________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઉદ્યાનનાં વૃક્ષો પર અજવાળાં પાછાં વળી રહ્યાં હતાં. અત્યાર સુધી રાત્રિનો અંધકાર ઓઢીને સૂતેલું ઘાસ, સૂર્યનાં મૃદુ કિરણોના સ્પર્શે જાગી ગયું હતું. દૂર દૂર બાળકોની ચહલ-પહલ સંભળાવા લાગી હતી. આકાશમાં સૂર્યનું તેજ વધી રહ્યું હતું.
મહારાજા ગુણસેન પ્રભાતે શયનખંડના પૂર્વસખ ઝરૂખામાં બેસી... મહેલની આસપાસ પથરાયેલા ઉઘાનને જોઈ રહ્યા હતા. લગભગ રોજનો આ ક્રમ હતો.
દૂર દૂર સુધી ફેલાયેલી હરિયાળી, ચમેલી, મોગરો, જૂઈ અને માલતીનાં ફૂલોની સુગંધ... ટહુકા કરતી કોયલો અને ઉમંગથી નાચતા મોર... આ બધું જોઈને. અનુભવીને મહારાજાનું મન પ્રફુલ્લિત થઈ જતું અને એ મનમાંથી તત્ત્વચિંતનનો ઝરો ફૂટી નીકળતો! નાના નાના છોડ... રંગ-બેરંગી પુષ્પો... લતાઓ અને વૃક્ષો જાણે મસ્તક હલાવી હલાવીને ઉલ્લાસ વ્યક્ત કરતાં હતાં, મહારાજાના મનમાં કોઈ તત્ત્વચિંતનની પુષ્પ-કળી ખીલી જતી હતી અને એમનું અંતર સુવાસિત થઈ જતું હતું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૂર્યોદય થયે એક ઘટિકા પસાર થઈ ગઈ હતી. રાજમાર્ગ પર લોકોની અવરજવર ચાલુ થઈ ગઈ હતી. ત્યાં એક દૃશ્ય... મન અને નયનને ઉદાસીથી ભરી દેનારું દૃશ્ય... રાજાએ ક્યારે પણ નહીં જોયેલું દૃશ્ય... અચાનક દૃષ્ટિપથમાં આવ્યું. એ ત્વરાથી ઊઠ્યા. પશ્ચિમ તરફના ઝરૂખામાં ગયા. ત્યાંથી રાજમાર્ગ સ્પષ્ટ અને નજીક દેખાતો હતો.
મરી ગયેલા મનુષ્યને, વાંસની ખપાટોને બાંધીને તૈયાર કરેલી લાંબી મૃત્યુશય્યા પર સુવાડીને, દોરડાથી મૃતદેહને બાંધીને, ચાર માણસો એ મૃત્યુશય્યા ઉપાડીને ચાલતા હતા. સહુથી આગળ મૃત્યુસૂચક ઢોલ વાગતું હતું. નનામીની પાછળ તીવ્ર આક્રંદ કરી રહેલાં સ્ત્રી-પુરુષો ચાલતાં હતાં... રાજમાર્ગ સ્તબ્ધ બની ગયો હતો.
થોડી ક્ષણો પૂર્વેની મનઃપ્રસન્નતા ચાલી ગઈ. મન વિષાદથી ભરાઈ ગયું, ઉદાસીથી અવરાઈ ગયું. એ મૃતદેહ અને એ કરુણ આક્રંદના સ્વરો દૂર દૂર જતા હતા... મહારાજા અનિમેષ દૃષ્ટિએ એ દિશામાં એ દૃશ્યને જોઈ રહ્યા હતા... દૃશ્ય અદૃશ્ય થયા પછી પણ દૃષ્ટિ શૂન્યમાં તાકી રહી... એમના મુખમાંથી અસ્ફુટ શબ્દો સ૨વા
લાગ્યા :
* મૃત્યુ... * મૃત્યુ શા માટે?
* મૃત્યુ કોનું થાય છે?
* બધા જીવોનું મૃત્યુ થાય છે?
શું આ જીવાત્માઓની નિયતિ છે?
શ્રી સમરાદિત્ય મહાથા
For Private And Personal Use Only
૧૪૫