડેલાં છે. એને જોતાં શીખો.
પ્રશ્નપ્રહર પૂરો થયો હતો. સાધ્વીવંદે વંદના કરી. સ્વસ્થાને જવાની અનુમતિ માગી.
ક ક જ
ભાગ-૧ ( ભવ ત્રીજો
For Private And Personal Use Only
Page #483
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
LGSN
તમે મને કહ્યા વિના આટલા બધા દિવસ ક્યાં ગયા હતા?' જાલિનીએ, બ્રહ્મદત્તને હવેલીમાં પ્રવેશ કરતાં જ રોષ કર્યો. બ્રહ્મદત્ત જાલિની સામે જોયું પણ નહીં. મૌનપણે તેઓ પોતાના શયનખંડમાં ગયા. સ્નાન કર્યું. વસ્ત્રપરિવર્તન કર્યું. પરિચારિકાએ ત્યાં જ દૂધનો પ્યાલો લાવીને મૂક્યો, સાથે પ્રભાતિક અલ્પાહાર પણ મૂક્યો. પાછળ ને પાછળ જાલિની આવી પહોંચી.
તમે મને પ્રત્યુત્તર પણ નથી આપતા?” હું બહારગામ ગયો હતો.” કયા ગામે? ગામનું નામ?” "વિશાખા નગરી..”
ત્યાં જવાનું પ્રયોજન જાણી શકું?” ના જણાવું તો? ‘ના જણાવવાનું કોઈ કારણ?” તને દુઃખ થાય, માટે.” તો શું તમે મારા સુખ-દુઃખનો વિચાર કરો છો?” મહામંત્રી મૌન રહ્યા. લાખો વર્ષોના દાંપત્યજીવનમાં જાલિનીએ બ્રહ્મદત્તને ક્યારેક જ શાન્તિ આપી હશે, સુખ આપ્યું હશે, પ્રિયવચન કહ્યાં હશે! કદાચ એવા પ્રસંગો મહામંત્રીની સ્મૃતિમાં પણ નહીં હોય. છતાં બ્રહ્મદત્તે શાંતિ જાળવી હતી, ગંભીરતા સાચવી હતી અને ખાનદાનીને આંચ આવવા દીધી ન હતી.
જાલિની બોલી : “તમને સાચે જ મારી ઉપર પ્રેમ નથી. જો પ્રેમ હોત તો મને જે નથી ગમતું તે તમે ના કરત...”
મહામંત્રીએ કહ્યું : “એમ હું પણ કહી શકું છું કે જો તને મારા પ્રત્યે પ્રેમ હોત તો મને જે ગમે છે, તે તને પણ ગમત જ. મને પુત્ર ગમે છે... તને નથી ગમતો! હજારો વર્ષોથી એ દૂર સુદૂર છે, છતાં તારા મનમાં એના પ્રત્યે દ્વેષ છે.”
છે, છે ને છે. મને એના પર દ્વેષ રહેવાનો જ. મારા હૃદયમાં ક્યારેય.. એ ગર્ભરૂપે આવ્યો ત્યારથી પ્રેમ જાગ્યો નથી... દ્વેષની આગ જ સળગતી રહી છે.’
એના પારલૌકિક પરિણામનો વિચાર તને આવે છે? તીવ્ર કષાયના પરિણામે જીવ દુર્ગતિમાં જાય છે. તિર્યંચગતિમાં કે નરકગતિમાં જાય છે...' શ્રી સમરાદિત્ય મહાકથા
gu
For Private And Personal Use Only
Page #484
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાણું છું પણ... મારી દ્વેષની ગાંઠ ઓગળે એવી નથી.'
અને તારા તીવ્ર કક્ષાના કારણે આ જીવનમાં પણ તેં માનસિક શાન્તિ ભોગવી નથી... અને મને...'
મેં તમને અશાન્તિ આપી છે, એમ જ કહેવું છે ને?”
શા માટે? હવે તો સામે મૃત્યુ દેખાય છે... જીવન પૂર્ણ થવામાં છે... આ જિંદગીના છેલ્લા દિવસોમાં તો ચિત્તને ઉપશાન્ત કર...”
કેવી રીતે જાલિનીનું ચિત્ત ઉપશાન્ત થાય? ન જ થાય. શિખીકુમાર તરફનો તીવ્ર દેષ જાય જ નહીં. ઘોર તપશ્ચર્યાના બદલામાં તીવ્ર વેષ, તીવ્ર વેર.. અને હત્યા કરવાનો દુર્ભાવ માગી લીધેલો છે.. ભલે ને એના ઉપર તીર્થંકરની દેશનાનો પુષ્પરાવર્ત મેઘ વરસે... એ ઉપશાન્ત ન જ થઈ શકે..
જાલિનીએ કહ્યું : “અંતિમ શ્વાસોચ્છવાસ સુધી... મારો દૈષ નહીં જાય. માટે મને તમે વારંવાર ઉપદેશ ના આપો.'
તો તારે મને, મારી રીતે જીવવા દેવો જોઈએ. મારી ઇચ્છા હોય તો હું ઘરે રહું, મારી ઇચ્છા હોય તો હું પુત્ર પાસે જાઉં... તારે મારા માર્ગમાં આડે નહીં આવવાનું.” મહામંત્રીને રાજસભામાં જવાનો સમય થઈ ગયો હતો.
0 0 0 જાલિનીના ચિત્તમાં રૌદ્રધ્યાન શરૂ થયું.
એ શિખીના બચ્ચાએ દીક્ષા લીધી, એ પૂર્વે જ મારે એનું કાસળ કાઢી નાંખવું જોઈતું હતું. મેં કેવી મૂર્ખતા કરી? એ વખતે હું એને કોઈપણ ઉપાયે યમલોકમાં પહોંચાડી શકત.... એ જીવ તો રહી ગયો... તો મહામંત્રી દોડી દોડીને એની પાસે જાય છે... એનું અસ્તિત્વ જ ના હોત તો ક્યાં જાત?' તેના દાંત ભીંસાયા, બે હાથની મુઠી વળી ગઈ. હવામાં ઉછાળવા લાગી. તેની આંખો કૂર અને પહોળી થઈ
ગઈ....
એ મારા શત્રનું હું આ બે હાથે ગળું ભીંસી દેત... એના ત્યાં ને ત્યાં જ પ્રાણ નીકળી જાત. ખેર, હવે એ શક્ય નથી.” તે પલંગ પર બેસી. તેનું માથું ફાટફાટ થતું હતું. એક ક્ષણનું પણ એને ચેન ન હતું. તે પલંગમાં સૂઈ ગઈ.. પડખાં ફેરવતી રહી... વિચારવા લાગી : “હજુ પણ જો એ કૌશામ્બીમાં આવે તો... કોઈપણ ઉપાય કરીને મારી નાંખું..”
શિખીકમારે જાલિનીનું જરા પણ અહિત કર્યું નથી, અહિત વિચાર્યું પણ નથી. છતાં જાલિની અકારણ એમના પ્રત્યે તીવ્ર દ્વેષ કરી રહી છે. તેમાં પ્રેરક તત્વ છે કર્મબંધન!'
હજારો વર્ષોથી. ના, ના, લાખ ઉપર વર્ષો વીતી ગયાં. તે ગયો તે ગયો,
8GG
ભાગ-૧ ૪ ભવ ત્રીજો
For Private And Personal Use Only
Page #485
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાછો આવ્યો જ નથી કૌશામ્બીમાં અને કદાચ હું જીવું છું ત્યાં સુધી ના પણ આવી ના આવે તો હું એને મારી ના શકું! માટે તે અહીં આવવો તો જોઈએ જ.
હું મહામંત્રીને કહું કે “તમે શિખીકુમારને વિનંતી કરીને કૌશામ્બીમાં બોલાવી લાવો... હવે મને એના પ્રત્યે દ્વેષ નથી... હું એની ક્ષમા માગીશ..' તો મહામંત્રી માનશે? ના, ના, તેઓને હવે મારા પર વિશ્વાસ જ ક્યાં રહ્યો છે? જુઓને, એ શિખી પાસે જઈ આવ્યા, મને કહ્યું પણ નહીં કે તારે આવવું હોય તો ચાલ મારી સાથે... શિખી મુનિનાં દર્શન કરી આવીએ..' હવે હું ગમે તેટલું નાટક કરું શિખી પ્રત્યે સ્નેહ દેખાડું. બધાં જ સ્ત્રીચરિત્ર અજમાવું... છતાં વ્યર્થ જશે. મહામંત્રી શિખીકુમારને બોલાવવા નહીં જ જાય...
તો પછી ? હું એકલી તો જઈ ના શકું. મને મહામંત્રી જવા પણ ના દે.ના રે, હું એકલી ના જ જાઉં... જો કે જાઉં ને વિનંતી કરું... તો એ મારી વિનંતી જરૂર માને! કારણ કે મને એના પર દ્વેષ છે, પરંતુ એને મારા પર ભક્તિ છે! એ માતૃભક્ત છે. અને હું સામે ચાલીને જાઉં... ભક્તિભાવ દેખાડું... કરુણ રુદન કરું... ભૂલોને સ્વીકાર કરશે... પ્રાયશ્ચિત્ત માગું. તો એ જરૂર માનવાનો કે “મારી માતાના હૃદયનું પરિવર્તન થયું છે. એ રાજી થવાનો. મારી પ્રાર્થના સ્વીકારીને એ અહીં આવવાનો! પછી તો મને કામ પાર પાડતાં આવડે છે! નાટક તો કરવું પડે! મને આવડે છે નાટક કરતાં! પરંતુ મને મહામંત્રી જવા જ ના દે.. તો શું કરું?”
તેને એ દિવસે ચેન ના પડ્યું. રાત્રે ઊંઘ પણ ના આવી, મહામંત્રી એ એના તરફ દુર્લક્ષ્ય કર્યું. અલબત, તેઓ આચાર્યદેવને કૌશામ્બી પધારવા વિનંતી કરીને આવ્યા હતા. આચાર્યદેવે કોઈ નિશ્ચિત પ્રત્યુત્તર નહોતો આપ્યો. “કૌશાંબી આવવાની ભાવના રાખીશું.” એટલો જ ટૂંકો પ્રત્યુત્તર આપ્યો હતો. મહામંત્રીએ આ વાત જાલિનીને કરી ન હતી. કારણ કે જાલિની એ વાતના કેવા પ્રત્યાઘાત આપે, એ મહામંત્રી જાણતા હતા.
દિવસો પસાર થાય છે. જાલિની પોતાના મનમાં નિર્ણય કરે છે. ગમે તે ઉપાય કરીને શિખીને કૌશામ્બી બોલાવવો.” અને એક દિવસ તેને ઉપાય સૂઝી આવ્યો. તે રાજી થઈ ગઈ. તેને પોતાની યોજના પાર પડતી દેખાઈ.
તેણે પોતાના પિતાના એક મિત્ર સોમદેવની સાથે શિખીકુમારને એક સંદેશો મોકલવાનો નિર્ણય કર્યો. સોમદેવ કુશળ રાજનીતિજ્ઞ પુરુષ હતો. તેની વાણી મધુર હતી અને તે વ્યવહારદક્ષ હતો. જાલિની પ્રત્યે એને સદૂભાવ હતો. જાલિની તેના પર વિશ્વાસ મૂકી શકતી હતી. જાલિનીએ પિતૃગૃહે જઈને સોમદેવને બોલાવ્યો.
સોમદેવ, મારો એક સંદેશો અને એક મૂલ્યવાન રત્નકંબલ લઈને, જ્યાં શિખીકુમાર મુનિ વિચરતા હોય ત્યાં જવાનું છે, અને મારો સંદેશો આપવાનો છે. રત્નકંબલ ભેટ કરવાની છે.” શ્રી સમરાદિત્ય મહાકથા
છે
For Private And Personal Use Only
Page #486
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સોમદેવ સમંત થયો. જોકે એને આશ્ચર્ય જરૂ૨ થયું. ‘શિખીકુમારને સર્વથા ધિક્કારનારી જાલિની આજે કેમ મને એમની પાસે મોકલે છે? રત્નકંબલ ભેટ આપવા મોકલે છે? શું એના હૃદયનું પરિવર્તન થયું હશે? થઈ શકે પરિવર્તન યુવાનીમાં કરેલી ભૂલોનો, પાછલી ઉમ૨માં પશ્ચાત્તાપ થઈ શકે છે.’
તેણે જાલિનીને કહ્યું : ‘સંદેશો આપો.’
જાલિનીએ સંદેશો આપ્યો, રત્નકંબલ આપી, અને સોમદેવ રવાના થઈ ગયો. રસ્તામાં એણે જાણી લીધું કે ‘આચાર્ય ‘તમાલ' નામના ગામના બાહ્ય ઉદ્યાનમાં રહેલા છે.’ તે તમાલ ગામમાં પહોંચી ગયો. અશ્વને એક વૃક્ષ નીચે ઊભો રાખીને સોમદેવ આચાર્ય પાસે આવ્યો. આચાર્યને વંદના કરી... અને મધુર સ્વરમાં કહ્યું : ‘ગુરુદેવ, હું કૌશાંબીથી આવ્યો છું. મહાત્મા શિખીકુમારનાં દર્શન કરવા આતુર છું...'
ગુરુદેવે કહ્યું : 'મહાનુભાવ, જુઓ... સામે જ શિખીકુમાર આચાર્ય સાધુઓને અધ્યયન કરાવી રહ્યા છે.’ સોમદેવે શિખીકુમારને જોયા. તે ત્યાં ગયો, વંદના કરી, નિવેદન કર્યું :
‘મહાત્માન્, હું કૌશામ્બીથી આવ્યો છું...' ‘કોઈ વિશેષ પ્રયોજનથી કે સ્વાભાવિક?'
‘આપનાં માતાજીએ મને આપના કુશળ સમાચાર જાણવા મોકલ્યો છે. આપના વિરહથી તેમને અત્યંત દુઃખ થયું છે... અનુત્તાપના અગ્નિથી બળી રહ્યાં છે. તેમનો દેહ પણ કૃશ થઈ ગયો છે...’
‘માતાજીને અનુતાપ? મારા વિરહથી? આશ્ચર્ય! સોમદેવ, ક્ષણભર માનવામાં ના આવે... એવી વાત છે...’
‘માનવી પડશે મહાત્મન્, એમનો સંદેશો સાંભળશો એટલે જરૂ૨ માનશો!' ‘માતાએ કેવો સંદેશો મોકલ્યો છે?'
તેમણે કહ્યું છે : ‘હે વત્સ, સ્ત્રીઓ સંકુચિત હૃદયવાળી હોય છે, અવિવેકી હોય છે. અવિચારી કાર્ય કરનારી હોય છે...
ચંચળ સ્વભાવની હોય છે, ઇર્ષ્યાળુ હોય છે. દુરાગ્રહી હોય છે, અને પાછળથી પસ્તાવો કરનારી હોય છે. જ્યારે સત્પુરુષો ગંભીર હૃદયના હોય છે, વિનીત હોય છે, વિચારપૂર્વક કાર્ય કરનારા હોય છે, સ્થિર સ્વભાવના હોય છે, ગુણવાન હોય છે, ચારે બાજુનો વિચાર કરનારા હોય છે... હે પુત્ર, હું એક અજ્ઞાની... સ્વાર્થી અને દુર્ગુણોની ભરેલી સ્ત્રી છું. મેં ક્રોધાવેશમાં આવીને ન કરવાનું કાર્ય કર્યું. તમને દુઃખ આપ્યું. તમને ત્રાસ આપ્યો... પરંતુ તું તો માતૃભક્ત છે. તેં ક્યારેય મારો અવિનય નથી કર્યો... તું વિનીત છે... છતાં એક વાત મને સમજાઈ નહીં કે મારી રજા વિના તેં સાધુપણું કેમ લીધું? મને રીંસ આવેલી... તેથી હું તારા દીક્ષામહોત્સવમાં નહોતી આવી... તું મને મળ્યા વિના જ ચાલ્યો ગયો... વત્સ, તું માતાના હૃદયને તો જાણે
89.
ભાગ-૧ * ભવ ત્રીજો
For Private And Personal Use Only
Page #487
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે ને? એ પોતાના બાળકને મારે. ને પછી છાતીએ લગાડે!
વત્સ, તારા ગયા પછી.. સદવ તને યાદ કરું છું. મને પણ તેં જે માર્ગ લીધો છે એ માર્ગ ગમ્યો છે. જોકે હવે હું સાધ્વી તો નહીં બની શકું... પણ તું મને, મારી યોગ્યતા મુજબ ધર્મ આપીશ તો હું મારાં પાપોને ધોઈ શકીશ... મારા પુત્ર, તું અહીં કિશામ્બી આવ. તારા દર્શન આપીને, મારા સળગતા હૃદયને શાંતિ આપ.
તું જ્ઞાની છે, સંયમી છે, મારા અવગુણોનો વિચાર ના કરીશ. બસ, તારા જેવા ગુણવાન પુરૂષો માતાના હૃદયને સમજી શકતા હોય છે. વિશેષ તો તને શું કહ્યું? દીક્ષા પ્રસંગે હું તને કંઈ આપી શકી ન હતી, માટે રત્નકંબલ મોકલી છે. એટલી વસ્તુ જરૂર સ્વીકારી લેજે...'
શિખીકુમારે વિચાર્યું : “માતાઓનાં હૃદય હમેશાં સ્નેહાસક્ત હોય છે. પરમાર્થને સમજી શકતાં નથી. છતાં માતા-પિતાના ઉપકારનો બદલો કોઈ રીતે વાળી શકાતો નથી...? તેમણે સોમદેવને કહ્યું :
સોમદેવ, ખરેખર હું માતાના કારણે વિરક્ત થયો નથી, માતાના કારણે ગૃહવાસ ત્યજ્યો નથી. મેં તો ગુરુદેવના ઉપદેશથી અને એમની આઠ-આઠ ભવોની આત્મકથા સાંભળીને વિરક્ત બનીને સાધુધર્મ સ્વીકાર્યો છે. માતા કારણ વિના દુઃખ લગાડે છે.. તમે એને કહેજો કે એ હૃદયમાં સંતાપ ના કરે. બીજો કોઈ વિકલ્પો ના કરે... બાકી કૌશામ્બી આવવા - ના આવવા અંગેનો નિર્ણય ગુરુદેવ જ કરશે. અને આ રત્નકંબલ ગ્રહણ કરવી કે ના કરવી, એનો નિર્ણય પણ ગુરુદેવ કરશે. તમે ગુરુદેવને પ્રાર્થના કરો, માતાની ભાવના જણાવો.'
સોમદેવ ગુરુદેવશ્રીની પાસે ગયા. ગુરુદેવને પ્રણામ કરી કહ્યું : “ભગવંત, હું કૌશામ્બીથી શિખીકુમારનાં માતાજીનો સંદેશો લઈ આવ્યો છું. તેઓએ કહ્યું છે કે આપ કૌશામ્બી પધારો. શિખીકુમારના વિરહથી તેઓ વ્યાકુળ છે. તેમનાં દર્શન થશે ત્યારે જ તેમને શાન્તિ થશે.'
મહાનુભાવ, માતાની ઇચ્છા પુત્રનાં દર્શન કરવાની હોય તે સ્વાભાવિક છે, અને માતાની ભાવનાને સફળ કરવાનું પુત્રનું કર્તવ્ય હોય છે. પરંતુ અત્યારે શિખીકુમાર સો સાધુઓને અધ્યયન કરાવી રહ્યા છે, અધ્યાપનનું કાર્ય પૂરું થયા પછી મુનિવરને કૌશામ્બી મોકલી શકીશ.”
ભગવંત, આપે ઉચિત કહ્યું. મને હર્ષ થયો. આપનો પ્રત્યુત્તર હું શિખીકુમારની માતાને સંભળાવીશ. પરંતુ આ રત્નકંબલ આપે ગ્રહણ કરવાની છે. માતાએ ખૂબ શ્રદ્ધા-ભક્તિથી મોકલી છે.'
મહાનુભાવ, આવું મૂલ્યવાન વસ્ત્ર અમારાથી ગ્રહણ ન કરી શકાય.'
