________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્નાન, પૂજા, દંતધાવન, દુગ્ધપાન... આદિ પ્રાભાતિક કાર્યોથી નિવૃત્ત થઈ મહામંત્રી વગેરે ઋતુરાજ ઉદ્યાનમાં આવ્યા. આચાર્યશ્રી વિજયસિંહને વંદના કરી, સહુ આચાર્ય શિખીકુમાર પાસે ગયા. વંદના કરી વિનયપૂર્વક તેઓ આચાર્યની સમીપે બેઠા. આચાર્યશ્રી વિજયસેનના નિર્દેશથી અનેક સાધુઓ અને સાધ્વીઓ પણ પોતપોતાના ઉચિત આસને આવીને બેસી ગયાં. વાર્તાનો પ્રારંભ કર્યો મહાશ્રાવક પિંગલે.
હે પૂજ્ય, તમે અને અમે હજારો શત્રુઓની વચ્ચે ઘેરાયા છીએ. એ શત્રુઓ તમને અને અમને પરાજિત કરવા પ્રયત્ન કરી રહ્યા છે, એ શત્રુઓને તમે કેવી રીતે હરાવી દીધા?”
શિખીકુમારે કહ્યું : “એકને જીતી લીધો એટલે પાંચ શરણે આવી ગયા. પાંચને જીતી લીધા એટલે દસ શત્રુઓ શરણે આવી ગયા. દસને જીતી લીધા એટલે બધા જ શત્રુઓએ પોતાનાં હથિયાર નીચે મૂકી દીધાં.”
ભગવન, એ શત્રુઓનો પરિચય આપશો?
અવશ આત્મા પહેલો શત્રુ છે. મેં પહેલાં એને જીતી લીધો. એટલે શત્રુભૂત પાંચ ઇન્દ્રિયો શરણે આવી ગઈ. પાંચ ઇન્દ્રિયોને જીતી લીધી એટલે ચાર કષાયો, ત્રણ ગારવો અને ત્રણ યોગ શરણે આવ્યા. પછી તો બધા જ શત્રુઓ પર મેં વિજય મેળવ્યો.”
“હે મુનિવર, આ વિશ્વમાં મોટા ભાગના જીવો બંધનમાં જકડાયેલા જોવા મળે છે, પરંતુ તમે બંધનથી મુક્ત દેખાઓ છો. આનું શું કારણ?'
મહાશ્રાવક, મેં એ બંધનો તોડી નાંખ્યાં છે. વિશેષ પુરુષાર્થ કરીને તોડ્યા છે માટે હું બંધનમુક્ત થઈને વિચરું છું.” ‘ભગવન, એ બંધનો કયા છે?' મુખ્ય બંધનો છે - રાગ, દ્વેષ, મોહ અને સ્નેહ-સંબંધો.”
મુનિશ્રેષ્ઠ, હૃદયની અંદર ઉત્પન્ન થતી એક વેલડી, હૃદયમાં જ રહે છે. એ વેલ ઉપર વિષફળ આવે છે. તમે એ વેલડીનો ઉચ્છેદ કેવી રીતે કર્યો?”
એ વેલડીને મૂળમાંથી ઉખાડી નાંખી, તેના ટુકડે-ટુકડા કરીને ફેંકી દીધી. વેલ જ ના રહી પછી એના પર વિષફળ આવે જ ક્યાંથી?'
એ વેલનું નામ બતાવશો?’ શ્રી સમરાદિત્ય મહાકથા
પc
For Private And Personal Use Only