________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રિયંકા, આજે આપણે ક્રીડા-સુંદર સુંદર ઉદ્યાનમાં ફરવા જવું છે. તારે સાથે આવવાનું છે, સમજી? હજુ સંધ્યા સમયને વાર છે... હું તૈયાર થાઉં છું, તું પણ તૈયાર રહેજે.”
રાજકુમારી કુસુમાવલીએ પોતાની પ્રિય દાસી પ્રિયંકરાને સૂચના આપી. પ્રિયંકરાએ મધુર વાણીમાં કહ્યું :
સ્વામિની, હું તૈયાર રહીશ, રથ પણ બોલાવી લઉં છું.” “અરે પ્રિયંકરા, તને મેં કેટલીવાર કહ્યું છે કે જ્યારે આપણે બે જ હોઈએ ત્યારે મને તું સ્વામિની' ના કહે, તારે મને કુસુમ જ કહીને જ બોલાવવાની છે.'
“ભૂલ થઈ... સ્વામિ... ના, ના, કુસુમ! હવેથી કુસુમ કહીને જ બોલાવીશ...!”
પ્રિયંકા ખંડની બહાર ચાલી ગઈ. કુસુમાવલી સ્નાનગૃહમાં પ્રવેશી ગઈ. આર્જ સવારથી એનું મન આનંદથી ઊભરાતું હતું. કોઈ અવ્યક્ત પ્રસન્નતાથી તે તર-બતર થઈ રહી હતી. સવારે તેણે એક કલાક વીણાવાદન કર્યું હતું. તે પછી લગભગ ત્રણ કલાક સુધી ચિત્રકામ કર્યું હતું. તેને ચિત્રકામમાં ખૂબ જ અભિરુચિ હતી. બપોરનો. સમય તેણે સખીઓની સાથે વાર્તા-વિનોદમાં પસાર કર્યો હતો. સંધ્યાસમયે તેને નગરની બહાર આવેલા વિશાળ રમણીય ઉદ્યાનમાં જવાની ઇચ્છા થઈ હતી. આમ તો એને એકલીને જ જવું હતું. પરંતુ રાજકૂળની મર્યાદા મુજબ એ એકલી જઈ શકે નહીં, તેથી તેણે પોતાની પ્રિય દાસી પ્રિયંકરાને સાથે આવવાનું કહ્યું.
તેણે સ્નાન કર્યું. નાનગૃહમાંથી બહાર નીકળીને તે શૃંગાર-ગૃહમાં ચાલી ગઈ. તેણે કેસર અને ચંદનના દ્રવ્યથી પોતાનું મુખ સુશોભિત કર્યું. આંખોમાં અંજન આંજયું. હોઠ ઉપર લાલી લગાડી. કપાળમાં રત્નતિલક લગાડવું.... કાળા કેશપાશને ઓળીને સરખો કર્યો. આંગળીઓમાં મણિ-મુદ્રિકાઓ પહેરી લીધી. પગમાં મૂલ્યવાન ઝાંઝર પહેરી લીધાં. ગળામાં ઝગારા મારતો રત્ન-હાર નાંખ્યો. આછા ગુલાબી રંગની કંચુકી પહેરી... અને વાદળી રંગની રેશમી ઓઢણી ઓઢી. અંબોડામાં સુગંધી જૂઈના ફૂલોની વેણી નાંખી. તેણે શરીર પ્રમાણ અરીસામાં પોતાને જોઈ.. આનંદવિભોર થઈ તે નાચી ઊઠી.
ગૌરવર્ણ. અભુત રૂપ-લાવણ્ય અને મનગમત શણગાર! જાણે કે દેવલોકમાંથી અપ્સરા ઊતરી આવી હતી. તે જ્યારે બેઠક-ખંડમાં આવી ત્યારે પ્રિયંકરા એની રાહ
ભાગ-૧ જ ભવ બીજો
૧૮0
For Private And Personal Use Only