પરંતુ ગુરુદેવ, જો આપ આ વસ્ત્ર ગ્રહણ નહીં કરો તો માતાનું હૃદય ખૂબ દુઃખ અનુભવશે. શિખીકુમાર માટે તેઓએ ખૂબ ભક્તિભાવથી મોકલ્યું છે.” શ્રી સમરાદિત્ય મહાકથા
8SE
For Private And Personal Use Only
Page #488
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિખીકુમાર પ્રત્યેના વાત્સલ્યથી પ્રેરાઈને ગુરુદેવે રત્નકંબલ ગ્રહણ કરી. સોમદેવને આનંદ થયો. ત્યાંનું જ્ઞાનધ્યાનમય વાતાવરણ તેને ગમી ગયું. તે કેટલાક દિવસ ત્યાં રોકાઈ ગયો, પછી કૌશામ્બી તરફ પ્રયાણ કર્યું.
૦ ૦ ૦ સોમદેવના ગયા પછી, આચાર્યશ્રી વિજયસિંહે શિખીકુમારને કહ્યું : “વત્સ, સોમદેવે કહેલો, તારી માતાનો સંદેશો... તને કેમ લાગ્યો?”
‘ગુરુદેવ, મને લાગ્યું કે... તેના જીવનની ઉત્તરાવસ્થામાં તેનું હૃદયપરિવર્તન થયું છે. મારા પ્રત્યેનો રોષ ચાલ્યો ગયો છે.. ને તે મને ચાહવા લાગી છે... બની શકે ને આવું પરિવર્તન?'
બની શકે શિખી, પરંતુ જાલિનીનું હૃદય પરિવર્તન મને શક્ય નથી લાગતું!” શાથી આવું અનુમાન કર્યું આપે?” “સાંભળ, જો એનું હૃદય પરિવર્તન થયું હોત તો એ જરૂર મહામંત્રીની સાથે અહીં આવી હોત! નહોતી આવી. એટલું જ નહીં, મહામંત્રીએ એના જીવન-પરિવર્તનની, હૃદયપરિવર્તનની વાત પણ મને નથી કરી! તને કરી હતી?”
ના જી, પિતાજીએ માતા અંગે એક અક્ષર પણ ઉચ્ચાર્યો ન હતો.' “એનો અર્થ શું થાય?”
આપે કર્યો એ જ અર્થ થાય.. તો પછી આવો ભાવપૂર્ણ સંદેશો અને રત્નકંબલ શા માટે મોકલ્યાં?'
એ જ પ્રશ્ન છે. એ ગંભીરતાથી વિચારવાની વાત છે.” શિખીકુમાર ગહન વિચારમાં પડી ગયા. ગુરુદેવે કહ્યું : ‘શિખીકુમાર, આપણે કૌશાંબી નથી જવાનું!” શિખીકુમારે આચાર્યદેવની સામે જોયું...
હા, નથી જવાનું! તારા પિતાજીએ મને કૌશામ્બીમાં જ તારી માતાનો વૃત્તાંત કહી સંભળાવ્યો હતો... તું ગર્ભાવસ્થામાં હતો ત્યારથી તારી માતા તને મારી નાંખવાના પ્રયત્નો કરતી આવી છે. એ તો તારો પ્રબળ પુણ્યોદય છે કે એ તને મારી શકી નથી. આવા વેરભાવને ધારણ કરનાર ગમે તે હોય, એના પર વિશ્વાસ ના કરાય. તારા પિતાજીએ મને કહેલું પણ ખરું કે, ‘શિખીને જો કોઈ ભય છે.. તો એની માતા તરફથી છે... આપ એની રક્ષા કરજો.'
“વત્સ, તું મારો પરમ વિનીત શિષ્ય તો છે જ, સાથે સાથે જિનશાસનનો મહાન પ્રભાવક છે. તું જિનશાસનની સંપત્તિ છે... તારી રક્ષા કરવી જ રહી. માટે તમે સહુ તમારા જ્ઞાન-ધ્યાનમાં લીન રહો.. હમણાં કૌશામ્બીને ભૂલી જાઓ.’
શિખીકુમારે ગુરુદેવને વંદન કરીને કહ્યું : “તહત્તિ!' ૪૭
ભાગ-૧ ૪ ભવ ત્રીજો
For Private And Personal Use Only
Page #489
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
TGS
લતા-ગુલ્મોથી ભરેલી વાંકી-ચૂંકી વીથીઓને પાર કરીને શિખીકુમાર એક વાવડીના કિનારે પહોંચ્યા. વાવડીમાં એક શતદલ કમલ ખીલ્યું હતું. એ કમલની ભીની-ભીની સુગંધ ત્યાં ફેલાઈ રહી હતી. વાવના કિનારે સઘન વૃક્ષોની છાયા હતી. તે શીતલ છાયામાં શિખી મુનીંદ્ર ક્ષણભર ચૂપચાપ ઊભા રહી ગયા. તેઓ વિચારી રહ્યા હતા, શા માટે મારે માતાનો ભય રાખવો જોઈએ? શા માટે ગુરુદેવ મારી આટલી બધી ચિંતા કરે છે?
ખેર, મનુષ્યને જેના પર પ્રેમ હોય છે તેની ચિંતા કરે જ છે. પિતાજીને મારા પર પ્રેમ છે માટે તેઓ મારી ચિંતા કરવાના, ગુરુદેવને મારા પર અત્યંત વાત્સલ્ય છે, એટલે તેઓ પણ મારી ચિંતા કરવાના, હું એમને કેમ કર્યું કે તમે મારી ચિંતા ના કરો. એ અવિનય કહેવાય... પરંતુ મારા મનને નથી ગમતું કે કોઈ મારી ચિંતા કરે.
સાચી વાત છે કે માતા મારા પ્રત્યે અકારણ દ્વેષ રાખે છે, અકારણ વેરભાવ રાખે છે. પરંતુ કોઈપણ કાર્ય, કારણ વિના નથી બનતું. ભલે, આ જનમમાં માતાના વેરભાવનું કોઈ કારણ નથી સમજાતું કે નથી દેખાતું. મારા કારણે માતાને કોઈ દુ:ખ થયું હોય કે માતાનો કોઈ સ્વાર્થ ઘવાયો હોય, તો તો સકારણ દ્વેષ થાય, સકારણ વેરભાવ જન્મે. એવું તો કંઈ થયું નથી.
અવશ્ય, પૂર્વજન્મોની કથામાં આ વેરભાવનું કારણ... કેષભાવનું બીજ પડ્યું હશે અને બીજ ધરતીમાં ઘરબાયેલું હોય, બહાર ના દેખાય. પૂર્વજન્મોની કથા તો હું કેવી રીતે જાણી શકું? હા, કોઈ તીર્થકર ભગવંતનું સાન્નિધ્ય મળી જાય... જેવી રીતે મારા ગુરુદેવને તીર્થંકર પરમાત્મા મળી ગયા હતા! અથવા તો કોઈ અવધિજ્ઞાની કે શ્રુતકેવલી મળી જાય તો પૂછી શકાય. જાણી શકાય કોઈ કારણ તો એના નિવારણનો ઉપાય શોધી શકાય. માતાનો પ્રગાઢ દ્વેષભાવ દૂર કરી શકાય. વેરભાવનાને તેના હૃદયમાંથી ઉખેડીને બહાર ફેંકી શકાય. તો એના ભવિષ્યના જન્મો સુખમય રહે.
જ્યાં સુધી એનું નિર્વાણ ના થાય ત્યાં સુધી એને સારા જન્મો મળતા રહે. નહીંતર એ બિચારી અજ્ઞાની માતા દુર્ગતિઓમાં જન્મ-મરણ કરતી રહેશે. પરવશપણે ઘોર વેદનાઓ સહતી રહશે.
એને જીવતાંય ના આવડ્યું. મરતાં પણ નહીં આવડે...! જે મનુષ્ય પોતાના જીવનકાળમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાન કરતો રહે છે... તેને મૃત્યુ સમયે પણ એવું જ આર્ત-રૌદ્ર ધ્યાન આવે છે... એ રિબાઈ રિબાઈને મરશે. મરીને દુર્ગતિમાં જશે...
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
Page #490
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જો હું કૌશામ્બી જાઉં... ગમે તે રીતે ગુરુદેવના મનનું સમાધાન કરીને જાઉં. તો માતાને પ્રતિદિન જિનવચનો સંભળાવીને, એનો દ્વેષભાવ નામશેષ કરી નાંખું જિનવચનોનો અચિંત્ય પ્રભાવ છે! જિનવચન પાપીને પુણ્યશાળી બનાવે છે. જિનવચન હિંસકને અહિંસક બનાવે છે.
આમેય માતાએ મને કૌશામ્બી આવવા માટે આગ્રહભરી પ્રાર્થના કરી છે. પોતાની ભૂલોનો પશ્ચાત્તાપ વ્યક્ત કર્યો છે.... મારા પ્રત્યે એણે ભક્તિ વ્યક્ત કરી છે... એટલે થોડું પણ હૃદયપરિવર્તન તો થયેલું હોવું જ જોઈએ.
ગુરુદેવને એમ લાગે છે કે માતાનો આ સંદેશો કપટપૂર્ણ હૃદયનો હોવો જોઈએ. માણસ હૃદયમાં વેર રાખીને બહારથી મૈત્રીનો દેખાવ કરી શકે છે. છલ-કપટમાં આવું જ હોય છે. પણ મને... આ જ વાત નથી સમજાતી કે માતા શા માટે છલકપટ કરે! હું લાખ વર્ષથી પણ વધારે વર્ષોથી માતાથી દૂર છું. એણે મને નથી જોયો, મેં એને નથી જોઈ.... વળી વિશેષમાં, હું તો એક સાધુ છું! સંસારના સર્વ પ્રપંચોથી દૂર. સંસારના સર્વ સંબંધોથી મુક્ત... શત્રુ-મિત્ર પ્રત્યે સમાન દૃષ્ટિ રાખનાર છું. અને માતા માટે કોઈની પણ આગળ હું અપ્રિય બોલ્યો નથી. હા, કોઈ પુરુષની સમક્ષ મેં માતાનો અવર્ણવાદ કર્યો હોય, માતા માટે અહિતકારી બોલ્યો હોઉં... અને એ પુરુષે જઈને માતાને કહ્યું હોય, તો હજુય માતાને મારા પર દ્વેષ થાય એવી કોઈ વાત જ નથી.
પિતાજી આવ્યા. તેમણે માતા અંગે કોઈ જ વાત ના કરી. માતા પિતાજી સાથે અહીં ના આવી... આ વાતનું કોઈ વિશેષ મહત્ત્વ મને નથી લાગતું. પિતાજીને મારા નિમિત્તે માતા પ્રત્યે અણગમો હતો જ. જ્યારથી એમને ખબર પડી હતી કે મારી માતા મને મારી નાંખવા પ્રયત્ન કરે છે, ત્યારથી એમને માતા પ્રત્યે નફરત થઈ ગઈ હતી. પરંતુ આ વાત લાખ વર્ષ પહેલાની છે. મારા ગૃહત્યાગ પછી માતાનો અને મારો કોઈ સંબંધ જ રહ્યો નથી. મારા મનમાં માતા સાથે નથી પ્રેમસંબંધ કે નથી દ્વેષસંબંધ. મેં સર્વ સંબંધોને મારા મન પરથી ધોઈ નાંખ્યા છે.
પરંતુ જિનવચન કહે છે કે સાધુ બન્યા પછી પણ, માતા-પિતાના ઉપકારો ભૂલવાના નથી. માતા-પિતાના શ્રેય માટે સાધુ બની ગયેલા પુત્ર પણ ઉચિત કર્તવ્યનું પાલન કરવાનું છે. આ લૌકિક સંબંધની વાત નથી, અલૌકિક સંબંધની વાત છે. મને વૈષયિક ભૂમિકા પર, માતા પ્રત્યે કોઈ જ મમત્વ નથી. આધ્યાત્મિક ભૂમિકા પર આકર્ષણ છે. માતાનું આત્મહિત કરવા માટે મન ખેંચાયા કરે છે. કારણ કે માતાએ પોતાના સંદેશામાં કહેવરાવ્યું છે કે, “તમે અહીં આવીને મારા યોગ્ય ધર્મ મને આપો.”
વૃક્ષઘટામાં બેઠેલી કોયલે ગાન શરૂ કર્યું. શિખીકુમાર એક શિલાખંડ ઉપર રજોહરણથી પ્રમાર્જન કરીને બેઠા. તેઓ આત્મચિંતનમાં ડૂબી ગયા.
શું હું કોઈ ભયથી આક્રાન્ત છું? ના, હું અભય છું. કારણ કે જે કંઈ ભૂત૪૭૨
ભાગ-૧ ભવ ત્રીજો
For Private And Personal Use Only
Page #491
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભવિષ્ય-વર્તમાન સંબંધી, બહાર કે અંદર, સ્થૂલ કે સૂક્ષ્મ, સારું કે ખોટું. દૂર કે નજીક રૂપ છે, રસ છે, ગંધ છે, તે મારાં નથી... કે તે હું નથી...! હું તો આત્માના અક્ષય આનંદ તરફ આગળ વધી રહ્યો છું. નામ અને રૂપ સાથેના આસક્તિના સંબંધો છેદાઈ ગયા છે. મારી તૃષ્ણાઓનો અંત આવી ગયો છે. મારા સર્વે ચિત્તવિકાર નાશ પામ્યા છે.”
શિખીકમાર મુનીન્દ્રના અંતસ્તલમાંથી જાણે એક પોકાર ઊઠ્યો : “તું શોકનિમગ્ન અને જરાપીડિત માતાની સામે જો. તારે તો વિશ્વના સર્વ જીવોને અમૃતનું દાન આપવાનું છે... તો માતાને શું તું અમૃત પ્રદાન નહીં કરે?”
જો માતાનો કર્મમળ અતિ અલ્પ હશે, એની બુદ્ધિ નિર્મળ હશે. એને આત્મભાવ સુબોધ્યા હશે અને પાપો તથા પરલોકનો એને ભય હશે. તો મારો ધર્મોપદેશ એનું જરૂર ઉત્થાન કરશે. તે જિનભાષિત તત્ત્વોને અવશ્ય ગ્રહણ કરશે...
અને કદાચ તેનો આત્મા કર્મમળથી ભારે હશે. બુદ્ધિ મલિન હશે. એનું ‘ચિત્ત દુબધ્ધ હશે. પાપ અને પરલોક તરફ નિરપેક્ષ હશે. તો મારા ઉપદેશની એને અસર નથી જ થવાની. ઉપાદાનની યોગ્યતા વિના, નિમિત્ત કારણો કંઈ કરી શકતાં નથી... પછી તો એ આત્માની ભવિતવ્યતા” જ એના પતન-ઉત્થાનમાં કારણ માનવાનું..
પરંતુ એક વાત નક્કી છે કે હું ગુરુદેવને નહીં કહું કે “મારે કૌશામ્બી જવું છે..' ગુરુદેવ સ્વયં જ્યારે કહેશે – “તારે કૌશામ્બી જવાનું છે. ત્યારે જ જઈશ. માતાના આવેલા સંદેશાની ગુરુદેવને ખબર છે. તેઓ જાણે છે અને તેમણે સ્પષ્ટ આજ્ઞા કરી છે કે, “અત્યારે તારે કૌશામ્બી નથી જવાનું...' એટલે નથી જ જવાનું. કારણ, જન્મદાતા માતા કરતાં પણ અધિક ઉપકાર કરનારા અને અધિક વાત્સલ્ય આપનારા મારા ગુરુદેવ છે! કેવો... અને કેટલો મહાન ઉપકાર છે એમનો મારા પર જ્યારે
જ્યારે એમના ઉપકારોને યાદ કરું છું.. ત્યારે મારો ગુરુપ્રેમ વૃદ્ધિ પામે છે. ગુરુદેવના પ્રેમમાં ડૂબેલો હું ખરેખર માતા-પિતાને ભૂલી જ ગયો હતો. મારે મન ગુરુદેવ જ મારાં માતા-પિતા છે! આ તો પિતાજીનું કૌશામ્બીથી આગમન થયું. અને પછી માતાનો સંદેશો આવ્યો... એટલે એ સહુ સ્મૃતિમાં આવી ગયા. એમાંય માતાના સંદેશાએ મને ભાવવિહ્વળ કરી દીધો.
શું આ મારી માનસિક નબળાઈ છે? હું વૈરાગી છું. છતાં આવી રીતે કોઈ પોતાની ભૂલો સ્વીકારીને પ્રાયશ્ચિત્ત માગે છે. કોઈ વિનમ્ર બનીને ધર્મ પામવા માટે આવે છે.. ત્યારે એના પ્રત્યે મારું હૃદય ભાવવિહ્વળ બની જ જાય છે. મારા મનમાં જો કે સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ છે. એ મૈત્રીભાવમાંથી તો આ ભાવાત્મક સંવેદનો નહીં પેદા થતા હોય ને?
પાપમાં પ્રવૃત્ત જીવો પ્રત્યે મારા મનમાં તિરસ્કાર નથી પેદા થતો, પરંતુ ધર્મમાં શ્રી સમરાદિત્ય મહાકથા
૪૭૩
For Private And Personal Use Only
Page #492
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવૃત્ત જીવો પ્રત્યે સદુભાવ જરૂર પ્રગટે છે! શું મારી જે ભૂમિકા છે, તે ભૂમિકાને અનુરૂપ છે આ ભાવ-સૃષ્ટિ?
મુનીન્દ્ર શિખીકુમારની વિચારધારા અટકી પડી. તેમને લાગ્યું કે કોઈ તેમની પાછળ આવીને ઊભું રહી ગયું છે. તેમણે પાછળ જોયું. બે બાળ મુનિ આગળ આવ્યા :
‘મસ્થ વંમ મવંત, આચાર્યભગવંતે આપને બોલાવવા અમને મોકલ્યા છે. ક્ષમા કરજો ભદંત, અમે આપના ધર્મચિંતનમાં વિક્ષેપ કર્યો.'
પરંતુ તમે ક્યારના આવીને અહીં ઊભા છો મુનિવરો?” “સંપ્રતિ!'
બંને બાળ મુનિઓના મસ્તકે હાથ મૂકી, વાત્સલ્ય વરસાવ્યું. અને તેઓ બાળ મુનિઓ સાથે ગુરુદેવ પાસે જવા ચાલ્યા.
મહાનુભાવો, તમને ખબર છે શું.... મને શા માટે ગુરુદેવે યાદ કર્યો?” હા જી, ભદંત, કૌશામ્બીથી કોઈ મહાનુભાવ પધારેલા છે...' કૌશામ્બીથી?’
હા જી ભદંત...” શિખીકુમાર વિચારમાં પડી ગયા. કોણ આવ્યું હશે કૌશામ્બીથી આ સમયે? કોઈ સામાન્ય વંદનાર્થી આવ્યો હોય તો ગુરુદેવ મને બોલાવે નહીં... વ્યક્તિ કોઈ મહત્ત્વપૂર્ણ હોવી જોઈએ. હું ગુરુદેવની અનુજ્ઞા લઈને જ આ પ્રદેશમાં આવ્યો હતો...'
ભદંત મુનીન્દ્ર, એ મહાનુભાવ પિતાજી સાથે આવ્યા હતા, અને આપની સાથે તત્ત્વચર્ચા કરી હતી.”
ઓહ... પિંગલદેવ આવ્યા છે? તો તો પિતાજીનો જ કોઈ સંદેશ લઈને આવ્યા હશે!' તેઓ ત્વરાથી ગુરુદેવ પાસે પહોંચી ગયા. ગુરુદેવને વંદના કરી, તેઓ ગુરુદેવની નિકટ બેઠા. ત્યાં પિંગલદેવે ઊભા થઈને શિખીકુમારને વંદના કરી. પિંગલ દેવના મુખ પર ઉદાસી છવાયેલી હતી. તેમની આંખો ભારે લાગતી હતી... જાણે કે કેટલીય રાતોના ઉજાગરા હોય તેવી.
આચાર્યદેવે કહ્યું : “વત્સ, આ સંસારમાં જન્મ-જીવન અને મૃત્યુની ઘટમાળ ચાલે જ છે ને?”
