________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાર મહિના, એ મુનિવરો પાસેથી મને આ બધું જ્ઞાન મળેલું. ભવ્ય જીવ કોને કહેવાય, અભવ્ય જીવ કોને કહેવાય? બોધિ-બીજ એટલે શું અને સમ્યક્ત્વ એટલે શું? એટલે મિત્ર વિભાવસુ અંગે મેં આ તાત્વિક પ્રશ્નો પૂછ્યાં :
કેવળજ્ઞાનના પ્રકાશમાં બધું જ સ્પષ્ટ હોય છે. મુનિવરે કહ્યું :
‘કુમાર, વિભાવસુએ ઊષદત્ત ધોબીના ઉત્પીડનમાં એવાં ચીકણાં પાપકર્મ બાંધ્યાં છે કે એ પાપકર્મો, માત્ર આ એક કૂતરાના ભવમાં બધા નહીં ભોગવાઈ જાય. હજુ તો આવી અનેક દુર્ગતિમાં એને જનમવું પડશે ને મરવું પડશે. તીવ્ર દુઃખો સહવાં પડશે. જેટલી તીવ્રતાથી વિભાવસુએ ઊષદત્તને ત્રાસ આપ્યો હતો એના કરતાં હજાર ગણો ત્રાસ એને સહવો પડશે.
ભલે તેં આ શ્વાનને ઊષદત્તને ત્યાંથી છોડાવ્યો. તું એને હવે સેવકો દ્વારા સારો કરવા પ્રયત્ન કરીશ, પરંતુ થોડા દિવસોમાં એનું મૃત્યુ થશે. મરીને એ ઊષદત્તના જ ઘરમાં જન્મ લેશે! ઊષદત્તના ઘરે ‘ઘોટઘટિકા’ નામની ગધેડી છે. એ ગધેડીના પેટે આ જન્મશે. એ ગધેડો ઊષદત્તને દીઠ્યો નહીં ગમે. ઊષદત્ત એને રોજ દંડાથી મારશે. ઊષદત્તના છોકરાઓ એને પથ્થર મારશે. એના પર ખૂબ માટી ભરીને... એને દોડાવશે... એ નહીં દોડે, રસ્તામાં બેસી જશે... તો ધોબી એને ખુબ મારશે. પૂરતું ખવડાવશે નહીં. ભૂખ્યો ને તરસ્યો બાંધી રાખશે... એ ગધેડો ખૂબ ધમપછાડા કરશે ત્યારે થોડું ખાવાનું આપશે... આ રીતે અતિ ત્રાસપૂર્વક... આયુષ્ય પૂર્ણ થતાં એનું મોત થશે...
મરીને, એ પુનઃ આ જ નગરમાં જન્મશે!
આ નગરમાં માતૃદત્ત નામનો ચંડાળ વસે છે. તેની ‘અનધિકા’ નામની પત્ની છે. તે વ્યભિચારિણી છે. ઊષદત્ત ધોબીની સાથે વ્યભિચા૨સેવન કરતાં તે ગર્ભવંતી થશે... અને પેલા ગધેડાનો જીવ ત્યાં ગર્ભરૂપે ઉત્પન્ન થશે. એનો જન્મ સ્ત્રી કે પુરુષલિંગે નહીં થાય, એ નપુંસક હશે. એના પ્રત્યે ચંડાળ-ચંડાળણીને ઘોર અપ્રીતિ થશે. કારણ કે તે અત્યંત કદરૂપો હશે.
એ જીવ એવો અભાગી હશે કે એને કોઈનોય પ્રેમ નહીં મળે, આદર નહીં મળે. ઠેર ઠેર તિરસ્કાર અને અનાદર મળશે. ચંડાળ એને રોજ મારશે. એ ખૂબ દુ:ખી થશે. ઘણો ત્રાસ અનુભવશે. જ્યારે તે યુવાન થશે ત્યારે ઘર છોડીને જંગલમાં ભાગી જશે.
થાક્યો-પાક્યો એ નપુંસક એક વૃક્ષની નીચે બેઠો હશે... ત્યારે એક ભૂખ્યો સિંહ શિકારની શોધમાં નીકળ્યો હશે. સિંહની દૃષ્ટિ એના પર પડશે... અને જોતજોતામાં સિંહ એનો કોળિયો કરી જશે. માત્ર એનું અસ્થિપિંજર પડયું રહેશે. ને એનો જીવ શ્રી સમરાદિત્ય મહાકા
૧૧૮
For Private And Personal Use Only