________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પહેરાવીને, જૂના ફાટલા સૂપડાનું છત્ર માથે ધરાવીને તેને ગામની બહાર લઈ જાય છે. લગભગ હજાર જેટલાં બાળકો ભેગાં થયાં છે. હસે છે, કૂદે છે... નાચે છે... ગધેડો કૂદે છે... અગ્નિ ચીસો પાડે છે... રાજકુમાર ખુશ થાય છે... એના મિત્રો ખુશ થાય છે. પેલો ઝેરીમલ ઘોડા પર બેસીને ઘોષણા કરે છે : ચાલો સહુ નગરની બહાર. નગરની બહાર કૂવા ઉપર સહુને એક ખેલ દેખાડવામાં આવશે. ગધેડા પર બિરાજમાન મહારાજાને કૂવામાં ઉતારવામાં આવશે... ને બહાર કાઢવામાં આવશે.'
મહોલ્લાના યુવાનોએ, સોમદેવા અને યજ્ઞદત્ત પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરતાં વાત કરી. એક યુવાને ઉશ્કેરાઈને કહ્યું :
આજે મારું લોહી તપી ગયું છે. રાજમાર્ગ પર જઈને... પેલા ઝેરીમલનો ટાંટિયો પકડીને ઘોડા પરથી નીચે પટકી દઉં. તેની છાતી પર ચઢી બેસીને એનું ગળું..”
ના ભાઈ ના, એનું પરિણામ શું આવે? રાજકુમાર અને એના બીજા મિત્રો તને જીવત ના છોડે... ત્યાં ને ત્યાં તલવારનો પ્રહાર કરતાં વાર ના લગાડે. એવું કાંઈ નથી કરવું ભાઈ..”
તો પછી શું કરવાનું? અગ્નિની રોજ-રોજ આવી કદર્થના થવા દેવાની? રાજકુમારને રોકવાનો કોઈ ઉપાય કરવાનો જ નહીં? જોયા જ કરવાનું? આ તો ઘોર અન્યાય છે.” યુવાને જોશમાં આવીને કહ્યું. એનો ઊંચો અવાજ સાંભળીને મહોલ્લાના બીજા દસેક યુવાનો ત્યાં ભેગા થઈ ગયા. યુવાનોનો આક્રોશ વધી ગયો. મહોલ્લાના વૃદ્ધ પુરુષો ત્યાં ભેગાં થયા.
એક વૃદ્ધ પુરુષે કહ્યું : “પુરોહિતની સાથે આપણા મહોલ્લાના આગેવાનોએ મહારાજાની પાસે જવું જોઈએ. મહારાજાની સમક્ષ બધી વાત કરવી જોઈએ.”
એક યુવકે કહ્યું : “માત્ર મહોલ્લાના જ આગેવાનો શા માટે? નગરના આગેવાન મહાજનોને લઈ જવા જોઈએ. મહાજનોને નથી ગમતી આ ચંડાળ-ચોકડીની ક્રૂર રમત.”
બીજા વૃદ્ધે કહ્યું: “મહારાજાની પાસે જનારાઓએ સમજી લેવાનું કે પછી જિંદગી સુધી રાજકુમાર અને એના મિત્રો સાથે દુશ્મની રહેવાની. ક્યારેક મોતને ઘાટ પણ ઉતારી નાંખે. ભવિષ્યનો વિચાર કરીને દરેક કામ કરવું જોઈએ.'
એક આધેડ વયના પુરુષે કહ્યું : “ભાઈઓ, જેમ દાદાએ ભવિષ્યનો વિચાર કરવાનું કહ્યું. આ કામ આગ સાથે ખેલવાનું કામ છે. સાચી વાત છે, પરંતુ જો રાજકુમાર અને એના મિત્રોને આવાં અધમ કૃત્ય કરતાં રોકવામાં નહીં આવે તો, આજે અગ્નિશર્માનો વારો છે કાલે આપણામાંથી બીજા કોઈનો વારો આવશે. એક રમકડાથી રમી-રમીને કંટાળશે એટલે બીજું રમકડું શોધશે... ત્યારે શું કરશો? આ પણ ભવિષ્યનો વિચાર કરવાની જરૂર છે.”
ભાગ-૧ * ભવ પહેલો
For Private And Personal Use Only