હા ભગવંત, અનંતકાળથી ચાલે છે..” “સુજ્ઞ પુરુષો એમાં રાગ દ્વેષ કરતા નથી. હર્ષ કે ઉદ્વેગ તેઓને સ્પર્શી શકતા નથી.” “સત્ય છે આપની વાત ભગવંત...'
શિખીકુમાર, એક સચ્ચરિત્ર સપુરુષ મૃત્યુને વરતાથી ભેટ્યો છે. એણે મૃત્યુને મહોત્સવ બનાવ્યું છે...” આચાર્યદેવ થોડી ક્ષણો મૌન રહ્યા. શિખીકુમાર પણ મૌન રહ્યા, ૪૭૪
ભાગ-૧ % ભવ ત્રીજો
For Private And Personal Use Only
Page #493
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘શિખી, મહાભાગ પિંગલદેવ સમાચાર લઈને આવ્યા છે કે બ્રહ્મદત્ત સમાધિમૃત્યુને
વર્ષા છે....
*વક્?’
‘આયુષ્યમાન્, બ્રહ્મદત્તના મૃત્યુ-મહોત્સવનો વૃત્તાંત તું પિંગલદેવના મુખે જ સાંભળ.’
શિખીકુમારે પિંગલદેવની સામે જોયું. પિંગલે કહ્યું :
‘મુનિશ્રેષ્ઠ, અમે અહીંથી ગયા, કૌશામ્બી પહોંચ્યા... ત્યારથી મહામંત્રી અસ્વસ્થ હતા. તેમના શરીરમાં અશક્તિ આવી હતી. અશક્ત શરીરને રોગોએ ઘે૨ી લીધું. તેઓએ મને કહ્યું :
‘પિંગલ, હવે આ માટીનું ઘ૨ જૂનું થયું છે... જીર્ણ થયું છે... ક્યારે પણ એ તૂટી પડે... એ પૂર્વે મારે મારા આત્માને ઉપશાન્ત કરવો છે. મારા કષાયો ઉપશાન્ત થઈ જાય... બસ, હું શ્રી નવકારમંત્રના ધ્યાનમાં આ દેહ છોડી જાઉં...'
મેં તેઓને કહ્યું : ‘આપ ઉપશાન્ત છો... આપ આ પરિવારને, આ રાજ્યને... અને આ દેહને ભૂલી જાઓ... અને વિશુદ્ધ આત્માને જુઓ... આ જગત મિથ્યા છે. કલ્પના છે... સ્વપ્ન છે. હે પૂજ્ય, સ્વપ્ન પૂરું થવામાં છે... ત્યારે આત્મભાવમાં લીન થાઓ...’
ત્યારે તેઓએ કહ્યું : ‘પિંગલ, મને એક વ્યક્તિ સિવાય બીજું કોઈ યાદ નથી આવતું... મારી સ્મૃતિમાં એક માત્ર શિખીકુમાર છે... એ મહાત્માના પ્રશાન્ત મુખને હું ભૂલી શકતો નથી... મને મૃત્યુનો ભય નથી... જીવનનો મોહ નથી... દુનિયાની કોઈ માયા નથી... મારી ચારે બાજુ પ્રકાશ... પ્રકાશ ફેલાયો છે...’
શિખીકુમારની આંખો ભીની થઈ... પિંગલે કહ્યું : ‘મહામંત્રી પ્રતિદિન મારી સાથે આવી વાતો કરતા રહેતા. એમની પાસે રાત-દિવસ હું રહેતો હતો. મહારાજાથી માંડીને નગરના સામાન્ય પ્રજાજનો મહામંત્રીની કુશળતા પૂછવા આવતા હતા. સહુના હૃદયમાં દુઃખ હતું... કારણ કે મહામંત્રીએ પ્રજાનાં દુઃખો દૂર કરવાનો જીવનભર પુરુષાર્થ કર્યો હતો. તેઓ પરોપકાર-પરાયણ હતા... લગભગ એક માસ તેઓ રોગશય્યા પર રહ્યા. શરીરમાં વેદનાઓ શરૂ થઈ ગઈ હતી, છતાં તેમના મુખ પર વેદનાની એક રેખા પણ ઊપસી આવી ન હતી...
છેલ્લા દિવસે પ્રભાતે મને કહ્યું : ‘પિંગલ, મને કોઈ હર્ષ કે શોક નથી... મને કોઈ સુખ-દુઃખનો વિચાર નથી. હું સ્વસ્થ છું. આજે હું અન્ન-પાણી ગ્રહણ નહીં કરું... હું અરિહંત પરમાત્માના ધ્યાનમાં લીન બનું છું...
મારું દેહબંધન તૂટી જાય... પછી તમે કોઈ શોક ના કરશો. કારણ કે હું મૃત્યુને વશ નથી થતો, મૃત્યુને ભેટું છું... મારું મૃત્યુ મહોત્સવરૂપ બનશે... બસ, એક કામ કરજે...
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
894
Page #494
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારા મૃત્યુ પછી તું શિખીકુમાર પાસે જજે. તેમને કહેજે કે તમારા પિતાએ મૃત્યુને મહોત્સવરૂપ બનાવ્યું છે... એમને મારી વંદના કહેજે. ગુરુદેવને પણ મારી વંદન કહેજે. બસ, પછી તેઓ સમાધિસ્થ થઈ ગયા. મધ્યાહ્નકાળે તેઓ કાળધર્મ પામ્યા.
મહારાજા આવ્યા. પ્રધાનમંડળ આવ્યું. અને લાખો પ્રજાજનોથી કૌશામ્બીના રાજમાર્ગો ઊભરાઈ ગયા. અશોકવનમાં... કે જ્યાં આપે મહાપ્રવ્રજ્યા સ્વીકારી હતી, તે સ્થળે તેઓનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. સમગ્ર નગરમાં ઘેરા શોકનું વાતાવરણ સર્જાઈ ગયું.
આપની માતાનો કલ્પાંત જોયો જતો ન હતો. તેઓએ દિવસો સુધી અન્ન-પાણી ગ્રહણ ન કર્યું. રુદન કરી-કરીને તેઓની આંખો સૂજી ગઈ... મુખ પર ઘેરી વૃદ્ધાવસ્થા આવી ગઈ... જાણે કે દેહવેલડી સંપૂર્ણ કરમાઈ ગઈ... એમની આસપાસ અનેક સ્ત્રીઓ બેઠેલી જ રહે છે. તેમને સતત આશ્વાસન આપે છેપરંતુ તેમને ચેન નથી... સ્વસ્થતા નથી... સતત વલોપાત જ વલોપાત રહે છે...
મારી તો વાત જ શું કરું? નથી રહી શકાતું કે નથી કરી શકતું. જીવનમાં સૂનકાર વ્યાપી ગયો છે. જીવનનો મોહ મરી પરવાર્યો છે... ઘર... શેરી... નગર.... બધું જ શૂન્ય ભાસે છે...'
આચાર્યશ્રી વિજયસિંહે કહ્યું : “પિંગલદેવ, તમે સુજ્ઞ પુરુષ છો. સંસારની વાસ્તવિકતા તમે જાણી છે, વિચારી છે. જન્મ અને મૃત્યુના તત્ત્વજ્ઞાનને આત્મસાત્ કર્યું છે... તમારે વહેલામાં વહેલી તકે શોકમુક્ત થવું જોઈએ. શોક મુક્ત થઈને એવું જીવન જીવવું જોઈએ કે મહાત્મા બ્રહ્મદત્ત જેવું સમાધિમૃત્યુ પ્રાપ્ત થાય. જીવનની સફળતા સમાધિ-મૃત્યુમાં રહેલી છે, અને સદ્ગતિની પ્રાપ્તિ સમાધિમૃત્યુથી જ થાય છે.'
હે શ્રમણો અને શ્રમણીઓ, આપણે તો પ્રતિપળ સમાધિમરણની અભિકાંક્ષા સાથે જ વિચારવાનું છે. ભલેને આ પળે જ મૃત્યુ આવે, આપણે નિર્ભયતાથી સમાધિપૂર્વક તેને ભેટીએ. એક વાત ના ભૂલશો કે મૃત્યુ નિશ્ચિત છે! કષાયોનો ઉપશમથી જ ચિત્તસમાધિ પ્રાપ્ત થાય છે. માટે ક્રોધ, માન, માયા અને લોભને ઉપશાત્ત કરો. એ માટે ક્ષમા, નમ્રતા, સરળતા અને નિલભતાને આત્મસાત કરો.
હે મુનિશ્રેષ્ઠ શિખી, તમારા જેવા પુત્રરત્નને પામીને ખરેખર, બ્રહ્મદત્ત જીવન જીતી ગયા. એમના મૃત્યુને શોક તમારા પ્રબુદ્ધ આત્માને આર્તધ્યાન નહીં કરાવી શકે. જીવનની અનિત્યતાનું ચિંતન તમને ધર્મધ્યાનમાં જોડી રાખશે. તમારા કપાયો ઘણા-ઘણા ઉપશાંત થઈ ગયા છે. તમે તમારા આત્માને વશ કર્યો છે..
હે આયખાનું, તમારી માતાના શોકને દૂર કરી ધર્મધ્યાનમાં જોડવા માટે તમારે કિશામ્બી તરફ પ્રયાણ કરવાનું છે...” ૪૭છે.
ભાગ-૧ ૪ ભવ ત્રીજો
For Private And Personal Use Only
Page #495
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[Y G૮]
એક શત મુનિવરોની સાથે શિખીકુમાર આચાર્યે કૌશામ્બી તરફ પ્રયાણ કર્યું. ગુરુદેવશ્રી વિજયસિંહ પ્રિયંકરા નગરીમાં રોકાયા.
કૌશામ્બીના “મેઘવન' નામના રમણીય ઉદ્યાનમાં શિખીકુમારે સ્થિરતા કરી. મહારાજા અજિતસેનને વનપાલકે વધાઈ આપી :
મહારાજા, આજે પ્રભાતે શિખીકુમાર મહામુનિ એક શત મુનિવરો સાથે મેઘવનમાં પધાર્યા છે. જેમ તારાઓમાં ચંદ્ર શોભે તેમ મુનિર્વાદમાં તેઓ શોભી રહ્યા છે.' રાજા અજિતસેને હર્ષિત થઈને વનપાલકને પ્રીતિ-દાન આપ્યું. પાસે રહેલા રાજપુરુષને આજ્ઞા કરી :
નગરમાં ઘોષણા કરાવી દો કે મહામંત્રી બ્રહ્મદત્તના સુપુત્ર અને કૌશામ્બીના શાગાર મહા મુનીશ્વર શિખીકુમાર મેઘવનમાં પધાર્યા છે. સહુ નગરજનો તેઓના દર્શન-વંદન કરી આનંદિત થાય. તેઓનો ઉપદેશ સાંભળી સહુ ધન્ય બને.”
નગરમાં ઘોષણા ચાલુ થઈ ગઈ. નગરમાં હર્ષ રમણે ચડ્યો. લોકોએ બધાં કામ પડતાં મૂકી દીધાં. સુંદર વસ્ત્રો ધારણ કર્યો અને પોતપોતાના વાહનોમાં બેસી મેધવન તરફ ચાલવા લાગ્યા. ઘણા લોકો પગપાળા ચાલવા લાગ્યા. મહારાજા અજિતસેન, પટ્ટરાણી વસંતસેના સાથે હાથી પર બેસીને અનેક રાજપુરુષો અને નગરના અગ્રગણ્ય શ્રેષ્ઠીઓ સાથે મેઘવન તરફ ચાલ્યા.
જોતજોતામાં મેઘવન હજારો સ્ત્રી-પુરુષોથી છલકાવા લાગ્યું. વસંતોત્સવ જેવું વાતાવરણ રચાઈ ગયું. જનસમુદાયે મુનીન્દ્ર શિખીકુમારને ભાવપૂર્વક વંદના કરી. મહારાજા અજિતસેને સપરિવાર આવીને શિખીકુમારને હર્ષિત વદને... પ્રફુલ્લિત નયને વંદના કરી. કુશલપૃચ્છા કરી. ત્યારબાદ મુનિરાજે ત્યાં ઉપસ્થિત જનસમુદાયને ધર્મદેશના આપી..
આષાઢી મેઘની ગર્જના જેવી ગંભીર, મધુ-સાકર અને શેરડી જેવી મધુર
ગોપાંગનાઓ પણ સમજી શકે તેવી સરળ... સહુ શ્રોતાઓ રોમાંચિત થયા. આકર્ષિત થયા અને ધર્માભિમુખ થયા. દેશના પૂર્ણ થઈ. ધીરેધીરે જનસમૂહ વિખરાવા માંડ્યા. જેઓ મહામંત્રી બ્રહ્મદત્તનાં સ્વજનો હતાં, નિકટના મિત્રો હતા તેઓ રોકાયા. શિખીકુમારની નિકટ બેસી ગયા. એક પછી એક સ્વજનોએ બ્રહ્મદત્તના ગુણો, ઉપકારો અને બુદ્ધિચાતુર્યની પ્રશંસા કરવા માંડી. સહુનાં હૃદય ગદ્ગદ બન્યાં. સહુની આંખો ભીની બની. નગરશ્રેષ્ઠીએ કહ્યું : શ્રી સમરાદિત્ય મહાકથા
૭
For Private And Personal Use Only
Page #496
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હે મુનીન્દ્ર, આપ યથા સમયે અહીં પધાર્યા છો. આપના પધારવાથી આપની જનનીને, કે જે અતિ વ્યથિત છે. અતિ વ્યાકુળ છે અતિ વ્યગ્ર છે, તેને આશ્વાસન મળશે. આપના અમૃતમય વચનોથી એના સંતપ્ત હૃદયને શાતા મળશે એની વ્યગ્રતા દૂર થશે. એને આપ ધર્મનો માર્ગ ચીંધીને, એના જીવનને ધર્મમય બનાવી શકશો.”
શિખીકુમાર બોલ્યા : “હે નગરશ્રેષ્ઠી, આ જ હેતુથી, પૂજ્ય ગુરુદેવે મને અહીં મોકલ્યો છે. દુષ્પતિકાય માતાના ઉપકારનો બદલો આ રીતે યહૂકિંચિત્ પણ વાળી શકાશે. હું આવતીકાલે માતાની પાસે જવાની ભાવના રાખું છું.”
૦ ૦ ૦ માત્ર એક મુનિને સાથે લઈને શિખીકુમાર મુનીન્દ્ર, મહામંત્રીની હવેલી તરફ ચાલ્યા.. હવેલીનાં દ્વારમાં પ્રવેશ કર્યો ત્યાંનો નિર્જન ભાવ અને સૂનકાર... જોઈને મુનિશ્રેષ્ઠનું મન ભરાઈ આવ્યું. જાણે કે શતાબ્દીઓથી ત્યાં કોઈ રહેતું જ ના હોય... તેઓ હવેલીના એક પછી એક ખંડ વટાવતા આગળ વધ્યા. ત્યાં એક પરિચારિકા પાણીના ઘડા સાથે સામે મળી. તેણે ક્યારેય શિખીકુમારને જોયા ન હતા. થોડા વર્ષોથી જ તે આ હવેલીમાં આવી હતી. તેણે નમસ્કાર કરીને કહ્યું : “આપ કોણ છો અને અહીં શા માટે આવ્યા છો? શું આપ નથી જાણતા કે આર્યા જાલિનીની આજ્ઞા સિવાય કોઈ અહીં આવી શકતું નથી?
ભદ્ર, આર્યા જાલિનીના નિમંત્રણથી જ અમે અહીં આવ્યા છીએ. તું અમને આર્યા જાલિની પાસે લઈ જઈશ?”
કદાચ આમંત્રણ પૂર્વે આપ્યું હશે, મહામંત્રીના દેહાવસાન પછી આર્યા જાલિની કોઈ પક્ષને મળતાં નથી.”
ભદ્ર, મારું નામ શિખીકુમાર છે જા આર્યા જાલિનીને કહે કે શિખીકુમાર તમને મળવા ચાહે છે.”
શિખીકુમાર? શું આપ શિખીકુમાર છો?' પરિચારિકાએ પુનઃ પ્રણામ કર્યા ને તે જાલિનીના ખંડ તરફ દોડી ગઈ અને તરત જ પાછી આવી. શિખીકુમાર તેની પાછળ-પાછળ ચાલ્યા. જાલિનીના ખંડમાં પ્રવેશ કર્યો.
ખંડ સ્વચ્છ હતો. તેમાં કોઈ જ રાચરચીલું ન હતું. એક ચટાઈ ઉપર આર્યા જાલિની અધોમુખી બેઠી હતી. તેણે શ્વેત વસ્ત્ર પહેર્યા હતાં. પદધ્વનિ સાંભળતાં તેણે આંખો ઊંચી કરીને જોયું એના હોઠ ફફડચા. બે હથેળીથી તેણે આંખો લૂછી ધારીધારીને તે જોવા લાગી. પછી સ્વગત બોલવા લાગી.. કોણ તું શિખી? ઓ ... તને ઓળખું છું પુત્ર.”
શિખીકુમાર માતાને ઓળખી જ ના શક્યા જાલિની ઊભી થઈ. શિખીકુમાર ૪૭૮
ભાગ-૧ ( ભવ ત્રીજો
For Private And Personal Use Only
Page #497
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હતપ્રભ.. વિમૂઢ બની ગયા. જાલિની ઊભી થઈ... બે હાથ પહોળા કરી તે શિખીકુમાર તરફ ધસી આવી. તેનાં આંખોમાંથી અવિરત અશ્રુધારા વહેવા લાગી.... શિખીકુમાર બોલ્યા : “આર્યા જાલિની, હું શિખીકુમાર, તમારા નિમંત્રણથી અહીં આવ્યો છું....'
નહીં, નહીં, આર્યા જાલિની નહીં, મા કહો વત્સ!” ‘પરંતુ...”
મા કહો વત્સ, મા કહો! શિખી, લાખ-લાખ વર્ષથી આ શબ્દ સાંભળવા તલસી રહી છું વન્સ. જાલિનીનો કરુણ સ્વર, તેની ભાવભંગી અને કાકલૂદીથી વિવશ બનેલા શિખીકુમારના મુખમાંથી શબ્દ નીકળી ગયો “મા...!'
“ઓહ, વત્સ... હું ધન્ય થઈ આજે લાખ-લાખ વર્ષની પ્રતીક્ષા પછી આજે. મૃત્યુના કિનારે જ્યારે ઊભી છું ત્યારે મને આ શબ્દ સાંભળવા મળ્યો.. પુત્ર, મારો સંદેશો સાંભળીને તું અહીં આવ્યો તેથી મારા હર્ષની કોઈ સીમા નથી. જોકે વત્સ, તારો સંયોગ તારા વત્સલ પિતા સાથે ન થઈ શક્યો. એનું તને દુઃખ હશે. પરંતુ કાળની ગતિ વિચિત્ર છે. તેઓ અલ્પ માંદગીમાં જ ચાલ્યા ગયા... મને એકલીઅલી છોડીને. હવે આ સંસારમાં મારું કોણ? કોઈ નહીં. તે આ હવેલી જોઈને વલ્સ? કેવી વેરાન ઉજ્જડ થઈ ગઈ છે? મારું જીવન પણ વેરાન-ઉજ્જડ થઈ ગયું..”
જાલિની રુદન કરવા લાગી.
મુનીન્દ્ર શિખીકુમારને બેસવા પરિચારિકા એક કાષ્ઠાસન લઈ આવી. શિખીકુમાર આસન પર બેઠા. સાથેના મુનિ શિખીકુમારની પાછળ ભૂમિ પર આસન પાથરીને બેઠા.
શિખીકુમારે ધીર ગંભીર સ્વરમાં કહ્યું: “માતા, તમે રુદન ના કરો. શોક ના કરો, તમે જાણો છો કે સંયોગો ગમે ત્યારે વિયોગમાં પરિણમે છે. જે મનુષ્ય પ્રિયજનોના સંયોગોને શાશ્વત સમજીને જીવે છે, તે વિયોગના સમયે અત્યંત દુઃખી થાય છે. એટલે તીર્થકરો કહે છે કે સંયોગજન્ય પદાર્થોમાં આસક્તિ કરવી નહીં. સંયોગજન્ય સુખોમાં મમત્વ કરવું નહીં, કે જેથી એ સુખો ચાલ્યાં જાય ત્યારે દુઃખ ના થાય.
