________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોક્ષમાર્ગ સમજાવ્યો... ગૃહસ્થ ધર્મનાં બાર વ્રત સમજાવ્યાં. પ્રભો, એ બાર વ્રતમય ગૃહસ્થ ધર્મનો સ્વીકાર કરવાની ઇચ્છા મારા મનમાં જાગી છે.”
મહાનુભાવ, તમારા જેવા ભવ્યાત્માનું એ જ કર્તવ્ય છે. તમારા માટે એ જ કરણીય છે.'
આચાર્યદેવે રાજા ગુણસેનને વિધિપૂર્વક બાર વ્રત આપ્યાં. બાર વ્રતોના પાલન માટે સમ્યગુ માર્ગદર્શન આપ્યું, અને સસ્પેરણાથી રાજાના હૃદયને ઉલ્લસિત કરી દીધું. પરિવાર સહિત રાજાએ પુનઃ આચાર્યદેવને વંદના કરીને કહ્યું :
ભગવંત, દિવસના ચોથા પ્રહરના પ્રારંભે આપનાં ચરણોમાં પુનઃ ઉપસ્થિત થઈશ.”
આચાર્યદેવે અનુમતિ આપી. રાજા સપરિવાર રાજમહેલે પહોંચ્યા, કંઈક પરમતત્ત્વ પામ્યાની તૃપ્તિ સાથે!
અશોકદત્ત શ્રેષ્ઠી પાસેથી રાજાને જાણવા મળ્યું હતું કે આચાર્યદેવ ક્ષિતિપ્રતિષ્ઠિતમાં એક મહિનો સ્થિરતા કરવાના છે. તેથી તેમણે પોતાનો દૈનિક કાર્યક્રમ નક્કી કરી દીર્ધા હતો. દિવસના બીજા પ્રહરમાં અને ચોથા પ્રહરમાં આચાર્ય ભગવંત પાસે જવાનું ગોઠવી દીધું હતું.
તેમને હજુ વિશેષરૂપે ગૃહસ્યધર્મ અને સાધુધર્મનું સ્વરૂપ સમજવું હતું. ક્રિયાત્મક અને ભાવાત્મક ધર્મની ઊંડી સમજણ મેળવવી હતી. એ આચાર્યદેવ અને મુનિર્વાદની સેવા-ભક્તિ કરવી હતી. એક મહિનામાં ઘણી-ઘણી ઉપલબ્ધિ કરવી હતી.
મહારાજાના ખેદ, ઉદ્વેગ અને વિષાદ દૂર થઈ ગયા. આચાર્યદેવના સંપર્કથી તેમણે નવી ચેતના પ્રાપ્ત કરી. અપૂર્વ આનંદ અનુભવ્યો. જીવનનું સાફલ્ય અનુભવ્યું. તેમણે પોતાનો આનંદ મહારાણી વસંતસેનાની આગળ વ્યક્ત કર્યો. મહારાણીએ ઔપચારિકતાથી એ આનંદને વધાવ્યો.. પરંતુ તેના હૃદયમાં જુદી જ ગડમથલ ઊભી થઈ ગઈ.
આવા સાધુપુરુષોના સંપર્કથી આ વિરક્ત બનીને.. ગૃહવાસ ત્યજીને ચાલ્યા તો નહીં જાય? સાધુ તો નહીં બની જાય? ના, ના, હું એમને ગૃહવાસનો ત્યાગ નહીં કરવા દઉ...'
ચોથા પ્રહરના પ્રારંભે મહારાજાનો રથ અશોકવનના દ્વારે જઈને ઊભો રહ્યો.
ક
ક
એક
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૩૫
For Private And Personal Use Only