________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક દિવસે ગુણસેને આચાર્યદેવને વંદના કરી પ્રાર્થના કરી :
ભગવંત, મારી આગ્રહપૂર્ણ પ્રાર્થના છે કે આપ અહીં વધુ સમય સ્થિરતા કરો.' પરંતુ આચાર્યદેવે રાજાની પ્રાર્થના સ્વીકારી ન હતી. તેઓ કોઈપણ ગામ-નગરમાં ચાતુર્માસ સિવાય એક મહિનાથી વધુ સમય રહેતા ન હતા. આ એમની આચારમર્યાદા હતી. આચાર્યદેવ પોતાની આચાર-મર્યાદાઓના પાલનમાં દૃઢ હતા, આગ્રહી હતા. રાજા ગુણસેન એમના વિશુદ્ધ આચારપાલનની દૃઢતાથી ઘણા જ પ્રભાવિત થયા હતા. મુનિજીવનનું જેવું તેઓ વર્ણન કરતા હતા, તેવું તેઓ પાલન કરતા હતા. માત્ર આચાર્ય જ નહીં, આચાર્યનો સહવર્તી મુનિ પરિવાર પણ એ જ રીતે અપ્રમત્ત ભાવે વ્રતનિયમોનું પાલન કરી રહ્યો હતો.
એક મહિનાના ત્રીસ દિવસોને પસાર થતાં કેટલી વાર લાગે? તેમાંય સુખ અને આનંદના દિવસો જલદી પસાર થઈ જતા હોય છે. જ્ઞાન અને ધ્યાનમાં સમય, નદીના પ્રવાહની જેમ શીધ્ર વહી જતો હોય છે. * માસિકલ્પ પૂરો થયો.
આ આચાર્યદેવે મુનિર્વાદ સાથે વિહાર કર્યો. આ ક્ષિતિપ્રતિષ્ઠિતના રાજાએ અને પ્રજાએ ભાવભરી વિદાય આપી. રાજા-પ્રજાનાં મન ગુરુ-વિરહની વેદનાથી વ્યાકુળ હતાં. રાજાએ પુનઃ ક્ષિતિપ્રતિષ્ઠિત પધારવા પ્રાર્થના કરી.
એક યોજન સુધી વિદાય-યાત્રા ચાલી. આ રોતી આંખે અને વેદનાભર્યા હૈયે રાજા અને નગરજનો પાછાં વળ્યાં. છેનગર પણ ગમગીન હતું. ક્યાંયથી ગીત-સંગીતના સૂરો નહોતા સંભળાતા, ક્યાંયથીય નુપૂરના ઝણકાર નહોતા સંભળાતા.
રાજા રાજપરિવાર સાથે મહેલમાં પુરાઈ ગયા, પ્રજાજનો એમનાં ઘરોમાં. જ મુશળધાર વર્ષો પછી જેમ આકાશ અને ધરતી મૌન ભાસે છે, સ્વચ્છ ભાસે છે... ભીના-ભીનાં લાગે છે, તેવું જ નગર લાગતું હતું... તેવા જ નગરજનો લાગતા હતાં... મૌન... સ્વચ્છ... અને ભાવનાથી ભીના-ભીના.
આચાર્ય ચાલ્યા ગયા હતા, પરંતુ તેમના પરમાણુઓ નગરની હવામાં રહેતા હતા. તેઓની વાણી વાતાવરણમાં ગુંજતી હતી. તેઓની દેહાકૃતિ જનહૃદયમાં જીવંત હતી.
આ દિવસો, મહિનાઓ અને વર્ષો વીતે છે, પરંતુ આચાર્યદેવ વિસ્મૃત થતા નથી. એમની વાણી રાજા-પ્રજાના જીવનમાં વણાયેલી છે. વાણીએ જીવનનું રૂપ ધારણ કર્યું છે.
મહારાજા ગુણસેન ત્રિકાળ ગુરુદેવની માનસપૂજા કરે છે.
१४४
ભાગ-૧ ૪ ભવ પહેલો
For Private And Personal Use Only