માતા, આપણો જીવ એકલો જન્મે છે ને એકલો મરે છે. તો પછી, જન્મ અને મૃત્યુ વચ્ચેના જીવનમાં શા માટે બીજા જીવોનો સંયોગ કરે છે? શા માટે સંયોગોનાં બંધનો બાંધે છે? માતા, તમે મનમાં ભૂતકાળમાં સંયોગજન્ય સુખોની સ્મૃતિ જ ના કરો. આત્માના એકત્વનું ચિંતન કરો : “મારો આત્મા એકલો છે. મારું કોઈ નથી. હું કોઈની નથી.' આ રીતે તમારા આત્માનું તમે અનુશાસન કરો. એનાથી તમારું દુઃખ દૂર થશે. તમે સ્વસ્થ બની ધર્મ આરાધનામાં ઉજમાળ બની શકશો.
જેવી રીતે સંયોગજન્ય સુખોમાં રાગ નથી કરવાનો, એવી રીતે જીવન પ્રત્યે પણ અનુરાગી નથી બનવાનું. જીવનનો મોહ નથી કરવાનો. કારણ કે જીવન વીજળીના જેવું ચંચળ છે. દાભના ઘાસ પર રહેલા ઓસબિંદુ જેવું છે. પવનનો ઝપાટો આવતા શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
Page #498
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેમ ઘાસ પરથી ઓસબિંદુ સરી પડે છે, તેમ કાળનો ઝપાટો આવતાં જીવન સમાપ્ત થઈ જાય છે.'
શિખીકુમારના મુખમાંથી તસ્વામૃતની ધારા વહી રહી હતી, કાલિનીના હૃદયમાં દ્વેષની આગ સળગી રહી હતી.. એ તો “આ શિખીને કેવી રીતે મારી નાંખવો...' એની યોજના વિચારી રહી હતી! શિખીકુમારનો એક શબ્દ પણ એ સાંભળતી ન હતી, સાંભળવાનો માત્ર અભિનય કરતી હતી. એનું રુદન, એનો કલ્પાંત... બધું જ અભિનય હતું... કપટ હતું. નર્યો પ્રપંચ હતો.
શિખીકુમાર એના અભિનયને વાસ્તવિક સમજી રહ્યા હતા. એના બાહ્ય વ્યવહારને, બાહ્ય દેખાવને સત્ય માની રહ્યા હતા. જાલિનીના હૃદય પર એમને કોઈ શંકા રહી ન હતી : “પિતાજીની મૃત્યુથી ખરેખર, માતા અત્યંત વ્યથિત છે... અને મારા પ્રત્યે હવે એના ચિત્તમાં કોઈ દુર્ભાવ નથી રહ્યો. એ હવે મને ચાહે છે. છેવટે, મને જન્મ આપનારી મા છે ને! માનું હૃદય સદૈવ પોતાનાં સંતાનો પ્રત્યે પ્રેમ ભરેલું હોય છે... એ તો મારો જ કોઈ પાપકર્મનો ઉદય હતો, કે જેના કારણે પૂર્વાવસ્થામાં એને મારા પ્રત્યે અણગમો થઈ ગયેલો.. એ પાપકર્મનો ક્ષય થઈ ગયો. એટલે માતાનો વેષ દૂર થઈ ગયો અને સદ્ભાવ જાગ્રત થઈ ગયો. હું એને પ્રતિદિન જિનવચનો સંભળાવીશ. એના ઉદાસ થઈ ગયેલા હૃદયને પ્રફુલ્લિત કરી દઈશ. શોકકુલ ચિત્તને હર્ષથી ભરી દઈશ.... અને મોક્ષમાર્ગની આરાધિકા બનાવી દઈશ! એના આત્માની યોગ્યતા પરિપક્વ થઈ ગયેલી લાગે છે. જરૂર તેના આત્મામાં જિનવચનો પરિણત થશે.' શિખીકુમારની આ વિચારધારા હતી. માતાના ઉપકારોનો બદલો વાળવાની તીવ્ર ભાવના હતી...
શિખીકુમારે કહ્યું : “માતા, હવે અનુમતિ આપો. અમે મેઘવનમાં સ્થિરતા કરી છે. ત્યાં જઈશું. પુનઃ આવતી કાલે અહીં આવીશું જ્યાં સુધી કૌશાંબીમાં સ્થિરતા રહેશે ત્યાં સુધી પ્રતિદિન અહીં આવીને તમને જિનવચનો સંભળાવીશ.'
જાલિની વિહ્વળ બની ગઈ. “વત્સ, શું તું જવાની વાત કરે છે? મેઘવનમાં રહેવાની વાત કરે છે? ના, ના, તું આ હવેલીમાં જ રહે.”
માતા, મારી સાથે એક સો મુનિવરો છે. અમારા માટે મેઘવનમાં રહેવું જ ઉચિત છે.”
પુત્ર, આ હવેલી ઘણી મોટી છે. સો નહીં, પાંચસો માણસો પણ આ હવેલીમાં રહી શકે છે.” “માતા અમારી સાધુજીવનની મર્યાદાઓનું પાલન અહીં ના થઈ શકે.”
પરંતુ વત્સ, તું અહીં રહીશ તો મારા મનને શાંતિ મળશે.. મારી ખાતર શું તું અહીં ના રહી શકે?'
હું પ્રતિદિન અહીં આવીશ. દિવસે અહીં રહીશ... રાત્રિ મેઘવનમાં રહીશ.” શિખીકુમાર ઊભા થયા. જાલિનીએ ઊભા થઈને વિદાય આપી. હવેલીના ધાર ४८०
ભાગ-૧ * ભવ ત્રીજો
For Private And Personal Use Only
Page #499
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુધી મૂકવા આવી. ધર્મલાભ” નો આશીર્વાદ આપી શિખીકુમાર મેઘવન તરફ ચાલી નીકળ્યા.
જાલિન રાજી થઈ હતી શિખીકુમારના આગમનથી. તેણે મનમાં વિચાર્યું : “આ વખતે હું એ મારા શત્રુને મારીને જ રહીશ. હવે એ જીવતો નહીં જઈ શકે... પરંતુ એને મારવા માટે હજુ મારે એનો વધારે વિશ્વાસ સંપાદન કરવો પડશે.
એ સાધુ છે. સર્વજનપ્રિય છે. એટલે પ્રગટ રીતે તો એને મારી નહીં શકાય. કપટ જ કરવું પડશે. ઉપાય શોધવો પડશે... જ્યાં સુધી ઉપાય નહીં જડે ત્યાં સુધી મારે એનો ધર્મોપદેશ સાંભળવાનો દેખાવ કરવો પડશે. જો કે મને કંટાળો જ આવે છે... ઉપદેશ સાંભળવામાં... છતાં ભલે એ બોલતો રહે. હું મારે મારા વિચારો કરતી રહીશ.. એક દિવસ જરૂર ઉપાય જડી જશે,
બીજા દિવસે પણ દિવસના બીજા પ્રહરના પ્રારંભમાં શિખીકુમાર જાલિની પાસે પહોંચી ગયા. બીજા દિવસે જાલિની સ્વસ્થ હતી. દ્વાર પર ઊભી હતી. એણે મુનીન્દ્રનું સ્વાગત કરીને કહ્યું : “વત્સ, તું સાચે જ મારો માતૃભક્ત પુત્ર છે. તું મારા ભૂતકાળના અપરાધોને ભૂલી ગયો છે. મને તેં ક્ષમા આપી છે... મારા હૈયામાં તારા પ્રત્યે હેતનાં ઘોડાપૂર આવ્યાં છે.!'
શિખીકુમારે કહ્યું : “માતા, તમે પુત્રવત્સલ છો. શું થાય? મારા જ કોઈ પાપકર્મના ઉદયથી, પૂર્વાવસ્થામાં મારા પ્રત્યે આપને દ્વેષ થયેલો. અભાવ જાગેલો.... આપનો કોઈ જ દોષ ન હતો. આપની કોઈ જ ભૂલ ન હતી. મારાં એ પાપકર્મ નાશ પામ્યાં, એટલે આપના હૃદયમાં મારા પ્રત્યે વાત્સલ્ય પ્રગટ્યાં માતા, આ સંસારમાં અનંતકાળથી જીવોને ભટકાવનારાં આ પાપકર્મો જ છે. સર્વ જીવો કર્મવશ છે. કર્મવશ હોવાના કારણે ચૌદ રાજલોકમાં ભટકી રહ્યા છે. માટે કર્મોનો નાશ કરવાનો પુરુષાર્થ કરવો જોઈએ. ધર્મથી કર્મ નાશ પામે છે. માટે માતા, તારે ધર્મપુરુષાર્થ કરવો જોઈએ.'
વત્સ, તારી વાત સાચી છે. તું મને કહે તે ધર્મ કરું. હા, હું સાધુધર્મ સ્વીકારવા શક્તિમાન નથી. એ સિવાય તું કહે તે વ્રત... નિયમ ગ્રહણ કરું, તું કહે તે તપશ્ચર્યા કરું. મારે મારાં પાપકર્મોનો નાશ કરવો જ છે...”
જલિનીનાં વચનો સાંભળીને શિખીકુમાર ભાવવિભોર થઈ ગયા.. જોકે માતાનાં ઘણાં પાપકર્મો નાશ પામ્યાં લાગે છે... એટલે જ તેમને આવા શુભ ભાવો પ્રગટ્યા છે. તેઓ વ્રત-નિયમ ગ્રહણ કરવા તત્પર બન્યાં છે. મારું અહીં કૌશામ્બીમાં આવવું સફળ થયું છે.”
માતા, ધર્મપુરુષાર્થ કરવાની તમારી તત્પરતા જાણીને મને પાર વિનાનો હર્ષ થયો છે. તમે શ્રાવિકા બનો.' શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
Page #500
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘કેવી રીતે વત્સ હું શ્રાવિકા બનું?”
‘સર્વજ્ઞ-વીતરાગ પરમાત્મા પ્રત્યે, નિગ્રંથ સાધુ પુરુષો પ્રત્યે અને જિનભાષિત ઘર્મ પ્રત્યે તમે શ્રદ્ધાવાન બનો. પછી તમે અણુવ્રતો ગ્રહણ કરો.”
* શિખીકુમારે જાલિનીને વ્રતો સમજાવ્યાં. છે જાલિનીએ વ્રતોને અંગીકાર કર્યો. * શિખીકુમારને જાલિની પ્રત્યે પૂર્ણ વિશ્વાસ થઈ ગયો.
જાલિનીએ કહ્યું : “વત્સ, તેં મારા પર ઉપકાર કર્યો. મારું શેષ જીવન તેં સુધારી દીધું.. મારો પરલોક સુધારી દીધો... હું ગ્રહણ કરેલાં વ્રતોનું દઢતાથી પાલન કરીશ, વત્સ તેથી મારાં પાપકર્મો નાશ પામશે ને?”
અવશ્ય, ધર્મથી જ કર્મ નાશ પામે છે. માતા, તમે સર્વ કર્મોનો નાશ કરી, તમારા આત્માને વિશુદ્ધ કરશો. સર્વે દુઃખોનો અંત આવી જશે. સર્વ સુખો-શ્રેષ્ઠ સુખો તમે પ્રાપ્ત કરશો.”
“વત્સ, તું સાધુ છે. તારાં વચનો સિદ્ધ થાઓ. પુત્ર, આજે હું આનંદિત થઈ છું. મારી એક ઈચ્છા જો તું પૂર્ણ કરે... તો હું વિશેષ આનંદિત થઈશ.'
મારી સાધુજીવનની મર્યાદામાં જો શક્ય હશે તો તમારી ઇચ્છા અવશ્ય પૂર્ણ કરીશ.”
“વત્સ, તારી આ વાત મને ગમતી નથી. માતાની ઈચ્છા પૂર્ણ કરવામાં... મર્યાદાનો વિચાર કરવાનો ના હોય.. મારી ઈચ્છા છે કે તું અહીં જ ભોજન કર, તારી સાથે આવેલા સર્વ સાધુઓ અહીં ભોજન કરો. બસ, મારી આટલી જ ઇચ્છા છે.”
“માતા, પુત્રને ભોજન આપવાની ઇચ્છા માતામાં હોય જ, પરંતુ હું તમારો પુત્ર જ નથી. સાધુ પણ છું! સાધુઓ આ રીતે એક ઘરમાં ભોજન ના કરે. તેઓ તો માધુકરી વૃત્તિથી ભોજન ગ્રહણ કરે, અને યોગ્ય ભૂમિમાં ભોજન કરે. એટલે તમે તમારો આગ્રહ છોડી દો. હા, તમારા ઘરમાંથી તમારા હાથે અમે આહાર ગ્રહણ કરી શકીએ.”
“વત્સ, તું માતાના હૃદયની ભાવનાને કાં તો સમજી શકતો નથી. કાં તારા હૃદયમાં માતૃભક્તિ નથી... નહીંતર આવી અભાગણ માતાની આટલી ઇચ્છા તું જરૂર પૂરી કરત... ખેર, જેવી તારી મરજી... વધારે આગ્રહ કરીને, મારે તારું મન દુભાવવું નથી. તું પ્રતિદિન અહીં આવે છે... મને ધર્મનો ઉપદેશ આપે છે... સ્નેહભરી વાતો કરે છે... એ જ ઘણું છે.”
જાલિની, શિખીકુમારને ફસાવવા પોતાની જાળ બરાબર પાથરી રહી હતી. સરલ... ભદ્રિક શિખીકુમાર એ જાળમાં ફસાવાનો વિચાર કરવા લાગ્યા!
૪૮૨
ભાગ-૧ # ભવ ત્રીજો
For Private And Personal Use Only
Page #501
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
L GET
શિખીકુમાણ મુનીન્દ્ર ઉદ્યાનમાં આવ્યા. તેમના મુખ ઉપર કંઈક ઉદાસી છવાયેલી હતી. તેમના ચિત્તમાં વિચારોનો સંઘર્ષ ચાલતો હતો.
શું કરું? એક બાજુ માતા છે. બીજી બાજુ જિનાજ્ઞા છે. જો માતાની ઇચ્છા મુજબ એના ઘરમાં, અમારા માટે બનાવેલો આહાર ગ્રહણ કરીએ... અને ત્યાં જ ભોજન કરીએ તો જિનાજ્ઞાનું ઉલ્લંઘન થાય છે. જો આહાર ગ્રહણ નથી કરતા. તો થોડીઘણી ઉપશાન્ત બનેલી માતા પુનઃ ક્રેપવાળી બને ? મારા પ્રત્યે એનો રોષ ભભૂકી ઊઠે.. તો? આમેય સ્ત્રીઓ સ્વભાવે ચંચળ હોય છે. પહેલી ક્ષણે રાજી હોય, બીજી ક્ષણે નારાજ થઈ જતી હોય છે. સવારે પ્રેમ દેખાડે... સાંજે દ્વેષ વરસાવે...
આટલા દિવસ ઉપદેશ આપીને એના ચિત્તને શાંત કર્યું છે. વળી, એણે વ્રતનિયમો ગ્રહણ કરીને, પોતાનું જીવન પવિત્ર કર્યું છે. હવે એની ઇચ્છા જો પૂર્ણ નથી કરતો... તો કદાચ બધી વાત બગડી જાય..
શું કરું? ગીતાર્થ સ્થવિર મુનિઓની સલાહ લઉં તો? જિનાજ્ઞાનો ભંગ ના થાય અને માતાની ઇચ્છા પૂર્ણ થાય, એવો કોઈ માર્ગ તેઓ બતાવે. તો સરળતાથી આ પ્રરન ઊકલી જાય... એમ જ કરું.
આચાર્યશ્રી વિજયસિંહે શિખીકુમારની સાથે પાંચ એવા શાસ્ત્રજ્ઞ ગીતાર્થ સ્થવિર મુનિઓને મોકલ્યા હતા. જોકે શિખીકુમાર પણ સ્વયં ગીતાર્થ હતા જ, છતાં તેઓ સાથેના ગીતાર્થોની સંમતિ સાધવા ઇચ્છતા હતા. તેઓને વિશ્વાસમાં લેવા ઇચ્છતા હતા. તેમણે પાંચે ગીતાર્થ સ્થવિરોને બોલાવ્યા. આદરપૂર્વક પોતાની પાસે બેસાડ્યા. ગીતાર્થોને શિખીકુમાર પ્રત્યે પૂજ્યભાવ હતો. સદૂભાવ હતો. આંતરિક સ્નેહ હતો.
શિખીકુમારે કહ્યું : “એક વિકટ પ્રશ્ન ઉપસ્થિત થયો છે. એ પ્રશ્નનું સમાધાન શોધવા તમને બોલાવ્યા છે. તમે સહુ શાસ્ત્રજ્ઞ છો, ગીતાર્થ છો. જિનમતના ઉત્સર્ગ અને અપવાદ તમે જાણો છો.'
હે મુનીશ્વર, આપ સ્વયં શાસ્ત્રજ્ઞ છો, ગીતાર્થ છો અને જિનમતના ઉત્સર્ગમાર્ગને તથા અપવાદ માર્ગને સુપેરે જાણો છો.'
હે મુનિશ્રેષ્ઠો, ક્યારેક પ્રજ્ઞા દૂષિત થાય છે ત્યારે શાસ્ત્રવચનોના અર્થઘટનમાં ભૂલ થવાનો સંભવ રહે છે. ક્યારેક આપણા બદ્ધ વિચારોને અનુરૂપ શાસ્ત્રના અર્થો કરવાની ભૂલ થઈ જતી હોય છે. વાસ્તવમાં શાસ્ત્રના અર્થો પૂર્વબદ્ધ વિચારોથી મુક્ત થઈ, મધ્યસ્થ ભાવે અર્થ કરવા જોઈએ. અત્યારે હું મારી માતાના ચિત્તનું સમાધાન શ્રી સમરાદિત્ય મહાકથા
૪૮૩
For Private And Personal Use Only
Page #502
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરવામાં વ્યગ્ર છું. માટે તમારી સહાય અપેક્ષિત છે.”
અમે આપની સેવામાં સદૈવ તત્પર છીએ મુનીશ્વર! અમને આજ્ઞા કરો.” “આજે માતાએ એની પ્રબળ ઇચ્છા વ્યક્ત કરી કે આપણે સહુ સાધુઓ એના ઘરેથી બધી જ ભિક્ષા ગ્રહણ કરીએ અને ત્યાં જ ભોજન કરીએ...'
ભગવનું, આપે શું પ્રત્યુત્તર આપ્યો?' મેં કહ્યું : “અમારી સાઇમર્યાદા મુજબ અમે આ રીતે આહાર ગ્રહણ ના કરી શકીએ... કે ભોજન ના કરી શકીએ!” ‘ઉચિત છે પ્રત્યુત્તર.” પહેલા “સંવેગ' નામના મુનિ બોલ્યા.
પરંતુ જો આપણે આ રીતે આહાર ગ્રહણ નથી કરતા તો માતાનું મન દુભાય છે.. કદાચ મારા પ્રત્યે એના મનમાં કાષાયિક પરિણતિ જાગી જાય... અહીં આવવાનું પ્રયોજન માર્યું જાય.'
માતાજીને સમજાવવાનો પ્રયત્ન કરીએ તો?” બીજા ‘નિર્વાણ' નામના ગીતાર્થે કહ્યું.
મેં સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ હું જાણું છું મારી માતાને... જો એની ઇચ્છા મુજબ કાર્ય ના થાય... તો એને શીધ્ર ક્રોધ આવી જાય છે. હવે હું નથી ઇચ્છતો કે એના મનમાં મારા પ્રત્યે રોષ જન્મે.”
ભગવન, આપણે ગુરુદેવને પુછાવીએ તો?” ત્રીજા મુક્તિરત્ન નામના ગીતાર્થે પોતાનો અભિપ્રાય આપ્યો.
એટલો સમય નથી આપણી પાસે. આવતી કાલે જ જે તે નિર્ણય કરવો પડે એમ છે.'
