________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
IY૧T
દિવસની બે ઘટિકા બાકી હતી. મહારાજા રાજમહેલમાં પાછા આવી ગયા હતા. સૂર્યાસ્ત પહેલાં એમને ભોજન કરી લેવાનું હતું.
“નાથ, ભોજન માટે પધારો.” રાણી વસંતસેનાએ સ્વયં આજે રસોઈ બનાવી હતી. ભોજનની પૂર્વતૈયારી કરી હતી. મહારાજાના ખંડમાં આવીને તેણે ભોજન માટે નિમંત્રણ આપ્યું.
આજથી હવે રાત્રિભોજનનો ત્યાગ છે! બહુ મોટા પાપનો ત્યાગ થઈ ગયો..” રાજાએ આનંદ વ્યક્ત કર્યો. રાણીની સાથે તેઓ ભોજન માટે ગયા. રાજાને ભોજન પીરસીને રાણી પણ ભોજન કરવા બેસી ગઈ.
દેવી, તમે પણ શું રાત્રિભોજનનો ત્યાગ કર્યો?”
નાથ, મારે તો આપના પગલે-પગલે ચાલવાનું છે. પરંતુ આપ એવું લાંબુ પગલું ના ભરતા. કે હું એવું પગલું ના ભરી શકું! આપ તો પરાક્રમી છો.. લાંબી છલાંગ પણ મારી દો... મારું ગજું નહીં છલાંગ મારવાનું!' મહારાજા હસી પડ્યા.
તમે મારા પગલે-પગલે ચાલવાનાં છો, તો મારે તમારો વિચાર કરીને જ પગલાં ભરવાં પડશે દેવી!”
આજ દિન સુધી આપે મારો વિચાર કર્યો જ છે. હવે પણ કરશો જ, એવો મારો વિશ્વાસ છે. ભવિષ્યમાં એને જે વાત કરવાની છે, તેની પૂર્વભૂમિકા રાણીએ બાંધવા માંડી.’
નાથ, આજે આપણે સૂર્યાસ્ત પછી “કુમુદિની” ઉદ્યાનમાં જઈએ તો?' રાણીએ પ્રસ્તાવ મૂક્યો.
ભલે, હું રથ તૈયાર કરવા દ્વારપાલને કહી દઉં છું. આ નિમિત્તે નગરનું અવલોકન પણ થઈ જશે.” મહારાજા એમના ખંડમાં ચાલ્યા ગયા. રાણી શણગાર સજવા અરીસાભવનમાં ચાલી ગઈ.
વસંતસેનાના મનમાં છેલ્લા કેટલાક દિવસોથી, જ્યારથી વસંતપુર ગઈ હતી ત્યારથી, એક વિચાર ઘુમરાયા કરતો હતો. મહારાજા તપોવન અને તપસ્વીઓ તરફ ઢળતા જાય છે. એમનાં માતા-પિતાની પણ એવી જ પ્રેરણાઓ મળેલી છે.. એ પણ તપોવનવાસી બનેલાં હતાં. આ પણ એ વિચારોમાં ન બંધાઈ જાય તો સારું...' પરંતુ વસંતપુરમાં તેની ગર્ભાવસ્થામાં છેલ્લા મહિનાઓ હતા. એટલે આમેય
૧૩૬
ભાગ-૧ ૪ ભવ પહેલો
For Private And Personal Use Only