________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૈનિકોએ ધોબીને બાંધ્યો. આખા શરીરે દોરડાથી કચકચાવીને બાંધ્યો. ત્યારબાદ વિભાવસુએ લોઢાનો એક સળિયો તપાવ્યો અને ઊષદત્તના શરીરના જુદા-જુદા અંગઉપાંગ પર ડામ દેવા લાગ્યો.
ઊષદત્ત ચીસો પાડવા લાગ્યો. વિભાવસુ. “તું બચ્યા, આ જ લાગનો છે....” એમ કહીને એની વધુ ને વધુ કદર્થના કરવા લાગ્યો.
વિભાવસુએ નોકર પાસે ખાર મંગાવ્યો. તેણે ઊષદત્તના શરીરે ઊઠી આવેલા ફોલ્લાઓ ઉપર ખાર ભભરાવ્યો.. ઊપદત્તની ચીસોથી ત્યાં ઊભેલાં સેંકડો સ્ત્રીપુરુષો કમકમી ગયાં.
લોકો વિભાવસુને તારા મિત્ર તરીકે ઓળખતા હતા, એટલે બધા મૌન હતા.. સહુના મનમાં ઉષદત્ત ધોબી પ્રત્યે દયા પ્રગટી હતી, પણ એને કોણ છોડાવે?
વિભાવસુએ બીજા બધા ધોબી-યુવાનોને છૂટા કરી દીધા. એક માત્ર ઊષદત્તને ખૂબ રંજાડીને, કારાવાસમાં બંધ કરાવી દીધો. એ વખતે વિભાવસુએ કૂતરાની પશુયોનિમાં જનમવાનું “આયુષ્યકર્મ બાંધી લીધું હતું.'
કેવલજ્ઞાની મુનિરાજની વાણી, મારી સ્મૃતિઓને ઢંઢોળી રહી હતી... એ કાળ... એ સ્થાન... એ ઘટના.. બધું મારી કલ્પનામાં સાકાર થયું. મહેલમાં આવી ગયા પછી મેં વિભાવસુને ઠપકો આપેલો, એ પણ સ્મૃતિમાં આવ્યું. મહોત્સવ પૂરો થયા પછી નગરવાસીઓ મારા પિતાની પાસે આવી, આજીજી કરી, ઉષદત્ત ધોબીને છોડાવી ગયેલા, એ વાત પણ મને યાદ આવી...
મેં કૂતરા સામે જોયું. એ તો મને જોઈ જ રહ્યો હતો. તેની આંખોમાંથી પાણી ટપકી રહ્યું હતું. મને એ કૂતરામાં ઉન્મત્ત વિભાવસુ દેખાયો. ઊષદત્તને ડામ દેતો દેખાયો.. ખાર ભભરાવતો દેખાયો. તેની ક્રૂરતાભરી આંખો દેખાણી... અને મારાં મુખમાંથી શબ્દો સરી પડ્યા :
ધિક્કાર હો આવા સંસારવાસને કુળ અને જાતિનાં અભિમાન કરવાનાં કેવાં માઠાં ફળ મળ્યાં? શું થશે આ જીવનું? બાંધેલાં પાપ કર્મ આ કૂતરાના ભાવમાં ભોગવાઈ જશે? વળી પાછો એને મનુષ્ય જન્મ મળશે?” મેં કેવળજ્ઞાની ભગવંતને પૂછ્યું :
ભગવંત, મારા આ મિત્રના જીવે જે પાપકર્મ બાંધ્યા હતાં, તે કર્મોનો અંત ક્યારે આવશે? આ જીવ ભવ્ય છે કે અભવ્ય? આ જીવ મોક્ષગામી છે કે નહીં? આ જીવમાં બોધિ-બીજ પડેલું છે કે નહીં?'
૧૮
ભાગ-૧ % ભવ પહેલો
For Private And Personal Use Only