આપણી સમાચારી માધુકરી વૃત્તિથી ભિક્ષા લેવાની છે.. અને આપણા સ્થાનમાં ભોજન કરવાની છે. આ આપણો મૂળ માર્ગ છે, ઉત્સર્ગ માર્ગ છે... આ ઉત્સર્ગનો અપવાદ માર્ગ પણ છે ને!” ચોથા મહાપ્રજ્ઞ નામના ગીતાર્થે પોતાનું મંતવ્ય જણાવ્યું.
છે અપવાદ માર્ગ, પરંતુ પહેલાં એ નિર્ણય કરીએ કે બે વાતમાંથી કઈ વાતને પ્રધાનતા આપવી. માતાની ઇચ્છા પૂર્ણ કરવાની વાત છે અને બીજું આપણી મર્યાદાની.'
મને તો લાગે છે કે આપણે જે કાર્ય માટે અહીં આવ્યા છીએ તે કાર્ય છે માતા જાલિની દેવીને ઉપદેશ આપી એમના શોકને, એમના રોષને દૂર કરવાનું! હવે એમાં જો ઉત્સર્ગમાર્ગની આપણી આહારપદ્ધતિ અનુકુળ ના આવતી હોય તો અપવાદ માર્ગનું અવલંબન લેવું જોઈએ.'
પાંચમા “તત્ત્વજ્ઞ' નામના ગીતાર્થે કહ્યું. આ મંતવ્યને પુષ્ટ કરતા નિર્વાણનિએ કહ્યું : “આલંબન પુષ્ટ હોય અને આશય વિશુદ્ધ હોય તો અપવાદનું સેવન કરવાની જિનાજ્ઞા છે. માત્ર ઉત્સર્ગ જ જિનાજ્ઞા છે, એવું નથી ને? મારી દૃષ્ટિએ આપનાં
४८४
ભાગ-૧ * ભવ ત્રીજો
For Private And Personal Use Only
Page #503
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માતાજીને ધર્મમાર્ગમાં સ્થાપિત કરવા માટે, આપના પ્રત્યે જાગેલા સ્નેહભાવને સ્થિર કરવા માટે, આપણે એમના ઘરેથી આહાર ગ્રહણ કરવો જોઈએ અને ત્યાં જ આહાર કરવો જોઈએ. આમ કરવામાં જિનાજ્ઞા ખંડિત થતી નથી, પરંતુ જિનાજ્ઞાનું પાલન થાય છે.'
શેષ ચાર ગીતાર્થો પણ સંમત થયા. શિખીકુમારે કહ્યું : “તમારી શાસ્ત્રપરિકર્મિત પ્રજ્ઞા છે. તમે જે નિર્ણય કર્યો તે સમુચિત છે. તો હવે કાલે માતા નિમંત્રણ આપવા આવશે આપણે નિમંત્રણ સ્વીકારીને એની હવેલીએ જઈશું.”
ગીતાર્થ મુનિવરીએ શિખીકુમારની પ્રશંસા કરી, સહુ પોતપોતાના સ્થાને ગયા. શિખીકુમારે વિચાર્યું : જિનવચનોની કેવી બલિહારી છે! જીવોને ધર્મમાર્ગમાં સ્થાપિત કરવા માટે કેવા કેવા અપવાદ માર્ગો બનાવવામાં આવેલા છે! અવશ્ય માતા સંતુષ્ટ થશે અને ધર્મમાર્ગમાં સ્થિર બનશે.
0 0 0 જાલિની!
એની મૂંઝવણ વધી ગઈ. શિખીકુમારે એના ઘરમાં રહેવાની ના પાડી દીધી. એના ઘરમાંથી સર્વ સાધુઓની ભિક્ષા ગ્રહણ કરવાની ના પાડી દીધી. અને ઘરમાં ભોજન કરવા માટે પણ સંમત ન થયા. સાધુજીવનની મર્યાદાનું કારણ અસાધારણ હતું. એટલે શિખીકુમાર ઉપર વધારે દબાણ પણ ના થઈ શકે. તે વિચારમાં પડી ગઈ : “શું કરું? જો હું શીધ્ર ઉપાય નહીં કરું તો માસકલ્પ પૂરો થતાં એ અન્યત્ર વિહાર કરી જશે. જીવતો ચાલ્યો જશે... મારી મનની વાત મનમાં જ રહી જશે. યેન કેન પ્રકારેણ મારે એને મોતને ઘાટ ઉતારી દેવો છે.
હવે જો હું એને ઘરમાં ભોજન ગ્રહણ કરવાની હું જીદ કરીશ તો કદાચ એ ઘરે આવવાનું જ બંધ કરી દેશે. ના, ના, હમણાં એને નારાજ ન જ કરાય. મારું વાત્સલ્ય પ્રદર્શનનું નાટક મારે ચાલુ જ રાખવું જોઈએ.. એને મારવા માટે, એને વિશ્વાસમાં રાખવો જ પડશે... બાકી એને જોઉં છું ને હૃદયમાં આગના ભડકા થાય છે... ચિત્તમાં વેરના તીવ્ર સણકા ઊઠે છે.
તેને મારવાનો ઉપાય એક જ છે... એને ભજનમાં ઝેર આપી દેવું. આ ઉપાય કરવામાં મારે કોઈની સહાય લેવી જરૂરી નથી. આ ઉપાય હું સ્વયં કરી શકશ... આ વાત હું કોઈને પણ કરીશ નહીં. કારણ કે અત્યારે ઘરની દાસીથી માંડીને મોટા મંત્રીઓ સુધી, રાજા સુધ્ધાં શિખીના જ રાગી માણસો છે. અંગત ગણાય એવી એક પણ વ્યક્તિ મારી પાસે નથી... પણ વાંધો નહીં. હું એકલી જ આ કામ પૂરું પાડીશ.
વળી, નવી મૂંઝવણ એના મનમાં પેદા થઈ.. શ્રી સમરાદિત્ય મહાકથા
૪૮૫
For Private And Personal Use Only
Page #504
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘હું ભોજનમાં કેવી રીતે ઝેર આપીશ? સાધુઓ તો બધાની ભેગી જ ભિક્ષા ગ્રહણ કરે છે! જો બધા ભોજનમાં ઝેર ભેળવું તો સો એ સો મુનિ મોતના મોંમાં ધકેલાઈ જાય. હાહાકાર મચી જાય... અને કદાચ મારા પર શંકા આવી જાય લોકોને.
જો આહાર આપતાં એમ કહું કે ‘આ કંસાર મુનિ, તમે જુદા પાત્રમાં ગ્રહણ કરો... આ મારા પુત્ર માટે જ છે. એ તમે શિખીકુમારને જ આપજો..’ તો મુનિઓ ઘણા તર્ક-વિતર્ક કરે... કદાચ એક મુનિને થોડો કંસાર ખવડાવી જુએ... તો મારું આવી બને... હું પકડાઈ જ જાઉં... પછી સાધુઓ રાજાને ફરિયાદ કરે... રાજા મને શૂળી પર જ ચઢાવી દે. અથવા નાક-કાન કાપી જંગલમાં તગેડી મૂકે.
‘તો હું શું કરું?’ તેનું ચિત્ત અતિ ચંચળ બની ગયું. જાણે કે એક સાથે સો-બસો સોયો એના શરીરમાં ભોંકાઈ હોય... કે એક સાથે સો વીંછીઓએ ડંખ દીધા હોય... તેવી કાળી વેદના થવા લાગી.
‘જો આજ-કાલમાં કોઈ ઉપાય નહીં જડે... ને એ જીવતો ચાલ્યો ગયો... તો હું ગાંડી થઈ જઈશ... મારે આપઘાત કરીને મરવું પડશે... અને ડાકણ બનીને એનું લોહી પીવું પડશે...' તે પલંગમાં પછડાઈ. બે હાથેથી બે લમણાં દબાવવા લાગી. ધીરે ધીરે તેનો ઉશ્કેરાટ શાંત પડવા લાગ્યો. ઝંઝાવાત વહી ગયા પછી જેમ વૃક્ષો ધીરેધીરે ઝૂમતાં રહે, તેમ જાલિની ધીરે ધીરે ઉપાય વિચારવા લાગી... સ્વગત બબડવા લાગી :
‘આવતીકાલે શિખી અહીં આવે એ પહેલાં હું જ ભોજનસામગ્રી લઈને ઉદ્યાનમાં પહોંચી જાઉં... અને કહ્યું : ‘ભલે તમે મારા જેવી અભાગણીના ઘેર આવીને ભિક્ષા ન લો, અહીં આ ઉદ્યાનમાં તો ગ્રહણ કરો... જો તમે ભિક્ષા નહીં લો તો હું ભૂખી ને તરસી અહીં બેસી રહીશ... ને પછી છાતીફાટ રુદન કરીશ... ત્યાં સૌ સાધુઓ છે... થોડા સાધુઓના મન પર અસર જરૂર થશે! ‘આ શિખીકુમારને ભિક્ષા ગ્રહણ ક૨વા અનુનય કરશે. કારણ કે કરુણા પછી સિદ્ધાંતનો વિચાર ક૨વા દેતી નથી.
અને જ્યારે તેઓ ભિક્ષા લેવા તત્પર થશે, ત્યારે હું કહીશ : ‘હે વત્સ, આજે તો મારે મારા હાથે જ બધા સાધુઓને ભોજન કરાવવું છે...' શિખી મારી આ વાત કદાચ નહીં માને, પરંતુ ત્યાં રહેલા સાધુઓમાં કોઈના પણ હૃદયમાં મારા પ્રત્યે સહાનુભૂતિ જરૂર પ્રગટશે. એ સાધુઓ શિખીકુમારને મનાવશે. શિખી માની જશે... આનાકાની જરૂર કરશે, પરંતુ છેવટે માની જશે! બસ, મારું કામ પાર પડી જશે.
મારે કાલે પહેલા પ્રહરના અંત ઉદ્યાનમાં પહોંચવું જ પડશે, સવારે વહેલા ઊઠીને હું ભોજનસામગ્રી તૈયાર કરી દઈશ, પહેલેથી મારે શિખીને જણાવવું નથી. અચાનક જ હું પહોંચી જઈશ...'
४८५
ભાગ-૧ ૪ ભવ ત્રીજો
For Private And Personal Use Only
Page #505
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેને આ ઉપાય બરાબર લાગ્યો. તેનું કરમાઈ ગયેલું હૃદયનું ફૂલ ખીલી ઊંડ્યું. તે એકલી એકલી એના ખંડમાં નાચવા લાગી. “મારી પ્રબળ ઇચ્છા કાલે જરૂર ફળીભૂત થશે. કાલે હું મારું સ્ત્રીચરિત્ર એવું ભજવીશ કે સો સાધુઓમાંથી એકને પણ ખ્યાલ નહીં આવે કે હું કપટ કરી રહું છું... માત્ર અભિનય કરી રહી છું... હર્ષના ઉન્માદમાં એ રાતભર જાગતી રહી.
સવારે ઊઠીને જાલિની એના કામે લાગી ગઈ. એણે કેસર-ઇલાયચી નાંખીને કંસાર બનાવ્યો. ભિન્નભિન્ન પ્રકારનાં વ્યંજન બનાવ્યાં. સૂપ અને ઓદન બનાવ્યા, કંસારમાં ભરપૂર ઘી નાંખ્યું. બધા થાળ તૈયાર કર્યા. એક મોટા ભાજનમાં કંસાર ભર્યો. દાસ-દાસીઓ પાસે બધી ભોજનસામગ્રી ઉપડાવી...જાલિની મેઘવન ઉદ્યાનમાં પહોંચી. પહેલો પ્રહર પૂરો થવાની તૈયારીમાં હતો. સાધુઓ સૂત્ર સ્વાધ્યાયમાં નિમગ્ન હતા. શિખીકુમાર, નગરમાં જવાની તૈયારીમાં હતા. ત્યાં જાલિનીએ ઉદ્યાનમાં પ્રવેશ કર્યો. એક ઘટાદાર વૃક્ષની નીચે બધી ભોજનસામગ્રી મુકાવી દીધી, દાસ-દાસીઓને ત્યાં બેસાડીને, જાલિની શિખીકુમાર પાસે આવી, શિખીકુમાર આસન પરથી ઊભા થઈ ગયા, અને આશ્ચર્યથી બોલ્યા :
“અરે માતાજી, તમે અહીં આવ્યાં? શા માટે? હું જ ત્યાં આવતો હતો...” “વત્સ, તું આવીને શું કરીશ? મારા ઘરેથી તું ભિક્ષા લેવાની ના પાડે છે, આહાર કરવાની ના પાડે છે, ઘરમાં રાતવાસો કરવાની ના પાડે છે... બસ, મને ઉપદેશ આપીને પાછો અહીં ઉદ્યાનમાં આવી જાય છે. એટલે આજે તો હું અહીં જ ભોજનસામગ્રી લઈને આવી છું...”
અરે માતા, આ તમે શું કર્યું? ખરેખર, અનુચિત કર્યું છે. આ રીતે સામે ભોજન લવાય નહીં...' “વત્સ, આજે તો જાતે જ તમને ભોજન કરાવીને મારે પુણ્ય પ્રાપ્ત કરવું છે.”
હે માતા, આ રીતે સાધુ માટે તૈયાર કરેલું અને સામે લાવેલું ભોજન સાધુ ગ્રહણ ના કરે, જો કરે તો એ અનાચાર કહેવાય. જૈનમતના સાધુઓની ભિક્ષાપદ્ધતિમાં ઘણા નિયમોનું પાલન કરવું પડે છે. દોષ વિનાની ભિક્ષા જ અમે ગ્રહણ કરીએ છીએ. દોષિત ભિક્ષા ગ્રહણ કરીએ તો અમને પ્રાયશ્ચિત્ત કરવું પડે.”
હે વત્સ, જો તું ભોજન ગ્રહણ નહીં કરે તો કોઈપણ પ્રકારે મારા મનને શાંતિ નહીં થાય. વલ્સ, હજાર યોજન ચાલીને તું અહીં શા માટે આવ્યો છે? મારા મનની શાંતિ માટે ને? મારા ચિત્તની સમાધિ માટે ને? તો પછી તારે આજે મારા હાથે
ભોજન ગ્રહણ કરવું પડશે... એટલું જ નહીં, હું મારા હાથે બધા સાધુઓને ભોજન કરાવીશ.. વત્સ, તું મને વધારે અકળાવ નહીં.' એમ કહીને તે રડવા લાગી અને શિખકુમારનાં ચરણોમાં પડી ગઈ...
શ્રી સમરાદિત્ય મહાકથા
૪૭
For Private And Personal Use Only
Page #506
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિખીકુમાર ગહન વિચારમાં પડી ગયા. તેઓ સરલ ભાવે વિચાર કરવા લાગ્યા : “માતામાં કેટલી ધર્મશ્રદ્ધા છે! સુપાત્રદાન દેવાની કેટલી બધી ઉત્કટ ભાવના છે! સુપાત્રદાન દેવાથી પુણ્યધર્મ બંધાય છે, આ વાત એ સમજી છે. એને પુણ્યોપાર્જન કરવું છે. એના ભાવ વિશુદ્ધ છે. અને બીજી બાજુ એનો પુત્ર નેહ પણ કેટલો બધો વધી ગયો છે? જેટલી ઉત્કટતાથી એ મને ધિક્કારતી હતી, એટલી જ ઉત્કટતાથી એ મને ચાહવા લાગી છે. આજે ભલે એ મને પુત્રરૂપે ચાહે છે, કાલે પુત્રસ્નેહ સાધુનેહમાં પરિણમશે માટે એનો સ્નેહભાવ પ્રશસ્ત છે. પ્રશસ્ત ભાવ એનો પડવો ના જોઈએ, તૂટવો ના જોઈએ. જો હું ભોજન ગ્રહણ નથી કરતો, તો એનો શુભ ભાવ તૂટી જવાની પૂરી સંભાવના છે. માટે આજે એની ઇચ્છા પૂર્ણ કરું અને કહ્યું કે ભવિષ્યમાં બીજી વાર આવું ના કરે.
શિખીકુમારે જાલિનીને કહ્યું : “માતા, આજે ભલે તું રાજી થાય, એમ કરું છું, પરંતુ બીજી વાર તારે આવો આરંભ-સમારંભ અમારા માટે ના કરવો.”
વત્સ, જ્યાં સુધી તું અહીં છે, ત્યાં સુધી મને સુપાત્રદાન આપવાનું પુણ્ય બાંધવા દે. પુત્ર સો-સો સાધુઓને ભિક્ષા-દાન આપવાનો ધન્ય અવસર ભાગ્યે જ મળે. એમાં વળી મારા જેવી પુણ્યહીન અને અભાગણી સ્ત્રીને તો આવો અવસર પહેલો જ મળ્યો છે, માટે વત્સ, તું ના ન પાડ.'
માતા, તું પુણ્ય બાંધવા ચાહે છે તે બરાબર છે, પણ અમે પાપ બાંધવા નથી ઇચ્છતા, એ વાત પણ એટલી જ સાચી છે.”
ભલે વત્સ, આજે તો હું મારી જાતે જ, તને અને આ બધા મુનિવરોને ભોજન કરાવીશ... પછી જેમ તું કહીશ તેમ કરીશ.”
“જેવી તારી ઇચ્છા.”
“વત્સ, તેં ખરેખર આજે તારી માતૃભક્તિ પ્રદર્શિત કરી. મારા પ્રત્યે અગાધ સ્નેહ વહાવ્યો..”
સાધુઓ સહુ ભોજન માટે ક્રમશઃ બેસી ગયા. શિખીકુમારે કહ્યું : “માતા, તું પહેલાં આ બધા સાધુઓને ભોજન કરાવ. મારે હજુ પચ્ચખાણ નથી આવ્યું. પારણું કરવાની વાર છે.”
જાલિનીએ ક્રમશઃ નવ્વાણુ સાધુઓનાં પાત્રમાં કંસાર વગેરે પીરસ્યો. વ્યંજનાદિ પીરસ્યાં, સાધુઓએ ભોજન કરી લીધું.... હાથ ધોવા લાગ્યા. એ ગાળામાં જાલિનીએ શેષ રહેલા કંસારમાં ઝેર ભેળવી દીધું અને એનો લાડવો બનાવી દીધો.
:
ભાગ-૧ ૪ ભવ ત્રીજો
For Private And Personal Use Only
Page #507
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હુ છ0 h
મુનીન્દ્ર શિખીકુમારે પચ્ચકખાણ પાર્યું. તેઓ આહાર કરવા યોગ્ય આસને બેઠા, તેમની બે બાજુ બે સાધુઓ બેઠા. ત્યાં જાતિની આવી. મુનિના પાત્રમાં મોદક મૂકીને જાલિની બોલી :
વત્સ, આજે મારી મહેચ્છા પૂર્ણ થઈ! આજે મને પરમ શાન્તિ થઈ.” શિખીકુમારે શ્રી નવકારમંત્રનું સ્મરણ કરી મોદક ખાઈ લીધો... જાલિની થોડે દૂર જઈને ઊભી રહી. થોડી ક્ષણોમાં જ શિખીકુમારનો જીવ ચૂંથાવા લાગ્યો. શરીરની નસો ખેંચાવા લાગી. તેમણે, તેમના પૂર્વે જ આહાર કરીને ઊભા થયેલા મુનિવર સામે જોયું. તેઓ બધા સ્વસ્થ હતા. મને ક્યારેય પણ નહીં થયેલી વેદના થઈ રહી છે.. શું થયું મને?’ તેમણે સામે ઊભેલી જાલિની સામે જોયું. જાલિની અપલક દૃષ્ટિએ શિખીકુમારને જોઈ રહી હતી. તેમને ખ્યાલ આવી ગયો. છતાં તેઓ બોલ્યા નહીં. પાસે બેઠેલા મુનિઓને કહ્યું : “મને તીવ્ર પીડા થાય છે...'ને તેઓ સાવધાન થઈ ગયા. હું હવે જીવી નહીં શકું. મૃત્યુ મારી સામે છે. ત્યાં એમણે બોલવા પ્રયત્નો કર્યા. પરંતુ બોલી ના શક્યા. બે હાથ જોડવા સાધુઓને અને ત્યાં જ જમીન પર ઢળી પડ્યા... તરત જ બે સાધુઓએ તેમને પકડીને... સંસારક પાથરીને ત્યાં જ સુવાડી દીધા. બે સાધુઓએ જોરજોરથી સર્વ સાધુઓને બોલાવ્યા : “જલદી આવો.. જલદી આવો.. ગુરુદેવને કંઈ થઈ ગયું છે.' સાધુઓ ક્ષણવારમાં દોડી આવ્યા.. “શું થયું? શું થયું?” બધા પૂછવા લાગ્યા. પાસે બેઠેલા સાધુઓએ કહ્યું : “આર્યા જાલિનીએ મોદક આપ્યો. ગુરુદેવે તે ખાધો... અને બે ક્ષણમાં જ તેઓ અસ્વસ્થ બની ગયા... વેદના વધી ગઈ. બોલી પણ ના શક્યા.. જમીન પર ઢળી પડ્યા.'
