________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બોલતાં બોલતાં વસંતસેનાનું વદન લાલ થઈ ગયું. દેવી...!” સ્વામીનાથ! “મને લાગે છે ઘણીવાર... કે નર્યા સુખના સરોવરમાં હું તરી રહ્યો છું. મને કોઈ દુઃખ નથી. પરંતુ જ્યાં અગ્નિશર્માનો વિચાર આવી જાય છે, મારું મન વિષાદથી ભરાઈ જાય છે.'
નાથ, હવે અગ્નિશર્મા ભુલાઈ જશે, એ તપોવન પણ ભુલાઈ જશે. કારણ કે આપને મહાન જ્ઞાની આચાર્યશ્રી વિજયસેન મળ્યા છે ને? કેવું એમનું મહાન વ્યક્તિત્વ છે! કેવી એમની અપાર કરુણા છે! કેવી મધુર અને ગંભીર એમની વાણી છે!'
“તારી વાત સાવ સાચી છે. એ મહાન ચારિત્રવંત આચાર્યના સાન્નિધ્યમાં તો હું પરમ શાન્તિ અનુભવું છું. ત્યાં મનમાં કોઈ વિષાદ ટકતો નથી, કોઈ ચિંતા... વ્યથા કે વેદના સતાવતી નથી. ત્યાં મને બે દિવસમાં ક્યારેય અગ્નિશર્માની સ્મૃતિ આવી નથી.”
“એટલે જ કહું છું કે એ અગ્નિશર્મા ભુલાઈ જશે. આચાર્યશ્રી વિજયસેન આપના મન પર છવાઈ જશે.. પણ મને એક ભય સતાવે છે...' રાણીએ અવસર પામીને પોતાને કહેવાની વાતની પ્રસ્તાવના કરી દીધી! “તને ભય સતાવે છે? શાનો ભય? કોનો ભય?' આપનો!” મારો ભય?” હા જી!' કેવો ભય?”
જેમ આપ અગ્નિશર્માને ભૂલી જશો એમ મને પણ નહીં ભૂલી જાઓને? આ આચાર્યદેવ જેમ કેષના પાત્રને ભુલાવી દે તેવા છે, તેમ રાગના પાત્રને પણ ભૂલાવી દે તેવા છે...! પરંતુ નાથ, મને આપ વચન આપો કે આપ મારો ક્યારેય ત્યાગ નહીં કરો.... મને ક્યારેય ભૂલી નહીં જાઓ...' રાણીની આંખો ભીની થઈ ગઈ. તે સરકીને મહારાજાની લગોલગ આવી ગઈ.
મહારાજા ગુણસેન ઊંડા વિચારમાં પડી ગયા. વસંતસેના મૌન થઈ ગઈ. વાદળોથી મુક્ત ચન્દ્રને જોવા લાગી.
સંયોગ અને વિયોગ.... એક નિયતિ છે દેવી. જેનો સંયોગ તેનો વિયોગ. કોણ કોનો ત્યાગ કરશે, કોણ જાણે છે દેવી? સર્વજ્ઞ જાણે છે. તું ને હું નથી જાણતાં.
કેવી રીતે વચનબદ્ધ થાઉં કે હું તને ક્યારેય નહીં છોડી જાઉં? મેં મૃત્યુ પર ક્યાં વિજય મેળવ્યો છે? ગમે ત્યાંથી ને ગમે ત્યારે મૃત્યુ ઉપાડી જઈ શકે છે. મને ઉપાડી 180
ભાગ-૧ ૪ ભવ પહેલો
For Private And Personal Use Only