________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિન-પ્રતિદિન મહારાજા ગુણસેનનો આચાર્યશ્રી વિજયસેન સાથે પરિચય પ્રગાઢ થતો ચાલ્યો. સતત એક-એક પ્રહર સુધી તત્ત્વચર્ચા ચાલતી હતી. આચાર્યદેવ રાજાને ક્યારેક આત્મજ્ઞાનનાં અમી-પાન કરાવતા તો ક્યારેક કર્મવિજ્ઞાનની આંટીઘૂંટી સમજાવતા. ક્યારેક અધોલોકમાં આવેલી સાત નરકોની રચના સમજાવતા તો ક્યારેક ઊર્ધ્વલોકના દેવલોકોની માનસયાત્રા કરાવતા. ક્યારેક અસંખ્ય દ્વીપ-સમુદ્રોનું કલ્પનાચિત્ર બતાવતા તો ક્યારેક નંદીશ્વર દ્વીપના જિનાયતનોનું વર્ણન કરતા. ક્યારેક સિદ્ધશિલા પર રહેલા અનંત સિદ્ધ ભગવંતોનું સ્વરૂપ સમજાવતા તો ક્યારેક તીર્થકરોના સમવસરણની વિસ્તૃત જાણકારી આપતા. ક્યારેક તેઓ “જિનકલ્પી” મુનિવરોની વિરતાભરી વાતો કરતા તો ક્યારેક “વિકલ્પી મુનિવરોની દિનચર્યાનું આલાદક વર્ણન કરતા. ક્યારેક તેઓ મુનિજીવનનાં મહાવ્રતોનું પ્રાસાદિક શૈલીમાં નિરુપણ કરતા.. તો ક્યારેક પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિની પાસનાનું મહત્ત્વ સમજાવતા. ક્યારેક ધર્મધ્યાનના પ્રકારો પ્રતિપાદિત કરતા તો ક્યારેક શુક્લધ્યાનની ગંભીર વાત પણ સરળતાથી સમજાવતા,
જાણે કે આચાર્યદેવે દિવસનો બીજો પ્રહર અને અડધો ચોથો પ્રહર રાજા ગુણસેન માટે જ ફાળવી દીધો હતો. ક્યારેક ક્યારેક રાજા સાથે રાણી વસંતસેના પણ આચાર્યદેવની તત્ત્વવાણી સાંભળવા આવતી હતી. રાજપરિવાર પણ આવતો હતો. ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના સ્ત્રી-પુરુષોય આવતાં હતાં. આચાર્યદેવ જરાય થાક્યા વિના પ્રફુલ્લિત વદને ધર્મોપદેશ આપતા હતા. આગંતુકોનાં મનને પરિતોષ પમાડતા હતા.
પરંતુ સહુથી વધારે જ્ઞાન મહારાજા ગુણસને મેળવ્યું હતું. સહુથી વધારે ઊંડાણમાં મહારાજા ગુણસેન ઊતર્યા હતા. તેમણે તત્ત્વજ્ઞાન કરતાં પણ ઘણી જ અગત્યની તત્વદૃષ્ટિ' મેળવી હતી. આસપાસની દુનિયામાં સહજ રીતે બનતી સારી-નરસી ઘટનાઓને, સુખ-દુઃખના પ્રસંગોને તે તત્ત્વદૃષ્ટિથી મૂલવતા હતા. દરેક કાર્યની પાછળ રહેલા પરોક્ષ કારણોનાં સચોટ અનુમાન કરતા થઈ ગયા હતા. એટલે તેમના હર્ષ-શોક અને આનંદ-વિષાદનાં ઘણાં દ્વન્દ્ર શાન્ત થઈ ગયાં હતાં. તેના કારણે તેમની નિર્લેપતા અને નિઃસ્પૃહતા. તેમના જીવનવ્યવહારમાં દેખાવા માંડી હતી.
આચાર્યશ્રી વિજયસેન પ્રત્યે ગુણસેનની અંતરંગ પ્રીતિ બંધાઈ ગઈ હતી. આચાર્યને રાજાએ પોતાના હૃદયના સિંહાસને ગુરુપદ પર આરૂઢ કરી દીધા હતા. તે મંત્રીમંડળની સમક્ષ આચાર્યદેવની પ્રશંસા કરતાં હર્ષવિભોર થઈ જતા હતા. રાણી વસંતસેનાની આગળ આચાર્યદેવની એક-એક વિશેષતાનું ખૂબીથી વર્ણન કરતાં તૃપ્ત થતા ન હતા. શ્રી સમરાદિત્ય મહાકથા
૧૪3
For Private And Personal Use Only