જાલિની દોડી આવી : “શું થયું વત્સ તને? તું બોલ... કેમ બોલતો નથી? તને પીડા થાય છે? અચાનક તને શું થઈ ગયું?' અને જાલિની પોક મૂકીને રોવા લાગી. “અરેરે.. હું કેવી અભાગી છું?' તે કલ્પાંતનું નાટક કરતી રહી.
સાધુઓનાં મન વ્યાકુળ બની ગયાં. પેલા બે સાધુઓ. કે જે શિખીકુમાર પાસે બેઠેલા હતા, તે બોલી ઊઠ્યા : “જરૂર મોદકમાં આ દુષ્ટ માતાએ જ ઝેર આપેલું છે. જુઓ, મુનિરાજનું શરીર લીલું પડતું જાય છે...' તેઓ ઊભા થઈ ગયા. ને જાલિની પાસે જઈને રોષ અને રુદન સાથે કહેવા લાગ્યા : “રે પાપિણી, તેં ઝેર આપીને મારી નાંખ્યા અમારા ગુરુદેવને, અને તું કલ્પાંત કરે છે? બંધ કર તારું નાટક. કહે, અમારા ગુરુદેવે તારું શું બગાડ્યું હતું? રે વિશ્વાસઘાતિની, તારા પર વિશ્વાસ મૂકીને, અમે તારા હાથે ભોજન ગ્રહણ કર્યું, ને તે આવું ઘોર પાપ કર્યું? શ્રી સમરાદિત્ય મહાકથા
૪૮૯
For Private And Personal Use Only
Page #508
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જાલિની રોષથી ધમધમી ઊઠી : 'તમે સાધુઓ... મારું ભોજન ખાઈને મને જ ભાંડો છો? શા આધારે કહો છો કે મેં ઝેર આપ્યું છે? મેં ઝેર આપ્યું જ નથી...!
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘તો કોણે આપ્યું છે? બોલ...' એક યુવાન સાધુનો ક્રોધ ભભૂકી ઊઠ્યો... ‘બોલે છે કે નહીં? નહીંતર તારું ગળું અહીં પીસી નાંખીશ...' ગીતાર્થ સાધુ એ સાધુને પકડીને બાજુ પર લઈ ગયા. પરંતુ યુવાન સાધુ જોર જોરથી બોલતા રહ્યા... આ દુષ્ટ માતાએ જ ગુરુદેવને ઝેર આપ્યું છે...' હું આખા નગરમાં ઘોષણા કરીશ... નગરજનો એના પર પથ્થરો વરસાવશે... એ દુષ્ટાને. રાજા શૂળી પર ચઢાવશે...’
સાધુઓના કલ્પાંતથી ઉદ્યાન ઉદાસ બની ગયું. પવન થંભી ગયો. પક્ષીઓનાં ગાન બંધ થઈ ગયાં.
શિખીકુમાર, ઝેરની તીવ્ર અસર થવા છતાં, અપૂર્વ જાગૃતિમાં હતા. તેમણે સ્વયં અનશન વ્રત ધારણ કરી લીધું. ચારે આહારનો ત્યાગ કરી દીધો... અને તેમના મનમાં તત્ત્વચિંતન ચાલ્યું : ‘મને આ શું થઈ ગયું? ખરેખર, આ સંસાર જ ધિક્કાર પાત્ર છે. મેં શું ધાર્યું હતું... ને શું બની ગયું? મારી ઇચ્છા માતાને ધર્મકાર્યમાં જોડવાની હતી, સર્વ દુ:ખોથી મુક્ત ક૨વાની હતી. મારી એ ભાવના સફળ તો ન થઈ, ઉપરથી મારા પ્રમાદના કારણે માતા કલંકિત થઈ... હા, જો મેં સાધુધર્મની આચારમર્યાદા મુજબ સામે લાવેલી ભિક્ષા ગ્રહણ ના કરી હોત, માતાના હાથે ભોજન ન લીધું હોત... તો આ ભયંકર સ્થિતિ ના સર્જાત. માતાને દુઃખ જરૂર લાગત, પણ આ કલંક એના માથે ના આવત... અને લોકો તો પૂર્વાપરનો સંબંધ જોડવાના જ. ‘પૂર્વે પણ જાલિનીને શિખીકુમાર ઉપર દ્વેષ હતો જ. એ કુમારને મારવા ઇચ્છતી જ હતી... કપટ કરીને એણે કુમારને ભોજનમાં ઝેર આપી દીધું...' જરૂર માતા ઘોર અપયશ પામશે... તેને ભયંકર ક્લેશ થશે... તેને ઘેર પહોંચવું મુશ્કેલ બનશે...
આ સંસારમાં જન્મ લેવો પડે છે... ત્યાં સુધી આવી અણધારી ઘટનાઓ બન્યા કરવાની. ધિક્કારપાત્ર છે જન્મ-જીવન અને મૃત્યુ! ક્યારેક જીવનમાં એવાં પૂર્વજન્મનાં કર્મો હોય છે કે જીવે ભૂલ ના કરી હોય, અપરાધ ના કર્યો હોય, છતાં એનો અપયશ થાય છે. અને કેટલાક મનુષ્યો ગુનો કરવા છતાં પણ નિર્દોષ જાહેર થતા હોય છે તેમનો અપરાધ ઢંકાઈ જતો હોય છે...'
Ked
ઝેર પૂરા શરીરમાં ફેલાઈ ગયું હતું. ચારે બાજુ બેઠેલા સાધુઓ આંસુ ભરેલી આંખે... અને ભરાયેલા કંઠે શ્રી નવકાર મંત્ર સંભળાવતા હતા... શિખીકુમારે વિચાર્યું : ‘પૂર્વે બાંધેલાં અશુભ કર્મોનું ફળ પ્રગટ થયું છે... મારે સમતાભાવે એ ફળ સ્વીકારી લેવાનું છે... એ માતાનો વિચાર હવે કરવા યોગ્ય નથી. એનું હિત થાઓ... મારા મહાન પુણ્યોદયથી મને મોક્ષમાર્ગ મળ્યો છે, જિનધર્મ મળ્યો છે... તો હવે મારે
ભાગ-૧ * ભવ ત્રીજો
For Private And Personal Use Only
Page #509
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારા મનને શ્રી નવકારમંત્રમાં સ્થિર કરવું જોઈએ. પંચપરમેષ્ઠી ભગવંતોનું ધ્યાન કરવું જોઈએ...” તેઓએ પોતાના ચિત્તમાં નવકારમંત્રનું સ્મરણ ચાલુ કર્યું..
૦ ૦ ૦. યુવાન મુનિ.. શિખકુમાર પ્રત્યે અત્યંત પ્રેમ, શ્રદ્ધા... અને ભક્તિ ધરાવતો યુવા મુનિ કાળો કલ્પાંત કરતો... જાલિની તરફ ઘોર આક્રોશ કરતો નગર તરફ દોડ્યો.. દોડતો જાય છે... ને બૂમો પાડતો જાય છે... “દોડો દોડો.... દુષ્ટ જાલિનીએ પોતાના પુત્રને ઝેર આપી મારી નાંખ્યો.. શિખીકુમારને મારી નાંખ્યા.. દોડો દોડો.... કૌશામ્બીનાં
સ્ત્રી-પુરુષ... જાલિનીએ કૌશામ્બીને કાળું કલંક લગાડ્યું છે. કૌશામ્બીની શોભા હણી નાંખી છે... ઋષિહત્યાનું ઘોર પાપ કરી. આ નગરની અપકીર્તિ કરી છે...”
ઊભા બજારે, ઊભી શેરીએ. યુવાન મુનિ ચોધાર આંસુએ રોતો જાય છે... અને બોલતો જાય છે. જે કોઈ સ્ત્રી-પુરુષ સાંભળે છે, તે બધાં કામ પડતાં મૂકી.. મેઘવન ઉઘાન તરફ દોડવા માંડે છે.
યુવાન મુનિએ રાજમહેલમાં પ્રવેશ કરી બૂમો પાડવા માંડી : “હે રાજન, તારા નગરમાં ઋષિહત્યા થઈ છે... ને તું અહીં બેઠો છે? પાપી જલિનીએ કપટ કરીને શિખીકુમારને મારી નાંખ્યા છે... કૌશામ્બીની ધરતી પર ક્ષેત્રદેવતાના કોપ ઊતરશે... રાજા, બહાર નીકળ... તારા પ્રિય મુનિવર શિખીકુમારનાં છેલ્લાં દર્શન તો કરી લે..”
રાજા અજિતસેન હાંફળા-ફાંફળા મહેલની બહાર આવ્યા. યુવાન મુનિને પ્રણામ કર્યા. રાજા પહેર્યા અપડે... ખુલ્લા પગે મેઘવન તરફ દોડવા લાગ્યા... એમની પાછળ યુવાન મુનિ પણ દોડવા લાગ્યા...
મેઘવનમાં કાળું કલ્પાંત ચાલી રહ્યું હતું. શિખીકુમાર મુનિ પંચ પરમેષ્ઠી ભગવંતના ધ્યાનમાં લીન હતા. સમાધિમૃત્યુને આલિંગન આપી રહ્યા હતા.. તેમના મુખ પર સમતાની ચાદર પથરાયેલી હતી. તેમનું હૃદય રાગ-દ્વેષથી મુક્ત હતું. નશ્વર દેહ પડ્યો રહ્યો. ને તેમનો શાશ્વત આત્મા ઊર્ધ્વ ગતિ કરી ગયો.
૦ ૦ ૦ આકંદ.... રુદન... ઘોર વલોપાત.. જ્ઞાન-ધ્યાની અને તપસ્વી મુનિઓ રડી પડ્યા, શ્રી સમરાદિત્ય મહાકથા
૪૧
For Private And Personal Use Only
Page #510
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગીતાર્થ અને પ્રૌઢ સાધુઓ રડી પડ્યા... રાજા અને પ્રજા રડી પડી.... ચારે દિશાઓમાં સર્વત્ર હાહાકાર વર્તાઈ ગયો..
મેઘવન ઉદ્યાનમાં ચંદનની ચિતા રચવામાં આવી. આકાશમાં કાળાં વાદળ ઘેરાઈ આવ્યા હતા. હવા બંધ થઈ ગઈ હતી. વાતાવરણમાં ઉદાસી, બેચેની અને માયૂસી ભરેલી હતી.
મહારાજાએ ચિતાને ત્રણ પ્રદક્ષિણા દીધી.. અના ચિતા પર ધૃતસિચન કરીને આગ પેટાવી. ચિતા ભડભડ સળગવા લાગી. થોડે જ દૂર નવ્વાણું યુનિઓ ઉદાસ મુદ્રામાં... આંખો બંધ કરીને બેઠા હતા. તેમની પાછળ શાલ્મલી વૃક્ષની નીચે એક કૃશકાય. પરંતુ ટટ્ટાર શરીરવાળો પુરુષ સળગતી ચિતાને એકીટસે જોઈ રહ્યો હતો. ઘોર ચિતા-વ્યથાથી તેના માથે રેખાઓ ઉપસી આવી હતી. એના શ્વેત વાળ વીખરાયેલા હતા. એનું મોં સુકાતું હતું. તેના હોઠ બંધ હતા, ક્ષણભર એ વિચલિત થઈ જતો હતો, પુનઃ ગહન ધ્યાનમુદ્રામાં ડૂબી જતો હતો. ક્યારેક એની કલ્પનામાં ભૂતકાલીન સમગ્રજીવન વિદ્યુતપ્રવાહની જેમ સાકાર બનતું હતું... ક્યારેક મહાજ્ઞાની આચાર્ય વિજયસિંહની જ્ઞાનપ્રતિભા તો ક્યારેક મહામના શિખીકુમારનું કન્ટેન્દુધવલ મુખ. ક્યારેક અશોકવનનો નદ-નિનાદ... તો ક્યારેક મહામંત્રી બ્રહ્મદત્તની વાતો.. ક્યારેક જાલિનીનું સર્વતોમુખી પતન.
ક્યારે ચિતા શાન્ત થઈ ગઈ..ને રાજા-પ્રજા ત્યાંથી ચાલી ગઈ. એને ધ્યાન ના રહ્યું. જ્યારે તેની આંખો ખૂલી ત્યારે ત્યાં હતા નવાણું મુનિવરો..ચિતાની આસપાસ ઊભેલો.... એ વૃદ્ધ પુરુષ હતા પિંગલ દેવ.
કાર્યવશ દૂર દેશમાં ગયેલો પિંગલદેવ હજુ કૌશામ્બીમાં પ્રવેશ્યો જ હતો... ત્યાં રાજમાર્ગ પર બાવરા બની દોડી રહેલા યુવાન સાધુના આક્રોશ સાંભળ્યો હતો, તે ઘરે ન જતાં મેઘવન ઉદ્યાનમાં સીધો આવ્યો હતો. ચંદનની ચિતા પર શિખીકુમારના મૃતદેહને પધરાવી દેવામાં આવ્યો હતો. તેણે અથુપૂરિત નયને... શોકવિલ્વલ હૃદયે મુનિના પ્રશાંત મુખના દર્શન કર્યા... અને દૂર જઈને બેઠો હતો.
0 0 0 હૃદયમાં શોક, ઉદ્વેગ અને સંતાપ ભરીને નવ્વાણું મુનિવરોએ કૌશામ્બીને છોડ્યું. પિંગલદેવ એમની પાછળ ચાલતો રહ્યો. માર્ગમાં નથી કરતા વિશ્રામ.. નથી લેતા આહાર-પાણી કે નથી ઉચ્ચારતા એક પણ શબ્દ.. ચાલતા જ રહે છે. તેઓએ પ્રિયંકરા નગરીમાં પ્રવેશ કર્યો.
ગુરુદેવ વિજયસિંહ કૌસ્તુભવનમાં બિરાજતા હતા. નવ્વાણું મુનિવરોએ કૌસ્તુભ વનમાં પ્રવેશ કર્યો. જ્યાં ગુરુદેવ બિરાજતા હતા. તે પ્રદેશમાં પહોંચ્યા. ગુરુદેવે સાધુઓને જોયા, તેઓ આસન પરથી ઊભા થઈ ગયા.. નવ્વાણું મુનિવરોએ બે ૪૯૨
ભાગ-૧ ૪ ભવ ત્રીજો
For Private And Personal Use Only
Page #511
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાથ જોડી મસ્તકે અંજલિ રચી, બોલ્યા : 'ત્યgu daf!”
ગુરુદેવ બોલ્યા : “મજ્યા વંતા..' તેમણે મુનિર્વાદ તરફ નજર નાંખી. શિખીકુમારને જોવા નજર ફેરવી... જ્યારે શિખીકુમાર દષ્ટિપથમાં ના આવ્યા... અને મુનિવૃંદને નીચા નમાવેલાં મસ્તકે ઊભેલા જોયા.. તરત પૂછ્યું : 'શિખીકુમાર ક્યાં છે મુનિવરો?” પ્રત્યુત્તર ના મળ્યો. રુદન સંભળાયું. ડસક સંભળાયાં.
ગુરુદેવના મુખ પર ચિતાની રેખાઓ ઊપસી આવી. તેમણે ગીતાર્થ મુનિઓને પૂછ્યું : “શું થયું? કેમ રડો છો? શિખીકુમાર કુશળ તો છે ને?'
“ભગવંત, એમને કુશળ હોત તો પછી...” “એટલે?' મહામુનીન્દ્ર કાળધર્મ પામી ગયા. ભગવંત..”
ક્યાં? કેવી રીતે?” ગુરુદેવની આંખો ભીની થઈ ગઈ. “કૌશામ્બીમાં... વિષપ્રયોગથી..”
“ઓહ... મારી શંકા સાચી પડી... મારો ભય વાસ્તવિક બન્યો... શું જાલિનીએ વિષપ્રયોગ કર્યો?' ‘જી, ગુરુદેવ...'
ત્યાં તો કૌસ્તુભવનમાં રહેલા સર્વસાધુઓ ભેગા થઈ ગયા. સાધ્વીવૃંદ પણ ત્યાં આવી પહોંચ્યું. સહુ પોતપોતાના આસને બેસી ગયાં. ગુરુદેવ વિજયસિંહ કંઈક સ્વસ્થ થયા.
હે શ્રમણો અને શ્રમણીઓ, મહાત્મા.... મહામનીષી મુનીન્દ્ર શિખીકુમાર આ પૃથ્વી પર નથી રહ્યા. તેઓ આપણને સહુને છોડીને ઊર્ધ્વગતિ કરી ગયા છે.. કૌશામ્બીમાં તેઓ કાળધર્મ પામ્યા છે...'
સહુ સાધુઓ રડી પડ્યા. સહુ સાધ્વી રડી પડી. કૌસ્તુભવન સાધુ-સાધ્વીના આકંદથી ધ્રૂજી ઊઠ્યું. આચાર્યદવે ગંભીર સ્વરે કહ્યું :
માન સરોવરમાંથી હંસ ઊડી ગયો. સરોવર જાણે સૂનકાર થઈ ગયું. પૂર્ણિમાની રાત રહી ગઈ, ચંદ્ર વાદળમાં છુપાઈ ગયો. એ રાતની શી શોભા રહે? આપણે શોભા વિનાના થઈ ગયા, આપણું આ સરોવર સૂનકાર થઈ ગયું.”
શિખીકુમાર...! અહો.. કેવા એ શાન્ત-પ્રશાન્ત મુખમુદ્રાવાળા હતા. તેમનું સુંદર મુખ... ઉપશમભાવથી કેવું શોભતું હતું? અને તેમની કેવી દિવ્ય જ્ઞાનપ્રતિભા હતી? શ્રી સમરાદિત્ય મહાકથા
8c3
For Private And Personal Use Only
Page #512
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમની મધઝરતી વાણી હવે આપણને ક્યારેય સાંભળવા નહીં મળે. શું થઈ ગયું અચાનક? દૂર કાળે આપણી પાસેથી મુનિરત્ન છીનવી લીધું... આપણું હૃદય જ કરી લીધું.
આવો છે આ સંસાર. સગી માતાએ.. જેને પોતે જન્મ આપ્યો હતો તે પુત્રને ઝેર આપી મારી નાંખ્યા.. જોકે મારા મનમાં આ ભય હતો જ. એટલે મહામંત્રી બ્રહ્મદત્તની વિનંતી હોવા છતાં શિખીકુમારને કૌશામ્બી નહોતા મોકલ્યા. બ્રહ્મદરે મને કહ્યું પણ હતું કે “શિખીકુમારનું યોગક્ષેમ કરજો... એની માતાથી જ એને ભય છે.'
પરંતુ બ્રહ્મદત્તના મૃત્યુના સમાચારથી અને જાલિનીના કલ્પાંતના સમાચારથી પ્રેરાઈને મેં શિખીકુમારને કૌશામ્બી મોકલ્યા...'
સંવેગ' નામના ગીતાર્થ સ્થવિર બોલ્યા : ‘ગુરુદેવ, મહાત્મા શિખીકુમાર સમાધિમૃત્યુને ભેટ્યા છે. તેઓએ મૃત્યુને મહોત્સવ બનાવી દીધું છે. અપાર વેદનામાં પણ તેઓએ અપૂર્વ સમતા રાખી છે. ખરેખર તેઓ પોતાના પરમ હિતને સાધી ગયા છે... તેઓની વેદના જોઈને અમે સહુ વ્યથિત થઈ ગયા હતા, પરંતુ તેઓ ધર્મધ્યાનમાં લીન હતા!”
