________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જોતી ઊભી હતી. તેણે. ધીમે પગલે ચાલી આવતી કુસુમાવલીને જોઈ... તેની આંખો પહોળી થઈ ગઈ... મુખ પર આનંદ છવાઈ ગયો... અરે કુસુમ... આજે તેં શો અદભુત શણગાર સજ્યો છે! આજે તારી રક્ષા કરવા માટે કમરમાં કટારી છુપાવી રાખવી પડશે... કોઈ પરાક્રમી રાજકુમાર તારું અપહરણ.”
બસ, બસ, ચબાવલી, તારે મારી ચિંતા કરવાની જરૂર નથી. જો આ કટારી' કુસુમાવલીએ કમરમાં છુપાવીને રાખેલી નાનકડી કટારી કાઢીને બતાવી. અને પાછી છુપાવી દીધી. પ્રિયંકરાનો હાથ પકડી તે પોતાના ખંડમાંથી બહાર નીકળી. રથ તૈયાર જ હતો.
બંને સખીઓ રથમાં બેઠી. સારથિએ રથને “કીડા-સુંદર' ઉદ્યાન તરફ હંકારી મૂક્યો.
૦ ૦ ૦. વસંતની મદઘેલી મોસમ હતી. ઉદ્યાનના સેંકડો આમ્રવૃક્ષોની ડાળીઓ પર ભમરાઓનાં વૃંદ ગુંજારવ કરતાં હતાં. અનેક અશોકવૃક્ષો ઉપર બેઠેલી કોયલોનો મધુર સ્વર યુવાન હૈયાઓને ઉન્મત્ત કરતો હતો. લાલ-લાલ કેસૂડાનાં પુષ્પો, જાણે દિશાઓ સળગી રહી હોય તેવો આભાસ પેદા કરતાં હતાં. ત્યાં નિસર્ગનું સૌન્દર્ય પથરાયેલું હતું.
રથ ઉદ્યાનના દ્વારે આવીને ઊભો રહી ગયો. કુસુમાવલી દાસી પ્રિયંકરા સાથે રથમાંથી ઊતરી ગઈ. બંનેએ ઉદ્યાનમાં પ્રવેશ કર્યો. ઉદ્યાનની રમણીયતાએ રાજકુમારીના ચિત્તને પ્રસન્ન કરી દીધું. ઉદ્યાનમાં ફરતાં ફરતાં એક સુંદર લતામંડપમાં જઈને બંને સખીઓ બેઠી. પ્રિયંકરાએ રાજકુમારીને પૂછ્યું :
કુસુમ, શું અહીં ભગવાનું કામદેવ પણ આવીને રતિની સાથે ક્રીડા સુખ અનુભવતા હશે! ખરેખર, આવું રમણીય ઉદ્યાન આ રાજ્યમાં બીજું એકેય નહીં હોય.”
“તારી વાત સાચી લાગે છે પ્રિયા, મધ્યરાત્રિના સમયે, જ્યારે આ ઉદ્યાનમાં કોઈ મનુષ્ય ન હોય ત્યારે, જરૂર અપ્સરાઓ સાથે દેવો ઊતરી આવતા હશે!'
પ્રિયંકરાની દૃષ્ટિ ઉદ્યાનમાં ચારે બાજુ ફરતી હતી. ધરાઈ-ધરાઈને એ નિસર્ગના સૌન્દર્યનું પાન કરતી હતી. ત્યાં અચાનક એની દૃષ્ટિ એક સોહામણા નવજવાન ઉપર પડી. તેણે કુસુમાવલીનો હાથ દબાવીને, એનું ધ્યાન દોર્યું. નવજવાન એની મસ્તીમાં મંદ-મંદ ગતિથી ચાલ્યો આવતો હતો.
પ્રિયંકરાએ કુસુમાવલીના કાનમાં કહ્યું : “ઓળખે છે આને? આ મહારાજકુમાર સિંહ છે... મહારાજા પુરુષદાનો પુત્ર! શ્રી સમરાદિત્ય મહાકથા
૧૮
For Private And Personal Use Only