________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી
હરિભદ્ર પુરોહિતને એવી પ્રતિજ્ઞા હતી કે ‘જેનું કથન મારાથી નહીં સમજાય, તેનો હું શિષ્ય થાઉં.’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેઓ ચિત્તોડના રાજમાર્ગ ઉપરથી પ્રભાતના સમયે પસાર થતા હતા, ત્યાં સાધ્વીજીને ગંભીર સ્વરે સ્વાધ્યાય કરતી સાંભળી. તેઓ ઉપાશ્રયના દ્વાર પાસે ગયા. તેમણે સાધ્વીના મુખે એક ગાથા સાંભળી.. चक्कीदुगं हरिपणगं, पणगं चक्कीण केसवो चक्की ।
केसब चक्की केसव, दुचक्की कसीय चक्कीय ।। હરિભદ્રને આ ગાથાનો અર્થ ના સમજાયો. તેઓ ઉપાશ્રયમાં ગયા અને સાધ્વી ‘યાકિની મહત્તરા’ને પૂછ્યું.
‘હે ભગવતી, આ શું ચકચક છે? આ ગાથાનો અર્થ જણાવો.' સાધ્વીએ કહ્યું : ‘હે વત્સ, અર્થ કહેવાનો અમારો અધિકાર નથી, અર્થ ગુરુદેવ કહે.'
‘તેઓ કયાં છે?’
‘વસતિમાં.’
મને એ બતાવો....
યાકિની મહત્તરા, હરિભદ્રને આચાર્ય જિનદત્તસૂરિજી પાસે લઈ ગઈ, સાધ્વીએ ગુરુદેવને પ્રણામ કરીને બધી વાત કરી. આચાર્ય હરિભદ્રને ગાથાનો અર્થ વિસ્તારથી સમજાવ્યો,
હરિભદ્રે કહ્યું : ‘મારે પ્રતિજ્ઞા છે કે જે કથન હું ના સમજું, એમનો શિષ્ય થઈ જાઉં....
આચાર્યે કહ્યું : જો એમ છે તો તું આ મહત્તરા સાધ્વીનો ધર્મપુત્ર થઈ જા...’
હરિભદ્રે જિનદત્તસૂરિજી પાસે દીક્ષા લીધી. હરિભદ્ર પુરોહિત, હરિભદ્ર મુનિ બની ગયા.
For Private And Personal Use Only