________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“અદ્દભુત! રાજા-પ્રજા સહુના માટે અતિ ઉપકારક! મહારાજા, શું સ્ત્રીઓ પણ આવાં વ્રતો લઈ શકે?'
કેમ નહીં? સ્ત્રીઓ પણ વ્રતો અને મહાવ્રતો લઈ શકે છે. પાળી શકે છે અને મુક્તિ પામી શકે છે.' રાણી વિચારમાં ડૂબી.
આકાશમાં ચંદ્રોદય થયો હતો. આખું ઉદ્યાન ચાંદનીમાં સ્નાન કરી રહ્યું હતું. વાતાવરણ અતિ આલ્હાદક બની ગયું હતું. મહારાજા ગુણસેન નિસર્ગના સૌન્દર્યનું પાન કરવા લાગ્યા. વિચારમાં ડૂબેલી વસંતસેના સામે જોઈ, ગુણસને સસ્મિત કહ્યું : વસન્તા..' સ્વામીનાથ!' રાણી વિચારોમાંથી જાગી. બહુ ઊંડા વિચારોમાં ડૂબી ગઈ!' આપની વાતોના વિચારોમાં ડૂબી ગઈ...” “કેવા વિચારો કર્યા?
આચાર્યદેવે જે અણુવ્રતો બતાવ્યાં, તે અણુવ્રતોનો સમગ્ર રાજ્યમાં ઢંઢેરો પિટાવી દીધો હોય તો? અને જે કોઈ સ્ત્રી-પુરુષ આ વ્રતો પાળે, તેને રાજ્ય તરફથી સન્માનિત કરવામાં આવે. તો પ્રજાનું જીવન કેટલું સારું બને? રાજ્યમાં સ્વર્ગ ઊતરી આવે.”
વસંત, કેવી સારી યોજના તું ઘડી શકે છે? પ્રજાના હિતના વિચારો કરીને, તું તારું મહારાણી-પદ શોભાવી રહી છે!”
“ના રે ના, એવી કોઈ યોજના બનાવતાં મને નથી આવડતી. હું તો આપના સુખનો વિચાર કરું... કરતી રહું. એટલે બસ! બીજું વિચારનારા તો આપ બેઠા જ
છો...”
એ વિચાર તો તારા હૈયામાં સતત રમ્યા જ કરે છે. તારો અપાર પ્રેમ પામીને ખરેખર, હું ધન્ય બન્યો છું.' ચન્દ્રના પ્રકાશમાં રાણીના મિતોજ્જવલ મુખને જોતા રાજાએ પોતાનો પ્રેમ પ્રદર્શિત કર્યો.
અને પ્રાણનાથ, આપને પામીને હું કેવી કતાર્થ બની છું – એ વાત કહેવાને માટે મારી પાસે શબ્દો નથી. શત્રુનું દમન કરવા માટે આપ વજ જેવા કઠોર બની શકો છો. તેવી રીતે મેં આપને કમલ કરતાં ય વધારે કોમળ અનુભવ્યા છે. દુશ્મનના માટે આપ વૈશાખના આગ વરસાવતા સૂર્ય બની શકો છો, તેવી રીતે મેં આપને ચન્દ્ર કરતાં પણ અધિક સૌમ્ય અને શીતલ અનુભવ્યા છે. વર્ષોથી.... જ્યારથી હું આપને વરી છું ત્યારથી નિરંતર આપનો અગાધ પ્રેમ પામી છું.” શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only