SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાછળ દોડવા લાગ્યો. “કોણે મારા પર ઘા કર્યો?' એ જોવા તે પાછળ જોયું... તો મંગલક દોડ્યો જતો હતો.. તને આશ્ચર્ય થયું...' આ મંગલક કેમ દોડે જાય છે પાછો? કોઈ ચોર કે ડાકુ તો દેખાતો નથી. શું થયું ? કોણે મારા પર ઘા કર્યો?” તેં આસપાસ જમીન પર જોયું. ત્યાં લોહીથી ખરડાયેલી છરી પડી હતી, તે છરી ઉઠાવીને જોઈ.... “અરે, આ તો મંગલકની જ છરી છે! એનું કંઈ અહિત કર્યું નથી... કે એની સાથે ખોટો વ્યવહાર કર્યો નથી...” તે બૂમ પાડીને મંગલકને પાછા આવવા માટે કહ્યું પણ તારી બૂમ એણે સાંભળી નહીં. તે દોડતો જ રહ્યો. તારા મનમાં તરત કારણ જડી આવ્યું. જરૂ૨, મંગલકે જ આ કામ કર્યું છે. એના મનમાં, લક્ષ્મીપર્વત ઉપરના નિધાનનો લોભ જાગ્યો હશે.. લોભવશ મનુષ્ય કયું પાપ નથી કરતો? લોભદશાએ જ એની પાસે વિશ્વાસઘાત કરાવ્યો....' તીર્થકર ભગવંત અજિતદેવે કહ્યું : વિજયસિંહ, ત્યાં તારા ચિત્તમાં જિનમતીનો વૃત્તાંત યાદ આવી ગયો... “જરૂર, આ મંગલકે જિનમતીની બધી વાત ઉપજાવી કાઢેલી હોવી જોઈએ. મને લક્ષ્મીનિલયથી દૂર કરવા માટે તેણે જિનમતી પર કલંક મૂકીને, મારા મનમાંથી જિનમતીને કાઢી નાંખવાની ચાલબાજી કરી...' તારી પીઠમાં છરીનો ઊંડો ઘા થયો હતો. લોહી વહ્યું જતું હતું. ઘાને ઝવવાનો કોઈ ઉપાય તારી પાસે ન હતો. સૂર્યાસ્ત થઈ ગયો હતો. ત્યાં તે સામેથી ચાલ્યા આવતા સાધુવંદને જોયું. સાધુઓએ દૂરથી તને જોયો હતો. મંગલકને ઘા કરીને દોડી જતો જોયો હતો. સાધુઓ ઝડપથી તારી પાસે આવી પહોંચ્યા. તેમણે તને ઓળખી લીધો. તેં સાધુઓને વંદના કરી, સાધુઓએ ‘ધર્મલાભનો આશીર્વાદ આપીને તેને પૂછયું : “અરે સમુદ્રદત્ત, તમને શું થયું? તમારી પીઠમાંથી લોહી વહી રહ્યું છે.' તેં સાધુઓને સમગ્ર ઘટના કહી સંભળાવી, પછી પૂછ્યું : “હે મહાત્માઓ, તમે મને કહેશો કે મારા ગુરુદેવ અનંગદેવ મને ક્યાં મળશે?” અહીં જ મળશે! જો, તેઓ સામેથી આવી રહ્યા છે!” તે તેઓને જોયા.. તને રોમાંચ થઈ ગયો. તારી વેદના ભૂલી ગર્યા... સામે જઈને તેં વંદના કરી. ગુરુદેવે તને “ધર્મલાભનો આશીર્વાદ આપ્યો. સાધુઓએ ગુરુદેવને તારો વૃત્તાંત કહી સંભળાવ્યો. તેઓએ તને આશ્વાસન આપતાં કહ્યું : “વત્સ, ન બનવાનું બની ગયું. આ સંસારમાં ન બનવાનું ઘણું બની જાય છે... તું એમ માનતો હતો કે મંગલક તારો મિત્ર છે. તે ક્યારેય વિશ્વાસઘાત ના કરે... અને એણે કર્યો ૩c૪ ભાગ-૧ ૪ ભવ ત્રીજો For Private And Personal Use Only
SR No.008950
Book TitleSamaraditya Mahakatha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages523
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy