________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગૃહવાસનું સ્વરૂપ જાણ્યું. ગૃહવાસ ખરેખર, અનેક ક્લેશોથી અને સંતાપોથી ભરેલો છે. મારું મન હવે ધર્મમાર્ગ તરફ જવા તત્પર બન્યું છે. મારી વૈષયિક તમામ ઇચ્છાઓ વિરામ પામી છે. પછી શા માટે ગૃહવાસમાં રહું? માટે હું મારા રસ્તે જઈશ, તું તારા રસ્તે જા.'
તારી વાત સાંભળીને મંગળે ઊંધો જ અર્થ કર્યો... “આ વણિક, આ રીતે મને દૂર મોકલી દઈને, એકલો પેલા પર્વત ઉપર જઈ, ખજાનો મેળવવા ઇચ્છે છે. હું જાણી ગયો એની ચાલ... પરંતુ હું કંઈ ભોળો નથી કે એની ચાલબાજી સફળ થવા દઉં....' આમ વિચારીને તેણે કહ્યું :
મિત્ર, આ રીતે માર્ગમાં તને એકલો મૂકીને હું નગરમાં નહીં જ જાઉં. મને તારાં માતા-પિતા પૂછે તો મારે શો જવાબ આપવો? મને ઠપકો મળે. મારે એવું નથી કરવું. ભલે, તારે ગુરુદેવ પાસે જવું હોય તો હું પણ સાથે આવીશ, તું દીક્ષા લઈશ, તે પછી હું હસ્તિનાપુર જઈશ... હું તારી સાથે દીક્ષા લેવા અસમર્થ છું. દીક્ષાનું પાલન કરવાનું મારું ગજું નથી..”
મંગલકની વાત સાંભળીને તું મૌન રહ્યો. મેં વિચાર્યું : “મંગલકની વાત તો સાચી છે. માર્ગમાં મને એકલો મૂકીને તે વતનમાં જાય, તે અનુચિત જ કહેવાય, તેનામાં કેવો વિવેક છે! મારા પર એને કેવો પ્રેમ છે! ભલે, એ ગુરુદેવ પાસે આવતો... હું દીક્ષા લઈશ પછી એ વતનમાં જશે તો મારાં માતા-પિતાને પણ સમાચાર મળી જશે.. કે મેં ગૃહવાસ ત્યજી દીધો છે.”
તમે થાકતા ત્યારે કોઈ ગામમાં વિસામો લેતા. તમને ભૂખ-તરસ લાગતી ત્યારે તમે કોઈ ગામમાં ભોજન કરી લેતા. અને એ રીતે તમે ચાલતા રહ્યા. મંગલકના મનમાં ભયાનક રૌદ્રધ્યાન ચાલતું હતું... તને ક્યાં અને કેવી રીતે મારી નાંખવો. આ જ ક્રૂર વિચાર કરતો હતો. એણે જોયું કે લક્ષ્મીપર્વત હવે પાછળ રહી ગયો છે..... અમે ખૂબ દૂર આવી ગયા છીએ...' તેને ચટપટી થઈ.
બીજી બાજુ, તમારો માર્ગ પણ સૂનકાર હતો. એ રસ્તે કોઈ માણસોની અવરજવર ન હતી. વચ્ચે વચ્ચે વૃક્ષોની ઘટાઓ આવતી હતી. માર્ગની આજુબાજુ ખાડા-ટેકરા હતા. મંગલક આગળ-પાછળ અને આજુબાજુ ડાફોળિયાં મારતો ચાલતો હતો...' મને કોઈ જોઈ ના જાય.. આ સમુદ્રદત્તને મારતાં...' તે તારી પાછળ ચાલતો હતો. તું તારા સારો અને શુભ વિચારોમાં ડૂબેલો હતો.
ત્યાં મંગલકે કમરેથી છરી કાઢી અને તારી પીઠમાં હુલાવી દીધી. તું સ્તબ્ધ થઈ ગયો. ઊભો રહી ગયો તું પાછળ જુએ એ પહેલાં એ ત્યાં જ છરી ફેંકી દઈ.
શ્રી સમરાદિત્ય મહાકથા
3c3
For Private And Personal Use Only