ત્યાં સાધ્વીછંદમાંથી એક સાધ્વી ઊભાં થયાં. ગુરુદેવને વંદન કરી, તેઓ બોલ્યાં : ‘ભગવંત, કૃપા કરી મને ‘અનશન' કરાવો. મારે ત્યારે આહારનો ત્યાગ કરવો છે..” ભદ્ર, અનશન વ્રત, ઘણું દુષ્કર છે.' ભગવંત, મારા માટે હવે જીવવું દુષ્કર છે.. અનશન મારે મન સરળ છે...' સાધ્વી કમલિનીની આંખો ભીની હતી, હૃદય વ્યથિત હતું. ગુરુદેવે તેને “અનશન' કરવાની પૂર્વભૂમિકા સમજાવી, અને તેને અનશન કરાવ્યું.
ભગવંત. મને સાધુધર્મ આપવાની કૃપા કરો. પિંગલદેવ ગુરુદેવના ચરણોમાં ઢળી પડ્યો. અવિરત અશ્રુધારા વહેવા લાગી. તેને સાધુધર્મ આપવામાં આવ્યો. સાધુધર્મ સ્વીકારીને કહ્યું :
“ભગવત, મને અનશન વ્રત આપવાની કૃપા કરો...' મુનિ પિંગલદેવ તીવ્ર વૈરાગ્યથી બોલી ઊઠ્યા... અનેક સાધુ-સાધ્વીઓએ ત્યાં અનશન સ્વીકાર્યા.
૦ ૦ ૦ મહા મુનીન્દ્ર શિખીકુમાર, કાળધર્મ પામીને “બ્રહ્મ' દેવલોકમાં દેવ થયા. જાલિની રૌદ્રધ્યાનમાં મરીને, બીજી નરકમાં ઉત્પન્ન થઈ. સમરાદિત્યના ત્રીજા ભવની આ વ્યથાભરી કથા પૂર્ણ થઈ.
868
ભાગ-૧ ( ભવ ત્રીજો
For Private And Personal Use Only
Page #513
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ-૧,
વર્ગ અગ્નિશર્માનું મૃત્યુ થયું, તેનો જીવ “વિદ્યુતકુમાર' નામનો ભવનપતિ-દેવ થયો. એટલે કે “ભવનપતિ' નામની દેવયોનિમાં ઉત્પન્ન થયો.
ગુણસેનનું મૃત્યુ થયું. તેનો જીવ પહેલા “સૌધર્મ” ના દેવલોકમાં વૈમાનિક-દેવ થયો. એટલે કે “વૈમાનિક' નામની દેવ-યોનિમાં ઉત્પન્ન થયો.
આ મહાકથાના પ્રારંભમાં, પ્રથમ ખંડમાં જ્યારે તમે આ હકીક્ત વાંચશો ત્યારે કદાચ તમારા મનમાં શંકા ઉત્પન્ન થશે :
શું દેવ-લોક છે ખરો? દેવોનું સાચોસાચ અસ્તિત્વ છે ખરું?' આવી શંકા, શ્રમણ ભગવાન મહાવીરસ્વામીના એક શિષ્યને પણ જાગી હતી. ભગવંતે તેની શંકા કેવી રીતે દૂર કરી હતી, તેનું વર્ણન પ્રાચીન શાસ્ત્રોમાં મળે છે.
મગધ સામ્રાજ્યની “અપાપાપુરી નગરીમાં “સોમિલ' નામનો શ્રીમંત બ્રાહ્મણ યજ્ઞ' કરાવી રહ્યો હતો. એ યજ્ઞમાં ભાગ લેવા માટે ગામે-ગામથી ઘણા વિદ્વાન બ્રાહ્મણો, શ્રદ્ધાવાન બ્રાહ્મણો અને યાચક બ્રાહ્મણો અપાપાપુરીમાં પહોંચ્યા હતા.
એ કાળે અને એ સમયે શ્રમણ ભગવાન મહાવીરસ્વામી, જુવાલુકા નદીના કિનારેથી જ્યાં તેઓશ્રીને કેવલ્યની પ્રાપ્તિ થઈ હતી) વિહાર કરી આપાપાપુરી પધાર્યા હતા. નગરની બહાર મહાસેન' નામના ઉપવનમાં તેઓ રહ્યા હતા. દેવોએ સમવસરણની રચના કરી હતી.
સોમિલના યજ્ઞમાં મુખ્ય ૧૧ શ્રેષ્ઠ વિદ્વાન બ્રાહ્મણો ઉપસ્થિત થયેલા હતા. ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ, વ્યક્ત, સુધર્મા, મંડિત, મૌર્યપુત્ર, અર્કપિત, અચલભ્રાતા, મેતાર્ય અને પ્રભાસ. આ દરેક વિદ્વાનના મનમાં કોઈ ને કોઈ તત્ત્વની શંકા હતી. દરેકને પતાની વિદ્વત્તાનું અભિમાન હોવાથી પોતાની તત્ત્વવિષયક શંકા પ્રગટ કરતા ન હતા.
એક પછી એક એ વિદ્વાનો શ્રમણ ભગવાન મહાવીરસ્વામી પાસે મહાસન વનમાં જાય છે. ભગવાન એમની શંકાને જાણે છે, કહે છે અને સમાધાન કરે છે. એક પછી એક બ્રાહ્મણ વિદ્વાન ભગવાનના શિષ્ય બની જાય છે. એ અગિયાર બ્રાહ્મણ વિદ્વાનો, ભગવાનના ૧૧ ગણધરો એટલે કે પ્રમુખ શિષ્યો કહેવાયા.
તેમાંનાં “મૌર્યપુત્ર' નામના વિદ્વાન બ્રાહ્મણને ‘દેવ” અંગે શંકા હતી. જ્યારે તેઓ સમવસરણમાં આવ્યા, ભગવંતે તેમને બોલાવ્યા અને કહ્યું :
મહાનુભાવ, તારા મનમાં “દેવ છે કે નહીં?” એવી શંકા છે ને?” શ્રી સમરાદિત્ય મહાકથા
sau
For Private And Personal Use Only
Page #514
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હા પ્રભો!' મોર્યપુત્રને પોતાના મનમાં છુપાવી રાખેલી વાત, શંકા, ભગવાનના મુખે પ્રગટ થયેલી સાંભળી અતિ આશ્ચર્ય થયું.
“મૌર્યપુત્ર, તેં વેદોમાં દેવોના અસ્તિત્વ અંગેના અને દેવોના અભાવ અંગેનાં પરસ્પર વિરોધી વચનો જાણ્યાં અને તારા મનમાં દેવો હશે કે નહીં?' એવી શંકા ઉત્પન્ન થઈ.”
સાવ સાચી વાત કહી ભગવંત!”
તેં વિચાર્યું કે નારકીમાં રહેલા જીવો તો પરતંત્ર છે અને અતિ દુઃખી છે, તેથી તેઓ અહીં અમારી સામે નથી આવી શકતા, પરંતુ શાસ્ત્રો પર વિશ્વાસ કરી એમના અસ્તિત્વને માની શકાય છે. પણ, દેવો તો દિવ્ય શક્તિવાળા અને દિવ્ય પ્રભાવવાળા કહેવામાં આવે છે. તેઓ કેમ પ્રગટ... પ્રત્યક્ષ દેખાતા નથી?’ માટે તારા મનમાં શંકા જન્મી કે દેવો છે કે નહીં?'
આપ અત્તર્યામી છો ભગવંત, આપે મારા મનની વાત કરી દીધી!”
મૌર્યપુત્ર, તારી આ શંકાનું હું સમાધાન કરું છું. દેવોને તારે પ્રત્યક્ષ જોવા છે ને? જો; મને વંદન કરવા માટે આ સમવસરણમાં આવેલા ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોને પ્રત્યક્ષ જોઈ લે!'
મૌર્યપુત્રે સમવસરણમાં ઉપસ્થિત દેવોને જોયા. તેનું મન પ્રસન્ન થઈ ગયું. ભગવંતે કહ્યું :
“વત્સ, ઠીક છે, તે અહીં દેવોને પ્રત્યક્ષ જોયા, નહીંતર પણ તારે દેવોના વિષયમાં શંકા ના કરવી જોઈએ. કારણ કે સૂર્ય, ચન્દ્ર, ગ્રહ.. નક્ષત્ર... તારા તો પ્રત્યક્ષ દેખાય છે. પરંતુ તું એમ માને છે કે સૂર્ય, ચન્દ્ર વગેરે શૂન્ય નગર જેવી ખાલી ઉજજડ પૃથ્વી માત્ર છે. પરંતુ એ ખાલી જગ્યાઓ નથી. કોઈપણ નગર ક્યારેય શૂન્ય ન હોય. ક્યારેક તો એમાં વસનારા હોય જ. અને ત્યાં દેવો વસે છે. સૂર્ય, ચન્દ્ર વગેરે જે દેખાય છે, તે રત્નમય વિમાનો છે.'
ભગવદ્, શું તે માયા ન હોઈ શકે?’
માયા કરનાર કોણ? એવી માયા કરનાર, ભ્રમ પેદા કરનારા દેવો જ હોઈ શકે. વળી, સૂર્ય, ચન્દ્રાદિ ભ્રમ નથી, તેમનું વાસ્તવિક અસ્તિત્વ છે. માયા કાયમ ના
ટકે.'
મૌર્યપુત્ર, ઘોર પાપોનું ફળ ભોગવનારા નારકોને તું માને છે, તો શ્રેષ્ઠ પુણ્યકર્મોનું ફળ ભોગવનારા દેવોને પણ માનવા જોઈએ. તે દેવ દિવ્ય પ્રેમમાં... રંગ-રાગમાં ડૂબેલા રહે છે, દિવ્ય વૈષયિક સુખોના ઉપભોગમાં લીન રહે છે, અને મનુષ્યલોકનાં કિર્તવ્યોનો ભાર તેમના માથે નહીં હોવાથી, તેઓ દુર્ગધમય મનુષ્યલોકમાં નથી આવતા છતાંય, તીર્થકરોના જન્મ સમયે, દીક્ષા સમયે, કેવલજ્ઞાન-પ્રાપ્તિના સમયે
પરિશિષ્ટ - ૧ ૪ સ્વર્ગ
For Private And Personal Use Only
Page #515
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને નિવણના સમયે કેટલાક દેવો કર્તવ્ય સમજીને આ જગતમાં આવે છે. હે સૌમ્ય, કેટલાક દેવો તીર્થંકર પ્રત્યેની પ્રીતિ-ભક્તિથી આવે છે, કેટલાક પોતાના સંશયોને દૂર કરવા આવે છે, કેટલાક પૂર્વજન્મના અનુરાગથી આવે છે. કેટલાક દેવો વિશિષ્ટ તપશ્ચર્યાથી આકૃષ્ટ થઈને આવે છે. કેટલાક અનુગ્રહ માટે તો કેટલાક નિગ્રહ માટે આવે છે. કેટલાક દેવો, સાધુઓની પરીક્ષા લેવા પણ આવે છે. દેવોનું અસ્તિત્વ - ૧. જાતિસ્મરણજ્ઞાન” વાળાં સ્ત્રી-પુરુષોના કથનથી. ૨. તપશ્ચર્યા વગેરે વિશિષ્ટ ગુણોવાળી વ્યક્તિને દેવોનાં પ્રત્યક્ષ દર્શનથી. ૩. વિદ્યા અને મંત્રોની સિદ્ધિથી. ૪. કોઈ ગ્રહના પ્રભાવથી. ૫. ઉત્કૃષ્ટ કર્મના ફળરૂપે, અને ૬. આગમોના માધ્યમથી માની શકાય છે. વત્સ, દરેક શબ્દનો, સ્વતંત્ર શબ્દનો અર્થ હોય છે. “દેવ' એક સાર્થક શબ્દ છે. એ શબ્દનો જે અર્થ છે તે જ “દેવ' છે.
કેટલાક લોકો માને છે કે ‘ગુણ અને વૈરાગ્યવાળા મનુષ્યને જ દેવ માનવો જોઈએ. અદૃશ્ય દેવની કલ્પના શા માટે કરવી જોઈએ?
એમ ના માની શકાય. મનુષ્યમાં દેવોનો ઉપચાર તો જ કરી શકાય, જો વાસ્તવિક, ‘દેવ'નું અસ્તિત્વ હોય, જેમ જંગલમાં સિંહનું અસ્તિત્વ છે, તો મનુષ્યમાં સિંહનો ઉપચાર કરીને કહેવાય કે, “આ માણસ તો સિંહ છે!'
વળી હે મૌર્યપુત્ર, જો તું દેવોનું અસ્તિત્વ ના માને તો દાન વગેરે ધર્મક્રિયા અને યજ્ઞ-યાગ વગેરે ધર્મક્રિયાઓ, કે જે સ્વર્ગનાં ફળ આપનારી છે, તે નિષ્ફળ બની જશે. મંત્રો દ્વારા ઇન્દ્રાદિ દેવોને જે આહ્વાન કરવામાં આવે છે. તે પણ નિપ્રયોજન સિદ્ધ થશે. માટે પ્રત્યક્ષ પ્રમાણથી તથા અનુમાન પ્રમાણથી દેવોના અસ્તિત્વને માનવું જોઈએ.”
મૌર્યપુત્રની શંકાનું સમાધાન થયું. તેઓ ત્યાં જ, એ જ સમયે ભગવાનના શિષ્ય બની ગયા.
ભગવાનના મુખે સાંભળીને, ગણધરોએ લિપિબદ્ધ કરેલા તત્ત્વજ્ઞાનમાં, દેવો અને દેવલોક સંબંધી અસંખ્ય વાતો આજે પણ આગમોમાં વાંચવા મળે છે
આગમોમાં દેવો અને દેવલોક :
જેનાગમમાં દેવો અંગે અને દેવસૃષ્ટિ અંગે એટલી વિસ્તારથી અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ માહિતી મળે છે કે જે વાંચતાં બુદ્ધિ અટકી જાય છે! અલબતુ, વૈદિક
શ્રી સમરાદિત્ય મહાકથા
૪૭
For Private And Personal Use Only
Page #516
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરંપરામાં, બૌદ્ધ પરંપરામાં અને ઈસાઈધર્મ, ઈસ્લામધર્મ વગેરેમાં પણ દેવોનું વર્ણન મળે છે, પરંતુ એમાં એટલો વિસ્તાર નથી, એટલી સૂક્ષ્મ માહિતી નથી.
અહીં હું માત્ર દેવો અને દેવલોકો અંગેની માહિતીની અનુક્રમણિકા જ આપીશ. જે આગમોમાં, શાસ્ત્રોમાં આ માહિતી ઘેરાયેલી છે, તે ગ્રંથોનાં નામ સૂચવીશ. જિજ્ઞાસુ મહાનુભાવો એ ગ્રંથોનું અધ્યયન-પરિશીલન કરી શકશે.
દેવોના ચાર પ્રકાર : ૧. ભવનપતિ, ૨. વ્યંતર, ૩. જ્યોતિષ્ક, ૪. વૈમાનિક,
જ ચારે પ્રકારનાં દેવોનાં જઘન્ય (ઓછામાં ઓછું) અને ઉત્કૃષ્ટ (વધારેમાં વધારે) આયુષ્ય. (આ આયુષ્યો “પલ્યોપમ” અને “સાગરોપમના કાળ-માપમાં બતાવવામાં આવેલાં છે. એનો સામાન્ય અર્થ “અસંખ્ય વર્ષ” થાય છે.
ભવનપતિ દેવલોકના ઉત્તર-દક્ષિણ એવા બે વિભાગ. દરેક વિભાગના ૧૦૧૦ અવાંતર વિભાગ. દરેક વિભાગનો ૧-૧ ઇન્દ્ર. કુલ ૨૦ ઇન્દ્રો.
છે. ઉત્તર દિશાના ઇન્દ્રોનાં ભવનો તથા દક્ષિણ દિશાના ઇન્દ્રોનાં ભવનોનું વર્ણન.
જ એ ભવનોનાં સ્થાન, પ્રમાણ (ગણિતની દષ્ટિએ) અને આકાર.
જ ભવનપતિ દેવોનાં ચિહ્નો શરીરના રંગ, વસ્ત્રનાં રંગ, તેમના ઇન્દ્રાના સામાનિક દેવો તથા રક્ષક દેવોનું વર્ણન.
ક વ્યંતરદેવલોકનાં ૧૭ ઇન્દ્રોનાં નામ, ભવન, અને ભવનોના આકાર, પ્રમાણ વગેરે.
ધજાઓમાં વ્યંતર દેવોનાં ચિહ્ન. વ્યંતરદેવોના શરીરનો રંગ. જ વાણ-વ્યંતરદેવોનું સ્વરૂપ. તેમના આઠ ભેદ, તેમનાં સ્થાન. તેમના ૧૬ ઇન્દ્રોનાં નામ,
છે ભવનપતિ અને વૈમાનિક દેવલોકમાં ૧૦ પ્રકારના દેવો. (ઇક, સામાનિક, સલાહકાર, ત્રણ પર્ષદાના દેવ, અંગરક્ષક, લોકપાલ, સૈનિક, પ્રજા, સેવક અને કિલ્બિષિક) આ દસ પ્રકારના દેવોનું સ્વરૂપ-વર્ણન. જ ઇન્દ્રના સાત પ્રકારનાં સૈન્યોનું વર્ણન.
જ્યોતિષ દેવોનું સ્થાન. આ પૃથ્વીથી જ્યોતિષ વિમાનોનું અંતર. મેરુપર્વતથી અને અલોકથી જ્યોતિષ વિમાનોનું અંતર.
જ્યોતિષ દેવલોકનાં વિમાનોની સંખ્યા, તેમનો આકાર અને બનાવટ. એ વિમાનોની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈનાં માપ.
- જ્યોતિષ દેવોની ગતિ, સમૃદ્ધિ અને તેમનાં વૈક્રિય રૂપો.
૪૬૮
પરિશિષ્ટ - ૧ ૪ સ્વર્ગ
For Private And Personal Use Only
Page #517
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાહુના વિમાનનું વર્ણન. જ સ્થિર ચંદ્ર અને સ્થિર સૂર્યનાં વિમાનોનું પરસ્પર અંતર, અને એ સ્થિર ચંદ્રસૂર્યની ઓળખાણ. ક, ચંદ્ર અને સૂર્યનાં માંડલા, તેમનું ભ્રમણ ક્ષેત્ર.
દીપ-સમુદ્રમાં ગ્રહ, નક્ષત્ર અને તારાઓની સંખ્યા જાણવાનો ઉપાય. વૈમાનિક દેવલોકનાં વિમાનોની સંખ્યા. વિમાનોના આકાર. વિમાનોનાં દ્વાર. કઈ દિશામાં ક્યાં ને કેટલાં વિમાનો. વિમાનોના ગઢ, વેદિકા આદિ.
દેવવિમાનોની રમણીયતાનું વર્ણન.
બાર દેવલોકનાં નામ. તેમના ઇન્દ્રો, ચિહ્નો, વર્ણ વગેરે. • બાર દેવલોકનાં વિમાનની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ. છે દેવોની ઊંચાઈ. દેવો જે શરીરને વિકૃર્વે તેની જઘન્ય અને ઉત્કૃષ્ટ ઊંચાઈ. » દેવનાં આયુષ્ય સાથે ઊંચાઈનો સંબંધ. એ કયા જીવો દેવગતિ જ પામે. છે કયા જીવી દેવગતિમાં ન જન્મે. કયાં કારણોથી જીવો ભવનપતિ-દેવલોકમાં ઊપજે. કયાં કારણોથી જીવો બંતર-દેવલોકમાં ઊપજે.
કયાં કારણોથી જીવો જ્યોતિષ-દેવલોકમાં ઊપજે. જ કયાં કારણોથી જીવો વૈમાનિક-દેવલોકમાં ઊપજે. - સાધુઓ કયા દેવલોક સુધી ઊપજે.
