________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાણીને પ્રેમનું તત્ત્વજ્ઞાન થોડું થોડું સમજાણું. રાજા તરફથી એ થોડી આશ્વસ્ત પણ થઈ, છતાં તેણે ગુણસેનના હૃદયનો તાગ લેવા પૂછ્યું :
નાથ, હદયમાં વૈરાગ્ય પ્રગટ્યા પછી, એ ત્યાગ માટે જીવને પ્રેરિત ન કરે?''
કરે પણ ખરા અને ન પણ કરે. રાગ અને વૈરાગ્ય-બંને ભાવો હૃદયમાં સાથે રહે છે. રાગ ઉપર વૈરાગ્ય અનુશાસન કરતો હોય છે. છતાં રાગ એની મર્યાદામાં એનું કામ કરતો રહેતો હોય છે. વૈરાગ્ય, વૈષયિક સુખો પ્રત્યેનું જીવનું આકર્ષણ ઘટાડતો રહે છે. વૈષયિક સુખોના ઉપભોગમાં આસક્તિનું પ્રમાણ ઘટાડતો રહે છે. જ્યારે વૈરાગ્ય તીવ્ર બને છે ત્યારે એ સુખોનો સર્વથા ત્યાગ કરવા જીવને ઉશ્કેરે છે. જો આત્માનું વીર્ય ઉલ્લસિત થઈ જાય તો.. ત્યાગ કરીને એ સંન્યાસ ગ્રહણ કરી લે!'
રાજા-રાણી લતા-મંડપમાંથી બહાર નીકળ્યાં. ધીરે ધીરે ચાલતાં તેઓ ઉદ્યાનના દ્વાર પાસે આવ્યાં. રથ ઊભો હતો. સારથિએ અન્યોને પંપાળ્યા. રાજા-રાણી રથમાં બેઠાં.. અને રથ નગર તરફ દોડવા લાગ્યો. પાછળ સશસ્ત્ર ઘોડેસ્વારોના ઘોડા દોડવા લાગ્યા.
ગુણસેને કહ્યું : “દેવી, આજે તો આપણે વધુ સમય તત્ત્વચર્ચામાં જ પસાર કર્યો, નહીં?' ‘તત્ત્વચર્ચામાં આજે મને સર્વપ્રથમ આનંદનો અનુભવ થયો!” બહુ સારું થયું. તમને તત્ત્વચર્ચામાં આનંદ થાય, તે મારા માટે લાભકારી છે!' “એ કેવી રીતે નાથ?
કારણ કે આચાર્યદેવ પાસેથી આવ્યા પછી.. તેઓની પાસે જે સાંભળ્યું હશે... તેની વાતો તમારી સાથે હું મુક્ત મનથી કરી શકીશ. અને બીજો લાભ એ થશે કે અર્થ વિનાની વાતોમાં સમય બગડશે નહીં!
એટલે, હવે મારે બીજી-ધરસંસારની, આપણા પરિવારની વાતો નહીં કરવાની?” કરવાની દેવી, પરંતુ કામની વાતો! આવશ્યક વાતો અને તમે જે વાતો કરશો એ મને ગમશે જ. તમારા હૃદયની વાતો મને કરવાની!' રાજમહેલના દ્વારે રથ ઊભો રહી ગયો. દીપકોથી રાજમહેલ ઝગમગી રહ્યો હતો. રથમાંથી ઊતરી રાજા-રાણીએ મહેલમાં પ્રવેશ કર્યો. સંગીતકારોએ વીણા અને મૃદંગના સૂરો વહેતા કર્યા.
ક ક જ
989
ભાગ-૧ * ભવ પહેલો
For Private And Personal Use Only