________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાય... તને ઉપાડી જાય... હું તને રોતી-કકળતી છોડીને કાળનો કવલ બની જાઉં... મને છોડીને તું મૃત્યુના મુખમાં ધકેલાઈ જાય.. આ સંસાર છે દેવી! સંસારમાં આવું બધું બને જ.
રહી વાત યાદ રાખવાની ને ભૂલવાની! તને ભૂલવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. તું યાદ રહેવાની જ છે, તેં મારા પર એક બહુ મોટો ઉપકાર કર્યો છે...!”
ખોટી વાત, મેં કોઈ જ ઉપકાર કર્યો નથી.”
કર્યો છે. દેવી! તેં મને... મારા મનને એટલું સંતુષ્ટ રાખ્યું છે.... એટલો બધો પ્રેમ આપી રહી છે.. કે મારું મન ક્યારેય પરસ્ત્રી તરફ ગયું નથી. મનથી પણ મેં પરસ્ત્રીગમનનો વિચાર કર્યો નથી. મનમાં એવો વિચાર આવ્યો જ નથી. તેં મને બહુ મોટા પાપથી બચાવી લીધો છે. આ શું નાનો ઉપકાર છે? બહુ મોટો ઉપકાર છે. જે સ્ત્રી પોતાના પતિનાં તન-મનને સંતુષ્ટ.. તૃપ્ત રાખે છે, પ્રસન્ન રાખે છે, તે સ્ત્રી એના પતિને પરસ્ત્રી તરફ નજર પણ કરવા દેતી નથી! વિચાર પણ કરવા દેતી નથી. પતિવ્રતા સ્ત્રીનો આ મહાન ઉપકાર હોય છે.”
વસંતસેના પાસે પ્રત્યુત્તર ન હતો. તે શરમાઈ ગઈ. તેનું મસ્તક શરમથી ઢળી ગયું. પતિના ઉત્સંગમાં.
દેવી!” રાણીએ મસ્તક ઊંચું કરીને ભરી ભરી આંખે ગુણસેન સામે જોયું.
તારો ને મારો પ્રેમ અખંડ રહેશે. પ્રેમના રૂપમાં પરિવર્તન આવી શકે. પ્રેમ ખંડિત નહીં થાય. રાગથી અશુદ્ધ બનેલો પ્રેમ, જ્ઞાનથી વિશુદ્ધ બની શકશે... પરંતુ અજ્ઞાનથી ખંડિત નહીં થાય.'
એટલે? મને આપની વાત સમજાણી નહીં.”
સ્ત્રી-પુરુષના સંબંધમાં માત્ર દેહનું... શરીરનું જ આકર્ષણ હોય તે પ્રેમ-સંબંધ ક્યારેક તૂટી જાય. તૂટી જ જાય. પરંતુ જો એ પ્રેમ-સંબંધમાં એક-બીજાના આત્માનું આકર્ષણ હોય તો એ સંબંધ ક્યારેય તૂટે નહીં. અખંડ અને અવિચ્છિન્ન રહે એ સંબંધ. આત્માનું આકર્ષણ જ્ઞાનથી જ થાય. જ્ઞાનથી જ આત્મા ઓળખાય, જ્ઞાનથી જ આત્મદર્શન થાય. આત્મદ્રષ્ટાનો પ્રેમ વિશુદ્ધ હોય છે.' 'શું પછી, શારીરિક સંબંધ નથી રહેતો?” રહે, પરંતુ આસક્તિ વિનાનો, આવેગ હોય, આસક્તિ ના હોય.' “પરંતુ એકને આસક્તિ હોય અને બીજાને ના હોય તો?” ‘એનાથી સંબંધને આંચ નથી આવતી. આસક્તિ-અનાસક્તિ આંતરિક ગુણ-દોષ છે. શારીરિક સંબંધ બાહ્ય ક્રિયા છે.... અંદરથી વિરક્ત મનુષ્ય બહારથી રાગની ક્રિયા કરી શકે છે. રાગીની અને વિરાગીની બાહ્ય ક્રિયાઓ સમાન હોય છે!' શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧
For Private And Personal Use Only