________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૌન છવાયું.
:
યજ્ઞદત્તે કહ્યું : ‘તમે ભાઈઓ કે મહાજનો, મહારાજા પાસે ના આવો. હું અને અગ્નિની મા, અમે બે જઈશું. ભલે રાજકુમાર અમારા ગળા પર તલવારનો ઝાટકો દે. આમેય જીવન જીવવા જેવું રહ્યું નથી. પુત્રનું દુઃખ જોયું જતું નથી... અમારા માટે જીવન અને મૃત્યુ સમાન છે. અમે બે મહારાજા પાસે જઈશું... પુત્રરક્ષાનું વચન માગીશું... જો વચન આપશે તો સારું છે, નહીંતર...' યજ્ઞદત્ત રડી પડ્યા. સોમદેવા પણ રડી પડી... તે ઘરના ઓરડામાં ચાલી ગઈ. ત્યાં ઉપસ્થિત સહુની આંખો ભીની થઈ.
દૂર-દૂરના રાજમાર્ગો ઉપરથી ઢોલનો અવાજ આવતો હતો. નાનાં બાળકોની ચિચિયારીઓ સંભળાતી હતી... યજ્ઞદત્ત વ્યાકુળ બની ગયા. ‘બિચારો અગ્નિ... કેવાં પાપ લઈને જન્મ્યો છે... કેવી ધોર કદર્શના થઈ રહી છે એની? કેવો ત્રાસ ગુજરી રહ્યો છે એના પર?' જમીન પર દૃષ્ટિ સ્થિર કરીને યજ્ઞદત્ત સ્વગત બોલી રહ્યા હતા... ‘મહારાજા પૂર્ણચંદ્ર ગુણવાન છે. કરુણાવંત છે... પરંતુ પુત્રસ્નેહ બળવાન હોય છે... તેઓ કુમારને રોકી શકતા નથી. કુમારને દુઃખ થાય, તેવું કહી શકતા નથી... અગ્નિના દુઃખનો વિચાર તેમને આવતો નથી... શું કરું? સત્તા આગળ શાણપણ નકામું હોય છે, વ્યર્થ હોય છે...’
એક વૃદ્ધ પુરુષે, કે જેઓ યજ્ઞદત્તની પાસે બેઠેલા હતા, તેમણે યજ્ઞદત્તની પીઠ પર પ્રેમાળ હાથ પસવાર્યો અને કહ્યું : ‘પુરોહિત, તમે વિષાદ ના કરો. તમે જ્ઞાની છો.... સમજદાર છો... ‘ઈશ્વરને જે ગમ્યું તે ખરું...' એમ સમજીને શાંત થાઓ. અમે મહોલ્લાના ચાર-પાંચ આગેવાનો નગરના મહાજનોને મળીને આ અંગે વિચારવિમર્શ કરીએ છીએ, અને પછી તમને મળીએ છીએ.’
વૃદ્ધ પુરુષો ઊભા થયા. યુવાનો ત્યાં બેસી રહ્યા.
પેલા આધેડ ઉંમરના ભાઈએ યજ્ઞદત્તને કહ્યું : ‘પુરોહિતજી, તમે સવારથી કાંઈ જ ખાધું-પીધું નથી, માટે હવે કંઈક ખાઈ લો. તમે બંને ચાલો મારા ઘેર.' આંસુ ભરેલી આંખે પુરોહિતે એ ભાઈ સામે જોયું અને કહ્યું :
‘ભાઈ, ખાવા-પીવાની વાત તમે કરશો જ નહીં... મહિનાઓથી અમારું ખાવાપીવાનું હ૨ામ થઈ ગયું છે... નથી ખાવાનું ગમતું... નથી પીવાનું ગમતું... સાંજે પેલા દુષ્ટ અગ્નિને ધરમાં ફેંકી જશે... પછી પ્રહર સુધી, અગ્નિ મૂવ્રિત અવસ્થામાં પડ્યો રહેશે. એક પ્રહર વીત્યા પછી એને નવડાવીશું... એને પ્રેમથી સમજાવી - પટાવીને ખવડાવીશું. તે પછી અમે બે જણ બે બે કોળિયા પેટમાં નાંખીશું.
પછી તો આખી રાત અગ્નિનો કલ્પાંત ચાલે છે... નથી સહન થતું આ બધું... પરંતુ શું કરીએ? જુલ્મી રાજકુમાર અને એના મિત્રો આગળ કંઈ ચાલતું નથી... દેશ છોડીને જવાનો વિચાર આવે છે, પણ દુષ્ટો અમને જવા દે એમ નથી.’
શ્રી સમરાદિત્ય મહાકા
For Private And Personal Use Only
Ꮎ