________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નીરવ શાન્તિ.. પ્રસન્નતા અને આલાદકતા!
રાજા-રાણી આનંદવિભોર થઈ ગયાં. એક નયનરમ્ય લતામંડપમાં જઈ બેઠાં. થોડો સમય મૌન રહી, ગુણસેને કહ્યું :
“અહીં બધું સુંદર છે, આલ્હાદક છે, એક વસ્તુ ખૂટે છે...!” “શું ખૂટે છે સ્વામીનાથ?” પરમાત્માનું મંદિર!'
ઓહો...! સાચી વાત છે આપની... મંદિર હોય તો સોનામાં સુગંધ ભળે!” રાણીએ રાજી થઈને કહ્યું. ગુણસેને રાણીની વાત સુધારી :
સોનામાં સુગંધ નહીં, સુગંધમાં સોનું ભળે! સુગંધ તો છે જ અહીં!' વસંતસેના ખડખડાટ હસી પડી.
મહારાજાએ કહ્યું : “મારે ભૌતિકતા સાથે આધ્યાત્મિકતાને જોડવી છે. મનુષ્ય માત્ર ભૌતિક સુખોમાં જ રાચે-માર્ચ નહીં, સાથે સાથે આત્મા-મહાત્મા અને પરમાત્માનો પણ ચાહક બને, એ અતિ આવશ્યક છે.
જ હું આત્મા છું. કે હું શાશ્વત, અખંડ ને અવિનાશી આત્મા છું.
અનાદિકાળથી આ સંસારમાં ભટકીને દુઃખ પામું છું. જ હવે ભવભ્રમણથી મારે મુક્ત થવું છે,
મારા પરમાત્મ-સ્વરૂપને મારે પામવું છે. કે એ માટે મહાત્માઓની જ શરણાગતિ લેવી જોઈએ!
અહો! આચાર્ય વિજયસેન કેવા જ્ઞાની મહાત્મા છે... એમણે મારી મોહનિદ્રા ઉડાવી દીધી. મારી જ્ઞાનદષ્ટિ ખોલી નાંખી..
દેવી, વસંતપુરનું તપોવન મને ગમતું હતું, ત્યાંના કુલપતિ આર્ય કૌડિન્ય મને ગમતા હતા, પરંતુ આ આચાર્યદેવની તો વાત જ ન્યારી છે! મોક્ષની કેવી સ્પષ્ટ... સુરેખ અને વાસ્તવિક કલ્પના આપી! મોક્ષમાર્ગનું કેવું સુંદર માર્ગદર્શન આપ્યું! દરેક ગૃહસ્થ ગૃહવાસમાં રહીને પણ મોક્ષમાર્ગની આરાધના કરી શકે, તે માટે કેવો સરલ ગૃહસ્થધર્મ બતાવ્યો!
શું આચાર્ય વિજયસેને ગૃહસ્થધર્મ બતાવ્યો?' રાણીના હૃદયમાં કંઈક ટાઢક વળી!
“હા, બાર વ્રતમય વિશિષ્ટ ગૃહસ્વધર્મ બતાવ્યો! નિરપરાધી કોઈ ત્રસ જીવને જાણીબૂજીને મારવો નહીં... કોઈનું મોત થઈ જાય તેવું અસત્ય બોલવું નહીં, ચોરી કરવી નહીં, પરસ્ત્રીનો ત્યાગ કરવો, સ્વપત્નીમાં સંતોષ રાખવો. સ્થાવર-જંગમ સંપત્તિની મર્યાદા બાંધવી. વગેરે વ્રતો તેમણે બતાવ્યાં!
ભાગ-૧ * ભવ પહેલો
૧૪
For Private And Personal Use Only