શ્રાવકો (વ્રતધારી) કયા દેવલોક સુધી ઊપજે. ચૌદ પૂર્વેના જ્ઞાતા જ્ઞાની પુરુષોની ઉત્પત્તિ કયા દેવલોક સુધી હોય. તાપસોની ઉત્પત્તિ કયા દેવલોક સુધી હોય. દેવ-દેવીઓના સંભોગનું સ્વરૂપ. કયા દેવ સંભોગ કરે છે, કયા દેવો સંભોગ નથી કરતા. દેવીઓની ઉત્પત્તિ. ક પરિગૃહીતા (પરણેલી) અને અપરિગૃહીતા (વેશ્યા જેવી) દેવીઓ.
અપરિગૃહીતા દેવીઓ કયા દેવોને કેવી રીતે ભોગ્ય હોય છે. દેવોની લેશ્યાઓ. દેવોનો આહાર. છે. દેવોના શ્વાસોચ્છુવાસ.
દેવાના આયુષ્ય સાથે તેમના આહાર અને શ્વાસોચ્છવાસનો સંબંધ. શ્રી સમરાદિત્ય મહાકથા
8CE
For Private And Personal Use Only
Page #518
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ દેવોનાં મનુષ્યલોકમાં આવવાનાં કારણો. જ દેવોના મનુષ્યલોકમાં નહીં આવવાનાં કારણો. ક વૈમાનિક દેવોનું અવધિજ્ઞાન.
ગ્રેવેયક દેવો અને અનુત્તર દેવોનું અવધિજ્ઞાન.
ભવનપતિ અને વ્યંતર દેવોનું અવધિજ્ઞાન. આ સર્વજ્ઞ મહાપુરુષોએ પોતાના પૂર્ણ જ્ઞાનમાં પ્રત્યક્ષ જોઈને, આ બધું વિસ્તારથી વર્ણન કરેલું છે. આ વર્ણનમાં ગણિત અને ભૂમિતિના સિદ્ધાંતો જોવા મળે છે. આ બધું જાણ્યા પછી હું દેવલોક માનતો નથી.' એવું બુદ્ધિમાન મનુષ્ય ન બોલી શકે.
પૂર્વના દેશોના અને પશ્ચિમના દેશોના લગભગ બધા જ ધર્મોમાં, જુદા જુદા નામે અને જુદા જુદા સ્વરૂપે દેવોના અસ્તિત્વને સ્વીકારેલું છે. વર્તમાન કાળે પણ કેટલાંક સ્ત્રી-પુરુષોને દેવ-દર્શન થયાની વાતો સાંભળવામાં અને વાંચવામાં આવે
છે. કેટલીક એવી કલ્પના બહારની ઘટનાઓ બને છે કે તે ઘટનાઓનાં બુદ્ધિગમ્ય કારણો આ ભૌતિક દુનિયામાં જડતાં નથી. ત્યાં દેવી કારણો માનવાં જ પડે છે.
તમે તમારા વિચારોને શુદ્ધ રાખો.
બહુ ક્રોધ ના કરો, બહુ લોભ ના કરો, * શક્ય એટલો તપ કરો, દાન આપો,
અણુવ્રતો પાળો, ગુણવ્રતો અને શિક્ષાવ્રત પાળ, છે તાપસી દીક્ષા કે જૈન દીક્ષા ગ્રહણ કરો....
ક્ષમાશીલ બનો, નિર્લોભી બનો.. કે મૃત્યુ સમયે શુભ ભાવ રાખો..
નવકાર મંત્રના ધ્યાનમાં મૃત્યુને ભેટો... તમે મૃત્યુ પામી દેવગતિમાં જ શો! તમે પ્રત્યક્ષ દેવલોકને જોશો અને દેવી જીવનમાં દિવ્ય સુખો અનુભવશો.
રીત : ક
પ00
પરિશિષ્ટ - ૧ ૪ સ્વર્ગ
For Private And Personal Use Only
Page #519
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ-]
નક મૌર્યપુત્રે દીક્ષા ગ્રહણ કરી લીધી. એ સાંભળીને “અકંપિત નામના વિદ્વાન બ્રાહ્મણ, શ્રમણ ભગવાન મહાવીરસ્વામીને વંદન કરવા આવ્યા. ભગવાને એમને એમના નામગોત્ર સાથે બોલાવ્યા અને કહ્યું :
'મહાનુભાવ, વેદોનાં વિરુદ્ધ વચનો સાંભળીને તને નરકના વિષયમાં શંકા ઉત્પન્ન થઈ છે ને? નરકનું પ્રતિપાદન કરનારું વેદવચન તેં સાંભળ્યું :
‘નારો વેષ ખાતે ય : ફૂકાતનાતિ!' “જે બ્રાહ્મણ શૂદ્રના અને ખાય છે, તે નારફ બને છે, અર્થાતુ નરકમાં ઉત્પન્ન થાય છે.”
બીજું વેદ-વચને તે નરકનો નિપેધ કરનારું સાંભળ્યું : અને હવે પ્રેત્યા નીરવેT: સત્તિ!' અર્થાતુ મરીને કોઈ નારક નથી બનતું, નારકીમાં ઉત્પન્ન નથી થતું.'
આ પરસ્પર વિરોધી વેદ-વચનો સાંભળીને તારા મનમાં શંકા ઉત્પન્ન થઈ કે નરક હશે કે કેમ?” તે વિચાર્યું કે ચન્દ્ર-સૂર્ય વગેરે દેવો તો પ્રત્યક્ષ છે. વિદ્યા મંત્ર આદિ દ્વારા ઇચ્છિત ફળ આપનારા બીજા દેવોને પણ માની શકાય. પરંતુ નારકોની તો માત્ર ચર્ચા જ કરી શકાય. નથી એ પ્રત્યક્ષ દેખાતા કે ન અનુમાનથી એમની સિદ્ધિ થતી.”
“ભગવંત, આપે મારા મનની શંકા કહી દીધી. આજ સુધી મેં કોઈની પણ આગળ આ શંકા વ્યક્ત કરી નથી. પ્રભો, મારી શંકાનું સમાધાન કરવાની કૃપા કરો.”
અકંપિત, તને અને બીજા છબસ્થ જીવોને જે નારકો પ્રત્યક્ષ નથી દેખાતા, તે નારકીના જીવો મને પ્રત્યક્ષ દેખાય છે. કેવળજ્ઞાનના આલોકમાં એ પ્રત્યક્ષ છે. શું એવો સિદ્ધાંત છે કે જે પોતાને પ્રત્યક્ષ હોય તેને જ માનવાનું અને જે બીજાને પ્રત્યક્ષ હોય તે નહીં માનવાનું? જે વસ્તુ કોઈ એક વ્યક્તિને પણ પ્રત્યક્ષ હોય છે, તેને સંપૂર્ણ વિશ્વ પ્રત્યક્ષ માને છે.
અથવા, જે ઇન્દ્રિયો દ્વારા પ્રત્યક્ષ હોય, શું તે જ પ્રત્યક્ષ છે? તે તો ઔપચારિક પ્રત્યક્ષ હોય છે. વાસ્તવિક તથ્ય તો ઇન્દ્રિયાતીત હોય છે.
હે કપિત, કેવળજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને અવધિજ્ઞાનથી રહિત જીવોનાં જ્ઞાન અનુમાન માત્ર જ હોય છે વસ્તુઓનો સાક્ષાત્કાર કરનારા કેવળજ્ઞાનાદિ ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ' માનવામાં આવ્યાં છે. નરકને સિદ્ધ કરવામાં જ્યારે પ્રત્યક્ષ અને અનુમાન, બંને પ્રમાણભૂત છે ત્યારે, નારકોનું અસ્તિત્વ ના માનવું તે ઉચિત નથી.
પુણ્યકર્મનું પ્રકૃષ્ટ ફળ ભોગવનારા જેમ દેવ કહેવાય, તેમ પ્રકૃષ્ટ પાપફળ ભોગવનારાને “નારક” કહી શકાય. તું જો એમ માનતો હોય કે જેઓ અત્યંત દુ:ખી છે તેવાં પશુ-પક્ષીઓને નારક માનવાં જોઈએ, તો તે ઉચિત નથી, કારણ કે જેવી રીતે શ્રી સમરાદિત્ય મહાકથા
૫૦૧
For Private And Personal Use Only
Page #520
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવ ઉત્કૃષ્ટ પુણ્યફળને ભોગવનારા હોય છે તેમ ઉત્કૃષ્ટ પાપફળને ભોગવનારા પણ હોવા જઈએ ને?
અકંપિત, હું જે કંઈ કહું છું તે સત્ય છે. કારણ કે રાગ-દ્વેષ અને મોહથી હું મુક્ત છું. મને કેવલ્યની પ્રાપ્તિ થઈ છે. હું સવે શંકાઓનું નિરાકરણ કરું છું.”
અલંપિતની “નરક અંગેની શંકા દૂર થઈ. તેમણે ભગવાન મહાવીર સ્વામીનાં ચરણોમાં દીક્ષા ગ્રહણ કરી. તેમના છાત્રોએ પણ દીક્ષા લીધી.
ત્યાર પછી ભગવંતે, કે જેઓ પોતાના પૂર્ણ જ્ઞાનના આલોકમાં નરકને પ્રત્યક્ષ જોતા હતા, તેમણે નરક અંગે વિસ્તારથી અને ઝીણામાં ઝીણી માહિતી આપી. જૈનાગમોમાં આજે પણ એ માહિતી મળે છે. તેમાંથી થોડી માહિતી આપું છું.
ચૌદ રાજલોકના મુખ્ય ત્રણ વિભાગ છે : ૧. ઊર્વલોક (દેવો), ૨. મધ્યલોક (મનુષ્યો અને તિર્યંચો), ૩. અધોલોક. (નારી) અધોલોકમાં સાત નારકીઓ આવેલી છે. સાત નારકીઓનાં નામ અને નારક જીવોનાં આયુષ્ય : નરક પૃથ્વીનાં નામ | ઉત્કૃષ્ટ આયુષ્ય | ઓછામાં ઓછું આયુષ્ય રત્નપ્રભા
૧ સાગરોપમ ૧૦ હજાર વર્ષ શર્કરા પ્રભા
૩ સાગરોપમાં ૧ સાગરોપમ વાલુકાપ્રભા
૭ સાગરોપમ ૩ સાગરોપમ પંકપ્રભા
૧૦ સાગરોપમાં ૭ સાગરોપમ ધૂમપ્રભા
૧૩ સાગરોપમાં ૧૦ સાગરોપમ તમ:પ્રભા
૨૨ સાગરોપમ / ૧૭ સાગરોપમ તમતમ:પ્રભા
૩૩ સાગરોપમ ! ૨૨ સાગરોપમ સાત નારકીની વેદનાઓ :
પોષ મહિનો હોય, રાત્રે હિમપાત થતો હોય, ઠંડી હવા વાતી હોય.... શરીર નિર્વસ્ત્ર હોય... ને હિમાલયના પહાડ પર રહેલા હોય, તે મનુષ્યને જે દુઃખ થાય, તેના કરતાં અનંતગુણ દુઃખ નરકના જીવને નરકમાં કાઢીને આ મનુષ્યલોકના હિમાલય પર મૂકવામાં આવે તો હિમપાતમાંય તેને અનુપમ સુખ લાગે ને તે ઘસઘસાટ ઊંઘી જાય!
જ વૈશાખ-જેઠના મહિના હોય, મધ્યાહ્નનો સૂર્ય તપતો હોય, ચાર દિશાઓમાં અગ્નિની જ્વાલાઓ પ્રગટી હોય. અને પિત્ત પ્રકૃતિવાળા મનુષ્યને ત્યાં જે વેદના થાય, તેનાથી અનંતગુણ ઉષ્ણતાની વેદના નરકના જીવન હોય, તેને આ મનુષ્યલોકમાં ખેરનાં અંગારા પર સુવાડવામાં આવે તો ઊંધી જાય! ક અઢી દ્વીપના બધાં ધાન્ય ખાઈ જાય તો પણ તેની ભૂખ શમે નહીં.
પરિશિષ્ટ - ૨ { નરક
પ૦
For Private And Personal Use Only
Page #521
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બધી નદીઓનાં, સમુદ્રોનાં અને સરોવરોનાં પાણી પીએ, તો પણ નરકના જીવોની તરસ છીપે નહીં.
છરીથી શરીરને ખણી નાંખે, તો પણ તેમના શરીરની ખંજવાળ મટે નહીં. છે તે જીવો સદા પરવશ હોય, પરાધીન હોય.
મનુષ્યના શરીરમાં વધુમાં વધુ જેટલો તાવ હોય, એના કરતાં અનંતગુણ તાવ નરકના જીવોના શરીરમાં હોય.
નજીકના જીવો સદૈવ ભયભીત રહે. પરમાધામી દેવો અને અન્ય નરક જીવો તરફથી વધુ ભય રહે.
* સદેવ શોક-સંતપ્ત હોય છે. પરમાધામી દેવો દ્વારા અપાતાં દુઃખો : જેમણે મનુષ્યજીવનમાં દારૂ પીધા હોય તેમને ગરમ-ગરમ શીશાનો રસ પીવડાવે.
કે જેમણે મનુષ્યજીવનમાં પરસ્ત્રીગમન કર્યું હોય તેમને અગ્નિમય લોઢાની પૂતળી સાથે આલિંગન કરાવે.
છે કાંટાવાળા વૃક્ષ પર બેસાડે. એ લોઢાના ઘણથી મારે. આ વાંસલાથી છોલે.
ઘા ઉપર ખાર નાંખે. * ગરમ-ગરમ તેલમાં નાંખે. જે તીક્ષ્ણ ભાલામાં શરીરને પરોવે.
અગ્નિની ભઠ્ઠીમાં શેકે. આ ઘાણીમાં પીલી નાંખે. ક કરવતથી વહેરી નાંખે. વૈતરણી નદીમાં ડૂબકીઓ ખવડાવે. આ અગ્નિ જેવી રેતી પર ચલાવે. તલવારની ધાર જેવી પૃથ્વી પર દોડાવે.
* વજની કુંભમાં નાંખીને, નીચે તીવ્ર આગ પેટાવીને પકાવે. નારકીઓ આકાશમાં ઊછળે...
વાઘ વગેરે હિંસક પશુઓનાં રૂપ કરી, નારકીઓને દુઃખ આપે. સાતે નરકો કેવી છે : ૧. રત્નપ્રભા પૃથ્વીના ત્રણ ભાગ છે : પહેલો ખર-ભાગ ૧૬ હજાર યોજનાનો છે. તેમાં ઘણાં રત્નો છે. બીજો પબહુલ-ભાગ ૮૪ હજાર યોજનાનો છે. તેમાં કાદવ છે. ત્રીજો જલબહુલ-ભાગ ૮૦ હજાર યોજનનો છે. તેમાં પાણી છે. ૨. શર્કરા પ્રભામાં કાંકરા ઘણા છે. ૩. વાલુકાપ્રભામાં રેતી ઘણી છે. ૪. પંકપ્રભામાં કાદવ ઘણો છે. ૫. ધૂમપ્રભામાં ધુમાડો ઘણો છે. ૬. તમ:પ્રભામાં અંધકાર ઘણો છે.
૭. તમતમ પ્રભામાં અતિઘણો અંધકાર છે. શ્રી સમરાદિત્ય મહાકથા
પ03
For Private And Personal Use Only
Page #522
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
દરેક નરકના નરકાવાસ : તેની સંખ્યા : તેના આકાર :
નરક
ત્રિકોણ | ચોખૂણા | પંક્તિબદ્ધ
આવાસ
રત્નપ્રભા
શર્કરાપ્રભા
ધૂમપ્રભા
તમપ્રભા
ગોળ
આવાસ આવાસ આવાસ
www.kobatirth.org
૨૨૩
૧૪૫૩ ૧૫૦૮
૮૭૫ ૯૨૪
વાલુકાપ્રભા ૪૭૭ ૫૨૬
પંકપ્રભા
૨૫૨
909
૧૦૦
૨૬૫
૨૮
૬૩
તમતમઃપ્રભા
૧
૪
d
૫
ઈં
૫
* આ રીતે નરકાવાસોની ઊંચાઈ, પહોળાઈ અને લંબાઈ પણ બતાવવામાં આવી. * સાતે નરકોમાં જે પ્રતો છે (માળ) તે પણ બતાવવામાં આવી છે.
66
૧૫
૧૪૭૨
૮૯૬
૪૯૨
૨૩૨
८८
૨૦
૪૪૩૩
૨૬૯૧
૧૪૮૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છૂટા છૂટા આવાસ
* કયા જીવો મરીને કઈ નરક સુધીમાં ઉત્પન્ન થાય.
* કેવા સંઘયણવાળો જીવ કઈ ન૨કમાં જાય,
કુલ નરકાવાસ
* દરેક ન૨ક-પૃથ્વીની ચારે દિશાઓમાં રહેલા ઘનોદધિ, ઘનવાત અને તનવાતનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે.
ૐ દરેક ન૨ક-પૃથ્વીની જાડાઈ બતાવવામાં આવી છે.
* સાતે નરકના જીવોનાં શરીરની ઊંચાઈ બતાવવામાં આવી છે.
૨૯,૯૫,૫૬૭ ૩૦ લાખ ૨૪,૯૭,૩૦૫ ૦૨૫ લાખ ૧૪,૯૮,૫૧૫ |૧૫ લાખ
૯,૯૯,૨૯૩ |૧૦ લાખ
૨,૯૯,૭૩૫ ૩ લાખ
૯૯,૯૩૨ ૯૯,૯૯૫
* નારકી-જીવોને કઈ કઈ લેશ્યાઓ હોય,
* નારકીના જીવોનું અવધિજ્ઞાન કેવું હોય અને અવધિજ્ઞાનનું ક્ષેત્ર કેવું હોય... આ બધું સર્વજ્ઞ ભગવંતોએ પોતાના પૂર્ણ જ્ઞાનમાં જોઈને બતાવેલું છે. આ કોઈ કલ્પના નથી. વાસ્તવિક્તા છે.
નરકમાં કોણ જાય છે?
For Private And Personal Use Only
* જેમાં અસંખ્ય... અનંત જીવોની હિંસા થતી હોય છે. તેવા ધંધાઓ કરનારા.
* સ્થાવર-જંગમ સંપત્તિ-વૈભવ પર તીવ્ર મમત્વ, આસક્તિ રાખનારા, ♦ પ્રચંડ ક્રોધી... સતત ક્રોધ કરનારા,
* તીવ્ર પાપોના સતત વિચારો કરનારા, તીવ્ર ભાવે પાપ કરનારા, * રૌદ્રધ્યાન કરનારા.
* હિંસાના તીવ્ર ભાવથી મનુષ્ય વગેરેની હિંસા કરનારા.
આવા મનુષ્યો મરીને નરકમાં જાય છે. નરકને પ્રત્યક્ષ જુએ છે...! સ્વર્ગ અને નરકનાં વર્ણન જે આગમોમાં આવે છે, તે આગમોનાં થોડાં નામ :
૧. ઠાણાંગ સૂત્ર, ૨. સમવાયાંગ સૂત્ર, ૩. વિવાહપન્નત્તિ સૂત્ર, ૪. જીવાભિગમ સૂત્ર, ૫. પન્નવા સૂત્ર, ૬. વિપાક સૂત્ર, ૭. સૂર્યપન્નત્તિ, ૮. ચન્દ્રપન્નત્તિ, ૯. બૃહત્સંગ્રહણી, ૧૦. જીવવિચાર-પ્રકરણ, ૧૧. કલ્પસૂત્ર, ૧૨. તત્ત્વાર્થ સૂત્ર, ૧૩. નિરયાવલિકા સૂત્ર. પરિશિષ્ટ - ૨ * નરક
૪
Page #523
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir झाचार्य श्री कलासरायरसरि ज्ञानमंदिर कावा तीर्य Acharya Sri Kailasasagarsuri Gyanmandir Sri Mahavir Jain Aradhana Kendra Koba Tirth, Gandhinagar-382 007 (GU)) INDIA Web site : www.kobatirth.org E-mail: gyanmandir @kobatirth.org CONCEPT: BIJAL CREATION 09376725757 ISBN 81-89177-07- 9 1 5BN SET 81-89177-06-0 For Private And Personal Use Only