________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૃદ્ધ પુરુષો ચાલ્યા ગયા હતા, એટલે સોમદેવા બહાર આવી. તેણે યુવાનોને કહ્યું : ભાઈઓ, તમે હવે તમારા કામ-ધંધે જાઓ. અમે હવે દેવપૂજામાં બેસીશું.'
યુવાનો ઊભા થયા. તેમણે યજ્ઞદર અને સોમદેવાને પ્રણામ કર્યા અને ચાલ્યા ગયા.
અગ્નિશર્માની સવારી નગરની બહાર મોટા કુવા પાસે પહોંચી, ગુણસને શત્રુદ્ધને કહ્યું : 'હવે આપણા આ રાજાને બે બગલમાં દોરડું નાંખીને મજબૂત બાંધો.. પછી રાજાને કૂવામાં ઉતારીએ!”
અગ્નિશર્મા જોર-જોરથી રડવા લાગ્યો... “ના, ના, મને ના બાંધ.. મને કૂવામાં ના ઉતારો...' તે ગધેડા પરથી ઉતરવા ગયો, પણ નીચે જમીન ઉપર પટકાઈ ગયો. તે ગુણસેનના પગમાં આળોટવા લાગ્યો. “મને છોડી દો. મને મારા ઘરે જવા દો...'
ત્યાં તો ઝેરીમલે અગ્નિશર્માની પીઠ પર લાત મારી દીધી. અગ્નિશર્મા જ્યારે જ્યારે રોતો, જ્યારે જ્યારે ચીસો પાડતો ત્યારે ગુણસેન તાલીઓ પાડીને મજા માણતો હતો.
કૃષ્ણકાંતે બે હાથેથી અગ્નિશમને ઊભો કર્યો. શત્રુઘ્ન એની બે બગલમાં દોરડું બાંધ્યું... અને એને ઉપાડીને કૂવાના કાંઠા ઉપર લઈ ગયો. ગુણસેન, શત્રુઘ્ન અને ઝેરીમલ પણ કૂવાના કાંઠા પર ચઢી ગયા. કૃષ્ણકાંતે બે હાથેથી અગ્નિશર્માને ઉપાડીને, ત્યાં હાજર રહેલા લોકોની સામે ધર્યો. ઝેરીમલે ઘોષણા કરી : “ભાઈઓ, હવે આ આપણા રાજાને આ કૂવામાં પેટ ભરીને નવડાવશું. ડૂબકીઓ ખવડાવશું... રાજાને મજા આવી જશે...'
ના, ના, મારે નાહવું નથી, ડૂબકીઓ ખાવી નથી.. મને બચાવો. આ દુષ્ટો મને મારી નાંખશે....” અગ્નિશર્માએ બુમો પાડીને કહ્યું, પરંતુ ખેલ-તમાશો જોવા આવનારાઓને દયા શાની આવે? લોકો તાલીઓ પાડીને હસવા લાગ્યાં. કૃષ્ણકાંતને ગુસ્સો આવ્યો. તેણે અગ્નિશર્માને કૂવાના કાંઠા ઉપર પછાડ્યો... અગ્નિશમ ચીસ પાડી ઊઠ્યો.
ગુણસને કહ્યું : 'લાવ, હવે પહેલાં મને આપ એ પઠાને.” કૃષ્ણકાંતે અગ્નિશર્મા કુમારને સોંપ્યો. કુમારે તેને કૂવામાં ઉતાર્યો. કૂવામાં પાણી ભરેલું હતું. કુમારે અગ્નિશર્માને ડૂબકી ખવડાવીને બહાર કાઢયો... અગ્નિશર્મા અસહ્ય વેદનાથી તરફડે છે. પરંતુ એના તરફડાટ તરફ કોણ જુએ છે? શત્રુઘ્ન દોરી પકડીને... તેને કૂવામાં નાખ્યો... એણે પણ બે-ત્રણ ડૂબકીઓ ખવડાવીને બહાર કાઢ્યો.
નરકના પરમાધામી દેવો, જેવી રીતે નારકીના જીવોને પીડા આપે, તેવી રીતે આ ચારેય મિત્રો અગ્નિશર્માને પીડી, નાચતા હતા. જોર-જોરથી હસતા હતા. _
ભાગ-૧ ( ભવ પહેલો
For Private And Personal Use Only