________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હરવા-ફરવાથી અને આમોદ-પ્રમોદથી તેને દૂર રહેવાનું હતું. પરંતુ વસંતપુરથી ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં આવતાંની સાથે જ, મહારાજા જે રીતે આચાર્ય વિજયસેન તરફ ખેંચાઈ ગયા હતા, ભાવુકતાના પ્રવાહમાં વહી ગયા હતા. તે વસંતસેનાને ખટકતું હતું. એટલે એ તીવ્ર પ્રેમના બંધનમાં ગુણસેનને જકડી રાખવા તત્પર બની હતી.
એણે આજે ગુણસેનને ગમતાં સુંદર વસ્ત્રો પહેર્યા. ગુણસેનને ગમતા અલંકારો પહેર્યા. ગુણસેનને ગમતી કેશસજા કરી.
રાજા-રાણી રથમાં બેઠાં. રથ નગરના રાજમાર્ગો પર દોડવા લાગ્યો. પ્રજાજનો હર્ષિત બન્યા. મહારાજાનું અભિવાદન કરવા લાગ્યા. મહારાજાની દૃષ્ટિ નગર અને નગરજનો પર મંડાયેલી હતી.
જ્યારે રથ નગરની બહાર નીકળ્યો અને કુમુદિની-ઉદ્યાન તરફ દોડવા માંડ્યો ત્યારે ગુણસેને વસંતસેના સામે જોયું. એની સૌન્દર્યસભર દેહલતા જોઈ. એમના મુખ પર પ્રસન્નતા છવાઈ ગઈ. વસંતસેના પણ “મને અને મારા શૃંગારને જોઈને પ્રસન્ન થયા છે,” એમ જાણીને આનંદિત થઈ. મહારાજાએ કહ્યું :
દેવી, આ રીતે આપણે ઘણા મહિનાઓ પછી ઉદ્યાનમાં વિહાર કરવા જઈ રહ્યાં છીએ, નહીં?’
સાચી વાત છે આપની, બે વર્ષથી પણ વધારે સમય વીતી ગયો... એ સમયમાં આપણે વસંતપુર જઈ આવ્યાં ને!'
જે ભાવનાથી અને જે ઉદ્દેશ્યથી ગયાં હતાં વસંતપુર, એ ઉદ્દેશ્ય સિદ્ધ ના થયો, એ ભાવના ફળીભૂત ન થઈ...' ‘પરંતુ પુત્રરત્નની ત્યાં પ્રાપ્તિ થઈ!” રાજા-રાણી હસી પડ્યાં. રથ ઉદ્યાનમાં પ્રવેશ્યો. ઉદ્યાનમાં રથને ઊભો રાખી. રાજા-રાણી રથમાંથી ઊતરી ગયાં. ઉદ્યાનના પ્રવેશદ્વારે સશસ્ત્ર સૈનિકો ગોઠવાઈ ગયા. એક નિયમ હતો કે ઉદ્યાનમાં જ્યારે રાજા-રાણી હોય ત્યારે બીજા કોઈ જ પ્રજાજનો ઉદ્યાનમાં જઈ ન શકે. રાજપુરુષો પણ તેમાં પ્રવેશી ના શકે.
ભૂરુંભૂરું આકાશ... ઊંચા-ઊંચા ઘટાદાર વૃક્ષો.. રંગબેરંગી સુગંધી પુષ્પોના છોડરમણીય લતા-મંડપો.... કૂદતાં-નાચતાં મુગવંદો... કલરવ કરતાં વિવિધ પક્ષીઓ... ખળખળ વહેતાં ઝરણાંઓ...
ન કોઈ કોલાહલ, ન કોઈ શોરબકોર, ન કોઈ મારામારી... ન કોઈ ધાંધલ શ્રી સમરાદિત્ય મહાકથા
૧૩)
For Private And Personal Use Only